________________
પ્રથમ દિનકૃત્યપ્રકાશ
૪૫
આવાં જ્ઞાની ગુરુનાં વચન સાંભળીને તે બંને જણ પોતપોતાના અપરાધ ખમાવી નિરપરાધી બનીને તે દિવસ સફળ ગણવા લાગ્યા, કેમકે ગુરુનાં વચનથી શું ન થાય? કેવલી મહારાજ ધર્મદેશના આપતા કહેવા લાગ્યા કે, હે ભવ્ય જીવો! જેના પસાયથી સર્વ પ્રકારની ઈષ્ટ-સિદ્ધિ પમાય છે. એવા સમ્યક્ત્વાદિ ગુણોનો અભ્યાસ કરો; કેમકે, અન્ય દર્શનીઓની ઉત્કૃષ્ટ ક્રિયાનું સેવન આંબા વગેરે ફળની જેમ સ્વલ્પ અને સંખ્યાબદ્ધ સાંસારિક સુખરૂપ ફળ આપે છે અને જૈનધર્મ તો કલ્પવૃક્ષના ફળની જેમ સર્વ પ્રકારનાં પૌલિક અને આત્મિક સુખો આપવાને સમર્થ છે, આવી દેશના સાંભળીને તે બંને મિત્ર સહિત રાજા વિગેરે બીજા કેટલાએક પણ મોક્ષાભિલાષી થયેલા સમ્યકત્વમૂળ શ્રાવકના ધર્મને પામ્યા. એટલું જ નહીં પણ વાનરરૂપે બની આવેલો વ્યંતરપણ સમ્યકત્વ પામ્યો. ત્યારપછી જ્ઞાનીએ જણાવ્યું કે, સુવર્ણરેખાનું દારિક અને વ્યંતરનું વૈક્રિય શરીર છે તો પણ પૂર્વ-ભવના સ્નેહને લીધે તેમને પરસ્પર ઘણા કાળ સુધી સ્નેહભાવ રહેશે. ત્યારબાદ રાજાએ પણ જેનું સન્માન કીધું છે એવા શ્રીદત્તે નગરમાં આવી પોતાની અદ્ધઋદ્ધિ અને પુત્રી શંખદત્તને આપીને નિર્મળ બુદ્ધિથી બાકીનું દ્રવ્ય સાત ક્ષેતમાં વાવરી(ખરચી)ને તે જ જ્ઞાનીની પાસે આવી મહોત્સવથી દીક્ષા ગ્રહણ કરી. ત્યારપછી ચારિત્ર પાળવાથી મોહને જીતી હું કેવળજ્ઞાન પામ્યો છું. માટે હે શુકરાજ! મને પણ પૂર્વભવના માતા અને પુત્રી ઉપર સ્નેહરાગ ઉત્પન્ન થવાથી માનસિક દોષ લાગ્યો હતો. તેટલા માટે સંસારમાં જે કાંઈ આશ્ચર્યકારી સ્વરૂપ હોય, તે મનમાં રાખીને વ્યવહારપણે જે સત્ય ગણાતું હોય તે જ પ્રમાણે વર્તવું; કેમકે, જગતના વ્યવહાર છે તે પણ સત્ય છે. સિદ્ધાંતમાં દશ પ્રકારનાં સત્ય નીચે પ્રમાણે બતાવેલાં છે.
जणवय-समय-ठवणा नामे रुवे पडुच्च सच्चे अ ।
ववहार भावयोगे दसमे उवम्म सच्चे अ ||१|| ૧. જનપદસત્ય:- કોંકણદેશમાં પાણીને પિચ્ચ, નીર અને ઉદક કહે છે, માટે જે દેશમાં જે વસ્તુને જે નામથી બોલાવતા હોય તે દેશની અપેક્ષાએ જે બોલાય છે તે સત્યને જનપદસત્ય' કહેવાય છે.
૨. સંમતસત્ય:- કુમુદ, કુવલય પ્રમુખ અનેક જાતનાં કમળો કાદવમાં ઉત્પન્ન થયેલાં હોય છે, તે સર્વેને પંકજ કહેવાં જોઈએ, પરંતુ લૌકિક શાસ્ત્ર અરિવંદને પંકજ ગયું છે, પણ બીજા કમળોને પંકજપણે ગણ્યા નથી. તે સત્યને સંમતસત્ય' કહેવાય છે.
૩. સ્થાપના સત્ય:- કાષ્ઠ, પાષાણ વિગેરેમાં અરિહંત પ્રમુખની સ્થાપના; અથવા એક, બે, ત્રણ, ચાર વિગેરે અંકની સ્થાપના; અથવા પૈ, પૈસા, રૂપિયા, મોહોર વિગેરેમાં રાજા પ્રમુખના સિક્કા; તે સત્યને “સ્થાપના સત્ય' કહેવાય છે.
૪. નામ સત્યઃ- અપુત્ર છતાં કુળવર્ધન નામ ધરાવતો હોય; તે સત્યને નામસત્ય' કહેવાય છે. પ. રૂપસત્યઃ વેષ માત્રના ધરનાર યતિને પણ વ્રતી કહેવાય. તે સત્યને રૂપસત્ય' કહેવાય છે.
૬. પ્રતીત્યસત્યઃ જેમ ટચલી અંગુલિની અપેક્ષાએ અનામિકા લાંબી છે અને અનામિકાની અપેક્ષાએ ટચલી ટૂંકી છે, એમ એકેકની અપેક્ષાએ જે વાકયાર્થ બોલવામાં આવે; તે પ્રતીત્યસત્ય' કહેવાય છે.