________________
૩૩
પ્રત્યેની અનન્ય શ્રદ્ધા હતી. તેથી જ્યારે એને દેહાંત દંડની સજા કરવામાં આવી ત્યારે મિત્રોએ એને નાસી જવાનું સૂચન કર્યું, પરંતુ તેણે ના પાડી. સૈક્રેટિસની આ શ્રદ્ધા માત્ર વ્યક્તિના બંધારણમાં સદાચારનું જે સ્થાન છે તેટલા પુરતી જ નહતી, પરંતુ સામાજિક જીવન અને આપ-લેમાંથી જ વ્યકિતનો વિકાસ થાય છે, એમ એ માનતો. વ્યક્તિને ઊંચામાં ઊંચો ધર્મ સમાજ છે, અને સમાજવટ લઈને વ્યક્તિ પોતાની આંતરિક ઉન્નતિ સાધી શકતી નથી.૨૩
વ્યક્તિ અને સમાજ વચ્ચેને જે આ અવિભાજ્ય સંબંધ છે, તે સંબંધ જ્ઞાન અને આંતરિક સંવાદના પાયા ઉપર સ્થાપવાનો પ્રયત્ન લેટોએ પિતાના આ પુસ્તકમાં કર્યો છે.
આપણે જોયું તેમ–બાહ્ય વિશ્વ અને તેનું અંતિમ તત્વઃ એ અપરિણામી સત્વ અને ઈન્દ્રિપલબ્ધ પરિણામે સાથેનો તેને સંબંધ-બુદ્ધિની દષ્ટિએ તે સંબંધ સમજવા જતાં પ્રમાણગત આવશ્યકતાને લીધે હીરેક્લેઈટાસે પરિણામે ઉપર ભાર મૂક્યો જ્યારે પારમેનાઈડીઝે પરિણામેનો ત્યાગ કરી અપરિણામી તત્વને એકાંગી સ્વીકાર કર્યો–આ રીતે ફિલસૂફીમાં બૌદ્ધિક જ્ઞાન અને ઇન્દ્રિપલબ્ધ ભાન વચ્ચે ભેદ પડયો; અને એમ સ્વીકારવામાં આવ્યું કે ઈન્દ્રિયો માત્ર બાહ્ય વસ્તુઓનું ભાન કરાવે છે, જ્યારે બુદ્ધિ જ્ઞાન અર્પે છે. બૌદ્ધિક જ્ઞાન અને ઈન્દ્રિપલબ્ધિ વચ્ચેનો ભેદ સમજાવવા ચાર કે પછી અસંખ્ય “ત” કે “બીજને સ્વીકાર, વધારામાં અનેક તને ગતિ આપી શકે તેવું વધારાનું તત્વ કે શક્તિની આવશ્યકતા આવી શક્તિ કાં તે યાંત્રિક રીતે પિતાનું કાર્ય કરી શકે, અને નહિ
૨૩. સોક્રેટિસના જેવા સંજોગોમાં પલેટેના શિષ્ય એરિસ્ટોટલને જ્યારે એમ લાગ્યું કે કદાચ એને વિરુદ્ધ પણ કોર્ટમાં કામ ચલાવવામાં આવે, ત્યાર એરિસ્ટોટલ એથેન્સમાંથી નાસી ગયેલો!