Book Title: Jain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
: શ્રી જૈન શાસન (અઠવાડિક) તા. ૧૧-૮-૯૨
રાજ
કરેલું તેનું યથાર્થ પાલન કરીએ છીએ અને આપના નામે તે અમારી નામના વધે માટે અમારા ઘરના નહિ પણ જાહેરના તે પણ અમારી જ માલિકીના દાવા સાથે થોડું દાન વેરીએ છીએ અને પદાધિકારિઓને સાધી લઈ સંમતિ મેળવી લઈ વિરોધીઓને આંસુ સારતા કરીએ છીએ. આપનું કદાચ “અવમૂલ્યન થતું હશે પણ આ ૫ કૃપાલુ તે ઉદાર છે માની અમારી “વાહવાહ” થતી હોય તો તેવું કરવામાં અચકાતા નથી. પણ ગૌરવભેર ઉન્નત મસ્તકે છાતી કાઢી ફરીએ છીએ.
વધુમાં અમારી નફટાઈને (!) નમૂનો તે જૂઓ કે રાજકારણીઓને તો યેન કેન છે પ્રકારેણ દિહીને દરબાર જોઈએ છીએ, દિલ્હીને તાજ પહેરવો છે. માટે બધું જ છડેચોક કરે છે. જયારે અમે તે નિસ્પૃહતાના-નિર્લોભતાના મેઢા પહેરી છીએ અને ઈષ્ટ પદમાટે બધું
જ કરી છૂટીએ છીએ અમારા હૈયાની સરળતાને સો ગજના નમસ્કાર કરી દૂર રાખીએ ? છે છીએ અને દાંભિકતાને વહાલી-દવલી રાખીએ છીએ ! છતાં પણ અમે છે એ આપના. 5 5 આજે અમને ખૂબ લીલા લહેર છે. કેઈ જ રોકટોક નથી અને ગુરુભકિતના નામે છે. છે બધી નામનાની કમાણું કરીએ છીએ. કેમકે અમે મૂળ ગુજજુ વેપારી છીએને !
બસ આજના દિવસે આપ અમારા પર એવા આશીર્વાદ વરસાવા કે આંધળાને પાટાની 8 જેમ દેખતાને પણ પાટા બાંધી મજેથી ઈચ્છિત કરી-કરાવી “ગુરુભકિતના નામે છે તરી જઈએ !
રાગને સાત્તિવક બનાવવાને માટે, “રાગથી જ હું અત્યાર સુધીમાં પાયમાલ થઈ છે. જવા પામ્યો છું અને રાગથી જ હું પાયમાલ થઈ રહ્યો છું” એ વાતને ખ્યાલ છે છે આવા જોઈએ. જેને રાગથી છૂટવાનું મન થાય. તેને એમ થાય કે મારે વીતરાગ ૨
બનેલા અને વીતરાગ બનીને રાગને નાશ પમાડવાના ઉપાયને સ્વતંત્રપણે બતાવનારા છે છે દેવને પણ સેવવા જોઈએ; મારે ગુરૂ પણ એવા જોઈએ, કે જે વિરાગી પણ હોય સર્વત્ર છે છે ત્યાગી પણ હોય અને રાગને નાશ પમાડવાના ઉપાયને સેવવામાં રક્ત બનીને, એને છે ન જ સેવવાને ઉપદેશ આપતા હોય અને ધર્મપણુ એ જોઈએ, કે જેના સેવનના યોગે હું છે. હું મારા રાગને નાશ સાધી શકુ ! આ રીતિએ રાગને સાત્તિવક બનાવી શકાય અને છે છે એમ વિરાગી બનીને પરિણામે વીતરાગ બની શકાય. આ રીતિએ રાગથી સર્વથા મુક્ત છે છે બનવાની ઈચ્છા જયાં સુધી નહિ જાગે, ત્યાં સુધી દેવ-ગુરુ-ધર્મના સ્વરૂપની જેટલી છે વાતે થવાની; તે પ્રાય: હવામાં ઉડયા કરવાની.
–રામાયણમાં સંસ્કૃતિને આદર્શ ત્રીજો ભાગ