________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૫. લંકા સાથે લગ્ન કરી હનુમાનજીનું વિમાન આકાશમાર્ગે લંકાની દિશામાં ઊપડ્યું. વૈતાદ્ય પર્વતનાં અનેક નગરો પર થઈને વિમાન આગળ વધી રહ્યું હતું. હનુમાનજી પ્રકૃતિના સર્જનને નિહાળતા અનેક વિચારો કરતાં. યોજનાઓ અને સફળતાની કેડીઓ ઘડતા હતા.
આ મહેન્દ્રપુર છે!” વિમાનવાહકે હનુમાનજીને વિરાટ નિદ્રાથી જગાડ્યા. મહેન્દ્રપુર? મારું મોસાળ.” વિમાન નીચે ઉતારો. મહેન્દ્રપુરના બહિર્ભાગમાં વિમાન ઉતારવામાં આવ્યું. “આ એ જ મહેન્દ્રપુર છે. જ્યાંથી એક દિવસ મારી જનેતાને રોતી-કકળતી કાઢી મૂકવામાં આવી હતી. રાજા મહેન્દ્રને મારી માતાનું મુખ પણ જોવામાં પાપ લાગી જતું હતું. કેવા કૂર, અધમ અને...' હનુમાનજીનું મુખ રોષથી ધમધમી ઊઠ્યું. ક્રોધાવેશથી કંપી ઊઠ્યા. “મારી નિરપરાધી મહાસતી માતાને દુઃખ-ત્રાસ આપનારા મહેન્દ્રને અને એના પુત્ર પ્રસન્નકીર્તિને આજે મળીને જ આગળ વધું!”
હનુમાનજીએ યુદ્ધની નોબતો બજાવી. યુદ્ધનાં નગારાં ધણધણી ઉઠ્યાં. મહેન્દ્રપુરની પ્રજા, સંરક્ષકો, સૈનિકો, રાજા સહુ ભય, આશ્ચર્ય અને રોષથી દોડાદોડ કરવા લાગ્યાં.
બ્રહ્માંડમાં જાણે વિસ્ફોટ થયો. ધરા ધ્રુજી ઊઠી. રાજા મહેન્દ્ર સૈન્યને સજ્જ થવા આદેશ કર્યો. પ્રસન્નકીર્તિ રથારુઢ થઈ નગરની બહાર દોડી આવ્યો,
મહેન્દ્રનગરનું પાદર યુદ્ધક્ષેત્ર બની ગયું. હનુમાનજીએ પ્રસન્નકીર્તિને તિરસ્કારથી ઉશ્કેર્યો. બંને વીરો સામસામે આવી ગયા. શસ્ત્રો અને અસ્ત્રોના પ્રહારો થવા લાગ્યા.
ખરેખર યુદ્ધ જામી ગયું હનુમાનજીને ખેદ થયો. “આ મેં શું આદર્યું? શા માટે નીકળ્યો છું, ને વચ્ચે શું કરી બેઠો? હવે આરંભેલા કાર્યને પૂર્ણ કરીને જ જંપવું જોઈએ.”
એક ક્ષણ . એક પ્રહર.
For Private And Personal Use Only