________________
૨૮
नवि तं सुवण्णभूमिभूसणदाणेण अण्णतित्थेसु । जं पावइ पुण्णफलं, पूआण्हवणेण सत्तुंजे ||२९१||
શ્રાદ્ધવિધિ પ્રકરણ
શત્રુંજય તીર્થ ઉ૫૨ શ્રી મૂળનાયકજીને પૂજા-સ્નાત્ર કરતાં જેટલું પુણ્ય ઉત્પન્ન થાય, તેટલું પુણ્ય બીજા તીર્થ ઉપર સુવર્ણનું, ભૂમિનું તથા આભૂષણનું દાન કરવાથી પણ પામી શકાતું નથી. धूवे पक्खुववासो, मासक्खवणं कपूरधूवंमि ।
कित्तियमासक्खवणं, साहू पडिलाभिए लहइ ||२९२||
એ તીર્થ ઉપર ધૂપપૂજા કરે તો પંદર ઉપવાસનું ફળ થાય, કપૂરનો ધૂપ કરતા માસક્ષમણનું ફળ થાય અને એક પણ સાધુને પડિલાભે (વહોરાવે) તો કેટલાયે માસખમણનું ફળ થાય છે.
તળાવ, સરોવર, નદીઓ વગેરે જેવાં પાણીના સ્થાન તો ઘણાંયે છે પણ સર્વથી અધિક તો સમુદ્ર જ છે; તેમ બીજા સર્વ તીર્થ લઘુ છે, સર્વથી અધિક તીર્થ તો સિદ્ધક્ષેત્ર જ છે. જે એ તીર્થની યાત્રા કરી કૃતકૃત્ય થયો નથી તે મનુષ્યના ધન અને જીવિત શા કામનાં ? તેમનું કુટુંબ-ગૌરવ પણ શા કામનું ? જે મનુષ્ય એ તીર્થની યાત્રા ન કરી-તે જન્મ્યો અને ન જન્મ્યા બરાબર સમજવો; જીવ્યો પણ ન જીવ્યો જાણવો અને જ્ઞાની છતાં અજ્ઞાની જાણવો. દાન, શીલ, તપ વગેરે ધર્મક્રિયા એ સર્વ કષ્ટ-સાધ્ય છે, માટે બને તેટલી યાત્રા કરવી યોગ્ય છે, તથાપિ સુખે કરી થઈ શકે એવી આ તીર્થની યાત્રા શા માટે આદ૨પૂર્વક ન કરવી ? (જે પુરુષો પોતાના પગે ચાલીને શત્રુંજય તીર્થની યથાવિધિ સાત યાત્રાઓ કરે છે તે ધન્ય છે, અને જગતમાં સર્વમાન્ય છે.) પૂર્વાચાર્યોએ પણ કહેલું છે -
छद्वेणं भत्तेणं अपाणएणं तु सत्त जत्ताओ ।
जो कुइ सित्तुंजे, सो तइअभवे लहइ सिद्धिं ||२९३||
જે ચોવિહારો છઠ્ઠ કરી શત્રુંજય તીર્થની સાત વાર યાત્રા કરે, તે પ્રાણી ત્રીજે ભવે સિદ્ધિપદને પામે છે.
તે ગુરુની વાણીએ, જેમ કાળી માટી વર્ષા પડવાથી પલળી જાય, તેમ ભદ્રકત્વાદિ ગુણયુક્ત તે જિતારિ રાજાના હૃદયને કોમળ કરી નાંખ્યું. જગતમિત્ર સરખા એ ગુરુની વાણી એવી છે કે, જેણે તે રાજાને ક્ષીણકર્મવંત કરીને તેજ વખતે સમ્યક્ત્વ સહિત કર્યો. તે સમયે તેના એવા તો શુભ પરિણામ થયા કે, તત્કાળ જ તે તીર્થની યાત્રા કરવાની અભિરુચિ (ઈચ્છા) ઉત્પન્ન થતાં તેણે પોતાના પ્રધાનાદિકને બોલાવીને આજ્ઞા કરી કે હાલ તરત જ યાત્રાએ જવાની સામગ્રી તૈયાર કરો. તે વખતે વળી તેણે એવો કઠોર અભિગ્રહ ધારણ કર્યો કે, "જ્યાં સુધી એ તીર્થનાં પગે ચાલતો જઈ દર્શન ન કરી શકું, ત્યાં મારે અન્ન-પાણીનો સર્વથા (બીલકુલ) ત્યાગ છે.”
રાજાની આવી આકરી પ્રતિજ્ઞા સાંભળીને હંસી તથા સારસીએ પણ એવી જ કાંઈક પ્રતિજ્ઞા તત્કાળ ગ્રહણ કરી. જેમ "રાજા કરે તેમ પ્રજા કરે” એવો જ ન્યાય છે. માટે પ્રજા-વર્ગમાંના કેટલાકે પણ