________________
૩૪
શ્રાદ્ધવિધિ પ્રકરણ
પોતાના હસ્તમાં એવી કોઈ મોટી સત્તા હોય, કે પોતે જ સમર્થ હોય, છતાં પણ બીજા મોટા પુરુષનો આશ્રય લીધા વિના પોતાના મહાન કાર્યની સિદ્ધિ અશકય છે. જેમ કે પોતે ગમે તેવો સમર્થ હોય, તો પણ વહાણ કે તેવા જ બીજા કોઈ સાધનનો આશ્રય લીધા વગર શું મોટો સમુદ્ર તરી શકાય છે?
એમ કહીને તે શેઠ સાડાપાંચ લાખ દ્રવ્ય સાથે લઈને કોઈક દિશા તરફ ગુપ્ત રીતે ચાલ્યો ગયો; કેમક, પુરુષો પોતાની સ્ત્રીને માટે શું શું કામ કરતા નથી ? કહ્યું છે કે -
પ્રાણીઓ પોતાની પ્રાણપ્રિયાને માટે દુષ્કર પણ કાર્યો કરે છે. પાંડવોએ દ્રૌપદીને માટે શું સમુદ્ર ઉલ્લંઘન કર્યો નથી?
હવે સોમશેઠ પરદેશ ગયા પછી શ્રીદત્તની સ્ત્રીએ પુત્રીને જન્મ આપ્યો. અહો અફસોસ ! દુઃખ સમયે પણ દૈવ કેવો વાંકો થયો? શ્રીદત્ત અતિ-શોકાતુર થઈ વિચારવા લાગ્યો કે, "ધિક્કાર થાઓ મારા દુ:ખની પરંપરાને! કે માતા-પિતાનો વિયોગ થયો, લક્ષ્મીની હાનિ થઈ, રાજા પી થયો અને છેવટે પુત્રી જન્મી. પારકા દુઃખને દેખી સંતોષ માનનાર આદૈવ ખરેખર મારી ઉપર હજું શું શું કરશે? શ્રીદત્તે એવી રીતે ચિંતામાં પોતાના દશ દિવસો નિર્ગમન કર્યા. શ્રીદત્તને એક શંખદત્ત નામે મિત્ર હતો. તે તેને શિખામણ દઈ કહેવા લાગ્યો કે - હે મિત્ર! લક્ષ્મીને માટે આટલી બધી ચિંતા શું કરવા કરે છે? ચાલો આપણે મોટો સમુદ્ર ઓળંગી, દ્વીપાન્તર જઈ વ્યાપાર કરી દ્રવ્ય સંપાદન કરી સરખે ભાગે વહેંચી લઈશું. આવો નિશ્ચય કરી પોતાની સ્ત્રી તેમજ પુત્રી પોતાના સગા-વહાલાને સોંપી, શ્રીદત્ત પોતાના મિત્રની સાથે વહાણમાં બેસી સિંહલ નામના દ્વીપમાં ગયો. ત્યાં બન્ને જણે નવ વર્ષ સુધી વ્યાપાર કરી અતિશય લાભ મેળવી પુષ્કળ દ્રવ્ય સંપાદન કર્યું. વળી વધારે લાભની આશાએ તેઓ ત્યાંથી કટાહ નામે દીપમાં ગયા અને ત્યાં પણ બે વર્ષ સુધી હર્ષથી રહી પ્રામાણિકપણે ઉદ્યમ કરતાં તેમણે આઠ ક્રોડ દ્રવ્ય મેળવ્યું; કેમકે, કર્મ અને ઉદ્યમ, એ બે કારણ બળવંત થયા, તો પછી ધન ઉપાર્જન કરતાં શી વાર લાગે?
તે બન્ને મિત્રો, વહાણોને પર્વત થવા હાથીઓથી અને સરસ કરીયાણાથી ભરી હર્ષવંત થતા પાછા ફર્યાં. તેમણે વહાણની અટારીમાં બેઠા બેઠા દરિયામાં તરતી એક પેટી જોઈ, તે ખલાસી પાસેથી મંગાવી લઈ વહાણ મધ્યેના સર્વ મનુષ્યોને સાક્ષી રાખી તે પેટીમાંનું દ્રવ્ય બન્ને વચ્ચે સરખે ભાગે વહેંચી લેવાનું ઠરાવી, તે પેટી ઉઘાડે છે, એટલામાં લીબુ (લીંબડી)ના પાનમાં વિંટાયેલી, ઝેરને લીધે લીલુંછમ શરીર થઈ ગયું છે એવી અને મૂછને લીધે બેભાન થઈ ગયેલી, એવી એક કન્યાને કોઈ દુષ્ટ સર્ષે સેલી હોવાથી કોઈએ તેણીને પેટીમાં નાંખી આ પાણીમાં તરતી મૂકેલી હોય એમ જણાય છે."
ત્યારપછી તેણે પાણી છાંટયું કે તરત જ તે કન્યાની મૂચ્છ ઉતરી ગઈ. તે સ્વસ્થ થઈ. પછી શંખદત્ત ખુશી થઈ કહેવા લાગ્યો કે, "આ મનોહર સ્વરૂપવંતી કન્યાને મેં સજીવન કરી છે માટે હું તેને પરણીશ." ત્યારે શ્રીદત્ત તેને કહેવા લાગ્યો કે, "એમ ના બોલ. આપણે બન્ને જણે પેટીમાંથી જે નીકળે તે સરખે ભાગે વહેંચી લેવાનો ઠરાવ કર્યો છે, માટે તારા ભાગ બદલ તું મારું સર્વદ્રવ્ય ગ્રહણ કરી અને કન્યા મને આપ." એવી રીતે પરસ્પર વિવાદ કરવાથી જેમ મીંઢળ ખાવાથી પેટનું અન્ન બહાર નીકળી જાય છે તેમ, આ કન્યાના અભિલાષથી બન્નેની અરસ-પરસની પ્રીતિ તૂટી ગઈ કહ્યું છે કે -