________________
પ્રથમ દિનકૃત્યપ્રકાશ
- પ૭
આશ્ચર્ય છે કે, આ લોકને માટે કરેલો મહાન યત્ન પણ નિષ્ફળ જાય છે, ત્યારે ધર્મના સંકલ્પમાત્રથી આ મૃગધ્વજ રાજાને કૈવલ્યની પ્રાપ્તિ થઈ, લોકાલોક સમસ્ત વસ્તુને જાણનારા મૃગધ્વજ કેવળીને તત્કાળ કેવળજ્ઞાનનો મહિમા (મહોત્સવ) કરનારા દેવોએ મોટા હર્ષથી સાધુ વેશ લાવીને આપ્યો. . .
તે સાંભળીને આશ્ચર્ય અને હર્ષ પામતાં શુકરાજ સહિત સર્વ પરિવાર આવીને તત્કાળ તેઓને વંદન કરવા લાગ્યા. તે વખતે તેઓને કેવળી મહારાજ અમૃતસમાન દેશના દેવા લાગ્યા કે, "હે ભવ્ય જીવો ! સાધુ અને શ્રાવકનો ધર્મ, એ બે સંસારરૂપ સમુદ્રથી તરીને પેલે પાર પહોંચવાને એક પૂલ સમાન છે, સાધુનો માર્ગ સરળ, અને શ્રાવકનો માર્ગ વક્ર છે. સાધુધર્મ કઠિન અને શ્રાવકધર્મ સુકોમળ છે; માટે એ બે ધર્મ (માર્ગ)માંથી જેનાથી જે બની શકે તેના ઉપર આદર કરો, આવી પવિત્ર વાણી સાંભળીને કમલમાલા રાણી, હંસ સમાન સ્વચ્છ સ્વભાવવાળો હંસરાજ, અને ચંદ્રાંક, એ ત્રણે જણ ઉત્કટ (તીવ્ર) વૈરાગ્ય પામીને તત્કાળ તેમની પાસે દીક્ષા લઈને આયુ પૂર્ણ થયે મોક્ષે ગયા. શુકરાજ વગેરે સર્વ પરિવારે પણ સાધુધર્મ ઉપર પ્રીતિ રાખી સમ્યકત્વ મૂળ શ્રાવકનાં બાર વ્રત અંગીકાર કર્યા. દુરાચારિણી ચંદ્રાવતીનો દુરાચાર મૃગધ્વજ કેવળી અને તેવા વૈરાગી ચંદ્રાંક મુનિએ પણ પ્રકાશ્યો નહીં, કારણ કે પારકાં દૂષણ કેમ પ્રગટ કરે?
કહ્યું છે કે, "સ્વશ્લાઘા (પોતાની મોટાઈ) અને પરનિંદા કરવી એ નિર્ગુણીનાં લક્ષણ છે અને પરગ્લાઘા (પારકી પ્રશંસા) અને સ્વનિંદા એ સદ્ગણીનાં લક્ષણ છે."
ત્યારપછી સૂર્ય જેમ પોતાના કિરણે કરી પૃથ્વીને પવિત્ર કરે છે તેમ તે મૃગધ્વજ કેવળી પોતાના ચરણથી પૃથ્વીને પવિત્ર કરતા અન્યત્ર વિચરવા લાગ્યા અને ઈન્દ્ર સમાન પરાક્રમી શુકરાજ પોતાના રાજ્યને પાળવા લાગ્યો.
ધિક્કાર છે કામી પુરુષોના કદાગ્રહને ! કેમકે ત્યારપછી પણ ચંદ્રાવતી ઉપર અત્યંત સ્નેહરાગ રાખનાર અન્યાયી-શિરોમણિ ચંદ્રશેખર શુકરાજકુમારના ઉપર દ્રોહ કરવાને પોતાની કુળદેવી પાસે ઘણાં કષ્ટો કરીને પણ ફરી યાચના કરવા લાગ્યો. દેવીએ પ્રસન્ન થઈ પૂછયું કે, તું શું માગે છે? તેણે કહ્યું શુકરાજનું રાજ્ય મને આપ. ત્યારે તે કહેવા લાગી કે, શુકરાજ દઢ સમ્યકત્વધારી છે તે સિંહનો વિનાશ જેમ મૃગલી કરી શકે નહીં તેમ હું પણ તેનું રાજ્ય આપવા સમર્થ નથી. તે બોલ્યો કે, તું અચિંત્ય શક્તિમાન દેવી છો તો બળથી કે છળથી પણ એનું રાજ્ય મને જરૂર આપ. આવાં અત્યંત ભક્તિનાં વચનથી સુપ્રસન્ન થયેલી દેવી બોલી કે, "છળ કરીને એનું રાજ્ય લેવાનો એક ઉપાય છે, પણ બળથી લેવાનો ઉપાય એકેય નથી. જો શુકરાજ કોઈ કામના પ્રસંગથી બીજે સ્થાનકે જાય તો તે વખતે તું ત્યાં જઈ એના સિંહાસન પર ચઢી બેસજે એટલે મારી દૈવી શક્તિથી શુકરાજના સરખું તારું રૂપ બની જશે. પછી ત્યાં સુખેથી સ્વેચ્છાચારી સુખ ભોગવજે.” એમ કહીને દેવી અલોપ થઈ ગઈ. ત્યારપછી ચંદ્રશેખરે ચંદ્રાવતીને આ તમામ વાતથી વાકેફ કરી. એકદા શુકરાજને શત્રુંજય તીર્થની યાત્રા કરવા જવાની ઉત્કંઠા થવાથી તે પોતાની રાણીઓને કહેવા લાગ્યો કે, "હું શત્રુંજગ તીર્થની યાત્રા કરવા તે મુનિઓના આશ્રયે જઉં છું.” ત્યારે રાણીઓ બોલી કે, "અમો પણ તમારી સાથે આવીશું, કેમકે, અમારે તો વળી એક પંથ