________________
४८
શ્રાદ્ધવિધિ પ્રકરણ
મારે માથે આવે છે, એ વાત સાંભળતાં જ હું ઘણો પ્રસન્ન થયો છું; માટે મારા વ્હાલા માતા-પિતા! તમો મને ભક્તિ કરનારને આજ્ઞા આપી તીર્થભક્તિમાં સહાયક થાઓ.” આવાં વચન સાંભળીને રાજા દીવાનની સામે જોવા લાગ્યો, ત્યારે તેણે કહ્યું કે, આજ્ઞા આપનાર તમો છો, લઈ જનાર ઋષીશ્વર છે, રક્ષા પણ તીર્થની જ કરવી છે, રક્ષણ કરનાર શૂરવીર પરાક્રમી શુકરાજકુમાર છે, ગોમુખ યક્ષની સમ્મતિ પણ થઈ ચૂકી છે, આ તો ક્ષીરમાં ઘી અને સાકર નાખવા જેવું છે, છતાં તમે કેમ વાર લગાડો છો? આવું સાંભળીને માતાપિતાએ તેને રજા આપી. એટલે પ્રસન્ન થયેલો શકરાજ સ્નેહાળાં નેત્રથી આંસુ ઝરતાં માતાપિતાને નમી સાહસિક બનીને તે ગાંગીલ મુનિની સાથે ચાલતો થયો.
મહાપરાક્રમી ધનુર્ધર અર્જુનની જેમ બાણ નાખેલા ભાથાને સ્કંધ પાછળ બાંધીને તેની સાથે તત્કાળ ત્યાં જઈ પહોંચી શકરાજકુમાર શત્રુંજય તીર્થની સેવા આરાધના અને રક્ષણ માટે સાવધાન રહેવા લાગ્યો. ત્યાં તેના મહિમાથી તે ઋષિઓના આશ્રમના બાગ-બગીચામાં ઘણાં ફૂલ-ફળની વૃદ્ધિ થઈ, એટલું જ નહિ પણ વાઘ, સૂવર, ચિત્તા, વરૂ, દાવાનળ આદિ સર્વ પ્રકારના ઉપદ્રવો તેના પ્રભાવથી શાંત થઈ ગયા. ખરેખર આશ્ચર્ય છે કે, પૂર્વભવમાં સેવન કરેલા ધર્મના પ્રભાવથી આ શુકરાજનો આવો કોઈ અલૌકિક મહિમા છે, તીર્થકરના મહિમાથી જેમ ઉપદ્રવની શાંતિ થાય, તેમ આ શુકરાજ મનુષ્ય હોવા છતાં પણ તેનો મહિમા તેમના તુલ્ય જ થવા લાગ્યો, તાપસીની સાથે સુખે દિવસો નિર્ગમન કરતાં એકાદ રાત્રિના સમયે એક રુદન કરતી સ્ત્રીના શબ્દો સાંભળી દયાના દરિયા અને વૈર્યના નિધાન તે શુકરાજે તેની પાસે જઈ મધુર વચનથી તેને બોલાવી દુઃખનું કારણ પૂછ્યું. ત્યારે તેણીએ કહ્યું કે - | "ચંપાનગરીમાં નિર્ભયમાં પણ નિર્ભય શત્રુઓને મર્દન કરનાર અરિમર્દન નામે રાજા છે. તેની ગુણયુક્ત સાક્ષાત્ લક્ષ્મીના જેવી પદ્માવતી નામની પુત્રીની હું ધાવમાતા છું. એ પુત્રીને હું ખોળામાં લઈ રમાડતી હતી, તે વખતે જેમ કેસરી વાછડી સહિત ગાયને લઈ જાય તેમ કોઈક પાપી વિદ્યાધરે વિદ્યાના બળથી પુત્રી સહિત મને ત્યાંથી ઉઠાવી અહિં ફકત મને ફેંકી દઈ જેમ કાગડો ખાવાનું લઈ નાસી જાય તેમ તે પદ્મા રાજપુત્રીને લઈ કોણ જાણે કયાંય નાસી ગયો છે, તેના દુ:ખને લીધે હું રુદન કરું છું.
આ વચન સાંભળી શુકરાજે તેને આશ્વાસન આપીને ત્યાં જ રાખી અને પાછલી રાત્રે પોતે કેટલાંક ઘાસનાં ઝૂંપડાંઓમાં વિદ્યાધરને શોધવા લાગ્યો, તેટલામાં ત્યાં રુદન કરતા કોઈક પુરુષને દેખી તેની પાસે જઈ દયાથી તેને તેના દુઃખનું કારણ પૂછયું. ત્યારે દયાળુને કહ્યા વિના દુઃખનો અંત આવનાર નથી' એમ જાણીને તેણે કહ્યું કે, "હે વીરકુમાર ! હું ગગનવલ્લભપુર નગરના રાજાનો વાયુ સમાન ગતિવાળો વાયુવેગ નામનો પુત્ર છું. કોઈક રાજાની પદ્માવતી નામની કન્યાને હરણ કરી લઈ જતાં તીર્થના મંદિર ઉપર આવતાં તીર્થના મહિમાને લીધે તે હું ઉલ્લંઘન ન કરી શકયો એટલું જ નહીં પણ મારી વિદ્યા જૂઠી પડી જવાથી હું તત્કાળ ધરતી પર પડી ગયો છું. પારકી કન્યા હરણ કરવાના પાપને લીધે હું પુણ્ય પરવરેલાની જેમ પડ્યો કે તરત જ મેં તે કન્યાને મૂકી દીધી, ત્યારે જેમ સમળીના મુખમાંથી છૂટી પડેલી પંખીણી જીવ લઈ નાસી જાય તેમ તે નાસી ગઈ. ધિક્કાર છે મને પાપીને કે અઘટિત લાભની વાંછાથી ઉદ્યમ કર્યો તો મૂળ વસ્તુને જ ખોઈ બેઠો.”