________________
પર
શ્રાદ્ધવિધિ પ્રકરણ
શ્રાદ્ધનાં ભોજન કરનારા બ્રાહ્મણોને જેમ ભોજનની તૃપ્તિ ન થાય તેમ તે બન્નેને કેટલાક વખત સુધી યુદ્ધની તૃપ્તિ ન થઈ, કે જેથી બન્ને સમાન બળવાળા મહોત્સાહી બૈર્યવાન શૂરવીરોની જયશ્રી પણ કેટલાક વખત સુખી સંશયપણાને ભજવા લાગી. કેટલીક વાર પછી ઈન્દ્ર મહારાજ જેમ પર્વતની પાંખો છેદી નાંખે તેમ હંસરાજે સૂરકુમારના સર્વ શસ્ત્રો છેદી નાંખ્યાં ત્યારે મદોન્મત્ત હસ્તિની જેમ મહા-ક્રોધાયમાન થઈને હંસરાજને મારવાને સૂરકુમાર વજૂના જેવી કઠણ મુઠી ઉપાડીને તેની સામે ધસ્યો. આ વખતે શંકિત રાજાએ તત્કાળ શુકરાજની સામે જોયું. ત્યારે અવસરના જાણ શકરાજે હંસરાજકુમારના શરીરમાં મોટી બળવંતી વિદ્યા સંક્રમણ કરી. તેના બળથી હંસરાજે કંદુકની જેમ સૂરકુમારને તિરસ્કાર સહિત ઉઠાવી એટલો બધો દૂર ફેંક્યો કે, તે તેના સૂરના) સૈન્યનું ઉલ્લંઘન કરીને તેની પેલી તરફની જમીન પર જઈ પડયો. તે જાણે તેણે (સૂરે) પોતાના સૈન્યનું લુંછણું જ કર્યું ન હોય! એમ દેખાવા લાગ્યો.
પેલી તરફ પડતાં જ તેણે એવી તો મૂચ્છ ખાધી કે, તેના સેવકોએ કેટલીકવાર સુધી સારવાર કરી ત્યારે જ તે સ્વસ્થ થયો. પરંતુ અંતરંગ ક્રોધાગ્નિ ન શમવાથી આત્મિક ચેતન (જ્ઞાન) ન પામ્યો, છેવટે તેને વિચાર ઉત્પન્ન થયો કે, ધિક્કાર છે મને, કે મેં ફોકટ આની સાથે ક્રોધ કર્યો, આવા રૌદ્રધ્યાનથી તો હું ખરેખર અનંત ભવ રખડીશ. પછી તે નિર્મળ બુદ્ધિવાન ક્રોધના વિરોધની (ક્રોધને લીધે થયેલી ઈર્ષાની) બુદ્ધિ તજી દઈ બે પુત્રો સહિત પાસે ઉભેલા મૃગધ્વજ રાજાની પાસે જઈ પોતાનો અપરાધ ખમાવવા લાગ્યો. તેથી ચકિત થઈને રાજાએ પૂછયું કે, "તે પૂર્વભવનું વૈર શી રીતે જાણું?" ત્યારે તેણે કહ્યું કે, જ્યારે જ્ઞાનદિવાકર શ્રીદત્તકેવળી મારે ગામ પધાર્યા હતા, ત્યારે મેં મારો પૂર્વભવ પૂછયો હતો, તેથી તેમણે મને કહ્યું હતું કે -
| "હે સૂર ! ભદિલપુરનગરમાં જિતારિ નામનો રાજા હતો. તેને હંસી તથા સારસી નામની બે રાણીઓ તથા સિંહ નામનો પ્રધાન હતો. તેમને સાથે લઈ જિતારિ રાજા આકરો અભિગ્રહ ધારીને સિદ્ધાચલની યાત્રા કરવા જતાં માર્ગમાં ગોમુખ નામના યક્ષે કાશ્મીરદેશમાં અવતારેલા (બનાવેલા) સિદ્ધાચલની યાત્રા કરી, ત્યાં વિમલપુરનગર વસાવીને કેટલાક કાળ સુધી રહી, છેવટે ત્યાં જ મૃત્યુ પામ્યો. ત્યારપછી સિંહ નામનો પ્રધાન, જનેતા (જન્મ આપનારી માતા), જન્મભૂમિ, પાછલી રાત્રિની નિદ્રા, વહાલાનો મેળાપ અને સુ-ગોષ્ઠી (સારી વાર્તા) એ પાંચે વસ્તુઓ દુ:ખે કરી મૂકાય છે, માટે તે વિમલપુરીમાં લોકોને સાથે લઈ પોતાના ભદિલપુરનગર તરફ જવા નીકળ્યો. અદ્ધ માર્ગે જઈ પહોંચ્યો ત્યારે કાંઈક સાર વસ્તુ વિસરી ગયેલ યાદ આવવાથી તેણે પોતાના ચરક નામના સેવકને આજ્ઞા આપી કે – વિમલપુરનગર અમુક સ્થાનકે અમુક વસ્તુ આપણે ભૂલી આવ્યા છીએ. તે તું જઈને સત્વર લઈ પાછો આવ. ત્યારે તેણે કહ્યું કે હે સ્વામિન્ ! હું એકલો જ તે શૂન્ય સ્થાનકે શી રીતે જઈ શકીશ? આવું વાક્ય સાંભળીને પ્રધાને તેના પર ક્રોધ કર્યો તેથી તે ત્યાં ગયો. બતાવેલા સ્થાનકે તે વસ્તુની ઘણી જ તપાસ કરી પણ કોઈક ભીલ તરત જ લઈ ગયેલ હોવાથી તે વસ્તુ તેને મળી નહીં. ૦ સંશયપણાને ભજવા લગી- સંશયમાં પડી. + સંક્રમણ કરી-મૂકી.