________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સીતાના સમાચાર મળ્યા
૬૩૩ શ્રીરામનાં ચરણોમાં વંદના કરી. સુગ્રીવે હનુમાનને પોતાના આસન પર બેસાડી, શ્રીરામને હનુમાનજીનો પરિચય આપ્યો.
કૃપાવંત, આ જ પવનંજયપુત્ર હનુમાન. હનુમાનજીનાં વિનય અને વીરતા, હનુમાનજીનાં ન્યાય અને નીતિ, ખરેખર અદ્દભુત અને અપૂર્વ છે. આપણા એ પરમ મિત્ર છે. સર્વ વિદ્યાધરોમાં કોઈ હનુમાનની તુલના કરી શકે તેમ નથી, માટે હે આર્યપુત્ર, સીતાના સુખસમાચાર લાવવા માટે, આપ હનુમાનજીને આજ્ઞા પ્રદાન કરો. તેમને સોંપેલા કાર્યમાં હમેશાં સફળતા જ મળે છે.”
શ્રી રામ હનુમાનજીના તેજસ્વી મુખને નિહાળી રહ્યા. હનુમાનજીની સુદૃઢ કાયા અને અંગઅંગમાંથી નીતરતા શૌર્ય-પરાક્રમને જોઈ રહ્યા. શ્રી રામના હૃદયમાં નવયુવાન હનુમાન તરફ સ્નેહ પ્રગટ્યો. લક્ષ્મણજી પણ હનુમાનને એકીટસે જોઈ રહ્યા હતા. સુગ્રીવે આપેલો પરિચય તેમને અધૂરો લાગ્યો, “આ કોઈ અદ્વિતીય પુરુષ છે, વીરતાની સાક્ષાત્ મૂર્તિ છે, વિનય અને કર્તવ્યપાલનની દૃઢતા એમનામાં છલોછલ ભરેલી છે.”
હનુમાનજી બોલ્યા : દશરથનંદન, કપીશ્વર સુગ્રીવ સ્નેહથી આ પ્રમાણે મારી પ્રશંસા કરે છે. મારા જેવા તો અનેક વીર સુભટો વાનર-દ્વીપ પર અસ્તિત્વ ધરાવે છે. ગર્વ, ગવાક્ષ, ગવય, શરભ, ગંધમાદન, નીલ, નલ, અંગદ, જાંબવાન વગેરે વીરોની કીર્તિ વિદ્યાધર દુનિયામાં ફેલાયેલી છે. બીજા પણ અનેક કપિવીરો છે. હું પણ તેઓમાંનો જ એક છું. આપશ્રીની કાર્યની સિદ્ધિ માટે અમે સહુ તત્પર છીએ.
આપ આજ્ઞા કરો, રાક્ષસદ્વીપ સહિત લંકાને અહીં ઉપાડી લાવું? ભાઈઓ સહિત દશમુખને બાંધી લાવું? અથવા સહકુટુંબ દશમુખનો ત્યાં જ વધ કરી; દેવી જાનકીને કુશળતાપૂર્વક અહીં લઈ આવું? આપની આજ્ઞા અનુસાર કાર્ય અવશ્ય સિદ્ધ થશે.”
વીરપુરુષ, આ બધી વાત તમારામાં સંભવે છે. તમારા માટે કંઈ અશકય નથી. કોઈપણ ઉપદ્રવ વિના, જાનકીને તમે અહીં લઈ આવી શકો તેમ છો, પરંતુ અત્યારે તેમ કરવાની જરૂર નથી. તમે જાઓ, અને લંકામાં સીતાની શોધ કરો. સીતાને ક્યાં રાખવામાં આવી છે? સીતા કેવી પરિસ્થિતિમાં રહેલી છે? હા, આ મારી વીંટી તમે જાનકીને આપજો, એથી તેને વિશ્વાસ થશે કે તમે મારા તરફથી જ લંકામાં આવેલા છે, વળી અહીં આવતાં સીતાના મસ્તકનો મુગટ લેતા આવશો.'
For Private And Personal Use Only