________________
પ્રથમ દિનકૃત્યપ્રકાશ
૩૧.
તે નગરના ચૈત્ય ઉપર મિષ્ટ સ્વરનો બોલનારો એક પોપટ રાજહંસની જેમ તે જિતારિ રાજાને પરમાનંદકારી ક્રીડાના સ્થાનરૂપ થયો. જ્યારે જ્યારે તે રાજા જિનાલયમાં આવીને અહંતુ પ્રભુનાં દર્શન તથા ધ્યાનમાં નિમગ્ન થાય ત્યારે ત્યારે તે શુકનાં મિષ્ટ વચન સાંભળવામાં તેનું મન લાગતું; તેથી જેમ ચિત્રામણ પર ધૂમ લાગવાથી કાળાશ લાગી જાય તેમ, તેના શુભ ધ્યાનમાં તે પોપટનાં મિષ્ટ વચન પર (પ્રીતિ) થવાથી મલિનતા લાગી જતી. એમ કેટલોક કાળ ગયા પછી તેણે એક સમયે શ્રી ઋષભસ્વામિના સન્મુખ અણસણ કર્યું; કેમકે એવા વિવેકી પુરુષો છેલ્લી અવસ્થામાં સમાધિ-મરણની જ ચાહના રાખે છે. સમયની જાણ અને વૈર્યવંતી તે હંસી અને સારસી અને રાણીઓ તે વખતે રાજાને નિર્ધામણા કરાવતી નવકાર શ્રવણ કરાવવા લાગી. તે સમયે પેલો પોપટ તે જ દેરાસરના શિખર પર ચડીને મિષ્ટ વચનનો ઉચ્ચાર કરવા લાગ્યો, જેથી રાજાનું ધ્યાન તે પોપટ પર જ લાગી ગયું. તે જ સમયે રાજાનું આયુષ્ય પણ પરિપૂર્ણ થવાથી શુક-વચનના રાગને લીધે પોપટની જાતિમાં ઉત્પન્ન થયો.
આહાહા !! ભવિતવ્યતા પોતાના શરીરની છાયાની માફક દુર્લધ્ય છે. છેલ્લા (અંત) સમયે જે મતિ હોય તે જ આ આત્માની ગતિ થાય” એવી જે પંડિતજનની ઉક્તિ તેને આ રાજાએ પોપટની જાતિમાં જન્મી સિદ્ધ કરી. પોપટ, મેના, હંસ અને કૂતરા પ્રમુખની ક્રીડા સર્વથા તીર્થકરોએ અનર્થદંડપણે બતાવી છે તે સત્ય જ છે; નહીં તો આવા સમકાતિ રાજાની આવી નીચ ગતિ કેમ થાય? એ જીવોમાં રહેલી વિચિત્રતા સ્યાદ્વાદને જ સિદ્ધ કરે છે. તેવા પ્રકારનો આ રાજાને ધર્મનો યોગ છતાં પણ જ્યારે આવી દુષ્ટ ગતિ થઈ, નરક અને તિર્યંચ એ બે ગતિઓ જ દુષ્ટ કર્મથી પ્રાણીએ બાંધેલી હોય, તેનો ક્ષય વિમલાચલ તીર્થની યાત્રાથી થઈ જાય છે, પણ એમાં વિશેષ એટલું જ વિચારવા યોગ્ય છે કે, ફરીને પણ તિર્યંચનો બંધ પડે તો તેને ભોગવે છે. અહિંયાં એટલું જરૂર યાદ રાખવાનું છે કે, "તીર્થની ભક્તિ-સેવાથી દુર્ગતિ નહીં, પણ શુભ ગતિ જ થવારૂપ આ તીર્થનો મહિમા હોવા છતાં પણ આ જિતારિ રાજાની તિર્યંચ ગતિ થવારૂપ દુર્ગતિ થઈ, તેમાં કાંઈ તીર્થના મહિમાની હાનિ થતી નથી, કેમકે એ તો પ્રમાદાચરણનું લક્ષણ જ છે કે, સુરત દુર્ગતિ પતન થાય. જેમકે કોઈ પણ રોગીને વૈદ્ય ઔષધાદિકથી નીરોગી કર્યા છતાં પણ કુપથ્યાદિકનું સેવન કરે અને તેથી ફરીને રોગીષ્ટ થાય, તેમાં વૈદ્યનો કાંઈપણ દોષ નથી; દોષ તો કુપથ્યનો જ છે, તેમ આ રાજાની પણ પ્રમાદના ફળથી દુર્ગતિ થઈ. જો કે પૂર્વભવકૃત કર્મયોગથી ઉત્પન્ન થયેલા દુર્ગાનથી કદાચિત્ તે શુકરૂપ તિર્યંચ થયો, તો પણ સર્વજ્ઞ-વાકય એવું છે કે, એકવાર પણ સમ્યકત્વનો લાભ થયો છે તે સર્વોત્કૃષ્ટ ફળવંત છે, માટે તેનું ફળ એને મળ્યા વિના રહેનાર નથી.” ;
ત્યારપછી આ જિતારિ રાજાની પાછળ સર્વ સંસ્કાર કરાવ્યા પછી તેની બન્ને રાણીઓ (હંસી અને સારસી) દીક્ષા અંગીકાર કરીને તપશ્ચર્યા કરી સૌધર્મ નામના પ્રથમ દેવલોકમાં દેવીઓપણે ઉત્પન્ન થઈ. ત્યાં દેવલોકમાં બન્ને દેવીઓને અવધિજ્ઞાનથી તપાસ કરતાં જણાયું કે, અમારો પૂર્વભવનો પતિ તિર્યચપણે ઉત્પન્ન થયો છે, જેથી તેઓએ તે શુક (પોપટ) પાસે આવીને તેને પ્રતિબોધ પમાડ્યો. છેવટે તે જ નવીન વિમલાચલ તીર્થના તે જ દેરાસરમાં તેને તેમણે અણસણ કરાવ્યું. જેથી તે જ દેવીઓના પતિપણે તે (પોપટ-જિતારિ રાજાનો જીવ) તે જ દેવલોકમાં દેવતાપણે ઉત્પન્ન થયો. તેણે પોતાની બન્ને દેવીઓ દેવલોકથી વ્યા પછી કોઈક કેવળીને પૂછયું કે, હે સ્વામી ! હું સુલભબોધિ છું કે