________________
પ્રથમ દિનકૃત્યપ્રકાશ
૪૭
રાજાએ પૂછયું કે, હે મહારાજ ! અત્રે આપનું આગમન શા માટે થયું છે? ત્યારે કમલમાલાને પડદાની અંદર બોલાવી ગાંગીલ ઋષીશ્વર તેને કહેવા લાગ્યા કે, ગોમુખ નામના યક્ષરાજે આજ રાત્રિએ મને સ્વપ્ન આપીને જણાવ્યું કે, હું મૂળ શત્રુંજય તીર્થે જાઉં છું. ત્યારે મે પૂછયું કે, આ કૃત્રિમ શત્રુંજય તીર્થનું કોણ રક્ષણ કરશે? ત્યારે તેણે કહ્યું કે, જેમનું ચરિત્ર લોકોત્તર છે એવા તારા બે દહીત્ર ! દીકરી (કમલમાલા)ના દીકરા ) ભીમ અને અર્જુન જેવા બળવંત શુકરાજ અને હંસરાજ નામના છે તેમાંથી એકને અહિંયાં લાવી રક્ષણ કરવા રાખીશ તો તેના માહાસ્યથી આ તીર્થ નિરૂપદ્રવ રહેશે; કેમકે, લોકોત્તર ચરિત્રવાળા મોટા મહિમાવંતનો મહિમા ખરેખર મોટો જ હોય છે, ત્યારે મેં તે (ગોમુખયક્ષ)ને પૂછયું કે, તે ક્ષિતિપ્રતિષ્ઠિત નગરનો માર્ગ ઘણો દૂર હોવાથી મને ત્યાં પહોંચતાં ઘણા દિવસો નીકળી જશે માટે ત્યાંથી તેને બોલાવી લાવું ત્યાં સુધી આ શત્રુંજય તીર્થનું રક્ષણ કોણ કરશે? ત્યારે ગોમુખ યક્ષે કહ્યું કે, ત્યાં જઈ આવતાં ઘણો વિલંબ લાગે તેમ છે, તો પણ તું સવારે નીકળીને જઈશ તો બપોરે જ મારા પ્રભાવ (દેવીશક્તિ)થી તેને લઈ તું અહિં પાછો આવતો રહીશ. એમ કહીને તે યક્ષ તો ચાલ્યો ગયો. હું તે વાત સાંભળીને ખૂબ આશ્ચર્ય પામ્યો. પરંતુ આજ સવારે ત્યાંથી નીકળી હજુ સુધી એક પહોર દિવસ ચઢયો નથી એટલામાં તો અત્રે આવી પહોંચ્યો છું, કેમકે, દેવી મહિમાથી શું બની શકતું નથી? માટે હે દક્ષદંપતિ ! દક્ષિણા આપ્યાની જેમ આ તમારા બે પુત્ર-રત્નમાંથી એક પુત્ર અને તીર્થરક્ષણ નિમિત્તે આપો, કે જેથી અમો બપોર થયા પહેલાં ઠંડા પહોરે વગર પરિશ્રમે અમારા આશ્રમે જઈ પહોંચીએ. આ વચન સાંભળીને બીજાની અપેક્ષાએ બાળ છે તો પણ પરાક્રમે કરી અબાળ હંસરાજ હંસના જેવા ધ્વનિથી બોલ્યો કે, હે પિતાજી ! એ તીર્થની રક્ષા કરવા તો હું જ જઈશ, માટે મને ખુશીથી રજા આપો. આવા તેના ઉદ્દગારો સાંભળી તેના માતાપિતાએ કહ્યું કે, હે પુત્ર! તારાં આવાં સાહસિક વચનને અમો અમારું શરીરનું લુંછણું કરીએ અર્થાત્ તારા વચનને વારી જઈએ. હે વ્હાલા પુત્ર! આટલી તારી લઘુવય છતાં પણ આવાં તારાં સાહસિક વચન ક્યાંથી?” તે વખતે ગાંગીલ ઋપીશ્વર બોલ્યા કે,
| "ક્ષત્રિય વંશનું આવું વીર્ય, અને બાલ્યાવસ્થામાં પણ આવું તેજ એ ખરેખર આશ્ચર્યકારક છતાં સત્ય જ છે. કારણ કે, સપુરુષ કે સૂર્યની મહત્તાની આડે તેની વય આવતી જ નથી. રાજાએ કહ્યું કે, "હે મહારાજ ! આટલા નાના બાળકને ત્યાં કેમ મોકલી શકાય? જો કે એ બાળક શક્તિમાન છે, તો પણ માતા-પિતાનો જીવ મોકલવાને કેમ ચાલે? શું એ તીર્થનું સંરક્ષણ કરવામાં કાંઈ ભય નથી? જેમ સિંહણ જાણે છે કે, મારી ગુફામાંથી મારા બચ્ચાંને લઈ જાય એવો બીજો કોઈ પણ બળીઓ આવી શકે તેમ નથી, તો પણ તે પોતાનાં બચ્ચાંને કોઈ પણ વખતે બીજા કોઈ લઈ જશે એવા ભયથી જરા માત્ર પણ દૂર મૂકતી નથી, તેમ સ્નેહીઓને સ્નેહી વિષે ખરેખર ડગલે ડગલે ભય માલૂમ પડયા વિના રહેતો નથી; માટે આવા લઘુ બાળકને કેમ મોકલી શકાય ?"
આવાં માતાપિતાનાં વચન સાંભળીને સમયસૂચક શુકરાજ ઉત્સાહપૂર્વક તેમને કહેવા લાગ્યો કે, "હે પૂજ્ય ! મને રજા આયો તો હું એ તીર્થની રક્ષા માટે જાઉં નાચનારને મૃદંગના શબ્દ, સુધાતુરને ભોજન-નિમંત્રણ, નિદ્રાળુ ઉંધણસી)ને શય્યા, જેમ મળે ને પ્રસન્ન થાય તેમ ત્યાં રક્ષણ કરવા જવાનું