________________
so
શ્રાદ્ધવિધિ પ્રકરણ
ઉતરીને વિમાન ચાલતું અટકવાનું કારણ શું છે, તે તપાસવા લાગ્યો કે તરત જ ત્યાંની જમીન પર જેમ મેરુપર્વત ઉપર કલ્પવૃક્ષ શોભતું હોય તેમ સુવર્ણકમળ ઉપર બેઠેલા, દેવતાઓથી સેવિત પોતાના પિતા મૃગધ્વજ નામના કેવળીને તેણે જોયાં. તત્કાળ જ ખરી ભક્તિથી તેમને પ્રણામ કરીને તેણે આશ્રિત જનનું દુઃખ માતા, પિતા, હાલા મિત્ર કે સ્વામીને નિવેદન કરવાથી એકવાર (કાંઈક) શાંત થાય છે માટે પોતાનું રાજ્ય ગયા સંબંધી વૃત્તાંત જણાવ્યો. કેવળી મહારાજે કહ્યું કે, એ પણ તને પૂર્વભવના પાપકર્મના વિપાક ઉદય થવાથી જ થયું છે. મને કયા કર્મનો વિપાક ઉદય આવ્યો છે, એમ તેણે પૂછવાથી ઉત્તર આપતાં ગુરુ બોલ્યા કે, "હે શુકરાજ! સાંભળ :
તારા પૂર્વના જિતારિના ભવથી પણ પહેલાં કોઈક ભવમાં તું ભદ્રિક પ્રકૃતિવાન ન્યાયનિષ્ઠ શ્રીગ્રામ નામના ગામમાં એક ઠાકોર હતો. તને તારા પિતાએ પોતાનું રાજ્ય સોંપ્યું હતું, અને તારાથી નાનો અંતકનિષ્ઠ નામે તારો ઓરમાન ભાઈ પ્રકૃતિએ ક્રૂર હતો. તેને કેટલાંએક ગામ આપ્યાં હતાં. પોતાના ગામથી બીજે ગામે જતાં એક વખત અંતકનિષ્ઠ તને તારા નગરમાં મળવા આવ્યો. મેં તેને પ્રેમપૂર્વક બહુમાન આપી કેટલાક દિવસ પોતાની પાસે રાખ્યો. દરમ્યાન એક દિવસ હાંસીમાં તે તેને એમ કહ્યું કે, "તું કેવો મારી પાસે કેદીની જેમ પકડાયો છે ! હવે તારે મારા બેઠાં શી રાજ્યની ચિંતા છે? હાલ તું અહિંયાં જ રહે, કેમકે મોટા ભાઈ બેઠાં નાના ભાઈએ શા માટે લેશકારક રાજ્યની ખટપટ રાખવી જોઈએ ! ઓરમાન ભાઈ આવાં વચન સાંભળતાં તે બીકણ હોવાથી મનમાં વિચારવા લાગ્યો કે, "અરે ! આ મારું રાજ્ય તો ગયું કે શું! હા હા ! મહાખેદની વાત બની કે હું અહિંયાં આવ્યો. હાય ! હાય ! હવે હું કેમ કરીશ? મારું રાજ્ય મારે હાથે રહેશે કે જતું રહેશે?" એમ આકુળ-વ્યાકુળ થઈને વારંવાર તે મોટા ભાઈ પાસે પોતાને ગામ જવાની રજા માગવા લાગ્યો. કેટલીકવાર પછી તેણે જ્યારે જવાની રજા આપી ત્યારે જાણે જીવ જતો રહ્યો હોય નહીં (જાણે નવો જ અવતાર આવ્યો હોય નહીં) એમ પોતાના આત્માને માની તે ત્યાંથી જીવ લઈને ભાગ્યો. જ્યારે તે એને એવાં વચને હાસ્યથી કહ્યાં ત્યારે એ પૂર્વભવને વિષે) તે એ નિકાચિતકર્મ બાંધ્યું, તેના ઉદયથી જ રાજ્ય ભ્રષ્ટ થયો, જેમ વાનરો ફાળ ચૂકવાથી દીન બની જાય છે તેમ પ્રાણી સંસારી ક્રિયા કરી કર્મબંધન કરે છે તે વખતે ગર્વિત હોય છે, પણ જ્યારે તેને તે કર્મ ઉદયમાં આવે છે ત્યારે ખરેખર દીન બની જાય છે.
જો કે, તે ચંદ્રશેખર રાજાનું દુરાચરણ કેવળી મહારાજ સર્વ જાણે છે, તેણે પૂછેલ ન હોવાથી તેઓએ કાંઈપણ કહ્યું નહીં. એવો કોઈનો પણ દુરાચાર કેવળી પ્રકટ કરે જ નહીં. સાંસારિક કાર્યોમાં સ્વભાવથી જ ઉદાસ હોવાને લીધે અને જ્ઞાનનું એ જ ફળ ગણાવાને લીધે કેવળી પોતાની જ્ઞાન-શક્તિથી અનેકજનોનાં દુરાચાર સાક્ષાપણે જાણવા છતાં પણ વગર-પૂછયે કોઈને કહેતા જ નથી.
બાળકની જેમ પોતાના પિતા મૃગધ્વજ કેવળીના પગે વળગીને શુકરાજ કહેવા લાગ્યો કે, "હે સ્વામિન્ ! તમારા દેખતાં આ રાજ્ય કેમ જાય? ધવંતરી વૈદ્ય મળવા છતાં રોગનો ઉપદ્રવ કેમ ટકે? આંગણા આગળ કલ્પવૃક્ષની હયાતિમાં ઘરમાં દારિદ્રય કયાંથી થાય? સૂર્ય ઉદય થયે અંધકાર કયાં સુધી ટકે? માટે એવો કોઈક ઉપાય બતાવો કે જેથી આ મારું કષ્ટ દૂર થાય.” એવી અનેક પ્રાર્થના કરી ત્યારે કેવળી બોલ્યા કે, "ગમે તે દુ:સાધ્ય કાર્ય હોય તો પણ ધર્મ-ક્રિયાથી સુસાધ્ય બની શકે છે; માટે અહિંયાં