________________
શ્રાદ્ધવિધિ પ્રકરણ
દો કાજ'ના જેમ તીર્થની યાત્રા અને વળી અમારા માતા-પિતાનો મેળાપ થશે.” પછી પ્રધાન કે અન્ય કોઈને પણ કહ્યા વગર પોતાની સ્ત્રીઓને સાથે લઈ શુકરાજ વિમાનમાં બેસીને તીર્થયાત્રા કરવા નીકળ્યો. આ વૃત્તાંત ચંદ્રાવતીને માલુમ પડતાં તરત જ તેણીએ તે ચંદ્રશેખરને જણાવ્યું કે – તત્કાળ તે ત્યાં આવીને રાજ્ય સિંહાસન પર પરકાય-પ્રવેશ વિદ્યાવાન બેસે તેમ ચઢી બેઠો. રામચંદ્રના વખતમાં ચક્રાંક વિદ્યાધરનો પુત્ર સાહસગતિ જેમ સુગ્રીવ બન્યો હતો તેમ આ વખતે આ ચંદ્રશેખર શુકરાજના રૂપે બન્યો. બધા લોકો પણ એમ જ જાણે છે કે, એ જ શકરાજ રાજા છે.
૫૮
એક રાત્રે અકસ્માત્ પોકાર કરી ઉઠયો કે - "અરે સુભટો, દોડો-દોડો આ કોઈક વિદ્યાધર મારી રાણીઓને લઈ નાસી જાય છે.” તે સાંભળી સુભટો આમતેમ દોડવા લાગ્યા, પણ પ્રધાન વગેરે તો તેમની જ પાસે આવીને બોલવા લાગ્યા કે - "સ્વામિન્‚ ! તમારી તે બધી વિદ્યાઓ કયાં ગઈ ?” ત્યારે તેં કૃત્રિમ શુકરાજ ખેદ કરતો કહેવા લાગ્યો કે – હાં હાં ! ! શું કરીએ ! એ દુષ્ટ વિદ્યાધર મારી સ્ત્રીઓની સાથે પ્રાણના જેવી મારી વિદ્યાઓ પણ હરી ગયો. તે વખતે તેઓએ કીધું કે, મહારાજ, તમારી સ્ત્રીઓ સહિત વિદ્યાઓ ગઈ તો ખેર. જવા ઘો; તમારા પોતાના અંગને કુશળ છે તો બસ છે. આમ તે કપટીએ સર્વ રાજ્યમંડળ પોતાના પ્રપંચથી વશ કરી લીધું, અને ચંદ્રાવતીની સાથે પૂર્વવત્ ૨મણ ક્રીડા કરતો રાજ્ય કરવા લાગ્યો.
ત્યારબાદ કેટલેક દિવસો ખરો શકરાજ તે તીર્થની યાત્રા કરીને વળતાં પોતાના સસરા વિગેરેને મળીને પાછો પોતાના નગરના ઉદ્યાનમાં સ્ત્રીઓ સહિત આવ્યો. આ વખતે પોતે કરેલા કુકર્મથી શંકા પામતો ચંદ્રશેખર પોતાના ગવાક્ષમાં બેઠો હતો, તે ખરા શુકરાજને આવતો જોઈ કપટથી અકસ્માત્ વ્યાકુળ બનીને કોલાહલ (પોકાર) કરવા લાગ્યો કે, અરે સુભટો ! પ્રધાનો ! દરબારીઓ ! જુઓ - સાંભળો જે દુષ્ટ મારી વિદ્યાઓ અને સ્ત્રીઓનું હરણ કરી ગયો છે તે દુષ્ટ વિદ્યાધર મારું રૂપ બનાવીને (ધારણ કરીને) મને ઉપદ્રવમાં નાંખવા આવે છે; માટે તમો તેનીં પાસે જલ્દી જાઓ અને પ્રથમ જ તેને શામ વચનથી સમજાવી પાછો વાળો. કેમકે, કોઈક કાર્ય સુસાધ્ય હોય છે અને કોઈક કાર્ય દુઃસાધ્ય પણ હોય છે, માટે આવા અવસરે તો ઘણા જ યત્નથી કે યુક્તિથી તેઓને આવતા જોઈ ખરા શુકરાજે પોતાના મનમાં ધાર્યું કે, આ પ્રધાન સહિત બધા મારા માનને ખાતર આવે છે તો તેઓને મારે પણ માન આપવું ઉચિત છે, તેથી તે તત્કાળ પોતાના વિમાનમાંથી ઉતરીને એક આમ્રવૃક્ષની નીચે જઈને બેઠો. તેની પાસે જઈ પ્રધાન વગેરે નમી–સ્તવીને કહેવા લાગ્યા કે, "હે વિદ્યાધર ! વાદકારકના જેવી તમારી વિદ્યાશક્તિ હવે રહેવા ઘો. અમારા સ્વામીની વિદ્યા અને સ્ત્રીઓ પણ તમે જ હરી ગયા છો, તે સંબંધે હાલ અમો તમોને કાંઈ કહેતા નથી તો અમારા ઉપર દયા કરીને તત્કાળ પોતાના સ્થાને ચાલ્યા જાઓ.” આ શું કાંઈક વહેમમાં પડયા છે ? શૂન્યચિત્ત બન્યા છે ? વાયુ થયો છે ? કે ભૂત, પ્રેત કે પિશાચથી છલાણા છે ? કે શું ? આવા અનેક પ્રકારના સંકલ્પ કરતો વિસ્મય પામીને શુકરાજ બોલવા લાગ્યો કે, "હા હા ! પ્રધાન, હું પોતે જ શુકરાજ છું, અને મને આ તું શું કહે છે ?” પ્રધાન બોલ્યો, "મને પણ ઠગવા ધારે છે કે શું ? મૃગધ્વજ રાજાના વંશરૂપ સહકારમાં રમણ કરનાર શુકરાજ (પોપટ) સમાન અમારો સ્વામી શુકરાજ રાજા તો આ નગરમાં રહેલા મહેલમાં છે, અને તમે તો તે જ શુકરાજનું રૂપ ધારણ કરનાર કોઈક વિદ્યાધર છો, વધારે શું કહીએ ? પણ ખરો શુકરાજ તો બીલાડીને દેખીને જેમ પોપટ ભય પામે