________________
પ્રથમ દિનકૃત્યપ્રકાશ
તો તમારી તમામ ગુપ્ત વાત ખુલ્લી થઈ જશે.” એવાં યક્ષનાં વચન સાંભળીને અત્યંત પ્રસન્ન થયેલો ચંદ્રશેખર ચંદ્રાવતીની પાસે ગયો, અને ઘણા કાળ સુધી તેની સાથે કામક્રીડા કરી; પરંતુ અદશ્ય અંજનના પ્રભાવથી તે તારા તેમજ બીજા કોઈના પણ જાણવામાં બીલકુલ આવ્યો નહીં. વળી એ ચંદ્રશેખરની સંમતિથી ચંદ્રાવતીને ચંદ્રાંક નામનો પુત્ર થયો, તથાપિ પક્ષના પ્રભાવથી તેના ગર્ભનાં ચિહ્ન પણ કોઈએ જોયાં નહીં.
૫૫
એ બાળકને જાતમાત્ર (જન્મના વખતથી જ) લઈને તેણે પોતાની સ્ત્રી યશોમતિને પાળવા આપ્યો હતો. તેણીએ પણ તેને પોતાના જ બાળકની જેમ પાળ્યો. ખરેખર સ્ત્રીઓનો પ્રેમ પોતાના પતિના વચન ઉપર કોઈક અલૌકિક જ હોય છે. પછી પ્રતિદિન દેદીપ્યમાન વિસ્તાર પામતા યૌવનવાળા ચંદ્રાંકને દેખી પતિ-વિયોગિની તે યશોમતી વિચારવા લાગી કે, "મારો ભર્તાર તો પોતાની બેન ચંદ્રાવતીની સાથે એવો આસક્ત થયો છે કે, તેનું મુખ પણ હું દેખી શકતી નથી; ત્યારે પોતાના આવેલા આંબાનાં ફળ પોતાને જ ચાખવાં યોગ્ય છે, એથી અતિશય ૨મણિક એવા આ ચંદ્રાંકની સાથે જ હું પણ કામક્રીડા કરું.” આમ મનમાં વિચારી વિવેકને દૂર મૂકી તેણીએ તેને એક વખત મિષ્ટ-વચનથી કહ્યું કે, "હે કલ્યાણકારી પુરુષરત્ન ! તું મને આદર (અંગીકાર કર), કે જેથી તું જ આ મોટા રાજ્યનો સ્વામી થઈશ.” છાતીમાં જાણે કોઈક વજ્રનો ઘા લાગ્યો હોય નહીં ? એવાં આ વચનો સાંભળીને તે તેણીને કહેવા લાગ્યો કે, "હે માતા નહીં સાંભળવા યોગ્ય વચન મને કેમ સંભળાવે છે, અને નહીં બોલવા યોગ્ય વચન કેમ બોલે છે ?” ત્યારે યશોમતી બોલી કે, હે પ્રિય ! હું તારી જનેતા=માતા નથી, તને જણનારી તો મૃગજ રાજાની રાણી ચંદ્રાવતી છે. આ સત્ય છે કે અસત્ય ? એનો નિર્ણય કરવાને ઉત્સુક બનેલો ચંદ્રાંક યશોમતીનું વચન (કહેવું) નહીં કબૂલ કરતાં પોતાના માતા-પિતાની શોધ માટે નીકળ્યો હતો, તેવામાં તે જ તમને મળ્યો. બન્નેથી ભ્રષ્ટ થયેલી યશોમતી પતિ-પુત્રના વિયોગથી વૈરાગ્ય પામીને કોઈ જૈની સાધ્વીનો યોગ ન મળવાથી યોગિનીનો વેષ ધારણ કરી ફરનારી હું પોતે જ (યશોમતી) છું. ખરેખર ધિક્કારવા યોગ્ય સ્વરૂપને વિચારવાથી મને કેટલુંક જ્ઞાન ઉત્પન્ન થયું, તેથી હું કહું છું કે –
હે મૃગધ્વજ રાજેન્દ્ર ! આ ચંદ્રાંક જ્યારે તમને મળ્યો ત્યારે તે જ યક્ષે તમને આકાશથી વાણી કરી કહ્યું કે, "આ તારો જ પુત્ર છે.” વળી તે સંબંધી સત્ય વાતથી વાકેફ થવા માટે તેણે તમને મારી પાસે મોકલ્યા છે, માટે તું નિશ્ચિંત જાણ કે એ તારી સ્ત્રી ચંદ્રાવતીના ઉદરથી ઉત્પન્ન થયેલો તારો જ પુત્ર છે.”
યોગિનીનાં આવાં વચન સાંભળવાથી તેને અત્યંત ક્રોધ અને ખેદ ઉત્પન થયો; કેમકે પોતાનાં ઘરનો દુરાચાર દેખીને કે સાંભળીને કોનું મન ન બળે ! ત્યારપછી તે રાજાને પ્રતિબોધવા માટે યોગિની ગાયન કરતી બોધક વચનથી ગીત ગાતાં બોલી કે :
ગીત
કવણ કેરા પુત્ર મિત્રા રે, કવણ કેરી નારી;
મુહિયાં મોહિઓ મેરી મેરી, મૂઢ ભણઈ અવિચારી. ૧
જાગિ ન જોગિ હો હો, જાઈ ન જોગ વિચારા; (એ આં(I)