________________
શ્રાદ્ધવિધિ પ્રકરણ
જેનું મન જેમાં લાગેલું હોય તેને તે જ વસ્તુ ઉ૫૨ અભિરૂચિ થાય છે. મને પણ દીક્ષા લેવાની અભિરૂચિ છે પણ તેવો ઉત્કટ વૈરાગ્ય મને કેમ ઉત્પન્ન થતો નહીં હોય ! એવી રીતે વિચાર કરતો મૃગધ્વજ રાજા મનમાં સમજ્યો કે-મને કેવળીએ કહેલું જ છે કે-"જ્યારે ચંદ્રાવતીના પુત્રને જોઈશ કે તત્કાળ તને વૈરાગ્ય થશે.” પણ તેને તો હજી વાંઝણીની જેમ પુત્ર થયો જ નથી, ત્યારે હવે મારે શું કરવું ? આમ મનમાં ધારે છે, તેવામાં એક પુણ્યશાળી યુવાન પુરુષ રાજા પાસે આવી નમસ્કાર કરી ઊભો. ત્યારે રાજાએ પૂછ્યું કે - તું કોણ છે ? તે પુરુષ રાજાને ઉત્તર આપવા માંડે છે, એટલામાં તો આકાશવાણી થઈ કે -
૫૪
"હે રાજા ! ખરેખર આ ચંદ્રાવતીનો જ પુત્ર છે. એમાં જો તને સંશય રહેતો હોય તો અહીંયાંથી ઈશાનકોણમાં પાંચ યોજન ઉપર એક પર્વત છે. તેના પર કદલી નામનું એક વન છે. ત્યાં જઈ યશોમતી નામની જ્ઞાનવંતી જોગણીને પૂછીશ એટલે તે તેનો સર્વ વૃત્તાંત તને કહેશે.” આવી દેવવાણી સાંભળીને સાશ્ચર્ય મૃગજરાજા તે પુરુષને સાથે લઈ વનમાં ગયો. ત્યાં જોગણીએ પણ રાજાને કહ્યું કે, હે રાજન્ ! જે દેવવાણી થઈ છે. તે સત્ય જ છે. આ સંસારરૂપ અટવીનો માર્ગ મહાવિકટ છે, કે જેમાં તમારા જેવા વસ્તુ સ્વરૂપના જાણ પુરુષો પણ મુંઝાઈ જાય છે. પહેલેથી છેવટ સુધી આનો વૃત્તાંત તું ધ્યાનપૂર્વક સાંભળ :
"ચંદ્રપુરીનગરીમાં ચંદ્ર સમાન ઉજ્જ્વળ, યશસ્વી સોમચંદ્ર નામના રાજાની ભાનુમતી નામની રાણીની કુખે હેમવંત નામના ક્ષેત્રથી યુગલ સૌધર્મ દેવલોકે જઈ ત્યાં સુખ ભોગવી ચ્યવી આવી ઉત્પન્ન થયું. નવ-માસે એક સ્ત્રી અને એક પુરુષપણે જન્મ્યાં.
તેમનાં ચંદ્રશેખર અને ચંદ્રાવતી નામ આપ્યાં. શરીરની શોભાની સાથે પરસ્પર સ્પર્ધા કરતા બન્ને વધવા લાગ્યા. યૌવનાવસ્થાને પ્રાપ્ત થયેલા તેઓને પૂર્વભવ યાદ આવ્યો.
પછી ચંદ્રાવતીને તારી સાથે અને ચંદ્રાશેખરને યશોમતી સાથે પરણાવ્યાં પણ પૂર્વભવના સ્નેહભાવથી તે બંને (ચંદ્રાશેખર અને ચંદ્રાવતી) આ ભવમાં ભાઈ-બહેનપણે હોવા છતાં પણ તેઓનો પરસ્પર રાગ બંધાયેલો હતો. ધિક્કાર છે કામને ! જીવની ગતિ કોઈ અલૌકિક છે ! હા હા ! ભવરૂપ કૂપની કુવાસના ! કે જેથી આવી કુ-પ્રવૃત્તિ ઉત્તમ એવા બન્ને ભાઈ-બહેનમાં પણ થઈ ગઈ. તું જ્યારે પ્રથમ ગાંગીલ ઋષિના આશ્રમે ગયો હતો ત્યારે ચંદ્રાવતીએ ચંદ્રશેખરને પોતાનું વાંછિત પાર પાડવાને બોલાવ્યો હતો.
તે તો તારું રાજ્ય લેવાની જ વૃત્તિથી આવ્યો હતો પણ તારા પુન્યરૂપ જળથી જેમ અગ્નિ ઓલવાય તેમ તેનું ધારેલું પાર ન પડવાથી પોતાનો પ્રયાસ વૃથા ગયો ગણીને ચાલ્યો ગયો. વળી તે વખતે તે બંને જણાએ વિચક્ષણ એવા પણ તને કેવી રીતે વિવિધ પ્રકારની વચન-યુક્તિથી તારો ક્રોધ શમાવવા માટે સમજાવ્યો હતો, તે તું જાણે છે, ત્યારપછી ચંદ્રશેખરે કામદેવ નામના યક્ષનું આરાધન કર્યું, તેથી તે પ્રત્યક્ષ થઈ પૂછવા લાગ્યો કે, મને તેં કેમ બોલાવ્યો ? ચંદ્રશેખરે ચંદ્રાવતીનો મેળાપ કરાવવા કહ્યું. ત્યારે યક્ષે તેને અદશ્ય બનવાનું અંજન આપ્યું, અને કહ્યું કે, "તમારા બંને જણાની ગુપ્ત પ્રીતિ જ્યાં સુધી ચંદ્રાવતીના પુત્રને મૃગજ રાજા દેખશે નહીં ત્યાં સુધી કોઈપણ જાણશે નહીં. જ્યારે તે તેને દેખશે ત્યારે