Book Title: Updeshprasad Part 5
Author(s): Vijaylakshmisuri, 
Publisher: Jain Book Depo Ahmedabad
Catalog link: https://jainqq.org/explore/002174/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ આચાર્ય શ્રી વિજયલક્ષ્મીસૂરિ વિરચિત શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર दिदिखामसिंह सकिम सेरिदिवामखिजारमगाममियागातिमायाग दियामणामढीमया निवास्मयागणपगिदिन्यमबासमप्रम रागिदिन्यमहादाम बामियागरणेपवाद याबाश्मयागणेपवाव दियारोवारमादियाणबारमारवादिया अमलिदियागांचारमाममिविश्यमा वास्मामपिपंचायत मामयापकन मदासम्ममयापकनामएकदिवामरिमितिारामावमासयंपादियोउरिमिच नियिमय मिया नायिसपमियत कसामिपनिमिरा दिश्करावामिन्मतिमिरासयाटियाग्दवामिनपादनामदादविक्दियामंमियाणि सुयन्दवयारणमिामान रहदवयापयामिमा परसिरकरेसा पमायणमिस्कियखाणाश्यपवरणादविमतिकरितंगाममा निधनानंनवनासंबवश्वकामिक मूरि। रखकानिक विसामाामविका रुपनलिमामामस्त्रिकानिखिनाविरनंदवार dain Education international न मुझ समहावा-१ Page #2 -------------------------------------------------------------------------- ________________ 000 ). છે આચાર્ય શ્રી વિજયલક્ષ્મી સૂરિ વિરચિત સાદ થાયબ પદેશપ્રસાIE , શ્રી ઉદાસ (ભાગ- ૫) (સ્તંભ ૨૦ થી ૨૪, વ્યાખ્યાન ૨૮૬ થી ૩૬૧) તપાચારના બારમાંથી છેલ્લા ૯ ભેદ, વિર્યાચારનું સ્વરૂપ, “જ્ઞાનસાર'ના બત્રીશ અષ્ટકો પર વ્યાખ્યાન, હોળી પર્વ તથા રોહિણી વ્રતનું સ્વરૂપ, ચાર પ્રત્યેક બુદ્ધ ચરિત્ર; જંબૂરવાની અને હીરવિજયસૂરિચરિત્ર ગૂર્જર અનુવાદક સ્વ. શ્રી કુંવરજીભાઈ આણંદજીભાઈ પ્રકાશક જૈન બુક ડીપો ૧૪૭, તંબોળીનો ખાંચો, દોશીવાડાની પોળ, અમદાવાદ-૩૮૮ ૦૦૧ ફોન : (૦૭૯) ૨૩૫૬૧૫૪ પ્રાપ્તિસ્થાન જશવંતલાલ ગિરધરલાલ શાહ જનપ્રકાશન અંદન ૩૦૯૪, ખત્રીની ખડકી, દોશીવાડાની પોળ, અમદાવાદ-૩૮૦૦૦૧ ફોન : પ૩પ૬૮૦૬, ૫૩૫૬૧૯૭ પાંચ ભાગના સેટની કિંમત પ્રથમવૃત્તિ રૂપિયા પાંચસો ઈસ. ૨૦૦૧ MAANANAM Page #3 -------------------------------------------------------------------------- ________________ sણ સૌજન્ય શ્રી જૈન ધર્મ પ્રસારક સભા, ભાવનગર પ્રસ્તુત ગ્રંથ પુનર્મુદ્રણ કરવાની પરવાનગી આપી તે બદલ શ્રી અશોકભાઈ જૈન (શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, અગાસ) સંશોઘન તથા શુદ્ધિપૂર્વક પુસ્તકનું સંપાદન કરવા બદલ gyanmandir@kobatirth.org આકાશમાં સૂર્ય ઊગે છે અને Serving jinshasan ધરતી પ૨ ૨હેલ ગુલાબનું પુષ્પ ખુલવા લાગે છે, ખીલવા લાગે છે હૃદયમાં જિનવચનોનો સૂર્ય ઉદય પામે છે 099309 અને આત્મામાં સણોનો ઉઘાડ થવા લાગે છે પણ સબૂર! સગુણોના ઉઘાડનું પરિણામ આપણો અનુભવતા હોઈએ તો જ માનવું કે હૃદયમાં જિનવચનોનો સૂર્યોદય થઈ ચૂક્યો છે. સતત કરતા રહીએ આપણે આત્મનિરીક્ષણ અને પ્રયત્નશીલ બન્યા રહીએ એ સમ્યક્ પરિણામની અનુભૂતિ માટે એ અંગેનું સુંદર માર્ગદર્શન આપતો ગ્રંથ એટલે જ શ્રી ઉપદેશપ્રાસાદ ગ્રંથ મદ્રક : શ્રી જૈન પ્રકાશન મંદિર, અમદાવાદ પ્રાપ્તિસ્થાનો જૈન પ્રકાશન મંદિર અજય સેવંતિલાલ જૈન ૩૦૯/૪, ખત્રીની ખડકી, દોશીવાડાની પોળ, | ૨૦, મહાજન ગલી, ઝવેરી બજાર, અમદાવાદ-૩૮૦૦૦૧ ફોન : ૫૩૫૬૮૦૬ મુંબઈ-૪૦૦ ૦૦૨ શ્રી પાર્શ્વનાથ પુસ્તક ભંડાર શ્રી પાર્શ્વનાથ પુસ્તક ભંડાર ફુવારા સામે, તળેટી રોડ, ભોજનશાળા સામે, પાલિતાણા-૩૬૪૨૭૦ શંખેશ્વર-૩૮૪૨૪૬ શ્રી મહાવીર જૈન ઉપકરણ ભંડાર | ગુરુગૌતમ એન્ટરપ્રાઈઝ શંખેશ્વર તથા સૂરત ચીકપેઠ, બેંગ્લોર-પ૬૦૦૫૩ Page #4 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના અનંત કલ્યાણકર, અનંત સુખકર, અનંત હિતકર અને અનંત દુઃખહર એવા જિનશાસનની પ્રાપ્તિ; ચાર ગતિમાં રખડતા જીવને અનંત પુણ્યના ઉદયે થાય છે. કરોડો રૂપિયાના ખર્ચે ઝવેરી બજારમાં દુકાન મળવી એક અપેક્ષાએ સહેલી છે. પરંતુ જિનશાસનની પ્રાપ્તિ અત્યંત મુશ્કેલ છે. જે પુણ્યશાળી આત્માઓને પરમાત્માના શાસનની પ્રાપ્તિ થઈ છે તેઓને આરાધનામાં આગળ વધારવા અને પાપથી મુક્ત બનવા માટે સામાન્યતયા ઉપદેશની જરૂર રહે જ છે. ઉપદેશ વિના બાળજીવો સાઘનામાં જોડાતા નથી અને છે વિરાધનાથી અટકતા નથી. બાળજીવોને આરાઘનામાં જોડવા માટે ઘર્મનું બળ શું તેની છે. ઘર્મની તાકાત શું છે તે જણાવવું પડે અને વિરાઘનાથી અટકાવવા માટે વિરાઘનાનું ફળ બતાવવું પડે. પુણ્યબંઘનું આકર્ષણ જીવને ઘર્મમાં જોડે છે અને ૪ પાપના વિપાકની જાણકારી જીવનમાંથી પાપો ઓછા કરાવે છે. અથવા પાપનો રસ ઓછો કરાવે છે. પ્રસ્તુત શ્રી ઉપદેશપ્રાસાદ ગ્રંથ માત્ર ઉપદેશાત્મક ગ્રંથ નથી પરંતુ સ્થાને સ્થાને શાસ્ત્રીય પ્રસંગો, ઐતિહાસિક પ્રસંગો, બોધદાયક કથાઓ વગેરેનો સમાવેશ કરી ગ્રંથને બોઘક અને રોચક બનાવવામાં આવ્યો છે. દરેક સાધકને તેમાંથી સાધના માટેનું બળ મળે તેવો ગ્રંથ છે. આ ગ્રંથમાં દ્રવ્યાનુયોગ તથા કથાનુયોગનું અદ્ભુત સંમિશ્રણ છે. પહેલા છે. સિદ્ધાંત અને પછી તે સિદ્ધાંતને હૃદયમાં સ્થિર થવા દ્રષ્ટાંતો આપેલ છે. જેમ ગોળ છે, + સાથે કડવી દવા પણ બાળક લઈ લે તેમ ગોઠવણ કરી છે. આ મૂળ ગ્રંથના કર્તા જ આચાર્ય શ્રી વિજય લક્ષ્મીસૂરિ છે. તેમણે આ ગ્રંથરૂપ પ્રાસાદના ૨૪ સ્તંભો કલ્પી દરેક સ્તંભની પંદર પંદર અસ્ત્ર (હાંશ) કલ્પી છે. એ રીતે વર્ષના દિવસપ્રમાણ ૩૬૦ જે વ્યાખ્યાનોરૂપ આ ગ્રંથ સંસ્કૃત ભાષામાં રચ્યો છે. પ્રસંગોપાત્ત અનેક સૂત્રો તથા જ ગ્રંથોમાંથી પ્રસ્તુત વિષયને દ્રઢ કરતાં શ્લોકો તથા ગદ્ય અવતરણો આપી ગ્રંથને પરિપૂર્ણ અને સમૃદ્ધ કર્યો છે. પોતાના ગુરુભાઈ શ્રી પ્રેમવિજયજી મહારાજની પ્રેરણાથી તેમણે આ ગ્રંથ રચી જૈન સમાજનો ઘણો જ ઉપકાર કર્યો છે. પ્રથમ વ્યાખ્યાનની શરૂઆત ચૈત્ર સુદિ ૧ થી કરેલી છે. ત્યાર પછીના દિવસોની ગણતરીએ બઘા પર્વના વ્યાખ્યાનો આપેલા છે. દાખલા તરીકે દીપોત્સવી (આસો જ વદી ૩૦)નું વ્યાખ્યાન ૨૧૦મું, બેસતા વર્ષનું (કાર્તિક સુદ ૧નું) વ્યાખ્યાન ૨૧૧મું, ( જ્ઞાનપંચમી (કાર્તિક સુદ પનું) વ્યાખ્યાન ૨૧૫મું એ રીતે બઘા પર્વો માટે સમજી લેવું. છે. આ ગ્રંથને અત્યુપયોગી જાણીને તેનું ગુજરાતી ભાષાંતર ઘણા વર્ષો પહેલા શ્રી Page #5 -------------------------------------------------------------------------- ________________ જૈન ઘર્મ પ્રસારક સભા-ભાવનગર તરફથી સ્વ. શ્રી કુંવરજીભાઈ આણંદજીભાઈએ , 8 અથાગ પ્રયત્નપૂર્વક ચીવટથી કરીને પ્રકાશિત કરેલ. હાલ કેટલાય વખતથી તે અપ્રાપ્ય જ હોવાથી અમો તેમની સંમતિ લઈને ગુજરાતી લિપિમાં પ્રકાશિત કરીએ છીએ. આ આ ગ્રંથ મુખ્યત્વે ઉપદેશબોઘનો છે. કોઈ પણ વસ્તુ દ્રષ્ટાંતથી સમજાવતાં વિશેષ દ્રઢ થાય છે અને હૃદયમાં સોંસરી ઊતરી જાય છે. એ શૈલી ગ્રંથકારે આપનાવેલી છે. ક સમતિ, સમકિતના ૬૭ બોલ, શ્રાવકના પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત, ચાર શિક્ષાવ્રત અને તે બધા વ્રતના અતિચારો; ઘર્મના ચાર ભેદ-દાન, શીલ, તપ, ભાવ; તીર્થયાત્રા અને તેનું ફળ; જિનપૂજા, જિનમૂર્તિ, જિનચૈત્ય; દેવદ્રવ્ય-ભક્ષણના માઠાં છે. ફળો, તીર્થંકર ભગવાનના પંચ કલ્યાણકોનું વર્ણન; છ આરાનું સ્વરૂપ, દીપોત્સવી, આ જ્ઞાનપંચમી આદિ પર્વોનું વર્ણન; પાંચ સમવાય કારણ; નવનિઢવ, અંતરંગશત્રુઓ; શ જ જ્ઞાનાચાર, દર્શનાચાર, તપાચાર અને વીર્યાચારનું સ્વરૂપ, યશોવિજયજી , ઉપાધ્યાયના ૩૨ અષ્ટકોનું વિવેચન–વગેરે વિષયો ઉપર ટૂંક કે વિશદ વિવેચન કરી છે. નાના-મોટા દૃષ્ટાંતોથી અસરકારક વ્યાખ્યાન આપેલાં છે. * પ્રસ્તુત ભાગ ૫(પાંચ)માં કુલ ૭૬ વ્યાખ્યાનોમાં નાની-મોટી ૮૦ કથાઓ છે આપેલી છે. તેમાં તપાચાર અને વીર્યાચારનું સ્વરૂપ શ્રી યશોવિજયજી મહારાજે રચેલ છે “જ્ઞાનચાર' ગ્રંથના ૩ર અષ્ટકો ઉપર ૩૮ વ્યાખ્યાન; અનિત્યાદિ ચાર ભાવના; હોળી પર્વનું સ્વરૂપ તથા એની ઉત્પત્તિની કથા; કરકંડુદ્રિમુખ-નગ્નતિ-નમિરાજર્ષિ એ ચાર 1. પ્રત્યેકબુદ્ધનું વર્ણન; અંતિમકેવળી શ્રી જંબુસ્વામી ચરિત્ર તથા શ્રી હીરવિજયસૂરિનું આ ( સંક્ષિપ્ત ચરિત્ર આપેલું છે. પ્રસંગોપાત્ત શ્રાવકના બાર વ્રતોના પ્રાયશ્ચિત્ત, સોપક્રમ નિરુપક્રમ આયુષ્ય, મહાવીર ભગવાને નંદન ઋષિના ભવમાં ભાવેલી સંલેખનાની જે ભાવના; કર્મની વિચિત્રતા વગેરે વિષયો ચર્ચેલા છે. છેલ્લે શત્રુંજય તીર્થનું માહાસ્ય જ તથા વંદના અને ગુરુ પટ્ટાવલી આપેલી છે, અને આ ઉપદેશપ્રાસાદને મહેલરૂપે ગણી જ તેના અવયવોનું વર્ણન તથા ગ્રંથપૂર્ણતારૂપે પ્રશસ્તિ આપેલ છે. ગ્રંથની ઉપયોગિતા માટે દરેક ભાગના અંતે કથાઓ તથા દ્રષ્ટાંતોની # વર્ણાનુક્રમણિકા આપી છે, જેથી કોઈને દ્રષ્ટાંત શોઘવું હોય તો સહેલાઈથી તેને મળી 8 શકે. ગ્રંથની શરૂઆતમાં અનુક્રમણિકા પણ આપેલ છે. શ્રાવકમાત્રના ઘરમાં આ મહાગ્રંથ હોવો જરૂરી છે કે જેમાં આખા વર્ષનો નિત્ય નવો સ્વાધ્યાય છે. ૩૬૦ દિવસ પ્રમાણે ૩૬૦ વ્યાખ્યાન અલગ અલગ વિષયો ઉપર સંકલનાબદ્ધ અને દ્રષ્ટાંતો સાથે આપેલા છે. આ ગ્રંથમાં કાંઈક દ્રષ્ટિદોષથી કે અજ્ઞાનથી કોઈ ક્ષતિ કે ભૂલ રહી ગઈ હોય તો તે છે તે બદલ જ્ઞાનવર્ગ અમને ક્ષમા કરે, અને સૂચના આપે જેથી ભવિષ્યમાં સુઘારી છે શકાય. પ્રકાશક @ જશવંતલાલ મિરઘલાલ શાહ Page #6 -------------------------------------------------------------------------- ________________ વ્યાસ્થાન ૨૯૩ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર ભાગ ૫ અનુક્રમણિકા (સ્તંભ ૨૦ થી ૨૪) (વ્યાખ્યાન ૨૮ થી ૩૧૧) વિષય પૃષ્ઠT વિષય સ્તંભ ૨0) વિનય વ્યાખ્યાન ૨૮૬ અહંક મુનિનું દ્રષ્ટાંત ૬ તપાચારનો ચોથો-પાંચમો ભેદ– વ્યાખ્યાન ૨૯૪ રસત્યાગ અને કાયક્લેશ તપાચારનો નવમો ભેદ–વૈયાવૃત્ય માનદેવસૂરિનું વૃષ્ટાંત વિપુલમતિની કથા મંગુસૂરિનું દ્રષ્ટાંત વ્યાખ્યાન ૨૫ વ્યાખ્યાન ૨૮૭ તપાચારનો દશમો ભેદ–સ્વાધ્યાય તપાચારનો છઠ્ઠો ભેદ–સંલીનતા એક વણકરનો પ્રબંધ શ્રવણમાત્રગ્રાહી તાપસનું દ્રષ્ટાંત સુભદ્રાની કથા છે સ્કંદક સાઘુનું દ્રષ્ટાંત વ્યાખ્યાન ૨૯૬ વ્યાખ્યાન ૨૮૮ તપાચારનો અગિયારમો ભેદ–ધ્યાન ૪૬ તપાચારનો સાતમો ભેદ–પ્રાયશ્ચિત્ત ૯ વસુભૂતિની કથા માતંગપુત્રનું દૃષ્ટાંત વ્યાખ્યાન ૨૯૭ વ્યાખ્યાન ૨૮૯ તપાચારનો બારમો ભેદ–કાયોત્સર્ગ છે પાંચ અણુવ્રત સંબંધી પ્રાયશ્ચિત્ત ૧૩ સુસ્થિત મુનિનું દ્રષ્ટાંત વિબુદ્ધસિંહસૂરિનું દ્રષ્ટાંત શિવ સાધુની કથા વ્યાખ્યાન ૨૯૦ વ્યાખ્યાન ૨૯૮ સુસ્થિત મુનિ વાળું દ્રષ્ટાંત (ચાલુ) આ ગુણવ્રત તથા શિક્ષાવ્રતના પ્રાયશ્ચિત્ત ૧૮ સુવ્રત સાઘુની કથા ઘનેશ્વર સૂરિનું દ્રષ્ટાંત ઘન્યમુનિની કથા વ્યાખ્યાન ૨૯૧ જોણક મુનિની કથા * ઘર્મકર્મમાં દંભ અકર્તવ્ય વ્યાખ્યાન ૨૯૯ Sઈ સુજ્જસિરિની કથા તપની પ્રધાનતા તદંતર્ગત લક્ષ્મણા સાધ્વીનું દૃષ્ટાંત હરિકેશી મુનિની કથા વ્યાખ્યાન ૨૯૨ વ્યાખ્યાન 300 # તપાચારનો આઠમો ભેદ-વિનય | વિર્યાચાર પંચાખ્ય ભારવાહક કથા ૨૭ સુઘર્મા શ્રેષ્ઠીની કથા ૧૬ ૧૯ - ૨૪ Page #7 -------------------------------------------------------------------------- ________________ છે વિષય | સ્તંભ ૨૧ ૧૦૫ ૧૦૮ ૧૦૮ ૧૧ ૧૧૬ ૮૫ વ્યાખ્યાન ૩૦૧ / પૂર્ણતા ગુણ * જયઘોષ દ્વિજની કથા વ્યાખ્યાન ૩૦૨ મગ્નતા ગુણ સોમવસુની કથા વ્યાખ્યાન 303 ઈિ સ્થિરતા ગુણ રાજીમતીનું દ્રષ્ટાંત વ્યાખ્યાન ૩૦૪ મુનિનો સ્થિરતા ગુણ છે સનસ્કુમાર ચક્રવર્તીની કથા - વ્યાખ્યાન ૩૦૫ એ મોહત્યાગ જ અહંદુત્તની કથા વ્યાખ્યાન ૩૦૬ એજ્ઞાનત્યાગ સાલ અને મહાસાલની કથા પંદરસો તાપસનું દ્રષ્ટાંત વ્યાખ્યાન ૩૦૭ સમગુણ મૃગાપુત્રની કથા વ્યાખ્યાન ૩૦૮ ઇંદ્રિયજય સુભદ્રની કથા છે બે કાચબાની કથા વ્યાખ્યાન ૩૦૯ ઇન્દ્રિયોનું સ્વરૂપ સુકુમારિકા સાથ્વીની કથા વ્યાખ્યાન ૩૧૦ ઇંદ્રિયજય કર્તવ્ય સુભાનુકુમારની કથા પૃષ્ઠ | વિષય વ્યાખ્યાન ૩૧૧ જ્ઞાનયુક્ત ક્રિયા ફળદાયી રતિસુંદરીની કથા ૧૦૬ ઋદ્ધિસુંદરીની કથા વ્યાખ્યાન ૩૧૨ તૃત અને અતૃપ્તનું સ્વરૂપ બુદ્ધિસુંદરીની કથા વ્યાખ્યાન ૩૧૩ લેપ્ય અને અલેપ્ય વિષે ૧૧૦ ગુણસુંદરીની કથા વ્યાખ્યાન ૩૧૪ મંત્રીપણાની નિંદા વિષે શકટાલ મંત્રીની કથા વ્યાખ્યાન ૩૧૫ નિઃસ્પૃહતા | કાલવૈશિક મુનિની કથા ૧૧૭ ૮૬ (સ્તંભ ૨૨ વ્યાખ્યાન ૩૧૧ સમ્યકત્વ અને મુનિપણાની એકતા ૧૧૯ કુરુદત્તની કથા ૧૧૯ વ્યાખ્યાન ૩૧૭ વિદ્યા અવિદ્યા ૧૨૧ સમુદ્રપાળ શ્રેષ્ઠીની કથા વ્યાખ્યાન ૩૧૮ વિવેકગુણ ૧૨૩ શ્રમણભદ્રની કથા ૧૨૪ વ્યાખ્યાન ૩૧૯ માધ્યચ્ચ ગુણ ૧૨૫ અહન્મિત્રની કથા ૧૨૫ વ્યાખ્યાન ૩૨૦ નિર્ભયતા ગુણ ૧૨૭ સ્કન્દન મુનિની કથા ૧૨૮ વ્યાખ્યાન ૩૨૧ ૧૦૩ આત્મપ્રશંસા ૧૩૦ ૧૦૩ મરીચિની કથા ૧૩૦ $ $ ૧ ૨૧. $ $ $ $ $ $ $ Page #8 -------------------------------------------------------------------------- ________________ વિષય તત્ત્વદૃષ્ટિ એક આચાર્યનું દૃષ્ટાંત વ્યાખ્યાન ૩૨૨ સંપત્તિની ક્ષણભંગુરતા ભૂમિપાળ રાજાની કથા વ્યાખ્યાન ૩૨૩ કર્મની વિચિત્રતા કદંબ વિપ્રની કથા વ્યાખ્યાને ૩૨૪ કર્મનાં ફળ ઢંઢણ ઋષિની કથા વ્યાખ્યાને ૩૨૫ ચિત્તની એકાગ્રતા સુકોશલ મુનિની કથા વ્યાખ્યાન ૩૨૬ યજ્ઞ લોકસંજ્ઞા શ્વેતશ્યામ પ્રાસાદની કથા વ્યાખ્યાન ૩૨૭ ચક્ષુસ્વરૂપ આર્યરક્ષિત સૂરિની કથા વ્યાખ્યાન ૩૨૮ મૂર્છાયાગ કર્તવ્ય સંયતમુનિની કથા વ્યાખ્યાન ૩૨૯ અનુભવ આભીરીવંચક વણિક કથા સ્તંભ ૨૩ વ્યાખ્યાન ૩૩૧ વ્યાખ્યાન 330 યોગ ઉજ્જિત મુનિની કથા વ્યાખ્યાન ૩૩૨ પૃષ્ઠ | વિષય ૧૩૨ ૧૩૩ ૧૩૪ ૧૩૫ ૧૪૩ ૧૪૪ ૧૪૫ ૧૪૬ ૧૩૯ તપ ૧૩૯ ૧૪૮ ૧૪૮ ૧૩૭ વ્યાખ્યાન ૩૩૫ ૧૩૭ | દુર્ધ્યાનનાં ૬૩ સ્થાનોનું સ્વરૂપ વ્યાખ્યાન ૩૩૬ ૧૫૧ ૧૫૧ ૧૫૩ ૧૫૩ રવિગુપ્ત બ્રાહ્મણની કથા ૧૫૬ ૧૫૬ ૧૫૮ વ્યાખ્યાન 333 દ્રવ્યપૂજા—ભાવપૂજા ઘનસાર વણિકની કથા વ્યાખ્યાન ૩૩૪ ધ્યાન ક્ષપક મુનિની કથા નંદન ઋષિની કથા વ્યાખ્યાન 330 રોહિણી વ્રત રોહિણીની કથા વ્યાખ્યાન ૩૩૮ સપ્તનય એક પોપટની કથા વ્યાખ્યાને ૩૩૯ શીલની દૃઢતા સ્થૂલભદ્ર મુનિની કથા વ્યાખ્યાન ૩૪૦ મનુષ્યભવની દુર્લભતા ચાણાક્યની કથા (પાશાનું દૃષ્ટાંત) વ્યાખ્યાન ૩૪૧ ઔત્પાતિકી બુદ્ધિ રોહકની કથા વ્યાખ્યાન ૩૪૩ બીજી અશરણ ભાવના સગર ચક્રીના પુત્રોની કથા પૃષ્ઠ ૧૫૯ ૧૬૧ ૧૬૧ ૧૬૨ ૧૬૩ ૧૬૪ ૧૬૯ ૧૭૦ ૧૭૨ ૧૭૨ ૧૭૫ ૧૭૬ ૧૭૮ ૧૭૯ વ્યાખ્યાન ૩૪૨ બે પ્રકારના આયુષ્ય (અનિત્યભાવના) ૧૯૧ ભાનુમંત્રીનું દૃષ્ટાંત ૧૯૨ ૧૮૨ ૧૮૨ ૧૮૭ ૧૮૭ ૧૯૭ ૧૯૮ Page #9 -------------------------------------------------------------------------- ________________ વિષય સંસારની અસારતા શ્રીદત્ત શ્રેષ્ઠીની કથા વ્યાખ્યાન ૩૪૪ વ્યાખ્યાન ૩૪૫ હુતાશની પર્વ (હોળી) હુતાશની (હોળી)ની કથા વ્યાખ્યાન ૩૪૭ સુલભબોધિનું સ્વરૂપ છ મુનિઓની કથા (ભૃગુપુરોહિત આદિ) વ્યાખ્યાન ૩૪૮ પહેલાં પ્રત્યેક બુદ્ધ કરકંડુ કરકંડુ રાજાની કથા સ્તંભ ૨૪ તીર્થ સ્તવના વ્યાખ્યાન ૩૪૬ યશોભદ્રસૂરિ અને બલભદ્રસૂરિ મુનિ ૨૧૬ | શત્રુંજ્ય તીર્થના પ્રભાવ સંબંધી કથા ચૈત્યના ભંગ કરનારે શું કરવું? યશોભદ્રમુનિની કથા ૨૧૬ વ્યાખ્યાને ૩૫૬ વ્યાખ્યાન ૩૪૯ બીજા પ્રત્યેક બુદ્ધ—દ્વિમુખ દ્વિમુખ રાજાની કથા વ્યાખ્યાન ૩૫૦ ત્રીજા પ્રત્યેક બુદ્ધ—નગૃતિ નગતિ રાજાની કથા વ્યાખ્યાન ૩૫૧ લાથી પણ વ્રત અત્યાજ્ય ભવદેવની કથા વ્યાખ્યાન ૩૫૨ અંતિમ કેવળી શ્રી જંબુસ્વામીની કથા પૃષ્ઠ વિષય ૨૦૧ ભાવવંદનનું ફળ ૨૦૧ | શાંબકુમારની કથા ૨૦૭ | કુધર્મનો ત્યાગ કર્તવ્ય શ્રેણિક રાજાની કથા ૨૦૭ ૨૧૮ ૨૨૨ ૨૨૩ ૨૧૮ | ધર્મનું માહાત્મ્ય મંગળકુંભનું દૃષ્ટાંત ગુરુ પટ્ટાવળી ૨૨૬ ૨૨૬ વ્યાખ્યાન ૩૫૩ ૨૨૯ ૨૨૯ ૨૩૩ ૨૩૩ વ્યાખ્યાન ૩૫૪ ૨૩૫ ૨૩૫ વ્યાખ્યાન ૩૫૫ વ્યાખ્યાન ૩૫૭ વ્યાખ્યાન ૩૫૮ તપાગચ્છ નામ પડ્યા પછીના આચાર્યની પટ્ટાવળી વ્યાખ્યાન ૩૫૯ શ્રી હીરવિજયસૂચિનું સંક્ષિપ્ત ચરિત્ર વ્યાખ્યાને 350 શ્રી હીરવિજયસૂરિનું ચરિત્ર (ચાલુ) પરિશિષ્ટ કથા અને દૃષ્ટાંતોની વર્ણાનુક્રમણિકા પૃષ્ઠ ૨૩૯ ૨૪૦ ૨૪૫ ૨૪૫ ૨૪૮ ૨૫૦ ૨૫૧ ૨૫૩ ૨૫૩ ૨૫૬ ૨૬૧ ૨૬૩ વ્યાખ્યાન ૩૬૧ સિદ્ધાચળ પર રહેલા પ્રાસાદનું વર્ણન ૨૬૮ ઉપદેશરૂપ પ્રાસાદના અવયવોનું વર્ણન ૨૭૦ પ્રશસ્તિ ૨૦૧ ૨૬૩ ૨૭૨ Page #10 -------------------------------------------------------------------------- ________________ થી પ સાદ ભાષાનાર સંભ ૨૦) વ્યાખ્યાન ૨૮૬ તપાચારનો ચોથો-પાંચમો ભેદ–રસત્યાગ અને કાયક્લેશ હવે રસત્યાગ નામનો ચોથો તપાચારનો ભેદ વર્ણવે છે– विकृतिकृद्रसानां यत्त्यागो यत्र तपो हि तत् । गुर्वाज्ञां प्राप्य विकृति, गृह्णाति विधिपूर्वकम् ॥१॥ ભાવાર્થ–“વિકાર કરનારા રસોનો જે ત્યાગ કરવો તે રસત્યાગ નામનું તપ કહેવાય છે, તેમાં પણ ગુરુની આજ્ઞા લઈને વિધિપૂર્વક વિકૃતિ (વિગઇ) ગ્રહણ કરવી.” દૂઘ, દહીં, ઘી, તેલ, ગોળ તથા પક્વાન્ન વગેરે છ ભક્ષ્ય અને મઘ, માંસ, મદિરા તથા માખણ એ ચાર અભક્ષ્ય મળી દશ વિકૃતિ (રસ) કહેલા છે. તે સર્વ રસોનો અથવા તેમાંથી કેટલાકનો જીવન પર્યત અથવા અમુક વર્ષ સુધી, અથવા પર્વ તિથિ, છ માસ, ચાર માસ વગેરે અવઘિ રાખીને ત્યાગ કરવો; કેમકે તે સર્વે વિકારનાં કારણ છે. કોઈ વખત કારણને લઈને વિકૃતિ રસ લેવાની જરૂર પડે, તો મુનિએ ગુરુની આજ્ઞા લઈને વિધિપૂર્વક ગ્રહણ કરવા. તે વિષે શ્રી નિશીથ ચૂર્ણમાં કહ્યું છે કે "विणयपुव्वं गुरुं वंदिउण भणइ, इमेण कारणेण इमं विगई एवइ पमाणेणं इत्तियं कालं तुम्भेहिं अणुनाए भोत्तुमिच्छामि, एवं पुच्छिए अणुनाए पच्छा भिक्खं पविठ्ठो હi રોતિ.” એટલે વિનયપૂર્વક ગુરુને વાંદીને કહે કે, “અમુક કારણને લીધે આટલી પ્રમાણવાળી અમુક વિકૃતિને આટલા કાળ સુઘી આપની આજ્ઞાથી ખાવા ઇચ્છું છું. એમ પૂછી ગુરુની આજ્ઞા લઈને પછી ભિક્ષા માટે જાય, અને તે વિગય ગ્રહણ કરે.” રસત્યાગનો નિર્વાહ જીવનપર્યત થઈ શકે છે, અને ઉપવાસ વગેરે તો અમુક કાળપર્યત જ થઈ શકે છે; વળી ઉપવાસાદિક તો ઘણા લોકો કરે છે, અને રસત્યાગ તો તત્ત્વ જાણનારા જ કરે છે; તેથી ઉપવાસાદિક કરતાં પણ રસત્યાગનું અધિક ફળ છે, તેથી કરીને જ અનેક મુનિજનો વિકૃતિનો ત્યાગ કરે છે. શ્રી ઋષભસ્વામીની પુત્રી સુંદરીએ સાઠ હજાર વર્ષ સુધી આયંબિલ તપ કરીને સર્વ વિકૃતિનો ત્યાગ કર્યો હતો, તેમજ ઓગણીશમા પાટે શ્રી માનદેવસૂરિને જ્યારે સૂરિપદે સ્થાપન કર્યા તે સમયે તેના બન્ને ખભા ઉપર તેના નિઃસ્પૃહાદિક ગુણોથી પ્રસન્ન થયેલી સરસ્વતી તથા લક્ષ્મી દેવીને સાક્ષાત જોઈને “આ (માનદેવસૂરિ) કોઈ વખત ચારિત્રથી ભ્રષ્ટ થશે” એવી વિચારણાથી ગુરુનું ચિત્ત ખેદ પામ્યું. તે જાણીને માનદેવસૂરિએ રાગી શ્રાવકોના ઘરની ભિક્ષાનો તથા સર્વ વિકૃતિનો ત્યાગ કર્યો. તે તપના ભાગ ૫-૧) Page #11 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૫ સ્તિંભ ૨૦ પ્રભાવથી ઉનડુલપુરમાં પદ્મા, જયા, વિજયા અને અપરાજિતા એ ચાર દેવીઓ માનદેવસૂરિની સેવા કરવા લાગી. તે જોઈને “આ સૂરિ સ્ત્રીઓથી પરિવરેલા કેમ છે?” એવી કોઈ મુગ્ધને શંકા થઈ, તેને તે દેવીઓએ જ શિક્ષા આપી. પછી તે દેવીઓએ સૂરિને કહ્યું કે, “હે સ્વામી! અમને કાંઈ પણ કાર્ય બતાવો.” સૂરિ બોલ્યા કે, “હું સંઘનો ઉપદ્રવ નિવારણ કરવા માટે તમારા નામોથી ગર્ભિત લઘુશાંતિ સ્તોત્ર રચું છું, તેનું અધિષ્ઠાતાપણું તમારે સ્વીકારવું.” આ પ્રમાણેના ગુરુના વાક્યને તે દેવીઓએ અંગીકાર કર્યું. હવે વ્યતિરેક યુક્તિવડે કહે છે કે, “જે મુનિ રસત્યાગ કરતા નથી તે મંગુસૂરિ વગેરેની જેમ મોટી હાનિને પામે છે.” મંગુસૂરિનું દ્રષ્ટાંત મથુરા નગરીમાં મંગુ નામના આચાર્ય પાંચસો સાધુ સહિત રહેતા હતા. તેના ઉપદેશથી રાગી થયેલા લોકો તેને યુગપ્રધાન તરીકે માનતા હતા, અને બીજા સર્વ કામો પડતાં મૂકીને તથા બીજા સર્વ મુનિઓનો અનાદર કરીને જાણે ભક્તિ વડે વશ થયા હોય તેમ ઘણા લોકો તે સૂરિને જ સેવતા હતા. તે લોકો હંમેશાં સ્નિગ્ધ અને મઘુર આહારાદિકવડે સૂરિની સેવા કરતા હતા. અનુક્રમે કર્મના વશથી સૂરિ રસમાં લોલુપ થયા. તેથી એક સ્થાને જ વાસ અંગીકાર કર્યો. પછી અધિક સુખ મળવાથી (સાતાગારવથી) વિહાર તથા ઉપદેશ આપવામાં પણ આળસુ થયા. ઋદ્ધિગારવના વશપણાથી મિથ્યાભિમાની થયા, અને યથાયોગ્ય વિનયાદિ ક્રિયામાં પણ મંદાદરવાળા થયા; અને રસમાં લોલુપ થવાથી ક્ષેત્ર, કુળ વગેરે સ્થાપન કરીને ગોચરીની ગવેષણા કરવામાં પણ આળસુ થયા. અનુક્રમે તે આચાર્ય મૃત્યુ પામીને તે જ નગરની ખાઈ પાસે આવેલા કોઈ યક્ષના મંદિરમાં તેના અધિષ્ઠાયક વ્યત્તરપણે ઉત્પન્ન થયા. ત્યાં વિર્ભાગજ્ઞાનથી પોતાનો પૂર્વ ભવ જાણીને પશ્ચાત્તાપ કરવા લાગ્યા. પછી હમણાં તો “આમ કરવું જ યોગ્ય છે.” એમ વિચારીને તે મંદિર પાસેથી જતા આવતા સાધુઓને યક્ષ પ્રતિમાના મુખમાંથી મોટી જિલ્લા બહાર કાઢીને દેખાડવા લાગ્યા. એ રીતે હમેશાં કરવાથી એકદા કોઈ સાહસિક સાઘુએ તેને પૂછ્યું કે, “તું કોણ છે? અને આ જિલ્લા બહાર કાઢીને શા માટે બતાવે છે?” તે સાંભળીને તે યક્ષે પ્રત્યક્ષ થઈને ખેદ સહિત પોતાની સર્વ વૃત્તાંત કહી બતાવ્યો કે, “હું ઘર્મરૂપી માર્ગમાં પંગુ (લંગડો) થયેલો તમારો ગુરુ મંગુ નામનો આચાર્ય પ્રમાદથી મૂળોત્તર ગુણોનો ઘાત કરીને મહાવ્રતનો ભંગ કરવાથી આ નગરની ખાઈમાં યક્ષ થયો છું, માટે તમારે રસમાં લોલુપ થવું નહીં. હું જિલ્લાના સ્વાદથી ભ્રષ્ટ થયો છું, તેવું જણાવવાને માટે જિલ્લા બહાર કાઢીને બતાવું છું.” આ સાંભળીને તે સર્વ સાધુઓ રસત્યાગરૂપી તપમાં તત્પર થયા, અને સર્વ લોકોને ઉપદેશ કરવા લાગ્યા કે, “હે ભવ્ય પ્રાણીઓ! પુરુષોને ઇન્દ્રિયજય મહા સંપત્તિનું કારણ થાય છે. કહ્યું છે કે इन्द्रियाण्येवतत्सर्वं, यत्स्वर्गनरकावुभौ । निगृहीतविसृष्टानि, स्वर्गाय नरकाय च ॥१॥ ભાવાર્થ-સ્વર્ગ અને નરક એ બેની જે પ્રાપ્તિ થવી, તે સર્વ ઇન્દ્રિયો વડે જ છે; કેમકે ઇન્દ્રિયોનો નિગ્રહ કરવાથી સ્વર્ગ મળે છે, અને તેમને છૂટાં મૂકવાથી નરક પ્રાપ્ત થાય છે. ૧. રાણકપુરની પંચતીર્થીમાં નાડોલ આવે છે તે, Page #12 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૨૮૬] તપાચારનો ચોથો-પાંચમો ભેદ સંગ્રામમાં જય મેળવનારા ઘણા જોવામાં આવે છે, પણ ઇન્દ્રિયોનો જય કરનારા દુર્લભ હોય છે. કહ્યું છે કે शतेषु जायते शूरः, सहस्रेषु च पंडितः । वक्ता शतसहस्त्रेषु, दाता भवति वा न वा ॥४॥ ભાવાર્થ-બસો માણસોમાં કોઈ એક જ ચૂરો હોય છે, હજાર માણસોમાં એક પંડિત નીવડે છે, લાખ માણસોમાં કોઈ એક જ વક્તા હોય છે, અને સર્વ મનુષ્યોમાં દાતાર તો કોઈક જ હોય છે, અથવા નથી પણ હોતા.” કારણ કે न रणे निर्जिते शूरो, विद्यया न च पंडितः । ન વા વાપત્યન, ન વાતા ધનવાયારામ ભાવાર્થ-યુદ્ધમાં જીત મેળવવાથી કાંઈ શુરો કહેવાય નહીં, વિદ્યા ઉપાર્જન કરવાથી કાંઈ પંડિત કહેવાય નહીં, વાણીની ચતુરાઈથી કાંઈ વક્તા કહેવાય નહીં અને ઘન આપે તેટલા પરથી કાંઈ દાતા કહેવાય નહીં.' ત્યારે ખરા શૂરવીર, પંડિત, વક્તા અને દાતા કોને કહેવા? इन्द्रियाणां जये शूरो, धर्मं चरति पंडितः । सत्यवादी भवेद्वक्ता, दाता भीताभयप्रदः॥३॥ ભાવાર્થ-જે ઇન્દ્રિયોનો જય કરે તે જ શૂરો કહેવાય છે, જે ઘર્મનું આચરણ કરે તે જ પંડિત કહેવાય છે, જે સત્ય બોલે તે જ વક્તા કહેવાય છે, અને ભય પામેલાને જે અભયદાન આપે તે જ દાતાર કહેવાય છે.” સમગ્ર ઇન્દ્રિયોનો જય કરવાનું મૂળ કારણ રસનેન્દ્રિયનો જય કરવો તે છે. તે રસનેન્દ્રિયનો જય ભોજન તથા વચનની વ્યવસ્થાવડે થાય છે; માટે નિર્દોષ કર્મથી દોષરહિતપણે પ્રાપ્ત થયેલો પરિમિત આહાર શુભ ક્રિયાની પ્રવૃત્તિ માટે ગ્રહણ કરવો. અત્યંત આહાર કરવાથી નવા નવા મનોરથોની વૃદ્ધિ થાય છે, પ્રબળ નિદ્રાનો ઉદય થાય છે, નિરંતર અપવિત્રપણું પ્રાપ્ત થાય છે, શરીરના અવયવો પુષ્ટ થાય છે અને તેથી કરીને સર્વ ક્રિયાઓમાં પ્રમાદ થાય છે, તેમજ ઘણું કરીને નિરંતર રોગીપણું પ્રાપ્ત થાય છે; માટે હમેશાં રસનેન્દ્રિયને અતૃતિવાળી જ રાખવી. એક રસનેન્દ્રિયને અતૃપ્ત રાખીએ, તો બીજી સર્વ ઇન્દ્રિયો પોતપોતાના વિષયોથી નિવૃત્ત થઈને તૃતિ પામે છે, અને રસનેન્દ્રિયને તૃપ્ત રાખીએ તો બીજી સર્વ ઇન્દ્રિયો પોતપોતાના વિષયોમાં ઉત્સુક રહેવાથી અતૃપ્ત જ રહે છે. જુઓ, રસનેન્દ્રિયમાં લોલુપ થયેલા મંગુસૂરિ અનેક દુર્ગતિનાં દુઃખો પામ્યા, તથા કુંડરિક મુનિ પણ જિલ્લાની જ લોલુપતાથી હજાર વર્ષ સુધી પાલન કરેલું સંયમ હારી ગયા. માટે સાધુઓએ તથા શ્રાવકોએ અવશ્ય રસત્યાગ તપ કરવું.” હવે કાયક્લેશ નામના પાંચમા તપાચાર વિષે કહે છે वीरासनादिना क्लेशः, कायस्यागमयुक्तितः । तनुबाधनरूपोऽत्र, विधेयस्तत्तपः स्मृतम् ॥१॥ ભાવાર્થ-“આગમમાં કહેલી યુક્તિ પ્રમાણે વીરાસન વગેરે આસનોવડે શરીરને બાઘ પમાડવારૂપ જે કાયક્લેશ સહન કરવો તે કાયક્લેશ તેમ કહેવાય છે.” Page #13 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૫ [સ્તંભ ૨૦ અહીં મૂળ શ્લોકમાં ‘વીરાસનાવિ’ શબ્દમાં ‘બાવિ' શબ્દ મૂક્યો છે, તેથી ઉગ્રાસન વગેરે આસનો જાણવાં તથા કેશલુંચન પણ જાણવું. તે વિષે કહ્યું છે કે– वीरासण उक्कुड आसणाई, लोआइओ अ विन्नेओ । कायकिलेसो संसारवासनिव्वेअ હેત્તિ શા ભાવાર્થ “વીરાસન, ઉત્કટાસન વગેરે તથા કેશલોચ વગેરે કાયક્લેશ સંસારવાસમાં નિર્વેદ (ખેદ) કરવાના હેતુભૂત જાણવા.’ ,, કેશલોચ વિષે બીજા શાસ્ત્રમાં પણ કહ્યું છે કે– पश्चात्कर्म पुरःकर्म जीवहिंसा परिग्रहाः । दोषा ह्येते परित्यक्ताः, शिरोलोचं प्रकुर्वता ॥ १ ॥ ભાવાર્થ-કેશનો લોચ કરનાર પુરુષે પશ્ચાત્કર્મ, પૂર્વકર્મ, જીવહિંસા અને પરિગ્રહ એટલા દોષોનો ત્યાગ કર્યો છે એમ સમજવું.’' સ્થાનાંગ સૂત્રમાં દશ પ્રકારનો લોચ કહેલો છે. તેમાં પાંચ ઇન્દ્રિયોનો જય અને ચાર કષાયનો ત્યાગ એ નવ પ્રકારે ભાવલોચ કહેલો છે અને દશમો કેશલોચ એ દ્રવ્યલોચ કહેલો છે. તે દ્રવ્યલોચ નવ પ્રકારના ભાવલોચપૂર્વક કરવો જોઈએ. અહીં ચાર ભાંગા થાય છે તે આ પ્રમાણે-(૧) કોઈ પ્રથમ ભાવલોચ કરીને પછી દ્રવ્યલોચ કરે છે. કહ્યું છે કે,“સાધુ હોય તે જ સાધુ થાય છે.’’ આ ઉપર જંબૂસ્વામી વગેરેનાં દૃષ્ટાંત જાણવાં. (૨) કોઈ પ્રથમ ભાવલોચ કરે છે, પછી દ્રવ્યલોચ કરતા નથી. અહીં મરુદેવી માતા વગેરેનાં દૃષ્ટાંતો જાણવાં. (૩) કોઈ પ્રથમ દ્રવ્યલોચ કરીને પછી ભાવલોચ કરે છે. તે ઉપર દ્રુમ્ભક સાધુ વગેરેનાં દૃષ્ટાંત જાણવાં. (૪) અને કોઈ પ્રથમ દ્રવ્યલોચ કરીને પછી ભાવલોચ કરતા નથી. અહીં ઉદાયી રાજાને મારનાર વિનયરત્નનું દૃષ્ટાંત જાણવું, અથવા આધુનિક વેષઘારી અને આજીવિકા માટે યતિલિંગ ધારણ કરનારનાં દૃષ્ટાંતો જાણવાં. અહીં કોઈ શંકા કરે કે,‘પરિષષ્ઠમાં અને આ કાયક્લેશમાં શો તફાવત છે?’’ તેનો જવાબ આપે છે કે,“પરીષહ પોતાથી અને બીજાથી એમ બન્ને પ્રકારથી ઉત્પન્ન થતાં ક્લેશરૂપ હોય છે, અને કાયક્લેશ માત્ર પોતે કરેલા ક્લેશના અનુભવરૂપ હોય છે, એટલો તેમાં તફાવત છે.’’ આ કાયક્લેશ તપ કરવાથી નિરંતર કર્મક્ષયરૂપી ગુણ પ્રાપ્ત થાય છે, તેથી છદ્મસ્થ જિનકલ્પી વગેરે પ્રાયે નિરંતર ઊભા જ રહે છે, અને કદાચ બેસે છે તો પણ ઉત્કટિક વગેરે વિષમ આસનવડે જ બેસે છે. તે જ ભવમાં સિદ્ધિગામી શ્રી વીરપ્રભુએ આ તપ સારી રીતે આચર્યું છે; કેમકે શ્રી વીરપ્રભુ છદ્મસ્થ અવસ્થામાં સાડા બાર વર્ષ અને પંદર દિવસ સુધી રહ્યા, તેમાં કોઈ પણ વખતે તે પર્યસ્તિકા (પલાંઠી) વાળીને એક ક્ષણવાર પણ બેઠા નથી, તેમ જ એક મુહૂર્ત માત્ર નિદ્રા લીઘી છે તે પણ ઊભા રહીને જ લીધેલી છે. જ આ કાયક્લેશ તપ પણ સિદ્ધાંતની યુક્તિને અનુસરીને કર્યું હોય તો જ ફળદાયી થાય છે, નહીં તો બાળ તપસ્વીઓ ઘણા પ્રકારના કાયક્લેશને સહન કરે છે, કમઠાદિકની જેમ પંચાગ્નિ તપ કરે છે, સૂર્ય સન્મુખ દૃષ્ટિ રાખીને તથા ઊંચા હાથ રાખીને ઊભા રહે છે, પંચકેશ વધારે છે, તથા વૃક્ષની Page #14 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૨૮૭] તપાચારનો છઠ્ઠો ભેદ–સંલીનતા શાખા ઉપર પગ બાંધીને નીચે મસ્તકે લટકે છે, પૂરણ, જમદગ્નિ અને કૌશિક વગેરે તાપસોની જેમ મહા કષ્ટ સહન કરે છે. પરંતુ તે સર્વ આત આગમની યુક્તિરહિત હોવાથી નિષ્ફળ છે. જે ભવમાં અવશ્ય સિદ્ધિ મળવાની છે તે ભાવમાં પણ વીતરાગ પ્રભુ રૂડા આગમને અનુસરીને આ કાયક્લેશ તપનું આચરણ નિરંતર કરે છે, માટે તપના અર્થી મુનિઓએ આ તપનું આરાઘન અવશ્ય કરવું.” વ્યાખ્યાન ૨૮૭ તપાચારનો છઠ્ઠો ભેદ-સંસીનતા હવે સંલીનતા નામના છઠ્ઠા તપાચાર વિષે કહે છે इन्द्रियादिचतुर्भेदा, संलीनता निगद्यते । बाह्यतपोऽन्तिमो भेदः, स्वीकार्यः स्कन्दकर्षिवत् ॥१॥ ભાવાર્થ-“ઇંદ્રિયાદિક ચાર પ્રકારે સંલીનતા કહેલી છે, તે બાહ્યતાનો છેલ્લો ભેદ સ્કંદક 2ઋષિની જેમ અંગીકાર કરવો.” સલીનતા એટલે ગુપ્તપણું અર્થાત્ શયન, ભોજન વગેરે અપ્રગટપણે કરવું તે. તે સંલીનતાના ચાર ભેદ છે. તે વિષે પૂર્વાચાર્યોએ કહ્યું છે કે _इंदियकसायजोए, पडुच्च संलीणया मुणेयव्वा ।। तह य विवित्तचरिया, पन्नता वीयरागेहिं॥४॥ ભાવાર્થ-“ઇંદ્રિય, કષાય અને યોગ આશ્રયી ત્રણ સંલીનતા તથા વિવિક્તચર્યા એ ચોથી સંલીનતા જાણવી, એમ વીતરાગ જિનેશ્વરે કહ્યું છે.” શ્રોત્રઇન્દ્રિયવડે મઘુર કે અમઘુર (કટુ) શબ્દો ઉપર રાગ દ્વેષ ન કરવો, તે શ્રોમેંદ્રિય સલીનતા કહેવાય છે. એ પ્રમાણે ચક્ષુ ઇંદ્રિય વગેરેમાં પણ સમજવું. એમ પાંચ પ્રકારે ઇંદ્રિય સંલીનતા જાણવી. ઉદયમાં નહીં આવેલા કષાયોને રોકવા તથા ઉદયમાં આવેલાને નિષ્ફળ કરવા તે કષાયસલીનતા જાણવી. મન, વચન, કાયાના અશુભ યોગનો નિરોઘ કરવો, ને શુભ યોગની ઉદીરણા કરવી, તે યોગસલીનતા જાણવી; અને સ્ત્રી, પશુ, નપુંસક વગેરેથી રહિત આરામાદિકમાં નિવાસ કરવો, તે વિવિક્ત શયન ભોજન સંલીનતા જાણવી. આ પ્રમાણે ચારે પ્રકારની સંસીનતા પાળવી. જેઓ તેનું પાલન કરતા નથી, તેઓ શ્રવણમાત્રથી જ ઘર્મનું ગ્રહણ કરનાર તાપસની જેમ મોટી દુઃખપરંપરાને પામે છે. શ્રવણમાત્રગ્રાહી તાપસનું દ્રષ્ટાંત કોઈ ગામમાં કોઈએક બ્રાહ્મણ પાપથી ભય પામીને તાપસ થયો. તેણે “કૃપયા ધર્મ” (દયાથી ઘર્મ થાય છે.) એ વાક્ય સાંભળ્યું હતું. એકદા કોઈ તાપસ સન્નિપાતના વ્યાધિથી પીડાતો હતો, તેને વૈધે ઠંડું જળ પીવાનો નિષેઘ કર્યો હતો. એક વખત બીજા સર્વ તાપસી કાંઈ કામ પ્રસંગે અન્ય સ્થાને ગયા હતા; તે વખત પેલા રોગી તાપસે આ નવીન તાપસ પાસે ઠંડું પાણી માંગ્યું, તેથી “કૃપાવડે ઘર્મ થાય છે એમ જાણીને તેણે તે રોગીને ઠંડું જળ આપ્યું, તેથી તે રોગી બહુ પીડા Page #15 -------------------------------------------------------------------------- ________________ S શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૫ [સ્તંભ ૨૦ પામ્યો. તે વૃત્તાંત જાણીને બીજા તાપસોએ તે નવીન તાપસને ઘણો ધિક્કાર્યો કે—‘અરે મૂર્ખ! તેં આ રોગીને મારી નાંખ્યો. અથવા અજ્ઞાની શું ન કરે?’’ તેથી તે નવીન તાપસે વિચાર્યું કે,“હું અજ્ઞાની છું તેથી મારે જ્ઞાન શીખવું જોઈએ.’’ પછી અભ્યાસ કરતાં તેણે સાંભળ્યું કે,‘તપ કર્યા વિના જ્ઞાન નિરર્થક છે, તપથી જ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. કહ્યું છે કે, તપસ્વી પુરુષો આ સચરાચર ત્રૈલોક્યને જુએ છે.’’ ઇત્યાદિ સાંભળીને ‘પોતાને જ આધીન એવું તપ હું કરું.' એમ વિચારીને કોઈને પણ કહ્યા વિના તે નવીન તાપસ પર્વતની ગુફામાં ગયો. ત્યાં તપ કરવાનો આરંભ કર્યો. કંદ, મૂળ અને ફળાદિકનો પણ ત્યાગ કરીને તેણે કેટલાક દિવસો નિર્ગમન કર્યા. ક્ષુધાની પીડાથી કંઠગત પ્રાણ થયા, તેવામાં તેને શોધ કરવા નીકળેલા કેટલાક તાપસોએ તેને જોયો, અને કહ્યું કે ‘આ રીતે તપ થાય નહીં, કેમકે ‘શરીરમાથું વહુ ધર્મસાધન ધર્મનું પહેલું સાધન શરીર છે' એવું વચન છે, માટે શરીરનું રક્ષણ કરવું અને ધર્મનું મૂળ કારણ સમાધાન (સમતા) છે તેમાં યત્ન કરવો.” તે સાંભળીને ‘સમતાને વિષે હું યત્ન કરું' એમ નિશ્ચય કરીને તે તાપસ કોઈ ગામમાં ગયો. ત્યાં ભક્તજનોથી પૂજા પામવા લાગ્યો. કેટલેક દિવસે તેને ધન પ્રાપ્ત થયું. તે જાણીને કેટલાક ધૂર્ત માણસોએ તેનો પરિચય કરવા માંડ્યો. તે ધૂર્તો ઉપર વિશ્વાસ આવવાથી તેણે સમાધાનમૂલક ધર્મ કહ્યો કે,‘‘જે કાંઈ સુવર્ણ, સ્ત્રી વગેરે સહેજે પ્રાપ્ત થાય તેનો ઉપયોગ કરવો, અને પ્રાપ્ત ન થાય તેની આગળ કે પાછળ સ્પૃહા કરવી નહીં.’’ આ પ્રમાણે સમાધાનમૂળક ઘર્મ સાંભળીને તે ધૂર્તોએ ઉપાય હાથ લાગવાથી તેની પાસે ગણિકા મોકલીને તેનું સર્વ ઘન હરી લીધું. તે વાત જાણવામાં આવવાથી લોકોએ તેને કાઢી મૂક્યો. આ પ્રમાણે તે તાપસ શ્રવણમાત્રથી જ ઘર્મને ગ્રહણ કરનાર, શાસ્ત્રવચનના ભાવાર્થને નહીં જાણનાર, શાસ્ત્રના ઉપદેશને અયોગ્ય તથા સંલીનતા તપના રહસ્યને નહીં જાણનાર હોવાથી અનેક ભવપરંપરાને પામ્યો. ચાર પ્રકારનાં સંલીનતા તપયુક્ત સ્કન્દક સાધુનું દૃષ્ટાંત પાંચમા અંગમાં કહ્યું છે કે, કલિંગપુરીના ઉદ્યાનમાં શ્રી વીરસ્વામી સમવસર્યા. તે પુરીની સમીપે શ્રાવસ્તી નામની નગરીમાં સ્કન્દક નામે એક તાપસ રહેતો હતો. તે બ્રાહ્મણનાં સમગ્ર શાસ્ત્રો જાણતો હતો. એકદા મહાવીરસ્વામીના શિષ્ય પિંગલ નામના મુનિએ સ્કન્દકને પૂછ્યું કે,‘“હે સ્કંદક! લોક સાન્ત છે કે અનન્ત છે? જીવ સાન્ત છે કે અનન્ત છે? સિદ્ધિ સાંત છે કે અનંત છે? સિદ્ધ સાંત છે કે અનંત છે? અને કેવા પ્રકારના મરણથી જીવ સંસારની વૃદ્ધિ અથવા હાનિ પામે?”” આ પ્રશ્નો સાંભળીને સ્યાદ્વાદને નહીં જાણનાર સ્કન્દક તાપસે મૌન ધારણ કર્યું. પિંગલ મુનિએ ત્રણ વાર તે પ્રશ્નો કર્યા, પણ સ્કંદક ઉત્તર આપી શક્યો નહીં. તેવામાં શ્રાવસ્તીનગરીના લોકો શ્રી વીરપ્રભુને વાંદવા જતા હતા, તે જોઈને સ્કન્દકે પણ પ્રભુના શિષ્યે પૂછેલા પ્રશ્નોના ઉત્તર જાણવા માટે પોતાના ત્રિદંડ, કમંડલુ, વૃક્ષના પલ્લવ, અંકુશ, રુદ્રાક્ષની માળા અને ગેરુથી રંગેલાં વસ્ત્ર વગેરે ઉપકરણો લઈને શ્રી વીરપ્રભુ પાસે જવાનો સંકલ્પ કર્યો. તે વખતે શ્રી જિનેશ્વરે ગૌતમ ગણધરને કહ્યું કે, ‘આજે તમને તમારા પૂર્વ મિત્ર સ્કન્દકનો સમાગમ થશે.’ ગૌતમે પૂછ્યું કે,‘હે સ્વામિન્! ક્યારે થશે?’ પ્રભુ બોલ્યા કે, ‘હમણા તે માર્ગમાં જ ચાલ્યા આવે છે.’ ગૌતમે પૂછ્યું કે,‘હે સ્વામિન્! તે આપના શિષ્ય થશે કે નહીં?’ સ્વામી બોલ્યા કે ‘થશે.’ તે સાંભળીને ગૌતમસ્વામી તેની સન્મુખ ગયા, અને Page #16 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૨૮૭]. તપાચારનો છઠ્ઠો ભેદ-સંલીનતા જલદીથી તેને મળીને પૂછ્યું કે, “હે સ્કન્દક! તમે કુશળ છો?” (અહીં ગૌતમ ગણઘરે અસંયમી સન્મુખ ગમન, કુશળ પ્રશ્ન વગેરે કર્યું, તે અનેક લાભ જોવાથી, અથવા પ્રથમથી જ પોતાના ગુરુને તેના આવવાનું જ્ઞાન થયું હતું, તે વડે પ્રભુનો જ્ઞાનાતિશય જણાવવા માટે, અથવા તે સ્કંદકને વ્રતનો સમય સમીપ જ છે' એમ ભાવાર્ય વિરપ્રભુના વાક્યથી જાણીને પોતાનું નિર્માનીત્વ જણાવવા માટે કર્યું છે.) પછી શ્રી ગૌતમસ્વામીએ તેને કહ્યું કે, “હે પૂર્વ મિત્ર! તમે પિંગલ મુનિએ પૂછેલા પ્રશ્નોના ઉત્તરો પૂછવા માટે મારા ઘર્મગુરુ પાસે આવો છો.” તે સાંભળીને સ્કંદકે પૂછ્યું કે, “તમે મારા મનની હકીકત શી રીતે જાણી?” ગૌતમ ગણઘરે કહ્યું કે, “અમારા ગુરુ ત્રિકાળમાં એકાંતે કરેલું, પ્રત્યક્ષ કરેલું અથવા ભવિષ્યમાં કરવાનું તે સર્વ જાણે છે. તેમને સાદિ અનન્ત ભાંગે જ્ઞાન રહેલું છે, તેમના વચનથી મેં તમારું આગમન વગેરે જાણ્યું.' કુંદક બોલ્યા કે, “તો હવે આપણે તમારા ઘર્મગુરુ પાસે જઈએ.” પછી તે ગૌતમ ગણધરની સાથે પ્રભુ પાસે આવ્યા. શ્રી વીરસ્વામીએ પણ ગૌતમસ્વામીની જેમ જ વાત કરી. પછી સ્કન્દકે પ્રભુના સર્વજ્ઞપણાની પ્રતીતિ માટે તે પ્રશ્નોના અર્થ પૂછ્યા. એટલે સ્વામી બોલ્યા કે, “લોક દ્રવ્યાદિક ચાર પ્રકારનો છે. તેમાં દ્રવ્યથી લોક એક છે, પંચાસ્તિકાયના સ્વરૂપવાળો છે, સાજો છે, અને પરિમાણયુક્ત છે. ક્ષેત્રથી લોક આયામ, વિખંભ અને પરિથિથી અસંખ્યાતા કોટાકોટી યોજન પ્રમાણ છે, માટે સાજો છે, કાળથી અનાદિ અનન્ત છે; કોઈ પણ વખત આ લોક નહોતો, નથી કે નહીં હશે એવું નથી; અતીત કાળે હતો, વર્તમાનકાળે વિદ્યમાન છે, અને ભવિષ્યકાળે પણ વિદ્યમાન હશે; તેથી હમેશાં નિત્ય છે, અને શાશ્વત છે. ભાવથી લોક અનન્ત છે, કેમકે અનન્ત વર્ણ ગંદાદિક પર્યાય યુક્ત છે. જીવ પણ દ્રવ્યથી એક અને નિત્ય છે, ક્ષેત્રથી અસંખ્ય પ્રદેશની અવગાહનાવાળો અને સાન્ત છે; કાળથી ત્રણે કાળમાં અનન્ત છે અને શાશ્વત છે; અને ભાવથી અનન્ત જ્ઞાનાદિ રત્નત્રયના પર્યાયોથી યુક્ત છે; કેમકે પ્રથમનાં ત્રણ શરીર (ઔદારિક, વૈક્રિય અને આહારક) ને આશ્રયીને અનન્તા ગુલઘુ પર્યાયો છે, અને તૈજસ તથા કાર્મણ એ બે શરીરને આશ્રયીને અનન્તા અગુરુલઘુ પર્યાયો છે, તેણે કરીને જીવ યુક્ત છે તેથી ભાવથી જીવ અનન્ત છે. સિદ્ધિ એટલે સિદ્ધ જીવની સમીપનું ક્ષેત્ર સિદ્ધશિલા જાણવી. તે સિદ્ધશિલા દ્રવ્યથી એક, સાન્ત અને ધ્રુવ છે; ક્ષેત્રથી પિસ્તાળીશ લાખ યોજન આયામ વિખંભ પરિમાણવાળી છે; કાળથી અનાદિ અનન્ત છે; અને ભાવથી અનન્ત વર્ણાદિક પર્યાયોએ કરીને યુક્ત છે. સિદ્ધ એટલે સકળ કર્મનો ક્ષય કરવાથી જેને આત્મસ્વરૂપ પ્રાપ્ત થયું છે તે. તે સિદ્ધ દ્રવ્યથી એક અને સાત્ત છે; ક્ષેત્રથી અસંખ્ય પ્રદેશની અવગાહનાવાળા છે; કાળથી સિદ્ધ સાદિ અનન્ત છે; અને ભાવથી અનન્ત જ્ઞાનાદિક પર્યાયોથી યુક્ત, સાન્ત તથા અનન્ત છે.” તે સાંભળીને સ્કન્દકે “કેવા મરણથી જીવ સંસારની વૃદ્ધિ તથા હાનિ કરે? એ પ્રશ્ન પૂછ્યો, ભગવાને ઉત્તર આપ્યો કે “બાળમરણથી સંસારની વૃદ્ધિ થાય અને પંડિતમરણથી ભવપરંપરાની હાનિ થાય. તેમાં વલમરણ બાર પ્રકારનું છે. તેવું મરણ કરવાથી જીવ ચાર ગતિવાળા સંસારરૂપ કાંતારમાં ભટકે છે. તે બાર પ્રકાર આ પ્રમાણે છે–૧. સુધાદિકની પીડાથી અથવા સંયમભ્રષ્ટ થઈને મૃત્યુ પામે તે વલમરણ, ૨. પાંચ ઇન્દ્રિયોને આધીન રહીને તેની પીડાથી મૃત્યુ પામે તે Page #17 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૫ [સંભ ૨૦. વશાર્તમરણ, ૩. મનમાં શલ્ય રાખી મૃત્યુ પામે તે અન્તઃશલ્યમરણ, ૪. માણસ પોતાના ભવનું નિયાણું કરીને મૃત્યુ પામે તે તભવમરણ, ૫. પર્વત પરથી પડીને મરે તે ગિરિપતનમરણ, ૬. વૃક્ષપરથી પડીને મરે તે તરુપતનમરણ, ૭. જળમાં ડૂબીને મરે તે જલપ્રવેશમરણ, ૮. અગ્નિમાં પ્રવેશ કરીને મરે તે વનપ્રવેશમરણ, ૯. વિષભક્ષણ કરીને મરે તે વિષભક્ષણમરણ, ૧૦. શસ્ત્રથી મરે તે શસ્ત્રમરણ, ૧૧. વૃક્ષની શાખાપર પાશ બાંધીને મરે તે વૃક્ષપાશમરણ, ૧૨. ગીઘ પક્ષી, હાથી વગેરેના પ્રહારથી મારે તે ગૃધ્રપૃષ્ઠમરણ. પંડિત મરણ બે પ્રકારનું છે-પાદપોપગમન અને ભક્તપ્રત્યાખ્યાન. આ બે મરણથી અનન્ત ભવનો ક્ષય થાય છે.” આ પ્રમાણે સાંભળીને તે સ્કન્દક સંદેહ રહિત થયા, અને પ્રભુને ત્રણ પ્રદક્ષિણા કરીને બોલ્યા કે, “હે ભગવન્! આપનું વાક્ય ખરેખરું સત્ય છે.” પછી તે સ્કન્દકે ઈશાન ખૂણે જઈ પોતાનાં સર્વ ઉપકરણો મૂકી દઈને શ્રી જિનેંદ્ર પાસે દીક્ષા ગ્રહણ કરી. અનુક્રમે અગિયાર અંગનો અભ્યાસ કરી પ્રભુની આજ્ઞા લઈને બાર પ્રતિમા અંગીકાર કરી. પછી પ્રભુની આજ્ઞાથી ગુણરત્નસંવત્સર તપ અંગીકાર કર્યું. તે તપમાં પહેલે માસે એકેક ઉપવાસ કરીને બીજે દિવસે પારણું, બીજે મહિને નિરંતર છઠ્ઠ તપ કરીને પારણું, એવી રીતે ચડતાં ચડતાં સોળમે મહિને સોળ ઉપવાસે પારણું થાય છે. સ્કંદક મુનિ એ પ્રમાણે તપ કરતા, દિવસે ઉત્કટ આસને સૂર્ય સન્મુખ રહીને આતાપના લેતા, અને રાત્રે વીરાસન વાળીને વસ્ત્ર રહિત રહેતા હતા. આ ગુણરત્નસંવત્સર તપમાં બોંતેર પારણાના દિવસો આવે છે. એવી રીતે છઠ્ઠ, અઠ્ઠમ, અર્થ માસ તથા માસક્ષમણાદિ તપે કરીને આત્માને ભાવતા સતા શરીરનું સઘળું માંસ શુષ્ક થઈ ગયું. માત્ર જીવની શક્તિવડે ગમન કરતા, અને બોલતા સતા ગ્લાનિ પામી જતા હતા. તેમનું શરીર એટલું બધું કૃશ થઈ ગયું હતું કે તે ચાલતા અથવા બેસતા ત્યારે જાણે સૂકાં કાષ્ઠનું ભરેલું અથવા પાંદડાંનું ભરેલું અથવા તલ અને સરસવના કાષ્ઠનું ભરેલું અથવા કોલસાનું ભરેલું ગાડું ચાલતું હોય તેમ તેમના શરીરનાં હાડકાં ખડખડ શબ્દ કરતાં હતાં. એકદા ઘર્મ-જાગરણ કરતાં રાત્રિના પાછલા ભાગે તેણે વિચાર્યું કે “હવે હું અનશન ગ્રહણ કરું.” પછી પ્રાતઃકાળે શ્રી જિનેશ્વરની આજ્ઞા લઈને અત્યંત હર્ષપૂર્વક ઘીમે ઘીમે તેઓ વિપુલગિરિપર ચડ્યા. ત્યાં પૃથ્વીશીલાપટ્ટનું પ્રમાર્જન કરીને પૂર્વાભિમુખે પદ્માસનવાળી દર્ભના સંથારાપર બેસીને યોગમુદ્રાએ કરીને “નમોથુણં' ઇત્યાદિ ભણીને બોલ્યા કે, “હે ભગવન્! આપ ત્યાં રહ્યા સતા મને અહીં રહેલાને જુઓ. પ્રથમ મેં આપની પાસે પાંચ મહાવ્રત અંગીકાર કર્યા છે. હવે અત્યારે પણ આપની જ સાક્ષીએ અઢાર પાપસ્થાનોનું અને ચાર પ્રકારના આહારનું હું છેલ્લા શ્વાસોશ્વાસ સુધી પ્રત્યાખ્યાન કરું છું.” આ પ્રમાણે કહી સર્વ પાપ આલોચીને તથા પ્રતિક્રમીને મૃત્યુને અણઇચ્છતા સતા એક માસની સંલેખના કરી. પ્રાંતે બાર વર્ષ સુધી ચારિત્રનું પાલન કરી કાળઘર્મ પામીને અશ્રુત દેવલોકમાં દેવતા થયા; ત્યાં મોટું આયુષ્ય ભોગવી ત્યાંથી અવીને મહાવિદેહક્ષેત્રમાં મનુષ્યપણું પામી સમસ્ત દુઃખનો અંત કરી સિદ્ધિપદને પામશે. ચાર પ્રકારનું સંલીનતા નામનું શુદ્ધ તપ ઘારણ કરીને શ્રી મહાવીરસ્વામીના શિષ્ય સ્કન્દક નામના સાધુ વિપુલ નામના પર્વત ઉપર માસની સંખના કરીને અશ્રુત સ્વર્ગમાં ગયા.” Page #18 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૨૮૮] તપાચારનો સાતમો ભેદ-પ્રાયશ્ચિત્ત વ્યાખ્યાન ૨૦૦ તપાચારનો સાતમો ભેદ-પ્રાયશ્ચિત્ત G હવે છ પ્રકારના આપ્યંતર તપમાં પ્રથમ પ્રાયશ્ચિત્ત નામના તપરૂપ સાતમો તપાચાર કહે છે– गीतार्थादिगुणैर्युक्तं, लब्ध्वाचार्यं विवेकिना । प्रायश्चित्तं तपो ग्राह्यं, पापफलप्ररोधकम् ॥ १॥ ભાવાર્થ ‘વિવેકી પુરુષે ગીતાર્યાદિક ગુણોથી યુક્ત એવા આચાર્યને પામીને પાપના ફળને રોકનારું પ્રાયશ્ચિત્ત નામનું તપ ગ્રહણ કરવું.’’ ગીતાર્થ એટલે નિશીથ વગેરે છેદસૂત્રાદિના ભાવાર્થને જાણનાર, ‘આદિ' શબ્દે કરીને કૃતયોગી (કરેલા છે યોગ જેણે) વગેરે ગુણોથી યુક્ત મુનિ જાણવા. કહ્યું છે કે गीअत्थो कडजोगी, चारित्ती तह गाहणाकुसलो । अन्नो अविसाई, भणिओ आलोयणायरिओ ॥ १ ॥ ભાવાર્થ-ગીતાર્થ એટલે સમગ્ર સિદ્ધાંતના અર્થને જાણનાર, કૃતયોગી એટલે મન વચન અને કાયાના યોગનો અભ્યાસ કરનાર અથવા વિવિધ પ્રકારનું તપ કરનાર, ચારિત્રી એટલે અતિચાર રહિત સંયમનું પાલન કરનાર, તથા ગ્રાહણાકુશલ એટલે ઘણી યુક્તિથી આલોચના લેનારને વિવિધ પ્રકારનાં પ્રાયશ્ચિત્ત તપ કરાવવામાં કુશળ, ખેદજ્ઞ એટલે સમ્યક્ પ્રકારે પ્રાયશ્ચિત્ત લેતાં તથા કરતાં જે પરિશ્રમ થાય તેને જાણનાર, અવિષાદી એટલે પ્રાયશ્ચિત્ત લેનારના અનેક દોષો સાંભળ્યા છતાં ખેદ નહીં પામતાં ઊલટા પ્રાયશ્ચિત્ત લેનારને તેવા તેવા પ્રકારનાં દૃષ્ટાંતો કહેવાપૂર્વક વૈરાગ્યવાળાં વાક્યોથી ઉત્સાહ પમાડનાર, એવા પ્રકારના આચાર્ય આલોચનાને માટે યોગ્ય કહેલા છે.’’ માટે આલોયણ લેનારે અવશ્ય ગીતાર્થ ગુરુની શોધ કરવી. કહ્યું છે કે आलोअणादिनिमित्तं, खित्तंमि सत्तजोयणसयाई । काले बारसवासा, गीअत्थगवेसणं कुज्जा ॥१॥ ભાવાર્થ-‘આલોચનાદિક લેવા માટે ક્ષેત્રથી સાતસો યોજન સુધી અને કાળથી બાર વર્ષ સુધી ફરીને ગીતાર્થની શોધ કરવી.’ अग्गीओ न विजाणई, सोहिं चरणस्स देइ ऊणहिअं । तो अप्पाणं आलोअगं च पाडेइ સંસારે ॥ ભાવાર્થ-અગ્નીઓ એટલે અગીતાર્થ આલોયણ આપી જાણતા નથી, તેથી તે જો ચારિત્ર સંબંધી અધિક અથવા ન્યૂન આલોયણ આપે, તો તેથી પોતાને અને આલોચના લેનારને બન્નેને સંસારમાં પાડે.'' अखंडिअचारित्तो, वयगहणाओ हविज्ज जो निच्चं । तस्स सगासे दंसणवयगहणं सोहिगहणं च ॥३॥ ભાવાર્થ-જે હંમેશાં વ્રત ગ્રહણ કર્યા પછી અખંડ ચારિત્રવાળા હોય, તેની પાસે દર્શન (સમકિત) અને વ્રતનું ગ્રહણ કરવું, તથા તેની જ પાસે આલોયણ લેવી, અથવા અનશન આદરવું. Page #19 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૫ [સ્તંભ ૨૦ આવા પ્રકારના ગુરુને પામીને અવશ્ય પ્રાયશ્ચિત્ત ગ્રહણ કરવું, કદાપિ આલોચના લેવા જતાં માર્ગમાં જ આયુષ્ય પૂર્ણ થતાં મૃત્યુ પામે તો પણ તેને આરાઘક જાણવો. કેમકે પાંચમા અંગમાં કહ્યું છે કે __ आलोअणापरिणओ, सम्मं संपढिओ गुरुसगासे । जइ अंतरावि कालं, करीज जइ आराहओ तहवि ॥१॥ ભાવાર્થ-“આલોયણા પરિણત (આલોયણા લેવાને તત્પર) થયો સતો, ગુરુ પાસે જવાને સમ્યક પ્રકારે સંપ્રસ્થિત થયો હોય એટલે માર્ગે પડ્યો હોય એવો મુનિ કદાપિ માર્ગમાં પણ કાળ કરે તો તે તદપિ (આલોયણ લીધા વિના પણ) આરાધક છે.” જો કદાચિત્ આચાર્ય વગેરેની જોગવાઈ ન મળે તો સિદ્ધની સાક્ષીએ પણ આલોયણ લેવી. કહ્યું છે કે – आयरिआइ सगच्छे, संभोइअ इअर गीयत्थपासत्थे । साख्वी पच्छाकड, देव य पडिमा अरिहसिद्धे॥१॥ ભાવાર્થ-“સ્વગચ્છના આચાર્યાદિક, સાંભોગિક, ઇતર, ગીતાર્થપાસસ્થ, સારૂપિક, પશ્ચાતુકૃત, દેવ, પ્રતિમા અને અર્વન્ત સિદ્ધની સાક્ષીએ ઉત્તરોત્તર અભાવે આલોચના લેવી.” આ ગાથાનો વિસ્તારાર્થ આ પ્રમાણે છે કે–સાઘુ અથવા શ્રાવકે અવશ્ય પ્રથમ પોતાનાં ગચ્છના આચાર્ય પાસે આલોચના લેવી, તેને અભાવે ઉપાધ્યાય પાસે, તેને અભાવે પ્રવર્તક પાસે, તેને અભાવે સ્થવિર પાસે અને તેને અભાવે ગણાવચ્છેદક પાસે (જે કોઈ ગચ્છમાં મોટા હોય તેની પાસે) આલોચના લેવી. પોતાના ગચ્છમાં ઉપરના પાંચેનો અભાવ હોય તો સાંભોગિક એટલે સમાન સામાચારીવાળા બીજા ગચ્છના આચાર્ય વગેરે પાંચેની પાસે અનુક્રમે એક એકના અભાવે આલોચના લેવી. તેમના અભાવે ઇતર અસાંભોગિક એટલે જુદી સામાચારીવાળા સંવિગ્ન ગચ્છમાં તે જ ક્રમે આલોચના લેવી. તેમના પણ અભાવે ગીતાર્થપાસન્થ એટલે ગીતાર્થ થયા પછી પાસસ્થા થઈ ગયેલ હોય તેની પાસે, તેના અભાવે ગીતાર્થ સારૂપિક એટલે શ્વેતવસ્ત્રઘારી, મુંડ, બદ્ધકચ્છ રહિત, રજોહરણ રહિત બ્રહ્મચર્ય રહિત, સ્ત્રીવર્જિત, ભિક્ષાવડે ભોજન કરનાર એવાની પાસે અથવા શિખા ઘારણ કરનાર અને ભાર્યાવાળા સિદ્ધપુત્રની પાસે, તેના અભાવે ગીતાર્થ પશ્ચાદ્ભુત એટલે ગીતાર્થ થયા પછી ચારિત્રના વેષને તજીને સ્ત્રીવાળા થયેલા ગૃહસ્થ પાસે આલોચના લેવી. આવા પાસત્કાદિકને પણ આલોયણ લેતી વખતે ગુરુની જેમ વંદનાદિક વિધિ કરવો; કેમકે ઘર્મનું મૂળ વિનય છે. જો કદાચ પાસત્કાદિક પોતે પોતાને હીન ગુણવાળા સમજીને વંદનાદિક કરવાની ના કહે, તો તેને આસન ઉપર બેસાડી પ્રણામ માત્ર કરી આલોચના લેવી. જેણે ચારિત્રનો વેષ તજી દીધો છે એવા પશ્ચાત્કૃત પાસે લેતાં તેને અલ્પ કાળનું સામાયિક ઉચ્ચરાવીને તથા વેષ ઘારણ કરાવીને પછી વિધિપૂર્વક આલોયણા લેવી. તેવા પાસસ્થાદિકના પણ અભાવે જે ઉદ્યાનાદિકમાં બેસીને અહંન્ત અને ગણઘરાદિકે ઘણી વાર આલોચના આપી હોય, અને તે જે દેવતાએ જોયું-સાંભળ્યું હોય, ત્યાં જઈ તે સમ્યદ્રષ્ટિ દેવતાની અઠ્ઠમ વગેરે તપથી આરાધના કરીને તેમને પ્રત્યક્ષ કરી તેની પાસે આલોચના લેવી. જો કદાચ જેણે આલોયણ સાંભળેલ તે દેવતા એવી ગયો હશે તો તેને સ્થાને ઉત્પન્ન થયેલો બીજો દેવતા મહાવિદેહમાં વિચરતા અરિહંતને પૂછીને Page #20 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૨૮૮] તપાચારનો સાતમો ભેદ-પ્રાયશ્ચિત્ત ૧૧ આલોચના આપશે. તેના પણ અભાવે અરિહંતની પ્રતિમા પાસે આલોચીને પોતે જ પ્રાયશ્ચિત્ત ગ્રહણ કરવું. તેના પણ અયોગે ઈશાન કૂણ તરફ મુખ રાખી અર્યન્ત સિદ્ધની સમક્ષ આલોચના કરવી, પણ આલોચના કર્યા વિના રહેવું નહીં. કેમકે શલ્ય સહિત રહેવાથી આરાઘકપણું નષ્ટ થાય છે. આ વગેરે વ્યાખ્યાન વ્યવહાર સૂત્રમાં પણ લખેલું છે. આલોચનાના અનેક ગુણો છે. કહ્યું છે કે लहु आल्हाइजणणं, अप्पपरनिवत्ति अजवं सोही । दुक्करकरणं आणा, निस्सल्लत्तं च सोहिगुणा ॥१॥ ભાવાર્થ-“લઘુતા, આલ્હાદ ઉત્પન્ન થવો તે, સ્વપરની નિવૃત્તિ, આર્જવ, શુદ્ધતા, દુષ્કર કરવાપણું, આજ્ઞા અને નિઃશલ્યત્વ એ શોધિ એટલે આલોયણના ગુણો છે.” વિશેષાર્થ–લઘુતા એટલે જેમ ભાર વહન કરનારનો ભાર લઈ લેવાથી તે લઘુ (હળવો) થાય, તેમ હૃદયમાંથી શલ્ય નાશ થવાથી આલોયણ લેનારને લઘુતા પ્રાપ્ત થાય છે. આલ્હાદી જનન એટલે પ્રમોદ (હર્ષ) ઉત્પન્ન થાય છે. સ્વપરનિવૃત્તિ એટલે પોતાની તથા અન્યની દોષથી નિવૃત્તિ થાય છે, અર્થાત્ આલોચના લેવાથી પોતાના દોષની નિવૃત્તિ થાય છે, એટલું જ નહીં પણ તેને જોઈને બીજાઓ પણ પોતાના દોષની આલોચના લેવા તત્પર થાય છે, તેથી બીજાની પણ દોષથી નિવૃત્તિ થાય છે. આર્જવ એટલે સારી રીતે આલોયણ લેવાથી નિષ્કપટતા-સરલતા પ્રાપ્ત થાય છે. શોધિ એટલે અતિચારરૂપ મળનો નાશ થવાથી શુદ્ધતા પ્રાપ્ત થાય છે. દુષ્કરકરણ–દુષ્કર કરવાપણું થાય છે, એટલે કે પાપકાર્યનું પ્રતિસેવન તે કાંઈ દુષ્કર નથી, તે તો અનાદિકાળથી પરિચિત છે; પરંતુ કાંઈ પણ દોષ થયો હોય તેની આલોચના લેવી તે દુષ્કર છે; કેમકે આલોચનાની ઇચ્છા તો જ્યારે મોક્ષના સન્મુખભાવે પ્રબળ વીર્યને ઉલ્લાસ થાય ત્યારે જ થઈ શકે છે. તે વિષે શ્રી નિશીથ ચૂર્ણીમાં પણ કહ્યું છે કે "तं न दुक्करं जं पडिसेविजई, तं दुक्करं जं सम्मं आलोइज्जइति ।" જે (અકાર્યનું) પ્રતિસેવન કરવું તે દુષ્કર નથી, પણ જે તેની સમ્યક્ પ્રકારે આલોચના લેવી તે દુષ્કર છે.” આ કારણથી જ આ આલોચનાને અત્યંતર તપમાં ગણેલ છે, સમ્યગૂ આલોચન માસક્ષપણાદિક તપ કરતાં પણ દુષ્કર છે. અહીં લક્ષ્મણા સાધ્વીનું તથા ચંડકૌશિકના પૂર્વભવમાં દેડકીની હિંસા કરનાર તપસ્વી (મુનિ)નું દ્રષ્ટાંત જાણવું હવે જ્ઞાનાદિકની આલોચના વિષે કહે છે– त्रिविधाशातना जाते, ज्ञानादिनां यथाक्रमम् । अतिचारविशुद्ध्यर्थं, सूत्रोक्तं तत्तपश्चरेत् ॥१॥ ભાવાર્થ-“જ્ઞાનાદિકની અનુક્રમે ત્રણ પ્રકારની આશાતના થયે સતે તેના અતિચારની વિશુદ્ધિ માટે સૂત્રમાં કહ્યા પ્રમાણે તપ કરવું.” જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ એમ ત્રણ પ્રકારની આશાતના જાણવી. તેમાં જ્ઞાનાદિકનો અવિનય થાય, ત્યારે તેનું પ્રાયશ્ચિત્ત લઈ યથાયોગ્ય તપ કરવું જોઈએ. જિતકલ્પ અનુસારે “જે Page #21 -------------------------------------------------------------------------- ________________ ૧૨ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૫ [સ્તંભ ૨૦ વિષે વહુમા” ઇત્યાદિ આઠ પ્રકારના જ્ઞાનાચારની દેશ આશાતનામાં એક આયંબિલ અને સર્વાશાતનામાં એક ઉપવાસ કરવો અને સ્થાનાંગ સૂત્ર અનુસારે જઘન્ય આશાતનામાં પુરિમ, મધ્યમમાં એકાસણું અને ઉત્કૃષ્ટમાં આંબિલ કરવું. આચાર્ય, ઉપાધ્યાય, પુસ્તક, પાટી, કેવળી, ઓળીયા, નવકારવાળી વગેરે દરેકની આશાતનામાં જઘન્યથી એક આંબિલ આવે. નિંદા, અદ્વેષ, મત્સર, ઉપહાસ વગેરે રૂપ દરેક આશાતનામાં એક એક ઉપવાસ આવે. ઈર્યાવહી પ્રતિક્રમ્યા વિના સ્વાધ્યાય વગેરે કરે તો એક પુરિમઢનું પ્રાયશ્ચિત્ત આવે. પોતાના પ્રમાદથી પુસ્તકાદિકનો અગ્નિથી દાહ થયો હોય, અથવા નષ્ટ થયાં હોય તો શક્તિ છતે તે પુસ્તકો ફરીથી નવાં લખાવવાં. અક્ષરોને પણ અડકે તો નીવિ આવે, જ્ઞાન સમીપ છતાં (પાસે હોવા છતાં) આહાર-નિહાર કરવાથી નીવિ આવે, ઘૂંકવડે અક્ષર કાઢે તો પુરિમઠું આવે, જપમાળા (નવકારવાળી) તૂટે અથવા તેને પગનો સ્પર્શ થાય કે ખોવાય તો નીવિ આવે, કાળ વખતે સિદ્ધાંત ભણે ગણે અથવા કોઈને ભણવામાં અંતરાય કરે તો પુરિમઠ્ઠનું પ્રાયશ્ચિત્ત આવે. આ પ્રમાણે જાણીને જે માણસ જ્ઞાન સંબંધી પ્રાયશ્ચિત્ત ગ્રહણ કરે નહીં, આલોવે નહીં તે માણસ વરદત્તના જીવ વસુદેવ આચાર્યની જેમ અને પુસ્તક પાટી વગેરેને બાળી નાખનાર ગુણમંજરીના જીવ સુંદરીની જેમ મહાન દુઃખ પામે છે.' હે “નિર્ણાય નિવિય' ઇત્યાદિ આઠ પ્રકારના દર્શનાચારને વિષે દેશશંકામાં આયંબિલનું પ્રાયશ્ચિત્ત આવે, સર્વ શંકા થાય તો ઉપવાસ આવે. (આ પ્રમાણે આઠેમાં સમજી લેવું.) સ્થાનાંગ સૂત્રમાં દર્શનાચારના અતિચાર સંબંધી જઘન્યથી પુરિમઢ, મધ્યમથી એકાસણું અને ઉત્કૃષ્ટથી ઉપવાસ કહેલો છે. પ્રમાદથી દેવગુરુને વંદના ન કરે તો પુરિમઢ, પ્રતિમાની સાથે વાસકુંપી, ધૂપઘાણું વગેરે અથડાઈ જાય, પ્રતિમા પડી જાય, વગર ઘોયેલા વસ્ત્રવડે પૂજા કરે તો પુરિમઢ અને દેવ, ગુરુ, પુસ્તક, સંઘ, ચૈત્ય, તપ, સાધુ, શ્રાવક અને સામાચારીની દેશથી આશાતના કરે તો આંબિલ અને સર્વાશાતનામાં પ્રત્યેકે ઉપવાસ; દેરાસરની અંદર તંબોળ ખાવું, જળ પીવું, ભોજન કરવું ઇત્યાદિ દશ પ્રકારની ચૈત્યની આશાતના દેશથી થાય તો આંબિલ, સર્વથી આશાતના થાય તો ઉપવાસ; સામાન્ય મિથ્યાત્વ ક્રિયા કરે તો પુરિમઠ્ઠ, ઉત્કૃષ્ટથી આયંબિલ; અન્યતીર્થિકના દેવગુરુનું વંદન પૂજન કરે, શ્રાદ્ધ સંવત્સરી કરે, માંડલા માંડે, ઉતાર મૂકે ઇત્યાદિ બાદર મિથ્યાત્વ એક વાર કરવાથી પ્રત્યેકે એક એક ઉપવાસ, વારંવાર તેવી કરણી કરે તો પ્રત્યેક દશ દશ ઉપવાસ; સાધર્મિકની સાથે અપ્રીતિ કરે તો જઘન્યથી એકાસણું, મધ્યમથી આંબિલ અને ઉત્કૃષ્ટથી ઉપવાસ; સ્થાપનાચાર્યની પડિલેહણા ન કરે તો પુરિમદ્ર, પડી જાય તો એકાસણું, ખોવાઈ જાય તો ઉપવાસ; પ્રતિમાની અંગુલી વગેરે પોતાના પ્રમાદથી નષ્ટ થાય તો દશ ઉપવાસ; સૂક્ષ્મપણે દેવદ્રવ્યનો ઉપભોગ થઈ જાય તો જઘન્યથી પુરિમઢ, મધ્યમથી ઉપવાસ અને પ્રમાદથી વારંવાર ભોગમાં લે તો દશ ઉપવાસ, દેવદ્રવ્ય ભક્ષણ કરીને જે મનુષ્ય પ્રાયશ્ચિત્ત ગ્રહણ કરે નહીં તે સંકાશ શેઠ, સાગર શેઠ વગેરેની જેમ અનેક દુઃખસંતતિને પામે છે. પૃથ્વી પર પડી ગયેલાં પુષ્પ પ્રમાદથી પ્રભુને ચડાવે તો આંબિલનું પ્રાયશ્ચિત્ત આવે. આ પ્રમાણે પ્રાયશ્ચિત્ત લેવાથી થોડા તપવડે શુદ્ધિ થાય છે, અને જો ગુરુ પાસે જઈ પ્રાયશ્ચિત્ત ન લે તો તે માતંગના પુત્રની જેમ ઘણું દુઃખ પામે છે. ૧ આ દ્રષ્ટાંતો પૂર્વે વ્યાખ્યાન ૨૧૫ માં આવી ગયેલાં છે. જુઓ ઉપદેશપ્રાસાદ ભાગ ૪ પૃષ્ઠ ૧૬ Page #22 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૨૮૯] પાંચ અણુવ્રત સંબંધી પ્રાયશ્ચિત્ત માતંગપુત્રનું દ્રષ્ટાંત કામરૂપપટ્ટણમાં કોઈ ચાંડાળને ઘેર દાંતવાળો પુત્ર ઉત્પન્ન થયો. તે જોઈ તેની માતાએ ભય પામીને ગામ બહાર જઈ તે પુત્રને તજી દીધો. તેવામાં તે નગરનો રાજા ફરવા નીકળ્યો. તેણે તેને દિઠો, એટલે પરિજન દ્વારા પોતાના મહેલમાં લઈ જઈ તેને ઉછેર્યો. અનુક્રમે તે યુવાવસ્થા પામ્યો. પ્રાંતે રાજાએ તેને જ ગાદી પર બેસાડીને દીક્ષા લીધી. તે રાજર્ષિ અનુક્રમે જ્ઞાની થયા, એટલે પુત્રને પ્રતિબોઘ કરવા ત્યાં આવ્યા. રાજાને ખબર થતાં તે મોટી સમૃદ્ધિથી ગુરુને વાંદીને પાસે બેઠો. તેવામાં તે ચાંડાલની સ્ત્રી પણ ત્યાં આવી ગુરુને વાંદીને બેઠી. તે માતંગીને જોઈને રાજા હર્ષ પામ્યો અને તે માતંગી પણ રાજાને જોઈને હર્ષ પામી. તેના રોમાંચ વિકસિત થયા અને તત્કાળ તેના બન્ને સ્તનમાંથી દૂઘની ઘારા નીકળી. તે જોઈને રાજાએ આશ્ચર્ય પામી ગુરુને પૂછ્યું કે, “હે સ્વામી! મારા દર્શનથી આ માતંગીના સ્તનમાંથી દૂધ કેમ નીકળ્યું?” મુનિ બોલ્યા કે, “હે રાજા! આ માતંગી તારી માતા છે. તેણે તને જન્મતાં જ ગામ બહાર તજી દીઘો હતો, ત્યાંથી મેં લઈને તારું પાલન કર્યું હતું, અને મારે પુત્ર નહીં હોવાથી તને રાજ્ય આપ્યું હતું.” તે સાંભળીને રાજાએ પૂછ્યું કે, “હે ગુરુ! કયા કર્મથી માતંગ કુળમાં મારો જન્મ થયો? અને કયા કર્મથી મને રાજ્ય મળ્યું?” મુનિ બોલ્યા કે, “તું પૂર્વ ભવે શ્રીમાનું અને વિવેકી શ્રેષ્ઠી હતો. એકદા જિનેન્દ્રની પૂજા કરતાં એક સુગંધી પુષ્પ પદ્માસન ઉપર પડ્યું. તે અતિ સુગંધી છે એમ જાણીને તેં ફરીથી તે પુષ્પ પ્રભુપર ચડાવ્યું. અવિધિએ સ્નાન કર્યા વિના એ પ્રમાણે કરવાથી તેં માલિન્યપણાનું પાપકર્મ અર્જિત કર્યું, તે પાપની આલોચના કર્યા વિના મરણ પામી તું માતંગ કુળમાં ઉત્પન્ન થયો, અને વિધિપૂર્વક પૂજા કરવાના પુણ્યથી તું રાજ્ય પામ્યો.” આ પ્રમાણે સાંભળીને તેને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું, એટલે તરત જ તેણે રાજ્ય તજી દઈને દીક્ષા લીધી. અંતે સમગ્ર દુષ્કર્મ આલોચી પ્રતિક્રમીને તે સ્વર્ગે ગયો. સિદ્ધાંત, સંઘ અને પ્રતિમાની અર્ચના વગેરેમાં અવિવેકને લીધે જ આશાતના થઈ હોય તેની સદ્ગુરુ પાસે તત્કાળ આલોચના લઈ યોગ્ય તપ તપીને દરેક માણસે શુદ્ધ થવું.” વ્યાખ્યાન ૨૮૯ પાંચ અણુવ્રત સંબંધી પ્રાયશ્ચિત્ત पंचाणुव्रतसंबन्ध्यतिचारशुद्धिहेतवे । प्रायश्चित्ततपः कार्य, गीतार्थगुरुणोदितम् ॥१॥ ભાવાર્થ-“પાંચ અણુવ્રત સંબંધી અતિચારની શુદ્ધિને માટે ગીતાર્થ ગુરુએ કહેલું પ્રાયશ્ચિત્ત તપ કરવું.” પાંચ વ્રતમાંના પહેલા વ્રતની આલોચના આ પ્રમાણે છે–શ્રાવકોને પૃથ્વીકાયાદિક એકેન્દ્રિય જીવની વિરાધના ઘણું કરીને સામાયિકને સ્થાને અથવા અભિગ્રહનું ઉલ્લંઘન કરતાં જાણવી. તેમાં પાંચે સ્થાવરનો કારણ વિના સંઘટ્ટ કરવાથી એક પુરિમઢ, તેઓને થોડી પીડા કરી હોય તો એકાસણું, ગાઢ પીડા કરી હોય તો નીવિ અને ઉપદ્રવ કર્યો હોય તો આયંબિલ કરવું. અનન્તકાય ને વિકલેન્દ્રિયનો સંઘટ્ટ કરવાથી પુરિમઢ, અલ્પ પીડા કરી હોય તો એકાસણું, અધિક પીડા કરી હોય Page #23 -------------------------------------------------------------------------- ________________ ૧૪ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૫ [સ્તંભ ૨૦ તો આંબિલ અને ઉપદ્રવ કર્યો હોય તો ઉપવાસ કરવો. અહંકારથી પંચેન્દ્રિયનો વધ કર્યો હોય તો દશ ઉપવાસ, ઘણા એકેન્દ્રિયનો વધ કર્યો હોય તો દશ ઉપવાસ, ગળ્યા વિનાનું જળ એક વાર પીધું હોય તો બે ઉપવાસ, જળ ગળ્યા પછી તેનો સંખારો થોડો ઢોળાયો હોય તો બે ઉપવાસ, વારંવાર સંખારો ઢોળાયો હોય તો દશ ઉપવાસ, સંખારો સુકાઈ ગયો હોય તો દશ ઉપવાસ, ખારો અને મીઠો (ખારો ને મીઠા પાણીનો) સંખારો એકત્ર કરવામાં આવ્યો હોય તો ત્રણ ઉપવાસ, ગળ્યા વિનાના જળથી સ્નાન કર્યું હોય અથવા તેને ઊનું કર્યું હોય તો ત્રણ ઉપવાસ, લીલ ફૂલનો સંઘટ્ટ કર્યો હોય તો એક ઉપવાસ, લીલાં ઘાસ ઉપર બેસવા કે ચાલવાથી એક ઉપવાસ, ગર્ભપાતે ૧૦૮ ઉપવાસ, કરોળિયાનાં પડ ઉખેડવાથી દશ ઉપવાસ, ઉધઈનાં ઘર નષ્ટ કરવાથી દશ ઉપવાસ; ખાળકૂવામાં, કીડીઓના દરમાં તથા પોલાણવાળી જમીનમાં જળ જાય તેમ સ્નાન કરવાથી, અને ઊનું જળ અથવા ઓસામણ વગેરે તેવે સ્થાને ઢોળવાથી એક ઉપવાસ, પાણી ગાળતાં ઢોળે, ફાટેલા ગળણાથી પાણી ગાળે, લાકડાં પૂંજ્યા વિના અગ્નિમાં નાખે, સળેલું ધાન્ય ખાંડે, દળે, સેકે, ભરડે કે તડકે મૂકે, ઉકરડો સળગાવે, ક્ષેત્રમાં સૂઢ કરે, વાસીદું અગ્નિમાં નાખે, કોઉ નાખે, ચોમાસામાં ઢાંક્યા વિના દીવો કરે, ખાટલા ગોદડાં તડકે નાખે, વાસી ગાર લીંપે, વાસી છાણાં થાપે, ચકલી વગેરેના માળા ભાંગે, જીવ જોયા વિના વજ્ર ઘૂએ, રાત્રિએ સ્નાન કરે; ઘંટી, ખાંડણીઓ, ચૂલો વગેરે પૂંજ્યા વિના ઉપયોગમાં લે, સોય ખૂએ, ઇત્યાદિ કાર્ય નિષ્વસ(નિર્દય)પણે ક૨વાથી દરેક કાર્યમાં જઘન્યથી એક ઉપવાસનું, મઘ્યમથી ત્રણ ઉપવાસનું અને ઉત્કૃષ્ટથી દશ ઉપવાસનું પ્રાયશ્ચિત્ત આવે. સુવાવડ કરવાથી બે અથવા ત્રણ ઉપવાસ, ઘણી સ્ત્રીઓની સુવાવડ કરવાથી દશ ઉપવાસ, જળો મુકાવવાથી એક ઉપવાસ, કૃમિના નાશ માટે ઔષધ ખાધું હોય તો ઉત્કૃષ્ટ દશ ઉપવાસ, જળાશયમાં સ્નાન કરે, લૂગડાં કે ગોદડાં વગેરે ધૂએ તો દશ ઉપવાસ અને કાંસકી વગેરેથી કેશ ઓળીને જૂ લીખની વિરાધના કરે તો દશ ઉપવાસનું પ્રાયશ્ચિત્ત આવે. આ પ્રમાણે આલોચના સાંભળીને જે કોઈ પાપની આલોચના ન કરે તે મોટું દુઃખ પામે છે. ધર્મરાજાએ પૂર્વે પોતાના દુમકના ભવમાં ઘણાં સ્થાવર અને અનન્તકાયાદિકનો વધ કર્યો હતો, તેથી તેને ઘણું દુઃખ પ્રાપ્ત થયું હતું. પછી તેણે તે પાપની ગુરુ પાસે આલોચના કરી, અને ગુરુએ કહેલું પ્રાયશ્ચિત્ત અંગીકાર કર્યું, તેથી તે જ ભવમાં તે પાછો મોટો ઇમ્ય થયો. લાખો સાધર્મિકોને અન્નદાન આપીને તેણે સુખી કર્યા. ત્યારપછી બીજો મનુષ્યજન્મ પામતી વખતે તેના પ્રભાવથી બાર વર્ષનો દુષ્કાળ પડવાનો હતો તે પડ્યો નહીં, તેથી તેનું ધર્મરાજા નામ પડ્યું. આ દૃષ્ટાંત અમે સાતમા વ્રતમાં સવિસ્તર આપેલું છે. એક ગોવાળે બાવળની સૂઈથી જૂને પરોવી મારી હતી, તેનું પ્રાયશ્ચિત્ત ન કરવાથી તે એકસો ને આઠ ભવ સુધી શૂળીથી મરણ પામ્યો હતો. મહેશ્વર નામના શ્રેષ્ઠીની સ્ત્રીએ એક જૂ મારી હતી, તે જાણીને કુમારપાળ રાજાએ તેનું સર્વસ્વ લઈને તેના વડે તે જૂના પ્રાયશ્ચિત્ત બદલ યૂકાવિહાર નામનું ચૈત્ય કરાવ્યું હતું. શ્રી હરિભદ્રસૂરિએ પોતાના પ્રાયશ્ચિત્તને સ્થાને ચૌદસો ને ચુંમાળીશ ગ્રંથો બનાવ્યા છે. આ વગેરે દૃષ્ટાન્તો પોતાની મેળે જાણી લેવાં. હવે બીજા વ્રતનું પ્રાયશ્ચિત્ત આ પ્રમાણે છે—પાંચ મોટા અસત્ય છે, તે બોલવાથી જઘન્ય એક Page #24 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૨૮૯] પાંચ અણુવ્રત સંબંધી પ્રાયશ્ચિત્ત ૧૫ આયંબિલ અને ઉત્કૃષ્ટ એક ઉપવાસનું પ્રાયશ્ચિત્ત, અહંકારથી અસત્ય બોલે તો દશ ઉપવાસ, કલહ કરતાં, ચાડી કરતાં ને ખોટું કલંક દેતાં એક આયંબિલ, ઘર્મનો લોપ થાય એવું બોલે તો દશ ઉપવાસ, શાપ૧ દેવાથી અથવા હાથવતી કરકડા મોળવાથી એક ઉપવાસ, દુષ્ટપણાથી કોઈને મારવાનું કહે તો દશ ઉપવાસ, કોઈના પર કલંક ચડાવવા માટે તેને વ્યભિચારી કહેવો, શાકિની કહેવી અથવા કોઈને નિધિ મળ્યો છે—એ વગેરે દોષ આપવો તેથી દશ ઉપવાસનું પ્રાયશ્ચિત્ત આવે. અક્ષરૐ, મસિ† (શાહી) અને ગુપ્ત કહેલ વાતનો ભેદ કરે તો એક આયંબિલ, ખોટી રીતે કોઈને દંડ કરાવે તો દશ ઉપવાસ એક વચનદ્વારા કોઈને મારી નાંખે તો એકસો ને એંશી ઉપવાસ, એક પખવાડિયા સુધી ક્રોધ રહે તો એક ઉપવાસ, ચાર માસ સુધી ક્રોધ રહે તો બે ઉપવાસ, વર્ષ સુધી ક્રોધ રહે તો દશ ઉપવાસ. (આ પ્રમાણે પ્રાયશ્ચિત્ત સમજવું.) એક વર્ષથી વધારે મુદત ક્રોધ રહે તેની આલોચના છે જ નહીં. અભિચિકુમારે પોતાના પિતા ઉદાયી મુનિ ઉપર દ્વેષ રાખ્યો હતો. છેવટે મરણસમયે પણ તેણે ઉદાયી વિના બીજા સર્વ જીવોને ખમાવ્યા, અને ઉદાયી પરના દ્વેષની આલોચના કરી નહીં, તેથી તે "અધોગામી દેવતા થયો હતો. અસત્ય વાણી બોલવાના પાપની આલોચના નહીં લેનારા રજ્જા સાધ્વી, કુવલયપ્રભસૂરિ અને મરીચિ વગેરેનાં દૃષ્ટાંતો અહીં જાણવાં. સ્થૂલ અદત્તાદાનમાં પ્રમાદથી ખોટાં તોલાં તથા માપ રાખવાં, રસ પદાર્થમાં બીજો રસ ભેળવી વેચવો, દાણચોરી કરવી ઇત્યાદિકમાં જઘન્યથી પુરિમ, મધ્યમથી આંબિલ અને ઉત્કૃષ્ટથી ઉપવાસ, અહંકારથી તે કાર્યો કરે તો દશ ઉપવાસ, વિશ્વાસઘાત કરવાથી એક ઉપવાસ. અદત્તાદાનની આ પ્રમાણેની આલોયણ નહીં લેનાર અને અદત્ત ગ્રહણ કરવામાં આસક્ત ધવલ નામનો શ્રેષ્ઠી શ્રીપાલ રાજા ઉપર વિશ્વાસઘાતની સ્પૃહા રાખવાથી તે જ ભવમાં મોટી વ્યથાને પામ્યો હતો; અને કેસરી, રોહિણેય વગેરે ચોરો ચોરીનો ત્યાગ કરીને જિનેશ્વરના માર્ગના રાગી (ભક્ત) થયા હતા. મૈથુન વિરમણ નામના ચોથા વ્રતમાં પ્રમાદથી સ્વદારા સંબંધી નિયમનો ભંગ થયો હોય તો એક ઉપવાસ, વેશ્યા સંબંધી નિયમનો ભંગ થયો હોય તો બે ઉપવાસ, અહંકારથી ભંગ કર્યો હોય તો દશ ઉપવાસ, હીન જાતિની પસ્રીને અજ્ઞાતપણે સેવવાથી દશ ઉપવાસ, જાણીને સેવવાથી લાખ સજ્ઝાય સહિત† દશ ઉપવાસનું પ્રાયશ્ચિત્ત આવે. આમ નામના રાજાએ ડુંબની સ્ત્રી સાથે ભોગ કરવાની ઇચ્છા કરી હતી તે વાત બપ્પભટ્ટસૂરિના જાણવામાં આવી, તેથી રાજા લજ્જિત થયો. પછી બ્રાહ્મણના કહેલા પ્રાયશ્ચિત્તથી રાજાએ તપાવેલી લોઢાની પૂતળીનું આલિંગન કરવાની ઇચ્છા કરી. તે જાણીને ગુરુએ રાજાને શિખામણ આપી કે,‘હે રાજ! એમ કરવાથી પાપનો ક્ષય થતો નથી.’’ પછી રાજાના પૂછવાથી ગુરુએ સર્વજ્ઞશાસ્ત્રને આધારે પ્રાયશ્ચિત્ત આપ્યું. તે પ્રાયશ્ચિત્ત તપ કરવાથી રાજા પાપરહિત થઈને ગુણ પામ્યો હતો. ઉત્તમ જાતિની પરસ્ત્રીને અજાણતાં સેવવાથી એક ૧. તારું ભૂંડું થજો ઇત્યાદિ બોલવું તે શાપ, ૨. આ સ્ત્રીજાતિ સંબંધી દોષ જાણવો, ડાકણ કહે છે તે. ૩. અક્ષર ફેરવવો, ૪ શાહી બદલાવવી, ૫. ભુવનપતિ વ્યંતરાદિ. ૬. લાખ નવકાર ગણવા અથવા લાખ શ્લોક વાંચવા-સંભારવા તે. Page #25 -------------------------------------------------------------------------- ________________ ૧૬ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૫ સ્તિંભ ૨૦ લાખ ને એંશી હજાર સઝાય સહિત દશ ઉપવાસ, જાણીને સેવવાથી ૧૮૦ ઉપવાસ, તિર્યંચ સંબંધી નિયમનો ભંગ થયો હોય તો એક આયંબિલ, સ્વપ્નમાં ભંગ થયો હોય તો ચાર લોગસ્સ ને એક નવકારનો કાયોત્સર્ગ (એકસોને આઠ શ્વાસોશ્વાસ પ્રમાણ), હસ્તક્રિયા કરવાથી ત્રણ ઉપવાસ, વારંવાર હસ્તક્રિયા કરવાથી દશ ઉપવાસ, પરસ્ત્રીના હૃદયનો સ્પર્શ કરવાથી એક ઉપવાસ, ઢીંગલા ઢીંગલીના વિવાહ કરવાથી એક પુરિમઠ્ઠ, ઢીંગલા ગૂંથવાથી એકાસણું, અને તેની ક્રીડા કરવાથી એક આંબિલ, પરસ્ત્રીને બળાત્કારે સેવવાથી એકસો એંશી ઉપવાસ, તેના પર તીવ્ર દ્રષ્ટિરાગ રાખવાથી બે ઉપવાસ, અને તેની સાથે તીવ્ર પ્રેમપૂર્વક વાતચીત કે હસ્ત વગેરેનો સ્પર્શ કરવાથી ત્રણ ઉપવાસની આલોયણા આવે છે. રૂપી નામની રાજપુત્રી બાળવિઘવા હતી. તેણે શીલસન્નાહ નામના અમાત્ય ઉપર દ્રષ્ટિરાગ કર્યો હતો. અનુક્રમે તે બન્નેએ દીક્ષા ગ્રહણ કરી હતી. છેવટ સંલેખનાને સમયે ગુરુએ તેને ઘણી રીતે બોઘ આપી સમજાવી, તોપણરૂપી સાથ્વીએ તે દ્રષ્ટિરાગ સંબંધી પાપની આલોચના લીધી નહીં. તે પાપ ગુપ્ત રાખવાથી (દંભ કરવાથી) તે અનન્ત ભવપરંપરા પામી. જો તે પાપની આલોચના લીધી હોત તો થોડા તપથી જ તેની કાર્યસિદ્ધિ થાત. કુમારિકા સાથે ભોગ કરવાથી અઠ્ઠમ, ઇત્વર પરિગ્રહિત (અમુક મુદત સુધી રખાત તરીકે કોઈએ રાખેલ)નો સમાગમ કરવાથી બે ઉપવાસ, મૈથુન સંબંધી અશુભ ચિંતવન કરવાથી એક ઉપવાસનું પ્રાયશ્ચિત્ત આવે છે. શ્રી લક્ષ્મણા નામની સાધ્વીએ ચકલા ચકલીના મૈથુનની સ્તુતિ કરી હતી. તે પાપની આલોયણ ગુરુ પાસે લીધી નહીં, પણ પોતાની બુદ્ધિથી જ તે પાપના નાશને માટે પચાસ વર્ષ સુધી મહા ઉત્કટ તપ કર્યું, તો પણ તે પાપ નાશ પામ્યું નહીં; ઊલટી અનેક ભવ સુધી તે વિડંબના પામી. પણ જો દંભનો ત્યાગ કરીને ગુરુએ આપેલા પ્રાયશ્ચિત્ત તપથી આલોચના કરી હોત તો થોડા કાળમાં જ શુદ્ધ થાત. પાંચમા પરિગ્રહ પરિમાણ નામના વ્રતમાં નવ પ્રકારના પરિગ્રહના નિયમનો ભંગ થાય તો જઘન્ય પુરિમઢ, મધ્યમથી આયંબિલ અને ઉત્કૃષ્ટથી એક ઉપવાસની આલોયણા આવે છે; દર્પથી નિયમનો ભંગ કરે તો દશ ઉપવાસની આલોયણા આવે છે; આ વ્રતનું પ્રાયશ્ચિત્ત તપ મહણસિંહ નામના શ્રાવકની જેમ તત્કાળ સ્વીકારી લેવું. સાધુએ પણ પોતાના ઉપકરણાદિક અધિક રાખવાથી તત્કાળ આલોયણા લઈ તે પાપને આલોવવું; નહીં તો વિબુદ્ધસિંહસૂરિની જેમ અનાર્ય કુળમાં જન્મવું પડે છે. તે કથા નીચે પ્રમાણે– વિબુદ્ધસિંહસૂરિનું દ્રષ્ટાંત શ્રી વિબુદ્ધસિંહ નામના સૂરિ પોતાના શિષ્યો સહિત સમસ્ત આસપ્રણીત ઘર્મમાં રક્ત હતા. પરંતુ એક યોગપટ્ટ ઉપર તેને ઘણી પ્રીતિ થઈ હતી. તે યોગપટ્ટ વિના કોઈ પણ સ્થાને તેને પ્રીતિ ઊપજતી નહોતી. યોગપટ્ટ એટલે ઊભી પલાંઠી વાળીને કેડ તથા પગને સાથે બાંધવામાં આવતું સૂતરનું વસ્ત્ર સમજવું. તે યોગપટ્ટ ઉપરની મૂછ તેણે તજી નહીં. જિનેન્દ્રોએ તો મૂછને જ સમસ્ત પરિગ્રહનું મૂળ કારણ કહેલું છે. તે મૂછનું પાપ તેણે મૃત્યુ વખતે પણ સમ્યપ્રકારે આલોચ્યું નહીં. તેથી તે સૂરિ કાળ કરીને અનાર્ય દેશમાં આરબના પ્લેચ્છ કુળમાં રાજપુત્ર થયા. ત્યાં તેના શરીર પર Page #26 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૨૮૯] પાંચ અણુવ્રત સંબંધી પ્રાયશ્ચિત્ત ૧૭ યોગપટ્ટના આકારનું ચિહ્ન થયું. તલ, લાખું વગેરે ચિહ્નની જેમ તે ચિહ્ન જોઈને સર્વે માણસો વિસ્મય પામ્યા; કારણ કે આવું ચિહ્ન કોઈ વખત જોવામાં આવ્યું નહોતું, અને તેનું કારણ તો માત્ર જ્ઞાની જ જાણે તેમ હતું. અહીં તેના શિષ્યોને સંયમ અને તપના બળથી અનુક્રમે અવધિજ્ઞાન અને મનઃપર્યવજ્ઞાન ઉત્પન્ન થયાં. તે જ્ઞાનવડે ‘પોતાના ગુરુની શી ગતિ થઈ છે?, તે જોતાં મ્લેચ્છ કુળમાં તેમની ઉત્પત્તિ જાણીને તે શિષ્યો વિચારવા લાગ્યા કે,“અહો! ધનાદિક વિના માત્ર સ્વલ્પ મૂર્છા પણ આ પ્રમાણે વ્રતભંગના ફળને આપનારી થઈ પડી, એવી મૂર્છાને ધિક્કાર છે, તેમજ તેવી મૂર્છાની અનાલોચનાને પણ ધિક્કાર છે, પણ હવે આપણે તેમને સર્વજ્ઞ ધર્મ પમાડીને તેમનો ઉદ્ઘાર કરી પ્રત્યુપકાર કરવો જોઈએ. કહ્યું છે કે સ્થાનાંગ સૂત્રમાં પણ ‘“તિĒ લુડિયાર” ત્રણ વાનાનો પ્રતિકાર થઈ શકે નહીં, ઇત્યાદિ કહેલું છે. એમ વિચારીને તે શિષ્યો તુર્કીભાષા તથા અરબી શાસ્ત્ર ભણવા લાગ્યા. પછી મ્લેચ્છ લોકોમાં માન્ય થાય એવો વેષ ઘારણ કરીને અને પોતાનો યતિવેષ ગોપવીને તે દેશ તરફ તેઓએ વિહાર કર્યો. અનુક્રમે અનાર્ય દેશ આવ્યો, ત્યાં સર્વ સ્થાને નિર્દોષ આહારાદિક મળશે નહીં, એમ જાણીને તે સર્વેએ માસક્ષપણ વગેરે તપ અંગીકાર કર્યું. પછી જ્યાં પોતાના ગુરુ ઉત્પન્ન થયા હતા ત્યાં આવ્યા, અને કુરાનમાં જે જે નિર્દોષ વિષયો હતા તેનું આલંબન કરીને વૈરાગ્યની યુક્તિથી ઉપદેશ કરવા લાગ્યા, તેથી તેઓ ઘણા લોકોની સ્તુતિને યોગ્ય થયા. અનેક જનોનાં મુખથી તેમની પ્રશંસા સાંભળીને તે રાજપુત્ર પણ તેમની પાસે આવવા લાગ્યો. તે સાધુઓની વાણી સાંભળીને રાજપુત્રને ઘણો હર્ષ થયો. તે કોઈ કોઈ વાર એકલો જ ત્યાં આવતો, અને કોઈ કોઈ વાર ૫રિવાર સહિત આવતો. મુનિઓ પણ એકાંતમાં તે રાજપુત્રને પોતાનો સાધુવેશ દેખાડતા હતા. એકદા સાધુઓની ક્રિયા, વેષ, યોગપટ્ટરૂપી નિશાની, મુનિનાં વાક્ય અને પોતાના પૂર્વભવનો વૃત્તાંત સાંભળીને તેને જાતિસ્મરણ થયું; એટલે તેણે વિચાર્યું કે,‘અહો! મને ધિક્કાર છે કે મેં યોગપટ્ટ સંબંધી પ્રાયશ્ચિત્ત લીધું નહીં. તેથી હું ત્રણ રત્નો (સમકિત, જ્ઞાન ને ચારિત્ર) હારી ગયો અને માત્ર યોગપટ્ટની મૂર્છાથી પરમાત્માના ધર્મથી વ્યતિરિક્ત હીન જાતિમાં ઉત્પન્ન થયો. આ સર્વે મારા શિષ્યો છે, તેટઓએ મારા પર ઘણો ઉપકાર કર્યો છે; કેમકે તેઓ આહારાદિકનો પણ ત્યાગ કરીને મારે માટે નિઃસ્પૃહપણે આવું ઉગ્ર તપ કરે છે. તેમને અહીં આવ્યા ઘણા દિવસો થઈ ગયા છે માટે દેહના આધારભૂત આહારાદિક વિના તેઓ કેમ રહી શકશે? માટે હું જલદીથી મારા સ્વજનોને છેતરીને એમની સાથે જઈ આર્ય દેશની સીમાએ પહોંચીને દીક્ષા ગ્રહણ કરું.’' પછી અવસર જોઈને રાજપુત્રે તે શિષ્યો સાથે આર્ય દેશમાં આવી દીક્ષા લઈને પોતાનો જન્મ સફળ કર્યો. ‘નાના છિદ્રવાળી નાવ પણ જેમ સમુદ્રમાં ડૂબી જાય છે, તેમ અલ્પ મૂર્છાથી પણ સૂરિ અનાર્ય દેશમાં ઉત્પન્ન થયા; માટે સર્વ ભવ્ય જીવોએ પાપની શુદ્ધિ માટે આલોચના અવશ્ય લેવી.’ ૧.પ્રત્યુપકાર Jain Eduભાગ ૫-૨ समकितदायक गुरुतणो, पच्चुवयार न थाय । भव कोडाकोडे करी, करतां सर्व उपाय ॥ १ ॥ al Page #27 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૫ [સ્તંભ ૨૦ વ્યાખ્યાન ૨૯૦ ગુણવ્રત તથા શિક્ષાવ્રતના પ્રાયશ્ચિત્ત त्रीणि गुणव्रतानि स्युः, सेव्यानि प्रत्यहं तथा । शिक्षाव्रतानि चत्वार्येषामपि तत्तपो भवेत् ॥१॥ ભાવાર્થ-“ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રત છે, તેમનું નિરંતર સેવન કરવું. તે બન્ને પ્રકારના વ્રત સંબંધી પણ તે તપ (પ્રાયશ્ચિત્ત તપ) અતિચાર આલોચનારૂપ કહેલું છે.” તે આ પ્રમાણે– પહેલા ગુણવ્રતમાં તિરછુ જળમાં ને સ્થળમાં અને ઊંચે તથા નીચે નિયમ કરતાં અધિક ગમન થાય તો જઘન્યથી એક આયંબિલનું પ્રાયશ્ચિત્ત સમજવું. બીજા ગુણવ્રતમાં અજાણતાં મદ્ય માંસ ઉપભોગમાં આવે તો ત્રણ ઉપવાસ, અને દર્પથી અથવા આકુટીથી (જાણીને) મદ્ય માંસ વાપરવામાં આવે તો દશ ઉપવાસ. ગુણી માણસે મદ્ય માંસના સ્વાદની ઈચ્છા માત્ર પણ કરવી નહીં. કદાચ ઇચ્છા થઈ જાય તો તેની પણ અવશ્ય આલોચના લેવી. એકદા શ્રી કુમારપાળ રાજાને કાંઈક સૂકું ઘેબર ખાતાં દાઢ મધ્યે “કરડ” “કરડ’ શબ્દ થયો; તેથી પ્રથમ ભક્ષણ કરેલા માંસનું સ્મરણ થઈ આવ્યું. તેણે તરત જ વિચાર્યું કે, અહો! મેં અયોગ્ય ધ્યાન કર્યું. પછી તેના પ્રાયશ્ચિત્ત માટે પોતાના સર્વ દાંત પાડી નાંખવા તૈયાર થઈ ગયા. મંત્રીએ તેમ કરતાં અટકાવીને તે વૃત્તાન્ત ગુરુને જણાવ્યો. ગુરુએ લાભ જોઈને તેના પ્રાયશ્ચિત્તને ઠેકાણે એક હજાર ને ચોવીશ સ્તંભવાળું આરસ પથ્થરનું ચૈત્ય કરાવવાનો ઉપદેશ આપ્યો. કોઈ વાર અનાભોગે માખણ ખાવામાં આવ્યું હોય તો એક ઉપવાસ, જાણીને આકુટીથી) ભક્ષણ કરે તો ત્રણ ઉપવાસ. અનંતકાયનું એકવાર અનાભોગે ભક્ષણ કરવાથી એક ઉપવાસ, અને જાણીને ભક્ષણ કરવાથી ત્રણ ઉપવાસ. કોહી ગયેલી વનસ્પતિના ભક્ષણથી એક આયંબિલ, બોળ અથાણું ભક્ષણ કરવાથી તથા ટાઢા દૂઘ, દહીં અને છાશમાં દ્વિદળ ખાવાથી અને સોળ પ્રહર ઉપરાંતનું દહીં ભક્ષણ કરવાથી તેમજ બાવીશે અભક્ષના ભક્ષણથી એક એક ઉપવાસ. મઘના ભક્ષણમાં તેનો નિયમ છતાં ભંગ થાય તો બે ઉપવાસ, નિયમ ન હોય અને મઘનું ભક્ષણ કરે તો એક ઉપવાસ. ચૌદ નિયમનો ભંગ થાય તો જઘન્યથી એક પુરિમઠું, અને ઉત્કર્ષથી એક ઉપવાસ. સૂક્ષ્મ કર્માદાનમાં બે ઉપવાસ અને લુહારનો, વાડી વાવવાનો (માળીનો), રથ (ગાડાં વગેરે) ઘડવાનો ધંધો કરવાથી તથા લાખ, ગળી, મણશીલ, ઘાવડી, સાબુ, ભાંગ, ચાર મહા વિનય, પશુ પક્ષીનાં અંગોપાંગ છેદન, અફીણ, હળ અને હથિયાર વગેરેનો વેપાર કરવાથી દશ ઉપવાસ. વિષ આપીને અથવા અપાવીને પછીથી તેનું નિવારણ કર્યું હોય તો દશ ઉપવાસ, પણ નિવારણ કર્યું ન હોય તો એકસો ને એંશી ઉપવાસ. સૂઈ બનાવવાથી એક આયંબિલ. છરી બનાવવાથી ત્રણ ઉપવાસનું પ્રાયશ્ચિત્ત આવે. હથિયારનો વેપાર જ રાજીયા શ્રાવકની જેમ શ્રાવકે નિષેઘવી (ન કરવો), તેની કથા એવી છે કે, “ખંભાતમાં તપગચ્છી રાજીયા અને વજીયા નામના બે ભાઈઓ રહેતા હતા. તેને ઘણા દૂર દેશથી જળમાર્ગે વહાણો આવ્યાં. તેમાં તરવાર, છરી, કટારી, સૂડી, દાતરડાં, તીર, બંદુક, પિસ્તોલ Page #28 -------------------------------------------------------------------------- ________________ ૧૯ વ્યાખ્યાન ૨૯૦]. ગુણવ્રત તથા શિક્ષાવ્રતના પ્રાયશ્ચિત્ત અને બરછી વગેરે લોઢાનાં બનાવેલાં ઘણાં હથિયારો મોટી કિંમતવાળાં હતાં. તે જોઈને તેમણે વિચાર્યું કે, “આ હથિયારોથી પરંપરાએ અનેક જીવોની હિંસા થશે, માટે તે સર્વેને ભાંગીને ઝીણો ચૂરો કરી ખાડો ખોદી દાટી દેવાં જોઈએ.' આ પ્રમાણે વિચારીને તેણે પોતાના સેવકોને હથિયારોને તેવી રીતે દાટી દેવાનો હુકમ કર્યો. સેવકોએ ઘણા ઘનનો લાભ દેખાડ્યો, તોપણ તેમણે તેમનું કહેવું કબૂલ રાખ્યું નહીં.” રાત્રીભોજનના નિયમનો ભંગ થાય તો ત્રણ ઉપવાસ. રાત્રીએ બીજાને પીરસે તો એક પુરિમઢ, અને વારંવાર તેમ કરે તો દશ ઉપવાસ. અજાણતાં લગભગ વેળાએ જમવાથી એક આયંબિલ, પ્રભાતે ઝલઝાંખલ સમયે ખાય તો એક આયંબિલ. સાધુઓને તો સર્વથા જીવિતપર્યન્ત રાત્રીભોજનનો નિષેધ કરેલો હોય છે, તેથી તેમણે તો તેની ઇચ્છા માત્ર પણ કરવી નહીં. કેમકે ઇચ્છા કરવાથી પણ મોટો દોષ લાગે છે. તે ઉપર દ્રષ્ટાંત કહે છે શ્રીપુર નામના નગરમાં ઘનશ્વર નામના સૂરિ ચાતુર્માસ રહ્યા હતા. તેમનામાં ઉપવાસ કરવાની શક્તિ નહોતી. અન્યદા પર્યુષણ પર્વ આવતાં બીજા સાઘુઓ તથા શ્રાવકો છઠ્ઠ, અઠ્ઠમ વગેરે તપ કરવા લાગ્યા. તે વખતે સૂરિએ વિચાર્યું કે, “હું ઉપવાસ કરી શકતો નથી, તો પણ આજે તો ઉપવાસ કરું.” એમ વિચારીને તેણે પ્રથમ પોરસીનું પચખાણ કર્યું, પછી પુરિમટ્ટનું કર્યું, પછી અવઠ્ઠનું કર્યું, એમ વઘતું વઘતું પચખાણ કરવા લાગ્યા. બીજા સાઘુઓએ ગુરુને કહ્યું કે, “અમે આહાર લઈ આવીએ, તમે પચખાણ પારો.” ગુરુ બોલ્યા કે, “આજે તો ઉપવાસ જ છે.” પછી સાંયકાળનું પ્રતિક્રમણ કર્યું. સંથારાની વિઘિ ભણીને સંથારો કર્યો, પણ ભૂખને લીધે તેમને નિદ્રા આવી નહીં. મધ્યરાત્રિએ ગુરુ બોલ્યા કે, “હે મુનિઓ! અસુર થયું છે, માટે અન્ન લઈ આવો.” સાઘુઓ બોલ્યા કે, “હજુ તો મધ્યરાત્રિનો સમય છે, સૂર્યોદય થયો નથી, શંખ વગાડનારે હજુ શંખ પણ વગાડ્યો નથી, કૂકડાઓ પણ બોલતા નથી. આપે જ અમોને શીખવ્યું છે કે, “રાત્રીભોજનથી મૂળ ગુણની હાનિ થાય છે. માટે આ વખતે ભિક્ષા લેવા જવું યોગ્ય નથી. લોકો પણ હજુ સૂતા છે.” તે સાંભળીને સૂરિ બોલ્યા કે, “હે શિષ્યો! શંખ પોતાના પિતા સમુદ્રને મળવા ગયો છે, સૂર્યનો રથ ભાંગી ગયો છે; અને કૂકડા પણ ઊડીને બીજે ઠેકાણે આકાશમાં ગયા છે. કહ્યું છે કે उयहिं सरेविण शंख गय, कुक्कुड गया नहंसि । रह भग्गो सूरय तणो, तेण न विहाइ रत्ति ॥१॥ ભાવાર્થ-શંખ સમુદ્રને મળવા ગયો છે, કૂકડા આકાશમાં ગયા છે, અને સૂર્યનો રથ ભાંગી ગયો છે, તેથી રાત્રી વીતી ગઈ જણાતી નથી.” આ પ્રમાણે સાંભળીને સાધુઓ બોલ્યા કે, “આપ જે કહો છો તે સત્ય છે, પણ સુઘાતુર માણસો શું શું કરતા નથી? જુઓ! पंच नश्यन्ति पद्माक्षि, क्षुधार्तस्य न संशयः । तेजो लज्जा मतिर्ज्ञानं मदनश्चापि पंचमः॥१॥ ભાવાર્થ-હે કમળના સરખા નેત્રવાળી સ્ત્રી! સુઘાતુર માણસનું તેજ, લ, બુદ્ધિ, જ્ઞાન અને પાંચમો કામદેવ એ પાંચે વાનાં નાશ પામે છે, એમાં કાંઈ સંદેહ નથી.” Page #29 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૫ [સ્તંભ ૨૦ તે સાંભળીને સૂરિ બોલ્યા કે,“મેં ક્ષુઘાની પીડાથી આવું જલ્પન કર્યું છે, તેથી મને તેનો મિથ્યા દુષ્કૃત હો.’’ એ પ્રમાણે નિષ્કપટપણે સર્વેની સમક્ષ પોતાનું પાપ આલોચીને સૂરિએ ચિત્ત દૃઢ કર્યું. પછી પ્રાતઃકાળે પણ પોરસીનું પચખાણ કરીને ત્યાર પછી પારણું કર્યું.'' ૨૦ બીજા ગુણવ્રતની આલોચના આ પ્રમાણે છે—શત્રુનો ધાત, રાજાપણાની પ્રાપ્તિ, ગામનો ઘાત, અગ્નિ લગાડવાની વૃત્તિ અને હું વિદ્યાધર થાઉં તો ઠીક એવી ઇચ્છા ઇત્યાદિ દુર્ધ્યાન કર્યું હોય, “બળદોને દમન કરો, ખેતર ખેડો, ઘોડાઓને કેળવો, ગાડાં હાંકો' ઇત્યાદિ પાપકર્મનો ઉપદેશ કર્યો હોય તો જઘન્યથી એક ઉપવાસ, અને અહંકારથી તેમ કર્યું હોય તો દશ ઉપવાસ. ઢંઢણ ઋષિનો જીવ જે પૂર્વ ભવે પુરોહિત હતો, તેણે પોતાના ખેતરમાં ૫૦૦ હળવડે એકેક ચાસ વધારે ખેડાવ્યો હતો અને તેથી દોઢ હજાર॰ પ્રાણીઓને ભોજનનો અંતરાય થયો હતો, તે પાપની આલોચના કરી નહીં, તેથી મુનિના ભવમાં તેમને છ મહિના સુધી નિર્દોષ આહાર મળ્યો ન હતો. હળ, યંત્ર, ઉખળ (ખાંડણીઓ), મુશળ (સાંબેલું), ઘંટી, ઘાણી વગેરે હિંસા થાય તેવી વસ્તુ આપવાથી તથા જિનચૈત્યમાં વિલાસાદિક કરવાથી જઘન્ય એક ઉપવાસ અને દર્પથી કરે તો દર્શ ઉપવાસ. કામણ, વશીકરણ વગેરે કરવાથી દશ ઉપવાસ. સરોવર, દ્રહ, તળાવ વગેરે જળાશયોનું શોષણ કરાવવાથી અને દાવાનળ લગાડવાથી દશ ઉપવાસ. કોઈ સ્થાનકે એકસો ને આઠ ઉપવાસ પણ કહેલા છે. પહેલા શિક્ષાવ્રતમાં સામાયિક કરવાનો નિયમ હોય અને ન કરે તો એક ઉપવાસ ગંઠિ સહિત, સામાયિકનો ભંગ થયો હોય તો એક નીવિ, પર્વતિથિએ આરંભની જયણા ન કરે તો એક પુરિમટ્ઠ, સામાયિકમાં બાદર અકાય પૃથ્વીકાય અને તેજસ્કાયનો સ્પર્શ થાય તો એક આંબિલ, સામાયિકમાં ભીના વસ્ત્રનો સ્પર્શ થાય તો એક પુરિમટ્ટુ, લીલાં તૃણાદિક તથા બીજાદિકનું મર્દન કરે તો એક આયંબિલ, પુરુષને સ્ત્રીનો સ્પર્શ થાય અથવા સ્ત્રીને પુરુષનો સ્પર્શ થાય તો એક આયંબિલ, આંતરા પૂર્વક સ્પર્શ થાય તો એક નીવિ, તેમના વસ્ત્ર વગેરેનો સ્પર્શ થાય તો એક પુરિમટ્ઠ, સૂતાં સૂતાં રાજકથા કરે તો એક પુરિમટ્ઠ, સાધુને સ્રીનો સ્પર્શ થાય તો જઘન્યથી એક પુરિમટ્ઠ, મધ્યમ એકાસણું અને ઉત્કૃષ્ટ એક આયંબિલ, સર્વ અંગનો સ્પર્શ થયો હોય તો દશ ઉપવાસની આલોયણા આવે છે. સાવદ્ય સૂરિએ સાધ્વીના વસ્ત્રનો સંઘટ્ટ થયા છતાં તે પાપની આલોચના કરી નહીં, તેથી તે અનન્ત દુઃખ પામ્યા; માટે તત્કાળ તેની આલોચના કરવી કે જેથી અલ્પ તપવડે તે કર્મથી નિવૃત્તિ થાય. દેશાવકાશિક નામના દશમા વ્રતનો ભંગ થાય અથવા તેમાં અતિચાર લાગે તો એક આયંબિલની આલોયણા આવે છે. કાકજંઘ રાજાની જેમ અવશ્ય એનું પ્રાયશ્ચિત્ત લઈ લેવું. અગિયારમા વ્રતમાં લીધેલા નિયમનો ભંગ કરે અથવા બરાબર નિયમ પાળે નહીં તો એક ઉપવાસ, અને અતિચાર લાગે તો એક આંબિલ, તેમજ ત્રાવસ્તી નિસ્સિદ્દી બરાબર ન કહે, ઉચ્ચાર અને પ્રસ્રવણની ભૂમિને ન પ્રમાએઁ, પ્રમાર્ષ્યા વિના કાંઈ પણ વસ્તુ ગ્રહણ કરે, અવિધિએ બારણાં ઉઘાડે અથવા બંઘ કરે, શરીરને પ્રમાર્ઝા વિના ખજવાળે, ભીંત પૂંજ્યા વિના તેને ૧. પાંચસો હળ ખેડનારા ૧૦૦૦ બળદ ને તેને હાંકનારા ૫૦૦ માણસો. Page #30 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૨૯૦] ગુણવ્રત તથા શિક્ષાવ્રતના પ્રાયશ્ચિત્ત અઠીંગીને બેસે, ગમનાગમન ન આલોવે, વસતિને પ્રમાર્યા વિના સક્ઝાય કરે, કેવળ કામળી જ પહેરે, જળ, અગ્નિ, વીજળી અને પૃથ્વીકાયનો સંઘટ્ટ કરે, ઇત્યાદિકના પ્રાયશ્ચિત્ત બદલ પ્રત્યેક જઘન્યથી પણ નીવીની આલોયણા આવે છે. કાજો ઉદ્ધરે નહીં અથવા બેઠા બેઠા પ્રતિક્રમણ કરે તો જઘન્ય એક પુરિમઢ, અને ઉત્કૃષ્ટ એકાસણું. પૌષઘમાં વમન થયું હોય, કારણ વિના દિવસે શયન કર્યું હોય અને જમ્યા પછી વાંદણાં ન દીધાં હોય તો પ્રત્યેકે એક એક આયંબિલ. મુખવસ્ત્રિકાના સંઘટ્ટમાં એક નીવિ, મુખવસ્ત્રિકા ખોવાઈ ગઈ હોય તો એક ઉપવાસ, રજોહરણના સંઘટ્ટમાં એક આંબિલ અને રજોહરણ ખોવાઈ જાય તો એક અઠ્ઠમ. આ પ્રમાણે પૌષઘની આલોચના સાંભળીને ભવ્ય જીવોએ ઉનાળાની ઋતુમાં તૃષાથી પીડાયા છતાં પણ જળની ઇચ્છા માત્ર કરવી નહીં. કદાચ ઇચ્છા ઉત્પન્ન થઈ જાય તો તત્કાળ તેની આલોચના લેવી, નહીં તો નંદ મણિકાર શ્રાવકની જેમ મોટું દુઃખ પ્રાપ્ત થાય છે. અતિથિ સંવિભાગનો નિયમ લીધો હોય તો તે નિયમ ન પાળવાથી અથવા ભાંગવાથી એક ઉપવાસ, અને તેના અતિચારમાં એક આયંબિલ. સાધુને અશુદ્ધ આહાર આપીને તેની આલોચના ન કરે તો તે નાગશ્રી વગેરેની જેમ ભવપરંપરાને પામે છે. માટે કદાચિત્ મુનિને અયોગ્ય આહાર અપાયો હોય તો તેની તરત જ આલોયણા લેવી (પ્રાયશ્ચિત્ત ગ્રહણ કરવું.) તપસ્વી સાધુને દેરાના ચોખાની રાંઘેલી ખીર વહોરાવનારા શ્રીમંત શ્રાવકની જેમ. હવે પ્રસંગોપાત્ત બીજાં પણ કેટલાક પ્રાયશ્ચિત્ત કહે છે. આપઘાત કરવાનું ચિંતવન કર્યું હોય તો એક ઉપવાસ, નિયાણું કરે તો એક ઉપવાસ, કદાચ નિયાણું કર્યું હોય તો તરત જ તેની આલોચના લઈ લેવી. દ્રૌપદીના જીવે સુકુમાલિકાના ભાવમાં પાંચ પુરુષોથી સેવાતી એક વેશ્યાને જોઈને નિયાણું કર્યું હતું. તે પાપની આલોચના કરી નહીં તો તેથી અનેક પ્રકારની વ્યથાને પામી હતી. ગભર્વતી સ્ત્રીને આઠ માસ થાય ત્યાં સુધી સાઘુએ તેના હાથથી આહાર ગ્રહણ કરવો; જો નવમે માસે ગ્રહણ કરે તો તેને એક આયંબિલનું પ્રાયશ્ચિત્ત આવે. એકાસણા વગેરે તપનો ભંગ થયો હોય તો તેના પ્રાયશ્ચિત્તમાં તે જ (એકાસણું વગેરે) તપ આપવું અથવા તે તપનો જેટલો સ્વાધ્યાય હોય તે આપવો. આ પ્રમાણે આલોચનાનું વર્ણન આચાર્ય મહારાજે કહેલું છે. તે સાંભળ્યા છતાં પણ જે તેનો આદર ન કરે તે હીન ગતિને પ્રાપ્ત થાય છે. એકદા રાજગૃહી નગરીમાં શ્રી વીરસ્વામીને વાંદીને શ્રેણિક રાજા સહિત સર્વ સભા બેઠી હતી, તે વખતે ચમરેન્દ્રની અગ્રમહિષી કાલી નામની દેવી સર્વ ઋદ્ધિ સહિત પ્રભુ પાસે આવી નમીને સૂર્યાભદેવની જેમ નૃત્ય કરી પોતાને સ્થાને ગઈ. પછી તે દેવીના પૂર્વભવનું વૃત્તાંત ગૌતમસ્વામીએ પ્રભુને પૂછ્યું, એટલે ભગવાન બોલ્યા કે, “આમલકલ્પ નગરમાં કાળ નામના ગૃહસ્થની પુત્રી કાળી નામે કુમારિકા હતી. તેણે માબાપની રજા લઈને શ્રી પાર્શ્વનાથ સ્વામી પાસે દીક્ષા લીધી. પ્રભુએ તેને પુષ્પચૂલા નામની સાથ્વીને શિષ્યા તરીકે સોંપી. પછી તે કાળી સાથ્વી તેમની પાસે સામાયિક વગેરે અગિયાર અંગનું અધ્યયન કરીને સંયમ તપવડે પોતાના આત્માને ભાવવા લાગી. અન્યદા તે * એક ઉપવાસના બદલામાં ૨૦૦૦ સ્વાધ્યાય અપાય છે તે પ્રમાણે સમજી લેવું. Jain Education Interational Page #31 -------------------------------------------------------------------------- ________________ ૨૨ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૫ [તંભ ૨૦ કાળી સાધ્વી મલ પરિષહ સહન કરવાને અસમર્થ થઈ સતી હાથ, પગ, મુખ, મસ્તક, સ્તનાંતર, કક્ષાંતર, ગુહ્યાંતર વગેરે અવયવો જળથી ઘોવા લાગી, અને જે ઠેકાણે બેસીને સ્વાધ્યાય કરે ત્યાં પ્રથમ જળવડે પૃથ્વીને શુદ્ધ કરવા લાગી. તે સર્વ જોઈને મહત્તરાએ તેને શિખામણ આપી કે, સાધુ સાધ્વીને દેહાદિકની જળવડે શુદ્ધિ કરવી ઘટતી નથી, માટે તેનું તું પ્રાયશ્ચિત્ત લે.” તે સાંભળીને કાળી સાધ્વી મૌન રહી સતી વિચારવા લાગી કે, “મારે આવી રીતે પરાધીનપણે અહીં રહેવું યોગ્ય નથી.” પછી તે જુદા ઉપાશ્રયમાં જઈને રહી. ત્યાં અંકુશ રહિત થવાથી સ્વચ્છંદપણે જળવડે અંગની શુદ્ધિ કરવા લાગી. એ પ્રમાણે ઘણાં વર્ષો સુધી ચારિત્રનું પાલન કરીને પ્રાંતે તે પાપની આલોચના પ્રતિક્રમણ કર્યા વિના પંદર દિવસના અનશનથી કાળ કરીને અઢી પલ્યોપમના આયુષ્યવાળી અસુરકુમાર નિકાયમાં દેવી થઈ છે; ત્યાંથી ચ્યવીને મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થઈ સિદ્ધિપદને પામશે. છેદસૂત્ર વગેરે શાસ્ત્રોમાં બહુશ્રુત આચાર્યોએ અનેક વિચારથી ગર્ભિત આ પ્રાયશ્ચિત્ત તપનું વર્ણન કરેલું છે, તેથી તે તપનો તાત્કાલિક સ્વીકાર કરીને પાપની આલોચના લેવી, પણ શુભને ઇચ્છનારા પુરુષોએ મૃતથી વ્યતિરિક્ત કાંઈ પણ બોલવું નહીં.” વ્યાખ્યાન ૨૯૧ ધર્મકર્મમાં દંભ અકર્તવ્ય હવે ઘર્મકર્મમાં દંભનો ત્યાગ કરવા વિષે કહે છે दंभतो नन्वयत्नेन, तपोऽनुष्ठानमादृतम् । तत्सर्वं निष्फलं ज्ञेयमूषरक्षेत्रवर्षणम् ॥१॥ ભાવાર્થ-“તપ અનુષ્ઠાનાદિ નિશ્ચયે જો અયતનાવડે અને દંભથી કરવામાં આવે તો તે સર્વ ઊખર જમીનમાં વૃષ્ટિની જેમ નિષ્ફળ જાણવાં.” તે ઉપર સુસિરિની કથા છે તે આ પ્રમાણે– સુરસિરિની કથા અવત્તિ નગરી પાસે શબુક નામના ખેટને વિષે સુજ્જશિવ નામે એક બ્રાહ્મણ રહેતો હતો. તે દરિદ્રી અને નિર્દય હતો. તેની સ્ત્રી યજ્ઞયશા અન્યદા ગર્ભવતી થઈ. પ્રસૂતિ સમયે પ્રસવની વેદનાથી તે મરી ગઈ. તેણે એક કન્યાને જન્મ આપ્યો હતો. તેનું નામ સુજસિરિ રાખ્યું હતું. આ સુજસિરિનો જીવ પૂર્વભવે કોઈ રાજાની રાણી હતો. તે રાણીએ પોતાની શોકના પુત્રને મારી નાંખવાનો વિચાર કર્યો હતો, તેથી આ ભવે તેની માતા જન્મતાં જ મૃત્યુ પામી. અનુક્રમે તે પુત્રી આઠ વર્ષની થઈ તેવામાં બાર વર્ષનો દુષ્કાળ પડ્યો; એટલે આજીવિકા માટે તે સુશિવ બ્રાહ્મણ પુત્રીને લઈને પરદેશ ચાલ્યો. માર્ગે જતાં કોઈ ગામમાં ગોવિંદ નામે એક બ્રાહ્મણ રહેતો હતો. તેને ઘેર તેણે સુજસિરિને વેચી દીધી. અનુક્રમે તે ગોવિંદ પણ નિર્ધન થયો. એકદા તેને ઘેર કોઈ મહિયારી ગોરસ વેચવા આવી. તેની પાસેથી ગોવિંદની સ્ત્રીએ ચોખાને બદલે ગોરસ લીધું અને ચોખા લાવવાને માટે સુજસિરિને ઘરમાં મોકલી. તે ઘરમાં જઈ આમ-તેમ જોઈને પાછી આવી અને બોલી કે, “ચોખા ક્યાં છે? મેં તો ક્યાંય જોયા નહીં.” તે સાંભળીને ગોવિંદની સ્ત્રી પોતે ઘરમાં ગઈ, Page #32 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૨૯૧] ઘર્મકર્મમાં દંભ અકર્તવ્ય તો ઘરના એક ખૂણામાં પોતાના મોટા પુત્રને કોઈ વેશ્યા સાથે ક્રીડા કરતાં જોયો. તે પુત્રે તેને આવતી જોઈને તિરસ્કાર કર્યો, તેથી તે મૂછ પામી. ગોવિંદને તેની ખબર પડતાં તેણે શીત ઉપચારથી તેને સજ્જ કરી. એટલે તે સ્ત્રીને જાતિસ્મરણ જ્ઞાન થવાથી તેણે પોતાનો પૂર્વભવ જાણીને કહી બતાવ્યો. તે સાંભળીને ગોવિંદે પોતાની સ્ત્રી સહિત દીક્ષા ગ્રહણ કરી. આ સમયે શ્રી ગૌતમસ્વામીએ શ્રી મહાવીરસ્વામીને પ્રણામ કરીને પૂછ્યું કે, “હે ભગવંત! તેણે પોતાનો પૂર્વભવ શો કહી બતાવ્યો કે જેથી ગોવિંદને પણ વૈરાગ્ય ઊપયો?” એટલે ભગવાન બોલ્યા કે, “તે સ્ત્રીએ લાખ ભવ ઉપર દંભ કર્યો હતો. પૂર્વે તે ક્ષિતિપ્રતિષ્ઠ નગરના રાજાની રૂપી નામની પુત્રી હતી. તે પુત્રીનું પાણિગ્રહણ થયું કે તરત જ તેનો પતિ મૃત્યુ પામ્યો; એટલે તે રૂપી વિઘવા થવાથી તેણે શીલના રક્ષણ માટે ચિતામાં પ્રવેશ કરવા પોતાના પિતાની રજા માગી. રાજાએ કહ્યું કે, “હે પુત્રી! ચિતામાં પ્રવેશ કરવાથી પતંગના મૃત્યુની જેમ નિષ્ફળ મરવાપણું છે, તેથી તે તે વાત છોડી દઈને જૈનઘર્મમાં રક્ત થઈ શીલવ્રતનું પાલન કર.” તે સાંભળીને રૂપીએ ભાવથી શીલ અંગીકાર કર્યું. અન્યદા તે રાજા પુત્ર રહિત મરણ પામ્યો, એટલે પ્રઘાનોએ તે પુત્રીને જ ગાદી પર બેસાડી, અને તેને રૂપી રાજાના નામથી બોલાવવા લાગ્યા. અનુક્રમે રૂપી યુવાવસ્થા પામી. તેના ગાત્રમાં કામદેવે પ્રવેશ કર્યો. એકદા સભાને વિષે શીલસન્નાહ નામનો મંત્રી બેઠો હતો તેની સામું રૂપીએ સરાગ દ્રષ્ટિએ જોયું. તે મંત્રીએ પણ તેના ચિત્તનો અભિપ્રાય જાણી લીધો; એટલે શીલભંગથી ભીરુ મંત્રી ગુપ્ત રીતે નગરની બહાર નીકળી ગયો અને વિચારસાર નામના કોઈ બીજા રાજાનો સેવક થઈને રહ્યો. એકદા તે રાજાએ મંત્રીને પૂછ્યું કે, “તેં પ્રથમ જે રાજાની સેવા કરી હતી તેનું નામ તથા તારું કુળ, જાતિ, નગર વગેરે કહે.” મંત્રીએ કહ્યું કે, “મેં જે રાજાની પ્રથમ સેવા કરી હતી તેની આ મુદ્રા જુઓ. બાકી તેનું નામ તો ભોજન કર્યા પહેલાં લેવું યોગ્ય નથી; કેમકે જો ભોજન અગાઉ તેનું નામ લેવામાં આવે તો તે દિવસ અન્ન વિનાનો જાય છે.” તે સાંભળીને રાજા વિસ્મય પામ્યો, એટલે તરત જ સભામાં ભોજનસામગ્રી મંગાવી, હાથમાં કવળ લઈને મંત્રીને કહ્યું કે, “હવે તે રાજાનું નામ લે.” જ્યારે મંત્રીએ “રૂપી રાજા' એ પ્રમાણે નામ કહ્યું કે તરત જ “શત્રુરાજાએ આપના નગરને ઘેરો ઘાલ્યો છે” એ વાક્ય રાજાએ સાંભળ્યું. તત્કાળ કવળ નાખી દઈને રાજા યુદ્ધ કરવા ગયો. પરસ્પર મોટું યુદ્ધ ચાલ્યું. તે વખતે યુદ્ધનું નિવારણ કરવા માટે શીલસન્નાહ પણ ત્યાં ગયો. તેને મારવા માટે શત્રુના સુભટો તેની સન્મુખ આવ્યા. તેમને શાસનદેવીએ ખંભિત કર્યા, અને આકાશવાણી કરી કે, “નમોસ્તુ શાસન્નાહાય બ્રહ્મવર્ધરતી” બ્રહ્મચર્યમાં આસક્ત એવા શીલસન્નાહને નમસ્કાર છે” એમ બોલીને દેવતાઓએ શીલસન્નાહ ઉપર પુષ્પની વૃષ્ટિ કરી. શીલસન્નાહ તે વાક્ય સાંભળીને વિચાર કરવા લાગ્યો, એટલે તરત જ તેને જાતિસ્મરણ થયું. અને અવધિજ્ઞાન પણ પ્રાપ્ત થયું. તત્કાળ તેણે પંચમુષ્ટિ લોચ કરી ચારિત્ર અંગીકાર કર્યું. પછી તે મુનિના ઉપદેશથી તે બન્ને રાજાઓ બોધ પામી યુદ્ધથી નિવૃત્ત થયા. પૂર્વભવમાં શીલસન્નાહ મુનિ સાવદ્ય વચન બોલ્યા હતા, તેથી તેના પ્રાયશ્ચિત્ત માટે તેમણે મૌનવ્રત ઘારણ કર્યું. ૧.ઘર્મદેશનાદિ શુભ નિમિત્ત વિના ન બોલવું એ પ્રમાણેનું મૌનવ્રત જાણવું. Page #33 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉપદેશપ્રાસાદું ભાષાંતર–ભાગ ૫ [સ્તંભ ૨૦ પ્રાંતે તે મુનિ ચારિત્ર પાળીને પ્રથમ દેવલોકમાં દેવતા થયા, અને ત્યાંથી ચ્યવીને એ શીલસન્નાહ સ્વયંબુદ્ધ મુનિ થયા.’૧ ર૪ શીલસન્નાહ મુનિ વિહાર કરતાં કરતાં એકદા રૂપી રાજાના નગરની બહાર ઉદ્યાનમાં આવ્યા. તેને વાંદવા માટે રૂપી રાજા સામન્તાદિક સહિત ઉદ્યાનમાં આવ્યો. ત્યાં ગુરુની દેશના સાંભળીને રૂપીરાજાએ દીક્ષા ગ્રહણ કરી. અનુક્રમે શીલસન્નાહ મુનિ સમેતશિખર ગયા. ત્યાં જિનેશ્વરોને વંદના કરીને એક શિલાપટ્ટ ઉપર સંથારો કરી સંલેખના કરવા તૈયાર થયા. તે વખતે રૂપી સાધ્વી બોલ્યા કે,‘હે ગુરુ! મને પણ સંલેખના કરાવો.” ગુરુ બોલ્યા કે,‘ભવસંબંધી સર્વ પાપોની આલોચના લઈને શલ્ય રહિત થયા પછી ઇચ્છિત કાર્ય કરો; કેમકે જ્યાં સુધી શલ્ય ગયું ન હોય ત્યાં સુધી બહુ ભવભ્રમણ કરવું પડે છે. જેમ કોઈક રાજાના અશ્વના પગમાં ખીલો વાગ્યો હતો, તેનો નાનો સરખો કકડો અંદર ભરાઈ રહ્યો હતો, તેથી તે અશ્વ અતિ કૃશ થવા લાગ્યો. રાજાએ તેને માટે અનેક ઉપચારો કર્યા પણ તે નિષ્ફળ ગયા. પછી એક કુશળ પુરુષે તે અશ્વના આખા શરીરે આછો આછો કાદવ ચોપડ્યો એટલે જે ઠેકાણે શલ્ય હતું તે ભાગ ઊપસી આવ્યો. તે જોઈને તે પુરુષે તેમાંથી નખહરણીવતી તે શલ્ય કાઢી નાખ્યું, એટલે તે અશ્વ સ્વસ્થ થયો. વળી હે સાધ્વી! એક તાપસ હતો. તેણે એકદા અજાણ્યું ફળ ખાધું, તેથી તે રોગગ્રસ્ત થયો. પછી દવા માટે તે વૈદ્ય પાસે ગયો. વૈદ્ય ‘શું ખાધું છે?' એમ પૂછ્યું ત્યારે તાપસે સત્ય વાત કહી દીધી; તેથી તે વૈદ્યે તેને વમન તથા વિરેચન આપીને સાજો કર્યો.’’ આ પ્રમાણે સાંભળીને તે રૂપી સાધ્વીએ માત્ર એક દૃષ્ટિવિકાર (શીલસન્નાહ સામું વિકાર દૃષ્ટિએ જોયું હતું તે) વિના બીજાં સર્વ પાપની આલોચના લીધી. ગુરુએ કહ્યું કે,‘પ્રથમ સભામાં તેં મારી સામે સરાગ દૃષ્ટિએ જોયું હતું તેની આલોચના કર.’’ તે બોલી કે ‘‘તે તો મેં સહજ નિર્દભપણે જોયું હતું.' તે સાંભળીને ગુરુએ તેને ઉપદેશ આપવા માટે લક્ષ્મણા રાજપુત્રીનું દૃષ્ટાંત કહી સંભળાવ્યું કે– ગઈ ઉત્સર્પિણીમાં ક્ષિતિપ્રતિષ્ઠિત નામના નગરને વિષે જંબુદાડિમ નામના રાજાની લક્ષ્મણા નામે યુવાન પુત્રી હતી. તે સ્વયંવરમંડપમાં એક યોગ્ય પતિને વરી. તેના પાણિગ્રહણ વખતે ચોરીમાં જ તેનો પતિ અકસ્માત્ મરણ પામ્યો; તેથી લક્ષ્મણા અતિ દુઃખથી વિલાપ કરવા લાગી. તેના પિતાએ શિખામણ આપી કે, ‘હે પુત્રી! કર્મની વિચિત્ર ગતિ છે, માટે વિલાપ કરવાથી શું ફળ છે? તેથી તું જીવિત પર્યંત શીલનું પાલન કર.' ઇત્યાદિ કહીને રાજાએ તેને શાંત કરી. એકદા શ્રી જિનેશ્વર તે રાજાના ઉદ્યાનમાં સમવસર્યા. ભગવાનની દેશનાથી બોધ પામીને રાજાએ પુત્રી સહિત દીક્ષા ગ્રહણ કરી. લક્ષ્મણા સાધ્વી પોતાની ગુરુણી (પ્રવત્તિની) પાસે રહીને સંયમ પાળવા લાગી. એકદા ગુરુણીજી (મહત્તરા) ના કહેવાથી તે વસતિ શોધવા ગઈ. ત્યાં ચકલાના મિથુનને ચુંબનાદિ પૂર્વક કામક્રીડા કરતું જોઈને તેણે વિચાર્યું કે, ‘પતિથી વિયોગ પામેલી મને ધિક્કાર છે! અહો! આ પક્ષીઓ પણ પ્રશંસા કરવા લાયક છે કે જેઓ સાથે રહીને નિરંતર ક્રીડા કરે છે. અહો! શ્રી જિનેશ્વરોએ આનો સર્વથા નિષેધ કેમ કર્યો હશે? જરૂર શ્રી જિનેન્દ્રો અવેદી હોવાથી વેદોદયના વિપાકથી અજાણ્યા હોવા જોઈએ.' આવા વિચારથી તેણે જિનેશ્વરમાં અજ્ઞાનદોષ પ્રગટ કર્યો અને ૧. આ હકીકત શીલસન્નાહના ભવના પ્રાંત ભાગની છે તે વચ્ચે લખવામાં આવી છે. ૨. ભાષામાં ‘નેરણી' કહેવામાં આવે છે. Page #34 -------------------------------------------------------------------------- ________________ TITષ્ટ માન), (3527 ધર્મકર્મમા દંભ અકર્તવ્ય श्रीमहावीर जैन आराधना केन्द्र વ્યાખ્યાન ૨૯૧] દાંપત્યસુખની પ્રશંસા કરી. પછી તરત પોતાનુંગી પણયાવવાથી તે પોતાને નિંદવા લાગી કે ‘અરેરે! મેં મારું વ્રત ફોગટ ખંડિત કર્યું! આ પાપનું પ્રાયશ્ચિત્ત ગુરુ પાસે જઈને લઉં.' એમ નિર્ણય કરતાં વળી વિચાર આવ્યો કે, ‘હું બાલ્યાવસ્થાથી જ શીલવ્રતને પાળનારી રાજપુત્રી છું, એટલે સર્વ લોકની સમક્ષ આ નિંદવા લાયક દુષ્કર્મનું શી રીતે પ્રાયશ્ચિત્ત લઈ શકું! તેમ કરવાથી તો મારી આજ સુધીની જે શીલપ્રશંસા છે, તે નષ્ટ થાય, માટે અન્યની સાક્ષીનું શું કામ છે? આત્માની સાક્ષીએ જે કરું તે જ પ્રમાણ છે.’ ઇત્યાદિ વિચાર કરીને તે સાધ્વીએ ગુરુ પાસે પ્રાયશ્ચિત્ત લીધા સિવાય પોતાની મેળે જ પ્રાયશ્ચિત્ત તરીકે છઠ્ઠ, અઠ્ઠમ, દશમ, આંબિલ, નીવી વગેરે અનેક તપસ્યાઓ ચૌદ વર્ષ પર્યંત કરી; સોળ વર્ષ સુધી માસક્ષપણ કર્યા અને વીશ વર્ષ સુધી સતત આંબિલ કર્યા. એકદા તેણે વિચાર્યું કે,‘મેં આટલી બધી તપસ્યા કરી, પણ તેનું સાક્ષાત્ ફળ તો મેં કાંઈ પણ જોયું નહીં' ઇત્યાદિ આર્તધ્યાન કરતાં તે મૃત્યુ પામીને એક વેશ્યાને ઘેર અતિ રૂપવતી દાસી થઈ. તેનું રૂપ જોઈને સર્વ કામી પુરુષો તેને જ ઇચ્છવા લાગ્યા. પોતાની પુત્રીને જોયા છતાં પણ તેની કોઈ ઇચ્છા કરતું નથી, એમ જોઈને અક્કા રોષ પામીને વિચારવા લાગી કે આ રૂપવતી દાસીનાં કાન, નાક અને હોઠ કાપી નાંખવા યોગ્ય છે.’ તે જ રાત્રિએ કોઈ વ્યંતર દેવતાએ તે દાસીને ઊંધમાં અક્કાના વિચારનું સ્વપ્ન આપ્યું, તેથી ભય પામીને તે દાસી પ્રાતઃકાળે ત્યાંથી ભાગી. ભમતાં ભમતાં છ માસ વ્યતીત થયા ત્યારે કોઈ ગૃહસ્થના પુત્રે તેને પોતાના ઘરમાં રાખી. એકદા તે શ્રેષ્ઠીની પત્નીને ઈર્ષ્યા આવવાથી તેણે તે દાસી ઊંઘી ગઈ હતી ત્યારે તેના ગુહ્યસ્થાનમાં લોઢાની કોશ નાંખી, તેથી તે દાસી મૃત્યુ પામી. શેઠાણીએ તેના શરીરના ટુકડે ટુકડા કરીને ગીઘ વગેરે પક્ષીઓને ખવરાવી દીધા. શ્રેષ્ઠીએ તે વૃત્તાંત જાણ્યું એટલે વૈરાગ્ય પામીને તરત જ ચારિત્ર લીધું. તે દાસી ઘણા ભવમાં ભ્રમણ કરીને નરદેવ(ચક્રવર્તી)નું સ્રરત્ન થઈ, ત્યાંથી મરીને છઠ્ઠી નરકમાં ગઈ, ત્યાંથી શ્વાનયોનિમાં ઊપજી, અનેક વાર મરણ પામીને પછી નિર્ધન બ્રાહ્મણપણું પામી. પછી અનુક્રમે વ્યન્તરપણું, બ્રાહ્મણપણું, નરક–ગમન, સાત ભવ સુઘી પાડો, મનુષ્ય, માછલી અને અનાર્ય દેશમાં સ્ત્રીપણું પામી, મરીને છઠ્ઠી નરકે ગઈ. ત્યાંથી નીકળી કુષ્ઠી મનુષ્ય થઈ. પછી પશુ અને સર્પ યોનિમાં ઉત્પન્ન થઈ, મરીને પાંચમી નરકે ગઈ. ઇત્યાદિ ચારે ગતિમાં પરિભ્રમણ કરીને તે લક્ષ્મણાનો જીવ પદ્મનાભ સ્વામીના વારામાં કોઈક ગામમાં કૂબડી સ્ત્રી થશે. તેને તેના માબાપ અવિનીતપણાને લીધે ઘરમાંથી કાઢી મૂકશે. પછી તેને અરણ્યમાં ભ્રમણ કરતાં કાંઈક પુણ્યોદયથી શ્રી પદ્મનાભ પ્રભુના દર્શન થશે. ત્યાં તે પોતાના કર્મ વિપાકનો પ્રશ્ન કરશે, ત્યારે પ્રભુ સર્વ વૃત્તાંત કહેશે. તે સાંભળીને તે કુબ્જા વૈરાગ્ય પામી દીક્ષા લેશે. પછી પૂર્વનાં સર્વ દુષ્કૃતોની આલોચના પ્રતિક્રમણા કરીને સમાધિવડે કેવળજ્ઞાન પામી સિદ્ધિપદને પામશે.’’ ઇતિ લક્ષ્મણા સાધ્વી પ્રબંધ. 6 * પ્રથમની હકીકત સાથે મેળવતાં અનુક્રમે કેવળજ્ઞાન પામી મોક્ષે જશે એમ ઘટમાન લાગે છે. પ આ પ્રમાણે શીલસન્નાહ મુનિએ કહેલો વૃત્તાંત સાંભળ્યા છતાં પણ રૂપી સાધ્વી બોલી કે,‘હૈ ગુરુ! મારામાં કાંઈ પણ શલ્ય નથી.'' આ પ્રમાણે કહેવાથી તેણે માયા વડે ફરીને પણ સ્ત્રીપણું ઉપાર્જન કર્યું. ગુરુએ તેને અયોગ્ય જાણીને સંલેખના ન કરાવી અને પોતે એક માસની સંલેખના કરી, કેવળજ્ઞાન પામીને મોક્ષે ગયા.’* Page #35 -------------------------------------------------------------------------- ________________ ૨૬ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૫ [સ્તંભ ૨૦ રૂપી સાથ્વી વિરાઘક ભાવે મૃત્યુ પામી વિકુમાર નિકાયમાં દેવી થઈ ત્યાંથી ચ્યવીને શ્યામ અંગવાળી અને કામવાસનાથી વિહળ એવી કોઈ બ્રાહ્મણની પુત્રી થઈ, ત્યાંથી નરકમાં ગઈ, ત્યાંથી નીકળી તિર્યંચ થઈ. એવી રીતે ત્રણ ઊણા લાખ ભવ સુધી પરિભ્રમણ કરીને મનુષ્યભવ પામી પ્રવ્રજ્યા ગ્રહણ કરી સાધુપણાના ગુણને પામી; પરંતુ પૂર્વની માયાને લીધે ત્યાંથી કાળ કરીને ઇન્દ્રની અગ્રમહિષી (ઇંદ્રાણી) થઈ, ત્યાંથી ચ્યવીને તે ગોવિંદની સ્ત્રી થઈ, અને આ ભવમાં ચારિત્ર પામીને મોક્ષે ગઈ.” ઇતિ રૂપી શ્રમણી સંબંધ. - હવે પેલી સુજસિરિ ગોવિંદના ઘરમાં રહેતી હતી, ત્યાંથી તેને લોભ પમાડીને એક આભીરી પોતાને ઘેર લઈ ગઈ. ત્યાં દૂધ દહીં વગેરે ખાઈને તે મનોહર રૂપવાળી થઈ. તેનો પિતા જે સુશિવ હતો તે મનુષ્ય અને પશુનો ક્રયવિક્રય કરવાવડે પાંચ મહોર મેળવી ફરતો ફરતો એકદા રાત્રિ રહેવા માટે તે આભીરને ઘેર આવ્યો. ત્યાં પોતાની પુત્રી સુજસિરિના રૂપથી મોહ પામીને ઘણા દ્રવ્યનો વ્યય કરીને તેને પરણ્યો. એકદા બે સાધુને જોઈને સુસિરિનાં નેત્રમાં જળ ભરાયું. તેનું કારણ તેના પતિએ પૂછ્યું ત્યારે તે બોલી કે, “મારા સ્વામી ગોવિંદની પત્ની આવા ઘણા સાધુઓને પ્રતિભાભીને પંચાંગ નમસ્કાર કરતી હતી, તેનું સ્મરણ થવાથી મને શોક થાય છે.” તે સાંભળીને સુશિવે તેને પોતાની પુત્રી તરીકે ઓળખી અને તેણે પણ પોતાના પિતા તરીકે સુશિવને ઓળખ્યો; તેથી તે બન્ને લતિ થયા. પછી તે બન્ને અગ્નિમાં બળી મરવાનો નિશ્ચય કરી ચિતા ખડકીને તેમાં પેઠા, પણ કાષ્ઠ નિર્દાહક* જાતિનાં હોવાથી અગ્નિ પણ બુઝાઈ ગયો. લોકોએ તેમનો અત્યંત તિરસ્કાર કર્યો, એટલે તેઓ ત્યાંથી ચાલી નીકળ્યા. અનુક્રમે એક મુનિ મળ્યા, એટલે તેની પાસે સુશિવે દીક્ષા લીધી. સુજસિરિ ગર્ભવતી હતી, તેથી તેને દીક્ષા આપી નહીં. પછી તે ગર્ભના દુઃખથી વિચાર કરવા લાગી કે, “આ ગર્ભને વિવિધ પ્રકારના ક્ષારાદિકના ઉપાયથી પાડી નાખું.” ઇત્યાદિ રૌદ્રધ્યાન કરતી સતી પ્રસવની વેદનાથી મરણ પામીને છઠ્ઠી નરકે ગઈ. તેના ગર્ભથી નવા જન્મેલા પુત્રને કોઈ કૂતરાએ મુખમાં લઈને એક કુંભારના ચક્ર ઉપર મૂક્યો. કુંભારે તેને પુત્ર તરીકે રાખ્યો. સુસઢ તેનું નામ પાડ્યું. અનુક્રમે તે યુવાવસ્થા પામ્યો. એકદા તે સુસઢ મુનિના ઉપદેશથી બોઘ પામી દીક્ષા ગ્રહણ કરી; પરંતુ જપતપાદિમાં તેમજ વ્રતનું આચરણ કરવામાં ને ક્રિયામાં તે શિથિલાચારી થયો. ગુરુએ તેને ઘણો ઉપદેશ આપ્યો, તોપણ તેણે શિથિલપણું છોડ્યું નહીં. છેવટ તે કાળ કરીને પહેલા દેવલોકમાં ઇન્દ્રનો સામાનિક દેવતા થયો. ત્યાંથી ચ્યવીને તે ભરતક્ષેત્રમાં વાસુદેવ થશે; ત્યાંથી સાતમી નરકે જઈને હાથી થશે, ત્યાંથી અનન્તકાયમાં ઉત્પન્ન થશે. ઇત્યાદિ બહુ કાળ સુધી ભમીને અત્તે તે સિદ્ધિપદને પામશે.” આ સુસઢની કથા નિશીથ સૂત્રમાં કહેલી છે, તે અહીં પ્રસંગોપાત્ત ટૂંકામાં કહેવામાં આવી છે. ઉત્તમ જીવે આલોચના લેતી વખતે નિરંતર કટિલપણાનો અવશ્ય ત્યાગ કરવો. આગમના અર્થને જાણનાર પુરુષોએ આલોચના દેવી તેમજ લેવી, કેમકે આલોચનાની ઇચ્છા માત્ર પણ શુભ ફળદાયક છે.” * બળે સળગે નહીં એવી જાતનાં. Page #36 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ર૯૨] તપાચારનો આઠમો ભેદ-વિનય વ્યાખ્યાન ૨૨ તપાચારનો આઠમો ભેદ-વિનય चतुर्धा विनयः प्रोक्तः, सम्यग्ज्ञानादिभेदतः । धर्मकार्ये नरः सोऽर्हः विनयातपोंऽचितः॥४॥ ભાવાર્થ-“સમ્યગુ જ્ઞાનાદિ ભેદે કરીને ચાર પ્રકારનો વિનય કહેલો છે. તે વિનય નામના તપથી યુક્ત પુરુષ ઘર્મકાર્યને વિષે યોગ્ય છે.” જ્ઞાનાદિ ભેદે કરીને ચાર પ્રકારનો વિનય છે તે આ પ્રમાણે-(૧) બહુમાન પૂર્વક જ્ઞાન ગ્રહણ કરવું, તેનો અભ્યાસ કરવો, સ્મરણ કરવું, ઇત્યાદિ જ્ઞાનવિનય કહેવાય છે. આહાર નિહાર વગેરે ક્રિયા કરતાં મૌન ધારણ કરવું તે પણ જ્ઞાનવિનય છે. (૨) સામાયિક વગેરે સકળ પ્રવચન શ્રી જિનેશ્વરપ્રણીત હોવાથી તેમાં કોઈ પણ જાતનો વિસંવાદ નથી, તેથી યથાર્થ વસ્તુતત્ત્વની પ્રતીતિમાં નિઃશંક થવું તે દર્શનવિનય કહેવાય છે. (૩) ચારિત્રનું શ્રદ્ધાન કરવું, તેનું સમ્યક્ પ્રકારે આરાઘન કરવું, અન્યની પાસે ચારિત્રના ગુણોની સ્તવના કરવી અને ચારિત્રનું સ્વરૂપ કહી બતાવવું, એ વગેરે ચારિત્રવિનય કહેવાય છે. (૪) આચાર્ય વગેરે ગુરુનું પ્રત્યક્ષ દર્શન થાય એટલે તરત જ ઊભા થવું, તેમની સન્મુખ જવું, હાથ જોડવા વગેરે વિનય કરવો અને તેમની ગેરહાજરી હોય ત્યારે પણ મન વચન અને કાયાના યોગે કરીને પગે ચાલવું અને તેમના ગુણનું કીર્તન તથા વારંવાર સ્મરણાદિ કરવું તે ઉપચારવિનય કહેવાય છે. આ સંબંધમાં પાંચ કળશી ભારવાહકની કથા છે, તે આ પ્રમાણે– પંચાગ ભારવાહક કથા કોઈ એક ગામમાં ભાર વહન કરનારા પાંચસો મજૂર રહેતા હતા. તેઓમાં એક મુખ્ય હતો, તે પાંચ કળશી અનાજનો ભાર ઉપાડતો હતો. તેનામાં એવો લોકોત્તર ગુણ જોઈને રાજાએ તેના પર કૃપા કરીને વર આપ્યો કે, “જ્યારે તું ભાર ઉપાડીને માર્ગમાં ચાલે ત્યારે તારી સામે જો રથ, ઘોડા, ગાડા, સૈન્ય અને હાથી વગેરે આવતાં હોય તો તેને જોઈને તારે તારો સ્વીકાર કરેલો માર્ગ છોડીને આઘું પાછું થઈ જવું નહીં, કેમકે ભારથી પીડાયેલા પ્રાણીને લીઘેલો માર્ગ છોડવો અતિ દુષ્કર છે. હું પણ તને દૂરથી જોઈને માર્ગ આપીશ, તેથી તારે મારો પણ ભય રાખવો નહીં, તો પછી બીજાનો ભય તો શા માટે જ હોય? આ મારી આજ્ઞાનો કોઈ લોપ કરશે તો તેને હું શિક્ષા કરીશ.” આ પ્રમાણે આજ્ઞા મળવાથી તે મજૂર ઇચ્છા મુજબ માર્ગમાં ચાલતો હતો. તેને આવતો જોઈ સર્વ કોઈ તેને માર્ગ આપતા હતા, પણ તેના પર કોઈ રોષ કરતું નહોતું. એકદા તે ભાર ઉપાડીને માર્ગમાં જતો હતો, તેવામાં તેની સામે કોઈ સાઘુને આવતાં તેણે જોયા. તેને જોઈને તે મજૂરે વિચાર કર્યો કે “મારો ભાર તો ગમે તેટલો પણ પરિમિત છે, અને આ મુનિએ ઘારણ કરેલ પાંચ મહાવ્રતરૂપી ભાર તો અપરિમિત છે. તે કોઈનાથી કળી શકાતો નથી; તેટલો બધો ભાર ઉપાડીને તે ચાલે છે, તેથી એમની પાસે મારું પરાક્રમ નિરર્થક છે.” એમ વિચારીને તેણે મુનિને રસ્તો આપ્યો. તે આધો ખસ્યો એટલે તેની પાછળના સર્વે મજૂરોને પણ ખસવું પડ્યું, તેથી તેઓ રોષ પામીને બોલ્યા કે, “તે રાજાની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું.” પછી તેઓએ રાજાને જાહેર કર્યું. રાજાએ તેને બોલાવીને Page #37 -------------------------------------------------------------------------- ________________ ૨૮ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૫ [સ્તંભ ૨૦ પૂછ્યું, ત્યારે તે બોલ્યો કે, “હે દેવ! આપની આજ્ઞા જરા પણ મેં ખંડિત કરી નથી.” રાજાએ તેનું કારણ પૂછ્યું, ત્યારે તે ફરીથી બોલ્યો કે, “હે રાજા! મારા કરતાં આ મુનિનો ભાર અધિક છે, તેથી હું બાજુ પર ખસ્યો છું.” રાજાએ પૂછ્યું કે, “તેના પર શો ભાર છે?” તે બોલ્યો કે, “હે સ્વામી! મેરુ પર્વત કરતાં પણ અધિક ભારવાળાં પાંચ મહાવ્રતો કે જેને વહન કરવાને હું અસમર્થ છું અને આ મુનિ તો તે ભારનું વહન કરે છે, અને તેમાં નેત્રફુરણ જેટલો કાળ પણ પ્રમાદ કરતા નથી. હું તો માત્ર બહારનો ભાર ઉપાડું છે, અને ઈર્યાદિ સમિતિ રહિત હોવાથી અનેક જીવોનું ઉપમર્દન કરીને અનેક ભવોથી પણ દુર્મોચ્ચ એવા પાપના સમૂહને વૃદ્ધિ પમાડું છું. પ્રથમ મેં પ્રવ્રજ્યા અંગીકાર કરી હતી, પરંતુ પાંચ મહાવ્રતના ભારને વહન કરવામાં અશક્ત થવાથી પ્રવજ્યાનો મેં ત્યાગ કર્યો. પરંતુ પાંચ કળશીનો ભાર તો હું સહેજે ઉપાડી શકે છે, પણ પ્રથમ સ્વીકાર કરેલા મહાવ્રતરૂપી અત્યંતર ભાર હું ઉપાડી શકતો નથી, માટે હું માર્ગમાંથી આઘો ખસ્યો, તે મેં યુક્ત જ કર્યું છે. भक्तिभरा नमस्यन्ति, इन्द्रादयो गतस्मयाः । महाव्रतभराकीर्णान्, तदग्रेऽहं कियन्मितः॥४॥ ભાવાર્થ–“હે રાજા! મહાવ્રતરૂપી ભારને વહન કરનારા મુનિઓને ભક્તિથી ભરપૂર ઇન્દ્રાદિક પણ ગર્વરહિત થઈને નમસ્કાર કરે છે, તો તેવા મુનિની પાસે હું કોણ માત્ર છું?” વળી હે રાજા! આ મુનિ પાંચ મહાવ્રતોમાંના દરેક વ્રતને પાંચ પાંચ ભાવના વડે નિરંતર નિર્મળ કરે છે. તેમાં પહેલાં પ્રાણાતિપાત વિરમણ નામના વતની પાંચ ભાવનાઓ આ પ્રમાણે છે. પ્રવચનસારોદ્ધારમાં કહ્યું છે– इरियासमिए तहा सया जए, उवेह भुंजेज व पाणभोयणं । आयाणनिक्खेव दुगुच्छ संजए, समाहिए संजयए मणोवई॥४॥ ભાવાર્થ-ઈર્યાસમિતિવાળા, તથા સર્વદા જોઈને પાન ભોજન કરનારા (એષણા સમિતિવાળા), આદાન નિક્ષેપ અને જુગુપ્સા કરનારા, તથા સમાહિત થઈને મનને અને વચનને નિયમમાં રાખનારા યતિ પહેલા વ્રતની પાંચ ભાવના ભાવે છે.' વિસ્તારાર્થ-(૧) ઈર્યા એટલે ગમન કરવું તે, તેમાં સમિત એટલે ઉપયોગ રાખનાર, સમસ્ત જીવોની હિંસાના ત્યાગને માટે ઈર્યાસમિત થવું તે પહેલી ભાવના; તથા (૨) સર્વદા સારી રીતે ઉપયોગ રાખીને ઈક્ષણ પૂર્વક જોઈને) પાન અને ભોજન ગ્રહણ કરવું અથવા વાપરવું એ બીજી ભાવના; (૩) આદાન નિક્ષેપ એટલે પાત્રાદિક પ્રમાર્જન પૂર્વક ગ્રહણ કરવાં અથવા મૂકવાં તે, તથા આગમમાં જેનો નિષેઘ કર્યો હોય તેની જુગુપ્સા (નિંદા) કરે–પોતે ન આચરે તે ત્રીજી ભાવના તથા (૪) સાધુ સમાહિત એટલે સાવઘાન થઈને મનને દૂષણ રહિત પ્રવર્તાવે, કેમકે મન દૂષણવાળું હોય તો કાયસંલીનતા વગેરે કર્યા છતાં પણ તે કર્મબંઘ માટે થાય છે. પ્રસન્નચંદ્ર નામના રાજર્ષિએ મનોગુતિ રાખી નહીં તેથી કાયાવડે હિંસા નહીં કર્યા છતાં પણ મનથી સાતમી નરકને યોગ્ય કર્મ બાંધ્યું હતું એમ સંભળાય છે, માટે મનને નિયમમાં રાખવું એ ચોથી ભાવના. (૫) તેવી જ રીતે વાણી પણ દૂષણ રહિત બોલવી કે જેથી હિંસા થાય નહીં, તે પાંચમી ભાવના. Page #38 -------------------------------------------------------------------------- ________________ ૨૯ વ્યાખ્યાન ૨૯૨] તપાચારનો આઠમો ભેદ-વિનય બીજા અસત્યવિરમણ વ્રતની પાંચ ભાવના આ પ્રમાણે છે अहस्स सच्चे अणुवीय भासए, जे कोह लोहं भयमेव वजए । સે તીહરાચં સમુદિયા સયા, મુળ ટુ નોર્સ પડિવકૂ સિયારા ભાવાર્થ-જે હાસ્ય રહિત સત્ય બોલે, વિચારીને બોલે તથા ક્રોઘ લોભ અને ભયનો ત્યાગ કરે તે મુનિ દીર્ધરાત્રને (મોક્ષને) સદા જુએ છે, માટે મુનિએ સર્વદા અસત્યનો ત્યાગ કરવો.” વિશેષાર્થ-(૧) હાસ્યનો ત્યાગ કરીને સત્ય વાણી બોલવી, કેમકે હાસ્યથી કદાચ અસત્ય પણ બોલાય છે તે પહેલી ભાવના.(૨) વિચારીને એટલે સમ્યમ્ જ્ઞાનપૂર્વક વિચાર કરીને બોલવું; વગર વિચારે બોલનાર કોઈ વાર અસત્ય પણ બોલી જાય છે, અને તેથી પોતાને વૈર, પીડા વગેરે પ્રાપ્ત થાય છે, તથા જીવહિંસા પણ થાય છે તે બીજી ભાવના.(૩) જે ક્રોઘ, લોભ અને ભયનો ત્યાગ કરે તે મુનિ દીર્ઘાત્ર એટલે મોક્ષને પોતાની સમીપે જુએ છે, માટે હમેશાં અસત્યનો ત્યાગ કરવો. ક્રોધાદિક ત્યાગ કરવાનું તાત્પર્ય એ છે કે-ક્રોઘને આધીન થયેલો માણસ જ્યારે બોલે છે ત્યારે તેને સ્વપરની અપેક્ષા રહેતી નથી, તેથી તે જેમ તેમ બોલતાં અસત્ય પણ બોલે છે, માટે તેનો ત્યાગ કરવો શ્રેષ્ઠ છે. (૪) લોભને આધીન થયેલો માણસ પણ અત્યંત ઘનના લોભથી ખોટી સાક્ષી પૂરવા વગેરેથી અસત્ય બોલે છે, માટે તેનો ત્યાગ કરવો. (૫) ભયભીત માણસ પોતાના પ્રાણાદિકનું રક્ષણ કરવાની ઇચ્છાથી સત્યવાદીપણાનો ત્યાગ કરે છે, માટે પોતાના આત્મામાં નિરંતર નિર્ભયતા ઘારણ કરવી. ત્રીજા અદત્તાદાન વિરમણ વ્રતની પાંચ ભાવના આ પ્રમાણે છે सयमेव उग्गह जायणे घडे, मइमं निसम्म स भिक्खु उग्गहं । अणुन्नविय भुंजिय पाणभोयणं, जाइत्ता साहमियाण उग्गहं ॥३॥ ભાવાર્થ-સાઘુ પોતાની જાતે જ અવગ્રહની યાચના કરે, પછી મતિમાન એવો તે સાધુ (યોગ્ય) ચેષ્ટા કરે, અવગ્રહની આજ્ઞા સાંભળીને તેમાં રહે, પાન અને ભોજન આજ્ઞા લઈને કરે, તથા સાઘર્મિક પાસે અવગ્રહની યાચના કરીને નિવાસ કરે.” વિશેષાર્થ-(૧) બીજાની સાથે કહેવડાવ્યા વિના પોતે જ સાધુ ભગવંતની આજ્ઞા પ્રમાણે ઇન્દ્ર, રાજા, ગૃહપતિ, શય્યાતર અને સાઘર્મિકના ભેદવાળા પાંચ પ્રકારના અવગ્રહની યાચના કરે; અન્ય માણસ પાસે યાચના ન કરાવે, કારણ કે જે સ્વામી ન હોય તેની પાસે યાચના કરી હોય ને ખરા સ્વામી પાસે યાચના ન કરી હોય તો પરસ્પર વિરોધાદિક દોષો પ્રાપ્ત થાય છે. (૨) પછી તે આજ્ઞા લીઘેલા અવગ્રહમાં તૃણાદિક ગ્રહણ કરવા માટે મતિમાન સાધુ ચેષ્ટા એટલે યત્ન કરે, અર્થાત્ અવગ્રહ આપનારનું આજ્ઞાવચન સાંભળીને તૃણાદિક પણ વાપરે; આજ્ઞા વિના વાપરે તો અદત્તનું ગ્રહણ કર્યું કહેવાય. (૩) સાધુ સર્વદા અવગ્રહની સ્પષ્ટ મર્યાદા પૂર્વક યાચના કરે, અર્થાત્ સ્વામીએ એક વાર અવગ્રહ આપ્યા છતાં પણ વારંવાર માત્રુ વગેરે પરઠવવાના કાર્યમાં અવગ્રહની યાચના કરે. (૪) ગુરુ વગેરેની આજ્ઞા લઈને પાન ભોજન વગેરે વાપરે, અર્થાત્ જે કાંઈ ચીજ વાપરવી તે સર્વ ગુરુની આજ્ઞાપૂર્વક જ વાપરવી જોઈએ, નહીં તો અદત્ત ભોગવ્યાનો દોષ ૧. ક્રોધાદિકના ત્યાગની ત્રણ ભાવના મળીને પાંચ થાય છે. ૨.ઉપાશ્રય વગેરેની Page #39 -------------------------------------------------------------------------- ________________ ૩૦ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૫ [તંભ ૨૦ લાગે છે. (૫) સરખા ઘર્મનું જે આચરણ કરે તે સાઘર્મિક કહેવાય છે, અર્થાત્ એક જ શાસનમાં વર્તનારા સંવેગી સાધુઓએ પ્રથમથી તે સ્થાન યાચનાપૂર્વક ગ્રહણ કરેલું હોય તે તેમની પાસેથી માસ વગેરે અવધિનું તથા પંચકોશાદિ ક્ષેત્રનું માન કરીને રહેવા માટે માગી લેવું, તેમની આજ્ઞાથી જ ઉપાશ્રય વગેરે સર્વ ગ્રહણ કરવું, નહીં તો અદત્તનો ભાંગો લાગે છે. હવે ચોથા બ્રહ્મચર્ય વ્રતની પાંચ ભાવના આ પ્રમાણે છે आहारगुत्ते अविभूसियप्पा, इत्थि न निज्झाय न संथवेजा । बुद्धे मुणी खुद्दकहं न कुज्जा, धम्माणुपेही बंभचेर संधए ॥४॥ ભાવાર્થ-આહારની ગુતિ કરે, પોતાના દેહને અવિભૂષિત રાખે, સ્ત્રીને જુએ નહીં, સ્ત્રીની પ્રશંસા અથવા પરિચય કરે નહીં, અને બુદ્ધિમાન મુનિ શુદ્ર કથા કરે નહીં, તો તે ઘર્માનુપ્રેક્ષી મુનિ બ્રહ્મચર્યને બરાબર ઘારણ કરે છે, એમ જાણવું. વિશેષાર્થ-(૧) આહારની ગુપ્તિ રાખવી, એટલે સ્નિગ્ધ ભોજન કરવું નહીં, તેમજ અતિમાત્રા ભોજન કરવું નહીં; કેમકે તેથી ઘાતુ પુષ્ટ થવાથી વેદનો ઉદય થાય અને તેથી કરીને કદાચ બ્રહ્મચર્યનું ખંડન પણ થાય. (૨) અવિભૂષિતાત્મા એટલે શરીરને સ્નાન વિલેપન વગેરે વિવિઘ પ્રકારની વિભૂષાથી રહિત રાખવું. (૩) સ્ત્રીને અને તેના અંગોપાંગોને પણ જોવાં નહીં. (૪) સ્ત્રીની પ્રશંસા કરવી નહીં, તથા તેનો પરિચય પણ કરવો નહીં. (૫) બુદ્ધિમાન એટલે તત્ત્વને જાણનાર મુનિએ શુદ્ર એટલે અપ્રશસ્ય એવી સ્ત્રીકથા કરવી નહીં. આ પાંચ ભાવનાથી જેનું અંતઃકરણ ભાવિત થયું છે, એવો ઘર્માનુપ્રેક્ષી એટલે ઘર્મના આસેવનમાં તત્પર સાધુ બ્રહ્મચર્યને ધારણ કરે છે, અર્થાત્ તે વ્રતને પુષ્ટ કરે છે. પાંચમા પરિગ્રહપરિમાણ મહાવ્રતની ભાવના આ પ્રમાણે છે– जे सद्दरूवरसगंधमायए, फासे य संपप्पमणुणपावए । गेही पउसं न करेज पंडिए, से होइ दंते विरए अकिंचणे॥५॥ ભાવાર્થ-જે સાધુ મનોજ્ઞ ને અમનોજ્ઞ એવા આગંતુક શબ્દ, રૂપ, રસ અને ગંઘ એ ચાર તથા સ્પર્શ મળી પાંચ પ્રકારના ઇન્દ્રિયના વિષયોને પામીને તેના પર વૃદ્ધિ કે પ્રષ કરે નહીં તે પંડિત, જિતેન્દ્રિય અને સર્વ સાવદ્ય કર્મથી વિરક્ત એવો સાધુ અકિંચન એટલે પરિગ્રહ રહિત કહેવાય છે. વિશેષાર્થ-જે સાધુ શબ્દ, રૂપ, રસ, ગંઘ એ ચાર પ્રકારના ભાવતા એવા ઇન્દ્રિયના વિષયો પ્રત્યે તેમજ સ્પર્શ પ્રત્યે-મનોજ્ઞ અને અમનોજ્ઞ-ઇષ્ટ અને અનિષ્ટ એવાને પામીને તેનાપર ગૃદ્ધિ એટલે મૂછ અને પ્રદ્વેષ એટલે દ્વેષ યથાક્રમે ન કરે, અર્થાત્ ઇષ્ટ વિષયોને પામીને ગૃદ્ધિ ન કરે અને અનિષ્ટને પામીને દ્વેષ ન કરે તે મુનિ દાંત, જિતેન્દ્રિય, સર્વ સાવદ્ય યોગથી વિરત અને અકિંચન-નિઃપરિગ્રહી થાય છે. પાંચ પ્રકારના વિષયો સંબંધી અભિળંગ ને પ્રષ એટલે રાગ ને દ્વેષ તજી દેવા એ પાંચમા વ્રતની પાંચ ભાવના જાણવી. આ પ્રમાણે દરેક વ્રતની પાંચ પાંચ ભાવનાઓ મળીને પચીશ ભાવના જાણવી. ઇત્યાદિ અનેક યુક્તિથી મહાવ્રતનો ભાર ઉપાડવો દુષ્કર છે.” Page #40 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૨૯૨] તપાચારનો આઠમો ભેદ–વિનય ૩૧ પંચામ્ય નામના મજૂર પાસેથી આ પ્રમાણેની હકીકત સાંભળીને રાજા બોલ્યો કે,‘‘હે પંચાખ્ય! તું મહા પરાક્રમી છે. આટલો પાંચ કળશીનો મોટો ભાર વહન કરે છે, મહાકષ્ટનો અનુભવ કરે છે, છતાં તેં પંચમહાવ્રતનો ત્યાગ શા માટે કર્યો? કેમકે તેમાં કાંઈ ભાર નથી. આ વ્રત તો સુખેથી નિર્વાહ થઈ શકે તેવાં છે, મને તો તેમાં કાંઈ પણ દુષ્કર જણાતું નથી.'' તે સાંભળીને પંચાખ્ય બોલ્યો કે, “હે સ્વામી! આપે ઘણી વાર ઇન્દ્રિયોને યોગ્ય એવા વિષયો ભોગવ્યા છે, હવે આપના પુત્રને રાજ્ય સોંપીને મુનિને યોગ્ય એવું સંયમ એક જ દિવસને માટે અંગીકાર કરો, અને તેને યોગ્ય ક્રિયાનુષ્ઠાન કરો.’’ આ પ્રમાણેનાં પંચાખ્યના વચનથી તે અભિમાની રાજા વ્રતને માટે ઉદ્યમી થયો. તે વાત જાણીને તેની રાણીઓ બોલી કે,“હે પ્રાણનાથ! અમે તમારું પડખું એક ક્ષણ પણ છોડીશું નહીં, તમારા વિના અમે કોઈ પણ વસ્તુથી રતિ પામીશું નહીં. વળી મનોહ૨-૨મણિક કામિનીના ભોગને યોગ્ય એવું આ તમારું શરીર અંત, પ્રાંત અને તુચ્છ આહારાદિક બાવીશ પ્રકારના પરીષહો સેવવાથી નાશ પામશે. તે વખતે પછી તમને નિરંતર પશ્ચાત્તાપ થશે; કેમકે દુઃખ ભોગવવું સહેલું નથી. હે નાથ! જો કે હમણાં તમે નિઃસ્પૃહ અને ત્રિકાળ પરવસ્તુને નહીં ઇચ્છનારા એવા મુનિના ગુણોનો તિરસ્કાર કરવા માટે અહંકારને લીધે આ કાર્ય કરવા ઇચ્છો છો, પણ તે યુક્ત નથી; કેમકે તે કાર્ય તો સમગ્ર પ્રકારના દર્પ, દંભ અને ગર્વથી રહિત એવા પુરુષો જ કરી શકે છે.’’ ઇત્યાદિ સાંભળીને રાજા બોલ્યો કે,‘અહો! આ અતિ દુષ્કર કાર્ય મેં અજ્ઞાનથી જ ચિંતવ્યું, કેમકે જ્યારે સર્વથા નિરાશાભાવ પ્રાપ્ત થાય છે, ત્યારે જ તે વ્રતને યોગ્ય સ્વભાવ (આત્મભાવ) પ્રગટ થાય છે.’ પછી રાજાએ તે ભારવાહક પંચાખ્યને કહ્યું કે,‘‘સમસ્ત પુદ્ગલની આશા રહિત એવું મુનિપણું અતૃપ્ત જીવોને એક દિવસ પણ ફરસી શકતું નથી.’’ પંચાખ્ય બોલ્યો કે,‘‘હે રાજા! તે મુનિએ યૌવન અવસ્થા છતાં પણ પ્રત્યક્ષ પ્રાપ્ત થયેલું કાંચન, કામિની અને રાજ્યનું સુખ તૃણમાત્રની જેમ છોડી દઈને જીવન પર્યંત સંયમનો ભાર વહન કરવાનું સ્વીકાર્યું છે, અને તે જ પ્રમાણે તે છેલ્લા શ્વાસોચ્છ્વાસ સુધી પાલન કરશે. મેં પણ શ્રી મુમુક્ષુ (તીર્થંકર) પ્રણીત સ્યાદ્વાદયુક્ત આગમનાં વચનોને સાંભળીને મહાવ્રત ગ્રહણ કર્યા હતા, પરંતુ હું તો તેમાં નપુંસક બળદ જેવો થઈ ગયો. હાથીનો ભાર તો હાથી જ ઉપાડી શકે, ગઘેડો ઉપાડી શકે નહીં. વળી વિશ્વમાં આ સમગ્ર પૃથ્વી, સમુદ્ર, પર્વત અને વૃક્ષો વગેરેનો ભાર ઉપાડવામાં સમર્થ એવા કેટલાક પુરુષોને સાંભળીએ છીએ; પણ આ મહાવ્રતનો ભાર વહન કરવામાં તો તે ક્ષમાવાન મુનિ જ સમર્થ છે, એમ હું માનું છું; તે માટે જ હે રાજન! હું માર્ગમાં તેને વિનયથી નમ્યો છું, તથા તેની પ્રશંસા પણ તેટલા માટે જ કરી છે.’” આ પ્રમાણે પંચાખ્યનાં વચનો સાંભળીને રાજા વગેરે સર્વ જૈન મુનિનો વિનય કરવામાં તત્પર થયા, અને પંચાષ્યની આવી બુદ્ધિથી રંજિત થયેલા રાજાએ તેને પોતાનો હજૂ૨ સેવક કરીને રાખ્યો અને તેની પાસે નિરંતર ધર્મકથા શ્રવણ કરવા લાગ્યો. ', “આ ભારવાહકે જોકે દુ:ખે ઘારણ કરી શકાય તેવા ચારિત્રના ગુણોનો ત્યાગ કર્યો હતો, તોપણ તેણે રાજાદિકને ધર્મના રાગી કર્યા, તેનું કારણ એ કે સર્વ ગુણોના મોટા ભાઈ સમાન વિનયગુણને તેણે છોડ્યો નહોતો અને તે જ ગુણથી તે પરિણામે સર્વોત્તમપણું પામશે.’’ Page #41 -------------------------------------------------------------------------- ________________ ર શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૫ [સ્તંભ ૨૦ વ્યાખ્યાન ૨૯૪ વિનય પુનઃ વિનયનું જ વર્ણન કરે છે बाह्याभ्यन्तरभेदाभ्यां, द्विविधो विनयः स्मृतः । तदेकैकोऽपि द्विभेदो, लोकलोकोत्तरात्मकः॥१॥ ભાવાર્થ-“બાહ્ય તથા અભ્યત્તર ભેદવડે વિનય બે પ્રકારનો કહેલો છે. તે બાહ્ય તથા અભ્યત્તરના પણ લોક અને લોકોત્તર એવા બે બે ભેદ છે.” વિશેષાર્થ–વંદન કરવું, વચનથી સ્તુતિ કરવી, ઊભા થવું, સન્મુખ જવું, એ વગેરે બાહ્ય વિનય કહેવાય છે અને અન્તઃકરણથી વંદનાદિક કરવું, તે અભ્યત્તર વિનય કહેવાય છે. આ બે પ્રકારના વિનયના ચાર ભાંગા થઈ શકે છે. તે આ પ્રમાણે-(૧) કોઈ પ્રાણી માત્ર બાહ્ય વિનય દેખાડે છે, પણ અત્યંતર વિનય હોતો નથી. શીતળાચાર્યની જેમ. (૨) કોઈ પ્રાણી અત્યંતર વિનય કરે છે, પણ બાહ્ય વિનય કરતો નથી, સાતમા દેવલોકના દેવતાની જેમ. તે વિષે પાંચમા અંગમાં કહ્યું છે કે–સાતમા દેવલોકના દેવોએ શ્રી મહાવીરસ્વામીને ભાવથી વંદન કરીને મનવડે જ પ્રશ્ન કર્યો, તેથી પ્રભુએ પણ “મારા સાતસો શિષ્યો મોક્ષ પામશે” એવો ઉત્તર આપ્યો. તે વખતે સંદેહ ઉત્પન્ન થવાથી ગૌતમ વગેરે મુનિઓએ સ્વામીને પૂછ્યું કે, “હે ભગવન્! આ દેવોએ બાહ્ય વિનય કેમ ન કર્યો?” ત્યારે પ્રભુએ આન્તર ભક્તિથી પૂછેલા પ્રશ્નાદિકનું સર્વ વૃત્તાન્ત કહ્યું, તે સાંભળીને તેઓ વિસ્મય પામ્યા. (૩) કોઈ પ્રાણી અતિમુક્તક ઋષિની જેમ બન્ને પ્રકારનો વિનય કરે છે. (૪) કોઈ પ્રાણી ગોષ્ઠામાહિલ અને મંખલીપુત્ર વગેરેની જેમ બેમાંથી એક પ્રકારનો વિનય કરતા નથી. આ બન્ને પ્રકારના વિનય લૌકિક તથા લોકોત્તર ભેદે કરીને બે બે પ્રકારના છે. તેમાં પિતા વગેરેને વિષે બાહ્ય વિનય કરવો તે લૌકિક બાહ્ય વિનય કહેવાય છે, અને તે પિતા વગેરેને વિષે આંતર પ્રીતિથી વંદન, અભ્યસ્થાનાદિક કરવા, તે લૌકિક અભ્યત્તર વિનય કહેવાય છે. લોકોત્તર એવા જૈન માર્ગમાં રહેલા આચાર્યાદિકનો અભ્યસ્થાનાદિક બાહ્ય વિનય કરવો, તે લોકોત્તર બાહ્ય વિનય કહેવાય છે, તથા તે આચાર્યાદિકનું અંતરંગ પ્રીતિથી વિધિવંદનાદિક વડે ધ્યાન કરવું તે લોકોત્તર અત્યંતર વિનય કહેવાય છે. બીજા સર્વ ગુણોથી ભ્રષ્ટ થયા છતાં પણ જો વિનયવાળો હોય તો તે ઘર્મ પામી શકે છે. કહ્યું છે કે अन्यैर्गुणैः प्रभ्रष्टोऽपि, यद्यस्ति विनयो दृढः । भूयो गुणानवाप्रोति, अर्हन्नकनिदर्शनम् ॥१॥ ભાવાર્થ-બીજા ગુણોથી ભ્રષ્ટ થયા છતાં પણ જો વિનય ગુણ દ્રઢ રહ્યો હોય તો તે ફરીથી પણ અર્કન્નકની જેમ ગુણને પામે છે.” અહેજક મુનિનું દ્રષ્ટાંત તગરા નામની નગરીમાં દત્ત નામે શ્રાવક રહેતો હતો. તેને ભદ્રા નામની પત્ની સાથે પાંચ ઇન્દ્રિય સંબંધી સુખ ભોગવતાં અર્વક નામનો પુત્ર થયો. એકદા અર્હન્મિત્ર નામના સૂરિ પાસે Page #42 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૨૯૩] વિનય 33 આર્હત ધર્મ શ્રવણ કરીને વૈરાગ્ય પામેલા દત્તે પોતાની સ્ત્રી અને પુત્ર સહિત દીક્ષા ગ્રહણ કરી. દત્ત મુનિ સારી રીતે ક્રિયાયુક્ત છતાં પણ ‘આગળ જતાં મારો પુત્ર સંયમનું પાલન કરશે’’ એમ ધારીને તથા પુત્ર ઉપરના વાત્સલ્યને લીધે ઉત્તમ ભોજન લાવી લાવીને પુત્રનું પોષણ કરતા હતા, કોઈ પણ વખત પુત્રને ભિક્ષા લેવા મોકલતા નહીં. તે જોઈને બીજા સાધુઓ ‘આ બાળ સાધુ સમર્થ છતાં પણ તેની પાસે શા માટે ભિક્ષા મંગાવતા નથી?’' ઇત્યાદિક મનમાં વિચાર કરતા, પણ તેને કાંઈ પણ કહી શકતા નહીં. કેમકે પુત્રનું પિતા પાલન કરે તેમાં કોણ નિષેધ કરી શકે? પછી કેટલેક કાળે દત્ત મુનિ ઉનાળાના સમયમાં સમાધિથી મરણ પામ્યા. તેના વિયોગથી અર્હત્રક સાધુને મહા દુઃખ પ્રાપ્ત થયું. પિતાના વિરહથી દુ:ખી થયેલા તેને બીજા સાધુઓએ બે ત્રણ દિવસ સુઘી તો આહાર લાવી આપ્યો. પછી તેઓએ અર્હન્નકને કહ્યું કે,‘હવે તું પોતે જ ભિક્ષા માટે અટન કર, તારા પિતાની જેમ હવે હમેશાં કોઈ તને આહાર લાવીને આપશે નહીં.” આ પ્રમાણે કર્ણમાં સીસું રેડ્યા જેવું વચન સાંભળીને અર્હન્નક ખેદયુક્ત થઈ બીજા મુનિઓની સાથે ભિક્ષા માટે ચાલ્યા. પૂર્વે કોઈ પણ વખત તેણે જરા પણ શ્રમ લીધો નહોતો, અને શરીર અત્યંત સુકુમાર હતું, તેથી ગ્રીષ્મ ઋતુના સૂર્યનાં ઉગ્ર કિરણોથી તપેલી ધૂળમાં ચાલવાથી તેના પગ દાઝવા લાગ્યા, માથું પણ સૂર્યના કિરણોથી તપી ગયું, અને તૃષા લાગવાથી મુખ પણ સુકાઈ ગયું. તેવી રીતે ચાલતાં તે અહર્શક મુનિ બીજા સાધુઓથી પાછળ રહી ગયા, એટલે વિશ્રામને માટે કોઈ એક ગૃહસ્થના મહેલની છાયામાં ઊભા રહ્યા. ત્યાં ઊભા રહેલા કામદેવ સમાન આકૃતિવાળા તેમને ચંદ્રના જેવા મુખવાળી અને જેનો પતિ પરદેશ ગયેલો હતો એવી તે ઘરની માલિક સ્ત્રીએ દીઠા. તે બાળ મુનિને જોઈને તેણે વિચાર્યું કે, ‘‘અહો! શું આનું અપૂર્વ સૌન્દર્ય છે કે જે જોવા માત્રથી જ મારા મનનું આકર્ષણ કરે છે! માટે આ યુવાનની સાથે વિલાસ કરીને મારું યૌવન સફળ કરું.’' એમ વિચારીને તેણે તે સાધુને બોલાવવા માટે દાસીને મોકલી. દાસીએ તેને બોલાવ્યા, એટલે તે પણ તેના ઘરમાં ગયા. તેમને આવતા જોઈને હર્ષના ભારથી જેના કુચકુંભ પ્રફુલ્લિત થયા છે એવી તે સ્ત્રી તેની સામે આવી, અને હાસ્યથી મિશ્રિત થયેલા દાંતનાં કિરણોથી અધરોષ્ઠને તેજસ્વી કરતી તથા નેત્રને નીચાં રાખીને વાંકી દૃષ્ટિથી કટાક્ષ કરતી તે સ્ત્રીએ તેમને પૂછ્યું કે,“હે પ્રાણના જીવન સમાન! તમે શું માગો છો?’’ ત્યારે અહર્શક મુનિ બોલ્યા કે,‘હે સારા લોચનવાળી કામદેવની પ્રિયા! હું ભિક્ષા માગું છું.'' તે સાંભળીને તેણે વિચાર્યું કે,‘આ સાધુને હું કામદેવને ઉદ્દીપન કરનારાં ઔષધોથી મિશ્રિત, સિગ્ધ, મધુર અને જોવા માત્રથી જ વિકાર ઉત્પન્ન કરે તેવો આહાર આપીને વશ કરું.'' એમ વિચારીને તેણે મનોહર એવા ઘણા મોદક તેમને આપ્યા. તે પણ પર્યટન કરવાથી ગ્લાનિ પામ્યા હતા, તેથી આવા સુંદર મોદક મળવાથી ઘણો હર્ષ પામ્યા. પછી તે સ્ત્રીએ સ્નેહયુક્ત દૃષ્ટિથી જોતાં જોતાં તેને પૂછ્યું કે,‘હે યુવાન! મારા અંગમાં વ્યાપેલા કામવિકારના તાપસમૂહનું નિવારણ કરવામાં સમર્થ, તથા કદલીના સ્તંભ જેવી કોમળ જંઘાવાળી અને માખણના જેવા સુકુમાર અંગવાળી કમનીય કામિનીઓએ સ્પૃહા કરવા યોગ્ય એવું આ યૌવન પામીને શા માટે પરીષહરૂપી કુઠારવડે વૃક્ષની જેમ આ પ્રફુલ્લ યૌવનરૂપી વાડીનું ઉન્મૂલન કરો છો? વ્રત ગ્રહણ કરવાનો આ સમય નથી. કેટલાક સ્ત્રીસુખની લાલસાવાળા જીવો ક્ષુધા તૃષાદિક કષ્ટ સહન કરે છે, આતુર રહ્યા કરે છે; તોપણ તેઓને સ્વપ્ને પણ તેવા સુખની પ્રાપ્તિ દુર્લભ જણાય છે. તમને તો તેવું સુખ અત્યારે [ભાગ ૫–૩) Jain Education I Page #43 -------------------------------------------------------------------------- ________________ ૩૪ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૫ [તંભ ૨૦ અનાયાસે પ્રાપ્ત થયું છે, માટે આટલા દિવસ પાલન કરેલા વ્રતનું આ ફળ પ્રાપ્ત થયું છે એમ જાણો. વળી ___ कुरूपदुःस्थविरकर्कशांगजनोचिताम् । इमां कष्टक्रियां मुंच, मुधा स्वं वंचयस्व मा ॥१॥ ભાવાર્થ-કુરૂપ, દુઃખી, વૃદ્ધ અને કઠોર અંગવાળા જનોને યોગ્ય એવી આ કષ્ટકારી ક્રિયાને મૂકી દો; ફોકટ તમારા આત્માને છેતરો નહીં. વળી આપણા બેઉનું રૂપ અને શરીર અન્યોન્યના સંગમથી આજે સફળપણાને પામો. જો કદાચ તમને દીક્ષામાં અત્યંત આગ્રહ જ હોય તો ભોગ ભોગવીને પછી વૃદ્ધાવસ્થામાં ફરીથી દીક્ષા ગ્રહણ કરજો.” આ પ્રમાણેનાં તેનાં વચનો સાંભળીને તથા તેના હાવભાવ જોઈને અહંન્નકનું મન વ્રત ઉપરથી ભગ્ન થઈ ગયું. કહ્યું છે કે दृष्टाश्चित्रेऽपि चेतांसि, हरन्ति हरिणीदृशः । किं पुनस्ताः स्मितस्मेरविभ्रमभ्रमितेक्षणाः॥१॥ ભાવાર્થ-“મૃગલીના સરખા નેત્રવાળી સ્ત્રીઓ માત્ર ચિત્રમાં જોઈ હોય તો પણ તે ચિત્તનું હરણ કરે છે, તો પછી હાસ્યથી પ્રફુલ્લિત અને વિલાસથી ભ્રમિત એવાં નેત્રોવાળી સ્ત્રીઓને સાક્ષાત્ જોવાથી ચિત્તનું હરણ થાય તેમાં શું કહેવું?” પછી તેનું વચન અંગીકાર કરીને અહંન્નક તેના જ ઘરમાં રહ્યો, અને અત્યંત આસક્ત થયેલી. તે સ્ત્રીની સાથે સ્વેચ્છાપૂર્વક કામક્રીડા કરવા લાગ્યો. - અહીં સર્વે સાધુઓ ગોચરી લઈને ઉપાશ્રયે આવ્યા, અહંન્નકને જોયો નહીં, તેથી તેમણે તેની શોઘ આખા શહેરમાં કરી પણ કોઈ ઠેકાણે તેનો પત્તો લાગ્યો નહીં, તેથી તેઓએ તે વૃત્તાંત તેની માતા કે જે સાધ્વી થયેલી હતી તેને કહ્યો. તે સાંભળીને સાધ્વી પુત્રપરના અતિ રાગાંઘપણાથી પુત્રશોકવડે જાણે તેના શરીરમાં ભૂત પેઠું હોય તેમ બેભાન જેવી અને ઉન્મત્ત જેવી થઈ ગઈ, અને “હે અહંન્નક! હે અહંન્નક!” એમ ઊંચે સ્વરે ગદ્ગદ કંઠે વિલાપ કરતી શહેરના સર્વ ચૌટા અને શેરીઓમાં ભમવા લાગી. મોહથી ઘેલી બનેલી તે પગલે પગલે અલના પામતી નયનમાંથી પડતા આંસુની ઘારાથી માર્ગની ધૂળને આર્ટ્સ કરતી અને જે કોઈ સામું મળે તેને “મારા પ્રાણથી પણ પ્રિય પુત્ર અહંન્નકને તમે ક્યાંય પણ જોયો છે?” એમ વારંવાર પૂછતી તે આખા નગરમાં અટન કરવા લાગી. તેની આવી ઉન્મત્ત અવસ્થા જોઈને સજ્જન પુરુષોને અનુકંપા આવતી હતી અને દુર્જનો તેની મશ્કરી કરતા હતા. એકદા મહેલની બારીમાં બેઠેલા અહંન્નકે તેને દીઠી. તેની તેવી ઉન્મત્ત સ્થિતિ જોઈ તેને ઓળખીને અહંન્નક વિચાર કરવા લાગ્યો કે, “અહો! મારું કેવું અવિનયપણું! અહો! મેં કેવું દુષ્કર્મ કર્યું! ક્ષણિક સુખને માટે મેં આ સ્ત્રીનાં વચનથી મુક્તિના સુખને આપનારા વ્રતનો ત્યાગ કર્યો, અને આવા દુસહ કષ્ટમાં મારી માતાને નાંખી. લૌકિક શાસ્ત્રમાં અડસઠ તીર્થો કરતાં પણ માતાના વિનયનું ફળ અત્યંત કહેલું છે. તેમાં પણ આ મારી માતા તો જૈનધર્મજ્ઞ હોવાથી અને ચારિત્ર અંગીકાર કરેલી હોવાથી વિશેષ કરીને પૂજ્ય છે. હા! હા! ચારિત્રનો ભંગ કરીને મેં મારા આત્માને Page #44 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૨૯૩] વિનય ૩૫ ભવસાગરમાં નાંખ્યો, એટલું જ નહીં પણ આ મારી માતાના મહાવ્રતનો લોપ થવામાં પણ હું જ સહાયભૂત થયો. અહો! પરંપરાથી મારા પાપમાં કેટલી બધી વૃદ્ધિ થઈ? આ ચંદ્રવદના સ્ત્રીએ પ્રારંભમાં મિષ્ટ લાગે તેવું બહારથી સુંદર પણ પરિણામે અનન્ત દુઃખ આપનાર હાવભાવાદિ રૂપ વિષનું મને પાન કરાવ્યું. તેના લાવણ્યને, સુંદર વેષને અને નિપુણતાને ધિક્કાર છે! આની સર્વ ચતુરાઈ કેવળ નરકને જ આપનારી છે. તે ચેતન! હવે તારે માટે બે માર્ગ છે. એક તો આ ચંદ્રમુખીએ બતાવેલો પાપ માર્ગ અને બીજો આ આર્યાએ બતાવેલો પુણ્ય માર્ગ, આ બે માર્ગમાંથી જે કલ્યાણકારી હોય તેનું તું આચરણ કર; પણ અત્યારે તો મારે મારી દુઃખી માતાના શોકનું ઉમૂલન કરવું યોગ્ય છે.' એમ વિચારીને અર્કન્નક એકદમ તે ઘરમાંથી બહાર નીકળ્યો. તેની પાછળ તે ચંદ્રમુખી પણ એકદમ આવીને વિરહના વિલાપ વગેરે અનેક પ્રકારના અનુકૂળ ઉપસર્ગ કરતી બોલી કે, “હે નિર્દય! હમણા તને સ્ત્રીહત્યાનું પાપ લાગશે. હે કઠોર! શા માટે મને વૃક્ષના શૃંગ ઉપરથી પાડી નાખે છે? શા માટે મને દુઃખરૂપી ચિતામાં હોમે છે? શા માટે માલતીના પુષ્પની માળા જેવી કોમળ, સુંદર અને અકુટિલ એવી મને તજે છે? મને રસીલી બનાવીને હવે વિરસ કેમ કરે છે!” આ પ્રમાણેનાં તેનાં વચનો સાંભળીને અર્કન્નક બોલ્યો કે, “હે પાપસમુદ્ર! ક્ષણિક સુખને માટે આવા ફોગટ વિલાપો શા માટે કરે છે? પહેલાં હું અજ્ઞાનગ્રસ્ત હતો, તેથી તે મને વિલાસમાં પાડી નાંખ્યો, અને મેં ત્રણ લોકને અદ્વિતીય શરણરૂપ પરમાત્માના ઘર્મને દૂષિત કર્યો. હવે અહીં રહેવું મને યોગ્ય નથી. આ મારી માતાને ઘન્ય છે કે જેણે મને વિવેકમાર્ગ દેખાડ્યો. સંસારમાં પડવાના માર્ગ બતાવનાર તો દુનિયામાં ઘણા દેખાય છે, પરંતુ ભવસાગરમાં પડેલાનો ઉદ્ધાર કરવામાં ને તેને પવિત્ર કરવામાં સમર્થ તો મારી માતા સમાન બીજું કોઈ નથી. હવે જીવિત પર્યન્ત ઇન્દ્રની અગ્રમહિષીનું સુખ મળે તો તેને પણ હું ઇચ્છતો નથી, તો પછી મનુષ્યજાતિની સ્ત્રીના સુખની ઇચ્છા તો કેમ જ કરું? મનવચનકાયાએ કરીને મેં સર્વ સંસારસુખનો ત્યાગ કર્યો છે.” ઇત્યાદિ કહીને પછી લગ્ન સહિત વિનયયુક્ત પોતાની માતાને નમીને તે બોલ્યો કે, “હે માતા! આ તમારા કુળમાં અંગારા જેવો અર્કન્નક તમને ગમે છે.” એમ કહીને નેત્રમાં અશ્રુ લાવીને તે માતાને નમ્યો. તેને જોઈને તે માતા સ્વસ્થ ચિત્તવાળી થઈ સતી હર્ષથી બોલી કે, “હે પુત્ર! આટલા દિવસ તું ક્યાં રહ્યો હતો?” ત્યારે અર્કન્નકે દંભરહિતપણે પૂર્વે અભ્યાસ કરેલા પ્રશસ્ત ઘર્મરાગથી અનંતગણા શુભ વૈરાગ્યયુક્ત અધ્યવસાયવાળા થઈને પોતાનું સર્વ વૃત્તાન્ત યથાર્થ કહી આપ્યું.” તે સાંભળીને માતા બોલી કે, “હે વત્સ! હવે તું ફરીથી ચારિત્ર ગ્રહણ કર.” તે બોલ્યો કે, “હે માતા! હમેશાં સંયમક્રિયાનું પાલન કરવું અને દુષ્કર લાગે છે. નિરંતર સુડતાળીશ દોષ રહિત આહાર ગ્રહણ કરવો, એક નિમેષ માત્ર પણ પ્રમાદ કરવો નહીં, “રેમિ ભંતે”ના ઉચ્ચાર સમયથી આરંભીને પ્રાણાંત સમય સુધી અતિચાર રહિત ચારિત્રનું પાલન કરવું. ઇત્યાદિ સાધુની સમગ્ર ક્રિયા નિરંતર કરવા હું શક્તિમાન નથી. હું મહા પાપી છું, તેથી વ્રતનું પાલન કરી શકીશ નહીં, તેથી હે માતા!! જો તમારી આજ્ઞા હોય તો હું અનશન ગ્રહણ કરું.” તે સાંભળીને ભદ્રા સાધ્વી હર્ષ પામતી સતી બોલી કે, “હે ભદ્ર! આ સમયે અનશન પણ તારે માટે યોગ્ય છે; અનંત ભવભ્રમણ કરવામાં નિમિત્તરૂપ વ્રતભંગ યોગ્ય નથી, પરંતુ તે આવા સ્વલ્પ માત્ર પંચ મહાવ્રતનું પાલન કરવામાં ઉદ્વેગ પામે છે, તો અનશન પાળવું તે તો મહા દુષ્કર છે. યોગ્ય માણસને જ તે અનશન Page #45 -------------------------------------------------------------------------- ________________ 39 શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૫ [સ્તંભ ૨૦ પ્રાપ્ત થાય છે. તું તો શુભ અને અશુભ પુદ્ગલોને જોઈને રાગ અને વિરાગ ઘારણ કરે છે, માટે હમણાં તો તારો વિશ્વાસ જ્ઞાનીના વચનથી આવશે, તે વિના આવશે નહીં.’’ અર્હન્નક વિચારવા લાગ્યો કે,“ખરેખર મારી માતાનો રાગ મારા પર અત્યંત છે.’’ પછી માતાની પરીક્ષા કરવા માટે તે બોલ્યો કે,‘હે માતા ! હમણાં થોડા દિવસના મારા વિરહથી તમે આવી દુઃખી અવસ્થા પામ્યા, તો અનશનથી તો મારા શરીરનો સર્વથા નાશ થશે, તે વ્યથા તમે શી રીતે સહન કરશો?'' ભદ્રા બોલી, “હે પુત્ર! તું સત્ય કહે છે, પરંતુ એક વાત કહું તે સાંભળ. તારા વિરહથી દુઃખ પામીને મેં વિચાર્યું હતું કે, મારો પુત્ર ઘર્મ કર્યા વિના ઇન્દ્રાદિકને પણ દુર્લભ એવા સંયમરૂપી રત્નનો તૃણની માફક ત્યાગ કરશે તો સંસારમાં મહા દુઃખો પામશે; તેથી તેને હું તત્કાળ બોઘ કરું.’’ તે સાંભળીને અર્હન્નક બોલ્યો કે,“હે માતા! તમે આ લોકમાં અને પરલોકમાં બન્નેમાં સુખદાયી થયા છો, વધારે શું કહું? તમે મારો સમ્યક્ પ્રકારે ઉદ્ધાર કર્યો છે. પ્રથમ તમે મને જન્મ આપનાર થયા, અને પછી અનંત જન્મનો નાશ કરનાર ધર્મ આપનાર થયા.’’ ઇત્યાદિ માતાની સ્તુતિ કરીને ગુરુ પાસે જઈ તેણે ફરીથી ચારિત્ર લીધું. પછી જ્ઞાનીના વચનથી વિશ્વાસ પામીને માતાએ આજ્ઞા આપી એટલે તેણે સર્વ સાવદ્ય યોગનું પ્રત્યાખ્યાન કરીને, પોતાના દુરિતની નિન્દા કરીને, સર્વ પ્રાણીઓને ખમાવીને, સૂર્યનાં કિરણોથી તપેલી બાહ્ય વનની શિલા ઉપર બેસીને, ચાર શરણ અંગીકાર કરી પાદપોપગમન અનશન ગ્રહણ કર્યું. પછી અતિ દારુણ ઉષ્ણ વેદનાને સમ્યક્ પ્રકારે સહન કરતાં તે અર્હન્નક મુનિ શરીરે અતિ કોમળ હોવાથી માખણના પિંડની જેમ એક મુહૂર્તમાત્રમાં જ ગળી જઈ તત્કાળ સ્વર્ગસુખને પામ્યા. ‘‘ચંદ્રમુખી સ્ત્રીના સ્નેહપાશમાં બંધાયા છતાં પણ અન્નકે પોતાની માતાને જોઈને વિનય તજ્યો નહીં, અને તેથી જ તે ફરીને પોતાના દુષ્કૃતનો ત્યાગ કરી સ્વર્ગનું સુખ પામ્યા.’’ વ્યાખ્યાન ૨૪ તપાચારનો નવમો ભેદ–વૈયાવૃત્ત્વ હવે નવમા વૈયાવૃત્ય નામના તપ વિષે કહે છે— यथार्हं तत्प्रतीकारो, व्याधिपरीषहादिषु । वैयावृत्त्यं तदुद्भाव्यं, विश्रामणाशनादिभिः ॥ १ ॥ ભાવાર્થ-વ્યાધિ અને પરીષહાદિકમાં જેમ ઘટે તેમ તેનો પ્રતીકાર (ઉપાય) કરવો, અને વિશ્રામણા તથા અનશનાદિકે કરીને વૈયાવૃત્ય કરવું.’ વિશેષાર્થ—વિશ્રામણા એટલે ગ્લાન મુનિને અથવા માર્ગમાં અટન કરવાથી શ્રમિત થયેલા મુનિને નિવૃત્તિ માટે તેનાં હાથ, પગ, પૃષ્ઠ, જાંઘ વગેરે અવયવોને હાથની મુષ્ટિથી દબાવવાં તે. તે વિશ્રામણા ગુરુ વગેરેની અવશ્ય નિરંતર કરવી જોઈએ. અશન એટલે આહાર, વસ્ત્ર, પાત્ર વગેરે આપીને શક્તિ પ્રમાણે અનુકૂળ વર્તન કરવું તે. આ વિશ્રામણા કરવા વડે અને અશનાદિક આપવા વડે વૈયાવૃત્ય કરી કહેવાય છે. આવું વૈયાવૃત્ય સર્વને અવશ્ય કરવા લાયક છે. આ વિષય ઉપર ઘણાં દૃષ્ટાંતો છે. તેમાં ભરતચક્રી તથા બાહુબલીએ પોતાના પૂર્વભવમાં હમેશાં પાંચસો સાધુઓને Page #46 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૨૯૪] તપાચારનો નવમો ભેદ–વૈયાવૃત્ય ૩૭ અન્ન પાણી લાવી આપવાનો તથા વિશ્રામણા કરવાનો અભિગ્રહ લીધો હતો, તેનાં તથા વસુદેવના જીવ નંદિષેણ મહર્ષિએ રોગી સાધુનું વૈયાવૃત્ય કરવાનો અભિગ્રહ લીધો હતો તેનાં દ્રષ્ટાંત જાણવાં, તથા પરિષહ ઉપસર્ગ થાય ત્યારે તેનો પ્રતિકાર અવશ્ય કરવો. તે ઉપર હરિકેશી મુનિનું વૈયાવૃત્ય કરનાર તિંદુક નામના યક્ષનું દ્રષ્ટાંત છે, તે શ્રી ઉત્તરાધ્યયનસૂત્રથી જાણી લેવું. આ વૈયાવૃત્યનું ફળ સૂત્રમાં વિશેષ અઘિક વર્ણવ્યું છે, તે આ પ્રમાણે“वेयावच्चेण भंते जीवे किं जणइ? गोयमा ! निच्चगोयं कम्मं न बंधई" वेयावच्चं निययं करेह, उत्तमगुणे धरंताणं । सव्वं किर पडिवाई, वेयावच्चं अपडिवाइ॥१॥ पडिभग्गस्स मयस्स व, नासइ चरणं सुअं अगुणणाए । न हु वेयावच्चं चिअ, असुहोदय नासए कम्मं ॥२॥ ભાવાર્થ-ગૌતમ સ્વામી પૂછે છે કે, “હે ભગવન્! વૈયાવૃત્ય કરવાથી જીવને શું ઉત્પન્ન થાય?” પ્રભુ કહે છે કે, “હે ગૌતમ! વૈયાવચ્ચ કરનાર નીચ ગોત્ર કર્મ બાંધે નહીં.” વળી નિરંતર વૈયાવૃત્ય કરવું જોઈએ. જો કે બીજા ઉત્તમ ગુણો કોઈ ઘારણ કરે, પણ તે સર્વ ગુણો કોઈ વાર પ્રતિપાતી થાય છે (ભ્રષ્ટ થાય છે); પણ વૈયાવૃત્ય ગુણ અપ્રતિપાતી છે, તે ગુણથી પ્રાણી ભ્રષ્ટ થતો નથી. (૧) મદે કરીને ભ્રષ્ટ થયેલા માણસનું ચારિત્ર નષ્ટ થાય છે, અને આવૃત્તિ વિના (વારંવાર સંભાર્યા વિના) શ્રત નષ્ટ થાય છે. પણ વૈયાવૃત્ય ગુણ કદાપિ નાશ પામતો નથી, અને અશુભોદયવાળા કર્મનો નાશ કરે છે.(૨) આ વૈયાવૃત્ય કરવાનું તથા ન કરવાનું ફળ વિપુલમતિના દ્રષ્ટાંતથી જાણવું. કહ્યું છે કે गुरुभत्ति अकुणंतो, कुगइ जीवा लहंति पूणरवि । तं च कुणंतो सुगइ, विउलमइ इत्थ दिटुंतो ॥१॥ ભાવાર્થ-“ગુરુની ભક્તિ નહીં કરવાથી જીવો કુગતિને પામે છે અને પાછા ગુરુભક્તિ કરવાથી સારી ગતિને પામે છે, તે ઉપર વિપુલમતિનું દ્રષ્ટાંત છે.” તે આ પ્રમાણે વિપુલમતિની કથા વિરાટ દેશમાં વિજયપુરી નામે નગરી છે. તેમાં શ્રીડ નામે રાજા રાજ્ય કરતો હતો. તે રાજાનો બહુ માનીતો જિનદત્ત નામે શ્રેષ્ઠી પરમ શ્રાવક હતો. તે શ્રેષ્ઠીને બુદ્ધિવાળી વિપુલમતિ નામે પુત્રી હતી. તે જ નગરીમાં ઘનમિત્ર નામે એક શ્રાવક રહેતો હતો, તે જિનદત્તનો મિત્ર હતો. તે બન્ને મિત્રો જૈનઘર્મ પાળતા હતા. એકદા શિયાળાની ઋતુ આવી. શીતઋતુનું વર્ણન કોઈ કવિએ ભોજરાજાની પાસે કર્યું છે કે शीते त्राणपटी न चास्ति शकटी भूमौ च घृष्टा कटी, निर्वाता न कुटी न तंडुलपुटी तुष्टिर्न चैका घटी । वृत्ति रभटी प्रिया न गुमटी तनाथ मे संकटी, श्रीमन् भोज तव प्रसादकरटी भक्ता ममापत्तटी ॥१॥ Page #47 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૫ [સ્તંભ ૨૦ ભાવાર્થ-“આ ટાઢની ઋતુમાં મારી પાસે શીતથી રક્ષણ કરનારું વસ્ત્ર નથી, તાપવા માટે સગડી નથી, પૃથ્વીપર કટી ઘસવી પડે છે, અર્થાત્ ભૂમિપર પાથરવાનું પણ સાઘન નથી, તેમાં વાયુનો સંચાર ન થાય એવી ઝૂંપડી નથી, ખાવા માટે ચપટી ચોખા નથી, એક ઘડી પણ પ્રસન્નતા નથી, સારી રીતે વૃત્તિ થાય તેવું સાધન નથી અને સુંદર સ્ત્રી નથી. હે સ્વામી! એ સર્વ પ્રકારનાં મારે સંકટો છે, તોપણ હે ભોજરાજા! તમારા પ્રસાદરૂપ હાથીએ મારી આપત્તિરૂપ નદીને ભાંગી નાંખી છે, અર્થાત્ સર્વ આપત્તિ મટાડી દીધી છે.” रात्रौ जानुर्दिवा भानुः कृशानुः संध्ययोर्द्धयोः । राजन् ! शीतं मया नीतं, जानुभानुकृशानुभिः॥२॥ ભાવાર્થ-“રાત્રિએ જાનુ, દિવસે ભાન (સૂર્ય) અને બન્ને સંધ્યાસમયે કશાન (અગ્નિ) શીતની રક્ષા કરનાર છે, તેથી હે રાજા! જાનુ, ભાનુ અને કૃશાનુએ કરીને મેં શીતનો નાશ કર્યો છે.” આવા ટાઢના વખતમાં એકદા ઘનમિત્રે જિનદત્તને કૌતુકથી કહ્યું કે–“કોઈ પણ માણસ ગામ બહારના ઉદ્યાનમાં ઠંડા જળથી ભરેલા તળાવમાં આ માઘ માસને સમયે આખી રાત્રી સુધી કંઠપ્રમાણ જળમાં ઊભો રહે તો તેને હું એક લાખ દીનાર આપું.” તે સાંભળીને લોભી જિનદત્તે સર્વ લોકની સમક્ષ તેમ કરવાનું અંગીકાર કર્યું, અને આખી રાત્રિ તેવી જ રીતે નિર્ગમન કરી. પછી પ્રભાતે આવીને ઘનમિત્રને કહ્યું કે, “મને લાખ દીનાર આપ.” ઘનમિત્ર બોલ્યો કે, “તું આખી રાત્રિ તેવી જ રીતે રહ્યો છે તેની ખાતરી શી?” જિનદત્ત બોલ્યો કે, “તારા ઘરમાં આખી રાત્રિ દીવો બળતો હતો, તે નિશાનીથી તારે ખાતરી માનવી.” ઘનમિત્ર બોલ્યો કે, “ત્યારે તો દીવો જોવાથી તારી ટાઢ જતી રહી, માટે હવે તને ઘન નહીં આપું.” તે સાંભળીને જિનદત્ત ખેદયુક્ત ચિત્તે ઘેર ગયો. તેને ચિંતાતુર જોઈને વિપુલમતિ પુત્રી બોલી કે, “હે પિતા! તમે ખેદ કરો મા, તમને જે રીતે ઘનની પ્રાપ્તિ થશે તેમ હું કરીશ.” પછી પુત્રીના કહેવાથી જિનદત્તે ભર ઉનાળામાં ઘનમિત્રને પોતાને ઘેર ભોજનનું આમંત્રણ કર્યું. મધ્યાહ્ન સમયે તેને જમવા બેસાડ્યો. ભોજનમાં મીઠાવાળો અને સ્નિગ્ધ પદાર્થ વિશેષ હતો, તેથી ભોજન કરતાં ઘનમિત્રે વચમાં પાણી પીવા માગ્યું. તે વખતે જિનદત્તે શીતળ જળની ભરેલી ગાગર દેખાડીને કહ્યું કે, “જેમ તે વખતે શિયાળામાં દીવો જોવાથી મારી ટાઢ નાશ પામી હતી, તેમ આજે આ પાણીની ગાગર જોવાથી તારી તૃષા પણ નાશ પામો.” ઘનમિત્ર આનો જવાબ આપી શક્યો નહીં, એટલે તે હારી ગયો; તેથી શરતમાં ઠરાવેલા લાખ રૂપિઆ તેણે જિનદત્તને આપ્યા. પછી જિનદત્તે તેને જળ આપ્યું. - ભોજન કર્યા પછી ઘનમિત્ર પોતાને ઘેર ગયો અને વિચારવા લાગ્યો કે, “આ બુદ્ધિ કોની?” તે વખતે કોઈએ કહ્યું કે, “જિનદત્તની પુત્રી વિપુલમતિની.” તે સાંભળી ઘનમિત્રે પરણવા માટે વિપુલમતિનું માગું કર્યું. પણ જિનદત્તે વિચાર્યું કે, “મારી પુત્રી હું એને આપીશ તો તે ક્રોધથી તેનું વિરૂપ કરશે.” એમ ઘારીને તેને આપી નહીં. ત્યારે વિપુલમતિ બોલી કે, “હે પિતા! મને ઘનમિત્ર સાથે પરણાવો. બુદ્ધિના પ્રસાદથી બધું સારું થશે.”કેમકે यस्य बुद्धिर्बलं तस्य, निर्बुद्धेश्च कुतो बलम् । बद्धो गजो वने मत्तो, मूषकैः परिमोचितः॥१॥ ૧. પગ સંકોચીને સૂવાથી ટાઢ થોડી લાગે છે. Personal use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૨૯૪]. તપાચારનો નવમો ભેદ-વૈયાવૃત્ય ૩૯ ભાવાર્થ-“જેને બુદ્ધિ છે તેને જ બળ છે, નિર્બદ્ધિને બળ ક્યાંથી હોય? વનમાં મદોન્મત્ત હાથીને બાંધેલો હતો તેને બુદ્ધિમાન ઉદરે મુક્ત કર્યો હતો.” (આ દ્રષ્ટાંત પંચતંત્રમાંથી જાણી લેવું.) પુત્રીનાં આવાં વચન સાંભળી જિનદત્તે ઘનમિત્રની સાથે તેને પરણાવી. વિવાહ થયા પછી ઘેર લઈ જઈને ઘનમિત્રે વિપુલમતિને પાણી વિનાના એક કૂવામાં નાંખી, અને તેને કહ્યું કે, “તને પુત્ર થાય ત્યાં સુધી કપાસ કાંતતી અને કાંગના ચોખા ખાતી એમાં રહેજે. હું દ્રવ્ય ઉપાર્જન કરવા માટે પરદેશ જાઉં છું.” એમ કહીને ઘનમિત્ર પરદેશ ગયો. પછી વિપુલમતિએ તે કૂવાથી પિતાના ઘર સુધી સુરંગ ખોદાવી અને તે રસ્તે તે પોતાના પિતાને ઘેર ગઈ. કૂવામાં પોતાને ઠેકાણે એક ચાકરને રાખ્યો. તે હમેશાં કાંગના ચોખા ગ્રહણ કરતો. કાંતવા આપેલો કપાસ પિતાને સોંપ્યો અને કંતાવી રાખવા કહ્યું. પછી “જ્યાં મારો પતિ છે, ત્યાં હું જાઉં છું.” એમ કહીને તે પતિવાળા ગામે ગઈ. ત્યાં વેશ્યાની વૃત્તિથી પતિને વશ કરી તેની સાથે ક્રીડા કરવા લાગી. અનુક્રમે તેનાથી પત્ર થયો. પછી પતિની પહેલાં જ તે પોતાને ઘેર આવી અને કૂવામાં રહી. કેટલેક દિવસે ઘનમિત્ર ઘેર આવ્યો, ત્યારે તેને તેના આમજનોએ કહ્યું કે, “તારી સ્ત્રીને કૂવામાંથી બહાર કાઢ.” ઘનમિત્રે તેને બહાર કાઢી તો સૂત્ર અને પુત્ર સહિત તે બહાર નીકળી. ઘનમિત્રે તેને ઓળખી એટલે તે આશ્ચર્ય પામ્યો. પછી તેણે વિપુલમતિને ઘરની સ્વામિની કરી. લોકમાં વિપુલમતિની ઘણી પ્રતિષ્ઠા થઈ. એકદા તે નગરીમાં ભવદેવ નામના સૂરિ આવ્યા. ઘનદત્ત સ્ત્રી સહિત તેમને વાંચવા માટે ગયો. ગુરુને વાંદીને તેણે પૂછ્યું કે, “હે સ્વામી! આ મારી સ્ત્રીએ પૂર્વ ભવમાં શું પુણ્ય ઉપાર્જન કર્યું છે કે જેના પ્રસાદથી તેને આવી તીક્ષ્ણ બુદ્ધિ પ્રાપ્ત થઈ છે?” ગુરુ બોલ્યા કે, “હે મહાભાગ્યવાનું! કુસુમપુર નામના નગરમાં ભાનુદેવને રોહિણી નામે બાળવિઘવા પુત્રી હતી. એકદા તેને ઘેર પરગામથી કોઈ ગૃહસ્થ વણિકનો પુત્ર આવ્યો. તેને જોઈને રોહિણીને કામવિકાર ઉત્પન્ન થયો, તેથી તેણે તેના સામું કટાક્ષપૂર્વક ચપળ દ્રષ્ટિથી જોયું. તે વખતે આહાર લેવા આવેલા શીલસાર મુનિ તે સમજી ગયા. કહ્યું છે કે जइविन सइन संपज्जइ, न हु अझाएइ हिअयमज्झंमि । मयणाउरस्स दिठ्ठी, लक्खिजइ तहवि लोएण ॥१॥ ભાવાર્થ-જો કે પોતાને સ્ત્રી નથી, સ્ત્રીની ઇચ્છા નથી, તેને હૃદયમાં ધ્યાતા નથી, તો પણ બુદ્ધિમાન મુનિ જોવા માત્રથી મદનાતુરની દ્રષ્ટિને સમજી શકે છે. પછી અહો! કામદેવનો પ્રચાર અતિ દુર્જય છે” એમ વિચારતાં તે મુનિ ત્યાંથી ચાલ્યા ગયા. તે શીલસાર મુનિ અનુક્રમે સમગ્ર સૂત્ર અર્થનો અભ્યાસ કરી ગીતાર્થ થયા. તેથી ગુરુએ તેને આચાર્યપદે સ્થાપન કર્યા. અનુક્રમે વિહાર કરતાં એકદા ભવ્ય જીવોને પ્રતિબોઘ કરવા માટે તે કુસુમપુરે પઘાર્યા, ત્યાં દેશના આપી. તે સાંભળીને રોહિણી પ્રતિબોઘ પામી અને દીક્ષા લેવા તૈયાર થઈ. દીક્ષા લેવાને સમયે ગુરુએ કહ્યું કે जहा सुविसुद्धे कुडे, लिहिअ चित्तं विहाइ रमणिज्जं । तह अणइयार जीवे, समत्तं गुणकरं होइ॥१॥ ૧. ઘનમિત્રે કહેલી હકીકતની જિનદત્તને ખબર પડ્યા પછી કોઈ માણસ દ્વારા વિપુલમતિએ કહેવરાવેલી યુક્તિ પ્રમાણે આ સુરંગ ખોદાવી. ૨. સૂત્ર એટલે કાતેલું સૂતર. Page #49 -------------------------------------------------------------------------- ________________ ૪૦ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૫ जह लंघहणिअरस्स, रोगिणो ओसहं गुणाय भवे । आलोयणा विसुद्धस्स, धम्मकम्मं तहा सयलं ॥२॥ [સ્તંભ ૨૦ ભાવાર્થ-જેમ શુદ્ધ કરેલી ભીંત ઉપર ચીતરેલું ચિત્ર રમણીય લાગે છે, તેવી જ રીતે અતિચાર રહિત શુદ્ધ જીવને વિષે રહેલું સમકિત અઘિક ગુણકારી થાય છે. જેમ લંધન કરેલા રોગીને ઔષધ ગુણકારી થાય છે, તેમ આલોયણા રૂપી લંઘનથી વિશુદ્ધ થયેલા જીવને સર્વ ધર્મકાર્ય ગુણકારી થાય છે. તે સાંભળીને રોહિણીએ સર્વ પાપની આલોચના લીઘી, પણ પેલા દૃષ્ટિવિકા૨ની આલોચના લીધી નહીં. ત્યારે ગુરુ બોલ્યા કે,“હે મહા અનુભાવવાળી! તે દિવસે હું તારે ઘેર આહાર લેવા આવ્યો હતો, તે વખતે મેં તારો દૃષ્ટિવિકાર સાક્ષાત્ જોયો હતો, તેની આલોચના કેમ કરતી નથી?’’ રોહિણીએ જવાબ આપ્યો કે,‘તે વણિકપુત્રની સામે મેં માત્ર સહજ જ જોયું હતું; રાગથી જોયું નહોતું.' તે સાંભળીને ગુરુએ તેને લક્ષ્મણા આર્યાનું દૃષ્ટાંત આપીને ઘણું સમજાવી તોપણ તેણે માન્યું નહીં, અને કહેવા લાગી કે,‘વારંવાર કહીને ખોટું દૂષણ શા માટે આપો છો? જો આપને ખોટું દૂષણ આપવું જ હોય તો મારે ચારિત્ર જ લેવું નથી.’’ એમ બોલીને સમ્યક્ત્વ ગ્રહણ કરેલી તે ગુરુ ઉપર દ્વેષ કરીને પોતાને ઘેર ચાલી ગઈ. પછી પ્રતિસમયે ઊભરાતા દ્વેષથી તે નિરંતર ગુરુની નિંદા કરવા લાગી. અનુક્રમે તેવા જ દુર્ધ્યાનમાં મૃત્યુ પામીને તે કૂતરી થઈ. ઋતુ વખતે તેના ગુહ્યસ્થાનમાં અનેક કૃમિ ઉત્પન્ન થયા, તેથી વ્યથાથી મરણ પામીને તે સર્પિણી થઈ. ત્યાં દાવાનળથી બળી મરીને નરકે ગઈ. ત્યાંથી નીકળીને વાઘણ થઈ, ત્યાં પારઘિના બાણથી મૃત્યુ પામીને પાછી નરકે ગઈ. ઇત્યાદિ તિર્યંચ તથા નરકમાં અસંખ્ય વાર ઉત્પન્ન થઈને અત્યંત દુઃસહ દુઃખો પામી. પછી મનુષ્યપણામાં ઘણી વાર સ્ત્રીપણું પામીને દુર્ભાગ્ય, દારિદ્રય, વ્યાધિ, શોક, પતિવિયોગ વગેરે અનેક પ્રકારનાં દુઃખો ભોગવીને અસંખ્ય કાળે ઘન્ય નામના પુરમાં ગોવર્ધન શેઠની ઘની નામે પુત્રી થઈ. તે યુવાવસ્થા પામી એટલે તેને નગરશેઠના પુત્રે જોઈ, અને તેના સ્વરૂપથી મોહિત થઈ તેની માગણી કરીને તે તેને પરણ્યો. પછી શયનગૃહમાં સૂવા ગયો. તે વખતે તેના અંગનો સ્પર્શ થતાં જ તેને એવો તાપ લાગ્યો કે જાણે જાજ્વલ્યમાન અગ્નિના તાપમાં પડ્યો હોય. આવો તાપ સહન નહીં થવાથી તે રાત્રિમાં જ જતો રહ્યો. પ્રાતઃકાળે પુત્રીને રુદન કરતી જોઈને તેના પિતાએ તેને ઘીરજ આપી. પછી પોતાના ઘરના ગોવાળને ઘરજમાઈ કરીને તેની સાથે પરણાવી. તે ગોવાળ પણ તેના સ્પર્શથી તાપ પામીને તેને મૂકીને નાસી ગયો. પછી શોકાતુર થયેલી પુત્રીને તેના પિતાએ કહ્યું કે,‘“હે પુત્રી! આપણા કુળને અયોગ્ય એવો તારો પુનર્વિવાહ પણ મેં કર્યો, તોપણ તારા પૂર્વકર્મના પ્રભાવથી દુર્ભાગ્ય જ આગળનું આગળ આવીને ઊભું રહે છે. હવે તું દાનાદિક ધર્મક્રિયામાં તત્પર થઈને મારા ઘરમાં જ રહે.” ઘનીએ તે વાત કબૂલ કરી, અને પિતાના કહેવા પ્રમાણે ધર્મક્રિયા કરવા લાગી. એકદા ત્યાં કોઈ સાધુઓ આવ્યા, તેમને વંદના કરીને ઘનીએ પૂછ્યું કે,‘હે ગુરુ! એવો કોઈ મંત્ર, જંત્ર કે તંત્ર છે કે જેથી મને સૌભાગ્યની પ્રાપ્તિ થાય, અને હું યુવાન પુરુષને સ્પૃહા કરવા લાયક થાઉં?’’ મુનિએ જવાબ આપ્યો કે,“અમે કાંઈ જાણતા નથી, પણ પુષ્પાકર ઉદ્યાનમાં Page #50 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૨૯૪] તપાચારનો નવમો ભેદ–વૈયાવૃત્ય ૪૧ અમારા ગુરુ શીલાકર નામના આચાર્ય પધાર્યા છે, તે સર્વ જાણે છે.” તે સાંભળીને ઘની આચાર્ય મહારાજ પાસે ગઈ, અને વંદના કરીને તેને પણ પ્રથમની જેમ સૌભાગ્યમંત્રાદિ માટે પૂછ્યું. આચાર્ય બોલ્યા કે तिलुक्कवसीकरणो, समत्तमणचिंतिअथ्थसंजणणो । जिणपन्नत्तो धम्मो, मंतो ते चेव न हु अन्नो॥१॥ जेहिं विहिओ न धम्मो, पुव्वं ते एथ्थ दुथ्थिया जीवा । વિંt પર વારિÉ, ચિંતારવિ સંપ ારા ભાવાર્થ-“ત્રણે લોકને વશ કરનાર અને સમગ્ર મનચિંતિત પદાર્થને આપનાર એવો એક જિનેશ્વરકથિત ઘર્મરૂપી મંત્ર જ શ્રેષ્ઠ છે; બીજો કોઈ મંત્ર તેવો નથી. જેણે પૂર્વ જન્મમાં ઘર્મનું અનુષ્ઠાન કર્યું નથી તેઓ જ આ જન્મમાં દુઃખી થાય છે; બાકી જેને ચિંતામણિ રત્ન પ્રાપ્ત થયું હોય તેની પાસે શું દારિય રહી શકે?” તે સાંભળીને ગોવર્ધન શેઠે પૂછ્યું કે, “હે ગુરુ! આ મારી પુત્રીએ પૂર્વ જન્મમાં કેવું પાપકર્મ કર્યું છે કે જેથી આ ભવમાં આવા દુર્ભાગ્યથી કલંક્તિ થઈ?” આચાર્ય બોલ્યા કે, “આ તારી પુત્રીએ પ્રથમ રોહિણીના ભવમાં ગુરુની અવજ્ઞા કરી હતી, તેથી અસંખ્ય જન્મમાં અનેક દુઃખો અનુભવીને આ ભવે તારી પુત્રી થઈ છે. પૂર્વભવનું કર્મ ભોગવવું કાંઈક બાકી રહ્યું છે, તેથી આ જન્મમાં પણ તેને આવું દુર્ભાગ્ય પ્રાપ્ત થયું છે.” આ પ્રમાણે સાંભળતાં જ ઘનીને જાતિસ્મરણજ્ઞાન પ્રાપ્ત થયું, તેથી તેણે પોતાના પૂર્વભવ દીઠો એટલે તે બોલી કે, “હે પૂજ્ય ગુરુ! આપનું કહેવું સત્ય છે.” ગુરુ બોલ્યા કે– इहलोइए वि कज्जे, सुगुरुं पणमंति माणवा निच्चं । किं पुण परलोअपहे, धम्मायरिअं पईवसमं ॥४॥ ભાવાર્થ-“મનુષ્યો આ લોકનાં કાર્યોમાં પણ સદ્ગુરુને હમેશાં નમે છે, તો પછી પરલોકના માર્ગમાં પ્રદીપ સમાન આચાર્યને નમવું તેમાં તો શું કહેવું?” આ પ્રમાણે સાંભળીને ઘની પૂર્વે કરેલાં પાપની આલોચના કરીને ગુરુ પાસે બાર વ્રતરૂપ ગૃહસ્થઘર્મ ગ્રહણ કરી ઘર્મક્રિયામાં તત્પર થઈ સતી તીવ્ર તપ કરવા લાગી. પારણાને દિવસે વસ્ત્ર, અન્ન, પાન, પાત્ર, શય્યા વગેરે જે જે જેને અનુકૂળ હોય તે તેમને (સાધુઓને) પ્રાસક અને એષણીય આપવા લાગી. પછી મનના ઉલ્લાસ પૂર્વક શુભ પરિણામે કરીને તે ઘનીએ ચારિત્ર ગ્રહણ કર્યું, અને અતિચાર રહિત ચારિત્રનું પ્રતિપાલન કરીને સૌઘર્મ દેવલોકમાં ઉત્પન્ન થઈ. ત્યાંથી ચ્યવીને આ તારી વિપુલમતિ નામે સ્ત્રી થઈ છે. ગુરુની ભક્તિ કરવાથી તેની આવી નિર્મળ બુદ્ધિ થઈ છે, અને ભોગસંપત્તિ પણ પ્રાપ્ત થઈ છે.” આ પ્રમાણે પોતાના પૂર્વભવનું વૃત્તાંત ગુરુમુખથી સાંભળીને તે વિપુલમતિને જાતિસ્મરણજ્ઞાન થયું, તેથી સંશય રહિત થઈને હર્ષથી તેણે ગુરુને પૂછ્યું કે, “હે સ્વામી! વૈયાવૃત્યના કેટલા પ્રકાર છે?” ગુરુ બોલ્યા કે, “હે ભાવિક સ્ત્રી! વૈયાવૃત્યના દશ પ્રકાર છે– आयरिय उवज्झाए, थेर तवसी गिलाण सेहे अ । साहम्मिय कुल गण, संघसंगयं तमिह कायव्वं ॥४॥ Page #51 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૫ [સ્તંભ ૨૦ ભાવાર્થ-આચાર્ય, ઉપાધ્યાય, ૧સ્થવિર, તપસ્વી, ગ્લાન (રોગી), નવદીક્ષિત શિષ્ય, સાધર્મિક, કુળ, વૈગણ અને સંઘ એ દશના સંબંધમાં જે વૈયાવચ્ચ કરવી તે દશ પ્રકાર જાણવા.’’ આ પ્રમાણે સાંભળીને વિપુલમતિ નિરંતર વૈયાવૃત્ય કરવામાં તત્પર થઈ. અનુક્રમે મૃત્યુ પામીને સ્વર્ગે ગઈ. ત્યાંથી ચ્યવી થોડા કાળમાં સિદ્ધિસુખને પામશે. “આ અત્યંતર તપનું નિરંતર આરાધન કરનાર પ્રાણી આહાર કરતાં છતાં પણ તપનું ફળ પામે છે. આ તપનું ફળ પ્રત્યક્ષ જોઈને વિપુલમતિએ તે તપ સ્વીકાર્યું અને તેથી ધ્રુવ (મોક્ષ) પદને પામી.’” ૪૨ વ્યાખ્યાન ૨૯૫ તપાચારનો દશમો ભેદ–સ્વાધ્યાય હવે દશમા તપાચાર વિષે કહે છે– स्वाध्यायः पंचधा प्रोक्तो, महतीनिर्जराकरः । तपोपूर्त्तिरनेन स्यात्, सर्वोत्कृष्टस्ततोऽर्हता ॥ १ ॥ ભાવાર્થ-સ્વાધ્યાયના પાંચ પ્રકાર છે, તે કર્મની મોટી નિર્જરાના કરનારા છે. એના વડે તપની પૂર્ણતા થાય છે, માટે જ અરિહંતે તે સ્વાધ્યાય તપને સર્વોત્કૃષ્ટ તપ કહેલું છે.’’ સ્વાધ્યાયના પાંચ પ્રકાર છે તેમાં (૧) પહેલો પ્રકાર વાચના છે. વાચના એટલે સૂત્ર તથા અર્થનો અભ્યાસ કરવો અને કરાવવો તે. તે પ્રકાર વજસ્વામી અને ભદ્રબાહુ સ્વામી વગેરેની જેમ નિરંતર કરવો. (૨) બીજો પૃચ્છના સ્વાઘ્યાય છે. સૂત્ર તથા અર્થ સંબંધી સંદેહ દૂ૨ ક૨વા માટે અને તેને હૃદયમાં દૃઢ કરવા માટે બીજા વિશેષ જ્ઞાતાને પૂછવું તે પૃચ્છના કહેવાય છે. તે પૃચ્છના ચિલાતીપુત્ર, મહાબલનો જીવ, સુદર્શન શેઠ અને હરિભદ્ર બ્રાહ્મણ વગેરેની જેમ અવશ્ય કરવી. (૩) ત્રીજો પરાવર્તના નામનો સ્વાધ્યાય છે. ભણી ગયેલા સૂત્રાદિક વીસરી ન જવાય માટે તેનું વારંવાર ગણવુંઆવૃત્તિ કરવી તે પરાવર્તના કહેવાય છે. તે અતિમુક્તક તથા ક્ષુલ્લક ઋષિની જેમ કરવું, તથા વણકરની જેમ વિસ્તારવું. કોઈ એક વણકર પાંજણી પાતાં તે તંતુઓના પ્રાંત ભાગને પકડીને બન્ને છેડે ઊભી રહેલી પોતાની બે સ્ત્રીઓ પાસે જ્યારે જ્યારે જતો ત્યારે ત્યારે કુચમર્દન તથા અધરચુંબનાદિ કરતો હતો. તેની આ પ્રમાણેની ચેષ્ટા માર્ગે જતા કોઈ મુનિએ જોઈ, એટલે તે ઊભા રહ્યા. તે વખતે વણકરે મુનિને કહ્યું કે,“હે સાધુ! તમે શું જુઓ છો? આવું સુખ તમે ક્યાંય જોયું છે? તમારે તો સ્વપ્રમાં પણ આવું સુખ ક્યાંથી હોય?' આ પ્રમાણે અભિમાનવાળું તેનું વચન સાંભળીને મુનિએ અવધિજ્ઞાનનો ઉપયોગ દીધો. તેથી તે વણકરનું માત્ર એક ક્ષણનું જ આયુષ્ય બાકી રહેલું જોઈને તેને પોતાની પાસે બોલાવીને કહ્યું કે,‘“હે ભદ્ર! કેટલી વખત જીવવા માટે આવી કામચેષ્ટા કરે છે? તારું આયુષ્ય તો હમણાં જ પૂર્ણ થવાનું છે.'' તે સાંભળીને વણકર ભય પામીને બોલ્યો કે,‘‘ત્યારે તમે મને કાંઈ પણ જીવવાનો ઉપાય કહો.'' પછી મુનિએ તેને નવકાર મંત્ર આપ્યો. તે મંત્રને એક વાર ગણીને તેનું પરાવર્તન કરતો તે મૃત્યુ પામીને સ્વર્ગે ગયો. પોતાના પતિનું અકસ્માત્ મૃત્યુ ૧. વૃદ્ધ મુનિ, ૨. એક સૂરિનો પિરવાર ૩. ઘણા આચાર્યોનો પરિવાર Page #52 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૨૫] તપાચારનો દશમો ભેદ–સ્વાધ્યાય ૪૩ જોઈને તેની સ્ત્રીઓએ મુનિને કલંક ચડાવ્યું કે, “તમે મારા સ્વામીને મૂઠ વગેરે પ્રયોગથી મારી નાંખ્યો.” મુનિએ તેમને ઘણો ઉપદેશ તથા શિખામણ આપી, પણ તે સ્ત્રીઓએ પોતાનો કદાગ્રહ છોડ્યો નહીં, અને ગામના લોકોને ભેગા કરી મુનિને કલંક આપવા લાગી. મુનિ પણ તે દેવના આગમનની રાહ જોતા ત્યાં જ ઊભા રહ્યા. એટલામાં તે વણકર દેવ પોતાના ગુરુના ઉપકારનું સ્મરણ થતાં તત્કાળ ત્યાં આવ્યો, અને ગામના લોકોને તથા પોતાની સ્ત્રીઓને સર્વ વૃત્તાંત કહીને તેમની શંકા દૂર કરી, ગુરુને નમી તથા સ્તવીને સ્વર્ગે ગયો. (૪) ચોથો અનુપ્રેક્ષા નામનો સ્વાધ્યાય છે. અનુપ્રેક્ષા એટલે સૂત્રાર્થનો મુખથી ઉચ્ચાર કર્યા વિના મનમાં ધ્યાન કરવું તે. કાયોત્સર્ગાદિકમાં અને અસ્વાધ્યાયને દિવસે મુખે પરાવર્તન થઈ શકે નહીં. માટે તે વખતે અનુપ્રેક્ષાવડે જ શ્રુતસ્મૃતિ વગેરે થાય છે. પરાવર્તન કરતાં અનુપ્રેક્ષા અધિક ફળદાયી છે; કેમકે અભ્યાસના વશથી મનનું શૂન્યપણું છતાં પણ મુખવડે પરાવર્તન થઈ શકે છે, અને અનુપ્રેક્ષા તો મન સાવઘાન હોય ત્યારે જ થઈ શકે છે. મંત્રની આરાધના વગેરેમાં સ્મરણ(અનુપ્રેક્ષા)થી જ વિશેષ સિદ્ધિ થાય છે. કહ્યું છે કે संकुलाद्विजने भव्यः, सशब्दान्मौनवान् शुभः । મૌનનાન્માનસ શ્રેષો, નાપ: જ્ઞાઃ પર પર: કા. ભાવાર્થ-“ઘણા માણસોમાં રહીને જાપ કરવો તે કરતાં એકાંતે કરવો તે શ્રેષ્ઠ છે, તેમાં પણ મુખથી બોલીને કરવા કરતાં મૌન ઘારણ કરીને કરવો તે શ્રેષ્ઠ છે, મૌન જપ કરતાં પણ મનથી જાપ કરવો તે શ્રેષ્ઠ છે. એવી રીતે ઉત્તરોત્તર જપ વખાણવા લાયક છે.” વળી સંલેખના, અનશન વગેરે કરવાથી બહુ ક્ષીણ શરીરવાળા થઈ જવાને લીધે પરાવર્તનાદિક કરવાની શક્તિ જ્યારે રહેતી નથી ત્યારે અનુપ્રેક્ષાએ કરીને જ પ્રતિક્રમણ વગેરે નિત્યક્રિયા થાય છે, અને તેથી જ ઘાતકર્મનો ક્ષય થઈને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે, અને પ્રાંતે સિદ્ધિપદ પ્રાપ્ત થાય છે. (૫) પાંચમો ઘર્મકથા નામનો સ્વાધ્યાય છે. ઘર્મકથા એટલે ઘર્મનો ઉપદેશ અને સુત્રાર્થની વ્યાખ્યા કરવી તથા સાંભળવી તે. તે ઘર્મકથા નંદિષેણ ઋષિની જેમ કરવી. આ પાંચ પ્રકારના સ્વાધ્યાયે કરીને તપની પૂર્તિ થાય છે. તે વિષે આલોચનાના ગ્રંથમાં કહ્યું છે કે, “એકાસણાનો ભંગ થાય તો પાંચસો નવકાર ગણવા. ઉપવાસનો ભંગ થાય તો બે હજાર નવકાર ગણવા. નીવીનો ભંગ થાય તો છસો ને સડસઠ નવકાર ગણવા. આંબિલનો ભંગ થાય તો એક હજાર નવકાર ગણવા. ચોવિહારનો ભંગ થાય તો એક ઉપવાસ કરવો, તથા હમેશાં એકસો નવકાર ગણવાથી વર્ષે છત્રીશ હજાર નવકારનો સ્વાધ્યાય થાય છે. હમેશાં બસો નવકાર ગણવાથી એક વર્ષે બોંતેર હજાર અને હમેશાં ત્રણસો નવકાર ગણવાથી એક વર્ષે એક લાખ અને આઠ હજાર નવકારનો સ્વાધ્યાય થાય છે. ઇત્યાદિ પોતાની મેળે જાણી લેવું.” આવી રીતના સ્વાધ્યાય તપને જિનેશ્વરે સર્વોત્તમ એટલે સર્વ તપમાં ઉત્તમ તપ કહેલું છે. શ્રી મહાનિશીથ સૂત્રમાં કહ્યું છે કે बारसविहंमि तवे, अम्भितरबाहिरे कुसलदिछे । न वि अत्थिन वि अ होहि, सज्झायसमंतवो कम्मं ॥१॥ For Private Personal Use Only Page #53 -------------------------------------------------------------------------- ________________ ૪૪ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૫ [સ્તંભ ૨૦ ભાવાર્થ-“સર્વજ્ઞ ભગવંતે કહેલા અત્યંતર અને બાહ્ય એવા બાર પ્રકારના તપમાં સ્વાધ્યાય જેવું તપકર્મ કોઈ છે પણ નહીં, અને કોઈ થશે પણ નહીં.' _मणवयणकायगुत्तो, नाणावरणं च खवइ अणुसमयं । सज्झाये वÉतो खणे खणे जाइ वेरग्गं ॥२॥ ભાવાર્થ-“સ્વાધ્યાયમાં વર્તતો માણસ મન, વચન અને કાયાની ગુણિએ કરીને પ્રતિસમયે જ્ઞાનાવરણીય કર્મનો ક્ષય કરે છે, તથા તેને ક્ષણે ક્ષણે વૈરાગ્ય પ્રાપ્ત થાય છે.” इग दु ति मासखवणं, संवच्छरमवि अणसिओ हुजा । सज्झायज्झाणरहिओ, एगोवासफलं पि न लभिज्जा ॥३॥ ભાવાર્થ-એક માસ, બે માસ કે ત્રણ માસક્ષપણ કરે, અથવા એક વર્ષ સુધી અનશન (ઉપવાસ) કરે, પણ જો તે સ્વાધ્યાય-ધ્યાનરહિત હોય, તો એક ઉપવાસનું પણ ફળ મેળવતો નથી. उग्गम उप्पाय एसणाहिं, सुटुं च निच्च भुंजंतो । जइ तिविहेणाउत्तो, अणुसमयं भविज सज्झाए ॥४॥ ता तं गोयम एगग्ग-माणसं नेव उवमिउं सक्का । संवच्छरखवणेणवि, जेण तहिं निजराणंता ॥५॥ ભાવાર્થ-“ઉદ્ગમ, ઉત્પાદ અને એષણાના દોષ વિનાના શુદ્ધ આહારને દરરોજ ભોગવતો સતો પણ જો તે પ્રતિસમયે ત્રિવિઘ યોગવડે સ્વાધ્યાયમાં આયુક્ત તત્પર હોય તો હે ગૌતમ! તે એકાગ્ર મનવાળાને સાંવત્સરિક તપવડે કરીને પણ ઉપમી શકીએ નહીં, અર્થાત્ તેની સાથે પણ સરખાવી શકીએ નહીં, કારણકે સાંવત્સરિક ઉપવાસ કરતાં તેને અનંતગુણી નિર્જરા થાય છે.” હવે પ્રસંગાગત વ્યતિરેક ફળ આગળ કહેવાશે એવા સુભદ્રાના સંબંઘથી જાણવું. સુભદ્રાની કથા વારાણસી પુરીમાં એક સાર્થવાહ હતો. તેને સુભદ્રા નામે સ્ત્રી હતી. તેને કાંઈ પણ સંતતિ થતી નહોતી, તેને માટે તે બહુ વિકલ્પ કરતી હતી. એકદા તેને ઘેર સાથ્વસંઘાટક (બે સાધ્વી) ભિક્ષા માટે આવ્યો. તેમને પ્રતિભાભીને સુભદ્રાએ વિજ્ઞપ્તિ કરી પૂછ્યું કે, “હે પૂજ્ય! જે સ્ત્રીના પુત્રો આંગણામાં ક્રીડા કરતા હોય તે સ્ત્રીને ધન્ય છે! માટે મારે કાંઈ સંતતિ થશે કે નહીં?” સાથ્વી બોલ્યા કે, હે ભદ્ર! અમે ઘર્મ વિના બીજું કાંઈ બોલતા નથી. ત્યારે સુભદ્રા બોલી કે “તો ઘર્મ કહો.” ત્યારે તે સાધ્વીઓએ સારી રીતે ઘર્મનો ઉપદેશ કર્યો. તે સાંભળીને સુભદ્રા બોઘ પામી. પછી અપુત્રપણાના દુઃખથી પીડાયેલી તે સુભદ્રાએ કેટલેક કાળે પતિની આજ્ઞા લઈને દીક્ષા ગ્રહણ કરી. ચારિત્રનું પાલન કરતાં તે સ્વાધ્યાયમાં તત્પર રહેતી, તોપણ રૂપવંત એવાં બાળકોને દેખીને મોહના વશથી તે પોતાના ઉદર પર, ખોળામાં, હૃદય ઉપર અને જંઘા ઉપર બેસાડતી, તથા કેટલાંક બાળકોને આંગળીનો આધાર આપીને જમાડતી, અને કેટલાંકને સુખડી વગેરે ખાવાનું પણ આપતી. કહ્યું છે કે केसि पि देइ खजं, अन्नेसिं भुजईमन्नेसिं । अभंगइ उव्वट्टइ, एहाइ य तह फासुअजलेण ॥४॥ Page #54 -------------------------------------------------------------------------- ________________ ૪૫ વ્યાખ્યાન ૨૯૫] તપાચારનો દશમો ભેદ-સ્વાધ્યાય धाइकम्माइआ, जं दोसा जिणवरेहिं इह भणिया । ડ્રોમ પરત્નોરૂમ, દુWવા નિબંધ હિમુ ારા ભાવાર્થ-“કોઈ બાળકને ખાવાનું આપે, કોઈને ખવરાવે, કોઈને અત્યંગ કરે, ઉવણું કરે, તેમજ ફાસુ જળવડે નવરાવે, ઇત્યાદિ ઘાતૃકર્મ (ઘાવમાતા દ્વારા કરાતાં કાર્ય)થી જે દોષ જિનેશ્વર ભગવંતે કહેલા છે તે આ લોકમાં ને પરલોકમાં દુઃખના નિબંઘનભૂત (કારણભૂત) જાણવા.” આ પ્રમાણે સુભદ્રા સાથ્વીની ચેષ્ટા જોઈને બીજી વૃદ્ધા સાધ્વીઓએ તેને શિખામણ આપી કે,“તને આમ કરવું ઘટતું નથી, સ્વાધ્યાયાદિક ક્રિયામાં તું કેમ પ્રમાદ કરે છે? મુનિઓ તો દ્રવ્ય અને ભાવથી બાળક સાથેની ક્રીડા અથવા તેની ઇચ્છાનો ત્યાગ કરીને નિરન્તર અધ્યાત્મમાં જ આસક્ત હોય છે. તે સાંભળીને સુભદ્રા અતિ કોપ પામીને બીજા ઉપાશ્રયમાં ગઈ, ત્યાં નિરંકુશ થઈને યથેચ્છ રીતે બાળકોની સાથે ક્રીડા કરવા લાગી. છેવટે પાક્ષિક અનશનથી કાળ કરીને પ્રથમ સ્વર્ગમાં દેવીપણે ઉત્પન્ન થઈ. એકદા તે સુભદ્રા દેવી શ્રી મહાવીરસ્વામીને વાંદવા માટે સર્વ સમૃદ્ધિ સહિત આવી, ત્યાં પણ પૂર્વના અભ્યાસથી તેમજ બાળકપરના રાગથી ઘણાં બાળકો વિકર્વીને નાટક કરી તે પોતાના વિમાનમાં ગઈ. તેના ગયા પછી શ્રી ગૌતમસ્વામીએ પ્રભુને પૂછ્યું કે, “હે ભગવન! આ દેવતાએ ઘણાં બાળકોને શા માટે વિકુવ્યં?” જિનેશ્વરે કહ્યું કે, “હે ગૌતમ! એ બહપત્રિકા નામની દેવી છે. તેણે પૂર્વભવના અભ્યાસના વશથી અહીં પણ બાળકો વિકવ્યાં હતાં, શક્રેન્દ્રની સભામાં પણ તેણે નૃત્ય કરતી વખતે ઘણાં બાળકો વિદુર્થી હતાં, તેથી તે દેવી બહુપુત્રિકા નામથી પ્રસિદ્ધ થઈ છે.” તે સાંભળીને શ્રી ગૌતમસ્વામીએ તેનો પૂર્વભવ પૂછ્યો, એટલે સ્વામીએ સર્વ વૃત્તાન્ત કહ્યો. ગૌતમ સ્વામીએ “હવે પછી તે ક્યાં જશે?” એવો પ્રશ્ન કર્યો, ત્યારે પ્રભુ બોલ્યા કે, “એ દેવી ચાર પલ્યોપમનું આયુષ્ય પૂર્ણ કરીને વિંધ્યાચળ પર્વતની સમીપે વેભેલ નામના સન્નિવેશમાં સોમા નામે કોઈ બ્રાહ્મણની રૂપવતી પુત્રી થશે, તેને કોઈ રાષ્ટ્રકૂટ નામનો બ્રિજ પરણશે, ત્યાં તેને યુગલ સંતાન ઉત્પન્ન થશે, એમ દર વર્ષે બબ્બે સંતતિ ઉત્પન્ન થતાં સોળ વર્ષમાં બત્રીશ પુત્રપુત્રીનો સમુદાય થશે. બાળકોમાં કોઈ તેની પીઠ ઉપર અને કોઈ માથા ઉપર ચડી જશે, કોઈ પ્રહાર કરશે, કોઈ ખાવાનું માગશે, કોઈ ઉસંગમાં મૂત્રાદિક કરશે, એમ રાત્રીદિવસ પુત્રોનાં દુઃખથી પીડા પામીને ઘણો ઉદ્વેગ પામતી સતી તે મનમાં વિચાર કરશે કે, “મારા કરતાં વંધ્યા સ્ત્રી શ્રેષ્ઠ છે, કે જે સુખે રહે છે અને નિરાંતે નિદ્રા લે છે.” પછી એકદા સાથ્વીના સંઘાડાને પ્રતિલાલતાં તેને જાતિસ્મરણ ઉત્પન્ન થશે; તેથી પોતાના પૂર્વભવ જાણીને તે વૈરાગ્યથી દીક્ષા ગ્રહણ કરશે. પછી એકાદશ અંગનો અભ્યાસ કરી સર્વજનોની સમક્ષ પોતાના પૂર્વભવનું ચરિત્ર પ્રગટ કરી અંતે એક માસના અનશનથી કાળઘર્મ પામીને બે સાગરોપમના આયુષ્યવાળો દેવ થશે, ત્યાંથી અવીને મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધિપદને પામશે. “સુભદ્રા સાથ્વી સ્વાધ્યાયાદિક ક્રિયામાં પ્રવર્તતાં છતાં પણ બાળકોને જોઈને તેના પરના મોહથી ક્રિયામાં શિથિલ થઈ, તો તેનું ફળ બીજા મનુષ્યભવમાં પામીને પછી તેની આલોચના કરી પ્રાંતે મુક્તિ પામી.” Page #55 -------------------------------------------------------------------------- ________________ ૪૬ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૫ [સ્તંભ ૨૦ વ્યાખ્યાન ૨૬ તપાચારનો અગિયારમો ભેદ–ધ્યાન હવે ધ્યાન નામના અગિયારમા તપાચાર વિષે કહે છે सिद्धाः सिद्ध्यन्ति सेत्स्यन्ति, यावन्तः केऽपि मानवाः । ध्यानतपोबलेनैव, ते सर्वेऽपि शुभाशयाः॥१॥ ભાવાર્થ-જે કોઈ મનુષ્યો સિદ્ધ થયા છે; સિદ્ધ થાય છે અને સિદ્ધ થશે તે સર્વે શભાશયવાળા ધ્યાનતપના બળે કરીને જ સિદ્ધિપણું પામે છે એમ જાણવું.” અહીં એવો આશય છે કે નાના પ્રકારનાં દુસ્તપ તપ તપે, તોપણ તે શુભ ધ્યાનથી જ સિદ્ધિને પામે છે; કેમકે મરુદેવી માતા અને ભરતચક્રી વગેરે તપ વિના પણ સિદ્ધિ પામ્યા છે, માટે મોક્ષનું વ્યવઘાન રહિત અવય્ય સાઘન શુભ ધ્યાન જ છે; બીજાં સર્વ સત્કૃત્યો પરંપરાએ કરીને જ મોક્ષનાં સાઘન છે. સર્વ સુક્ષ્યો કરતાં શુભ ધ્યાનનું જ સર્વ પ્રકારે અતિશયપણું છે. કહ્યું છે કે निर्जराकरणे बाह्याच्छ्रेष्ठमाभ्यन्तरं तप । तत्राप्येकातपत्रत्वं, ध्यानस्य मुनयोः जगुः॥१॥ ભાવાર્થ-નિર્જરા કરવામાં બાહ્ય તપ કરતાં અભ્યત્તર તપ શ્રેષ્ઠ છે; તેમાં પણ ધ્યાનતપનું એકછત્રપણું છે. તે તપ “ચક્રવર્તી છે એમ મુનિઓ કહે છે.” ધ્યાનના કાળનું પ્રમાણ આ પ્રમાણે કહ્યું છે– अन्तर्मुहूर्त्तमात्रं यदेकाग्रचित्ततान्वितम् । तळ्यानं चिरकालीनां, कर्मणां क्षयकारणम् ॥१॥ ભાવાર્થ-“અન્તર્મુહૂર્ત માત્ર જે એકાગ્ર ચિત્તપણે તે ધ્યાન કહેવાય છે. તેનું ધ્યાન ઘણા કાળનાં બાંધેલાં કર્મોનો ક્ષય કરવામાં કારણભૂત છે.” આ અર્થને પુષ્ટિ કરનારું સિદ્ધાંતનું વાક્ય પણ છે કે अंतोमुहुत्तमित्तं, चित्तावत्थाणमेगवत्थुमि । छउमत्थाणं झाणं, जोगनिरोहो जिणाणं तु॥१॥ ભાવાર્થ-એક જ વસ્તુમાં અંતર્મુહૂર્ત માત્ર જે ચિત્તની એકાગ્રતા તે છાપસ્થિકનું (છદ્મસ્થોનું) ધ્યાન છે અને યોગનિરોઘ તે જિનેશ્વરોનું ધ્યાન છે. - આ ધ્યાન ઘણા કાળનાં સંચિત કરેલાં અનન્ત કર્મોનો પણ તત્કાળ ક્ષય કરે છે. તે વિષે ભાષ્યકાર કહે છે કે जह चिअसंचिअमिंधणमणलो य पवण सहिओ दुअं डहइ । तह कम्मिंधणममिअं खणेण झाणाणलो डहइ॥१॥ ભાવાર્થ-“જેમ ચિરકાળનાં એકઠાં કરેલાં કાષ્ઠોને પવનની સાથે રહેલો અગ્નિ તત્કાળ બાળી નાખે છે, તેમ અનન્ત કર્મરૂપી ઇંઘનને એક ક્ષણમાત્રમાં જ ધ્યાનરૂપી અગ્નિ બાળી નાંખે છે.” अहवा घणसंघाया, खणेण पवणाहया विलिज्जंति । झाणपवणावहूआ, तह कम्मघणा विलिज्जंति ॥१॥ Page #56 -------------------------------------------------------------------------- ________________ ४७ વ્યાખ્યાન ર૯૬] તપાચારનો અગિયારમો ભેદ-ધ્યાન ભાવાર્થ-અથવા જેમ પવનથી હણાયેલો મેઘસમૂહ એક ક્ષણમાત્રમાં વીંખાઈ જાય છે નાશ પામી જાય છે), તેમ ધ્યાનરૂપી પવનથી હણાયેલો કર્મરૂપી મેઘ ક્ષણ માત્રમાં વેરાઈ જાય છે. હવે પ્રશસ્ત અને અપ્રશસ્ત નિમિત્તો ધ્યાનને અનુસારે જ ફળ આપે છે, તે વિષે કહ્યું છે કે प्रशस्त कारणानि स्युः शुभानि ध्यानयोगतः । अनर्हाण्यपि तान्येव, अनर्हध्यानपुष्टितः॥१॥ अप्रशस्तनिमित्तानि, शुभानि ध्यानशुद्धितः । तद्रूपाणि भवन्त्येव, अशुभास्त्रवस्त्रश्रयात् ॥२॥ ભાવાર્થ-“શુભ ધ્યાનના યોગથી પ્રશસ્ત એવાં કારણો શુભ થાય છે, અને તે જ કારણો અશુભ ધ્યાનની પુષ્ટિથી અશુભ (અયોગ્ય) પણ થાય છે, તેમજ ધ્યાનની શુદ્ધિથી અપ્રશસ્ત નિમિત્તો શુભ થાય છે, અને અશુભ આસ્રવનો આશ્રય કરવાથી તે જ કારણો અશુભ થાય છે.” આ બે શ્લોકોનું તાત્પર્ય એવું છે કે શ્રી જિનેશ્વરના મતમાં જેટલા સુકૃત્યોના પ્રકારો છે તે સર્વે જો કે મુક્તિના હેતુઓ છે, પરંતુ તે સત્કૃત્યો શુભધ્યાનસંયુક્ત હોય તો જ મુક્તિનાં કારણ છે, નહીં તો મુક્તિનાં કારણ નથી. તે ઉપર ઘણા વખત સુધી ચારિત્રનું આરાઘન કરનાર અંગારમર્દક નામના આચાર્યનું દ્રષ્ટાંત સ્વયમેવ જાણી લેવું. અને શુભ ધ્યાન સતે સ્ત્રી ઘનાદિક જે કાંઈ ભવવૃદ્ધિના કારણભૂત છે તે પણ મુક્તિનાં કારણે થાય છે, કહ્યું છે કે अहो! ध्यानस्य माहात्म्यं, येनैकापि हि कामिनी । अनुरागविरागाभ्यां, भवाय च शिवाय च ॥१॥ ભાવાર્થ-“અહો! ધ્યાનનું કેવું માહાભ્ય છે કે જેથી એક જ સ્ત્રી અનુરાગ અને વિરાગે કરીને ભવને માટે તથા મોક્ષને માટે થાય છે. એટલે અનુરાગથી ભવને માટે થાય છે અને વિરાગથી મોક્ષને માટે થાય છે.” સૂત્રમાં પણ કહ્યું છે કે __ जे जित्तिआयहेऊ, भवस्स तेचेव तित्तिआ मुक्खे । गुणगणाईआ लोगा, दुण्हवि पुन्ना भवे तुल्ला ॥१॥ ભાવાર્થ-“જે જેટલા સંસારના હેતુ છે તે જ તેટલા મોક્ષના હેતુ છે; ગુણગણાતીત લોકમાં બન્ને પૂર્ણ છે, અને સરખા જ છે.” આ વગેરે અનેક યુક્તિ કરીને ધ્યાનનું માહાસ્ય શાસ્ત્રમાં વર્ણવ્યું છે. તે સાંભળીને અપ્રશસ્ત અનેક નિમિત્તો મળે તો પણ વસુભૂતિની જેમ શુભ ધ્યાન તજવું નહીં. વસુભૂતિની કથા વસંતપુરમાં શિવભૂતિ અને વસુભૂતિ નામના બે ભાઈઓ હતા. એકદા મોટા ભાઈ શિવભૂતિની સ્ત્રી કમલશ્રીએ કામદેવ જેવા વસુભૂતિ દિયરને જોઈને રાગ ઉત્પન્ન થવાથી ભોગને માટે તેની પાસે યાચના કરી; ત્યારે વસુભૂતિ બોલ્યો કે, “હે મુગ્ધા! મોટા ભાઈની પત્ની માતા સમાન જાણવી” એમ નીતિશાસ્ત્રમાં કહેલું છે.” તે સાંભળીને કમલશ્રી બોલી કે, “હે સ્વામી! મારા અંગમાં વ્યાપેલી કામન્વરની વ્યથા શાંત કર, નહીં તો તને મોટું પાપ લાગશે. તું લોકવ્યવહારથી અજ્ઞાત Page #57 -------------------------------------------------------------------------- ________________ ૪૮ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૫ [તંભ ૨૦ છે, તેથી શાસ્ત્રના વાક્યથી ભ્રાન્તિ પામ્યો છે. વ્યવહારને નહીં જાણનારાનું એક દ્રષ્ટાંત તને કહું છું તે સાંભળ. હરિસ્થળ નામના ગામમાં ન્યાય, જ્યોતિષ, વ્યાકરણ અને વૈદ્યકશાસ્ત્રમાં કુશળ થયેલા પણ વ્યવહારથી વિકળ ચાર બ્રાહ્મણના પુત્રો પરસ્પર પ્રીતિવાળા હતા. એક દિવસ તે ચારે જણ પોતાપોતાની વિદ્યાથી ગર્વિત થયેલા પરદેશના કૌતુકો જોવા માટે પોતાના ગામથી નીકળ્યા. માર્ગમાં કોઈ ગામ આવ્યું ત્યાં ભોજન માટે રોકાયા. પછી જે નૈયાયિક હતો તેણે ઘી લાવવાનું, જ્યોતિષીએ બળદ ચારવાનું, વૈયાકરણીએ રસોઈ કરવાનું અને વૈધે શાક લાવવાનું કામ માથે લીધું. પછી પોતપોતાના કાર્યમાં ચારે જણા પ્રવૃત્ત થયા. તેમાં તૈયાયિક ઘી લઈને આવતાં માર્ગમાં વિચાર કરવા લાગ્યો કે, “વૃતાધારું પાત્ર પત્રાધાર વૃતિં વા’ ઘીને આધારે પાત્ર છે કે પાત્રને આઘારે ઘી રહ્યું છે? એમ વિચારીને ખાતરી કરવા માટે તે ધૃતપાત્રને ઊંધું વાળ્યું, એટલે તેમાંનું બધું ઘી પૃથ્વી પર પડી ગયું. પછી આગળ ચાલતાં સામેથી હાથી આવતો જોઈને તેણે વિચાર્યું કે, “આ હાથી પ્રાપ્ત (અડકનાર)ને મારે કે અપ્રાપને મારે? જો અપ્રાણને હણે તો તો કોઈ પણ જીવે નહીં, અને તેવી રીતે જોવામાં પણ આવતું નથી. જો કદાચ પ્રાસને હણે તો પ્રથમ તેના મહાવતને હણશે, હું તો અતિ દૂર છું, અને તેને અડકતો પણ નથી.” ઇત્યાદિ વિચાર કરે છે, તેવામાં હાથીએ તેને તત્કાળ સુંઢથી પકડ્યો. હવે બીજો જે જોષી હતો તે બળદ ચારવા ગયો, ત્યાં બળદો લીલો ઘાસ ચરતા ચરતા દૂર નીકળી ગયા. તેથી તેની શોઘને માટે તે જ્યોતિષશાસ્ત્રનું અવલોકન કરવા લાગ્યો કે, “આ મારા બળદો અંઘ નક્ષત્રમાં, કાણ નક્ષત્રમાં, ચીપ્પટ નક્ષત્રમાં કે દિવ્યચક્ષુ નક્ષત્રમાં કયા નક્ષત્રમાં ગયા છે? વળી તેઓ કઈ દિશામાં ગયા છે? અને ચર લગ્નમાં ગયા છે કે સ્થિર લગ્નમાં ગયા છે?” ઇત્યાદિ વિચાર કરવા લાગ્યો, તેટલામાં તો તે બળદો અતિ દૂર નીકળી ગયા. હવે ત્રીજો જે વૈયાકરણી હતો તે રસોઈ કરતો હતો, તેણે ચૂલા પર ખીચડી મૂકી હતી. તેમાં ખદબદ' શબ્દ થવા લાગ્યો. તે સાંભળીને તેણે વિચાર્યું કે, “અહો! આ ખદબદશબ્દ કયા વ્યાકરણમાં કયા સૂત્રથી સિદ્ધ થયો છે?' ઇત્યાદિ વિચાર કરવા લાગ્યો, એટલે ખીચડી દાઝી ગઈ. હવે ચોથો જે વૈદ્ય હતો, તે શાક લેવા ગયો હતો. ત્યાં કેળાં, કેરી, કંકોડા, ભાજી, લીંબુ વગેરે ઘણાં શાક જોઈને તેણે વિચાર્યું કે “આ સર્વ શાક વાત, પિત્ત, કફ, શ્લેષ્મ અને ત્રિદોષ વગેરે મહા વ્યાધિઓને ઉત્પન્ન કરવાના કારણભૂત છે, માટે તે શાક તો લેવાં નહીં. પણ આ લીંબડાનું શાક ઠીક છે, કેમકે વૈદ્યકશાસ્ત્રમાં કહ્યું છે કે निंबो वातहरः कलौ सुरतरुः शाखाप्रशाखाकुलः पित्तघ्नः कृमिनाशनः कफहरो दुर्गन्धनिर्नाशनः । कुष्ठव्याधिविषापहो व्रणहरो द्राक्पाचनः शोधनो बालानां हितकारको विजयते निंबाय तस्मै नमः॥१॥ ભાવાર્થ-શાખા પ્રશાખાએ કરીને યુક્ત એવો આ લીંબડો કલિયુગને વિષે કલ્પવૃક્ષ સમાન વિજય પામે છે, તે વાતનું હરણ કરે છે, પિત્તને હણે છે, કૃમિનો નાશ કરે છે, કફનું હરણ કરે છે, દુર્ગન્ધનો નાશ કરે છે, કુષ્ઠ (કોઢ)ના વ્યાધિનો અને વિષનો નાશ કરે છે. ત્રણ-ચાંદા વગેરેનું હરણ Page #58 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ર૬] તપાચારનો અગિયારમો ભેદ–ધ્યાન ૪૯ કરે (રઝાવે છે, શીધ્ર પાચન કરનાર છે, કોઠાને શુદ્ધ કરે છે, વળી બાળકોને વિશેષે હિત કરનાર છે માટે તે નિંબવૃક્ષને (લીંબડાને) નમસ્કાર છે.” આમ વિચારીને તે વૈદકશાસ્ત્રને આઘારે લીંબડાનું શાક લઈને આવ્યો. આ પ્રમાણે તેઓ શાસ્ત્ર ભણેલા હતા, છતાં લોકવ્યવહારને નહીં જાણવાથી પોતપોતાના કાર્યમાં ભ્રષ્ટતાને પામ્યા. માટે હે દિયર! તું પણ શાસ્ત્રની જડતા છોડીને મારી સાથે ક્રીડા કર, નહીં તો તને મોટો દોષ પ્રાપ્ત થશે.” આ પ્રમાણે આગ્રહવાળાં ભાભીનાં વચનો સાંભળી વસુભૂતિ વૈરાગ્ય પામી ઘર તજી દઈને યતિ થયો. કહ્યું છે કે अपसर सखे दूरादस्मात् कटाक्षविषानलात् प्रकृतिविषमाद्योषित्सद्विलासलसत्फणात् । इतरफणिना दष्टः शक्यश्चिकित्सितुमौषधै श्चटुलवनिताभोगिग्रस्तं त्यजन्ति हि मंत्रिणः॥१॥ ભાવાર્થ-“હે મિત્ર! જેમાં કટાક્ષરૂપી વિષનો અગ્નિ રહેલો છે, વિલાસરૂપી જેને ઊછળતી ફણા છે, અને જે સ્વભાવથી જ વિષમ છે એવા આ સ્ત્રીરૂપી સર્પથી દૂર ખસી જા; કેમકે બીજા લૌકિક સર્પથી ડસાયેલા માણસની ઔષઘાદિકથી ચિકિત્સા કરી શકાય છે, પણ સ્ત્રીરૂપી ચપળ સર્પથી ગ્રસ્ત થયેલાને તો મંત્રીઓ પણ છોડી દે છે, તેઓ પણ તેની ચિકિત્સા કરી શકતા નથી.” આ પ્રમાણે સ્ત્રીનો સંગ વિષમ જાણીને તે મહાત્મા વસુભૂતિ સર્વથા સ્ત્રીસંગનો ત્યાગ કરીને વિહાર કરવા લાગ્યા. તેની ભાભી પણ તેણે દીક્ષા લીધાના ખબર જાણીને રાગના ઉદયથી આર્તધ્યાને મૃત્યુ પામી કોઈક ગામમાં કૂતરી થઈ. ત્યાં તે વસુભૂતિ મુનિને ગોચરી માટે ફરતા જોઈને પૂર્વરાગના વશથી તે કૂતરી શરીરની છાયાની જેમ તે મુનિની સાથે જ ચાલવા-રહેવા લાગી. સર્વ કાળે અને સર્વ સ્થાને તે કૂતરીને સાથે રહેતી જોઈને લોકો તે મુનિને શુનીપતિ (કૂતરીનો સ્વામી) કહેવા લાગ્યા. આવા લોકવાક્યથી લજ્જા પામીને મુનિ કોઈ પ્રકારે તે કૂતરીની દ્રષ્ટિને ભુલાવી ત્યાંથી જતા રહ્યા. મુનિને નહીં જોવાથી તે કૂતરી આર્તધ્યાનથી મૃત્યુ પામી કોઈ વનમાં વાનરી થઈ. ત્યાં પણ કોઈ વાર વસુભૂતિ મુનિને માર્ગમાં વિચરતા જોઈને કૂતરીની જેમ તેમની પાછળ પડી ને સાથે જ ફરવા લાગી. તેવી રીતે જોઈને લોકો મુનિને વાનરીપતિ કહેવા લાગ્યા. જેમ જેમ લોકો મુનિને વાનરીપતિ કહેતા, તેમ તેમ તે વાનરી અત્યંત હર્ષ પામતી, અને હમેશાં મુનિની પાસે વિષયની ચેષ્ટા કર્યા કરતી. આ સર્વ જોઈને મુનિ વિચારતા કે, “અહો! મારા કર્મની ગહન ગતિ છે!” પછી શુનીની જેમ આ વાનરીને પણ કોઈ પ્રકારે ભુલાવો ખવરાવીને મુનિ જતા રહ્યા, એટલે તે વાનરી પણ આર્તધ્યાનથી મૃત્યુ પામીને કોઈ જળાશયમાં હંસી થઈ. તે જળાશય પાસે તે મુનિ એકદા શીતપરિષહ સહન કરવા માટે પ્રતિમા ઘારણ કરીને ઊભા હતા, તેને જોઈને હંસી કામાતુર થઈ ગઈ, તેથી બે હાથવડે સ્ત્રીની જેમ પાણીથી ભીંજાયેલી બન્ને પાંખોવડે તેણે મુનિને આલિંગન કર્યું, અને વારંવાર કરુણ સ્વરે અવ્યક્ત મધુર અને વિરહ વેદનાવાળી વાણી બોલવા લાગી, મુનિ તો શુભધ્યાનમાં જ મગ્ન રહ્યા અને પછી ત્યાંથી અન્યત્ર વિહાર કર્યો. મુનિને નહીં ૧. સર્પના પક્ષમાં મંત્રી એટલે મંત્ર જાણનાર અને સ્ત્રીના પક્ષમાં મંત્રી એટલે પ્રઘાન વગેરે (ભાગ ૫-૪છે. Page #59 -------------------------------------------------------------------------- ________________ ૫૦ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૫ [તંભ ૨૦ જોવાથી તે હંસી આર્તધ્યાનવડે તેનું જ સ્મરણ કરતી મૃત્યુ પામીને વ્યત્તર નિકાયમાં દેવી થઈ. ત્યાં તેણે વિલંગ જ્ઞાનથી પોતાને અને મુનિનો સર્વ સંબંધ જાણીને “આ મારા દિયરે મારું વચન માન્યું નથી.” એ વાત સંભારી ક્રોધાયમાન થઈને તે મુનિને હણવા તૈયાર થઈ; પણ મુનિના ધ્યાનતપના પ્રભાવથી તે તેને મારી શકી નહીં. પછી તે દેવી મુનિની પાસે પોતાની દિવ્ય શક્તિથી અનેક સ્ત્રીઓનાં રૂપો વિકુવને બોલી કે, “હે મુનિ! તમે શું વિચારો છો? તમારું સંયમ સદ્ય સફળ થયું છે, માટે આ દિવ્ય ભોગ ભોગવો. હવે શા માટે ફોગટ તપ કરો છો? તમારી વયને યોગ્ય પ્રત્યક્ષ પ્રાપ્ત થયેલું સુખ અંગીકાર કરો.” ઇત્યાદિ અનેક અનુકૂળ ઉપસર્ગો તે દેવીએ કર્યા, પણ મુનિ કિંચિત્ માત્ર ક્ષોભ પામ્યા નહીં. તેઓ વિચારવા લાગ્યા કે, “સંસારમાં આસક્ત થયેલા બાહ્યદ્રષ્ટિવાળા જીવોને સુંદર સ્ત્રી અમૃતના ઘડા જેવી લાગે છે, તે સ્ત્રીને માટે ઘન ઉપાર્જન કરે છે, અને તેને જ માટે મોહનિમગ્ન થઈને રાવણાદિકની જેમ પ્રાણનો પણ ત્યાગ કરે છે; પરંતુ જેઓ નિર્મળ અને એકાન્ત આનંદમય આત્મસ્વરૂપને જોવામાં દક્ષ થયેલા છે તેઓને તો આ સ્ત્રીઓ મળ, મૂત્ર, માંસ, મેદ, અસ્થિ, મજ્જ અને શુક્ર વગેરે અશુચિ પદાર્થનું પાત્ર માલૂમ પડે છે. તેથી સ્ત્રીઓનો ત્યાગ કરનાર જંબૂસ્વામી વગેરે જ સર્વોત્તમ છે.” ઇત્યાદિ નિર્મળ ધ્યાનમાં આરૂઢ થયેલા તે મુનિને અનુક્રમે કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. પછી સર્વ લોકોની સમક્ષ પોતાનો અને તે દેવીનો સર્વ સંબંઘ કહીને અનુક્રમે તે મુનિ મુક્તિપદને પામ્યા. “ક્ષમાં ગુણ ઘારણ કરનાર મુનિને ધ્યાનથી ચલિત કરવા માટે રાગથી વિહ્વળ થયેલી તે સ્ત્રી કોઈ પણ ભવમાં સમર્થ થઈ નહીં, અને તે મુનીશ્વર પણ અનેક પ્રકારનાં પરિષહો ઉત્પન્ન થયા છતાં એકાગ્ર ધ્યાનથી ભ્રષ્ટ થયા નહીં.” વ્યાખ્યાન ૨૭. તપાચારનો બારમો ભેદ-કાયોત્સર્ગ હવે કાયોત્સર્ગ નામના બારમા તપાચાર વિષે કહે છે प्रायो वाङ्गनसोरेव, स्याध्याने हि नियंत्रणा । कायोत्सर्गे तु कायस्याप्यतो ध्यानात् फलं महत् ॥१॥ ऊर्ध्वस्थशयिताद्यैश्च, कायोत्सर्गः क्रियारतैः । एकोनविंशतिदोषैर्मुक्तः कार्यो यथाविधिः॥२॥ ભાવાર્થ-“ધ્યાનમાં પ્રાયે વાણી અને મનની જ નિયંત્રણા (કબજે રાખવાપણું) થાય છે, પણ કાયોત્સર્ગમાં તો કાયાની પણ નિયંત્રણા થાય છે, માટે ધ્યાન કરતાં કાયોત્સર્ગનું મોટું ફળ છે. (૧) ક્રિયામાં આસક્તિવાળા પુરુષોએ ઊભા રહેવાવડે તથા શયન વગેરેએ કરીને ઓગણીશ દોષથી રહિત એવો કાયોત્સર્ગ યથાવિધિ કરવો (૨).” એકાંત સ્થાનમાં લાંબા હાથ રાખીને કાયોત્સર્ગ કરવામાં આવે છે તે, કાયોત્સર્ગનિર્યુક્તિમાં કલી ઘોડાયāમારૂ એ ગાથામાં કહેલા ઓગણીશ દોષ રહિત, ઊભા રહીને અથવા શયનાદિકવડે કરવો. “આદિ' શબ્દનું ગ્રહણ કર્યું છે માટે બેઠા બેઠા પણ કરી શકાય છે. તેમાં Page #60 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૨૯૭] તપાચારનો બારમો ભેગાળોતિર્મન VTધના જનક ૫૧ છદ્મસ્થ અવસ્થામાં તીર્થકર અને જિનકલ્પી મુનિ વેબર તા ઉભા ને કાયોત્સર્ગ કરે છે. કેમકે તેઓ બેસવું, સૂવું વગેરે કાંઈ કરતા નથી. કદાચિત્ જિનકલ્પી બેસે છે, ત્યારે પણ તે ઉત્કટિક આસને જ બેસે છે, અને સૂએ તોપણ તે જ આસને રાત્રીના ત્રીજા પ્રહરે સૂએ છે. સ્થવિરકલ્પીએ પોતાની શક્તિ પ્રમાણે કાયોત્સર્ગ કરવો, પણ તેના ઓગણીશ દોષ તજવા. આ પ્રસંગ ઉપર એક દૃષ્ટાંત લખીએ છીએ. - સુસ્થિત મુનિનું દ્રષ્ટાંત - શ્રી રાજગૃહી નગરીમાં દરક નામના દેવતાએ શ્રેણિક રાજાના સમકિતની પરીક્ષાથી પ્રસન્ન થઈને તેને અઢાર સેરનો એક હાર, દિવ્ય વસ્ત્રયુગલ તથા બે કુંડલ આપ્યાં હતાં. રાજાએ હાર ચેલણાને આપ્યો, અને વસ્ત્ર તથા કુંડલ સુનંદાને આપ્યાં. તે જોઈને ચેલણાએ ખેદ પામીને કહ્યું કે, જો તમે મને તે વસ્તુઓ નહીં આપો તો હું મારું જીવિત તજી દઈશ.” રાજાએ કહ્યું કે, “તને જેમ રુચે તેમ કર.” તે સાંભળીને ચેલણાને ઘણો રોષ ચડ્યો, તેથી મહેલના ગોખમાં એકલી આર્તધ્યાન કરતી બેઠી. રોષનો આવેશ હોવાથી રાત્રી છતાં તેને નિદ્રા ન આવી. તે વખતે તે ગોખ નીચે સેચનક હાથીનો મહાવત અને મગઘસેના નામની દાસી પરસ્પર વાતો કરતા હતા. તેમાં દાસીએ પોતાના જાર મહાવતને કહ્યું કે, “કાલે દાસીઓને મહોત્સવ છે, તેથી તું મને આ ચંપકમાળા હાથીના કંઠમાંથી ઉતારીને આપ, જેથી તે પહેરીને હું મારી જાતિમાં અધિક શોભા પામું.” મહાવત બોલ્યો કે, “રાજાની આજ્ઞાના ભંગનું દુઃખ સહન કરવા હું સમર્થ નથી.” દાસીએ કહ્યું કે, “ત્યારે હું પ્રાણ તજીશ.” મહાવત બોલ્યો કે, “હું બ્રહ્મદત્ત ચક્રીના જેવો મૂઢ નથી, કે જેથી સ્ત્રીના વચનથી ચિતામાં પ્રવેશ કરવા તૈયાર થાઉં.” (તે બ્રહ્મદત્તને બકરાએ બોઘ આપ્યો હતો, વગેરે કથા પૂર્વે લખાઈ ગઈ છે.) તે સાંભળીને દાસી બોલી કે–“હું મરું તો મારા જીવથી જાઉં, તેમાં તારું શું ગયું? તું તો બીજી સ્ત્રીમાં આસક્ત થઈ મારું નામ પણ નહીં લે; તારું મન પથ્થર કરતાં પણ વઘારે કઠણ દેખાય છે.” ઇત્યાદિક તેમની વાતો સાંભળીને ચેલણાએ વિચાર્યું કે, “હું જો પ્રાણનો ત્યાગ કરું, તો તેમાં રાજાને કાંઈ પણ હાનિ થવાની નથી, તેને તો બીજી પાંચસો રાણીઓ છે, પણ હું તપ સંયમાદિક કર્યા વિના મનુષ્ય જન્મથી ભ્રષ્ટ થાઉં.” એમ વિચારીને તે પાછી રાજા ઉપર અનુરાગવાળી થઈ. એકદા તે હારનો દોરો તૂટી ગયો. પેલા દર્દરાંક દેવતાએ હાર આપતી વખતે કહ્યું હતું કે, “આ હાર તૂટ્યા પછી તેને જે સાંધશે તે મસ્તક ફાટવાથી મરણ પામશે.” રાજાએ શહેરમાં પડહ વગડાવ્યો કે, “જે આ અઢાર સેરનો હાર માંથી આપણે તેને રાજા એક લાખ દીનાર આપશે.” તે સાંભળીને એક વૃદ્ધ મણિકારે પોતાના કુટુંબના સુખ માટે તે પડહ ગ્રહણ કર્યો. તે વખતે રાજાએ તેને અર્ધો લાખ દ્રવ્ય પ્રથમ આપ્યું અને કહ્યું કે, “જ્યારે હાર પૂરો સંઘાશે ત્યારે બાકીનું દ્રવ્ય આપીશું.” પછી તે હાર લઈને તે મણિકારે પોતાના ઘરના ભાગમાં એક સરખી ભૂમિ પર તે હાર મૂક્યો, પછી એક સૂક્ષ્મ દોરી ઘી તથા મઘથી વાસિત કરીને મોતીના છિદ્રમાં પરોવવા લાગ્યો, પણ મોતીનાં છિદ્ર વાંકાં હોવાથી તેને સાંઘવાને સમર્થ થયો નહીં. તેવામાં મઘની ગંઘથી ઘણી કીડીઓ ત્યાં આવી. તે દોરીનો છેડો પકડીને ધીમે ધીમે મોતીનાં છિદ્રમાં ચાલી, એટલે તે દોરી પરોવાઈ ગઈ. પછી તે મણિકારે ગાંઠ વાળીને હાર સાંધી દીધો; પરંતુ તત્કાળ તેનું મસ્તક ફાટી ગયું, તેથી 10 For Private & Person thelibrary.org Page #61 -------------------------------------------------------------------------- ________________ પર શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૫ [તંભ ૨૦ તે મૃત્યુ પામીને તે જ ગામમાં વાનર થયો. તેને એકદા દરેક ઘેર ફરતાં ફરતાં પોતાનું ઘર તથા પુત્રાદિકને જોઈને જાતિસ્મરણ થયું. તે જોઈને પુત્રો ઉપરની અનુકંપાથી તેણે “હું તમારો પિતા છું.” એવા અક્ષર પુત્રની પાસે લખ્યા. તે જોઈને તેના સર્વે સ્વજનોએ આશ્ચર્ય પામી વિચાર્યું કે, “અહો! કર્મની ગતિ કેવી વિચિત્ર છે!” પછી તે વાનરે અક્ષર લખ્યા કે, “બાકીનું દ્રવ્ય રાજાએ તમને આપ્યું કે નહીં?” પુત્રો બોલ્યા કે, “નથી આપ્યું.” તે સાંભળીને તેને રાજા ઉપર દ્વેષ ઉત્પન્ન થયો. પછી તે હારની ચોરી કરવા માટે છિદ્ર જોવા લાગ્યો. એકદા ચલણા રાણી સાયંકાળે વાવમાં સ્નાન કરતી હતી, તે વખતે તેણે સર્વ અલંકારો ઉતારીને બહાર મૂક્યાં હતાં, તેમાં તે હાર દેખીને લાગ જોઈ વાનરે તે હાર ગુપ્ત રીતે ઉપાડી લીધો અને પોતાના પુત્રને આપ્યો. રાણી નાહીને અલંકાર પહેરવા લાગી તે વખતે હાર જોયો નહીં, તેથી તે વિલખી થઈ ગઈ. તેણે તે વૃત્તાંત રાજાને કહ્યો. રાજાએ અભયકુમારને બોલાવીને કહ્યું કે, “આ હાર સાત દિવસમાં શોધી લાવ, તે સિવાય તારો જીવવાનો ઉપાય દેખાતો નથી.” પછી અભયકુમાર મંત્રીએ તે હારની નિરંતર શોઘ કરવા માંડી. - હવે તે નગરમાં કોઈ આચાર્યના પાંચ શિષ્યો આવ્યા હતા, તેમનાં શિવ, સુવ્રત, ઘચ, જાણક અને સુસ્થિત એવાં નામ હતાં; તેમાંથી સુસ્થિત મુનિ જિનકલ્પીપણું અંગીકાર કરવાની ઇચ્છાથી તેની પાંચ પ્રકારની ભાવના ભાવતા હતા, (તુલના કરતા હતા) તેનાં નામ આ પ્રમાણે तवेण सत्तेण सुत्तेण, एगत्तएण बलेण य । तुलणा पंचहा वुत्ता, जिणकप्पं पडिवजओ ॥४॥ ભાવાર્થ-જિનકલ્પ પ્રતિપન્ન કરવાને ઇચ્છનાર મુનિને માટે તપ, સત્ત્વ, સૂત્ર, એત્વ અને બળ એ પાંચ પ્રકારની તુલના કહી છે.” પહેલી તપભાવના આ પ્રમાણે છે કે-પ્રથમ તે પોરસી વગેરે તપનો અભ્યાસ કરે છે, તેમાં ગિરિનદીમાં ઊતરતા સિંહની જેમ સુઘાનો વિજય કરવાને માટે ત્રણ ગણું તપ કરવું. જેમ કોઈ પર્વતમાંથી નીકળતી નદી જળથી ભરપૂર હોય, તે નદીને ઊતરતો સિંહ સરલ માર્ગ આવે ત્યાં સુધી વક્ર ગતિએ ચાલે, તેવી જ રીતે એક એક ઉપવાસની વૃદ્ધિ કરતાં કાંઈ પણ હાનિ ન થાય તેમ છે માસના ઉપવાસ કરવા સુધી તપને વૃદ્ધિ પમાડે. બીજી સત્ત્વ ભાવના એ પ્રમાણે છે કે-રાત્રીને વખતે પ્રથમ ઉપાશ્રયમાં રહીને કાયોત્સર્ગ કરતાં સર્પ, ચોર, ગોપાળ તથા ભયંકર સંગ્રામ વગેરેથી ભય પામે નહીં, અને રાત્રીના પહેલા ત્રણ પ્રહર સુથી ધ્યાનમાં જ સ્થિત રહે, બિલકુલ નિદ્રા લે નહીં. તેને કાયોત્સર્ગ કરવાનાં પાંચ સ્થાન છે. તેમાં પ્રથમ ઉપાશ્રયમાં, બીજું ઉપાશ્રય બહાર, ત્રીજું ચૌટામાં, ચોથું શૂન્ય ઘરમાં અને પાંચમું સ્મશાનમાં. આ સ્થાનોમાં ધ્યાનમગ્ન રહેતાં ભયંકર સ્વરૂપવાળા દેવતાઓ બીવડાવે તોપણ કિંચિત્ ભય પામે નહીં; સર્વત્ર નિર્ભય રહે. (આ ભાવનામાં ભય ને નિદ્રાનો જય કરવાનો છે). ત્રીજી સૂત્ર ભાવના એવી રીતે છે કે-નંદીસૂત્ર વગેરે સર્વ શાસ્ત્ર પોતાના નામની જેમ કોઈ પણ વખતે ભૂલે નહીં, કંઠે રાખે અને કાળના પ્રમાણને સૂત્રને આધારે બરાબર જાણે. શ્વાસોચ્છવાસ, પ્રાણ, સ્તોક, મુહૂર્ત તથા પોરસી વગેરે કાળના પ્રમાણને, દિવસે તથા રાત્રીએ મેઘાદિકથી આકાશ છવાયું હોય તોપણ યથાસ્થિત જાણે, તથા પડિલેહણનો કાળ, બે ટંકના પ્રતિક્રમણનો કાળ, ભિક્ષાનો કાળ તથા વિહારાદિકનો કાળ પણ દેહની છાયા ન દેખાતી હોય Page #62 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૨૭] તપાચારનો બારમો ભેદ-કાયોત્સર્ગ ૫૩ ત્યારે પણ બરાબર જાણે. ચોથી એકત્વ ભાવના એવી રીતે છે કે જો કે પ્રથમ ગૃહસ્થપણાનું સ્ત્રીઘનાદિક સંબંધી મમત્વ સાધુઓએ છોડી દીધું છે, તોપણ પાછળથી આચાર્યાદિક પદ પ્રાપ્ત થવાથી ગચ્છ વગેરે ઉપર મમત્વ ઉત્પન્ન થાય છે, તેવું મમત્વ ન કરવું, અને દૃષ્ટિપાત, આલાપ, પરસ્પર કુશળ પૃચ્છા અને કથાવ્યતિકર કહેવા વગેરેની જે પ્રથમ પ્રવૃત્તિ હતી, તે સર્વનો ત્યાગ કરવો. છેવટે દેહ અને ઉપથિ આદિકનું મમત્વ પણ તજવું. પાંચમી બળ ભાવના આ પ્રમાણે છે કે તપ પ્રમુખના વશથી જો શરીરનું બળ ક્ષીણ થયું હોય તોપણ ચિત્તના ધૈર્યનો ત્યાગ કરે નહીં. મહા ઘોર પરિષહ ઉત્પન્ન થાય, અથવા બીજાં દુર્બર પ્રાણીઓના ભયજનક ઉપસર્ગો થાય તોપણ પોતાનું ધૈર્ય મૂકે નહીં. આ પ્રમાણે પાંચે ભાવનાથી કાંઈ પણ ક્ષોભ ન પામે તો પછી જિનકલ્પને અંગીકાર કરી શકાય છે. સુસ્થિત મુનિ બીજી સત્વ ભાવનાએ કરીને આત્માને ભાવતા હતા. તેમાં પણ ઉપાશ્રય બહાર રહીને કાયોત્સર્ગ કરવારૂપ બીજા સત્ત્વ યોગની ભાવના કરતા હતા. તે પાંચે મુનિઓ અભયકુમાર મંત્રીની યાનશાળામાં માસકલ્પ રહ્યા હતા. હવે અભયકુમારે ઘણી શોઘ કરી તોપણ હાર મળ્યો નહીં, તેથી “છ દિવસ વીતી ગયા અને સાતમો દિવસ છે, કોણ જાણે કાલે શું થશે?” ઇત્યાદિ વિચારથી તે શોકાતુર થયા સતા “આજે તો સાધુ પાસે જઈને તેમની પર્યપાસના કરું.” એવો વિચાર કરીને ઉપાશ્રયમાં આવી રાત્રિપોસહ લઈ ત્યાં જ રાત્રિ રહ્યા. તે સમયે સુસ્થિત મુનિ પ્રતિક્રમણ કરીને ઉપાશ્રયની બહાર જઈ કાયોત્સર્ગે રહ્યા. અહીં પેલા મણિકારના પુત્રને વિચાર થયો કે, “જો કદાચ રાજાને આ હાર મારી પાસે છે એમ ખબર પડશે, તો આખા કુટુંબ સહિત મારા જીવિતની હાનિ થશે.” પછી તેણે તે હાર વાનરને પાછો આપ્યો. માણસો ઉપર કૃપાવાન વાનર તે હાર બીજે ક્યાંય ન મૂકતાં સાધુના ઉપાશ્રય પાસે આવ્યો, ત્યાં મુનિને ઉપાશ્રયની બહાર એકલા કાયોત્સર્ગે રહેલા જોઈને તે હાર મુનિના કંઠમાં પહેરાવી દીઘો. હવે ઉપાશ્રયમાં રહેલા બીજા ચાર સાઘુઓ એક એક પ્રહરના વારા પ્રમાણે સુસ્થિત મુનિના શરીરને પ્રમાવા (તેની સંભાળ લેવા) આવતા હતા. તેમાં પ્રથમ શિવસાઘુ પહેલે પ્રહરે કાયોત્સર્ગે રહેલા સુસ્થિત મુનિના દેહનું પ્રમાર્જન કરવા માટે આવ્યા, તે વખતે તેમના કંઠમાં દિવ્ય કાંતિવાળો હાર જોઈને તેણે ઘાર્યું કે, “જરૂર જેને માટે અભયમંત્રી ચિંતાતુર છે તે જ આ હાર જણાય છે.” પછી સુસ્થિત મુનિના દેહનું પ્રમાર્જન કરીને પહેલો પ્રહર પૂરો થયે ઉપાશ્રયની અંદર પ્રવેશ કરતાં નિિિદ ને બદલે “અહો! મહાભય પ્રાપ્ત થયું,” એમ શિવસાધુ બોલ્યા. તે સાંભળી અભયે પૂછ્યું કે, “નિર્ભય એવા મુનિઓને ભય ક્યાંથી હોય?” સાઘુએ કહ્યું કે, “પૂર્વે અનુભવેલા ભયનું સ્મરણ થયું.” અભયે કહ્યું કે, “હે પૂજ્ય! હું તે વૃત્તાન્ત જાણવા ઇચ્છું છું.” ત્યારે મુનિ બોલ્યા કે અવન્તિ નગરીમાં સોમ અને શિવદત્ત નામે બે ભાઈઓ રહેતા હતા. તે બન્ને ઘન મેળવવાની ઇચ્છાથી વ્યાપાર કરવા માટે સૌરાષ્ટ્ર દેશમાં ગયા. ત્યાં અનેક પ્રકારના અઘમ તથા કર્માદાનના વ્યાપાર કરીને તેમણે ઘણું દ્રવ્ય મેળવ્યું. પછી પોતાના ઘર તરફ આવવા તૈયાર થયા. તે વખતે સર્વ ઘન એક વાંસળીમાં ભરીને મોટા ભાઈએ તે વાંસળી પોતાની કેડે બાંધી. માર્ગમાં ચાલતાં તેને વિચાર થયો કે, “જો હું નાના ભાઈને મારી નાખું તો આ ઘનનો ભાગીદાર કોઈ રહે નહીં, અને સર્વ ઘન મારા હાથમાં જ રહે.” એમ વિચાર કરતો કરતો તે નાના ભાઈ સહિત ગુન્યવતી નદી પાસે Private & Personal Use Only Page #63 -------------------------------------------------------------------------- ________________ ૫૪ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૫ [સ્તંભ ૨૦ આવી પહોંચ્યો, એટલે તેણે વિચાર્યું કે, “આ દ્રવ્યના પ્રભાવથી પ્રતિક્ષણે મને રૌદ્રધ્યાન થયા કરે છે, માટે આ અનર્થ કરનારી વાંસળીને નદીના મોટા દ્રહમાં નાખી દઉં.” એમ વિચારીને તેણે તરત જ નદીના મોટા ઘરામાં તે વાંસળી નાંખી દીધી. તે જોઈને નાના ભાઈએ કહ્યું કે, “અરે ભાઈ! આ તમે શું કર્યું?” મોટો ભાઈ બોલ્યો કે, “દુખ બુદ્ધિ સહિત મેં વાંસળીને અગાઘ જળમાં નાંખી દીધી છે.” એમ કહીને તેણે પોતાના દુષ્ટ વિચારો નાના ભાઈને કહ્યા. તે સાંભળીને નાનો ભાઈ પણ બોલ્યો કે, “તમે બહુ સારું કર્યું, મારી પણ તેવી જ દુષ્ટ બુદ્ધિ થતી હતી, તે પણ નાશ પામી.” પછી તે બન્ને ભાઈઓ પોતાને ઘેર આવ્યા. અહીં તે વાંસળીને એક યુઘિત મત્સ્ય ગળી ગયો. તે મસ્ય ભારે થઈ જવાથી તરત જ કોઈ એક મચ્છીમારની જાળમાં પકડાયો. તેને મારીને મચ્છીમાર ચૌટામાં વેચવા આવ્યો. તે બન્ને ભાઈઓની માતાએ મૂલ્ય આપીને તે મત્સ્ય વેચાતો લીધો, અને ઘેર આવીને પોતાની દીકરીને વિદારવા આપ્યો. તે દીકરીએ મત્સ્ય કાપતાં તેમાં વાંસળી દીઠી. તેને છાની રીતે લઈને પોતાના ખોળામાં સંતાડી. તે જોઈને માતાએ પૂછ્યું કે, “તેં શું સંતાડ્યું?” પુત્રી બોલી કે, “કાંઈ નહીં.” માતા ખાતરી કરવા માટે તેની પાસે ગઈ. એટલે પુત્રીએ તેને હાથમાં રહેલા છરાવડે મર્મસ્થાનમાં પ્રહાર કર્યો, તેથી તે ડોશી મૃત્યુ પામી. પછી ગભરાઈને તે અમારી બહેન એકદમ ઊઠી, એટલે તેના ખોળમાંથી તે વાંસળી ભૂમિપર પડતી અમે સાક્ષાત્ જોઈ. તેથી અમને બન્ને ભાઈઓને વિચાર થયો કે, “અહો! આ તે જ અનર્થ કરનાર ઘન છે કે જેને અમે ફેંકી દીધું હતું!' ઇત્યાદિ વિચારીને માતાની ઊર્ધ્વક્રિયા કરીને અમે બન્ને ભાઈઓએ વૈરાગ્યથી તે વાંસળીનો ત્યાગ કરી દીક્ષા ગ્રહણ કરી. માટે હે શ્રાવક! તે ભય અત્યારે મને યાદ આવ્યું. તમે જ જુઓ કે તે અર્થ (ઘન) કેવું ભયકારી છે?” અભય બોલ્યા કે, “હે પૂજ્ય! આપનું વાકય સત્ય છે, ઘન સ્નેહવાળા ભાઈઓમાં પણ પરસ્પર વૈર કરાવનારું છે, સેંકડો દોષ ઉત્પન્ન કરનારું છે અને હજારો દુઃખોને આપનારું છે. તેના ભયથી આપે જે આ ચારિત્ર લીધું તે બહુ સારું કર્યું છે, કેમકે દુઃખને આપનારા એવા અનેક વિકલ્પોને કરાવનારું ઘન છે.” આ દૃષ્ટાંત સાંભળી અભયકુમાર ઘનનું દુઃખદાયી પરિણામ જાણવા છતાં પોતે ઘનનો આદર કર્યો છે એમ વિચારીને તે શિવસાધુની તથા કાયોત્સર્ગે રહેલા સુસ્થિત મુનિની પ્રશંસા કરવા લાગ્યો. વ્યાખ્યાન ૨૯૮ સુસ્થિત મુનિ વાળું દ્રષ્ટાંત (ચાલુ) तथैव सुस्थितं साधु, कायोत्सर्गजुषं मुदा । देहप्रमार्जनार्थाय, द्वियामे सुव्रतो ययौ ॥१॥ ભાવાર્થ-“તે જ પ્રમાણે હર્ષપૂર્વક કાયોત્સર્ગને સેવનારા સુસ્થિતમુનિના દેહનું પ્રમાર્જન કરવા માટે બીજે પ્રહરે સુવ્રત સાઘુ ગયા.” આ શ્લોકમાં સૂચવેલા સુવત મુનિનો પ્રબંધ આ પ્રમાણે છે- હવે બીજે પ્રહરે સુસ્થિત મુનિના દેહને પ્રમાર્જવા માટે સુવ્રત સાથુ ઉપાશ્રયની બહાર નીકળ્યા. તે પણ પોતાનું કાર્ય કરીને હાર જોઈ બીજો પ્રહર પૂરો થયે પાછા વળ્યા, અને “અહો! મહા ભય Page #64 -------------------------------------------------------------------------- ________________ પપ વ્યાખ્યાન ૨૯૮] સુસ્થિત મુનિ વાળું દૃષ્ટાંત (ચાલુ) ઉત્પન્ન થયું” એમ બોલ્યા. તે સાંભળીને અભયકુમાર મંત્રીએ પૂછ્યું કે, “હે પૂજ્ય! જેમણે ગૃહકાર્યોનો સર્વથા ત્યાગ કર્યો છે એવા મુનિને મોટું ભય શું?” સાધુ બોલ્યા કે, “પૂર્વે અનુભવેલું ભય સ્મરણમાં આવ્યું.” મંત્રીએ તેનું સ્વરૂપ પૂછ્યું, એટલે સુવ્રત મુનિ બોલ્યા કે, “અંગદેશને વિષે વ્રજ નામના ગામમાં મદદરને પુત્ર હું સુવ્રત નામે હતો. મારે સીરિભટ્ટા નામની પત્ની હતી. એકદા તે ગામમાં ચોરો પેઠા. તેમના ભયથી સર્વ લોકો નાસી ગયા. હું એકાન્ત સ્થળમાં સંતાઈ ગયો. તે વાતથી અજાણી મારી સ્ત્રીએ ચોરોને કહ્યું કે, “તમે સ્ત્રીઓને કેમ હરી જતા નથી?” તેના આવા વાક્યથી ચોરોએ તેનો અભિપ્રાય જાણીને તેનું હરણ કર્યું, અને પોતાના પલ્લી પતિને અર્પણ કરી. પછી મારા સ્વજનો મને વારંવાર કહેવા લાગ્યા કે, “તું વધૂને બંઘનથી કેમ છોડાવતો નથી?” તોપણ હું તેની શોધ કરતો નહોતો. અન્યદા સ્વજનોનો બહુ આગ્રહ થવાથી હું એકલો ચોરની પલ્લીમાં ગુપ્ત રીતે ગયો. ત્યાં એક વૃદ્ધ ડોશીને ઘેર રહ્યો. એક દિવસ મેં તે ડોશીને મારી સ્ત્રીનું હરણ થયેલું જણાવ્યું. તેથી તે વૃદ્ધાએ પલ્લી પતિને ઘેર જઈને તે સ્ત્રીને કહ્યું કે, ‘તારે માટે તારો પતિ અહીં આવ્યો છે. તે સાંભળી સીરિભટ્ટા બોલી કે, “આજે પલ્લીપતિ બહાર જવાનો છે, તેથી તેના ગયા પછી સાંજે મારા પતિને મારી પાસે મોકલજો.” પછી તે વૃદ્ધાના કહેવાથી હું મારી સ્ત્રી પાસે ગયો. તેણે મારું સારી રીતે આસનાદિકથી સન્માન કર્યું. તેવામાં પલ્લીપતિ અપશુકન થવાથી પાછો આવ્યો, તેથી મારી સ્ત્રીએ મને પલંગની નીચે સંતાડી દીઘો. પલ્લીપતિ પણ આવીને તે જ પલંગ ઉપર બેઠો, તેથી હું ભયભીત થયો. પછી મારી સ્ત્રીએ પલ્લી પતિને પૂછ્યું કે, “હે પલ્લીશ! જો કદાચ મારો પતિ અહીં આવે તો તમે મને શું કરો?” તેણે જવાબ આપ્યો કે, “સત્કારપૂર્વક તને તારા પતિને પાછી સોંપી દઉં.' તે સાંભળીને તેણે વક્ર ભૃકુટી કરીને સંજ્ઞા કરી, એટલે તે ફરીથી બોલ્યો કે–“જો હું તારા પતિને જોઉં, તો તેનો વઘ કરું.' એટલે મારી સ્ત્રીએ નેત્રની સંજ્ઞાથી મને દેખાડ્યો કે તેણે તરત જ મારા કેશ પકડીને મને બહાર કાઢ્યો અને લીલી વાઘરથી મને બાંધી લીઘો. પછી પલ્લીપતિ વગેરે સર્વ જનો સૂઈ ગયા. મને બાંધ્યો હતો ત્યાં કેટલાક કૂતરા આવ્યા, તેમણે મારાં સર્વ બંઘન ભક્ષણ કર્યા, તેથી હું બંધનમુક્ત થયો. પછી તે ચોરના જ ખર્ગથી મેં પલ્લીપતિને મારી નાંખ્યો, અને મારી સ્ત્રીના કેશ પકડીને ખેંચી અને કહ્યું કે, જો બૂમ પાડીશ તો હું તારું શિર પણ છેદી નાખીશ.” એટલે તે સ્ત્રી મૌન ઘરી રહી. પછી તેને લઈને હું બહાર નીકળી ચાલવા માંડ્યો. તે મારી સ્ત્રીએ માર્ગમાં કંબલ ફાડીને તેના કકડા નાંખવા માંડ્યા. પ્રાતઃકાળે હું તેની સાથે એક વાંસની જાળમાં વિસામો ખાવા માટે રોકાયો. થોડી વારે મારી સ્ત્રીએ નાંખેલા કંબલના કકડાને અનુસાર તે પલ્લીપતિના અનુચરો આવી પહોંચ્યા, અને મને ખૂબ માર માર્યો. પછી મારા પાંચ અંગોને પાંચ ખીલાથી જડી લઈ મને પૃથ્વી સાથે ચોંટાડી દીઘો. અને મારી ભાર્યાને લઈને તેઓ પાછા ચાલ્યા ગયા. થોડી વારે એક વાર મારી પાસે આવ્યો. તે મને જોઈને મૂછ પામ્યો. કેટલીક વારે સાવધ થઈને તે શલ્યોદ્ધરણી (શલ્યનો ઉદ્ધાર કરનારી) અને સંરોહણી (ઘા રુઝાવનારી) ઔષધિ લઈને મારી પાસે આવ્યો. તેનાથી તેણે મને શલ્ય રહિત કર્યો. પછી મારી સમીપે તેણે અક્ષરો લખ્યા કે–“હું તારા ગામમાં સિદ્ધકર્મા નામનો વૈદ્ય હતો; તે વખતે પણ મેં તને સાજો કર્યો હતો, તે હું મરીને આ વનમાં વાનર થયો છું. આ વનમાં કોઈ એક વાનરે Page #65 -------------------------------------------------------------------------- ________________ પS શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૫ [સ્તંભ ૨૦ મને પ્રહાર કરીને મારો સર્વ પરિવાર લઈ લીધો છે, હું ચૂથથી ભ્રષ્ટ થયેલો અહીં તારી પાસે આવ્યો છું. તને જોઈને મને જાતિસ્મરણ થયું તેથી મેં તને શલ્યથી મુક્ત કર્યો છે. હવે તું પણ મને સહાયભૂત થા કે જેથી મારા શત્રુ વાનરનો હું પરાજય કરું.” તે સાંભળીને હું તે મર્કટની સાથે ગયો. ત્યાં બન્ને મર્કટોનું યુદ્ધ શરૂ થયું. તેમાં મારી સાથેના મર્કટનો પરાજય થયો, ત્યારે તેણે મને કહ્યું કે, તેં મારી સહાયતા કેમ ન કરી?” મેં કહ્યું કે, “તમે બન્ને રૂપ અને વર્ણાદિકે કરીને સમાન દેખાઓ છો, તેથી મારો મિત્ર કોણ અને તેનો શત્રુ કોણ તે હું ઓળખી શક્યો નહીં.” તે સાંભળીને તે મર્કટ નિશાની માટે પોતાના કંઠમાં પુષ્પમાળા નાંખીને ફરીથી યુદ્ધ કરવા ગયો. તે વખતે મેં બીજા વાનરને પથ્થરવડે મર્મસ્થાનમાં પ્રહાર કર્યો, જેથી તે મૃત્યુ પામ્યો. પછી હું મારા મિત્ર વાનરની રજા લઈને પાછો ચોરની પલ્લીમાં ગયો. ત્યાં મારી ભાર્યા સાથે આલિંગન કરીને સૂતેલા પલ્લીપતિના ભાઈને મેં ખગ્નવડે મારી નાંખ્યો અને બળાત્કારથી મારી સ્ત્રીને લઈને મારે ઘેર આવ્યો; પરંતુ સર્વ પ્રકારનાં દુઃખનો અનુભવ થવાથી મને વૈરાગ્ય ઉત્પન્ન થયો. તેથી મેં તત્કાળ સંસાર છોડીને ચારિત્ર ગ્રહણ કર્યું. હે મંત્રી! આજે ઉપાશ્રયમાં પ્રવેશ કરતાં તે ભયનું મને સ્મરણ થયું.” તે સાંભળી મંત્રી બોલ્યો કે, “હે મુનિ! આપે તે સ્ત્રીનો સંગ છોડીને ચારિત્ર લીધું તે ઘણું ઉત્તમ કામ કર્યું છે.” પછી ત્રીજે પ્રહરે ઘન્યમુનિ સુસ્થિતમુનિના દેહને પ્રમાર્જવા ગયા. તે પણ તેવી જ રીતે હાર જોઈને “અહો! મોટું ભય ઉત્પન્ન થયું'' એમ બોલતા ઉપાશ્રયમાં આવ્યા, એટલે અભયકુમારે પૂછ્યું કે, “હે પૂજ્ય! વીતરાગના માર્ગમાં રહેલાને અતિ ભય ક્યાંથી હોય?” મુનિ બોલ્યા કે, “પૂર્વે અનુભવેલ ભય યાદ આવ્યો.” મંત્રીએ કહ્યું, “હે સ્વામી! તે વૃત્તાન્ત પ્રકાશિત કરો.” ત્યારે મુનિ કહેવા લાગ્યા કે, “અવન્તિ નગરી સમીપે એક ગામડાના રહીશ કોઈ કુલપુત્ર (કણબી)નો હું ઘનક નામે પુત્ર છું. મારા માતાપિતાએ મને અવન્તિમાં પરણાવ્યો હતો. એકદા હું સાયંકાળને વખતે મારે સાસરે જતો હતો. સંધ્યા સમય થતાં હું અવન્તિ નગરીના સ્મશાને જઈ પહોંચ્યો. ત્યાં એક યુવતીને રોતી સાંભળીને મેં તેને પૂછ્યું કે, “તું કેમ રુએ છે?” તે બોલી કે, “જે માણસ કદી દુઃખ પામ્યો નથી અથવા જે દુઃખ ભાંગવા સમર્થ નથી અથવા જે બીજાનું દુઃખ જાણી દુઃખી થતો નથી તેવા માણસને દુઃખનું વૃત્તાંત કહેવું નહીં અને જે દુઃખ પામ્યો છે, જે દુઃખનો નિગ્રહ કરવા સમર્થ છે અથવા જે પારકા દુઃખે દુઃખી થાય છે તેને દુઃખની વાત કહેવી.” તે સાંભળીને મેં કહ્યું કે, હું તારા દુઃખનું નિવારણ કરીશ.” ત્યારે તે બોલી કે, “આ શૂળી ઉપર ચડાવેલો માણસ મારો સ્વામી છે. તે નિર્દોષ છતાં તેને રાજાએ આવી દશા પમાડી છે. હું રાજપુરુષોથી ભય પામતી “મને કોઈ જાણે નહીં” એમ વિચારીને આ સંધ્યા સમયે મારા સ્વામી માટે ભોજનાદિક લઈને આવી છું, પણ મારું શરીર નાનું હોવાથી હું તેને ભોજન કરાવવા શક્તિમાન થતી નથી, તેથી હું રુદન કરું છું. તે સાંભળીને મેં તેને કહ્યું કે, મારી પીઠપર ચડીને તું તારા પતિને ભોજન કરાવ.” ત્યારે તેણે મને કહ્યું કે, “તારે નીચી દ્રષ્ટિ જ રાખવી, ઊંચું જોવું નહીં; જો ઊંચું જોઈશ તો હું પતિવ્રતા હોવાથી લm પામીશ.” એમ કહીને તે મારી પીઠપર ચડી પોતાના કાર્યમાં પ્રવૃત્ત થઈ. થોડી વારે મારા પૃષ્ઠ ઉપર રુધિરનાં બિંદુઓ પડવા લાગ્યાં. તેથી મેં કાંઈક ઊંચી દ્રષ્ટિ કરી જોયું તો છરીવડે તે માણસનું માંસાદિક લેતી અને તેને કાપી કાપીને પાત્રમાં નાંખતી મેં તેને જોઈ. આવા બીભત્સ કર્મને જોઈને Page #66 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૨૯૮] સુસ્થિત મુનિ વાળું દૃષ્ટાંત (ચાલુ) પ૭ મેં તેને પડતી મૂકી અને ભયથી હું ગામના દરવાજા પાસે આવેલા એક યક્ષના દેરામાં પેઠો. મારી પાછળ જ દોડતી આવતી તેણે મને જોયો; એટલે મારો એક પગ દેરાના ઉંબરાની બહાર અને એક પગ અંદર હતો, તે જ વખતે તેણે બહારના પગ ઉપર તે જ અસિવડે પ્રહાર કર્યો અને તેનાથી કપાયેલો મારો ઉપ્રદેશ લઈને તે નાસી ગઈ. પછી હું દ્વારદેવીની પાસે કરુણ સ્વરે રુદન કરવા લાગ્યો; તેથી દેવીને કરુણા ઉત્પન્ન થઈ; એટલે કોઈ શૂળીએ ચડાવેલા સજીવન માણસને ઉપ્રદેશ કાપી લાવીને મારા પગ સાથે સાંધી તેણે મને સાજો કર્યો. પછી હું રાત્રીને જ વખતે મારા સસરાને ઘેર ગયો, ત્યાં ઘરમાં દીવો બળતો હોવાથી દ્વારના છિદ્રમાંથી ઘરની અંદર શું થાય છે તે હું જોવા લાગ્યો, તો તે જ સ્ત્રીને અને તેની માને મદ્ય માંસ ખાતી મેં જોઈ. તેની માએ તેને પૂછ્યું કે, “અહો પુત્રી! આવું સુંદર તાજું માંસ તું ક્યાંથી લાવી?” તે બોલી “હે માતા! આ માંસ તારા જમાઈનું છે.” એમ કહીને તેણે સર્વ વૃત્તાન્ત કહ્યો. ત્યારે તેની માતા બોલી કે, “એમ કરવું તને યોગ્ય નહોતું.” પુત્રી બોલી કે, “હું શું કરું? તેણે મારા વચન પ્રમાણે કર્યું નહીં, અને ઊંચું જોયું, તેથી મેં તેમ કર્યું. આ પ્રમાણે તે બન્નેની વાતો સાંભળીને હું પાછો ફરી દેવીના ચૈત્યમાં આવ્યો અને ત્યાં રાત્રી નિર્ગમન કરી. પછી કોઈ સાધુ પાસે ઘર્મોપદેશ સાંભળીને મેં દીક્ષા ગ્રહણ કરી. હાલમાં આ સુસ્થિત મુનિની સેવા કરું છું. આજે તે પૂર્વે અનુભવેલો ભય મને સ્મરણમાં આવ્યો.” તે સાંભળીને અભયકુમારે તેમની અતિ પ્રશંસા કરી. હવે ચોથે પ્રહરે જોણક મુનિ પ્રમાર્જન કરવા નિમિત્તે ગયા. તેઓ પણ હાર જોઈને, “મહા ભય ઉત્પન્ન થયો.” એમ બોલ્યા. અભયકુમારે પૂછતાં તે જોણક સાધુ પોતાનું પૂર્વ ચરિત્ર કહેવા લાગ્યા કે, અવન્તિનગરીમાં જોણક નામનો હું સાર્થવાહ હતો. મારી સ્ત્રી ઉપર હું અતિ રાગવાન હતો. એક વખત મારી ભાર્યાએ મને કહ્યું કે, “તમે મને મૃગપુચ્છ લાવી આપો.” મેં કહ્યું કે, હું ક્યાંથી લાવી આપું?” તે બોલી કે, “રાજગૃહી નગરીના રાજાને ઘેર મૃગો છે, ત્યાંથી લાવી આપો.” પછી હું રાજગૃહી નગરીના ઉદ્યાનમાં ગયો, ત્યાં સ્વરૂપવાન વેશ્યાનો સમૂહ છેલ પુરુષોની સાથે ક્રીડા કરતો મેં જોયો, તેમાંથી એક મુગ્ધસેના નામની સુંદર યુવતીને કોઈ વિદ્યારે હરણ કરી. મેં તે વિદ્યાઘરને બાણથી વીંધી નાખ્યો, એટલે તેના હાથમાંથી છૂટીને તે યુવતી સરોવરમાં પડી, તેમાં ઊગેલા કમળો લઈને તે બહાર નીકળી અને મને કમળનું ભેટશું કરી મારી સાથે સ્નેહ કરવા લાગી. ત્યાર પછી તેણે મને આગમનનું કારણ પૂછ્યું, એટલે મેં પણ સ્ત્રીની પ્રેરણાથી કરેલા પ્રયાણનું વૃત્તાન્ત નિવેદન કર્યું. તે વૃત્તાન્ત સાંભળીને તે યુવતીએ મને કહ્યું કે, ખરેખર તમારી સ્ત્રી અસતી જણાય છે. તેણે કપટ કરીને તમને છેતર્યા છે.” તે યુવતીનું આ વાક્ય મને સત્ય લાગ્યું નહીં. મને એવો ભાસ થયો કે, “સ્ત્રીઓ બીજી સ્ત્રીના ગુણ સાંભળીને ખુશી થતી નથી, પણ ઈર્ષ્યાળુ થાય છે. પછી હું તે મુગ્ધસેના વેશ્યાને ઘેર ગયો. તેણે ઘણા ઉપચારોથી મારી સેવા કરી. એક દિવસ તે વેશ્યાએ શ્રેણિક રાજા પાસે નૃત્ય કરવાનો આરંભ કર્યો, તે વખતે હું તેની સાથે ગયો હતો. સર્વ જનોનાં હૃદય નૃત્યમાં લીન થયેલાં જોઈને મેં મૃગપુચ્છ હરણ કર્યું પણ તેના રક્ષકે મને દીઠો એટલે તેણે રાજા પાસે જાહેર કર્યું. તે ગુનાઓમાંથી મને મુગ્ધસેનાએ છોડાવ્યો. અન્યદા તે મુગ્ધસેનાને લઈને હું મારા ગામ તરફ ચાલ્યો અને ગામની બહાર ઉદ્યાનમાં તે વેશ્યાને મૂકીને રાત્રે હું ગુપ્ત રીતે મારે ઘેર ગયો. તે વખતે મારી ભાર્યાને એક જાર પુરુષની સાથે ભોજન કરતી મેં જોઈ. ત્યાર પછી મારી For Mivate & Personal Use Only Page #67 -------------------------------------------------------------------------- ________________ ૫૮ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૫ [તંભ ૨૦ સ્ત્રી કાંઈ કામ માટે બહાર ગઈ અને તે જાર સૂઈ ગયો, ત્યારે તેને મેં મારી નાંખ્યો. મારી સ્ત્રીએ આવીને તેને મરેલો જોયો, એટલે તરત જ તેને ઊંચકીને ઘરના વાડામાં એક ખાડો ખોદી તેમાં દાટી દીધો. તે સર્વ સ્ત્રીચરિત્ર જોઈને પાછો હું ઉદ્યાનમાં પેલી વેશ્યા પાસે આવ્યો અને તેને સર્વ વાત કહી. પછી વેશ્યા સાથે હું રાજગૃહી નગરીમાં આવી તેને ઘેર ઘણા કાળ સુધી રહ્યો. પછી વેશ્યાની રજા લઈને હું ફરીથી મારી સ્ત્રીનું ચરિત્ર જોવાની ઉત્કંઠાથી ઘેર ગયો. મારી સ્ત્રી નિરંતર મારી સેવા કરવા લાગી, મેં પણ તેનું ચરિત્ર પ્રગટ કર્યું નહીં. હવે તે હમેશાં પેલા જારને જ્યાં દાટ્યો હતો તે સ્થાનની ભોજનાદિક નૈવેદ્યથી પ્રથમ પૂજા કરી પછી જમતી હતી. એક દિવસ મારી સ્ત્રીએ મારે માટે ઘેબર વગેરે મિષ્ટ ભોજન તૈયાર કર્યું, તે વખતે મેં તેને કહ્યું કે, આજે પ્રથમથી કોઈને તારે આ ભોજન આપવું નહીં; જે તને અધિક પ્રિય હોય તેને જ પ્રથમ આપવું.” ત્યારે તે બોલી કે, “મારે તમારાથી બીજો કોઈ અધિક નથી.' એમ કહીને તે મારી દ્રષ્ટિ ચુકાવીને પેલા જારવાળા સ્થળની પૂજા કરવા ગઈ. મેં તે જાણીને તેને કહ્યું કે, “હે અપ્રાર્થ્ય પ્રાર્થિકે! (મૃત્યુને માગનારી!) હજુ સુધી તું તારું ચરિત્ર છોડતી નથી.” ત્યારે તેણે જવાબ આપ્યો કે, “મેં કોઈ પણ વખત તમારી આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું નથી, હું કોઈ વખત કડવું વચન પણ બોલી નથી, અને શા માટે કારણ વિના મને ઠપકો આપો છો?” એમ બોલીને ક્રોઘથી અશ્રપાત કરતી તેણે તપાવેલા તેલથી ભરેલો લોઢાનો તવો મારી ઉપર ફેંક્યો. તેમાંથી ઊછળતા તેલના બિંદુઓ એટલાં બધાં મારા શરીર ઉપર પડ્યા કે મારા શરીરની બઘી ચામડી નાશ પામી ગઈ. પછી હું ભયથી એકદમ નાસીને મહા મુશ્કેલીએ મારી માના ઘરમાં પેસી ગયો, ત્યાં જતાં જ હું મૂછ ખાઈને પડી ગયો. મારા સ્વજનોએ મને શતપાક તૈલ વગેરે ઉપચારો કરીને સાજો કર્યો. પછી મેં સર્વ કુટુંબને સત્ય વૃત્તાન્ત કહીને સાધુ પાસે આવી ઘર્મોપદેશ સાંભળી વૈરાગ્યથી દીક્ષા ગ્રહણ કરી. અત્યારે પણ તે ભયનું મને સ્મરણ થયું.” તે સાંભળી અભયકુમાર બોલ્યો કે, “હે પૂજ્ય! તમે તો બાહ્ય અને અત્યંતર બન્ને પ્રકારના ભયથી રહિત છો, પણ અમે જ કર્મના સમૂહથી ભારે થતા સર્વ ભયની મધ્યે રહીએ છીએ.” ઇત્યાદિ ઘણી રીતે તેમની પ્રશંસા કરીને અભયકુમારે રાત્રી પોસહ પૂર્ણ કર્યો. સૂર્યોદય થયો ત્યારે મંત્રી ઉપાશ્રયની બહાર નીકળ્યા. ત્યાં કાયોત્સર્ગમાં તત્પર અંતઃકરણવાળા સુસ્થિતમુનિના કંઠમાં પેલો હાર જોઈને તેમણે વિચાર્યું કે “અહો! રાત્રીના દરેક પ્રહરે તે ચારે મુનિઓ, “મહાભય પ્રાપ્ત થયું.” એમ બોલ્યા હતા તે સત્ય છે, કેમકે નિઃસ્પૃહ મુનિઓને તો કાંચન મહાભય રૂપ જ છે. અહો! સાધુઓની નિલભતા કેવી છે! રાજ્ય સમાન દિવ્ય હાર જોઈને પાંચમાંથી કોઈએ કિંચિત પણ લોભ કર્યો નહીં. ખરેખર સર્વ ભયો લોભમાં જ રહેલાં છે. આ પ્રમાણે વિચારી સુસ્થિતમુનિને ત્રણ પ્રદક્ષિણાપૂર્વક વાંદીને તથા સ્તુતિ કરીને અભયકુમાર બોલ્યા કે, અહો! તમે જ ખરેખરો લોભને જીત્યો છે.” પછી તે હાર મુનિના કંઠથી પોતે જ ઉતારીને હર્ષ પામતા રાજસભામાં જઈ શ્રેણિક રાજાને આપ્યો, અને રાત્રીનું સર્વ વૃત્તાંત કહ્યું. તે સાંભળીને રાજાએ મંત્રીને કહ્યું કે, “મુનિઓના ગુણની સ્તુતિ વગેરે કરવાથી અનન્ત ભવનાં દુઃખ ચિંતાદિકનો નાશ થાય છે, તો પછી તમારી ઐહિક ચિંતાનો નાશ થાય તેમાં તો કહેવું જ શું? તેમના મહિમાથી સ્વયમેવ સર્વ દુઃખનો ક્ષય થાય છે.” Page #68 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૨૯] તપની પ્રઘાનતા પ૯ “ઉપાશ્રયની બહાર કાયોત્સર્ગમાં ઊભા રહેલા સુસ્થિત સાધુ ચારે પ્રહર સુધી યોગમાં નિશ્ચળ રહ્યા, તે છેલ્લા તપાચારને આચરતા સદ્ગણી મુનીશ્વરની હું સ્તુતિ કરું છું.” વ્યાખ્યાન ૨૯ તપની પ્રધાનતા तपो मुख्यं हि सर्वत्र, न कुलं मुख्यमुच्यते । हरिकेशी श्वपाकोऽपि, स्वःपूज्योऽभून्महाव्रतैः॥१॥ ભાવાર્થ-“સર્વત્ર તપ જ મુખ્ય છે, કુળ મુખ્ય કહેવાતું નથી. જુઓ! હરિકેશી નામનો ચાંડાળ પણ પાંચ મહાવ્રતોથી દેવને પૂજ્ય થયો હતો.” હરિકેશી મુનિની કથા મથુરાપુરીમાં શંખ નામના યુવરાજે ઘર્મ શ્રવણ કરીને દીક્ષા ગ્રહણ કરી. વિહાર કરતાં કરતાં રાજપુર (હસ્તિનાપુર)માં આવ્યા, ત્યાં ભિક્ષાને માટે તસવાલુકાવાળી નરક પૃથ્વી સમાન અને દેવના પ્રભાવથી દાવાનળ રૂપ હુતવહા નામની એક શેરી હતી. તે શેરીમાં જે કોઈ ચાલતું તે તરત જ મૃત્યુ પામતું હતું. મુનિએ તે શેરીને માણસના સંચાર વિનાની જોઈને પુરોહિતના પુત્રને પૂછ્યું કે, “આ શેરીમાં માણસો ચાલે છે કે નહીં?” તેણે ભલે આ બળી જાય' એવા દુષ્ટ આશયથી કહ્યું કે, “ચાલે છે.” તે સાંભળી મુનિ તરત જ તે શેરીમાં ચાલ્યા. તેમના તપના પ્રભાવથી તે શેરી શીતળ થઈ ગઈ. પેલો પુરોહિતનો પુત્ર ગવાક્ષમાં બેઠો હતો. તેણે મુનિને ઈર્યાપથિકી શોઘતા અને ધીમે ધીમે ચાલતા જોઈને “અહો! આ કોઈ મહાતપસ્વી છે.” એમ જાણી વિસ્મિત થયો. પછી એક દિવસ તે મુનિ પાસે ઉદ્યાનમાં જઈ તેમને નમીને બોલ્યો કે, “હે પૂજ્ય! મેં આપને પેલી શેરીમાં જવાની અનુજ્ઞા આપી હતી તે પાપથી હું શી રીતે મુક્ત થઈશ?” મુનિએ કહ્યું કે, “પ્રવ્રજ્યા ગ્રહણ કર.” તે સાંભળીને તેણે દીક્ષા લીધી; પરંતુ બ્રાહ્મણ હોવાથી તેણે જાતિમદ કર્યો. છેવટે આયુષ્ય પૂર્ણ થયે તે સ્વર્ગે ગયો. ત્યાંથી અવીને ગંગાને કાંઠે સ્મશાનના સ્વામી બલકોટ નામનો ચાંડાળ હતો, તેને ગૌરી અને ગાંઘારી નામની બે સ્ત્રીઓ હતી. તેમાં ગૌરીની કુક્ષિમાં તે પુત્રપણે ઉત્પન્ન થયો. પૂર્વ ભવે જાતિમદ કર્યો હતો તેથી તે કદરૂપો અને શ્યામ થયો. ચાંડાળોને પણ ઉપહાસ કરવા લાયક થયો. તેનું બળ નામ પાડ્યું. તે કોઈને પણ ભાંડવામાં કુશળ અને વિષવૃક્ષની જેમ સૌને દ્વેષ કરવા લાયક થયો સતો ઘણા લોકોને ઉદ્વેગ પમાડતો વૃદ્ધિ પામવા લાગ્યો. એકદા તેનો બંઘુવર્ગ પાનગોષ્ઠીમાં તત્પર થયો હતો, તે વખતે તેણે ભાંડચેષ્ટા કરીને સર્વની સાથે કલહ કર્યો તેથી તેઓએ તેને દૂર કર્યો. તે દૂર જઈને બેઠો, તેવામાં ત્યાં એક સર્પ નીકળ્યો. તેને જોઈને તે સર્વે ચાંડાળોએ એકદમ ઊઠીને, “આ ઝેરી સાપ છે.” એમ કહી તેને મારી નાંખ્યો, થોડી વારે બીજો દીપક જાતિનો સર્પ નીકળ્યો, તે વિષરહિત છે એમ જાણીને તેઓએ તેને જવા દીધો. તે સર્વ જોઈને બળે વિચાર્યું કે, “વિષઘારી સર્પ હણાય છે, અને દીપક (નિર્વિષ) સર્પ મૂકી દેવાય છે, માટે સર્વ કોઈ પોતાના જ ૧. મદિરાપાન કરવામાં, Page #69 -------------------------------------------------------------------------- ________________ ૬૦ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૫ [સ્તંભ ૨૦ દોષથી ફ્લેશ પામે છે એમ સિદ્ધ થયું, તો હવે ભદ્ર પ્રકૃતિ રાખવી તે જ યોગ્ય છે.” એમ વિચારતાં તેને જાતિસ્મરણ થયું; તેથી પોતાનો સ્વર્ગવાસ તથા દુષ્ટ જાતિમદ ને વિચારતો તે બળ કોઈ સંવિગ્ન સાધુ પાસે ગયો. તેમની પાસે ઘર્મ શ્રવણ કરીને તેણે દીક્ષા લીધી. પછી વિહાર કરતાં અન્યદા તિંદુક નામના ઉદ્યાનમાં હિંદુક યક્ષના ચૈત્યમાં તે મુનિ પ્રતિમા ઘારણ કરીને રહ્યા. એક દિવસ તે ચૈત્યમાં કૌશલિક રાજાની પુત્રી ભદ્રા ઘણી સખીઓ સાથે પરવરેલી આવી. ત્યાં યક્ષને નમીને ક્રીડા કરવામાં પ્રવૃત્ત થઈ. ક્રીડા કરતાં તે સર્વેએ વરને આલિંગન કરવાનું મિષ કરીને ચૈત્યના જુદા જુદા સ્તંભો પકડ્યા. તેમાં રાજપુત્રી કાયોત્સર્ગ ઊભેલા તે મુનિને સ્તંભ ઘારીને તેમને જ આલિંગન કરીને બોલી કે, “હું આ વરને વરી છું.” થોડી વારે વર્ણ શ્યામ અને વિકરાળ એવા તે મુનિને જોઈને તે બૂમ પાડતી સતી થૂ થૂ કરવા લાગી. તે જોઈને યક્ષને ક્રોઘ ચડ્યો; તેથી તેણે તે રાજકન્યાનું મુખ વાંકું કરી નાંખ્યું, શરીર કદરૂપું કર્યું અને પરવશ કરી દીધી. પછી તે યક્ષ બોલ્યો કે, “જો આ સ્ત્રી મુનિને પતિપણે સ્વીકારશે તો જ હું તેને મુક્ત કરીશ.” તે સાંભળીને રાજાએ તેને જીવતી રાખવાના હેતુથી તેમ કરવાનું કબૂલ કર્યું. પછી તે રાજપુત્રી સ્વજનોની અનુજ્ઞાથી યક્ષના ચૈત્યમાં જ રહી, અને મુનિને અનુકૂળ ઉપસર્ગ કરવા લાગી, પણ મુનિએ તેની જરા પણ ઇચ્છા કરી નહીં; એટલે તે પાછી ઓસરી. પછી યક્ષે ઘડીમાં પોતાનું સ્વરૂપ અને ઘડીમાં મુનિનું સ્વરૂપ દેખાડી છેતરીને આખી રાત્રી તેની વિડંબના કરી. પ્રાત:કાળે “મુનિ તો તને ઇચ્છતા નથી' એવાં યક્ષનાં વચનથી તે રાજપુત્રી ખિન્ન મનવાળી થઈ સતી પોતાના પિતાને ઘેર ગઈ. તેને પાછી આવેલી જોઈને સોમદેવ નામના પુરોહિતે રાજાને કહ્યું કે, “આ ઋષિપત્ની બ્રાહ્મણને કહ્યું.” તે સાંભળીને રાજાએ તે પુરોહિતને જ આપી. તેણે તેને પોતાની પત્ની કરી. અન્યદા પ્રિયા સહિત યજ્ઞ દીક્ષા ગ્રહણ કરીને તેણે યજ્ઞનો આરંભ કર્યો. હવે હરિકેશી નામના ચાંડાળ કુળમાં ઉત્પન્ન થયેલા બળ નામના તે જિતેન્દ્રિય મુનિ એક દિવસ ભિક્ષા માટે તે બ્રાહ્મણના યજ્ઞપાટકમાં જ ગયા. તે તપસ્વીને આવતા જોઈને બ્રાહ્મણો અનાર્યની જેમ તેનો ઉપહાસ કરવા લાગ્યા, અને કહેવા લાગ્યું કે, “અરે! તું કોણ છે? તારું આવું બીભત્સ રૂપ જોવાને પણ અમે યોગ્ય નથી. તું શી ઇચ્છાથી અહીં આવ્યો છે? અમારી દ્રષ્ટિથી દૂર જા.”ઇત્યાદિ વચનો સાંભળીને પેલો યક્ષ જે નિરંતર મુનિની સાથે જ રહેતો હતો તે કોપાયમાન થયો; તેણે મુનિના દેહમાં પ્રવેશ કરીને કહ્યું કે, “હું શ્રમણ (સાધુ) છું, બીજાને માટે તૈયાર કરેલું અન્ન લેવા માટે હું આવ્યો છું, અહીં તમોએ ઘણું અન્ન રાંધ્યું છે; તો તેમાંથી શેષનું પણ અવશેષ પ્રાંતે રહેલું હોય તે મને સાધુને આપો.” એ પ્રમાણેનાં વચનો સાંભળી યાજ્ઞિકો બોલ્યા કે, “આ સિદ્ધ કરેલું ભોજન બ્રાહ્મણોને જ દેવા યોગ્ય છે, તને શુદ્રને દઈ શકાય તેમ નથી. જગતમાં બ્રાહ્મણ સમાન બીજું કોઈ પુણ્યક્ષેત્ર નથી, તેમાં વાવેલું બીજ મોટા ફળને આપે છે.” મુનિના શરીરમાં રહીને યક્ષ બોલ્યો કે, “તમે યજ્ઞમાં હિંસા કરો છો, આરંભમાં રક્ત છો, અજિતેન્દ્રિય છો, તેથી તમે તો પાપક્ષેત્ર છો. વિશ્વમાં મહાવ્રતને ઘારણ કરનાર મુનિના જેવું બીજું કોઈ પુણ્યક્ષેત્ર નથી.” આ પ્રમાણે તે યક્ષે યજ્ઞાચાર્યનું અપમાન કર્યું. તે જાણીને તેના શિષ્યો બોલ્યા કે, “અમારા ઉપાધ્યાયનો તું પ્રત્યનિક છે, માટે હવે તો તને કાંઈ પણ આપીશું નહીં, નહીં તો કદાચ અનુકંપાને લીધે કાંઈ ૧. કાયોત્સર્ગ કરીને સ્થિર રહેવું તે. Page #70 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૨૯૯] તપની પ્રઘાનતા ૬૧ અંત પ્રાંતાદિ પણ આપત.” યક્ષ બોલ્યો કે, “સમિતિવંત, સમાધિવાળા, ત્રણ ગતિથી ગુપ્ત અને જિતેન્દ્રિય એવા મને જો તમે એષણીય અન્ન નહીં આપો; તો પછી આ યજ્ઞથી તમને શું લાભ મળવાનો છે? કાંઈ પણ લાભ મળશે નહીં.” તે સાંભળીને અધ્યાપકે પોતાના શિષ્યોને કહ્યું કે, “આને લાકડી અને મૂઠી વગેરેથી મારીને કાઢી મૂકો.” તે સાંભળીને સર્વે શિષ્યો એકદમ તેના તરફ દોડ્યા, અને મુનિને દંડાદિકવડે મારવા લાગ્યા. તે વખતે રાજપુત્રી ભદ્રા તેમને અટકાવીને બોલી કે, “હે શિષ્યો! આ મુનિ કદર્થનાને યોગ્ય નથી; કેમકે દેવના વચનથી મને રાજાએ આ મુનિને આપી હતી, તોપણ તેણે મનથી પણ મારી ઇચ્છા કર્યા વિના મને છોડી દીધી છે; તે આ ઋષિ છે, દેવેંદ્ર અને નરેંદ્રને પણ વંદનિક છે. આ મહા યશસ્વી, મોટા પ્રભાવવાળા, મહા દુષ્કર વતઘારી અને ઘોર પરાક્રમવાળા એવા મુનિની તમે હલના કરો નહીં. તેમની હીલના કરવાથી તેમના તપના પ્રભાવવડે તમે ને અમે સર્વે બળીને ભસ્મ થઈ જઈશું, માટે તેવું ન થાય તેમ કરો.” તે સાંભળીને યક્ષે “આ ભદ્રાનું વચન મિથ્યા ન થાઓ” એમ ઘારી સર્વ છાત્રોનું નિવારણ કર્યું. કહ્યું છે કે एयाइं तीसे वयणाइ सोच्चा, पत्तीए भद्दाए सुभासियाई । इसिस्स वेयावडियठ्याए, जक्खा कुमारोवि णिवारयति ॥१॥ ભાવાર્થ-“પોતાના પતિને કહેલાં ભદ્રાનાં આવાં સુભાષિત વચન સાંભળીને મુનિની વૈયાવચ્ચ કરનાર યક્ષે તે શિષ્યોનું નિવારણ કર્યું. કેવી રીતે કર્યું તે કહે છે તરત જ રોષ પામીને યક્ષે આકાશમાં અનેક રૂપો વિફર્વી તે ઉપસર્ગ કરનારા સર્વે છાત્રોને અંગ વિદારતા અને લોહી વમતા કર્યા. તે જોઈ ફરીથી ભદ્રા બોલી કે, “હે છાત્રો! આ મુનિની તમે અવગણના કરો છો તે પર્વતને નખથી ખોદવા જેવું, લોહદંડને દાંતથી ખાવા જેવું અને જાજ્વલ્યમાન અગ્નિને પાદપ્રહાર કરવા જેવું કરો છો, તેમને સામાન્ય ભિક્ષુ માનીને મૂર્ખને યોગ્ય એવું કાર્ય કરો છો તે તમને ઘટતું નથી; માટે જો તમે જીવિતને કે ઘનને ઇચ્છતા હો તો તે મુનિને મસ્તક નમાવીને તેમને શરણે જાઓ.” પછી તે સોમદેવ નામનો યજ્ઞાચાર્ય, જેમનાં નેત્ર અને જિલ્લા બહાર નીકળેલ છે એવા, અને કાષ્ઠ સમાન થઈ ગયેલા તેમજ ઊર્ધ્વ મુખવાળા છાત્રોને જોઈને પોતાની પત્ની ભદ્રા સહિત તે મુનિ પાસે જઈ તેમને સ્તુતિ દ્વારા પ્રસન્ન કરવા માટે કહેવા લાગ્યો કે, “હે ભગવન્! અમારા અપરાઘને ક્ષમા કરો. આ બાળક, મૂર્ખ અને અજ્ઞાની છાત્રોએ આપની હીલના કરી, તેને આપ ક્ષમા કરો; કેમકે મુનિજનો તો ઘણા કૃપાળુ હોય છે; તેઓ કદી પણ કોઈના પર કોપ કરતા નથી.” તે સાંભળી મુનિ બોલ્યા કે, “પ્રથમ, અત્યારે કે હવે પછી મને કિંચિત્ પણ તમારા ઉપર પ્રષ નથી, પણ કોઈ યક્ષ મારું વૈયાવૃત્ય કરે છે, તેણે આ તમારા છાત્રોને પરાભવેલા જણાય છે.” અધ્યાપક બોલ્યા કે, “હે પૂજ્ય! તમે ઘર્મતત્ત્વના જ્ઞાની ક્રોઘ કરો જ નહીં, પણ અમે તો આપના ચરણને શરણે આવ્યા છીએ. માટે આ પુષ્કળ શાલિ વગેરે અન્ન ઇચ્છાનુસાર ગ્રહણ કરો, અને તે વાપરીને અમારા પર અનુગ્રહ કરો.” તે સાંભળીને મુનિએ માસક્ષપણનું પારણું હોવાથી શુદ્ધ અન્નપાન ગ્રહણ કર્યું એટલે પેલા યક્ષે સર્વ છાત્રોને સાજા કર્યા અને પાંચ દિવ્ય પ્રગટ કર્યા. Page #71 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૫ [સ્તંભ ૨૦ પછી હર્ષવત્ત થઈને તે સર્વ બ્રાહ્મણો બોલ્યા કે, “બાહ્ય સ્નાનાદિક ઘર્મની સ્પૃહાવાળા અમે આપે અંગીકાર કરેલા યજ્ઞાદિકનું તત્ત્વ જાણતા નથી; તેથી પૂછીએ છીએ કે–તમારે યજ્ઞ કરવાના વિધિમાં કયો અગ્નિ છે? તે અગ્નિનું સ્થાન કર્યું છે કે જ્યાં અગ્નિનું સ્થાપન કરાય છે? વૃતાદિક નાંખવા માટે તમારે સરવો કયો છે? અગ્નિને પ્રદીપ્ત કરવા માટે તમારે કારીસ (ભૂંગળી) રૂપ શું છે કે જેનાથી અગ્નિ કુંકાય છે? અગ્નિને સળગાવવા માટે સમિથ (કાષ્ઠ) કયા છે? પાપને ઉપશમન કરવામાં હેતુરૂપ એવી શાંતિને માટે તમારી અધ્યયનપદ્ધતિ કઈ છે? અને કેટલા તેમજ કોના સંબંઘી હોમવિધિથી શાનો હોમ કરો છો? તે સર્વ કૃપા કરીને કહો.” મુનિએ જવાબ આપ્યો કે, “અમારે તપ (આહારમૂછત્યાગ) રૂપ અગ્નિ છે; કેમકે તે કર્મેન્શનને બાળનાર છે. જીવ અગ્નિનું સ્થાન છે; કારણ કે તારૂપી જ્યોતિ (અગ્નિ) તેને આશ્રયે રહે છે. મન, વચન અને કાયાના યોગરૂપ સરવો છે. તેના વડે થતા શુભ વ્યાપાર તે સ્નેહ (વૃત)ને સ્થાને છે. શરીરરૂપ અગ્નિ શમવાનું કારીસ (ભૂંગળી) છે. કર્મરૂપી સમિઘ (કાષ્ઠ) છે અને સંયમ તથા યોગરૂપ શાન્તિ ક્રિયા છે. એવી રીતે મુનિઓને હોમ કરવાનો વિધિ છે. તેવા પ્રકારથી હું પણ હોમ કરું છું.” ફરીને અધ્યાપકે સ્નાનનું સ્વરૂપ પૂછ્યું કે, “તમારે સ્નાન કરવા માટે કયો દ્રહ (ધરો) છે? પાપ ટાળવા માટે અને શાંતિ માટે કર્યું તીર્થ છે? કયું પુણ્યક્ષેત્ર છે? તે તીર્થોનાં કેટલાં સ્વરૂપ છે કે જે સંસારરૂપી સમુદ્રથી તારે છે? શેને વિષે સ્નાન કરીને પવિત્ર થયેલા આપ કર્મમળનો ત્યાગ કરો છો? અમારા જ જેવાં તમારે પણ શુદ્ધિ કરવાનાં દ્રહાદિ જળાશયો (તીર્થો) છે કે કાંઈ જુદાં જ છે? તે અમે જાણતા નથી. માટે હે યક્ષપૂજ્ય મુનિ! તે સર્વ આપની પાસેથી અમે જાણવા ઇચ્છીએ છીએ.” મુનિ બોલ્યા કે, અમારે ઘર્મરૂપી દ્રહ (ઘરો) છે અને બ્રહ્મચર્યરૂપી તીર્થ છે કે જેને વિષે અનાવલિ (સંસારમાં નહીં લપટાયેલો) અને પ્રસન્ન લેશ્યાવાળો આત્મા સ્નાન કરવાથી નિર્મળ, શુદ્ધ અને શીતળ થઈને સર્વ દોષનો ત્યાગ કરે છે.” ઇત્યાદિ મુનિનાં શુભ વાક્યોથી તે બ્રાહ્મણો બોધ પામીને જૈનઘર્મી થયા. મુનિ પણ અન્યત્ર વિહાર કરતા અનુક્રમે કર્મનો ક્ષય કરીને પરમપદને પામ્યા. ખરેખર સૌથી અધિક તપ જ દેખાય છે; કોઈ ઠેકાણે જાતિનું અધિકપણું દેખાતું નથી. જુઓ! હરિકેશી ચાંડાળના પુત્ર હોવા છતાં પણ તપના જ પ્રભાવથી મહાનુભાગ થઈને આવી ઋદ્ધિને પામ્યા.” વ્યાખ્યાન ૩૦૦ વીર્યાચાર बाह्याभ्यन्तरसामर्थ्यानिह्नवेन प्रवर्तनम् । सर्वेषु धर्मकार्येषु, वीर्याचरणमुच्यते ॥१॥ ભાવાર્થ-બાહ્ય તથા અભ્યત્તર સામર્થ્યને ગોપવ્યા વિના તેને સર્વ ઘર્મકાર્યોમાં પ્રવર્તાવવું તે વિર્યાચાર કહેવાય છે.” વાણી અને કાયાને આધીન જે સામ તે બાહ્ય સામર્થ્ય કહેવાય છે, અને મન સંબંધી જે વીર્ય તે અત્યંતર સામર્થ્ય કહેવાય છે. તે બન્નેને અનિદ્વવપણે (ગોપવ્યા વિના) પ્રવર્તાવવું એટલે સર્વ ઘર્મકાર્યમાં વીર્યને ફોરવવું તેને વીર્યાચાર કહે છે. પૂર્વાચાર્યોએ કહ્યું છે કે Page #72 -------------------------------------------------------------------------- ________________ ૬૩ વ્યાખ્યાન 3૦૦] વીર્યાચાર अणिगूहिअ बलवीरिओ, परिक्कमइ जो जहुत्तमाउत्तो । जुंजइ अ जहाथाम, नायब्वो वीरिआयारो॥१॥ ભાવાર્થ-“બલ અને વીર્યને ગોપવ્યા સિવાય જે યથોક્ત રીતે જ્ઞાનાદિ આચારનો આશ્રય કરીને અનન્ય ચિત્તે પરાક્રમ કરે છે, અને તે બાહ્યાભંતર પરાક્રમને યોગ્ય સ્થાને જોડે છે એટલે તેનો ઘટિત ઉપયોગ કરે છે તે વિર્યાચાર જાણવો.” અહીં આચાર અને આચારવાળાનો કથંચિત્ અભેદ માનીને તેને વર્યાચાર કહેલો છે. તે મન, વાણી અને કાયાના ભેદે કરીને ત્રણ પ્રકારનો છે. તેના અતિચાર પણ મન, વાણી અને કાયાના વીર્યને ગોપવવારૂપ ત્રણ જ છે. તે વિષે શ્રાવકના એકસો ને ચોવીશ અતિચારોના વર્ણનની ગાથામાં કહ્યું છે કે पण संलेहण पनरस्स कम्मा, नाणाइ अठ्ठ पत्तेयं । बारस तव विरिय तिग, पण सम्मवयाइं अइयारा ॥१॥ ભાવાર્થ-“સંલેખનાના પાંચ અતિચાર છે, કર્માદાનના પંદર છે, જ્ઞાનાદિ (જ્ઞાન, દર્શન, ચારિત્ર) આચારના પ્રત્યેકે આઠ આઠ છે, તપાચારના બાર છે, વીર્યાચારના ત્રણ છે અને સમ્યકત્વ તથા બાર વ્રતના પાંચ પાંચ અતિચાર છે.” એટલે પ+૧૫+૨૪+૧૨+૩+૬૫ મળી ૧૨૪ થાય છે. અહીં કોઈ શંકા કરે કે-“આ બકરીના ગળાના આંચળ જેવા (નકામા) વીર્યાચારને સારી રીતે ઉપયોગમાં લેવાનું શું પ્રયોજન છે? કેમકે ભવ્ય પ્રાણીઓને ભવસ્થિતિનું તો નિયતપણું છે. તેથી જ્યારે જે ભવ્ય પ્રાણી સિદ્ધિમાં જવાનો હશે, ત્યારે તે પ્રાણી વીર્યાચારનો ઉપયોગ કર્યા વિના પણ મોક્ષે જશે.” ગુરુમહારાજ તેનો જવાબ આપે છે કે, “તેં જે અહીં ભવસ્થિતિનું નિયતપણું હેતપણે દર્શાવ્યું, તે યુક્તિવિકળ હોવાથી સત્ય નથી; કેમકે ભવ્ય જીવોની ભવસ્થિતિ એકાન્ત નિયત પણ નથી, તેમ અનિયત પણ નથી, પણ નિયતાનિયત છે. તે શી રીતે? એમ પૂછીશ તો સાંભળ–પુણ્ય પાપને અનુસારે ભવસ્થિતિ ઘટે છે અને વૃદ્ધિ પામે છે. તેથી તેનું અનિયતપણું કહેવાય છે; અને જે જ્યારે મુક્તિ જવાનો છે તે ત્યારે જ મુક્તિ પામશે, એ યુક્તિથી નિયત પણ કહેવાય છે. પરંતુ જો જે જ્યારે મોક્ષે જવાનો છે, તે ત્યારે જ મોક્ષે જશે એવો એકાન્તવાદ સ્વીકારીએ, તો ગોશાળાનો મત પ્રાપ્ત થાય છે. ગોશાળો “જેનું જે જ્યારે થવાનું છે તેનું તે ત્યારે જ થાય છે એવો નિયતિવાદ માને છે, અને તેમ માનવાથી તો પ્રત્યક્ષ મિથ્યાત્વ પ્રાપ્ત થાય છે. કેમકે જિનશાસનમાં કાલાદિક પાંચ કારણો જગતના વિવર્તમાં હેતુરૂપ કહેલાં છે. તેમાંના માત્ર પ્રત્યેકને હેતુ માનેલા નથી, પણ પાંચે મળીને હેતુ રૂપે માનેલાં છે; માટે ભવસ્થિતિને નિયતાનિયત જ માનવી જોઈએ. આ વચન યુક્તિથી વિકળ છે એમ સમજવું નહીં. કેમકે જેમ એક જ વસ્તુમાં ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય એ ત્રણે અવિરોઘ રહે છે, તેમજ એક ભવસ્થિતિમાં કથંચિત્ નિયતપણું અને કથંચિત્ અનિયતપણું પણ રહી શકે છે. અહીં તાત્પર્ય એ છે કે-જીવ પુણ્યાદિક ઉપક્રમ કરવાથી વહેલો પણ મોક્ષ પામે છે, અને જિનાજ્ઞા લોપવાથી તથા મહા પાપો કરવાથી અધિક કાળ સંસારમાં પરિભ્રમણ પણ કરે ૧. વચન અને કાયાનું બળ, ૨. મનનું બળ Page #73 -------------------------------------------------------------------------- ________________ ૬૪ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૫ સ્તિંભ ૨૦ છે. તે અપેક્ષાએ ભવસ્થિતિ અનિયત જાણવી. આ બાબત સિદ્ધાન્તથી પણ વિરુદ્ધ નથી; કેમકે મહાનિશીથાદિ શાસ્ત્રોમાં આપણે સાંભળીએ છીએ કે–સાવદ્યાચાર્ય વગેરેને ભવસ્થિતિ એક જ ભવ બાકી રહેવા રૂપ હતી, પણ ઉત્સુત્ર ભાષણાદિ વડે તેઓની ભવસ્થિતિ અધિક થઈ હતી. કોઈ જીવ ભવસ્થિતિના પ્રતિનિયત સમયે જ મોક્ષની પ્રાપ્તિને યોગ્ય એવું પુણ્ય કરવા શક્તિમાન થાય અને બીજે વખતે તેવું પુણ્ય કરી ન શકે, તે નિયત કાળે જ મોક્ષે જાય, તેની અપેક્ષાએ ભવસ્થિતિ નિયત જાણવી. કેવળજ્ઞાનીએ જે સ્થિતિ કહી હોય તે તો નિયત સ્થિતિ જ જાણવી; કેમકે કેવળજ્ઞાની તો સંપૂર્ણ જ્ઞાનના પ્રભાવથી આ જીવ આ પ્રમાણે પુણ્યાદિ ઉપક્રમ કરશે, અને આ જીવ તેમ નહીં કરે' ઇત્યાદિ દરેક જીવના ઉપક્રમનું સ્વરૂપ જાણીને જ ભવસ્થિતિ કહે છે, જાણ્યા વિના કહેતા નથી; માટે નિયત જાણવી. પણ જો ભવસ્થિતિનું એકાન્ત નિયતપણું જ અંગીકાર કરીએ, તો પ્રાણીને તેવા તેવા પ્રકારનાં દુષ્કર ઘર્મકૃત્યો કરવાનું અને હિંસાદિક પાપવ્યાપારના પરિવારનું નિષ્ફળપણું પ્રાપ્ત થશે, તે કાંઈ યુક્તિયુક્ત નથી. માટે ભવ્ય પ્રાણીઓની ભવસ્થિતિનું નિયતાનિયતપણું સિદ્ધ છે એમ સમજવું; અને તેની સિદ્ધિ થવાથી સર્વત્ર ઘર્મક્રિયામાં પોતાની શક્તિ ફોરવવા રૂપ વીર્યાચારની પણ સફળતા સિદ્ધ થઈ.” તે વિષે સૂત્રમાં કહ્યું છે કે तित्थयरो चउनाणी, सुरमहिओ सिज्झियव्वय धुवंमि । अणिगूहियबलविरिओ, सव्वत्थामेण उज्जमइ ॥१॥ ભાવાર્થ-“ચાર જ્ઞાનને ઘારણ કરનાર, દેવતાઓથી પૂજિત અને ધ્રુવ (નિશ્ચયે) સિદ્ધિપદને પામનારા એવા તીર્થકરો પણ બળ અને વીર્યને ગોપવ્યા વિના સર્વ સામર્થ્યવડે ઉદ્યમ કરે છે.” इअ जह तेवि हु निच्छिणपायसंसारसायरा वि जिणा । - अप्भुजमंति तो सेसयाण को इत्थ वामोहो ॥२॥ ભાવાર્થ-“આ પ્રમાણે જ્યારે જેમને સંસારસાગર પ્રાયે તરી ગયેલા જેવો જ છે એવા જિનેશ્વરો પણ (શુભ યોગમાં) ઉદ્યમવંત થયા છે, તો પછી બીજાઓને શું વ્યામોહ કરવા જેવું છે?” અર્થાત્ શો વિચાર કરવાનો છે? તેમણે તો અવશ્ય શુભ નિમિત્તમાં મન વચન કાયાનું બળ વીર્ય ફોરવવા યોગ્ય જ છે. અહીં વીર્યના ગોપન તથા અગોપનનું ફળ સુઘર્મ શ્રેષ્ઠીના દૃષ્ટાંત વડે બતાવે છે સુધર્મા શ્રેષ્ઠીની કથા પૃથ્વીપુરમાં સુઘર્મા નામે એક શ્રેષ્ઠી રહેતો હતો, તેનું અન્તઃકરણ જૈન ઘર્મથી વાસિત હતું. એકદા ગુરુમુખથી વૈરાગ્યની કથા સાંભળતાં તેમાં ભારવાહક વગેરેનાં દ્રષ્ટાન્તો સાંભળીને તેણે ચારિત્ર ગ્રહણ કર્યું. તે ભારવાહકનું દ્રષ્ટાંત આ પ્રમાણે કોઈ એક ભારવાહક હમેશાં મોટા કષ્ટથી કાષ્ઠ લાવી તે વેચીને આવેલા પૈસામાંથી પોતાનો નિર્વાહ ચલાવતો હતો. એકદા ગ્રીષ્મઋતુમાં મધ્યાહ્ન સમયે તે કાષ્ઠનો ભારો માથે ઉપાડીને વેચવા માટે ગામમાં અટન કરતો હતો. અતિ ભારની પીડાથી માથેથી ભારો ઉતારીને તે કોઈ ગૃહસ્થની ૧. બળ શરીર સંબંધી જાણવું, ૨. વીર્ય મન સંબંધી જાણવું. Page #74 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૩૦૦] વીર્યાચાર ૬૫ હવેલીની છાયામાં વિશ્રાન્તિ લેવા ઊભો રહ્યો. તે વખતે હવેલીના ગોખમાં તે ગૃહની સ્વામિની તિલોત્તમા અપ્સરાના જેવી મનોહર રૂપવતી બેઠી હતી. તેને જોઈને તેણે વિચાર્યું કે,‘અહો! સમગ્ર ત્રૈલોક્યનું સુખ તો આ યુવતીએ જ ખેંચી લીધું છે, પરંતુ આવા સુખનું કારણ માત્ર દ્રવ્ય જ છે; તો હું પણ દ્રવ્યનું ઉપાર્જન કરીને આવું સુખ મેળવી જન્મ સફળ કરું.'' એમ વિચારીને ત્યારથી તેણે ભોજનાદિકમાં કૃપણતા (કસર) કરવા માંડી. કાષ્ઠ વેચતાં જે પૈસા આવે તેમાંથી થોડા ખર્ચે અને વધારે સંગ્રહ કરે. એ પ્રમાણે નિરંતર દ્રવ્ય ઉપાર્જન કરવાના ધ્યાનરૂપી કલ્લોલથી ચપળ મનવાળો તે કાળ નિર્ગમન કરવા લાગ્યો. એક દિવસ અતિ કૃપણતાને લીધે જેનું અંગ અતિ કૃશ થઈ ગયું છે એવો તે ભારવાહક સૂર્યનાં કિરણોના તાપથી આકુળવ્યાકુળ થઈ ગયો, શરીરનાં સર્વ અવયવો પરસેવાના બિંદુઓથી ભીંજાઈ ગયાં, લુહારની ધમણની જેમ શ્વાસોશ્વાસ લેવા લાગ્યો, અને કેડે બે હાથ રાખીને ફરતો ફરતો અરણ્યના એક કૂવા પાસે આવ્યો. ત્યાં વિશ્રામ લેવા માટે કૂવાના થાળામાં સૂઈ ગયો. તત્કાળ નિદ્રા આવી ગઈ. તેમાં તેને સ્વપ્ર આવ્યું. સ્વપ્રમાં તેણે જોયું કે જાણે પોતે મહાન કષ્ટો અનુભવીને દ્રવ્ય મેળવ્યું. તેના વડે વિવાહાદિક કાર્યો કર્યાં, પૂર્વે ગોખમાં બેઠેલી યુવતી જોઈ હતી તેના જેવી સુંદર સ્ત્રી પરણ્યો. તેની સાથે હાવભાવ, કટાક્ષ વગેરે ક્રીડા અનુભવવા લાગ્યો. પરસ્પર પ્રશ્નોત્તરો કરતાં તે સ્ત્રીને કાંઈ રોષ ઉત્પન્ન કર્યો તેથી તે સ્ત્રી વક્ર દૃષ્ટિ કરી બોલી કે,‘‘આવું લક્ષ્ણવાળું વાક્ય કેમ બોલો છો? અહીંથી દૂર જાઓ.'' આ પ્રમાણે કોમળ અને સુંદર વાણી સાંભળીને તે પ્રેમગર્ભિત ચેષ્ટાથી પ્રસન્ન થયો; તેથી બે હાથવડે તેને ગાઢ આલિંગન કરવા તૈયાર થયો, એટલે તે સ્ત્રીએ વિલાસથી જ એક દોરડીવડે તેનાપર પ્રહાર કર્યો. તે જોઈને તે ભારવાહક જરા દૂર ખસ્યો. આમ સ્વપ્રમાં તેનું થાળામાં પડેલું શરીર પણ નિદ્રામાં સાક્ષાત્ ખસ્યું, એટલે તે થાળામાંથી કૂવામાં પડી ગયો. પડતાં પડતાં તેની નિદ્રા જતી રહી, એટલે તે વિચારવા લાગ્યો કે,‘‘અહો! આ શું થયું? મેં શું જોયું? તે સ્ત્રી ક્યાં ગઈ? તેના વિલાસની કેવી છટા! અહો! જેનું નિરંતર ધ્યાન કર્યું હતું તે આજે સ્વપ્નમાં ફળીભૂત થયું; પરંતુ આ તો સ્વપ્નની સ્ત્રીએ પોતાની માયાજાળમાં બાંધીને મને આ અંઘકૂવામાં નાંખી દીધો; તો પછી સાક્ષાત્ સ્ત્રીનો અનુભવ કર્યો હોય, તો તે તો ખરેખર નરકગતિમાં જ નાંખે, તેમાં પ્રાણીઓએ કાંઈ પણ સંદેહ રાખવા જેવું નથી. ,, આ પ્રમાણે કૂવામાં રહ્યો સતો તે વિચાર કરતો હતો. તેવામાં ત્યાં એક રાજા આવી ચડ્યો. તેણે કૂવામાં પડેલા તે માણસને જોઈને તેને બહાર કાઢી પૂછ્યું કે,“તને આ કૂવામાં કોણે નાંખ્યો તે કહે. હું તેને શિક્ષા કરીશ.'' ભારવાહક બોલ્યો કે,“હે સ્વામી! તેની પાસે તમે તો શી ગણતરીમાં છો? ઇન્દ્રાદિક પણ તેને શિક્ષા કરવા સમર્થ નથી, તો પછી બીજાની તો વાત જ શી કરવી!’’ તે સાંભળીને પોતાના બળથી ગર્વ પામેલો તે રાજા ગાજી ઊઠ્યો કે,“અરે! હું પૃથ્વીપતિ છું; તેથી એવી કોઈ પણ વસ્તુ નથી કે જે હું કરી ન શકું.'' ત્યારે તે ભારવાહકે પોતાના સ્વપ્નનું સર્વ વૃત્તાન્ત કહ્યું. તે સાંભળી રાજા પ્રતિબોધ પામી બોલ્યો કે,“તેં સત્ય કહ્યું છે. સ્ત્રીના વિલાસને જીતનાર તો માત્ર મહર્ષિઓ જ છે.’' પછી તે ભારવાહક પૂરેપૂરો પ્રબોઘ પામવાથી તેને પ્રથમ દ્રવ્ય તથા સ્ત્રી ઉપર જેવી આસક્તિ થઈ હતી, તેવી જ હવે સત્ત્વ, રજસ અને તમોગુણથી રહિત એવા નિર્ગુણ માર્ગમાં આસક્તિ થઈ. Jain Education ભાગ ૫-૫ Page #75 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૫ [સ્તંભ ૨૦ આ પ્રમાણેનાં અનેક દૃષ્ટાન્નો સાંભળીને તે સુઘર્મા શેઠ પ્રતિબોઘ પામ્યો હતો. તે પોતાના એક મિત્રને હમેશાં ઘર્મકથાઓ કહીને ઉપદેશ આપવા લાગ્યો. પણ તે મિત્ર તીવ્ર મોહ અને અજ્ઞાનસમન્વિત હોવાથી એક ક્ષણમાત્ર પણ જૈન ઘર્મ ઉપર રુચિવાળો થયો નહીં. તેથી વિષાદ પામીને સુધર્મા શ્રેષ્ઠીએ એકલાએ જ દીક્ષા ગ્રહણ કરી. અનુક્રમે તેણે એકાદશ અંગનો અભ્યાસ કર્યો. એકદા તે મુનિ નગરમાં પ્રવેશ કરતાં કોઈ ઠેકાણે વિવાહ-ઉત્સવ હોવાથી મધુર ગીત, નૃત્ય અને વાજિંત્રના મનોહર નાદ સાંભળીને તથા કામને ઉદીપન કરે તેવાં સુંદર લાવણ્યથી, વસ્ત્રાભૂષણથી અને મનોહર ગીતના આલાપથી કામી જનના મનને વિહ્વળ કરનાર સ્ત્રીઓના સમૂહને જોઈને તત્કાળ પાછા ફર્યા અને અરણ્યના કોઈ વિભાગમાં જઈને લીલાં તૃણ, પર્ણ અને બીજાદિકની વિરાઘના ન થાય તેવી રીતે કોઈ વૃક્ષની નીચે ઈર્યાપથિકી પડિક્કમીને ધ્યાનમગ્ન થયા સતા વિચારવા લાગ્યા કે, “અહો! મારો આત્મા અતિ લોલુપ છે, તેથી જો તે મોહજનક નિમિત્તો જોઈને હું પાછો નિવર્યો ન હોત તો મોટી કર્મવૃદ્ધિ થાત. તે પુરુષોને જ ઘન્ય છે કે જેઓ રંભા અને તિલોત્તમા જેવી યુવતીઓના સમૂહમાં રહ્યા છતાં એક ક્ષણમાત્ર પણ આત્મતત્ત્વની રમણતાને મૂકતા નથી.” આ પ્રમાણે શુભ ધ્યાન ધ્યાતાં તે મુનિને અવધિજ્ઞાન ઉત્પન્ન થયું. તે જ વખતે ઉપરના વૃક્ષ ઉપરથી એક પાંદડું તેમના ચોલપટ્ટ ઉપર પડ્યું. તે જોઈને મુનિએ વિચાર્યું કે, “આ પત્રમાં હું પણ અનેકવાર ઉત્પન્ન થયો હોઈશ; પરંતુ મારો પૂર્વનો મિત્ર કઈ ગતિમાં ગયો હશે?” એમ વિચારીને તેમણે અવધિજ્ઞાનવડે જોયું તો તે જ પત્રમાં પોતાના મિત્રને એકેન્દ્રિયપણે ઉત્પન્ન થયેલો જોયો. તે વખતે મુનિ બોલ્યા કે, “હે મિત્ર! પૂર્વે મેં તને અનેક પ્રકારે વાર્યા છતાં પણ તે મોહની આસક્તિ છોડી નહીં; હવે તો તું મન, વાણી અને બીજી ઇન્દ્રિયો વિનાનો થયો છે; તેથી હવે હું તને શું કહ્યું? તે મનુષ્યભવ નિરર્થક ગુમાવ્યો. અરે રે! પરમાત્માનો કહેલો ઘર્મ તે સમ્યગુ પ્રકારે અંગીકાર કર્યો નહીં.” ઇત્યાદિ ભાવદયા ભાવતાં અનુક્રમે તે મુનિ અનન્તાનંદપણું (મોક્ષ) પામ્યા. વિલાસમાં લાલસાવાળા તે મિત્રને સારી રીતે બોઘ કર્યા છતાં પણ તેણે પોતાનું વીર્ય ગોપવી રાખ્યું, તેથી તે વૃક્ષના પત્રપણાને પામ્યો, અને સુઘર્મા મુનિએ પોતાનું વીર્ય ફોરવ્યું, તો તે આ જ જન્મમાં અવ્યયપદને પામ્યા.” | વિંશતિતમ સંભ સમાપ્ત . Page #76 -------------------------------------------------------------------------- ________________ (તંભ ર૧) વ્યાખ્યાન ૩૦૧ પૂર્ણતા ગુણ पूर्णतागुणसंपृक्तं वाचंयममहामुनिम् । जयघोषो द्विजः प्रेक्ष्य, पूर्णानन्दमयोऽभवत् ॥१॥ ભાવાર્થ–“વાણીને નિયમમાં રાખનાર એવા મહામુનિને પૂર્ણતા ગુણથી યુક્ત જોઈને જયઘોષ નામનો બ્રાહ્મણ પૂર્ણ આનંદમય થયો હતો.” પૂર્ણતા ગુણનું વર્ણન પૂર્વાચાર્યોએ આ પ્રમાણે કર્યું છે पूर्णता या परोपाधेः, सा याचितकमंडनम् । या तु स्वाभाविकी सैव, जात्यरत्नविभानिभा ॥१॥ ભાવાર્થ-“જે પરઉપાધિથી પૂર્ણતા થયેલી છે તે માગેલા અલંકાર જેવી છે; અને જે સ્વાભાવિક પૂર્ણતા છે તે જાતિવંત રત્નની પ્રભા જેવી છે.” આ શ્લોકનું તાત્પર્ય એ છે કે, “પર ઉપાધિ એટલે પુગલના સંબંધથી ઉત્પન્ન થયેલ દેહ, દ્રવ્ય, કામિની, કીર્તિ વગેરે ઉપાધિથી નરેન્દ્ર અને દેવેન્દ્રાદિક જે પૂર્ણતા માને છે તે માગીને પહેરેલા અલંકારાદિક જેમ થોડો વખત શોભા આપે છે તેમ થોડા વખતની શોભા છે, અનંતકાળ પર્યત તે શોભા રહેતી નથી. કેમકે તેવા અલંકારાદિકથી જે ઐશ્વર્ય પ્રાપ્ત થાય છે તે ઐશ્વર્ય તો આ વિશ્વવાસી ઘણા જીવોએ અનન્તવાર ભોગવીને ઉચ્છિષ્ટ કરેલું છે, તેથી તે પ્રાણીઓને અશુદ્ધતાના કારણભૂત છે. આવી રીતે સમજીને જે આત્મસ્વરૂપના અનુભવની શોભા ઘારણ કરે તે શોભા જ નિર્મળ રત્નની કાન્તિ જેવી શુદ્ધ છે એમ જાણવું.” આ પૂર્ણતા જેને સમ્યકત્વાદિ પ્રાપ્ત થયું હોય તેને જ હોય છે. તે વિષે કહ્યું છે કે कृष्णपक्षे परिक्षीणे, शुक्ले च समुदञ्चति । द्योतन्ते सकलाध्यक्षाः पूर्णानन्दविधोः कला ॥२॥ (ાનસર) ભાવાર્થ-“કૃષ્ણપક્ષ ક્ષીણ થાય અને શુક્લપક્ષનો ઉદય થાય, ત્યારે જ પૂર્ણાનન્દ રૂપી ચન્દ્રની કળા સમગ્ર લોકની સમક્ષ પ્રકાશમાન થાય છે.” વિશેષાર્થ-કૃષ્ણપક્ષ ક્ષય પામે અને શુક્લપક્ષ ઉદય પામે, ત્યારે સમસ્ત લોકને પ્રત્યક્ષ એવી ચન્દ્રની કળા પ્રકાશે છે એ લોકસિદ્ધ રીતિ છે; તેવી જ રીતે કૃષ્ણપક્ષરૂપી અર્ધપુદ્ગલ પરાવર્તન ઉપરાંત તમામ સંસાર ક્ષય પામે, અને શુક્લપક્ષરૂપી અર્થ પુગલ પરાવર્તનની અંદર રહેલો સંસાર પ્રવર્તમાન થાય ત્યારે પૂર્ણાનંદ (આત્મા) રૂપી ચંદ્રની સ્વરૂપાનુયાયી ચૈતન્ય પર્યાય ૧. શ્રી યશોવિજયજી ઉપાધ્યાયકૃત જ્ઞાનસાર (જેમાં ૩૨ અષ્ટક છે)ના પહેલા પૂર્ણતાષ્ટકમાં આ શ્લોક છે. Page #77 -------------------------------------------------------------------------- ________________ ૬૮ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૫ [સ્તંભ ૨૧ પ્રગટ થવા રૂપ કળા પ્રત્યક્ષ થાય છે (શોભે છે). કૃષ્ણપક્ષમાં તો અનાદિ ક્ષયોપશમીભૂત ચેતના વીર્યાદિ પરિણામ મિથ્યાત્વ અવિરતિમય હોવાથી સંસારના હેતુભૂત હોય છે તેથી તે શોભતા નથી. આ પૂર્ણતાને સ્વમતિકલ્પનાથી અનેક પ્રકારે કહેલી છે, પરંતુ સ્યાદ્વાદ રીતે તો જે આત્મસ્વરૂપનું સાધન કરવાની અવસ્થા તે જ પૂર્ણતા પ્રશસ્ત છે. પૂર્ણતાના ચાર પ્રકાર છે–નામ પૂર્ણતા, સ્થાપના પૂર્ણતા, દ્રવ્ય પૂર્ણતા અને ભાવ પૂર્ણતા. તેમાં (૧) નામ પૂર્ણ એટલે કોઈ વસ્તુનું નામ માત્ર જ પૂર્ણ હોય તે; જેમકે પૂર્ણપોળી. (૨) કાષ્ઠ અથવા પાષાણાદિકમાં જે પૂર્ણની આકૃતિ કરીએ તે સ્થાપના પૂર્ણ. (૩) દ્રવ્ય પૂર્ણના ઘણા અર્થો થાય છે, તેમાં દ્રવ્યમાં પૂર્ણ-ઘનાઢ્ય માણસ; દ્રવ્યે કરીને પૂર્ણ-જળ વગેરે દ્વવ્યે કરીને પૂર્ણ ઘડો વગેરે; દ્રવ્યથી પૂર્ણ-પોતાના કાર્યથી પૂર્ણ થયેલો; (અહીં દ્રવ્ય એટલે “અર્થ ક્રિયા કરનારું” એવું દ્રવ્યનું લક્ષણ સમજવું), દ્રવ્યોને વિષે પૂર્ણ-ધર્માસ્તિકાય સ્કન્ધ વગેરે. (અહીં ‘અણુવત્રોનો વધ્વં’ ‘જેનામાં ઉપયોગશૂન્યતા હોય તે દ્રવ્ય’ એવું વચન કહેલું છે. જે પૂર્ણપદના અર્થને જાણનાર છતાં ઉપયોગ રહિત હોય તે આગમથી દ્રવ્ય કહેવાય છે, અને જ્ઞશરીર, ભવ્ય શરીર તથા તેથી વ્યતિરિક્ત એ ત્રણ પ્રકારે કરીને નોઆગમથી દ્રવ્ય કહેવાય છે; તેમાં પૂર્ણપદ જાણનાર જીવનું જે શરીર છે તે જ્ઞશરીર કહેવાય છે, પૂર્ણપદને જાણનાર હવે પછી થવાનો હોય એવો જે લઘુ શિષ્યાદિક તે ભવ્ય શરીર કહેવાય છે, તે બન્નેથી વ્યતિરિક્ત એટલે ગુણાદિકની સત્તા વડે પૂર્ણ હોય, તોપણ તેની પ્રવૃત્તિથી રહિત અને કર્મથી આવરણ પામેલું એવું આત્મારૂપી દ્રવ્ય તે તવ્યતિરિક્ત કહેવાય છે. અહીં તેના ભાવ સ્વભાવની વિવક્ષા કરી નથીઃ કેમકે દ્રવ્ય કોઈ પણ વખતે પર્યાય વિનાનું હોતું જ નથી. પરંતુ અહી તો દ્રવ્ય નિક્ષેપાના પ્રતિપાદનને માટે પર્યાય રહિત માત્ર દ્રવ્યની જ વિવક્ષા કરેલી છે. આ પ્રમાણે જીવસમાસાદિક ગ્રંથમાં નિર્ણય કરેલો છે. પૂર્ણતા તો જીવના ગુણરૂપ છે. તે ગુણ ગુણી વિના રહી શકે નહીં. તેથી તેમાં દ્રવ્યનું પ્રાધાન્ય રાખવાથી દ્રવ્યજીવ કહેવાય છે. (૪) ભાવપૂર્ણ એટલે આગમથી પૂર્ણ-પદાર્થના સમગ્ર ઉપયોગ-વાળો અને નોઆગમથી જ્ઞાનાદિ ગુણોવડે સંપૂર્ણ. સંગ્રહનયને આધારે સર્વે જીવો પૂર્ણતા ગુણે કરીને યુક્ત છે. નૈગમનયને આધારે આસન્નસિદ્ધિવાળા ભવ્ય જીવો જેઓ પૂર્ણતા ગુણના અભિલાષી હોય તે પૂર્ણતા ગુણથી યુક્ત કહેવાય છે. વ્યવહાર નયને આધારે પૂર્ણતા ગુણ પ્રાપ્ત કરવા માટે તેનો અભ્યાસ કરનારા જીવો પૂર્ણ છે. ઋજુસૂત્રના મતમાં પૂર્ણતા ગુણનો વર્તમાન સમયમાં વિચાર કરનારા જીવો પૂર્ણ છે. શબ્દનયના મતમાં સમ્યક્દર્શનાદિ સાધક ગુણોના આનંદથી પૂર્ણ થયેલા જીવો પૂર્ણ છે. સમભિરૂઢ નયનો આશ્રય કરીએ તો અરિહન્ત, આચાર્ય, ઉપાધ્યાય અને મુનિઓ આત્મસ્વભાવના સુખનો આસ્વાદ કરીને સંસારમાં ઉદ્વેગ પામેલા હોવાથી પૂર્ણતા ગુણથી યુક્ત છે; અને એવંભૂત નયને આધારે સિદ્ધના જીવો અનન્ત ગુણવાળા અવ્યાબાધ આનંદથી પૂર્ણ થયેલા હોવાથી પૂર્ણતા ગુણે યુક્ત છે. અહીં ભાવપૂર્ણતા એટલે ત્રિકાળને વિષે પણ પરપુદ્ગલના સંયોગથી ઉત્પન્ન થતા સુખની વાંછાથી રહિત થવું તે, તેનાથી ન્યૂનપણું ન માનવું તે. તેવા પૂર્ણતા ગુણે કરીને યુકત એવા સાધુને જોઈને જયઘોષ નામનો બ્રાહ્મણ પૂર્ણ આનંદમય થયો હતો. તેની કથા આ પ્રમાણે Page #78 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૩૦૧] પૂર્ણતા ગુણ જયઘોષ દ્વિજની કથા ૬૯ વાણારસી નગરીમાં સાથે જન્મેલા જયઘોષ અને વિજયઘોષ નામના બે ભાઈઓ કાશ્યપગોત્રી બ્રાહ્મણો હતા. એકદા જયઘોષ સ્નાન કરવા ગંગાને કિનારે ગયો. ત્યાં મુખમાં શબ્દ કરતા દેડકાને લઈને ખાતો એક સર્પ તેણે જોયો. તે સર્પને પણ એક કુર૨ પક્ષીએ ઉપાડીને ઊંચો ઉડાડી પૃથ્વીપર નાંખી ખાવા માંડ્યો. તે પક્ષીથી ભક્ષણ કરાતાં છતાં પણ તે સર્પ પેલા શબ્દ કરતા દેડકાને તોડીતોડીને ખાતો હતો. આ પ્રમાણે પરસ્પર ભક્ષણ કરતા તે પ્રાણીઓને જોઈને જયઘોષે વિચાર્યું કે, “અહો! સંસારનું સ્વરૂપ કેવું છે?’’ यो हि यस्मै प्रभवति, ग्रसते तं स मीनवत् । न तु गोपयति स्वीयशक्तिं कोऽपि न दीनवत् ॥ १ ॥ ભાવાર્થ-જે જેના કરતાં વધારે સમર્થ છે, તે તેને મત્સ્યની પેઠે ગ્રસન કરે છે. કોઈ પણ પ્રાણી દીનની જેમ પોતાની શક્તિને ગોપવતા નથી.’’ અને कृतान्तस्तु महाशक्तिरिति स ग्रसतेऽखिलम् । તવસારેત્ર સંસારે, જા નામાસ્થા મનીવિગમ્ ॥૨॥ ભાવાર્થ-યમરાજ તો મહાશક્તિમાન છે, તેથી તે સમગ્ર પ્રાણીને ગળી જાય છે; તો આવા અસાર સંસારમાં બુદ્ધિમાન પુરુષોની કેમ આસ્થા હોય? ન જ હોય.’’ પરંતુ આ સંસારમાં માત્ર એક ધર્મ જ યમરાજની શક્તિને કુંઠિત કરવા સમર્થ છે, તેથી હું તેનો જ આશ્રય કરું. આ પ્રમાણે ચિત્તમાં નિશ્ચય કરીને તે ગંગાનદીને સામે તીરે ગયો. ત્યાં તેણે પૂર્વે કહેલા પૂર્ણતા ગુણથી યુક્ત એવા સાધુઓને જોયા. એટલે તેમની વાણીથી જૈનધર્મનું રહસ્ય જાણીને તેમની પાસે દીક્ષા ગ્રહણ કરી પૃથ્વીપર વિહાર કરવા લાગ્યો. અનુક્રમે વિહાર કરતાં તે જયઘોષ મુનિ વાણારસી નગરીના ઉદ્યાનમાં આવ્યા. તે નગરીમાં વિજયઘોષે યજ્ઞ કરવા માંડ્યો હતો, ત્યાં જયઘોષ મુનિ માસક્ષપણને પારણે ભિક્ષા માટે ગયા. તેને યજ્ઞ કરનાર વિજયઘોષે ઓળખ્યા નહીં, તેથી પોતે જ તેને ભિક્ષાનો નિષેધ કરી કહ્યું કે, “હે ભિક્ષુક! તને હું ભિક્ષા આપીશ નહીં. બીજે ઠેકાણે યાચના કર; કેમકે વેદ જાણનાર બ્રાહ્મણો જ યજ્ઞમંડપમાં નિષ્પન્ન થયેલું અન્ન ખાવાને યોગ્ય છે.’’ આ પ્રમાણે તે યાજકે (યજ્ઞ કરનારાએ) નિષેધ કર્યા છતાં પણ તે મુનિ સમતા ઘારણ કરીને ઊભા રહ્યા. પછી અન્નની ઇચ્છાથી નહીં, પણ તેને તા૨વાની બુદ્ધિથી તે બોલ્યા કે, ‘“હે બ્રાહ્મણ! વેદમુખ એટલે વેદમાં મુખ્ય ઘર્મ શો કહ્યો છે? યજ્ઞમુખ એટલે મુખ્ય યજ્ઞ કયો છે? નક્ષત્રમુખ એટલે નક્ષત્રોમાં મુખ્ય કોણ છે? અને ઘર્મમુખ એટલે ધર્મને શરૂ કરનાર કોણ છે? તે તું કાંઈ પણ જાણતો નથી.'' તે સાંભળીને યાજક બોલ્યો કે, ‘“ત્યારે તમે જ તે સર્વ કહો.'' મુનિ બોલ્યા કે, ‘‘વેદમાં અહિંસા ધર્મ જ સર્વ ધર્મમાં મુખ્ય કહેલો છે, સર્વ યજ્ઞોમાં ભાવયજ્ઞ મુખ્ય છે, નક્ષત્રોમાં મુખ્ય ચંદ્રમા છે અને ધર્મમુખ કાશ્યપગોત્રી ઋષભદેવ જ છે. કેમકે તેમણે જ ધર્મનો પ્રથમ ઉપદેશ કરેલો છે અને તેમણે પ્રરૂપેલા ધર્મનું આરાધન કરનારા જ બ્રાહ્મણ કહેવાય છે. તે વિષે શ્રી ઉત્તરાધ્યયનના પચીશમા અઘ્યયનમાં કહ્યું છે કે Page #79 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૫ [સ્તંભ ૨૧ जहा पौमं जले जायं, नो वि लिप्पइ वारिणा । एवं अलित्त कामेहि, तं वयं बंभमाहणं ॥१॥ ભાવાર્થ-જેમ જળમાં ઉત્પન્ન થયેલું કમળ જળથી લેપાતું નથી, તેવી જ રીતે જેઓ કામભોગથી લેપાતા નથી, તેને જ અમે બ્રાહ્મણ કહીએ છીએ.' વળી– न वि मुंडिएण समणो, न ओंकारेण बंभणो । ન મુ િરવાસે, સીરેખ ન તાવસો રાા ભાવાર્થ-“માત્ર મુંડન કરાવવાથી (લોચ કર્યાથી) કાંઈ સાધુ કહેવાય નહીં, માત્ર ઓંકાર ( ભૂર્ભુવ: સ્વ: રિ ગાયત્રીમંત્રો બોલવાથી બ્રાહ્મણ કહેવાય નહીં, માત્ર અરણ્યમાં રહેવાથી મુનિ કહેવાય નહીં અને માત્ર દર્ભ અથવા વલ્કલનાં વસ્ત્ર ઘારણ કરવાથી તાપસ કહેવાય નહીં.” समयाए समणो होइ, बंभचेरेण बंभणो । __ नाणेण य मुणि होइ, तवेण होइ तावसो ॥३॥ ભાવાર્થ-સમતા ગુણ ઘારણ કરવાથી શ્રમણ (સાધુ) કહેવાય છે, બ્રહ્મચર્ય પાળવાથી બ્રાહ્મણ કહેવાય છે, જ્ઞાનથી મુનિ કહેવાય છે, અને તપ કરવાથી તાપસ કહેવાય છે. વળી– कम्मुणा बंभणो होइ, कम्मुणा होइ खत्तीउ । कम्मुणा वइसो होइ, सुद्दो हवइ कम्मुणा ॥१॥ ભાવાર્થ-કર્મ (ક્રિયાવડે) કરીને જ બ્રાહ્મણ કહેવાય છે, કર્મ કરીને જ ક્ષત્રિય કહેવાય છે, કર્મે કરીને જ વૈશ્ય કહેવાય છે, અને કર્મે કરીને જ શુદ્ર કહેવાય છે.” કર્મે કરીને જ બ્રાહ્મણ કહેવાય છે. તે વિષે કહ્યું છે કે क्षमा दानं तपो ध्यानं, सत्यं शौचं धृतिः क्षमा । ज्ञानं विज्ञानमास्तिक्य-मेतद्ब्राह्मणलक्षणम् ॥१॥ ભાવાર્થ-“ક્ષમા, દાન, તપ, ધ્યાન, સત્ય, શૌચ, ધૃતિ, ક્ષમા, જ્ઞાન, વિજ્ઞાન અને આસ્તિકપણું એ બ્રાહ્મણનાં લક્ષણ છે.” કર્મ કરીને ક્ષત્રિય કહેવાય છે, એટલે ભયથી રક્ષણ કરવારૂપ કર્મો કરીને ક્ષત્રિય કહેવાય છે, કૃષિ તથા પશુપાલન વગેરે કરવાથી વૈશ્ય કહેવાય છે અને કાસદિયું, નોકરી વગેરે કર્મ કરવાથી શુદ્ર કહેવાય છે. આ પ્રમાણે પોતપોતાને યોગ્ય કર્મ ન કરે તો તે બ્રાહ્મણાદિક જાતિથી ને તેવી સંજ્ઞાથી પણ ભ્રષ્ટ થયેલા જાણવા. અહિંસાદિક ગુણોથી યુક્ત એવા શ્રેષ્ઠ બ્રાહ્મણો જ તરવા અને તારવામાં સમર્થ હોય છે.” આ પ્રમાણે તે મુનિનાં ઘર્મવાક્યો સાંભળીને વિજયઘોષ સંશય રહિત થઈ “જરૂર આ મુનિ મારા ભાઈ છે” એમ જાણીને પ્રસન્ન થઈ બોલ્યો કે- “હે મુનિ! તમે જ ખરા વેદને જાણનારા છો, હે યથાસ્થિત વસ્તુતત્ત્વને જાણનાર! તમે જ યજ્ઞના કરનારા છો, ભાવયજ્ઞ કરીને તમે જ પોતાને અને પર તારવાને સમર્થ છો. માટે હે ઉત્તમ ભિક્ષુ! આ ભિક્ષા ગ્રહણ કરીને તમે મારાપર અનુગ્રહ કરો.” મુનિ બોલ્યા કે, “હે બ્રાહ્મણ! મારે ભિક્ષાની કાંઈ જરૂર નથી; પરંતુ જલદીથી તું આ કૃત્યથી નિવૃત્તિ પામી પ્રવ્રજ્યા ગ્રહણ કર. ભયના આવર્તવાળા આ સંસારસાગરમાં ભટક નહીં. કહ્યું છે કે Page #80 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૩૦૨] મગ્નતા ગુણ एवं लग्गंति दुम्मेहा, जे नरा कामलालसा । विरत्ता उ न लग्गंति, जहा सुक्के उ गोलए ॥१॥ ભાવાર્થ-જેમ એક લીલો તથા એક સૂકો એવા માટીના બે ગોળાને ભીંતપર ફેંકીએ, તો આર્દ્ર ગોળો ભીંત સાથે ચોંટી જશે અને સૂકો ગોળો નીચે પડશે, અર્થાત્ તે ચોંટશે નહીં, તેમ જે દુર્બુદ્ધિ માણસો કામની લાલસાવાળા હોય છે તેઓ જ સંસારમાં લીન થાય છે, અને જેઓ તે લાલસાથી વિરક્ત છે તેઓ લીન થતા નથી.’’ ઇત્યાદિ ઉપદેશ સાંભળીને તે વિજયઘોષે સર્વ સંગ તજીને દીક્ષા ગ્રહણ કરી. પછી બન્ને ભાઈઓ અનુક્રમે પૂર્વ કર્મનો ક્ષય કરીને મોક્ષસુખને પામ્યા. “વાસ્તવિક કલ્પના રહિત અને આત્મગુણ સાધન કરવામાં તત્પર એવી પૂર્ણતા તે જ્ઞાનવૃષ્ટિરૂપ પોતાની જ કાંતિ છે, માટે હે ભવ્ય પ્રાણીઓ! તમે તેને અનુયાયી ચેતના કરો.'' વ્યાખ્યાન ૩૦૨ મગ્નતા ગુણ ૭૧ हित्वाक्षविषयांश्चित्तं, समाधिसौख्यलालसम् । यस्य जातं नमस्तस्मै, मग्नतागुणधारिणे ॥१॥ ભાવાર્થ-‘જેનું ચિત્ત ઇન્દ્રિયોના વિષયોને છોડીને સમાધિસુખનું લાલસ (તલ્લીન) થયું છે, તેવા મગ્નતા ગુણ ઘારણ કરનારને નમસ્કાર છે.’’ મગ્રતા ગુણનું સ્વરૂપ પૂર્વાચાર્યોએ આ પ્રમાણે કહ્યું છે—આ જીવ અનાદિ કાળથી પુદ્ગલના સ્કન્ધથી ઉત્પન્ન થયેલા વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને શબ્દ વગેરે વિષયોમાં ભ્રમણ કરતાં કરોડો કલ્પના કરીને ઇષ્ટ વિષયોને ઇચ્છતો સતો વાયુએ ઉપાડેલા પલાશનાં સૂકાં પાંદડાંની જેમ ભટક્યા કરે છે. તે જીવ કોઈ વખત સ્વપરના વિવેકરૂપ ભેદજ્ઞાનને પામીને અનન્ત જ્ઞાન દર્શનના આનંદવાળા આત્મભાવનો સત્તાપણે નિશ્ચય કરીને પછી “આ `વિભાવથી ઉત્પન્ન થયેલું સુખ મારું નહીં, હું તેનો ભોક્તા નહીં, એ તો માત્ર ઉપાધિ જ છે; મેં આજ સુધી આ પરવસ્તુઓમાં મમતા રાખીને તેનો કર્તા, ભોક્તા (ભોગવનાર) અને ગ્રાહક (ગ્રહણ કરનાર) હું છું એમ જે માન્યું હતું તે યોગ્ય નથી. ત્રિકાળજ્ઞ કેવળી ભગવાનના વાક્યરૂપી અંજનવડે જેને સ્વપરનો વિવેક પ્રાસ થયેલો છે, તેને પ૨વસ્તુમાં રમણરૂપ આસ્વાદન યોગ્ય નથી.’’ એવી રીતે વિચાર કરીને આત્માને અનન્ત આનંદમય જાણી ૫રમાત્મસત્તારૂપ સ્વરૂપમાં મગ્ન થાય છે. આવો માણસ મગ્નતા ગુણને ધારણ કરનાર કહેવાય છે. આ મગ્નતા ગુણ નયનિક્ષેપાદિકવડે ઘણા પ્રકારનો છે. તેમાં નામ અને સ્થાપના સુગમ છે. ઘન અને મદિરાપાન વગેરેમાં જે મગ્ન હોય તે દ્રવ્યમગ્ન કહેવાય છે. અથવા દ્રવ્યમગ્નના બે પ્રકાર જાણવા. આગમથી મગ્ન અને નોઆગમથી મગ્ન. તેમાં આગમથી મગ્ન એટલે પદાર્થોને જાણે, પણ તેમાં ઉપયોગ વર્તે નહીં તે, અને નોઆગમથી મગ્ન એટલે પૂર્વે કહ્યા પ્રમાણે ધન મદિરાદિકમાં મગ્ન Jain Education ૧ આત્માથી વ્યતિરિક્ત પુદ્ગલાદિક સર્વ વિભાવ કહેવાય છે. only Page #81 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૫ [તંભ ૨૧ હોય તે. તક્યતિરિક્ત તે મૂઢ, શૂન્ય, જડ હોય છે. ભાવમગ્ન બે પ્રકારે છે, અશુદ્ધ અને શુદ્ધ. તેમાં અશુદ્ધ ભાવમગ્ન એટલે નિરંતર ક્રોધાદિકમાં મગ્ન, વિભાવમાં આત્માને ભાવનારો. શુદ્ધ ભાવમગ્નના બે પ્રકાર છે, તેમાં પ્રથમ સાઘક એટલે આત્મસ્વરૂપને સાઘનાર અને આત્મસ્વરૂપની સન્મુખ રહેલો. નયની અપેક્ષાએ વિચારીએ તો પહેલા ચાર નયની અપેક્ષાએ વિધિ સહિત બાહ્ય સાધનમાં પ્રવૃત્તિ કરનાર અને વસ્તુસ્વરૂપને પ્રગટ કરવાની ઇચ્છાવાળો સાઘક કહેવાય છે; અને શબ્દાદિક ત્રણ નયની અપેક્ષાએ તો સમ્યગદર્શન, જ્ઞાન અને સંયમ વગેરે આત્મસમાધિમાં મગ્ન થયેલો સાઘક કહેવાય છે. બીજો સિદ્ધમગ્ર તે આવરણરહિત સંપૂર્ણ વસ્તુસ્વરૂપમાં મગ્ન થયેલો જાણવો. અહીં જ્ઞાનાદિક આત્મસ્વરૂપમાં મગ્નપણું ગુણાન્વિત જાણવું. પરભાવમાં આસક્ત થયેલામાં ખરું મગ્નપણે જાણવું નહીં. કહ્યું છે કે स्वभावसुखमनस्य, जगत्तत्त्वावलोकिनः । कर्तृत्वं नान्यभावानां, साक्षित्वमवशिष्यते ॥१॥ ભાવાર્થ-“જગતના તત્ત્વનું અવલોકન કરનાર સ્વભાવસુખમાં મગ્ન થયેલા અન્ય ભાવોનું કર્તાપણું હોતું નથી, માત્ર સાક્ષીપણું જ અવશેષ રહે છે.” અર્થાત્ સ્વાભાવિક સહજ સુખમાં મગ્ન થયેલા અને લોકના યથાર્થ સ્વરૂપને જાણનારા દર્શનશીલ એવા મનુષ્યોને જ્ઞાનાવરણીયાદિક કર્મોને ઉત્પન્ન કરનાર બાહ્ય પુદ્ગલ સ્કન્ધો લેવામાં અથવા મૂકવામાં કર્તાપણું હોતું નથી, પણ જ્ઞાનપણાના સ્વભાવથી સાક્ષીપણું જ હોય છે. આ ઉપર સૂક્ષ્મ વિચાર કરીએ તો–ક્રિયા કરવામાં જેનું એકાધિપત્યપણું (સ્વતંત્રપણું) હોય તે કર્તા કહેવાય છે. આ કર્તાપણું જીવમાં તેના ગુણોનું જ હોઈ શકે છે. કુંભાર ચક્રાદિક ઉપકરણથી ઘટાદિક પદાર્થો કરે છે તેમ જીવ પણ ચૈતન્યવીર્યરૂપી ઉપકરણથી પોતાના ગુણો ઉત્પન્ન કરી શકે છે. ક્રિયાશૂન્યપણું હોવાથી ઘર્માસ્તિકાયાદિક દ્રવ્યમાં એકાધિપત્ય કર્તાપણું નથી. જીવનું કર્તાપણું પણ પોતાના કાર્ય (આત્મઘમ) સંબંધે છે. કોઈ પણ જીવ જગતનો કર્તા નથી, પરંતુ પોતાના કાર્યના પરિણામ પામતા ગુણોના પર્યાયની પ્રવૃત્તિનો જ કર્તા છે. જો પરભાવોનો કર્તા જીવને માનીએ તો અસત્ આરોપ અને સિદ્ધિ અભાવ વગેરે દૂષણો પ્રાપ્ત થાય છે, માટે જીવ લોકાલોકનો જ્ઞાતા છે પણ પરભાવનો કર્તા નથી, પરંતુ સ્વભાવમાં મૂઢ થઈને અશુદ્ધ પરિણામમાં પ્રવૃત્ત થઈ અશુદ્ધ નિશ્ચયનયે રાગાદિક વિભાવનો અને અશુદ્ધ વ્યવહારનયે જ્ઞાનાવરણીયાદિ કર્મનો કર્તા થાય છે, તેમ છતાં પણ તે જીવ સ્વાભાવિક રુચિવાળો અને અનન્ત અવિનાશી આત્મસ્વરૂપવાળો હોઈને આત્માના પરમાનંદનો જ ભોક્તા છે. તે પરભાવોને કર્તા નથી, પણ જ્ઞાતા (સાક્ષીમાત્ર) છે. આ મમ્રતા ગુણ ઘારણ કરનાર પ્રાણી કેવો હોય છે? તે વિષે પૂર્વપૂજ્ય પુરુષો કહે છે કે परब्रह्मणि मग्नस्य, श्लथा पौद्गलिकी कथा । क्वामी चामीकरोन्मादाः, स्फारा दारादराः क्व च ॥१॥ (જ્ઞાનસર) ભાવાર્થ-“પરબ્રહ્મમાં મગ્ન થયેલા મનુષ્યને પુદગલ સંબંઘી કથામાં શિથિલતા (મંદ આદર) હોય છે, તેને પછી આ સુવર્ણના ઉન્માદો ક્યાં? અને દેદીપ્યમાન સ્ત્રીઓનો આદર પણ ક્યાં?” Page #82 -------------------------------------------------------------------------- ________________ ૭૩ વ્યાખ્યાન ૩૦૨] મગ્નતા ગુણ વિશેષાર્થ“પરબ્રહ્મ એટલે જ્ઞાનાદિ આત્મસ્વરૂપમાં મગ્ન થયેલા મનુષ્યને પુદ્ગલ સંબંધી કથા એટલે શરીરાદિકના સુંદર વર્ણ વગેરેની કથા શિથિલ એટલે નષ્ટ થઈ જાય છે, કેમકે તે શરીરાદિક પરવસ્તુ છે, અગ્રાહ્ય છે, અને અભોગ્ય છે, એમ તેને નિર્ધાર થયેલો હોય છે. અર્થાત્ આવા પગલાદિકની કથા પણ જેને કરવા લાયક નથી, તેને પછી તેના પર આગ્રહ તો ક્યાંથી જ થાય? તે કારણથી જ તેને કાંચન એટલે સુવર્ણનો ઉન્માદ જ ક્યાંથી હોય? કેમકે પાપસ્થાનોના નિમિત્તભૂત હોવાથી આત્મગુણરૂપી સંપત્તિવાળા મનુષ્યને સુવર્ણાદિકનું ગ્રહણ કરવાપણું જ હોતું નથી, તેમજ એવા પુરુષને ફાર-દેદીપ્યમાન એવી જે સ્ત્રી તેનો આદર પણ ક્યાંથી જ હોય? ન જ હોય.” અહર્નિશ પુદ્ગલ સંબંધી કથામાં મગ્ન રહેનાર સર્વ સ્થાને ઉન્માદવાળા જ હોય છે. જુઓ! રામચંદ્ર ત્રિકાળમાં પણ અસંભવિત એવો સુવર્ણનો મૃગ જોઈને તેને ગ્રહણ કરવા માટે અનેક પ્રકારના ઉન્માદો કર્યા હતા. ત્યારપછી સ્ત્રીને માટે પણ તેણે ઘણો આદર પ્રગટ કર્યો હતો. અર્થાત્ સીતાનું હરણ થતાં ઘણો ઉન્માદ બતાવ્યો હતો અને તેને પાછી લાવવા પારાવાર પ્રયાસ કર્યો હતો; માટે વ્યથા ઉત્પન્ન કરનારી તે પુગલની કથાને જેણે જ્ઞાનગોચર કરેલી છે તે જ મગ્નતા ગુણયુક્ત કહેવાય છે. આ સંબંધમાં ઉપયોગી સોમવસુનું દ્રષ્ટાંત છે તે આ પ્રમાણે સોમવસુની કથા કૌશાંબી નગરીમાં સોમ નામે એક બ્રાહ્મણ રહેતો હતો. તે હમેશાં ઘર્મશાસ્ત્ર શ્રવણ કરવામાં પ્રીતિવાળો હતો. એકદા પુરાણમાં તેણે આ પ્રમાણે લોમ ઋષિની કથા સાંભળી કે “કોઈ એક દીર્ઘદર્શી (સૂક્ષ્મ દ્રષ્ટિવાળા) તાપસે બાર હજાર વર્ષ સુધી તપ કર્યું. તે માસક્ષપણને પારણે પાંચ જ ઘેર ભિક્ષા માગતો હતો. જો કદાચ તે પાંચ ઘરમાંથી તેને ભિક્ષા ન મળતી તો ફરીથી માસના ઉપવાસ કરતો, પણ છડ઼ે ઘેર ભિક્ષા માગતો નહીં. એ પ્રમાણે ચાર માસક્ષપણ સુઘી કરતો, અને આહાર મળતો ત્યારે મળેલા આહારના ચાર ભાગ કરીને એક ભાગ જળચરને, બીજો સ્થળચરને અને ત્રીજો ખેચરને આપીને અવશેષ રહેલા ચોથા ભાગને એકવીશ વાર પાણીથી ધોઈને પોતે ખાતો હતો. આવી રીતે તપ કરતાં તે તાપસ મૃત્યુ પામીને ઇન્દ્ર થયો, ત્યાં તેણે સર્વ દેવોને પૂછ્યું કે, “આ સ્વર્ગ કોણે બનાવ્યું છે?” ત્યારે દેવતાઓ બોલ્યા કે, “આ સ્વર્ગ કોઈએ બનાવ્યું નથી. તે તો સ્વયંસિદ્ધ જ છે. તે સાંભળીને તેણે (ઇન્દ્ર) વિચાર્યું કે, “આ સ્વર્ગ જીર્ણ થઈ ગયું છે માટે હું નવું સ્વર્ગ બનાવું.” દેવતાઓએ કહ્યું કે, “નવીન સ્વર્ગ કોઈથી બની શકે જ નહીં.” ઇન્ટે કહ્યું કે, ‘પ્રથમના ઇન્દ્રો નવીન સ્વર્ગ બનાવવામાં અશક્ત હતા, પણ હું તો સમર્થ છું.” ત્યારે દેવો બોલ્યા કે, “હે સ્વામી! તમે પ્રથમ મૃત્યુલોકને જુઓ, પછી તમારી ઘારણા પ્રમાણે કરો.” તે સાંભળીને ઇન્દ્ર મનુષ્યલોક જોવા ગયો. ત્યાં કોઈ એક અરણ્યમાં એક આકડાના વૃક્ષની નીચે લોમ નામના ઋષિને તપસ્યા કરતા જોયા. તે ઋષિને ઇન્ટે પૂછ્યું કે, “હે ઋષિ! તમે મઠ કર્યા વિના તપ કેમ કરી શકો છો?” લોમઋષિ બોલ્યા કે–“જ્યારે ચૌદ ચોકડી જાય છે, ત્યારે મારા શરીરનો એક વાળ ખરે છે. એવી રીતે આ મારા આખા શરીરના સાડાત્રણ કરોડ વાળ ખરી જશે, ત્યારે મારું મૃત્યુ થવાનું છે. ૧. માછલાં વગેરે ૨. પશુઓ ૩. પક્ષીઓ ૪. તેંતાળીશ લાખ અને વિશ હજાર વર્ષની એક ચોકડી કહેવાય છે એમ ટબામાં લખ્યું છે.' Page #83 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૫ [સ્તંભ ૨૧ હજુ તો મારા મસ્તકના ચાર કેશ પણ પૂરા પડ્યા નથી. એકેક ચોકડી વીશ હજાર વર્ષે થાય છે. તે પ્રમાણે સર્વ રોમ પડશે ત્યારે મારું મૃત્યુ થશે, તેથી આ દેહ અનિત્ય છે. જો આ શરીર શાશ્વત હોત તો તેને માટે મઠ વગેરે કરવાનો મોહ રાખત, પણ તેમ તો નથી.” તે સાંભળી ઇન્દ્ર વિચાર કર્યો કે, “આ ઋષિની પાસે મારું આયુષ્ય તો જળના કણીઆ જેટલું જ છે તો નવીન સ્વર્ગ કરવાનો શો મોહ કરવો?” એમ નિશ્ચય કરી ઇન્દ્ર પોતાને સ્થાને ગયો.” આ પ્રમાણે પુરાણની કથા સાંભળીને તે સોમ બ્રાહ્મણે વિચાર્યું કે, “કુળધર્મ તો શ્રેષ્ઠ નથી માટે ઘર્મની પરીક્ષા કરીને જ્ઞાનઘર્મનું આચરણ કરું.” પછી તેણે નાના પ્રકારનાં દર્શનો જોતાં જોતાં કોઈ એક મતના પરિવ્રાજકને ઘર્મ પૂછ્યો કે, “પ્રભુએ ત્રણ પદમાં ઘર્મ કહેલો છે–મીઠું ખાવું, સુખે સૂવું અને પોતાનો આત્મા લોકપ્રિય કરવો. આ ત્રણ પદનો શો અર્થ સમજવો?” પરિવ્રાજકે જવાબ આપ્યો કે, “પ્રથમનું જમેલું જીર્ણ થયા પછી (પચી ગયા પછી) રુચિ પ્રમાણે જમવું તે મીઠું ભોજન, કોમળ શય્યામાં સૂવું તે સુખશયન અને મંત્ર તથા ઔષધિના પ્રયોગથી લોકોમાં પ્રશંસા થાય તેમ કરવું તે લોકપ્રિય થવું.” તે સાંભળીને સોમવસુએ વિચાર્યું કે, “આ સમ્યગુ ઘર્મ નથી, કેમકે આ તો પાપવૃત્તિમય છે.” એમ વિચારીને તેણે તે ત્રણે પદનો અર્થ કોઈ મુનિ પાસે જઈને પૂછ્યું. એટલે મુનિએ જવાબ આપ્યો કે, “જે ભોજન પોતે કર્યું ન હોય, કરાવ્યું ન હોય અને તેના કરનારને અનુમોદન પણ કર્યું ન હોય એવું ભોજન એકાંતરે ખાવામાં આવે તો તે પરમાર્થથી મિષ્ટ કહેવાય છે. કેમકે તે દાતા, દાન ને દેય એમ ત્રણ પ્રકારની શુદ્ધિવાળું હોવાથી દાન કરનાર અને લેનાર બન્નેને સુખકારી છે. વિધિપૂર્વક અલ્પ નિદ્રા લેવી તે સુખશયન કહેવાય છે; અને કોઈ પણ પ્રકારની ઈહા (ઇચ્છા) ન કરવી, એવું મહા નિરીહપણું હોવાથી લોકપ્રિય થવાય છે.” આ પ્રમાણે સાંભળીને સોમવસુએ વિચાર્યું કે, “આ અર્થ માર્ગાનુયાયી અને સમીચીન જણાય છે.” એ પ્રમાણે તત્ત્વજ્ઞાન સાંભળીને તે બ્રાહ્મણ હર્ષ પામ્યો અને પાંચ સમિતિ તથા ત્રણ ગુણિથી યુક્ત એવા તે સાધુએ આચરણ કરેલી ત્રિપદીને જોઈને તથા સાંભળીને તેણે ચારિત્ર ગ્રહણ કર્યું. એકદા તે સોમ સાધુ અરણ્યમાં પ્રતિમા ઘારણ કરી ઊભા રહ્યા હતા. તે વખતે ઇન્દ્રિયોના વિષયોને નિવારીને આત્મસ્વરૂપના અવલોકનમાં જ તત્પર થઈ તન્મય ચિત્ત કરીને આત્મસ્વરૂપના જ્ઞાનમાં મગ્ન થયા. કહ્યું છે કે ज्ञानमनस्य यत्सौख्यं, तद्वक्तुं नैव शक्यते । नोपमेयं प्रियाश्लेषैर्नापि तच्चन्दनद्रवैः॥४॥ ભાવાર્થ-“જ્ઞાનમાં મગ્ન થયેલા મનુષ્યને જે સુખ હોય છે, તે કહેવાને કોઈ સમર્થ નથી. તે સુખને પ્રિયાના આલિંગન સાથે અથવા તો ચંદન રસના વિલેપન સાથે ઉપમા આપી શકાય તેમ નથી.” આત્મસ્વરૂપની ઉપલબ્ધિથી પ્રાપ્ત થયેલું જે સુખ તે વાણીગોચર છે જ નહીં. તે અધ્યાત્મ સુખને બાહ્ય સુખની ઉપમા વડે ઉપમિત કરાય જ નહીં; કેમકે આરોપિત સુખ આત્મજ્ઞાનના સુખની બરાબર થઈ શકે નહીં. કહ્યું છે કે लब्भइ सुरसामित्तं, लब्भइ पहुअत्तणं न संदेहो । इक्को नवरिं न लब्भई, जिणवरदेसओ धम्मो ॥१॥ Page #84 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૩૦૩] સ્થિરતા ગુણ ૭૫ ભાવાર્થ‘દેવોનું સ્વામીપણું (ઇંદ્રપણું) પામી શકાય છે, તેમજ પ્રભુતા પણ પામી શકાય છે, તેમાં કાંઈ સંદેહ જેવું નથી; પરંતુ એક જિનેન્દ્રે પ્રરૂપણ કરેલો ઘર્મ જ પામી શકાતો નથી, તે જ એક વિશેષ દુર્લભ છે.’ "" धम्मो पवत्तिरूवो, लब्भइ कइया वि निरयदुखतया । जो निअवत्थुसहावो, सो धम्मो दुल्लहो लोए ॥ २॥ ભાવાર્થ-‘નરકના દુ:ખથી પીડા પામીને કોઈક વખત પ્રવૃત્તિરૂપ ધર્મ તો પામી શકાય છે. પણ જેમાં આત્મવસ્તુનો સ્વભાવ રહેલો છે એવો જે ધર્મ તે આ લોકમાં દુર્લભ છે.’’ એ જ કારણથી વસ્તુસ્વરૂપ ધર્મના સ્પર્શવડે કરીને જ તે સાધુ શુભ ધ્યાનમાં મગ્ન થઈ કાયોત્સર્ગે રહ્યા. તે વખતે કોઈ એક ચક્રવર્તી ચોરાશી લાખ હાથી, ઘોડા અને રથથી યુક્ત તથા છન્નુ કરોડ પદાતિ સહિત અનેક વારાંગનાઓને નૃત્ય કરાવતો તે માર્ગે નીકળ્યો. તેણે તે મુનિને જોઈને વિચાર્યું કે,‘‘અહો! આ મુનિમાં આત્મસ્વરૂપમાં મગ્ન થવાનો ગુણ કેવો અપ્રતિમ છે? તે વાણીથી કહી શકાય તેમ નથી. મારા સૈન્યમાં રહેલા સ્પર્શનાદિક પાંચે ઇન્દ્રિયોના વિષયોને જોયા છતાં પણ તે જોતા નથી, માટે હું હાથી પરથી ઊતરીને તેમને બોલાવું.'' એમ વિચારી હાથી પરથી નીચે ઊતરીને તે બોલ્યો કે,“હે મુનિ! હું ચક્રવર્તી રાજા તમને વાંદું છું.'' એમ વારંવાર રાજાએ કહ્યું તોપણ તે મુનિએ ધ્યાનમાં હોવાથી સાંભળ્યું નહીં, કારણકે તે તો આત્માનો સ્વાભાવિક ધર્મ અને તેની અઢાર હજાર શીલાંગરથાદિ સેના તેને જોવામાં જ એકતાનવાળા હતા; પ૨વસ્તુ તો વિભાવ દશાવાળી હોવાથી તે પરાવલોકન કરતા નહોતા. આ પ્રમાણે આત્મગુણમાં મગ્ન થયેલા (ભાવિતાત્મા) તે મુનિની સામે ચક્રવર્તી અરધા પહોર સુધી જોઈ રહ્યો, તો પણ તેમણે પોતાનું ધ્યાનમગ્નપણું છોડ્યું નહીં. પછી રાજાએ મુનિના ગુણની પ્રશંસા કરતા સતા શ્રાવકધર્મ ગ્રહણ કર્યો. મુનિ પણ અનુક્રમે કેવળજ્ઞાન પામી સિદ્ધિપદને પામ્યા. ‘સમગ્ર સાધ્ય(આત્મસ્વરૂપ)ને સાઘનાર એવા પોતાના આત્મામાં જ રહેલા મગ્નતા ગુણને પામીને આત્મઋદ્ધિ—પોતાની સેના—જોવામાં જ તત્પર અને સમાધિમાં રહેલા સોમવસ મુનિએ ઇન્દ્રિય વિષયોથી ભરપૂર એવા ચક્રવર્તીની સેના સામું જોયું પણ નહીં.’’ વ્યાખ્યાન 303 સ્થિરતા ગુણ दर्शनादिगुणावाप्तौ, विभावेष्वपवर्तना । सा स्थिरता दिवा रात्रावरक्तद्विष्टतां गता ॥ १ ॥ ભાવાર્થ—‘દર્શનાદિક ગુણોની પ્રાપ્તિ માટે રાત્રીદિવસ વિભાવ પદાર્થોમાં રાગ દ્વેષ તજીને તે પદાર્થોથી પાછા ફરવું તેને સ્થિરતા કહેલી છે.’’ આ સ્થિરતા પૂર્વાચાર્યોએ ઘણે પ્રકારે વર્ણવેલી છે. તેમાં ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય એ ત્રણની સ્થિરતા ક્રિયારહિત હોવાથી અને પુદ્ગલોની સ્થિરતા સ્કંધાદિનિબદ્ધ હોવાથી તે આત્મતત્ત્વના સાધનમાં હેતુભૂત નથી, પણ આત્માની સ્થિરતા જ હેતુભૂત છે. તેમાં નામ Page #85 -------------------------------------------------------------------------- ________________ ૭૬ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૫ [સ્તંભ ૨૧ સ્થિરતા અને સ્થાપના સ્થિરતા તો પૂર્વની જેમ સુગમ છે. દ્રવ્યથી સ્થિરતા એટલે યોગચેષ્ટાનો રોઘ કરવો તે. દ્રવ્યને વિષે સ્થિરતા એટલે મમ્મણ શ્રેષ્ઠીની જેમ પ્રાપ્ત થયેલા દ્રવ્ય (ઘન)નો વ્યય કરવાની ઇચ્છા પણ ન કરવી તે; અથવા દ્રવ્યસ્થિરતા એટલે શરીરમાં રોગાદિક ઉત્પન્ન થવાથી મળકોષ્ટબંઘરૂપ (મલમૂત્રાદિકનો રોઘ) થાય છે તે. અથવા તે બન્નેથી વ્યતિરિક્ત-સ્વરૂપના ઉપયોગથી શૂન્ય અને સાધ્યથી વિકળ એવા મનુષ્યની પ્રણામાદિકને વિષે તથા કાયોત્સર્ગાદિમાં સ્થિરતા થાય છે તે પણ દ્રવ્ય સ્થિરતા કહેવાય છે. કહ્યું છે કે अस्थिरे हृदये चित्रा, वाङ्नेत्राकारगोपना । पुंश्चल्या इव कल्याणकारिणी न प्रकीर्तिता ॥१॥ ભાવાર્થ-“હૃદય સ્થિર ન હોય એટલે પરભાવમાં પ્રવર્તતું હોય, છતાં વિચિત્ર એવી વાણી, નેત્ર તથા આકારની દ્રવ્યક્રિયારૂપ ગોપના–તે પંથલી (અસતી) સ્ત્રીની જેમ હિત કરનારી કહેલ નથી.” જૈનશાસનમાં ભાવની અભિલાષી એવી દ્રવ્ય ક્રિયા જ પ્રશસ્ત કહેલી છે. ભાવરહિત ક્રિયા બિલાડાના ધ્યાન જેવી નિષ્ફળ છે. કેટલાકને દ્રવ્ય ક્રિયા પરંપરાએ કરીને ઘર્મના હેતુપણે થાય છે, એમ તત્વાર્થમાં કહેલું છે, પણ તે દેવાદિકના સુખની તથા યશ વગેરેની વાંચ્છા રહિત કરેલી ક્રિયા સમજવી; લોકસંજ્ઞામાં આરૂઢ થયેલાએ લોકમાં ખ્યાતિ વગેરેની ઇચ્છા માટે કરેલી ન સમજવી. ભાવસ્થિરતા અશુદ્ધ અને શુદ્ધ ભેદે કરીને બે પ્રકારની છે. તેમાં રાગદ્વેષમાં તન્મયતારૂપ સ્થિરતા તે અશુદ્ધ ભાવસ્થિરતા કહેવાય છે, અને સમ્યમ્ જ્ઞાનાદિક સ્વરૂપમાં તન્મયપણારૂપ સ્થિરતા તે શુદ્ધ ભાવ સ્થિરતા કહેવાય છે. - સાધ્યની અભિલાષાએ કરીને સાધ્યને યોગ્ય ઉદ્યમના પરિણામના કારણભૂત યોગાદિક દ્રવ્યાસ્ત્રવનો ત્યાગ કરવાથી થયેલી જે સ્થિરતા તે પહેલા ચાર નયરૂપ છે. જે સમ્યગુદર્શનાદિકે કરીને આત્મસ્વરૂપ નિષ્પાદન કરવા માટે અભ્યાસવાળી સ્થિરતા તે શબ્દનય સ્થિરતા છે, જે ઘર્મધ્યાન અને શુક્લધ્યાનમાં રહેલી અપગ્મતિ પરિણતિરૂપ સ્થિરતા તે છઠ્ઠા નયને યોગ્ય છે, અને જે ક્ષાયિક જ્ઞાનાદિકના સુખથી અપ્રશ્રુતિરૂપ સ્થિરતા તે એવંભૂત સ્થિરતા કહેવાય છે. વિભાવ પદાર્થમાં પણ સર્વ નયની અપેક્ષાએ સ્થિરતા હોઈ શકે છે, પણ તેવી સ્થિરતા તત્ત્વવિકળ પુરુષોને હોય છે. અહીં તો પરભાવમાં અપ્રવર્તનરૂપ જે સ્થિરતા તે જ પરમાનંદના સંદોહવાળી હોવાથી ગ્રહણ યોગ્ય છે. કહ્યું છે કે स्थैर्यरत्नप्रदीपश्चेद् दीप्रः संकल्पदीपजैः । - तद्विकल्पैरलं धूमैरलं धूमैस्तथास्रवैः॥१॥ ભાવાર્થ-જે મનુષ્યને સ્થિરતારૂપી રત્નપ્રદીપ દેદીપ્યમાન છે, તેને સંકલ્પરૂપી દીવાથી ઉત્પન્ન થતા વિકલ્પરૂપી ધૂમનું શું પ્રયોજન છે? તેમજ આસ્રવરૂપી ધૂમનું પણ શું પ્રયોજન છે?” આ શ્લોકનો વિસ્તારાર્થ એવો છે કે–“જે માણસને સ્થિરતા રૂપી રત્નનો દીવો દેદીપ્યમાન છે, તે માણસને પરવસ્તુની ચિંતાથી ઉત્પન્ન થયેલ અશુદ્ધ ચપળતારૂપ જે સંકલ્પ તે સંકલ્પરૂપ દીવાથી ઉત્પન્ન થતા જે વારંવાર સ્મરણરૂપ વિકલ્પો તે રૂપ ધુમાડાથી સર્યું, અર્થાત્ તેને આવા Page #86 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૩૦૩] સ્થિરતા ગુણ ૭૭ ઘુમાડા કાંઈ લાભ કરી શકતા નથી. જો કે અભેદ રત્નત્રયીનો પ્રાદુર્ભાવ થાય ત્યારે જ નિર્વિકલ્પ સમાધિ થાય છે, તો પણ આત્મસ્વરૂપમાં લીન થયેલા મનુષ્યને સંસાર સંબંઘી સંકલ્પવિકલ્પ તો થતાં જ નથી; તથા દ્રવ્યથી અને ભાવથી પ્રાણાતિપાતાદિક આસ્રવોથી પણ સર્યું, અર્થાત્ જેને સ્થિરતા રૂપ રત્નદીપક હોય તેને આસ્રવો કાંઈ પણ લાભ કરી શકતા નથી.’’ આત્મસમાધિમાં લીન થયેલાને આસ્રવો હોતા જ નથી; અસત્ સ્વરૂપથી ભ્રાન્તિ પામેલાને જ આસ્રવ પ્રાપ્ત થાય છે; તેની જ તેવી પરિણતિ થાય છે. જ્યારે આત્મસ્વરૂપનો બોધ પ્રાપ્ત થાય છે, ત્યારે પોતાની પરિણતિ આત્મકાર્ય કરવામાં જ વાપરે છે. પણ પરકાર્ય કરવામાં વાપરતા નથી. કર્તા, કર્મ વગેરે છયે કારકો પણ આત્મસ્વરૂપની મૂઢતાથી જ પરકાર્યમાં વ્યાપાર કરતા જણાય છે. વાસ્તવિક રીતે તે અશુદ્ધિ કરનારા જ છે. જ્યારે સ્વપરનો વિવેક કરીને “હું જુદો છું. હું પર વસ્તુનો કર્તા અથવા ભોક્તા નથી.” એ પ્રમાણે આત્મવિવેક પ્રાપ્ત થાય છે, ત્યારે ષટ્કારક રૂપ ચક્રને આત્મકાર્ય કરવામાં જ પ્રવર્તાવે છે. તે વખતે છ કારકોની પ્રવૃત્તિ આ પ્રમાણે થાય છે : “આત્મા (પોતાના) આત્માને આત્માએ કરીને આત્માને માટે (આત્મજ્ઞાન માટે) આત્માથી આત્મામાં જ પ્રવર્તાવે છે.’’ આ પ્રમાણે સ્વરૂપમાં સ્થિરતાવાળા મનુષ્યોને આસ્રવો હોતા નથી. અહીં સ્થિરતા ગુણ ઉપર તે ગુણયુક્ત રાજીમતીનો સંબંધ છે તે આ પ્રમાણે– રાજીમતીનું દૃષ્ટાંત દશ ધનુષ્યના દેહવાળા શ્રી નેમિનાથે કુમારાવસ્થામાં ત્રણસો વર્ષ નિર્ગમન કર્યું. અન્યદા બંધુઓના આગ્રહથી પદ્માવતી, ગૌરી, ગંધારી વગેરે કૃષ્ણની પટ્ટરાણીઓએ તથા બત્રીશ હજાર ગોપાંગનાઓએ જલક્રીડા સમયે હાવભાવના વાક્યોથી, કટાક્ષરૂપી બાણોથી અને પુષ્પના કંદુક (દડા) મારવાથી નેમિનાથને ખેદ પમાડી પરણવાની કબૂલાત માગી. નેમિનાથ મૌન ધારીને રહ્યા, તેથી કૃષ્ણની રાણીઓએ કૃષ્ણને કહ્યું કે ‘નેમિનાથે પાણિગ્રહણ કરવાનું માન્યું છે.' તે સાંભળીને હર્ષ પામેલા કૃષ્ણે સત્યભામાની નાની બહેન રાજીમતીને માટે તેના પિતા ઉગ્રસેન પાસે માગણી કરી. ઉગ્રસેને પણ રાજીમતી સાથે નેમિનાથનો વિવાહ કબૂલ કર્યો. પછી લગ્નને દિવસે યાદવોની સાથે રથમાં બેસીને નેમિનાથ ઉગ્રસેનના ઘર સમીપે આવ્યા. ત્યાં એક વાડામાં દૃઢ બંધનથી બાંધેલાં એવાં દીન પશુપક્ષીઓને કરુણસ્વરે રુદન કરતાં નેમિનાથે સાંભળ્યાં, તેથી તેમણે સારથિને પૂછ્યું કે ‘આ બિચારાઓને કેમ બાંધેલાં છે?’’ સારથિએ કહ્યું કે “આપના લગ્નપ્રસંગમાં સર્વ યાદવોને જમાડવા માટે આ પશુઓને બાંઘેલાં છે.’’ તે સાંભળી નેમિનાથ બોલ્યા કે– धिगनाराजकं विश्वं, धिगमी निःकृपा जनाः । यदेवमशरण्यानां, पशूनां कुर्वते वधं ॥ १ ॥ “આ સ્વામી વિનાના વિશ્વને ઘિક્કાર છે, અને આ નિર્દય માણસોને પણ ધિક્કાર છે કે જેઓ શરણરહિત એવા (નિરપરાધી) પશુઓનો વધ કરે છે.” પછી નેમિનાથના હુકમથી સારથિએ વાડામાંથી સર્વ જીવોને મુક્ત કરાવ્યા અને રથ પાછો વાળ્યો. તે જોઈ નેમિનાથના માતાપિતા વગેરે ખેદ પામીને નેમિનાથને કહેવા લાગ્યા કે ‘“હે વત્સ! આવા હર્ષને ઠેકાણે વિરસ કરવો યોગ્ય નથી.'' નેમિનાથ બોલ્યા કે હે માતાપિતા! મેં અહીં Page #87 -------------------------------------------------------------------------- ________________ ૭૮ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૫ સ્તિંભ ૨૧ આવવાનો જે આરંભ કર્યો છે તે સર્વને કૃપાઘર્મ જણાવવા માટે, અને પશુના સમૂહને મુકાવવા માટે જ કર્યો છે.” એમ કહીને રુદન કરતા સર્વ યાદવોની ઉપેક્ષા કરીને નેમિનાથજી ઘરે આવ્યા. પછી ઇન્દ્રની આજ્ઞાથી જંભક દેવોએ લાવીને ઘરેલા સુવર્ણથી પ્રભુએ વરસીદાન આપીને ચારિત્ર ગ્રહણ કર્યું. ચારિત્ર લીઘા પછી ચોપન દિવસે આશ્વિન માસની અમાવાસ્યાએ ચિત્રા નક્ષત્રમાં ચંદ્ર સ્થિત હતો તે વખતે જન્મથી જ બ્રહ્મચર્યાવસ્થામાં રહેલા પ્રભુને રૈવતક (ગિરનાર) પર્વત ઉપર કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. અહીં ભોજરાજ (ઉગ્રસેન)ની પુત્રી રાજીમતી, પ્રભુએ જ્યારે રથ પાછો વાળ્યો ત્યારે આવેલી મૂછને લીધે, તત્કાળ પૃથ્વી પર પડી ગઈ. તેની સખીઓએ તેને અનેક ઉપચારોથી સાવઘ કરી, એટલે રાજીમતી મુખરૂપી ચંદ્રના સંબંઘથી જાણે કરમાઈ ગયા હોય તેવા હસ્તકમળને કપોલ પર રાખી વિલાપ કરવા લાગી કે “હે ઈશ! જ્યારે તમે પાછું વળવાનું આગળથી જ ઘારી રાખ્યું હતું. તો મને આવી રીતે છેતરી શા માટે? સત્પરુષને આવું કાર્ય કરવું યોગ્ય નથી. કેમકે આરંભ કરેલા કાર્યને ઉત્તમ પુરુષો કદી તજતા નથી. તે તમે શું નથી સાંભળ્યું? શું મેં પૂર્વ ભવમાં કોઈ દંપતીના ભોગસુખમાં કાંઈ વિધ્ર કર્યું હશે? અથવા શું કોઈના હાથનું વિઘટન કર્યું હશે કે જેથી હું આપના કરકમળનો સ્પર્શ પણ પામી નહીં?” આ પ્રમાણે વિલાપ કરતી રામતીને તેની સખીઓએ કહ્યું કે હે સખી! તું શા માટે શોક કરે છે? એ કઠોર હૃદયવાળા નેમિ ગયા તો ભલે ગયા, તેનું શું કામ છે? યાદવોમાં પોતાના સ્વરૂપથી કામદેવને પણ જીતનારા બીજા ઘણા કુમારો છે, તેમાંથી કોઈ પણ શું તને પરણશે નહીં?” આ પ્રમાણે સખીઓનાં વચન સાંભળીને રાજીમતી બોલી કે “હે સખીઓ! આવું કુળને કલંક લગાડનારું વચન તમે કેમ બોલો છો? શું કોઈ પણ શાસ્ત્રમાં બીજી વાર કન્યાદાન અપાય એમ કહ્યું છે? માટે નેમિ જ મારા સ્વામી હો. બીજાને હું મનવચનથી ઇચ્છતી નથી.” એમ કહીને તે રાજીમતી કેટલેક કાળે શોકરહિત થઈ, અને જેમ ચક્રવાકી પોતાના પતિના સમાગમની ઉત્કંઠાથી ચંદ્રોદયની રાહ જુએ, તેમ દીક્ષા લેવાની ઉત્કંઠાથી ભગવાનને કેવળજ્ઞાન ઉત્પન્ન થયાની રાહ જોતી દુઃખથી દિવસો નિર્ગમન કરવા લાગી. અહીં ભગવાને દીક્ષા લીધી, ત્યારે તેમના નાના ભાઈ રથનેમિ રાજીમતીને પરણવાની વાંચ્છાથી તેને નવાં નવાં ભેંટણાં મોકલવા લાગ્યો. તે જોઈ રાજીમતી એમ ઘારતી કે “પોતાના ભાઈના પ્રેમને લીધે આ રથનેમિ મને ભેટો મોકલે છે, માટે મારે તે ગ્રહણ કરવી જોઈએ.” એમ ઘારીને તે ગ્રહણ કરવા લાગી. એક દિવસે વિવાહની ઇચ્છાથી રથનેમિએ રાજીમતીની પ્રાર્થના કરી, એટલે રાજીમતીએ કહ્યું કે “મદનફળ (મીંઢોળ) સુંઘીને તું વમન કર, પછી તે વમન કરેલું ખાઈ જા.” તે બોલ્યો કે “શું હું કૂતરો છું કે વમન કરેલું ખાઉં?” રાજીમતી બોલી કે “ત્યારે તમારા ભાઈએ ત્યાગ કરેલી એવી મને ભોગવવાને શા માટે ઇચ્છા કરો છો? વળી કયો માણસ હસ્તીને છોડીને ગધેડાની ઇચ્છા કરે? અને કયો માણસ રત્નનો અનાદર કરીને કાચના કકડાને ઇચ્છે? હું તો જન્માંતરમાં પણ નેમિનાથે વરને જ ઇચ્છું છું, બીજાને ઇચ્છતી નથી.” ઇત્યાદિ યુક્તિથી સમજાવીને રથનેમિન મનોરથ ભંગ કરી પાછો મોકલ્યો. ૧. ગુજરાતી મિતિ પ્રમાણે ભાદરવા વદ ૦)) Page #88 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૩૦૩] સ્થિરતા ગુણ એકદા જેમને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું છે એવા નેમિનાથ પ્રભુ ગિરનાર પર સમવસર્યા. તે વખતે રાજીમતીએ ત્યાં જઈ પ્રભુ પાસે દીક્ષા લીધી. પ્રભુના નાના ભાઈ રથનેમિએ પણ ચારિત્ર ગ્રહણ કર્યું. અન્યદા જિનેશ્વરની આજ્ઞા લઈને રથનેમિ ભિક્ષાને માટે નગરીમાં ભ્રમણ કરી પાછા ફર્યા. રસ્તામાં વરસાદ પડવા લાગ્યો. તેથી તેણે વિચાર્યું કે “મારા શરીરના સંપર્કથી અકાય જીવોનો વિનાશ ન થાઓ.” એમ વિચારીને તે એક ગુફામાં પેઠા. અહીં રાજીમતી પણ પ્રભુને વાંદીને પાછી વળતી હતી, તે પણ વૃષ્ટિથી ભય પામીને રથનેમિવાળી જ ગુફામાં પેઠી. તે ગુફામાં રથનેમિ સ્થિરતા કરીને રહેલા છે, તેની તેને ખબર નહોતી, અને પેઠા પછી પણ અંધકારને લીધે એક ખૂણામાં બેઠેલા રથનેમિને તેણે જોયા નહીં, એટલે પોતાના ભીંજાયેલા વસ્ત્રને તે નીચોવવા લાગી. તે વખતે સ્વર્ગલોકને જીતવાને માટે જ તપ કરતી હોય નહીં એવી રૂપવતી તે સાધ્વીને વસ્ત્રરહિત જોઈને રથનેમિ સાઘુ વિષયોત્કંઠિત થયા. તે વખતે “આ મુનિના ભાઈએ મારો જન્મથી આરંભીને તિરસ્કાર કર્યો છે.” એમ ઘારીને કામદેવ પણ ભાઈના વૈરને લીધે તે મુનિને પીડા કરવા લાગ્યો. રથનેમિ મુનિ કામવિકારથી ગ્રસ્ત થયા સતા વિચાર કરવા લાગ્યા કે જાણે સમસ્ત જગતના સૌંદર્યનો પિંડ હોય એવી આ મૃગેશણાને એક વાર પણ મેં ભોગવી નહીં, તેથી મારો જન્મ નિરર્થક છે.” એમ વિચારીને ચાકરની જેમ કાંઈક શરીરના કંપને ઘારણ કરતા તે મુનિ વિસંસ્થલપણે ઊભા થઈ ઘીરે ઘીરે રાજીમતીની સન્મુખ આવીને વિકસ્વર નેત્રથી તેના સામું જોતા બોલ્યા કે “હે ભદ્ર! સ્વેચ્છાથી આવ, આવ, આપણે જન્મ સફળ કરીએ. પછી વૃદ્ધાવસ્થામાં આપણે ફરીને વ્રત ગ્રહણ કરીશું.” આ પ્રમાણે સાંભળીને શુદ્ધ મનવાળી તે સાધ્વી શૈર્ય ઘારણ કરીને તત્કાળ વસ્ત્ર પહેરી લઈ અમૃત સમાન વાણીથી તે મુનિ પ્રત્યે બોલી કે “હે મુનીન્દ્ર! સંયમને ધારણ કરનાર એવા તમારે આ પ્રમાણે બોલવું યુક્ત નથી. હે મુનિ! તમારો નિર્મળ કુળમાં જન્મ ક્યાં? અને આ કાજળથી પણ કાળું એવું કુકર્મ ક્યાં? માટે આદર કરેલા નિર્મળ વતનો નિર્વાહ કરો. ઘીર પુરુષો કદાપિ પણ વ્રતથી ભ્રષ્ટ થતા નથી. વળી સંયમીની સાથે ભોગવિલાસ કરવાથી, ઘર્મની ઉડ્ડાહ કરવાથી, ઋષિની હત્યા કરવાથી અને દેવદ્રવ્યનો વિનાશ કરવાથી બોઘીબીજનો નાશ થાય છે, એમ શાસ્ત્રમાં કહેલું છે. પૂર્વે ગૃહસ્થાવસ્થામાં મેં વાણીથી પણ તમારી ઇચ્છા કરી નથી, તો આજે વ્રતની પ્રતિજ્ઞા લઈને પછી તમારો આદર કેમ કરી શકું? હે મુનિ! અગંઘન કુળમાં ઉત્પન્ન થયેલા સર્પો પણ સારા કે જે વમન કરેલું વિષ પાછું ગ્રહણ કરતા નથી, પણ તમે તો તે કરતાં પણ હીન છો કે વમેલાને પાછું ઇચ્છો છો. શીલનું ખંડન કરનારા જીવિતને ધિક્કાર છે! હે શ્રેષ્ઠ સાધુ! જો તમે સ્ત્રીને જોઈ જોઈને તેના પર આસક્ત થશો, તો વાયુથી હણાયેલા વૃક્ષની જેમ ધૈર્યથી હણાઈને અસ્થિર આત્માવાળા થશે. માટે હે મુનિ! એક કોડી વાસ્ત કરોડનો નાશ ન કરો, અને શૈર્ય ઘારણ કરીને શુદ્ધ ઘર્મનું આચરણ કરો.” આ પ્રમાણે રાજીમતીનાં અનેક પ્રકારનાં યુક્તિયુક્ત વાક્યો સાંભળીને રથનેમિ મુનિએ વિચાર્યું કે “સ્ત્રી જાતિમાં પણ ગુણસંપત્તિના ભંડારરૂપ આ રાજીમતીને ઘન્ય છે! અને કુકર્મરૂપી સમુદ્રમાં ૧ ગિરનાર ઉપરથી ઊતરતાં રાજીમતી એક ગુફામાં જ્યાં રથનેમિ કાયોત્સર્ગે રહેલા તેમાં પેઠી. અને વરસાદથી ભીંજાયેલા કપડા ઉતારીને સૂકવ્યા. તે વખતે તેનું વિવસ્ત્ર શરીર જોઈને રથનેમિને કામ ઉપન્યો, આ પ્રમાણે અન્યત્ર કથન છે. Page #89 -------------------------------------------------------------------------- ________________ ૮૦ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૫ [સ્તંભ ૨૧ ડબેલો હોવાથી હું પુરુષ છતાં પણ મને ધિક્કાર છે!” પછી રાજીમતીની સન્મતિથી બોઘ પામીને રથનેમિ મુનિએ તત્કાળ તે સાધ્વીને મિથ્યાદુષ્કત આપીને પ્રભુ પાસે જઈ ફરીથી સાધુધર્મ અંગીકાર કર્યો. રાજીમતી સાધ્વી પણ ગૃહસ્થપણામાં ચારસો વર્ષ, છદ્મસ્થપણામાં એક વર્ષ અને કેવળજ્ઞાન અવસ્થામાં પાંચસો વર્ષ રહીને કુલ નવસો ને એક વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી મોક્ષપદને પામી. કામદેવનાં પાંચ બાણના નિવારણ માટે પાંચ મહાવ્રતરૂપી શસ્ત્રો ઘારણ કરવાં, તેમાં પણ વિશેષે કરીને સ્થિરતા ઘારણ કરવી; કેમકે સ્થિરતા વિના પાંચ મહાવ્રતો નિષ્ફળખાય છે.” વ્યાખ્યાન ૩૦૪ મુનિનો સ્થિરતા ગુણ नेच्छन्ति मुनयः केचिच्चिकित्सां व्याधिपीडिताः । निष्प्रकंपा यतेधर्मे, श्रीमत्सनत्कुमारवत् ॥१॥ ભાવાર્થ-“કેટલાક મુનિઓ વ્યાધિથી પીડિત થયા છતાં પણ તે રોગની ચિકિત્સા કરવાને ઇચ્છતા નથી, અને શ્રીમાન્ સનકુમાર ચક્રીની જેમ યતિધર્મમાં કંપરહિત (સ્થિર) રહે છે.” સનસ્કુમાર ચક્રવતની કથા કાંચનપુરમાં વિક્રમશ નામે રાજા હતો. તેને પાંચસો રાણીઓ હતી. તે પુરમાં નાગદત્ત નામનો શ્રેષ્ઠી રહેતો હતો. તેને વિષ્ણુશ્રી નામે સ્ત્રી હતી. એકદા રાજા માર્ગમાં જતાં વિષ્ણુશ્રીને જોઈને મોહ પામ્યો. તેથી તેનું હરણ કરીને તેને પોતાના અંતઃપુરમાં રાખી. તે વિષે ઘર્મોપદેશમાળાની વૃત્તિમાં કહ્યું છે કે सन्ति मार्गणघातानां, सोढारः प्रचुरा युधि । विरलास्तु स्मरशस्त्रप्रहाराणामिहावनौ ॥४॥ ભાવાર્થ-“યુદ્ધમાં બાણના ઘાતને સહન કરનારા ઘણા હોય છે, પણ કામદેવના શસ્ત્રપ્રહારને સહન કરનારા આ પૃથ્વીમાં વિરલા હોય છે.” પોતાની સ્ત્રીના વિયોગથી વિહ્વળ થયેલો નાગદત્ત મહા દુઃખી હાલતમાં આખા શહેરમાં ભટકવા લાગ્યો. વિષ્ણુશ્રીને અંતઃપુરમાં લાવવાથી રાજાની ઉપર બીજી સર્વે રાણીઓએ કોપ પામીને તે વિષ્ણુશ્રીને કાર્મણપ્રયોગથી મારી નાંખી; પરંતુ વિષ્ણુશ્રીના મોહમાં પડેલા રાજાએ તેને મરેલી ઘારી નહીં, પણ કાંઈ કારણસર રિસાણી છે એમ માનીને તે તેના પગમાં પડ્યો અને બોલ્યો કે “હે પ્રિયે! અપરાધ વિના મારા પર તું શા માટે કોપ કરે છે?” આવાં વાક્યોથી પણ જ્યારે તે બોલી નહીં, ત્યારે તેને પોતાના ખોળામાં બેસાડી. મંત્રીઓએ રાજાને ઘણી રીતે સમજાવ્યો, પરંતુ રાજાએ તેને અગ્નિસંસ્કારાદિક કાંઈ કાર્ય કરવા દીધું નહીં. છેવટે મંત્રીઓએ રાજાને કોઈ બાબતનો વિચાર કરવાના મિષથી કાર્યમાં વ્યગ્ર કર્યો. પછી રાજાની દ્રષ્ટિને છેતરીને તે વિષ્ણુશ્રીના શબને વનમાં લઈ જઈને મૂકી દીધું. થોડીવારે રાજા વિચાર કરીને પાછો આવ્યો, ત્યારે વિષ્ણુશ્રીને જોઈ Page #90 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૩૦૪] મુનિનો સ્થિરતા ગુણ ૮૧ નહીં. તેથી તે મૂર્છા પામ્યો. મંત્રીઓએ તેને ચંદનના જળથી સિંચન કરી સાવધ કર્યો. એટલે રાજાએ કહ્યું કે “મારી પ્રિયા ક્યાં છે? જ્યાં હોય ત્યાંથી લાવીને મને બતાવો.’’ મંત્રી બોલ્યા કે ‘‘હૈ સ્વામી! આપના વિરહથી પીડા પામીને તે વાડીમાં ગયેલ છે. પરંતુ આપના ઉપરનો ક્રોધ તજીને આપના ગુણનું સ્મરણ કરી હમણા પાછી આવશે, માટે આપ તેની ચિંતા ન કરો.’' તે સાંભળીને રાજા અન્નાદિકનો ત્યાગ કરીને બેઠો. આ પ્રમાણે રાજા બે દિવસ સુધી શોકમગ્ન રહ્યો. ત્યારે મંત્રીઓ તેને વિષ્ણુશ્રીના શબ પાસે લઈ ગયા. તે શબને જોયું તો તેનું મુખ પહોળું થઈ ગયેલું હોવાથી અંદ૨ના દાંત દેખાવાને લીઘે તે ભયંકર લાગતું હતું, પક્ષીઓએ વજ્ર જેવી ચાંચો મારીને તેના બન્ને નેત્રો ઉખેડી નાંખેલાં હતાં, તેના દેહમાં કીડા પડ્યા હતા, નાક અને કાન પક્ષીઓ ખાઈ ગયા હતા; શિયાળ, કાગડા, કૂતરા અને ઘુવડ વગેરેએ તે શબને ચાવી નાખ્યું હતું, તેથી તેમાંથી નીકળતું દુર્ગંધવાળું પાણી પૃથ્વીને આર્દ્ર કરતું હતું. આવી સ્થિતિમાં તે શબને જોઈને રાજાને ૫૨મ વૈરાગ્ય પ્રાપ્ત થયો. તે વિચારવા લાગ્યો કે—‘‘જ્યાં સુધી મારો જીવ આ શરીરને તજીને જાય નહીં, ત્યાં સુધીમાં હું આ શરીરે કરીને મારા આત્માનું હિત કરું.’’ ઇત્યાદિ વિચારીને તેણે તત્કાળ દીક્ષા ગ્રહણ કરી. પછી ચારિત્રનું પાલન કરી તપ તપીને ત્રીજા સ્વર્ગે દેવતા થયો. ત્યાંથી ચવીને રત્નપુરમાં જિનધર્મ નામે વણિક થયો. પેલો નાગદત્ત પણ ભવમાં ભ્રમણ કરીને સિંહપુરમાં અગ્નિશર્મા નામે બ્રાહ્મણ થયો; તેણે તાપસપણું અંગીકાર કર્યું. તે તાપસ બે માસ ઉપવાસના પારણા માટે રત્નપુરમાં આવ્યો. રાજાએ પારણા માટે નિમંત્રણ કર્યું. ત્યાં જિનધર્મ શ્રાવકને જોઈને તેણે રાજાને કહ્યું કે “જો આ વણિકના પૃષ્ઠ પર ઉષ્ણ ભોજનપાત્ર રાખીને જમાડો તો હું જમું.’’ તે સાંભળીને રાજાએ તે પ્રમાણે કરાવ્યું. ભોજનપાત્ર અતિ ઉષ્ણ હોવાથી જિનધર્મના પૃષ્ઠની ચામડી ઊખડી ગઈ; તો પણ તેણે ક્રોધ કે દ્વેષ કર્યા વિના પોતાના પૂર્વકર્મનું જ એ ફળ છે એમ ધાર્યું; પછી તેણે સાત ક્ષેત્રમાં દ્રવ્યનો વ્યય કરીને વ્રત ગ્રહણ કર્યું. પ્રાંતે અનશન કરી એક માસે કાળધર્મ પામી સૌધર્મ દેવલોકમાં ઇન્દ્ર થયો. પેલો તાપસ તે ઇન્દ્રનો એરાવણ હસ્તી થયો. તે હસ્તી ત્યાંથી ચવીને ભવમાં ભ્રમણ કરી અમિત નામે યક્ષ થયો; અને જિનધર્મનો જીવ જે ઇન્દ્ર થયો હતો તે આયુષ્ય પૂર્ણ થતાં ચવીને ચૌદ મહાસ્વપ્નોથી સૂચિત સનકુમાર નામનો ચોથો ચક્રવર્તી હસ્તિનાપુરમાં અશ્વસેન રાજાની પટરાણી સહદેવીની કુક્ષિથી ઉત્પન્ન થયો. તે ચક્રીને મહેન્દ્રસિંહ નામે એક મિત્ર હતો. એકદા વસંત ઋતુને વિષે યુવાવસ્થાના આરંભમાં મિત્ર સહિત સનસ્કુમાર નંદનવન જેવા મકરંદ નામના વનમાં ગયો. ત્યાં કોઈ અશ્વપાલકે એક જાતિવંત અશ્વ કુમારને ભેટ તરીકે આપ્યો. તેના પર ચઢીને સનકુમાર તેને ચલાવવા લાગ્યો, તેવામાં તે અશ્વ એક ક્ષણમાં સર્વ જનને અદૃશ્ય થઈ ગયો. તે ખબર અશ્વસેન રાજાને થતાં તેણે ઘણી શોઘ કરાવી, પણ અશ્વ તથા પુત્રની શોધ મળી શકી નહીં. પછી સનકુમારનો મિત્ર મહેન્દ્રસિંહ રાજાની ૨જા લઈને મિત્રની શોઘ માટે ચાલ્યો. એક વર્ષ સુધી તે મોટા અરણ્યમાં ભટક્યો, પણ મિત્રની પ્રાપ્તિ થઈ નહીં. એકદા સારસ પક્ષીનો ધ્વનિ સાંભળીને તે શબ્દને અનુસારે આગળ ગયો, તો એક સરોવર તેના જોવામાં આવ્યું. તે સરોવરની પાસે કદલીગૃહમાં સ્ત્રીઓના સમૂહથી અનુસરતા બંદીજનના મુખથી એક સ્તુતિનો શ્લોક મહેન્દ્રસિંહે સાંભળ્યો કે– Jain Educt wal Page #91 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૫ [તંભ ૨૧ कुरुदेशैकमाणिक्य, अश्वसेननृपांगज । श्रीमन्सनत्कुमार त्वं, जय त्रैलोक्यविश्रुतः॥१॥ ભાવાર્થ-“કુરુદેશના એક માણિક્ય સમાન અને અશ્વસેન રાજાના પુત્ર એવા હે શ્રીમાન સનકુમાર! ત્રણ લોકમાં વિખ્યાત એવા તમે જય પામો.” આ પ્રમાણે શ્લોક સાંભળીને મહેન્દ્રસિંહ અતિ હર્ષ પામ્યો. તેથી આગળ જઈને જુએ છે, તો તેણે સાક્ષાત્ સનકુમારને જોયો. સનકુમાર પણ મિત્રને જોઈને અત્યાનંદ પામ્યો. બન્ને મિત્રો પ્રેમથી પરસ્પર આલિંગન કરી મળીને એક આસન પર બેઠા. કુશલ વૃત્તાંત પૂછતાં મહેન્દ્રસિંહ બોલ્યો કે “હે કુમાર! આટલા બઘા દિવસો તમે ક્યાં નિર્ગમન કર્યા?” કુમારે કહ્યું કે “મને નિદ્રા આવે છે, માટે હું જરા સૂઈ જાઉં છું. તમને મારું સર્વ વૃત્તાંત આ મારી બકુલવતી નામની પ્રિયા પ્રજ્ઞસિ વિદ્યાથી જાણીને કહેશે.” એમ કહીને સનસ્કુમાર સૂઈ ગયો. પછી બકુલવતી બોલી કે “હે. મહેન્દ્રસિંહ! તમારા મિત્રનું અપહરણ કરીને તે વિપરીત શિક્ષાવાળો અશ્વ તેમને એક મોટા અરણ્યમાં લાવ્યો. ત્યાં ત્રીજે દિવસે સુઘા તૃષાથી પીડા પામીને તે અશ્વ મરણ પામ્યો. કુમાર પણ જળ વિના આંખે અંધારા આવવાથી મૂછ ખાઈને પૃથ્વી પર પડી ગયા. તે વખતે કોઈ એક યક્ષે તેમને જળ છાંટીને સાવધ કર્યા. એટલે કુમારે તે યક્ષને પૂછ્યું કે “આવું જળ ક્યાં છે?” યક્ષ બોલ્યો કે “આવું જળ માનસરોવરમાં છે.” કુમારે કહ્યું કે “જો હું તેમાં સ્નાન કરું તો મારા શરીરનો તાપ શાંત થાય.” તે સાંભળીને તે યક્ષ તેને માનસરોવર ઉપર લઈ ગયો. કુમારે તેમાં સ્નાન કર્યું. પછી જલપાન કરીને કુમાર સરોવરની પાળ ઉપર બેઠા, તેવામાં પૂર્વના ચાર ભવના વૈરી અમિત યક્ષે તેમને જોયા. એટલે તે યક્ષ ક્રોઘ કરીને કુમાર સાથે યુદ્ધ કરવા આવ્યો. બન્નેનું મહા યુદ્ધ થયું. ચિરકાળ સુધી યુદ્ધ કરીને છેવટ તમારા મિત્રે ક્રોઘથી વજ જેવી મૂઠી વડે તે યક્ષને પ્રહાર કર્યો. તે દેવ હોવાથી મરણ પામ્યો નહીં, પણ ભય પામીને નાસી ગયો. પછી કુમાર ત્યાંથી આગળ ચાલ્યા. આગળ જતાં ભાનુવેગ નામના વિદ્યાઘરે પોતાની આઠ પુત્રીઓ સાથે કુમારનો વિવાહ કર્યો. એકદા તે આઠ સ્ત્રીઓ સહિત સૂતા હતા, તેવામાં તે અમિત યક્ષે આવીને કુમારને ઉપાડી કોઈક સ્થાને નાંખી દીઘા. પ્રાતઃકાળે જાગૃત થઈને કુમાર આગળ ચાલ્યા. માર્ગમાં એક મોટો પ્રાસાદ જોઈને કુમારે તેમાં પ્રવેશ કર્યો. ત્યાં હરિણના સરખા નેત્રવાળી એક કન્યાને જોઈને કુમારે તેને પૂછ્યું કે “તું કોણ છે?” તે બોલી કે “સાકેતપુરના રાજાની હું પુત્રી છું. મારા પિતાને કોઈ નિમિત્તિયાએ કહ્યું કે “આ તમારી પુત્રી ચોથા ચક્રવર્તી સનસ્કુમારને યોગ્ય છે.” તે જાણીને એક વિદ્યાઘરે મારું હરણ કરી મને અહીં આણી છે. હું નથી જાણતી કે હવે પછી તે શું કરશે?” આ પ્રમાણે સાંભળીને કુમાર બોલ્યા કે “તું ભય પામીશ નહીં. હું જ સનસ્કુમાર છું.” એટલામાં તે કન્યાનું હરણ કરનાર વજવંગ વિદ્યાઘર ત્યાં આવ્યો, તેને મારીને કુમાર તે કન્યાને પરણ્યા. પછી વજવેગની બહેન સંધ્યાવલી કે જેને કોઈ નિમિત્તિયાએ કહ્યું હતું કે “તારા ભાઈને મારનાર પુરુષ તારો પતિ થશે” એ વાક્યનું સ્મરણ કરીને તે સંધ્યાવલી પણ કુમારને પરણી. આ સર્વ વૃત્તાંત જાણીને વજવેગનો પિતા કુમારને મારવા આવ્યો; પણ સંધ્યાવલીએ આપેલી પાઠસિદ્ધ* વિદ્યાથી * પાઠમાત્ર કરવાથી જ સિદ્ધ થાય-સાઘવી ન પડે તેવી વિદ્યા. Page #92 -------------------------------------------------------------------------- ________________ ૮૩ વ્યાખ્યાન ૩૦૪] મુનિનો સ્થિરતા ગુણ કુમારે તેને જીતી લીધો. તેની સાથેના યુદ્ધમાં કુમારને ચક્રરત્ન ઉત્પન્ન થયું. પછી સર્વ વિદ્યાઘરો હર્ષથી કુમારને વૈતાઢ્ય પર્વત ઉપર લઈ ગયા. ત્યાં કુમાર સો કન્યા પરણ્યા. ત્યાંથી આજે ક્રીડા કરવા માટે તમારા મિત્ર અહીં આવ્યા ત્યાં તમારો મેળાપ થયો.” આ પ્રમાણે બકુલવતી વાત કરતી હતી, તેવામાં ચક્રી નિદ્રાથી જાગૃત થયા. પછી મિત્ર તથા સ્ત્રીઓને લઈને કુમાર વૈતાઢ્ય પર્વત ઉપર ગયો. ત્યાંથી મિત્રની પ્રાર્થનાને લીધે કુમાર પોતાના નગરમાં આવ્યો. તેને જોઈને અશ્વસેન રાજા અતિ આનંદ પામ્યા. પછી કુમારને રાજ્યગાદી પર બેસાડીને તેમણે ઘર્મનાથ પ્રભુ પાસે દીક્ષા ગ્રહણ કરી. અશ્વસેનના પુત્ર સનકુમાર ચક્રી દશ હજાર વર્ષે સમગ્ર ભરતક્ષેત્ર સાથી ચક્રવર્તી થયા. એકદા સૌઘર્મ દેવલોકના ઇન્દ્ર દિવ્ય નાટક જોતા હતા; તે વખતે ઈશાન દેવલોકથી કોઈ મહા તેજસ્વી દેવ કાર્યનિમિત્તે ત્યાં આવ્યો. તે દેવે, જેમ સૂર્યની કાંતિથી નક્ષત્રની કાંતિ ઝાંખી થઈ જાય તેમ પોતાની કાંતિથી બીજા સર્વ દેવોની કાન્તિને નિસ્તેજ કરી દીધી. તે દેવના ગયા પછી સૌઘર્મ દેવલોકના દેવોએ સૌધર્મ ઇન્દ્રને પૂછ્યું કે “હે નાથ! આ દેવ આવો અધિક કાન્તિવાળો કેમ થયો?” ઇન્ટે કહ્યું કે “તેણે પૂર્વભવમાં દુષ્કર એવું આંબિલવર્ધમાન તપ કર્યું છે, તેનો આ મહિમા છે.” ફરીથી દેવોએ પૂછ્યું કે “હે સ્વામી! બીજો કોઈ દેવોમાં કે મનુષ્યોમાં આવી કાન્તિવાળો છે?” ઇન્ટે કહ્યું કે “ચક્રવર્તી સનકુમાર જેવો તેજસ્વી અને રૂપવાન છે તેવો મનુષ્ય લોકમાં કે દેવલોકમાં પણ કોઈ નથી.” આ પ્રમાણેના ઇન્દ્રના વાક્ય ઉપર વિશ્વાસ નહીં આવવાથી કોઈ બે દેવો બ્રાહ્મણનું સ્વરૂપ ઘારણ કરીને ચક્રીના મહેલમાં આવ્યા. ત્યાં ચક્રીનું અનુપમ રૂપ જોઈને વિસ્મય પામી તે બન્ને બોલ્યા કે “હે ચક્રી! શું તારું રૂપ! શી તારી કાંતિ! અને શી તારા શરીરની અદ્ભુત લાવણ્યતા! ખરેખર તારા અંગનું વર્ણન કરવામાં મોટા કવીશ્વરો પણ મૂંગા થઈ જાય એવું છે. માત્ર તારા શરીરનું રૂપ જોવામાં પણ કોઈ માણસ એક ભવમાં સમર્થ થાય તેમ નથી, પરંતુ કેટલાય ભવ સુધી તારું રૂપ જોયા કરે તો આખું શરીર બરાબર જોઈ શકે.” તે સાંભળીને રૂપથી ગર્વિત થયેલ ચક્રી બોલ્યા કે “હે બ્રાહ્મણો! અત્યારે તો ખેલ અને તૈલાદિકનું મારા શરીર પર અભંગન કરેલું છે, તેથી તેના શરીરમાં શું લાવણ્ય જુઓ છો? પણ જ્યારે સ્નાન કરીને હું સભામાં આવું ત્યારે મારું રૂપ તમે જોજો.” એમ કહીને તે બ્રાહ્મણોને રજા આપી ચક્રીએ સ્નાન કર્યું. પછી અંગ ઉપર ઉત્તમ વસ્ત્રો તથા સર્વ અલંકારો ઘારણ કરી છત્રાદિક રાજચિહ્નોથી ભૂષિત થઈ સભામાં આવીને સિંહાસન ઉપર બેઠા. પછી તે બન્ને બ્રાહ્મણોને બોલાવી પોતાનું રૂપ દેખાડ્યું. દેદીપ્યમાન ભૂષણોથી સુશોભિત એવા તે ચક્રીને જોઈને તે બન્ને બ્રાહ્મણો, સાયંકાળે જેમ કમળો કરમાઈ જાય તેવા પ્લાન મુખને ઘારણ કરતા સતા, વિચારવા લાગ્યા કે “અહો! મનુષ્યોનું રૂપ કેવું ક્ષણભંગુર છે!” તેમને વિચારમાં પડેલા તેમજ પ્લાન મુખવાળા જોઈને ચક્રીએ પૂછ્યું કે “હે બ્રાહ્મણો! શું વિચાર કરો છો? તેઓ બોલ્યા કે” “તમારા શરીરમાં અનેક રોગો ઉત્પન્ન થઈ ગયા છે.” ચક્રીએ પૂછ્યું કે “તમે તે કેમ જાણ્યું?” તેઓ બોલ્યા કે “અમે જ્ઞાનથી જાણ્યું છે, તો પણ તમે ભક્ષણ કરેલા તાંબુલને ઘૂંકી જોઈને ખાતરી કરો. મૂળ વર્ણ તજીને તમારું ઘૂંક પરુ જેવું થઈ ગયું છે. કાશ, શ્વાસ, અજીર્ણ, અર્શ, જ્વર વગેરે સોળ વ્યાધિઓ તમારા શરીરમાં ઉત્પન્ન થયા - ૧ પીઠી અથવા તેને લગતો સુગંધી પદાર્થવિશેષ. Page #93 -------------------------------------------------------------------------- ________________ ८४ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૫ [સ્તંભ ૨૧ છે.” તે સાંભળીને ચક્રી પોતાના શરીરને વિવર્ણ તેજવાળું જોઈ વિચારવા લાગ્યા તે આ પ્રમાણે *अचिन्तयच्च धिगिदं, सदागदपदं वपुः । मुधैव मुग्धाः कुर्वन्ति, तन्मूछौँ तुच्छबुद्धयः॥१॥ शरीरमन्तरुत्पन्नाधिभिर्विविधैरिदम् । વીર્યક્તિ દ્વાર્થ, ઈ વીરગMરિવારના अद्यश्वीनविनाशस्य, शरीरस्य शरीरिणाम् । सकामनिर्जरासारं, तप एव महत्फलम् ॥३॥ ભાવાર્થ-“ચક્રીએ વિચાર્યું કે નિરંતર વ્યાધિના સ્થાનભૂત એવા આ શરીરને ધિક્કાર છે! આવા શરીરની મૂચ્છ તુચ્છ બુદ્ધિવાળા મૂર્ખ માણસો ફોગટ જ કરે છે. શરીરની અંદર ઉત્પન્ન થયેલા વિવિધ પ્રકારના ભયંકર વ્યાધિઓએ કરીને કીડાના સમૂહ વડે કાષ્ઠની જેમ આ શરીર વિદીર્ણ થાય છે. આજ કે કાલ નાશ પામવાવાળા શરીરનું મોટું ફળ સકામ નિર્જરાના સારવાળું તપ કરવું તે જ છે.” ઇત્યાદિ વિચાર કરીને સનકુમાર ચક્રીએ ચક્રીપણાની ઋદ્ધિને તજી દઈને વિનયંઘર નામના સૂરિ પાસે દીક્ષા ગ્રહણ કરી. પછી તેઓ ગુરુની આજ્ઞાથી એકલવિહાર પ્રતિમા અંગીકાર કરી વિચરવા લાગ્યા. તેમની પાછળ છ માસ સુધી વિવિઘ પ્રકારના આલાપ કરતી તેમની રાણીઓ તથા મંત્રીઓ વગેરે ફર્યા પણ તે મુનીન્દ્ર દ્રષ્ટિ વડે જોવા જેટલી પણ તેમની સંભાવના કરી નહીં. છઠ્ઠ, અઠ્ઠમ વગેરે તપસ્યા કરીને પારણાને દિવસે ગોચરી માટે ફરતાં અન્યદા કુરીયા અને બકરીની છાશ તેમને પ્રાપ્ત થઈ. તેનો આહાર કરવાથી તેમના શરીરમાં સાત વ્યાધિઓ ઉત્પન્ન થયા. તે આ પ્રમાણે शुष्ककच्छु ज्वरः श्वासः, काशश्चान्नारुचिस्तथा । __ अक्षिदुःखं तुंददुःखं, सप्तैतेऽत्यन्तदारुणाः॥१॥ ભાવાર્થ-“સૂકી ખરજ, વર, શ્વાસ, કાશ (ખાંસી), અન્નપર અરુચિ, નેત્રરોગ અને ઉદરરોગ એ સાત વ્યાધિઓ અત્યંત દારુણ છે.” આ સાત વ્યાધિના દુઃખને તેમણે સાતસો વર્ષ સુધી સહન કર્યું, પણ કોઈ વખત પોતાના દેહમાં વ્યાધિઓ છે એવો ઉપયોગ પણ તેમણે દીઘો નહીં. સંયમની ક્રિયારહિત એક ક્ષણ પણ તેમની નિર્ગમન થતી નહીં કે જે વખતે વ્યાધિનું સ્મરણ થાય. આવી તેમની ચારિત્રમાં સ્થિરતા જોઈને સભામાં બેઠેલા સૌઘર્મ ઇન્દ્ર સર્વ દેવોની સમક્ષ કહ્યું કે-“અહો! સનસ્કુમાર મુનિની કેવી અનુપમ સ્થિરતા છે, કે જે વ્યાધિના પ્રતિકારની ઇચ્છા પણ કરતા નથી.” તે સાંભળીને પેલા પ્રથમના જ બે દેવો પરીક્ષા કરવા માટે વૈદ્યનું રૂ૫ ઘારણ કરીને પૃથ્વી પર આવ્યા. તે વૈદ્યોએ મુનિને કહ્યું કે-“હે મુનિ! જો આપની આજ્ઞા હોય તો અમે વૈદ્યો આપના વ્યાધિની નિર્દોષ ઔષઘથી ચિકિત્સા કરીએ.” મુનિ બોલ્યા કે–“દ્રવ્ય અને ભાવ એમ બે પ્રકારની વ્યાધિઓ છે. તેમાં દ્રવ્ય એટલે બાહ્ય વ્યાધિના પ્રતિકારને તો હું પણ જાણું છું.” એમ કહીને તે મુનિએ પોતાની * આ શ્લોકો શ્રી હેમચંદ્રાચાર્યકૃત યોગશાસ્ત્રની સ્વોપજ્ઞવૃત્તિમાં ચોથા ચક્રીની ભાવનામાંથી લીધેલા છે. Page #94 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૩૦૫] મોહત્યાગ ૮૫ એક આંગળીને પોતાના શ્લેષ્મ (થૂંક) વડે લેપ કરીને સુવર્ણ જેવી કરી બતાવી. પછી મુનિ બોલ્યા કે–‘આઠ કર્મને ભાવવ્યાધિઓ કહેલી છે. તે કર્મોની એકસો ને અઠ્ઠાવન પ્રકૃતિઓ કહેલી છે. તેમના પ્રતિકારને હું પોતે ક્રિયા વડે કરું છું. તે પ્રતિકાર જ્ઞાનવિકળ અને ક્રિયામાં નપુંસક જેવા પુરુષોને અતિ દુષ્કર છે. હું મારા ચિત્તને શુભ ક્રિયા રહિત ક્ષણવાર પણ રાખતો નથી; તે છતાં પણ ભાવરોગોથી હમેશાં ભય પામતો રહું છું. માટે જો તમે ખરા વૈદ્ય હો તો મારા ભાવરોગનો પ્રતિકાર કરો.’’ આ પ્રમાણે સાંભળીને તે બન્ને દેવો પોતાના આગમનનું કારણ કહી તેમની સ્તુતિ કરીને પોતાને સ્થાને ગયા, અને સર્વ વૃત્તાંત ઇન્દ્રને નિવેદન કર્યાં. સનત્કૃમાર મુનીશ્વર ખડ્ગધારા સમાન તીવ્ર વ્રતનું પાલન કરીને અંતે અનશન ગ્રહણ કરી ઉપાધિરહિત સમાધિ વડે દેહને તજી દઈ ત્રીજા દેવલોકમાં મહર્ધિક દેવતા થયા. વ્યાખ્યાન ૩૦૫ મોહત્યાગ स्वरूपानवबोधेन, मोहमूढा ममत्वगाः । भ्रमन्ति भवकान्तारे, हेयो मोहस्ततोऽशुभः ॥ १॥ ભાવાર્થ-‘આત્મસ્વરૂપના અજ્ઞાનને લીધે મોહમાં મૂઢ થયેલા અને સંસારમાં મમતાવાળા જીવો ભવાટવીમાં ભ્રમણ કર્યા કરે છે, માટે એ અશુભ મોહ ત્યાગ કરવા લાયક છે.’’ આ શ્લોકના અર્થનું સમર્થન કરવા માટે અહીં એવી ભાવના કરવાની કે જ્ઞાનાદિક ગુણના સુખનો રોઘ કરનારા, ચંચળ સ્વભાવવાળા, અનંત જીવોએ અનંતવાર ભોગવી ભોગવીને મૂકી દીધેલા, જડ અને અગ્રાહ્ય એવા પુદ્ગલોમાં ગ્રહણરૂપ જે વિકલ્પ (પુદ્ગલો ઉપર જે મમતા) તે મોહ કહેવાય છે. આવા મોહમાં આસક્ત થયેલા જીવો ભવાટવીમાં પરિભ્રમણ કરે છે. તેથી તે મોહનો ત્યાગ કરવો યોગ્ય છે. કહ્યું છે કે— अप्पा नाणसहावी, दंसणसीलो विसुद्धसुहरूवो । સો સંસારે મમ, સો ોસો જી મોહમ્સ શા ભાવાર્થ—“જ્ઞાન દર્શનના સ્વભાવવાળો અને વિશુદ્ધ સુખરૂપ એવો આત્મા પણ સંસારમાં પરિભ્રમણ કરે છે, તે દોષ મોહનો જ છે.'' મોહનો ત્યાગ શુદ્ધ આત્મજ્ઞાને કરીને થઈ શકે છે. ‘‘જ્ઞાનાદિક અનંત ગુણ પર્યાયવાળો, નિત્યાનિત્ય વગેરે અનંત સ્વભાવવાળો, અસંખ્ય પ્રદેશી, સ્વભાવપરિણામી (આત્મભાવના પરિણામવાળો), પોતાના સ્વભાવનો જ કર્તા અને ભોક્તા ઇત્યાદિ ગુણવાળો શુદ્ધ આત્મા તે જ હું છું. હું અનંત સ્યાદ્વાદ સત્તાનો રસિક છું. એક સમયમાં ત્રણ કાળમાં અને ત્રણ લોકમાં રહેલા સર્વ દ્રવ્યપર્યાયોની ઉત્પત્તિ, સ્થિતિ અને નાશને જણાવનારું જે જ્ઞાન તે મારો (આત્માનો) ગુણ છે.” ઇત્યાદિક આત્મસ્વરૂપને જાણનારો મનુષ્ય જ મોહનો જય કરે છે; બીજો જય કરી શકતો નથી. કેમકે મોહનીય કર્મ અતિ દુર્જય છે. આ સંબંધમાં અર્હદ્દત્તની કથા છે તે નીચે પ્રમાણે– Page #95 -------------------------------------------------------------------------- ________________ ૮૬ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૫ [તંભ ૨૧ અહદત્તની કથા અચલપુરના રાજાનો પુત્ર યુવરાજ વૈરાગ્ય ઉત્પન્ન થવાથી દીક્ષા ગ્રહણ કરીને વિહાર કરતાં અવન્તિ નગરીમાં આવ્યો. ત્યાં મધ્યાહ્નકાળે ભિક્ષા માટે રાજમંદિર તરફ જતા તે મુનિને જોઈને લોકોએ કહ્યું કે “આ ગામમાં રાજાનો પુત્ર અને પુરોહિતનો પુત્ર સાઘુને જોઈને તેને પીડા કરે છે; માટે આપે આ ગામમાં રહેવા જેવું નથી.” આ પ્રમાણે સાંભળ્યા છતાં પણ ભયરહિત મુનિ ત્યાં જઈને ઊંચે સ્વરે “ઘર્મલાભ' એમ બોલ્યા. તે સાંભળીને એક સ્થાનમાં રહેલા જાણે બે પાપગ્રહો હોય તેવા તે બન્ને જણા મુનિ પાસે આવીને બોલ્યા કે “હે સાધુ! તું અમારી પાસે નૃત્ય કર, અમે વાજિંત્ર વગાડીએ.” ત્યારે સાઘુએ કહ્યું કે બહુ સારું.” પછી સાઘુ નૃત્ય કરવા લાગ્યા અને તે બન્ને વાજિંત્ર વગાડવા લાગ્યા. થોડી વારે સાધુએ તે બન્નેને તિરસ્કારથી કહ્યું કે “અરે! કૌળિકો (કોળીના પુત્રો!) તમને વાજિંત્ર વગાડતાં બરાબર આવડતું નથી, કેમકે તમે મૂર્ખ છો.” આ પ્રમાણે સાંભળીને તે બન્ને ક્રોધથી મુનિને મારવા દોડ્યા; એટલે નિયુદ્ધ કુશળ મુનિએ તેમના શરીરના અવયવોને સંધિમાંથી ઉતારી નાંખ્યા. આ પ્રમાણે મુનિના વેષીઓને શિક્ષા આપીને તે યુવરાજ મુનિ ત્યાંથી નગર બહાર ચાલ્યા ગયા. પછી રાજા તથા પુરોહિતને તે વાતની ખબર થતાં પોતાના પુત્રોની અતિ દુઃખી અવસ્થા જોઈને અત્યંત ખેદ પામ્યા સતા તત્કાળ યુવરાજ ઋષિની પાસે આવ્યા. ત્યાં તેમને ઓળખીને રાજા વિજ્ઞપ્તિ કરવા લાગ્યો કે “હે ભાઈ! તમારા ભત્રીજાને સાજો કરો ને તે બાળકનો અપરાધ ક્ષમા કરો.” મુનિ બોલ્યા કે “હે રાજા! જો તે બન્ને પુત્રો હિતકારી એવા વ્રતને આદરે તો તરત જ તે બન્નેને હું સાજા કરું. તે સિવાય તેમને સાજા નહીં કરું.” તે સાંભળીને તે બન્ને કુમારોને મુનિ પાસે લાવવામાં આવ્યા. તેઓએ મુનિનું વચન અંગીકાર કર્યું. તેથી મુનિએ પ્રથમ તેમનો લોચ કર્યો, અને પછી તેમને સાજા કરીને દીક્ષા આપી. ત્યાર પછી રાજપુત્ર શંકારહિત વ્રતનું પાલન કરવા લાગ્યો. પણ પુરોહિતનો પુત્ર જાતે બ્રાહ્મણ હોવાથી ચારિત્રનું પાલન કરતા છતાં પણ “મને આ મુનિએ બળાત્કારે દીક્ષા આપી છે.” એમ મનમાં તેમના પર અભાવ રાખવા લાગ્યો. અનુક્રમે તે બન્ને મરણ પામીને દેવતા થયા. કૌશાંબી નામની નગરીમાં કોઈ એક તાપસ નામનો શ્રેષ્ઠી રહેતો હતો. તે મરણ પામીને પોતાના ઘરના ઉકરડામાં જ શૂકર (ભંડ) થયો. તેને પોતાનો મહેલ વગેરે જોવાથી જાતિસ્મરણ થયું. અન્યદા તેના છોકરાઓએ તેના જ શ્રાદ્ધને દિવસે તેને જ (તે શૂકરને) માર્યો. તે મરીને પોતાના ઘરમાં સર્પ થયો. એકદા તે સર્પ ઘરમાં ફરતો હતો, તેને જોઈને તેના પુત્રોએ મારી નાંખ્યો, તે મરીને પોતાના પુત્રનો જ દીકરો થયો. તેને પૂર્વની જેમ જાતિસ્મરણ થયું. તેથી “પુત્રની વહુને મા અને પુત્રને પિતા શી રીતે કહું ?” એમ વિચારીને તેણે મૌન ધારણ કર્યું. તેથી તેનું નામ અશોકદર પાડ્યું હતું, છતાં મૂક નામ સર્વત્ર પ્રસિદ્ધ થયું. એકદા તે નગરીમાં ચાર જ્ઞાનને ઘારણ કરનાર કોઈ સૂરિ સમવસર્યા. તેમણે પોતાના બે સાધુને નીચેની ગાથા શીખવીને મૂકને ઘેર મોકલ્યા तावस किमिमिणा मूअव्वएण, पडिवज जाणिउं धम्म । मरिउण सुअरोरग, जाओ पुत्तस्स पुत्तोसि ॥४॥ Page #96 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૩૦૫] મોહત્યાગ ભાવાર્થ-“હે તાપસ શ્રેષ્ઠી! આ મૌનવ્રત કરીને શું ? માટે ઘર્મને જાણીને તેનો આદર કર. તું મરીને શૂકર અને પછી સર્પ થયો હતો, અને હમણા પુત્રનો પુત્ર થયો છે.” આ ગાથા સાંભળીને વિસ્મય પામેલા મૂકે તે મુનિને નમીને પૂછ્યું કે “આ વાત તમે શી રીતે જાણી?” તે સાઘુઓ બોલ્યા કે “અમારા ગુરુ ગામ બહાર ઉદ્યાનમાં રહેલા છે, તેમના વચનથી અમે જાણીએ છીએ.” તે સાંભળીને મૂક તેમની સાથે ઉદ્યાનમાં ગયો. ત્યાં ગુરુ પાસે દેશના સાંભળીને તેણે મૌનપણું મૂકી શ્રાવકઘર્મ અંગીકાર કર્યો. અહીં દેવલોકમાં જાતિમદવાળો પુરોહિતનો પુત્ર જે દેવ થયેલો છે તેણે મહાવિદેહ ક્ષેત્રમાં જઈ જિનેશ્વરને પ્રશ્ન કર્યો કે “હું સુલભબોધિ છું કે દુર્લભબોધિ છું?” પ્રભુએ જવાબ આપ્યો કે “તું દુર્લભબોધિ છે; પણ સ્વર્ગથી ચવીને કૌશાંબી નગરીમાં મૂકનો ભાઈ થવાનો છે; તેનાથી તને ઘર્મની પ્રાપ્તિ થશે.” આ પ્રમાણે સાંભળીને તે દેવે કૌશાંબીમાં આવીને મૂકને કહ્યું કે “હું સ્વર્ગમાંથી ચવીને તારી માતાના ઉદરમાં ઉત્પન્ન થઈશ. તેને અકાળે આમ્ર ફળ ખાવાનો દોહદ થશે. તેને માટે મેં આજથી આ સમીપના પર્વત પર હંમેશાં ફળ આપે તેવું આમ્રવૃક્ષ રોપ્યું છે. તેથી જ્યારે તે માતા તારી પાસે ઘણા આગ્રહથી આમ્રફળ માગે ત્યારે તેની પાસે તારે એટલા અક્ષરો લખવા કે હે માતા! ગર્ભમાં રહેલો પુત્ર જો તું મને આપે તો હું તારો દોહદ પૂર્ણ કરું.” આ તારું વચન જ્યારે તે સ્વીકારે, ત્યારે તારે તેને આમ્રફળ લાવી આપવા. મારો જન્મ થયા પછી મને તારે સ્વાધીન રાખીને જૈન ઘર્મનો બોધ આપવો. વળી વૈતાઢ્ય પર્વત ઉપર પુષ્કરિણી વાવમાં મેં મારા નામથી અંકિત બે કુંડળો ગોપવ્યાં છે, તે મને ખાતરીને માટે બતાવવાં. કદાચ તું મરીને સ્વર્ગમાં જાય, તો પણ મારી ઉપેક્ષા કરવી નહીં” આ પ્રમાણેના તે દેવના વચનને મૂકે અંગીકાર કર્યું, એટલે તે દેવ સ્વસ્થાને ગયો. અનુક્રમે આયુષ્ય પૂર્ણ થતાં તે દેવ ચવીને મૂકની માતાની કુક્ષિમાં અવતર્યો. તેને તુ વિના કેરી ખાવાનો દોહદ થયો, તે વખતે દેવની વાણીનું સ્મરણ કરીને મૂક બોલ્યો કે “હે માતા! જો તું મને આ ગર્ભમાં રહેલા પુત્રને આપે, તો હું તને આમ્રફળ લાવી આપું.” માતાએ તેમ કરવાનું કબૂલ કર્યું, એટલે તે મૂકે દેવે કહેલા પર્વત પરથી આમ્રફળ લાવી આપીને માતાનો દોહદ પૂર્ણ કર્યો. સમય પૂર્ણ થતાં તેણે પુત્ર પ્રસવ્યો. માતાપિતાએ હર્ષથી તે પુત્રનું અહંદુત્ત એવું નામ પાડ્યું. પછી મૂક પોતાના ભાઈનું બાલ્યાવસ્થાથી જ લાલનપાલન કરવા લાગ્યો અને ચૈત્યમાં તથા ઉપાશ્રયમાં સાથે લઈ જવા લાગ્યો. પણ તે બાળક મુનિઓને જોઈને મોટેથી રોવા લાગતો, અને તેમને વંદના પણ કરતો નહીં. મૂકે તેને ઘણી રીતે સમજાવ્યો, પણ તે બાળક સાઘુની ગબ્ધને પણ સહન કરતો નહીં. છેવટ તેને સમજાવતાં મૂક થાકી ગયો, તોપણ તે (અહંદુત્ત) ઘર્મ પામ્યો નહીં. એટલે મૂક તો સાધુ પાસે દીક્ષા લઈને અનુક્રમે આયુષ્ય પૂર્ણ થતાં સ્વર્ગ ગયો. ત્યાં તેણે અવધિજ્ઞાનનો ઉપયોગ દીઘો તો પોતાના નાના ભાઈ અહંદુત્તને ચાર સ્ત્રીઓ સાથે પરણેલો જોયો. મૂક દેવે તેણે કહેલું અને પોતે સ્વીકાર કરેલું પૂર્વ ભવનું વાક્ય સંભાર્યું, અને તેને પ્રતિબોઘ કરવા માટે પ્રથમ તેના શરીરમાં જલોદરનો વ્યાધિ ઉત્પન્ન કર્યો. તે વ્યાધિના ભારથી અર્વદત્ત ઊઠી પણ શકતો નહીં. સર્વે વૈદ્યો તેની ચિકિત્સા કરી કરીને થાક્યા, પણ કોઈથી સારું થયું નહીં, તેથી સર્વ વૈદ્યોએ તેનો ત્યાગ કર્યો. Page #97 -------------------------------------------------------------------------- ________________ ૮૮ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૫ [સ્તંભ ૨૧ પછી તે મૂક દેવ પોતે વૈદ્યનો આડંબર કરીને અર્હદ્દત્તની પાસે આવ્યો. અર્હદુત્ત તેને જોઈને દીનમુખે બોલ્યો કે “હે વૈદ્યરાજ! મને રોગથી મુક્ત કરો.' વૈદ્ય બોલ્યો કે “તારો આ વ્યાધિ અસાધ્ય છે, તો પણ વિવિધ પ્રકારના ઔષધોથી હું તને નીરોગી કરું; પરંતુ સારું થયા પછી તારે આ મારો ઔષધ તથા શાઓનો કોથળો ઉપાડીને જીવતાં સુધી મારી સાથે ફરવું પડશે.'' તે સાંભળીને અર્હદ્દત્તે તે વાત કબૂલ કરી, એટલે તે માયાવી વૈદ્ય ઔષધો આપીને તેને સારો કર્યો. પછી અર્હદુત્ત તેની સાથે ચાલ્યો. દેવવૈધે તેને વૈદકને યોગ્ય એવાં શાસ્ત્રોથી ભરેલો કોથળો ઉપાડવા આપ્યો. તે કોથળાને માયા વડે અત્યંત ભારવાળો કર્યો. અર્હદુત્ત તેવા અસહ્ય ભારને હમેશાં વહન કરતો વિચારવા લાગ્યો કે ‘“આટલો ભાર હું નિરંતર શી રીતે વહન કરી શકીશ?’' એક દિવસ કોઈક સ્થાને તેણે સંયમઘારી સાધુઓને જોયા. તે વખતે અર્હદુત્તના મનમાં વિવિધ પ્રકારનો ઉદ્વેગ થતો હતો. તે જાણીને દેવવૈદ્યે તેને કહ્યું કે “જો તું દીક્ષા ગ્રહણ કરે તો હું તને છોડી દઉં.’’ તે સાંભળીને મહાભારથી પીડા પામેલો અર્હદુત્ત બોલ્યો કે “હું વજ્ર જેવા આ ભારને હમેશાં ઉપાડી ઉપાડીને કુબ્જ થઈ ગયો છું; તેથી આવો ભાર ઉપાડવા કરતાં તો મારે વ્રત લેવું તે જ સારું છે.’’ પછી તે દેવ તેને મુનિ પાસે દીક્ષા ગ્રહણ કરાવીને સ્વસ્થાને ગયો. જ દેવના ગયા પછી અર્હદુત્ત વ્રત તજીને પાછો પોતાને ઘેર ગયો. દેવે અવધિજ્ઞાનથી તેને ચારિત્રથી ભ્રષ્ટ જાણ્યો; એટલે ફરીથી જલોદરનો વ્યાધિ ઉત્પન્ન કર્યો, અને પૂર્વની જ જેમ તેને ફરીથી દીક્ષા અપાવી. એ પ્રમાણે ત્રણ વાર દીક્ષા લઈને તેણે મૂકી દીધી. પછી ચોથી વાર દીક્ષા અપાવીને તેને વ્રતમાં સ્થિર કરવા માટે તે દેવ હમેશાં તેની પાસે જ રહેવા લાગ્યો. એકદા માથે તૃણનો ભારો લઈને ચાલતો તે દેવ કોઈ અગ્નિથી બળતા ગામમાં પેસવા લાગ્યો. તે જોઈને અર્હદુત્તે તેને કહ્યું કે “ઘાસનો ભારો લઈને આ અગ્નિથી બળતા ગામમાં કેમ પેસે છે?’’ દેવ બોલ્યો કે “જ્યારે તું આમ જાણે છે, ત્યારે ક્રોધાદિક અગ્નિથી બળતા ગૃહવાસમાં તું કેમ પ્રવેશ કરે છે?’’ તે સાંભળીને પણ બોધ નહીં પામેલા અર્હદુત્તને સાથે લઈને આગળ ચાલતાં તે દેવ સારો માર્ગ મૂકીને ભયંકર અરણ્ય તરફ ચાલ્યો. તે જોઈને અર્હદુત્ત બોલ્યો કે ‘“સારો માર્ગ મૂકીને ઉન્માર્ગે કેમ ચાલે છે?’’ દેવ બોલ્યો કે ‘‘જ્યારે તું એમ જાણે છે, ત્યારે મુક્તિમાર્ગને મૂકીને ભવાટવીમાં પેસવાની કેમ ઇચ્છા કરે છે?’’ આવી રીતે કહ્યા છતાં પણ અર્હદ્દત્ત બોધ પામ્યો નહીં, તો પણ ‘કાયર ન થવું એ જ સંપત્તિનું સ્થાન છે' એમ જાણીને તે દેવ તેની સાથે જ આગળ ચાલ્યો. માર્ગમાં કોઈ એક ચૈત્યમાં લોકોથી પૂજાતાં છતાં નીચે મુખે પડતા એક યક્ષને તેણે દિવ્ય શક્તિથી બતાવ્યો. તે જોઈને અર્હદત્તે કહ્યું કે ‘“આ વ્યંતર જેમ જેમ લોકોથી પૂજાય છે તેમ તેમ અધોમુખ થઈને નીચે પડતો જાય છે, માટે આ યક્ષના જેવો બીજો કોઈ અઘન્ય પૃથ્વી પર જણાતો નથી.’’ તે સાંભળી તેને દેવે કહ્યું કે “સંયમરૂપી ઊંચે સ્થાને સ્થાપન કર્યા છતાં પણ તું વારંવાર નીચે પડે છે, માટે હે મૂર્ખશિરોમણિ! તું તેના કરતાં વિશેષ અધન્ય છે.’’ તે સાંભળીને અર્હદુત્તે તેને પૂછ્યું કે ‘વારંવાર આવી રીતે બોલનાર તમે કોણ છો?’’ ત્યારે તે દેવે પોતાનું મૂકના ભવવાળું સ્વરૂપ દેખાડી તેના પૂર્વ ભવનું સર્વ વૃત્તાંત કહ્યું. તે સાંભળીને અર્હદ્દત્તે તેને પૂછ્યું કે “હું પૂર્વ ભવે દેવ હતો તેની ખાતરી શી?’’ એટલે દેવ તેને વૈતાઢ્ય પર્વત પર લઈ ગયો, અને પુષ્કરિણી વાવમાં ગોપવેલાં તેના નામથી અંકિત એવાં બે કુંડળો કાઢીને તેને દેખાડ્યાં. તે જોઈને અર્હદ્દત્તને જાતિસ્મરણ થયું, www.jainemetary.org Page #98 -------------------------------------------------------------------------- ________________ અજ્ઞાનત્યાગ ૯ વ્યાખ્યાન ૩૦૬]. તેથી પ્રતિબોઘ પામીને તે ભાવચારિત્ર પામ્યો. આ રીતે તેને ઘર્મમાં સ્થિર કરીને તે મૂકી દેવા સ્વસ્થાને ગયો. સર્વ કર્મમાં શ્રી જિનેશ્વરે મોહને અતિ દુર્જય કહેલો છે, તે મોહનો મૂક દેવે ત્યાગ કરાવ્યો ત્યારે જ અહંદત્ત ઘર્મ પામીને મોક્ષે ગયો.” વ્યાખ્યાન ૩૦૬. અજ્ઞાનત્યાગ मज्जत्यज्ञः किलाज्ञाने, विष्टायामिव शूकरः । ज्ञानी निमज्जति ज्ञाने, मराल इव मानसे ॥१॥ ભાવાર્થ-“અજ્ઞ એટલે આત્મભાવ અને પરભાવને નહીં જાણનારો માણસ અજ્ઞાન એટલે અયથાર્થ ઉપયોગમાં વિષ્ટામાં શૂકરની જેમ મગ્ન થાય છે, અને માનસરોવરમાં રાજહંસની જેમ જ્ઞાની યથાર્થ ઉપયોગવાળા તત્ત્વાવબોઘમાં (આત્મસ્વરૂપમાં) મગ્ન થાય છે.” આ સંબંધમાં સાલ અને મહાસાલનું દ્રષ્ટાંત છે તે આ પ્રમાણે સાલ અને મહાસાલની કથા પૃષ્ઠચંપા નગરીના રાજાના પુત્રો સાલ અને મહાસાલ બન્ને યુવરાજ હતા. અન્યદા તે નગરીમાં શ્રી વીરસ્વામી સમવસર્યા. પ્રભુને વાંદવા માટે તે બન્ને ભાઈઓ મોટી ઋદ્ધિ સહિત ગયા. ત્યાં શ્રી વીરપ્રભુને નમીને ઘર્મ શ્રવણ કરી વૈરાગ્ય પામી પોતાને ઘેર ગયા. પછી પોતાના ભાણેજ ગાંગિલને રાજ્ય સોંપીને જિનેશ્વર પાસે તે બન્નેએ ભાગવતી દીક્ષા ગ્રહણ કરી. સ્થવિર સાધુ પાસે તેઓએ સંપૂર્ણ અગિયાર અંગનો અભ્યાસ કર્યો. એકદા શ્રી વિરપ્રભુની આજ્ઞા લઈને શ્રી ગૌતમસ્વામીની સાથે પોતાના કુટુંબને પ્રતિબોઘ કરવા માટે તેઓ પૃષ્ઠચંપાએ આવ્યા. તેમનું આગમન સાંભળીને ગાંગિલ રાજા તેમને વાંદવા આવ્યો. ગણધર મહારાજને તથા સાલ મહાસાલ મુનિને નમીને તે દેશના સાંભળવા બેઠો. તે વખતે ચાર જ્ઞાનને ઘારણ કરનાર શ્રી ગૌતમસ્વામીએ દેશનાનો આરંભ કર્યો निर्वाणपदमप्येकं, भाव्यते यन्मुहुर्मुहुः । तदेव ज्ञानमुत्कृष्टं, निर्बन्धो नास्ति भूयसा ॥१॥ ભાવાર્થ-“નિર્વાણપદ એટલે કર્મરહિત થવાના હેતભૂત એવા એક મોક્ષપદની જ સ્યાદ્વાદના સાપેક્ષપણાએ વારંવાર ભાવના કરાય એટલે આત્માને તન્મય કરાય, સ્વરૂપમાં એકતા થાય તે જ ઉત્કૃષ્ટ જ્ઞાન છે, જે જ્ઞાન વડે આત્મા અનાદિ કાળથી નહીં પામેલા આત્મસુખનો અનુભવ કરે છે. બાકી આત્મજ્ઞાનથી વ્યતિરિક્ત બીજા વાણીના વિસ્તારવાળા એવા ઘણા સંવેદન જ્ઞાન વડે કાંઈ આત્મસુખનો નિશ્ચય થતો નથી. કેમકે થોડું પણ અમૃતસદ્દશ જ્ઞાન જ અનાદિ કર્મરોગનો નાશ કરનારું છે. वादांश्च प्रतिवादांश्च, वदन्तोऽनिश्चितांस्तथा । તાજું નૈવ છત્તિ, તિતલવાત રા. Page #99 -------------------------------------------------------------------------- ________________ ૯૦ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૫ સ્તિંભ ૨૧ ભાવાર્થ-વાદ અને પ્રતિવાદ તેમજ અનિશ્ચિત પદાર્થને કહેનારા માણસો ઘાણીના બળદની ગતિની જેમ તત્ત્વના પારને પામતા નથી. વિશેષાર્થ-વાદ એટલે પૂર્વપક્ષ અને પ્રતિવાદ એટલે ઉત્તરપક્ષ તેને પરના પરાજય માટે તથા પોતાના જયને માટે કરવાથી વસ્તુ ઘર્મરૂપ તત્ત્વનો અંત પામી શકાતો નથી. વળી પદાર્થના સ્વરૂપનો નિશ્ચય કર્યા વિના તેનું અનિર્ધારિત સ્વરૂપ કહેવાથી પોતાના અત્યંત સ્વાભાવિક આત્મજ્ઞાનના અનુભવને પામી શકાતું નથી. જેમ ઘાણીમાં જોડેલો વૃષભ ગમે તેટલું ફરે તો પણ કોઈ બીજા સ્થાનને પામતો નથી, તેમ તત્ત્વજ્ઞાનને નહીં ઇચ્છનારો મનુષ્ય અનેક શાસ્ત્રોમાં શ્રમ કર્યા છતાં પણ તત્ત્વના અનુભવનો સ્પર્શ માત્ર પણ કરતો નથી. એ જ કારણથી સાતે નય સ્વેચ્છા પ્રમાણે જ્ઞાનના સ્વરૂપને કહે છે. જ્ઞાનના ચાર નિક્ષેપો આ પ્રમાણે છે–શુદ્ધના આલાપ રૂપ જે જ્ઞાન તે નામજ્ઞાન કહેવાય છે. સિદ્ધચક્રાદિકમાં સ્થાપન કરેલું જ્ઞાનપદ તે સ્થાપનાજ્ઞાન કહેલું છે. ઉપયોગ રહિત પાઠ માત્ર કરવો તે દ્રવ્યજ્ઞાન કહેવાય છે. તત્ત્વાર્થનું જ્ઞાન જે પુસ્તકમાં લખેલું હોય છે, તે પણ દ્રવ્યજ્ઞાન કહેવાય છે. ઉપયોગ વિના સ્વાધ્યાય કરવો તે પણ દ્રવ્યજ્ઞાન છે, અને ઉપયોગપરિણતિ તે ભાવજ્ઞાન છે. તેમાં ભાષાદિકના રૂંઘરૂપ જે જ્ઞાન તે નૈગમ નયની અપેક્ષાએ જ્ઞાન જાણવું. સંગ્રહનયની અપેક્ષાએ અભેદ ઉપચારથી સર્વ જીવો જ્ઞાનરૂપ જાણવા. વ્યવહારનયની અપેક્ષાએ પુસ્તકાદિકમાં રહેલું જ્ઞાન જાણવું અને ઋજુસૂત્રનયે તત્પરિણામ સંકલ્પરૂપ જ્ઞાન જાણવું. અથવા જ્ઞાનના હેતુભૂત વીર્યને નૈગમનય જ્ઞાન કહે છે, સંગ્રહનય આત્માને જ્ઞાન કહે છે, વ્યવહારનય ક્ષયોપશમ પ્રમાણે જ્ઞાન સંબંથી વ્યવહાર પ્રવૃત્તિને જ્ઞાન કહે છે, અને ઋજુસૂત્ર વર્તમાન યથાર્થ અયથાર્થ વસ્તુતત્ત્વના બોઘને જ્ઞાન કહે છે. શબ્દનયની અપેક્ષાએ સમ્યગ્દર્શન પૂર્વક યથાર્થ વસ્તુસ્વરૂપના બોઘરૂપ લક્ષણવાળું, કારણ તથા કાર્યની અપેક્ષાવાળું, પોતાને તથા પરને પ્રકાશ કરનારું અને સ્યાદ્વાદથી યુક્ત જે જ્ઞાન તેને જ્ઞાન જાણવું. સમભિરૂઢનયની અપેક્ષાએ જ્ઞાનવાચી સમગ્ર વચન પર્યાયોની શક્તિની પ્રવૃત્તિ રૂપ જ્ઞાન જાણવું, અને એવંભૂત નયની અપેક્ષાએ કેવળજ્ઞાનને જ જ્ઞાન જાણવું. અહીં સમ્યગૂ રત્નત્રયના ઉપાદેય લક્ષણવાળું પરમજ્ઞાન તે શુદ્ધ જ્ઞાન છે. કહ્યું છે કે पीयूषमसमुद्रोत्थं, रसायनमनौषधम् । अनन्यापेक्षमैश्वर्य, ज्ञानमाहुर्मनीषिणः॥४॥ ભાવાર્થ-સમુદ્ર વિના ઉત્પન્ન થયેલા અમૃતરૂપ, ઔષઘ વિના ઉત્પન્ન થયેલા જરામરણને નાશ કરનાર રસાયણરૂપ અને સૈન્યાદિક અન્ય કોઈ પણ વસ્તુની અપેક્ષારહિત શક્રચક્રીપણાના ઐશ્વર્યરૂપ તે જ્ઞાન છે એમ પંડિતો કહે છે. માટે હે ભવ્ય પ્રાણીઓ! જ્ઞાનનો સમ્યગૂ પ્રકારે આદર કરવો યોગ્ય છે.” ઇત્યાદિ ગૌતમ ગણઘરની દેશના સાંભળીને વૈરાગ્ય પામેલા ગાંગિલ રાજાએ પોતાના પુત્રને રાજ્ય સોંપી માતાપિતા સહિત મોટા ઉત્સવ પૂર્વક દીક્ષા ગ્રહણ કરી. પછી સાલ, મહાસાલ અને ગાંગિલ વગેરેને સાથે લઈને શ્રી ગૌતમસ્વામી જિનેશ્વર પાસે જવા માટે ચંપા તરફ ચાલ્યા. માર્ગમાં સાલ અને મહાસાલ વિચાર કરવા લાગ્યા કે “આ અમારી બહેન, બનેવી અને ભાણેજને ધન્ય છે કે જેઓ Page #100 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૩૦૬] અજ્ઞાનત્યાગ અલ્ય કાળમાં જ સર્વવિરતિપણું પામ્યા.” તે વખતે ગાંધિત વગેરે ત્રણે જણા પણ એવો વિચાર કરવા લાગ્યા કે “આ સાલ અને મહાસાલને ઘન્ય છે કે જેઓએ આપણને પ્રથમ રાજ્યલક્ષ્મી આપી, અને હમણા મહાનંદસુખને પમાડનારું ચારિત્ર અપાવ્યું.” આવી રીતે તે પાંચે જણા લોકોત્તર ધ્યાનમાં મગ્ન થઈ ક્ષપક શ્રેણિ પર આરૂઢ થઈને કેવલજ્ઞાન પામ્યા. તેઓ શ્રી પ્રભુ પાસે આવ્યા, ત્યારે શ્રી ગૌતમસ્વામીની સાથે પ્રભુની પ્રદક્ષિણા કરીને તે પાંચે કેવળીની સભા તરફ ચાલ્યા. એટલે ગૌતમસ્વામી બોલ્યા કે “અરે! તમે સર્વ અજાણ્યા હો તેમ ત્યાં કેમ ચાલ્યા જાઓ છો? અહીં આવે, ત્રણ જગતના પ્રભુને વંદના કરો.” તે સાંભળીને શ્રી વિરપ્રભુએ ગૌતમને કહ્યું કે “જિનની (કેવળીની) આશાતના ન કરો.” પ્રભુનું વચન સાંભળીને ગૌતમસ્વામીએ તત્કાળ તેમને ખમાવ્યા. પછી તેમણે પોતાના મનમાં વિચાર્યું કે दुर्भगं हरिणाक्षीव, भजतेऽद्यापि मां नहि । केवलज्ञानलक्ष्मीस्तत्, किं सेत्सामि नवाथवा ॥१॥ ભાવાર્થ-“હરિણનાં સરખાં નેત્રવાળી સ્ત્રી જેમ દુર્ભાગી પુરુષને ભજે નહીં, તેમ કેવલજ્ઞાનની લક્ષ્મી મને પ્રાપ્ત થતી નથી, તો શું હું આ ભવે સિદ્ધિને પામીશ કે નહીં?” એમ તેઓ વિચાર કરતા હતા, તેવામાં તેમણે દેવવાણી સાંભળી કે “આજે શ્રી જિનેશ્વરે કહ્યું છે કે જે કોઈ મનુષ્ય પોતાની લબ્ધિ વડે અષ્ટાપદ ઉપર જઈ જિનેશ્વરોને વંદના કરે તે જરૂર તે જ ભવે સિદ્ધિને પામે.” આ પ્રમાણેની દેવવાણી સાંભળીને ગૌતમ ગણઘર શ્રી વીરપ્રભુની આજ્ઞા લઈને અષ્ટાપદ પર્વત તરફ ચાલ્યા. આ અરસામાં કૌડિન્ય, દિન્ન અને સેવાલ નામના તાપસના આચાર્યો “અષ્ટાપદ ઉપર પોતાની શક્તિ વડે ચડવાથી મુક્તિ પામી શકાય એવું ભગવાનનું વાક્ય જનમુખથી સાંભળીને પોતાના પાંચસો પાંચસો શિષ્યો (તાપસો) સહિત અષ્ટાપદ તરફ જવા પ્રથમથી નીકળી ચૂક્યા હતા. તેમાં પ્રથમ કૌડિન્ય તાપસ પાંચસો તાપસો સહિત એકાંતર ઉપવાસ કરીને તે અષ્ટાપદની પહેલી મેખલા સુધી પહોંચ્યો હતો. તેઓ પારણાને દિવસે કંદ વગેરેનું ભોજન કરતા હતા. બીજો તાપસ પોતાના પરિવાર સહિત છઠ્ઠ તપ કરતો અને પારણામાં પાકેલાં પત્રાદિકનું ભોજન કરતો તે પર્વતની બીજી મેખલા સુધી પહોંચ્યો હતો; અને ત્રીજો તાપસ પોતાના પરિવાર સહિત અઠ્ઠમ તપ કરતો પારણામાં શુષ્ક સેવાલ ખાતો તે પર્વતની ત્રીજી મેખલા સુધી પહોંચ્યો હતો. પરંતુ કોઈ પણ તાપસ અત્યંત ક્લેશ સહન કર્યા છતાં તે પર્વતના શિખર ઉપર પહોંચી શક્યા નહોતા. તે તાપસોએ શ્રી ગૌતમસ્વામીને દૂરથી આવતા જોઈને વિચાર્યું કે “તપ વડે કરીને અતિ કૃશ થયેલા અમે આ પર્વત ઉપર ચડી શક્યા નથી, તો આ શરીરવાળા યતિ શી રીતે ચડશે?” આ પ્રમાણે તે સર્વ તાપસો વિચાર કરતા હતા, તેટલામાં તો શ્રી ગૌતમસ્વામી જંઘાચારણ લબ્ધિથી સૂર્યનાં કિરણોનું અવલંબન કરીને તત્કાળ તે સર્વ તાપસોને ઓળંગીને આગળ ચાલ્યા, અને એક ક્ષણમાં તેમને અદ્રશ્ય થઈ ગયા. તે જોઈને વિસ્મય પામેલા સર્વે તાપસી બોલ્યા કે “આપણે તો આ સાધુના શિષ્ય થઈશું.” ગૌતમસ્વામી તો પર્વતના શિખર પર જઈને ભરતચક્રીએ કરાવેલા ચૈત્યને જોઈ તેમાં સ્થાપિત કરેલા ચોવીશ તીર્થકરોને નમ્યા; અનેવિંતામણિ નહનાદ” ઇત્યાદિ Jain Educa૧ આ જગચિંતામણિનું ચૈત્યવંદન ગૌતમસ્વામીએ અહીં બનાવ્યું.Only Page #101 -------------------------------------------------------------------------- ________________ ૯૨ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૫ [સ્તંભ ૨૧ ગાથા વડે સ્તુતિ કરીને ચૈત્યની બહાર નીકળ્યા. પછી રાત્રિ નિર્ગમન કરવા માટે અશોક વૃક્ષની નીચે બેઠા.. તે વખતે ઇન્દ્રનો દિપાલ કુબેર તીર્થકરોને નમવા માટે અષ્ટાપદે આવ્યો. તે જિનેશ્વરોને નમીને શ્રી ગૌતમસ્વામીની પાસે આવ્યો, અને તેમને વંદના કરીને દેશના સાંભળવા બેઠો. શ્રી ગૌતમસ્વામી બોલ્યા કે महाव्रतधरास्तीव्रतपःशोषितविग्रहाः । तारयंति परं ये हि, तरन्तः पोतवत्स्वयम् ॥१॥ ભાવાર્થ-“તીવ્ર તપસ્યા વડે જેઓએ પોતાના દેહનું શોષણ કર્યું છે, એવા મહાવ્રતને ઘારણ કરનાર મુનિઓ નાવની પેઠે પોતે તરતાં સતા બીજાને પણ તારે છે.” તે સાંભળીને “લૂખું સૂકું અશન લેવાથી આવું પુષ્ટ શરીર થાય નહીં' એમ વિચારીને કુબેર વિકસિત મુખ કરીને કાંઈક હસ્યો. તે વખતે તેનો અભિપ્રાય જાણીને ગૌતમ ગણઘરે પુંડરીક સાધુનું અધ્યયન પ્રકાશિત કરી છેવટે કહ્યું કે कृशोऽपि पश्य दुर्ध्यानात्, कुंडरीको ययावधः । __ पुष्टोऽपि पुंडरीकस्तु, शुभध्यानात् सुरोऽभवत् ॥१॥ “હે કુબેર! જુઓ કે કુંડરિક તપસ્યાથી કૃશ થયેલ હતો છતાં પણ અશુભ ધ્યાનથી મરીને નરકે ગયો, અને પુંડરિક મુનિ શરીરે પુષ્ટ હતા છતાં પણ શુભ ધ્યાનથી દેવ થયા. તે સાંભળીને કુબેર ગણઘરને ખમાવીને સ્વસ્થાને ગયો. તે વખતે કુબેરનો સામાનિક દેવ કે જે વજસ્વામીનો જીવ હતો તે સમતિ પામ્યો. તેને કેટલાક તિર્યજંભક દેવ હતો એમ કહે છે. પ્રાતઃકાળે ગૌતમસ્વામી પર્વત પરથી ઊતરતાં તે તાપસી પાસે આવ્યા, ત્યારે સર્વ તાપસોએ તેમને કહ્યું કે “તમે અમારા ગુરુ છો, અને અમે તમારા શિષ્ય છીએ.” ગણઘર બોલ્યા કે “તમારા અને અમારા સર્વના ગુરુ શ્રી મહાવીર છે.” પછી દેવતાએ એમને મુનિવેશ આપ્યો છે એવા તે તાપસોએ ગૌતમસ્વામી પાસે દીક્ષા લીધી. ગણઘરે પ્રાસુક અને નિર્દોષ એવાં પાયસન્ન (ક્ષીર) નું એક પાત્ર ભરી લાવીને વિધિપૂર્વક અનુક્રમ પ્રમાણે તેમને બેસાડી અક્ષીણમહાનસ લબ્ધિ વડે કરીને યથેચ્છ પારણું કરાવ્યું. તે જ વખતે સેવાલનું ભક્ષણ કરનારા પાંચસોને એક સાધુ ગણઘરની સ્તુતિ કરવામાં મગ્ન થયા સતા જમતા જમતા જ ઉજ્વલ કેવલજ્ઞાન પામ્યા. સર્વે તૃપ્ત થયા પછી ગણઘરે પોતે ભોજન કર્યું. પછી તે સર્વને સાથે લઈને આગળ ચાલ્યા. અનુક્રમે પ્રભુના સમવસરણની નજીક આવતાં છઠ તપ કરનારા દિક્ષાદિક પાંચસો ને એક સાધુને પ્રભુના પ્રાતિહાર્યની લક્ષ્મી જોતાં જ કેવળજ્ઞાન પ્રાપ્ત થયું, અને કૌડિન્યાદિક ૫૦૧ સાઘુઓને પ્રભુનું દર્શન થતાં જ કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. પ્રભુ પાસે આવીને ૧૫૦૩ મુનિથી પરિવરેલા ગૌતમસ્વામીએ પ્રભુને પ્રદક્ષિણા દીઘા પછી તે સર્વ સાધુઓ કેવલીની સભામાં જવા લાગ્યા, એટલે ગણઘર બોલ્યા કે “અરે! તમે સર્વે અહીં આવો, અને ત્રણ જગતના ગુરુને નમન કરો.” તે સાંભળીને ભગવાને તેમને કહ્યું કે “કેવળીની આશાતના ન કરો.” તે સાંભળીને ગણઘરે મિથ્યાદુષ્કત આપી તેમને ખમાવ્યા. પછી ગણઘરે Page #102 -------------------------------------------------------------------------- ________________ ૯૩ વ્યાખ્યાન ૩૦૭]. સમગુણ. વિચાર્યું કે “હું ગુરુકર્મી છું, તેથી આ ભવે મોક્ષ પામીશ નહીં. આ મેં દીક્ષા આપેલા સાધુઓને ઘન્ય છે, કે જેઓ તત્કાળ કેવળજ્ઞાન પામ્યા.” આ પ્રમાણે અબૈર્ય રાખતા ગૌતમ ગણઘર પ્રત્યે શ્રી વીરસ્વામી બોલ્યા કે “પ્રાણીઓને મંદ, તીવ્ર ને તીવ્રતર સ્નેહ હોય છે. ચિરકાળના પરિચયથી તમને મારા ઉપર તીવ્ર એવો પ્રશસ્ત સ્નેહ થયેલો છે, તેથી તમને કેવળજ્ઞાન પ્રાપ્ત થતું નથી; તે સ્નેહ નાશ પામશે ત્યારે તમને કેવળજ્ઞાન થશે. અહીંથી કાળઘર્મ પામીને આપણે બન્ને સમાન થવાના છીએ, માટે તમે અશૈર્ય ન રાખો.” એ પ્રમાણે પ્રભુનાં વચન સાંભળીને શ્રી ગૌતમસ્વામી પ્રસન્ન થઈ સંયમ પાલન કરતા સતા પ્રભુની સેવા કરવા લાગ્યા. “આ પ્રમાણે સ્વભાવના (આત્મજ્ઞાનના) લાભથી સાલ, મહાસાલ અને ગાંગિલ વગેરે ભૂપો તથા સર્વ તાપસો તત્કાળ કેવળજ્ઞાન પામીને અનંત સુખવાળા મોક્ષપદને પામ્યા.” વ્યાખ્યાન ૩૦૭ સમગુણ विकल्पविषयोत्तीर्णः, स्वभावालंबनः सदा । ज्ञानस्य परिपाको यः, स शमः परिकीर्तितः॥४॥ ભાવાર્થ-“સંકલ્પવિકલ્પ (ચિત્તવિભ્રમ) ના વિષયથી (વિસ્તારથી) નિવર્સેલો અને સમ્ય રત્નત્રય સ્વરૂપ જે આત્માનો સ્વભાવ તેનું (ગુણપર્યાયનું) નિરંતર આલંબન કરનાર એવો આત્માના ઉપયોગ લક્ષણવાળા જ્ઞાનનો જે પરિપાક-પ્રૌઢ અવસર તે શમ કહેલો છે.” શમના ચાર નિક્ષેપો આ પ્રમાણે-નામ શમ અને સ્થાપના શમ તો પૂર્વની પેઠે જાણવા. આગમથી દ્રવ્ય શમ તે શમના સ્વરૂપને જાણનાર જ્ઞાની છે તેના ઉપયોગમાં વર્તતા ન હોય તે. નોઆગમથી દ્રવ્ય શમ તે માયાએ કરીને લબ્ધિની સિદ્ધિને માટે અથવા દેવગતિની પ્રાપ્તિ વગેરે માટે ઉપકાર અપકારના વિપાકને શમન કરવાના હેતુથી ક્રોધાદિકનો ઉપશમ કરે તે; અને ભાવશમ તે આત્મસ્વરૂપમાં ઉપયોગવાળા. તેમાં આગમથી મિથ્યાત્વને તજીને યથાર્થ વસ્તુના ભાસન પૂર્વક ચારિત્રમોહનીય કર્મના ઉદયનો અભાવ હોવાથી ક્ષમાદિક ગુણની જે પરિણતિ તે શમ કહેવાય છે. તે શમ પણ લૌકિક અને લોકોત્તર ભેદે કરીને બે પ્રકારનો છે. તેમાં વેદાંત મતવાળાનો જે શમ ગુણ છે તે લૌકિક છે, અને જૈન પ્રવચનને અનુસરનારમાં જે શમ હોય છે તે લોકોત્તર છે. તે લોકોત્તર ગુણ જ ખરેખર શુદ્ધ છે; તેની ઉપર મૃગાપુત્રની કથા છે તે આ પ્રમાણે– મૃગાપુત્રની કથા સુગ્રીવપુરના રાજાનો પુત્ર મૃગાપુત્ર નામે હતો. તે એકદા મહેલના ગોખમાં બેસીને નગરનું સ્વરૂપ જોતો હતો, તેવામાં સમગુણના નિધિ સમાન એક મુનિને નિમેષરહિત દ્રષ્ટિથી પ્રીતિપૂર્વક જોતાં તેને જાતિસ્મરણજ્ઞાન ઉત્પન્ન થયું. એટલે પૂર્વ ભવે પોતે ચારિત્ર ગ્રહણ કર્યું હતું તેનું તેને સ્મરણ થયું. પછી તે મૃગાપુત્ર પોતાના માતાપિતા પાસે જઈને બોલ્યો કે सुयाणि मे पंच महब्बयाणि, नरएसु दुक्खं च तिरिक्खजोणिसु । निविण्णकामो हि महण्णवाओ, अणुजाणह पव्वइस्सामि अम्मो ॥१॥ Page #103 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૫ [સ્તંભ ૨૧ ભાવાર્થ-“હે માતાપિતા! મેં પાંચ મહાવ્રતને સાંભળ્યાં છે, તથા નરકને વિષે અને તિર્યંચયોનિને વિષે જે દુઃખ પડે છે તે પણ મેં જાણ્યું છે; તેથી હું સંસારરૂપ મહાર્ણવથી નિર્વેદ (વૈરાગ્ય) પામ્યો છું; માટે મને અનુજ્ઞા આપો કે જેથી હું પ્રવ્રજ્યા અંગીકાર કરું.'' ઇત્યાદિક વાક્યો વડે દેહના ભોગોપભોગાદિકનું અનિત્યપણું કહીને તેણે પ્રવ્રજ્યા લેવાની અનુજ્ઞા માગી. તે સાંભળીને માતાપિતાએ અનેક યુક્તિઓ વડે જીવન પર્યંત ચારિત્રનું પાલન અતિ દુષ્કર બતાવીને કહ્યું કે ‘“હે પુત્ર! તારું શરીર અતિ સુકોમળ છે, તું ચારિત્ર પાળવાને સમર્થ નથી; કેમકે પાંચ ઇંદ્રિયો તથા મન જીતવા મુશ્કેલ છે. લોઢાના ચણા ચાવવાની જેમ ચારિત્ર પાળવું દુષ્કર છે. દેદીપ્યમાન અગ્નિની જ્વાળાનું પાન કરવાની જેમ અથવા મન્દરાચળ પર્વતને તોળવાની જેમ યુવાવસ્થામાં ચારિત્રનું પાલન કરવું અતિ દુષ્કર છે. માટે વૃદ્ધાવસ્થામાં દીક્ષા લેવા યોગ્ય છે.’’ તે સાંભળીને મૃગાપુત્ર બોલ્યો કે “હે માતાપિતા! આ લોકમાં નિઃસ્પૃહ થયેલા માણસને કાંઈ પણ દુષ્કર નથી. કેમકે મેં ચારે ગતિમાં વાણીથી કહી ન શકાય તેવી અનેક વેદનાઓ અનુભવી છે. सव्वभवे असाया, वेअणा वेइआ मए । निमेसंतरमित्तं पि, जं साया नत्थि वेइआ ॥ १ ॥ ભાવાર્થ–મેં સર્વ ભવોમાં અશાતાવેદની વેદી છે, એક નિમેષમાત્ર પણ શાતાવેદની વેદી ૯૪ નથી. મેં નરકાદિકની મહા વ્યથાઓ સહન કરી છે, તો પછી મારે દીક્ષાનું પાલન કરવું તેમાં શું મુશ્કેલ છે? માટે મારે અવશ્ય દીક્ષા લેવી જ છે. સંયમનું પાલન કરતાં જે શમ ગુણના સુખનો આસ્વાદ મળે છે તે જ મોટું સુખ છે. શામ્ય સુખમાં મગ્ન થયેલો જીવ દેશે ઊણા કોટી પૂર્વના કાળને પણ સુખે સુખે દીનતા રહિત નિર્ગમન કરે છે. એક નિમેષમાત્ર પણ પ્રમાદમાં પડતો નથી. કહ્યું છે કે– शमसूक्तसुधासिक्तं, येषां नक्तदिनं मनः । कदाऽपि ते न दह्यन्ते, रागोरगविषोर्मिभिः ॥ १ ॥ ભાવાર્થ-જે મહાત્માઓનું મન રાત્રિદિવસ શમ જે કષાયાભાવ તેનાં સૂક્ત એટલે આત્મસ્વરૂપ તત્ત્વનાં વચનો તે રૂપી અમૃતથી સિંચન થયેલું હોય છે, તેઓ રાગરૂપી સર્પના વિષોર્મિથી કદાપિ દુગ્ધ થતા નથી. જગતના જીવો રાગાદિક સર્પથી ડસાયા સતા વિષયમાં ઘૂર્મિત થઈને પરિભ્રમણ કરે છે. ઇષ્ટ વસ્તુના સંયોગની અને અનિષ્ટ વસ્તુના વિયોગની ચિંતા અહર્નિશ કરીને અનેક પ્રકારના સંકલ્પ વિકલ્પ કરે છે, અને બહુ પ્રકારની અગ્રશોચાદિ` જે કલ્પના તેના કલ્લોલને ગ્રહણ કરે છે; તેમજ અનંત જીવોએ અનંતીવાર ભોગવીને મૂકી દીધેલા જગતના ઉચ્છિષ્ટ એવા અનેક પુદ્ગલ સ્કંધોની યાચના કરે છે. માટે કોઈ પણ પ્રકારે શમ ગુણને પ્રગટ કરવો, એ જ નિરુપમ શ્રેયસ્કર છે. કહ્યું છે કે स्वयंभूरमणस्पर्द्धि वर्धिष्णुसमतारसः । मुनिर्येनोपमीयेत, कोऽपि नासौ चराचरे ॥ १ ॥ - ૧ દુઃખ આવી પડવાનો ભય ધરાવી પ્રથમથી જે શોકસંતાપ કરવો તે. Page #104 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૩૦૮] ઇંદ્રિયજય ૯૫ ભાવાર્થ—સ્વયંભૂરમણ સમુદ્રની સ્પર્ધા કરનાર એવો સમતા રસ જેના હૃદયમાં વૃદ્ધિ પામ્યા કરે છે, તેવા મુનિને જેના વડે ઉપમા આપી શકાય એવો કોઈ પણ પદાર્થ આ ચરાચર જગતમાં નથી. અર્ધ રજુ પ્રમાણ છેલ્લો સ્વયંભૂરમણ નામનો જે સમુદ્ર તેના જળની સાથ સ્પર્ધા કરે તેટલો સમતા રસ જેના આત્મામાં વૃદ્ધિ પામ્યા કરે છે એવા મુનિ ત્રિકાળમાં પણ વિષયને ગ્રહણ કરતા નથી. તેઓને અતીત કાળમાં ભોગવેલા ભોગના સ્મરણનો અભાવ છે, વર્તમાન કાળે ઇન્દ્રિય ગોચર એવા વિષયોમાં રમણતાનો અભાવ છે, અને અનાગત કાળે મનોજ્ઞ વિષયોની ઇચ્છાનો અભાવ છે, એવા મુનિને જે ઉપમાએ કરીને ઉપમા અપાય એવો કોઈ પણ પદાર્થ આ સચરાચર જગતમાં નથી; કેમ કે સર્વ પદાર્થ તો અચેતન પુદ્ગલ સ્કંધોથી ઉત્પન્ન થયેલ અને રૂપી છે. અને સમતા રસ તો સહજ, આત્યંતિક અને નિરુપમ આત્મસ્વભાવ રૂપ છે, તો તેની સાથે તેની શી રીતે ઉપમા આપી શકાય ?'' ઇત્યાદિ વિવિધ ઉપાયો વડે માતાપિતાને પ્રતિબોધ પમાડીને તેમની અનુજ્ઞાથી સમગ્ર પરિગ્રહનો ત્યાગ કરી મૃગાપુત્ર દીક્ષા ગ્રહણ કરી. કહ્યું છે કે— अणिस्सिओ इहलोए, परलोए अणिस्सिओ । वासिचंदणकप्पो अ, असणे अणसणे तहा ॥ १ ॥ ભાવાર્થ—આ લોકને વિષે ઇચ્છારહિત અને પરલોકને વિષે પણ ઇચ્છારહિત તેમજ વાસી (વાંસલું) ને ચંદન અને અશન ને અનશન એ જેમને તુલ્ય છે એવા તે મુનિ થયા.'' અર્થાત્ આ લોકના સુખને અર્થે કે પરલોકના સુખને અર્થે જે તપ તપતા નથી, વાંસલાથી છેદન કરનાર અને ચંદનથી વિલેપન કરનાર ઉપર જેમને સમભાવ છે અને અશન તે આહારનો સદ્ભાવ અને અનશન તે તેનો અભાવ તેમાં જે તુલ્ય મનોવૃત્તિવાળા છે. આ પ્રમાણે ઘણાં વર્ષો સુધી ચારિત્રનું પાલન કરીને મૃગાપુત્ર મુનિ એક માસનું અનશન કરી સર્વ કર્મ ખપાવી સિદ્ધિપદને પામ્યા. “જે માણસના હૃદયમાં અંતર્ગત ઘ્યાનને વિશુદ્ધ કરનાર દેદીપ્યમાન સમતા ગુણ હોય છે, તે મૃગાપુત્ર મુનીંદ્રની જેમ તત્કાળ શુભ એવા રત્નત્રયની પુષ્ટિ પામે છે.’’ વ્યાખ્યાન ૩૦૮ ઇંદ્રિયજય श्रुत्वेन्द्रियस्वरूपाणि, श्रीज्ञातनंदनास्यतः । स सुभद्रोऽनुचानोऽभूत्, पंचाक्षविषयोन्मुखः ॥ १ ॥ ભાવાર્થ-‘શ્રી મહાવીરસ્વામીના મુખથી પાંચ ઇંદ્રિયોના સ્વરૂપને સાંભળી પાંચ ઇંદ્રિયોના વિષયથી પરામુખ થયેલ તે સુભદ્ર અણગાર (મુનિ) થયા.’’ તેનું દૃષ્ટાંત આ પ્રમાણે— સુભદ્રની કથા શ્રી રાજગૃહ નગરમાં કોઈ શ્રેષ્ઠીને સુભદ્ર નામે પુત્ર હતો. તે જન્મથી જ દરિદ્રીપણું પામેલો હોવાથી નિરંતર ભિક્ષાવૃત્તિથી ઉદરનિર્વાહ કરતો હતો. એકદા તે નગરમાં શ્રી મહાવીરસ્વામી Page #105 -------------------------------------------------------------------------- ________________ ૯૬ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૫ [સ્તંભ ૨૧ ગુણશીલ વનમાં સમવસર્યા. તે પરમાત્માને વાંદવા માટે રાજા તથા સર્વ પૌરજનો જતા હતા, તે જોઈને તે સુભદ્ર પણ સર્વ જનની સાથે પ્રભુ પાસે ગયો. ત્રણ ભુવનને તારવામાં સમર્થ અને જેને કોઈની ઉપમા ન આપી શકાય એવી શ્રી જિનેશ્વરની વાણી સાંભળીને આશ્ચર્ય પામેલા સુભદ્ર વિચાર કર્યો કે “અહો! આજ મેં નિઃસીમ ગુણના નિધિ સમાન કર્મકલ્મષરહિત એવા પ્રભુને જોયા. આજે મારો જન્મ સફળ થયો.” પછી સમગ્ર જગતના જીવોનો ઉદ્ધાર કરનાર અને બોધિબીજને આપનાર એવા શ્રી પ્રભુએ તે સુભદ્રને ઉદ્દેશીને ઇન્દ્રિયો સંબંઘી વ્યાખ્યાન શરૂ કર્યું. તે આ પ્રમાણે जितान्यक्षाणि मोक्षाय,संसारायाजितानि च । भवेत्तदन्तरं ज्ञात्वा, यद्युक्तं तत्समाचर ॥४॥ ભાવાર્થ-“જીતેલ ઇન્દ્રિયો મોક્ષને માટે થાય છે, અને નહીં જીતેલ ઇન્દ્રિયો સંસારને માટે થાય છે, માટે તે બન્નેનું અંતર જાણીને જે યુક્ત લાગે તેનું આચરણ કર.” ઇન્દ્રિયો પાંચ છે–શ્રોત્ર, નેત્ર, નાસિકા, જિલ્લા અને સ્પર્શન (કાયા). તે દરેક ઇન્દ્રિય દ્રવ્ય અને ભાવથી બબ્બે પ્રકારની છે. દ્રજિયના પણ બે પ્રકાર છે. એક નિવૃતિ ઇન્દ્રિય અને બીજી ઉપકરણ ઇન્દ્રિય. નિવૃતિ એટલે ઇન્દ્રિયનો આકાર. તે પણ બાહ્ય અને અત્યંતર ભેદે કરીને બે પ્રકારનો છે. તેમાં બાહ્ય આકાર ફુટ છે. તે દરેક જાતિને વિષે જુદા જુદા સ્વરૂપવાળો કાનની પાપડી વગેરે જે બહાર દેખાય છે તે જાણવો. બાહ્ય આકાર વિચિત્ર આકૃતિવાળો હોવાથી અશ્વ, મનુષ્ય વગેરે જાતિમાં સમાન રૂપવાળો નથી. અત્યંતર આકાર સર્વ જાતિમાં સમાન હોય છે. તે આ પ્રમાણે–શ્રોત્રનો અભ્યતર આકાર કદંબ પુષ્પના આકાર જેવા માંસના ગોળારૂપ છે, નેત્રોનો અત્યંતર આકાર મસૂરના ઘાન્યના જેવો હોય છે, નાસિકાનો અત્યંતર આકાર અતિમુક્તકના પુષ્પ જેવો હોય છે, જિલ્લાનો આકાર અસ્ત્ર જેવો હોય છે, અને સ્પર્શને ઇન્દ્રિયની આકૃતિ ભિન્ન ભિન્ન પ્રકારની હોય છે, પણ તે બાહ્ય અને અત્યંતર એક જ સ્વરૂપે હોય છે. આ પ્રમાણે નિવૃતિ ઇન્દ્રિયનું સ્વરૂપ જાણવું. ઉપકરણ ઇન્દ્રિયનું સ્વરૂપ એવું છે કે જેમ બની ઘારામાં છેદન કરવાની શક્તિ છે, તેમ શુદ્ધ પુગલમય શબ્દાદિ વિષયને ગ્રહણ કરવાની જે શક્તિવિશેષ તે ઉપકરણ ઇન્દ્રિય જાણવી. તે ઇન્દ્રિયનો અતિ કઠોર મેઘગર્જનાદિક વડે ઉપઘાત થાય તો બહેરાપણું વગેરે પ્રાપ્ત થાય છે. એ પ્રમાણે દ્રવ્ય ઇન્દ્રિયના નિવૃતિ અને ઉપકરણ એવા બન્ને ભેદનું સ્વરૂપ જાણવું. હવે ભાવ ઇન્દ્રિયના પણ બે પ્રકાર છે. લબ્ધિ અને ઉપયોગ. તેમાં શ્રોત્ર વગેરે ઇંદ્રિયોના વિષયવાળા સર્વ આત્મપ્રદેશને આવરણ કરનારા કર્મનો જે ક્ષયોપશમ તે લબ્ધિ ઇન્દ્રિય જાણવી; અને પોતપોતાના વિષયમાં લબ્ધિરૂપ ઇન્દ્રિયને અનુસાર આત્માનો જે વ્યાપાર–પ્રણિઘાન તે ઉપયોગ ઇન્દ્રિય જાણવી. પાંચે ઉપકરણ ઇન્દ્રિયો અંગુલના અસંખ્યય ભાગ પ્રમાણ સ્કૂલ (જાડાઈમાં) છે. તેમાં શ્રોત્ર, નાસિકા અને નેત્ર અંગુલના અસંખ્યાતમા ભાગે પૃથુ છે, જિલ્લા ઇન્દ્રિય બેથી નવ અંગુલ વિસ્તારવાળી છે, અને સ્પર્શનેન્દ્રિય દેહપ્રમાણ વિસ્તારવાળી છે. ૧ અગથીઆનાં ફૂલ. Page #106 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન 3૦૮] ઇંદ્રિયજય પાંચ ઇન્દ્રિયોના વિષયનું માન આ પ્રમાણે છે–નેત્ર વિના બીજી ચાર ઇન્દ્રિયો જઘન્યથી અંગુલના અસંખ્યાતમા ભાગમાત્રમાં રહેલા વિષયને જાણે છે, તેથી વધારે નજીક રહેલાને જાણતી નથી. નેત્ર ઇન્દ્રિય જઘન્યથી અંગુલના સંખ્યાતા ભાગમાં રહેલા પદાર્થને જોઈ શકે છે, પણ અતિ સમીપે રહેલાં અંજન, રજ, મેલ વગેરેને જોઈ શકતી નથી. નાસિકા, જિહ્યા અને સ્પર્શન એ ત્રણ ઇન્દ્રિયો ઉત્કૃષ્ટ નવ યોજનથી આવતા ગંધ, રસ તથા સ્પર્શને ગ્રહણ કરે છે. કર્ણ ઇન્દ્રિય ઉત્કૃષ્ટ બાર યોજન દૂરથી આવતા શબ્દને સાંભળે છે, અને ચક્ષુરિન્દ્રિય સાથિક લાખ યોજન દૂર રહેલા રૂપને જોઈ શકે છે. વળી– एकाक्षादिव्यवहारो, भवेदद्रव्येन्द्रियैः किल । अन्यथा बकुलः पंचाक्षः स्यात्पंचोपयोगतः॥४॥ रणन्नूपुर शृंगारचारुलोलेक्षणामुखात् । निर्यत्सुगन्धिमदिरागंडूषादेष पुष्यति ॥२॥ ભાવાર્થ-“એકેન્દ્રિયાદિક વ્યવહાર દ્રવ્ય ઇન્દ્રિયોએ કરીને જ થાય છે, નહીં તો બકુલ વૃક્ષ પાંચે ઇન્દ્રિયોના ઉપયોગવાળું હોવાથી પંચેન્દ્રિય કહેવાય. પણ તે એકેન્દ્રિય જ છે. (૧) પગમાં શબ્દ કરતા નૂપુર વગેરે શૃંગાર ઘારણ કરેલી સુંદર અને ચપળ નેત્રવાળી સ્ત્રીના મુખથી નીકળતા સુગંધી મદિરાના કોગળાથી બકુલ વૃક્ષ પુષ્પિત થાય છે. અહીં બકુલ વૃક્ષને પાંચે ભાવઇન્દ્રિયોનો ઉપયોગ આ પ્રમાણે સમજવો નૂપુરના શબ્દવાળા પાદનો સ્પર્શ કરવાથી પ્રફુલ્લિત થાય છે. તેથી કર્ણ અને સ્પર્શ એ બે ઇન્દ્રિયોનો ઉપયોગ, સુંદર નેત્રવાળી સ્ત્રીને લીધે પ્રફુલ્લિત થાય છે તેથી નેત્રઇન્દ્રિયનો ઉપયોગ અને સુગંધી મદિરાના રસથી પ્રફુલ્લિત થવાને અંગે રસેંદ્રિય ને ધ્રાણેદ્રિયનો ઉપયોગ–એમ પાંચે ઇન્દ્રિયના વિષયનો ઉપયોગ જાણવો. આ પ્રમાણે ઇન્દ્રિયોના સ્વરૂપને જાણીને તેના શબ્દાદિ વિષયોમાં ક્ષણમાત્ર પણ મનની પ્રવૃત્તિ કરવી નહીં. કહ્યું છે કે इंदिअधुत्ताण अहो, तिलतुसमित्तं पि देसु मा पसरं । अह दिनो तो नीओ, जत्थ खणो वरिसकोडिसमो॥१॥ ભાવાર્થ-“અહો! ઇન્દ્રિયરૂપી ઘૂર્તને તલના ફોતરા જેટલો પણ પ્રસાર (અવકાશ) આપીશ નહીં. જો કદાચ તેને એક ક્ષણમાત્ર પણ અવકાશ આપીશ તો તે જરૂર કોટી વર્ષ સુઘી જશે નહીં. ઇન્દ્રિયો ગોપવવાના વિષયમાં જ્ઞાતાઘર્મકથાંગ સૂત્રને વિષે બે કાચબાનું દ્રષ્ટાંત આપેલું છે. તે સૂત્રમાં આ બે ગાથાઓ છે– विसएसु इंदिआई, रुंभंता रागदोसनिम्मुक्का । पावंति निबुइ सुहं, कुम्मुव्व मयंगदहसुहं ॥१॥ अवरे उ अणत्थपरंपराओ पावंति पावकम्मवसा ।। संसारसागरगया, गोमाऊ अ गसिअ कुम्मुव्व ॥२॥ Jain Educભાગ ૫–૭] Page #107 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૫ સ્તિંભ ૨૧ ભાવાર્થ-“રાગદ્વેષથી રહિત થઈને ઇન્દ્રિયના વિષયોને રોકનારા પ્રાણીઓ મૃદંગ દ્રહના સુખને પામનારા કાચબાની જેમ નિવૃતિ સુખને પામે છે અને બીજા સંસારસાગરમાં પડેલા પ્રાણીઓ પાપકર્મના વશથી શિયાળે ગ્રસિત કરેલા કાચબાની જેમ અનર્થ પરંપરાને પામે છે.” તે બે કાચબાની કથા નીચે પ્રમાણે– બે કાચબાની કથા વારાણસી પુરીને વિષે ગંગાનદીને કાંઠે મૃદંગ નામના દ્રહમાં ગુસેંદ્રિય અને અગસેન્દ્રિય નામના બે કાચબાઓ રહેતા હતા. તે બન્ને સ્થલચારી કીડાઓનું માંસ ખાવામાં પ્રીતિવાળા હતા. તેથી એકદા તેઓ દ્રહની બહાર નીકળ્યા હતા, તેવામાં બે શિયાળે તેમને જોયા. તે કાચબાઓ પણ શિયાળને જોઈને ભય પામ્યા. તેથી તેમણે પોતાના ચારે પગ તથા ગ્રીવાને સંકોચીને પૃષ્ઠની ઢાલમાં ગોપવી દીઘા, અને કાંઈ પણ ચેષ્ટા કર્યા વિના જાણે મરી ગયેલા હોય તેમ પડ્યા રહ્યા. બન્ને શિયાળે પાસે આવીને તે કાચબાઓને વારંવાર ઊંચા ઉપાડીને પછાડ્યા, ગુલાંટો ખવરાવી તથા ઘણા પાદપ્રહાર કર્યા, પરંતુ તે કાચબાને કાંઈ પણ ઇજા થઈ નહીં. પછી થાકી ગયેલા તે બન્ને શિયાળ થોડે દૂર જઈને સંતાઈ રહ્યા એટલે પેલા અગુસેંદ્રિય કાચબાએ ચપળતાને લીધે એક પછી એક એમ ચારે પગ તથા ગ્રીવાને બહાર કાઢી. તે જોઈ બન્ને શિયાળે તત્કાળ દોડી આવીને તેની ડોક પકડીને મારી નાંખ્યો. બીજો ગુસેંદ્રિય કાચબો તો અચપળ હોવાથી ચિરકાળ સુઘી તેમનો તેમ પડ્યો રહ્યો. પછી ઘણી વાર સુધી રોકાઈને થાકી ગયેલા તે શિયાળ જ્યારે ત્યાંથી જતા રહ્યા, ત્યારે તે કાચબો ચોતરફ જોતો જોતો કૂદીને જલદીથી દ્રહમાં જતો રહ્યો, તેથી તે સુખી થયો. પાંચ અંગોને ગોપવનાર કાચબાની જેમ પાંચે ઇન્દ્રિયો ગોપવનાર પ્રાણી સુખી થાય છે, એવું આ દ્રષ્ટાંતનું તાત્પર્ય છે. - આ પાંચે ઇન્દ્રિયોનો પ્રયોગ પ્રશસ્ત પરિણામ અને અપ્રશસ્ત પરિણામે કરીને બે પ્રકારનો છે. તેમાં શ્રવણ ઇન્દ્રિયનો દેવગુરુના ગુણગ્રામ અને ઘમદશનાદિકના શ્રવણ કરવામાં શુભ અધ્યવસાયથી જે ઉપયોગ કરાય તે પ્રશસ્ત કહેવાય છે અને ઇષ્ટ તથા અનિષ્ટ શબ્દો શ્રવણ કરીને રાગદ્વેષનું જે નિમિત્ત થાય તે અપ્રશસ્ત ઉપયોગ કહેવાય છે. ચક્ષુ ઇન્દ્રિયનો દેવ, ગુરુ, સંઘ તથા શાસ્ત્રો જોવામાં અને પડિલેહણ, પ્રમાર્જન વગેરેમાં, ઈસમિતિમાં તથા ઘર્મસ્થાનાદિક જોવામાં જે ઉપયોગ કરાય તે પ્રશસ્ત છે અને હાસ્ય, નૃત્ય, ક્રીડા, રુદન, ભાંડચેષ્ટા, ઈન્દ્રજાલ, પરસ્પર યુદ્ધ, તથા સ્ત્રીના સુરૂપ કુરૂપ અંગોપાંગ વગેરે જોવામાં જે ઉપયોગ કરાય તે અપ્રશસ્ત છે. નાસિકાનો અરિહંતની પૂજામાં ઉપયોગી પુષ્પો, કેસર, કપૂર, સુગંધી તેલ વગેરેની પરીક્ષામાં, ગુરુ અને ગ્લાન મુનિ વગેરેને માટે પથ્ય કે ઔષધ આપવામાં તથા સાધુઓને કહ્યું તેવા અન્ન, જળ, ભક્ષ્ય, અભક્ષ્ય વગેરે જાણવામાં ઉપયોગ કરાય તે પ્રશસ્ત કહેવાય છે, અને રાગદ્વેષ ઉત્પન્ન કરનાર સુગંધી તથા દુર્ગધી પદાર્થોમાં ઉપયોગ કરાય તો તે અપ્રશસ્ત છે. જિલ્લા ઇન્દ્રિયનો સ્વાધ્યાય કરવામાં, દેવગુરુની સ્તુતિ કરવામાં, પરને ઉપદેશ આપવામાં, ગુરુ વગેરેની ભક્તિ કરવામાં અને મુનિઓને આહારપાણી આપતાં તે વસ્તુઓની પરીક્ષા કરવામાં ઉપયોગ કરાય તે પ્રશસ્ત છે અને સ્ત્રી વગેરે ચાર પ્રકારની વિકથા કરવામાં, પાપશાસ્ત્રનો અભ્યાસ કરવામાં, પરને તાપ ઉપજાવવામાં અને રાગદ્વેષ ઉત્પન્ન કરનાર ઇષ્ટ અનિષ્ટ આહારાદિકમાં જે ઉપયોગ કરાય તે અપ્રશસ્ત છે. સ્પર્શઇંદ્રિયને Page #108 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૩૦૮] ઇંદ્રિયજય જિનપ્રતિમાનું સ્નાનાદિક કરવામાં તથા ગુરુ અને ગ્લાન સા વગેરેની વૈયાવચ્ચ કરવામાં જે ઉપયોગ કરાય તે પ્રશસ્ત છે, અને સ્ત્રીને આલિંગન વગેરે કરવામાં જે ઉપયોગ કરાય તે અપ્રશસ્ત છે. આ પ્રમાણે સર્વ વસ્તુઓમાં શુભ તથા અશુભ અધ્યવસાય અને ફળપ્રાતિને અનુસાર પ્રશસ્ત તથા અપ્રશસ્ત ભાવ જાણવો. તેવી રીતે વિચારતાં અહીં ચાર ભાંગા થાય છે. તે આ પ્રમાણે કેટલાક જીવોને શુભ અધ્યવસાયના કારણ (સાઘક કારણ) ભૂત જિનબિંબાદિક પ્રશસ્ત વસ્તુ જોઈને કાલસૌકરિક વગેરેની જેમ અપ્રશસ્ત બાઘક ભાવ ઉદય પામે છે. કેટલાક જીવોને શુભ અધ્યવસાયને સાઘનાર સાઘક કારણભૂત સમવસરણાદિક પ્રશસ્ત વસ્તુ જોઈને પંદરસો તાપસોની જેમ પ્રશસ્ત સાઘકભાવ ઉત્પન્ન થાય છે. કેટલાક જીવોને બાઘક કારણભૂત અપ્રશસ્ત વસ્તુ જોઈને પણ આષાઢ નામના નર્તક ઋષિની જેમ પ્રશસ્ત એવો સાધકભાવ વૃદ્ધિ પામે છે, અને કેટલાક જીવોને અપ્રશસ્ત બાઘક વસ્તુ જોઈને સુભૂમ ચક્રી, બ્રહ્મદત્તચક્રી વગેરેની જેમ અપ્રશસ્ત બાઘકભાવ ઉત્પન્ન થાય છે.” આ પ્રમાણે શ્રી વિરપ્રભુના મુખથી ઘર્મદેશના સાંભળીને જેણે શેરીમાં પડેલા ચીંથરાની કંથા ઓઢેલી છે, અને જેના હાથમાં મૃત્તિકાનું રામપાત્ર રહેલું છે એવો દરિદ્રી સુભદ્ર પ્રતિબોઘ પામ્યો, તેથી તેણે તરત જ સર્વ મૂચ્છો ત્યાગ કરીને દીક્ષા ગ્રહણ કરી. આકાશની પેઠે અઅલિત વિહારવાળો થયો, અને પ્રભુની કૃપાથી તે અગિયાર અંગના સૂત્રાર્થનો જ્ઞાતા થયો. એકદા પૌરલોકો તે મુનિની પૂર્વાવસ્થા સંભારીને હાંસી કરવા લાગ્યા કે “અહો! આ સુભદ્ર કેવી રાજ્યસમૃદ્ધિ તજીને મુનિ થયો છે! હવે તો સારી રીતે આહારાદિક મળવાથી તે પૂર્વની અવસ્થા કરતાં વધારે સુખી થયો છે. પહેલાં તો આ રંક, રકપુરુષો વડે પણ નિંદ્ય (નિંદવા લાયક) હતો, અને હવે તો ઇન્દ્રાદિક દેવોને પણ વંદ્ય (વંદન કરવા યોગ્ય) થયો છે. પહેલાં તો તેને ઉચ્છિષ્ટ (એઠું) ભોજનની પ્રાપ્તિ પણ દુર્લભ હતી, અને હવે તો યથેચ્છ ભોજન મળે છે. આના વૈરાગ્યનું વૃત્તાંત અને તેનું કારણ આપણે બરાબર સમજ્યા છીએ.” ઇત્યાદિક નિંદા કરતા પૌરલોકોને જોઈને શ્રેણિક રાજાના પુત્ર અભયકુમાર મંત્રીએ વિચાર્યું કે “અહો! આ પૌરજનો વિનાકારણ મહા વૈરાગ્યવાન અને ત્યાગીમાં શ્રેષ્ઠ એવા આ મુનિની નિંદા કરે છે. પરમાર્થ તત્ત્વને નહીં જાણનારા આ મૂઢ લોકો આ નિઃસ્પૃહ મુનિ ઉપર ફોગટ વૈર રાખીને તેના ગુણોને દોષપણે વહન કરે છે. તેમજ મુનિની નિંદા કરવાથી તેઓ દ્રઢતર પાપકર્મના સમૂહને ઉપાર્જન કરે છે. માટે મારે આ સર્વ લોકોને કોઈ પ્રકારે પ્રતિબોઘ કરવો જોઈએ.” એમ વિચારીને અવસરજ્ઞ અભયકુમારે એકદા રાજમાર્ગમાં સર્વ પૌરજનો એકઠા મળેલા હતા, તે વખતે દૂરથી સુભદ્ર મુનિને આવતા જોઈને પોતાના વાહન પરથી નીચે ઊતરી ત્રણ પ્રદક્ષિણા પૂર્વક તેમને નમીને પૂછ્યું કે “હે પૂજ્ય! એકકાળે કેટલી ઇન્દ્રિયોનો ઉપયોગ હોઈ શકે?” ગુરુએ જવાબ આપ્યો કે “એક કાળે એક જ ઇન્દ્રિયનો ઉપયોગ હોઈ શકે.” ફરીથી મંત્રીએ પૂછ્યું કે “એક એક ઇન્દ્રિય સેવન કરવાથી જીવને દુઃખદાયી થાય કે નહીં ?” મુનિ બોલ્યા કે “એક એક ઇન્દ્રિય પણ મૃગાદિકની જેમ આ લોકમાં તથા પરલોકમાં મહા અનર્થનું કારણ થાય છે, તો પછી પાંચે ઇન્દ્રિયોનું સેવન કરવાથી કેટલો અનર્થ થાય ? કહ્યું છે કે Page #109 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૫ [સ્તંભ ૨૧ कुरंगमातंगपतंगगमीना हताः पंचभिरेव पंच । एकप्रमादी स कथं न हन्याधः सेवते पंचभिरेव पंच ॥१॥ ભાવાર્થ–મૃગ, હાથી, પતંગ, ભ્રમર અને મત્સ્ય એ પાંચ પ્રાણીઓ પાંચ ઇન્દ્રિયોમાંથી એકેક ઇન્દ્રિયના સેવવા વડે હણાયા, એટલે પાંચથી પાંચ હણાયા તો જે પ્રમાદી મનુષ્ય એકલો પાંચે ઇન્દ્રિયો વડે પાંચેના વિષયોને સેવે છે તે કેમ ન હણાય? તે તો અવશ્ય હણાય. મૃગો સ્વેચ્છાએ અરણ્યમાં અટન કરે છે, તેને પકડવા માટે પારથીઓ સારંગી, વીણા વગેરેનો નાદ કરે છે, તેથી કર્ણના વિષયમાં લુબ્ધ થયેલા મૃગો મોહ પામીને તે સંગીત સાંભળવા આવે છે. તે વખતે પારઘીઓ તેને જલદીથી હણી નાખે છે. - હાથીને પકડવા માટે દુષ્ટ પુરુષો એક મોટા ખાડામાં કાગળની હાથણી બનાવીને રાખે છે. તે હાથણીને જોઈને તેનો સ્પર્શ કરવાને ઉત્સુક થયેલો હાથી તે ખાડામાં પડે છે, ત્યાંથી તે નીકળી શકતો નથી. પછી ક્ષઘા અને તૃષા વગેરેથી પીડા પામેલા તે હાથીને નિર્બળ થયેલો જાણીને કેટલેક દિવસે તેને બાંધે છે, અથવા મારી પણ નાંખે છે. નેત્રના વિષયમાં આસક્ત થયેલું પતંગિયું દીવાની જ્યોતમાં મોહ પામીને તેમાં પોતાના દેહને હોમે છે અને તેથી મરણ પામે છે. દ્માણ ઇન્દ્રિયના વિષયમાં આસક્ત થયેલો ભ્રમર કમળની સુગંધથી મોહ પામીને દિવસે તે કમળમાં પેસે છે. પછી રાત્રે તે કમળ બીડાઈ જાય છે, એટલે તે આખી રાત્રિ મહા દુઃખ પામે છે. જિલ્લા ઇન્દ્રિયને વશ થયેલા મસ્સો લોઢાના કાંટાના અગ્ર ભાગ પર રાખેલી લોટની ગોળીઓ જોઈને તેમાં લુબ્ધ થઈ માંસની બુદ્ધિથી તે ગોળીઓ ખાવા જાય છે, એટલે તરત જ લોહના કાંટાથી વીંઘાઈને મરણ પામે છે.” આ પ્રમાણે ઇન્દ્રિયોનું સ્વરૂપ સુભદ્ર મુનિના મુખથી સાંભળીને અભયકુમારે સર્વ પૌરલોકોને કહ્યું કે “હે પૌરજનો! તમારામાંથી જે કોઈ માત્ર એક એક ઇન્દ્રિયને વશ કરે, અને તેનું પ્રભુની સાક્ષીએ પચખાણ લે તેને હું આ મહા મૂલ્યવાળું રત્ન આપું.” તે સાંભળીને તે લોકોમાંથી કોઈ પણ તેમ કરવાને તૈયાર થયોં નહીં, સર્વ જનો મૌન ઘરી રહ્યા. ત્યારે અભયકુમારે મુનિને કહ્યું કે “હે સ્વામી! આપે તો શ્રી વીર પ્રભુની સાક્ષીએ પાંચ ઇન્દ્રિયોના વિષયોનું પ્રત્યાખ્યાન કર્યું છે, તેથી આ પાંચ રત્નો આપ ગ્રહણ કરો.” મુનિ બોલ્યા કે “એ રત્નોને હું શું કરું? મને તો કાંચન અને પાષાણમાં સમાન બુદ્ધિ છે. મેં તો ત્રિવિષે ત્રિવિઘે શરીરની શુશ્રુષા કરવાનો અને પરિગ્રહમાત્રનો ત્યાગ કરેલો છે. ઇન્દ્રાદિકના સુખની પણ મને ત્રિકાળે પણ ઇચ્છા નથી.” તે સાંભળીને સર્વ પૌરલોકો વિસ્મય પામી કહેવા લાગ્યા કે “અહો! આ મુનિ ખરેખરા નિઃસ્પૃહી છે. આપણે મૂર્ખાએ આજ સુધી તેની ફોગટ નિંદા કરી.” આ પ્રમાણે તેમના મુખથી મુનિની સ્તુતિ સાંભળીને કૃતાર્થ થયેલો અભયકુમાર મુનિને નમન કરી જૈનઘર્મનો મહિમા વઘારીને પોતાને ઘેર ગયો, અને સુભદ્ર મુનિ શુભ ઉપયોગથી પૂર્ણ થયા સતા આત્મકાર્ય સાઘવામાં તત્પર થયા. “ઇન્દ્રિયોના વિષયો પ્રાપ્ત થાય ત્યારે શ્રી વિરપ્રભુના વાક્યનું સ્મરણ કરીને તે વિષયો પર જરા પણ વિશ્વાસ કરવો નહીં. જુઓ! ઇન્દ્રિયોને વશ કરવાથી સુભદ્ર મુનિએ એકાંતે રહીને આત્મભાવ પ્રગટ કર્યો.” Page #110 -------------------------------------------------------------------------- ________________ ૧૦૧ વ્યાખ્યાન ૩૦૯] ઇન્દ્રિયોનું સ્વરૂપ વ્યાખ્યાન ૩૦૯ ઇન્દ્રિયોનું સ્વરૂપ आत्मानं विषयैः पाशैर्भववासपराङ्मुखम् । इन्द्रियाणि निबध्नन्ति, मोहराजस्य किंकराः॥१॥ ભાવાર્થ-“ભવવાસથી એટલે સંસારમાં રહેવાથી પરામુખ થયેલા એવા ઉદ્વિગ્ન વૈરાગી આત્માને પણ મોહરાજાના કિંકર રૂપ ઇન્દ્રિયો વિષય રૂપી પાશ વડે બાંધી લે છે, અને તેને પાછા સંસારમાં ભમાવે છે.” તે ઉપર સુકુમારિકાનો પ્રબંઘ છે તે આ પ્રમાણે– સુકુમારિકા સાધ્વીની કથા વસંતપુરના રાજાના સસક અને ભસક નામના પુત્રોએ વૈરાગ્યથી દીક્ષા લીધી. અનુક્રમે તેઓ ગીતાર્થ થયા. પછી તેમણે પોતાની બહેન સુકુમારિકાને પ્રતિબોધ પમાડી દીક્ષા આપી. તે સુકુમારિકા અત્યંત સ્વરૂપવાન હોવાથી અનેક યુવાન પુરુષોનાં ચિત્તનું આકર્ષણ કરતી હતી. તેથી તે યુવાન પુરુષો સાથ્વીના ઉપાશ્રયમાં પ્રવેશ કરીને સુકુમારિકાના રૂપને રાગદ્રષ્ટિથી જોતા હતા. તે ઉપદ્રવનો વૃત્તાંત મહત્તરા સાધ્વીએ તેના ભાઈઓને કહ્યો. એટલે તેઓ સુકુમારિકાને એક જુદા મકાનમાં રાખીને તેની રક્ષા કરવા લાગ્યા. સુકુમારિકાને ગુપ્ત રાખેલી જાણીને યુવાન પુરુષોએ તે બન્ને ભાઈઓની સાથે યુદ્ધ કરવા માંડ્યું. તે જોઈને સુકુમારિકાને વિચાર થયો કે, “મારા માટે મારા ભાઈઓ મોટો ક્લેશ પામે છે; માટે અનર્થ કરનારા એવા આ મારા શરીરને ધિક્કાર છે!” ઇત્યાદિ વિચાર કરીને વૈરાગ્યથી તેણે અનશન ગ્રહણ કર્યું. તેથી કેટલેક દિવસે તેનું શરીર એટલું બધું ક્ષીણ થઈ ગયું કે તેના ભાઈઓએ અતિશય મોહના વશથી તેને મૃત્યુ પામેલી જાણી. એટલે તે બન્નેએ ગામ બહાર તેને અરણ્યમાં પરઠવી દીધી. ત્યાં શીતળ વાયુના સ્પર્શથી તે ભાનમાં આવી. તેવામાં કોઈ સાર્થવાહે તેને જોઈ. એટલે “આ કોઈ સ્ત્રીરત્ન છે' એમ જાણી તે તેને પોતાના મુકામમાં લઈ ગયો. પછી અભંગ, ઉદ્વર્તન તથા ઔષઘ વગેરે કરીને તેણે તેને અનુક્રમે પૂર્વની જેમ સુંદર રૂપવતી કરી. પછી સુકુમારિકા તે પ્રકારની ભવિતવ્યતાથી અને કર્મની વિચિત્રતાને લીઘે “આ સાર્થવાહ મારો અનુપમ ઉપકારી અને વત્સલ છે' એમ માનવા લાગી. તેથી સાર્થવાહના કહેવા પ્રમાણે તેની સ્ત્રી થઈને કેટલોક કાળ તેને ઘેર રહી. એકદા તેણે પોતાના બન્ને ભાઈઓ (મુનિ)ને જોયા. એટલે તેમને વંદના કરીને તેણે પોતાનો સર્વ વૃત્તાન્ત નિવેદન કર્યો. તે સાંભળીને તેઓએ સાર્થવાહ પાસેથી તેને છોડાવીને ફરીથી પ્રતિબોધ આપ્યો કે सरित्सहस्रदुःपूर-समुद्रोदरसोदरः तृप्तौ नैवेन्द्रियग्रामो, भव तृप्तोऽन्तरात्मना ॥१॥ ભાવાર્થ-“હે ભવ્ય પ્રાણી! હજારો નદીઓના જળથી પણ જેનું ઉદર પૂર્ણ થતું નથી એવા સમુદ્રની જેવો ઇન્દ્રિયસમૂહ કદાપિ તૃતિ પામતો નથી. માટે અન્તરાત્માએ કરીને જ તું તૃપ્ત થા.” વિશેષાર્થ–“હે ભવ્ય! આ ઇન્દ્રિયો કોઈ પણ વખત તૃપ્ત થતી જ નથી. કેમકે નહીં ભોગવેલા ભોગની ઇચ્છા રહે છે, ભોગવતી વખતે તેમાં આસક્તિ રહે છે, અને ભોગવાયેલા ભોગનું સ્મરણ રહ્યા કરે છે. એટલે ત્રણે કાળમાં ઇન્દ્રિયોની અશુદ્ધ પ્રવૃત્તિ છે, અને ઇન્દ્રિયોના વિષયોમાં આસક્ત Page #111 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૫ [સ્તંભ ૨૧ થયેલા જીવની તેના ભોગ વડે કદાપિ તૃપ્તિ થતી જ નથી. તે ઇન્દ્રિયોનો સમૂહ કેવો છે? હજારો નદીઓના પ્રવાહવડે પણ નહીં પુરાતા સમુદ્ર જેવો છે. તે ઇન્દ્રિયોનો અભિલાષ શમસંતોષ વડે જ પૂરી શકાય તેમ છે. તેને માટે આ હિત કથન છે. તેથી હે ઉત્તમ જીવ! તું તારા આત્મસ્વરૂપે કરીને જ તૃપ્ત થા. આ જીવ સંસારચક્રમાં રહેલા પરભાવોને આત્મપણે (પોતાપણે) માનીને આ શરીર જ આત્મા છે' એવી રીતના બાહ્ય ભાવને વિષે આત્મબુદ્ધિ ધારણ કરી બાહ્યાત્મપણાને પામવાથી મોહમાં આસક્ત થયો સતો અનન્ત પુદ્ગલ પરાવર્ત સુધી સંસારચક્રમાં પર્યટન કરે છે. તે જ જીવ નિસર્ગથી (સ્વયમેવ) અથવા અઘિગમથી (પરના ઉપદેશથી) આત્મરૂપ તથા પર રૂપનો વિભાગ કરીને ‘હું શુદ્ધ છું’ એવો નિશ્ચય કરી સમ્યક્ રત્નત્રય સ્વરૂપવાળા આત્માને જ આત્મરૂપે જાણી તથા રાગાદિકનો પરભાવપણે નિશ્ચય કરી સમ્યગ્દષ્ટિવાળો અન્તરાત્મા થાય છે, (તે જ અંતરાત્મા કહેવાય છે); અને તે જ અંતરાત્મા સમ્યગ્દર્શનની પ્રાપ્તિને અવસરે નિર્ધાર કરેલા સંપૂર્ણ આત્મસ્વરૂપની પ્રાપ્તિ થવાથી પરમાત્મા બને છે, માટે ઇન્દ્રિયોના વિષયોનો ત્યાગ કરવો જ યોગ્ય છે. કહ્યું છે કે— स्फुरत्तृष्णामृगतृष्णानुकारिषु । इन्द्रियार्थेषु धावन्ति, त्यक्त्वा ज्ञानामृतं जडाः ॥१॥ પુરઃ पुरः ભાવાર્થ-જડ પુરુષો જ્ઞાનરૂપી અમૃતનો ત્યાગ કરીને આગળ આગળ સ્ફુરણાયમાન થતી ભોગપિપાસા (વિષયતૃષ્ણા) રૂપી મૃગતૃષ્ણા જેવા રૂપ રસ ગંઘ સ્પર્શ શબ્દ લક્ષણ ઇન્દ્રિયોના વિષયો તરફ દોડે છે, આતુર થાય છે.” તેને અર્થે અનેક પ્રકારનાં યત્ન, દંભ, વ્યાપાર, મુંડન વગેરે કર્મ કરે છે. તત્ત્વને નહીં જાણનારા (તત્ત્વવિકળ) લોકો ઇન્દ્રિયોના ભોગને સુખરૂપ માને છે, પરંતુ તે સુખ નથી પણ ભ્રાંતિ જ છે. કહ્યું છે કે– वारमणंतं भुत्ता, वंता चत्ताय धीरपुरिसेहिं । ते भोगा पुण इच्छइ, भोत्तुं तिह्वाउलो जीवो ॥१॥ ભાવાર્થ-ઘીર પુરુષોએ અનન્તીવાર ભોગવેલા, વમન કરેલા અને ત્યાગેલા ભોગોને આકુલવ્યાકુલ થયેલો તૃષ્ણાર્થી જીવ ફરી ફરીને ભોગવવાને ઇચ્છે છે. તેથી જ ચક્રવર્તી, વાસુદેવ, માંડલિક રાજાઓ અને કુંડરીક વગેરે અનેક પુરુષો વિષયોમાં મોહ પામવાથી નરકમાં દીન અવસ્થાને પામ્યા છે. ઘણું કહેવાથી શું! વિષયનો જરા પણ વિશ્વાસ કરવો નહીં. અહો! પૂર્વ ભવે આસ્વાદન કરેલા સમતા સુખનું સ્મરણ કરીને લવસત્તમ દેવતાઓ અનુત્તર વિમાનના સુખને પણ તૃણ સમાન ગણે છે. ઇન્દ્રાદિક પણ વિષયનો ત્યાગ કરવામાં અસમર્થ હોવાથી મુનિઓના ચરણકમળમાં પૃથ્વીપર આળોટે છે, માટે અનાદિકાળથી અનેક વાર ભોગવેલા વિષયોનો ત્યાગ જ કરવો; તેનો કિંચિત્ માત્ર પણ સંગ કરવો નહીં. પૂર્વપરિચિત (પૂર્વે ભોગવેલા) વિષયનું સ્મરણ પણ કરવું નહીં. નિગ્રંથ મુનિજનો તત્ત્વ જાણવાની ઇચ્છાથી શાસ્ત્રઅવલોકનવડે જ કાળ નિર્ગમન કરે છે; અને ‘નિર્મળ, નિઃસંગ તથા નિષ્કલંક એવા સિદ્ધભાવનો અમે ક્યારે સ્પર્શ કરીશું?’ ઇત્યાદિક ધ્યાનમાં જ મગ્ન રહે છે.’’ Page #112 -------------------------------------------------------------------------- ________________ ૧૦૩ વ્યાખ્યાન ૩૧૦] ઇન્દ્રિયજય કર્તવ્ય આ પ્રમાણેના બંધુ મુનિના ઉપદેશનાં વાક્યો સાંભળીને સુકુમારિકાએ ફરીથી ચારિત્ર ગ્રહણ કર્યું, અને નિર્મળ અંતઃકરણથી તેનું પ્રતિપાલન કરીને અનુક્રમે સ્વર્ગે ગઈ. ધીર પુરુષોને વિષે મુખ્ય એવા તે મુનિઓએ વિવિધ પ્રકારના વિષયરૂપી રથી બંઘાયા વિના જ ભ્રષ્ટ થયેલી પોતાની બહેનનો શીધ્ર ઉદ્ધાર કર્યો, અને તે પણ પાપને આલોવીને સ્વર્ગસુખને પામી.” વ્યાખ્યાન ૩૧૦ ઇન્દ્રિયજય કર્તવ્ય स्यादक्षाणां जयो त्यागात्यागोऽत्र परवस्तुषु । जनन्यादिष्वभिष्वंगं, स एव निर्जरां श्रयेत् ॥१॥ ભાવાર્થ-“ઇન્દ્રિયોનો જય, ત્યાગ કરવાથી થાય છે. ત્યાગ એટલે માતા-પિતા, સ્ત્રી વગેરે પરવસ્તુને વિષે જે અભિળંગ (રાગ) તેથી રહિત થવું તે. તે ત્યાગ જ નિર્જરાનો આશ્રય કરે છે, અર્થાત્ તેના ત્યાગથી જ નિર્જરા થાય છે.” આ પ્રસંગ ઉપર સુભાનુકુમારની કથા છે તે આ પ્રમાણે સુભાનુકુમારની કથા આ ભરતક્ષેત્રને વિષે મગધ દેશમાં સુવપ્રા નામે પુરી છે. તેમાં અરિદમન નામે રાજા હતો. તેને ઘારિણી નામે પટ્ટરાણી હતી. તેને દેવસમાન કાંતિવાળો સુભાનુ નામે કુમાર થયો હતો. તે કુમાર યુવાવસ્થા પામ્યો ત્યારે તેને તેના પિતાએ રૂ૫, લાવણ્ય અને કળાવાળી એકસો કન્યાઓ પરણાવી. તે સ્ત્રીઓની સાથે વિષયસુખ ભોગવતો સુભાનુકુમાર સુખે સુખે દિવસો નિર્ગમન કરતો હતો. એકદા શ્રી સંભવનાથ સ્વામી તે નગરીના ઉદ્યાનમાં સમવસર્યા. તે વૃત્તાંત વનપાળે આવીને સુભાનુકુમારને કહ્યો કે “અનેક કેવળી, અનેક વિપુલમતિ, અનેક 28જુમતિ, અનેક અવધિજ્ઞાની, અનેક પૂર્વઘર, અનેક આચાર્ય, અનેક ઉપાધ્યાય, અનેક તપસ્વી, અનેક નવદીક્ષિત મુનિઓ તથા અનેક દેવદેવીઓથી પરિવરેલા સર્વજ્ઞ, સર્વદર્શી અને આકાશમાં જેમની આગળ ઘર્મચક્ર ચાલે છે એવા શ્રી સંભવનાથ સ્વામી આપણા ઉદ્યાનમાં સમવસર્યા છે.” તે સાંભળી સુભાનુકુમાર પોતાની સોએ સ્ત્રીઓ સહિત મોટી સમૃદ્ધિથી તેમને વાંદવા નીકળ્યો; અને સમવસરણમાં રહેલા પ્રભુને વંદના કરીને વિનયપૂર્વક યોગ્ય સ્થાને બેઠો. તે વખતે સ્વામીએ દેશનાનો આરંભ કર્યો કે–“સર્વ ઘર્મને વિષે મુખ્ય હેતુ પરભાવનો ત્યાગ કરવો તે જ છે. તેમાં સ્વદ્રવ્ય, સ્વ-ક્ષેત્ર, સ્વ-કાલ અને સ્વભાવપણાએ કરીને સ્થાતિ નામના પહેલા ભાંગાથી ગ્રહણ કરેલા જે આત્માના પરિણામ તે પોતાના આત્માને વિષે રહેલો સ્વઘર્મ છે. તેનો સમવાય સંબંધે કરીને અભેદ હોવાથી તે આત્મઘર્મ તજવા યોગ્ય નથી; પણ અનાદિ કાળથી ચાલ્યા આવતા મિથ્યાદ્રષ્ટિપણાએ કરીને કુદેવાદિકને વિષે આસક્તિ વગેરે જે અપ્રશસ્ત ભાવ છે તેના ગ્રહણનો ત્યાગ કરવો યોગ્ય છે. તેમાં નામથી ત્યાગ શબ્દના આલાપ રૂપ છે. શાસ્ત્ર, યતિઘર્મ અને જિનપૂજા વગેરેમાં સ્થાપન કરેલો ત્યાગ તે સ્થાપના ત્યાગ છે. બાહ્યવૃત્તિથી ઇન્દ્રિયોના અભિલાષનો, આહારનો અને ઉપાથિ વગેરેનો જે ત્યાગ કરવો Page #113 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૫ [સ્તંભ ૨૧ તે દ્રવ્યત્યાગ છે અને અંતરંગ વૃત્તિથી રાગ, દ્વેષ તથા મિથ્યાત્વ વગેરે આસ્રવ પરિણતિનો ત્યાગ કરવો તે ભાવત્યાગ છે. ۹۱۰ વિષ ગરલ અનુષ્ઠાન વડે કરીને જે ત્યાગ તે નૈગમ, સંગ્રહ અને વ્યવહાર નયે સમજવો, કડવા વિપાકની ભીતિથી જે ત્યાગ તે ઋજુસૂત્ર નયે જાણવો, તદ્વેતુક્રિયાપણે ત્યાગ તે શબ્દ ને સમભિરૂઢ નયે સમજવો, અને વર્જવાના યત્ન વડે સર્વથા વર્જન તે એવંભૂત નયે સમજવું. ઇત્યાદિ અનેક યુક્તિવાળા ઉપદેશને સાંભળીને ચારિત્રમોહનીય કર્મના ક્ષયોપશમ વડે સર્વવિરતિ ગ્રહણ કરવાની જેની બુદ્ધિ થઈ છે એવો સુભાનુકુમાર પ્રભુના ચરણકમળમાં વંદના કરીને બોલ્યો કે ‘શરણરહિત પ્રાણીઓને શરણ આપવામાં સાર્થવાહ સમાન અને ભવસમુદ્રથી તારનાર એવા હે પ્રભુ! હે સ્વામી! મને સર્વવિરતિ સામાયિકનો ઉપદેશ કરો (આપો) કે જેથી વિષય કષાયાદિકનો ત્યાગ વૃદ્ધિ પામે.’’ તે સાંભળીને ભગવાને તેને સામાયિક ચારિત્ર આપ્યું. તેણે મહાવ્રત ગ્રહણપૂર્વક સાધુપણું અંગીકાર કર્યું. તે જ વખતે તેનું આયુષ્ય પૂર્ણ થવાથી તે કુમાર મૃત્યુ પામીને સ્વર્ગે ગયો. તેવામાં તે કુમારનો પિતા પરિવાર સહિત પ્રભુને વાંદવા આવ્યો. ત્યાં પોતાના પુત્રને મરેલો જોઈને તેને અતિ ખેદ થયો. તેની માતા પુત્રવિયોગથી વિલાપ કરતી રુદન કરવા લાગી. તે વખતે સુભાનુકુમારનો જીવ તત્કાળ દેવપણું પામીને પ્રભુની પાસે આવ્યો. ત્યાં પોતાના માતાપિતાને વિલાપ કરતાં જોઈને તે દેવે તેમને કહ્યું કે “તમને એવું શું દુઃખ પડ્યું છે કે પરમ સુખદાયક એવા શ્રી જિનેશ્વરના ચરણકમળને પામીને પણ તમે રુદન કરો છો?' તે સાભંળીને રાજા તથા રાણી બોલ્યા કે “અમારો અત્યંત પ્રિય પુત્ર મૃત્યુ પામ્યો, તેનો અમારે વિયોગ થયો, તે દુઃખ અમારાથી સહન થતું નથી.’’ દેવ બોલ્યો કે “હે રાજા! તે પુત્રનું શરીર તમને પ્રિય છે કે તેનો જીવ પ્રિય છે? જો તેનો જીવ પ્રિય હોય તો તે હું છું, માટે મારા પર પ્રીતિ કરો, અને જો તેનું શરીર પ્રિય હોય તો આ તેના પડેલા શરી૨ પર પ્રીતિ કરો. હે માતા! તમે કેમ વારંવાર વિલાપ કરો છો? તમારો પુત્ર કયે ઠેકાણે—શ૨ી૨માં કે જીવમાં-ક્યાં રહેલો છે? તેનું શરીર અને જીવ એ બન્ને તમારી પાસે જ છે, માટે રુદન કરવું યુક્ત નથી.’’ તે સાંભળીને રાજા બોલ્યો કે “તારે વિષે અથવા આ પડેલા શરીરને વિષે એકે ઉપર અમને પ્રીતિ થતી નથી.’’ દેવ બોલ્યો કે ‘‘ત્યારે તો સ્વાર્થ જ સર્વ પ્રાણીને ઇષ્ટ છે, અને પરમાર્થ કોઈને ઇષ્ટ નથી એવું થયું. આ જગતના સર્વ પદાર્થ અનિત્ય છે, અસત્ય એવો સર્વ સંબંઘ અવાસ્તવિક છે. તેમાં તમે કેમ મોહ પામો છો? સર્વ લૌકિક સંબંધ ભ્રાંતિરૂપ જ છે. હે માતાપિતા! વિરતિરહિત પ્રાણીઓનો સંબંધ અનાદિકાળથી હોય છે; પણ તે અધ્રુવ છે, માટે હવે શાશ્વત રહેનારા અને શુદ્ધ એવા શીલ શમ દમાદિ બંઘુઓનો સંબંધ કરવા યોગ્ય છે. મારો ને તમારો સંબંધ પણ અનાદિ છે; પરંતુ તે અનિત્ય હોવાથી હવે હું નિત્ય એવા શમદમાદિ બંધુઓ સાથે સંબંધ જોડવા ઇચ્છું છું—તેનો આશ્રય કરું છું. એક સમતારૂપી કાંતાને જ હું અંગીકાર કરું છું, અને સમાન ક્રિયાવાળી જ્ઞાતિને હું આદરું છું. બીજા સર્વ બાહ્ય વર્ગનો (બાહ્ય કુટુંબનો) ત્યાગ કરીને હું ધર્મસંન્યાસી થયો છું. ઉદયિક સંપદાઓનો ત્યાગ કરવાથી જ ક્ષાયોપશમિક સ્વસંપદા પ્રાસ થાય છે, અને ત્યાર પછી ક્ષાયિક ભાવની રત્નત્રયરૂપ સંપદા પ્રાપ્ત થાય છે.' ઇત્યાદિ દેવના કરેલા ઉપદેશથી રાજા પોતાના સમગ્ર કુટુંબ સહિત પ્રતિબોધ પામ્યો; એટલે તેમણે શ્રીમાન્ ૧. આ સાત નયે ત્યાગ બરાબર ગુરુગમથી સમજવા યોગ્ય છે. Page #114 -------------------------------------------------------------------------- ________________ ૧૦૫ s વ્યાખ્યાન ૩૧૧] જ્ઞાનયુક્ત ક્રિયા ફળદાયી સંભવનાથ સ્વામી પાસે દીક્ષા ગ્રહણ કરી અને મહાનંદપદની સાધનામાં પ્રવર્યા. અનુક્રમે મહાનંદપદ પ્રાપ્ત કર્યું. પોતાનો આત્મઘર્મ તિરોહિત થયો હોય તે પ્રશસ્ત યોગના સેવનથી સમ્યફ પ્રકારે આવિર્ભાવને પામે છે–પ્રગટ થાય છે, માટે સુભાનુકુમારની જેમ પરવસ્તુ પરના રાગનો તત્કાળ ત્યાગ કરવો, કે જેથી પ્રશસ્ત યોગ પ્રાપ્ત થાય.” વ્યાખ્યાન ૩૧૧ જ્ઞાનયુક્ત ક્રિયા ફળદાયી जिताक्षः साम्यशुद्धात्मा, तत्त्वबोधी क्रियापरः । विश्वांभोधेः स्वयं तीर्णः, अन्यानुत्तारणे क्षमः॥१॥ ભાવાર્થ-“સામ્યપણાએ કરીને જેને આત્મા શુદ્ધ છે, જેણે ઇન્દ્રિયોનો જય કરેલો છે, જે તત્ત્વને જાણે છે અને જે શુદ્ધ ક્રિયામાં તત્પર છે, તે પ્રાણી પોતે સંસારસાગરને તરે છે અને બીજાને તારવા સમર્થ થાય છે.” તત્ત્વબોઘી એટલે યથાર્થ સ્વરૂપને જાણનાર, ક્રિયાપર એટલે આત્મસાઘનના કારણને અનુસરનારી યોગપ્રવૃત્તિરૂપ અથવા આત્મગુણને અનુસરનારી આત્મવીર્યની પ્રવૃત્તિરૂપ એવી જે ક્રિયા તેમાં તત્પર થયેલો. જે કરાય તે ક્રિયા કહીએ. તે ક્રિયા સાધક અને બાઘક એવા ભેદે કરીને બે પ્રકારની છે. તેમાં આ અનાદિ સંસારમાં અશુદ્ધ એવી કાયા વગેરેના વ્યાપારથી ઉત્પન્ન થયેલી જે ક્રિયા તે બાધક ક્રિયા કહેવાય છે. અને શુદ્ધ એવી સમિતિ ગુતિ વગેરેથી ઉત્પન્ન થયેલી કાયાદિકની ક્રિયા તે સાઘક ક્રિયા કહેવાય છે. આ શુદ્ધ ક્રિયા અશુદ્ધ ક્રિયાને દૂર કરે છે. સંસારનો નાશ કરવા સારુ સંવર અને નિર્જરારૂપ ક્રિયા કરવી તે ભાવ ક્રિયા કહેવાય છે. બીજી નામ ક્રિયા, સ્થાપના ક્રિયા અને દ્રવ્ય ક્રિયા પૂર્વની જેમ જાણી લેવી. નૈગમ નય ક્રિયા કરવાના સંકલ્પને જ ક્રિયા કહે છે. સંગ્રહ નય સર્વે સંસારી જીવોને સક્રિય કહે છે. વ્યવહાર નય શરીર પર્યાતિ પૂર્ણ થયા પછીની ક્રિયાને ક્રિયા કહે છે. ઋજુસૂત્રનય કાર્યનું સાઘન કરવા માટે યોગવીર્યની પ્રવૃત્તિના પરિણામરૂપ ક્રિયાને ક્રિયા કહે છે. શબ્દ નય આત્મવિર્યની ફુરણારૂપ ક્રિયાને ક્રિયા કહે છે. સમભિરૂઢ નય આત્મગુણનું સાધન કરવા માટે કરાતી સકળ કર્તવ્ય વ્યાપારરૂપ ક્રિયાને ક્રિયા કહે છે; અને એવંભૂત નય આત્મતત્ત્વના એકત્વપણારૂપ વીર્યની તીક્ષ્ણતાને ઉત્પન્ન કરવામાં એકાંત સહાયકારક ગુણપરિણામરૂપ ક્રિયાને જ ક્રિયા કહે છે. અહીં સ્વરૂપનું ગ્રહણ અને પરભાવના ત્યાગરૂપ ક્રિયા જ મોક્ષને સાઘનારી છે. માટે જ્ઞાનતત્ત્વ વડે કરીને આત્મતત્ત્વ સાધવા માટે સમ્યક ક્રિયા કરવી જોઈએ. કહ્યું છે કે "ज्ञानाचारादयोऽपीष्टाः शुद्धस्वस्वपदावधि ।" પોતપોતાનું શુદ્ધ સ્થાન પ્રાપ્ત થાય ત્યાં સુધી જ્ઞાનાચાર વગેરે પણ ઇષ્ટ માનેલા છે. આનું તાત્પર્ય એ છે કે–સાયિક સમ્યક્ત્વ પ્રાપ્ત થાય ત્યાં સુધી નિરંતર નિઃશંકતા વગેરે આઠ દર્શનાચારનું સેવન કરવું. કેવળજ્ઞાન પ્રાપ્ત થાય ત્યાં સુધી કાળ, વિનય વગેરે આઠ જ્ઞાનાચારનું Page #115 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૫ સ્તિંભ ૨૧ નિરંતર સેવન કરવું. યથાખ્યાત ચારિત્ર પ્રાપ્ત થાય ત્યાં સુધી સમિતિ ગુણિરૂપ આઠ ચારિત્રાચારનું સેવન કરવું. શુક્લધ્યાન પ્રાપ્ત થાય ત્યાં સુધી તપાચારનું સેવન કરવું અને સર્વ સંવર પ્રાપ્ત થાય ત્યાં સુધી વીર્યાચારનું સેવન કરવું. આ પાંચ આચારનું પાલન કર્યા વિના મોક્ષની પ્રાપ્તિ થતી નથી. માટે જ્ઞાનપૂર્વક ક્રિયામાં તત્પર થયેલો, સમતાએ કરીને શુદ્ધ આત્માવાળો અને જિતેન્દ્રિય પુરુષ ભવસમુદ્રથી પોતે તરી જાય છે, અને પોતાને શરણે આવેલા બીજાઓને પણ ઉપદેશ આપીને તારવા સમર્થ થાય છે. તે આત્મારામી કહેવાય છે. જ્ઞાન ક્રિયાયુક્ત હોય તો જ હિતને માટે થાય છે, એટલું જ્ઞાન કાંઈ પણ હિત કરી શકતું નથી. કહ્યું છે કે क्रियाविरहितं हन्त, ज्ञानमात्रमनर्थकम् । गतिं विनापथज्ञोऽपि, नाप्नोति पुरमीप्सितम् ॥१॥ ભાવાર્થ-“ક્રિયારહિત એવું માત્ર જાણવારૂપ સંવેદન જ્ઞાન કે જે વાણીના વ્યાપારરૂપ અને મનના વિકલ્પરૂપ છે તે અનર્થક છે, વંધ્ય છે, એટલે મુક્તિને સાઘનારું નથી; કેમકે (પુરના) માર્ગને જાણનારો માણસ પણ ગતિરૂપ ક્રિયા કર્યા વિના કદી પણ ઇચ્છિત પુરને પામતો નથી.” તે જ વાતને દ્રઢ કરવા માટે કહે છે स्वानुकूलां क्रियां काले, ज्ञानपूर्णोऽप्यपेक्षते । પ્રપઃ સ્વાવશોજિ, તૈનપૂર્યાવિ યથા રા. ભાવાર્થ-“તત્ત્વબોઘની પ્રાપ્તિરૂપ સ્પર્શશાન કરીને પૂર્ણ છતાં પણ કાર્ય સાધનસમયે સ્વકાર્યને અનુકૂળ એવી ક્રિયાની અપેક્ષા રાખે છે; તે માટે જ મુનિ મહારાજ આવશ્યકાદિ ક્રિયા યથોક્ત કાળે કરે છે. કેમકે દીવો પોતે પ્રકાશમાન છતાં પણ તેલ પૂરવા વગેરેની અપેક્ષા રાખે છે. અર્થાત્ સ્વયંપ્રકાશી છતાં તેલ, વાટ, પવનથી રક્ષણ વગેરેની અપેક્ષા રહે છે. गुणवद् बहुमानाद्यैर्नित्यस्मृत्या च सत्क्रिया । जातं न पातयेद्भावमजातं जनयेदपि ॥१॥ ભાવાર્થ-“સંયમાદિક ગુણવાળાનું બહુમાન કરવા વડે, આદિ શબ્દ કરીને પાપની દુર્ગચ્છા (નિંદા) કરવા વડે અને અતિચારની આલોચનાદિ કરવા વડે, વળી પૂર્વે ગ્રહણ કરેલા વ્રતનું નિરંતર સ્મરણ કરવા વડે થયેલી જે સત્ ક્રિયા, અર્થાત્ તે તે ગુણયુક્ત થતી શુભ ક્રિયા તે ઉત્પન્ન થયેલા ભાવનો નાશ થવા દેતી નથી, અને નહીં ઉત્પન્ન થયેલા શુક્લધ્યાનાદિક ભાવને ઉત્પન્ન કરે છે.” શ્રેણિક રાજાને તથા કૃષ્ણ વાસુદેવ વગેરેને ગુણીના બહુમાનથી, મૃગાવતીને પાપના પશ્ચાત્તાપથી, અતિમુક્ત મુનિને અતિચારની આલોચના કરવાથી અને રતિસુંદરીને ઘર્મમાં સ્થિરતા રાખવાથી-ઇત્યાદિ અનેક કારણોથી અનેક ભવ્યજનોને પરમાનંદપદની પ્રાપ્તિ થઈ છે. અહીં પ્રસંગોચિત રતિસુંદરીની કથા છે તે આ પ્રમાણે - રતિસુંદરીની કથા સાકેતપુરમાં જિતશત્રુ રાજાને રતિસુંદરી નામે પુત્રી હતી. તે જ નગરમાં એક શ્રેષ્ઠીની પુત્રી ઋદ્ધિસુંદરી, મંત્રીની પુત્રી બુદ્ધિસુંદરી અને પુરોહિતની પુત્રી ગુણસુંદરી નામે હતી. એ ચારે Page #116 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૩૧૧] જ્ઞાનયુક્ત ક્રિયા ફળદાયી ૧૦૭ સખીઓ સુંદર રૂપવાળી હતી અને શ્રાવક ઘર્મ પાળનારી હોવાથી પરસ્પર પ્રેમવાળી હતી અને દેવગુરુના સ્થળમાં (દેરાસરે ને ઉપાશ્રયમાં) એકઠી મળીને ઘર્મગોષ્ઠી કરતી હતી. તેઓએ ઘર્મક્રિયા કરતાં પરપુરુષનો નિયમ લીઘેલો હતો. હવે નંદપુરનો રાજા ચાર સખીઓ પૈકી રાજપુત્રી રતિસુંદરીને પરણ્યો. તેનું રૂપ અને લાવણ્ય સર્વત્ર શ્લાઘા પામ્યું; તેથી હસ્તિનાપુરના રાજાએ એક દિવસ દૂત મોકલીને રતિસુંદરીની માગણી કરી. તે સાંભળીને નંદપુરના રાજાએ દૂતને કહ્યું કે “એક સામાન્ય માણસ પણ પોતાની પત્નીને આપતો નથી તો હું શી રીતે મારી પત્નીને આપીશ? માટે તું તારે સ્થાને પાછો ચાલ્યો જા.” તે સાંભળીને દૂતે જઈને પોતાના રાજાને સર્વ વાત કહી, તેથી રાજાએ નંદપુર પર ચડાઈ કરી. બન્ને રાજાનું યુદ્ધ થતાં હસ્તિનાપુરના રાજાનો જય થયો. તે રતિસુંદરીને બળાત્કારથી પોતાના પુરમાં લઈ ગયો. પછી તેણે રતિસુંદરીની પ્રાર્થના કરી, ત્યારે તે બોલી કે “મારે ચાર માસ સુધી શીલવ્રત પાળવાનો નિયમ છે.” તે સાંભળીને રાજાએ વિચાર્યું કે “ચાર માસ પછી પણ તે મારે જ આધીન છે. ક્યાં જવાની છે?” એમ વિચારી દિવસો નિર્ગમન કરવા લાગ્યો. રતિસુંદરી હમેશાં તેને પ્રતિબોધ આપવા લાગી, પણ રાજાનો રાગ તેના પરથી જરા પણ ઓછો થયો નહીં. એકદા રાજા બોલ્યો કે “હે ભદ્ર! તું હમેશાં મને ઉપદેશ આપે છે, તું તપ વડે અતિ કૃશ થઈ ગઈ છે, તેમજ શરીર પરથી સર્વ શૃંગાર કાઢી નાંખ્યા છે, તો પણ મારું મન તારામાં અતિ આસક્ત છે. તારા બીજા અંગના તો હું શું વખાણ કરું? પરંતુ એક તારા નેત્રનું પણ વર્ણન હું કરી શકતો નથી.” તે સાંભળીને રતિસુંદરીએ પોતાનાં નેત્રોને જ શીલલોપનું કારણ જાણી રાજાની સમક્ષ તત્કાળ છરી વડે બન્ને નેત્રો કાઢીને રાજાના હાથમાં આપ્યાં. તે જોઈ રાજાને અત્યંત ખેદ થયો. પછી તેને રતિસુંદરીએ સારી રીતે ઘર્મોપદેશ આપ્યો. રાજાએ પ્રતિબોઘ પામીને તેને ખમાવી; અને મારે માટે આ સ્ત્રીએ પોતાનાં નેત્રો કાઢી નાંખ્યા એમ જાણીને મનમાં અતિ દુઃખી થયો. રાજાનું દુઃખ નિવારણ કરવા માટે રતિસુંદરીએ દેવતાનું આરાધન કર્યું. તત્કાળ દેવતાએ રતિસુંદરીને નવાં નેત્ર આપ્યાં. પછી રાજાના આગ્રહથી કેટલાક દિવસ રોકાઈને પછી રતિસુંદરીએ દીક્ષા ગ્રહણ કરી. બીજી શ્રેષ્ઠીની પુત્રી જે ઋદ્ધિસુંદરી નામે હતી, તે તામ્રલિસિ નગરીમાં શ્રીવણિક નામના ઘનાઢ્યને પરણી હતી. તે વણિક તેને સાથે લઈને વેપાર માટે સમુદ્ર રસ્તે ચાલ્યો. માર્ગમાં વહાણ ભાંગવાથી તે દંપતી એક પાટિયાનું અવલંબન કરીને તરતાં તરતાં કોઈ એક દીપે નીકળ્યા. ત્યાં તેમણે એક ધ્વજા ઊંચી કરી રાખી. તે જોઈને કોઈ બીજા વણિકે પોતાનું વહાણ તે દ્વીપે લઈ જઈને તે બન્નેને તેમાં લઈ લીઘા. તે બીજો વણિક નૈઋદ્ધિસુંદરીને જોઈને તેના પર મોહ પામ્યો, તેથી ઋદ્ધિસુંદરીના પતિને તેણે ગુપ્ત રીતે સમુદ્રમાં નાખી દીધો. પછી તેણે ઋદ્ધિસુંદરીની પ્રાર્થના કરી. ત્યારે તેણે તેને સમજાવવા માટે ઘણો ઉપદેશ કર્યો, તો પણ તે વણિકનો મોહ ઓછો થયો નહીં. તે બોલ્યો કે “તારે માટે તો તારા પતિને મેં સમુદ્રમાં નાખી દીધો છે.” એ વાત જાણીને તેણે કાળ નિર્ગમન કરવા માટે કાંઈક મિષ બતાવ્યું. આગળ ચાલતાં તે વહાણ પણ ભાંગ્યું. ઋદ્ધિસુંદરી દૈવયોગે મળેલા એક પાટિયાથી તરીને સોપારક નામના નગરમાં આવી. તે જ નગરમાં તેનો પતિ પણ પાટિયાથી તરીને પ્રથમથી આવેલો હતો. તેની સાથે તેનો મેળાપ થયો. પેલો બીજો વણિક Page #117 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૫ [સ્તંભ ૨૧ પણ પાટિયું મળવાથી તરીને તે જ નગરમાં આવ્યો. તેને પોતાના પાપને લીધે કુષ્ઠનો વ્યાધિ થયો. એકદા તે પેલા દંપતીની નજરે પડ્યો; એટલે તેને વ્યાધિથી પીડાયેલો જોઈને તેનો પૂર્વ ઉપકાર સ્મરણ કરી તે દંપતીએ ઔષધ વગેરેથી તેને નીરોગી કર્યો. તે વિણકે તે દંપતી પાસે પોતાના પાપની ક્ષમા માગી; ત્યારે તે દંપતીએ તેને ઉપદેશ કરીને ઘર્મ પમાડ્યો. પછી તે બન્ને વણિકો વ્યાપાર કરી ઘન ઉપાર્જન કરીને પોતપોતાના નગરમાં ગયા. પછી કેટલોક કાળ સુખમાં નિર્ગમન કરીને ઋદ્ધિસુંદરીએ દીક્ષા લઈ આત્મસાઘન કર્યું. આ બે સખીઓની કથા કહી. હવે બીજી બે સખીની કથા આગળ કહેવામાં આવશે. “પ્રશાંત ચિત્ત વડે ઇન્દ્રિયોના જયપૂર્વક કરેલી ક્રિયા જ સફળ થાય છે, તેથી રતિસુંદરીની જેમ કષ્ટ પ્રાપ્ત થાય છતાં પણ સુશીલ સ્ત્રીઓ પોતાના કર્તવ્યને તજતી નથી.'' વ્યાખ્યાન ૩૧૨ તૃમ અને અતૃમનું સ્વરૂપ विषयोर्मिविषोद्गारः, स्यादतृप्तस्य पुद्गलैः । ध्यानसुधोद्गारपरंपरा ॥१॥ ज्ञानतृप्तस्य तु ભાવાર્થ-પૌદ્ગલિક સુખથી અતૃપ્ત એવા મનુષ્યને પુદ્ગલોએ કરીને વિષયની ઊર્મિરૂપી વિષના ઉદ્ગાર પ્રાપ્ત થાય છે (ઓડકાર આવે છે), અને જ્ઞાનથી તૃપ્ત થયેલાને તો ધ્યાનરૂપી અમૃતના ઉદ્ગારની પરંપરા પ્રાપ્ત થાય છે.’’ આત્મસ્વરૂપના સ્વાદથી રહિત એટલે જેણે તેનો સ્વાદ લીધો નથી એવા પુરુષને અંગરાગ, સ્ત્રીઓનું આલિંગન વગેરે પુદ્ગલોએ કરીને ઇન્દ્રિયવિલાસરૂપ વિષના ઉદ્ગાર પ્રાપ્ત થાય છે; અને આત્મતત્ત્વના અવબોધથી તૃપ્ત એટલે પૂર્ણ થયેલા પુરુષને તો શુભધ્યાનરૂપી અમૃતના ઉદ્ગારની પરંપરા પ્રાપ્ત થાય છે. આ પ્રસંગ ઉપર બુદ્ધિસુંદરીની કથા છે તે આ પ્રમાણે– બુદ્ધિસુંદરીની કથા ત્રીજી જે બુદ્ધિસુંદરી નામે પ્રધાનપુત્રી હતી તે અત્યંત રૂપવતી હતી. તેને એકદા રાજાએ જોઈ, તેથી તેના પર મોહ પામીને દૂતી મોકલી તેની પ્રાર્થના કરી; પણ બુદ્ધિસુંદરી અન્ય નરને ઇચ્છતી નહોતી, એટલે રાજાની માગણી તેણે કબૂલ કરી નહીં, તેથી ક્રોધ પામેલા રાજાએ કાંઈક પ્રપંચ કરીને પ્રધાનને તેના કુટુંબ સહિત કેદ કર્યો. પછી રાજાએ પ્રઘાનને કહ્યું કે ‘‘જ્યારે તું મારી આજ્ઞા કબૂલ કરીશ ત્યારે જ હું તને છોડીશ.'' પ્રધાને કહ્યું કે, “હે સ્વામી! આપ આજ્ઞા કરો, તે મારે પ્રમાણ છે.’” તે સાંભળીને રાજાએ સર્વને છોડી દીઘા ને બુદ્ધિસુંદરીને અંતઃપુરમાં રાખી તેની પ્રાર્થના કરી. બુદ્ધિસુંદરી બિલકુલ રાજાને ઇચ્છતી નહોતી. તેણે રાજાને ઉપદેશ આપ્યો કે संसारे स्वप्नवन्मिथ्या, तृप्तिः स्यादभिमानिकी । तथ्या तु भ्रांतिशून्यस्य, स्वात्मवीर्यविपाककृत् ॥१॥ ભાવાર્થ—“આ સંસારમાં અભિમાનથી ઉત્પન્ન થયેલી તૃપ્તિ સ્વપ્નની જેમ મિથ્યા છે, પણ ભ્રાંતિરહિત પુરુષને આત્મવીર્યનો વિપાક કરનારી જે તૃપ્તિ તે જ સત્ય તૃપ્તિ છે. Page #118 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૩૧૨] તૃત અને અતૃપ્તનું સ્વરૂપ ૧૦૯ વિશેષાર્થ-હે રાજા! દ્રવ્યથી ચાર ગતિરૂપ અને ભાવથી મિથ્યાત્વાદિક ભાવવાળા આ સંસારમાં “મેં છળ-બળ કરીને આ કાર્ય કર્યું, મારા જેવો જગતમાં કોઈ નથી.” એવા અભિમાનથી ઉત્પન્ન થયેલી તૃમિ સ્વપ્નની જેમ મિથ્યા એટલે માત્ર કલ્પનારૂપ જ છે, કેમકે તે તૃપ્તિ વિનશ્વર છે, પરવસ્તુ છે તથા આત્મસત્તાનો રોઘ કરનાર આઠ પ્રકારના કર્મના બંઘમાં કારણભૂત એવા રાગદ્વેષને ઉત્પન્ન કરનાર છે. માટે તે મૃગતૃષ્ણા જેવી વૃતિ સુખનો હેતુ નથી. પરંતુ ભ્રાંતિ રહિત એટલે સમ્યજ્ઞાને કરીને સહિત પુરુષને સ્વભાવ ને વિભાવના અનુભવવાળી જે તૃપ્તિ છે તે જ સત્ય સુખનો હેતુ છે. કેમકે તે તૃપ્તિ આત્મવીર્યનો વિપાક એટલે પુષ્ટિને કરનારી છે. सुखीनो विषयातृप्ताः, नेन्द्रोपेन्द्रादयोऽप्यहो । fમધુવઃ સુથ્વી નોવે, જ્ઞાનતૃપ્તો નિરંગનઃ મેરા ભાવાર્થ-“અહો! આ જગતમાં વિષયોથી અતૃપ્ત એવા ઇન્દ્ર, ઉપેન્દ્ર વગેરે સુખી નથી; માત્ર જ્ઞાનથી તૃપ્ત થયેલા નિરંજન એવા એક ભિક્ષુ જ સુખી છે.” વિશેષાર્થ-“અહો! ઇન્દ્ર તે દેવોના સ્વામી અને ઉપેન્દ્ર તે ચક્રવર્તી વાસુદેવ વગેરે તે કોઈ આ જગતમાં સુખી નથી; કેમકે તેઓ મનોહર ઇન્દ્રિયોના વિષયોને સેવતા છતાં નિરંતર અતૃપ્ત રહે છે. અનેક વનિતાઓના વિલાસથી, ષસ ભોજનના ગ્રાસથી, સુગંધી કુસુમના વાસથી અને રહેવાના સુંદર આવાસથી, તેમજ મૃદુ શબ્દના શ્રવણથી અને સુંદર સ્વરૂપોના નિરીક્ષણથી અસંખ્ય કાળ સુધી ઇન્દ્રિયોના વિષયોનો અનુભવ કરતાં છતાં પણ તેઓ તૃપ્ત થતા નથી, પરંતુ તે તૃપ્ત થાય જ કેમ? કારણ કે સર્વ વિષયો તૃતિના હેતુ જ નથી. માત્ર તેમાં સુખાદિકનો અસદારોપ જ કરેલો છે. આ ચૌદ રદ્ પ્રમાણ લોકમાં માત્ર એક ભિક્ષુ જ કે જે આહારાદિકમાં લુબ્ધ નથી, સંયમયાત્રા માટે જ તીક્ષ્ણ શીલનું પાલન કરે છે, અને સર્વ પરિગ્રહનો ત્યાગ કરે છે, તે જ સુખી છે; કેમકે તેઓ જ્ઞાન જે આત્મસ્વરૂપનો અવબોઘ તેના આસ્વાદન વડે તૃપ્ત થયેલ છે. વળી તે રાગાદિક અંજનની શ્યામતા રહિત છે, અને આત્મઘર્મના જ ભોક્તા છે.” આ પ્રમાણે અનેક પ્રકારે ઉપદેશ આપ્યો, તો પણ રાજા બોઘ પામ્યો નહીં. ત્યારે તે બુદ્ધિસુંદરીએ પોતાના જેવી જ એક પોલી પૂતળી કરાવીને તેમાં મદિરા ભરી. પછી ઘણે દિવસે જ્યારે રાજા આસક્તિનાં વચનોથી તેને બોલાવવા લાગ્યો, ત્યારે બુદ્ધિસુંદરીએ પાછળથી ગુપ્ત રીતે તે પૂતળીનું મુખ ઉઘાડ્યું, કે તરત જ તેમાંથી અત્યંત દુર્ગઘ નીકળી. તે જોઈ રાજા બોલ્યો કે “શું આ શરીર આવું દુર્ગઘવાળું છે?” તોપણ રાજાનો મોહ તેના પરથી ઓછો થયો નહીં. ત્યારે બુદ્ધિસુંદરીએ મહેલની ઊંચી બારીએથી પોતાનો દેહ પડતો મૂક્યો, તેથી તે મૂછ પામી. તે જોઈને રાજા અતિ ખેદ પામી તેની આસનાવાસના કરવા લાગ્યો. અનુક્રમે બુદ્ધિસુંદરી સાવધ થઈ, એટલે રાજાએ પરસ્ત્રીગમનનો નિયમ કર્યો. કેટલેક કાળે બુદ્ધિસુંદરી દીક્ષા લઈ આત્મજ્ઞાન વડે થતી સત્ય તૃતિને પ્રાપ્ત કરી મોક્ષપદ પામી. “સંપૂર્ણ કૃમિથી જ શીલ વગેરે સદ્ગણો શુભ આત્મામાં શોભાને પ્રાપ્ત થાય છે, તેથી બુદ્ધિસુંદરીની જેમ તેની પ્રશંસા આખા જગતમાં થાય છે, અને છેવટ તે મોક્ષપદને પામે છે.” Page #119 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૫ [સ્તંભ ૨૧ વ્યાખ્યાન ૩૧૩ લેપ્ય અને અલેપ્ય વિષે संसारे निवसन् स्वार्थ-सजः कजलवेश्मनि । लिप्यते निखिलो लोको, ज्ञानसिद्धो न लिप्यते ॥४॥ ભાવાર્થ-“સ્વાર્થમાં આસક્ત થયેલો સમગ્ર લોક કાજળના ગૃહ સમાન આ સંસારમાં વસતો સતો (કર્મ વડે) લેપાય છે, પણ જ્ઞાનથી સિદ્ધ થયેલો મનુષ્ય લપાતો નથી.” રાગાદિક પાપસ્થાનક રૂપ કાજળના ગૃહમાં અને તે રાગાદિકના નિમિત્તભૂત ઘન સ્વજનાદિકને ગ્રહણ કરવારૂપ સંસારમાં વસવાથી અહંકારાદિક સ્વાર્થમાં સજ્જ (તત્પર) થયેલો માણસ લેપાય છે, પણ હેય અને ઉપાદેયની પરીક્ષાએ કરીને વસ્તુ સ્વરૂપને જાણનારો જ્ઞાની લેપાતો નથી. આ સંબંધમાં ગુણસુંદરીની કથા છે તે આ પ્રમાણે ગુણસુંદરીની કથા ચોથી પુરોહિતની પુત્રી જે ગુણસુંદરી હતી, તેને શ્રાવસ્તી નગરીના રાજાના પુરોહિતનો પુત્ર પરણ્યો હતો. તે ગુણસુંદરી ઉપર સાકેતપુરનો રહેવાસી કોઈ બ્રાહ્મણ મોહ પામ્યો હતો; તેથી તે બ્રાહ્મણે ભીલની પલ્લીમાં જઈને પલ્લી પતિને કહ્યું કે “તમે શ્રાવસ્તી નગરીમાં લૂંટ કરો, હું તમને મદદ કરીશ. તેમાં જેટલું ઘન આવે તે સર્વ તમારે રાખવું અને એક ગુણસુંદરી મને આપવી.” એમ કહીને તે બ્રાહ્મણ પલ્લી પતિને તેના અનુચરો સહિત શ્રાવસ્તી લઈ ગયો. ત્યાં લૂંટ કરી, તેમાંથી તે બ્રાહ્મણ ગુણસુંદરીને લઈને કોઈક નગરમાં ગયો. ત્યાં તેણે ગુણસુંદરીને પોતાની સ્ત્રી થવા કહ્યું. ત્યારે તે બોલી કે “હાલ મારે નિયમ છે.” એમ કહીને કેટલાક દિવસો નિર્ગમન કર્યા. પછી ઔષઘના પ્રયોગથી તે તદ્દન અશુચિ શરીર રાખવા લાગી. તેનું તેવું દુર્ગધયુક્ત શરીર જોઈને બ્રાહ્મણને વૈરાગ્ય ઉત્પન્ન થયો. તે જાણીને ગુણસુંદરીએ તેને કહ્યું કે “મને મારા પિતાને ઘેર લઈ જા.” ત્યારે તે બ્રાહ્મણે તેને તેના પિતાને ઘેર પહોંચાડી. એકદા તે બ્રાહ્મણને સર્પ ડસ્યો. તે વખતે ગુણસુંદરીએ તેને સજ કર્યો. પછી તેને ગુરુ પાસે લઈ જઈને ઘમદેશના સંભળાવી. ગુરુ બોલ્યા કે “નિર્લેપ ગુણથી યુક્ત એવો જીવ અનેક ગુણોને પામે છે. ચૈતન્યનું સમગ્ર પરભાવના સંયોગના અભાવે કરીને સ્વભાવમાં અવસ્થિત રહેવાપણું તે નિર્લેપ ગુણ કહેવાય છે. કહ્યું છે કે– लिप्यते पुद्गलस्कन्धो, न लिप्ये पुद्गलैरहम् । चित्रोमांजनैनँव, ध्यायन्निति न लिप्यते ॥१॥ ભાવાર્થ-“પુગલોથી પુદ્ગલ સ્કંધો લેપાય છે, હું લપાતો નથી–જેમ વિચિત્ર પ્રકારના અંજનો વડે પણ આકાશ પાતું નથી તેમ. આ પ્રમાણે ધ્યાતો સંતો પ્રાણી (કર્મથી) લપાતો નથી.” વિશેષાર્થ–પરસ્પર એકઠા મળવાથી આશ્લેષ અને સંક્રમાદિ વડે પુદ્ગલના સ્કન્ધો લેપાય છે, એટલે અન્ય પુદ્ગલોથી ઉપચયને પામે છે; પરંતુ હું નિર્મળ ચિત્ સ્વરૂપ આત્મા પુદ્ગલના આશ્લેષવાળો નથી. વાસ્તવિક રીતે જીવને અને પુગલને તાદાત્મ સંબંઘ છે જ નહીં, માત્ર સંયોગ સંબંઘ છે, તે પણ ઉપાધિજન્ય છે. જેમ આકાશ વિચિત્ર અંજનથી લેપ્યા છતાં પણ લપાતું નથી, તેમ અમૂર્ત આત્મસ્વભાવવાળો હું એક ક્ષેત્રમાં રહેલા પુદ્ગલોથી પણ લપાતો નથી. આ Page #120 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૩૧૩] લેણ અને અલેપ્ય વિષે ૧૧૧ પ્રમાણે ધ્યાન કરતો જીવ કદાપિ લપાતો નથી. જે આત્મસ્વભાવને જાણનાર આત્મા આત્મવીર્યની શક્તિને આત્મામાં વાપરે છે, તે નવાં કમથી લપાતો નથી; કેમકે જ્યાં સુધી આત્મશક્તિ પરાનુયાયિની હોય છે ત્યાં સુધી આસ્રવ થાય છે, અને જ્યારે આત્મશક્તિ સ્વરૂપાનુયાયિની થાય છે ત્યારે સંવર થાય છે. કહ્યું છે કે तपःश्रुतादिना मत्तः, क्रियावानपि लिप्यते । માવિનાજ્ઞાનસંપત્તો, નિદિયોપિ ન તિર્થ રાં. ભાવાર્થ-“તપ અને કૃતાદિકથી મત્ત એવો મનુષ્ય ક્રિયાવાન હોય તો પણ તે લેપાય છે, અને ભાવનાજ્ઞાનથી યુક્ત ક્રિયા ન કરે તો પણ તે લપાતો નથી.” જિનકલ્પી સાઘુ વગેરેના જેવી ક્રિયાનો અભ્યાસી છતાં પણ તપ અને કૃતાદિકનો અભિમાની હોય છે તો તે નવાં કર્મ ગ્રહણ કરવા વડે લેપાય છે; કેમ કે આહારાદિકની લાલચથી ઘર્મના અભ્યાસમાં જે પ્રવૃત્તિ કરવી તે ધર્મ નથી, તેમાં શુભ ભાવનાની અપેક્ષા છે. તેથી જ તેવા શુભ ભાવનાજ્ઞાનથી સંપન્ન મનુષ્ય ક્રિયા ન કરે તો પણ કર્મથી લપાતો નથી. કહ્યું છે કે न कम्मुणा कम्म खवंति बाला, अकम्मुणा कम्म खवंति वीरा । मेहाविणो लोभमयावतीता, संतोसिणो नो पकरंति पावं ॥१॥ ભાવાર્થ-“અજ્ઞાની માણસો કર્મે કરીને (શુભ ક્રિયા કરવા વડે કરીને પણ) કર્મને ખપાવતા નથી. વીર પુરુષો કર્મ (શુભ ક્રિયા) નહીં કર્યા છતાં પણ કર્મને ખપાવે છે. બુદ્ધિવાળા માણસો લોભ ને મદથી રહિત હોય છે, તેવા સંતોષી જીવો પાપકર્મ કરતા જ નથી.” जहा कुम्मो सअंगाई, सए देहे समाहरे । પર્વ પવાફ મેદાવી, ફાસ્સા સમાહરે રા. ભાવાર્થ-“જેમ કાચબો પોતાના અંગોને પોતાના દેહમાં જ સંકોચી લે છે, તેમ બુદ્ધિશાળી માણસો શુભ અધ્યાસ વડે જ પાપનો સંહાર કરે છે.” આ પ્રમાણે ગુરુએ ઘર્મોપદેશ આપ્યો, તે સાંભળીને તે બ્રાહ્મણે પ્રતિબોધ પામી પરસ્ત્રીગમનના નિષેઘનો નિયમ લીઘો. ગુણસુંદરી પોતાના રૂપને અને સૌંદર્યને કૃશ કરવા માટે ચારિત્ર લઈ તપ કરવા લાગી. તે અનુક્રમે સ્વર્ગસુખને પામી. આ પ્રમાણે પૂર્વે વર્ણન કરેલી રતિસુંદરી વગેરે ચારે સખીઓ સ્વર્ગે ગઈ. ત્યાંથી ચ્યવીને ચંપાનગરીમાં ચાર જુદા જુદા શ્રીમંત ગૃહસ્થની પુત્રીઓ થઈ. તે ચારે વિનયંઘર નામના શ્રેષ્ઠીપુત્રની સાથે પરણી. એકદા રાજાએ તે ચારેને સમાન સ્વરૂપવાળી જોઈ. જાણે એક જ માતાથી ઉત્પન્ન થયેલી હોય તેવી સમાન લાવણ્યવાળી જોઈને તેમના પર રાજા મોહિત થયો; તેથી રાજાએ વિનયંઘર શ્રેષ્ઠીની સાથે કપટમૈત્રી કરી. વિનયંઘર રાજાનો માનીતો થવાથી રાજાના અંતઃપુરમાં પણ સ્વેચ્છાએ ગમનાગમન કરવા લાગ્યો. એકદા રાજાએ વિનયંઘરના હાથથી નીચેની ગાથા કાગળ પર લખાવી. एसच्छेर विचक्खणि, अज्ज उ भच्चस्स तुह विओअंमि । सा रयणी चउमासा, जामसहस्सं च वोलीणा ॥१॥ Page #121 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૧ [સ્તંભ ૨૧ ભાવાર્થ-“હે વિચક્ષણ સ્ત્રી! આ આશ્ચર્ય છે કે આજે આ કૃત્યને તારા વિયોગથી ચાર પ્રહરવાળી રાત્રિ પણ હજાર પ્રહર જેટલી લાંબી થઈ.” આ ગાથા લખાવીને રાજાએ પોતાની પાસે રાખી. કેટલાક દિવસો ગયા પછી વિનયંઘર તો તે વાત પણ ભૂલી ગયો. પછી રાજાએ તે ગાથા સભામાં બતાવીને કહ્યું કે “આ ગાથા વિનયંઘરે મારા અંતઃપુરમાં મોકલી છે.” આ પ્રમાણે તે શ્રેષ્ઠીની ચાર સ્ત્રીઓને ગ્રહણ કરવા માટે રાજાએ તેના પર ખોટું કલંક મૂકી તેને કારાગૃહમાં નાંખ્યો, અને તેની ચારે સ્ત્રીઓને પકડી લાવીને અંતઃપુરમાં રાખી. ત્યાં તે ચારે સ્ત્રીઓ બે ભવમાં પાળેલા શીલવ્રતના પ્રભાવથી તથા પતિવ્રત લોપ ન કરવાથી અત્યંત કદરૂપી થઈ ગઈ. તે જોઈને રાજાએ ભય પામી શ્રેષ્ઠીને છોડી દીઘો તથા તે સ્ત્રીઓને મુક્ત કરી. તે સ્ત્રીઓનો શીલપ્રભાવ પૃથ્વીપર વિસ્તાર પામ્યો. “તે ચારે સ્ત્રીઓના અંગ ઉપર કદાપિ કુશીલનો લેશ પણ સ્પર્શ થવા પામ્યો નહીં; અને આ લોકના અનેક પ્રકારનાં ભોગસુખો પ્રાપ્ત થયા છતાં પણ તેઓ લપાઈ નહીં, તેથી શુદ્ધ કર્મ કરીને સ્વર્ગસુખને પામી.” વ્યાખ્યાન ૩૧૪ મંત્રીપણાની નિંદા વિષે ध्यायत्यशुभकर्माणि, प्रत्यहं राष्ट्रचिन्तया । अनेकपापपाथोचिं, मंत्रित्वं नाद्रियेत् सुधीः॥१॥ ભાવાર્થ-“નિરંતર દેશના રક્ષણની ચિંતાથી મંત્રીને અશુભ કર્મોનું ધ્યાન કરવું પડે છે, માટે એવા અનેક પ્રકારનાં પાપના સમુદ્ર સમાન પ્રઘાનપદને ડાહ્યા માણસે આદરવું (સ્વીકારવું) નહીં.” આ પ્રસંગ ઉપર શકટાલ મંત્રીની કથા છે તે નીચે પ્રમાણે શકટાલ મંત્રીની કથા પાટલીપુર નગરમાં કોણિકના પુત્ર ઉદાયી રાજાના વંશમાં નંદ નામે રાજા થયો. તેને શકટાલ નામે મંત્રી હતો. તે મંત્રીને લક્ષ્મીવતી નામની પત્નીથી સ્થૂલભદ્ર અને શ્રીયક નામના બે પુત્રો થયા હતા. તે નગરમાં ચાતુર્યલક્ષ્મી અને સ્વરૂપલક્ષ્મીના ભંડાર જેવી કોશા નામની વેશ્યા રહેતી હતી. એકદા તે કોશાને જોઈને સ્થૂલભદ્ર તેના પર મોહિત થઈ તેને ઘેર ગયો અને ત્યાં રહ્યો. વિવિધ પ્રકારના વિલાસ કરતા તે બન્નેને અત્યંત નીવડ પ્રેમ બંઘાયો. અત્યંત અનુરાગી એવા તે બન્નેના શરીર ભિન્ન હતાં પણ તેમનું મન ભિન્ન નહોતું, તેથી નખ અને માંસની જેમ તેઓ એકબીજાના વિયોગને સહન કરી શકતા નહોતા. આવી દ્રઢ પ્રીતિ બંઘાયાથી સ્થૂલભદ્ર પોતાને ઘેર પણ જતો નહીં, રાત્રિદિવસ કોશાને ઘેર જ પડ્યો રહેતો. આ પ્રમાણે તેણે બાર વર્ષ ત્યાં નિર્ગમન કર્યા. અહીં રાજાની સભામાં હમેશાં વરરુચિ નામનો કવિ એકસો ને આઠ નવા શ્લોકો બનાવીને નંદ રાજાની સ્તવના કરતો હતો. તે સાંભળીને પ્રસન્ન થયેલો રાજા શકટાલ મંત્રીની સામું જોતો હતો; પણ તે કવિ મિથ્યાદ્રષ્ટિ હોવાથી મંત્રી તેના શ્લોકોની પ્રશંસા કરતો નહોતો, તેથી રાજા પ્રસન્ન થયા છતાં પણ તેને કાંઈ પણ દાન આપતો નહોતો. આ પ્રમાણે થવાથી “રાજા મંત્રીને આધીન છે' એમ વરરુચિના જાણવામાં આવ્યું. પછી કવિએ મંત્રીને પ્રસન્ન કરવાની તજવીજ કરતાં લોકોના Page #122 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૩૧૪]. મંત્રીપણાની નિંદા વિષે ૧૧૩ મુખથી જાણ્યું કે “મંત્રી પોતાની સ્ત્રીને આધીન છે.” તેથી તે કવિ પોતાના સ્વાર્થને માટે મંત્રીની સ્ત્રીની સેવા કરવા લાગ્યો. એકદા મંત્રીની સ્ત્રીએ પ્રસન્ન થઈને તેને કહ્યું કે “તમારે જે કામ હોય તે મને કહો.' ત્યારે તે બોલ્યો કે “હું રોજ રાજા પાસે નવા નવા શ્લોકો કરીને લઈ જાઉં છું, તેની પ્રશંસા જો મંત્રી કરે તો મને દ્રવ્યનો લાભ થાય. એટલે મારું કામ કરવાનું છે.” પછી તેના ઉપરોઘથી મંત્રીની સ્ત્રીએ મંત્રીને તેના શ્લોકની પ્રશંસા કરવા આગ્રહ કર્યો. મંત્રીએ કહ્યું કે “હું જૈનઘમી છું, માટે તે મિથ્યાત્વીની પ્રશંસા કરવી મારે યોગ્ય નથી. તોપણ હે પ્રિયા!તારા આગ્રહથી હું તેની પ્રશંસા કરીશ.” પછી રાજસભામાં જ્યારે વરરુચિ શ્લોકો બોલ્યો, ત્યારે મંત્રીએ તેની કવિત્વશક્તિની પ્રશંસા કરી; તેથી હર્ષિત થયેલા રાજાએ તેને એકસો આઠ દીનાર ઇનામ તરીકે આપ્યા. પછી તે જ પ્રમાણે તે કવિ હમેશાં એકસો આઠ નવા શ્લોકો બોલી તેટલું ઇનામ રાજા પાસેથી લેવા લાગ્યો. આમ થવાથી ભંડાર ખાલી થતો જોઈને મંત્રીએ રાજાને નિષેધ કરીને કહ્યું કે “હવે તો આ કવિ જૂના શ્લોકો બોલે છે, માટે તેને કાંઈ ઇનામ આપવું યોગ્ય નથી. જો આપને મારા વાક્ય પર વિશ્વાસ ન હોય તો મારી સાત પુત્રીઓ આપની પાસે આ કવિના બોલેલા શ્લોકો બોલી બતાવશે.” તે સાંભળીને આશ્ચર્ય પામેલા રાજાએ મંત્રીની સાત પુત્રીઓને બોલાવીને જવનિકામાં બેસાડી. તે પુત્રીઓનાં અનુક્રમે યક્ષા, યદિન્ના, ભૂતા, ભૂતદિન્ના, સેણા, વેણા અને રેણા એવાં નામ હતાં. તે સાતમાં મોટી યક્ષા હતી, તે એક વખત સાંભળેલું શાસ્ત્ર તત્કાળ ગ્રહણ કરતી હતી. એવી રીતે બીજી બે વાર સાંભળવાથી, એમ અનુક્રમે સાતમી સાત વાર સાંભળવાથી ગ્રહણ કરતી હતી. હવે તે વરરુચિને આજ્ઞા થતાં તે ૧૦૮ શ્લોક બોલ્યો. તે સાંભળીને યક્ષાએ તે જ પ્રમાણે તે શ્લોકો બોલી દેખાડ્યા. બીજી વાર સાંભળવાથી બીજી પુત્રીએ પણ તે જ પ્રમાણે બોલી બતાવ્યા. એવી રીતે અનુક્રમે સાત પુત્રીઓ બોલી ગઈ. તે સાંભળીને રાજાએ “પારકાં કાવ્યો પોતાના ઠરાવીને બોલે છે!” એમ કહી વરરુચિનો તિરસ્કાર કરીને તેને કાઢી મૂક્યો. પછી ખેદ પામેલો વરરુચિ ગંગાને કિનારે ગયો. ત્યાં એક યંત્ર ગોઠવી તેમાં એકસો ને આઠ દીનારની એક પોટકી બાંઘીને ગંગાના જળમાં ગુપ્ત રાખી. પ્રાત:કાળે ગંગાની સ્તુતિ કરી તે યંત્રને પગવતી દબાવ્યું, એટલે પેલી દીનારની પોટકી ઊડીને તેના હાથમાં પડી. એવી રીતે તે હમેશાં કરવા લાગ્યો. તે જોઈ લોકોએ વિસ્મય પામી રાજાને કહ્યું કે “અહો! ગંગા પણ આ કવિને હમેશાં સ્તુતિ કરવાથી ૧૦૮ દીનારનું દાન આપે છે.” તે વાત રાજાએ મંત્રીને કહી. ત્યારે મંત્રી બોલ્યો કે “હે સ્વામી! આપણે કાલે પ્રાત:કાળે જોવા જઈશું.” રાત્રિને સમયે મંત્રીએ પોતાના એક ખાનગી માણસને શીખવીને ગંગાને કિનારે મોકલ્યો. તે દૂત વૃક્ષની ઘટામાં પક્ષીની જેમ સંતાઈ રહ્યો. તેવામાં તે વરરુચિ છાની રીતે આવીને ગંગાના જળમાં રહેલા યંત્રમાં એકસો ને આઠ દીનારની પોટકી મૂકીને ઘેર ગયો. પાછળથી પેલા માણસે તે પોટકી કાઢી લઈને તેને ઠેકાણે કઠણ કાંકરા ભરી દીધા અને પેલી પોટકી મંત્રી પાસે જઈને તેને આપી. પ્રાતઃકાળે વરરુચિ બ્રાહ્મણ ગંગા કિનારે જઈને તેની સ્તુતિ કરવા લાગ્યો. તે વખતે મંત્રી સહિત રાજા તથા સર્વ પૌરજનો ત્યાં આવ્યા. તે કવિ વારંવાર સ્તુતિ કરીને પેલા યંત્રને પગવતી દબાવવા લાગ્યો; પણ દુર્ભાગીના મનોરથની જેમ તેના હાથમાં કાંઈ આવ્યું નહીં. તેથી તે જળમાં હાથ નાંખીને પોતે મૂકેલી પોટકી શોધવા લાગ્યો! તે જોઈ મંત્રી બોલ્યો કે “આજે ગંગાનદી તને કાંઈ આપતી નથી, પરંતુ પોતે જ તેના ભાગ ૫-૮). Jain Education Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૫ [સ્તંભ ૨૧ સ્થાપન કરેલું દ્રવ્ય વારંવાર શું કામ શોધે છે? લે આ તારું દ્રવ્ય. આજે આ ગંગા મારા પર પ્રસન્ન થઈ છે, તેથી મારા હાથમાં તારું ઘન આવ્યું છે.” એમ કહી પોતાની પાસે રાખેલી પેલી દીનારની પોટલી મંત્રીએ બતાવી. તે જોઈ રાજાએ પોતે જ આપેલા દ્રવ્યને ઓળખી તે બ્રાહ્મણની ઘણી નિંદા કરી, અને સૌ પોતપોતાને ઠેકાણે ગયા; પરંતુ મંત્રીની આ કૃતિથી ખેદ પામેલો વરરુચિ નિરંતર મંત્રીનાં છિદ્ર જોવા લાગ્યો. એકદા શ્રીયકનો વિવાહપ્રસંગ આવ્યો. તેને માટે મંત્રી સર્વ સામગ્રી તૈયાર કરવા લાગ્યો. તે વખતે તેને ઘેર અનેક શસ્ત્રો, વસ્ત્ર, અશ્વ, હાથી વગેરે જોઈને તે વરરુચિને છિદ્ર મળ્યું. એટલે તેણે નિશાળના સર્વ છોકરાઓને એક શ્લોક શીખવ્યો. તે આ પ્રમાણે यत्कर्ता शकटालोऽयं, तन्न जानाति पार्थिवः । । हत्वा नन्दं तस्य राज्ये, श्रीयकं स्थापयिष्यति ॥४॥ - ભાવાર્થ-“શકટાલ મંત્રી જે કરે છે તે રાજા જાણતો નથી. તે મંત્રી નંદરાજાને મારીને તેના રાજ્ય પર શ્રીયકને સ્થાપન કરશે.” આ શ્લોક છોકરાઓ ગામમાં સર્વત્ર બોલતા હતા. તે શ્લોક રાજાના સાંભળવામાં પણ આવ્યો. એટલે રાજાએ વિચાર્યું કે बालका यच्च भाषंते, भाषन्ते यच्च योषितः । औत्पातिकी च या भाषा, सा भवत्यन्यथा न हि ॥१॥ ભાવાર્થ-“બાળકો જે બોલે છે, સ્ત્રીઓ જે બોલે છે, અને જે આકાશવાણી થાય છે અથવા અકસ્માતુ કોઈ બોલી જાય છે તે કદી અસત્ય થતું નથી.” એમ વિચારી ખાતરી કરવા માટે રાજાએ પોતાના દૂતને મંત્રીને ઘેર જોવા મોકલ્યો. દૂતે જઈ આવીને તૈયારી સંબંધીની સર્વ હકીક્ત કહી બતાવી. તેથી રાજા મંત્રી પર અત્યંત ગુસ્સે થયો. પછી સભા વખતે મંત્રીએ આવીને પ્રણામ કર્યા, તે વખતે રાજાએ કોપથી અવળું મુખ કર્યું. રાજાની મનોવૃત્તિને જાણનાર મંત્રીએ તત્કાળ ઘેર આવી શ્રીયકને કહ્યું કે “રાજા કોઈ પિશુનના વાક્યથી મારા પર અત્યંત કોપાયમાન થયા છે, તેથી અકસ્માતુ આપણા કુળનો નાશ કરશે, માટે હે વત્સ! હું સભામાં જઈને જ્યારે રાજાને પ્રણામ કરું, ત્યારે તું ખડ્ઝ વડે મારું માથું કાપી નાંખજે. પછી રાજા તેમ કરવાનું કારણ તને પૂછે, ત્યારે તું કહેજે કે–સ્વામીનો અભક્ત એવો પિતા હોય તો તે પણ વઘ કરવા યોગ્ય છે.” તે સાંભળીને રોતાં રોતાં શ્રીયક બોલ્યો કે “હે પિતા! શું એવું ઘોર કર્મ ચાંડાળ પણ કદાપિ કરે?” મંત્રીએ કહ્યું કે “તું આવા વિચારો કરવાથી આપણા શત્રુના મનોરથ પૂર્ણ કરીશ; માટે યમરાજના જેવો પ્રચંડ રાજા જ્યાં સુધી આપણા આખા કુટુંબનો નાશ ન કરે, તેટલામાં માત્ર મારા એકના જ નાશથી આખા કુટુંબનું તું રક્ષણ કરી લે. વળી હું મુખમાં તાળપુટ વિષ નાંખી રાજાને પ્રણામ કરીશ, એટલે મૃત્યુ પામેલા એવા મારા શિરને છેદતાં તને પિતૃહત્યાનું પાતક લાગશે નહીં.” આ પ્રમાણે મંત્રીના બોઘથી શ્રીયકે પિતાની આજ્ઞા કબૂલ કરી. પછી રાજાને નમતા મંત્રીનું મસ્તક રાજાની સમક્ષ શ્રીયકે કાપી નાંખ્યું. તે જોઈ રાજા સંભ્રમથી બોલ્યો કે “હે. વત્સ! તેં આવું દુષ્કર્મ કેમ કર્યું?” શ્રીયક બોલ્યો કે “સ્વામીએ એમને દ્રોહ કરનાર જાણ્યા, તેથી મેં Page #124 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૩૧૪] મંત્રીપણાની નિંદા વિષે ૧૧૫ તેમનું મસ્તક છેવું છે, કૃત્ય તો સ્વામીના અભિપ્રાય પ્રમાણે વર્તનારા જ હોય છે.” પરિશિષ્ટ પર્વમાં આ સંબંધમાં કહ્યું છે કે भृत्यानां युज्यते दोषे, स्वयं ज्ञाते विचारणा । स्वामिज्ञाते प्रतिकारो, युज्यते न विचारणा ॥१॥ ભાવાર્થ-“ભૃત્યનો દોષ પોતે જામ્યો હોય તો તેમાં વિચાર કરવો યોગ્ય છે; પણ ભૂત્યનો દોષ સ્વામીએ જાણ્યો હોય તો તેનો પ્રતિકાર જ યોગ્ય છે, તેમાં વિચાર કરવો યોગ્ય નથી.” પછી રાજાની આજ્ઞાથી શ્રીયકે પિતાનું સર્વ મૃતકાર્ય કર્યું. પછી નંદરાજાએ શ્રીયકને કહ્યું કે રાજ્યના સર્વ કાર્યભાર સહિત આ મંત્રીપણાની મુદ્રા ગ્રહણ કર.” શ્રીયક બોલ્યો કે “હે પૂજ્ય! પિતા તુલ્ય મારો મોટો ભાઈ થૂલભદ્ર નામે છે, તે કોશા વેશ્યાને ઘેર પિતાની કૃપાથી નિબંઘપણે ભોગવિલાસ ભોગવે છે, તેને બાર વર્ષ વ્યતીત થઈ ગયાં છે; માટે તે મારો મોટો ભાઈ પિતાના સ્થાનને યોગ્ય છે.” તે સાંભળી રાજાએ સ્થૂલભદ્રને બોલાવીને મંત્રીપદ ગ્રહણ કરવા કહ્યું. ત્યારે સ્થૂલભદ્ર બોલ્યો કે “હે સ્વામી! હું વિચાર કરીને તે અંગીકાર કરીશ.” રાજાએ કહ્યું કે “હમણા જ વિચાર કરી લે.” તે સાંભળીને સ્થૂલભદ્ર અશોક વાડીમાં જઈ વિચાર કરવા લાગ્યો કે “રાજ્યનો કારભાર કરનારા મારા પિતાનો ચપળ કર્ણવાળા રાજાએ અકાળ મૃત્યુથી નાશ કર્યો. માટે રાજ્યના અધિકારીઓને સુખ ક્યાંથી હોય? કહ્યું છે કે त्यक्त्वा सर्वमपि स्वार्थं राजार्थं कुर्वतामपि । उपद्रवन्ति पिशुना, उद्बद्धानामिव द्विकाः॥१॥ ભાવાર્થ-“સર્વ સ્વાર્થનો ત્યાગ કરીને રાજાનું જ કાર્ય કરનાર બૃત્યોને પણ, ઊંચે બાંધેલા (શબ)ને જેમ કાગડાઓ ઉપદ્રવ કરે તેમ, પિશુનો ચાડિયાઓ) ઉપદ્રવ કરે છે.” __यथा स्वदेहद्रविण-व्ययेनापि प्रयत्यते । રાનાર્થે તકલાભાથે, ત્યતે ન થતા | ભાવાર્થ-“જેમ લોકો રાજાને માટે પોતાના દેહ અને ઘનનો વ્યય કરીને પણ યત્ન કરે છે, તેમ બુદ્ધિમાન લોકો આત્માને માટે કેમ યત્ન નથી કરતા?” આ પ્રમાણે વૈરાગ્યની ભાવના ભાવતાં સ્થૂલભદ્ર પોતાના કેશનો લોચ કરી રત્નકંબલની દશીયોનું રજોહરણ (ઓઘો) બનાવી સભામાં આવી રાજાને કહ્યું કે “મેં તો આ પ્રમાણે વિચાર્યું છે. તમને ઘર્મલાભ હો.” એમ કહી તે તત્કાળ રાજભવનમાંથી બહાર નીકળ્યા. તે જોઈને “શું આ કપટ કરી વેશ્યાને ઘેર પાછો જાય છે?” એવા અવિશ્વાસથી રાજા ગવાક્ષમાંથી તે બાજુ જોઈ રહ્યો. પણ સ્થૂલભદ્ર તો કોહી ગયેલા શબની દુર્ગઘથી જેમ નાક મરડીને ચાલે તેમ તે વેશ્યાના ઘર તરફ મોં મરડીને ચાલ્યા ગયા. તે જોઈને રાજાએ વિચાર્યું કે “અહો! આ તો પૂજ્ય વીતરાગ જેવા છે, તેને માટે મેં કરેલા ખોટા વિચારને ધિક્કાર હો!” એમ તે આત્મનિંદા કરવા લાગ્યો. સ્થૂલભદ્ર શ્રી સંભૂતિવિજય આચાર્ય પાસે જઈ સામાયિકના ઉચ્ચારપૂર્વક દીક્ષા અંગીકાર કરી. પછી રાજાએ મંત્રીની જગ્યાએ શ્રીયકને સ્થાપન કર્યો. શ્રીયક હમેશાં કોશાને ઘેર તેને | દિલાસો આપવા જવા લાગ્યો. તેને જોઈને કોશા સ્થૂલભદ્રના વિરહદુઃખથી રુદન કરતી હતી. Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૫ [સ્તંભ ૨૧ એકદા શ્રીયકે કોશાને કહ્યું કે “હે આર્યે! આપણે શું કરીએ? પેલા પાપી વરરુચિએ મારા પિતાનો ઘાત કરાવ્યો અને તમને સ્થૂલભદ્રનો વિરહ કરાવ્યો.’’ કોશા બોલી કે ‘“તમે તેનું વૈર લેવાનો ઉપાય વિચારીને મને કહો તો હું કરું.'' તે બોલ્યો કે જો તે વરરુચિ મદ્યપાન કરે તો વૈરનો બદલો લેવાનો વખત આવે, માટે તું તે મદ્યપાન કરે તેવું કર.' કોશાએ તેનું વાક્ય સ્વીકારી વરરુચિને મદ્ય પીતો કર્યો. પછી તે વાત કોશાએ શ્રીયકને કહી. તે સાંભળીને શ્રીયક હર્ષ પામ્યો. પછી એકદા શ્રીયક રાજસભામાં ગયો હતો. તેવે વખતે પ્રસંગોપાત્ત રાજા શકટાલ મંત્રીના ગુણોનું સ્મરણ કરીને તેની પ્રશંસા કરવા લાગ્યો. ત્યારે શ્રીયક બોલ્યો કે “હે સ્વામી! શું કરીએ? મદ્યપાન કરનાર વરરુચિએ આ સર્વ પાપકર્મ કર્યું છે.’’ રાજાએ પૂછ્યું કે “શું એ વરરુચિ મદ્યપાન કરે છે?’’ શ્રીયક બોલ્યો કે “હે સ્વામી! તે હું આપને બતાવીશ.’’ પછી બીજે દિવસે સર્વ સભા ભરાઈ હતી, વરરુચિ પણ આવેલો હતો. તે વખતે શ્રીયક મંત્રીએ શીખવી રાખેલા અનુચર પાસે રાજાને તથા સભાના સર્વ લોકોને એક એક કમળનું પુષ્પ અપાવ્યું. તેમાં વરરુચિને મીંઢોળના ચૂર્ણથી મિશ્રિત કરેલું કમળ અપાવ્યું. રાજા વગેરે સર્વજનો તે કમળને સૂંઘીને તેની સુગંધની પ્રશંસા કરવા લાગ્યા; તેથી વરરુચિ પણ પોતાના કમળને સૂંઘવા લાગ્યો, તેથી રાત્રીએ પીધેલી ચંદ્રહાસ મદિરાનું તેણે તરત જ વમન કર્યું. તે જોઈ સર્વ લોકોએ તેનો તિરસ્કાર કર્યો; એટલે તે સભામાંથી જતો રહ્યો. પછી લોકોમાં થતી પોતાની નિંદાને દૂર કરવાના હેતુથી તેણે સુરાપાનના પ્રાયશ્ચિત્ત માટે વિદ્વાનોને પૂછ્યું કે “સુરાપાનનું પ્રાયશ્ચિત્ત શું?” બ્રાહ્મણો બોલ્યા કે ‘શાસ્ત્રમાં કહ્યું છે કે તાપિતત્રપુષ: પાનું વિરાપાન પાપહત્ । એટલે તપાવેલા સીસાના રસનું પાન કરે તો મદિરાપાનનું પાપ દૂર થાય છે.’’ તે સાંભળીને વરરુચિએ સીસાના રસનું પાન કર્યું, તેથી તે તત્કાળ મૃત્યુ પામ્યો. અહીં સ્થૂલભદ્ર મુનિ ગુરુની સેવા કરતાં શ્રુતસમુદ્રના પારને પામ્યા. જે કારણ માટે ભોગાદિકનો તેમણે ત્યાગ કર્યો હતો તે કાર્ય તેમણે સારી રીતે નિરંતર સાધવા માંડ્યું. “ઊંચા પ્રકારના મંત્રીપદને હું શું કરું? મેં મૂર્ખાઈને લીધે બાલ્યાવસ્થાથી જ સ્ત્રીના ભોગવિલાસ વડે યુવાવસ્થા ગુમાવી છે.” એવી રીતે શ્રીયકના મોટા ભાઈ સ્થૂલભદ્ર મુનિ ભાવના ભાવતા હતા. “હે આત્મા! સ્ત્રીની સાથે ભોગવિલાસ કરતાં સર્વ ઇન્દ્રિયોના વિષયનું સુખ અનેક પ્રકારે ઇચ્છાનુસાર ભોગવ્યું; તો પછી પરાધીન એવા મંત્રીપદમાં શું વિશેષ સુખ મળવાનું છે?’’ એમ ઘારીને તેમણે સ્વાધીન એવું મુનિપદ ધારણ કર્યું.” વ્યાખ્યાન ૩૧૫ નિઃસ્પૃહતા स्वरूपप्राप्तितोऽधिक्यं, प्राप्तव्यं नावशिष्यते । ાભરાખસંપત્ત્વા, નિઃસ્પૃહો નાયતે મુનિઃ શાશા ભાવાર્થ-‘સ્વરૂપની પ્રાપ્તિથી બીજું કાંઈ પણ વિશેષ પામવા લાયક અવશેષ રહેતું નથી, તેથી આત્મારૂપી રાજાની સંપત્તિ પામીને મુનિ તદ્દન સ્પૃહા રહિત થાય છે.’’ Page #126 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૩૧૫] નિઃસ્પૃહતા ૧૧૭ સ્વરૂપ તે જ્ઞાનાદિ રત્નત્રય, અનંતવીર્ય, અવ્યાબાઘ, અમૂર્ત, આનંદરૂપ અને અવિનાશી એવું જે સિદ્ધત્વ તેનું શુદ્ધ પારિણામિક લક્ષણ જાણવું. તેની પ્રાપ્તિ થયા પછી બીજી કોઈ પામવા યોગ્ય વસ્તુ બાકી રહેતી નથી; તેથી કરીને આત્મારૂપી રાજાની સંપત્તિ પામવાથી બુદ્ધિપરિજ્ઞા વડે તજી દીઘા છે દ્રવ્ય ભાવ આસ્રવ જેણે એવા મુનિ નિઃસ્પૃહ થાય છે, અર્થાત્ સર્વ શરીરાદિકના પરિગ્રહમાં મૂચ્છરહિત થાય છે. આ પ્રસંગ ઉપર કાલવૈશિક રાજર્ષિનો પ્રબંઘ છે, તે આ પ્રમાણે કાલવૈશિક મુનિની કથા મથુરાનગરીનો રાજા જિતશત્રુ એકદા કાલી નામની વેશ્યાપર મોહિત થયો, એટલે તેને પોતાના અંતઃપુરમાં રાખી. તેની સાથે વિલાસ કરતાં તેને કાલવૈશિક નામે પુત્ર થયો. તે પુત્ર એકદા રાત્રે સૂતો હતો, તેવામાં તેણે શિયાળનો શબ્દ સાંભળી પોતાના મૃત્યોને પૂછ્યું કે “આ કોનો શબ્દ સંભળાય છે?” “ત્યોએ કહ્યું કે “હે કુમાર! શિયાળનો શબ્દ સંભળાય છે.” ત્યારે કુમારે કહ્યું કે “તે શિયાળને ચરણથી બાંધીને અહીં લઈ આવો.” મૃત્યોએ વનમાં જઈને એક શિયાળને બાંધી લાવીને કુમારને સોંપ્યું. પછી ક્રીડામાં આસક્ત કુમાર તેને વારંવાર મારવા લાગ્યો. તેના મારથી શિયાળ “ખી ખી' શબ્દ વારંવાર કરતું, પરંતુ તે જેમ જેમ ખી ખી’ શબ્દ કરતું, તેમ તેમ કુમાર વઘારે હસતો. એવી રીતે નિરંતર મારતાં તે શિયાળ મરણ પામ્યું, અને અકામ નિર્જરાથી મરીને વ્યંતરપણું પામ્યું. એકદા યુવાવસ્થા પામેલો કુમાર વનમાં ક્રીડા કરવા ગયો. ત્યાં કોઈ સાધુના મુખથી તેણે નીચે પ્રમાણે ઘમદશના સાંભળી निष्कासनीया विदुषा, स्पृहा चित्तगृहाद् बहिः । अनात्मरतिचांडाली - संगमगीकरोति या ॥१॥ ભાવાર્થ-“આત્મસમાધિ સાધવામાં ઉદ્યત થયેલા પંડિત પુરુષે સ્પૃહા એટલે પરાશાને ચિત્તરૂપી ઘરની બહાર કાઢી મૂકવી; કેમકે તે સ્પૃહા અનાત્મ એટલે પરભાવમાં રતિ(પ્રીતિ)રૂપી ચાંડાલીનો સંગ કરનારી છે. માટે સ્પૃહાને તજી દેવી. વળી– जे परभावे रत्ता, मत्ता विसएसु पावबहुलेसु । आसापासनिबद्धा, भमंति चउगइमहारन्ने ॥२॥ ભાવાર્થ-“જેઓ પરભાવમાં રક્ત છે, જેઓ ઘણાં પાપવાળાં ઇન્દ્રિયોના વિષયોમાં મત્ત છે, અને જેઓ આશાના પાશમાં બંધાયેલા છે તેઓ ચાર ગતિરૂપ મહા અરણ્યમાં ભ્રમણ કરે છે.” જેઓએ પરવસ્તુની આશારૂપી પાશ કાઢી નાંખ્યા છે એવા મુનિજન સ્વરૂપચિંતન અને સ્વરૂપરમણના અનુભવમાં લીન અને પીન (પુષ્ટ) થઈને તત્ત્વાનંદમ રમે છે–ક્રીડા કરે છે. કહ્યું છે કે तिणसंथारनिसन्नो, मुनिवरो भट्ठरागमयमोहो । जं पावइ मुत्तिसुहं, कत्तो तं चक्कवट्टी वि॥१॥ ભાવાર્થ-“તૃણના સંથારાપર બેઠેલા, અને જેના રાગ, મદ અને મોહ નાશ પામ્યા છે એવા શ્રેષ્ઠ મુનિ જે મુક્તિના સુખને પામે છે તે સુખની પ્રાપ્તિ ચક્રવર્તીને પણ ક્યાંથી હોય?” आयसहावविलासी, आयविसुद्धो वि यो निये धम्मे । નરસુરવિવિલાસ, તુજે નિસાર મન્નતિ મારા Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૫ સ્તિંભ ૨૧ ભાવાર્થ-જે આત્મા પોતાના સ્વરૂપમાં જ વિલાસી છે, અને જે આત્મા પોતાના ઘર્મમાં જ વિશુદ્ધ છે, તે આત્મા મનુષ્ય તથા દેવતાના વિષયવિલાસને તુચ્છ અને નિઃસાર માને છે.” ઇત્યાદિ ઘર્મવાક્ય સાંભળીને પ્રતિબોઘ પામેલા રાજકુમારે દીક્ષા ગ્રહણ કરી. અન્યદા એકલવિહાર પ્રતિમાને અંગીકાર કરી વિહાર કરતાં તે મુનિ મુદ્ગશૈલ નામના નગરે આવ્યા. તે વખતે તેને અર્થનો વ્યાધિ થયો હતો. તે વ્યાધિથી પીડાતા છતાં તે મુનિ કોઈ વખત મનમાં પણ તેના પ્રતિકારનું ચિંતન કરતા નહોતા; કેમકે તે પોતાના શરીર ઉપર પણ નિઃસ્પૃહ હતા. તે નગરનો રાજા મુનિનો બનેવી થતો હતો, તેથી તેની રાણી કે જે મુનિની બહેન હતી તેણે પોતાના ભાઈને અર્શના વ્યાધિથી પીડા પામતા જાણીને તથા તેને ઔષધ લેવાનો અભિગ્રહ છે તે વાત પણ જાણીને સ્નેહના વશથી અર્શને નાશ કરનાર ઔષધથી મિશ્ર કરેલું ભોજન તે મુનિને આપ્યું. મુનિએ તે આહાર વાપર્યો. પરંતુ તે વાપરતી વખતે તેની અંદર ઔષધ છે એમ જાણીને પશ્ચાત્તાપ કરતા સતા તેણે વિચાર્યું કે “મેં ઉપયોગ રાખ્યો નહીં, તેથી આ અયોગ્ય કાર્ય મારાથી થયું અને અર્શના જંતુનો નાશ ન કરવા સંબંધી અભિગ્રહનો મેં ભંગ કર્યો, પરંતુ આ સર્વ અનર્થ આહારની ઇચ્છાથી થયો છે, માટે હું આહારનો જ સર્વથા ત્યાગ કરું.” એમ વિચારીને પુરમાંથી બહાર નીકળી પાસેના પર્વત પર જઈ તેમણે મોટું અનશન સ્વીકાર્યું. તે મુનિને અનશન ગ્રહણ કરેલા જાણીને તેના શરીરનું ઉપદ્રવથી રક્ષણ કરવા માટે રાજાએ પોતાના કિંકરોને તેમની પાસે રાખ્યા. હવે પેલો શિયાળ જે મરીને વ્યન્તર થયો હતો તેણે અવઘિજ્ઞાન વડે પૂર્વભવનું વૈર સ્મરણ કરી મુનિને ઉપદ્રવ કરવા માટે બાળક સહિત શિયાળણી વિકર્થી; પરંતુ જ્યાં સુધી રાજાના કિંકરો તે મુનિ પાસે રહેતા, ત્યાં સુધી તે શિયાળણી મુનિને ઉપદ્રવ કરી શકતી નહોતી. પણ જ્યારે તે કિંકરો પાછા નગરમાં જતા ત્યારે તે શિયાળણી “ખી ખી’ શબ્દ કરતી મુનિને વારંવાર બટકાં ભરતી હતી. મુનિ તો તે શિયાળણીએ ઉપજાવેલી પીડાને તથા અર્શના વ્યાધિની પીડાને શાંત ચિત્તે સહન કરતા સતા નિસ્પૃહ ભાવને મૂકતા નહીં, પરંતુ ઘર્મધ્યાનમાં જ સ્થિર રહેતા હતા. આવી રીતે આર્તધ્યાનને વધારનાર રોગ સંબંઘી દુઃખ તથા રૌદ્રધ્યાનને વઘારનાર શિયાળણીના ઉપદ્રવનું દુઃખ પ્રાપ્ત થયા છતાં પણ તે મુનિએ આર્ત તથા રૌદ્ર ધ્યાન કર્યું નહીં. એ પ્રમાણે પંદર દિવસ સુધી શિયાળણીએ કરેલી મહાવ્યથાને સહન કરતા મહાસત્ત્વવાળા મુનિ પંદર દિવસનું અનશન પાળી સર્વ કર્મનો ક્ષય કરી કેવળજ્ઞાન પામી મોક્ષે ગયા. इति निस्पृह भावतो रुजं, परिषेहे मुनिकालवैशिकः । सकलैरपि साधुभिस्तथा, सहनीयोऽयमुदारनिःस्पृहः॥४॥ ભાવાર્થ-“આ પ્રમાણે નિસ્પૃહ ભાવને ઘારણ કરનાર કાલવૈશિક મુનિએ જેવી રીતે વ્યાધિને સહન કર્યો, તેવી રીતે સર્વ સાધુઓએ આ ઉદાર નિઃસ્પૃહ ગુણ ઘારણ કરવો.” | એ વિંશતિતમ રાંભ સમાપ્ત ૧ મરણ પર્યત આહાર ન ગ્રહણ કરવો તે મહા અનશન. Page #128 -------------------------------------------------------------------------- ________________ dલ ૨૨) વ્યાખ્યાન ૩૧૯ સમ્યક્ત્વ અને મુનિપણાની એકતા मन्यते यो जगत्तत्त्वं, स मुनि परिकीर्तितः । सम्यक्त्वमेव तन्मौने, मौनं सम्यक्त्वमेव च ॥१॥ ભાવાર્થ-જે જગતના તત્ત્વને માને છે (જાણે છે) તેને આચાર્યોએ મુનિ કહેલા છે, તે મુનિપણાને વિષે જ સમ્યકત્વ રહેલું છે, અને જે મુનિપણું છે તે સમ્યત્વ જ છે.” વિશેષાર્થ–શમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા ને આસ્તિક્યતા એ પાંચ લક્ષણે લક્ષિત એવા અને જીવ અજીવાત્મક જગતને જાણનારા જે હોય તે મુનિ કહીએ. જે જેવું જાણ્યું તે તે જ પ્રમાણે કર્યું, એમ હોવાથી તેમનું સમ્યત્વ તે જ મુનિત્વ છે, અને મૌનપણું–નિર્ચથત્વ તે જ સમ્યક્ત્વ છે. અહીં શુદ્ધ શ્રદ્ધાએ કરીને નિશ્ચય કરેલા આત્મસ્વભાવમાં જે રહેવું તે ચરણ કહેવાય છે. સમ્યમ્ દર્શન વડે નિર્ધારિત કરેલું અને સમ્યજ્ઞાન વડે વિભક્ત કરેલું જે આત્મસ્વરૂપ તેનું ઉપાદેયપણું એટલે તેનું તેવી જ રીતે અનુભવવું–તેમાં રમણ કરવું તે ચારિત્ર અથવા મુનિપણું કહેવાય છે; માટે એવંભૂત નયે સમ્યગ્રષ્ટિએ સમ્યક્ શ્રદ્ધાપૂર્વક તેનું તદ્ધતું આચરણ કરવું. ચોથા ગુણઠાણે હતા ત્યારે સાધ્યપણે જે ઘાયું હતું તે તે જ પ્રમાણે પ્રવૃત્તિ કરીને સિદ્ધાવસ્થામાં મુનિપણા વડે નિષ્પાદન કર્યું, તેથી શુદ્ધ સિદ્ધત્વ ઘર્મનો નિરઘાર તે જ સમ્યત્વ સમજવું અને સભ્યત્વ તે જ મુનિપણું સમજવું. આ સંબંઘમાં કુરુદત્તનો સંબંઘ છે તે નીચે પ્રમાણે કુરુદત્તની કથા - હસ્તિનાપુરમાં કુરુદત્ત નામે એક શ્રેષ્ઠીનો પુત્ર મહા સુખી હતો. તે એકદા ઘમદશનાને સમયે શ્રી ગુરુમહારાજ પાસે ગયો. ત્યાં તેણે સ્યાદ્વાદરૂપ આ વાક્ય હૃદયમાં ઘારણ કર્યું. ગુરુમહારાજે કહ્યું કે “આત્મજ્ઞાનની પ્રાપ્તિ માટે અનેક અન્ય દર્શનીઓ પરસ્પર વાદવિવાદ કરે છે. રેચક, કુંભક અને પૂરક વાયુનું અવલંબન કરીને પ્રાણાયામમાં પ્રવૃત્ત થાય છે, અને મૌન ઘારણ કરીને પર્વત તથા વનની ગુફાઓમાં પરિભ્રમણ કરે છે; તોપણ તેઓ શ્રી અર્હતે કહેલા આગમનું શ્રવણ કર્યા વિના સ્યાદ્વાદરૂપી આપવાક્યથી જ થઈ શકે તેવી સ્વભાવ તથા પરભાવની પરીક્ષા કરી શકતા નથી, અને સ્વસ્વભાવના અવબોઘ વિના તેઓની કાર્યસિદ્ધિ પણ થતી નથી. કહ્યું છે કે आत्माज्ञानभवं दुःख-मात्मज्ञानेन हन्यते । अभ्यस्य॑स्तत्तथा तेन, येनात्मा ज्ञानवान् भवेत् ॥१॥ ભાવાર્થ-“આત્માના અજ્ઞાનથી ઉત્પન્ન થયેલું દુઃખ આત્મજ્ઞાન વડે જ નાશ પામે છે; માટે તેવી રીતે અભ્યાસ કરવો જોઈએ કે જેથી આત્મા જ્ઞાનમય થાય.” અહીં ઉપાદાન સ્વરૂપમાં ર્તા વગેરે છ કારકરૂપી ચક્રમય આત્મા જ છે, આત્મા પોતે જ કર્તા છે. કાર્યરૂપ, કરણરૂપ, સંપ્રદાન, અપાદાન અને અથિકરણ પણ આત્મા પોતે જ છે. મહાભાષ્યમાં Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૫ [તંભ ૨૨ પણ કહ્યું છે કે “આત્મા એટલે જીવ કર્તારૂપ છે. તે પોતાના આત્માને એટલે અનંત શુદ્ધ ઘર્મ (પ્રકટ કરવા) રૂપ કાર્યને, આત્માએ કરીને એટલે આત્મશક્તિરૂપ કરણ વડે કરીને, આત્માને માટે એટલે આત્મસ્વરૂપ પ્રગટ કરવા માટે, આત્માથી એટલે આત્મભાવથી–પરભાવથી પૃથક્ એવા અપાદાનરૂપ આત્માથી, આત્મારૂપ આધારને વિષે એટલે અનંત ઘર્મપર્યાયોના પાત્રભૂત આત્માને વિષે પ્રકટ કરે છે.” તેથી કરીને જ મુનિ આત્મસ્વરૂપમાં મગ્ન રહે છે. જેમ સોજાથી થયેલી શરીરની પુષ્ટતા અસત્ય છે (ઇષ્ટ નથી), અને જેમ વઘસ્થાન પર લઈ જવાતા વધ્ય માણસને પહેરાવેલ કણેરની માળા વગેરે અલંકાર અસત્ય છે-શોભા આપનારા નથી, તેવી રીતે સંસારના સ્વરૂપને–ભવના ઉન્માદને જાણનાર મુનિ સમસ્ત પરભાવનો ત્યાગ કરીને અનંત ગુણરૂપ આત્મસ્વરૂપમાં જ તૃપ્ત રહે છે. સંસારનું સ્વરૂપ અસાર છે, નિષ્ફળ છે, અભોગ્ય છે (ભોગવવાને અયોગ્ય છે), તુચ્છ છે, ઇત્યાદિ જાણીને મુનિ આત્મસ્વરૂપમાં જ મગ્ન રહે છે.” આ પ્રમાણે ગુરુના મુખથી અધ્યાત્મ સ્વરૂપ સાંભળીને પ્રતિબોઘ પામેલા કુરુદત્તે દીક્ષા ગ્રહણ કરી. પછી મૃતનો અભ્યાસ કર્યો, અને એકલવિહાર પ્રતિમા અંગીકાર કરી, અર્થાત્ એકલા વિચારવા લાગ્યા. તે વિહાર કરતાં કરતાં એકદા સાકેત નગરની પાસે ચોથી પોરસીએ મંદરાચળના જેવી ઘીરતા ધારણ કરીને કાયોત્સર્ગ રહ્યા; તે સમયે કેટલાક ચોરો કોઈ ગામમાંથી ગાયોનું ઘણ હરીને તે મુનિની પાસે થઈને ચાલ્યા ગયા. કેટલીક વારે તેમની પાછળ ગાયોની શોઘ કરનારા નીકળ્યા. તેઓ પણ તે મુનિની નજીક આવ્યા. ત્યાં બે માર્ગ જોઈને તેઓએ મુનિને પૂછ્યું કે “હે સાથુ! ગાયોનું હરણ કરનાર તે ચોરો કયે રસ્તે ગયા?” તે સાંભળ્યા છતાં પણ મુનિએ તેમને કાંઈ જવાબ આપ્યો નહીં. કહ્યું છે કે “એકેન્દ્રિય જીવોને પણ વાણીના અનુચ્ચાર રૂપ મૌન તો સુલભ છે, સુપ્રાપ્ય છે, પણ તે મૌન મોક્ષસાઘક નથી; પરંતુ રમ્યારણ્ય પુગલોને વિષે પ્રવૃત્તિ નહીં કરવા રૂપ જે મૌન તે જ ઉત્તમ છે, પ્રશસ્ય છે.” તેવા ઉત્તમ મૌનને ઘારણ કરનાર અને આત્મસ્વરૂપમાં જ લીન થયેલા તે કુરુદત્ત મુનિ સત્ય છતાં પણ સાવદ્ય વાક્ય શી રીતે બોલે? કહ્યું છે કે “ર સત્યમ મારેત, પરપીડાલર વ:” સત્ય છતાં પણ પરને પીડા કરનારું વચન બોલવું નહીં. મુનિએ કાંઈ પણ જવાબ આપ્યો નહીં, તેથી ક્રોધથી વિહળ થયેલા તે દુષ્ટ લોકોએ જળથી આર્દ્ર થયેલી માટી લઈને તે મુનિના મસ્તક ઉપર પાળ બાંધી; અને તેમાં ચિતાના બળતા અંગારા નાંખીને ત્યાંથી જતા રહ્યા. તે અંગારાથી મુનિનું મસ્તક બળવા લાગ્યું, તો પણ મુનિ તો એવો જ વિચાર કરવા લાગ્યા કે “હે જીવ! તારા કલેવરને ઉત્પન્ન થતા આ દુઃખને તું સહન કર, કેમકે સ્વવશપણે દુઃખ સહન કરવું તે જ દુર્લભ છે; બાકી પરવશપણે તો તેં ઘણું દુઃખ સહન કર્યું છે ને કરીશ, પણ તેમાં કાંઈ ગુણ (લાભ) થશે નહીં, લાભ તો સ્વવશે સહન કરવાથી જ થશે.” એ પ્રમાણે વિચાર કરતાં મુનિએ મસ્તક અથવા મન જરા પણ કંપાવ્યું નહીં, અને તે ઉપસર્ગને સમ્ય પ્રકારે સહન કરી પરલોકનું સાઘન કર્યું. જેઓ કુરુદત્ત મુનિની જેમ “મૌન વ્રતમાં જ મુનિપણું રહેલું છે એવી ભાવના ભાવતા સતા નિર્દભપણે સમ્યગુ જ્ઞાનાદિક ત્રણ રત્નનું પરિપાલન કરે છે, તેઓ સ્યાદ્વાદ ઘર્મના આરાઘનથી થતા સુખને પ્રાપ્ત કરે છે.” Jain Education Interational Page #130 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૩૧૭] વિદ્યા અવિદ્યા ૧૨૧ વ્યાખ્યાન ૩૧૭ વિધા અવિધા यः पश्येन्नित्यमात्मानं, सा विद्या परमा मता । अनात्मसु ममत्वं य-दविद्या सा निगद्यते ॥१॥ ભાવાર્થ-“જે નિરંતર આત્માને જ જુએ છે તે શ્રેષ્ઠ વિદ્યા માનેલી છે, અને આત્માથી વ્યતિરિક્ત પદાર્થને વિષે જે મમતા તે અવિદ્યા કહેલી છે.” આત્માથી વ્યતિરિક્ત પુગલોને વિષે મમતા એટલે આ શરીર મારું છે, હું શરીરરૂપ જ છું” એવી રીતે જે માનવું તે અવિદ્યા એટલે ભ્રાંતિ જ છે. આ અર્થને યથાર્થ અવઘારણ કરવા માટે સમુદ્રપાળનો સંબંઘ જાણવા યોગ્ય છે તે આ પ્રમાણે સમદ્રપાળની કથા ચંપાનગરીમાં સમુદ્રદત્ત નામે એક શ્રેષ્ઠી રહેતો હતો. તે શ્રી વીરસ્વામીની દેશના સાંભળીને પ્રતિબોઘ પામ્યો હતો, તેથી તે શ્રાવકઘર્મ પાળતો હતો, અને નિગ્રંથપ્રવચનપ્રવીણ હતો. નિગ્રંથપ્રવચનમાં કહ્યું છે કે तरंगतरलां लक्ष्मी-मायुर्वायुवदस्थिरम् । __ अदभ्रधीरनुध्याये-दभ्रवद् भंगुरं वपुः॥१॥ ભાવાર્થ-“નિર્મળ બુદ્ધિવાળા (પુષ્ટબુદ્ધિવાળા) માણસ તરંગના જેવી ચંચળ લક્ષ્મીનું, વાયુના જેવા અસ્થિર આયુષ્યનું અને વાદળાના જેવા ક્ષણભંગુર શરીરનું ચિંતવન કરે છે.” અર્થાત્ લક્ષ્મી, આયુ અને શરીરને તે તે પદાર્થોની જેમ અસ્થિર માને છે, તેમાં સ્થિરપણાની બુદ્ધિ રાખતા નથી. લક્ષ્મીને તરંગ જેવી ચપળ માને છે, આયુષ્યને પ્રતિસમય વિનશ્વર અનેક વિધ્રોપયુક્ત માને છે, અને શરીરને વાદળાની જેમ ભંગુર-ભંગ થવાના શીળવાળું માને છે. વળી शुचीन्यप्यशुचीकर्तुं, समर्थेऽशुचिसंभवे । હે નતાવિના શૌચું, ઝનો મૂઠી વારો. ભાવાર્થ-“કર્પરાદિક પવિત્ર પદાર્થોને પણ અપવિત્ર કરવાને સમર્થ તથા રક્ત અને વીર્યરૂપ અપવિત્ર પદાર્થથી ઉત્પન્ન થયેલા એવા આ શરીરને વિષે જળાદિક વડે જે શૌચવિધિ માનવો તે મૂર્ખ માણસનો મોટો ભ્રમ છે.” અર્થાત્ ઇંદ્રિયોના આયતનભૂત શરીરમાં જળમૃત્તિકાના સંયોગ વડે શ્રોત્રિયાદિકની જેમ પવિત્ર થવાનું માનવું તે ભયકારી છે; કારણ કે આ શરીર તો કરાદિ સુગંધવાળા અને શુચિ પદાર્થોને પણ અશુચિ (અપવિત્ર) કરવાને સમર્થ છે. દેહના સંગથી બાવનાચંદનાદિકનું વિલેપન પણ અશુચિ થઈ જાય છે. તેની ઉત્પત્તિના સંબંઘમાં પણ કહ્યું છે– सुक्कं पिउणो माउए सोणियं, तदुभयं पि संसद्धं । तप्पढमाए जीवो, आहारे तत्थ उप्पन्नो ॥३॥ ભાવાર્થ-પિતાનું શુક્ર (વીર્ય) અને માતાનું રુધિર એ એના મિશ્રણમાં પ્રથમ તેનો જ આહાર લેતો સતો જીવ ઉત્પન્ન થાય છે.” એટલા માટે અસ્થિર, અપવિત્ર, ઉપાધિયુક્ત, નવાં કર્મબંઘનમાં કારણભૂત અને દ્રવ્યભાવ Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૫ [સ્તંભ ૨૨ અધિકરણરૂપ એવા આ શરીરના શા સંસ્કાર કરવા? માટે તેના શરીરના) સંસ્કારનું નિવારણ કરીને આત્મસ્વરૂપમાં આત્માનું જ પવિત્રપણું કરવું યોગ્ય છે. કહ્યું છે કે यः स्नात्वा समताकुंडे, हित्वा कश्मलजं मलम् । पुनर्न याति मालिन्यं, सोऽन्तरात्मा परः शुचिः॥१॥ ભાવાર્થ-“જે સમતારૂપ કુંડમાં સ્નાન કરીને પાપથી ઉત્પન્ન થયેલા મળનો ત્યાગ કરી ફરીથી મલિન થતો નથી તે અત્તરાત્મા પરમ શુચિ જાણવો.” સમુદ્રદત્ત શ્રી વીરસ્વામીના પ્રસાદથી આવા પ્રકારના ઘર્મનો જાણકાર અને તેમાં પ્રવીણ હતો. તે એકદા સમુદ્ર રસ્તે વહાણમાં બેસીને વ્યાપાર કરતો પિઠંડપુર આવ્યો. તે પુરમાં રહેનારા કોઈ વણિકે તેને પોતાની પુત્રી પરણાવી. તે સ્ત્રી ગર્ભવતી થઈ. પછી તેને લઈને સમુદ્રદત્ત પોતાના દેશ તરફ ચાલ્યો. માર્ગમાં વહાણમાં જ તે સ્ત્રીએ પુત્ર પ્રસવ્યો, તેનું નામ તેણે સમુદ્રપાળ પાડ્યું. અનુક્રમે તે શ્રેષ્ઠી ક્ષેમકુશળે પોતાને ઘેર આવી પહોંચ્યો. તે પુત્ર યુવાવસ્થા પામ્યો, એટલે માતાપિતાએ તેને રૂપવતી કન્યા પરણાવી. તેની સાથે વિષયસુખ અનુભવતો તે દિવસો નિર્ગમન કરવા લાગ્યો. એકદા તે ગામની શોભા જોવા માટે ગવાક્ષમાં બેઠો હતો, તેવામાં તેણે રક્તચંદનનું વિલેપન કરેલો, રાતા કણેરની માળા પહેરાવેલો અને વઘસ્થાન તરફ લઈ જવાતો એક વધ્ય પુરુષ જોયો. તેને જોઈને તે બોલ્યો કે “અહો! અશુભ કર્મનો કેવો માઠો વિપાક પ્રાણી અનુભવે છે? જુઓ! આ બિચારો આવી રીતે વધસ્થાન તરફ લઈ જવાય છે.” ઇત્યાદિ વિચાર કરતાં તેને પ્રતિબોઘ થયો. તેથી તેણે વિચાર્યું કે अविद्यातिमिरध्वंसे, दृशा विद्याञ्जनस्पृशा । पश्यन्ति परमात्मान-मात्मन्येव हि योगिनः॥१॥ ભાવાર્થ-“યોગીઓ અવિદ્યારૂપ અંઘકારનો નાશ થવાથી વિદ્યારૂપી અંજનથી લિપ્ત થયેલી દ્રષ્ટિ વડે આત્માને વિષે જ પરમાત્માને જુએ છે. પચ્ચક્રના વાયુને રૂંઘીને સમાધિ દશામાં રહેલા યોગીઓ આત્માને વિષે જ સમસ્ત કર્મકાળની વિટંબણાથી રહિત અને ઉત્કૃષ્ટપણે પ્રાપ્ત થયેલ સિદ્ધસ્વરૂપવાળા પરમાત્માને તત્ત્વબુદ્ધિરૂપ અંજનથી વ્યાપ્ત એવી દ્રષ્ટિ વડે અયથાર્થ ઉપયોગરૂપ અંઘકારનો નાશ થવાથી સમ્યગૂ દ્રષ્ટિપણાને લીધે જુએ છે.” | ઇત્યાદિ શુભ ધ્યાનમાં આરૂઢ થયેલા સમુદ્રપાળે માતાપિતાની આજ્ઞા લઈને દીક્ષા ગ્રહણ કરી. શ્રી ઉત્તરાધ્યયનમાં કહ્યું છે કે “મહાક્લેશ આપનાર એવા સર્વ સંગનો ત્યાગ કરીને તથા ક્લેશદાયક અને મહાભયનું કારણ એવા મોહનો ત્યાગ કરીને ઘર્મની રુચિવાળા પુરુષે પાંચ મહાવ્રત અને શીલનું પરિપાલન કરવું તથા પરિષહ સહેવા.” પરંતુ માત્ર વ્રતનો સ્વીકાર કરીને જ રહેવું નહીં, તેનું અપ્રમત્તપણે પરિપાલન કરવું, તેમજ કાળને ઉચિત એવી પ્રત્યુપેક્ષણા (પડિલેહણા) વગેરે ક્રિયાઓ કરીને દેશમાં તથા ગામમાં, જેવી રીતે સંયમની હાનિ ન થાય તેવી રીતે વિહાર કરવો. વળી કોઈ પણ ઇષ્ટ વસ્તુ જોઈને તેના અભિલાષી થવું નહીં, અને સ્ત્રી, પશુ, પંડગ વગેરેથી રહિત એવા ઉપાશ્રયનું સેવન કરવું. તેવી રીતે આચરણ કરવાથી તે કેવો થાય? તે વિષે Page #132 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૩૧૮] વિવેક ગુણ ૧૨૩ કહ્યું છે કે “સત્વજ્ઞાનને પામેલો મુનિ અનુત્તર એવા ક્ષાંત્યાદિ ઘર્મનો સંચય કરીને (આચરીને) યશસ્વી થઈ કેવળજ્ઞાન પામી આકાશમાં સૂર્ય પ્રકાશે તેમ જગતમાં પ્રકાશે છે, અને છેવટ પુણ્ય પાપનો સર્વથા ક્ષય કરીને અપુનરાગમનવાળા મોક્ષપદને પામે છે.” “યોગીજનો લોકોત્તર એવી જ્ઞાનદ્રષ્ટિએ કરીને પોતાના આત્મામાંથી મિથ્યા અવિદ્યાનો નાશ કરી સમુદ્રપાળની જેમ શુદ્ધ આત્મસ્વરૂપનો નિશ્ચય કરે છે, નિરઘાર કરે છે, તેને ઘારણ કરે છે.” વ્યાખ્યાન ૩૧૮ વિવેક ગુણ कर्म जीवं च संश्लिष्टं, सर्वदा क्षीरनीरवत् । विभिन्नीकुरुते योऽसौ, मुनिहंसो विवेकवान् ॥१॥ ભાવાર્થ-“સર્વદા દૂઘ અને જળની જેમ એકરૂપ થઈ ગયેલા એવા કર્મ અને જીવને આ વિવેકી મુનિરૂપી હંસ પૃથક્ કરે છે.” જ્ઞાનાવરણીય આદિક કર્મ અને સચ્ચિદાનંદરૂપ જીવ તે સર્વ કાળ દૂઘ અને જળની જેમ એકીભૂત થયેલા છે. તેને લક્ષણાદિ ભેદે કરીને જે પૃથક્ કરે છે, તે મુનિહંસ વિવેકવાન કહેવાય છે. વિશેષાર્થ-હેય ત્યાગ કરવા લાયક) અને ઉપાદેય (ગ્રહણ કરવા લાયક)ની જે પરીક્ષા તે વિવેક કહેવાય છે. તેના બે ભેદ છે–ઘન ઉપાર્જન કરવામાં, રાજનીતિમાં અને કુળનીતિ વગેરેમાં જે નિપુણતા તે લૌકિક વિવેક–દ્રવ્યવિવેક કહેવાય છે, અને લોકોત્તર એવો ભાવવિવેક તો ઘર્મનીતિ જાણનારને હોય છે. તેમાં પણ સ્વજન, દ્રવ્ય અને પોતાના દેહાદિકમાં જે રાગ–તેની વહેંચણ કરવી અર્થાત્ કરવા યોગ્ય નથી એમ વિચારવું, તે બાહ્યવિવેક કહેવાય છે; અને અશુદ્ધ ચેતનાથી ઉત્પન્ન થયેલ જ્ઞાનાવરણાદિક દ્રવ્યકર્મ તથા વિભાવાદિક ભાવકર્મ–તેની જે વહેંચણ કરવી–વિભાગ કરવો તે અત્યંતર વિવેક કહેવાય છે. કહ્યું છે કે देहात्माद्यविवेकोऽयं, सर्वदा सुलभो भवेत् । भवकोट्यापि तद्भदे, विवेकस्त्वतिदुर्लभः॥१॥ ભાવાર્થ–“દેહ એ જ આત્મા છે ઇત્યાદિ જે અવિવેક તે તો સર્વદા સુલભ છે; પણ તે બન્નેના ભેદમાં (ભેદ સંબંઘી) જે વિવેક તે કોટીભવે પણ અતિ દુર્લભ છે.” વિશેષાર્થ-આત્માના ત્રણ ભેદ છે. બાહ્યાભા, અત્તરાત્મા અને પરમાત્મા. જેને દેહ, મન, વાણી વગેરેમાં આત્મત્વ બુદ્ધિ છે, એટલે દેહ જ આત્મા છે વગેરે, એ પ્રમાણે સર્વ પૌગલિક પ્રવર્તનમાં જેને આત્મત્વ બુદ્ધિ છે તે બાહ્યાત્મા કહેવાય છે. તે મિથ્યાવૃષ્ટિ છે. કર્મ સહિત અવસ્થામાં પણ જ્ઞાનાદિ ઉપયોગ લક્ષણવાળા, નિર્વિકાર, અમર, અવ્યાબાદ અને સમગ્ર પરભાવથી મુક્ત એવા આત્માને વિષે જ જેને આત્મબુદ્ધિ છે તે અત્તરાત્મા કહેવાય છે. અવિરતિ સમ્યગુદ્રષ્ટિ (ચોથા) ગુણસ્થાનકથી આરંભીને બારમા ક્ષીણમોહ ગુણસ્થાનક સુધી અંતરાત્મા કહેવાય છે, અને જે કેવળજ્ઞાન તથા કેવળદર્શનના ઉપયોગવાળા છે તે પરમાત્મા કહેવાય છે. તે તેરમા ચૌદમા ગુણસ્થાનકે હોય છે. આવા ભેદના વિવેકે કરીને સર્વ સાધ્ય છે. Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૫ [સ્તંભ ૨૨ દેહ એટલે શરીર અને “આદિ' શબ્દથી મન, વાણી ને કાયા તેને વિષે “આ જ આત્મા છે' એમ જે માનવું તે અવિવેક છે. તે અવિવેક સંસારમાં સર્વદા સુલભ છે; ને શરીર અને આત્માની ભિન્નતાનું જે વિવેચન કરવું તે વિવેક છે; તેવો વિવેક કોટીભવે પણ અતિ દુર્લભ છે. સમ્યવૃષ્ટિ જીવને જ તેવું ભેદજ્ઞાન હોય છે. संयमास्त्रं विवेकेन, शाणेनोत्तेजितं मुनेः । धृतिधारोल्बणं कर्म-शत्रुच्छेदक्षमं भवेत् ॥१॥ ભાવાર્થ-વિવેકરૂપી શરાણે કરીને તેજસ્વી કરેલું અને વૃતિ(સંતોષ)રૂપ તીક્ષ્ણ ઘારવાળું પરભાવનિવૃત્તિરૂપ જે સંયમરૂપી શસ્ત્ર તે જ્ઞાનાવરણાદિ કર્મરૂપી શત્રુનો નાશ કરવાને સમર્થ થાય છે. આ જીવ અનાદિકાળથી મિથ્યાત્વ, અસંયમ અને અજ્ઞાનથી અઘિક્તિ થયેલો હોવાથી સંસારમાં પરિભ્રમણ કરે છે. તે જ જીવ ત્રિલોકના વત્સલ એવા જિનેશ્વરે કહેલા શ્રેષ્ઠ આગમના તત્ત્વરસનું પાન કરવા વડે સ્વ-પરના વિવેકને પ્રાપ્ત કરીને પરભાવ અને વિભાવથી નિવૃત્ત થઈ પરમ સ્વરૂપનો સાઘક થાય છે. આ સંબંઘમાં ઉદાહરણ છે તે નીચે પ્રમાણે શ્રમણભદ્રની કથા ચંપાનગરીમાં જિતશત્રુ રાજાને શ્રમણભદ્ર નામે પુત્ર હતો. તેણે એક દિવસ ઘર્મઘોષ નામના ગુરુમહારાજ પાસે ઘર્મોપદેશ સાંભળ્યો કે यथा योधैः कृतं युद्धं, स्वामिन्येवोपचर्यते । शुद्धात्मन्यविवेकेन, कर्मस्कन्धोर्जितं तथा ॥४॥ ભાવાર્થ-“જેમ સુભટોએ કરેલું યુદ્ધ રાજાને વિષે ઉપચાર કરાય છે, એટલે યુદ્ધનું જયપરાજયરૂપી ફળ રાજામાં આરોપણ કરાય છે–આ રાજા જીત્યો ને આ રાજા હાર્યો એમ કહેવાય છે, તેમ અવિવેક અને અસંયમે કરીને બંઘાયેલા કર્મઅંઘોના સામ્રાજ્યનો આરોપ પણ શુદ્ધ આત્માને વિષે જ કરાય છે.” ઇત્યાદિ ઘર્મોપદેશ સાંભળીને કામભોગથી વિરક્ત થયેલા તે મહાત્માએ દીક્ષા ગ્રહણ કરી. ગુરુની કૃપાથી તે શ્રમણભદ્ર મુનિ શ્રુતસાગરનો પાર પામ્યા, અને ગુરુની આજ્ઞાથી એકલવિહાર પ્રતિમા અંગીકાર કરી. અન્યદા તે મુનિ નીચી ભૂમિવાળા પ્રદેશોમાં વિહાર કરતા શરક્તને સમયે કોઈ મોટા અરણ્યમાં રાત્રીને વિષે પ્રતિમા ઘારણ કરીને રહ્યા. ત્યાં સોયના જેવા તીક્ષ્ણ મુખવાળા હજારો ડાંસો તે મુનિના કોમળ શરીર ઉપર લાગીને તેમનું લોહી પીવા લાગ્યા. ડંખવામાં તત્પર એવા નિરંતર વળગી રહેલા તે ડાંસોએ કરીને સુવર્ણના વર્ણ જેવા તે મુનિ જાણે લોહના વર્ણ જેવા હોય તેમ શ્યામવર્ણ થઈ ગયા. તે ડાંસીના ડંખથી મુનિના શરીરમાં મહા વેદના થતી હતી તો પણ ક્ષમાઘારી તે મુનિ તેને સહન કરતા હતા, અને તે ડાંસોને ઉડાડતા પણ નહોતા. ઊલટો તે એવો વિચાર કરતા હતા કે “આ વ્યથા મારે શી ગણતરીમાં છે? આથી અનન્તગણી વેદના નરકમાં મેં અનન્સીવાર સહન કરી છે. કેમકે परमाधार्मिकोत्पन्ना, मिथोजाः क्षेत्रजास्तथा । नारकाणां व्यथा वक्तुं, पार्यते ज्ञानिनापि न ॥१॥ Page #134 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૩૧૯] માધ્યચ્ચ ગુણ ૧૨૫ ભાવાર્થ-“નારકીઓની પરમાઘાર્મિક ઉત્પન્ન કરેલી, પરસ્પરની કરેલી તથા ક્ષેત્રથી ઉત્પન્ન થયેલી વ્યથાનું સંપૂર્ણ વર્ણન કરવાને જ્ઞાનીઓ પણ સમર્થ નથી.” વળી अन्यद्वपुरिदं जीवाजीवश्चान्यः शरीरतः । નાનાપતિ જો વા, રોતિ મમતાં તની રા. ભાવાર્થ-“આ શરીર જીવથી ભિન્ન છે, અને આ જીવ શરીરથી જુદો છે. એમ જાણતા છતાં પણ કયો ડાહ્યો માણસ શરીર પર મમતા કરે?” દેહ એ પુદ્ગલનો પિંડ છે, અને તે અનિત્ય છે. જીવ અમૂર્ત અને અચળ (નિત્ય) છે. તે જીવ અનન્ત જ્ઞાન, દર્શન અને ચારિત્ર ઘર્મવાળો છે, ચૈતન્ય સ્વરૂપ છે, સ્વ (પોતાના) રૂપનો કર્તા છે, સ્વ-રૂપનો ભોક્તા છે, સ્વ-રૂપમાં જ રમણ કરનાર છે, ભવભ્રમણથી શ્રાન્ત થયેલો છે અને પૌદ્ગલિક પરભાવના કર્તુત્વાદિ ઘર્મથી રહિત છે.” ઇત્યાદિ વિવેક કરીને શુભ ભાવ ભાવતા સતા તે મુનિ તે મહા વ્યથાને સહન કરતા હતા. તે ડાંસોથી તેમના શરીરનું સઘળું લોહી શોષાઈ ગયું, તેથી તે જ રાત્રિએ તે મુનિ કાળ કરીને સ્વર્ગે ગયા. “આ પ્રમાણે વિવેક ગુણને હૃદયમાં ઘારણ કરવાથી શ્રમણભદ્ર મુનિ સ્વર્ગસુખને પામ્યા. તે જ પ્રમાણે બીજા પણ નિપુણ મુનિવરોએ આ જિનવચનને અંગીકાર કરવા.” વ્યાખ્યાન ૩૧૯ માધ્યચ્ચ ગુણ रागकारणसंप्राप्ते, न भवेद्रागयुग्मनः । द्वेषहेतौ न च द्वेष-स्तन्माध्यस्थ्यगुणः स्मृतः॥१॥ ભાવાર્થ-“રાગનું કારણ પ્રાપ્ત થયા છતાં પણ જેનું મન રાગયુક્ત થતું નથી, તેમજ દ્વેષનું કારણ પ્રાપ્ત થયા છતાં પણ જેના મનમાં દ્વેષ ઉત્પન્ન થતો નથી તે માધ્યચ્ચ ગુણ કહેવાય છે.” આ પ્રસંગ ઉપર કથા કહે છે અહભિત્રની કથા કોઈ એક નગરમાં અર્વદત્ત અને અહન્મિત્ર નામના બે ભાઈઓ રહેતા હતા. તેમાં અઈન્મિત્રનો આત્મા હમેશાં ઘર્મમાં પ્રીતિવાળો હતો. તે હમેશાં ગુરુમહારાજના મુખથી ઘર્મોપદેશ સાંભળતો હતો. એકદા શ્રી ગુરુએ વ્યાખ્યાનમાં માધ્યચ્ચ ગુણનું વર્ણન કર્યું. તે આ પ્રમાણે– स्थीयतामनुपालंभ, मध्यस्थेनान्तरात्मना । कुतर्ककर्करक्षेपै-स्त्यज्यतां बालचापलम् ॥१॥ ભાવાર્થ-“હે ભવ્ય પ્રાણીઓ! કુતર્કરૂપી કાંકરા નાંખવા વડે બાળ એટલે અજ્ઞ–એકાંત જ્ઞાનમાં રક્ત એવું જે ચાપલ્ય તે મૂકી દો; અર્થાત્ કુતર્ક કરીને વસ્તુસ્વરૂપની અપેક્ષારહિત વચનવાળી ચપળતાનો ત્યાગ કરો, અને મધ્યસ્થ એટલે રાગદ્વેષ રહિત એવા અત્તરાત્માએ (સાઘક આત્માએ) કરીને આત્મસ્વરૂપના ઘાતરૂપ ઉપાલંભ રહિત રહો.” Page #135 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૫ स्वस्वकर्मकृतावेशाः, स्वस्वकर्मभुजो नराः । ન રામં નાપિ ચ દ્વેષ, મધ્યસ્થસ્તેષ ગતિ ારા ભાવાર્થ-‘પ્રાણીઓ પોતપોતાના કર્મના ઉદયથી શુભ કે અશુભ ફળની પ્રાપ્તિ થયે સતે પોતપોતાના કર્મના ફળને જ ભોગવે છે. એમ ધારીને સમાન ચિત્તવૃત્તિ ધારક માધ્યસ્થ ગુણધારી માણસ તે શુભાશુભ કર્મના ઉદયમાં રાગ કે દ્વેષને ધારણ કરતા નથી.’’ ૧૨૬ मनः स्याद्व्यापृतं यावत्, परदोषगुणग्रहे । कार्यं व्यग्रं वरं तावन् मध्यस्थेनात्मभावने || ३ || ભાવાર્થ—“જ્યારે મન, પરના દોષ અથવા ગુણને ગ્રહણ કરવામાં પ્રવૃત્ત થાય, ત્યારે મધ્યસ્થ પુરુષે તે મનને આત્મભાવનામાં સારી રીતે વ્યગ્ર કરવું–રોકી રાખવું તે જ શ્રેષ્ઠ છે.’’ આ શ્લોકે કરીને એમ સૂચિત થાય છે કે—“અમૂર્ત એવા આત્માનું અગુરુલઘુપણું, ષટ્ ગુણ હાનિ વૃદ્ધિએ પરિણમન અને ઉત્પાદ, વ્યય, ધ્રૌવ્ય વગેરે લક્ષણવાળા સ્વરૂપનું ચિંતન કરવામાં વ્યગ્ર થયેલા પ્રાણીને સંસારના ગુણદોષનું ચિંતન કરવાનો અવકાશ જ મળતો નથી; તેથી કરીને નિગ્રંથ મુનિઓ તેનું જ ચિંતન કરે છે, ભાવના ચક્રને ભાવે છે, દ્રવ્યાનુયોગ ગ્રંથના પ્રશ્નો કરે છે, અને પરસ્પર સ્વભાવ વિભાવના પરિણમનનું અવલોકન કરે છે.’’ વળી विभिन्ना अपि पन्थानः, समुद्रं सरितामिव । मध्यस्थानां परं ब्रह्म, प्राप्नुवन्त्येकमक्षयम् ॥४॥ ભાવાર્થ—“નદીઓને સમુદ્ર પ્રત્યે મળવાના અનેક જુદા જુદા માર્ગો હોય છે, તેમ મધ્યસ્થ પુરુષો પણ અનેક માર્ગો વડે એક અક્ષય પરબ્રહ્મને પામે છે; અર્થાત્ દ્રવ્યાચરણથી આરંભીને શુક્લધ્યાન સુધીના સર્વ સાધનો—માર્ગસાધનની પદ્ધતિઓ જુદી જુદી છતાં સમ્યવૃષ્ટિ અપુનર્બંધકથી માંડીને જિનકલ્પી વગેરે મધ્યસ્થ ભાવવર્તી જીવોને તે સર્વ એક પરબ્રહ્મને પમાડે છે; કેમકે સર્વ સાધનો-ઉપાયો એક શુદ્ધ આત્મસ્વરૂપમાં જ અવતરે છે, અને તે સર્વનું મોક્ષ સાધન કરવું તે એક જ સાધ્ય છે.’ स्वागमं रागमात्रेण, द्वेषमात्रात् परागमम् । न श्रयामस्त्यजामो वा, किं तु मध्यस्थया दृशा ॥ ५॥ [સ્તંભ ૨૨ ભાવાર્થ-અમે રાગમાત્રે કરીને જ જિનાગમનો આશ્રય કરતા નથી. એટલે કે અમારી કુળપરંપરાથી ચાલતો આવેલો ધર્મ આ છે, માટે અમારે તેનો જ આશ્રય કરવો જોઈએ એમ ધારીને તેનો આદર કરતા નથી, તેમજ કપિલાદિક પરશાસ્ત્ર પરકીય છે એવા દ્વેષમાત્રથી જ અમે તેનો ત્યાગ કરીએ છીએ તેમ નથી. પણ યથાર્થ વસ્તુસ્વરૂપની પ્રરૂપણા વડે તે સમ્યજ્ઞાનનું કારણ છે, એમ મધ્યસ્થ દૃષ્ટિ વડે પરીક્ષા કરીને જ અમે તેનો આશ્રય કરીએ છીએ.’’ કહ્યું છે કે— पक्षपातो न मे वीरे, न द्वेषः कपिलादिषु । યુમિદ્વપનું ચર્ચ, તસ્ય વાર્થ: પરિગ્રઃ ||શા ભાવાર્થ–મને વીરસ્વામી પર પક્ષપાત નથી, તેમજ કપિલાદિક (અન્યધર્મીઓ) ઉ૫૨ દ્વેષ નથી; પણ જેનું વચન યુક્તિવાળું હોય તેનું જ વચન ગ્રહણ કરવા લાયક છે, એવો મારો નિશ્ચય છે.’’ Page #136 -------------------------------------------------------------------------- ________________ નિર્ભયતા ગુણ વ્યાખ્યાન ૩૨૦] न श्रद्धयैव त्वयि पक्षपातो, न द्वेषमात्रादरुचिः परेषु । यथावदाप्तत्वपरीक्षया तु, त्वमेव वीरं प्रभुमाश्रयामः ||२|| ભાવાર્થ—“હે વીરસ્વામી! માત્ર શ્રદ્ધાએ કરીને જ તમારે વિષે મારો પક્ષપાત છે એમ નથી, તેમજ માત્ર દ્વેષથી જ બીજાઓ પર અરુચિ છે એમ પણ નથી; પરંતુ યથાસ્થિત આમપણાની પરીક્ષાએ કરીને જ તમને (વીરભગવાનને) અમે આશ્રયીએ છીએ–તમારો આશ્રય કરીએ છીએ.” ઇત્યાદિ ગુરુના મુખથી ધર્મદેશના સાંભળીને અર્હન્મિત્રે સ્વદારાસંતોષરૂપ નિયમ ગ્રહણ કર્યો. હવે તેના મોટાભાઈની વહુ તેના પર આસક્ત થઈને હાવભાવ કટાક્ષપૂર્વક મધુરવાણીથી તેને નિરંતર અનુકૂળ ઉપસર્ગ કરવા લાગી; પરંતુ અર્હન્મિત્ર તેના પર કિંચિત્ પણ આસક્ત થયો નહીં; આ પ્રમાણેનું સ્ત્રીચરિત્ર જોઈને પોતાના વ્રતના રક્ષણ માટે તેણે પાંચ મહાવ્રત ઉચ્ચરી દીક્ષા ગ્રહણ કરી. તેના પર આસક્ત થયેલી તે મોટાભાઈની વહુ મરીને કૂતરી થઈ. એકદા અર્હન્મિત્ર મુનિ વિહાર કરતાં તે કૂતરી હતી ત્યાં આવ્યા. તેને જોઈને તે કૂતરીએ તેને પતિની જેમ આલિંગન કર્યું. તે જોઈ લક્ત્રથી મુનિ નાસી ગયા. તે કૂતરી પણ મરીને મોટા અરણ્યમાં વાનરી થઈ. ભવિતવ્યતાના યોગથી તે અરણ્યમાં તે મુનિ આવી ચડ્યા. તેને જોઈને તે વાનરી પ્રથમની જેમ જ રાગથી તેને આલિંગન કરવા લાગી. તે જોઈ બીજા સાધુ તે મુનિની ‘વાનરીપતિ’ કહીને મશ્કરી કરવા લાગ્યા. તે સાંભળીને લગ્નથી ક્રોધયુક્ત થઈને મુનિ ત્યાંથી નાસી ગયા. તે વાનરી મરીને યક્ષિણી થઈ. તે મુનિને જોઈને તેને જાતિસ્મરણ થયું. 'તેથી તેણે વિચાર્યું કે “આ મુનિની મેં ઘણા ભવથી વાંછા કરી છે, પણ તે હજુ મને ઇચ્છતા નથી, તેથી આજે તો હું તેને આલિંગન કરું.’' એમ વિચારીને તેણે મુનિને આલિંગન કર્યું. તે જોઈને મુનિ ત્યાંથી નાઠા. માર્ગમાં નદીને ઓળંગવા માટે તે મુનિ જળમાં પ્રવેશ કરતા હતા તેવામાં તે યક્ષિણીએ તે મુનિનો એક પગ છેદી નાંખ્યો. તે જોઈને શાસનદેવીએ તે યક્ષિણીને તાડના કરી કહ્યું કે “હે પાપિણી! તું આ મુનિનો પરાભવ કરે છે તે યોગ્ય નથી. તારો પૂર્વભવ સાંભળ.’’ એમ કહી તેને તેનો પૂર્વભવ કહ્યો. તે સાંભળીને તે યક્ષિણીએ મુનિને મિથ્યાદુષ્કૃત આપીને ખમાવ્યા. પછી શાસનદેવીએ પોતાના દિવ્ય પ્રભાવથી મુનિનો છેદાયેલો પગ સાજો કર્યો. મુનિ પણ વિશેષ પ્રકારે સંયમનું પ્રતિપાલન કરીને સ્વર્ગે ગયા. ત્યાંથી ચ્યવી અનુક્રમે મોક્ષપદ પામશે. (આ કથા પ્રથમ લખી ગયા છતાં પ્રસંગને લીધે અહીં ફરી વાર લખી છે). પોતાના મોટા ભાઈની સ્ત્રીએ ઘણી વિડંબના પમાડી તેમજ અન્ય જનોએ મશ્કરી કરી તોપણ અર્હન્મિત્રે મધ્યસ્થભાવ છોડ્યો નહીં. તે પ્રમાણે સર્વ મુનિઓએ આચરણ કરવું.’ ૧૨૭ વ્યાખ્યાન ૩૨૦ નિર્ભયતા ગુણ एकं ब्रह्मास्त्रमादाय, निघ्नन्मोहचमूं मुनिः । बिभेति नैव संग्राम - शीर्षस्थ इव नागराट् ॥१॥ ૧ સામાન્ય વ્યંતરીઓનું અવધિજ્ઞાન બહુ અલ્પ હોય છે, તેથી તેના વડે તે ઓળખી કે જાણી શકતી નથી પણ જાતિસ્મરણ થવાથી જાણી શકે છે. Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૫ [તંભ ૨૨ - ભાવાર્થ-“બ્રહ્મજ્ઞાન એટલે આત્મસ્વરૂપના અવબોઘ રૂપ અદ્વિતીય શાસ્ત્રને-બ્રહ્માસ્ત્રને ગ્રહણ કરીને સંગ્રામને મોખરે રહેલા ગજવરની જેમ મોહરૂપી સૈન્યને હણતા એવા આત્મસ્વરૂપમાં આસક્ત મુનિ કોઈ વખત પણ ભય પામતા નથી. કષ્ટમાં પડ્યા સતા પણ કર્મના પરાજયમાં પ્રવર્તે છે–તેનો ભય ઘરાવતા નથી; કેમકે તે શરીરાદિક સમગ્ર પરભાવથી વિરક્ત હોય છે.” આ સંબંઘમાં સ્કન્દક ઋષિની કથા છે તે આ પ્રમાણે સ્કન્દક મુનિની કથા શ્રાવસ્તી નગરીમાં જિતશત્રુ રાજાનો પુત્ર સ્કન્દક નામે હતો. તે રાજાને પુરન્દરયેશા નામે એક કન્યા હતી. તેને રાજાએ કુંભકાર નગરના રાજા દંડકને પરણાવી હતી. તે દંડક રાજાને પાલક નામનો દુષ્ટ અને અભિવ્ય પુરોહિત હતો. અન્યદા વશમા તીર્થંકર શ્રી મુનિસુવ્રતસ્વામી શ્રાવસ્તીનગરીમાં સમવસર્યા. તેમનું આગમન સાંભળીને પોતાને ઘન્ય માનતો સ્કન્દક પ્રભુને વાંદવા ગયો. ત્યાં પ્રભુની દેશના સાંભળીને તેણે શ્રાવકઘર્મ અંગીકાર કર્યો. એકદા પાલક પુરોહિત કાંઈક રાજકાર્ય માટે શ્રાવસ્તી નગરીએ આવ્યો. તેણે રાજસભામાં મુનિઓની નિંદા કરી. તે સાંભળી સ્કન્દકે તેનો પરાજય કરી તેને નિરુત્તર કર્યો તેથી તે પાલક સ્કન્દકની ઉપર દ્વેષ ઘારણ કરતો પોતાને સ્થાને ગયો. અનુક્રમે ભોગવિલાસ સંબંધી સુખ ભોગવીને વિરક્ત ચિત્તવાળા સ્કન્દકે પાંચસો માણસ સહિત શ્રી જિનેન્દ્ર પાસે દીક્ષા ગ્રહણ કરી. અનુક્રમે ગીતાર્થ થયા, ત્યારે પ્રભુએ તે પાંચસો સાધુને તેના શિષ્ય તરીકે સ્થાપ્યા. એકદા સ્કન્દકાચાર્યે શ્રી પ્રભુને પૂછ્યું કે “હે સ્વામી! જો આપની આજ્ઞા હોય તો હું મારી બહેનના દેશમાં જાઉં.” પ્રભુ બોલ્યા કે “ત્યાં સર્વ સાધુઓને મરણ પર્યતનો ઉપદ્રવ ઉત્પન્ન થશે.” સ્કન્દકે પૂછ્યું કે “હે સ્વામી! તે ઉપસર્ગમાં અમે સર્વે આરાધક થઈશું કે વિરાઘક થઈશું?” સ્વામીએ કહ્યું કે “એક તમારા વિના બીજા સર્વે સાઘુઓ આરાઘક થશે.” તે સાંભળીને નિર્ભય એવા સ્કન્દકે વિચાર્યું કે “જે વિહારમાં આટલા બઘા સાધુ આરાઘક થાય તે વિહાર ખરેખર શુભકારી જ છે.” એમ વિચારીને ૫૦૦ સાઘુઓ સહિત અન્દકાચાર્યે ત્યાંથી વિહાર કર્યો. અનુક્રમે કુંભકાર નગરના ઉપવનમાં આવ્યા. તેમના આવવાના ખબર સાંભળીને દુષ્ટ પાલકે સ્કન્દક ઉપરનું પ્રથમનું વેર લેવા માટે તે ઉદ્યાનમાં પ્રથમથી ગુપ્ત રીતે વિવિધ પ્રકારનાં શસ્ત્રો દાટી રાખ્યાં. પછી તેણે રાજાને કહ્યું કે “હે સ્વામી! આપણા ગામના ઉદ્યાનમાં સ્કન્દક આવ્યા છે, તે પોતે જ મહાબળવાન છે, ઉપરાંત ભુજદંડના પ્રચંડ વિક્રમવાળા અને સાધુના વેષને ધારણ કરનારા પાંચસો સુભટોને સાથે લાવ્યા છે, તે સર્વનાં શસ્ત્રો તે ઉદ્યાનની પૃથ્વીમાં તેણે ગુપ્ત રાખ્યાં છે; જ્યારે તમે તેને વાંદવા જશો ત્યારે તે તમને મારીને તમારું રાજ્ય લઈ લેવાના છે. આપને મારા વચન પર વિશ્વાસ ન આવતો હોય તો આપ જાતે જ જઈને ઉદ્યાનમાં સંતાડેલાં શસ્ત્રો જોઈ ખાતરી કરો.” તે સાંભળીને રાજા પાલકની સાથે ઉદ્યાનમાં ગયા. ત્યાં પાલકે તેને ગુપ્ત રાખેલાં શસ્ત્રો કાઢીને બતાવ્યાં. તે જોઈ રાજાએ ક્રોધથી સર્વ સાધુઓને બંઘાવીને તે પાલકને જ સોંપ્યા, અને તેને કહ્યું કે “હે પાલક! તારી મરજીમાં આવે તેવી શિક્ષા આ સર્વને કર.” તે સાંભળીને હર્ષ પામેલો પાલક સર્વ સાધુઓને મનુષ્યને પીલવાના યંત્ર (ઘાણી) પાસે લઈ ગયો. પછી તેણે સર્વને કહ્યું કે “તમે સર્વે તમારા ઇષ્ટ દેવનું સ્મરણ કરો; કેમકે આ ઘાણીમાં નાંખીને તમને સર્વને હું હમણાં Page #138 -------------------------------------------------------------------------- ________________ નિર્ભયતા ગુણ ૧૨૯ વ્યાખ્યાન ૩૨૦] પીલી નાંખીશ.'' તે સાંભળીને જીવવાની તથા મરવાની ઇચ્છાથી રહિત-નિર્ભય એવા સર્વે સાધુઓએ અંતિમ આરાઘના કરી. પછી તે દુષ્ટ પાલક આચાર્યને ઘાણી પાસે બાંધી રાખી તેની સન્મુખ એક પછી એક સાધુને ઘાણીમાં નાખીને પીલવા લાગ્યો! સૂરિએ કિંચિત્ પણ ખેદ કર્યા વિના સમયને યોગ્ય એવાં વાક્યોથી તે સર્વને નિર્યામણા કરાવી. તે આ પ્રમાણે– भिन्नः शरीरतो जीवो, जीवाद्भिन्नश्च विग्रहः । विदन्निति वपुर्नाशे - ऽप्यन्तः खिद्येत कः कृती ॥ १ ॥ ભાવાર્થ-જીવ શરીરથી ભિન્ન છે અને શરીર જીવથી ભિન્ન છે. એ પ્રમાણે જાણનાર કો પંડિત પુરુષ શરીરનો નાશ થયે સતે અંતઃકરણમાં ખેદ કરે?’’ ઇત્યાદિ અનેક યુક્તિથી સૂરિએ બોધ પમાડેલા, શત્રુ તથા મિત્રને વિષે સમાન વૃષ્ટિવાળા અને ક્ષમારૂપી ધનવાળા તે સર્વ સાધુઓ અનુક્રમે કેવળજ્ઞાન પામીને મોક્ષે ગયા. આ પ્રમાણે તે પાપી પાલકે ચારસો ને નવ્વાણું સાઘુઓનો નાશ કર્યો! પછી છેવટના એક ક્ષુલ્લક (બાળક) સાધુને પીલવા તૈયાર થયેલા પાલકને આચાર્યે કહ્યું કે “ઠે પાલક! આ દયા કરવા યોગ્ય બાળકને પીલાતો જોવાને હું શક્તિમાન નથી, માટે તેની પહેલાં તું મને પીલ, અને પછી તેને પીલજે!'' તે સાંભળીને આચાર્યને વધારે દુઃખી કરવાની ઇચ્છાથી તેના દેખતાં પાલકે પ્રથમ તે બાળક સાધુને જ પીલવા માંડ્યો. તે પણ મહા ધૈર્યવાન બાળ સાઘુ ગુરુની નિર્યામણાથી મોક્ષે ગયા. પાલકના એવા દુષ્કૃત્યને જોઈને દુઃખિત હૃદયવાળા આચાર્યે ક્રોધ કરીને વિચાર્યું કે “આ પાપીએ પરિવાર સહિત મારો નાશ કર્યો, છેવટ એક ક્ષુલ્લક સાધુને પણ મેં કહ્યા છતાં એક ક્ષણવાર પણ બચાવ્યો નહીં; તો હવે જો મારા દુષ્કર તપનું કાંઈ ફળ હોય તો આવતા જન્મમાં આ દુષ્ટ પુરોહિત, રાજા અને આ આખા દેશનો હું બાળનાર થાઉં.’’ આ પ્રમાણે નિદાન કરીને સ્કન્ધકાચાર્ય તે પાપીથી પિલાઈ મૃત્યુ પામી વહ્નિકુમારનિકાયમાં દેવ થયા. હવે તે જ દિવસે સ્કંદક સૂરિની બહેન પુરંદરયશાને વિચાર થયો કે “કેમ આજે નગરમાં સાધુઓ જણાતા નથી?’' આ પ્રમાણે તે વિચાર કરતી હતી, તેવામાં Æકાચાર્યનું લોહી થી ખરડેલું રજોહરણ ઉપાડીને કોઈ ગીધ પક્ષીએ ભવિતવ્યતાને યોગે તે રાણીની પાસે જ પડતું મૂક્યું. તે લઈને ઉખેળતાં તેને માલૂમ પડ્યું કે “આ કાંબળનો કકડો મેં જ મારા ભાઈને તૈયાર કરીને દીક્ષા વખતે આપ્યો હતો.’’ આ નિશાનીથી મુનિઓને હણાયેલા જાણીને ખેદ પામેલી રાણીએ રાજાને કહ્યું કે ‘“રે દુષ્ટ! આ શું મોટું અકાર્ય કર્યું? આ મહાપાપથી તને મોટી વ્યથા પ્રાપ્ત થશે.’’ એમ કહીને વૈરાગ્યથી પુરન્દરયશા દીક્ષા લેવા ઉત્સુક થઈ. તે જાણીને તરત જ શાસનદેવતાએ તેને શ્રી મુનિસુવ્રતસ્વામી પાસે મૂકી, ત્યાં તેણે દીક્ષા લઈ પરલોકનું કાર્ય સાધ્યું. હવે પેલા સ્કન્દક દેવતાએ અવધિજ્ઞાન વડે પોતાનો પૂર્વ વૃત્તાંત જાણી મહા ક્રોધથી આખા દેશ સહિત કુંભકારનગરને બાળી નાંખ્યું. તેથી તે સ્થાને મોટું અરણ્ય થયું. તે દેશનો રાજા દંડક હોવાથી ત્યાં થયેલું અરણ્ય હજુ સુધી પણ દંડકારણ્યને નામે પ્રસિદ્ધ છે. “ગુણના સમૂહને ધારણ કરનારા પાંચસો સાધુઓએ જેમ નિર્ભયતારૂપ ગુણનો ત્યાગ કર્યો નહીં, તેમ સાધુઓએ પણ તે ગુણનો ત્યાગ કરવો નહીં, અને સ્કન્દકાચાર્યની જેમ ક્રોધ કરવો નહીં.” Jain Educe[[[[ Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૫ સ્તિંભ ૨૨ વ્યાખ્યાન ૩૨૧ આત્મપ્રશંસા गुणैर्यदि न पूर्णोऽसि, कृतमात्मप्रशंसया । गुणैरेवासि पूर्णश्चेत्, कृतमात्मप्रशंसया ॥४॥ ભાવાર્થ-“જો કેવળજ્ઞાનાદિક ગુણોએ કરીને પૂર્ણ ન હોય તો આત્મશ્લાઘાથી સર્યું, કેમકે ગુણરહિત આત્માની શી પ્રશંસા કરવી? અને જો સમ્યગુ રત્નત્રયાદિક ગુણોએ કરીને પૂર્ણ હો, તો પણ આત્માની પ્રશંસા કરવાથી સર્યું. કેમકે વાણી વડે માત્ર આત્માની શ્લાઘા કરવાથી શું? શુદ્ધ ગુણો પોતાની જાતે જ પ્રગટ થાય છે.” आलंबिता हिताय स्युः, परैः स्वगुणरश्मयः । દો! સ્વયં ગૃહીતાસ્તુ, પાતત્તિ મોથારા ભાવાર્થ-“અન્ય જનોએ પોતાના ગુણરૂપ રનું આલંબન કર્યું હોય તો તે કલ્યાણને માટે થાય છે. પણ તે ગુણરૂપી રઘુનું પોતે જ ગ્રહણ કર્યું હોય તો તે ભવસમુદ્રમાં નાંખે છે, તે મોટું આશ્ચર્ય છે.” પોતાના ગુણનું અન્યજનો સ્મરણ ચિંતન વગેરે કરે તો તેમનું કલ્યાણ થાય છે અને પોતાને સુખને માટે થાય છે, પણ પોતે જ પોતાના ગુણની શ્લાઘા કરે તો તે ઊલટા ભવસાગરમાં નાંખે છે, માટે પોતાના ગુણની શ્લાઘા કદી પણ પોતે કરવી નહીં. આ પ્રસંગ ઉપર મરીચિકુમારની કથા છે તે આ પ્રમાણે મરીચિકુમારની કથા ભરત ચક્રવર્તીનો પુત્ર મરીચિકુમાર એક વખત ચક્રીની સાથે આદીશ્વર ભગવાનને વંદન કરવા ગયો. ત્યાં શ્રી ઋષભસ્વામીના મુખથી સ્યાદ્વાદ ઘર્મનું શ્રવણ કરી પ્રતિબોઘ પામીને તેણે દીક્ષા ગ્રહણ કરી. સ્થવિર મુનિઓની પાસે રહીને અગિયાર અંગ ભણ્યા અને સ્વામીની સાથે ચિરકાળ વિહાર કર્યો. એકદા ગ્રીષ્મઋતુના તાપથી પીડા પામેલા મરીચિ મુનિ ચારિત્રાવરણીય કર્મનો ઉદય થવાથી આ પ્રમાણે વિચારવા લાગ્યા કે “મેરુપર્વત જેટલા ભારવાળા અને વહન ન થઈ શકે તેવા મુનિના ગુણોને વહન કરવા સુખની આકાંક્ષાવાળો હું નિર્ગુણી હવે સમર્થ નથી, તો શું હવે હું લીધેલા વ્રતનો ત્યાગ કરું? ના, ત્યાગ કરવાથી તો લોકમાં મારી હાંસી થાય; પરંતુ વ્રતનો સર્વથા ભંગ ન થાય અને મને ક્લેશ પણ ન થાય તેવો એક ઉપાય મને સૂક્યો છે, તે એ કે આ પૂજ્ય મુનિવરો હમેશાં મન, વચન અને કાયાના ત્રણે દંડથી રહિત છે, પણ હું તો તે ત્રણે દંડથી પરાભવ પામેલો છું, માટે મારે ત્રિદંડનું ચિહ્ન હો. આ મુનિઓ જિતેન્દ્રિય હોવાથી કેશનો લોચ કરે છે, અને હું તેથી જિતાયેલો હોવાથી મારે અસ્ત્રાથી મુંડન હો, તથા મસ્તક પર શિખા હો. આ મુનિઓ મહાવ્રતને ઘારણ કરનારા છે, અને હું તો અણુવ્રતને ઘારણ કરવા સમર્થ છું. આ મુનિઓ સર્વથા પરિગ્રહથી રહિત છે, પણ મારે તો એક મુદ્રિકામાત્ર પરિગ્રહ હો. આ મુનિઓ મોહના ઢાંકણ રહિત છે, અને હું તો મોહથી આચ્છાદિત છું, તેથી મારે માથે છત્ર ધારણ કરવાપણું હો. આ મહા ઋષિઓ પગમાં Page #140 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૩૨૧] આત્મપ્રશંસા ૧૩૧ ઉપાનહ પહેર્યા વિના વિચરે છે, પણ મારે તો પગની રક્ષા માટે ઉપાનહ હો. આ મુનિઓ શીલ વડે જ સુગંધી છે, પણ હું શીલથી ભ્રષ્ટ હોવાથી દુગંધી છું, માટે મારે સુગંધ માટે ચંદનનાં તિલકાદિ હો. આ મુનિઓ કષાયરહિત હોવાથી શ્વેત વસ્ત્ર ધારણ કરે છે, પણ હું ક્રોધાદિક કષાયવાળો હોવાથી મારે કષાય રંગવાળા વસ્ત્ર હો. આ મુનિઓ બહુજીવોની હિંસાવાળા સચિત્ત જળના આરંભને તજે છે, પણ મારે તો સ્નાન તથા પાન પરિમિત જળથી હો.” આ પ્રમાણે ચારિત્રનો નિર્વાહ કરવા સંબંધી કષ્ટ સહન કરવામાં કાયર થયેલા મરીચિએ પોતાની બુદ્ધિથી વિકલ્પ કરીને પરિવ્રાજકનો નવો વેષ અંગીકાર કર્યો. તેને તેવો નવીન વેષઘારી જોઈને સર્વ લોક ઘર્મ પૂછતા હતા; પરંતુ મરીચિ તો શ્રી જિનેશ્વરે પ્રરૂપેલો સાઘુઘર્મ જ કહેતો હતો. સર્વની પાસે જ્યારે તે એવી શુદ્ધ ઘમદશનાનું પ્રરૂપણ કરતો, ત્યારે લોકો તેને પૂછતા કે “ત્યારે તમે પોતે કેમ તેવા ઘર્મનું આચરણ કરતા નથી?” તેને જવાબમાં તે કહેતો કે “હું તે મેરુ સમાન ભારવાળા ચારિત્રને વહન કરવા સમર્થ નથી.” એમ કહીને પોતાના સર્વ વિકલ્પ કહી બતાવતો હતો. એ પ્રમાણે તેમના સંશય દૂર કરીને પ્રતિબોઘ પમાડેલા તે ભવ્ય જીવો જ્યારે દીક્ષા લેવા તૈયાર થતા, ત્યારે તેમને મરીચિ શ્રી યુગાદીશ પાસે જ મોકલતો હતો. આ પ્રમાણે આચાર પાળતો મરીચિ સ્વામીની સાથે જ વિહાર કરતો હતો. અનુક્રમે વિહાર કરતાં સ્વામી ફરીથી વિનીતાનગરીમાં સમવસર્યા. ભરતચક્રીએ આવીને પ્રભુને વંદના કરી. પછી ભવિષ્યમાં થવાના તીર્થકર, ચક્રવર્તી, વાસુદેવ વગેરેનું સ્વરૂપ પૂછ્યું; એટલે પ્રભુએ તે સર્વનું યથાસ્થિત વર્ણન કર્યું. ફરીથી ચક્રીએ પૂછ્યું કે “હે સ્વામી! આ પર્ષદામાં એવો કોઈ જીવ છે કે જે આ ભરતક્ષેત્રમાં આપના જેવો તીર્થકર થવાનો હોય?” સ્વામી બોલ્યા કે “આ તારો પુત્ર મરીચિ આ ભરતક્ષેત્રમાં વીર નામે ચોવીસમા તીર્થંકર થશે અને પ્રથમ વાસુદેવ થશે, તથા મહાવિદેહક્ષેત્રમાં ચક્રવર્તી થશે.” તે સાંભળીને ભરતચક્રી મરીચિ પાસે જઈ તેને પ્રદક્ષિણાપૂર્વક વંદના કરીને બોલ્યા કે “તમારું આ પરિવ્રાજકપણું વંદન કરવા યોગ્ય નથી; પણ તમે ભાવી તીર્થકર છો, તેથી હું તમને વાંદું છું.” એમ કહીને પ્રભુએ કહેલું સર્વ વૃત્તાંત ચક્રીએ મરીચિને કહી બતાવ્યું. તે સાંભળીને મરીચિ મહા હર્ષથી પોતાની કાખલીનું ત્રણ વાર આસ્ફોટન કરીને ઊંચે સ્વરે બોલ્યો કે “હું પહેલો વાસુદેવ થઈશ. મૂકા નગરીમાં હું ચક્રવર્તી થઈશ તથા છેલ્લો તીર્થંકર પણ હું થઈશ. તેથી હવે મારે બીજી કાંઈ પણ ઇચ્છા નથી.” વળી आद्योऽहं वासुदेवानां, पिता मे चक्रवर्तिनाम् । पितामहस्तीर्थकृता-महो! मे कुलमुत्तमम् ॥१॥ ભાવાર્થ-“હું વાસુદેવોમાં પહેલો, મારા પિતા ચક્રવર્તીઓમાં પહેલા, અને મારા પિતામહ તીર્થકરોમાં પહેલા, અહો! મારું કુળ કેવું ઉત્તમ છે?” ઇત્યાદિ આત્મપ્રશંસા કરવાથી તેણે નીચ ગોત્રકર્મ ઉપાર્જન કર્યું. એકદા તે મરીચિના શરીરમાં વ્યાધિ ઉત્પન્ન થયો. તે ભ્રષ્ટ હોવાથી તેની સારવાર કોઈ સાઘુએ કરી નહીં, તેથી તે ગ્લાનિ પામીને વિચાર કરવા લાગ્યો કે “અહો! આ સાધુઓ દાક્ષિણ્યગુણથી રહિત છે. મારી સારવાર કરવી તો દૂર રહી, પણ મારા સામું પણ જોતા નથી, Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૫ [સ્તંભ ૨૨ અથવા મેં આ ખોટો વિચાર કર્યો; કેમકે આ મુનિજનો પોતાના દેહની પણ પરિચર્યા કરતા નથી, તો પછી મારી ભ્રષ્ટ ચારિત્રવાળાની સારવાર તો શેની જ કરે? માટે હવે તો આ વ્યાધિ શાંત થાય એટલે એક શિષ્ય કરું.'' એમ વિચારતાં કેટલેક દિવસે મરીચિ વ્યાધિરહિત થયો. અન્યદા તેને કપિલ નામનો એક કુલપુત્ર મળ્યો. તેની પાસે મરીચિએ આર્હત ધર્મનો ઉપદેશ કર્યાં. તે સાંભળી કપિલે તેને પૂછ્યું કે “શું તમારા મતમાં તો ધર્મ રહેલો જ નથી?'' તે સાંભળીને તેને જિનોક્ત ધર્મમાં આળસુ જાણી શિષ્ય કરવાની ઇચ્છાવાળા મરીચિએ કહ્યું કે ‘‘જૈનમાર્ગમાં પણ ધર્મ છે, અને મારા માર્ગમાં પણ ધર્મ છે.'' તે સાંભળીને કપિલ મરીચિનો શિષ્ય થયો. આવો મિથ્યા ધર્મનો ઉપદેશ કરવાથી મરીચિએ એક કોડાકોડી સાગરોપમ પ્રમાણ સંસાર ઉપાર્જન કર્યો. પછી તે પાપની આલોચના કર્યા વિના અનશન વડે મૃત્યુ પામીને બ્રહ્મ દેવલોકમાં દેવતા થયો. કપિલ પણ પોતાના પરિવ્રાજક ધર્મનો ઉપદેશ દઈ ઘણા શિષ્યો કરી મૃત્યુ પામીને બ્રહ્મ દેવલોકમાં દેવતા થયો. તે કપિલ દેવે અવધિજ્ઞાન વડે પોતાનો પૂર્વ ભવ જાણીને મોહથી પૃથ્વીપર આવી પોતે પ્રકટ કરેલા સાંખ્યમતનો અસુર વગેરેને બોધ કર્યો. ત્યારથી આરંભીને સાંખ્ય દર્શનની પ્રવૃત્તિ થઈ. કેમકે “ઘણું કરીને સુખે થઈ શકે તેવી ક્રિયામાં લોકોની પ્રવૃત્તિ વિશેષ થાય છે.’’ તેઓ કહે છે કે “પચીશ તત્ત્વને જાણનાર માણસ ક્રિયા કરે અથવા ન કરે તોપણ તે નિશ્ચે મોક્ષપદ પામે છે.’’ આવો તેમનો (જ્ઞાનવાદીનો) મત છે. આ સ્થળે બીજું ઘણું કહેવાનું છે. તે શ્રી હેમચંદ્રાચાર્યે રચેલા ત્રિષ્ટિ શલાકા પુરુષ ચરિત્રના દશમા પર્વથી જાણી લેવું. અહીં તો આત્મપ્રશંસા ન કરવી એટલું જ આ ઉપદેશનું તાત્પર્ય છે. “આત્મપ્રશંસા કરવાથી મરીચિએ ૧નીચ ગોત્રકર્મ ઉપાર્જન કર્યું, અને ઉત્સૂત્રની પ્રરૂપણા કરવાથી અસંખ્ય ભવ કર્યા, માટે ભવ્ય પ્રાણીઓએ તે પ્રમાણે કરવું નહીં.’’ વ્યાખ્યાન કર તત્ત્વદ્રષ્ટિ रूपे रूपवती दृष्टि - र्दृष्ट्वा रूपं विमुह्यति । मज्जत्यात्मनि नीरूपे, तत्त्वदृष्टिस्त्वरूपिणी ॥ १ ॥ ભાવાર્થ-‘પુદ્ગલના સ્વરૂપને ગ્રહણ કરનારી દૃષ્ટિ (ચક્ષુ) શ્વેતાદિક રૂપને જોઈને તે રૂપમાં (વર્ણાદિમાં) મોહ પામે છે; પણ રૂપરહિત એવી જ્ઞાનરૂપ-આત્મચૈતન્યશક્તિલક્ષણ તત્ત્વવૃષ્ટિ તો નીરૂપ (રૂપરહિત) આત્માને વિષે જ મગ્ન થાય છે; માટે અનાદિકાળની બાહ્ય દૃષ્ટિનો ત્યાગ કરીને આત્મસ્વરૂપના ઉપયોગવાળી આંતર દૃષ્ટિ કરવી.’’ ग्रामारामादि मोहाय यद्दृष्टं बाह्यया दृशा । तत्त्वदृष्ट्या तदेवान्त - र्नित्यं વૈરાગ્યસંવે ર ભાવાર્થ-‘બાહ્ય દૃષ્ટિ વડે જે ગામ, ઉદ્યાન વગેરે જોવામાં આવે તે મોહને માટે થાય છે, ૧. મરીચિના ભવમાં કુળમદ કરવાથી તે પછીના કેટલાય ભવોમાં બ્રાહ્મણ કુળમાં જન્મ્યા અને છેલ્લા ભગવાન મહાવીરના ભવમાં પણ દેવાનંદા બ્રાહ્મણીની કૂખે અવતરવું પડ્યું. Page #142 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૩૨૨] તત્તવૃષ્ટિ ૧૩૩ એટલે અસંયમની વૃદ્ધિ માટે થાય છે. તે જ પ્રામાદિકને સ્વપરના ભેદવાળી–કૃત્રિમ અને અકૃત્રિમના વિચારવાળી–તત્ત્વદૃષ્ટિ વડે અન્તઃકરણના ઉપયોગથી જોવામાં આવે તો તે નિરંતર વૈરાગ્યની સંપત્તિને માટે થાય છે.” આ પ્રસંગ ઉપર એક વૃષ્ટાંત છે તે આ પ્રમાણે એક આચાર્યનું દ્રષ્ટાંત જ્ઞાન અને ચારિત્ર વડે પ્રઘાન, શ્રુતના રહસ્યનો પાર પામેલા અને ભવ્યજીવોને તારવામાં સમર્થ એવા કોઈ એક આચાર્ય અનેક સાઘુગણ સહિત ગામે ગામ વિહાર કરીને વાચનાએ કરી (ઉપદેશ આપવા વડે) સર્વ શ્રમણસંઘને બોઘ કરતા હતા. તે આચાર્ય પાંચ સમિતિ અને ત્રણ ગતિથી યુક્ત હતા, અને સર્વ સંયોગોમાં અનિત્યાદિક બાર ભાવના ભાવતા હતા. તે વિહારના ક્રમે કરીને એકદા એક મોટા વનમાં આવ્યા. તે વન અનેક લતા વગેરેએ કરીને નીલવર્ણ લાગતું હતું, અને તેમાં અનેક પક્ષીઓના સમૂહે નિવાસ કરેલો હતો. તે વનની પુષ્ય, પત્ર અને ફળની લક્ષ્મી (શોભા) જોઈને સર્વ મુનિઓ પ્રત્યે આચાર્ય બોલ્યા કે “હે નિગ્રંથો! આ પત્ર, પુષ્પ, ગુચ્છ, ગુલ્મ અને ફળોને જુઓ. તેમાં રહેલા જીવો ચૈતન્યલક્ષણરૂપ અનંત શક્તિવાળા છતાં તેને આવરણ કરીને રહેલા જ્ઞાનાવરણ, દર્શનાવરણ, ચારિત્રમોહનીય, મિથ્યાત્વમોહનીય અને અંતરાયકર્મના ઉદયે કરીને દાનાદિક કાંઈ પણ થઈ ન શકે તેવા એકેન્દ્રિય ભાવને પામેલા છે. તેઓ વાયુથી કંપતા, બળહીન, દુઃખી, આત્માને કોઈ પણ પ્રકારના શરણ વિનાના અને જન્મ-મરણના ભાવથી યુક્ત છે. અહો! તેઓ અનુકંપા કરવા યોગ્ય છે. મન, વચન અને નેત્રાદિથી રહિત એવા આ બિચારા પર કોણ દયા ન કરે?” એમ કહી સર્વના મનમાં સંવેગ ઉત્પન્ન કરીને આગળ ચાલ્યા, તેવામાં એક મોટું નગર આવ્યું. તે નગરમાં અનેક પ્રકારનાં ગીત અને વાજિંત્રોના શબ્દથી વિવાહાદિક ઉત્સવો થતા પ્રગટ રીતે દેખાતા હતા, તેથી સ્વર્ગના જેવું તે મનોહર લાગતું હતું. તે નગરને જોઈને સૂરિએ સર્વ સાધુઓને કહ્યું કે “હે મુનિઓ! આજે આ નગરમાં મોહ રાજાની ઘાડ પડી છે, તેથી આ લોકો ઊછળ્યા કરે છે. તેઓ આત્મિક ભયે કરીને વ્યાપ્ત છે. અહીં પ્રવેશ કરવો આપણને યોગ્ય નથી. આ લોકો લોભપાશથી બંધાયેલા છે. માટે તેઓ અનુકંપાને યોગ્ય છે, પરંતુ તેઓ મોહ મદિરાનું પાન કરીને ઉન્મત્ત થયેલા હોવાથી ઉપદેશને યોગ્ય નથી, માટે આપણે આગળ ચાલો.” તે સાંભળીને સાઘુઓ બોલ્યા કે “હે ગુરુ! આપ અમને સારો ઉપદેશ કર્યો.” ઇત્યાદિ શુભ યોગમાં તત્પર થયેલા તેઓ વિહાર કરવા લાગ્યા. આવી રીતે આત્મતત્ત્વની દ્રષ્ટિમાં તત્પર થયેલાને ગ્રામ, નગર, અરણ્ય સર્વ વૈરાગ્યનાં કારણપણે થાય છે. આ અન્વય દ્રષ્ટાંત છે. હવે વ્યતિરેક દ્રષ્ટાંત કહે છે– કોઈ ગચ્છમાં આચાર્યે પોતાના આયુષ્યનો અંત સમીપ આવેલો જાણીને બીજા સારા શિષ્યને અભાવે એક સ્કૂલ સમાચારીને જાણનાર શિષ્યને આચાર્યપદે સ્થાપન કર્યો. તે નવા આચાર્ય સર્વત્ર પ્રતિષ્ઠા પામવાથી આગમાદિક શાસ્ત્રના અધ્યયનમાં પ્રમાદી થયા. તેઓ મૃતાર્થના જાણ નહોતા, છતાં ગુરુના મહિમાથી સર્વત્ર ખ્યાતિ પામ્યા હતા. તે સૂરિ વિહાર કરતાં કરતાં અન્યદા પૃથ્વીતિલક નામના નગરે આવ્યા. ત્યાં શ્રાવકોએ પુરપ્રવેશ વખતે એવો મહોત્સવ કર્યો કે જેથી તેમનો મહિમા અઘિક રીતે પ્રસિદ્ધ થયો, તથા શાસનની પણ ઘણી ઉન્નતિ થઈ. તે નગરમાં પૂર્વે અનેક જૈન આચાર્યોએ આવીને રાજસભામાં ઘણા પરવાદીઓનો પરાભવ કરેલો હતો. તે વાદીઓ આ વખતે Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૫ [સ્તંભ ૨૨ પણ આ આચાર્યની આવી ઉન્નતિ જોઈને ઈર્ષાવાળા થયા; પરંતુ પૂર્વે પરાભવ પામેલા હોવાથી ફરીથી પોતાના મહત્ત્વની હાનિ થવાનો ભય ઘરાવતા હતા, તેથી પ્રથમ તે આચાર્યનું શાસ્ત્રપરિક્ષાન કેવું છે? તેની પરીક્ષા કરવા માટે પોતાને અનુકૂળ એવા એક શ્રાવકને કેટલાક પ્રશ્ન શીખવીને તેમની પાસે મોકલ્યો. તે શ્રાવક હમેશાં આચાર્ય પાસે જઈને વિધિપૂર્વક તેની સેવા કરવા લાગ્યો. એકદા તેણે સૂરિને પ્રશ્ન કર્યો કે “હે ગુરુ! પુદ્ગલને કેટલી ઇંદ્રિય હોય?' તે સાંભળી તત્ત્વદૃષ્ટિરહિત સૂરિએ ચિરકાળ સુધી વિચાર કર્યો, તેવામાં પૂર્વે કોઈ વખત સાંભળેલું તેને યાદ આવ્યું કે ‘‘પુદ્ગલ એક સમયમાં લોકાંત સુધી જઈ શકે છે.’’ આવું સ્મરણ થવાથી સૂરિએ વિચાર્યું કે “પંચેન્દ્રિય વિના આટલી બધી શક્તિ ક્યાંથી હોય?’' એમ હૃદયમાં નિશ્ચય કરીને તેણે જવાબ આપ્યો કે ‘“હે ભાઈ! પુદ્ગલને પાંચ ઇંદ્રિયો હોય છે.’’ આ જવાબ તે શ્રાવકે પેલા પરવાદીઓને કહ્યો, એટલે તેઓએ ધાર્યું કે “આ સૂરિને પોતાના શાસ્ત્રનું પણ રિજ્ઞાન નથી, તો પછી પરધર્મના શાસ્ત્રનું પરિજ્ઞાન તો ક્યાંથી જ હશે?’’ એમ વિચારી સૂરિના જ્ઞાનના પારને જાણનારા તે વાદીઓએ રાજસભામાં તેમને બોલાવીને વાદ કરીને તેમનો પરાજય કર્યો; તેથી ઘણા લોકો જૈન ધર્મથી ભ્રષ્ટ થયા. તે જોઈ સંઘે મળીને સૂરિને ત્યાંથી ઘણે દૂર વિહાર કરાવ્યો. આવા તત્ત્વજ્ઞાનરહિત આચાર્યો ગ્રામ, આરામ, ઉપાશ્રય, શ્રાવક અને સંઘ વગેરેમાં આસક્ત થઈને ઉપદેશ આપતા સતા પણ તેવા પ્રકારનું શુદ્ધ જ્ઞાન ન હોવાથી ઉત્સૂત્ર પ્રરૂપણા કરે છે, અને તેથી કરીને તેઓ પોતાના આશ્રિતોને તારવાને બદલે ઊલટા ભવસાગરમાં ડુબાવે છે. કહ્યું છે કે— जंजय अगीयत्थो, जं च अगीयत्थनिस्सिओ होइ । वढावे य ગચ્છ, હોડ શા अणंतसंसारिओ ભાવાર્થ-‘જે પોતે અગીતાર્થ હોય તથા જે અગીતાર્થની નિશ્રાવાળા હોય તે ગચ્છની વૃદ્ધિ કરતા સતા અનંતસંસારી થાય છે.'' માટે તત્ત્વદૃષ્ટિવિકળ અને અબહુશ્રુતે ધર્મદેશના આપવી યોગ્ય નથી. ‘જેઓએ શુભ એવી તત્ત્વવિચારવૃષ્ટિ પ્રાપ્ત કરેલી છે તેઓ વિભાવ (પુદ્ગલાદિક) વસ્તુઓને વિષે રાગ કરતા નથી, અને ઉપવનમાં કે ઉપાશ્રયમાં મોહ પામતા નથી. આવા સાધુઓ જ પૃથ્વી પર તત્ત્વદૃષ્ટિવાળા થાય છે.’’ આ પ્રબંધ ઉપયોગી હોવાથી ફરીને લખવામાં આવ્યો છે. વ્યાખ્યાન ૩૨૩ સંપત્તિની ક્ષણભંગુરતા संपत्स्वस्थिरतां જ્ઞાવા, पुत्रदाराहयादिषु । भूमिपालः प्रबुधो द्राक्, शास्त्रज्ञोक्तसुभाषितैः ॥१॥ ભાવાર્થ-‘શાસ્ત્રજ્ઞ પંડિતે કહેલા સુભાષિત વડે પુત્ર, સ્ત્રી અને અશ્વાદિક સંપત્તિમાં અસ્થિરતા જાણીને ભૂમિપાળ નામનો રાજા તત્કાળ પ્રતિબોધ પામ્યો.'' આ અર્થનું સમર્થન કરવા માટે તે રાજાનું દૃષ્ટાંત કહે છે— Page #144 -------------------------------------------------------------------------- ________________ સંપત્તિની ક્ષણભંગુરતા ભૂમિપાળ રાજાની કથા પૃથ્વીપુરમાં ભૂમિપાલ રાજા રાજ્ય કરતો હતો. તે પુરમાં એક શાસ્ત્રમાં પ્રવીણ બ્રાહ્મણ હતો, તે એક વેશ્યામાં આસક્ત થયો હતો. એકદા કૌમુદી ઉત્સવમાં રાજાની રાણી સર્વ અલંકાર પહેરી રથમાં બેસીને જતી હતી. તે વખતે તે વેશ્યા રાણીના કંઠમાં રહેલો હાર જોઈને મોહ પામી; તેથી તેણે પેલા પંડિતને કહ્યું કે “હે પ્રાણેશ! જો તમારે મારા શરીરસુખને અનુભવવાની ઇચ્છા હોય અર્થાત્ મારા પર અધિક પ્રીતિ હોય તો રાણીના કંઠમાં રહેલો હાર ચોરીને મને લાવી આપો.'’ તે સાંભળી વેશ્યાને આધીન થયેલો વિષયનો ભિક્ષુ તે પંડિત ચોરી કરવા માટે ચોરની જેમ ગુપ્ત રીતે રાજમંદિરમાં ગયો. ત્યાં રાજાને જાગતો જોઈને છાની રીતે રાજાના પલંગની નીચે સંતાઈ રહ્યો. તે વખતે રાજાએ સંપત્તિના ગર્વથી એક શ્લોકના ત્રણ પદ રચ્યાં; આ ત્રણ પદમાં પોતાના બધા ભવનું વર્ણન આવી ગયું. હવે ચોથા પદમાં શું લખવું તે વિચારતો રાજા આ ત્રણ પદ વારંવાર બોલવા લાગ્યો. તે આ પ્રમાણે– વ્યાખ્યાન ૩૨૩] चेतोहरा युवतयः स्वजनानुकूलाः સાન્યવા प्रणयनम्रगिरश्च મૃત્યાઃ गर्जन्ति दन्तिनिवहास्तरलास्तुरंगाः ભાવાર્થ-“મારે ચિત્તને હરણ કરે તેવી સ્ત્રીઓ છે, અનુકૂળ સ્વજનો છે, સારા બાંધવો છે, પ્રણય કરીને નમ્ર વાણી બોલનારા ભૃત્યો છે, આંગણામાં હસ્તિના સમૂહો ગર્જના કરી રહ્યા છે તથા ચંચળ ઘોડાઓ છે— ૧૩૫ આ ત્રણ પદ વારંવાર રાજાના મુખથી બોલાતા સાંભળીને તે પંડિત ચોથું પદ પૂરું કરીને બોલ્યો કે– संमीलने नयनयोर्न हि किंचिदस्ति ॥ १ ॥ ‘પણ આંખો મીંચાયા પછી તેમાનું કાંઈ જ નથી, અર્થાત્ મૃત્યુ થાય એટલે તે સર્વ નિષ્ફળ છે.’’ આ ચોથું પદ સાંભળીને એકદમ આશ્ચર્ય પામેલો રાજા વિચાર કરીને બોલ્યો કે “અહો! પહેરગીરોને છેતરીને મારા મહેલમાં કોણ આવ્યું છે? દેવ, દાનવ અથવા મનુષ્ય જે હો તે એકદમ પ્રગટ થાઓ.’’ તે સાંભળીને જેનો દેહ કંપાયમાન થઈ રહ્યો છે એવો તે પંડિત પ્રગટ થઈને બોલ્યો કે “હે સ્વામી! આપનો ગર્વ હરણ કરવાના હેતુથી ચોથું પદ પૂરું કરવા માટે આ નવીન માર્ગથી હું અહીં આવ્યો છું.’ રાજાએ કહ્યું કે “સત્ય બોલ, અસત્ય શા માટે બોલે છે?' ત્યારે તે પંડિતે સર્વ સત્ય વાત રાજાને કહી સંભળાવી. તે સાંભળીને રાજાએ તેને હાર આપ્યો, અને ‘ગુરુ હોવાથી અવધ્ય છે’ એમ વિચારીને તેને છોડી મૂક્યો. પછી તે પંડિતે કહેલા ચોથા પદથી પ્રતિબોધ પામેલો રાજા પ્રાતઃકાળે રાજસભામાં ગયો. તે વખતે કંચુકીના મુખથી શ્રીમાન્ સુધર્મ ગુરુનું આગમન સાંભળીને હર્ષપૂર્વક તે ગુરુ પાસે જઈ તેમને વંદના કરી યોગ્ય સ્થાને બેઠો. તે વખતે ગુરુએ નીચે પ્રમાણે ધર્મદેશના આપી. बाह्यदृष्टिप्रचारेषु, मुद्रितेषु મહાત્મનઃ । અન્તરેવાવમાસન્ત, તાઃ સર્વા: સમૃદ્ધયઃ ॥શી Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૫ [સંભ ૨૨ ભાવાર્થ-“મહાત્માને બાહ્ય દ્રષ્ટિના પ્રચારોનો રોઘ થવાથી સર્વ સમૃદ્ધિ અંતઃકરણમાં જ ફુટ રીતે ભાસે છે.” સ્વરૂપ અને પરરૂપના ભેદજ્ઞાન વડે શુદ્ધ આત્મસ્વરૂપના અનુભવમાં લીન થયેલા મહાત્માને સર્વ સમૃદ્ધિઓ અંતઃકરણમાં જ ફુટ ભાસે છે. “હું સ્વરૂપાનંદમય છું, હું નિર્મળ, અખંડ અને સર્વ પ્રકાશક જ્ઞાનવાળો છું, ઇંદ્ર ચંદ્રાદિકની સંપત્તિઓ તો ઔપચારિક છે, અને હું તો અવિનાશી તથા અનંત પર્યાયવાળી સંપત્તિથી યુક્ત છું.” આવી રીતના આત્મસ્વરૂપના જ્ઞાનથી યુક્ત થયેલા મહાત્માને પોતાના આત્મામાં જ સર્વ સંપત્તિઓ ભાસે છે; પણ બાહ્ય દ્રષ્ટિપ્રચાર એટલે વિષયોમાં પ્રવર્તતી જે ઇંદ્રિયો તેમનો પ્રચાર બંઘ થાય ત્યારે જ સર્વ સંપત્તિઓ ભાસે છે; કેમકે ચંચળ ઉપયોગવાળા ઇંદ્રિયોના પ્રચારથી આત્માની અંદર રહેલી, અમૂર્ત અને કર્મથી અવરાયેલી આત્મસ્વરૂપની સંપત્તિ જણાતી જ નથી, પણ ઇંદ્રિયોની ચંચળતા રોકવાથી સ્થિર ચૈતન્યના ઉપયોગ વડે કર્મમળના પડલથી ઢંકાયેલી એવી આત્મસંપત્તિ પણ જોવામાં આવે છે. समाधिनन्दनं धैर्य, दंभोलिः समता शची ।। જ્ઞાનં મહાવિમાનં ૨, વાસવશ્વરિય મુને પરા ભાવાર્થ-“મુનિને ક્રિડા કરવા માટે સમાધિરૂપ નંદનવન છે, ધૈર્યરૂપી વજ છે, સમતારૂપી ઇંદ્રાણી છે, અને જ્ઞાનરૂપી મોટું વિમાન છે; માટે મુનિ પાસે આ પ્રમાણે ઇન્દ્રની સર્વ સમૃદ્ધિ છે.” અહીં મુનિ એટલે આત્મસ્વરૂપના જ્ઞાનના અનુભવમાં લીન થયેલાને ઉપર પ્રમાણે ઇન્દ્રની શોભા હોય છે. તેમાં ધ્યાતા, ધ્યાન અને ધ્યેયના એકપણાએ કરીને નિર્વિકલ્પ આનંદરૂપ સમાધિને નિંદનવન કહેલું છે. ઇંદ્રને નંદનવન ક્રીડાના સુખને માટે છે, તેવી જ રીતે મુનિને પણ સમાધિ ક્રીડા સુખને માટે છે. ધૈર્ય એટલે આત્મવીર્ય અર્થાત્ ઔદયિક ભાવમાં અક્ષુબ્ધતા તદ્રુપ જ કહેલું છે. સમતારૂપી સ્વઘર્મપત્ની (ઇંદ્રાણી) કહી છે, અને સર્વ વસ્તુના અવબોઘવાળું જ્ઞાન તદ્રુપ મહા વિમાન કહેલું છે. ઇત્યાદિ ત્રઋદ્ધિથી પરિવૃત્ત મુનિ ઇંદ્ર જેવા જ લાગે છે. વળી– विस्तारितक्रियाज्ञान-चर्मछत्रो निवारयन् । मोहम्लेच्छमहावृष्टिं, चक्रवर्ती न किं मुनिः॥३॥ ભાવાર્થ-“ક્રિયારૂપી ચર્મરત્નને અને જ્ઞાનરૂપી છત્રરત્નને જેણે વિસ્તાર્યું છે, અને તે સાધન વડે મોહરૂપી સ્વેચ્છાએ કરેલી મહાવૃષ્ટિનું નિવારણ કરે છે એવા મુનિ શું ચક્રવર્તી નથી? છે જ.” આ બે શ્લોકોનું તાત્પર્ય એવું છે કે “દેવોમાં ઇંદ્ર શ્રેષ્ઠ છે અને મનુષ્યોમાં ચક્રવર્તી શ્રેષ્ઠ છે. તે બન્નેની સમૃદ્ધિનું સુખ મુનિના સ્વભાવમાં જ અંતર્ભાવ પામ્યું છે, તો બીજાના સુખનું તો શું કહેવું?” વળી તીર્થકરની સમૃદ્ધિનું સુખ પણ મુનિના આત્મસ્વભાવમાં સમાયેલું છે. તે આ પ્રમાણે रत्नस्त्रिभिः पवित्रा या, श्रोतोभिरिव जाह्नवी । सिद्धयोगस्य साप्यर्हत्पदवी न दवीयसी ॥१॥ ભાવાર્થ-“સ્વર્ગ, મૃત્યુ અને પાતાલના ત્રણ પ્રવાહે કરીને ગંગાનદીની જેમ ત્રણ રત્ન કરીને પવિત્ર એવી જે જ્ઞાનાદિ અનંત ચતુષ્ટયવાળી, આઠ પ્રાતિહાર્યથી યુક્ત અને જગતને ઘર્મોપદેશ વડે Page #146 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૩૨૪] કર્મની વિચિત્રતા. ૧૩૭ ઉપકાર કરનારી તીર્થંકરની પદવી, તે પણ અશંગ યોગના સાઘનથી સિદ્ધ થયેલા મુનિને કાંઈ જ દૂર નથી; અર્થાતુ ત્રિલોકમાં અદ્ભુત પરમાર્થને આપવા વગેરે રૂપ અતિશયવાળી તીર્થકરની સમૃદ્ધિ પણ યથાર્થ માર્ગમાં રહેલા સાઘક પુરુષની પાસે જ છે.” માટે સર્વ ઉપાધિનો ત્યાગ કરીને આત્માના રત્નત્રયની સાઘના કરવી, જેથી સર્વ સમૃદ્ધિઓ પ્રાપ્ત થાય.” ઇત્યાદિ ઘર્મોપદેશ સાંભળીને પ્રતિબોધ પામેલા ભૂમિપાળ રાજાએ સર્વ બાહ્ય સંપત્તિને ક્ષણભંગુર જાણી તેનો ત્યાગ કરીને સાઘુઘર્મ (ચારિત્ર) અંગીકાર કર્યો. ભૂમિપાળ રાજાની જેમ બાહ્ય સંપત્તિ ક્ષણભંગુર છે–નાશવંત છે એવો નિશ્ચય હૃદયમાં ઘારણ કરવો, જેથી આત્મામાં જ રહેલી ઇંદ્રની તથા ચક્રવર્તીની સર્વ સંપત્તિ સહેજે પ્રાપ્ત થશે.” વ્યાખ્યાન ૩૨૪. કર્મની વિચિત્રતા दुःखं प्राप्य न दीनः स्यात्, सुखं प्राप्य न विस्मितः । जगत् कर्मविपाकस्य, जानन् परवशं मुनिः॥१॥ ભાવાર્થ-“આ ચરાચર જગત શુભ અને અશુભ ઉદયવાળા કર્મવિપાકને પરવશ છે, એમ જાણનાર તત્ત્વરસિક મુનિ અશાતાદિક દુઃખને પામીને દીન થતા નથી; કેમકે કર્મ કરતી વખતે વિચાર કર્યો નહીં, તો હવે તીવ્ર રસ વડે બંઘાયેલા કર્મના ઉદયમાં દીનતા શી કરવી? એમ સમજે છે, તેમજ શાતાદિક સુખને પામીને વિસ્મિત (હર્ષિત) થતા નથી; કેમકે એ પણ શુભ કર્મના વિપાક છે એમ જાણે છે. વળી येषां भ्रूभंगमात्रेण, भज्यन्ते पर्वता अपि । પ્રાતીયાં તુર્કશાયાં તે, પ્રાથને વવારે નાશનમ્ ારા ભાવાર્થ-“જેઓની ભ્રકુટીના ભંગ માત્ર કરીને પર્વતો ભાગી જાય છે, એવા મહા શક્તિવાન પુરુષ પણ જ્યારે દુર્દશા પ્રાપ્ત થાય છે ત્યારે કોણ જાણે ક્યાં નાશ પામી જાય છે તેની ખબર પણ પડતી નથી.” આ પ્રસંગ ઉપર એક કથા છે તે નીચે પ્રમાણે કદંબ વિપ્રની કથા કાકંદી પુરીમાં સોમશર્મા નામે એક બ્રાહ્મણ રહેતો હતો. તેને કદંબ નામે પુત્ર હતો. તે શૌચઘર્મમાં અતિ આગ્રહી હતો. અપવિત્ર કે નીચ માણસની છાયા માત્રનો પણ સ્પર્શ થતાં તે સર્વ વસ્ત્ર સહિત સ્નાન કરતો; તેથી લોકો તેને પાણીનો પિશાચ એવા નામે બોલાવતા હતા. તે મુખ અને નાસિકાને વસ્ત્રના છેડાવતી ઢાંકીને સર્વત્ર હું હું કરતો અટન કરતો હતો. કોઈ માણસના વસ્ત્રનો છેડો તેને અડકી જતો તો તે તેના પર દ્વેષ કરતો. આવી રીતે શૌચ ઘર્મ પાળતાં કેટલેક કાળે તે ગલકુષ્ઠ વગેરે વ્યાધિથી ગ્રસ્ત થયો, તેથી તેનો કોઈ પણ સ્પર્શ કરતું નહીં. વૈદ્ય પણ તેનો ચેપ લાગવાના ભયથી તેની નાડી પણ જોતા નહીં. કહ્યું છે કે ज्वरो भगंदरः कुष्ठः, क्षयश्चैव चतुर्थकः। एते संस्पर्शतो रोगाः, संक्रमन्ति नरान्नरम् ॥१॥ Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૫ [તંભ ૨૨ ભાવાર્થ-“જ્વર, ભગંદર, કુષ્ઠ અને ચોથો ક્ષય, એ રોગો સ્પર્શ કરવાથી એક માણસથી બીજા માણસમાં સંક્રમણ કરે છે.” - આ વ્યાધિથી તેનો શૌચઘર્મ નષ્ટ થયો, અને શરીરમાં અતિ વેદના થવા લાગી. એકદા તે કોઈ યતિની પાસે ગયો. ત્યાં યતિએ તેને ઘર્મોપદેશ આપ્યો. કદંબે યતિને પૂછ્યું કે “તમે સ્નાન કરતા નથી, તો તમારી શુદ્ધિ શી રીતે થાય છે?” મુનિએ જવાબ આપ્યો કે “આ શરીર સદા અશુચિ જ છે, તેનું સ્નાન કરવાથી શી રીતે શુચિપણું થાય? માટે મનની શુદ્ધિ જ જોવી જોઈએ; કેમકે રસ, લોહી, માંસ, મેદ, અસ્થિ, મજ્જ, શુક્ર અને વસા, ઇત્યાદિ અશુચિના સ્થાનરૂપ શરીરનું શુચિપણું ક્યાંથી હોય? અહો! નવ દ્વારમાંથી નિરંતર અશુચિ રસને ઝરવાવાળા અને અશુચિથી વ્યાપ્ત એવા આ દેહમાં શૌચનો સંકલ્પ માત્ર કરવો, તે પણ મહામોહનું વિલસિત જ છે.” આ પ્રમાણેનો ઉત્તર સાંભળી કદંબે વિચાર્યું કે “હું તો ફોગટ જ શૌચવાદ કરું છું, ખરેખર તો આ સાઘુઓ જ પવિત્ર છે, કેમકે બ્રહ્મચારી સવા શુરઃ બ્રહ્મચારી નિરંતર પવિત્ર જ છે.” ઇત્યાદિ વિચાર કરીને પછી તેણે ફરીથી ગુરુને પૂછ્યું કે “હે સ્વામી! મને શરીરમાં મહાદુઃસહ પીડા થાય છે, એક ક્ષણમાત્ર પણ શાંતિ થતી નથી, તેનું શું કારણ?” ગુરુ બોલ્યા કે “કર્મની ઘટના ઊંટના પૃષ્ઠ જેવી મહા વિષમ છે. જાતિ, કુળ, દેહ, વિજ્ઞાન, આયુ, બળ, ભોગ અને સંપદા વગેરેની વિષમતા જોઈને આ સંસારમાં વિદ્વાન માણસને પ્રીતિ કેમ થાય? ન જ થાય. વળી રત્નત્રયી પરિણત અને તીવ્ર ક્ષયોપશમવાળા મુનિ અપૂર્વ કરણના બળથી ઉપશમશ્રેણિ પામીને ચારિત્ર પરિણામ પર આરૂઢ થઈ સર્વથા મોહોદય રહિત થાય છે અને તે કેવળીની હદે પહોંચે છે; તો પણ દુષ્ટ કર્મને લીઘે અર્થાત્ સત્તામાં રહેલા મોહનીય કર્મના ઉદયથી અથવા આય કર્મનો અંત થવાથી (આયુષ્ય પૂર્ણ થવાથી) ત્યાંથી પણ ભ્રષ્ટ થાય છે અને ચાર ગતિમાં પરિભ્રમણ કરે છે. દુષ્ટ મોહનીયના વશથી પ્રાણીને અનંત સંસાર પરિભ્રમણ કરવું પડે છે, તેથી કોઈ પણ પ્રયત્ન ચેતનાને કર્માધીન કરવી નહીં, સ્વાધીન કરવી. વળી કર્મની વિષમતા એવી છે કે કોઈ રંક માણસ શુભ કર્મના ઉદયથી એક ક્ષણમાત્રમાં રાજા થાય છે, અને કોઈ રાજા અશુભ કર્મના ઉદયથી ક્ષણમાત્રમાં રંક થાય છે. પુરાણમાં પણ કહ્યું છે કે ___ यादृशं क्रियते चित्तं, देहिभिर्वर्णनादिषु । तादृशं कविवबूनं, जायते सततं जने ॥१॥ ભાવાર્થ-“સ્તુતિ-નિંદા વગેરેમાં કવિઓની જેમ પ્રાણીઓ જેવું ચિત્ત (ભાવ) કરે છે તેવું લોકમાં નિરંતર પ્રાપ્ત થાય છે.” એકદા બ્રહ્મા વગેરે ઘણા દેવો એકત્ર મળીને પોતપોતાના ઉત્કર્ષનું વર્ણન કરતા હતા, તે વખતે શનિશ્ચર બોલ્યો કે “હું સર્વ દેવાદિકને સુખ દુઃખ આપવા સમર્થ છું.” તે સાંભળી શંકરે કહ્યું કે “તું કેવું સુખ દુઃખ આપે છે તે જોઈશું, મને બતાવજે.” એમ કહીને મહાદેવે સ્વસ્થાને જઈને તે વાત પાર્વતીને કહી. પછી શિવે પોતે પાડાનું રૂપ લીધું, અને પાર્વતીએ ભેંસનું રૂપ કર્યું. પછી નગરની અશુચિમય ખાળમાં જઈને બન્ને જણા રહ્યા. ત્રણ દિવસ રહીને તે બન્ને ત્યાંથી નીકળી ઘેર આવી પોતાના મૂળ સ્વરૂપવાળા થયા. પછી શંભુએ શનિ પાસે જઈને કહ્યું કે “તારી દશા કાલે પૂરી થઈ. તેં તો મને કાંઈ પણ દુઃખ આપ્યું નહીં.” શનિ બોલ્યો કે “તમે ક્યાં રહ્યા હતા?” ત્યારે Page #148 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૩૨૫] કર્મનાં ફળ ૧૩૯ શંકરે પોતાની સ્થિતિ કહી બતાવી. ત્યારે શનિ બોલ્યો કે “હું કાંઈ લાકડી લઈને કોઈને મારતો નથી, પણ તેવા પ્રકારની બુદ્ધિ આપું છું કે જેથી પોતાની જાતે જ તે દુઃખમાં પડે છે. તમે ત્રણ દિવસ સુધી અશુચિમય ખાળમાં રહ્યા, તેથી વઘારે કયું દુ:ખ? માટે હું જ લોકોને દુઃખાદિક આપું છું, પણ તે કર્મની પ્રેરણાથી જ આપું છું.” તે સાંભળી શિવ બોલ્યા કે “એ વાત સત્ય છે કે જીવો કર્મથી જ કરેલાં સુખદુઃખને પામે છે.” પછી સર્વ દેવોએ “તર્મ શો નાસ્તિ’ એટલે કરેલાં કર્મનો ભોગવ્યા વિના નાશ થતો નથી, એમ અંગીકાર કર્યું. આ પ્રમાણે શ્રી ગુરુના મુખથી કર્મવિપાકનું સ્વરૂપ સાંભળીને તે કદંબ વિપ્ર બોલ્યો કે “જો મને પણ આ રોગની શાંતિ થાય તો હું પણ ગુરુ જેવો થાઉં.” ત્યારે ગુરુ બોલ્યા કે “સર્વ ઔષઘો મૂકીને એક નવકાર મંત્રને જ છ માસ સુધી ગણ્યા કર; તારે બીજું કાંઈ પણ ધ્યાન કરવું નહીં.” કદંબે ગુરુના કહેવાથી નવકારનું જ ધ્યાન કરવા માંડ્યું. તેથી તેનો કુષ્ઠ વ્યાધિ નાશ પામ્યો, એટલે તે ઉત્તમ શ્રાવક થયો. પછી સર્વ દ્રવ્યનો સન્માર્ગે વ્યય કરી ચારિત્ર લઈને અનુક્રમે સ્વર્ગે ગયો. મિથ્યાત્વાદિક હેતુએ કરીને પોતે કરેલું કર્મ દારુણ વિપાકને આપે છે, એમ સાંભળીને કદંબા બ્રાહ્મણ પોતાના સ્વરૂપને પામ્યો. તેવી રીતે બીજાઓએ પણ પ્રવર્તવું.” વ્યાખ્યાન ૩૨૫ કર્મના ફળ स्वात्मनोच्छृखलेनात्तं, तद्भुक्त्या कर्म हीयते । अक्षयत्वमहो एकं, ढंढणर्षिकुमारवत् ॥१॥ ભાવાર્થ-“અહો! ઢંઢણઋષિ કુમારની જેમ પોતે જ ઉદ્ધતપણાથી બાંધેલું ક્ષય ન થાય તેવું કર્મ તેનું ફળ ભોગવ્યાથી જ ક્ષય પામે છે.” તેમનું દ્રષ્ટાંત આ પ્રમાણે– ઢઢણઋષિ કુમારની કથા કુબેરે બનાવેલી દ્વારિકાનગરીમાં શ્રી કૃષ્ણ વાસુદેવ બળભદ્રની સાથે રાજ્ય કરતા હતા. તે વાસુદેવને ઢંઢણા નામે એક રાણી હતી. તેની કુક્ષિથી ઉત્પન્ન થયેલો ઢંઢણ નામનો કુમાર હતો. તે યુવાવસ્થાને પામ્યો, એટલે તેને કૃષ્ણવાસુદેવે મોટા ઉત્સવથી સૌન્દર્યમાં દેવકન્યાનો પણ તિરસ્કાર કરે તેવી ઘણી રાજકન્યાઓ પરણાવી, તેની સાથે ઢંઢણકુમાર પંચેન્દ્રિય સંબંધી સુખભોગ ભોગવવા લાગ્યો. એકદા તે નગરીમાં શ્રી નેમિનાથ પ્રભુ સમવસર્યા. વનપાળના મુખથી તે ખબર સાંભળીને પ્રભુને વાંદવા માટે સર્વ પરિવાર સહિત શ્રી કૃષ્ણ ઢંઢણકુમારને સાથે લઈને ગયા. સમવસરણ નજીક આવ્યા એટલે રાજ્ય સંબંધી પાંચ ચિહ્નોનો ત્યાગ કરીને ત્રણ પ્રદક્ષિણાપૂર્વક સ્વામીને વંદના કરી, અને વિનયથી નમ્ર દેહ રાખીને ભગવાનની પાસે બેઠા. પછી સ્વામીએ સર્વ પ્રાણીઓની ભાષાને અનુસરતી વાણી વડે દેશના આપી. તે સાંભળીને જેને સંવેગ ઉત્પન્ન થયો છે એવા ઢંઢણકુમારે મહા પ્રયત્ન માતાપિતાની આજ્ઞા મેળવી ભગવંતની પાસે દીક્ષા લીધી. પછી ભગવાનની પાસે ગ્રહણા અને આસેવના નામની બે પ્રકારની શિક્ષા શીખતાં તેમણે સાંભળ્યું કે “મુનિએ છ કારણે આહાર લેવો. તે આ પ્રમાણે– ૧ ખગ, છત્ર, મોજડી, મુકુટ ને ચામર આ પાંચ રાજચિહ્નો જાણવાં. Page #149 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૫ छुहवेअणवेयावच्चे, संजम ज्झाण पाणरक्खणठ्ठाए । इरियं च विसोहेउं, भुंजइ नो रूवरसहेउं ॥ १॥ ભાવાર્થ—‘ક્ષુધા વેદનાનું શમન, વૈયાવૃત્ય, સંયમ, ધ્યાન, પ્રાણરક્ષા અને ઈર્યાપથિકીનું શોધન એ છ હેતુએ મુનિ આહાર કરે, પણ રૂપ કે રસના હેતુથી આહાર કરે નહીં.’’ તેની વ્યાખ્યા કરે છે— ૧૪૦ [સ્તંભ ૨૨ (૧) ક્ષુધા તૃષાની વેદના છેદવા માટે મુનિએ આહાર લેવો. (૨) દશ પ્રકારની વૈયાવૃષ્યને માટે આહાર લેવો, કેમકે ક્ષુધાદિકથી પીડાયેલો માણસ વૈયાવૃત્ય કરવા સમર્થ થતો નથી. (૩) પડિલેહણા પ્રમાર્જનાદિ લક્ષણવાળા સંયમને પાળવા માટે આહાર લેવો, કેમકે આહારાદિક વિના કચ્છ, મહાકચ્છ વગેરેની જેમ સંયમનું પાલન થઈ શકે નહીં. (૪) સૂત્ર ને અર્થનું ચિંતન કરવામાં એકાગ્રતારૂપ જે પ્રણિધાન– તેને માટે ભક્ત પાન ગ્રહણ કરવું, કેમકે ક્ષુધાતૃષાથી દુર્બળ થયેલાને દુર્ધ્યાન પ્રાપ્ત થવાનો સંભવ છે, તો પછી તે સૂત્રાર્થનું ચિંતન તો ક્યાંથી જ કરી શકે? (૫) પ્રાણ એટલે પોતાનું જીવિત તેના રક્ષણ માટે આહાર પાણી લેવાં, કેમકે અવિધિ વડે ક્ષુધા તૃષા સહન કરીને પોતાના પ્રાણનો પણ નાશ કરે તો તેથી પણ હિંસા થાય છે. તથા (૬) ઈર્યાપથિકી એટલે ચાલતી વખતે માર્ગ શોધવો, તેને માટે આહારાદિક ગ્રહણ કરવો, કેમકે ક્ષુધા અને તૃષાથી આકુળવ્યાકુળ થયેલો માણસ નેત્ર વડે બરાબર જોઈ શકે નહીં, તેથી માર્ગમાં રહેલા જીવાદિકનું નિરીક્ષણ દુષ્કર થાય. આ છ હેતુથી મુનિ આહારાદિક ગ્રહણ કરે, પણ રૂપ એટલે શરીરના સૌંદર્યને માટે અથવા જિહ્વા ઇંદ્રિયના રસના લોભથી આહાર ગ્રહણ કરે નહીં. હવે જે છ કારણોથી આહારાદિકનું ગ્રહણ ન કરે તે કહે છે– अहव न जिमिज्ज रोगे, मोहुदये सयणमाइउवसग्गे । पाणिदया तवहेउ, अंते तणुमोयणत्थं च ॥२॥ ભાવાર્થ-અથવા રોગમાં, મોહના ઉદયમાં, સ્વજનાદિકના ઉપસર્ગમાં, પ્રાણીની દયામાં, તપમાં અને છેવટ શરીરના ત્યાગમાં એટલા કા૨ણે મુનિ આહારાદિક ગ્રહણ કરે નહીં.’’ હવે તેની વ્યાખ્યા કરે છે– (૧) જ્વર, અજીર્ણ વગેરે વ્યાધિ હોય ત્યારે આહાર લે નહીં. (૨) પુરુષવેદ વગેરે લક્ષણવાળા મોહનો ઉદય થાય ત્યારે અર્થાત્ પ્રબળ વેદોદયાદિ હોય ત્યારે આહાર લે નહીં. (૩) માતા, પિતા, સ્ત્રી વગેરે સ્વજનો અથવા દેવતા વગેરે વ્રતભંગ માટે ઉપદ્રવ કરતા હોય ત્યારે આહાર લે નહીં. (૪) જીવદયા માટે એટલે વર્ષાઋતુમાં કુંવાડમાં રહેલા અકાય જીવોની રક્ષા માટે અથવા સૂક્ષ્મ દેડકીઓ વગેરે જીવોથી વ્યાપ્ત થયેલી પૃથ્વી હોય ત્યારે તે જીવોની રક્ષા માટે આહાર લે નહીં–લેવા નીકળે જ નહીં. (૫) ચતુર્થાદિક તપ કરવાને માટે આહાર કરે નહીં. તથા (૬) છેવટ મરણ વખતે સંયમ પાળવાને અસમર્થ થયેલા દેહનો ત્યાગ કરવા માટે આહાર લે નહીં.’’ ઇત્યાદિ નેમિનાથ પ્રભુના મુખથી કહેલી શિક્ષાને ઘારણ કરતા ઢંઢણર્ષિ આસક્તિરહિત થઈને “જે કાંઈ પ્રાસુક અન્ન મળી ગયું તે ખાઈ લીધું’’ એવી રીતે વિચરવા લાગ્યા. www.jainelibrary.erg Page #150 -------------------------------------------------------------------------- ________________ ૧૪૧ વ્યાખ્યાન ૩૨૫] કર્મનાં ફળ એકદા તે મુનિને પૂર્વે કરેલા અન્તરાય કર્મનો ઉદય થયો, તેથી તે ભિક્ષાને માટે જ્યાં જ્યાં જાય ત્યાં ત્યાં શુદ્ધ ભિક્ષા પામે નહીં; તેથી તેણે એવો અભિગ્રહ લીધો કે “આજ પછી જ્યારે હું મારી પોતાની લબ્ધિથી અન્ન પામીશ ત્યારે જ પારણું કરીશ, નહીં તો પારણું નહીં કરું; બીજા મુનિઓએ લાવેલો આહાર હું કરીશ નહીં.” એવો અભિગ્રહ લઈને પ્રભુની સાથે વિહાર કરતાં અન્યદા દ્વારિકા નગરીમાં આવ્યા. ત્યાં પણ તેવી જ રીતે પોતે વિષ્ણુના પુત્ર છતાં અને જગતગુરુના શિષ્ય છતાં, સ્વર્ગની લક્ષ્મીને પણ જીતનાર એવી સમૃદ્ધિવાળી દ્વારિકા નગરીમાં પણ મોટા શ્રીમંતોના ઘરમાં પર્યટન કરતાં ઢઢણમુનિ પોતાને યોગ્ય કાંઈ પણ આહાર પામ્યા નહીં. એક દિવસ કોઈ બીજા મુનિ ઢઢણમુનિની સાથે ગોચરી ગયા તો તેને પણ આહાર મળ્યો નહીં; તેથી બીજા મુનિઓએ પ્રભુને પૂછ્યું કે “હે ભગવન્! આ ઢંઢણઋષિ કયા કર્મને લીઘે શ્રાવકના ઘરથી પણ ભિક્ષા પામતા નથી?” ભગવાન બોલ્યા કે “તેના પૂર્વભવનું વૃત્તાંત સાંભળો પૂર્વે ઘાન્યપુર નામના ગામમાં પારાસર નામે એક બ્રાહ્મણ રહેતો હતો. તે રાજાનો નિયોગી (અધિકારી) હોવાથી રાજાએ તેને તે ગામમાં પાંચસો સાંતીનો (તેટલા ખેતરનો) અધિકાર આપ્યો હતો. એકદા ખેડૂતોને માટે ભોજન આવ્યું હતું, બળદો માટે ઘાસ આવ્યું હતું અને સર્વે ભૂખ તરસથી થાકી ગયા હતા, તો પણ તે પારાસરે તે પાંચસો ખેડૂતોને જમવાની રજા આપી નહીં, અને કહ્યું કે “મારા ખેતરમાં એક એક ચાસ ખેડીને પછી સર્વ ભોજનાદિક કરો.” તે સાંભળી પરાધીન ખેડૂતોએ તેના કહેવા પ્રમાણે કર્યું. આ વખતે તેણે અંતરાય કર્મ બાંધ્યું. ત્યાંથી મૃત્યુ પામી ઘણા ભવ ભ્રમણ કરીને કાંઈક પુણ્યના પ્રભાવથી અહીં કૃષ્ણના પુત્ર થયા છે. તેણે વૈરાગ્યથી દીક્ષા લીધી છે અને અભિગ્રહ ઘારણ કરેલો છે. તે ગોચરી માટે જેવી રીતે જાય છે તેવી જ રીતે પૂર્વના કર્મ કરીને ભિક્ષા વિના જ પાછા આવે છે; પણ તેનામાં કૈલાસ પર્વત કરતાં પણ અનંતગણું ધૈર્ય છે, કેમકે તેને ભિક્ષા મળતી નથી તોપણ તે ઉગ પામતા નથી, તેમજ બીજાઓની નિંદા કરતા નથી; પરંતુ દીનતા ઘારણ કર્યા વિના જ હમેશાં અલાભપરિષહને સહન કરે છે, અને સર્વ પ્રકારે પરપુગલથી ઉત્પન્ન થયેલા તથા અનેક જીવની હિંસાદિ વડે નીપજેલા આહારના દોષોનું ચિંતન કરીને અનાહારીના ગુણોની પ્રશંસા કરતા સતા મોટી સકામ નિર્જરા કરે છે.” આ પ્રમાણે શ્રી જિનેન્દ્રના મુખથી સાંભળીને સર્વ સાઘુઓ આશ્ચર્ય પામી ઢંઢણમુનિની પ્રશંસા કરવા લાગ્યા. અનુક્રમે અલાભપરિષહ સહન કરતાં ઢંઢણર્ષિને છ માસ વ્યતીત થયા. તે અવસરે પ્રભુને વાંદવા માટે આવેલા શ્રી કૃષ્ણ શર્મદેશના થઈ રહ્યા પછી પ્રભુને પૂછ્યું કે “હે ભગવન્! અઢાર હજાર શીલાંગરૂપી રથમાં બેઠેલા આ અઢાર હજાર મુનિઓમાં વિશેષ દુષ્કર કાર્ય કરનાર કોણ છે?” ત્રિભુવનપતિએ કહ્યું કે “હે કૃષ્ણ! સર્વે સાઘુઓ દુષ્કર ક્રિયા, ગુણરત્નસંવત્સરાદિ તપ, જિનકલ્યની તુલના અને બાવીશ પરિષહોનું સહન કરવું ઇત્યાદિ સ્કૂલના પામ્યા વિના કરે છે, તો પણ તે સર્વેમાં માયારૂપી પૃથ્વીને વિદારણ કરવામાં ખેડૂત સમાન તમારો પુત્ર ઢંઢણર્ષિ હાલમાં અતિ ઉત્કૃષ્ટ છે. તે અદીન મન વડે છ માસથી અલાભપરિષહને સહન કરે છે.” તે સાંભળીને શ્રીકૃષ્ણ વિચાર કર્યો કે “અહો! મારા પુત્રનો જન્મ તથા જીવિતવ્યને ધન્ય છે કે જેની શુદ્ધ વૃત્તિની ત્રિકાળના સમસ્ત પદાર્થોને જાણનાર શ્રી તીર્થકર પોતે બાર પર્ષદાની સમક્ષ પ્રશંસા Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૫ | [સ્તંભ ૨૨ કરે છે.” પછી શ્રીકૃષ્ણ ભગવાનને પૂછ્યું કે “તે મહામુનિ અત્યારે ક્યાં છે તે કહો કે જેથી હું તેમને વંદન કરું?” તે સાંભળીને કરમાં રહેલા નિર્મળ જળની જેમ સર્વ વિશ્વને જોનારા પ્રભુએ કહ્યું કે “હે મુકુન્દ! તે મુનિ અત્યારે ભિક્ષા માટે દ્વારિકાપુરીમાં ગયા છે. તે તમે પુરીમાં પ્રવેશ કરશો ત્યારે ભિક્ષાને માટે અટન કરતા તેમને સામા મળશે.” તે સાંભળીને જેણે અનેક પ્રાણીઓને સિદ્ધિની સન્મુખ કર્યા છે એવા કૃપાનિધિ શ્રી નેમિનાથ સ્વામીને પ્રણામ કરીને શ્રીકૃષ્ણ પુર તરફ ચાલ્યા. પુરમાં પેસતાં જ તેમણે દૂરથી જેનું શરીર અતિ કૃશ થયેલું હતું, કક્ષામાં જેણે ભિક્ષાનું પાત્ર રાખેલું હતું, તીર્થકરે પોતે જ પ્રશંસા કરેલી હોવાથી ત્રણ ભુવનમાં જે અદ્વિતીય સુપાત્ર હતા અને અનાદિકાળથી સંચિત કરેલા કર્મરૂપી દર્ભના મૂળને જેમણે દાતરડું મૂકી દીધું હતું, એવા તે મુનિને જોઈને વિચાર્યું કે “શું આ જ ઢંઢણર્ષિ હશે કે કોઈ બીજા સાધુ હશે? પણ શ્રી જિનેશ્વરે કહ્યું છે કે “પુરમાં પ્રવેશ કરતાં તે તમને સામા મળશે' માટે ખરેખર આ તે જ મુનિ છે. અહો! પ્રથમ આનું સ્વરૂપ દેવકુમાર જેવું હતું. આજ કેવું નિસ્તેજ થયેલું છે?” એમ વિચારીને હર્ષથી શ્રીકૃષ્ણ હાથી પરથી ઊતરી ત્રણ પ્રદક્ષિણાપૂર્વક પૃથ્વીતળ સુધી મસ્તક નમાવી વંદના કરીને હાથ જોડી નિરાબાઘ વિહારાદિની પૃચ્છા કરી. પછી તેમની સ્તુતિ કરવા લાગ્યા કે “હે મુનિ! આજનો દિવસ મારો સફળ થયો, અત્યારની ક્ષણ સુલક્ષણવાળી થઈ અને અત્યારનો પ્રહર મને સુખદાયી થયો, કે જેમાં આપના વંદનનો ઉત્સવ મને પ્રાપ્ત થયો.” ઇત્યાદિ સ્તુતિ કરતા શ્રીકૃષ્ણને છોડીને તે નિઃસ્પૃહી મુનિ આગળ ચાલ્યા. આ સર્વ હકીકત કોઈ ગૃહસ્થ પોતાના ગોખમાં બેઠા બેઠા જોઈ, તેથી તેણે વિચાર કર્યો કે અહો! આ કોઈ મહામુનિ છે કે જેને શ્રીકૃષ્ણ પોતે વંદના કરી.” એમ વિચારી નીચે ઊતરીને તે ગૃહસ્થ મુનિને પોતાને ઘેર લઈ જઈને સિંહકેસરીઆ મોદક વહોરાવ્યા. તે લઈને મુનિ પ્રભુ પાસે ગયા. પ્રભુના ચરણને નમીને મુનિ બોલ્યા કે “હે સ્વામી! આજે મારો અભિગ્રહ પરિપૂર્ણ થયો.” પ્રભુ બોલ્યા કે “હે ઢંઢણ! એ આહાર તારી લબ્ધિથી તને મળ્યો નથી, પણ હરિએ તારી સ્તુતિ કરી તેથી તે વણિકે તને પ્રતિલાભિત કર્યો છે; માટે તે હરિની લબ્ધિથી મળ્યો છે.” આ પ્રમાણે પરમાત્માનું વચન સાંભળીને હૃષ્ટતુષ્ટ થયેલા મુનિ અત્યંત પ્રીતિભાવ પામ્યા. ઘણે માસે આહાર મળ્યા છતાં પણ લોલુપતા અને ઉત્સુકતાદિક દોષથી રહિત, અભિગ્રહમાં આસક્ત અને પ્રભુના પરમભક્ત એવા તે નિઃસ્પૃહ મુનિએ વિચાર્યું કે “પરની લબ્ધિથી મળેલી આ ભિક્ષા ત્યાગ કરવા યોગ્ય છે.” એમ વિચારીને તે મુનિ ઈટ પકવવાના નીંભાડા પાસે ગયા અને ત્યાં શુદ્ધ ચંડિલમાં તે મોદકનું ચૂર્ણ કરીને રાખમાં નાખતા નાખતા પોતાના આત્માની નિંદા કરવા લાગ્યા કે “અહો! અભિગ્રહની અપેક્ષા વિનાનો જે આહાર તેના અભિલાષી થયેલા મને ઘિક્કાર છે, અને અહો! ભગવાનના જ્ઞાનને ઘન્ય છે કે જેણે મારા અભિગ્રહનું રક્ષણ કર્યું. સૂક્ષ્મ જ્ઞાન વિના અંતરમાં રહેલા સૂક્ષ્મ ભાવને કોણ જાણી શકે?” આ પ્રમાણે શુક્લધ્યાનમાં આરૂઢ થયેલા મુનિએ મોદકનું ચૂર્ણ કરવાના મિષથી સર્વ કર્મોને ચૂરી નાંખી તત્કાળ કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. પછી દેવતાઓએ રચેલા સુવર્ણકમળપર બેસી તે કેવળી મુનિએ પોતાના જ અંતરાય કર્મ સંબંથી દેશના આપીને કહ્યું કે “હે ભવ્ય પ્રાણીઓ! આ પ્રમાણે અંતરાય કર્મનું ફળ જાણીને કોઈએ કોઈને પણ અંતરાય કરવો નહીં.” Page #152 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૩૨૬] ચિત્તની એકાગ્રતા ૧૪૩ પછી શ્રી જિનેશ્વર પાસે આવી પ્રભુને પ્રદક્ષિણા કરી “નમર્તીથ' એમ બોલીને કેવળીની સભામાં બેઠા. અનુક્રમે મોક્ષપદને પામ્યા. કર્મનું ફળ અહીં જ મળે તો તે સારું છે, કેમકે તે કર્મને જીતવા માટે તેનો પ્રતિકાર કરનાર મળી શકે; તેથી જ ઢંઢણઋષિ જિનેન્દ્રના ગુણોનું ધ્યાન કરીને સર્વ કર્મનો ક્ષય કરી કેવળજ્ઞાનને પામ્યા.” વ્યાખ્યાન ૩૨૬ ચિત્તની એકાગ્રતા तैलपात्रधरो यद्वद्राधावेधोद्यतो यथा । क्रियास्वनन्यचित्तः स्याद्भवभीतस्तथा मुनिः॥१॥ ભાવાર્થ-જેમ તેલના પાત્રને ઘારણ કરનારો, અથવા જેમ રાઘાવેશ કરવાને તૈયાર થયેલો માણસ એકચિત્તવાળો થાય છે, તેમ ભવથી ભય પામેલા મુનિ પણ ક્રિયાને વિષે એકાગ્રચિત્તવાળા થાય છે.” જેમ મરણના ભયથી ભય પામેલો માણસ તેલના પાત્રને ઘારણ કરીને પ્રમાદરહિત રહે છે, તે જ પ્રમાણે મુનિ આત્મગુણના ઘાતથી ભય પામીને સંસારમાં અપ્રમાદી રહે છે. કોઈ રાજાએ કોઈ લક્ષણોપેત માણસને ઉપદેશ આપવા માટે ગુનેગાર ઠરાવીને તેનો વઘ કરવાની આજ્ઞા આપી. તે વખતે સભાજનોએ રાજાને વિનંતિ કરી કે “હે સ્વામી! એનો અપરાધ માફ કરો, એને મારો નહીં.” ત્યારે રાજાએ કહ્યું કે “જો તે તેલથી ભરેલા મોટા થાળને ઘારણ કરીને સ્થાને સ્થાને અનેક પ્રકારના નાટક અને વાજિંત્રોથી વ્યાકુળ થયેલા આખા નગરમાં ભ્રમણ કરી તેલનું એક બિંદુ પણ પડ્યા વિના અહીં આવે તો હું તેને મારું નહીં, પણ જો તેલનું એક બિંદુ પણ પડે તો તત્કાળ તેના પ્રાણનો નાશ કરીશ.” એ વાત પેલા માણસે કબૂલ કરી, અને તે જ પ્રમાણે અનેક જનોથી વ્યાપ્ત થયેલા માર્ગમાં નાટક વાજિંત્રાદિ તરફ દ્રષ્ટિ પણ કર્યા વિના માથે તેલનો થાળ રાખી એક ચિત્તે ચાલવામાં ઉપયોગ રાખીને તેલનું બિંદુ પણ પાડ્યા વિના આખું નગર ફરીને આવ્યો, તે જ પ્રમાણે મુનિ પણ અનેક પ્રકારના સુખદુ:ખથી વ્યાકુળ એવા આ સંસારમાં આત્મસિદ્ધિને માટે પ્રમાદ-રહિત થાય છે. વળી જેમ સ્વયંવરમાં કન્યાને પરણવા માટે રાધાવેધ કરવા તૈયાર થયેલો માણસ સ્થિર ચિત્તવાળો થાય, તેમ ભવથી ભય પામેલા મુનિ સંસારમાં ભ્રમણ કરવાથી અને ગુણના આવરણાદિક મહા દુઃખથી ભય પામીને સમિતિ ગુણિરૂપ ક્રિયાઓમાં એકચિત્ત થાય છે. કહ્યું છે કે अमिसलुद्धेण वणे, सीहेण य दाढचक्कसंगहिया । तह वि हु समाहिपत्ता, संवरजुत्ता मुणिवरिंदा ॥१॥ ભાવાર્થ-“વનને વિષે માંસમાં લુબ્ધ થયેલા સિંહે દાઢરૂપ ચક્રથી ગ્રહણ કર્યા, તો પણ સંવરમાં યુક્ત એવા મુનિવરો સમાથિને પ્રાપ્ત થયા.” આ અર્થનું સમર્થન કરવા માટે સુકોશલ મુનિનો સંબંધ છે તે આ પ્રમાણે Page #153 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૫ સુકોશલ મુનિની કથા અયોધ્યા નગરીમાં કીર્તિધર નામે રાજા રાજ્ય કરતો હતો. તેને સહદેવી નામે પટ્ટરાણી હતી. અન્યદા રાજાએ સુકોશલ નામનો પુત્ર થયે સતે તેની બાલ્યવયમાં જ દીક્ષા લીધી. સુકોશલ મોટો થયો એટલે દેશનો અધિપતિ થયો. કેટલેક કાળે કીર્તિઘર મુનિ પૃથ્વી પર વિહાર કરતાં અયોધ્યાનગરીમાં આવ્યા. મધ્યાહ્ન સમયે ગોચરીને માટે તેમણે નગરીમાં પ્રવેશ કર્યો. તે વખતે સહદેવી રાણીએ તેને જોઈને વિચાર કર્યો કે “જો કદાચ સુકોશલ આ તેના પિતા કીર્તિધર મુનિને જોશે તો તે નક્કી દીક્ષા લેશે.’’ એમ વિચારીને તેણે પોતાના સેવકને કહીને તે મુનિને નગર બહાર કાઢી મુકાવ્યા. તે જોઈને સુકોશલની ઘાત્રી (ઘાવ માતા) રુદન કરવા લાગી. સુકોશલે તેને પૂછ્યું કે ‘હે માતા ! તમે કેમ રુઓ છો?’’ તે બોલી કે ‘‘તમારા પિતા કીર્તિઘર મુનિને તમારી માતાએ નગર બહાર કઢાવી મૂક્યા તેથી હું રોઉં છું.’ તે સાંભળી રાજા સર્વ સમૃદ્ધિ સહિત મુનિને વાંદવા ગયો. ત્યાં મુનિને વાંદીને થર્મદેશના સાંભળી. પછી રાજાએ પૂછ્યું કે “હે સ્વામી! મહાન ઉપસર્ગ પ્રાપ્ત થયા છતાં પણ મુનિજનો પોતાના નિર્ભયતા ગુણનું રક્ષણ શી રીતે કરતા હશે?’’ મુનિ બોલ્યા કે– विषं विषस्य वह्नेश्च, वह्निरेव यदौषधम् । तत्सत्यं भवभीतानामुपसर्गेऽपि यन्न भीः ॥ १ ॥ ભાવાર્થ-‘વિષનું ઔષધ વિષ છે અને અગ્નિનું ઔષધ અગ્નિ છે, તે સત્ય છે; કેમકે ભવથી ભય પામેલાને ઉપસર્ગમાં પણ ભય હોતો નથી.’’ ૧૪૪ જેમ કોઈ માણસ વિષથી પીડા પામ્યો હોય તો તે વિષનું ઔષધ વિષ જ કરે છે, જેમ સર્પથી ડંખાયેલો માણસ લીંબડો વગેરે ચાવવાથી ભય પામતો નથી, અથવા કોઈ અગ્નિથી દગ્ધ થયેલો માણસ અગ્નિદાહની પીડાનું નિવારણ કરવા માટે ફરીથી અગ્નિનો તાપ અંગીકાર કરે છે તે સત્ય છે; કેમકે ભવથી ભય પામેલા મુનિઓ અનાદિ કાળના સંચય કરેલા કર્મનો ક્ષય કરવામાં ઉદ્યમવંત થયેલા હોવાથી ઉપસર્ગો વડે ઘણા કર્મનો ક્ષય થતો માનીને ભયભીત થતા નથી; કેમકે મોક્ષરૂપ સાઘ્ય કાર્યમાં નિર્ભયતા ગુણ સહાયકારક છે. [સ્તંભ ૨૨ स्थैर्यं भवभयादेव, व्यवहारे मुनिर्व्रजेत् । સ્વાત્મારામસમાધી તુ, તવષ્યન્તર્નિમન્નતિ રા ભાવાર્થ-‘ભવના ભયથી જ એટલે નરક તથા નિગોદાદિકમાં પ્રાપ્ત થતા દુઃખ ઉદ્વેગાદિકથી ભય પામીને તત્ત્વજ્ઞાની મુનિ એષણાદિક વ્યાવહારિક ક્રિયામાં સ્થિરતાને ઘારણ કરે છે; તેથી તે ભવનો ભય પણ જ્ઞાનાનંદમય આત્મસમાધિમાં લીન થઈ જાય છે, એટલે વિનાશ પામી જાય છે. અર્થાત્ આત્મઘ્યાનમાં લીન થયેલા સુખદુ:ખમાં સમાન અવસ્થાવાળા મુનિઓને ભયનો અભાવ જ હોય છે.'' આ સંસારમાં મગ્ન થયેલા જીવોને ધર્મની ઇચ્છા જ થતી નથી. ઇંદ્રિયોના સુખનો સ્વાદ લેવામાં તલ્લીન થયેલા પ્રાણીઓ મદોન્મત્તની જેમ વિવેકરહિતપણે જ્યાં ત્યાં ભટકે છે, દુઃખથી ઉદ્વેગ પામીને તે દુ:ખના નાશ માટે અનેક ઉપાયના ચિંતનથી વ્યાકુળ થઈ ભૂંડની જેમ મહામોહરૂપી ભવસાગરમાં પરિભ્રમણ કરે છે. વધારે શું કહેવું? સર્વ સિદ્ધિને આપનારા શ્રીમાન્ www.jainelibrary.erg Page #154 -------------------------------------------------------------------------- ________________ ૧૪૫ વ્યાખ્યાન ૩૨૭] લોકસંજ્ઞા વીતરાગને વંદનાદિક પણ કરતા નથી, અને ઇંદ્રિયો સંબંઘી વિષયસુખ મેળવવાને માટે જન્મ પર્યંત કરેલા તપ, ઉપવાસ વગેરે કષ્ટકારી અનુષ્ઠાનને હારી જાય છે. નિદાનના દોષોને પણ ગણતા નથી. મોક્ષના હેતુરૂપ જૈનશાસનને દેવાદિક સુખના હેતુરૂપ માનીને મોહ પામે છે તથા મિથ્યાત્વથી વાસિત થયેલા તે જીવો ઐશ્વર્યાદિક મેળવવાને માટે મત્સ્યની જેમ ભવસમુદ્રમાં ભટકે છે, માટે છે સુકોશલ રાજા! ભવને વિષે નિરંતર ઉદ્વેગ (વૈરાગ્ય) ઘારણ કરવો તે જ યોગ્ય છે અને તે જ મોટા ઉપસર્ગોમાં પણ સહાયકારક છે એમ જાણવું.” આ પ્રમાણે ગુરુના મુખથી ઉપદેશ સાંભળીને પ્રતિબોધ પામેલા સુકોશલ રાજાએ તેમની પાસે દીક્ષા લીધી. પછી સહદેવી રાણી પુત્રના વિયોગથી તથા પતિ પરના દ્વેષથી મૃત્યુ પામીને કોઈ વનમાં વાઘણ થઈ. દૈવયોગે વિહાર કરતાં કીર્તિઘર તથા સુકોશલ મુનિ તે જ વનમાં આવી ચાતુર્માસિક તપ કરીને રહ્યા. તપને અંતે પારણાને દિવસે ભિક્ષા માટે જતાં વાઘણે તે બન્નેને જોયા, એટલે તેની સામે ક્રોઘથી દોડી. તેને આવતી જોઈને બન્ને મુનિએ પ્રાણાંત ઉપસર્ગ જાણી કાયોત્સર્ગ કર્યો. વાઘણે તેમને પાડી દીઘા ને ખાવા લાગી. તે વાઘણથી ભક્ષણ કરાતા સુકોશલ મુનિ ક્ષપકશ્રેણિ પર આરૂઢ થઈ કેવળજ્ઞાન પામીને મોક્ષે ગયા. પછી કીર્તિઘર મુનિનું ભક્ષણ કરતાં તે મુનિના મુખમાં સુવર્ણની રેખાથી મઢેલા દાંત તેણે જોયા, એટલે ઉહાપોહ કરતાં તેને જાતિસ્મરણ જ્ઞાન થયું. પોતાના પતિને ઓળખીને તેને અત્યંત પશ્ચાત્તાપ થયો, એટલે તરત જ તે વાઘણે અનશન અંગીકાર કર્યું અને મરણ પામીને આઠમા સહસ્ત્રાર દેવલોકમાં ગઈ. કીર્તિઘર મુનિ પણ શુક્લ ધ્યાન વડે કાળ કરીને અજરામર (મોક્ષ) પદને પામ્યા. ભયથી ઉદ્વેગ પામેલા સુકોશલ મુનિએ ઉપસર્ગ પામ્યા છતાં પણ તત્ત્વદ્રષ્ટિ રાખીને દ્રઢતાનો ત્યાગ કર્યો નહીં, તેમજ કીર્તિધર મુનિએ પણ સ્થિરતાનો ત્યાગ કર્યો નહીં, તેવી જ બીજા મુનિઓએ પણ તત્ત્વદ્રષ્ટિ અને ઉપસર્ગમાં સ્થિરતા ઘારણ કરવી.” વ્યાખ્યાન ૩૨૭ લોકસંજ્ઞા નિર્વેદી એટલે ભવથી વૈરાગ્ય પામેલો અને મોક્ષનું સાઘન કરવામાં ઉદ્યમવંત થયેલો પ્રાણી. લોકસંજ્ઞામાં મોહ પામતો નથી, કેમકે લોકસંજ્ઞા ઘર્મના સાધનનો વ્યાઘાત કરનારી છે, તેથી તે ત્યાગ કરવા યોગ્ય જ છે. કહ્યું છે કે लोकमालंब्य कर्तव्यं, कृतं बहुभिरेव चेत् । तदा मिथ्यादृशां धर्मो, न त्याज्यः स्यात् कदाचन ॥१॥ ભાવાર્થ-“ઘણા માણસોએ જે કર્યું તે કરવું–એમ જો લોકનું અવલંબન લઈએ, તો પછી મિથ્યાત્વીનો ઘર્મ કદાપિ તજવા લાયક થાય જ નહીં, કેમકે મિથ્યા ઘર્મનું આચરણ ઘણા લોકો કરે છે.” આ જગતમાં પ્લેચ્છ આચારનું આચરણ કરનારા ઘણા લોકો છે. કહ્યું છે કે “અનાર્યો કરતાં આર્ય થોડા છે, આર્યો કરતાં જૈનઘર્મી થોડા છે, અને જૈનોમાં પણ જૈનઘર્મની પરિણતિવાળા બહુ થોડા છે. માટે ઘણા લોકોનું અનુસરણ કરવું નહીં.” વળી– Jain Educ(ભાગ ૫ - ૧૦ Page #155 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૫ श्रेयोऽर्थिनो हि भूयांसो, लोको लोकोत्तरे च न । स्तोका हि रत्नवणिजः, स्तोकाश्च स्वात्मसाधकाः ॥ १॥ ભાવાર્થ—આ દુનિયામાં ઘન, સ્વજન અને શરીરાદિકના સુખની પ્રાર્થના કરનારાઓ–તેને ઇચ્છનારાઓ ઘણા છે; પણ અમૂર્ત આત્માના સ્વભાવને પ્રગટ કરવારૂપ લક્ષણવાળા લોકોત્તર કાર્યમાં પ્રવૃત્તિ કરનારા–તેના અર્થી ઘણા હોતા નથી તે યોગ્ય છે; કેમકે બધા વેપારીઓમાં રત્નના વેપારી થોડા જ હોય છે, તેમજ જીવોમાં આત્માનું સાઘન કરનારા–નિરાવરણપણું ઉત્પન્ન કરનારા પણ થોડા જ હોય છે.’' ૧૪૬ [સ્તંભ ૨૨ सर्वत्राप्यधिगम्यन्ते, पापिनो नेतरे जनाः । भूयांसो वायसाः सन्ति, स्तोका यच्चाषपक्षिणः ॥२॥ ભાવાર્થ-સર્વ સ્થાને પાપી જનો મળી આવે છે, પણ ઇતર એટલે ઘર્મી માણસો મળી આવતા નથી; કેમકે દુનિયામાં કાગડાઓ ઘણા છે, પણ ચાષ (નીલકંઠ) પક્ષીઓ તો થોડા જ છે.'’ આ પ્રસંગ ઉપર એક કથા કહે છે— શ્વેતશ્યામ પ્રાસાદની કથા એકદા શ્રેણિક રાજાની સભામાં શ્રેષ્ઠી, સેનાપતિ, સાર્થવાહ, દૂત, દ્વારપાળ, માંડલિક રાજાઓ, યુવરાજ, અમાત્ય, મહામાત્ય અને સેવકો વગેરે સર્વ બેઠા હતા. તે વખતે ધર્મચર્ચા ચાલતાં આ નગરમાં ધર્માં લોકો ઘણા છે કે અધર્મી ઘણા છે?’’ એવો પ્રશ્ન થયો. તે વખતે સર્વ સભાસદોએ કહ્યું કે “પાપી ઘણા છે અને ધર્મિષ્ઠ થોડા છે.” ત્યારે રાજાએ આગ્રહપૂર્વક અભયકુમાર મંત્રીને પૂછ્યું, ત્યારે તે બોલ્યા કે ‘હે સ્વામી! ધર્મિષ્ઠ લોકો ઘણા છે અને પાપી થોડા છે.’’ તે સાંભળીને રાજાએ અતિ આગ્રહથી પૂછ્યું કે ‘“તે શી રીતે?’’ ત્યારે અભયકુમારે કહ્યું કે ‘“હું બતાવી આપીશ.’’ પછી તેણે ગામની બહાર એક શ્વેત અને એક શ્યામ એવાં બે ચૈત્યો કરાવ્યાં, અને ત્રિક, ચત્વર, રાજમાર્ગ અને બીજા મોટા માર્ગ વગેરે આખા નગરમાં પડહ વગડાવ્યો કે આજે સર્વ લોકોએ ગામ બહાર જવું. તેમાં જેઓ ધર્માં હોય તેઓએ શ્વેત પ્રાસાદમાં જવું, અને જેઓ પાપી હોય તેઓએ શ્યામ પ્રાસાદમાં જવું.'' આવી ઉદ્ઘોષણા સાંભળીને સર્વ લોકો પોતપોતાની સંપત્તિ અનુસાર વસ્ત્રાદિક પહેરીને શ્વેત ચૈત્યમાં ગયા. માત્ર કોઈ મામો ભાણેજ બે જ જણ શ્યામ ચૈત્યમાં ગયા. પછી અભયમંત્રીની પ્રેરણાથી સર્વ પરિવાર સહિત શ્રેણિક રાજા ગામ બહાર પેલા ચૈત્ય પાસે આવ્યા. ત્યાં સર્વ લોકોને શ્વેત પ્રાસાદમાં જોઈને રાજાએ પૂછ્યું કે હે પૌરજનો! તમે સર્વે શ્વેત પ્રાસાદમાં કેમ પેઠા છો?’' તે સર્વે બોલ્યા કે “હે મહારાજ! અમે સર્વે પોતપોતાના કુળક્રમથી આવતા ઘર્મનું આચરણ કરનારા હોવાથી ધર્મી છીએ, તેથી આ પ્રાસાદમાં આવ્યા છીએ.’’ તે સાંભળીને ‘અહો! પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, પરસ્ત્રીગમન અને દ્યુત વગેરે સાતે વ્યસનના દોષની ખાણરૂપ આ સર્વ લોકો પોતાને ધર્મવાળા કહે છે. આ પ્રમાણે હોવાથી અભયમંત્રીનું વચન સત્ય થયું.' એમ માનતો રાજા શ્યામ પ્રાસાદમાં ગયો. ત્યાં માત્ર મામા ભાણેજને જોઈને તેમને રાજાએ પૂછ્યું કે “તમે બે આ ચૈત્યમાં કેમ આવ્યા?’' તેઓ બોલ્યા કે ‘‘હે ૧ આ અર્થ ટીકાને અનુસારે કર્યો છે. Page #156 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૩૨૭] લોકસંજ્ઞા ૧૪૭ સ્વામી! અમે પહેલાં શ્રી સુધર્માસ્વામીની પાસે માંસ અને મદિરાનો નિયમ લીઘો હતો, તે નિયમનો અમે ભંગ કર્યો, તેથી અમે મહા પાપી છીએ; કેમકે ‘વ્રતોપી મહાપાપી' વ્રતનો લોપ કરનાર મહાપાપી કહેવાય છે; તેથી અમે આ પ્રાસાદમાં આવ્યા છીએ.'' બીજી કોઈ કથામાં એમ કહેલું સંભળાય છે કે—સુદર્શન શ્રેષ્ઠી કે જેણે રાજગૃહી નગરીના લોકોપર અર્જુનમાલીથી થતા ઉપસર્ગનું નિવારણ કર્યું હતું તે શ્રેષ્ઠી પોતાની સ્ત્રી સહિત મનમાં વિચાર કરીને તે શ્યામ ચૈત્યમાં ગયા હતા, અને બીજા સર્વે શ્વેત ચૈત્યમાં ગયા હતા. શ્વેત ચૈત્યમાં ઉપર પ્રમાણે સર્વ લોકોને પૂછીને રાજા શ્રેણિક શ્યામ ચૈત્યમાં પેસતાં જ સુદર્શન શ્રેષ્ઠીને જોઈ અભયકુમા૨ને પૂછ્યું કે “જેનું ધર્મીપણું બાળગોપાળ સર્વમાં પ્રસિદ્ધ છે, અને જેના ધર્મની કીર્તિ ત્રણ લોકમાં વિખ્યાત છે, એવા આ શ્રેષ્ઠી આ પાપપ્રાસાદમાં કેમ પેઠેલા છે?’” મંત્રીએ કહ્યું કે ‘“આપ ત્યાં જઈને તેને પૂછો કે જેથી આપના સંશયની નિવૃત્તિ થાય.’’ તે સાંભળીને રાજા પરિવાર સહિત ત્યાં ગયા. પાલખીમાંથી ઊતરીને તેણે શ્રેષ્ઠીને પૂછ્યું કે ‘‘તમે તો મહા ધર્મિષ્ઠ છો, અને આ શ્યામ પ્રાસાદમાં કેમ પેઠા છો?’’ શ્રેષ્ઠી બોલ્યા કે હે સ્વામી! શ્રી મહાવીર સ્વામીએ બતાવેલો શ્રાવક ધર્મ પણ હું યથાવિધિ પાળી શકતો નથી; કેમકે નિરંતર ષટ્કાય જીવની હિંસા થાય છે. માટે હું શી રીતે ઘર્મી કહેવાઉં? ગાડરિયા પ્રવાહની જેમ લોકસંજ્ઞાનો ત્યાગ કરીને જે ધર્મરસિક શ્રાવકો શ્રી મહાવીરના વાક્યને યથાસ્થિત પાળે છે તેઓ જ ખરા ધર્મિષ્ઠ છે, તેમાં પણ સંપૂર્ણ ધર્મરસિક તો મુનિઓ જ છે. કેમકે પ્રાપ્ત: षष्ठं गुणस्थानं, भवदुर्गाद्रिलंघनम् । लोकसंज्ञारतो न स्यान्मुनिर्लोकोत्तर स्थितिः ॥ १ ॥ ભાવાર્થ—“લોકોત્તર સ્થિતિવાળા મુનિ ભવરૂપી વિષમ પર્વતને ઉલ્લંઘન કરનારું, સર્વવિરતિરૂપ, પ્રમત્ત નામનું છઠ્ઠું ગુણસ્થાનક પામીને લોકસંજ્ઞામાં આસક્ત થતા નથી; અર્થાત્ સર્વ લોકોએ જે કર્યું તે કરવું એમ ગતાનુગતિક ન્યાયમાં આસક્ત થતા નથી—તેમાં આગ્રહી થતા નથી; કેમકે મુનિ, લોકની મર્યાદા બહાર રહેલા છે. લોક વિષયમાં ઉત્સુક છે અને મુનિ તો નિષ્કામ છે. લોક પૌદ્ગલિક સંપત્તિને શ્રેષ્ઠ માને છે અને મુનિ જ્ઞાનાદિક સંપત્તિને શ્રેષ્ઠ માને છે; માટે તેવા મુનિને લોકસંજ્ઞાથી શું? કાંઈ જ નહીં.'' કહ્યું છે કે– आत्मसाक्षिक सद्धर्मसिद्धौ किं लोकयात्रया । તંત્ર પ્રસન્નચન્દ્રસ્ય, મરતસ્ય ૨ નિર્શનમ્ ॥૨॥ ભાવાર્થ-આત્મસાક્ષીએ સદ્ધર્મની સિદ્ધિ થાય છે તો પછી લોકસંજ્ઞાની શી જરૂર છે? અહીં પ્રસન્નચંદ્ર મુનિ તથા ભરત ચક્રીનું દૃષ્ટાંત જાણી લેવું.’’ લોકસંજ્ઞાનો ત્યાગ કરીને આત્મસ્વરૂપના ઉપયોગરૂપ ભોગસુખમાં મગ્ન થયેલા મુનિઓ ઉદય પામેલા ઇંદ્રિયસુખને બળતા એવા પોતાના ઘરથી થતા પ્રકાશ જેવું માને છે; કેમકે તેમાં કાંઈ પણ ખરું સુખ નથી.’’ ઇત્યાદિક સુદર્શન શ્રેષ્ઠીએ પ્રકાશ કરેલું ધર્મનું સ્વરૂપ સાંભળીને સંશયરહિત થયેલા શ્રેણિક રાજાએ સુદર્શન શ્રેષ્ઠીને પ્રણામ કરીને સર્વ પૌરજનોની સમક્ષ તેમને મોટું સન્માન આપતાં કહ્યું કે “અહો! મારું નગર શ્રેષ્ઠ છે કે જેમાં તમારા જેવા પવિત્ર અને ધર્મિષ્ઠ મનુષ્યો રહે Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૫ [સ્તંભ ૨૨ છે.’’ ઇત્યાદિ સ્તુતિ કરીને રાજા પોતાના મંદિર તરફ ગયા, અને પૌરજનો પણ તે શ્રેષ્ઠીની જ પ્રશંસા કરતા પોતપોતાને સ્થાને ગયા. ‘‘લોકસંજ્ઞાનો ત્યાગ કરીને જિનેન્દ્રના માર્ગના અનુભવથી આનંદ પામેલા સન્મતિવાળા તત્ત્વજ્ઞ પુરુષ લોકમાં પ્રતિષ્ઠા પામીને શુદ્ધ આત્મધર્મને વિસ્તારે છે.’ → વ્યાખ્યાન ૩૨૮ ચક્ષુ સ્વરૂપ चर्मचक्षुर्भृतः सर्वे देवाश्चावधिचक्षुषः । सर्वचक्षुर्धराः सिद्धाः, साधवः शास्त्रचक्षुषः ॥ १ ॥ 3 ભાવાર્થ-‘સર્વે લોકો ચર્મચક્ષુને ઘારણ કરનારા હોય છે, દેવતાઓ અવધિજ્ઞાનરૂપ ચક્ષુવાળા છે, સિદ્ધ જીવો સર્વ ચક્ષુ(કેવળજ્ઞાન)ને ઘારણ કરનારા છે, અને સાધુઓ શાસ્ત્રરૂપી ચક્ષુને ઘારણ કરનારા છે.’’ સ્યાદ્વાદની રીતિએ શાસ્ત્ર એટલે જે શાસન (ઉપદેશ) કરે તે. મહાભારત, રામાયણ વગેરે ગ્રંથો આ લોક સંબંઘી શિક્ષા માત્ર આપનારા હોવાથી તે ગ્રંથો શાસ્ત્રની સંજ્ઞા પામતા નથી. જૈનાગમ પણ જેને સમ્યગ્દષ્ટિપણાની પરિણતિ હોય તેવા શુદ્ધ પ્રરૂપકને જ મોક્ષનું કારણ થાય છે. પણ તેની મિથ્યા પ્રરૂપણા કરી હોય તો તે ભવનું કારણ થાય છે. તે વિષે શ્રી નંદીસૂત્રમાં કહ્યું છે કે “વેડ્યું યુવાસંગ ગળિપિકાં સમ્મત્તરિઅહિય સમ્મેસુબ, મિચ્છત્તરિયિ મિચ્છનુŕ'' આ દ્વાદશાંગી ગણિપિટક સમકિતવંતે ગ્રહણ કર્યું હોય તો તે સભ્યશ્રુત કહેવાય છે, અને મિથ્યાત્વીએ ગ્રહણ કર્યું હોય તો તે મિથ્યાશ્રુત થાય છે. મૂળ શ્લોકમાં ‘શાસ્ત્ર’ શબ્દ છે. તે શાસ્ત્ર એટલે અનેકાંત મત વ્યવસ્થાપક વાક્યોનો સમૂહ, તે ચક્ષુ જેમને હોય તેઓને શાસ્ત્ર ચક્ષુવાળા નિગ્રંથ સાધુઓ જાણવા. અહીં આર્યરક્ષિત સૂરિનો સંબંધ છે તે આ પ્રમાણે– આર્યરક્ષિત સૂરિની કથા દશપુર નામના નગરમાં સોમદેવ નામે એક બ્રાહ્મણ રહેતો હતો. તેને સોમા નામની પત્ની હતી. તે બન્ને જૈન ધર્મમાં દૃઢ હતા. તેમને આર્યરક્ષિત અને ફલ્ગુરક્ષિત નામે બે પુત્રો હતા. તેમાં મોટો પુત્ર આર્યરક્ષિત પાટલીપુર જઈને સાંગોપાંગ વેદાદિ શાસ્ત્રોનો અભ્યાસ કરીને પોતાના નગરમાં આવ્યો. તે વખતે રાજાએ મોટા ઉત્સવપૂર્વક તેને હસ્તી પર બેસાડી પુરપ્રવેશ કરાવ્યો, અને ઇનામ વગેરે આપી સન્માન કર્યું. પછી તે રાજાએ કરેલા સત્કાર સહિત પોતાની માતાને વંદન કરવા ઘેર ગયો. તેને જોઈ તેની માતા હે પુત્ર! તું સારો છે?' એટલું જ બોલીને મૌન રહી. માતાને ઉદાસીન દેખીને આર્યરક્ષિત બોલ્યો કે “હે માતા! મારી સાથે કેમ બોલતા નથી? અને સર્વ લોકને પૂજ્ય એવા સર્વ શાસ્ત્રના પારને પામેલા મને જોઈને તમે કેમ આનંદ પામતા નથી?’’ તે સાંભળીને તેની માતા બોલી કે હે પુત્ર! સ્વપરનો નાશ કરનારા, હિંસાનો ઉપદેશ કરનારા અને નરકને આપનારા આ શાસ્ત્રો ભણવાથી શું? આ શાસ્ત્રોના પ્રભાવથી તું ઘોર દુઃખસમુદ્રમાં પડીશ, Page #158 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૩૨૮] ચક્ષુ સ્વરૂપ ૧૪૯ એવું જાણવાથી મને શી રીતે આનંદ થાય? માટે જો તું દૃષ્ટિવાદનો અભ્યાસ કરે તો મારો આત્મા પ્રસન્ન થાય.’’ વિનીત પુત્રે વિવેકથી માતાને પૂછ્યું કે “તે શાસ્ત્ર ક્યાં ભણાય છે?’' માતા બોલી કે “તોસલીપુત્ર નામના ગુરુ પાસે.’' પછી આર્યરક્ષિત માતાનું વચન અંગીકાર કરી પ્રાતઃકાળે માતાની રજા લઈ ભણવા ચાલ્યા, તેવામાં તેને મળવા માટે આવતો તેના પિતાનો મિત્ર બ્રાહ્મણ સાડાનવ શેરડીનાં સાંઠા લઈને સામો મળ્યો. તે બ્રાહ્મણ પ્રેમથી આર્યરક્ષિતને મળીને બોલ્યો કે ‘“તમારે માટે હું આ શેરડીના સાંઠા લાવ્યો છું તે લો.’' તે બોલ્યો કે “એ સાંઠા મારી માતાને આપજો. હું કાર્ય માટે જાઉં છું.’’ એટલે તે બ્રાહ્મણે તેની માતા પાસે જઈને સાડા નવ સાંઠા આપી આર્યરક્ષિત સાથે થયેલી વાત કહી. તે સાંભળીને માતાએ વિચાર્યું કે “જરૂર આ શુકનથી એવું સૂચવન થાય છે કે મારો પુત્ર સાડા નવ પૂર્વનો અભ્યાસ કરશે.'’ અહીં આર્યરક્ષિત પોતે ગુરુને વંદનાદિક કરવાની રીતિથી અજ્ઞાત હોવાથી દૃઢરથ નામના શ્રાવકને સાથે લઈને ગુરુ પાસે ગયો, અને શ્રાવકની વિધિ પ્રમાણે ગુરુને વાંદીને બેઠો. પછી તે દૃઢરથે ગુરુને આર્યરક્ષિતની જાતિ, કુળ વગેરે કહીને વિશેષમાં એટલું કહ્યું કે ‘‘આ ચૌદ વિદ્યાનો પારગામી થયો છે, અને તેને ગઈ કાલે રાજાએ હસ્તી પર બેસાડીને પુરપ્રવેશ કરાવ્યો છે.’’ પછી આર્યરક્ષિતે ગુરુને કહ્યું કે “હે ગુરુ! હું દૃષ્ટિવાદ ભણવા માટે આપ પૂજ્યને આશ્રયે આવ્યો છું. તે ભણાવીને મારા પર કૃપા કરો.’” તે સાંભળીને ગુરુ બોલ્યા કે “જો એમ હોય તો તું દીક્ષા ગ્રહણ કર, જેથી અનુક્રમે તને દૃષ્ટિવાદનો અમે અભ્યાસ કરાવીએ.’’ તે સાંભળીને આર્યરક્ષિતે ગુરુ પાસે દીક્ષા લીધી. પછી તેણે ગુરુને કહ્યું કે “મારા અહીં રહેવાથી રાજા, સ્વજનો તથા પૌરલોકો રાગને લીધે બળાત્કારે મને ચારિત્રથી ભ્રષ્ટ કરશે.’’ તે સાંભળીને ગુરુ ગચ્છ સહિત આર્યરક્ષિતને લઈને અન્ય સ્થાને ગયા. આ શિષ્યની ચોરી પ્રથમ જ શ્રી મહાવીર સ્વામીના શાસનમાં થઈ. પછી તોસલીપુત્ર ગુરુને જેટલું જ્ઞાન હતું તે સર્વે આર્યરક્ષિતે ગ્રહણ કર્યું. પછી ગુરુની આજ્ઞાથી વધારે ભણવા માટે તે શ્રી વજસ્વામી પાસે જવા નીકળ્યા. માર્ગમાં કોઈ ગ્રામમાં શ્રી ભદ્રગુપ્ત નામના સૂરિ હતા. તેમને જઈને આર્યરક્ષિતે વંદના કરી. આર્યરક્ષિતને સર્વ ગુણ યુક્ત જોઈ ઓળખીને હર્ષથી આલિંગન આપી સૂરિ બોલ્યા કે “હે વત્સ! મારું જીવિત અલ્પ રહ્યું છે, તેથી હું અનશન કરવા ઇચ્છું છું, માટે તું મારો નિર્યામક થા, એમ હું યાચના કરું છું.’’ આર્યરક્ષિતે તેમનું વચન અંગીકાર કર્યું. પછી ભદ્રગુપ્ત સૂરિએ અનશન લઈને આર્યરક્ષિતને કહ્યું કે “હે વત્સ! તું વજ્રસ્વામીની સાથે એક ઉપાશ્રયમાં રહીશ નહીં, પણ ભિન્ન સ્થાને રહીને તેમની પાસે શ્રુતનો અભ્યાસ ક૨જે; કેમકે જે સોપક્રમ આયુષ્યવાળો જીવ વજસ્વામીની સાથે એક રાત્રી પણ રહે તે વજસ્વામી સાથે મૃત્યુ પામે એમ છે.’’ આ પ્રમાણેનું તેમનું વચન અંગીકાર કરી તેમની નિર્યામણા કરીને તેમના મૃત્યુ પામ્યા બાદ આર્યરક્ષિત વજસ્વામીએ અલંકૃત કરેલી નગરીએ ગયા. પ્રથમ રાત્રી ગામની બહાર રહ્યા. તે રાત્રીને પાછલે પહોરે વજસ્વામીને સ્વપ્નું આવ્યું કે “મારા પાત્રમાં રહેલું સર્વ દૂધ કોઈ અતિથિ પી ગયો.” પ્રાતઃકાળે આર્યરક્ષિત મુનિ વજ્રસૂરિ પાસે આવી તેમને વિધિપૂર્વક વંદના કરીને તેમની પાસે બેઠા; એટલે સૂરિએ તેનું સ્વાગત કરીને પૂછ્યું કે “કયા ઉપાશ્રયમાં તું રહ્યો છે?’’ તે બોલ્યા કે “હું ગામની બહાર રહ્યો છું.” ત્યારે વજ્રસૂરિ બોલ્યા કે “હે Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ શ્રી ઉપદેશપ્રાસાંદ ભાષાંતર–ભાગ ૫ [સ્તંભ ૨૨ તોસલીપુત્રના શિષ્ય સોમપુત્ર! તું બહાર રહીને શી રીતે અભ્યાસ કરી શકીશ?’’ આર્યરક્ષિતે કહ્યું કે “હે સ્વામી! શ્રી ભદ્રગુપ્ત સૂરિની શિક્ષાથી મેં ભિન્ન ઉપાશ્રયનો આશ્રય કર્યો છે.’’ તે સાંભળીને વજ્રસ્વામીએ ઉપયોગ આપ્યો, એટલે તે નિમિત્ત જાણીને બોલ્યા કે ‘જ્ઞાનના સાગર સમાન તે પૂજ્ય સૂરિએ તને યુક્ત જ કહ્યું છે.” પછી શ્રી વજસ્વામીએ તેને પૂર્વની વાચના આપવા માંડી અને આર્યરક્ષિતે ગ્રહણ કરવા માંડી. અનુક્રમે થોડા સમયમાં જ તેણે નવ પૂર્વનો અભ્યાસ કરી લીધો. પછી દશમું પૂર્વ ભણવાને પ્રવર્તેલા આર્યરક્ષિત મુનિને ગુરુએ કહ્યું કે “હવે દશમા પૂર્વના યમકને જલદી ભણ.'' એટલે આર્યરક્ષિત તે કઠિનતાવાળા યમકને પણ શીઘ્ર ભણવા લાગ્યા. અહીં આર્યરક્ષિતના વિયોગથી પીડા પામતા તેના માતાપિતાએ તેને બોલાવવા માટે ફલ્ગુરક્ષિતને મોકલ્યો; એટલે તે નાનો ભાઈ મોટા ભાઈ પાસે આવીને બોલ્યો કે ‘‘હે ભાઈ! તમે આપણા કુટુંબને પ્રતિબોધ આપો, મારી સાથે ઘેર ચાલો, અને મને પણ તમારી દીક્ષા આપો.’’ તે સાંભળીને તેણે નાના ભાઈને દીક્ષા આપીને ગુરુને વિનંતિ કરી કે “હે સ્વામી! આપની આજ્ઞા હોય તો હું મારા માબાપને પ્રતિબોધ કરવા માટે ગામ જાઉં.’” ગુરુ બોલ્યા કે “હે વત્સ! તું અભ્યાસ કર, ઘેર જા નહીં.'' યમકની વિષમતાથી ખેદ પામેલા તેણે ફરીથી ગુરુને પૂછ્યું કે ‘હે સ્વામી! મેં દશમા પૂર્વમાં કેટલો અભ્યાસ કર્યો?' ગુરુ હસીને બોલ્યા કે “હે વત્સ! દશમા પૂર્વનું એક બિંદુમાત્ર તેં ગ્રહણ કર્યું છે, અને સમુદ્ર જેટલું બાકી રહ્યું છે; પરંતુ તું ખેદ કેમ કરે છે? તું ઉદ્યમી છો, વળી બુદ્ધિશાળી છો, તેથી જલદી પાર પામી જઈશ.’’ આ પ્રમાણે ગુરુએ તેને અભ્યાસ કરવાને માટે ઉત્સાહિત કર્યો, તો પણ તે નાના ભાઈ સહિત વારંવાર ગુરુ પાસે જઈને કહેવા લાગ્યો કે “આ મારો ભાઈ મને બોલાવવા માટે અહીં આવ્યો છે, માટે આપ મને ત્યાં જવાની આજ્ઞા આપો.'' ત્યારે ગુરુએ શ્રુતનો ઉપયોગ આપ્યો. તે ઉપરથી તેમને જણાયું કે “આ આર્યરક્ષિત ગયા પછી શીઘ્ર પાછો આવશે નહીં, અને મારું આયુષ્ય બહુ થોડું રહ્યું છે, તેથી દશમું પૂર્વ તો મારામાં જ રહેશે, કોઈ ગ્રહણ કરશે નહીં.’’ આ પ્રમાણે ભાવીભાવ જાણીને શ્રી વજસ્વામીએ તેને જવાની રજા આપી. પછી આર્યરક્ષિત મુનિ પોતાના ભાઈ ફલ્ગુરક્ષિતની સાથે દશપુર નગરે આવ્યા. ત્યાં ધર્મદેશના આપીને પોતાના સમગ્ર કુટુંબને પ્રતિબોધ પમાડ્યો, અને રાજા પણ સમકિત પામ્યો. એકદા શ્રી સૌધર્મેન્દ્ર મહાવિદેહ ક્ષેત્રમાં વિચરતા શ્રી સીમંધર જિનેશ્વરને વંદના કરવા ગયા. ત્યાં પ્રભુના મુખથી સૂક્ષ્મ નિગોદનું સ્વરૂપ સાંભળીને તેણે પ્રભુને પૂછ્યું કે ‘હે સ્વામી! ભરતક્ષેત્રમાં આવું સૂક્ષ્મ નિગોદનું સ્વરૂપ કહેનાર કોઈ છે?” પ્રભુએ કહ્યું કે ‘આર્યરક્ષિત છે.’ તે સાંભળીને ઇન્દ્ર ભરતક્ષેત્રમાં આવ્યા. ત્યાં આર્યરક્ષિત સૂરિને વંદના કરીને સૂક્ષ્મ નિગોદનું સ્વરૂપ પૂછ્યું, એટલે સૂરિએ સૂક્ષ્મ નિગોદનું સ્વરૂપ યથાસ્થિત કહી બતાવ્યું. તે સાંભળીને હર્ષ પામેલા ઇન્દ્ર સ્વસ્થાને ગયા. ત્યાર પછી શ્રી આર્યરક્ષિત સ્વામીએ અનુયોગ પૃથક્ પૃથક્ સ્થાપન કર્યા, અને પ્રાંતે આયુષ્ય પૂર્ણ થતાં અનશન કરીને સ્વર્ગે ગયા. ‘‘કામક્રીડા સંબંધી સુખનાં સ્થાનભૂત એવી નવોઢા સ્ત્રીનો ત્યાગ કરીને નવીન શાસ્ત્રાર્થ ગ્રહણ કરવામાં ઉદ્યમી થયેલા આર્યરક્ષિત સૂરિ દેવેન્દ્રને પણ વંદન કરવા યોગ્ય થયા; માટે બીજા ભવ્ય પ્રાણીઓએ પણ તેવી રીતે વર્તવું.’’ www.jainelibrary.erg Page #160 -------------------------------------------------------------------------- ________________ ૧૫૧ વ્યાખ્યાન ૩૨૯]. મૂચ્છત્યાગ કર્તવ્ય વ્યાખ્યાન ૩૯ મૂચ્છત્યાગ કર્તવ્ય मूर्छाच्छन्नधियां सर्व, जगदेव परिग्रहः । मूर्छाया रहितानां तु, जगदेवापरिग्रहः॥१॥ ભાવાર્થ-“મૂર્છાથી જેની બુદ્ધિ આચ્છાદિત થયેલી છે એવા માણસોને આખું જગત પરિગ્રહરૂપ છે, અને મૂચ્છથી રહિત થયેલાને જગત જ અપરિગ્રહરૂપ છે.” મૂચ્છમાં મગ્ન થયેલા જીવોને સર્વ જગત પોતાનું થયું નથી, તો પણ તેના પરિગ્રહરૂપ જ છે; કેમકે તે “હું સર્વ જગતનો સ્વામી થાઉં, તેનો ભોક્તા થાઉં એવી ઇચ્છાથી યુક્ત છે, અને મૂર્છાએ કરીને રહિત થયેલા પ્રાણીને “પૌગલિક સર્વ વસ્તુ આત્માથી ભિન્ન છે અને અગ્રાહ્ય છે.” એમ વિચારીને સર્વનો ત્યાગ કરવાથી જગત પરિગ્રહ રૂપે નથી. અહીં કોઈને સંદેહ થાય કે “જીવ અને પુગલ (શરીર) એક ક્ષેત્ર અવગાહીને રહેલા હોવાથી જીવને તે પુગલનો પરિગ્રહ કેમ ન કહેવાય?” તેનો ઉત્તર કહે છે કે “જીવને તે પુદ્ગલ ઉપર રાગદ્વેષની પરિણતિ થાય, તો જ તે પરિગ્રહપણાને પામે છે, અને રાગદ્વેષની પરિણતિનો ત્યાગ કરવાથી શ્રમણ ગુણ પ્રગટ થાય છે.' આ પ્રસંગ ઉપર સંયત મુનિનો સંબંધ છે, તે આ પ્રમાણે સંયત મુનિની કથા કાંડિલ્યપુર નામના નગરમાં સંયત નામે રાજા રાજ્ય કરતો હતો. તે એકદા મૃગયા રમવા વનમાં ગયો. માંસના સ્વાદમાં લુબ્ધ થયેલો તે રાજા અશ્વ ઉપર ચઢીને ત્રાસ પામેલા મૃગોની પાછળ તેમનો વઘ કરવા દોડ્યો. તે વનના કોઈ એક પ્રદેશમાં એક મુનિ ઘર્મધ્યાનમાં મગ્ન રહેલા હતા. તે મુનિની પાસે આવતાં મૃગોને હણવા લાગ્યો. તેવામાં મુનિને જોઈને તે ભય પામ્યો, એટલે તેને વંદના કરીને રાજા બોલ્યો કે “હે પૂજ્ય! આ મૃગના વઘથી થયેલો મારો અપરાઘ માફ કરો.” મુનિ તો ધ્યાનમાં હોવાથી મૌન રહેલા હતા તેથી તેમણે રાજાને કાંઈ જવાબ આપ્યો નહીં, એટલે તો રાજા અઘિક ભયભ્રાંત થયો, અને વિચાર કરવા લાગ્યો કે “ક્રોઘ પામેલા આ મુનિ કોણ જાણે શું કરશે?” ફરીથી તે હાથ જોડીને ભયથી બોલ્યો કે “હું સંયત નામે રાજા છું, માટે મારા પર કૃપા કરી મારી સાથે બોલો. તમે ક્રોઘ પામેલા જણાઓ છો, તેથી તેજ વડે કોટી મનુષ્યોને ભસ્મ કરવા સમર્થ છો.” આ પ્રમાણે સાંભળીને મુનિ બોલ્યા કે “હે રાજન્! તને અભય છે. તને કોઈ બાળીને ભસ્મ કરતું નથી.” એ રીતે રાજાને આશ્વાસન આપીને મુનિએ તેને ઘર્મોપદેશ આપ્યો કે “હે રાજા! આ સંસાર અનિત્ય છે, તો તું હિંસામાં કેમ આસક્ત થાય છે? નરકના હેતુભૂત હિંસા કરવી તને યોગ્ય નથી. જેમ તને મૃત્યુનો ભય છે તેમ બીજા પ્રાણીઓને પણ મરણનો ભય છે, માટે પરલોકના હિતનું કાર્ય કર. સ્ત્રી, પુત્ર અને આ દેહ પણ જીવતાની પાછળ જીવે છે, અર્થાત્ તેણે મેળવેલા દ્રવ્યાદિકનો ઉપભોગ કરે છે. પણ તે જીવ મૃત્યુ પામે છે ત્યારે તે સ્ત્રી પુત્રાદિક તેની પાછળ જતા નથી. માટે તેઓ શી રીતે આ જીવના સહાયભૂત થાય? તેથી તે સર્વ કૃતઘ્નીઓ ઉપર આસ્થા કરવી યોગ્ય Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૫ [તંભ ૨૨ નથી. માટે તું સર્વ પરિગ્રહનો ત્યાગ કરીને ચારિત્રને અંગીકાર કર.” ઇત્યાદિ ઘર્મોપદેશ સાંભળીને રાજાએ તત્કાળ રાજ્યઋદ્ધિનો ત્યાગ કરીને તે ગર્દભાલિ મુનિની પાસે પ્રવ્રજ્યા ગ્રહણ કરી. હવે તે સંયત મુનિ સમાચારીમાં આસક્ત થઈને અપ્રતિબદ્ધપણે વિહાર કરતા કોઈ ગામમાં ગયા. ત્યાં કોઈ એક મુનિ સ્વર્ગથી ચ્યવીને ક્ષત્રિય રાજા થયા હતા, તેને કાંઈક નિમિત્ત મળવાથી જાતિસ્મરણશાન થયું હતું, તેથી વૈરાગ્ય પામીને તેણે પણ દીક્ષા લીધી હતી. તે મુનિએ વિહાર કરતા સંયત મુનિને જોયા. એટલે તેની પરીક્ષા કરવા માટે તેણે પૂછ્યું કે “હે મુનિ! તમારું નામ શું? ગોત્ર શું? અને શા માટે તમે આ પ્રવ્રજ્યા અંગીકાર કરી છે?” તે સાંભળીને સંયત મુનિએ જવાબ આપ્યો કે “મારું નામ સંયત મુનિ છે, મારું ગોત્ર ગૌતમ છે. ગર્દભાલિ નામના આચાર્ય મને ઉપદેશ આપીને જીવહિંસાથી નિવૃત્તિ પમાડી છે, અને મુક્તિરૂપ ફળ બતાવીને તેની પ્રાપ્તિ માટે મને દીક્ષા આપી છે.” તે સાંભળીને સંયત મુનિના ગુણથી જેનું ચિત્ત હર્ષિત થયું છે એવા તે ક્ષત્રિય મુનિએ ફરીથી કહ્યું કે “ક્રિયાવાદી પ્રમુખ સર્વે એક એક અંશનું ગ્રહણ કરવાથી યથાર્થ વસ્તુ સ્વરૂપને જાણી શકતા નથી અને કહી પણ શકતા નથી. તેથી અસત્રરૂપણાનો ત્યાગ કરીને તમારે સદ્ધર્મશીલ થવું. (સ્યાદ્વાદ ઘર્મમાં દૃઢ થવું.) વળી, परिग्रहग्रहावेशा-हर्भाषितरजः किराः । श्रूयन्ते विकृताः किं न, प्रलापा लिंगिनामपि ॥१॥ ભાવાર્થપરિગ્રહરૂપી ગ્રહ (ભૂતાદિક) ના આવેશથી ઉત્સુત્ર ભાષણરૂપ રજ વડે વ્યાત થયેલા અને દોષરૂપ વિકારવાળા જૈનવેષવિડંબકોના પણ પ્રલાપો (અસંબદ્ધ વચનબૃહો) શું નથી સંભળાતા? અર્થાત્ સંભળાય છે. પરિગ્રહરૂપ જે ગ્રહ તેના આવેશથી ગ્રસ્ત અને પરિગ્રહમાં આસક્ત થયેલા મુનિવેષઘારી પણ જ્ઞાનપૂજનાદિકનો ઉપદેશ કરીને પરિગ્રહ મેળવવાની ઇચ્છાથી ઉત્સુત્ર પ્રરૂપણા કરે છે.” ફરીથી પણ ક્ષત્રિય મુનિએ મહાપુરુષોના દ્રષ્ટાંત વડે સ્થિર કરવા માટે સંયત મુનિને કહ્યું કે શ્રી ઉત્તરાધ્યયનના અઢારમા અધ્યયનમાં કહ્યું છે કે एयं पुण्यपयं सोच्चा, अत्थधम्मोवसोहियं । भरहो वि भारहं वासं, चिच्चा कामाइ पव्वए॥१॥ ભાવાર્થ-“આ પ્રમાણે અર્થ અને થર્મથી ઉપશોભિત એવું પુણ્યપદ (પવિત્ર પદ) સાંભળીને ભરતચક્રીએ પણ ભરતક્ષેત્રનો અને કામાદિકનો ત્યાગ કરીને પ્રવ્રજ્યા ગ્રહણ કરી.” આ પ્રમાણે તે ક્ષત્રિય મુનિએ ભરતાદિકથી માંડીને મહાબળ મુનિ પર્યત અનેક મહા પુરુષોનાં દ્રષ્ટાંતથી “પરિગ્રહ રહિત મુનિઓને જ્ઞાનપૂર્વક ક્રિયાઓ ફળદાયી છે.” એમ ઉપદેશ કરીને ફરીથી કહ્યું કે “જેમ ભરતાદિકે સ્યાદ્વાદ તત્ત્વનો આશ્રય કર્યો હતો, તેવી રીતે તમારે પણ તે જ ઘર્મમાં દ્રઢ ચિત્તવાળા થવું.” એ પ્રમાણે સાંભળીને સંયત મુનિએ હર્ષ પામી તે મુનિનો ઉપદેશ અંગીકાર કર્યો. પછી ચિરકાળ વિહાર કરીને અનુક્રમે કેવળજ્ઞાન પામી તે સંયત મુનિ મોક્ષે ગયા. Page #162 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૩૩૦] અનુભવ ૧૫3 “હિંસાને તથા મમતા(પરિગ્રહ)ને તજીને તથા ક્ષત્રિય સાઘુએ કહેલા એક જ વચનને સાંભળીને સંયત મુનિ ચારિત્ર પાળવામાં વિશેષ આદરવાળા થયા. તે પ્રમાણે બીજા વિદ્વાનોએ પણ અનુસરવું.” વ્યાખ્યાન ૩૩છે. અનુભવ व्यापारः सर्वशास्त्राणां, दिक्प्रदर्शन एव हि । पारं तु प्रापयत्येको-ऽनुभवो भववारिधेः॥१॥ ભાવાર્થ-“સર્વ શાસ્ત્રોનો વ્યાપાર તો દિગ્ગદર્શન માત્ર જ છે, પરંતુ ભવસમુદ્રના પારને તો એક અનુભવ જ પમાડે છે.” સર્વ શાસ્ત્રોનો તથા અનુયોગ કથાદિકનો (ઘર્મવ્યાખ્યાનાદિકનો) જે વ્યાપાર એટલે અભ્યાસ શ્રવણ વગેરે છે, તે માત્ર દિગ્દર્શન જ છે. જેમ કોઈ વટેમાર્ગ કોઈ માણસને કોઈ ગામનો માર્ગ પૂછે છે, તો તે માણસ તેને માત્ર માર્ગ જ બતાવે છે; પણ ગામની પ્રાપ્તિ તો પોતાના પગ ચલાવવાથી જ થાય છે. એ પ્રમાણે શાસ્ત્રનો અભ્યાસ માત્ર તત્ત્વસાઘનની વિધિને જ બતાવે છે; પણ સંસારસાગરના પારને તો એક અનુભવ જ પમાડે છે. શ્રી સૂયગડાંગ વગેરે સૂત્રોમાં અધ્યાત્મ ભાવે કરીને જ સિદ્ધિ કહેલી છે. તેથી સદ્ગુરુના ચરણની સેવા કરનારે આત્મસ્વરૂપના ભાસનમાં તન્મયપણું ઉપજાવવું. આ પ્રસંગ ઉપર આભીરીને ઠગનાર વણિકની કથા છે તે આ પ્રમાણે આભીરીવંચક વણિક કથા કોઈ ગામમાં એક વણિક હતો, તે દુકાને બેસીને હમેશાં વેપાર કરતો હતો. એકદા તેની દુકાને કોઈ અતિ સરલ સ્વભાવની આભીરી બે રૂપિયા લઈને કપાસ લેવા આવી. તેણે વણિકના હાથમાં બે રૂપિયા આપી તેનો કપાસ આપવા કહ્યું, એટલે તે વણિકે “હાલમાં કપાસ બહુ મોંઘો છે.” એમ કહીને અર્ધા અર્થો રૂપિયાની બે ઘારણ તોળીને તેને એક રૂપિયાનો કપાસ આપ્યો. તે અતિ સરલ સ્વભાવવાળી આભીરી “બે વખત જોખી આપવાથી બે રૂપિયાનો મને કપાસ આપ્યો.” એમ જાણીને તે પાસ લઈને જલદી પોતાને ઘેર ગઈ. પછી તે વણિકે વિચાર્યું કે “આજે એક રૂપિયો ફોગટનો મળ્યો છે, માટે આજ તો હું તેનું ઉત્તમ ભોજન જમું.” એમ વિચારીને તે રૂપિયાનું ઘી, ખાંડ, ઘઉં વગેરે ખરીદીને ઘેર મોકલ્યું, અને પોતાની સ્ત્રીને તેના ઘેબર કરવાનું કહેવરાવ્યું. તે સ્ત્રીએ ઘેબર તૈયાર કર્યા; તેવામાં બીજા કોઈ ગામમાં રહેતો તેનો જમાઈ પોતાના મિત્ર સહિત કાંઈ કામ સારુ ત્યાં આવ્યો. તેને જોઈને હર્ષિત થયેલી પેલા વણિકની સ્ત્રીએ તે બન્નેને ઘેબર જમાડ્યા. “સ્ત્રીઓને જમાઈ પર અતિ સ્નેહ હોય છે.” તેઓ જમીને ગયા પછી તે વણિક ભોજનને માટે ઘેર આવ્યો, ત્યારે હંમેશની જેમ સ્વાભાવિક ભોજન જોઈને તેણે પોતાની સ્ત્રીને પૂછ્યું કે “હે પ્રિયા! તેં આજે ઘેબર કેમ કર્યા નહીં?” સ્ત્રીએ જવાબ આપ્યો કે “હે સ્વામી! ઘેબર તો કર્યા હતા, પણ તે સત્પાત્રને જમાડ્યા છે. આજે કાંઈ કામ માટે આપણા જમાઈ તેના મિત્ર સહિત અહીં આવ્યા હતા, તેને જવાની ઉતાવળ હતી, તેથી Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૫ [સ્તંભ ૨૨ તેને તે ઘેબર જમાડ્યા છે.” તે સાંભળીને વણિક ખેદયુક્ત થઈ વિચાર કરવા લાગ્યો કે “મેં બીજાને માટે થઈને બિચારી આભીરીને નકામી છેતરી, તેને છેતરવાનું પાપ મને લાગ્યું, અને ઘેબર તો બીજાએં ખાધા. મૂર્ણ પુરુષો સ્ત્રી પુત્રાદિકને માટે અત્યંત પાપ કર્મ કરે છે, પણ તે પાપનું ફળ તો તેને પોતાને જ ભોગવવું પડે છે.” એમ વિચારી તે ગામ બહાર જઈને દેહચિંતા કરી પાછો વળતાં સૂર્યના તાપ વડે ગ્લાનિ પામવાથી એક વૃક્ષ નીચે વિશ્રાન્તિ લેવા બેઠો; તેવામાં કોઈ મુનિને ગોચરી જતા જોઈને તેણે કહ્યું કે “હે પૂજ્ય! અહીં આવો. જરા વિશ્રાંતિ લો અને મારી એક વાત સાંભળો.” તે સાંભળીને જ્ઞાની મુનિએ કહ્યું કે “હું મારા પોતાના કાર્ય માટે ઉતાવળે જાઉં છું, તેથી હું રોકાઈશ નહીં.” વણિક બોલ્યો કે “હે મહારાજ! શું બીજાને કામે પણ કોઈ જતા હશે કે જેથી, આપ એવું બોલ્યા કે-હું મારા પોતાના કાર્ય માટે જાઉં છું?” મુનિ બોલ્યા કે “બીજાના કાર્ય માટે ઘણા જીવો ક્લેશ પામે છે; તેમાં પ્રથમ તો સ્ત્રીપુત્રાદિકને માટે ક્લેશ પામતો એવો તું જ દ્રષ્ટાંતરૂપ છે.” આ એક જ વાક્યથી પ્રતિબોઘ પામીને તે વણિકે મુનિને કહ્યું કે “આપ તપનું પારણું વગેરે કરો. પછી હું આપની પાસે આવીશ.” પછી મુનિ નિર્દોષ આહાર વડે દેહને ભાડું આપીને સ્વાધ્યાય ધ્યાન કરવા લાગ્યા. તે વખતે તે વણિકે તેમની પાસે જઈ ઘર્મનું શ્રવણ કર્યું, તે આ પ્રમાણે अतीन्द्रियं परं ब्रह्म, विशुद्धानुभवं विना । शास्त्रयुक्तिशतेनापि, न गम्यं यद्बुधा जगुः॥४॥ ભાવાર્થ-“ઉત્કૃષ્ટ એવું બ્રહ્મ ઇંદ્રિયોને ગોચર નથી; તેથી વિશુદ્ધ અનુભવ વિના શાસ્ત્રની સેંકડો યુક્તિઓથી–અનેક આગમરહસ્યના અવબોઘથી પણ તે પ્રાપ્ત થતું નથી એમ પંડિતો કહે છે. न सुषुप्तिरमोहत्वा-त्रापि च स्वापजागरौ । *વેપનાશત્પવિત્રાન્ત-સ્તુય ચાનુમવે શા |રા. ભાવાર્થ-આત્મઅનુભવ અવસ્થામાં, મોહ નહીં હોવાથી સુષુપ્તિ અવસ્થા હોતી નથી, તેમજ સંકલ્પવિકલ્પનો પણ અભાવ હોવાથી સ્વા૫ તથા જાગર અવસ્થા પણ હોતી નથી, પરંતુ તે ત્રણે દશાથી ભિન્ન એવી તુર્ય (ચોથી) દશા હોય છે. દશા ચાર છે–તેમાં અતિ શયન કરવારૂપ સુષુપ્તિ અવસ્થા મિથ્યાત્વીને હોય છે. શયનરૂપ (સ્વા૫) અવસ્થા સમ્યવૃષ્ટિને હોય છે. જાગર દશા અપ્રમત્ત મુનિને હોય છે, અને તુર્થ દશા તો ઉત્તરોત્તર સયોગીકેવળી પર્યત હોય છે. પ્રથાંતરમાં તીવ્રનિદ્રાધૂર્ણિત ચિત્તવાળાને સુષુતિ અવસ્થા કહી છે, તે અનુભવ જ્ઞાનવાળાને હોતી નથી; કેમકે અનુભવી મોહથી રહિત હોય છે. તેમજ સ્વાપ તથા જાગર દશા પણ અનુભવીને હોતી નથી, કેમકે તે કલ્પનાયુક્ત છે, અને અનુભવમાં કલ્પનાનો અભાવ હોય છે, તેથી સંપૂર્ણ નય પક્ષને આઘારે અનુભવમાં તુર્ય (ઉજાગર) દશા જ કહેલી છે.” | ઇત્યાદિ ગુરુના ઉપદેશથી પ્રતિબોધ પામેલા વણિકે ગુરુને કહ્યું કે “હે ગુરુ! બંઘુવર્ગની રજા લઈને દીક્ષા લેવા માટે હું અહીં પાછો આવું ત્યાં સુધી આપ અહીં જ રહેજો.” એમ કહીને ઘેર જઈ ૧ કલ્પના તે વિકલ્પચેતના તેનું શિલ્પ તે વિજ્ઞાન, તેમાં જે વિશ્રાંતિ તે કલ્પના શિલ્પ વિશ્રાંતિ' જાણવી. Page #164 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૩૩૦] અનુભવ ૧૫૫ તેણે સર્વ સ્વજનોને તથા પોતાની સ્ત્રીને કહ્યું કે “આ દુકાનના વ્યાપારથી મને ઘણો અલ્પ લાભ મળે છે, માટે ઘણો લાભ મેળવવા સારુ મારે પરદેશ વ્યાપાર કરવા જવું છે; તેને માટે અહીં બે સાર્થવાહ છે. તેમાં એક સાર્થવાહ એવો છે કે તે પોતાનું ઘન આપીને ઇચ્છિત નગરમાં લઈ જાય છે અને મેળવેલા ઘનમાં પોતે ભાગ લેતો નથી; અને બીજો સાર્થવાહ એવો છે કે તે પોતાનું ઘન આપતો નથી અને તેની સેવા કરતાં તે પ્રથમનું ઉપાર્જન કરેલું સર્વ ઘન પણ લઈ લે છે, તો તમે સર્વ કહો કે હું કયા સાર્થવાહની સાથે જાઉં?” ત્યારે સર્વ બોલ્યા કે “તમે પહેલા સાર્થવાહની સાથે જાઓ.” તે સાંભળીને તે વણિક સર્વે બંધુઓને લઈને બહાર ઉદ્યાનમાં આવ્યો. ત્યાં બંધુઓએ “સાર્થવાહ ક્યાં છે?” એમ પૂછ્યું, ત્યારે તે બોલ્યો કે “આ વૃક્ષની નીચે બેઠેલા સિદ્ધિપુરીના સાર્થવાહ આ સાધુ છે. તે પોતાના ઘર્મરૂપી ઘનને આપીને હમેશાં વ્યાપાર કરાવે છે, અને તેમાં જે લાભ મળે છે તેમાંથી તે લેશમાત્ર પણ ગ્રહણ કરતા નથી. તેથી આની સાથે ઇશ્કેલી એવી મુક્તિપુરીએ હું જઈશ. બીજો સાર્થવાહ તે સ્ત્રી, સ્વજન વગેરે જાણવા. તે પૂર્વનું ઘર્મરૂપી ઘન લઈ લે છે, અને નવું ઘન બિલકુલ આપતા નથી, માટે તમે જ મને આનંદથી કહ્યું છે કે પહેલા સાર્થવાહ જોડે જાઓ, તેથી હું તમારા સર્વનો સંબંઘ મૂકીને આ મુનિનો જ આશ્રય કરું છું.” इत्युदीर्य स वणिग् मुनिपार्श्वे, बन्धुमोहमपहाय महात्मा । प्राप सानुभवधर्ममुदारं, सौख्यमत्र परत्र च लेभे ॥१॥ ભાવાર્થ-“એમ કહીને તે મહાત્મા વણિક બંદુ વગેરેના મોહનો ત્યાગ કરીને મુનિની પાસેથી અનુભવવાળા ઉદાર ઘર્મને અંગીકાર કરીને આ લોક તથા પરલોકનું સુખ પામ્યો.” ક્રિવિંશતિતમ સંભ સમાપ્ત || Page #165 -------------------------------------------------------------------------- ________________ સ્તંભર વ્યાખ્યાન ૩૩૧ યોગ मनोवाक्काययोगानां चापल्यं दुःखदं मतम् । तत्त्यागान्मोक्षयोगानां प्राप्तिः स्यादुज्झितादिवत् ॥ १॥ 5 " ભાવાર્થ-મન, વચન અને કાયાની ચપળતા દુઃખદાયક કહેલી છે. તે ચપળતાનો ત્યાગ કરવાથી ઉત્ઝિતમુનિ વગેરેની જેમ મોક્ષયોગની પ્રાપ્તિ થાય છે.’’ ઉતમુનિની કથા નંદીપુરમાં રત્નશેખર નામે રાજા રાજ્ય કરતો હતો. તેને રત્નમતી વગેરે રાણીઓ હતી. તેમને `મૃતવત્સાના દોષને લીધે જેટલાં બાળકો થતાં તે સર્વ મરી જતાં હતાં. તે દોષના નિવારણ માટે તેણે અનેક ઉપાયો કર્યા, પણ તે સર્વ નિષ્ફળ થયા. એકદા રાણીને એક પુત્રનો પ્રસવ થયો. તે પુત્રને મરણ પામેલો જ ધારીને ઉકરડામાં નાંખી દીધો. દૈવવશે તે પુત્ર મરણ પામ્યો નહીં તેથી તેને ઉકરડામાંથી પાછો લઈ લીધો. તેનું નામ ઉજ્જિતકુમાર પાડ્યું. અનુક્રમે તે યુવાવસ્થા પામ્યો; પરંતુ સ્વભાવે જ મનમાં અત્યંત અહંકારી થયો. શરી૨ વડે પણ એવો અહંકારી થયો કે કોઈને મસ્તક પણ નમાવે નહીં, તેમ વાણીથી પણ દુર્વચન બોલનારો થયો. આખા જગતને તૃણ સમાન ગણતો સતો સ્તંભની જેમ અક્કડ રહીને પોતાના માતા-પિતાને પણ નમે નહીં. એકદા તે લેખશાળામાં ગયો, ત્યાં ભણાવનાર ગુરુને ઊંચે આસને બેઠેલા જોઈને તેણે કહ્યું કે “તું અમારા અને અમારી રૈયતના આવેલા દાણાનો ખાનાર થઈને ઊંચા આસન ૫૨ બેસે છે, અને મને નીચે બેસાડે છે.’’ એમ કહીને ગુરુને લાત મારી નીચે પાડી દીધા. તે વાત સાંભળીને “આ કુપુત્ર છે’ એમ જાણી રાજાએ તેને પોતાના દેશમાંથી દૂર કર્યો. ઉજ્જિત કુમાર ચાલતો ચાલતો એક તાપસના આશ્રમમાં ગયો. ત્યાં પગ ઉપર પગ ચઢાવીને તે તાપસોની સામે બેઠો. એટલે તાપસોએ તેને શિખામણ આપી કે હે ભાગ્યશાળી! વિનય રાખ. .’’ તે બોલ્યો કે ‘‘મસ્તક પર જટાજુટ રાખનારા અને આખે શરીરે ભસ્મ ચોળનારા નગ્ન બાવાઓને વિષે વિનય શો?’’ તેનું તેવું ગર્વિષ્ઠ વચન સાંભળીને તાપસોએ તેને તરત ત્યાંથી કાઢી મૂક્યો; એટલે તે ક્રોધથી બોલ્યો કે “અરે! મારા પિતાનું હું રાજ્ય પામીશ ત્યારે તમારો નિગ્રહ કરીશ.’’ એમ કહીને બડબડતો બડબડતો તે આગળ ચાલ્યો. માર્ગમાં તેને એક સિંહ મળ્યો. તેને જોઈને હાથમાં તીક્ષ્ણ ખગ લઈ અહંકારથી તેની સન્મુખ ચાલ્યો. સિંહની સાથે યુદ્ધ થતાં સિંહ તેને ખાઈ ગયો. તે મરીને ગર્દભ થયો. ત્યાંથી મરીને ઊંટ થયો. ત્યાંથી મરીને ફરીથી નંદીપુરમાં જ પુરોહિતનો પુત્ર થયો. બાલ્યાવસ્થામાં જ તે ચૌદ વિદ્યાનો પારગામી થયો. ત્યાં પણ અહંકારથી જ મૃત્યુ પામીને તે જ નંદીપુરમાં ગાયન કરનારો ડુંબરે થયો. તેને જોઈને પુરોહિતને તેના પર ઘણો ૧. મરેલા બાળક અવતરે તેવો દોષ. ૨. ડુંબ ઢેઢની એક જાતિ છે. Page #166 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૩૩૧] યોગ ૧૫૭ સ્નેહ થવા લાગ્યો. એવામાં કોઈ કેવળજ્ઞાની તે ગામે પધાર્યા. તેને પુરોહિતે નમ્રતાથી પૂછ્યું કે ‘‘હે પૂજ્ય ! આ ડુંબના ઉપર મને ઘણો પ્રેમ થાય છે તેનું શું કારણ?’’ ત્યારે કેવળીએ તેના પૂર્વ ભવનું સર્વ વૃત્તાંત કહ્યું. તે સાંભળીને તે ગાયકને જાતિસ્મરણ જ્ઞાન થયું; તેથી તે કેવળી પરમાત્માનાં વચન સાંભળવાનો રસિક થયો. પછી ગાયકે પોતાના ઉદ્ધારનો ઉપાય પૂછ્યો; ત્યારે શ્રી કેવળીએ અનેક સ્યાદ્વાદ પક્ષથી યુક્ત એવું મન, વચન અને કાયારૂપ ત્રણ યોગની શુદ્ધિનું સ્વરૂપ પ્રકાશિત કર્યું, તથા મોક્ષના હેતુરૂપ પાંચ યોગના સ્વરૂપનું પણ નિરૂપણ કર્યું. તે આ પ્રમાણે— मोक्षेण योजनाद्योगः, सर्वोऽप्याचार इष्यते । विशिष्य स्थानवर्णार्था-लंबनैकाग्रगोचरः ॥१॥ ભાવાર્થ-સર્વ આચાર મોક્ષની સાથે યોગ કરનાર હોવાથી યોગરૂપ કહેલા છે. તેમાં પણ સ્થાન, વર્ણ, અર્થ, આલંબન અને એકાગ્રતા એ પાંચને વિશેષે કરીને યોગરૂપ માનેલા છે.’’ અહીં મિથ્યાત્વાદિકના કારણભૂત એવા મન, વચન, કાયાના યોગ કર્મવૃદ્ધિ કરવાના હેતુભૂત હોવાથી ગ્રહણ કરવા નહીં; પણ મોક્ષ સાધનના હેતુભૂત યોગનું જ ગ્રહણ કરવું. સમગ્ર કર્મનો જે ક્ષય તે મોક્ષ છે. મોક્ષની સાથે જોડનાર હોવાથી તે યોગ કહેવાય છે. જિનશાસનમાં કહેલા ચરણ સતિ, કરણ સાતિ રૂપ સર્વ આચાર મોક્ષના ઉપાયભૂત હોવાથી યોગ છે. તેમાં પણ સ્થાન, વર્ણ, અર્થ, આલંબન અને એકાગ્રતા એ પાંચ પ્રકારના યોગને વિશેષે કરીને મોક્ષસાધનના ઉપાયમાં હેતુ માનેલા છે. અનાદિ કાળથી પરભાવમાં આસક્ત થયેલા પ્રાણીઓ ભવભ્રમણ કરનારા હોવાથી પુદ્ગલના ભોગવિલાસમાં મગ્ન થયેલા હોય છે. તેમને આ યોગ પ્રાપ્ત થતા નથી; પરંતુ અમારે તો એક મોક્ષ જ સાધ્ય છે એમ ધારીને જે પ્રાણી ગુરુસ્મરણ તથા તત્ત્વજિજ્ઞાસા વગે૨ે યોગ વડે નિર્મળ, નિઃસંગ અને પરમાનંદમય આત્મસ્વરૂપને સંભારીને તેની જ કથા સાંભળવામાં પ્રીતિ રાખે છે તે પ્રાણીને પરંપરાએ આ યોગ સિદ્ધ થાય છે; પણ મરુદેવા માતાની જેમ સર્વ પ્રાણીઓને અલ્પ પ્રયાસે સિદ્ધિ પ્રાપ્ત થતી નથી; કેમકે મરુદેવા માતાને તો આશાતનાદિક દોષ અત્યંત અલ્પ હતા, તેથી તેને પ્રયાસ વિના જ સિદ્ધિ પ્રાપ્ત થઈ હતી; અને બીજા જીવોને તો આશાતનાદિ દોષ અત્યંત હોય છે, તથા ગાઢ કર્મના બંધનવાળા હોવાને લીધે તેમને તો સ્થાનાદિક ક્રમે કરીને જ સિદ્ધિ પ્રાસ થાય છે. તેમાં સ્થાન એટલે વંદના કરવી, કાયોત્સર્ગે ઊભા રહેવું, વીરાદિક આસન વાળવા તથા મુદ્રાઓ કરવી વગેરે; વર્ણ એટલે અક્ષરોના શુદ્ધ ઉચ્ચાર કરવા, અર્થ એટલે વાક્યનો ભાવાર્થ ચિંતવવો, આલંબન એટલે અર્હત્સ્વરૂપવાચ્ય પદાર્થમાં જ ઉપયોગ રાખવો, અને એકાગ્રતા એટલે શુદ્ધ સ્વરૂપમાં નિશ્ચળતા કરવી. જ્યાં સુધી ધ્યાનની એકતા ન થાય ત્યાં સુધી અંગન્યાસ (આસન), મુદ્રા અને વર્ણની શુદ્ધિપૂર્વક આવશ્યક, ચૈત્યવંદન, પડિલેહણ વગેરે ક્રિયાઓ ઉપયોગની ચપળતાના નિવારણ માટે અવશ્ય કરવી; કેમકે તે સર્વ જીવોને અતિશય હિતકારી છે, અને સ્થાન, વર્ણના ક્રમથી જ તત્ત્વની પ્રાપ્તિ થાય છે. હવે તે પાંચે યોગમાં બાહ્ય અને અત્યંતર સાધકપણું બતાવે છે. યોગપંચકમાં સ્થાન અને વર્ણ એ બે કર્મયોગ બાહ્ય છે, અને બાકીના ત્રણ જ્ઞાનયોગ તે અત્યંતર છે. આ પાંચે પ્રકારના Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૫ [સ્તંભ ૨૩ યોગ દેશવિરતિ અને સર્વવિરતિને વિષે અવશ્ય હોય છે. આ પાંચ યોગ ચપળતાની નિવૃત્તિમાં કારણરૂપ છે. માર્ગાનુસારી વગેરેમાં આ યોગ બીજ માત્ર હોય છે.” આ પ્રમાણે કેવળીના મુખથી ઘર્મોપદેશ સાંભળીને સંસારની અનિત્યતા જાણી પુરોહિત અને ડુંબ બન્ને શુદ્ધ ઘર્મને અંગીકાર કરી પાળીને સ્વર્ગે ગયા. ત્યાંથી અવીને અનુક્રમે મુક્તિને પામશે. સ્થાન વગેરે પાંચ પ્રકારના સુયોગ મોક્ષની પ્રાપ્તિમાં કારણરૂપ છે. તે યોગને મન, વચન અને કાયાની શુદ્ધિપૂર્વક ઉજ્જિત સાધુએ ઘારણ કર્યા, તે પ્રમાણે બીજા ભવ્ય જીવોએ પણ આ યોગને વિષે આદર કરવો.” વ્યાખ્યાન ૩૩૨ યજ્ઞ ब्रह्माध्ययननिष्ठावान्, परब्रह्मसमाहितः । ब्राह्मणो लिप्यते नाघे-निर्यागप्रतिपत्तिमान् ॥१॥ ભાવાર્થ-“બ્રહ્મ નામના અધ્યયનમાં નિષ્ઠાવાળો, પરબ્રહ્મમાં સાવઘાન અને નિરંતર યાગ જે કર્મદહન તેની પ્રતિપત્તિવાળો બ્રાહ્મણ એટલે મુનિ પાપથી લપાતો નથી.” આચારાંગ સૂત્રના પ્રથમ શ્રુતસ્કંઘના નવમા બ્રહ્મ અધ્યયનમાં કહેલી મર્યાદામાં વર્તનાર, પરબ્રહ્મ એટલે શુદ્ધ આત્મસ્વરૂપ જાણવા વડે કરીને સમાધિવાળો અને કર્મદહન કરવા રૂપ જે યાગ તેની અત્યંત નિષ્પત્તિવાળો એવો બ્રાહ્મણ એટલે દ્રવ્યભાવથી બ્રહ્મચર્યનું પાલન કરનાર મુનિ પાપકર્મથી લિપ્ત થતો નથી. હવે યાગ એટલે યજ્ઞ તેનું વર્ણન કરે છે. યજ્ઞ બે પ્રકારના છે. દ્રવ્યયજ્ઞ અને ભાવયજ્ઞ. તેમાં ગોમેદ્ય, નરમેઘ, ગજમેઘ, છાગમેઘ વગેરે દ્રવ્યયજ્ઞમાં અવશ્ય પ્રાણીનો વઘ થાય છે. તે દ્રવ્યયજ્ઞના કરાવનારા આચાર્યો નિર્દયતાથી એવાં વાક્યો બોલે છે કે यज्ञार्थं पशवः सृष्टाः, स्वयमेव स्वयंभुवा । યજ્ઞોચ મૂલ્ય સર્વસ્થ, તમાઘ વધોવધઃ | ઇત્યાદિ “બ્રહ્માએ પોતે યજ્ઞને માટે જ પશુઓ ઉત્પન્ન કર્યા છે, અને યજ્ઞ આ સર્વ જગતના કલ્યાણ માટે છે, તેથી યજ્ઞમાં જે વઘ થાય તે વઘુ (હિંસા) કહેવાય નહીં.” ઔષધિઓ, પશુઓ, વૃક્ષો, પક્ષીઓ અને તિર્યંચો યજ્ઞમાં મરણ પામવાથી ઊંચી ગતિને (સ્વર્ગને) પામે છે. તલ, વ્રીહિ, જવ, અડદ, જળ, મૂળ અને ફળ વિધિપૂર્વક આપવાથી મનુષ્યો પર પિતૃદેવતાઓ એક માસ સુધી પ્રસન્ન રહે છે, મત્સ્યનું માંસ આપવાથી બે માસ સુધી પ્રસન્ન રહે છે, હરિણનું માંસ આપવાથી ત્રણ માસ, ઘેટાના માંસથી ચાર માસ, પક્ષીના માંસથી પાંચ માસ, બકરાના માંસથી છ માસ, વૃષ જાતિના મૃગના માંસથી સાત માસ, એણ જાતિના મૃગના માંસથી આઠ માસ, રૂરૂજાતિના મૃગના માંસથી નવ માસ, ભૂંડ અને મહિષના માંસથી દશ માસ, સસલા અને કાચબાના માંસથી અગિયાર માસ, ગાયનું માંસ, દૂઘ અથવા ખીરથી એક વર્ષ અને ઘરડા બકરાના માંસથી બાર વર્ષ સુધી પિતૃદેવની તૃપ્તિ થાય છે. આ પ્રમાણે સ્મૃતિમાં કહેલી હકીકતને અનુસારે પિતૃના તર્પણને માટે મૂઢ પુરુષો જે હિંસા કરે છે તે પણ દુર્ગતિને માટે જ છે. એ પ્રમાણે યોગશાસ્ત્રના બીજા પ્રકાશમાં કહ્યું છે. Page #168 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૩૩૨] ૧૫૯ પ્રબોધ ચિંતામણિમાં સ્મૃતિને અનુસરનારા સ્માર્નોને શિક્ષાવચન કહ્યું છે કે “વેદના મંત્રો શક્તિવાળા છે એમ જો બ્રાહ્મણો કહેતા હોય તો હણવાનો વ્યાપાર કર્યા વિના જ માત્ર મંત્ર બોલવાથી જ બકરાઓના પ્રાણ જવા જોઈએ. જો વેદના મંત્રોની શક્તિ વિષે કાંઈ પણ પ્રમાણ હોય તો હણાતા બકરાઓને વેદના ન થવી જોઈએ. જો વેદના મંત્રોની અતિશયવાળી શક્તિ હોય તો શાંતિને માટે હોમેલા વાઘથી દેવતાઓ કેમ પ્રસન્ન થતા નથી? વળી વેદના મંત્રોથી પરણેલી સ્ત્રીઓને વિધવા થયેલી જોઈને પંડિત પુરુષ વેદની નિર્દોષતા શી રીતે કહેશે? પંચેંદ્રિય પ્રાણીનો વઘ કરતાં પણ જેઓનું મન શંકા પામતું નથી તેઓને કુંથુવા, પુરા વગેરે ઝીણા જીવોની હિંસા કરતાં તો ક્યાંથી જ દયા આવશે? જેઓનો હિંસા એ ધર્મ છે, જળ તીર્થ છે, ગાય પૂજ્ય છે, ગુરુ ગૃહસ્થાશ્રમી છે, અગ્નિ દેવ છે અને બ્રાહ્મણ પાત્ર છે તેઓને શું કહેવું?’’ યજ્ઞ શ્રી ધનપાળ પંડિતે દ્રવ્યયાગની શ્લાઘા પણ કરી નહોતી. તે વિષે એવી કથા છે કે—શ્રી ભોજરાજાએ યજ્ઞમાં વધ કરવા માટે એક બોકડો આણ્યો હતો, તે બોકડો બેં બેં શબ્દ કરતો હતો. તે જોઈને બીજા સર્વ પંડિતોએ યજ્ઞની શ્લાઘા કરી. ત્યારે રાજાએ ઘનપાળ પંડિતને કહ્યું કે “તું પણ બુદ્ધિ અનુસાર યજ્ઞની સ્તુતિ કર.’’ તે સાંભળીને શ્રાવકધર્મ પાળનાર ઘનપાળ પંડિતે કહ્યું કે ૢ રાજન્! આ બકરો તમને એમ કહે છે કે– नाहं स्वर्गफलोपभोगरसिको नाभ्यर्थितस्त्वं मया । संतुष्टस्तृणभक्षणेन सततं साधो न युक्तं तव ॥ स्वर्गे यान्ति यदि त्वया विनिहता यज्ञे ध्रुवं प्राणिनो । यज्ञं किं न करोषि मातृपितृभिः पुत्रैस्तथा बान्धवैः ॥ १ ॥ ભાવાર્થ-હું સ્વર્ગફળના ઉપભોગમાં રસિક નથી, મેં કાંઈ તમારી પાસે તેની યાચના કરી નથી, હું તો તૃણનું ભક્ષણ કરીને નિરંતર સંતુષ્ટ છું; માટે હે ભલા માણસ! તમારે મને મારવો યોગ્ય નથી. જો કદાચ યજ્ઞમાં હણેલા પ્રાણીઓ સ્વર્ગમાં જ જતા હોય, તો તમે માતા, પિતા, પુત્ર અને બાંધવાદિક વડે કેમ યજ્ઞ કરતા નથી?’’ આ શ્લોક સાંભળીને રાજાને ક્રોધ ચઢ્યો. પણ ફરી સમય પામીને ઘનપાળ પંડિતે તેને પ્રસન્ન કર્યા; પરંતુ પોતાના વ્રતનિયમનો ભંગ કર્યો નહીં. આ પ્રસંગ ઉપર એક બીજો પણ સંબંધ છે. તે નીચે પ્રમાણે– વિગુપ્ત બ્રાહ્મણની કથા અવન્તિ નગરીમાં રવિગુપ્ત નામે એક બ્રાહ્મણ રહેતો હતો. તે હમેશાં વેદશાસ્ત્રની યુક્તિથી લોકોની પાસે યજ્ઞધર્મનો ઉપદેશ કરતો હતો અને કહેતો કે “વેદમાં કહેલી હિંસા કરવાથી દોષ નથી, પણ ઊલટું યજ્ઞાચાર્યને, યજ્ઞ કરનારને તથા હોમેલા બકરા વગેરેને મોટું ફળ પ્રાપ્ત થાય છે.’’ ઇત્યાદિ ઉપદેશ કરતો તે આયુષ્ય પૂર્ણ થતાં મરણ પામીને ત્રીજી નરકમાં ઉત્પન્ન થયો. ત્યાંથી નીકળ્યા પછી અનંત કાળ સુધી ભવભ્રમણ કરીને કાંપિલ્યપુરમાં વામદેવ નામે બ્રાહ્મણ થયો. ત્યાં પણ અશ્વમેઘાદિક યજ્ઞોનો ઉપદેશ કરવા લાગ્યો, તથા ૨ાત્રીભોજન વગેરે બાવીશે અભક્ષ્યનું ભક્ષણ કરવા લાગ્યો. તેને સુમિત્ર નામે શ્રાવક મિત્ર થયો હતો. તે સુમિત્ર તેને નિરંતર શિખામણ Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૫ [સ્તંભ ૨૩ આપતો હતો કે ‘‘દીન શબ્દ કરતા બકરાઓને હણીને ઘર્મ માનનારા, નિર્દય, નપુંસક જેવા, યજ્ઞ કરનારા બ્રાહ્મણો કસાઈથી પણ અધિક પાપી છે. ‘હિંસાને પણ વેદમાં અહિંસા કહેલી છે’ એ પ્રમાણે આગમના રાગથી મિથ્યા કહેનારા વિચારશૂન્ય હૃદયવાળા બ્રાહ્મણો ચાર્વાકની શા માટે નિંદા કરે છે? અર્થાત્ તે કરતાં ચાર્વાક ઘણા સારા છે.’’ તે સાંભળીને વામદેવ બોલ્યો કે “હે મિત્ર! તું મુગ્ધ હોવાથી જૈનોએ તને છેતર્યો છે, માટે તું આમ બોલે છે.’’ સુમિત્રે કહ્યું કે “નિઃસ્પૃહી મુનિઓ બીજાને શા માટે છેતરે? તેથી તેને શો લાભ મેળવવો છે? તેને કાંઈ સ્પૃહા તો છે નહીં.’’ આ પ્રમાણે સુમિત્ર તેને વારંવાર સમજાવતો હતો, પણ તે વામદેવ પ્રતિબોધ પામતો નહોતો. એકદા નજીકના કોઈ ગામે વિવાહપ્રસંગ હતો, તે નિમિત્તે સુમિત્ર વામદેવને સાથે લઈને ત્યાં જવા ચાલ્યો. માર્ગમાં કોઈ ગ્રામ નજીક આવ્યા એટલે ત્યાં રોકાયા. તે વખતે સંધ્યાસમય થયો હતો, એટલે સુમિત્રે તો ચતુર્વિધ આહારનું પ્રત્યાખ્યાન કર્યું. વામદેવ તો રાત્રીએ જ રસોઈ કરીને જમવા બેઠો. તે વખતે તેણે મિત્રને બોલાવ્યો કે “હે મિત્ર! ભોજન કરવા ચાલ, હજુ ઘણી રાત્રી ગઈ નથી, સંધ્યાસમય જ છે. આપણે દીપકનો સારો પ્રકાશ કરીને જમવા બેસીએ.’’ સુમિત્ર બોલ્યો કે ‘રાત્રિભોજનના જે દોષો કહેલા છે તે દોષો અંધકારમાં જમવાથી પણ લાગે છે અને સાંકડા મુખવાળા પાત્રમાં જમવાથી પણ લાગે છે, તેમજ દીવો કરવાથી પણ બીજી બહુ હિંસા લાગે છે; કેમકે રાત્રે દીવાની જ્યોતના આકર્ષણથી અનેક પતંગિયા વગેરે જીવો આવી આવીને તે દીવાના પાત્રમાં પડે છે અને તેની જ્યોતમાં બળી જાય છે. માટે મારે રાત્રિભોજનના વિષયમાં દ્વિવિધ ત્રિવિધે કરીને પ્રત્યાખ્યાન છે.’’ તે સાંભળીને તે વામદેવ જૈનગુરુની નિંદા કરતો ખાવા બેઠો. હવે રાંધવાની તપેલીમાં દૈવયોગે અજાણતાં સર્પ રંઘાઈ ગયો હતો. તેથી ખાઈ રહ્યા પછી વામદેવને વિષ ચઢ્યું. સુમિત્રે નવકાર મંત્ર ભણીને તે વિષ ઉતાર્યું. પછી સુમિત્ર તેને કેવળી પાસે લઈ ગયો. ત્યાં વામદેવ પોતાનો પૂર્વભવ સાંભળીને પ્રતિબોધ પામ્યો. પછી વામદેવે કેવળી ગુરુને ભાવયજ્ઞનું સ્વરૂપ પૂછ્યું. ત્યારે કેવળી બોલ્યા કે 5+ इन्द्रियाणि पशून् कृत्वा, वेदीं कृत्वा तपोमयीम् । अहिंसा आहुतीर्दद्या - देष यज्ञः સનાતનઃ શ ભાવાર્થ-‘ઇંદ્રિયોને પશુરૂપ કરીને અને તપરૂપી વેદી (કુંડ) કરીને અહિંસારૂપી આહુતિ દેવી, એ સનાતન ભાવયજ્ઞ કહેલો છે.’’ કેવળીના વાક્યથી પ્રતિબોધ પામેલો વામદેવ ભાવયજ્ઞ કરવામાં રસિક થયો. પછી તેણે પોતાના પિતાને જઈને કહ્યું કે ‘‘હું દીક્ષા લઉ છું.’’ પિતાએ જવાબ આપ્યો કે “તું પુત્રરહિત છે, માટે ‘પુત્રસ્ય ગતિઽસ્તિ' પુત્રરહિત માણસની સતિ થતી નથી.” તે સાંભળીને વામદેવ બોલ્યો કે— जायमानो हरेद् भार्यां, वर्धमानो हरेद्धनम् । म्रियमाणो हरेत् प्राणान्, नास्ति पुत्रसमो रिपुः ॥१॥ ભાવાર્થ-‘‘પુત્ર ઉત્પન્ન થતાં જ ભાર્યાનું હરણ કરે છે, મોટો થતાં ધનનું હરણ કરે છે, અને કદી મરણ પામે તો પ્રાણોનું હરણ કરે છે, માટે પુત્ર સમાન બીજો કોઈ શત્રુ નથી.’ www.jainelibrary.erg Page #170 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન 333] દ્રવ્યપૂજા–ભાવપૂજા ૧૬૧ ઇત્યાદિ યુક્તિથી માતાપિતાને પ્રતિબોઘ પમાડીને વામદેવે દીક્ષા ગ્રહણ કરી અને આત્મકાર્ય સાધ્યું. કેવળીના વાક્યથી દ્રવ્યયજ્ઞનો ત્યાગ કરીને ભાવયજ્ઞ કરવામાં રસિક થયેલા વામદેવે વક્રતાનો ત્યાગ કરી શીવ્રતાથી શિવસુખ પ્રાપ્ત કર્યું.” વ્યાખ્યાન 333 દ્રવ્યપૂજા-ભાવપૂજા स्याद्भेदोपासनारूपा, द्रव्यार्चा गृहमेधिनाम् । अभेदोपासनारूपा, साधूनां भावपूजना ॥१॥ ભાવાર્થ-“ગૃહસ્થીઓને ભેદઉપાસનારૂપ દ્રવ્યપૂજા હોય છે, અને સાધુઓને અભેદઉપાસનારૂપ ભાવપૂજા હોય છે.” ભેદઉપાસના રૂપ એટલે આત્માથી અર્હમ્ પરમેશ્વર જુદા છે, પ્રાપ્ત થયેલા આત્માનંદના વિલાસી છે. તેની ઉપાસના એટલે નિમિત્ત આલંબનરૂપ સેવા તે રૂપ દ્રવ્યપૂજા ગૃહસ્થીઓને યોગ્ય છે, અને સાધુઓને તો અભેદ ઉપાસના એટલે પરમાત્માથકી પોતાનો આત્મા અભિન્ન છે એવા પ્રકારની ભાવપૂજા યોગ્ય છે. જો કે અઈમ્ ભગવાનના ગુણનું સ્મરણ કરવું, તેમનું બહુમાન કરવું, એવા ઉપયોગરૂપ સવિકલ્પ ભાવપૂજા ગૃહસ્થીઓને પણ છે, તો પણ ઉપયોગવાળી આત્મસ્વરૂપના એત્વરૂપ ભાવપૂજા તો મુનિઓને જ યોગ્ય છે. આ પ્રસંગ ઉપર એક સંબંધ છે. તે નીચે પ્રમાણે ધનસાર વણિકની કથા શ્રીપુર નગરમાં જિતારી રાજા રાજ્ય કરતો હતો. તે નગરમાં ઘનસાર નામનો એક વણિક રહેતો હતો. તે અત્યંત દરિદ્રી હોવાથી કોઈ પણ સ્થાને આદર પામતો નહીં, પરંતુ તે સ્વભાવે સરળ હતો, અને હમેશાં સદ્ગુરુ પાસે ઘર્મોપદેશ શ્રવણ કરતો હતો. એકદા તેણે વિનયપૂર્વક દીન વાણીથી ગુરુને પૂછ્યું કે “હે સ્વામી! હું દરિદ્રી, દુઃખી અને નિર્ધન કેમ થયો?” ગુરુએ કહ્યું કે “તેં પૂર્વભવે શ્રી જિનેશ્વરની પૂજા કરી નથી, તેથી દુઃખી થયો છે. હવે આ જન્મમાં તું દ્રવ્યપૂજા તથા ભાવપૂજા કર, જેથી તારા દુઃખનો ક્ષય થાય. તેમાં ભાવપૂજાનું સ્વરૂપ પૂર્વાચાર્યોએ એવું કહ્યું છે કે दयांभसा कृतस्नानः, सन्तोषशुभवस्त्रभृत् । विवेकतिलकभ्राजो, भावनापावनाशयः॥१॥ भक्तिश्रद्धानघुसृणो-न्मिश्रपारटीरजद्रवैः । નવહારયુક્લેવું, શુદ્ધમાત્માનમર્ચય રા. ભાવાર્થ-હે ઉત્તમ! દ્રવ્ય અને ભાવથી સ્વપરના પ્રાણસ્વરૂપ દયારૂપી જળ વડે સ્નાન કરીને, પૌદ્ગલિક સુખની ઇચ્છાના અભાવરૂપ સંતોષ–તકૂપ વસ્ત્રને ઘારણ કરીને, સ્વપરના વિભાગનું જે જ્ઞાન તદ્રુપ વિવેકનું તિલક કરીને તથા અરિહંતના ગુણગાનમાં એકાગ્રતારૂપ ભાવના વડે કરીને પવિત્ર અંત:કરણવાળો થઈ, ભક્તિ અને શ્રદ્ધારૂપ ચંદનથી મિશ્ર એવા કેસરના દ્રવે કરીને નવ પ્રકારના બ્રહ્મચર્યરૂપ નવ અંગોને ઘારણ કરનાર અનંત જ્ઞાનાદિ પર્યાયવાળા શુદ્ધ આત્મારૂપ દેવની પૂજા કર. Jain Educatioભાગ ૫-૧૧ Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૫ [સ્તંભ ૨૩ પછી ક્ષમારૂપી પુષ્પની માળા અર્પણ કર, બે પ્રકારના ઘર્મરૂપ બે અંગલુહણા આગળ ઘર, ધ્યાનરૂપી સાર અલંકારોને તેના અંગમાં નિવેશન કર, આઠ મદસ્થાનના ત્યાગરૂપી અષ્ટમંગળ તેના પાસે આલેખ, જ્ઞાનરૂપી અગ્નિમાં શુભ સંકલ્પરૂપી કાકતુંડ (અગરૂ) નો ધૂપ કર, પૂર્વે ઘર્મરૂપી લવણ ઉતારી ઘર્મસંન્યાસરૂપ વહિં સ્થાપન કરીને તેમાં લેપન કર અને પછી આત્મસામર્થ્યરૂપ આરતી ઉતાર.” ઇત્યાદિ ભાવપૂજાનું સ્વરૂપ બીજા ગ્રંથોથી જાણી લેવું. જિનેશ્વરની પૂજા, સ્નાત્ર, ગુણસમૂહની સ્તુતિ અને સ્તવના વગેરે કરવાથી દર્શન રહિત (મિથ્યાત્વી) જીવોને દર્શન (સમકિત)ની પ્રાપ્તિ થાય છે, અને જેને દર્શન ગુણ પ્રાપ્ત થયા હોય છે તેને ક્ષાયિક ભાવની ઉત્પત્તિ થાય છે, તથા જિનપૂજા રત્નત્રયીની પ્રાપ્તિનું કારણ થાય છે. શ્રી ગૌતમસ્વામીએ ભગવાનને પૂછ્યું છે કે “હે ભગવાન્ ! જિનેશ્વરની સ્તુતિ, સ્તવન અને મંગળ ભણવાથી જીવોને શું થાય?” ભગવાને કહ્યું કે “હે ગૌતમ! સ્તુતિ, સ્તવન અને મંગળથી જીવોને જ્ઞાન, દર્શન અને ચારિત્રનો લાભ થાય. વળી જિનેશ્વરની પૂજા કરવાથી પૌલિક સંપત્તિ પણ પ્રાપ્ત થાય છે, ઘન, ઘાન્ય, રાજ્ય, ચક્રવર્તીપણું તથા ઇન્દ્રપણાની લક્ષ્મી પણ પ્રાપ્ત થાય છે અને છેવટ ચિદાનંદ સંપત્તિ (મુક્તિ) પણ પ્રાપ્ત થાય છે. એ પ્રમાણે શ્રી જિનેશ્વરની સેવા બન્ને પ્રકારની લક્ષ્મીની પ્રાપ્તિમાં કારણભૂત છે.” | ઇત્યાદિ ગુરુમુખથી ઘર્મદેશના સાંભળીને ઘનસારે ગુરુને પૂછીને “આજથી શ્રી અર્વજોની પૂજા કર્યા વિના મુખમાં પાણી પણ નાંખવું નહીં.” એવો અભિગ્રહ ગ્રહણ કર્યો. તે દિવસથી જ આરંભીને તે શ્રેષ્ઠી હમેશાં જિનપ્રતિમાની કેસર, ચંદન, કપૂર (બરાસ) વગેરે સુગંધી દ્રવ્યોથી અને સુગંધી એવા જાઈ, પદ્મ, ચંપો, કેતકી, માલતી, મચકુંદ વગેરેનાં તાજાં પુષ્પોથી પૂજા કરવા લાગ્યો. એ પ્રમાણે ત્રિકરણ શુદ્ધિ વડે નિરંતર બહુમાનથી શ્રી જિનેન્દ્રની પ્રભુતાને જ્ઞાનવૃષ્ટિરૂપ માર્ગમાં ઉતારીને પૂજા કરતાં તે ઘનસારે ઘણું પુણ્ય ઉપાર્જન કર્યું. તે પુણ્યના તાત્કાલિક ઉદયથી તેના ઘરમાં અનેક પ્રકારની લક્ષ્મી પ્રગટ થઈ; એટલે વિશેષે કરીને જિનભક્તિ કરતા એવા તે શ્રેષ્ઠીએ જિનચૈત્ય, જિનબિંબ, પુસ્તક અને ચતુર્વિધ સંઘ એ સાતે ક્ષેત્રમાં ઘણું ઘન ખચ્યું. એ પ્રમાણે હમેશાં દ્રવ્યપૂજા, ભાવપૂજા કરતાં ઘનસાર શ્રેષ્ઠી સમકિત પામી, દેવનું આયુષ્ય બાંથી મનુષ્યભવનું આયુષ્ય પૂર્ણ થતાં પ્રથમ સ્વર્ગમાં દેવતા થયો. ત્યાંથી ચ્યવીને મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્તમ કુળને વિષે ઉત્પન્ન થઈ સદ્ગુરુ સમીપે દીક્ષા લઈ મુક્તિસુખને પામશે. આ શ્રાદ્ધઘર્મી ઘનસાર શ્રેષ્ઠીએ જિનેશ્વરની પૂજાનું ફળ શીધ્રપણે આ ભવમાં જ મેળવ્યું, અને પછીના ભવમાં ચારિત્ર લઈને ભાવપૂજાની વિશુદ્ધિ વડે તે મુક્તિને પામ્યો. તેનું દ્રષ્ટાંત સાંભળીને અન્ય ભવ્ય પ્રાણીઓએ પણ દ્રવ્ય તથા ભાવ એ બન્ને પ્રકારની પૂજા અવશ્ય કરવી.” વ્યાખ્યાન ૩૩૪ ધ્યાન . ध्याता ध्यानं तथा ध्येय-मेकतावगतं त्रयम् । तस्य ह्यनन्यचित्तस्य, सर्वदुःखक्षयो भवेत् ॥१॥ Page #172 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૩૩૪] ધ્યાન ૧૬૩ ભાવાર્થ-“ધ્યાન કરનાર, ધ્યાન અને ધ્યેય (ધ્યાવવાને યોગ્ય)–એ ત્રણેની ઐક્યતારૂપ ધ્યાન જેને પ્રાપ્ત થયેલું છે તે એકાગ્ર ચિત્તવાળાના–તદ્રુપ ચેતનાવાળાના-અર્વસ્વરૂપ અને આત્મસ્વરૂપને તુલ્ય ઉપયોગપણે ગ્રહણ કરનારના આત્મિક ગુણને આવરણ કરનારા–રોકનારા સર્વ દુઃખોનો (સર્વ કર્મોનો ક્ષય થાય છે. આ પ્રસંગમાં ક્ષેપકમુનિનો સંબંઘ છે તે આ પ્રમાણે ક્ષપક મુનિની કથા કોઈ એક મુનિ નિરંતર માસક્ષપણાદિક અનેક દુસ્તપ તપસ્યાનું આચરણ કરતા સતા એક ઉદ્યાનમાં રહીને આત્મસ્વરૂપનું ધ્યાન કરતા હતા. તેમના ગુણથી પ્રસન્ન થયેલી કોઈ દેવી હમેશાં તે મુનિને વંદન કરી તથા સ્તુતિ કરીને કહેતી કે “હે મુનિ! મારા પર પ્રસાદ કરીને મારા યોગ્ય કાંઈ કાર્ય બતાવશો.” એકદા તે મુનિ કોઈ બ્રાહ્મણનાં દુષ્ટ વચન સાંભળીને ક્રોધ પામી તેની સાથે યુદ્ધ કરવા લાગ્યા. મુનિ તપસ્યા વડે અતિ કૃશ થયેલા હોવાથી તે બ્રાહ્મણે તેને મુષ્ટિ વગેરેના પ્રહારથી મારીને પૃથ્વી પર પાડી નાંખ્યા. ફરીથી મુનિ ક્રોઘ કરીને યુદ્ધ કરવા લાગ્યા; તો પણ તેને તે બ્રાહ્મણે પ્રહાર કરી પાડી નાંખ્યા. એમ અનેક વાર તે બ્રાહ્મણે તેમને પ્રહારાદિ વડે જર્જરિત કરી નાખ્યા, એટલે તે મુનિ પરાજય પામીને માંડ માંડ પોતાને સ્થાને આવ્યા. બીજે દિવસે પ્રાતઃકાળમાં હિંમેશની જેમ તે દેવીએ આવીને મુનિને વંદના કરી, પણ મુનિએ દેવીની સામું પણ જોયું નહીં, તેમ કાંઈ બોલ્યા પણ નહીં; તેથી તે દેવીએ પૂછ્યું કે “હે સ્વામી! કયા અપરાઘથી મારી સાથે આજે તમે બોલતા નથી?” મુનિ ઊંચે સ્વરે બોલ્યા કે “કાલે પેલા બ્રાહ્મણે મને માર્યો તો પણ તે મારું રક્ષણ કર્યું નહીં, તેમજ મારા તે શત્રુનો તેં કાંઈ અપકાર પણ કર્યો નહીં; માટે માત્ર મીઠાં વચન બોલીને પ્રીતિ બતાવનારી એવી તને હવે હું બોલાવવા ઇચ્છતો નથી.” તે સાંભળીને સ્મિતથી અઘરોષ્ઠને કાંતિમાન કરતી દેવી બોલી કે “હે મુનિ! જ્યારે તમે બન્ને એક બીજાને વળગીને યુદ્ધ કરતા હતા, તે વખતે કૌતુક જોવાની ઇચ્છાવાળી હું પણ ત્યાં જ હતી; પરંતુ તે વખતે મેં તમને બન્નેને સમાન ક્રોઘવાળા જોયા. તેથી “આ બેમાં સાઘુ કોણ? અને બ્રાહ્મણ કોણ?” એ હું જાણી શકી નહીં. તેથી કરીને તમારી રક્ષા અને બ્રાહ્મણને શિક્ષા હું કરી શકી નહીં.” તે સાંભળીને જેનો ક્રોધ શાંત થયો છે એવા મુનિ બોલ્યા કે “હે દેવી! તેં મને આજે બહુ સારી પ્રેરણા કરી, તેથી હવે હું આ ક્રોઘરૂપી અતિચાર દોષનું મિથ્યાદુકૃત આપું છું. હે દેવી! મેં ધ્યાન સંબંધી શાસ્ત્રનો ઘણા યત્નથી અભ્યાસ કર્યો છે, શ્રવણ કર્યું છે અને બીજાને શીખવ્યું પણ છે, તેમજ તેનું અનુમોદન પણ કર્યું છે. તો પણ ખરે વખતે તે મને સ્મરણમાં આવ્યું નહીં. शुन्यं ध्यानोपयोगेन, विंशतिस्थानकाद्यपि । कष्टमात्रं त्वभव्याना-मपि नो दुर्लभं भवेत् ॥१॥ ભાવાર્થ-“ધ્યાનના ઉપયોગ વિના માત્ર કાયક્લેશરૂપ વીશ સ્થાનક વગેરે તપ અભવ્ય પ્રાણીઓને પણ દુર્લભ નથી, અર્થાત્ ઘણા અભવ્ય પ્રાણીઓ પણ તેવું તપ કરે છે.” ચિત્તની એકાગ્રતા રૂપ જે ધ્યાન-તેના ઉપયોગથી શૂન્ય એવા વીશસ્થાનક વગેરે તપસમૂહ માત્ર કાયક્લેશરૂપ જ છે. તે તો અભવ્યોને પણ દુર્લભ નથી. જૈનોક્ત બાહ્યાચરણ પણ ઘણા પ્રકારે અભવ્યોએ પૂર્વે કર્યા છે. Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૫ હવે ધ્યાન કરવાનું સ્વરૂપ કહે છે– जितेन्द्रियस्य धीरस्य, प्रशान्तस्य स्थिरात्मनः । स्थिरासनस्य नासाग्र - न्यस्तनेत्रस्य योगिनः ॥ १ ॥ रुद्धबाह्यमनोवृत्ते-र्धारणाधारया प्रसन्नस्याप्रमत्तस्य, યાત્ વિજ્ઞાનસુધાહિતૢઃ ||રા वितन्वतः । साम्राज्यमप्रतिद्वंद्व-मन्तरेव ध्यानिनो नोपमा लोके, सदेवमनुजेऽपि हि ॥ ३॥ ભાવાર્થ-‘જેણે ઇંદ્રિયોનો જય કરેલો છે, જે આત્મવીર્યના સામર્થ્ય વડે પરિષહ અને ઉપસર્ગોથી અકંપ્ય છે, જેના ક્રોધાદિક કષાય શાંત થયેલા છે, જેનો આત્મા સાઘન પરિણતિમાં સુખમય હોવાથી સ્થિર છે, જેણે ચપળતાના નિરોધને માટે આસન સ્થિર કરીને નાસિકાના અગ્રભાગે દૃષ્ટિને સ્થાપન કરેલી છે (રત્નત્રયમાં મગ્ન છે), ધ્યેયમાં ચિત્તને સ્થિર કરવું તે ધારણા તેના આધારથી જેણે બાહ્ય મનોવૃત્તિનો રોઘ કરેલો છે, જે મનના કાલુષ્યથી રહિત એટલે પ્રસન્ન છે, જે અજ્ઞાનાદિક આઠ પ્રમાદથી રહિત અપ્રમત્ત છે, જેણે ચિદાનંદરૂપ અમૃતનો સ્વાદ લીધો છે, અને જે અંતઃકરણમાં જ અદ્વિતીય સામ્રાજ્યનો એટલે બાહ્યાવ્યંતર વિપક્ષ રહિત સ્વગુણસંપદારૂપ સ્વભાવપરિવારોપેત ઠકુરાઈનો સ્વાધીન કરવારૂપ વિસ્તાર કરે છે, એવા ધ્યાની મુનિની ઉપમા દેવતાઓમાં કે મનુષ્યોમાં ક્યાંય પણ નથી. અહીં તિર્યંચ અને ના૨ક દુર્ગતિ હોવાથી ગ્રહણ કરેલ નથી, અર્થાત્ ત્રિભુવનમાં સહજાનંદવિલાસીની તુલના કરી શકાય એવું ઉપમાસાદૃશ્ય છે જ નહીં.’’ હે દેવી! આ પ્રમાણે અનેક પ્રકારના ધ્યાનશાસ્ત્રનું ઉલ્લંઘન કરીને મેં અયોગ્ય કર્યું, તે ઠીક કર્યું નહીં.’’ ત્યાર પછીથી તે મુનિ નિરંતર નિશ્ચલ ચિત્તથી ધ્યાન કરવા લાગ્યા. દેવાદિકે કરેલા ઉપસર્ગોમાં પણ પ્રથમની જેમ ચપળતા કરી નહીં. મેરુની જેવું નિશ્ચળ ધ્યાન ધ્યાઈને અંતે સ્વર્ગે ગયા. પછી તે મુનિને ભક્તિપૂર્વક નમન કરીને પેલી દેવી પોતાને સ્થાને ગઈ. [સ્તંભ ૨૩ ઘ્યાનથી ભ્રષ્ટ થયેલ મુનિ અજ્ઞાની જેવો જ છે; માટે કષ્ટમાં પણ મુનિએ ધ્યાનનો ત્યાગ કરવો નહીં, એ આ કથાનો સાર છે.” G વ્યાખ્યાન ૩૩૫ દુર્ધ્યાનનાં 93 સ્થાનોનું સ્વરૂપ त्रिषष्टिध्यानस्थानानि, उत्पन्नान्यार्त्तरौद्रतः । तत्स्वरूपं लिखामि द्वि-तीयप्रकीर्णसूत्रतः ॥१॥ ભાવાર્થ-‘આર્ત્તધ્યાન અને રૌદ્રધ્યાનથી ઉત્પન્ન થયેલાં ત્રેસઠ ઘ્યાનનાં સ્થાનકો છે. તેનું સ્વરૂપ બીજા પ્રકીર્ણ સૂત્રથી (આઉરપચ્ચખ્ખાણથી) અત્રે લખું છું.’’ આતુર પ્રત્યાખ્યાન નામના પ્રકીર્ણક સૂત્ર (પયન્ના સૂત્ર) માં ‘બન્નાળ જ્ઞાને’ ઇત્યાદિ પાઠ છે. તેમાં દુર્ધ્યાનનાં ત્રેસઠ સ્થાનકો ગણાવ્યાં છે– Page #174 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૩૩૫] દુર્ગાનનાં ૬૩ સ્થાનોનું સ્વરૂપ ૧૬૫ ૧ અજ્ઞાન ધ્યાન-“અજ્ઞાન જ કલ્યાણકારી છે; કેમકે તેમાં વ્યાખ્યાન વાંચવું, ભણવું, ભણાવવું વગેરે આયાસનો અભાવ છે.” એમ મનમાં વિચારવું, તે અજ્ઞાનધ્યાન કહેવાય છે. તે ધ્યાન જ્ઞાનપંચમીની કથામાં કહેલા વસુદેવાચાર્યું કર્યું હતું, માટે તેવું દુર્ગાન ધ્યાવવું નહીં. ૨ અનાચાર ધ્યાન-અનાચાર તે દુષ્ટાચાર, દોષયુક્ત આચરણ, તે સંબંધી ધ્યાન. તે કોકણ દેશી સાઘુએ ક્ષેત્રમાં અગ્નિ સળગાવવા રૂપ કર્યું હતું; તથા દેવતા થયેલા શિષ્ય કહેવા નહીં આવવાથી ચારિત્રનો ત્યાગ કરવાને ઇચ્છતા આષાઢ સૂરિએ તે ધ્યાન કર્યું હતું. ૩ કુદર્શન પ્લાન-બૌદ્ધાદિક મિથ્યાદર્શનનું ધ્યાન સુરાષ્ટ્ર શ્રાવકે કર્યું હતું. ૪ ક્રોઘ ધ્યાન–કુલવાલક, ગોશાલક, પાલક, નમુચિ, શિવભૂતિ વગેરેએ કર્યું હતું. ૫ માન ધ્યાન–બાહુબલી, સુભૂમ ચક્રી, પરશુરામ, હઠથી આવેલા સંગમદેવ વગેરેએ કર્યું હતું. ૬ માયા ધ્યાન–અન્યને છેતરવારૂપ માયાધ્યાન અષાઢાભૂતિમુનિએ લાડુ વહોરવા માટે કર્યું હતું. ૭ લોભ ધ્યાન-સિંહકેસરિયા લાડુના ઇચ્છક સાધુએ કર્યું હતું. ૮ રાગ ધ્યાન-રાગને અભિવૃંગમાત્ર સમજવો. તેના કામ રાગ, સ્નેહ રાગ અને દૃષ્ટિ રાગ એ ત્રણ પ્રકાર છે. તેમાં વિષ્ણુશ્રીના ઉપર વિક્રમયશ રાજાને કામરાગ થયો હતો. દામનકના સસરાનું પોતાના પુત્રનું મરણ સાંભળીને સ્નેહ રાગને લીધે હૃદય ફાટી ગયું હતું, અને કપિલને દ્રષ્ટિરાગ (દર્શનનો રાગ) થવાથી બ્રહ્મદેવલોકમાંથી આવીને પોતાના મતના રાગથી પોતાના શિષ્યોને “આસુરે રમસે ઇત્યાદિ કહ્યું હતું. આ ત્રણે પ્રકારના રાગનું ધ્યાન ન કરવું. ૯ અપ્રીતિ ધ્યાન–અપ્રીતિ એટલે અન્ય ઉપર દ્રોહનો અધ્યવસાય અથવા દ્વેષ. તે ધ્યાન યજ્ઞની શરૂઆત કરાવનારા મધુપિંગ અને પિપ્પલાદ વગેરેને થયું હતું, તથા હરિવંશની ઉત્પત્તિમાં વીરક દેવને થયું હતું. ૧૦ મોહ ધ્યાન-વાસુદેવના શબને ઉપાડીને છ માસ સુધી ફરનારા બળભદ્રને થયું હતું. ૧૧ ઇચ્છા ધ્યાન-ઇચ્છા એટલે મનમાં ઘારેલો લાભ મેળવવાની ઉત્કટ અભિલાષા, તેનું ધ્યાન તે ઇચ્છાધ્યાન. તે બે માસા સુવર્ણના અર્થ કપિલને કોટી સુવર્ણના લોભમાં પણ ઇચ્છાનો અંત આવ્યો નહોતો તેની જેમ સમજવું. ૧૨ મિથ્યા ધ્યાન-મિથ્યા એટલે વિપર્યસ્ત (અવળી) દ્રષ્ટિપણું, તેનું ધ્યાન તે મિથ્યાધ્યાન. તે જમાલિ, ગોવિંદ વગેરેને થયું હતું. ૧૩ મૂછ ધ્યાન-મૂછ એટલે પ્રાપ્ત થયેલા રાજ્યાદિક ઉપર અત્યંત આસક્તિ, તેનું ધ્યાન તે મૂછપ્પાન. તે પુત્રોને ઉત્પન્ન થતાં જ મારી નાંખનાર અથવા ખોડ ખાપણવાળા કરનાર કનકધ્વજ રાજાને થયું હતું. ૧૪ શંકા ધ્યાન-શંકન તે શંકા એટલે સંશય કરવો–તેનું ધ્યાન તે શંકાધ્યાન, તે આષાઢસૂરિના અવ્યક્તવાદી શિષ્યોને થયું હતું. ૧૫ કાંક્ષા ધ્યાન-એટલે અન્ય અન્ય દર્શનનો અથવા પોતાના દર્શનનો આગ્રહ અર્થાત્ કાંક્ષા, તેનું ધ્યાન તે કાંક્ષાધ્યાન. તે “હે કપિલ! ત્યાં પણ ઘર્મ છે અને અહીં મારા મનમાં પણ ઘર્મ છે.” એમ બોલનારા મરીચિને થયું હતું. Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ શ્રી ઉપદેશપ્રાસાંદ ભાષાંતર–ભાગ ૫ [સ્તંભ ૨૩ ૧૬ ગૃહી ઘ્યાન–એટલે આહારાદિકને વિષે અત્યંત આકાંક્ષાનું ધ્યાન. તે મથુરાવાસી મંગુરિને તથા વ્રતનો ત્યાગ કરનાર કુંડરિક રાજાને થયું હતું. ૧૭ આશા ઘ્યાન–એટલે પારકી વસ્તુ મેળવવાની અભિલાષાનું ધ્યાન. તે નિર્દય બ્રાહ્મણના પાથેય પ્રત્યે પાથેય વિનાના મૂલદેવને થયું હતું. ૧૮ તૃષા ધ્યાન-તૃષાપરિષહના ઉદયથી ઉત્પન્ન થયેલી પીડા, તે પીડાએ કરીને થતું જે ધ્યાન તે તૃષાધ્યાન. આ ઘ્યાન પિતા સાધુની સાથે જતાં માર્ગમાં તૃષાથી પીડાયેલા ક્ષુલ્લક સાધુને થયું હતું. ૧૯ ક્ષુધા ધ્યાન-સુધાના પરવશપણાથી થતું ઘ્યાન તે ક્ષુધા ધ્યાન. તે રાજગૃહી નગરીના ઉદ્યાનમાં આવેલા લોકોને મારવા તૈયાર થયેલા દ્રમકને થયું હતું. ૨૦ પથિ ઘ્યાન-એટલે અલ્પ કાળમાં ઇષ્ટ સ્થાને પહોંચવાનું ધ્યાન. તે ધ્યાન પોતનપુરના માર્ગને શોધતા વલ્કલચીરીને થયું હતું. ૨૧ વિષમમાર્ગ ધ્યાન-ઘણા વિકટ માર્ગનું ધ્યાન. સનત્યુમારને શોઘનાર મહેન્દ્રસિંહને અથવા બ્રહ્મદત્તને શોધના૨ વરઘેનુને થયું હતું. ૨૨ નિદ્રા ધ્યાન-એટલે નિદ્રાને આધીન થયેલાનું ધ્યાન. તે ધ્યાન સ્યાનદ્ઘિ નિદ્રાએ કરીને પાડાનું માંસ ખાનાર, હસ્તિના દાંત ખેંચી કાઢનાર તથા મોદકના અભિલાષી સાધુને થયું હતું. ૨૩ નિદાન ધ્યાન–એટલે બીજા ભવમાં સ્વર્ગની અથવા મનુષ્યપણાની સમૃદ્ધિ મેળવવાની ઇચ્છાથી નવ પ્રકારનાં નિયાણાં કરવા સંબંધી ધ્યાન. તે નંદિષણ, સંભૂતિ અને દ્રૌપદી વગેરેને થયું હતું. ૨૪ સ્નેહ ધ્યાન-સ્નેહ એટલે મોહના ઉદયથી પુત્રાદિકને વિષે થતી પ્રીતિવિશેષરૂપ ધ્યાન. તે મરુદેવા, સુનંદા અને અર્હન્નકની માતાને થયું હતું. ૨૫ કામ ધ્યાન–કામ એટલે વિષયનો અભિલાષ તેનું ધ્યાન તે કામઘ્યાન. તે હાસા અને પ્રહાસા દેવીએ દેખાડેલા વિષયસુખના લોભથી કુમારનંદી સોનીને તથા રાવણને થયું હતું. ૨૬ અપમાન ઘ્યાન-અપમાન એટલે પરગુણની પ્રશંસા સાંભળીને થતી ઇર્ષ્યા અથવા ચિત્તની કાલુષ્યતા (મલિનતા), તેનું ધ્યાન તે અપમાન ઘ્યાન. તે બાદુ અને સુબાહુની પ્રશંસાને નહીં સહન કરનાર પીઠ અને મહાપીઠને તથા સ્થૂલિભદ્રની પ્રશંસાને સહન નહીં કરી શકનાર સિંહગુફાવાસી મુનિને થયું હતું. ૨૭ કલહ ધ્યાન-એટલે ક્લેશ કરાવવાનું ઘ્યાન. તે રુક્મિણી અને સત્યભામાના સંબંધમાં તથા કમલામેલાના દૃષ્ટાંતમાં નારદને થયું હતું. ૨૮ યુદ્ધ ઘ્યાન–એટલે શત્રુના પ્રાણવ્યપરોપણના અધ્યવસાયરૂપ ધ્યાન. તે હલ્લ તથા વિહલ્લ નામના બંધુના વિનાશ માટે ચેડારાજાની સાથે યુદ્ધ કરનારા કોણિકને થયું હતું. ૨૯ નિયુદ્ધ ધ્યાન-પ્રાણના અપહારરૂપ અધમ યુદ્ધ રહિત યષ્ટિ મુષ્ટિ વગેરેથી જે જય મેળવવો તે નિયુદ્ધ કહેવાય છે, તેનું ધ્યાન તે નિયુદ્ધ ધ્યાન. તે ધ્યાન બાહુબલી તથા ભરતરાજાને થયું હતું. Page #176 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૩૩૫] દુર્ગાનનાં ૬૩ સ્થાનોનું સ્વરૂપ ૧૬૭ ૩૦ સંગ ધ્યાન-સંગ એટલે ત્યાગ કર્યા છતાં પણ ફરીથી તેના સંયોગની અભિલાષા તેનું ધ્યાન તે સંગધ્યાન. તે રાજીમતી પ્રત્યે રથનેમિને તથા નાગિલા પ્રત્યે ભવદેવને થયું હતું. ૩૧ સંગ્રહ ધ્યાન-અત્યંત અતૃમિ વડે ઘનાદિકનો સંગ્રહ કરવાનું ધ્યાન તે સંગ્રહ ધ્યાન. તે મમ્મણ શ્રેષ્ઠીને થયું હતું. ૩૨ વ્યવહાર ધ્યાન–પોતાના કાર્યના નિર્ણય માટે રાજાદિક પાસે ન્યાય કરાવવો તે વ્યવહાર કહેવાય છે તેનું ધ્યાન તે વ્યવહાર ધ્યાન. તે બે સપત્નીઓને પોતપોતાનો પુત્ર ઠરાવવા માટે થયું હતું. ૩૩ ક્રયવિક્રય ધ્યાન-લાભને માટે અલ્પ મૂલ્ય વડે વઘારે મૂલ્યવાળી વસ્તુ ખરીદ કરવી તે ક્રયા કહેવાય છે અને ઘણું મૂલ્ય લઈને અલ્પ મૂલ્યવાળી વસ્તુ વેચવી તે વિક્રય કહેવાય છે. તે ક્રયવિક્રયનું ધ્યાન આભીરીને કપાસ આપનાર વણિકને થયું હતું. ૩૪ અનર્થદંડ ધ્યાન-એટલે પ્રયોજન વિના હિંસાદિક કરવાનું ધ્યાન. તે અત્યંત ઉન્મત્તપણાને લીઘે દ્વૈપાયન મુનિને કષ્ટ આપનાર શાંબ વગેરેને થયું હતું. ૩૫ આભોગ ધ્યાન-આભોગ એટલે જ્ઞાનપૂર્વક વ્યાપાર, તેનું ધ્યાન તે આભોગ ધ્યાન. તે બ્રાહ્મણનાં નેત્રો ઘારીને વડગુંદાનું મર્દન કરનારા બ્રહ્મદત્ત ચક્રીને થયું હતું. ૩૬ અનાભોગ ધ્યાન-અનાભોગ એટલે અત્યંત વિસ્મરણ, તેથી થતું ધ્યાન તે અનાભોગ ધ્યાન. તે પ્રસન્નચંદ્રને થયું હતું. ૩૭ ઋણ ધ્યાન-ઋણ તે દેવું, તે આપવા માટે થતું ધ્યાન તે ઋણધ્યાન. તે એક ઘાંચીને પોતાની બહેનનું દેવું દેવા માટે થયું હતું. ૩૮ વૈર ધ્યાન-એટલે માતપિતાદિકના વઘથી અથવા રાજ્યના અપહારથી ઉત્પન્ન થતું ધ્યાન. તે પરશુરામ તથા સુભમને થયું હતું અને સુદર્શનના કામરાગવાળી વ્યંતરી થયેલી અભયા રાણીને થયું હતું. ૩૯ વિતર્ક ધ્યાન-વિતર્ક એટલે રાજ્યાદિક ગ્રહણ કરવાની ચિંતા તેનું ધ્યાન. તે નંદરાજાનું રાજ્ય લેવાની ઇચ્છાવાળા ચાણાક્યને થયું હતું. ૪૦ હિંસા ધ્યાન-એટલે પાડા વગેરેની હિંસા કરવાનું ધ્યાન. તે કૂવામાં નાંખેલા કાલસૌકરિકને થયું હતું. ૪૧ હાસ્ય ધ્યાન-હાસ્ય કરવાનું ધ્યાન. તે ચંડરુદ્ધ આચાર્યનું હાસ્ય કરનાર મિત્ર સહિત શિષ્યને થયું હતું. ૪૨ પ્રહાસ ધ્યાન-પ્રહાસ તે ઉપહાસ. નિંદા અથવા સ્તુતિરૂપ તેનું ધ્યાન તે પ્રહાસ ધ્યાન. તે “હે નૈમિત્તિક મુનિ! હું તમને વંદન કરું છું' એ પ્રમાણે વાર્તિકમુનિ પ્રત્યે મશ્કરીમાં બોલતાં ચંડપ્રદ્યોત રાજાને થયું હતું. ૪૩ પ્રશ્લેષ ધ્યાન–અતિ ષવાળું ધ્યાન તે પ્રષધ્યાન. તે મરુભૂતિ પ્રત્યે કમઠને તથા શ્રી મહાવીરસ્વામીના કાનમાં ખીલા નાંખનાર ગોપને થયું હતું. ૪૪ પરુષ ધ્યાન-પરુષ એટલે અતિ નિષ્ફર કર્મ તેનું ધ્યાન તે પરુષ ધ્યાન. તે બ્રહ્મદત્ત પુત્ર ઉપર ચૂલણી રાણીને તથા યુગબાહુ ભાઈ ઉપર મણિરથને થયું હતું. Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૫ [સ્તંભ ૨૩ ૪૫ ભય ધ્યાન–ભય એ મોહની અંતર્ગત રહેલી નોકષાય પ્રકૃતિ છે તેનું ધ્યાન. તે ગજસુકુમાલને ઉપસર્ગ કરનારા સોમિલ સસરાને થયું હતું. ૪૬ ૩૫ ધ્યાન-આદર્શાદિકમાં જે જોવું તે રૂપ કહેવાય છે; તેનું ધ્યાન તે રૂપધ્યાન. તે બે પ્રકારનું છે. સ્વરૂપધ્યાન અને પરરૂપ ધ્યાન. તેમાં ‘મારું રૂપ સારું છે” એમ જે માનવું તે સ્વરૂપ ધ્યાન સનકુમારને થયું હતું, અને પરરૂપધ્યાન શ્રેણિક રાજાનું ચિત્ર આલેખેલ ફલક (પાટિયું) જોઈને સુજ્યેષ્ઠા અને ચેલણાને થયું હતું. ૪૭ આત્મપ્રશંસા ધ્યાન–પોતાની પ્રશંસા કરાવવાનું ધ્યાન શકટાલ મંત્રીના મુખથી પોતાની કવિતાની પ્રશંસા કરાવવા ઇચ્છનારા વરરુચિને થયું હતું તથા કોશા વેશ્યાને પોતાની કળાકુશળતા બતાવનાર રથકારને થયું હતું. ૪૮ પરનિંદા ધ્યાન–તે કુરગડુક પ્રત્યે ચાર સાધુને થયું હતું. ૪૯ પરગા ધ્યાન-પારકી ગર્હ એટલે અન્ય જનો પાસે પરના છતા અછતા દોષ પ્રગટ કરવા તે. આ ઘ્યાન સંઘસમક્ષ દુર્બલિકા પુષ્પમિત્રની ગર્હા કરનાર ગોષ્ઠામાહિલને થયું હતું. ૫૦ પરિગ્રહ ધ્યાન-નવા ધન ધાન્યાદિક પરિગ્રહ મેળવવાનું ઘ્યાન અથવા ગયેલી સમૃદ્ધિને પાછી મેળવવાનું ધ્યાન તે પરિગ્રહ ધ્યાન. તે ઘ્યાન ચારુદત્તને થયું હતું. તથા મુનિપતિ સાધુ વિહાર કરતાં તેનો રોઘ કરનાર કુંચિક શ્રેષ્ઠીને થયું હતું. ૫૧ પરપરિવાદ ધ્યાન–અન્યના અછતા દોષો અન્ય પાસે પ્રગટ કરવા તે પરપરિવાદ કહેવાય છે તેનું ધ્યાન તે પરપરિવાદ ઘ્યાન. તે સુભદ્રા પ્રત્યે તેની સાસુ તથા નણંદને થયું હતું. પર પરદૂષણ ધ્યાન-પોતે કરેલા દોષનો બીજા નિર્દોષ પ્રાણી ઉપર આરોપ કરવો તે પરદૂષણ કહેવાય છે. તે સંબંધી ધ્યાન તે પરદૂષણ ઘ્યાન. તે પતિની હત્યારૂપ પોતાના દોષને ભદ્રક વૃષભ ઉપર આરોપણ કરનાર જિનદાસની સ્ત્રીને થયું હતું. તે ૫૩ આરંભ ધ્યાન-આરંભ તે બીજાને ઉપદ્રવ કરવો, તે સંબંધી ધ્યાન તે આરંભ ધ્યાન. તે કુરુડ અને ઉકુરુડ મુનિને તથા દ્વિપાયન ઋષિને થયું હતું. ૫૪ સંરંભ ધ્યાન–સંરંભ તે વિષયાદિકનો તીવ્ર અભિલાષ તે સંબંધી ધ્યાન તે સંરંભ ધ્યાન. તે માતાના ઉપ૨ોધથી વ્રત પાળતાં છતાં પણ વિષયની અભિલાષાવાળા ક્ષુલ્લકકુમારને થયું હતું. ૫૫ પાપ ધ્યાન–પરસ્ત્રીસેવન વગેરે પાપકર્મનું અનુમોદન એટલે તેવે પ્રસંગે ‘આણે આ ઠીક કર્યું’ એમ જે બોલવું તે પાપ કહેવાય છે. તેનું ઘ્યાન તે પાપધ્યાન. તે ‘“આ ભોગીભ્રમર રાજાને ધન્ય છે’ ઇત્યાદિ અનુમોદન કરનારા લોકોને થયું હતું. ૫૬ અધિકરણ ધ્યાન–પાપની ઉત્પત્તિના કારણરૂપ જે અધિકરણ તે સંબંધી ધ્યાન તે અઘિકરણઘ્યાન. તે વાપી કૂપાદિક કરાવવામાં તત્પર થયેલા નંદ મણિકારને થયું હતું. ૫૭ અસમાધિમરણ ધ્યાન—આ અસમાધિવડે મરણ પામો' એવું અસમાધિમરણ ધ્યાન સ્કન્દકાચાર્ય પ્રત્યે ક્ષુલ્લક સાધુને યંત્રમાં પહેલાં પીલતા અભવ્ય એવા પાલક પુરોહિતને થયું હતું. ૫૮ કર્મોદયપ્રત્યય ધ્યાન-કર્મના ઉદયને આશ્રયીને થયેલું ઘ્યાન તે કર્મોદય પ્રત્યયધ્યાન. તે પ્રથમ Page #178 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૩૩૬] તપ ૧૬૯ શુભ પરિણામ છતાં પછીથી કોઈ પણ અશુભ કર્મના ઉદયથી અશુભ પરિણામવાળા થયેલા વિષ્ણુને અંતકાળે થયું હતું. ૫૯ ઋદ્ધિગૌરવ ધ્યાન–રાજ્ય ઐશ્વર્ય વગે૨ે સમૃદ્ધિ વડે પોતાની ઉત્કૃષ્ટતારૂપ ગૌરવતા (મોટાઈ)નું ધ્યાન તે ઋદ્ધિગૌરવ ધ્યાન. તે દશાર્ણભદ્રને થયું હતું. ૬૦ ૨સગૌરવ ધ્યાન-જિહ્વા ઇંદ્રિય વડે ગ્રહણ કરાતા રસ (ભોજન)ની ગૌરવતાનું ધ્યાન તે રસગૌરવધ્યાન; અર્થાત્ ‘‘મારી રસવતી (ભોજન)માં જેવો રસ છે તેવો બીજાની રસવતીમાં શું હોય?’’ એવું અભિમાનપૂર્વક જે ધ્યાન તે. ખાઈ સંબંધી જળના દૃષ્ટાંતમાં કહેલા જિતશત્રુ રાજાને સુબુદ્ધિ મંત્રી પાસે પોતાની રસવતીના રસની પ્રશંસા કરતાં થયું હતું. ૬૧ સાતાગૌરવ ધ્યાન–સુખના ગર્વનું ધ્યાન. એટલે “હું જ સુખી છું' એવા અભિમાનવાળું ધ્યાન ઘણા સુખી દેખાતા જીવોને થાય છે. ૬૨ અવિરહ ધ્યાન-અવિરહ ધ્યાન એટલે પુત્રાદિકનો વિરહ ન થાઓ એવું ચિંતવન. આ ધ્યાન ‘બે પુત્રનો વિરહ ન થાઓ’ એવી બુદ્ધિથી ‘આ સાધુઓ માંસ ખાય છે માટે તે રાક્ષસ જેવા છે, તેથી તેની પાસે જવું નહીં.’ એમ કહીને પુત્રોને છેતરનાર ભૃગુ પુરોહિત તથા તેની સ્ત્રી યશાને થયું હતું. તેમજ દેવતાએ પ્રતિબોધ કર્યા છતાં પણ વારંવાર વ્રતનો ત્યાગ કરનાર મેતાર્યને થયું હતું. ૬૩ અમુક્તિમરણ ધ્યાન–મુક્તિ તે મોક્ષગતિ; તેથી રહિત તે અમુક્તિ, એટલે સંસારના સુખની અભિલાષા, તેણે કરીને મરણ પામવાનું જે ઘ્યાન તે ‘અમુક્તિમરણ ઘ્યાન' કહેવાય છે. તે ‘મુક્તિને વિઘ્ર કરનારું આ નિયાણું ન કર' એમ ચિત્ર નામના પોતાના ભાઈ સાધુએ વારંવાર નિવારણ કર્યા છતાં પણ ‘ચક્રવર્તીની સંપત્તિનો અનુભવ કર્યા વિના હું મુક્તિની પણ ઇચ્છા કરતો નથી’ એવા તીવ્ર અશુભ ભાવથી નિયાણું કરનારા સંભૂતિ મુનિને થયું હતું. ‘‘મિથ્યાદુષ્કૃત આપવા લાયક આ ત્રેસઠ દુર્ધ્યાનનાં સ્વરૂપને સાંભળીને વિવેકી પુરુષોએ અનેક પ્રકારનાં કર્મોનું બંધન કરાવનારાં આ સર્વ દુર્ધ્યાનોનો તત્ત્વમાર્ગમાં પ્રવૃત્તિ કરતાં સર્વથા ત્યાગ કરવો.’’ વ્યાખ્યાન ૩૩૬ તપ मूलोत्तरगुणश्रेणिप्राज्यसाम्राज्यसिद्धये बाह्यमाभ्यन्तरं चेत्थं, तपः कुर्यान्महामुनिः ॥ १ ॥ ભાવાર્થ-‘મૂલ ગુણ તથા ઉત્તર ગુણના સમૂહ વડે મહાન સામ્રાજ્યની સિદ્ધિને માટે મહામુનિઓએ આ બાહ્ય તથા અત્યંતર તપ કરવું.” જ્ઞાન, ચારિત્રાદિક મૂળ ગુણો અને સમિતિ, ગુપ્તિ વગેરે ઉત્તર ગુણો કહેવાય છે, તેની શ્રેણિ એટલે વિશેષે કરીને તે ગુણોનો ઉદ્ભવ, તેણે કરીને પ્રચુર એવા સામ્રાજ્યની સિદ્ધિને માટે એટલે સ્વકાર્ય જે ગુણનિષ્પત્તિરૂપ તેને અર્થે પરમનિગ્રંથ એવા મહામુનિઓ બાહ્ય તથા અત્યંતર તપ કરે; તેમાં અન્ય લોકોને ઉલ્લાસનું કારણ તથા પ્રભાવનાનું મૂળ હોવાથી બાહ્ય તપ કરવાની જરૂર છે, Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૫ [તંભ ૨૩ અને બીજા લોકોથી જાણી શકાય તેવું નહીં છતાં આત્મગુણની એકતારૂપ હોવાથી અત્યંતર તપ કરવાની આવશ્યકતા છે. આ પ્રસંગ ઉપર નંદન ઋષિનો સંબંઘ છે તે આ પ્રમાણે નંદન ઋષિની કથા આ ભરતક્ષેત્રમાં છત્રિકા નામની નગરીમાં જિતશત્રુ નામે રાજા રાજ્ય કરતો હતો. તેની ભદ્રા નામની પટ્ટરાણીએ નંદન નામના પુત્રને જન્મ આપ્યો હતો. તે કુમાર અનુક્રમે યુવાવસ્થા પામ્યો, એટલે તેને પિતાનું રાજ્ય મળ્યું. રાજ્યનું પાલન કરતાં તે નંદનરાજાને જન્મથી આરંભીને ચોવીશ લાખ વર્ષ વ્યતીત થયાં. એકદા પોટ્ટિલ નામના આચાર્ય વિહારના ક્રમથી તે નગરીમાં સમવસર્યા. તેમને વંદન કરવા માટે નંદન રાજા ઉદ્યાનમાં ગયા. ત્યાં ગુરુને વિધિપૂર્વક વંદના કરી ઘર્મશ્રવણ કરવા બેઠા. ગુરુએ આ પ્રમાણે ઉપદેશ આપ્યો કે ज्ञानमेव बुधाः प्राहुः, कर्मणां तापनात्तपः । तदाभ्यन्तरमेवेष्टं, बाह्यं तदुपबृंहकम् ॥१॥ ભાવાર્થ-“આત્મપ્રદેશની સાથે સંશ્લિષ્ટ થઈને રહેલાં કર્મોને તપાવવાથી સૂક્ષ્મ જ્ઞાનને જ પંડિત પુરુષો તપ કહે છે. તેમાં પ્રાયશ્ચિત્તાદિક અત્યંતર એવું તપ ઇષ્ટ છે, અને અનશનાદિક બાહ્ય તપ તે અત્યંતર તપને વૃદ્ધિ પમાડનાર છે, એટલે દ્રવ્યતપ ભાવતપનું કારણ છે, તેથી બાહ્યતા પણ ઇષ્ટ છે.” तदेव हि तपः कार्य, दुर्ध्यानं यत्र नो भवेत् । યેન યો ન હોયને, ક્ષીયન્ને નેન્દ્રિયાળિ વારા. ભાવાર્થ-“જે તપ કરવાથી દુર્બાન ન થાય, મન, વચન અને કાયાના યોગની હાનિ ન થાય તથા ઇંદ્રિયો ક્ષીણ ન થાય તેવું જ તપ કરવું.” ઇત્યાદિ ઘર્મદેશના સાંભળીને પ્રતિબોઘ પામેલા નંદનરાજાએ વૈરાગ્યથી પોટ્ટિલાચાર્ય પાસે દીક્ષા લીધી. નિરંતર માસક્ષપણે કરીને ચારિત્રના ગુણને વૃદ્ધિ પમાડનારા તે નંદન મુનિ ગુરુ સાથે ગ્રામાદિકમાં વિહાર કરવા લાગ્યા. તે મુનિએ બે અશુભ ધ્યાન (આર્ત-રૌદ્ર) નો ત્યાગ કર્યો હતો, સર્વદા ત્રણ દંડ, ત્રણ ગારવ અને ત્રણ શલ્યથી રહિત હતા. તેમના ચાર કષાય ક્ષીણ થયા હતા, ચાર સંજ્ઞાનો ત્યાગ કર્યો હતો, તે ચાર પ્રકારની વિકથાથી વિમુક્ત હતા, ચાર પ્રકારના ઘર્મમાં આસક્ત હતા તથા ચાર પ્રકારના ઉપસર્ગોથી તેમનો ઘર્મઉદ્યમ સ્કૂલના પામતો નહોતો. તે મુનિ પંચ મહાવ્રતનું ઘામ હતા, પાંચ પ્રકારના સ્વાધ્યાયનું સ્થાન હતા, નિરંતર પાંચ સમિતિને ઘારણ કરતા હતા અને દુઃસહ પરિષહોની પરંપરાને સહન કરતા હતા. આ પ્રમાણે નિઃસ્પૃહ એવા તે નંદનમુનિએ એક લાખ વર્ષ સુધી તપ કર્યું. તેમાં તેણે અગિયાર લાખ ને એંશી હજાર માસક્ષપણ કર્યા, તેમજ તે જ ભવમાં અદ્ધભક્તિ વગેરે વિશ સ્થાનકોના આરાઘન વડે તે મહાતપસ્વીએ દુઃખે મેળવી શકાય તેવું તીર્થકર નામકર્મ ઉપાર્જન કર્યું. મૂળથી જ અતિચારરૂપ કલંકરહિત ચારિત્રનું પાલન કરીને આયુષ્યના અંત સમયે તેમણે નીચે પ્રમાણે આરાધના કરી. “અવ્યવહાર રાશિમાં અનંત જંતુઓ સાથે અથડાવાથી જે અકામ નિર્જરા વડે મારું કર્મ કપાયું તે પીડાની પણ હું અનુમોદના કરું છું. જિનેશ્વરની પ્રતિમા, ચૈત્ય, કલશ અને મુકુટ વગેરેમાં જે Page #180 -------------------------------------------------------------------------- ________________ તપ વ્યાખ્યાન ૩૩૬] ૧૭૧ મારો પૃથ્વીમય દેહ થયો હોય તેનું હું અનુમોદન કરું છું. જિનેન્દ્રના સ્નાત્ર કરવાના પાત્રમાં દૈવયોગે જે મારો જળમય દેહ પ્રાપ્ત થયો હોય તેનું હું અનુમોદન કરું છું. શ્રી જિનેન્દ્રની પાસે ધૂપ કરવાના અંગારામાં તથા દીવામાં જે મારો અગ્નિમય દેહ થયો હોય તેને હું અનુમોદન આપું છું. અરિહંત પાસે ધૂપને ઉખેવતાં–તેને પ્રજ્વલિત કરવામાં તથા માર્ગમાં પ્રાન્ત થયેલા સંઘની શાંતિને માટે જે મારો વાયુમય દેહ વાયો હોય તેને હું અનુમોદું છું. મુનિઓનાં પાત્ર તથા દંડાદિકમાં અને જિનેશ્વરની પૂજાના પુષ્પોમાં જે મારો વનસ્પતિ દેહ થયો હોય તેની હું અનુમોદના કરું છું. કોઈ પણ સ્થાને સત્કર્મને યોગે જિનઘર્મને ઉપકાર કરનારો મારો ત્રસમય દેહ થયો હોય તેને હું અનુમોદું છું. કાળ, વિનય વગેરે જે આઠ પ્રકારે જ્ઞાનાચાર કહેલો છે, તેમાં કાંઈ પણ અતિચાર થયો હોય તેને હું ત્રિવિધે (મન, વચન, કાયા વડે) બિંદુ છું. નિઃશંક્તિ વગેરે જે આઠ પ્રકારે દર્શનાચાર કહેલો છે. તેમાં મને જે કાંઈ અતિચાર લાગ્યો હોય તેને હું ત્રિવિશે વોસિરાવું છું. મોહથી અથવા લોભથી જે મેં સૂક્ષ્મ તથા બાદર પ્રાણીઓની હિંસા કરી હોય તેને પણ હું ત્રિવિશે વોસિરાવું છું. હાસ્ય, ભય, ક્રોઘ કે લોભાદિકના વશથી મેં જે કાંઈ અસત્ય ભાષણ કર્યું હોય તે સર્વની નિંદા કરવાપૂર્વક હું આલોચના કરું છું. રાગથી અથવા બ્રેષથી થોડું કે ઘણું જે કાંઈ અદત્ત પરદ્રવ્યનું મેં ગ્રહણ કર્યું હોય તે સર્વનો હું ત્યાગ કરું છું. મેં પૂર્વે તિર્યંચ, મનુષ્ય કે દેવ સંબંધી મૈથુનનું મનથી, વચનથી કે કાયાથી સેવન કર્યું હોય તેને હું ત્રિવિશે ત્રિવિધે તજું છું. લોભના દોષથી બહુ પ્રકારે મેં ઘન, ઘાન્ય અને પશ વગેરેનો જે સંગ્રહ કર્યો હોય તેને હું ત્રિવિઘે તજું છું. સ્ત્રી, પુત્ર, મિત્ર, બંધુ, ઘાન્ય, ઘર અને બીજી કોઈ પણ વસ્તુમાં મેં જે કાંઈ મમતા કરી હોય તેનો હું ત્રિવિઘે ત્રિવિધે ત્યાગ કરું છું. ઇંદ્રિયોથી પરાભવ પામીને રસેંદ્રિયના પરવશપણાથી મેં જે ચારે પ્રકારનો આહાર રાત્રે વાપર્યો હોય (ખાઘો હોય) તેને પણ હું ત્રિવિશે નિંદું છું. ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ, ક્લેશ, ચાડી, પરનિંદા, જૂઠું આળ અને બીજું પણ જે કાંઈ ચારિત્રાચાર સંબંધી મેં દુષ્ટ આચરણ કર્યું હોય તે સર્વને હું ત્રિવિધે તજું છું. બાહ્ય તથા અત્યંતર તપને વિષે જે કાંઈ અતિચાર લાગ્યો હોય તેને હું ત્રિવિષે ત્રિવિશે નિંદું છું. ઘર્મક્રિયા કરવામાં મેં જે કાંઈ છતા વીર્યને ગોપવ્યું હોય તે વીર્યાચાર સંબંથી અતિચારની પણ હું ત્રિવિશે નિંદા કરું છું. જે કોઈ મારો મિત્ર હોય અથવા અમિત્ર હોય અને સ્વજન હોય અથવા શત્રુ હોય તે સર્વે મારા અપરાઘને ખમો, હું તે સર્વને ખમું છું, અને સર્વની સાથે હું સમાન છું. મેં તિર્યંચના ભવમાં તિર્યંચોને, નારકીના ભવમાં નારકીઓને, મનુષ્યના ભવમાં મનુષ્યોને તથા દેવભવમાં દેવતાઓને જે કાંઈ દુઃખમાં સ્થાપન કર્યા હોય–દુઃખ આપ્યું હોય તે સર્વ મારો અપરાશ ક્ષમા કરો, હું તે સર્વેને ખમાવું છું, અને મારો તે સર્વને વિષે મૈત્રીભાવ છે. જીવિત, યૌવન, લક્ષ્મી, રૂપ અને પ્રિયજનનો સમાગમ, તે સર્વ વાયુએ ચલિત કરેલા સમુદ્રના તરંગની જેવા ચપળ છે. આ જગતમાં વ્યાધિ, જન્મ, જરા અને મૃત્યુથી ગ્રસિત થયેલા પ્રાણીઓને જિનેશ્વરે કહેલા ઘર્મ વિના બીજું કોઈ શરણ નથી. સર્વે જીવો સ્વજન પણ થયેલા છે, અને પરજન પણ થયેલા છે, તો તેમને વિષે કયો પંડિત પુરુષ જરા પણ પ્રતિબંઘ કરે? કોઈ ન કરે. અરિહંત મારું શરણ હો, સિદ્ધ મારું શરણ હો, સાધુ મુનિરાજનું મારે શરણ હો અને કેવળીએ કહેલો ઘર્મ મને શરણભૂત હો. અત્યારથી જીવનપર્યત હું ચતુર્વિઘ આહારનો ત્યાગ કરું છું, અને છેલ્લા શ્વાસોશ્વાસે આ દેહને પણ હું તજું છું.” Private & Personal Use Only Page #181 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૫ [સ્તંભ ૨૩ આ પ્રમાણે તે નંદન મુનિએ દુષ્કર્મની નિંદા, સર્વ જીવોની ક્ષમાપના, શુભ ભાવના, ચાર શરણ, નમસ્કારનું સ્મરણ અને અનશન એ છયે પ્રકારની આરાધના કરીને ધર્મગુરુને તથા સાધુ સાધ્વીને ખમાવ્યા. પછી સમાધિમાં સ્થિત થયેલા તે મુનિ સાઠ દિવસનું અનશન પાળીને પચીશ લાખ વર્ષનું આયુષ્ય સંપૂર્ણ કરી, મમતારહિતપણે કાળધર્મ પામીને દશમા પ્રાણત નામના દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયા. ત્યાં વીશ સાગરોપમનું આયુષ્ય તેણે પૂર્ણ કર્યું. આયુષ્યને અંતે પણ તેઓ અધિક અધિક કાંતિ વડે દેદીપ્યમાન રહ્યા. બીજા દેવતાઓ છ માસ આયુષ્ય બાકી રહે ત્યારે અત્યંત કાંતિહીન થાય છે અને વધારે મોહ પામે છે; પરંતુ તીર્થંકરોને તો પુણ્યનો ઉદય નજીક હોવાથી છ માસ અવશેષ આયુષ્ય રહે, ત્યારે પણ દેહ કાંતિ વગેરે ઘટવાને બદલે ઊલટા અધિક વૃદ્ધિમાન થાય છે. તે દેવ ત્યાંથી ચ્યવીને શ્રી મહાવીરસ્વામી નામે ચરમ તીર્થંક૨૫ણે ઉત્પન્ન થયા. શ્રી વર્ધમાન સ્વામીના જીવે સમકિત પામ્યા પછીના પચીશમા ભવે જે તપ કર્યું તે તપ અમારા જેવાને મહા ઉત્તમ ભાવમંગળરૂપ થઈ અક્ષય સુખ સંપત્તિ આપો.’’ ૧૭૨ વ્યાખ્યાન 339 રોહિણી વ્રત श्री वासुपूज्यमानम्य, तपोऽतिशयप्रकाशकम् । रोहिण्याः सुकथायुक्तं, रोहिणीव्रतमुच्यते ॥१॥ ભાવાર્થ-‘શ્રી વાસુપૂજ્યસ્વામીને નમસ્કાર કરીને તપના અતિશયને પ્રકાશ કરનારું અને રોહિણીની સત્કથાથી યુક્ત એવું રોહિણીવ્રતનું સ્વરૂપ કહીએ છીએ.’’ રોહિણીની કથા ચંપાપુરીમાં શ્રી વાસુપૂજ્યસ્વામીના પુત્ર મઘવા નામે રાજા રાજ્ય કરતા હતા. તેને લક્ષ્મી નામે સદાચારવાળી રાણી હતી. તે રાણીને આઠ પુત્રો ઉપર એક રોહિણી નામે પુત્રી થઈ. રાજાએ તે પુત્રીના જન્મ વખતે મોટો ઉત્સવ કર્યો. અનુક્રમે રૂપ અને સૌભાગ્યથી યુક્ત એવી તે પુત્રી યુવાવસ્થા પામી; એટલે રાજાએ વિચાર્યું કે ‘‘આ પુત્રીને યોગ્ય વર મળે તો સારું.'' એમ વિચારીને રાજાએ સ્વયંવરની ઇચ્છાથી ધણા રાજકુમારોને આમંત્રણ કર્યું; તેથી સર્વ દેશના રાજકુમારો પોતપોતાના વૈભવ સહિત ત્યાં આવીને સ્વયંવરમંડપમાં બેઠા. રોહિણી પણ સ્નાન તથા વિલેપનાદિ કરી, સારાં વસ્ત્રો પહેરી અને મુકુટ, તિલક, કુંડળ, કંઠાભરણ, પ્રાણંબક, હાર, અર્થહાર, બાજુબંધ, કડાં, વીંટી, કટીમેખલા, ઝાંઝર અને કિંકિણી વગેરે અલંકારો ધારણ કરીને સુખાસન (પાલખી) માં બેસી મંડપમાં આવી. ત્યાં પ્રતિહારીએ દરેક રાજકુમારોનાં પૃથક્ પૃથક્ નામ ગોત્ર વગેરેનું વર્ણન કર્યું; તે સાંભળીને રોહિણીએ નાગપુરના રાજકુમાર અશોકના કંઠમાં વરમાળા આરોપણ કરી, એટલે રાજાએ બીજા સર્વ રાજકુમારોનું વસ્ત્રાદિક વડે સન્માન કરીને રજા આપી. પછી વિધિપૂર્વક અશોકકુમાર સાથે રોહિણીનો વિવાહ કર્યો. અશોકકુમાર રોહિણીને લઈને નાગપુર આવ્યો. કેટલેક કાળે અશોકના પિતાએ અશોકને રાજ્ય સોંપી દીક્ષા ગ્રહણ કરી. અશોક રાજાને રોહિણી સાથે ભોગવિલાસ કરતાં આઠ પુત્રો તથા ચાર પુત્રીઓ થઈ. એકદા પત્નીની સાથે રાજા ગવાક્ષમાં બેઠા હતા, તે વખતે રોહિણીએ કોઈ એક સ્ત્રીને પુત્રના મરણથી Page #182 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૩૩૬] તપ ૧૭૩ રુદન કરતી અને હૃદય તથા માથું કૂટતી જોઈને હર્ષથી રાજાને પૂછ્યું કે “હે સ્વામી! આ કેવી જાતનું નાટક છે?’' રાજાએ કહ્યું કે “હે પ્રિયા! ગર્વ ન કર.’’ રાણી બોલી કે “ઘન, યૌવન, પતિ, પુત્ર અને પિતામહ વગેરે સંબંઘી સર્વ પ્રકારના સુખથી હું પૂર્ણ છું, તથાપિ હું ગર્વ કરતી નથી; પરંતુ આવું નાટક મેં કોઈ પણ વખત જોયું નથી.’' રાજાએ કહ્યું કે “તે સ્ત્રીનો પુત્ર મરી ગયો છે તેથી તે રુએ છે.’’ રાણી બોલી કે ‘“આવું નાટક ક્યાં શીખી હશે?’’ રાજાએ કહ્યું કે “લે, હું તે તને શીખવું.’’ એમ કહીને રાજાએ લોકપાલ નામનો સૌથી નાનો પુત્ર જે રાણીના ઉત્સંગમાં હતો, તેને લઈને બારીમાંથી પડતો મૂક્યો. તે પુત્રને અદ્ધરથી જ પુરદેવીએ ઝીલી લીઘો, અને તેને સિંહાસન પર બેસાડ્યો. પુત્રના પડવાથી પણ રાણીને રુદન આવ્યું નહીં, તેથી રાજાને આશ્ચર્ય થયું. તેવામાં તે નગરમાં જિનેશ્વરના રૂપ્યકુંભ અને સુવર્ણકુંભ નામના બે શિષ્યો પરિવાર સહિત આવ્યા. તે જાણીને રાજા તેમની પાસે ગયો અને તેમને વંદના કરીને રાજાએ નમ્રતાથી પૂછ્યું કે “હે પૂજ્ય! કયા કર્મથી મારી રાણી દુઃખનું નામ પણ જાણતી નથી?’’ ગુરુ બોલ્યા કે ‘“હે રાજન્! સાંભળ– આ નગરમાં પૂર્વે ઘનમિત્ર નામે એક શ્રેષ્ઠી રહેતો હતો, તેને દુર્ગંધા નામની અતિ દુર્ભાગી પુત્રી હતી. તે યુવાવસ્થા પામી તો પણ તેને કોઈ પુરુષ પરણવાની ઇચ્છા કરતો નહીં. ધનમિત્ર એક કોટી દ્રવ્ય આપવાનું કહેતો, તો પણ તેને કોઈ પુરુષ પરણ્યો નહીં. એકદા કોઈ ચોરને પ્રાણાંત શિક્ષા થઈ, તેને મારવા માટે રાજાના સેવકો લઈ જતા હતા. તે જોઈને શ્રેષ્ઠીએ તે ચોરને છોડાવી પોતાને ઘેર આણ્યો. તે ચોરને દુર્ગંધા આપી. રાત્રે દુર્ગંધાના શરીરના તાપથી પીડા પામીને તે ચોર નાસી ગયો. ત્યાર પછી એક દિવસ તે ગામમાં કોઈ જ્ઞાની ગુરુ પધાર્યા. તેમને ધનમિત્ર શ્રેષ્ઠીએ પુત્રીના દુર્ભાગ્યનું કારણ પૂછ્યું. ત્યારે ગુરુ બોલ્યા કે ‘ઉજ્જયંત પર્વત પાસે ગિરિપુર નામના નગરમાં પૃથ્વીપાલ નામે રાજા રાજ્ય કરતો હતો. તેને સિદ્ધિમતી નામની રાણી હતી. એકદા રાજા તથા રાણી ઉપવનમાં ગયા હતા, ત્યાં માસોપવાસી શ્રી ગુણસાગર નામના મુનિને ગોચરી જતાં તેમણે જોયા. રાજાએ મુનિને વંદના કરી, અને પછી રાણીને કહ્યું કે “હે પ્રિયે! આ મુનિ જંગમતીર્થ છે. માટે તું ઘેર જઈને પ્રાસુક આહાર વડે તેમને પ્રતિલાભ.’’ રાજાની આજ્ઞાથી ઇચ્છા વિના રાણી પાછી વળી, અને ઘેર જઈ ક્રોધથી મુનિને કડવા તુંબડાનું શાક વહોરાવ્યું. મુનિએ તેને કડવું જાણીને પરઠવવાનો વિચાર કર્યો, પણ તેથી અનેક જીવની હિંસા થવાનું ઘારીને પોતે જ તેનો આહાર કરી ગયા, અને શુભધ્યાન વડે કેવળજ્ઞાન પામી મુક્તિસુખને વર્યા. રાજાએ તે વૃત્તાંત સાંભળીને રાણીને કાઢી મૂકી. તે રાણીને સાતમે દિવસે કોઢનો વ્યાધિ થયો. તેની વ્યથાથી આર્તધ્યાન વડે મરણ પામીને તે છઠ્ઠી નરકે ગઈ. ત્યાંથી નીકળી તિર્યંચના ભવ કરી અનુક્રમે સર્વ નરકમાં ઉત્પન્ન થઈ. પછી અનુક્રમે ઊંટડી, કૂતરી, શિયાળણી, ભૂંડણી, ઘો, ઉંદરડી, જૂ, કાગડી, ચાંડાળી અને છેવટે ગધેડી થઈ. તે ગધેડીના ભવમાં મૃત્યુ વખતે તેણે નવકાર મંત્ર સાંભળ્યો. તેના પુણ્યથી તે મરીને આ તમારી પુત્રી થઈ છે. પૂર્વનું પાપકર્મ થોડું બાકી રહેવાથી આ ભવમાં તે દુર્ભાગી થઈ છે.’’ આ પ્રમાણે પોતાનો પૂર્વભવ સાંભળતાં દુર્ગન્ધાને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. પોતાના પૂર્વભવને જોઈને તેણે ગુરુને પૂછ્યું કે “હે ભગવન્! મને આ દુઃખસાગરથી તારો.'' ગુરુ બોલ્યા કે “તું સાત વર્ષ અને સાત માસ સુધી રોહિણીનું વ્રત કર. તેમાં જે દિવસ રોહિણી નક્ષત્ર હોય તે દિવસે ઉપવાસ કરીને શ્રી વાસુપૂજ્યસ્વામીનું ધ્યાન કરવું, તેમનું નવું ચૈત્ય કરાવવું, અને Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૫ [તંભ ૨૩ વ્રત પૂર્ણ થાય ત્યારે ઉદ્યાપન કરવું. તેમાં અશોક વૃક્ષની નીચે અશોક તથા રોહિણી સહિત શ્રી વાસુપૂજ્ય સ્વામીનું રત્નમય બિંબ ભરાવવું. તે તપના મહિમાથી તું આવતા ભવમાં અશોક રાજાની રોહિણી નામની સ્ત્રી થઈને તે જ ભવમાં સિદ્ધિપદને પામીશ, અને આ તપ કરવાથી તને ઘણું સુખ પ્રાપ્ત થશે. તે ઉપર દ્રષ્ટાંત કહું છું તે સાંભળ સિંહપુરમાં સિંહસેન નામે રાજા હતો. તેને દુર્ગઘ નામનો પુત્ર હતો. તે કુમાર સર્વને અનિષ્ટ હતો, કોઈને ગમતો નહીં. તેથી રાજાએ એકદા શ્રી પદ્મપ્રભુસ્વામીને પૂછ્યું કે “હે ભગવન્! કયા કર્મથી મારા પુત્રને દુર્ગઘીપણું પ્રાપ્ત થયું છે?” પ્રભુ બોલ્યા કે “હે રાજનું! નાગપુરથી બાર યોજના દૂર નીલ નામે એક પર્વત છે. ત્યાં એક શિલા છે. તેની ઉપર કોઈ તપસ્વી સાધુ ધ્યાન કરતા હતા, તેના પ્રભાવથી ત્યાં પારઘીનાં શસ્ત્રો જીવહિંસામાં પ્રવર્તી શકતાં નહીં. તેથી કોઈ એક પારઘીને મુનિ ઉપર ક્રોધ ચડ્યો. પછી જ્યારે મુનિ ભિક્ષાને માટે ગામમાં ગયા, ત્યારે તે શિલાની નીચે તેણે ઘાસ તથા લાકડાં નાંખ્યા અને પોતે ગુપ્ત રીતે સંતાઈ રહ્યો. થોડી વારે મુનિ ભિક્ષા લઈને આવ્યા, અને આહાર કરીને શિલા ઉપર ધ્યાન ઘરીને બેઠા. તે વખતે પેલા પારઘીએ તે શિલા નીચે અગ્નિ મૂક્યો. તેના તાપને સહન કરતા તે મુનિ શુભધ્યાનથી કેવળજ્ઞાન પામી મોક્ષે ગયા. તે પારઘી ઘોર પાપકર્મથી કોઢિયો થયો. ત્યાંથી ઘણા ભવમાં ભ્રમણ કરીને કોઈ શ્રાવકને ઘેર પશુપાળ થયો. ત્યાં તે નવકાર મંત્ર શીખ્યો. એકદા તે અરણ્યમાં પશુ ચારવા ગયો. ત્યાં નિદ્રાવશ થયો, તેટલામાં દાવાનળ લાગવાથી તે બળવા લાગ્યો, એટલે નવકાર મંત્રનું ધ્યાન કર્યું, તેના પ્રભાવથી તે પશુપાળ મરણ પામીને તારો પુત્ર થયો છે. શેષ રહેલા પાપકર્મના દોષથી આ ભવમાં તે દુર્ગઘપણું પામ્યો છે.” તે સાંભળીને કુમારને જાતિસ્મરણ થયું. પછી શ્રી જિનેશ્વરે તેને રોહિણી તપ કરવાનો ઉપદેશ આપ્યો. કુમાર તે તપ કરીને શરીરનું સુગંધપણું પામ્યો. માટે હે દુર્ગધા! તું પણ તે તપનું આચરણ કર.” આ પ્રમાણે સાંભળીને દુર્ગઘાએ વિધિપૂર્વક ઉદ્યાપન સહિત રોહિણી તપ કર્યું. તેના પ્રભાવથી તે જ ભવમાં તે સુગંધીપણું પામીને સ્વર્ગે ગઈ. ત્યાંથી ચ્યવીને તે મઘવા રાજાની પુત્રી રોહિણી નામે થઈ. તે તારી રાણી થઈ છે. હે અશોક રાજા! તે તપના પુણ્યથી જન્મથી આરંભીને તે દુઃખને કે રુદનને જાણતી જ નથી.” આ પ્રમાણે શ્રી વાસુપૂજ્યસ્વામીના શિષ્યના મુખથી સર્વ હકીકત સાંભળીને અશોકરાજાએ ફરીથી પૂછ્યું કે “હે ગુરુ! અમારે બન્નેને પરસ્પર અતિ સ્નેહ થવાનું શું કારણ?” ગુરુ બોલ્યા કે “સિંહસેન રાજાએ સુગંઘકુમારને રાજ્ય સોંપી દીક્ષા ગ્રહણ કરી. પછી સુગંઘ રાજા જૈનઘર્મનું પાલન કરીને મહાવિદેહ ક્ષેત્રમાં પુષ્કલાવતી વિજયમાં પુંડરીકિણી નામની પુરીમાં અર્કકીર્તિ નામે ચક્રવર્તી રાજા થયો. ત્યાં સાધુના સંયોગથી દીક્ષા લઈને અનુક્રમે મૃત્યુ પામી બારમા દેવલોકે દેવ થયો. ત્યાંથી ચ્યવીને તું રોહિણીના મનને આનંદ આપનારો અશોક રાજા થયો છે. તમે બન્નેએ પૂર્વે સમાન તપ કર્યું હતું, તેથી તમારે પરસ્પર અતિશય પ્રેમ છે. વળી હે અશોક રાજા! તારા મોટા સાત પુત્રો ગુણી થયા, તેનું કારણ એ છે કે “મથુરા નગરીમાં અગ્નિશર્મા બ્રાહ્મણને સાત પુત્રો હતા. તે સર્વ દરિદ્રી હતા. એકદા તેઓએ સર્વ અલંકારથી વિભૂષિત અને મહાભાગ્યવાન રાજપુત્રોને ક્રીડા કરતા જોઈને વિચાર્યું કે “આપણે પૂર્વે કાંઈ પણ Page #184 -------------------------------------------------------------------------- ________________ સમનય વ્યાખ્યાન ૩૩૭] ૧૭પ પુણ્ય કર્યું નથી, જેથી આ ભવે સ્વપ્નમાં પણ સુખ જોયું નહીં; માટે દીક્ષા ગ્રહણ કરીએ.” એમ વિચારીને તે સાતે બ્રાહ્મણના પુત્રોએ ચારિત્ર લીધું. ત્યાંથી મૃત્યુ પામીને દેવ થઈ ત્યાંથી ચ્યવી તે સાતે તારા પુત્રો થયા છે; અને સૌથી નાનો જે આઠમો પુત્ર છે તે પૂર્વભવે વૈતાઢ્ય પર્વત ઉપર ક્ષુલ્લક નામે વિદ્યાઘર હતો, તે શાશ્વત જિનપ્રતિમાની પૂજા કરીને તે પૂજાના પ્રભાવથી સૌઘર્મ દેવલોકમાં ગયો. ત્યાંથી ચ્યવીને આ તારો આઠમો પુત્ર થયો છે. તેને તેં બારીમાંથી નાંખી દીધો હતો, પણ તેને અદ્ધરથી જ ક્ષેત્રદેવતાએ લઈ લીધો હતો. વળી તારી આ ચાર પુત્રીઓ છે તેનો વૃત્તાંત એવો છે કે–વૈતાઢ્ય પર્વત પર કોઈ વિદ્યાઘરને ચાર પુત્રીઓ હતી. તેઓએ એકદા જ્ઞાની ગુરુને પૂછ્યું કે “હે પૂજ્ય! અમારું આયુષ્ય હવે કેટલું બાકી છે?” ગુરુ બોલ્યા કે “તમારું આયુષ્ય ઘણું થોડું બાકી છે; પરંતુ તમારું ચારેનું એક જ વખતે મૃત્યુ થશે.” તે સાંભળીને તેઓ બોલી કે “થોડા આયુષ્યમાં અમે શું પુણ્ય કરીએ?” ગુરુ બોલ્યા કે “અંતર્મુહૂર્ત માત્ર પણ કરેલું પુણ્ય નિષ્ફળ થતું નથી, તો તમોને પણ મોટું ફળ મળશે; માટે તમે પંચમી તપનું આરાધન કરો.” તે સાંભળીને તે ચારેએ જીવન પર્યંત પંચમીનું તપ અંગીકાર કર્યું. પછી ગુરુએ કહ્યું કે “આજે જ શુક્લ પક્ષની પંચમી છે.” તે સાંભળીને તે ચારેયે ઉપવાસનું પચખાણ કરી ઘેર જઈને દેવપૂજાદિક ઘર્મક્રિયા કરી. રાત્રે એક સાથે મળીને ઘર્મજાગરણ કરવા લાગી. તે પ્રસંગે “આ તપ પૂર્ણ થયે આપણે મોટું ઉદ્યાપન કરીશું' એવો તે ચારે વિચાર કરતી હતી, તેવામાં અકસ્માત્ તે ચારેના મસ્તકપર વીજળી પડી; તેથી મૃત્યુ પામીને તપના પ્રભાવથી તે સ્વર્ગે ગઈ. ત્યાંથી ચ્યવીને તે ચારે આ તારી પુત્રીઓ થઈ છે.” આ પ્રમાણે ગુરુના મુખથી સાંભળીને અશોકરાજા વગેરે સર્વે સંદેહ રહિત થઈ શ્રાવકઘર્મ અંગીકાર કરીને પોતાને ઘેર ગયા. પછી કેટલેક કાળે શ્રી વાસુપૂજ્ય સ્વામી પાસે જ રાજા રાણી વગેરેએ દીક્ષા ગ્રહણ કરી અને ઉગ્ર તપ વડે કર્મનો ક્ષય કરી, કેવળજ્ઞાનરૂપ અક્ષય ભંડાર મેળવીને મોક્ષપદને પામ્યા. હે ભવ્ય પ્રાણીઓ! શ્રી વાસુપૂજ્ય સ્વામીની સ્તુતિ વડે, પૂજન વડે અને ત્રિકાળ દેવવંદન વડે રોહિણી તપમાં યત્ન કરીને તમે મહાપુણ્યને ઉપાર્જન કરો.” વ્યાખ્યાન ૩૩૮ સમય धावन्तोऽपि नयाः सर्वे, स्युर्भावे कृतविश्रमाः । चारित्रगुणलीनः स्यादिति सर्वनयाश्रितः॥१॥ ભાવાર્થ-“સર્વે નયો પોતપોતાના પક્ષનું સ્થાપન કરવા માટે દોડે છે, તો પણ તે સર્વે ભાવમાં એટલે શુદ્ધ આત્મધર્મમાં વિશ્રામ પામે છે અર્થાત્ સ્થિર થાય છે, તેથી મુનિરાજ પણ સર્વ નયનો આશ્રય કરીને ચારિત્ર ગુણમાં લીન થાય છે.” ચારિત્રને અર્થ એવો છે કે–ચય એટલે આઠ કર્મનો સંચય, તેને રિક્ત” એટલે ખાલી કરવું અર્થાત્ કર્મ રહિત થવું તે “ચારિત્ર' કહેવાય છે. તે ચારિત્રરૂપ ગુણમાં લીન થવું–વઘતા પર્યાયવાળા થવું. તેની અંદર સર્વ નયનો આશ્રય એવી રીતે થાય છે કે–દ્રવ્યનયને કારણપણે ગ્રહણ Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૫ [તંભ ૨૩ કરવા અને ભાવનયને કાર્યપણે ગ્રહણ કરવા. સાઘનમાં ઉદ્યમરૂપ ક્રિયાનય લેવા અને તેમાં વિશ્રાંતિરૂપ જ્ઞાનનય લેવા. એ પ્રમાણે સર્વ નયમાં આસક્તિ રાખવી. શ્રી અનુયોગ દ્વારમાં કહ્યું છે કે सव्वेसिं पि नयाणं, बहुविह वत्तव्वयं निसामित्ता । तं सव्वनयविसुद्धं, जं चरणगुणठ्ठिओ साहू ॥४॥ ભાવાર્થ-“સર્વ નયની બહુ પ્રકારની વક્તવ્યતા સાંભળીને સર્વ નયથી વિશુદ્ધ એવો જે ચારિત્ર ગુણ તેને વિષે સાઘુ સ્થિત થાય છે.” આ પ્રસંગ ઉપર એક કથા છે તે નીચે પ્રમાણે એક પોપટની કથા કોઈ એક ગચ્છમાં એક તપસ્વી આચાર્ય વૃદ્ધ હોવાથી એક ગામમાં જ રહેતા હતા. તેનો એક શિષ્ય અતિ ચપળ હોવાથી ક્રિયામાં અનાદરવાળો હતો. તેણે એકદા ગુરુને કહ્યું કે “હું યુવાન છું, તેથી મૈથુન વિના રહી શકતો નથી.” તે સાંભળીને ગુરુએ તેને ગચ્છથી બહાર કર્યો. તે સાધુ બાલ્યાવસ્થામાં જ સમગ્ર શાસ્ત્રો ભણ્યો હતો, તેથી લોકોને આધીન કરીને પ્રાણવૃત્તિ કરવા લાગ્યો. અનુક્રમે આયુષ્ય પૂર્ણ થતાં તે આર્તધ્યાન વડે મૃત્યુ પામીને એક વૃક્ષની કોટરમાં પોપટ થયો. ત્યાં એકદા કોઈ સાધુનું દર્શન થતાં તેને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું, એટલે તેણે પોતાના પૂર્વ ભવનું સર્વ સ્વરૂપ જાણ્યું, અને ધર્મના સર્વ પ્રબંધ પણ સમજ્યો. એક દિવસ તે વનમાં એક ભીલ પક્ષીઓ પકડવા આવ્યો. કેટલાક પક્ષીઓ પકડીને તે આ પોપટને પણ પકડવા આવ્યો. તેનો એક પગ હાથમાં આવ્યો તે ખેંચીને માળામાંથી બહાર કાઢતાં તેનું એક નેત્ર કાણું થયું. પછી તે ભીલ પક્ષીઓને વેચવા માટે ચૌટામાં ગયો. ત્યાં બીજા પક્ષીઓને વેચવા માટે જતાં પેલા પોપટને એક જિનદત્ત નામના શ્રાવકની દુકાને મૂકી ગયો. ત્યાં તે પોપટ મનુષ્ય વાણીથી પોતાનું સર્વ વૃત્તાંત જિનદત્તને કહ્યું. તે સાંભળીને તેને સાઘર્મિક જાણી જિનદત્તે તેને વેચાતો લીઘો અને એક પાંજરામાં રાખ્યો. પછી તે પોપટે જિનદત્તના આખા કુટુંબને શ્રાદ્ધઘર્મી કર્યું, પણ જિનદત્તનો પુત્ર જિનદાસ કોઈ શ્રેષ્ઠીની રૂપવતી કન્યાને જોઈને તેનામાં આસક્ત થયો હતો, તેથી તે ઘર્મ શ્રવણ કરતો નહીં. તેને એકદા પોપટે કહ્યું કે “કેમ તારા ચિત્તમાં શ્રદ્ધા થતી નથી?” ત્યારે તે જિનદાસે પોતાના હૃદયની સાચી વાત કહી સંભળાવી. તે સાંભળી પોપટ બોલ્યો કે “તું સ્વસ્થ થા. તે શ્રેષ્ઠીપુત્રી હું તને પરણાવીશ.” એમ કહીને તે પોપટ ત્યાંથી ઊડીને તે શ્રેષ્ઠીને ઘેર ગયો. એકદા તે શ્રેષ્ઠીની પુત્રી વિવાહની ઇચ્છાથી દુર્ગાદેવીનું પૂજન કરીને વરની પ્રાર્થના કરવા લાગી, ત્યારે તે પોપટ પ્રચ્છન્ન રહીને બોલ્યો કે “જો તારે વરની ઇચ્છા હોય તો તું જિનદત્તના પુત્રને વર.” તે સાંભળીને તે પુત્રીએ હર્ષથી પોતાના પિતાને દેવીનું વાક્ય કહી જિનદત્તના પુત્રને પરણવાની ઇચ્છા જણાવી. તેના પિતાએ તે વાત સ્વીકારીને જિનદાસ સાથે તેનો વિવાહ કર્યો. પછી તે વહુ બીજી વહુઓમાં “હું દેવદત્તા છું' એમ કહી ગર્વ કરતી અને વિરુદ્ધઘર્મી હોવાથી પોપટનો ઉપદેશ પણ સાંભળતી નહીં. ત્યારે પોપટે સર્વ સ્વજનોની સમક્ષ હાસ્ય કરીને ૧. દેવદત્તાત્રેદેવતાએ આપેલી Page #186 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૩૩૭] સમય ૧૭૭ દુર્ગાદેવીનું વૃત્તાંત પ્રગટ કરી બતાવ્યું. ત્યારે તેના સ્વજનો “હે વહુ! તમે દેવદત્તા છો કે પક્ષીદત્તા છો?” એમ કહીને તેનું હાસ્ય કરવા લાગ્યા; તેથી તે વહુ પોપટના ઉપર દ્વેષ કરવા લાગી. એકદા સર્વ સ્વજનો કાર્યમાં વ્યગ્ર હતા તે વખતે પોપટનું એક પીંછું ખેંચીને તે બોલી કે “હે પોપટ! તું તો પંડિત છે!” તે સાંભળીને પોપટે મનમાં વિચાર્યું કે–“અરે! આ મારી વાણીના દોષનું ફળ છે.” કહ્યું છે કે आत्मनो मुखदोषेण, बध्यन्ते शुकसारिकाः । बकास्तत्र न बध्यन्ते, मौनं सर्वार्थसाधनम् ॥१॥ પોતાની વાણીના દોષથી પોપટ અને સારિકા બંઘાય છે, પણ બગલા બંધાતા નથી; માટે મૌન જ સર્વ અર્થને સાઘનાર છે.” એમ વિચારીને પોપટ બોલ્યો કે “હું પંડિત નથી, પંડિત તો ઘનશ્રેષ્ઠી છે.” વહુએ પૂછ્યું કે “તે શી રીતે?” ત્યારે પોપટ બોલ્યો કે “કોઈ એક ગામમાં ઘણા આંઘળા માણસો હતા. તે પોતપોતાના ચોકમાં બેસીને હાસ્ય, ગીત અને દંભાદિક વાતો કરીને દિવસો નિગર્મન કરતા હતા. તે ગામમાં કોઈ શેઠ રહેતો હતો. તે પોતાની દુકાને બેસી સોનામહોરોની પરીક્ષા કરતો હતો. તેની પાસે એકદા એક આંઘળો આવીને ઊભો રહ્યો, અને વિનયથી તે શેઠની પ્રશંસા કરીને બોલ્યો કે “હે શેઠજી! મને સ્પર્શ કરવા માટે મારા હાથમાં એક સોનામહોર આપો.” તે સાંભળીને સરલ સ્વભાવવાળા તે શેઠે તેના હાથમાં એક સોનામહોર આપી. તે આંઘળે સોનામહોર લઈને પોતાના વસ્ત્રને છેડે મજબૂત ગાંઠ બાંધીને છુપાવી દીધી. થોડી વારે તે શેઠે સોનામહોર માગી, ત્યારે તે અંધ બોલ્યો કે “હે પુણ્યશાળી શેઠ! મેં મારી મહોર તમને જોવા માટે આપી હતી, તે મેં લઈને મારી ગાંઠે બાંધી છે. હું તે તમને આપીશ નહીં, કેમકે મારી આજીવિકાને માટે મારી પાસે આટલું જ ઘન છે; તેની તમે કેમ ઇચ્છા કરો છો?” એમ કહીને તે અંઘ પોકાર કરવા લાગ્યો કે “આ શેઠ મારી મહોર લઈ જાય છે. તે સાંભળીને ત્યાં ઘણા લોકો ભેગા થઈ ગયા, અને તે શેઠની નિંદા કરવા લાગ્યા; તેથી તે શેઠ ઊલટો ઝંખવાણો પડી ગયો. પછી શેઠે એક ચતુર માણસને પોતાની સર્વ હકીકત કહીને તેની સલાહ પૂછી, ત્યારે તે ચતુર માણસે તેને કહ્યું કે “હમેશાં રાત્રે આ ગામના સર્વે આંધળા એક જગ્યાએ એકઠા થાય છે, અને ત્યાં પોતે મેળવેલા દ્રવ્ય વગેરે પરસ્પર દેખાડે છે. ત્યાં તું જઈને ગુપ્ત રીતે ઊભો રહેજે, અને જ્યારે તે અંઘ એ મહોર બીજાને દેખાડવા કાઢે ત્યારે તું લઈ લેજે.” તે સાંભળીને તે શેઠ આંઘળાઓને એકઠા મળવાના સ્થાનકે ગયો. ત્યાં પેલા આંધળાએ હર્ષથી પોતાનું પાંડિત્ય પ્રકાશ કરીને ગાંઠે બાંધેલી સોનામહોર છોડી બીજા ઘળાને બતાવવા માટે પોતાનો હાથ લાંબો કર્યો, એટલે તરત જ પેલા શેઠે તે મહોર લઈ લીધી. બીજા આંધળાએ કહ્યું કે “કેમ નથી આપતો?” ત્યારે પેલો આંધળો બોલ્યો કે “આપી છે ને?” એમ બોલતાં તે બન્ને આંધળાઓને પરસ્પર મોટું યુદ્ધ થયું, અને શેઠ તો પોતાની મહોર મળી જવાથી સ્વસ્થ થઈ પોતાને સ્થાનકે ચાલ્યો ગયો. ત્યારથી “અંઘો અંધ પીલાય” એવી લોકમાં કહેવત ચાલે છે. આ વાતનો ઉપનય એવો છે કે એકાંતવાદીને સર્વ નો અંશ સદ્ગશ છે અને અનેકાંત પક્ષને જાણનારને નેત્રવાળા શેઠની તુલ્ય છે. તત્ત્વને પણ તે જ પામે છે, બીજાઓ તત્ત્વને પામતા નથી. આ કથામાં પેલા શેઠે મૌન ધારણ કરીને પોતાનું કાર્ય સાધ્યું, માટે તે પંડિત છે.”.. Jain Education (ભાગ ૫-૧૨ Page #187 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતરભાગ ૫ [સ્તંભ ૨૩ આ પ્રમાણે પોપટના મુખથી કથા સાંભળીને તે વહુ જતી રહી. ફરીથી પાછી આમ તેમ જતાં તે વહુએ પોપટનું બીજું પીંછું ખેંચીને કહ્યું કે “હે પોપટ! તું તો પંડિત છે!’’ તે સાંભળીને પોપટે હજામની સ્ત્રીની કથા કહી. એ પ્રમાણે કથાઓ કહીને પોપટે આખી રાત્રી નિર્ગમન કરી. પ્રાતઃકાળે તદ્દન પાંખો વિનાના થઈ ગયેલા તે પોપટને પાંજરાની બહાર કાઢ્યો. તેવામાં એક શ્યુનપક્ષીએ તેને મુખમાં ગ્રહણ કર્યો. તેવામાં બીજો શ્યુન પક્ષી આવ્યો; એટલે તે બન્નેનું યુદ્ધ થયું. તે વખતે પહેલા શ્યનના મુખમાંથી પોપટ પડી ગયો. તે અશોકવાડીમાં પડ્યો. ત્યાં તેને પડતાં જ કોઈ દાસપુત્રે લઈને તેને એકાંતમાં રાખી સાજો કર્યો. પછી તે દાસપુત્રે પોપટને કહ્યું કે ‘‘હે પોપટ! મને આ ગામનું રાજ્ય અપાવ.’’ પોપટે કહ્યું કે “પ્રયત્ન કરીશ.’’ ૧૭૮ હવે તે ગામનો રાજા વૃદ્ધ હતો અને અપુત્રીઓ હતો, એટલે તે બીજા કોઈને રાજ્ય આપવાની ઇચ્છા ધરાવતો હતો; તેથી રાજા કુળદેવીનું ધ્યાન કરીને રાત્રે સૂતો હતો. તે સમયે પેલો પોપટ રાજાના પલંગને માથે રહેલા ક્રીડામયૂરના દેહમાં પ્રવેશ કરીને બોલ્યો કે “હે રાજા! તું દાસપુત્રને રાજ્ય આપજે, બીજાને આપીશ તો સાત દિવસમાં રાજ્ય નષ્ટ થશે.’' તે સાંભળીને ‘આ કુળદેવીનું વાક્ય છે' એમ જાણી રાજાએ દાસપુત્રને રાજ્ય આપ્યું. દાસપુત્રે તે પોપટને જ રાજા કર્યો, અને તેની આશા બધે જાહેર કરી. પછી તે પોપટે ઘર્મના ઉપદેશથી જિનદાસ શ્રાવકના કુટુંબને તથા પેલા મહેશ્વરી (મેત્રી) શ્રેષ્ઠીના કુટુંબને પ્રતિબોધ પમાડી શુદ્ધ શ્રાવક કર્યા અને તેમને વૈરાગ્ય ઉપજાવ્યો. પ્રાંતે પોતે સંવેગ પામીને અનશન કર્યું; અને મૃત્યુ પામીને શુભ ધ્યાનના પ્રભાવથી સહસ્રાર નામના આઠમા દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયો. દેવલોકમાં પણ તે પરમ શ્રાવક હોવાથી ધર્મકથા કરવા લાગ્યો; તેથી સર્વ દેવોમાં તે અતિ વિદ્વાન ગણાયો. ત્યાંથી ચ્યવીને મહાવિદેહ ક્ષેત્રમાં મનુષ્યપણે ઉત્પન્ન થઈ સિદ્ધપદને પામશે. જ્ઞાનવાન મનુષ્ય અવશ્ય સંવેગનું ભાજન થાય છે; તેથી કરીને જ ભગવતી સૂત્રમાં કહ્યું છે કે ‘જ્ઞાન આ લોકમાં, પરલોકમાં અને તેથી પણ આગળના સર્વ ભવમાં હિતકારી છે.' વળી ‘જ્ઞાનપિામ્યાં મોક્ષ: સ્વાત્’–‘જ્ઞાન અને ક્રિયાથી મોક્ષ થાય છે' એમ પણ કહ્યું છે, માટે જ્ઞાન અને ક્રિયા બન્નેનો ખપ કરવો. ‘‘સર્વ નયનું રહસ્ય સંયમ કહેલું છે; માટે હમેશાં જ્ઞાન અને ક્રિયા વડે આમ પુરુષોએ તેનું સેવન કરવું.’’ 1890 વ્યાખ્યાન ૩૩૯ શીલની દૃઢતા સ્ત્રીની સાથે લાંબા વખતનો સહવાસ છતાં પણ ઉત્તમ પુરુષો પોતાની દૃઢતાને છોડતા નથી. કહ્યું છે કે दिनमेकमपि स्थातुं, कोऽलं स्त्रीसन्निधौ तथा । चतुर्मासीं यथाऽतिष्ठत्, स्थूलभद्रोऽक्षतव्रतम् ॥१॥ ભાવાર્થ-‘જેવી રીતે સ્થૂલભદ્ર મુનિ વ્રતનો ભંગ કર્યા વિના ચાર માસ સુધી સ્ત્રી સમીપે રહ્યા, તેવી રીતે બીજો કયો પુરુષ એક દિવસ પણ રહેવાને સમર્થ છે? કોઈ જ નથી.’’ Page #188 -------------------------------------------------------------------------- ________________ શીલની દૃઢતા સ્થૂલભદ્ર મુનિની કથા એકદા વર્ષાઋતુ આવતાં શ્રી સંભૂતિવિજય સૂરિને વંદના કરીને ત્રણ મુનિઓએ જુદા જુદા અભિગ્રહ લીધા. તેમાં પહેલા મુનિએ કહ્યું કે ‘હું ચાર માસ સુધી સિંહની ગુફાને મોઢે ઉપવાસ કરીને કાયોત્સર્ગે રહીશ.’’ બીજા મુનિએ કહ્યું કે ‘“હું ચાર માસ સુધી દૃષ્ટિવિષ સર્પના બિલને મોઢે કાયોત્સર્ગ ઘારણ કરીને ઉપોષિત રહીશ.'' અને ત્રીજાએ કહ્યું કે “હું ચાર માસ સુધી કૂવાના ભારવટ ઉપર કાયોત્સર્ગ કરીને ઉપોષિત રહીશ.'' તે ત્રણે મુનિઓને યોગ્ય જાણીને ગુરુએ તેમને આજ્ઞા આપી. પછી સ્થૂલભદ્ર મુનિએ ઊઠીને ગુરુને વિજ્ઞપ્તિ કરી કે ‘“હું ચાર માસ સુધી ઉગ્ર તપ કર્યા વિના ષડ્રેસવાળા ભોજનનો આહાર કરીને કોશા વેશ્યાના ઘરમાં રહીશ.’’ ગુરુએ ઉપયોગ દઈને તેને યોગ્ય ધારીને તેમ કરવાની આજ્ઞા આપી. પછી સર્વે મુનિઓ પોતે અંગીકાર કરેલા સ્થાને ગયા. તે વખતે સમતા ગુણવાળા અને ઉગ્ર તપને ઘારણ કરનારા તે મુનિવરોને જોઈને તે સિંહ, સર્પ અને કૂવાનો રેંટ ફેરવનાર એ ત્રણે શાંત થઈ ગયા. વ્યાખ્યાન ૩૩૯] સ્થૂલભદ્ર પણ કોશાને ઘેર ગયા. ત્યાં તેમને આવતા જોઈને કોશાએ વિચાર્યું કે “આ સ્થૂલભદ્ર ચારિત્રથી ઉદ્વેગ પામી વ્રતનો ભંગ કરીને આવ્યા જણાય છે, માટે હજુ સુધી મારું ભાગ્ય જાગતું છે.’’ એમ વિચારીને કોશા એકદમ ઊઠી મુનિને મોતીથી વધાવી બે હાથ જોડી ઊભી રહીને બોલી કે ‘પૂજ્ય સ્વામી! આપ ભલે પધાર્યા. આપના આગમનથી આજે અંતરાય ક્ષય થવાને લીધે મારું પુણ્ય પ્રગટ થયું છે. આજે મારા પર ચિંતામણિ, કામઘેનુ, કલ્પવૃક્ષ તથા કામદેવ વગેરે દેવતાઓ પ્રસન્ન થયા એમ હું માનું છું. હવે હે નાથ! પ્રસન્ન થઈને મને જલદીથી આજ્ઞા આપો. આ મારું ચિત્ત, વિત્ત, શરીર અને ઘર એ સર્વ આપનું જ છે. મારું યૌવન પ્રથમ આપે જ સફળ કર્યું છે. હમણાં હિમથી બળી ગયેલી કમલિનીની જેમ આપના વિરહથી દગ્ધ થયેલા આ મારા શરીરને નિરંતર આપના દર્શન તથા સ્પર્શ વડે આનંદિત કરો.” તે સાંભળીને સ્થૂલભદ્ર બોલ્યા કે ‘‘આ કામશાસ્ત્રને અનુસારે બનાવેલી તારી ચિત્રશાળા મને ચાર માસ સુધી રહેવા આપ.’’ તે સાંભળીને કોશાએ તરત જ ચિત્રશાળા સાફ કરીને રહેવા આપી. ત્યાં મુનિ સમાધિ ઘારણ કરીને રહ્યા. કોશાએ આપેલો કામદેવને પ્રદીપ્ત કરનાર ષડ્રેસયુક્ત આહાર કરીને પણ મુનિ સ્થિર મન રાખીને રહ્યા. કોશા વસ્ત્રાભૂષણ પહેરીને અનેક પ્રકારના હાવભાવ કરતી મુનિને ક્ષોભ પમાડવા તેમની પાસે આવી. તે વખતે મુનિએ કહ્યું કે “સાડા ત્રણ હાથ દૂર રહીને તારે નૃત્ય વગેરે જે કરવું હોય તે કરવું.’’ પછી તે કોશા સાડા ત્રણ હાથ દૂર રહીને કટાક્ષથી મુનિ સામું જોવા લાગી, લગ્નનો ત્યાગ કરીને પૂર્વે કરેલી ક્રીડાનું સ્મરણ કરાવવા લાગી, અને ગાત્રને વાળવાની ચતુરાઈથી ત્રિવળી વડે સુંદર એવો મધ્ય ભાગ દેખાડતી, તથા વસ્ત્રની ગાંઠ બાંધવાના મિષથી ગંભીર નાભિરૂપી કૂપને પ્રગટ કરતી કોશા તેમની સમક્ષ વિશ્વને મોહ પમાડનારું નાટક કરવા લાગી; તો પણ સ્થૂલભદ્ર જરા પણ ક્ષોભ પામ્યા નહીં. પછી તે કોશા પોતાની સખીઓને લઈને આવી. તેમાંથી એક નિપુણ સખી બોલી કે “હે પૂજ્ય! કઠિનતાનો ત્યાગ કરીને ઉત્ત૨ આપો કેમકે મુનિઓનું મન હમેશાં કરુણાએ કરીને કોમળ હોય છે, ભાગ્યહીન પુરુષો જ પ્રાપ્ત થયેલા ભોગને ગુમાવે છે, માટે હે પાપરહિત મુનિ! આપના વિયોગથી કૃશ થયેલી અને આપને જ માટે મરવાને તૈયાર થયેલી આ ૧૭૯ Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૫ [સ્તંભ ૨૩ આપની કામાતુર પ્રિયાના મનોરથને સફળ કરો. ફરીથી પણ આ તપસ્યા તો સુખ પ્રાપ્ત થશે, પણ આવી પ્રેમી યુવતી ફરીથી મળશે નહીં.” તે સાંભળીને મુનિએ કોશાને કહ્યું કે “અનંતી વાર અનેક ભવમાં કામક્રીડાદિ કરેલ છે, તો પણ હજુ સુધી શું તું તેની જ ઇચ્છા કરે છે? શું હજુ તને તૃપ્તિ થઈ નથી કે જેથી મારી સન્મુખ આ નૃત્યાદિક પ્રયત્નો કરે છે? જો કદાચ આવું નૃત્ય પ્રશસ્ત ભાવ વડે પરમાત્માની સ્તુતિપૂર્વક તેમની પાસે કર્યું હોય તો સર્વ સફળ થાય; પરંતુ તું તો ભોગની ઇચ્છાથી દીન વાણી બોલે છે, અને સખીઓને લાવીને ભોગપ્રાપ્તિ માટે પ્રયત્ન કરે છે, પરંતુ તું શા માટે આ જન્મ તથા જીવનને વૃથા ગુમાવે છે? હે બુદ્ધિશાળી કોશા! તે સર્વ પ્રયત્ન પોતાના આત્માના હિતને વિષે જ કર.” આ પ્રમાણેનાં સ્થૂલભદ્ર મુનિનાં વચનો સાંભળીને કોશાએ વિચાર્યું કે “આ મુનિનું જિતેન્દ્રિયપણું મારા જેવી અસંખ્ય ચતુર નાયિકાથી પણ જીતી શકાય તેવું નથી.” એમ વિચારીને તે બોલી કે “હે મુનિરાજ! મેં અજ્ઞાનતાને લીધે આપની સાથે પૂર્વે કરેલી ક્રીડાના લોભથી આજે પણ ક્રીડાની ઇચ્છા વડે આપને ક્ષોભ પમાડવા માટે અનેક ઉપાયો કર્યા છે, હવે તે મારો અપરાધ ક્ષમા કરો.” પછી મુનિએ તેને યોગ્ય જાણીને શ્રાવકઘર્મનો ઉપદેશ કર્યો. તે પણ પ્રતિબોધ પામીને શ્રાવિકા થઈ, અને “નંદરાજાએ મોકલેલા પુરુષ વિના બીજા સર્વ મારે બંધુ સમાન છે” એવો અભિગ્રહ લીધો. હવે વર્ષાઋતુ પૂર્ણ થઈ ત્યારે પેલા ત્રણે સાધુઓ પોતપોતાના અભિગ્રહનું યથાવિધિ પ્રતિપાલન કરીને ગુરુ પાસે આવ્યા. તેમાં પ્રથમ સિંહની ગુફા પાસે રહેનાર સાધુને આવતા જોઈને ગુરુ કાંઈક ઊઠીને બોલ્યા કે “હે વત્સ! દુષ્કર કાર્ય કરનાર! તું ભલે આવ્યો, તને સાતા છે?” તે જ પ્રમાણે બીજા બે સાઘુઓ આવ્યા, ત્યારે તેમને પણ તે જ રીતે ગુરુએ આવકાર આપ્યો. પછી સ્થૂલભદ્રને આવતા જોઈને ગુરુ ઊભા થઈને બોલ્યા કે “હે મહાત્મા! હે દુષ્કર દુષ્કર કાર્યના કરનાર! તું ભલે આવ્યો.” તે સાંભળીને પેલા ત્રણે સાધુઓએ ઈર્ષાથી વિચાર્યું કે “આ સ્થૂલભદ્ર મંત્રીનો પુત્ર હોવાથી જ તેમને ગુરુ બહુમાનથી બોલાવે છે. ચિત્રશાળામાં રહેલા, પરસ ભોજનનો આહાર કરનારા અને સ્ત્રીઓના સંગમાં વસેલા આ સ્થૂલભદ્રને ગુરુએ અતિ દુષ્કર કાર્ય કરનાર કહ્યો, તો હવે અમે પણ આવતા ચાતુર્માસમાં તેવો જ અભિગ્રહ કરીશું.” એમ વિચારીને મહા કષ્ટ આઠ માસ વ્યતીત કર્યા. પછી વર્ષાકાળ આવ્યો ત્યારે સિંહગુફાવાસી અભિમાની સાઘુએ સૂરિને કહ્યું કે “આ ચાતુર્માસ હું સ્થૂલભદ્રની જેમ કોશાના ઘરમાં રહીશ.” ગુરુએ વિચાર્યું કે “જરૂર આ સાધુ સ્થૂલભદ્રની સ્પર્ધાથી આવો અભિગ્રહ કરે છે.” પછી ગુરુએ ઉપયોગ આપીને તેને કહ્યું કે “હે વત્સ! એ અભિગ્રહ તું ન લે, તે અભિગ્રહનું પાલન કરવામાં તો સ્થૂલભદ્ર એક જ સમર્થ છે, બીજો કોઈ સમર્થ નથી. કેમકે अपि स्वयंभूरमणस्तरीतुं शक्यते सुखम् । अयं त्वभिग्रहो धर्तु, दुष्करेभ्योऽपि दुष्करः॥४॥ કદાચ સ્વયંભૂરમણ સમુદ્ર પણ સુખેથી તરી શકાય, પણ આ અભિગ્રહ ઘારણ કરવો તે તો દુષ્કરથી પણ દુષ્કર છે.” આ પ્રમાણેના ગુરુએ કહેલા વચનની અવગણના કરીને તે વિમાની સાધુ કોશાને ઘેર ગયા. કોશાએ તેને જોઈને વિચાર્યું કે “જરૂર આ સાધુ મારા ઘર્મગુરુની સ્પર્ધાથી જ અહીં આવ્યા જણાય Page #190 -------------------------------------------------------------------------- ________________ શીલની દૃઢતા ૧૮૧ વ્યાખ્યાન ૩૩૯] છે.’’ એમ વિચારીને તેણે તે મુનિને વંદના કરી. મુનિએ ચાતુર્માસ રહેવા માટે ચિત્રશાળા માગી—તે તેણે આપી. પછી કામદેવને ઉદ્દીપન કરનાર ષડ્સ ભોજન કોશાએ મુનિને વહોરાવ્યું, મુનિએ તેવો આહાર કર્યો. પછી મધ્યાહ્ન સમયે પ્રથમની જ જેમ વસ્ત્રાભૂષણ પહેરીને કોશા મુનિની પરીક્ષા કરવા આવી. તેના હાવભાવ, કટાક્ષ તથા નૃત્યાદિક જોઈને મુનિ ક્ષણવારમાં જ ક્ષોભ પામ્યા. અગ્નિ પાસે રહેલ લાખ, ઘી અને મીણની જેમ તે મુનિએ કામાવેશને આધીન થઈને ભોગની યાચના કરી. ત્યારે કોશાએ તેમને કહ્યું કે “હે સ્વામી! અમે વેશ્યાઓ ઇન્દ્રનો પણ દ્રવ્ય વિના સ્વીકાર કરતી નથી.’’ ત્યારે મુનિ બોલ્યા કે ‘“મને કામજ્વરની પીડા પામેલાને ભોગસુખ આપીને પ્રથમ શાંત કર. પછી દ્રવ્ય મેળવવાનું સ્થાન પણ તું બતાવીશ તો ત્યાં જઈને તે પણ હું તને મેળવી આપીશ!'' તે સાંભળીને તેને બોઘ કરવા માટે કોશાએ તેને કહ્યું કે ‘નેપાલ દેશનો રાજા નવીન સાધુને લક્ષ મૂલ્યવાળું રત્નકંબલ આપે છે, તે તમે મારે માટે લઈ આવો; પછી બીજી વાત કરો.’’ તે સાંભળીને અકાળે વર્ષાઋતુમાં જ મુનિ નેપાલ તરફ ચાલ્યા. ત્યાં જઈ ત્યાંના રાજા પાસેથી રત્નકંબલ મેળવીને કોશાનું ધ્યાન કરતા તે મુનિ તરત જ પાછા ફર્યા. માર્ગમાં ચોર લોકો રહેતા હતા. તેમને તેના પાળેલા પક્ષીએ કહ્યું કે “લક્ષ ધન આવે છે.’ એમ વારંવાર તે પક્ષીએ કહ્યું. તેવામાં મુનિ પણ તે ચોરની નજીક આવ્યા; એટલે તેને પકડીને ચોર લોકોએ સર્વ જોયું, પણ કાંઈ દ્રવ્ય જોવામાં આવ્યું નહીં, તેથી મુનિને છોડી મૂક્યા. ફરીથી તે પક્ષીએ કહ્યું કે ‘‘લક્ષ દ્રવ્ય જાય છે.’’ તે સાંભળીને ફરીથી સાધુને પાછા બોલાવીને ચોરના રાજાએ કહ્યું કે ‘અમે તને અભય આપીએ છીએ, પણ સત્ય બોલ, તારી પાસે શું છે?’’ ત્યારે સાધુ બોલ્યા કે ‘“હે ચોરો ! સત્ય વાત સાંભળો. આ વાંસની પોલી લાકડીમાં મેં વેશ્યાને આપવા માટે રત્નકંબલ રાખેલું છે.’’ તે સાંભળીને ચોરોએ તેને રજા આપી. સાધુએ આવીને કોશાને તે રત્નકંબલ આપ્યું. તે લઈને કોશાએ પગ લૂછી તેને ઘરની ખાળના કાદવમાં નાખી દીધું. તે જોઈને સાઘુએ ખેદયુક્ત થઈ કહ્યું કે “હે સુંદરી! ઘણી મુશ્કેલીથી આણેલું આ મહામૂલ્યવાળું રત્નકંબલ તેં કાદવમાં કેમ નાખી દીધું?’’ કોશાએ કહ્યું કે “હે મુનિ! જ્યારે તમે એમ જાણો છો, ત્યારે ગુણરત્નવાળા આ તમારા આત્માને તમે નરકરૂપી કાદવમાં કેમ નાંખો છો? ત્રણ ભુવનમાં દુર્લભ એવા રત્નત્રયને નગરની ખાળ જેવા મારા અંગમાં કેમ ફોગટ નાંખી દો છો? અને એક વાર વમન કરેલા સંસારના ભોગને ફરીને ખાવાની ઇચ્છા કેમ કરો છો?’' ઇત્યાદિ કોશાનાં ઉપદેશવાળાં વાક્યો સાંભળીને પ્રતિબોધ પામેલા મુનિએ વૈરાગ્યથી કોશાને કહ્યું કે “હે પાપરહિત સુશીલા! તેં સંસારસાગરમાં પડતાં મને બચાવ્યો તે બહુ સારું કર્યું. હવે હું અતિચારથી ઉત્પન્ન થયેલા દુષ્કર્મરૂપ મેલને ધોવા માટે જ્ઞાનરૂપ જળથી ભરેલા ગુરુરૂપી દ્રહનો આશ્રય કરીશ.” કોશાએ પણ તેમને કહ્યું કે ‘“તમારે વિષે મારું મિથ્યાદુષ્કૃત હો; કેમકે હું શીલવ્રતમાં સ્થિત હતી છતાં તમને મેં કામોત્પાદક ક્રિયા વડે ખેદ પમાડ્યો છે; પરંતુ તમને બોઘ કરવા માટે જ મેં તમારી આશાતના કરી છે તે ક્ષમા કરજો, અને હમેશાં ગુરુની આજ્ઞાને મસ્તક પર ચઢાવજો.’’ તે સાંભળીને ‘ઇચ્છામિ’ એમ કહી સિંહગુફાવાસી મુનિ ગુરુ પાસે આવ્યા. ગુરુ વગેરેને વંદના કરીને ‘હું મારા આત્માને નિંદું છું'' એમ કહી તે મુનિ બોલ્યા કે ‘‘સર્વ સાધુઓમાં એક સ્થૂલભદ્ર જ અતિ દુષ્કર કાર્યના કરનાર છે, એમ જે ગુરુએ કહ્યું હતું તે યોગ્ય છે. Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૫ [સ્તંભ ૨૩ પુષ્પફળના રસને (સ્વાદને), મદ્યના રસને, માંસના રસને અને સ્રીવિલાસના રસને જાણીને જેઓ તેનાથી વિરક્ત થાય છે તે અતિ દુષ્કર કાર્યના કરનારા છે. તેને હું વંદના કરું છું. વળી સત્ત્વ વિનાનો હું ક્યાં અને ધીર બુદ્ધિવાળા સ્થૂલભદ્ર ક્યાં? સરસવનો કણ ક્યાં અને હેમાદ્રિ પર્વત ક્યાં? ખદ્યોત ક્યાં અને સૂર્ય ક્યાં?’' આ પ્રમાણે કહીને તે મુનિ આલોચના લઈ દુષ્કર તપ કરવા લાગ્યા. અહીં કોશા પોતાના સ્થૂલભદ્ર ગુરુની નીચે પ્રમાણે સ્તુતિ કરવા લાગી– सार्धद्वादशकोटीनां, स्वर्णं यो मामदाद्गृहे । स द्वादशव्रतान्येवं, साधुत्वेऽपि ददावहो ॥ १ ॥ ભાવાર્થ-જેણે સાડાબાર કરોડ સોનામહોરો મારા ઘરમાં આવીને મને આપી હતી તેણે જ સાધુ અવસ્થામાં પણ મારે ત્યાં આવીને મને બાર વ્રત આપ્યાં.’’ येन दत्तं पुरा दानं तेनैव दीयते पुनः । चातको रटते नित्यं, दानं यच्छेत् पयोमुचः ॥२॥ ભાવાર્થ-‘જેણે પ્રથમ દાન આપ્યું હોય છે તે જ ફરીથી પણ દાન આપે છે. જુઓ! ચાતક પક્ષી જળને માટે નિરંતર યાચના કરે છે અને મેઘ નિરંતર દાન આપે છે.'' धनदानादयाचित्वमाजन्मनिर्मितं સુસ્વમ્ । વ્રતવાના વેડનત્તે, સૌથો મમ સર્વવા ॥॥ ભાવાર્થ-‘સ્થૂલભદ્રે ધનનું દાન આપીને આ જન્મપર્યંત અયાચક વૃત્તિનું મને સુખ આપ્યું, અને વ્રતનું દાન આપીને અનંત ભવનું સુખ મને આપ્યું; એટલે સર્વદા તે તો મને સુખ આપનાર જ થયા. આ સ્થૂલભદ્ર મુનીન્દ્રના ગુણનું વર્ણન ચોરાશી ચોવીશી સુધી સર્વ તીર્થંકરો કરશે. ‘ઘણા દિવસ સુઘી સ્ત્રીઓના સંગમાં રહ્યા છતાં પણ સ્થૂલભદ્ર મુનિએ પોતાના શીલનો ભંગ કર્યો નહીં. તે જોઈને બીજા સાધુઓએ પણ સિંહગુફાવાસી મુનિના જેવું સ્ત્રીના સંબંધમાં નિઃશંક મન કરવું નહીં.'' વ્યાખ્યાન ૩૪૦ મનુષ્યભવની દુર્લભતા सम्बन्धैर्दशभिर्ज्ञेयो, मनुष्यभवदुर्लभः । तन्मध्ये पाशकज्ञातं, लिख्यते पूर्वशास्त्रतः ॥ १ ॥ ભાવાર્થ-“દશ દૃષ્ટાંતે કરીને મનુષ્યભવ દુર્લભ છે એમ જાણવું. તે દશ દૃષ્ટાંતમાંથી આ સ્થળે પૂર્વ શાસ્ત્રને અનુસારે પાશાનું દૃષ્ટાંત લખીએ છીએ. પાશાનું દૃષ્ટાંત (ચાણાક્યની કથા) ગોલ્લદેશમાં ચણક નામનો એક જૈન બ્રાહ્મણ રહેતો હતો. તેને ચણેશ્વરી નામની પત્ની હતી. તે થી તેને ચાણાક્ય નામનો જન્મથી જ દાંતવાળો પુત્ર થયો હતો. એકદા તેને ઘેર કોઈ જ્ઞાની મુનિ આહાર માટે આવ્યા. તે વખતે મુનિને નમીને તે દંપતીએ પૂછ્યું કે ‘“હે પૂજ્ય! આ પુત્ર દાંત Page #192 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન 3૪૦] મનુષ્યભવની દુર્લભતા ૧૮૩ સહિત જમ્યો છે તેનું શું ફળ?” મુનિ બોલ્યા કે “એ બાળક રાજા થશે.” તે સાંભળી ચણકને ખેદ થયો; અને “મારો પુત્ર રાજ્યના આરંભથી અધોગતિ ન પામો.” એમ વિચારીને તેણે તે બાળકના દાંત ઘસી નાંખ્યા. પછી તે વાત ચણકે ફરીને પાછી તે જ મુનિને કહી. ત્યારે મુનિ બોલ્યા કે “હવે તે બાળક પ્રઘાનશ્રેષ્ઠ થશે.” અનુક્રમે વૃદ્ધિ પામતો ચાણાક્ય સકળ કળામાં કુશળ થયો. તે યુવાન થયો ત્યારે એક બ્રાહ્મણની કન્યા સાથે પરણ્યો. તે નિર્ણન હતો, તો પણ સંતોષી હોવાથી ઘનને માટે બહુ પ્રયત્ન કરતો નહીં. અન્યદા તેની સ્ત્રી પોતાના ભાઈના લગ્ન હોવાથી પિતાને ઘેર ગઈ; પણ નિર્ધનતાને લીધે તેના ભાઈઓની સ્ત્રીઓ વગેરેએ તેને આદરમાન આપ્યું નહીં; અને ભોજનાદિકમાં પણ પંક્તિભેદ કર્યો. તે જોઈ પોતાના અતિ દુર્ભાગ્યથી લજ્જ પામીને તે પતિને ઘેર આવી. તેને અત્યંત શોકાતુર જોઈને ચાણાક્ય આગ્રહથી શોકનું કારણ પૂછ્યું. ત્યારે અશ્રુની વૃષ્ટિ કરતી તેણે પોતાના પરાભવની વાત કહી સંભળાવી. તે સાંભળીને ચાણાક્ય વિચાર્યું કે कलावान् कुलवान् दाता, यशस्वी रूपवानपि । विनाश्रियं भवेन्मयो, निस्तेजाः क्षीणचन्द्रवत् ॥४॥ કળાવાન, કુળવાન, દાતાર, યશસ્વી અને રૂપવાન છતાં પણ મનુષ્ય જો લક્ષ્મી વિનાનો હોય તો તે ક્ષય પામતા ચંદ્રની જેમ તેજરહિત દેખાય છે.” માટે નંદરાજા બ્રાહ્મણોને ઘણું ઘન આપે છે તેથી ત્યાં જાઉં. એમ વિચારીને ચાણાક્ય તરત જ પાટલિપુત્ર ગયો. ત્યાં રાજસભામાં જઈને રાજાના જ સિંહાસન પર બેઠો. થોડી વારે એક નિમિત્ત જાણનાર સિદ્ધપુત્રની સાથે નંદરાજા સભામાં આવ્યા. ત્યાં સિંહાસન પર બેઠેલા ચાણાક્યને જોઈને તે સિદ્ધપુત્ર બોલ્યો કે “આ બ્રાહ્મણ નંદવંશની છાયા (મર્યાદા) નું ઉલ્લંઘન કરીને સિંહાસન પર બેઠો છે.” તે સાંભળીને રાજાની દાસીએ ચાણાક્યને કહ્યું કે “હે પૂજ્ય! આ બીજા સિંહાસન પર બેસો.” તે બોલ્યો કે “આ બીજા આસન પર મારું કમંડલુ રહેશે.” એમ કહીને તે બીજા આસન પર કમંડળ મૂક્યું, અને પોતે તે સિંહાસન પરથી ઊઠ્યો નહીં. ત્યારે દાસી ત્રીજું સિંહાસન લાવી, તેના પર ચાણાક્ય દંડ મૂક્યો. દાસી ચોથું આસન લાવી, તેના પર તેણે અક્ષમાળા મૂકી, અને પાંચમા આસન પર તેણે બ્રહ્મસૂત્ર મૂક્યું. ત્યારે દાસી બોલી કે “અહો, આ બ્રાહ્મણ કેવો ધૃષ્ટ અને મૂર્ખ છે?” તે સાંભળીને ક્રોધ પામેલો ચાણાક્ય દાસીને પગની લાત મારીને સર્વ લોક સાંભળતાં બોલ્યો કે– कोशैश्च भृत्यैश्च निबद्धमूलं, पुत्रैश्च मित्रैश्च विवृद्धशाखम् । उत्पाट्य नंदं परिवर्तयामि, महाद्रुमं वायुरिवोग्रवेगः॥१॥ ભાવાર્થ-“ભંડાર અને નૃત્યો વડે જેનું મૂળ મજબૂત થયેલું છે, અને પુત્રો તથા મિત્રો વડે જેની શાખાઓ વૃદ્ધિ પામેલી છે એવા નંદરૂપી મહાવૃક્ષને ઉગ્ર વેગવાળા વાયુની જેમ હું મૂળથી ઉખેડીને ભમાવીશ.” તે સાંભળીને “આ ભિક્ષુક બ્રાહ્મણથી શું થવાનું છે?” એમ ઘારી રાજાએ પણ તેની ઉપેક્ષા કરી. એટલે તે ચાણાય ત્યાંથી નીકળીને ભમતો ભમતો નંદરાજાના મયૂરપોષકના ગામમાં આવ્યો. ત્યાં તે પરિવ્રાજકનો વેષ ધારણ કરીને રહ્યો. તે ગામના ગ્રામણી (ગામેતી)ની પુત્રીને ચંદ્ર પીવાનો Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૫ [સ્તંભ ૨૩ દોહદ થયો હતો, તે દોહદને પૂર્ણ કરવા કોઈ સમર્થ થયું નહોતું; તેથી તેના પિતાએ ચાણાક્યને કહ્યું, ત્યારે તે બોલ્યો કે “જો તે પુત્રીના ગર્ભમાં રહેલો પુત્ર મને આપવાનું કબૂલ કરો તો હું તેનો દોહદ પૂર્ણ કરું.” તે સાંભળીને “ગર્ભવતી પુત્રી દોહદ પૂર્ણ ન થવાથી મરી ન જાઓ” એમ ઘારી તેઓએ ચાણાક્યનું વચન કબૂલ કર્યું. પછી ચાણકયે એક છિદ્રવાળો વસ્ત્રનો મંડપ કરાવ્યો, તે મંડ૫ની ઉપર છાની રીતે તે છિદ્રને ઘીરે ઘીરે ઢાંકવા માટે એક ગુપ્ત માણસને રાખ્યો ને તે છિદ્રની નીચે મંડપમાં દૂધથી ભરેલો એક થાળ મૂક્યો. કાર્તિકી પૂર્ણિમાની રાત્રે ચંદ્રનું પ્રતિબિંબ તે થાળમાં પડ્યું. તે પ્રતિબિંબ તે ગર્ભિણીને બતાવીને ચાણાક્ય બોલ્યો કે “આ ચંદ્રનું પાન કર.” પછી પ્રસન્ન થયેલી તે સ્ત્રીએ ચંદ્રપાનની બુદ્ધિથી થાળમાંનું દૂઘ પીવાનો આરંભ કર્યો. જેમ જેમ તે સ્ત્રી થાળમાંથી દૂધ પીતી ગઈ, તેમ તેમ મંડપ ઉપર ગુપ્ત રહેલા પુરુષે ઘીરે ઘીરે તે છિદ્ર ઢાંકવા માંડ્યું. એવી રીતે બધું દૂઘ પૂર્ણ થયું ત્યારે તે આખું છિદ્ર ઢાંકી દીધું. એ પ્રમાણે તેનો દોહદ ચાણાક્ય પૂર્ણ કર્યો. પૂર્ણ સમયે તે સ્ત્રીએ પુત્રને જન્મ આપ્યો. તેનું ચંદ્રગુપ્ત એવું નામ પાડ્યું. ચાણાક્ય તો અનેક પ્રયત્નો કરીને દ્રવ્ય ઉપાર્જન કરવા લાગ્યો. અહીં ચંદ્રગુપ્ત કિશોર વયનો થયો, એટલે સમાન વયવાળા બાળકોની સાથે રાજાની જેમ ક્રીડા કરવા લાગ્યો. તેમાં દેશ, પુર, ગોકુળ, હાથી, ઘોડા અને અમાત્ય વગેરેની સ્થાપના કરતો હતો અને તેમાંથી અનેક પ્રકારનું દાન આપતો હતો. તેવામાં ભમતો ભમતો ચાણાક્ય ત્યાં આવ્યો. તે બોલ્યો કે “હે બાળક! મને પણ કાંઈક આપ.” ચંદ્રગુતે કહ્યું કે આ ગાયો લઈ લે.” ચાણાક્ય કહ્યું કે “એ ગાયો લેતાં મને બીક લાગે છે.” ત્યારે ચંદ્રગુપ્ત બોલ્યો કે “બીશ નહીં, આ પૃથ્વી વીર પુરુષને જ ભોગવવા લાયક છે.” તે સાંભળીને હર્ષ પામેલા ચાણાક્ય બીજા બાળક પાસેથી તેનું નામ તથા ગોત્રાદિક જાણીને એ પોતાનો જ બાળક છે, એમ નિશ્ચય કરી તેને કહ્યું કે “હે વત્સ! ચાલ, હું તને સાચું રાજ્ય આપું.” તે સાંભળીને તરત જ તે તેની સાથે જવા તૈયાર થયો, એટલે તેને લઈને ચાણક્ય નાસી ગયો. પછી તેણે સૈન્ય તૈયાર કરીને પ્રથમ પાટલિપુત્રને જ ઘેરો ઘાલ્યો. નંદરાજાએ ક્ષણવારમાં તેના થોડા સૈન્યને જીતી લીધું; એટલે ચાણાક્ય ચંદ્રગુપ્તને લઈને નાસી ગયો. તેની પાછળ નંદરાજાના સવારો દોડ્યા, તેમાંથી એક સવાર દૂરથી ચાણાક્ય અને ચંદ્રગુપ્તના જોવામાં આવ્યો. તેથી ચાણક્ય ચંદ્રગુપ્તને પાસેના સરોવરમાં સંતાડીને પોતે ઘોબીનું કામ કરવા લાગ્યો. તેવામાં તે ઘોડેસવારે પાસે આવીને તેને પૂછ્યું કે “ચંદ્રગુપ્ત અહીંથી જતો હતો, તેને તેં જોયો છે?” તે બોલ્યો કે “તે આ સરોવરમાં પેઠો છે.” તે સાંભળીને તે સવાર માત્ર લંગોટી મારીને તે સરોવરના જળમાં પેઠો; એટલે ચાણાયે તેનું જ ખડ્ઝ લઈને તેનું માથું છેદી નાંખ્યું. પછી તેના ઘોડા ઉપર ચંદ્રગુપ્તને બેસાડીને ચાણાક્ય આગળ ચાલ્યો. ચાલતાં ચાલતાં તેણે ચંદ્રગુપ્તને પૂછ્યું કે “હે વત્સ! જ્યારે મેં તે ઘોડેસવારને સરોવરમાં મોકલ્યો, ત્યારે તેં શું ઘાર્યું હતું?” તે બોલ્યો કે, “જે ઉત્તમ પુરુષો કરે છે તે ઉત્તમ જ હોય છે, એમ મેં ઘાયું હતું.” આ પ્રમાણેના તેના વિનયવાળા વાક્યથી ચાણાક્ય ઘણો ખુશી થયો. થોડે દૂર જતાં ચંદ્રગુપ્તને ક્ષધિત જાણીને ચાણાક્ય ભોજનને માટે જતાં માર્ગમાં કોઈ બ્રાહ્મણને તરતનો જ કરંબો ખાઈને આવતો જોઈ તેનું પેટ ચીરી તેમાંથી તે ભોજન લઈ તે વતી ચંદ્રગુપ્તને જમાડ્યો. ચંદ્રગુપ્ત ભૂખ્યો હોવાથી ભોજનના રસનો વિપર્યય જાણી શક્યો નહીં. Page #194 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૩૪૦] મનુષ્યભવની દુર્લભતા ૧૮૫ પછી તે મૌર્યવંશી ચંદ્રગુપ્તની સાથે સંધ્યાસમયે એક ગામમાં આવ્યો. ત્યાં ભિક્ષાને માટે ભમતો તે એક દરિદ્રીને ઘેર ગયો. તે વખતે એક ડોશીએ પોતાનાં બાળકોને ઊની ઊની રાબ પીરસી હતી. તેમાંથી એક વધારે ભૂખ્યા બાળકે વચમાં હાથ નાંખ્યો, તેથી તેની આંગળીઓ દાઝી એટલે તે રોવા લાગ્યો. તેને પેલી ડોસીએ કહ્યું કે “અરે મૂઢ! તું પણ ચાણાક્યના જેવો જડ જણાય છે.” તે સાંભળીને ભિક્ષુરૂપ ચાણાક્યે ડોશીને પૂછ્યું કે “હે માતા! તમે અહીં ચાણાક્યનું દૃષ્ટાંત કેમ આપ્યું?’’ ડોશી બોલ્યા કે જેમ ચાણાક્યે આજુબાજુનો દેશ સાઘ્યા વિના પહેલા પાટલિપુત્રને જ રુંધ્યું, તેથી તે મૂર્ખ નિંદાને પાત્ર થયો, તેમ આ બાળકે પણ પ્રથમ ઘીમે ઘીમે અડખે પડખેથી રાબ ચાટ્યા વિના વચમાં જ હાથ નાંખ્યો, તેથી તે ચાણાક્યની ઉપમાને પામ્યો.'' તે સાંભળીને ચાણાક્ય ડોશીની શિક્ષા સત્ય માની. પછી અનુક્રમે ચાણાક્યે પર્વત નામના એક રાજાની સાથે ગાઢ મિત્રાઈ બાંધી. એકદા તેણે પર્વત રાજાને કહ્યું કે ‘‘જો તમારી ઇચ્છા હોય તો નંદરાજાનું ઉન્મૂલન કરીને તેનું રાજ્ય આપણે વહેંચી લઈએ.'' તે વાત કબૂલ કરીને પોતાના સૈન્ય સહિત પર્વતરાજા ચંદ્રગુપ્તને સાથે રાખીને નંદરાજાનો દેશ સાઘવા લાગ્યો. છેવટ નંદની રાજધાની પાટલિપુત્રને ઘેરો ઘાલ્યો; પણ તે નગરી બળથી લઈ શકાય તેવું નથી, એમ ધારીને ભિક્ષુનો વેષ લઈ ચાણાક્ય તે પુરમાં પેઠો. ત્યાં વાસ્તુશાસ્ત્રને અનુસારે સર્વ મકાનો જોવા લાગ્યો. તેવામાં એક સ્થાને મહા પ્રતાપી સાત દેવીઓ–ઇંદ્રની કુમારિકાઓની મૂર્તિઓ તેણે જોઈ. પછી તેમના પ્રભાવથી જ આ પુરનો ભંગ થતો નથી, એમ જાણીને તે દેવીઓને ઉખેડી નાંખવાનો ઉપાય વિચારવા લાગ્યો. તેવામાં પુરના રોઘથી કાયર થયેલા પૌરજનોએ તે ભિક્ષુને પૂછ્યું કે ‘હે પૂજ્ય! આ પુરનો રોઘ ક્યારે મટશે?’’ ચાણાક્યે જવાબ આપ્યો કે—‘જ્યાં સુધી આ સાત દેવીઓની પ્રતિમાઓ અહીં પ્રતિષ્ઠિત છે, ત્યાં સુધી પુરનો રોધ શી રીતે મટે?’' આ પ્રમાણેના તે ધૂર્તના કહેવાથી છેતરાયેલા લોકેાએ તે દેવીઓને તેના સ્થાનથી તરત જ ઉખેડી નાંખી. તે જ વખતે ચંદ્રગુપ્ત તથા પર્વતે તે પુર જીતી લીધું. આ પ્રમાણે તેણે પ્રથમ નંદરાજાનો દેશ સાઘીને પછી પાટલિપુત્ર લીધું. તે વખતે નંદનું પુણ્ય ક્ષીણ થયેલું હોવાથી તેણે ચાણાક્ય પાસે ધર્મદ્વાર માગ્યું, ત્યારે તે બોલ્યો કે “હે નંદરાજા! તું એક રથમાં જેટલું લઈ જવાય તેટલું લઈને નિર્ભયતાથી પુર બહાર ચાલ્યો જા.’' નંદ પણ પોતાની બે સ્રીઓ, એક કન્યા અને સારભૂત દ્રવ્ય રથમાં લઈને નગર બહાર નીકળ્યો. તે જ વખતે ચંદ્રગુપ્ત વગેરે સૌ નગરમાં પેઠા. સામસામે મળતાં નંદની કન્યા અનુરાગથી ચંદ્રગુપ્તની સામું જોઈ રહી. તે જોઈને નંદરાજાએ પુત્રીને કહ્યું કે “હે વત્સ! જો આ પતિ તને પસંદ હોય તો ખુશીથી તેને અંગીકાર કર. પિતાની આજ્ઞા થવાથી તે કન્યા પોતાના રથમાંથી ઊતરીને ચંદ્રગુપ્તના રથ ઉપર ચઢવા લાગી. તેના ચઢતાં જ ચંદ્રગુપ્તના રથના ચક્રના નવ આવા ભાંગી ગયા. તેથી ‘આ સ્ત્રી અમંગળ કરનારી છે’ એમ ઘારીને ચંદ્રગુપ્તે તેને અટકાવી. એટલે ચાણાક્ય બોલ્યો કે “હે વત્સ! તે સ્ત્રીનો તું નિષેધ ન કર. આ આરાના ભંગરૂપ શુકનથી તારી નવ પેઢી સુધી તારો વંશ રહેશે.” તે સાંભળીને ચંદ્રગુપ્તે તે કન્યાને પોતાના રથમાં બેસાડી, અને નંદના રાજદ્વારમાં આવ્યો. ,, રાજમહેલમાં એક કન્યા બહુ રૂપવતી હતી. તેને જન્મથી જ નંદરાજાએ ધીમે ધીમે મહા ઉગ્ર વિષ ખવડાવવા માંડ્યું હતું, એટલે તે વિષકન્યા થઈ ગઈ હતી. તે વિષકન્યાને જોઈને પર્વતરાજાએ Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૫ સ્તિંભ ૨૩ વિષયાંઘ થઈ તેનો સંગ કર્યો. તેથી તે કન્યાનું વિષ તત્કાળ પર્વતને ચડ્યું. તેણે ચંદ્રગુપ્તને કહ્યું કે મને વિષ વ્યાપ્યું છે, માટે તેનો જલદીથી કાંઈ ઉપાય કર.” તે સાંભળી ચંદ્રગુપ્ત તેનો ઉપાય કરવા ઉત્સુક થયો. તે વખતે ચાણાક્ય નેત્રની સંજ્ઞાથી ચંદ્રગુપ્તને નિષેધ કર્યો; અને શિખામણ આપી કે– तुल्यार्थं तुल्यसामर्थ्य, मर्मज्ञं व्यवसायिनम् । अर्धराज्यहरं मित्रं, यो न हन्यात्स हन्यते ॥१॥ તુલ્ય સંપત્તિવાળા, સમાન સામર્થ્યવાળા, ગુપ્ત વાત જાણનાર, સરખો વ્યાપાર કરનાર અને અર્થા રાજ્યનો ભાગીદાર એવા મિત્રને પણ જે હણતો નથી તે પોતે જ હણાય છે.” પછી વિષથી વ્યાસ થયેલો તે પર્વત તરત જ મૃત્યુ પામ્યો, એટલે તેનું રાજય પણ ચંદ્રગુપ્તને આધીન થયું. હવે ચંદ્રગુપ્તના રાજ્યમાં નંદના માણસો ચોરી કરવા લાગ્યા તેથી ચાણાક્ય કોઈ બીજા રક્ષક (કોટવાળ)ની શોઘ કરવા લાગ્યો. શોઘતાં શોઘતાં તે નલદ નામના તંતુવાયને ઘેર ગયો. તે વખતે તંતુવાય મકોડાના બિલમાં અગ્નિ નાંખતો હતો. તે જોઈને ચાણાક્યું તેને પૂછ્યું કે “આ તું શું કરે છે?” કુર્વિદે જવાબ આપ્યો કે “આ દુષ્ટ મકોડા મારા પુત્રને ડંખે છે, માટે સર્વ મકોડાનો ઉચ્છેદ કરવા માટે તેના બિલમાં હું અગ્નિ મૂકું છું.” આ પ્રમાણે તે કુવિંદની વાણીથી તેને ઉદ્યમી જાણીને ચંદ્રગુપ્ત પાસે તેને પુરના અધ્યક્ષની જગ્યા અપાવી; એટલે મૌર્ય વંશનું સામ્રાજ્ય કંટક (શત્રુ) રહિત થયું. એકદા “ચંદ્રગુપ્ત પાસે ઘન નથી” એમ જાણીને ચાણાક્ય પુરના લોકોની સાથે મદ્યપાનની ગોષ્ઠી કરી. મદિરાના આવેશથી પુરના લોકો ઉન્મત્ત થઈને નાચ કરવા લાગ્યા અને પડવા લાગ્યા. તે વખતે અવસરને જાણનાર ચાણાક્ય પણ ગાંડો બનીને બોલ્યો કે “મારે ઘાતુનાં રંગેલાં બે વસ્ત્રો છે, ત્રિદંડ છે, અને સુવર્ણની કુંડી છે, તેમજ રાજા મારે આધીન છે; માટે મારા નામની ઝાઝ પખાજ વગાડો.” તે સાંભળીને ઝાઝ વગાડનારાઓએ ચાણાક્ય મંત્રીના નામની ઝાઝ વગાડી. તે સાંભળીને એક ગૃહસ્થ પુરુષે મદિરાના ઉન્મત્તપણાથી હાથ ઊંચો કરીને કોઈને પણ નહીં કહેલી એવી પોતાની લક્ષ્મીનું વર્ણન કરતાં કહ્યું કે “અરે! એક હજાર યોજન સુધી કોઈ શેઠ ચાલે તેને પગલે પગલે લાખ લાખ દ્રવ્ય આપું, તેટલા ઘનનો હું સ્વામી છું, માટે મારા નામનું ઢોલકું વગાડો.” તે સાંભળીને “હું પહેલો બોલું” “હું પહેલો બોલું” એવી ચડસાચડસીથી બીજો બોલ્યો કે “એક આઢક તલને વાવીએ, અને તે સારી રીતે પાળીને તેમાંથી જેટલા તલ નીપજે તેટલા લક્ષ દીનાર મારા ઘરમાં છે, તેથી મારા નામનું ઢોલકું વગાડો.” ત્રીજો બોલ્યો કે “વર્ષાઋતુની પહેલી વૃષ્ટિથી ગિરિની નદીમાં જેટલું પૂર આવે, તે પૂરને એક દિવસના માખણથી પાળ બાંઘીને હું રોકી શકું તેટલું માખણ દરરોજ મારે ત્યાં થાય છે, માટે મારા નામનું ઢોલકું વગાડો.” ચોથો બોલ્યો કે “મારે ઘેર એટલા બધા અશ્વો છે કે એક દિવસે જ ઉત્પન્ન થયેલા વછેરાની કેશવાળીથી આખું નગર વીંટાઈ જાય; માટે મારા નામનું ઢોલકું વગાડો.” Page #196 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૩૪૧] ઔત્પાતિકી બુદ્ધિ ૧૮૭ પાંચમો બોલ્યો કે “મારા ઘરમાં એક શાલિ (ડાંગર) નો દાણો એવો છે કે તે જુદી જુદી જાતની શાલિના બીજોને ઉત્પન્ન કરે છે, અને બીજો શાલિનો દાણો એવો છે કે તેને વારંવાર લણીએ છતાં વારંવાર ઊગ્યા જ કરે છે. આ બે રત્નો મારે ઘેર છે; માટે મારા નામનું ઢોલકું વગાડો.” આ પ્રમાણે મદ્યના આવેશથી સર્વ જનોએ પોતપોતાની સમૃદ્ધિ પ્રગટ કરી. કહ્યું છે કે कुविअस्स आउरस्स य, वस्सणपत्तस्स रागरत्तस्स । मत्तस्स मरंतस्स य, सप्भावा पायडा हुंति ॥१॥ ભાવાર્થ-“કોપમાં આવેલો, મહા વ્યાધિવાળો (આતુર), દુઃખમાં પડેલો, રાગમાં આસક્ત થયેલો, ઉન્મત્ત થયેલો અને મરવા તૈયાર થયેલો આટલા માણસો પોતાની સત્ય વાત પ્રગટ કરે છે.” પછી ચાણાક્ય મંત્રીએ સર્વ સ્વસ્થ થયા ત્યારે તેમની પાસેથી યોગ્યતા પ્રમાણે થોડું થોડું ઘન લીધું. ત્યાર પછી ફરીથી લોકોનું ઘન લેવા માટે તેણે દિવ્ય પાસા બનાવ્યા. પછી સોનામહોરોનો થાળ ભરીને તે ચૌટામાં લઈ જઈ માણસો પ્રત્યે બોલ્યો કે “જે માણસ મને ઘુતમાં જીતે તેને આ સર્વ મહોરો આપી દઉં, અને જો હું જતું તો માત્ર એક જ સોનામહોર લઉં.” તે સાંભળીને લોભને આધીન થયેલા લોકો તેની સાથે રમવા લાગ્યા, પરંતુ દ્યુતક્રીડામાં હોશિયાર એવો કોઈ પણ માણસ તે મંત્રીને જીતી શક્યો નહીં. સંપત્તિના પાશરૂપ અને પોતાની ઇચ્છાનુસાર પડનારા પાસાના પ્રભાવથી લોકોને જીતીને ચાણાક્ય મંત્રીએ ચંદ્રગુપ્તનો ભંડાર સુવર્ણથી ભરી દીઘો. “કદાચ દિવ્ય પ્રભાવ વગેરે બળથી કોઈ માણસ આ ચાણાક્ય જેવા મંત્રીને પણ જીતી શકે, પરંતુ જે માણસ પ્રમાદથી મનુષ્યજન્મને હારી જાય તે ફરીથી મનુષ્યભવને પામી શકતો નથી.” વ્યાખ્યાન ૩૪૧ ઔત્પાતિકી બુદ્ધિ औत्पत्तिक्यादिबुद्धिज्ञो, रोहको जतनासु यत् । महामान्योऽभूत्तथा धार्यो, धर्मवद्भिर्गुणोत्तरः॥१॥ ભાવાર્થ-“ઔત્પાતિકી વગેરે બુદ્ધિને જાણનાર રોહક જેમ લોકોમાં અતિ માન્ય થયો તેમ ઘર્મી માણસોએ તે શ્રેષ્ઠ ગુણને ધારણ કરવો.” રોહકની કથા અવન્તિનગરીની પાસે નટ નામના ગામમાં ભરત નામે એક નટ રહેતો હતો. તેની પહેલી સ્ત્રી મરણ પામી હતી, પણ તે સ્ત્રીથી ઉત્પન્ન થયેલો ઔત્પાતિકી બુદ્ધિવાળો તેને રોહક નામે એક પુત્ર હતો. ભરત બીજી સ્ત્રી સાથે પરણ્યો હતો. તે સ્ત્રી રોહકને ખાવા પીવાનું બરાબર આપતી નહીં; તેથી એક વખત રોહકે તેને કહ્યું કે “હે મા! તું મને સારી રીતે રાખતી નથી, તેનું ફળ હું તને બતાવીશ.” ત્યારે તે બોલી કે “હે શોક્યના પુત્ર! તું મને શું કરવાનો હતો?” તે બોલ્યો કે “હું એવું કરીશ કે જેથી તું મારા પગમાં પડીશ.” આમ કહ્યા છતાં પણ તે રોહકને ગણકારતી નહીં. એક દિવસ રાત્રે રોહકે એકદમ ઊઠીને તેના પિતાને કહ્યું કે “રે રે પિતા! આ કોઈ પુરુષ આપણા Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ શ્રી ઉપદેશપ્રાસાંદ ભાષાંતર-ભાગ ૫ [સ્તંભ ૨૩ ઘરમાંથી નીકળીને નાસી જાય છે, જુઓ!'' તે સાંભળીને ભરતે શંકા લાવીને વિચાર્યું કે ‘‘જરૂર મારી સ્ત્રી કુલટા છે.’' એમ વહેમ લાવીને તે તેના પર પ્રીતિરહિત થયો. તેની સાથે બોલવું પણ બંધ કર્યું; તેથી તે સ્ત્રીએ ‘આ રોહકનું કામ છે’ એમ જાણીને પુત્રને કહ્યું કે “હે પુત્ર! આ તેં શું કર્યું કે જેથી તારા પિતા એકદમ મારાથી પરાભુખ થયા? હે પુત્ર! મારો અપરાધ ક્ષમા કર.' રોહક બોલ્યો કે ‘ત્યારે ઠીક છે, હવે તું ખેદ કરીશ નહીં, હું પાછું ઠેકાણે લાવીશ.’ પછી તે સ્રી રોહકની મરજી બરાબર સાચવવા લાગી. પછી એક દિવસ રાત્રે તેના પિતા ચાંદનીમાં બેઠા હતા, તે વખતે તેની શંકા દૂર કરવા માટે રોહકે બાળચેષ્ટાથી પોતાના શરીરની છાયાને આંગળીથી બતાવીને પિતાને કહ્યું કે ‘“હે પિતા! આ કોઈ માણસ જાય છે, જુઓ!'' તે સાંભળીને ભરતે હાથમાં ખડ્ગ લઈને પૂછ્યું કે ‘“અરે, ક્યાં જાય છે? બતાવ.’’ ત્યારે રોહકે આંગળી વડે પોતાની છાયા બતાવીને કહ્યું કે “આ રહ્યો, મેં તેને રોકી રાખ્યો છે.’' તે જોઈને ભરતે વિચાર્યું કે ‘ખરેખર, પહેલાં પણ આવો જ માણસ તેણે દીઠો હશે; તેથી મેં મારી સુશીલ પ્રિયા પર શંકા કરી તે ઠીક કર્યું નહીં.'' એમ નિશ્ચય કરીને તે પાછો પોતાની સ્ત્રી પર પ્રેમી થયો, પણ રોહકે વિચાર્યું કે “મેં મારી અપર માનું અપ્રિય કર્યું છે, તેથી કોઈક વખત તે મને વિષ વગેરેથી મારી નાંખશે, માટે તેનાથી ચેતતા રહેવું.’’ એમ વિચારીને તે હમેશાં પોતાના પિતાની સાથે જ જમવા લાગ્યો. એકદા રોહક તેના પિતાની સાથે અવંતિનગરીએ ગયો, તે નગરીની શોભા જોઈને તે વિસ્મય પામ્યો. પછી પિતાની સાથે ઘેર જવા તે નગરી બહાર નીકળ્યો. બહાર આવતાં કાંઈ ચીજ ભૂલી જવાથી રોહકને ત્યાં ક્ષિપ્રાનદીને કાંઠે મૂકીને ભરત પાછો નગરીમાં ગયો. રોહકે નદીની વાલુકામાં બેઠા બેઠા કિલ્લા સહિત આખી અવંતિનગરી આલેખી. તેવામાં અશ્વ ઉપર ચઢીને તે જ નગરીનો રાજા ત્યાં આવ્યો. તે રોહકે ચીતરેલી નગરીની વચ્ચે થઈને ચાલવા લાગ્યો, એટલે રોહકે તેને કહ્યું કે ‘‘હે રાજપુત્ર! આ માર્ગે ન ચાલો.’’ રાજાએ તેનું કારણ પૂછ્યું. ત્યારે તે બોલ્યો કે “અરે! આ રાજદરબારને તમે જોતા નથી?’” રાજાએ નીચે ઊતરીને આખી નગરી યથાર્થ ચીતરેલી જોઈને પૂછ્યું કે ‘‘રે બાળક! પહેલાં તેં આ નગરી જોઈ હતી, કે આજે જ પ્રથમ જોઈ?’’ તે બોલ્યો કે “ના મેં કોઈ વખત જોઈ નથી, માત્ર આજે જ નટગામથી અહીં આવ્યો છું.” તે સાંભળીને રાજાએ આશ્ચર્ય પામીને વિચાર્યું કે ‘“અહો! આ બાળકની બુદ્ધિ કેવી તીવ્ર છે?”' પછી રાજાએ તેનું નામ પૂછ્યું ત્યારે તે બોલ્યો કે “મારું નામ રોહક છે.’’ તેવામાં રોહકનો પિતા ગામમાંથી આવ્યો, એટલે તેની સાથે રોહક પોતાને ગામ ગયો. અહીં રાજાએ વિચાર્યું કે “મારે ચારસો ને નવાણું મંત્રીઓ છે; પરંતુ તે સર્વની બુદ્ધિ એક જ મંત્રીમાં હોય એવો એક મંત્રી જોઈએ, જેથી રાજ્યનું તેજ વૃદ્ધિ પામે.'' એમ વિચારીને રોહકની પરીક્ષા કરવા માટે રાજાએ નટગામના મુખ્ય માણસોને ઉદ્દેશીને હુકમ કર્યો કે “તમારા ગામની બહાર એક મોટી શિલા છે, તે શિલાને ઉપાડ્યા વિના જ રાજાને બેસવા યોગ્ય એક મંડપ કરી તેનું ઢાંકણ તે શિલાનું કરો.'' આ પ્રમાણે રાજાની આજ્ઞા સાંભળીને સર્વ લોકો અનેક પ્રકારની ચિંતા કરવા લાગ્યા. વિચાર કરતાં મધ્યાહ્ન સમય થયો; તેવામાં રોકે આવીને તેના પિતાને કહ્યું કે ‘“હે પિતા! મને બહુ ભૂખ લાગી છે, તેથી ભોજન કરવા માટે ઘેર ચાલો.'' ભરત બોલ્યો કે ‘“હે વત્સ! તું તો નિશ્ચિંત છે, ગામના કષ્ટને તું કાંઈ જાણતો નથી.’’ રોહક બોલ્યો કે “શું કષ્ટ છે?’’ ત્યારે www.jainelibrary.erg Page #198 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૩૪૧] ઔત્પાતિકી બુદ્ધિ ૧૮૯ ભરતે રાજાની આજ્ઞા કહી દેખાડી. તે સાંભળીને રોહક બોલ્યો કે ‘ચિંતા ન કરો, તમે રાજાને યોગ્ય મંડપ કરવા માટે તે શિલાની નીચે ખોદો. પછી જ્યાં જ્યાં ઘટે ત્યાં ત્યાં તેની નીચે થાંભલાઓ ગોઠવો, અને તે શિલાને ઉપાડ્યા વિના જ ભોંયરાની જેમ ફરતી ભીંત વગેરે કરો.'' તે સાંભળીને સર્વ લોકો હર્ષ પામી જમવા ઊઠ્યા. પછી ભોજન કરીને રોહકના કહેવા પ્રમાણે મંડપ તૈયાર કર્યો. રાજા પણ તે મંડપને જોઈને પ્રસન્ન થયો. પછી તેણે ગામના લોકોને પૂછ્યું કે ‘‘આ કોની બુદ્ધિથી મંડપ કર્યો?’' લોકો બોલ્યા કે ‘‘ભરતના પુત્ર રોહકની બુદ્ધિથી.’’ એકદા રાજાએ તે ગામમાં એક મેંઢો મોકલીને હુકમ કર્યો કે ‘આ મેંઢો અત્યારે જેટલો તોલમાં છે તેટલો જ પંદર દિવસે પાછો આપવો. તોલમાં જરા પણ ન્યૂનાધિક થવો ન જોઈએ.'' એ પ્રમાણે રાજાનો નિર્દેશ સાંભળીને સર્વે જનો ગામ બહાર સભા કરી એકઠા થયા. પછી રોહકને બોલાવીને રાજાનો હુકમ કહી બતાવ્યો. ત્યારે રોહક બોલ્યો કે ‘એક વરૂ પકડી લાવીને તેની પાસે આ મેંઢાને બાંધવો, અને તેને સારો ખોરાક આપી પુષ્ટ કરવો.’’ તે સાંભળીને લોકોએ તે પ્રમાણે કર્યું. પંદર દિવસે તે મેંઢો રાજાને પાછો સોંપ્યો. રાજાએ તેને તોડ્યો તો તેટલો જ તોલમાં થયો. પછી રાજાએ એક કૂકડો મોકલ્યો અને કહેવરાવ્યું કે “બીજા કૂકડા વિના આ કૂકડાને યુદ્ધ કરાવવું.” તે સાંભળીને લોકોએ રોહકના કહેવાથી તે કૂકડાની સામે એક આરીસો મૂક્યો. તેમાં તે કૂકડાએ પોતાનું પ્રતિબિંબ જોઈને તે બીજો કૂકડો છે એમ જાણી તે પ્રતિબિંબ સાથે અહંકારથી યુદ્ધ કરવા માંડ્યું. તે વાત રાજાને ચરપુરુષોએ કહી. તે સાંભળી રાજા ખુશી થયો. પછી રાજાએ આજ્ઞા કરી કે “નદીની રેતીનાં દોરડાં વણીને અહીં મોકલાવો.' ત્યારે રોહકના કહેવાથી લોકોએ પ્રત્યુત્તર કહેવરાવ્યો કે “હે રાજા! તમારા ભંડારમાં રેતીનાં જૂનાં દોરડાં પડ્યાં હશે, તેમાંથી એક દોરડું નમૂના માટે મોકલો કે જેથી તેને અનુસારે અમે દોરડાં વણીને મોકલીએ.'’ તે સાંભળીને રાજા મૌન થઈ ગયો. એકદા રાજાએ મરવાની તૈયારીવાળો, રોગી અને વૃદ્ધ હાથી નટ ગામમાં મોકલાવીને કહેવરાવ્યું કે ‘‘આ હાથી મરી ગયો એમ કહ્યા વિના હમેશાં તેના ખબર મને મોકલવા.'' અહીં તો તે જ રાત્રે હાથી મૃત્યુ પામ્યો. પ્રાતઃકાળે રાજાને કેવી રીતે ખબર આપવા તેનો વિચાર ન સૂઝવાથી લોકોએ રોહકને પૂછ્યું; એટલે તેના કહેવા પ્રમાણે ગામના અધિપતિએ રાજા પાસે જઈ નિવેદન કર્યું કે ‘‘હે દેવ! આજે હાથી બેસતો નથી, ઊઠતો નથી, આહાર કે નિહાર કરતો નથી, અને બીજી કાંઈ પણ ચેષ્ટા કરતો નથી.” રાજાએ પૂછ્યું કે “અરે, શું હાથી મરી ગયો?’’ તેણે કહ્યું કે ‘“હે રાજા! આપ એવું બોલો છો, અમે એમ બોલતા નથી.’’ તે સાંભળીને રાજા મૌન થયો. પછી ફરીથી રાજાએ નટગામમાં હુકમ મોકલ્યો કે “તમારા ગામના કૂવાનું પાણી ઘણું સારું છે, માટે તે કૂવો અહીં જલદીથી મોકલો.' ત્યારે લોકોએ રોહકની બુદ્ધિથી રાજાને વિજ્ઞપ્તિ કરી કે ‘‘હે દેવ! ગામડીઓ કૂવો સ્વભાવથી જ બીકણ હોય છે, માટે નગરનો માર્ગ બતાવનાર એક અહીંનો કૂવો ત્યાં મોકલો, કે જેથી તે કૂવાની સાથે અમારો ગામડીઓ કૂવો આવી શકે.'' તે સાંભળીને રાજા મૌન રહ્યો. અન્યદા રાજાએ આદેશ કર્યો કે “અગ્નિના સંબંધ વિના ખીર રાંધીને મોકલો.’’ ત્યારે લોકોના પૂછવાથી રોકે તેમને કહ્યું કે ‘ચોખાને ઘણા જળમાં પલાળીને સૂર્યનાં કિરણથી તપાવી કરીષ અને પલાલ વગેરે ઘાસની બાફમાં તે ચોખા ને દૂધથી ભરેલી તપેલી મૂકો; જેથી ખીર થઈ જશે.'' લોકોએ તે પ્રમાણે કરીને ખીર રાજાને મોકલાવી. Page #199 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૫ [સ્તંભ ૨૩ તે જોઈને રાજા અતિ વિસ્મય પામ્યો. પછી રોહકની બુદ્ધિનું અતિશયપણું જાણીને તેને પોતાની પાસે આવવાની આજ્ઞા કરવા સાથે કહેવરાવ્યું કે “શુક્લ પક્ષમાં કે કૃષ્ણ પક્ષમાં આવવું નહીં, રાત્રે અથવા દિવસે આવવું નહીં, છાયામાં અથવા તડકે આવવું નહીં, અધર રહીને અથવા પગે ચાલીને આવવું નહીં, માર્ગે કે ઉન્માર્ગે આવવું નહીં, અને સ્નાન કરીને અથવા સ્નાન કર્યા વિના આવવું નહીં.’’ આ પ્રમાણેનો હુકમ સાંભળીને રોહકે કંઠ સુધી સ્નાન કર્યું, અને ગાડાના પૈડાંના બે ચીલાના મધ્ય ભાગને રસ્તે, નાના ધેટા ઉપર બેસીને માથે ચાલણીનું છત્ર ધારણ કરીને, સંધ્યા સમયે અમાવાસ્યા ઉપરાંત પડવાને દિવસે તે રાજાની પાસે ગયો. ત્યાં ખાલી હાથે રાજાનું, દેવનું અને ગુરુનું દર્શન કરવું નહીં.'' એવી લોકશ્રુતિ જાણીને માટીનો એક પિંડ હાથમાં રાખીને પ્રણામ કરી તે પિંડ રાજાની પાસે ભેટ તરીકે થર્યો. રાજાએ પૂછ્યું કે “હે રોહક! આ તું શું લાવ્યો?'' તેણે જવાબ આપ્યો કે “હે દેવ! તમે પૃથ્વીના પતિ છો, તેથી હું પૃથ્વી લાવ્યો છું.’ તે સાંભળીને રાજા પ્રસન્ન થયો. તે રાત્રે રાજાએ રોહકને પોતાની પાસે સુવાડ્યો. રાત્રિનો પહેલો પ્રહર ગયો ત્યારે રાજાએ તેને બોલાવ્યો કે “અરે રોહક! તું જાગે છે કે ઊંઘે છે?’ તે બોલ્યો કે “દેવ! જાગું છું.” રાજાએ પૂછ્યું કે ‘‘શું વિચાર કરે છે?’’ રોહક બોલ્યો કે ‘‘દેવ! હું એવો વિચાર કરતો હતો કે—પીપળાના પાંદડાનું ડીંટ મોટું કે તેની શિખા મોટી?”’ તે સાંભળીને રાજાને પણ સંશય થયો. તેથી તેણે કહ્યું કે “તેં ઠીક વિચાર કર્યો, પણ તેનો નિર્ણય શો કર્યો?’’ તે બોલ્યો કે ‘‘જ્યાં સુધી શિખાનો અગ્ર ભાગ સુકાઈ ન જાય ત્યાં સુધી બન્ને સરખાં હોય છે.’’ પછી બીજો પ્રહર પૂર્ણ થતાં રાજાએ પૂછ્યું કે “અરે! જાગે છે કે ઊંઘે છે?”” રોહક બોલ્યો કે “દેવ! જાગું છું.’” રાજાએ પૂછ્યું કે “શું વિચાર કરે છે?” ત્યારે તે બોલ્યો કે હે દેવ! બકરીના પેટમાંથી જાણે સરાણે ઉતારેલી હોય તેવી તેની લીંડીઓ બરાબર ગોળ થઈને બહાર નીકળે છે, તેનું શું કારણ?’’ રાજાએ રોહકને જ તેનું કારણ પૂછ્યું, ત્યારે તે બોલ્યો કે ‘બકરીના ઉદરમાં સંવર્તક નામનો વાયુ રહે છે, તેના પ્રભાવથી લીંડીઓ એવી ગોળ થાય છે.” પછી રોહક સૂઈ ગયો. ,, રાજાએ ત્રીજા પ્રહરે રોહકને બોલાવ્યો કે ‘અરે જાગે છે કે ઊંઘે છે?’’ તે બોલ્યો કે ‘‘જાગું છું.’’ રાજાએ પૂછ્યું કે ‘“શું વિચાર કરે છે?’’ તે બોલ્યો કે “હે દેવ! ખિસકોલીનું જેટલું મોટું પૂંછડું છે તેટલું જ તેનું શરીર પણ હશે કે કાંઈ ન્યૂનાધિક હશે?'' રાજાએ તેનો નિર્ણય તેને જ પૂછ્યો, ત્યારે તે બોલ્યો કે ‘‘હે દેવ! બન્ને સરખાં હોય છે.’’ પછી રોહક સૂઈ ગયો. રાજા પ્રાતઃકાળે જાગ્યો, ત્યારે રોહકને બોલાવ્યો, પણ નિદ્રાવશ હોવાથી તેણે જવાબ આપ્યો નહીં. ત્યારે રાજાએ ક્રીડાથી રોહકને જરાક સોટી લગાડી, એટલે રોહક જાગી ગયો. રાજાએ પૂછ્યું કે “અરે! કેમ ઊંધે છે કે?’’ તે બોલ્યો કે ‘‘દેવ જાગું છું.’’ રાજાએ કહ્યું કે ‘‘ત્યારે કેમ ઘણી વારે બોલ્યો?’' રોહકે જવાબ આપ્યો કે ‘‘હે દેવ! હું વિચાર કરતો હતો કે રાજા કેટલા પુરુષથી ઉત્પન્ન થયો હશે? (રાજાને કેટલા બાપ હશે?)’’ તે સાંભળીને રાજા લક્ક્ષ પામીને જરા વાર મૌન રહ્યો. પછી થોડી વારે પૂછ્યું કે “અરે, બોલ! હું કેટલા પુરુષથી ઉત્પન્ન થયો છું?’’ રોહક બોલ્યો કે “પાંચ પુરુષથી.'' ફરીથી રાજાએ પૂછ્યું કે ‘‘કયા કયા પાંચથી?’’ તે બોલ્યો કે ‘‘એક તો કુબેર ભંડારીથી, કેમકે કુબેર ભંડારીના જેવી તમારામાં દાનશક્તિ છે. બીજા ચંડાળથી, કેમકે શત્રુના સમૂહ પ્રત્યે તમે ચંડાળના જેવો કોપ કરો છો. ત્રીજા ઘોબીથી, કેમકે જેમ ઘોબી વસ્ત્ર નીચોવીને પાણી કાઢી નાંખે છે તેમ તમે પણ ૧૯૦ www.jainelibrary.erg Page #200 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૩૪૨] બે પ્રકારના આયુષ્ય ૧૯૧ માણસોને નીચોવીને તેનું ધન લઈ લો છો. ચોથા વીંછીથી, કેમકે તમે ભરનિદ્રામાં સૂતેલા બાળકને પણ નિર્દય વીંછીની જેમ સોટી મારીને પીડા ઉપજાવો છો, અને પાંચમા તમારા પિતાથી તમે ઉત્પન્ન થયા છો, કે જેણે રાજ્યમાં અને ન્યાયમાં તમને સ્થાપન કર્યા છે.’’ તે સાંભળીને રાજા બહુ આશ્ચર્ય પામ્યો. પછી રાજાએ પોતાની મા પાસે એકાંતમાં જઈને નમન કરી પૂછ્યું કે ‘હે માતા ! કહો, હું કેટલા પુરુષથી ઉત્પન્ન થયો છું?'' માતાએ કહ્યું કે “હે વત્સ! એ તું શું પૂછે છે? તારા પિતાથી જ તું ઉત્પન્ન થયો છે.’' ત્યારે રાજાએ રોહકે કહેલી વાત કરીને કહ્યું કે ‘“હે માતા ! તે રોહક પ્રાયે ખોટી બુદ્ધિવાળો નથી, માટે સત્ય કહો.” એમ બહુ આગ્રહથી રાજાએ પૂછ્યું, ત્યારે તેની માતાએ કહ્યું કે “હે વત્સ! જ્યારે તું ગર્ભમાં હતો ત્યારે એક દિવસ હું ગામ બહાર ઉદ્યાનમાં કુબેરદેવની પૂજા કરવા ગઈ હતી. તે પ્રતિમાનું અત્યંત સ્વરૂપ જોઈને મેં તેનો હાથ વડે સ્પર્શ કર્યો, તેથી મને કામ વ્યાસ થવાથી ભોગની ઇચ્છા થઈ હતી. ત્યાંથી પાછા આવતાં માર્ગમાં એક સ્વરૂપવાન ચંડાળને જોઈને તેની સાથે ભોગની ઇચ્છા થઈ હતી. આગળ ચાલતાં એક રૂપવંત ઘોબીને જોઈને પણ તેવી જ ઇચ્છા થઈ હતી. પછી ઘેર આવી ત્યારે ઉત્સવ હોવાથી ખાવાને માટે લોટનો વીંછી કર્યો હતો, મેં તેને હાથમાં લીધો. તેના સ્પર્શથી કામોદ્દીપન થવાને લીધે તેની સાથે પણ ભોગની ઇચ્છા થઈ હતી. એ પ્રમાણે ઇચ્છા માત્રથી તારે બીજા ચાર પિતા થયા હતા, બાકી પરમાર્થથી તો એક તારો પિતા જ સત્ય પિતા છે.'' તે સાંભળીને રાજા માતાને નમન કરીને રોહકની બુદ્ધિથી વિસ્મય પામ્યો, અને તેને સર્વ મંત્રીઓમાં પ્રથમ પદ આપ્યું. આ કથાનો ઉપનય એવો છે કે ‘પૂર્વે પોતે નહીં જોયેલું, નહીં સાંભળેલું અને મનમાં પણ નહીં ચિંતવેલું ગૂઢ કાર્ય પણ બુદ્ધિના પ્રભાવથી જાણી સમજી શકાય છે. તેવી રીતે જ ધર્મકાર્યમાં પણ સૂક્ષ્મ અર્થને ગ્રહણ કરવામાં બુદ્ધિનો ઉપયોગ કરવો; જેથી આ લોકમાં ને પરલોકમાં અત્યંત હિતકારી થાય.’’ વ્યાખ્યાન ૩૪૨ બે પ્રકારના આયુષ્ય " वर्तमानभवायुष्कं द्विविधं तच्च कीर्तितम् । સોપમ મવેવાઘ, દ્વિતીય નિરુપમમ્ ॥શી ભાવાર્થ—“વર્તમાન ભવનું આયુષ્ય બે પ્રકારનું કહેલું છે, તેમાં પહેલું સોપક્રમ અને બીજું બે નિરુપક્રમ.’ ઘણા કાળ સુધી ભોગવવા લાયક આયુષ્ય પણ આગળ કહેવામાં આવશે એવા અધ્યવસાનાદિક ઉપક્રમોથી થોડા કાળમાં ભોગવી લેવાય તે સોપક્રમ આયુષ્ય કહેવાય છે. જેમ લાંબી કરેલી દોરીને એક છેડે અગ્નિ સળગાવ્યો હોય તો તે દોરી અનુક્રમે લાંબી મુદતે બળી રહે છે, અને તે જ દોરીને એકઠી કરીને તેમાં અગ્નિ મૂક્યો હોય તો તે એકદમ જલદીથી બળી જાય છે; તેવી જ રીતે સોપક્રમ આયુષ્ય થોડા કાળમાં પૂરું થઈ જાય છે, અને જે આયુષ્ય તેના બંધ સમયે ગાઢ નિકાચિત બાંધ્યું હોય તે અનુક્રમે જ ભોગવાય છે. સેંકડો ઉપક્રમથી પણ તે ક્ષીણ થઈ શકતું નથી. તેવું આયુષ્ય નિરુપક્રમ કહેવાય છે. Page #201 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૫ [સ્તંભ ૨૩ હવે ઉપક્રમ કહે છે—પોતાના જ મનમાં ઉત્પન્ન થયેલા અધ્યવસાયાદિક અને બીજાએ ઉત્પન્ન કરેલા વિષ તથા શસ્ત્રાદિકથી જે પોતાના જીવિતનો અંત આવે તે સર્વ ઉપક્રમ કહેવાય છે. પૂર્વસૂરિઓએ તે ઉપક્રમના અધ્યવસાય વગેરે સાત ભેદો કહેલા છે, તે આ પ્રમાણે— अज्झवसाण निमित्ते, आहारे वेयणा पराधाए । फासे आणापाणू, सत्तविहं झिज्झए आउ ॥ १ ॥ ભાવાર્થ‘અધ્યવસાન, નિમિત્ત, આહાર, વેદના, પરાઘાત, સ્પર્શ અને શ્વાસોશ્વાસ એ સાત પ્રકારે આયુષ્યનો ક્ષય થાય છે.’’ વિશેષાર્થ (૧) અધ્યવસાનના ત્રણ પ્રકાર છે–રાગ, ભય અને સ્નેહ. તેમાં રાગનો અધ્યવસાન પણ મરણનો હેતુ થાય છે. જેમ કોઈ એક અતિ રૂપવાન યુવાન મુસાફર અરણ્યમાં તૃષાતુર થવાથી પ્રપા (પાણીની પરબ) ને સ્થાને ગયો. ત્યાં પાણી પાનારી સ્ત્રીએ જળ લાવીને તેને પાયું. પછી મુસાફર પેલી સ્ત્રીએ ના કહ્યા છતાં પણ ત્યાંથી ચાલતો થયો. તે સ્ત્રી તેની સામું જ જોઈ રહી, અને જ્યારે તે મુસાફર અદૃશ્ય થયો, ત્યારે તે સ્ત્રી તેની ઉપરના ઉત્કટ રાગના અધ્યવસાયથી તરત જ મૃત્યુ પામી. ૧૯૨ ભયના અધ્યવસાયથી કૃષ્ણ વાસુદેવને જોઈને સોમિલ બ્રાહ્મણ હૃદયસ્ફોટ થવા વડે મરી ગયો; તેમજ મૃગાવતીનો સ્વામી શતાનિક રાજા ચંડપ્રદ્યોત રાજાને સૈન્ય સહિત આવતો સાંભળીને તેના ભયથી મરણ પામ્યો. હવે સ્નેહના અધ્યવસાયથી મરણ પામેલાનું દૃષ્ટાંત કહે છે– ભાનુમંત્રીનું દૃષ્ટાંત–‘‘તુરંગપુરમાં નરવર નામે રાજા હતો. તેને ભાનુ નામે મંત્રી હતો. તે મંત્રીને સરસ્વતી નામની પત્ની હતી. તે દંપતીને પરસ્પર અત્યંત સ્નેહ હતો, તે વાત રાજાના સાંભળવામાં આવવાથી તેની પરીક્ષા કરવાનો રાજાને વિચાર થયો. એકદા રાજા મંત્રી સહિત મૃગયા રમવા માટે વનમાં ગયો, ત્યાં કોઈ પ્રાણીનું રુધિર મંત્રીના વસ્ત્ર તથા અશ્વપર લગાડીને રાજાએ તે અશ્વ ગામમાં તેને ઘેર મોકલી દીધો. પોતાના પ્રિય સ્વામી વિના તેનાં વસ્ત્ર તથા અશ્વને રુધિરવાળાં જોઈને ‘“હાય! હાય! મૃગયા રમવા ગયેલા મારા પતિને કોઈ સિંહાદિકે મારી નાંખ્યા’ એમ ધારીને સરસ્વતી જાણે વજ્રથી હણાયેલી હોય તેમ ભૂમિ પર પડીને મરણ પામી. તે વાત જાણીને રાજાને અત્યંત ખેદ થયો. પછી તે ભાનુમંત્રી પ્રિયાવિયોગના દુઃખથી યોગી થઈને ગંગા કિનારે ગયો. તે સરસ્વતી મૃત્યુ પામીને ગંગાનદીને કિનારે આવેલા મહારથપુરના રાજાની પુત્રી થઈ. ભાનુમંત્રી બાર વર્ષ વ્યતીત થયા પછી ભિક્ષાને માટે અટન કરતો તે રાજમંદિરે ગયો. ત્યાં તે કન્યા તેને જોઈને ભિક્ષા લઈ તેને આપવા આવી પણ તે મંત્રીના દર્શનથી જાણે ચિત્રમાં આલેખેલી હોય તેમ સ્તબ્ધ થઈ ગઈ. તેના હાથમાં રહેલું અન્ન કાગડા લઈ ગયા, પણ તે યોગીને આપી શકી નહીં. યોગી તો કાંઈક જોઈ વિચારીને અન્યત્ર ચાલ્યો ગાયે. પછી તે કન્યાએ પોતાની બે સખીઓ સાથે સંકેત કર્યો કે “આ ભવમાં તો એ યોગી જ મારા પતિ છે, બીજા કોઈને હું ઇચ્છતી નથી.’’ તે વૃત્તાંત રાજાના જાણવામાં આવવાથી તેણે સર્વ યોગીઓને એકઠા કર્યા, તેમાંથી તે કન્યાએ તે મંત્રીયોગીને ઓળખી કાઢ્યો. પછી તે કન્યાને જાતિસ્મરણ થવાથી તેણે પોતાના પૂર્વ ભવની વાત કહી બતાવી. તે સાંભળીને રાજાના કહેવાથી યોગીએ તે કન્યાનો સ્વીકાર કર્યો; તે વખતે અવસરને જાણનાર પંડિતો બોલ્યા કે www.jainelibrary.erg Page #202 -------------------------------------------------------------------------- ________________ ૧૯૩ વ્યાખ્યાન ૩૪૨] બે પ્રકારના આયુષ્ય भानुश्च मंत्री दयिता सरस्वती, मृत्युं गता सा नृपकैतवेन । गंगागतस्तां पुनरेव लेभे, जीवन्नरो भद्रशतानि पश्यति ॥१॥ ભાવાર્થ-“ભાનુમંત્રીને સરસ્વતી નામે સ્ત્રી હતી. તે રાજાના કપટથી મૃત્યુ પામી હતી. તે સ્ત્રીને ગંગાકિનારે ગયેલો મંત્રી ફરીથી પણ પામ્યો, માટે જીવતો માણસ સેંકડો કલ્યાણો જુએ છે.” આ દ્રષ્ટાંત સ્ત્રીને આશ્રયીને કહ્યું. હવે પુરુષને આશ્રયીને બીજું દ્રષ્ટાંત આ પ્રમાણે છે-“કોઈ વણિકને રૂપવતી યુવતી હતી. તે બન્નેને પરસ્પર ગાઢ સ્નેહ હતો. એકદા વ્યાપારને માટે પરદેશ જવાની ઇચ્છાથી તેણે સ્ત્રીની રજા માગી. તે સાંભળીને જ તે સ્ત્રી મૂછ પામી. તેને શીત ઉપચાર વડે સજ કરી. ત્યારે તેણે પતિને કહ્યું કે જો તમારે અવશ્ય પરદેશ જવું જ હોય તો તમારી એક પ્રતિમા કરીને મને આપો, જેથી તેને આઘારે હું દિવસો નિર્ગમન કરું.” તે સાંભળીને તે શ્રેષ્ઠી પોતાની મૂર્તિ કરીને પ્રિયાને આપી દેશાંતર ગયો. તે સ્ત્રી તે પ્રતિમાનું નિરંતર દેવથી પણ અધિક આરાઘન કરવા લાગી. એકદા તે ગામમાં ચોતરફ અગ્નિનો ઉપદ્રવ થયો, તે વખતે તે સ્ત્રી પોતાના પતિની પ્રતિમા હાથમાં રાખીને સ્થિર બેસી રહી. પોતાનું શરીર બળીને ભસ્મ થઈ ગયું, તો પણ તેણે હાથમાંથી પ્રતિમા મૂકી નહીં. કેટલાક દિવસો પછી તે વણિક પરદેશથી ઘેર આવ્યો. તે વખતે પોતાની પ્રિયાને જોઈ નહીં, એટલે તેણે તેની સખીને પૂછ્યું કે *नवसतशसिसमवदनि, हरहाराहारवाहनानयणि । जलसुतरिपुगतिगमणि, सा सुंदरी कत्थ हे सयणि ॥१॥ “હે સખી! સોળ કળાયુક્ત ચંદ્રના જેવા મુખવાળી, મૃગ સરખાં નેત્રવાળી અને હંસ જેવી ગતિવાળી મારી મનોહર પ્રિયા કયાં છે?” સખીએ જવાબ આપ્યો કે “હે સખીના નાથ! સાંભળો, આ નગરમાં ચોતરફથી અગ્નિ લાગ્યો હતો, તે વખતે ભયને લીધે તમારી મૂર્તિને ઝાલીને તે બેસી રહી હતી. તેમાં તેનું શરીર બળીને ભસ્મ થઈ ગયું, એટલે તેના પ્રાણ છૂટ્યા; પણ તમારી મૂર્તિને વળગેલા તેના પાણિ એટલે હાથ છૂટ્યા નહીં.” આ પ્રમાણે સખીની વાણી સાંભળતાં જ તે વણિકના પ્રાણ ચાલ્યા ગયા. અહીં કોઈને શંકા થાય કે રાગ અને સ્નેહમાં શો તફાવત છે? તો તેનો જવાબ એ છે કે રૂપાદિક જોવાથી જે પ્રીતિ ઉત્પન્ન થાય તે રાગ; અને સામાન્ય રીતે સ્ત્રીપુત્રાદિક ઉપર જે પ્રીતિ થાય તે સ્નેહ કહેવાય છે. આ પ્રમાણે ત્રણ પ્રકારના અધ્યવસાયથી આયુષ્યનો ક્ષય થાય છે (૨) બીજું નિમિત્તથી એટલે દંડ, શસ્ત્ર, રઘુ, અગ્નિ, જળમાં પતન, મૂત્ર પુરીષનો રોઘ અને વિષનું ભક્ષણ વગેરે કારણોથી પણ આયુષ્યનો ક્ષય થાય છે. (૩) આહારથી એટલે ઘણું ખાવાથી, થોડું ખાવાથી અથવા બિલકુલ આહાર નહીં મળવાથી આયુષ્યનો ક્ષય થાય છે. સંપ્રતિ રાજાના પૂર્વ ભવનો જીવ દ્રમક કે જે સાધુ થયો હતો તે દીક્ષાને જ દિવસે અતિ આહારથી મૃત્યુ પામ્યો હતો. (૪) વેદનાથી એટલે શૂળ વગેરેથી તથા નેત્રાદિકના વ્યાધિથી આયુષ્યનો ક્ષય થાય છે. * નવ અને સાત એટલે સોળ કળાયુક્ત ચંદ્ર. હર એટલે શિવ, તેનાં હાર સર્પ, તેનો આહાર પવન. તેનું વાહન હરણ, અને જળ એટલે સમુદ્ર તેનો પુત્ર મોતી, તેનો શત્રુ-તેનો આહાર કરનાર હંસ આ પ્રમાણે અર્થ સમજવો. Jain Educat [ભાગ ૫-૧૩ Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૫ [સ્તંભ ૨૩ (૫) પરાઘાતથી એટલે ભીંત, ભેખડ વગેરે પડવાથી અથવા વીજળી વગેરેના પડવાથી આયુષ્યનો ક્ષય થાય છે. ' (૬) સ્પર્શથી એટલે ત્વક્ વિષાદિના સમુદ્ભાવથી તથા સર્પ વગેરેના સ્પર્શથી (દંશથી) આયુષ્યનો ક્ષય થાય છે. બ્રહ્મદત્ત ચક્રીના મૃત્યુ પછી તેના પુત્રે ચક્રીના સ્ત્રીરત્નને કહ્યું કે “મારી સાથે ભોગવિલાસ કર.” ત્યારે સ્ત્રીરને કહ્યું કે “હે વત્સ! મારો સ્પર્શ પણ તું સહન કરી શકીશ નહીં.” તે વાત તેણે સાચી માની નહીં. ત્યારે તે સ્ત્રીરત્ન એક અશ્વને તેના પૃષ્ઠથી કટિ સુધી સ્પર્શ કર્યો, એટલે તરત જ તે અશ્વ સર્વ વીર્યના ક્ષયથી તત્કાળ મૃત્યુ પામ્યો. એ જ પ્રમાણે એક લોઢાના પુરુષને સ્પર્શ કર્યો તો તે પણ લય પામી ગયો (ગળી ગયો). (૭) શ્વાસોશ્વાસથી એટલે દમ વગેરેના વ્યાધિને લીધે ઘણા શ્વાસોશ્વાસ લેવાથી અથવા શ્વાસ રૂંઘાવાથી આયુષ્યનો ક્ષય થાય છે. આ સાત પ્રકારના ઉપક્રમ સોપક્રમી આયુષ્યવાળાને હોય છે. ત્રેસઠ શલાકા પુરુષ વગેરે ઉત્તમ પુરુષો, ચરમ દેહઘારી, અસંખ્યાતા વર્ષના આયુષ્યવાળા (જુગલિયા) મનુષ્ય અને તિર્યંચો, દેવતાઓ તથા નારકી જીવો નિરુપક્રમ આયુષ્યવાળા હોય છે. તે સિવાય બીજા સર્વ જીવો સાપક્રમ અને નિરુપક્રમ એવા બન્ને પ્રકારના આયુષ્યવાળા હોય છે. અહીં કોઈને શંકા થાય કે “સ્કન્દકાચાર્યના પાંચસો શિષ્યો તથા અર્ણિકાપુત્ર આચાર્ય, ઝાંઝરિયા મુનિ વગેરે મુનિઓ ચરમશરીરી હોવાથી નિરુપક્રમ આયુષ્યવાળા હોવા જોઈએ, છતાં તેઓ ઉપક્રમથી કેમ મૃત્યુ પામ્યા?” તેનો ઉત્તર એ છે કે “તે મુનિઓને જે જે ઉપક્રમો થયા તે માત્ર તેમને કષ્ટને અર્થે સમજવા; આયુષ્યના ક્ષયમાં કારણભૂત સમજવા નહીં. તેમનું આયુષ્ય તો પૂર્ણ જ થયું હતું, માટે તેમને નિરુપક્રમ આયુષ્યવાળા જ જાણવા.” સોપક્રમ આયુષ્યવાળા જીવો પોતાના આયુષ્યને ત્રીજે ભાગે, નવમે ભાગે કે સત્તાવીશમે ભાગે અથવા છેવટે મરણ વખતે છેલ્લા અંતર્મહસ્તે આવતા ભવનું આયુષ્ય બાંધે છે. અહીં કોઈ આચાર્યો સત્તાવીશમાં ભાગથી ઉપર પણ આવતા ભવના આયુષ્યના બંઘની કલ્પના કરે છે, તેમજ ત્રણ ત્રણ ભાગની કલ્પના પણ છેલ્લા અંતર્મુહૂર્ત સુધી કરે છે. નિરુપક્રમ આયુષ્યવાળા જીવોને માટે આયુષ્યના બંઘનો કાળ એવો છે કે દેવતાઓ, નારકીઓ તથા અસંખ્યાતા વર્ષના આયુષ્યવાળા તિર્યંચ અને મનુષ્યો (જુગલીકો) પોતાનું આયુષ્ય છ માસ બાકી રહે ત્યારે આગામી ભવનું આયુષ્ય બાંધે છે. તે સિવાયના બીજા નિરુપક્રમ આયુષ્યવાળા (ચરમશરીરી સિવાયના ચક્રવર્તી, બળદેવાદિક શલાકા પુરુષો) જીવો પોતાના આયુષ્યને ત્રીજે ભાગે અવશ્ય આગામી ભવનું આયુષ્ય બાંધે છે. અહીં સોપક્રમ આયુષ્યના વિષય પર કોઈ શિષ્ય પ્રશ્ન કરે છે કે “જો કોઈ પણ કર્મ તેનો કાળ પ્રાપ્ત થયા વિના ભોગવાય, તો તનાશ અને અકૃતાગમ એ બન્ને દૂષણો પ્રાપ્ત થશે; કેમકે પૂર્વે ઘણી સ્થિતિવાળું કર્મ (આયુષ્યકમ) બાંધ્યું હતું તે તેટલી મુદત સુધી ભોગવાયું નહીં માટે કૃતનાશ નામનો દોષ આવ્યો; તથા આત્માએ અલ્પસ્થિતિવાળું કર્મ (આયુષ્યકર્મ) બાંધ્યું નહોતું તે ભોગવ્યું, ૧ તે જ ભવમાં મોક્ષે જવાવાળા હોવાથી છેલ્લે જ શરીર ઘરવાવાળા. ર કરેલાનો નાશ. ૩ નહીં કરેલાની પ્રાપ્તિ. Page #204 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૩૪૨] બે પ્રકારના આયુષ્ય ૧૯૫ માટે અકૃતાગમ નામનો દોષ પ્રાપ્ત થયો.” આ પ્રશ્નનો ગુરુ જવાબ આપે છે કે “હે શિષ્ય! મોટી સ્થિતિવાળા કર્મનો કાંઈ ઉપક્રમ કરીને નાશ થતો નથી, પરંતુ અધ્યવસાય વિશેષથી તે કર્મ ઉતાવળે થોડી મુદતમાં ભોગવી લેવાય છે. અહી યુક્તિથી એમ સમજવાનું છે કે સોપક્રમ આયુષ્યવાળા જીવો જેમ ઘણા કાળ સુધી ભોગવવા લાયક આયુષ્યકર્મને એકઠું કરીને થોડા કાળમાં ભોગવી લે છે તેમ સર્વ કર્મોને ઉપક્રમ લાગે છે; કેમ કે પ્રાય: સારાં માઠાં અનિકાચિત એવાં સર્વ કર્મોની શુભાશુભ પરિણામાદિના વશથી અપવર્તન થાય છે, તથા નિકાચિત કર્મોની પણ તીવ્ર તપ વડે ફુરણાયમાન થતા શુભ પરિણામના વશથી અપવર્તન થાય છે. તે વિષે પૂજ્યપાદ શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણે કહ્યું છે કે सव्वपगइणमेवं, परिणामवसादुवक्कमो होजा । पायमनिकाइयाणं, तवसाओ निकाइयाणं पि॥४॥ ભાવાર્થ-પ્રાયે કરીને અનિકાચિત એવી સર્વ કર્મપ્રકૃતિનો એ જ પ્રમાણે પરિણામના વશથી ઉપક્રમ થાય છે, અને નિકાચિત પ્રકૃતિનો પણ ઉગ્ર તપથી ઉપક્રમ થાય છે.” જેમ ઘણા કાળ સુધી ચાલે તેટલું ઘણું ઘાવ પણ કોઈ માણસ ભસ્મક વાતના વ્યાધિથી થોડા કાળમાં જ ખાઈ જાય છે. એટલે તે ઘાયની વર્તમાન સ્થિતિનો નાશ થઈ ગયો એમ ઘારવું નહીં, પરંતુ વ્યાધિના બળથી ઘણું ઘાન્ય થોડા કાળમાં ખવાઈ ગયું; તેવી જ રીતે લાંબી મુદત સુધી ભોગવવા લાયક કર્મ થોડી મુદતમાં ભોગવી લીધા તેમ જાણવું; અથવા જેમ આમ્રફળ વગેરેને ખાડામાં નાંખી ઉપર ઘાસ વગેરે ઢાંકી રાખીએ તો તે ફળ થોડી મુદતમાં પાકી જાય છે, તેવી રીતે તેવાં અનિકાચિત કર્મ પણ થોડી મુદતમાં ભોગવાઈ જાય છે.” વળી શિષ્ય પ્રશ્ન કરે છે કે “અપવર્તન કરવાથી થોડા કાળમાં અથવા અપવર્તન ન કરે તો જેટલી સ્થિતિવાળું હોય તેટલા ચિરકાળે પણ જે કર્મ બાંધ્યું હોય તે સર્વ જો આપના કહેવા પ્રમાણે અવશ્ય ભોગવવું જ પડતું હોય તો પ્રસન્નચંદ્ર વગેરેએ સાતમી નરકને યોગ્ય કર્મ બાંધ્યું હતું, તેને તેવા પ્રકારના દુઃખવિપાકનો ભોગ તો સાંભળવામાં આવતો નથી. તે તો શુભ ભાવથી થોડા કાળમાં જ કેવળજ્ઞાન પામ્યા છે, તો “સર્વ કર્મ વેદવું જ પડે છે એમ જે આપે કહ્યું તે વ્યર્થ થશે.” આ પ્રશ્નનું ગુરુમહારાજ સમાઘાન આપે છે કે “જે કર્મ બાંઘેલું છે તે કર્મપ્રદેશથી તો સર્વ જીવો અવશ્ય ભોગવે છે જ; પણ રસના અનુભાવથી તો કોઈક કર્મ ભોગવાય છે, અને કોઈક કર્મ નથી પણ ભોગવાતું. તેનું કારણ એ છે કે શુભ પરિણામના વશથી તે કર્મના રસની અપવર્તન (ક્ષય) થાય છે; તેથી પ્રસન્નચંદ્રાદિકે સાતમી નરકને યોગ્ય કર્મોના પ્રદેશો નીરસ (રસ વિનાના) ભોગવ્યા છે, પણ વિપાક ઉદયથી ભોગવ્યા નથી.” વળી શિષ્ય કહે છે કે “જ્યારે પ્રસન્નચંદ્રાદિકે જે કર્મ રસવાળું બાંધ્યું હતું તે કર્મને નીરસપણે ભોગવ્યું, ત્યારે તો પૂર્વની જ જેમ કૃતનાશ અને અકૃતાગમ નામના બન્ને દોષો પ્રાપ્ત થયા.” ગુરુ તેનો ખુલાસો આપે છે કે-“તથા પ્રકારના ઉત્તમ પરિણામથી જો કર્મના રસ ક્ષય પામે તો તેમાં શું અનિષ્ટ થયું? જેમ સૂર્યના ઉગ્ર તાપથી ઇક્ષુના સાંઠામાં રહેલો રસ સુકાઈ જાય, તો તેમાં કૃતનો નાશ ને અકૃતનો આગમ શું થયો? હે બુદ્ધિમાન! તે તું કહે. વળી જો કદાચ જે કર્મ જેવી Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૫ [સ્તંભ ૨૩ રીતે બાંધ્યું તે કર્મ તેવી જ રીતે અવશ્ય ભોગવવું પડતું હોય, તો પાપનો ક્ષય નહીં થતો હોવાથી સર્વ તપનો વિધિ વ્યર્થ થશે, તેમજ તે જ ભવમાં સિદ્ધિ પામનારા જીવોને પણ કર્મ અવશેષ રહેશે, એટલે કોઈની પણ મુક્તિ થશે નહીં; માટે કોડાકોડી સાગરોપમની સ્થિતિવાળું કર્મ પણ પ્રદેશે કરીને ની૨સપણે ભોગવાય છે એમ માનવું. વળી હે શિષ્ય! અસંખ્ય ભવમાં બાંધેલું ભિન્ન ભિન્ન ગતિને આપનારું કર્મ તે ભવે પણ સત્તામાં હોય છે; તેથી જો સર્વ કર્મનો વિપાક વડે જ અનુભવ લેવો પડતો હોય તો તે એક ભવમાં ભિન્ન ભિન્ન ભવના અનુભવનો સંભવ થવો જોઈએ, પરંતુ તેમ થતું નથી. વળી ઔષધથી સાઘ્ય રોગનો જેમ નાશ થાય છે તેમ જે કર્મ બાંધતી વખતે તેવા પ્રકારના પરિણામ વડે બાંધ્યું હોય તે કર્મ ઉપક્રમથી સાઘ્ય થાય છે; અને અસાધ્ય રોગ જેમ ઔષધથી જતો નથી તેમ તેવા પ્રકારના તીવ્ર અધ્યવસાય(પરિણામ)થી જે કર્મ બાંધ્યું હોય તે યોગ્ય કાળે વિપાક વડે ભોગવવાથી જ નાશ પામે છે; કેમકે કર્મબંધના અધ્યવસાય-સ્થાનકો વિચિત્ર છે, અને અસંખ્ય લોકાકાશના પ્રદેશ પ્રમાણ છે. તે સ્થાનકોમાં કેટલાંક સોપક્રમ કર્મને ઉત્પન્ન કરનારાં છે, અને કેટલાંક નિરુપક્રમ કર્મના બંધને ઉત્પન્ન કરનારાં છે; તેથી જેવા અધ્યવસાયથી જે કર્મ બાંધ્યું હોય તે કર્મ તેવી રીતે ભોગવવું પડે છે. આ પ્રમાણે હોવાથી તેં કહેલા દોષનો અહીં જરા પણ અવકાશ નથી. વળી જેમ ઘણા શિષ્યો એક જ શાસ્ત્ર સાથે જ ભણતા હોય તેમાં બુદ્ધિની તરતમતાથી ભેદ પડે છે; તથા જેમ અમુક યોજન લાંબા માર્ગમાં ઘણા માણસો એક સાથે ચાલ્યા હોય છતાં તેમની ગતિની તરતમતાથી જવાને સ્થાને પહોંચવાના કાળમાં ભેદ દેખાય છે (કોઈ વહેલા પહોંચે છે, કોઈ વિલંબે પહોંચે છે), તેવી જ રીતે એક સરખી સ્થિતિવાળું કર્મ ઘણા જીવોએ બાંધ્યું હોય, તેમાં પણ પરિણામના ભેદથી તેનો ભોગકાળ ભિન્ન ભિન્ન થાય છે. લોકપ્રકાશમાં કહ્યું છે કે– पिंडीभूतः पटः क्लिन्नश्चिरकालेन शुष्यति । प्रसारितः स एवाशु, तथा कर्माप्युपक्रमैः ॥ १ ॥ ભાવાર્થ—જેમ ભીનું વસ્ત્ર પિંડરૂપ કરીને મૂક્યું હોય તો તે લાંબી મુદતે સુકાય છે, અને તે જ વસ્ત્ર લાંબું કર્યું હોય તો જલદી સુકાઈ જાય છે, તેવી જ રીતે કર્મ પણ ઉપક્રમોથી જલદી ક્ષય પામે છે. આ સર્વ હકીકત ઉપરથી સમજવાનું એ છે કે જે ભવમાં પ્રથમ કહેલા સાત ઉપક્રમો નિરંતર આયુષ્યક્ષયના હેતુરૂપ ઉપસ્થિત છે, અને તેથી તે આયુષ્યનો વિશ્વાસ નથી કે તે ક્યારે પૂરું થશે? માટે કામાદિકનો ત્યાગ કરીને એક ધર્મ જ સારભૂત છે એમ સમજી તેનું અવલંબન ગ્રહણ કરવું, એ આ વ્યાખ્યાનનું ગૂઢ રહસ્ય છે. ગ્રંથકાર કહે છે કે यस्मिन्नायुषि सुस्नेहं प्रत्यहं धार्यते नरः । प्रतिक्षणं क्षयं तस्य, मत्वा मा मुंच सन्मतिम् ॥१॥ ભાવાર્થ—“મનુષ્ય જે આયુષ્યના ઉપર નિરંતર સ્નેહ રાખે છે તે આયુષ્ય પ્રતિક્ષણે ક્ષય પામે છે એમ જાણીને હે ભવ્ય પ્રાણી! તું સારી મતિને છોડીશ નહીં.’’ આ સંબંધમાં પૂર્વાચાર્યે પણ કહ્યું છે કે— क्षणयामदिवसमासच्छलेन, गच्छन्ति जीवितदलानि । इति विद्वानपि कथमिह, गच्छसि निद्रावशं रात्रौ ॥||१|| Page #206 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૩૪૩] બીજી અશરણ ભાવના ભાવાર્થ-ક્ષણ, પ્રહર, દિવસ અને માસના મિષથી આયુષ્યનાં દળિયાં (ભાગો) ચાલ્યાં જ જાય છે, એમ જાણતાં છતાં વિદ્વાન પણ રાત્રીએ નિદ્રાને વશ કેમ થાય છે?’’ 69b બ્રહ્મદત્ત ચક્રીને આયુષ્યની ચંચળતાનો પ્રતિબોધ કરવા માટે મુનિએ કહ્યું હતું કે– इह जीविए राय असासयंमि, घणियं तु पुण्णाइ अकुव्वमाणो । से सोअइ मच्चुमुहोवणीए, धम्मं अकाऊण परंमि लोए ॥१॥ ભાવાર્થ-“હે રાજા! આ જીવિત અશાશ્વત છે. તેમાં એક ઘડી પણ જેણે પુણ્યાદિક કાર્ય કર્યું નથી તે મૃત્યુના મુખને પામીને ધર્મ નહીં કરવાથી પરલોકમાં જઈ શોક કરે છે.’ આ પ્રમાણે શાસ્ત્રનાં વચનોથી આયુષ્ય ક્ષણભંગુર છે એમ જાણીને ભવ્ય પ્રાણીઓએ ધર્મકાર્યમાં પ્રવૃત્તિ કરવી. ‘શાસ્ત્રકારોએ આયુષ્ય ક્ષીણ થવાના સાત ઉપક્રમો કહેલા છે, તે પ્રમાણે આજે પણ જોવામાં આવે છે. તેથી વીજળી, ધ્વજા અને શરદ ઋતુના વાદળા જેવું ચંચળ આયુષ્ય જાણીને ઉત્તમ જીવોએ નિરંતર સન્મતિ ધારણ કરવી.’’ વ્યાખ્યાન ૩૪૩ બીજી અશરણ ભાવની पितृमातृकलत्रायुर्वैद्यमंत्रसुरादिकाः । नैव त्रायन्ति जीवानां कृतान्तभयमुत्थिते ॥१॥ ભાવાર્થ—‘જ્યારે યમરાજનો ભય પ્રાપ્ત થાય છે, અર્થાત્ મૃત્યુ આવે છે ત્યારે પ્રાણીઓનું માતા, પિતા, સ્ત્રી, આયુ, વૈદ્ય, મંત્ર કે દેવાદિક પણ રક્ષણ કરી શકતા નથી.’’ ઉપરના શ્લોકમાં કહ્યા પ્રમાણે દેવો પણ મૃત્યુથી રક્ષણ કરી શકતા નથી. તે વિષે કહ્યું છે કે– स्नेहादाश्लिष्य शक्रेणार्धासने ऽध्यास्यते स्म यः । श्रेणिकः सोऽप्यशरणो ऽश्रोतव्यां प्राप तां दशाम् ॥ १॥ ભાવાર્થ-ઇંદ્રે સ્નેહથી આલિંગન કરીને જેને પોતાના અર્ધા આસન પર બેસાડ્યા હતા તેવા શ્રેણિક રાજા પણ શરણ રહિત થઈને ન સાંભળી શકાય તેવી તે (મૃત્યુ) દશાને પામ્યા.’’ વળી, वैरादास्कन्दकाचार्य, मुनिपंचशतीं घ्नतः । न कश्चिदभवत् त्राता, पालकादन्तकादिव ॥२॥ ભાવાર્થ—“સ્કન્દકાચાર્ય સહિત પાંચસો મુનિને હણનારા યમરાજ જેવા પાલક પુરોહિતથી તેનું રક્ષણ કરવાને કોઈ પણ સમર્થ થયું નહીં.'' षष्टिपुत्रसहस्राणि, सगरस्यापि चक्रिणः । तृणवत्त्राणरहितान्यदहज्ज्वलनप्रभः 11311 ભાવાર્થ-“સગરચક્રીના પણ શરણ રહિત સાઠ હજાર પુત્રોને તૃણની જેમ જ્વલનપ્રભે (ભુવનપતિના ઇંદ્રે) બાળી નાંખ્યા હતા.’’ તે કથા આ પ્રમાણે— Page #207 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૫ સગર ચક્રીના પુત્રોની કથા અયોધ્યા નગરીમાં જિતશત્રુ નામે રાજા હતા. તેને વિજયા નામે પત્ની હતી. તે થકી અજિતનાથ સ્વામી ઉત્પન્ન થયા હતા. જિતશત્રુ રાજાનો નાનો ભાઈ સુમિત્રવિજય નામે હતો. તેને યશોમતી નામની સ્ત્રીથી સગર નામે પુત્ર ઉત્પન્ન થયો હતો. તે સગર ચક્રવર્તી થયા હતા. તેને સાઠ હજાર પુત્રો હતા. તેમાં સૌથી મોટો જદ્દુકુમાર નામે હતો. તેણે એકદા ચક્રીને પ્રસન્ન કર્યા, ત્યારે ચક્રીએ તેને વરદાન આપ્યું. એટલે જઠુકુમાર બોલ્યો કે “આપની કૃપાથી સર્વ ભાઈઓ સહિત દંડાદિક રત્નને લઈને સમગ્ર પૃથ્વી જોવાની મારી ઇચ્છા થઈ છે.’’ તે સાંભળીને ચક્રીએ સૈન્ય સહિત તેને જવાની રજા આપી. ૧૯૮ [સ્તંભ ૨૩ જદ્દુકુમાર આગળ જતાં ચાર યોજન વિસ્તારવાળા અને આઠ યોજન ઊંચા અષ્ટાપદ પર્વતને જોઈને ભાઈઓ સહિત તેના ઉપર ચડ્યો. ત્યાં તેણે બે કોશ પહોળું, ત્રણ કોશ ઊંચું અને ચાર કોશ લાંબું, ચાર દ્વારવાળું રત્નમય ચૈત્ય જોયું. તેમાં રહેલી પોતપોતાના દેહ સરખા પ્રમાણવાળા ઋષભદેવ વગેરે ચોવીશે તીર્થંકરોની પ્રતિમાનું પૂજન કરીને ભરત વગેરેના સો ભાઈઓના સો સ્તૂપોને વંદના કરી. પછી તે પર્વતની શોભા જોઈને સગરનો પુત્ર જદ્દુકુમાર ઘણો હર્ષ પામ્યો. પછી ‘આ ચૈત્ય કોણે કરાવેલું છે?’’ એમ તેણે મંત્રીને પૂછ્યું. મંત્રીએ કહ્યું કે ‘“હે કુમા૨! તમારા પૂર્વજ ભરતચક્રીએ આ ચૈત્ય કરાવ્યું છે.” તે સાંભળીને જહુએ સેવકોને આજ્ઞા કરી કે “આ ભરતક્ષેત્રમાં આવો બીજો પર્વત તમે શીઘ્ર શોધી લાવો કે જેથી આપણે પણ તેના ઉપર આવું ચૈત્ય કરાવીએ.’’ તેની આજ્ઞા થતાં અનેક સેવકોએ ચારે દિશામાં જોઈ જોઈને પાછા આવી કહ્યું કે “હે કુમાર! આવો પર્વત બીજે ક્યાંય પણ નથી.’’ ત્યારે જહુકુમાર બોલ્યો કે “ઠીક છે. ત્યારે આપણે આ પર્વતની જ રક્ષા કરીએ. આગળ ઉપર કાળના અનુભાવથી લોકો લુબ્ધ થશે. તેથી તેઓ અહીં આવીને ઉપદ્રવ કરશે, માટે આની રક્ષા કરવી તે પણ મહા ફળદાયી છે.’’ એમ કહીને જદ્દુકુમારે દંડરત્ન વડે તે પર્વતની ફરતી એક હજાર યોજન ઊંડી ખાઈ ક્ષણવારમાં ખોદી. તે દંડરત્ન વડે પૃથ્વી ખોદતી વખતે “નાગકુમારોના ક્રીડાગૃહો માટીના વાસણની માફક ભાંગી ગયા. તે જોઈને ઉપદ્રવથી ભય પામેલા નાગદેવોએ પોતાના ઇંદ્ર જ્વલનપ્રભ પાસે જઈને તે વૃત્તાંત કહ્યો. તે સાંભળીને કોપાયમાન થયેલા જ્વલનપ્રભે સગરચક્રીના પુત્રો પાસે આવીને કહ્યું કે “હે મૂર્ષો! આ પૃથ્વીને શા માટે ખોદી નાંખી? નાગકુમાર દેવો ક્રોધ પામશે તો તમને સર્વેને હણી નાંખશે.’’ તે સાંભળીને જદ્દુકુમાર બોલ્યો કે ‘તીર્થની રક્ષા કરવા માટે અમે આ કામ કર્યું છે, માટે હે સર્વેન્દ્ર! અજ્ઞાનથી થયેલા આ અપરાધને આપ ક્ષમા કરો.’’ તે સાંભળીને ‘‘હવે આવું કામ કરશો નહીં.'' એમ કહીને સર્વેન્દ્ર સ્વસ્થાને ગયો. ઇંદ્રના ગયા પછી જહ્નકુમારે પોતાના ભાઈઓ સાથે વિચાર કર્યો કે “આ ખાઈ પાણી વિના કાળે કરીને ઘૂળથી પુરાઈ જશે, માટે તેને ગંગાનદીના જળથી ભરી દઈએ તો ઠીક.'' તે વાત સર્વેએ સ્વીકારી, એટલે જહુકુમારે દંડરત્ન વડે ખેંચીને ગંગાનદીનો પ્રવાહ લાવી તે ખાઈમાં નાંખ્યો. તેથી તેના જળ વડે નાગકુમાર દેવોના ઘરોમાં ફરીથી વિશેષ ઉપદ્રવ થયો. ફરીથી સર્વ દેવોને ક્ષોભ પામેલા જોઈને ક્રોઘાયમાન થયેલા જ્વલનપ્રભે તેમના વધને માટે મોટા દૃષ્ટિવિષ * ભુવનપતિ નિકાયના નાગકુમાર દેવો www.jainelibrary.erg Page #208 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૩૪૩] બીજી અશરણ ભાવના ૧૯૯ સર્પોને મોકલ્યા. તેઓએ બહાર આવીને સગરના પુત્રો સામે વિષની વૃષ્ટિ કરનારી દ્રષ્ટિવડે જોયું કે તરત જ તે સગરના સર્વે પુત્રો ભસ્મીભૂત થઈ ગયા. તે જોઈને શોક કરતા સૈન્યને સાત્ત્વન આપીને મંત્રી બોલ્યા કે “હવે શોક કરવાથી સર્ષ! કોઈ પણ ભાવિભાવને ઉલ્લંઘન કરી શકતું નથી.” પછી તે સર્વે સામંતાદિક સૈન્ય સહિત અયોધ્યા તરફ આવતાં તેમણે વિચાર્યું કે સ્વામીના સર્વે પુત્રો ભસ્મ થયા અને આપણે અક્ષત શરીરવાળા આવ્યા તે ઘણું જ લક્ઝસ્પદ છે, તેથી ચક્રીની પાસે આપણાથી આ વાત શી રીતે કહેવાશે?” એમ વિચારીને તેઓ નિરંતર શોકાતુર રહેતા હતા. તે વૃત્તાંત જાણીને કોઈ એક બ્રાહ્મણે તેમને તે હકીકત પૂછી, એટલે તેઓએ સર્વ વાત કહી બતાવી. તે સાંભળીને પેલા બ્રાહ્મણે તેમને કહ્યું કે “તમારે કાંઈ ફિકર કરવી નહીં, હું રાજાને એ વાત નિવેદન કરીશ.” પછી તે બ્રાહ્મણ કોઈ અનાથ મડદું ઉપાડીને રાજમંદિર પાસે લઈ ગયો. ત્યાં તે શબને મૂકીને મોટે સ્વરે વિલાપ કરવા લાગ્યો. તે સાંભળીને ચક્રીએ તેને રોવાનું કારણ પૂછ્યું, ત્યારે તે બ્રાહ્મણ બોલ્યો કે “મારે આ એક જ પુત્ર છે. તેને મોટો સર્પ ડસ્યો છે, તેથી તે નિશ્ચષ્ટ થઈ ગયો છે. માટે હે દેવ!તમે તેને જિવાડો.” તે સાંભળીને રાજાએ વિષવૈદ્યોને બોલાવી તેનો ઉપાય કરવા ફરમાવ્યું. તેવામાં કોઈ માણસે ત્યાં આવીને કહ્યું કે “જેના ઘરમાં આજ સુધી કોઈ માણસ મરણ પામ્યું ન હોય તેના ઘરમાંથી ભસ્મ લાવો તો હું આને જીવતો કરું.” તે સાંભળીને રાજાએ આખા નગરમાં સર્વ ઘેર તેવી ભસ્મ લાવવાને માટે માણસો મોકલ્યા. તેઓ પાછા આવીને બોલ્યા કે, “હે સ્વામી! અમે આખી નગરી જોઈ, પણ જ્યાં કોઈ માણસ મરણ પામ્યું ન હોય એવું એક પણ ઘર મળ્યું નહીં.” તે સાંભળી ચક્રી પણ બોલ્યા કે “અમારા ઘરમાં પણ ઘણા પૂર્વજો મરણ પામેલા છે; તો સર્વને વિષે સામાન્ય રીતે પ્રવર્તનારું જે મૃત્યુ તેની પ્રાપ્તિથી હે બ્રાહ્મણ! તું શા માટે ખેદ કરે છે? મરેલા પુત્રનો તું શા માટે શોક કરે છે? શોક તજી દઈને કાંઈક આત્મસાઘન કર; કેમકે તું પણ અજરામર નથી.” તે સાંભળી પેલો બ્રાહ્મણ બોલ્યો કે “હે દેવ! તે સર્વ હું જાણું છું, પણ આ પુત્ર વિના આજે જ મારા કુળનો ક્ષય થશે, માટે હે સ્વામી! કોઈ પણ પ્રકારે આને જિવાડીને મને પુત્રભિક્ષા આપો.” રાજા બોલ્યો કે “હે બ્રાહ્મણ! મંત્ર, તંત્ર તથા શાસ્ત્રોને અગોચર અને અદ્રશ્ય શત્રુરૂપ વિઘિના ઉપર કયો પંડિત પુરુષ પણ પરાક્રમ કરી શકે? કોઈ ન કરી શકે, માટે તું શોકને તજી દે.” બ્રાહ્મણ બોલ્યો કે “સ્વામી! સર્વ વસ્તુનો વિરહ સહન થઈ શકે છે, પણ કુળને ઉદ્યોત કરનાર પુત્રનો વિરહ કોઈ સહન કરી શકતું નથી.” ચક્રીએ કહ્યું કે “અનંતા ભવોમાં અનંતા પુત્રો થયા છે, પોતે પણ અનંતીવાર અનંત કુળોમાં પુત્રપણે ઉત્પન્ન થયો છે. તેમાં કોનું કુળ દીપાવ્યું અને કોને નહીં? માટે હે બ્રાહ્મણ! ફોગટ શા માટે શોક કરે છે? કહ્યું છે કે अशरण्यमहो विश्वमराजकमनायकम् । यदेतदप्रतीकारं, ग्रस्यते यमरक्षसा ॥४॥ ભાવાર્થ-“અહો! આ વિશ્વ શરણ વિનાનું, રાજા વિનાનું અને નાયક વિનાનું છે. કેમકે જેનો કાંઈ ઉપાય જ નથી, એવી રીતે આ વિશ્વને યમરૂપી રાક્ષસ ગળી જાય છે.” ૧ આ બ્રાહ્મણનું રૂપ લઈને આવેલ સૌઘર્મેદ્ર હતા એમ અન્યત્ર કહેલું છે. Page #209 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૫ योऽपि धर्मप्रतीकारो, न सोऽपि मरणं प्रति । शुभां गतिं ददानस्तु, प्रतिकर्तेति कीर्त्यते ॥२॥ ભાવાર્થ-જે ધર્મરૂપ ઉપાય છે તે પણ મરણનો ઉપાય નથી; પરંતુ તે શુભ ગતિને આપનાર છે માટે તેની પ્રશંસા થાય છે.’' ૨૦૦ [સ્તંભ ૨૩ તે સાંભળીને બ્રાહ્મણ બોલ્યો કે ‘હે સ્વામી! બીજાને દુઃખી જોઈને ઘણા લોકો વૈરાગ્યનું વર્ણન કરે છે, પણ જ્યારે તેવું દુઃખ પોતાને જ પ્રાપ્ત થાય ત્યારે જેનું ચિત્ત સ્થિરતા ન મૂકે તે જ પ્રશસ્ય કહેવાય.’’ ચક્રીએ કહ્યું કે ‘જેઓ પોતાનું વચન પાળે નહીં તેઓને માયાવી જ જાણવા.'' બ્રાહ્મણ બોલ્યો કે ‘ત્યારે હે રાજા! તમારા સાઠે હજાર પુત્રો એક જ સમયે મૃત્યુ પામ્યા છે, માટે તમે પણ શોક કરશો નહીં.’’ તે સાંભળીને એકદમ ભ્રાંતિમાં પડેલો રાજા કાંઈક વિચાર કરે છે, તેટલામાં તો પ્રથમથી સંકેત કરી રાખેલા તે સામંતાદિકે આવીને સર્વ વૃત્તાંત કહ્યું. તે સાંભળીને ચક્રી જાણે વજ્રથી હણાયો હોય તેમ તત્કાળ મૂર્છા પામીને પૃથ્વીપર પડ્યો. પછી સેવકોના કરેલા અનેક ઉપચારોથી સાવધ થયો સતો અનેક પ્રકારે વિલાપ કરવા લાગ્યો. ત્યારે તે બ્રાહ્મણ બોલ્યો કે હે સ્વામી! મને ‘શોક’ કરવાનો નિષેધ કરીને અત્યારે આપ જ કેમ શોક કરો છો? વિયોગ કોને દુઃસહ ન હોય? પરંતુ જેમ વડવાગ્નિને સમુદ્ર સહન કરે છે, તેમ ઘીર પુરુષ તેવા વિરહના દુઃખને સહન કરે છે. બીજાને શિખામણ આપવી ત્યારે જ શોભે છે કે જ્યારે સમય આવે ત્યારે પોતાના આત્માને પણ શિખામણ આપે.’ આ પ્રમાણેનાં તે બ્રાહ્મણનાં વાક્યોથી બહુવારે ચક્રીએ ધૈર્ય લાવીને તે પુત્રોની ઊર્ધ્વદેહી ક્રિયા કરી. એવા અવસરે અષ્ટાપદ પાસેના પ્રદેશોમાં રહેનારા મનુષ્યોએ આવીને ચક્રીને વિજ્ઞપ્તિ કરી કે ‘“હે સ્વામી! આપના પુત્રોએ જે ગંગાનદીનો પ્રવાહ અષ્ટાપદની ખાઈમાં લાવીને નાખ્યો છે તે ખાઈને પૂર્ણ કરીને હવે ગામોને ડુબાડવા લાગ્યો છે, માટે તેનું નિવારણ કરી અમારું રક્ષણ કરો.'' તે સાંભળીને રાજાએ જહુના પુત્ર ભગીરથને તે કાર્ય માટે આજ્ઞા કરી; તેથી ભગીરથે ત્યાં જઈને અઠ્ઠમ તપ કરવા વડે સર્પરાજને પ્રસન્ન કરી તેની આજ્ઞાથી દંડ વડે ખેંચીને તે પ્રવાહને ગંગાનદીમાં પાછો લઈ જઈ પૂર્વ તરફના સમુદ્રમાં ઉતાર્યો. ત્યારથી ગંગા અને સાગરના સંગમનું તે સ્થળ તીર્થરૂપ થયું, અને ગંગા નદી પણ જઠુના લઈ જવાથી જાહ્નવી અને ભગીરથે તેને સમુદ્રમાં ઉતારી, તેથી ભાગીરથી એવા નામથી પ્રસિદ્ધ થઈ. પછી ભગીરથે પાછા આવીને મોટા ઉત્સવથી અયોધ્યામાં પ્રવેશ કર્યો. ત્યાર પછી ચક્રીએ શત્રુંજયગિરિનો સાતમો ઉદ્ધાર કરી અજિતનાથ સ્વામી પાસે દીક્ષા લઈ ઉગ્ર તપ કર્યું. અનુક્રમે કેવળજ્ઞાન પામીને બોંતેર લાખ પૂર્વનું આયુષ્ય પૂર્ણ કરી મોક્ષપદને પામ્યા. અન્યદા ભગીરથ રાજાએ શ્રી જિનેશ્વરને પૂછ્યું કે “હે સ્વામી! જદ્દુકુમાર વગે૨ે સાઠે હજાર ભાઈઓ સર્વે સમાન આયુષ્યવાળા કેમ થયા?’’ સ્વામીએ કહ્યું કે પૂર્વે કોઈ મોટો સંઘ યાત્રાને માટે સમ્મેતાદ્રિ તરફ જતાં માર્ગમાં કોઈ નાના ગામડા પાસે આવ્યો. ત્યાં સાઠ હજાર ચોરો રહેતા હતા. તેમને કોઈ એક કુંભારે ઘણા વાર્યા, તો પણ તેઓએ તે સંઘને લૂંટ્યો. ત્યાંથી સંઘ મહાકષ્ટ આગળ ગયો. તે વખતે એ સાઠે હજાર લૂંટારાઓએ એક સાથે નિકાચિત પાપકર્મ બાંધ્યું. એકદા તે Page #210 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૩૪૪] સંસારની અસારતા ૨૦૧ ગામના રહીશ કોઈ ચોરે બીજા ગામમાં જઈને ચોરી કરી. તે ચોરને પગલે પગલે ગામના રક્ષકો તે ચોરના ગામ સુધી આવ્યા. પછી આ ગામમાં બઘા ચોર જ વસે છે, એમ નિશ્ચય થવાથી તેમણે તે ગામના દરવાજા બંઘ કરીને ચોતરફથી અગ્નિ સળગાવ્યો. તે દિવસે પેલો કુંભાર કાર્ય માટે બીજે ગામ ગયો હતો. તેથી તેના વિના બીજા સર્વે મૃત્યુ પામ્યા. ત્યાંથી મરીને તે સર્વે અરણ્યમાં ચુડેલના ગુચ્છરૂપે ઉત્પન્ન થયા. ત્યાં સર્વે એકત્ર થઈને પડેલા હતા, તેવામાં કોઈ હસ્તીએ આવીને તેમને પગ વડે ચાંપી નાંખ્યા. તેથી મરણ પામીને તેઓએ અનેક કુયોનિમાં ચિરકાળ સુધી પરિભ્રમણ કર્યું. છેવટે આ ભવના આગલા ભવમાં કાંઈક પુણ્ય ઉપાર્જન કર્યું, તેના પ્રભાવથી તે સાઠ હજાર ચક્રીના પુત્ર થયા. પરંતુ પૂર્વે કરેલા પાપકર્મના કાંઈક અવશેષ રહેવાથી તેઓ એક સાથે જ મરણ પામ્યા. પેલો જે કુંભાર હતો તેનો જીવ અનેક ભવો ફરીને આ તું ભગીરથ થયો છે.” આ પ્રમાણે જહુકમારાદિનો તથા પોતાના પૂર્વભવ સાંભળીને ભગીરથે પ્રતિબોઘ પામી શ્રાવકધર્મ અંગીકાર કર્યો. તેનું પ્રતિપાલન કરીને અનુક્રમે તે સદ્ગતિને પામ્યો. ત્રણ લોકને ભયંકર એવો યમરૂપી રાક્ષસ આ અનાથ જગતને હણવા માટે નિરંતર ઇચ્છા કર્યા કરે છે. તેથી તેના ભયના નિવારણ માટે સર્વદા અશરણ ભાવના ભાવવી, કે જેથી સુખના સ્થાનરૂપ વૈરાગ્યની પ્રાપ્તિ થાય.” વ્યાખ્યાન ૩૪૪ સંસારની અસારતા संसारासारतां वीक्ष्य, केचित्सुलभबोधिनः । शीघ्रं गृह्णन्ति साम्यत्वं, श्रीदत्तश्रेष्ठिवद्यथा ॥१॥ ભાવાર્થ-“કેટલાક સુલભબોથી જીવો સંસારની અસારતાને જોઈને શ્રીદત્ત શ્રેષ્ઠીની જેમ તત્કાળ સમતાને ઘારણ કરે છે. તે કથા આ પ્રમાણે - શ્રીદત્ત શ્રેષ્ઠીની કથા મંદિરપુરમાં સૂરકાંત નામે રાજા હતો. તે ગામમાં સોમ શ્રેષ્ઠી નામે નગરશેઠ હતો. તે રાજાનો માનીતો હતો. તેને સોમશ્રી નામની પત્ની હતી. તેનાથી ઉત્પન્ન થયેલો શ્રીદત્ત નામે તેમને પુત્ર હતો. એકદા સોમશ્રેષ્ઠી પોતાની ભાર્યા સાથે વનમાં ક્રીડા કરવા ગયો હતો. ત્યાં પાછળથી સૂરકાંત રાજા પણ આવ્યો. રાજા સોમશ્રીને જોઈને તેના પર આસક્ત થયો. તેથી તેને બળાત્કારથી લઈ જઈને પોતાના અંતઃપુરમાં રાખી. સોમશ્રેષ્ઠી પ્રિયાના વિરહથી પારાવાર ખેદ પામીને ઘેર આવ્યો. પછી તેણે પ્રઘાનમંડળ પાસે તે વૃત્તાંત કહી રાજાને સમજાવવાનું કહ્યું. તે પ્રઘાનોએ પણ રાજાને ઘણી રીતે સમજાવ્યો, પરંતુ રાજાએ માન્યું નહીં. તેથી પ્રઘાનોએ આવીને શેઠને કહ્યું કે माता यदि विषं दद्यात्, पिता विक्रयते सुतम् । राजा हरति सर्वस्वं, का तत्र प्रतिवेदना ॥१॥ ૧ માતૃવાહક નામના બેઇંદ્રિય જીવો. Page #211 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૫ [સ્તંભ ૨૩ ભાવાર્થ-“જ્યારે માતા જ પુત્રને વિષ આપે, પિતા જ તેને વેચે, અને રાજા જ સર્વસ્વ હરી લે, ત્યારે તેનો શો ઇલાજ? કાંઈ જ નહીં.” પછી શ્રેષ્ઠીએ ઘેર આવીને પોતાના પુત્રને કહ્યું કે “વત્સ! આપણા ઘરમાં છ લાખ દ્રવ્ય છે. તેમાંથી સાડા પાંચ લાખ દ્રવ્ય લઈને હું જાઉં છું. તે કોઈ બળવાન રાજાને સેવીને તે રાજાના બળથી તારી માતાને હું છોડાવીશ.” એમ કહીને શ્રેષ્ઠી તેટલું ઘન લઈ કોઈ દિશામાં ચાલ્યો. શ્રીદત્ત ઘરે રહ્યો. તેને કેટલેક કાળે એક પુત્રી થઈ. તે વખતે તેણે વિચાર કર્યો કે “માતા-પિતાનો વિરહ, ઘનનો નાશ, પુત્રીનો જન્મ અને ગામનો રાજા વિરુદ્ધ-અહો દૈવ! અવળું હોય ત્યારે શું શું ન થાય?” પછી પુત્રી જ્યારે દશ દિવસની થઈ ત્યારે શ્રીદત્ત શંખદત્ત નામના મિત્રની સાથે વેપાર કરવા માટે વહાણમાં બેસીને પરદેશ ચાલ્યો. ક્રમે કરીને બન્ને મિત્રો સિંહલદ્વીપ આવ્યા. ત્યાં નવ વર્ષ સુધી વેપાર કરીને વિશેષ લાભની ઇચ્છાથી તે બન્ને મિત્રો કટાહદ્વીપે ગયા. ત્યાં પણ બે વર્ષ રહ્યા. એકંદર આઠ કરોડ દ્રવ્ય ઉપાર્જન કરીને ઘણી જાતનાં કરિયાણાં, હાથી, ઘોડા વગેરે લઈને પોતાના દેશ તરફ ચાલ્યા. માર્ગમાં એક વખત તે બન્ને મિત્રો વહાણની ઉપલી ભૂમિ પર બેઠા બેઠા સમુદ્રની શોભા જોતા હતા, તેવામાં સમુદ્રના જળમાં તરતી એક પેટી તેમણે જોઈ. તે જોઈને બન્ને બોલ્યા કે “આ પેટીમાં જે કાંઈ હોય તે આપણે બન્નેએ વહેંચી લેવું.” પછી તેણે પોતાના સેવકો પાસે પેટી કઢાવીને ઉઘાડી, તો તેમાં લીંબડાનાં પાંદડાંમાં ભરેલી કાંઈક શ્યામ વર્ણવાળી એક અચેતન થઈ ગયેલી કન્યા દીઠી. તેને જોઈને “આ શું!” એમ સર્વે બોલ્યા. ત્યારે શંખદત્તે કહ્યું કે “ખરેખર આ બાળાને સર્પદંશ થવાથી મરેલી ઘારીને કોઈએ પેટીમાં નાંખી સમુદ્રમાં મૂકી દીધી છે, પણ જુઓ! હું તેને હમણા જ જીવતી કરું છું.” એમ કહીને જળ મંત્રીને તેના પર છાંટ્યું કે તરત જ તે કન્યાને ચેતન આવ્યું. પછી તેને ખાન, પાન, સ્નાન અને અંગલેપન વગેરે ઉપચારો કર્યા, એટલે તે સર્વ અંગે સુંદર દેખાવા લાગી. એકદા શંખદત્તે શ્રીદત્તને કહ્યું કે “મેં આને જીવતી કરી છે, માટે હું તેને પરણીશ.” ત્યારે શ્રીદત્ત બોલ્યો કે “એમ બોલ નહીં, એમાં આપણા બન્નેનો ભાગ છે; માટે તું મારી પાસેથી તેનું જે મૂલ્ય થાય તેના અર્ધા નાણા લે. તેને તો હું જ પરણીશ. મેં તો તેને જીવિત દાન આપ્યું છે, માટે તું તો તેનો પિતાતુલ્ય થયો.” એ પ્રમાણે તે બન્ને મિત્રો વિવાદ કરવા લાગ્યા. કહ્યું છે કે હ! નાર્યો નિર્મિતાન, સિદ્ધિસ્વા : હg ! यत्र स्खलन्ति ते मूढाः, सुरा अपि नरा अपि ॥१॥ ભાવાર્થ-“અહો! મોક્ષની અને સ્વર્ગની અર્ગલારૂપ સ્ત્રીઓને કોણે બનાવી હશે કે જ્યાં દેવતાઓ અને માણસો પણ મૂર્ખ બનીને અલનાને પામે છે? અર્થાત્ ભાન ભૂલી જાય છે.” તે બન્નેનો વિવાદ જોઈને વહાણના માલિકે કહ્યું કે “હે શેઠિયાઓ! આ વહાણ આજથી બે દિવસે સુવર્ણપુરને કાંઠે પહોંચશે, ત્યાં ડાહ્યા માણસો તમારા વિવાદનો નિર્ણય કરી આપશે, માટે ત્યાં સુધી તમે ઝઘડો બંધ રાખો.” તે સાંભળીને બન્ને જણ મૌન રહ્યા. પછી શ્રીદત્તે વિચાર્યું કે “આ મારા મિત્રે આ કન્યાને જીવિતદાન આપ્યું છે, માટે લોકો તો તેને જ તે કન્યા આપવાનું Page #212 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૩૪૪] સંસારની અસારતા ૨૦૩ કહેશે, તેથી હું અત્યારથી જ તે કન્યાને મેળવવાનો ઉપાય કરું.’ એમ વિચારીને નાવની ઉપલી ભૂમિ પર બેસીને તેણે એકદમ મિત્રને બોલાવ્યો કે ‘“હે મિત્ર! જલદી અહીં આવ, અહીં આવ, મોટું કૌતુક જોવાનું છે. બે મુખવાળો મત્સ્ય વહાણની નીચે જાય છે.” તે સાંભળીને શંખદત્ત આવીને નીચે જોવા લાગ્યો. તેટલામાં તો ધક્કો મારીને તેને શ્રીદત્તે સમુદ્રમાં નાંખી દીધો. પછી નાવના લોકોને વિશ્વાસ પમાડવા માટે તે ફોગટનો પોકાર કરવા લાગ્યો. અનુક્રમે તેના વહાણો ક્ષેમકુશળ સુવર્ણપુરે પહોંચ્યા. ત્યાં શ્રીદત્ત તે કન્યાને લઈને રહ્યો. પછી ત્યાંના રાજા પાસે જઈને તેણે મોટી ભેટ કરી, એટલે રાજાએ તેનું ઘણું સન્માન કર્યું. પછી શ્રીદત્ત તે કન્યાની સાથે લગ્ન કરવા માટે સારું મુહૂર્ત શોધવા લાગ્યો. હવે તે હંમેશાં રાજસભામાં જતો હતો; ત્યાં એકદા તેણે રાજાની ચમરઘારિણીને જોઈ, એટલે તેના સૌંદર્યથી મોહ પામીને તેણે કોઈ માણસને તેનું સ્વરૂપ પૂછ્યું. ત્યારે તે માણસ બોલ્યો કે “આ સુવર્ણરેખા નામની વેશ્યા છે. આ વેશ્યાની સાથે એક વાર વાત પણ તે કરી શકે છે કે જે તેને એક સાથે પચાસ હજાર દ્રવ્ય આપે છે.’' તે સાંભળીને તેના પર આસક્ત થયેલા શ્રીદત્તે પચાસ હજાર દ્રવ્ય મોકલીને તે સુવર્ણરેખાને પોતાને ત્યાં બોલાવી. પછી પેલી કન્યાને તથા વેશ્યાને—બન્નેને એક રથમાં બેસાડીને તે શ્રીદત્ત ક્રીડા કરવા માટે વનમાં ગયો. ત્યાં એક વાનર ઘણી વાનરીઓ સાથે ક્રીડા કરતો કરતો તે વનમાં આવ્યો. તેને જોઈને શ્રીદત્ત બોલ્યો કે– धिग्जन्म पशुजन्तूनां यत्र नास्ति विवेकता । कृत्याकृत्यविभागेन, विना जन्म निरर्थकम् ॥१॥ ભાવાર્થ-‘પશુઓના જન્મને ધિક્કાર છે કે જેનામાં બિલકુલ વિવેક રહેલો નથી. કાર્ય અને અકાર્યના વિવેચન વિના તેનો જન્મ નિરર્થક છે.’ અહો! માતા, બહેન વગેરેના વિવેકરહિત એવો આ પશુઓનો જન્મ શા કામનો?” તે સાંભળીને ક્રોધાયમાન થયેલ તે વાનર દાંત પીસીને બોલ્યો કે “રે દુરાચારી! તું દૂર સળગતા પર્વતને જુએ છે, પણ પગની નીચે રહેલા અગ્નિને જોતો નથી? સૂઈ અને સરસવ જેવડાં પરનાં છિદ્રોને જુએ છે પણ પોતાના મોટાં બીલાં જેવડાં દોષોને જોતો નથી? અરે અધમમાં પણ અધમ! મિત્રને સમુદ્રમાં નાખીને ભોગને માટે પોતાની જ માતાને તથા પુત્રીને પડખામાં રાખી બેઠો છે અને મારી નિંદા કરે છે?’' એ પ્રમાણે તે વાનર તેની નિર્ભર્ત્યના કરીને કૂદકા મારતો પોતાના યૂથમાં દાખલ થઈ ગયો. શ્રીદત્ત વિચાર કરવા લાગ્યો કે ‘આ વેશ્યા મારી માતા શી રીતે? અને આ કન્યા મારી પુત્રી શી રીતે? તે તો સમુદ્રમાંથી મળી છે, અને મારી માતા તો કાંઈક શ્યામ વર્ણવાળી અને શરીરે ઊંચી હતી, અને આ વેશ્યા તો ગૌર વર્ણવાળી અને શરીરે નીચી છે.’’ એમ વિચારીને તેણે વેશ્યાને પૂછ્યું; ત્યારે તે બોલી કે “અરે શેઠ! હું તો તમને ઓળખતીયે નથી. પશુના વચનથી તમે કેમ ભ્રાંતિમાં પડો છો?’’ તોપણ શ્રીદત્તની શંકા મટી નહીં, તેથી તે વાનરને શોધવા માટે આમ તેમ ફરવા લાગ્યો. તેવામાં ત્યાં તેણે એક મુનિને જોયા. તેમને વંદના કરીને શ્રીદત્તે પોતાનો સંદેહ પૂછ્યો, એટલે મુનિ બોલ્યા કે “હું અવધિજ્ઞાનથી જાણું છું તેથી કહું છું કે વાનરે જે કહ્યું છે તે સત્ય છે. પ્રથમ તારી પુત્રીની વાત કહું છું—તું તારી પુત્રીને દશ દિવસની મૂકીને Page #213 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૫ [તંભ ૨૩ વહાણમાં બેસી પરદેશ ગયો હતો. ત્યાર પછી તારા ગામમાં શત્રુના સૈન્યનો ઉપદ્રવ થયો. તે વખતે તારી સ્ત્રી પુત્રીને લઈને ભાગી, તે ગંગાને કિનારે આવેલા સિંહપુરમાં પોતાના ભાઈને ઘેર ગઈ. ત્યાં તે અગિયાર વર્ષ સુધી રહી. એકદા તે કન્યાને સર્પ ડસ્યો. તેની માતાએ તથા મામાએ તેના અનેક ઉપાયો કર્યા, પણ વિષ ઊતર્યું નહીં તેથી તેને મરેલી ઘારીને માતાએ સ્નેહને લીઘે એક પેટીમાં નાંખીને ગંગાનદીમાં વહેતી મૂકી. તે પેટી તને મળી; તેથી આ કન્યા તારી પુત્રી છે. હવે તારી માતાનું વૃત્તાંત સાંભળ–સૂરકાંત રાજાએ તારી માતાને અંતઃપુરમાં રાખી હતી. તેને છોડાવવા માટે તારો પિતા સાડા પાંચ લાખ દ્રવ્ય લઈને ગુપ્ત રીતે સમર નામના પલ્લીપતિ પાસે જઈ તેની સેવા કરવા લાગ્યો. તેના કહેવાથી પલ્લીપતિએ મોટા સૈન્ય સાથે આવીને તે ગામ ભાંગ્યું. સૂરકાંત રાજા ત્યાંથી નાસી ગયો. પછી તારા પિતાને આગળ કરીને તે પલ્લીપતિ પુરમાં પ્રવેશ કરતો હતો, તેવામાં તારા પિતાના કપાળમાં એક બાણ લાગવાથી તે તરત જ મૃત્યુ પામ્યો. अन्यथा चिंतितं कार्य, दैवेन कृतमन्यथा । वर्षति जलदाः शैले, जलमन्यत्र गच्छति ॥१॥ अन्यथा चिंतितं कार्य, देवेन कृतमन्यथा । प्रियाकृते हि प्रारंभः, स्वात्मघाताय सोऽभवत ॥२॥ અન્યથા પ્રકારે ચિંતવેલું કાર્ય દૈવયોગે અન્યથા (વિપરીત) થયું. કેમકે વરસાદ તો પર્વત પર વરસે છે, પણ પાણી અન્ય સ્થાને જતું રહે છે, તેવી જ રીતે જે કાર્ય જુદી રીતે ચિંતવ્યું હતું તે કાર્ય દૈવયોગે વિપરીત થયું; કેમકે પ્રિયાને છોડાવવા માટે કરેલો પ્રારંભ પોતાના જ ઘાતને માટે થયો.” પછી તારી માતા કોઈ ભીલના હાથમાં પકડાઈ. ત્યાંથી પણ નાસીને વનમાં ભટકતાં તેણે કોઈ વૃક્ષના ફળનું ભક્ષણ કર્યું. તે ફળના પ્રભાવથી તેનું શરીર કાંઈક નીચું અને ગૌર વર્ણવાળું થયું. “મણિ, મંત્ર તથા ઔષધિનો મહિમા અચિંત્ય છે. ત્યાંથી કોઈ દેશ તરફ વ્યાપારાર્થે જતા કોઈ વણિક લોકોએ તેને જોઈને “આ કોઈ વનદેવતા છે એમ ભ્રાંતિ પામીને ‘તું કોણ છે? એમ પૂછ્યું, ત્યારે તે બોલી કે હું કોઈ દેવી નથી, પણ મનુષ્યણી છું.” તેથી તે વણિક લોકોએ તેને લઈને સુવર્ણપુરમાં વેચી. તે રૂપવાન હોવાથી વિભ્રમવતી નામની વેશ્યાએ એક લક્ષ દ્રવ્ય આપીને તેને વેચાતી લીધી. પછી તેને નૃત્ય વગેરે શીખવી તેનું સુવર્ણરેખા એવું નામ રાખ્યું. તે ક્રમે કરી રાજાની ચામર વીંઝનારી થઈ. તે આ સુવર્ણરેખા તારી માતા છે. તેણે તને ઓળખ્યો છે, પણ લથી તથા લોભથી તેણે પોતાપણું પ્રગટ કર્યું નથી.” તે સાંભળીને શ્રી દત્તે પૂછ્યું કે “હે સ્વામી! આપનું વચન સત્ય છે, પરંતુ વાનરને આ વાતની ક્યાંથી ખબર?” મુનિએ કહ્યું કે “તારો પિતા તારી માતાના ધ્યાનથી જ મરીને વ્યંતર થયો છે. તેણે અહીં ભમતાં તને તથા સોમશ્રીને જોઈને અકાર્ય કરવા પ્રવૃત્ત થયેલા એવા તને વાનરના શરીરમાં પ્રવેશ કરીને તે કાર્યનો નિષેઘ કર્યો છે.” તે સાંભળીને શ્રીદને વિચાર્યું કે “અહો! કર્મની કેવી વિષમ ગતિ છે! ફરીથી મનિ બોલ્યા કે “તે વ્યંતર ફરીથી પાછો આવીને પૂર્વના મોહને લીધે પોતાની પ્રિયાને લઈ જશે.” તેવામાં તે જ વાનર આવીને સોમશ્રીને ઉપાડી બીજા વનમાં ચાલ્યો ગયો. તે જોઈ શ્રીદત્ત માથું ધુણાવતો મુનિને નમી કન્યા સહિત સ્વસ્થાને ગયો. Page #214 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૩૪૪] સંસારની અસારતા ૨૦૫ અહીં વૃદ્ધ વેશ્યાએ દાસીને પૂછ્યું કે “સુવર્ણરેખા ક્યાં છે?” દાસીએ કહ્યું કે “પચાસ હજાર દ્રવ્ય આપીને શ્રીદત્ત શ્રેષ્ઠી તેને લઈ વનમાં ગયો છે.” વૃદ્ધ વેશ્યાએ કહ્યું કે “તેને બોલાવી લાવ.” એટલે દાસીએ આવીને દુકાને બેઠેલા શ્રીદત્તને પૂછ્યું કે “અમારી સ્વામિની ક્યાં છે?” શ્રીદત્ત બોલ્યો કે “હું જાણતો નથી.” તે સાંભળીને દાસીએ વૃદ્ધ વેશ્યાને તે શ્રીદત્તનું વચન જણાવ્યું. એટલે વૃદ્ધ વેશ્યાએ રાજા પાસે જઈ પોકાર કરીને કહ્યું કે “હે સ્વામી! હું છેતરાણી છું, શ્રીદને સુવર્ણરેખાને લઈ જઈને ક્યાંક સંતાડી દીધી છે.” તે સાંભળીને રાજાએ શ્રીદત્તને બોલાવીને પૂછ્યું ત્યારે “હું સત્ય વાત કહીશ તો કોઈ માનશે નહીં” એમ જાણીને તેણે કાંઈ પણ જવાબ આપ્યો નહીં. તેથી રાજાએ તેને કારાગૃહમાં નાંખ્યો અને તેની પુત્રીને દાસી કરવાના હેતુથી પોતાને ઘેર રાખી. પછી કારાગૃહમાં રહેલા શ્રી દત્ત વિચાર્યું કે “સત્ય વાત કહેવાથી જ કોઈ પણ રીતે હું છૂટી શકીશ.” એમ ઘારીને કારાગૃહના રક્ષક દ્વારા તેણે રાજાને વિજ્ઞપ્તિ કરી કે “હે સ્વામી! હું સત્ય વાત કહું છું.” ત્યારે રાજાએ તેને સભામાં બોલાવ્યો. એટલે તેણે વાનર ઉપાડી ગયા સંબંધી વૃત્તાંત કહી સંભળાવ્યું. તે સાંભળીને સર્વ સભાજનો હસવા લાગ્યા કે–અહો!કેવું સત્ય બોલ્યો? કહ્યું છે કે असंभाव्यं न वक्तव्यं, प्रत्यक्षं यदि दृश्यते । यथा वानरगीतानि, तथा तरति सा शिला ॥१॥ ભાવાર્થ-“જો કે પ્રત્યક્ષ જોયેલ હોય તો પણ અસંભવિત વાત બોલવી નહીં. જેવી રીતે વનમાં વાનરાઓ ગીત ગાય છે એ અસંભવિત હતું તેમ જળમાં શિલા તરે છે તે પણ અસંભવિત છે.” આ દ્રષ્ટાંત અન્ય સ્થળેથી જાણી લેવું. પછી તે સાંભળીને “આ વણિક હજુ પણ સત્ય બોલતો નથી.” એમ ઘારીને ક્રોઘ પામેલા રાજાએ તેને મારવાનો હુકમ કર્યો. એટલે શ્રી દત્તે વિચાર્યું કે “પૂર્વે કરેલા અશુભ કર્મનો ઉદય થયો છે, તો હવે ખેદ કરવાથી શું થાય?” તે અવસરે ઉદ્યાનપાળે આવીને રાજાને કહ્યું કે “હે દેવ! ઉદ્યાનમાં મુનિચંદ્ર કેવળી પધાર્યા છે.” તે સાંભળીને રાજા પરિવાર સહિત ઉદ્યાનમાં ગયો. મુનિને વાંદીને રાજાએ દેશનાની યાચના કરી. ત્યારે કેવળી બોલ્યા કે “હે રાજા! સત્યવાદી શ્રીદત્તને મારવાનો તેં હુકમ આપ્યો છે તે તને ઘર્મશ્રવણની અભિલાષાવાળાને યોગ્ય નથી.” તે સાંભળીને રાજા લજ્જ પામ્યો. પછી શ્રીદત્તને બોલાવી પોતાની પાસે બેસાડીને રાજા તેનું સ્વરૂપ પૂછતો હતો. તેવામાં તે વાનર સુવર્ણરખાને પૃષ્ઠ પર રાખીને ત્યાં આવ્યો, અને પૃષ્ઠ પરથી તેને ઉતારીને તે સભામાં બેઠો. તે જોઈને સર્વ માણસો આશ્ચર્ય પામી શ્રીદત્તની પ્રશંસા કરવા લાગ્યા. પછી શ્રીદત્તે કેવળીને પૂછ્યું કે “હે સ્વામી! કયા કર્મને લીધે મને માતા તથા પુત્રી સાથે વિષયની અભિલાષા થઈ?” મુનિ બોલ્યા કે “પૂર્વના સંબંઘથી થઈ છે. તે હકીકત સાંભળ કાંપિલ્યપુરમાં ચૈત્ર નામનો એક બ્રાહ્મણ હતો. તેને ગૌરી અને ગંગા નામની બે સ્ત્રીઓ હતી. તે એકદા મૈત્ર નામના મિત્રની સાથે ભિક્ષાવૃત્તિને માટે કોકણ દેશમાં ગયો. ત્યાં બન્ને મિત્રોએ ઘણું ઘન મેળવ્યું. એકદા ચૈત્રને સૂતેલો જોઈને મૈત્રે વિચાર્યું કે “આને હણીને હું સર્વ ઘન લઈ લઉં.” ફરીથી પાછો તેને વિચાર થયો કે “મને વિશ્વાસઘાતીને ધિક્કાર છે!” એમ વિચારીને તે પાછો સ્વસ્થ થયો. પછી તે બન્ને મિત્રો લોભથી ભમતા ભમતા એક વનમાં પેઠા. તે વનમાં વૈતરણી નદી Page #215 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૫ [સ્તંભ ૨૩ હતી. તેની ખબર નહીં હોવાથી તે બન્ને તેને ઊતરવા લાગ્યા એટલે તેમાં બૂડીને મરણ પામ્યા. ત્યાંથી અનેક ભવમાં ભ્રમણ કરીને ચૈત્રનો જીવ તું થયો, અને મૈત્રનો જીવ શંખદત્ત થયો. તે શંખદત્તે પૂર્વભવે તને મારવાનું ઘાર્યું હતું. તે કર્મથી તે તેને આ જન્મમાં સમુદ્રમાં નાંખો. ચૈત્રની સ્ત્રીઓ જે ગૌરી અને ગંગા હતી તે પતિના વિયોગથી વૈરાગ્ય પામીને તાપસી થઈ. એકદા ગૌરીએ અતિ તૃષા લાગવાથી સેવા કરનારી પાસે પાણી માગ્યું. તે વખતે તે દાસીને નિદ્રા આવતી હતી, તેથી આળસને લીધે તેણે ઉત્તર આપ્યો નહીં. ત્યારે ગૌરી ક્રોધથી બોલી કે “અરે! શું તને સાપ કરડ્યો છે કે મરેલા જેવી થઈને ઉત્તર પણ આપતી નથી?” તે વચન વડે ગૌરીએ દ્રઢ પાપકર્મ બાંધ્યું. ગંગાએ પણ એકદા પોતાની કામ કરનારીને કાંઈ કાર્ય માટે મોકલી હતી, તે બહુ વારે પાછી આવી ત્યારે ગંગાએ તેને કહ્યું કે “અરે! આટલી વાર તને કોઈએ બંદીખાને નાંખી હતી?” એમ બોલતાં તે ગંગાએ પણ દુષ્ટ કર્મ બાંધ્યું. ત્યાર પછી એક દિવસ કોઈ વેશ્યાને ઘણા પુરુષો સાથે વિલાસ કરતી જોઈને ગંગાએ વિચાર્યું કે “આ વેશ્યાને ઘન્ય છે કે જે ભ્રમરોથી પુષ્પલતાની જેમ અનેક કામી પુરુષોથી વીંટાયેલી છે. હું તો મંદભાગી છું કે જેનો પતિ પણ તજીને દૂર દેશ ગયો છે.” આવા વિચારથી તેણે દુષ્ટ કર્મ ઉપાર્જન કર્યું. ત્યાંથી મરણ પામીને તે બન્ને જ્યોતિષી થઈ. ત્યાંથી ચ્યવીને ગૌરીનો જીવ તારી પુત્રી થયો અને ગંગાનો જીવ તારી માતાપણે ઉત્પન્ન થયો. તેમની સાથે પૂર્વભવે પત્નીનો સંબંધ હોવાથી તને તેમના પર કામરાગ ઉત્પન્ન થયો.” આ પ્રમાણેનું સંસારનું સ્વરૂપ સાંભળી વૈરાગ્ય પામેલો શ્રીદત્ત બોલ્યો કે “હે સ્વામી! મને પાપીને મારા મિત્રનો મેળાપ થશે કે નહીં?” ગુરુએ કહ્યું કે “ખેદ ન કર, એક ક્ષણવારમાં જ તે અહીં આવશે.” એમ વાતો કરતા હતા, તેવામાં ત્યાં શંખદત્ત આવ્યો. શ્રીદત્તને ત્યાં બેઠેલો જોઈને શંખદત્તની આંખો ક્રોધથી લાલ થઈ ગઈ. તે જોઈને ગુરુએ શંખદત્તને કહ્યું કે “હે ભદ્ર! કોપ ન કર; કેમકે ક્રોધરૂપી અગ્નિથી ગુણરૂપી રત્નો બળી જાય છે. તે અગ્નિને જે ઉપશમરૂપી જળ વડે બુઝાવતો નથી તે સેંકડો દુઃખ સહન કરે છે. દેહરૂપી ઘરમાં ક્રોઘરૂપી અગ્નિ પ્રવેશ કરે છે, ત્યારે ત્રણ દોષ (ત્રિદોષ) ઉત્પન્ન કરે છે. પોતાને તપાવે, પરને તપાવે અને પર સાથેના સ્નેહનો નાશ કરે.” તે સાંભળીને શંખદત્ત કાંઈક શાંત ચિત્ત થયો. પછી શ્રીદત્તે ઊઠીને તેને પોતાની પાસે બેસાડી કેવળી પ્રત્યે પૂછ્યું કે “આ મારો મિત્ર સમુદ્રમાંથી શી રીતે નીકળીને અહીં આવ્યો?” ગુરુ બોલ્યા કે “સમુદ્રમાં તેને એક કાનું પાટિયું હાથમાં આવ્યું. તેને આઘારે તરીને તે સાત દિવસે સારસ્વત નગર પાસે નીકળ્યો. ત્યાં તેને તેનો મામો મળ્યો. તેણે તેને સ્વસ્થ કર્યો. પછી તેણે તેના મામાને “સુવર્ણકૂળ અહીંથી કેટલું દૂર છે?” એમ પૂછ્યું, ત્યારે તેના મામાએ કહ્યું કે “અહીંથી વિશ યોજન દૂર છે, ત્યાં હાથીઓથી ભરેલાં વહાણો આવ્યાં છે એમ સંભળાય છે.” તે સાંભળીને મામાની રજા લઈને તે અહીં આવ્યો, અને અહીં તને જોઈને તેને ક્રોઘ ઉત્પન્ન થયો.” આ પ્રમાણે કહીને પછી ગુરુએ શંખદત્તને ફરીથી પૂર્વભવ કહીને બોઘ પમાડ્યો. આ પ્રમાણે કેવળીની દેશના સાંભળીને રાજાએ શ્રાવકના બાર વ્રતો ગ્રહણ કર્યા. શ્રીદત્તે શંખદત્તની સાથે પોતાને ઘેર જઈને અર્થે દ્રવ્ય તથા પોતાની પુત્રી તેને આપી, અને પોતાનું ઘન જિનભુવન, બિંબપ્રતિષ્ઠા, જ્ઞાનભક્તિ ઇત્યાદિ સાત ક્ષેત્રમાં ખરચીને મોટા ઉત્સવપૂર્વક કેવળી પાસે જઈને દીક્ષા ગ્રહણ કરી. અનુક્રમે નિરતિચાર ચારિત્ર પાળીને મોક્ષપદ પ્રાપ્ત કર્યું. Page #216 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૩૪૫] હુતાશની પર્વ (હોળી) ૨૦૭ વ્યાખ્યાન ૩૪૫ હુતાશની પર્વ (હોળી) - पर्व हुताशनीसंज्ञं, लौकिकं पापरूपकम् । हेयं लोकोत्तरधर्मजै-र्भवसंततिवर्धकम् ॥४॥ ભાવાર્થ-“હુતાશની (હોળી) નામનું પર્વ લૌકિક અને પાપરૂપ હોવાથી લોકોત્તર ઘર્મને જાણનારા ઉત્તમ જીવોએ ભવની પરંપરાને વધારનાર એવા તે પર્વનો ત્યાગ કરવો.” આ અર્થનું સમર્થન કરવા માટે હુતાશનીનો સંબંધ જાણવા યોગ્ય છે તે આ પ્રમાણે હુતાશની (હોળી)ની કથા આ ભરતક્ષેત્રમાં જયપુર નામનું એક નગર હતું, જેમાં, छत्रेषु दंडश्चिकुरेषु बन्धः, शारीषु मारिश्च मदो गजेषु । हारेषु वै छिद्रविलोकनानि, कन्याविवाहे करपीडनं च ॥४॥ ભાવાર્થ-“છત્રને વિષે જ દંડ હતો, સ્ત્રીઓના કેશપાશને વિષે જ બંઘ થતો, ક્રીડાના સોગઠાંને જ “માર એમ કહેવામાં આવતું, હસ્તીઓને વિષે જમદ રહેતો, મુક્તાફળના હારને વિષે જ છિદ્ર જોવામાં આવતાં, અને કન્યાના વિવાહમાં જ કરપીડન કરવામાં આવતું (હાથ પકડવામાં આવતો); પણ તે નગરના લોકોમાં દંડ, બંધન, મારી, મદ, છિદ્ર કે કરપીડન હતું નહીં.” તે નગરમાં અનેક ચતુર પુરુષો વસતા હતા. મોટા મોટા શિખરવાળા પ્રાસાદો (મંદિરો) અને મોટા મોટા મહેલો જેમાં હોય તે કાંઈ નગર કહેવાતું નથી; પણ જ્યાં વિદ્વાન લોકો ઘણા રહેતા હોય તે જો કે ગામડું હોય તોપણ નગર કહેવાય છે. તે નગરમાં કોઈ માગણ દેખાતો જ નહીં, છતાં કદાચ કોઈ દેખાતો-તો તે લોકોને પ્રતિબોઘ કરવા માટે જ ભમતો હતો. કહ્યું છે કે द्वारं द्वारमटन्तो हि, भिक्षुकाः पात्रपाणयः । कथयन्त्येव लोकानामदत्तफलमीदृशम् ॥१॥ ભાવાર્થ-“હાથમાં પાત્ર રાખીને ઘેર ઘેર ભટકતા ભિક્ષુકો લોકોને એમ કહે છે કે દાન નહીં દેનારને આવું (અમારા જેવું) ફળ મળે છે.” તે નગરમાં જયવર્મા નામે રાજા હતો, અને તે રાજાને માનવા લાયક મનોરથ નામે શેઠ હતો. તેને લક્ષ્મી નામની સ્ત્રી હતી. તે સ્ત્રીથી શેઠ બહુ સુખી હતો. કહ્યું છે કે संसारश्रान्तदेहस्य, तिस्रो विश्रामभूमयः । अपत्यं च कलत्रं च, सतां संगतिरेव च ॥१॥ ભાવાર્થ-“સંસારમાં શ્રાંત થયેલા દેહને (મનુષ્યને) ત્રણ વિશ્રાંતિનાં સ્થાનક છે–પુત્ર, સ્ત્રી અને સજનોની સંગતિ.” તે શ્રેષ્ઠીને ચાર પુત્રો હતા અને એક અનેક દેવોની પૂજાભક્તિ વગેરેથી પ્રાપ્ત થયેલી હોલિકા નામની પુત્રી હતી. તે પુત્રી યુવાવસ્થા પામી ત્યારે તેને તેના પિતાએ કોઈ શ્રેષ્ઠીના પુત્ર સાથે પરણાવી; પરંતુ તેનો સંસાર સંબંઘ થયા અગાઉ જ તે શ્રેષ્ઠીપુત્ર વિચિકાના વ્યાધિથી મરણ Page #217 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૫ [સ્તંભ ૨૩ પામ્યો. પૂર્વ ભવે જિનેશ્વરની આજ્ઞાનું આરાઘન કરેલું ન હોવાથી બાલ્યાવસ્થામાં જ હોલિકાને વિઘવાપણું પ્રાપ્ત થયું. એ બનાવથી તેના માબાપને પણ ઘણું દુ:ખ થયું. કહ્યું છે કે पुत्रश्च मूर्यो विधवा च कन्या, शठं च मित्रं चपलं कलत्रं । विलासकाले धनहीनता च, विनाग्निना पंच दहंति कायम् ॥१॥ ભાવાર્થ-“મૂર્ણ પુત્ર, વિધવા કન્યા, શઠ મિત્ર, ચપળ સ્ત્રી અને વિકાસ કરવાને વખતે (યુવાવસ્થામાં) નિર્ધનતાએ પાંચ અગ્નિ વિના જ મનુષ્યના શરીરને બાળી નાંખે છે.” બાળવિઘવાપણું પ્રાપ્ત થવાના સંબંઘમાં કહ્યું છે કે कुरंडरंडत्तण दोहगाइ, विज्ञत्त निंदू विसकन्नगाइ। जम्मंतरे खंडियबंभधम्मा, ताऊण कुज्जा दढसीलावं ॥ “કુશીલણીપણું, બાળવિઘવાપણું, દુર્ભાગીપણું, વંધ્યાપણું, કાકવંધ્યાપણું અને વિષકન્યાપણું, ઇત્યાદિક જન્માંતરમાં બ્રહ્મચર્ય ખંડન કરવાથી પ્રાપ્ત થાય છે, માટે શીલવ્રતમાં વૃઢ ભાવ રાખવો. પછી તે હોલિકાને તેના માબાપે પોતાને ઘેર લાવીને રાખી. હોલિકા નિરંતર ઘરની મેડી ઉપર ગોખમાં બેસી રહેતી હતી, અને મદોન્મત્તની જેમ કામવ્યથાથી પીડા પામ્યા કરતી હતી. કહ્યું છે કે बालरंडा तपस्वी च, कीलबद्धश्च घोटकः । अन्तःपुरगता नारी, नित्यं ध्यायन्ति मैथुनम् ॥१॥ ભાવાર્થ-“બાળ વિઘવા, તાપસી, ખીલે બાંધી રાખેલો અશ્વ અને રાજાના અન્તઃપુરમાં રહેલી સ્ત્રી નિરંતર મૈથુનનું જ ધ્યાન કરે છે.” વળી– नर सासरे स्त्री पीहरे, यति कुसंगतवास । नदीतीरे तरु माल कहे, यदि तदि होय विणास ॥२॥ “પુરુષ સાસરે રહેવાથી, સ્ત્રી પિયરમાં રહેવાથી, યતિ કુસંગતમાં વસવાથી અને વૃક્ષો નદીને કાંઠે રહેવાથી જ્યારે ત્યારે પણ વિનાશ પામે છે એમ માલ કવિ કહે છે.” શાસ્ત્રમાં કહ્યું છે કે सीसा यजै संजमजोगजुत्ता, पुत्ताय जे गेहभरे नियुत्ता । वियारबुद्धि कुलबालियब्वा, होउण तेसिं उवसंतिमेइं॥१॥ ભાવાર્થ-“જેઓ સંયમયોગથી યુક્ત હોય તે જ શિષ્યો કહેવાય છે, જેઓ ગૃહભારમાં જોડાયેલા હોય તે જ પુત્રો કહેવાય છે, અને જે સદ્વિચારયુક્ત બુદ્ધિવાળી હોય તે જ કુળબાલિકા કહેવાય છે. તેમને કદી વિકારબુદ્ધિ થાય છે તો પણ તે ઉપશાંતિને પામે છે.” માટે શિષ્યને, પુત્રને તથા કુળવધૂને પોતપોતાના કાર્યમાં અવલંબન સહિત એટલે જોડાયેલા રાખવા. આ હોલિકા તો તદ્દન આલંબન રહિત બિલકુલ નવરી હતી, તેથી તેના કામવિકાર કેમ વૃદ્ધિ ન પામે? કહ્યું છે કે यौवनं धनसंपत्तिः, प्रभुत्वमविवेकिता । एकैकमप्यनाय, किमु यत्र चतुष्टयम् ॥१॥ ૧ મૃત પુત્રો પ્રસવે તે. Page #218 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૩૪૫] હુતાશની પર્વ (હોળી) ૨૦૯ ભાવાર્થ—યુવાવસ્થા, ધનસંપત્તિ, પ્રભુત્વ (અધિકારીપણું) અને અવિવેકીપણું, આમાંનું એક એક પણ અનર્થકારી છે, તો જ્યાં ચારે ભેગા હોય ત્યાં તો શું કહેવું?’’ એકદા તે હોલિકા પોતાના મહેલના ગોખમાં બેઠી હતી. તે વખતે બંગદેશના રાજાનો પુત્ર કામપાલ ક્રીડા માટે જતાં અશ્વ પર બેસીને ત્યાંથી નીકળ્યો. તેને જોઈને તે હોલિકાએ તેના પર કામદેવના બાણરૂપ કટાક્ષ નાંખ્યા; એટલે કામપાલ પણ તેના રૂપથી મોહ પામીને વારંવાર તેની સામું જોવા લાગ્યો. કહ્યું છે કે— दिठ्ठि दिठ्ठपसरो, पसरेण रइ रईइ सभ्भावो । सभ्भावेण य नेहो, पंच य बाणा अणंगस्स || १|| ભાવાર્થ-‘પ્રથમ જોવું, જોવાથી સૃષ્ટિનો પ્રસાર, દૃષ્ટિપ્રસારથી રતિ, રતિથી સદ્ભાવ અને સદ્ભાવથી સ્નેહ ઉત્પન્ન થાય છે, તે પાંચેય કામદેવનાં બાણ છે.'' આ પ્રમાણે બન્નેને પરસ્પર સ્નેહ થવાથી પોતપોતાને ઘેર પણ તેઓ પરસ્પરનું ધ્યાન કરવા લાગ્યા. ખાવામાં, પહેરવામાં કે બીજા કોઈ પદાર્થમાં તેઓ પ્રીતિ પામ્યા નહીં. કહ્યું છે કે— नेह म करजो कोइ, गोरसु नितु नितु इम भणे । नेह पसाई योय, जिम दहिंयडो विलोडिउ ॥ १ ॥ आइ फिरो सहु कोइ, अणगमतो आठे पुहर । जो मन विसम्यो होइ, सो मुझ किमे न विसरे ॥२॥ ભાવાર્થ—કોઈ પણ સ્નેહ કરશો નહીં’’ એમ હમેશાં ગોરસ કહે છે; કેમકે સ્નેહ (માખણ)ના વાથી દહીંને વલોવાવું પડે છે.’’ ૧ “અણગમતા માણસો આઠે પહોર ભલે આવે જાય, પણ જેના પર મન વિશ્રામ પામ્યું છે તેને તે કોઈ રીતે વીસરતું નથી.’’ ૨ એકદા હોલિકાને તેના પિતાએ પૂછ્યું કે “હે પુત્રી! તું કેમ દુઃખિત, મ્લાન મુખવાળી અને અતિ કૃશ દેખાય છે?’’ તે સાંભળીને તેણે કાંઈ ઉત્તર આપ્યો નહીં. ત્યારે પિતાએ વિચાર્યું કે ‘આ બિચારી બાળવિધવા શું બોલે? પૂર્વ કર્મના ઉદયથી તે અતિ દુઃખિયારી થઈ છે; કેમકે હજારો ગાયોમાં પણ વાછડા જેમ પોતાની માતાને ઓળખી તેની પાસે જાય છે, તેમ પૂર્વે કરેલું કર્મ પણ તેના કર્તાની પાસે જ જાય છે. તો પણ આ પુત્રીને હું કાંઈક ભણવા વગેરેનું અવલંબન કરી આપું કે જેથી તેના દિવસો નિર્ગમન થાય.’’ હવે તે નગરમાં એક ચંદ્રરુદ્ર નામે બ્રાહ્મણ રહેતો હતો. તે દ્રવ્યના લોભથી ભાંડચેષ્ટા કરતો હતો, તેથી તે ભાંડના નામે જ ઓળખાતો હતો. તેને ઢુંઢા નામની એક પુત્રી હતી. તે યુવાવસ્થા પામી, તો પણ તેને કોઈ બ્રાહ્મણ પરણ્યો નહીં. તેથી ચંદ્રરુદ્રે તેને અચલભૂતિ નામના કોઈ ભાંડ સાથે પરણાવી; એટલે સરખે સરખો યોગ મળ્યો. જુગારીની પુત્રી ને ગંઠીચોરનો પુત્ર પરણ્યો. એ જુગતે જુગતી જોડ મળી. જાણે રત્નાકરમાં રત્ન મળી ગયું! ઊંટના વિવાહમાં ગધેડા ગીત ગાનાર થયા, પછી પરસ્પરના વખાણ કરે. ગધેડા કહે કે—‘અહો! ઊંટભાઈનું કેવું સુંદર રૂપ છે?’ ત્યારે ઊંટ કહે કે ‘અહો! ગધેડાભાઈનું કેવું સુંદર ગાયન છે?” હવે તે ઢુંઢા પરણી કે તરત જ પિતાના ભાગ ૫-૧૪ Jain Education me Page #219 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૫ [સ્તંભ ૨૩ તથા પતિના એમ બન્નેના કુળનો ક્ષય થયો; તેથી ઉદરનિર્વાહ માટે તે ઢંઢા પરિવારિકાનો વેષ ઘારણ કરીને કામણ, મારણ, ઉચ્ચાટન વગેરે પાપકર્મથી આજીવિકા કરવા લાગી. એકદા તે ઢંઢા ભિક્ષાને માટે ભ્રમણ કરતી મનોરથ શ્રેષ્ઠીને ઘેર ગઈ. શ્રેષ્ઠીએ તેને બેસવા માટે આસન આપી કુશળતા પૂછી ત્યારે તે ઘર્મના અક્ષરો બોલી કે काला कुशल किम पूछीए, नितु उगते भाण ।। जरा आवे जोबण खसे, हाणी विहाण विहाण ॥१॥ ભાવાર્થ-“હે કાલા શેઠ! તમે કુશળતા થી પૂછો છો? હંમેશાં સૂર્ય ઊગે છે કે યુવાવસ્થા ઘટે છે ને જરાવસ્થા આવે છે; વહાણે વહાણે હાનિ થતી જાય છે, ત્યાં કુશળતાની શી વાત? काया पाटण हंस राजा, पवणु फिरे तलारो । तिण पाटण वसे जोगी, जाणे जोग विचारो ॥२॥ ભાવાર્થ-કાયારૂપી નગર છે, ત્યાં હંસરૂપી રાજા રહે છે, તેમાં પવનરૂપી કોટવાળ ફરે છે, તે નગરમાં એક જોગી વસે છે, તે જોગના વિચારો જાણે છે.” • વોદિ પંëિ ન રૂંધી, તિન્દુ સનિહિ કૂવૃદ્ધિ I कह भाउ सा घरु किम नंदे, जत्थ कुटुंबउ अप्पण छंदइ॥३॥ ભાવાર્થ-“એક ઝૂંપડી પાંચ જણે ઘી છે. તે પાંચ જણની જુદી જુદી બુદ્ધિ છે. તો હે ભાઈ! કહે કે જ્યાં આખું કુટુંબ સ્વચ્છેદે ચાલે છે તે ઘર શું આનંદ આપે?” जर कुत्तो जोबण ससा, काल आहेडी मित्त । बिहु वयरि विच झुंपडा, कुशल किं पूछे मित्त ॥४॥ ભાવાર્થ-“હે મિત્ર! જરારૂપી કૂતરો છે, જોબન (યુવાવસ્થા) રૂપી સસલો છે, અને કાળરૂપી આહેડી (શિકારી) છે. તેમાંના બે દુશ્મનની વચ્ચે આ શરીરરૂપી ઝૂંપડું રહેલું છે. તેમાં હે મિત્ર! તમે શી કુશળતા પૂછો છો?” - તેનાં આવાં વચનો સાંભળીને શ્રેષ્ઠીએ વિચાર્યું કે “અહો! યુવાવસ્થા છતાં પણ આનામાં કેવો વિસ્મય ઉત્પન્ન કરે તેવો વૈરાગ્ય છે?” धातुषु क्षीयमाणेषु, शमः कस्य न जायते । प्रथमे वयसि यः साधुः, स साधुरिति मे मतिः॥४॥ ભાવાર્થ-“ઘાતુઓ ક્ષીણતા પામે ત્યારે કોને સમતા ઉત્પન્ન ન થાય? સૌને થાય; પણ પ્રથમ વયમાં જે સાધુ (વૈરાગ્યવાન) હોય તે જ ખરો સાધુ, એમ હું તો માનું છું.” પછી શ્રેષ્ઠીએ તેને વિનંતી કરી કે “હે સ્વામિની! મારી પુત્રી બાળ વિઘવા છે, તેને તમે ઘર્મનો અભ્યાસ કરાવો, કે જેથી તેના ચિત્તમાં વૈરાગ્ય ઉત્પન્ન થાય; કેમકે જે માણસ જેવો સંગ કરે તેવો તે સ્વલ્પકાળમાં થઈ જાય છે. પુષ્પની સાથે રહેવાથી તલ પણ સુગંધી થાય છે, અને ચંદનના વનના સંગથી બીજાં વૃક્ષો પણ ચંદનરૂપ થઈ જાય છે; માત્ર જેના હૃદયમાં ગાંઠ છે એવા વાંસ જ ચંદનરૂપ થતા નથી.” તે સાંભળીને ઢંઢા બોલી કે તપસ્વીઓને ગૃહસ્થીઓનો સંગ કરવો ગુણકારી નથી. કહ્યું છે કે Page #220 -------------------------------------------------------------------------- ________________ ૨૧૧ વ્યાખ્યાન ૩૪૫] હુતાશની પર્વ (હોળી) द्वाविमौ पुरुषौ लोके, शिरःशूलकरौ परौ । गृहस्थश्च निरालंबी, सालंबी च यतिर्भवेत् ॥१॥ ભાવાર્થ-“ગૃહસ્થ આલંબન રહિત (દરિદ્રી) હોય, અને યતિ આલંબન સહિત (માયાવીદ્રવ્યવાનું) હોય તો તે બે પુરુષો આ દુનિયામાં મસ્તકમાં અત્યંત શૂળ ઉત્પન્ન કરનારા છે.” દંભી માણસોને નકાર (ના કહેવી તે) ગુણકારી છે. કેમકે मनमांहि भावे मुंड हलावे, नं नं कही कही लोक सुणावे । मनकी बात कबहु को जाणे, कपट चिन्ह ए माल बखाणे ॥१॥ ભાવાર્થ-“મનમાં ગમતું હોય પણ માથું હલાવે, ના ના કહીને લોકોને સમજાવે, પણ મનની વાત કોણ જાણે? આ પ્રમાણે માલ કવિએ કપટનું ચિહ્ન કહેલું છે.” પછી ઢંઢાએ પોતાનો અભિપ્રાય જણાવ્યો કે “કૃપણ માણસનો મોટો ઘવલ મહેલ હોય તો પણ તે શા કામનો? પણ જ્યાં પંથીજનોને વિશ્રાંતિ મળતી હોય તેવું ઝૂંપડું ઘણું સારું.” આ પ્રમાણેના તેના નિઃસ્પૃહતાનાં વચનો સાંભળીને શ્રેષ્ઠી તેને માનપૂર્વક હોલિકા પાસે લઈ ગયો, અને તેને કહ્યું કે “હે પુત્રી! આ તારી ગુણી છે. તેની પાસે તું અભ્યાસ કરજે અને તેની સેવા કરજે.” ત્યારથી આરંભીને તે હોલિકા ઢંઢા સાથે રહેવા લાગી, પણ મનમાં કામપાળના સંગની ઇચ્છા હોવાથી તે ભણતી નહીં. કહ્યું છે કે “જેને કાંઈ સહજ પણ બોઘ નથી તેની પાસે ઘણી વાતો કરવાથી પણ શું? કૂતરાનું પૂંછડું નિરંતર નળીમાં રાખ્યું હોય તો પણ તે સરલ થતું નથી.” એકદા ઢંઢાએ પૂછ્યું કે “હે પુત્રી! તું સદા ઉદ્વિગ્ન કેમ જણાય છે?” ત્યારે હોલિકાએ પોતાની સત્ય વાત તેને કહી. તે સાંભળીને હુંઢા બોલી કે “તું જરા પણ ઉદ્વેગ કરીશ નહીં. હું તારું કામ થોડા કાળમાં જ સિદ્ધ કરી આપીશ.” એમ કહીને ઢંઢાએ કામપાળને ઘેર જઈને તેને કહ્યું કે “તમારા ચિત્તને હરણ કરનારી હોલિકાને તમારો સંબંધ નહીં થાય તો તમારા વિરહની પીડાથી તે મરણ પામશે.” તે સાંભળીને કામપાળ બોલ્યો કે “અમારા બન્નેનો મેળાપ કયે સ્થાને થાય?” ત્યારે સુંઢા બોલી કે “સૂર્યના મંદિરમાં તમારે આવવું, ત્યાં તે પણ આવશે.” તે સાંભળીને કામપાળ હર્ષ પામ્યો, પણ તે મૂર્ખ વિચાર ન કર્યો કે પરસ્ત્રી સાથે પ્રેમ રાખતાં કેટલી મુદત સુધી ક્ષેમકુશળ રહેશે? કેમકે સાપને સાથરે સૂનારને ક્યાં સુધી ક્ષેમ રહે? પરસ્ત્રીના પ્રેમથી જ તોરણ સહિત લંકાનગરી બળી ગઈ, અને વનો શ્યામવર્ણ થઈ ગયાં. માટે પરસ્ત્રી સાથે પ્રેમ કરનારના શિર ઉપર કાન જ નથી એમ જાણવું. પછી કામપાળે પોતાનું કાર્ય સાધવા માટે તે ઢંઢાને સન્માનપૂર્વક વિદાય કરી. કહ્યું છે કે _ सत सायर मि फर्या, जंबूदीव पइट्ठ । कारण विणु जो नेहडो, सो में कहीं न दीठ्ठ॥१॥ ભાવાર્થ-“જંબુદ્વીપની પ્રદક્ષિણા દેતો દેતો સાત સાગર હું ફર્યો, પણ કારણ વિનાનો સ્નેહ મેં કોઈ ઠેકાણે જોયો નહીં.” પછી ઢંઢાએ હોલિકા પાસે આવીને સર્વ વૃત્તાંત તેને કહ્યો. પ્રાત:કાળે સૂર્યની પૂજા માટે સર્વ સામગ્રી લઈને તે હોલિકા ઢંઢા ગુરુણી સાથે સૂર્યના ચૈત્યે ગઈ. ત્યાં કામપાળ પણ આવ્યો. પછી ઘણા દિવસની વિરહપીડાને લીધે તે કામપાળે તેને ગાઢ આલિંગન કર્યું, ત્યારે તે માયાવી હોલિકા Page #221 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૫ [સ્તંભ ૨૩ મનમાં કાંઈક વિચાર કરીને પોકાર કરવા લાગી કે ‘હે લોકો! દોડો, દોડો, આ પરસ્ત્રીના શીલવ્રતને ભંગ કરનાર લુબ્ધ પુરુષને પકડો, પકડો.' એમ મોટેથી બૂમ પાડવા લાગી. કહ્યું છે કેनामृतं न विषं किंचिदेकां मुक्त्वा नितंबिनीम् । सैवामृतलता रक्ता, विरक्ता विषवल्लरी ॥१॥ ભાવાર્થ—“એક સ્ત્રી સિવાય બીજું કાંઈ પણ અમૃત નથી કે વિષ પણ નથી; તે સ્ત્રી જ જો રક્ત હોય તો અમૃતલતા છે, અને વિરક્ત હોય તો તે જ વિષલતા છે.’’ હોલિકાની બૂમ સાંભળીને તેનો પિતા દોડી આવ્યો, અને તેણે કામપાળને પૂછ્યું કે ‘‘અરે! કેમ તું પરસ્ત્રીના કંઠમાં વળગી પડ્યો?’’ તે સાંભળીને મહાધૂર્ત કામપાળે કહ્યું કે “મારી સ્ત્રી તમારી પુત્રીના જેવી જ છે, તેથી મેં જાણ્યું કે ‘આ મારી સ્ત્રી છે' એમ ધારીને મેં તેને આલિંગન કર્યું.’ એમ કહીને તે કામપાળ જતો રહ્યો. પછી હોલિકાએ પોતાના માતાપિતાને કહ્યું કે “અહો! સતી સ્ત્રીઓમાં પ્રધાન એવી મને પરપુરુષનો સ્પર્શ થયો, તેથી હું દૂષિત થઈ. માટે હવે હું અગ્નિમાં પ્રવેશ કરીશ. મારું જીવિત હવે અધન્ય છે. તેથી અહીં જ આ સૂર્ય ચૈત્યની પાસે જ આ દેહને ભસ્મસાત્ કરીશ.’’ रोयंति यावंति य, अलियं जंपंति पत्तियावंती । कवडेण खयंति विसं, मरंति नवि देंति सभ्भावं ॥ १ ॥ ભાવાર્થ-પતિવ્રતાનો ડોળ રાખતી કુલટા સ્ત્રીઓ પોતે રુએ છે, બીજાને રોવરાવે છે, અસત્ય બોલે છે, વિશ્વાસ પમાડે છે, કપટથી વિષ ખાય છે, અને છેવટે મરી પણ જાય છે, પરંતુ પોતાનો સદ્ભાવ (ખરી વાત) કોઈને જણાવતી નથી.’’ હોલિકાનાં આવાં વચનો સાંભળીને તેના માતાપિતાએ શિખામણ દીધી કે “હે પુત્રી! તું કેમ બહુ આગ્રહ કરે છે? તેણે અજાણતાં ભ્રાંતિથી તારો સ્પર્શ કર્યો છે, તેથી નિર્વિકારીનો દોષ લાગતો નથી. કહ્યું છે કે— गृह्णाति दन्तैः शिशुमाखुमोतुः पद्मं च वंशं दशति द्विरेफः । भार्यां सुतां श्लिष्यति वै मनुष्यस्तत्रापि नित्यं मनसः प्रमाणम् || १॥ ભાવાર્થ-બિલાડી પોતાના દાંત વડે પોતાના બચ્ચાંને પકડે છે તથા ઉંદરને પણ પકડે છે, ભમરો કમળને ડસે છે તથા વાંસને પણ ડસે છે, અને પુરુષ પોતાની સ્ત્રીને આલિંગન કરે છે તથા પુત્રીને પણ આશ્લેષે છે; પરંતુ તે સર્વમાં મન જ પ્રમાણ છે.’’ ઇત્યાદિ ઉપદેશ આપી તેને સમજાવીને તેનો પિતા તેને ઘેર તેડી ગયો. આ વૃત્તાંત જાહેરમાં આવવાથી લોકોમાં તે હોલિકા મહાસતીના નામથી પ્રખ્યાત થઈ. પછી તે પ્રાતઃકાળે, સાયંકાળે, રાત્રીએ, ગમે તે વખતે સ્વેચ્છાથી જ ઢુંઢાને છેતરી—તેને સાથે રાખ્યા વિના સૂર્યચૈત્યમાં જવા લાગી. કહ્યું છે કે यात्रा जागर दूरवारिभरणं मातुर्गृहेऽवस्थितिवस्त्रार्थं रजकोपसर्पणमपि स्याचर्चिकामेलनम् । स्थानभ्रंश सखीनिवासगमनं भर्तुः प्रवासादिका, व्यापाराः खलु शीलखंडनकराः प्रायः सतीनामपि ॥१॥ Page #222 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૩૪૫] હુતાશની પર્વ (હોળી) ૨૧૩ ભાવાર્થ-“એકલા યાત્રાએ જવું, બીજી સ્ત્રીઓની સાથે જાગરણ કરવું, દૂર પાણી ભરવા જવું, માને ઘેર (પિયર) વધારે રહેવું, લૂગડાં લેવા દેવા માટે ઘોબીને ઘેર જવું, ગરબે રમવા જવું, સ્થાનથી ભ્રષ્ટ થવું (પારકે ઘેર જવું), સખીના નિવાસમાં જવું અને પતિનું પરદેશગમન થવું, ઇત્યાદિ વ્યાપારો સતી સ્ત્રીઓને પણ પ્રાયે શીલખંડન કરનારા થાય છે.” એકદા ફાગણ માસની પૂર્ણિમાની રાત્રીએ હોલિકા સૂર્યના ચૈત્યમાં ગઈ. ત્યાં કામપાળ પણ આવ્યો હતો. બન્ને જણ ક્રીડા કરતા સતા મુખે બેઠા હતા. ઢુંઢા તાપસી ચૈત્યની પાસેની પર્ણકુટીમાં સૂતી હતી. તે વખતે તે બન્નેએ વિચાર કર્યો કે “આપણું કાર્ય તો સિદ્ધ થયું, પણ આ ઢંઢા આપણો સર્વ મર્મ જાણે છે, તેથી તે કોઈ વાર આપણને દુઃખદાયી થશે, માટે તેને મારી નાંખવી યોગ્ય છે. કહ્યું છે કે उपाध्यायश्च वैद्यश्च, नर्तक्यश्च परस्त्रियः । सूतिका दूतिका चैव, सिद्धै कार्ये तृणोपमाः॥१॥ ભાવાર્થ-“ઉપાધ્યાય (મહેતાજી), વૈદ્ય, નૃત્ય કરનારી, પરસ્ત્રી, સૂતિકા (સુયાણી) અને દૂતી (સંદેશો લઈ જનારી) એ બઘાં કાર્ય સિદ્ધ થયા પછી તૃણ સમાન છે.” मंत्रबीजमिदं पक्वं, रक्षणीयं यथा तथा । मनागपि न भिद्येत, तद्भिन्नं न प्ररोहति ॥२॥ ભાવાર્થ-“આ મંત્રરૂપી પરિપક્વ બીજનું એવી રીતે રક્ષણ કરવું કે તે જરા પણ ભેદાય નહીં, કેમકે ભેદ પામવાથી તે ઊગતું નથી.” सुगुप्तस्यापि दंभस्य, ब्रह्माप्यन्तं न गच्छति । कोलिको विष्णुरूपेण, राजकन्यां निषेवते ॥३॥ ભાવાર્થ-“સારી રીતે છુપાવેલા દંભનો પાર બ્રહ્મા પણ પામી શકતા નથી. જુઓ, એક કોળી વિષ્ણુનું રૂપ ઘારણ કરીને રાજકન્યા ભોગવતો હતો. આ દ્રષ્ટાંત પંચતંત્રાદિકથી જાણી લેવાં. પછી હોલિકાએ તે પર્ણકુટીની ફરતાં કાષ્ઠ વગેરે ગોઠવીને તેમાં એક મનુષ્યનું શબ નાંખીને ઢુંઢા સહિત તે ઝૂંપડી બાળી દીધી. પછી હોલિકા તથા કામપાળ ત્યાંથી નાસી દેશાંતર ગયા. રાગાતુર થયેલી પાપી નારી શું નથી કરતી? કહ્યું છે કે मारइ पियभत्तारं, हणइ सुयं तह पणासए अत्थं । नियगेहंपि पलिवइ, नारी रागाउरा पावा॥ ભાવાર્થ-“પોતાના પ્રિય ભર્તારને મારે છે, પુત્રને હણે છે, દ્રવ્યનો નાશ કરે છે, અને પોતાના ઘરને પણ બાળી મૂકે છે. રાગાતુર પાપી સ્ત્રી એટલાં વાનાં કરે છે.” પછી પ્રાતઃકાળે તે ચૈત્ય પાસેની ઝૂંપડી બળેલી જોઈને લોકો પરસ્પર પૂછવા લાગ્યા કે “અરે! આ શું થયું?” તેવામાં ભદ્રક મનોરથ શ્રેષ્ઠી પોતાના ઘરમાં ઢંઢા તાપસીને તથા હોલિકાને નહીં જોવાથી ખેદ પામીને બોલ્યો કે “જરૂર એક ચિતામાં એ બન્ને જણી બળી મરી. પ્રથમ મેં મહા ૧. ગુસ હકીકત-છાનું કરેલું કાર્ય. Page #223 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૫ [સ્તંભ ૨૩ પ્રયત્ને તેને અગ્નિ પ્રવેશ કરતાં અટકાવી હતી; પરંતુ પોતાના પાપની નિવૃત્તિ માટે તેણે પોતાનું સતીપણું સત્ય કરી બતાવ્યું. તાપસી પણ તેની સાથેના સ્નેહને લીધે બળી મૂઈ.'' તે સાંભળીને—‘અહો! આ હોલિકા સતીની ભસ્મ મહા પવિત્ર છે, તેનું અંગ પર વિલેપન કર્યાથી જરૂર સર્વ દુઃખનો નાશ થશે.' એમ બોલતા લોકો તેની ચિતાને પગે લાગવા લાગ્યા અને તેની ભસ્મ લઈને માથે ચઢાવવા લાગ્યા. ત્યાર પછી દર વર્ષે ફાલ્ગુન સુદી પૂર્ણિમાની રાત્રિએ તે સ્થાને સર્વ લોકો ઇંધન, છાણા વગેરેનો ઢગલો કરીને હુતાશની સળગાવવા લાગ્યા. એ પ્રમાણે સર્વત્ર હોળીનું પર્વ પ્રખ્યાત થયું. એકદા કામપાળે હોલિકાને કહ્યું કે “ઘન વિના મનોરથ પૂર્ણ થતા નથી; માટે હું દ્રવ્યને માટે પરદેશ જાઉં.’’ તે સાંભળીને હોલિકા બોલી કે “હે સ્વામી! તમારે માટે મેં જાતિ કુળાદિકનો ત્યાગ કર્યો છે, તમારો વિરહ એક ક્ષણ પણ હું સહન કરી શકું તેમ નથી.’’ તે સાંભળીને કામપાળે મોહને લીધે તેનું વચન સત્ય માન્યું, અને જવાનો વિચાર બંધ રાખ્યો; કેમકે ‘લીલાવાળી સ્ત્રીઓના સ્વાભાવિક વિલાસો પણ મૂઢ પુરુષના હૃદયમાં સ્ફુરણાયમાન થયા કરે છે. કમળ ઉપર સ્વાભાવિક રાગ હોવાથી ત્યાં ભ્રમરાઓ વૃથા ભ્રમણ કર્યા કરે છે.’’ .. અન્યદા હોલિકાએ કહ્યું કે ‘“હે પ્રિય! મેં સર્વ વિચાર કર્યો, પણ મારા પિતાના ઘર સિવાય બીજે કોઈ સ્થાને ઘનનો લાભ જણાતો નથી.'' ત્યારે કામપાળ બોલ્યો કે “આપણે મોટું અકાર્ય કરીને નીકળી ગયા, તેથી હવે પાછું ત્યાં શી રીતે જવાય?'' તે બોલી કે “હું એવી દંભ રચના કરીશ કે જેથી પિતા વગેરે સર્વ જનો અનુકૂળ થશે. આપણે નીકળ્યા પછી તે ગામમાં મહાપૂજ્ય અને માન્ય એવું હોલીનું પર્વ લોકોમાં પ્રસર્યું છે, માટે ત્યાં જ જવું યોગ્ય છે.’’ એમ વિચારીને તે બન્ને જયપુર ગામની નજીક આવ્યા. પછી હોલિકાએ કામપાળને કહ્યું કે ‘‘તમે મારા બાપની દુકાને જઈને એમ કહો કે ‘હે શેઠ! મારી સ્ત્રીને માટે એક સારી મૂલ્ય લઈને આપો.’ ' તે સાંભળીને કામપાળ મનોરથ શેઠની દુકાને જઈને તેની પાસેથી મૂલ્ય આપીને એક સાડી લઈ હોલિકા પાસે આવ્યો. તે સાડી જોઈને હોલિકાએ કહ્યું કે “આવી સાડી શું કામની? બીજી સારી લઈ આવો.’' એટલે કામપાળે ફરીથી જઈને બીજી સાડી લાવી બતાવી. તે સાડી પણ હોલિકાએ પાછી મોકલી. ત્યારે મનોરથ શેઠે કહ્યું કે ‘“તમે વારંવાર જાવ-આવ કરો છો તે કરતાં તમારી સ્ત્રીને જ અહીં લાવો, એટલે તેને ગમે તેવી સાડી લઈ લે.'' તે સાંભળીને કામપાળે હોલિકાને જઈને તે શેઠનું વાક્ય કહ્યું; એટલે તરત જ હોળી શેઠની હાટે ગઈ. ત્યાં તે બીજી બીજી સાડીઓ જોવા લાગી. તે વખતે શેઠ અનિમેષ દૃષ્ટિએ તે હોળીની સામું વારંવાર જોવા લાગ્યો, એટલે પ્રથમથી શીખવી રાખ્યા પ્રમાણે કામપાળ બોલ્યો કે “હે શેઠ! તમે સુપાત્ર થઈને પરસ્ત્રીના સામું કેમ જોયા કરો છો?’' શેઠે કહ્યું કે ‘‘હું કામના વિકા૨થી જોતો નથી. પણ મારી પુત્રીના જેવું આનું રૂપ લાવણ્ય જોઈને મને વિચાર થયો કે શું તે જ મારી પુત્રી ફરીથી મનુષ્યરૂપે અહીં આવી છે? કેમકે તે તો અગ્નિમાં પ્રવેશ કરીને સતી થઈ છે.’’ કામપાળ બોલ્યો કે આ સ્ત્રીનું નામ પણ હોળી જ છે, પણ આ તો મારી પત્ની છે. આ પ્રમાણેના ભ્રમથી જ પૂર્વે મેં પણ સૂર્ય ચૈત્યમાં મારી પત્ની ઘારીને તમારી પુત્રીને આલિંગન કર્યું હતું. આજે તમને પણ મારી પત્ની ઉપર પોતાની પુત્રીનો ભ્રમ થયો, Page #224 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૩૪૫] હુતાશની પર્વ (હોળી) ૨૧૫ પણ સરખાં રૂપલાવણ્યવાળાં ઘણાં સ્ત્રી પુરુષો આ દુનિયામાં હોય છે, તેમાં તમારો કાંઈ દોષ નથી.” તે સાંભળીને શેઠે સ્નેહથી તે બન્નેને પુત્રી તથા જમાઈ કરીને ઘેર રાખ્યા. અહો! સ્ત્રીઓની કેવી ગૂઢ મતિ હોય છે! કહ્યું છે કે लभ्भइ वारिहि पारं, लभ्भइ पारं च सव्वसत्थाणं । महिलाचरियाणं पुणो, पारं न लहेइ बंभा वि ॥१॥ ભાવાર્થ-“સમુદ્રને પાર પામી શકાય તથા સર્વ શાસ્ત્રોનો પાર પણ પામી શકાય, પરંતુ સ્ત્રીચરિત્રના પારને બ્રહ્મા પણ પામી શકતા નથી.” - હવે પેલી ઢંઢા તાપસી કે જે પર્ણકુટીમાં બળી ગઈ હતી તે શુભ અધ્યવસાયે મરીને વ્યંતર જાતિમાં દેવી થઈ હતી. તેણે વિભંગ જ્ઞાનથી પોતાનો પૂર્વભવ જાણીને જયપુરના લોકો ઉપર કોપ કરીને વિચાર્યું કે “અહો! આ લોકો મહા અસતી અને જીવતી હોળીને પૂજે છે અને તેની સ્તુતિ કરે છે, પણ મને તો કોઈ સંભારતું પણ નથી.” એમ વિચારીને તે ગામ ઉપર એક મોટી શિલા વિકર્વીને તે બોલી કે “મને સંતોષ આપનાર એક મનોરથ શ્રેષ્ઠી વિના બીજા સર્વને હમણાં જ આ શિલાથી ચૂર્ણ કરી નાંખીશ.” તે સાંભળીને રાજા વગેરે સર્વ લોક ભય પામીને મનોરથ શ્રેષ્ઠીને શરણે ગયા. ત્યારે તે શ્રેષ્ઠીએ પૂજા બલિદાન વગેરે કરીને કહ્યું કે “દેવ કે દાનવ જે કોઈ હોય તે પ્રગટ થઈને જે ઇચ્છા હોય તે કહો, અમે નગરના સર્વ લોકો તે પ્રમાણે કરીશું.” તે સાંભળીને ઢંઢા વ્યંતરી પૂર્વનો સર્વ વૃત્તાંત કહીને બોલી કે “હોળીનું પર્વ આવે ત્યારે સર્વ પીરજનો ભાંડચેષ્ટા કરે, પરસ્પર ગાળો દે, ધૂળ ઉછાળે, શરીરે કાદવ ચોળે ઇત્યાદિ કરે તો આ ઉપદ્રવ હું શાંત કરું.” તે સાંભળીને લોકોએ તે પ્રમાણે અંગીકાર કર્યું. ત્યારથી ધૂળેટીનું પર્વ સર્વત્ર પ્રસર્યું. “લોક ગાડરિયા પ્રવાહ જેવો છે, તે પરમાર્થને સમજતો નથી.” અહીં ઉપદેશવચન આ પ્રમાણેનાં ઘારી રાખવાં કે “એક અસંબંઘ વાક્ય બોલવાથી, ગાળી પ્રદાનાદિ કરવાથી જીવ અનેક ભવમાં ભોગવવું પડે તેવું પાપકર્મ બાંધે છે, માટે અશુભ પ્રલાપનો, ત્યાગ કરીને દ્રવ્યથી હુતાશની પર્વને સર્વથા તજવું અને ભાવથી બુદ્ધિપૂર્વક શુભ વાક્યને અંગીકાર કરવું. સ્વપરને હિતકારી વાક્યો બોલવાં.” “દુષ્ટ વાક્યના વિસ્તારવાળું, મિથ્યાત્વથી ભરેલું અને સંસારસાગરમાં ડુબાવનારું આ હોળી અને રજનું લૌકિક પર્વ શ્રી જિનેન્દ્ર આગમના તત્ત્વની ઇચ્છાવાળા લોકોએ અવશ્ય ત્યાગ કરવું.” I ત્રિવિંશતિતમ સંભ સમાપ્ત . Page #225 -------------------------------------------------------------------------- ________________ સ્તંભ ૨૪ વ્યાખ્યાન ૩૪૬ યશોભદ્રસૂરિ અને બલભદ્રસૂરિ મુનિ तपस्वी रूपवान् धीरः, कुलीनः शीलदायुक् । षट्त्रिंशद्गुणाढ्यो ऽभूच्छ्रीयशोभद्रसूरिराट् ॥१॥ ભાવાર્થ-‘તપસ્વી, રૂપવાન, ઘીર, કુલીન અને શીલ પાળવામાં દૃઢતાવાળા શ્રી યશોભદ્રસૂરિ આચાર્યના છત્રીશ ગુણોથી યુક્ત થયા.’’ તેની કથા નીચે પ્રમાણે— યશોભદ્રસૂરિની કથા પલ્લીપુરીમાં જ્યારે શ્રી યશોભદ્ર મુનિને આચાર્યપદવી મળી, તે વખતે તેમણે જીવિત પર્યંત હમેશાં આઠ કવળ વડે જ આયંબિલ કરવાનો અભિગ્રહ લીધો. એવો નિયમ ધારણ કરીને ઈર્યાસમિતિપૂર્વક માર્ગમાં વિચરતા તે સૂરિને એક મહિમાવાળી સૂર્યની પ્રતિમાએ જોઈને મનમાં વિચાર્યું કે ‘‘અહો! આ સૂરિ જો મારા ભુવનમાં પધારે તો મારો જન્મ સફળ થાય.’’ એમ વિચારીને સૂર્યે આકાશમાં વાદળાં વિકુર્તીને જળની વૃષ્ટિ કરવા માંડી. તે વખતે ‘મારાથી અકાયની વિરાધના ન થાઓ' એમ ઘારીને સૂરિએ સમીપ હોવાથી તે સૂર્યના જ ચૈત્યમાં પ્રવેશ કર્યો. તે સૂરિના તપના પ્રભાવથી સૂર્યે પ્રત્યક્ષ થઈને વરદાન માગવાનું કહ્યું; કેમકે દેવનું દર્શન નિષ્ફળ હોતું નથી; તો પણ ઇચ્છારહિત સૂરિ કાંઈ પણ માગ્યા વિના જ પોતાના ઉપાશ્રયે ગયા. ત્યારે સૂર્યે બ્રાહ્મણનું રૂપ લઈને સ્વર્ગ નરકાદિકમાં રહેલા સર્વ જીવોને જોઈ શકાય તેવી એક અંજનની શીશી તથા એક દિવ્ય પુસ્તક સૂરિને આપ્યું. તે પુસ્તક માત્ર વાંચવાથી સૂરિને સર્વ વિદ્યાઓ પાઠસિદ્ધ થઈ ગઈ. પછી ‘આ વિદ્યાઓ પાશ્ચાત્ય મુનિઓને અયોગ્ય છે' એમ વિચારીને સૂરિએ પોતાના શિષ્ય બળભદ્ર મુનિને બોલાવીને કહ્યું કે “આ પુસ્તકો ઉઘાડ્યા વિના જ એમ ને એમ સૂર્યના ચૈત્યમાં જઈને તેને આપી આવ. કહેજે કે મારા ગુરુને તમે જે થાપણ આપી હતી તે પાછી લો.’’ એ પ્રમાણે કહીને ગુરુએ બળભદ્ર મુનિને મોકલ્યા. ગુરુએ તે પુસ્તક ઉઘાડવાની સખત મનાઈ કરી હતી, તો પણ તેણે ત્યાં જઈને ચૈત્યની બહાર તે પોથી છોડીને તેમાંથી મંત્રોની આમ્નાયનાં ત્રણ પાનાં ચોરીને ગુપ્ત રાખ્યાં. પછી ચૈત્યમાં જઈને સૂર્યની પ્રતિમાને ગુરુનું વચન કહી તે પુસ્તક આપ્યું. એટલે તે પ્રતિમાએ પણ હાથ લાંબો કરીને તે લઈ લીધું. પછી બળભદ્ર મુનિ ચૈત્યની બહાર આવીને જોવા લાગ્યા તો સંતાડેલાં પાનાં દેખાયા નહીં; તેથી તે. પોતાના આત્માને ઉપાલંભ દેવા લાગ્યા કે “મને ધિક્કાર છે કેમકે મેં ગુરુની આજ્ઞા ઉલ્લંઘી અને સંતાડેલાં પત્ર પણ કોણ જાણે ક્યાં ગયાં?'' એમ ખેદ કરતાં તેના નેત્રોમાં અશ્રુ ભરાઈ ગયા. તે જોઈને સૂર્યે તેને કહ્યું કે, “હે મુનિ! શા માટે ખેદ કરો છો? લો આ ત્રણ પત્રો, તે વડે શાસનની ઉન્નતિ વધારજો.’’ તે લઈને તેણે તે ત્રણ પત્રોમાં રહેલી વિદ્યાને પાઠમાત્રથી જ સિદ્ધ કરી લીધી. એકદા ગુરુ બહિર્ભૂમિ (સ્થંડિલ) ગયા હતા અને પ્રાસુક જળને તેના કહેલા કાળથી કાંઈક અધિક કાળ સુધી પ્રાસુક રાખવા માટે બકરાની લીંડીઓ આણી રાખેલી પાસે પડી હતી, તે વખતે Page #226 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૩૪૬] યશોભદ્રસૂરિ અને બલભદ્રસૂરિ મુનિ ૨૧૭ બળભદ્ર મુનિએ ભૂલી ન જવાય તેટલા માટે સંજીવિની વિદ્યાની આવૃત્તિ કરી. તે વિદ્યાના પ્રભાવથી જેટલી લીંડીઓ હતી તેટલા બકરા બકરીઓ થઈ ગયાં; તેવામાં ગુરુ બહિર્ભૂમિથી આવ્યા. ઉપાશ્રયમાં બકરાંઓનો બૂત્કાર શબ્દ સાંભળીને ગુરુએ બળભદ્ર મુનિને ઉપાલંભ આપ્યો. ત્યારે તે મુનિએ કહ્યું કે “હે ગુરુ! થયું ન થયું થવાનું નથી. હવે હું શું કરું? આપ આજ્ઞા આપો.’’ ગુરુ બોલ્યા કે “જીવરક્ષાને માટે અજાપાળ (ગોવાળ)નું સ્વરૂપ ધારણ કરીને તથા સાધુવેષને ગુપ્ત કરીને બે વાડા ભિન્ન ભિન્ન કરી એકમાં બકરીઓ અને એકમાં બકરાઓ રાખવાં. તેમની સંતતિની વૃદ્ધિ ન થવા દેવા માટે બકરા તથા બકરીનો મેળાપ થવા દેવો નહીં. તેઓને ભક્ષણ પણ અચિત્ત આપવું. આ પ્રમાણે તે સર્વ જીવે ત્યાં સુધી યત્નથી તેમનું રક્ષણ કરવું.'' આ પ્રમાણે તે બકરાંની રક્ષાનો ઉપદેશ કરીને સૂરિએ અન્ય સ્થાને વિહાર કર્યો. પછી બળભદ્ર મુનિ ગુરુમહારાજની આજ્ઞાનો સ્વીકાર કરીને કોઈ ગિરિની ગુફામાં રહી અવ્યક્ત વેષે બકરાનાં ટોળાંને ઔષધિ (સૂકું ઘાસ) ચરાવવા લાગ્યા અને તેની લીંડીઓ વડે હોમ કરવા લાગ્યા. ત્યાં અનુક્રમે તેણે ઘણી વિદ્યાઓ સિદ્ધ કરી. એકદા રૈવતગિરિનું તીર્થ બૌદ્ધ લોકોએ દબાવ્યું, અને રાયખેંગાર રાજાને તથા તેની રાણીને તેઓએ પોતાના ઉપાસક બૌદ્ધધર્મી કર્યા; તેથી એવું થયું કે શ્વેતાંબરોનો તે તીર્થમાં પ્રવેશ પણ બંઘ થયો. એકદા ત્યાં શ્વેતાંબરના ચોરાશી સંઘો એકઠા થયા. તેમણે દર્શન કરવા જવાની માગણી કરી, તે વખતે રાજાએ આજ્ઞા કરી કે “બૌદ્ધ ધર્મનો અંગીકાર કરીને પછી દેવને વંદન કરવા જાઓ.’' તે સાંભળીને સર્વ અત્યંત ખેદ પામ્યા. પછી કોઈ કન્યાના દેહમાં અંબાદેવીને ઉતારીને તેને શ્વેતાંબરોએ કહ્યું કે ‘‘હે દેવી! સંઘના વિદ્મનું નિવારણ કરવામાં સહાયભૂત થાઓ.’’ દેવીએ કહ્યું કે ‘બૌદ્ધના વ્યંતરોએ તીર્થ રુંધ્યું છે, તેથી બીજા સહાયકારક વિના એકલી મારી શક્તિ તેની સામે ચાલે તેમ નથી. શાસનનો ઉદ્યોત ક૨વામાં સૂર્ય સમાન અને જીવન પર્યંત તપમાં આસક્ત એવા શ્રી યશોભદ્ર સ્વામી તો સ્વર્ગે ગયા છે; પરંતુ એક બળભદ્ર મુનિ અમુક સ્થાને બિરાજે છે, તે મુનિને જો તમે લાવો તો તે તીર્થ પાછું વળે.'' તે સાંભળીને સંઘપતિઓએ તે મુનિને બોલાવવા માટે એક સાંઢણી મોકલી, તેના પર બેસીને કેટલાક માણસો બળભદ્ર મુનિવાળા વનમાં ગયા. ત્યાં એક માણસ બકરાં ચારતો હતો, તેને તેઓએ પૂછ્યું કે “અહીં બળભદ્ર મુનિ ક્યાં રહે છે?” તે સાંભળીને અજાપાલનો વેષ ધારણ કરનાર તે બળભદ્ર મુનિ જ બોલ્યા કે “અમુક ગુફામાં જાઓ, ત્યાં તે બેઠા છે.’’ એમ કહીને તે માણસો તે સ્થાને પહોંચ્યા પહેલાં બળભદ્ર મુનિ ત્યાં જઈને સાધુવેષે બેઠા. પછી તે ઊંટ પર બેસીને આવેલા શ્રાવકોએ ત્યાં આવીને તેમને સંઘની કહેવરાવેલી વિજ્ઞપ્તિ કહી સંભળાવી. તે સાંભળીને બળભદ્ર મુનિ બોલ્યા કે “તમે ત્યાં જાઓ, હું જલદીથી આવું છું.’’ એમ કહીને તેઓને રજા આપી. પછી પોતે આકાશમાર્ગે સંઘની ભક્તિ કરવા ત્યાં ગયા, અને જીર્ણદુર્ગ (જૂનાગઢ) ના રાજા ખેંગાર પાસે જઈને તેને કહ્યું કે “હે રાજા! સંઘની યાત્રામાં અંતરાય ન કર. આ તીર્થ બૌદ્ધ લોકોનું નથી.'' રાજા બોલ્યો કે ‘બૌદ્ધ ધર્મ અંગીકાર કરે તો જ દેવને વંદન થવાનું છે, તે સિવાય થવાનું નથી.'' તે સાંભળીને મુનિએ રાજાના શરીર ઉપર મંત્રેલા અક્ષત C ૧ આ રાયખેંગાર સિદ્ધરાજ જયસિંહનાં વખતમાં થઈ-ગયા છે તે ન સમજવા. Page #227 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૫ [સ્તંભ ૨૪ છાંટવા વગેરેથી તેને વેદના ઉત્પન્ન કરી. પછી સંઘમાં આવીને વિદ્યાબળથી સંઘની ફરતો અગ્નિનો કિલ્લો અને તેને ફરતી જળની ખાઈ બનાવીને અંદર સુખેથી રહ્યા. અહીં અસહ્ય વ્યાર્થિની પીડાથી રુષ્ટમાન થયેલા રાજાએ સંઘનો સંહાર કરવા માટે સૈન્ય સહિત સેનાપતિને મોકલ્યો. તે સેનાપતિ સંઘના પડાવ પાસે આવ્યો, પણ તેની ફરતો અગ્નિનો પ્રાકાર તથા જળની ખાઈ જોઈને ભય પામ્યો; એટલે તેણે દૂરથી મુનિને વિનંતિપૂર્વક કહ્યું કે “હે મુનિ! રાજાને કોપાયમાન ન કરો.” તે સાંભળીને પોતાનો અતિશય (શક્તિ) બતાવવા માટે મુનિએ તે સેનાપતિ અથવા મંત્રીને કહ્યું કે “મારું બળ કેટલું છે તે જુઓ.” એમ કહીને રાતા કણેરના વૃક્ષની એક સોટી સંહારની રીતે ચોતરફ ફેરવી, એટલે સમીપે રહેલા સર્વ વૃક્ષોનાં શિખરો પૃથ્વી પર પડી ગયાં. તે જોઈને મંત્રીએ મુનિને કહ્યું કે “ઉંદર માત્ર ઉપરની ઢાંકણી પાડી નાંખવાને સમર્થ હોય છે, પણ તે પાછી ઢાંકવાને સમર્થ હોતો નથી.” તે સાંભળીને બળભદ્ર મુનિએ શ્વેત કણેરના વૃક્ષની સોટી લઈને તેને સૃષ્ટાની રીતે ફેરવી, એટલે તે વૃક્ષોનાં શિખરો હતાં તેવાં પાછાં જોડાઈ ગયાં. તે જોઈને ચમત્કાર પામેલા મંત્રીએ રાજા પાસે જઈને રાજાને મુનિનું સામર્થ્ય જણાવ્યું, તેથી ભય પામેલો રાજા મુનિ પાસે આવી તેને વંદના કરીને બોલ્યો કે “હે મહારાજા! મારો અપરાધ ક્ષમા કરો. બાળક પિતાની અવજ્ઞા કરે છે, પણ પિતા તેના પર ક્રોઘ કરતા નથી.” મુનિ બોલ્યા કે જો તું જૈનઘર્મ અંગીકાર કરીશ તો તને આરામ થશે.” તે સાંભળીને મુનિના વચનથી રાજાએ જૈનધર્મ અંગીકાર કર્યો. પછી શ્રી સંઘે મોટા ઉત્સવથી શ્રી રૈવતગિરિ તીર્થના અધિપતિ શ્રી નેમિનાથજીની યાત્રા કરી. “યશોભદ્રસૂરિ તથા બલભદ્ર મુનિ જૈનશાસનના પ્રભાવક થયા. તેમને હું ભક્તિગુણ ઘારણ કરીને નિરંતર વંદના કરું છું અને તેમની સ્તુતિ કરું છું.” વ્યાખ્યાન ૩૪૭ સુલભબોધિનું સ્વરૂપ लोभिता बहुभिर्भोगैः, पित्रादिभिर्निरन्तरम् । धर्मप्राप्ति समीहन्ति, ते स्युः सुलभबोधिनः॥१॥ ભાવાર્થ-પિતા વગેરેએ નિરંતર ઘણા પ્રકારના ભોગથી લોભ પમાડ્યા છતા પણ જેઓ ઘર્મની પ્રાપ્તિને જ ઇચ્છે છે તેઓ સુલભબોધિ કહેવાય છે.” આ શ્લોકનો ભાવાર્થ નીચે જણાવેલા વૃષ્ટાંતથી જાણવો. છ મુનિઓની કથા ચિત્ર અને સંભૂતિ મુનિના જીવ પૂર્વ ભવે ક્ષિતિપ્રતિષ્ઠ નામના પુરમાં બે ગોપ હતા. તે પરસ્પર અતિ પ્રીતિવાળા હતા. અન્યદા તે બન્ને ગોપો સાઘુના સંગથી ચારિત્ર લઈ તેનું પ્રતિપાલન કરી દેવતા થયા. ત્યાંથી ચ્યવને પૃથ્વીપુર નગરમાં કોઈ એક શ્રેષ્ઠીના સહોદર પુત્રો થયા. તે બન્નેને બીજા ચાર મહદ્ધિક શ્રેષ્ઠીપુત્રો મિત્ર થયા. તે છયે મિત્રોએ ચિરકાળ સુઘી સંસારના સુખભોગ ૧-૨. આ સંહાર ને સૃષ્ટા બન્ને પ્રકારની વિશેષ સમજણ ગુરુગમથી મેળવવી. Page #228 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૩૪૭]. સુલભબોધિનું સ્વરૂપ ૨૧૯ ભોગવીને એકદા ગુરુ પાસે ઘર્મોપદેશ સાંભળી ઇંદ્રિયોનું દમન કરી હર્ષથી ચારિત્ર ગ્રહણ કર્યું. પછી તેઓ વિવિઘ પ્રકારનાં શાસ્ત્રો ભણીને છેવટ અનશન કરી પ્રથમ સ્વર્ગમાં નલિની ગુલ્મ નામના વિમાનમાં ચાર પલ્યોપમના આયુષ્યવાળા દેવો થયા. ત્યાંથી આયુષ્ય પૂર્ણ થતાં બે ગોપના જીવો વિના બીજા ચારે જીવો પ્રથમ ચવ્યા. તેમાં એક કુરુદેશમાં ઈષકારપુરના રાજા ઈષકાર નામે થયો, બીજો દેવ તે રાજાની રાણી થયો, ત્રીજો તે જ રાજાનો ભૃગુ નામનો પુરોહિત થયો અને ચોથો તે ભૃગુ પુરોહિતની યશા નામે પત્ની થયો. હવે તે પુરોહિત વૃદ્ધ ઉમરનો થવા આવ્યો, તો પણ તેને કાંઈ સંતતિ થઈ નહીં; ત્યારે તે પુત્રની ચિંતાથી મનમાં અત્યંત આકુળવ્યાકુળ થવા લાગ્યો. અન્યદા પેલા બે ગોપ દેવો અવધિજ્ઞાનથી “અમે ભૃગુ પુરોહિતના પુત્રો થઈશું' એમ જાણીને સાધુના વેષે ભૃગુને ઘેર આવ્યા. તેમને જોઈને હર્ષથી ભૃગુ તથા તેની સ્ત્રી તેમને નમ્યા. પછી તેમના ઉપદેશથી શ્રાવકઘર્મ પામીને ભૃગુએ પૂછ્યું કે “હે પૂજ્ય! મારે પુત્ર થશે કે નહીં?” મુનિ બોલ્યા કે “તમારે બે પુત્રો થશે, પણ તે બાલ્યાવસ્થામાં જ દીક્ષા ગ્રહણ કરશે, તે વખતે તમારે તેને અંતરાય કરવો નહીં.” તે સાંભળીને દંપતીએ તેમનું વચન અંગીકાર કર્યું. દેવો સ્વસ્થાને ગયા. અન્યદા તે બન્ને દેવો સ્વર્ગથી ચ્યવીને યશાની કુક્ષિમાં અવતર્યા. ત્યારે ભૃગુએ વિચાર્યું કે “મારા પુત્રો જન્મથી જ કોઈ પણ સાધુને જુએ નહીં તો ઠીક.” એમ ઘારીને તે ભાર્યા સહિત કોઈ નાના ગામમાં જઈને રહ્યો. પછી સમય પૂર્ણ થયે યશાએ બે પુત્રોને જન્મ આપ્યો. તે પુત્રો વૃદ્ધિ પામતાં વિદ્યા ભણવાને યોગ્ય વયના થયા. તે વખતે તેના માતાપિતાએ તેમને શીખવ્યું કે “હે પુત્રો! જે મુનિઓ માથે મુંડન કરેલા, હાથમાં દંડ ઘારણ કરનારા અને નીચી દ્રષ્ટિ રાખીને દંભથી બગલાની જેમ ચાલનારા હોય છે તેઓ બાળકોને પકડીને મારી નાંખે છે અને રાક્ષસોની જેમ તેમનું માંસ ખાઈ જાય છે, માટે તમારે તે સાધુઓની પાસે જવું નહીં. તેઓ પ્રથમ વિશ્વાસ ઉત્પન્ન કરીને પછી મારી નાંખે છે.” આ પ્રમાણે સાંભળીને તે બાળકો સાઘુને જોવા પણ ઇચ્છતા નહીં. અન્યદા તે બન્ને ભાઈઓ સ્વેચ્છાએ ક્રીડા કરતા ગામ બહાર ગયા હતા; તેવામાં દૈવયોગે ગામમાંથી બહાર નીકળીને તેમની સન્મુખ આવતા મુનિઓને જોઈને તે બન્ને ભાઈઓ ત્રાસ પામી વન તરફ નાઠા. માર્ગમાં એક મોટો વટવૃક્ષ આવ્યો. તેના પર તે બન્ને ચડી ગયા. સાધુઓ પણ તે જ વટવૃક્ષની નીચે આવ્યા અને પૃથ્વી પ્રમાર્જીને જયણાથી જીવોને દૂર કરી ગામમાંથી પાત્રમાં આણેલું ભોજન ખાવા બેઠા. તે ભોજનમાંથી એક દાણો પણ પૃથ્વી પર પડવા દીધો નહીં, તેમજ જમતાં બચકારાનો શબ્દ પણ કર્યો નહીં. એ પ્રમાણે તે સાધુઓનું ચાલવું, બોલવું, ખાવું તથા જોવું વગેરે સમગ્ર ચેપ્ટન જીવરક્ષાપૂર્વક જોઈને વટવૃક્ષ ઉપર રહેલા તે બન્ને ભાઈઓએ વિચાર કર્યો કે “આ મુનિઓ તો અન્ન ખાય છે, માંસ ખાતા નથી, માટે આપણા માતાપિતાએ આપણને ખોટા સમજાવ્યા છે, અને તેથી આપણે અત્યાર સુધી ખોટી ભ્રાંતિમાં રહ્યા છીએ, પરંતુ આવા સાધુઓ આપણે પૂર્વે કોઈ પણ સ્થાને જોયા છે ખરા.” એમ ધ્યાન ફરતાં બન્નેને જાતિસ્મરણ જ્ઞાન થયું; તેથી પૂર્વે ગ્રહણ કરેલા ચારિત્રનું સ્મરણ કરીને પ્રતિબોઘ પામેલા તે બન્ને વિચાર કરવા લાગ્યા કે “અહો! માતાપિતાએ મોહને વશ થઈને આપણને મૃષાવાણીથી છેતર્યા છે.” એમ વિચારી બન્ને Page #229 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૫ [સ્તંભ ૨૪ ભાઈઓએ વટવૃક્ષ ઉપરથી નીચે ઊતરી મુનિઓને વંદન કર્યું, અને તેમની સ્તુતિ કરી. પછી પોતાને ઘેર આવી પિતાને કહ્યું કે असासयं दकृमिमं विहारं, बहु अंतरायं न हि दीहमाउं । तम्हा गिहंमि न रइं लभामो, आमंतयामो चरिसामुमोणं ॥१॥ ભાવાર્થ-“આ પ્રત્યક્ષ વિહાર એટલે મનુષ્યભવની સ્થિતિ અશાશ્વત એટલે અનિત્યક્ષણભંગુર જોઈને તથા તેમાં રોગાદિક ઘણાં વિધ્રો અને અલ્પ આયુષ્ય (ક્રોડ પૂર્વનું નહીં) જોઈને અમે ગૃહસ્થાશ્રમમાં કિંચિત્ પણ પ્રીતિ પામતા નથી, માટે અમે મૌનવ્રત એટલે ચારિત્ર ગ્રહણ કરવા તમારી રજા માગીએ છીએ.” તે સાંભળીને તેના પિતા બોલ્યા કે “હે પુત્રો! તમે વેદનું વચન જાણતા નથી. વેદમાં કહ્યું છે કે “નપત્યસ્થ ગતિતિ ’ પુત્રરહિત મનુષ્યની ગતિ નથી; તથા “પુત્રેણ ગાયતે :” પુત્રથી લોક ઉત્પન્ન થાય છે, એ પ્રમાણે વેદમાં કહ્યું છે. વળી “ઉથ પુત્રસ્ય પુખ સ્વો મહીયતે.” પુત્રનો પણ પુત્ર હોય તો તેથી તે સ્વર્ગલોકમાં પૂજાય છે, એમ પણ કહ્યું છે. માટે તમે વેદનો અભ્યાસ કરીને, બ્રાહ્મણોને સંતોષ પમાડીને, પુત્રોને ઘેર મૂકીને તથા સ્ત્રીઓના વિલાસ ભોગવીને પછી દીક્ષા ગ્રહણ કરજો.” આ પ્રમાણે સાંભળીને બન્ને પુત્રો બોલ્યા કે “હે પિતા! વેદ ભણવાથી તે વેદ શરણ કે રક્ષણ કરી શકતા નથી; કેમકે તેને ભણવા માત્રથી તે કાંઈ દુર્ગતિમાં પડતાનું રક્ષણ કરી શકતા નથી. સ્મૃતિમાં કહ્યું છે કે अकारणमधीयानो, ब्राह्मणस्तु युधिष्ठिर! । दुःकुलनाप्यधीयन्ते, शीलं तु मम रोचते ॥१॥ ભાવાર્થ-“હે યુધિષ્ઠિર! “વેદ ભણ્યો માટે તે બ્રાહ્મણ છે,” એમ વેદાધ્યયન કાંઈ બ્રાહ્મણપણાનું કારણ નથી; કેમકે વેદ તો નીચ કુળવાળા પણ ભણે છે, પરંતુ હું તો શીલને જ પસંદ કરું છું; એટલે કે જે સદાચરણી છે તે જ બ્રાહ્મણ છે.” વળી शिल्पमध्ययनं नाम, व्रतं ब्राह्मणलक्षणम् । व्रत्तस्थं ब्राह्मणं प्राहुर्नेतरान् वेदजीवकान् ॥२॥ ભાવાર્થ-“ભણવું તે તો એક જાતની શિલ્પકળા છે પણ બ્રાહ્મણનું લક્ષણ તો સારાં આચરણ છે, માટે સદાચરણમાં રહેલા હોય તે જ બ્રાહ્મણ કહેવાય છે; બીજા વેદથી આજીવિકાના કરનારા તે કાંઈ બ્રાહ્મણ કહેવાતા નથી.” વળી હે પિતા! આપે વિપ્રોને સંતોષ પમાડવાનું જે કહ્યું તે તો નરકમાં નાંખવાનો જ હેતુ છે, કારણ કે તેઓ કુમાર્ગની પ્રરૂપણા કરે છે, અને પશુવઘાદિમાં પ્રવર્તે છે, તેમજ પુત્રાદિક પણ નરકમાં પડતા જીવોને શરણરૂપ થતા નથી. વેદ જાણનાર પણ કહે છે કે यदि पुत्राद्भवेत्स्वर्गो, दानधर्मो न विद्यते । मुषितस्तत्र लोकोऽयं, दानधर्मो निरर्थकः॥१॥ ભાવાર્થ-“જો કદાચ પુત્રથી સ્વર્ગ મળતું હોય અને દાનધર્મની જરૂર ન હોય, તો પછી સર્વ ૧ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના ૧૪ મા અધ્યયનમાં આ ગાથા છે. Page #230 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૩૪૭] સુલભબોધિનું સ્વરૂપ ૨૨૧ જગત છેતરાયું છે અને દાનધર્મ નિરર્થક જણાય છે.’ અર્થાત્ દાનધર્મનું શાસ્ત્રમાં શ્રવણ કરીને તેમાં પ્રવર્તતા લોકો છેતરાયા છે એમ જણાય છે, પણ ખરી રીતે તેમ નથી, દાનાદિ ધર્મ જ સ્વર્ગને આપનાર છે. પુત્રથી સ્વર્ગ મળતું નથી. જુઓ– बहुपुत्रा दुली गोधा, ताम्रचूडस्तथैव च । तेषां च प्रथमं स्वर्गः, पश्चाल्लोको गमिष्यति ॥२॥ ભાવાર્થ-જો પુત્રથી જ સ્વર્ગની પ્રાપ્તિ થતી હોય તો ગરોળીને, ગોઘાને તથા કૂકડા વગેરેને ઘણા પુત્રો હોય છે; તેથી પ્રથમ તેઓ સ્વર્ગે જશે અને પછી બીજા લોકો જશે.” પરંતુ એ વાત અસત્ય છે. વળી તમે શ્રીવિલાસનું સુખ ભોગવવાનું કહ્યું, પણ તે ક્ષણભંગુર છે. તે વિષે શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના ચૌદમા અધ્યયનમાં પરમાત્માએ કહ્યું છે કે– खणमित्तसुखा बहुकालदुक्खा, पग्गामदुक्खा अनिगामसुखा । संसारमुक्खस्स विवक्खभूया, खाणी अणत्थाण उ कामभोगा ॥ १ ॥ ભાવાર્થ–‘સ્ત્રીના કામભોગનું સુખ એક ક્ષણ માત્રનું છે અને તેમાં ઘણા કાળનું દુઃખ રહેલું છે. વળી તેમાં દુ:ખ ઘણું છે અને સુખ સ્વલ્પ છે. સંસારથી મુક્ત થવાની ઇચ્છાવાળાને તે શત્રુભૂત છે તથા અનર્થની ખાણરૂપ છે.' વળી હે પિતા! નિરંતર સંસારનાં કાર્યો કર્યા કરીએ, તોપણ જિંદગી પર્યંત તેની સમાપ્તિ થતી નથી; માટે ધર્મમાં પ્રમાદ કરવો એ કેમ યોગ્ય કહેવાય? જે દિવસ ગયા તે ફરીને આવતા નથી. તેથી ધર્મ નહીં કરનારના દિવસો નિષ્ફળ જાય છે. વળી અધર્મનું મૂળ કારણ ગૃહસ્થાશ્રમ છે, માટે તેનો ત્યાગ કરવો તે જ કલ્યાણકારી છે.’’ આ પ્રમાણેનાં પુત્રોનાં વચનથી પ્રતિબોઘ પામીને ભૃગુ પુરોહિત બોલ્યો કે ‘“હે પુત્રો! તમે કહ્યું તે સત્ય છે, પરંતુ હાલમાં આપણે ગૃહસ્થાશ્રમમાં રહીને તમે અને અમે સર્વ સાથે દેશવિરતિ ગ્રહણ કરીએ; પછી યૌવનાવસ્થા વ્યતિક્રમશે ત્યારે વૃદ્ધાવસ્થામાં આપણે સર્વે ચારિત્ર ગ્રહણ કરીશું.’ પુત્રો બોલ્યા કે ‘‘હે પિતા! જેને મૃત્યુની સાથે મિત્રાઈ હોય, અથવા જે મૃત્યુના પંજામાંથી નાસી શકે તેમ હોય અથવા જે એમ જાણે કે હું મરવાનો નથી તેને તેમ કરવું યોગ્ય છે; પણ તેવું તો કાંઈ પણ નથી. તેથી તેવું ધારનારને મૂર્ખ જાણવો; કેમકે મૃત્યુને નહીં આવવાનો કોઈ પણ વખત નથી. તે તો તેને ગમે ત્યારે આવે છે, માટે આપણે આજે જ ધર્મને અંગીકાર કરીએ. વિષયાદિકનાં સુખ તો આપણે અનંતી વાર પામ્યા છીએ.' ઇત્યાદિ પુત્રોનાં વચન સાંભળીને વ્રતની ઇચ્છાવાળો થયેલો ભૃગુ પોતાની સ્ત્રીને ઘર્મમાં વિઘ્ર કરનાર જાણીને તેના પ્રત્યે બોલ્યો કે “હે વસિષ્ઠગોત્રમાં ઉત્પન્ન થયેલી સ્ત્રી! આ પુત્રો વિના મારે ગૃહસ્થાશ્રમમાં રહેવું યોગ્ય નથી. જેમ શાખા વિનાના વૃક્ષ અને ભૃત્ય વિનાનો રાજા શોભતો નથી, તેમ હું પણ પુત્રરહિત શોભતો નથી; માટે હું તેમની સાથે દીક્ષા લેવા ઇચ્છું છું.’ તે સાંભળીને યશા બોલી કે “હે સ્વામી! આ પ્રત્યક્ષ મળેલા કામભોગો તજવા યોગ્ય નથી. દીક્ષા ગ્રહણ કરવી તે બીજા ભવમાં ભોગ મેળવવાની ઇચ્છાથી છે, તે ભોગ તો આ જન્મમાં જ પ્રાપ્ત થયા છે; તો પછી દીક્ષા શા માટે ગ્રહણ કરવી?’’ ત્યારે ભૃગુ બોલ્યો કે ‘હે પ્રિયા! હું અસંયમરૂપ જીવિતને માટે એટલે કે પરલોકના સુખને માટે દીક્ષા ગ્રહણ કરતો નથી, પણ સંયમ Page #231 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૫ [તંભ ૨૪ વિનાનું જીવિત નિષ્ફળ છે, માટે જ હું ભોગોને તજું છું. વળી જીવિત, મરણ, લાભ, અલાભ, સુખ અને દુઃખ વગેરેમાં સમપણાની ભાવના કરીને મુક્તિ મેળવવા માટે જ દીક્ષા લેવી યોગ્ય છે.” આ પ્રમાણેના તેનાં વાક્યથી પ્રતિબોઘ પામેલી તે બોલી કે “આપણા પુત્રોને ઘન્ય છે કે જેઓ આપણા પહેલાં જ વ્રત લેવાની ઇચ્છાવાળા થયા. તેઓની સ્થિરતા જ આપણને પણ ઘર્મ આપનાર થઈ છે.” આ પ્રમાણે સર્વ પ્રતિબોધ પામવાથી ચાર જણાએ સાથે દીક્ષા ગ્રહણ કરી. આ વૃત્તાંત સાંભળીને ઈષકાર રાજા ભૃગુએ ત્યાગ કરેલા તેના ગૃહાદિકનું ગ્રહણ કરવા માટે તેને ઘેર આવ્યો. તે વખતે તેની કમળા નામની રાણી રાજાને વારંવાર કહેવા લાગી કે “બ્રાહ્મણે વમન કરેલા ગૃહના સારને તમે ખાવા ઇચ્છો છો; તેથી તમે વમનનું ભક્ષણ કરનારા થાઓ છો, તે તમારા જેવાને ઉચિત નથી. વળી તમારી આવી ઉત્કટ ઇચ્છા પૂર્ણ થવા માટે સમગ્ર જગતનું ઘન તમારે આધીન હોય તો પણ તે પૂર્ણ થાય તેમ નથી, તેમજ તે જરામરણના દુઃખને અટકાવવા સમર્થ નથી; કેમકે આ જગતમાં જન્મ ધારણ કરનારને અવશ્ય મરણ પ્રાપ્ત થાય છે. કહ્યું છે કે कश्चित्सखे त्वया दृष्टः, श्रुतः संभावितोऽथवा । क्षितौ वा यदि वा स्वर्गे, यो जातो न मरिष्यति ॥१॥ ભાવાર્થ-હે મિત્ર! આ પૃથ્વી ઉપર અથવા સ્વર્ગમાં તેં એવો કોઈ પ્રાણી જોયો છે, સાંભળ્યો છે, તથા સંભાવના પણ કરી છે કે જે જન્મેલો મૃત્યુ ન પામે? અર્થાત્ એવો કોઈ જ નથી. માટે હે સ્વામી! ઘર્મ વિના બીજું કોઈ રક્ષણ કરનાર નથી. આ ચારેએ આ સર્વ અનિત્ય જાણીને જ તેને તર્યું છે, અને હું પણ તે જાણીને આરંભથી પરિગ્રહ નિવૃત્તિ પામી છું, માટે હે નાથ! હું વ્રત ગ્રહણ કરીશ.” આ પ્રમાણેની રાણીની વાણીથી તે જ વખતે પ્રતિબોધ પામેલો રાજા રાણી સહિત દુસ્યજ કામભોગને તથા મોટા રાજ્યને તજીને નિર્ગથ થયો. આ પ્રમાણે ઉપર કહેલા છયે જીવો કહેલા ક્રમ પ્રમાણે પ્રતિબોઘ પામ્યા, અને સર્વ મોહનો ત્યાગ કર્યો. તેઓનાં ચિત્ત પૂર્વજન્મમાં કરેલા ઘર્મના અભ્યાસની ભાવનાથી ભાવિત થયેલાં હતાં; તેથી અલ્પ કાળમાં જ તેઓએ કેવળજ્ઞાન પામીને અજરામર પદને પ્રાપ્ત કર્યું. પૂર્વ ભવે અરિહંતના શાસનમાં તે છ જીવોનાં ચિત્ત ઘર્મથી વાસિત થયાં હતાં, તેથી તેઓને જલદીથી આત્મતત્ત્વની પ્રાપ્તિ થઈ. આવા પ્રાણીઓ સુલભબોઘી કહેવાય છે.” વ્યાખ્યાન ૩૪૮ પહેલા પ્રત્યેકબુદ્ધ કરકંડુ જે ચાર પ્રત્યેકબુદ્ધ એક સાથે જ સ્વર્ગમાંથી ચ્યવ્યા, સાથે જ દીક્ષા ગ્રહણ કરી, સાથે જ કેવળજ્ઞાન પામ્યા અને સાથે જ મોક્ષે ગયા, તેમનું સ્વરૂપ અહીં કહીએ છીએ तत्रादौ वृषभं वीक्ष्य, प्रतिबुद्धस्य धीनिधेः । करकंडुमहीजानेश्चरितं वच्मि तद्यथा ॥१॥ Page #232 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૩૪૮] પહેલા પ્રત્યેકબુદ્ધ કરકંડુ ૨૨૩ ભાવાર્થ-“તે ચાર પ્રત્યેકબુદ્ધોમાં પ્રથમ વૃષભને જોઈને પ્રતિબોઘ પામેલા બુદ્ધિના ભંડારરૂપ કરકંડુ રાજાનું ચરિત્ર કહીએ છીએ.” તે આ પ્રમાણે કરકે રાજાની કથા ચંપાપુરીમાં દધિવાહન નામે રાજા હતો, તેને પદ્માવતી નામે રાણી હતી. તે એકદા ગર્ભિણી થઈ, ત્યારે ગર્ભના પ્રભાવથી તેને એવો દોહદ થયો કે હું રાજાનો વેષ ઘારણ કરીને, રાજાએ જેને માથે છત્ર ધારણ કર્યું છે એવી, પટ્ટહસ્તીપર બેસીને ઉદ્યાનમાં વિચરું. તે દોહદ પૂર્ણ નહીં થવાથી કૃષ્ણપક્ષના ચંદ્રની જેમ તે પ્રતિદિન કૃશ થવા લાગી. રાજાએ તેનું કારણ પૂછ્યું, ત્યારે રાણીએ દોહદની વાત કહી તેથી રાજાએ તેનો દોહદ પૂર્ણ કરવા માટે તેની સાથે જ હાથી પર બેસી રાણીને માથે છત્ર ધારણ કર્યું અને તેવી રીતે રાજા વનમાં ગયો. તે વખતે અકસ્માતુ જળવૃષ્ટિ થઈ. તે વૃષ્ટિ પ્રથમ હોવાથી પૃથ્વીમાંથી ગંઘ પ્રગટ થયો, તે ગંઘ સુંઘવાથી મદોન્મત્ત થયેલો હાથી વન તરફ દોડ્યો. રાજાએ તેને અંકુશ વગેરેથી ઘણો નિવાર્યો, પણ તે અટક્યો નહીં; તેથી કાયર થઈને રાજાએ રાણીને કહ્યું કે “હે પ્રિયા! દૂર પેલો વટવૃક્ષ દેખાય છે, તેની નીચે થઈને આ હાથી નીકળશે, તે વખતે તું તે વટની શાખા મજબૂત રીતે પકડી લેજે, હું પણ પકડી લઈશ. પછી હાથીને જવા દઈને આપણે નગર તરફ જઈશું.” પછી જ્યારે તે હાથી વટની નીચે થઈને નીકળ્યો, ત્યારે રાજાએ તો તત્કાળ તેની શાખા પકડી લીધી; પણ રાણી તે શાખા પકડી શકી નહીં; તેથી પ્રિયાનો વિયોગ થવાથી રાજા વિલાપ કરતો પાછો વળીને તે હાથીનાં જ પગલાંને અનુસાર ચંપાનગરીમાં ગયો. અહીં હાથી ચાલતાં ચાલતાં અતિ તૃષાતુર થયો; તેથી તે મોટા અરણ્યમાં એક તળાવ આવ્યું તેમાં પેઠો. તે અવસર જાણીને રાણી તેના પરથી ઊતરી તળાવના પાણીને તરીને કાંઠે આવી. પછી તેણે વિચાર્યું કે “પૂર્વના અશુભ કર્મને લીધે મારે અકસ્માતુ આપત્તિ આવી પડી છે; પરંતુ હવે રુદન કરવાથી તો ઊલટો સાત કર્મનો દ્રઢ બંઘ થશે, માટે હમણાં તો આ અરણ્યનું ઉલ્લંઘન કરું ત્યાં સુધીને માટે સાગારી અનશન જ અંગીકાર કરું.” પછી એ પ્રમાણે અભિગ્રહ લઈને તે કોઈક દિશામાં ચાલી. માર્ગમાં એક તાપસે તેને દીઠી; એટલે પૂછ્યું કે “અરે! તું વનદેવી છે કે કિન્નરી છે?” ત્યારે તે બોલી કે “હું જૈનધર્મી ચેટકરાજાની પુત્રી મનુષ્યણી છું.” એમ કહીને પોતાનું સર્વ વૃત્તાંત તેણે તે તાપસને કહી સંભળાવ્યું. તે સાંભળીને તાપસ બોલ્યો કે “હું તારા પિતાનો ભાઈ છું, માટે તું ભય પામીશ નહીં.' એમ કહીને તે તાપસે તેને આશ્વાસન આપી વન ફળાદિક વડે તેનો સત્કાર કર્યો. પછી તેને નજીકના કોઈ નગરમાં તે તાપસે પહોંચાડી. તે રાણી કામભોગથી નિર્વેદ પામીને સાધ્વીઓની પાસે જઈને તેમને વાંદીને બેઠી. ત્યારે સાધ્વીએ તેને પૂછ્યું કે “હે શ્રાવિકા! તું ક્યાંથી આવી છે?” ત્યારે રાણીએ દીક્ષા લેવાની ઇચ્છાથી એક ગર્ભ વિના બીજી સર્વ વાત કહી સંભળાવી. તે સાંભળીને સાધ્વી બોલ્યા કે હે ઉત્તમ આશયવાળી! વિદ્યુત જેવા ચપળ સાંસારિક સુખની આશા છોડીને ચારિત્ર ગ્રહણ કર.” તે સાંભળીને વિરક્ત થયેલી રાણીએ દીક્ષા ગ્રહણ કરી. પછી અનુક્રમે તેના ગર્ભની વૃદ્ધિ થઈ. તે જોઈને સાધ્વીઓએ પૂછ્યું, ત્યારે તેણે સત્ય વાત કહી. પછી સાધ્વીઓએ તેને ગુપ્ત સ્થાને રાખી. ગર્ભસમય પૂર્ણ થતાં તેણે શય્યાતરને ઘેર એક પુત્રને જન્મ આપ્યો. પછી તે પુત્રને તેના પિતાના નામવાળી મુદ્રિકા પહેરાવી રત્નકંબલમાં વીંટીને તેણે સ્મશાનમાં મૂકી દીઘો, અને તેને કોણ લઈ Page #233 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૫ [સ્તંભ ૨૪ જાય છે તે જોવા માટે સંતાઈને ઊભી રહી. તેવામાં તે સ્મશાનનો ઘણી ત્યાં આવ્યો. તેણે તે પુત્રને જોઈ ઉપાડી લઈને પોતાની સ્ત્રીને આપ્યો. તે ચાંડાળની પાછળ જઈ તેનું ઘર જોઈને રાણી ઉપાશ્રયે પાછી આવી. પછી હમેશાં રાણી તેને ઘેર જઈને મોદક વગેરે આપી મોહથી તેને લાડ લડાવવા લાગી. તે પુત્રના શરીરમાં જન્મથી જ કંડુ એટલે ખરજનો વ્યાધિ થયો. એકદા તે પુત્ર બીજા બાળકો સાથે ક્રીડા કરતાં બોલ્યો કે “હું તમારો રાજા છું, માટે તમે મને કર આપો.’’ બાળકો બોલ્યા કે ‘‘શું આપીએ?’’ તેણે કહ્યું કે ‘“તમે તમારા કરથી (હાથથી) મને ખૂબ ખજવાળો, તેથી હું પ્રસન્ન થઈશ.’’ પછી બાળકો તેને ખજવાળતા સતા કરકંડુના નામથી બોલાવવા લાગ્યા. અનુક્રમે તે પુત્ર યુવાવસ્થા પામ્યો, ત્યારે તે સ્મશાનની રક્ષા કરવા લાગ્યો. એકદા બે મુનિ વિહાર કરતા કરતા ત્યાં આવ્યા. તેમાં એક મુનિ લક્ષણ શાસ્ત્રના જાણકાર હતા. તેણે વાંસની જાળમાં એક દંડ જોઈને બીજા મુનિને કહ્યું કે “આ દંડ હજુ ચાર આંગળ મોટો થાય ત્યાં સુધી રાહ જોયા પછી તેને જે માણસ ગ્રહણ કરે તે રાજા થાય.’’ તે વાક્ય એક કરકંડુએ અને એક બ્રાહ્મણે સાંભળ્યું. પછી તે દંડ જ્યારે ચાર આંગળ વધ્યો ત્યારે તે બ્રાહ્મણે તેને ખોદીને કાઢ્યો. તે જોઈને કરકંડુએ તેની સાથે મોટો કજિયો કરીને તે દંડ લઈ લીધો. લોકોએ હસીને તેને પૂછ્યું કે “તું આ દંડને શું કરીશ?” ત્યારે તે બોલ્યો કે “આના પ્રભાવથી હું રાજા થઈશ.’ લોકોએ કહ્યું કે ‘‘તું રાજા થાય ત્યારે આ બ્રાહ્મણને એક ગામ આપજે.’’ તે વચન અંગીકાર કરીને કરકંડુ પોતાને ઘેર ગયો. પેલા બ્રાહ્મણે વિચાર્યું કે “કરકંડુને હણીને પણ દંડ લઉં.’’ તેનો આવો અભિપ્રાય જાણીને ભય પામેલો કરકંડુ ત્યાંથી નાસીને કાંચનપુરે ગયો. ત્યાં થાકી જવાથી ગામ બહાર ઉદ્યાનમાં તે સૂતો. તે જ દિવસે તે ગામનો રાજા અપુત્રીઓ મરી જવાથી પ્રધાનોએ પાંચ દિવ્ય પ્રગટ કર્યા. તે દિવ્યોથી કરકંડુને રાજ્ય મળ્યું; એટલે તે હસ્તીપર આરૂઢ થઈને નગરપ્રવેશ કરતો હતો; તેવામાં પેલા બ્રાહ્મણે આવીને તેને અટકાવ્યો અને બોલ્યો કે “અરે ચાંડાલ! તને રાજ્ય ઘટે નહીં.'' તે સાંભળીને કરકંડુએ પેલો દંડ હાથમાં લઈને ભમાડ્યો, એટલે ભય પામીને તે બ્રાહ્મણ નાસી ગયો. પછી પ્રધાનોએ તેનો રાજ્યાભિષેક કર્યો. પછી કરકંડુ રાજાએ સર્વ ચાંડાળોને બ્રાહ્મણ કર્યા. કહ્યું છે કે— दधिवाहनपुत्रेण, राजा च करकंडुना । वाटधानकवास्तव्या चांडाला ब्राह्मणीकृताः ॥ १ ॥ ભાવાર્થ–દધિવાહન રાજાના પુત્ર કરકંડુ રાજાએ વાટઘાનકના રહીશ ચાંડાળોને બ્રાહ્મણ કર્યા.” એકદા પેલા બ્રાહ્મણે આવીને કરકંડુને કહ્યું કે “હે રાજા! તમે મને પૂર્વે એક ગામ આપવાનું વચન આપ્યું છે તે ગામ આપો.’’ રાજાએ કહ્યું કે ‘“બોલ, તને કયું ગામ આપું?”’ ત્યારે તે બોલ્યો કે “મને ચંપાનગરીની નજીકમાં એક ગામ આપો.’” તે સાંભળીને કરકંડુ રાજાએ ચંપાપુરીના રાજા દધિવાહન ઉપર લેખ લખી આપ્યો કે “આ બ્રાહ્મણને એક ગામ આપજો.’' તે બ્રાહ્મણે ચંપાપુરી જઈને દધિવાહન રાજાને તે કાગળ આપ્યો. તે વાંચીને ક્રોધથી રક્ત નેત્રવાળો થયેલો દધિવાહન રાજા બોલ્યો કે “અરે બ્રાહ્મણ! ચાંડાળના હાથે લખેલા કાગળનો સ્પર્શ કરવાથી હું મલિન થયો છું; Page #234 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૩૪૮]. પહેલા પ્રત્યેકબુદ્ધ કરકંડુ ૨૨૫ માટે તું સત્વર ચાલ્યો જા, નહીં તો તું પણ હમણાં મારા કોપાગ્નિમાં પતંગરૂપ થઈ જઈશ.” તે સાંભળીને બ્રાહ્મણે ત્યાંથી શીધ્રપણે કરકંડુ પાસે જઈને તે વૃત્તાંત કહ્યું; તેથી ક્રોઘ પામેલા કરકંડુએ મોટું સૈન્ય લઈને ચંપાપુરી ઘેરી લીધી. બન્ને રાજાના સૈન્યોને પરસ્પર મહાયુદ્ધ થયું. તે વાત દવિવાહનની રાણી જે સાધ્વી થયેલા હતા તેમણે સાંભળી, તેથી તે પ્રથમ કરઠંડુ પાસે આવ્યા; એટલે કરકંડુ ઊઠીને સામો જઈ તેમને નમ્યો. પછી સાધ્વીએ તેને એકાંતમાં લઈ જઈને પૂર્વની સર્વ હકીકત કહીને કહ્યું કે “હે પુત્ર! પોતાના પિતા સાથે યુદ્ધ કરવું તે તને યોગ્ય નથી. કદાચ તને આ વાતનો વિશ્વાસ ન આવતો હોય તો જન્મ વખતે તારા હાથમાં મેં પહેરાવેલી તારા પિતાના નામવાળી મુદ્રિકા જો.” કરકંડ તે જોઈને શંકારહિત થયો સતો બોલ્યો કે “હે માતા! તમે મારા પિતાની પાસે જઈ આ વાતનો બોઘ કરો.” એટલે તે સાધ્વી ત્યાંથી દધિવાહન પાસે ગયા, અને તેને પણ પૂર્વનું સર્વ વૃત્તાંત કહ્યું. રાજાએ પૂછ્યું કે “તે ગર્ભ ક્યાં ગયો?” સાધ્વી બોલ્યા કે “હે રાજા! જેણે તમારું નગર ઘેર્યું છે તે જ તે ગર્ભ છે.” ઇત્યાદિ સર્વ વૃત્તાંત સાંભળીને આનંદ પામેલો રાજા પુત્રને મળવા ઉત્કંઠિત થઈ તેની સામો ચાલ્યો. તેમને આવતા જોઈ કરકંડુ પણ પગે ચાલતો સન્મુખ ગયો, અને પિતાના ચરણમાં પડ્યો. પિતાએ તેને બે હાથે પકડી લઈને આલિંગન કર્યું. પછી અનુક્રમે દધિવાહન રાજાએ તેને રાજ્ય સોંપીને દીક્ષા ગ્રહણ કરી. કરકંડુ રાજા ન્યાયથી બન્ને રાજ્ય ચલાવવા લાગ્યો. એકદા કરકંડુ રાજા ગોકુળ (ગાયોનો વાડો) જોવા ગયો. ત્યાં તેણે રૂપા જેવો અતિ શ્વેત એક વાછરડો જોયો. તેને જોતાં જ તેના પર અતિ પ્રેમ આવવાથી તેમણે ગાયો દોનારને કહ્યું કે “આ વાછરડાને માત્ર તેની માનું જ દૂઘ પાવું એમ નહીં, પણ બીજી ગાયોનું દૂઘ પણ તેને હમેશાં પાવું.” તે સાંભળીને તે ગોપાલક પણ તે પ્રમાણે કરવા લાગ્યો; એટલે તે વાછરડો ચંદ્રની કાંતિ સાથે પણ સ્પર્ધા કરે તેવો શ્વેત અને અત્યંત પુષ્ટ થયો. રાજા તેને બીજા વૃષભો સાથે યુદ્ધ કરાવતો, પણ કોઈ સાંઢ તેને જીતી શક્યો નહીં. પછી કેટલાક કાળ વ્યતીત થયા પછી એકદા રાજા ગોકુળ જોવા ગયો. ત્યાં નાના વાછરડાઓ જેને લાત પ્રહાર કરે છે એવો વૃદ્ધ વૃષભ જોઈને રાજાએ ગોપાળને પૂછ્યું કે “પેલો મહાવીર્યવાળો પુષ્ટ વૃષભ ક્યાં છે?” ગોપાળે કહ્યું કે “હે દેવ! તે જ આ વૃષભ છે, પણ તે વૃદ્ધાવસ્થાથી વ્યાપ્ત થયેલો છે.” તે સાંભળીને રાજાએ વિચાર્યું કે “અહો! સર્વ પદાર્થો અનિત્ય છે. પ્રત્યંચાના ટંકાર શબ્દથી પક્ષીઓની જેમ જેના ભાંભરવાથી (ઘડૂકવાથી) બળવાન વૃષભો પણ નાસી જતા હતા તે આજે નાના વાછરડાઓની લાતોના પ્રહારને સહન કરે છે. જેનું સ્વરૂપ જોઈને ચંદ્રના દર્શનની પણ ઇચ્છા થતી નહીં તે આજે તેની સામે જોવાથી પુરીષની જેમ જુગુપ્સા ઉત્પન્ન કરે છે; તેથી આ પરાક્રમ, આ વય, આ રૂપ, આ રાજ્ય અને આ વૈભવ વગેરે સર્વ ધ્વજાના છેડાની જેવાં ચંચળ છે એમ પ્રત્યક્ષ ભાસ થાય છે; તેમ છતાં પણ માણસો અજ્ઞાનને લીધે આ વાતને સમજતા નથી; માટે હું તો આત્મતત્ત્વને પ્રાપ્ત કરાવનાર સ્વભાવઘર્માનુયાયી ઘર્મનું સેવન કરી જન્મનું સાફલ્ય કરું.” એ પ્રમાણે વિચાર કરીને પોતે જ પોતાના હાથ વડે મસ્તક પરના કેશનો લોચ કરીને દેવતાએ આપેલા મુનિવેષને ઘારણ કરી આત્મઘર્મમાં રાગી થયેલા તે પ્રત્યેકબુદ્ધ કરકંડુ મુનિ પૃથ્વી પર વિહાર કરવા લાગ્યા. Jain Educભાગ૫૧૫ Page #235 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૫ [સ્તંભ ૨૪ વ્યાખ્યાન ૩૪૯ બીજા પ્રત્યેકબુદ્ધ-દ્વિમુખ अथ प्रत्येकबुद्धस्य, बुद्धस्येन्द्रध्वजेक्षणात् । राज्ञो द्विमुखसंज्ञस्य, ज्ञातं वक्ष्यामि तद्यथा ॥२॥ ભાવાર્થ-“હવે ઇન્દ્રધ્વજા જોવાથી બોધ પામેલા (બીજા) પ્રત્યેકબુદ્ધ દ્વિમુખ નામના રાજાનું ચરિત્ર કહીએ છીએ.” દ્વિમુખ રાજાની કથા કાંપિલ્યપુરમાં હરિવંશી યવ નામે રાજા રાજ્ય કરતો હતો. તેને ગુણમાલા નામની રાણી હતી. એકદા સભામાં બેઠેલા રાજાએ દેશાંતરથી આવેલા દૂતને પૂછ્યું કે “હે દૂત! બીજા રાજ્યમાં છે એવું મારા રાજ્યમાં શું નથી?” દૂતે કહ્યું કે “હે દેવ! આપના રાજ્યમાં એક ચિત્રસભા નથી.” તે સાંભળીને રાજાએ ચિત્રકારોને તથા સુતારોને બોલાવીને કહ્યું કે “મારે માટે એક ચિત્રસભા તાકીદે તૈયાર કરો.” તેઓએ રાજાની આજ્ઞાથી શુભ સમયે સભાનું ખાતમુહૂર્ત કરીને પાયો ખોદવાનો આરંભ કર્યો. ખોદતાં ખોદતાં પાંચમે દિવસે પૃથ્વીના તળમાંથી કાંતિ વડે અત્યંત દેદીપ્યમાન એક મુકુટ પ્રગટ થયો. તે રત્નમય મુકુટ જોઈને હર્ષ પામેલા રાજાએ સર્વ કારીગરોને વસ્ત્રાદિકની પહેરામણી કરીને ખુશી કર્યા. અનુક્રમે કારીગરોએ સુશોભિત પૂતળીઓ વગેરેથી શોભાયમાન દેવસભાના જેવી સભા તૈયાર કરી. પછી શુભ દિવસે રાજા પેલો દિવ્ય મુકુટ ઘારણ કરીને તે નવી સભામાં બેઠો. તે વખતે નવરત્નવાળા હારના પ્રભાવથી જેમ રાવણના દશ મસ્તક દેખાતા હતા, તેમ તે મુકુટના પ્રભાવથી રાજાના મુખ બે દેખાવા લાગ્યા; તેથી લોકમાં તે રાજાનું દ્વિમુખ એવું નામ પ્રસિદ્ધ થયું. તે રાજાને અનુક્રમે સાત પુત્રો થયા, પણ એકે પુત્રી થઈ નહીં. તેથી કોઈ યક્ષની આરાઘના કરીને તેણે એક પુત્રી માગી. તેના પ્રભાવથી મદનમંજરી નામની ગુણવાન અને રૂપવાન એક પુત્રી થઈ. એકદા ઉજ્જયિનીના રાજાએ દૂતના મુખથી સાંભળ્યું કે “કાંડિલ્યપુરના રાજાને મુકુટના પ્રભાવથી બે મુખ થયાં છે. તે સાંભળીને લોભથી ચંડપ્રદ્યોત રાજાએ તે મુકુટને માટે એક ચતુર દૂતને તેની પાસે મોકલ્યો. તે દૂત દ્વિમુખ રાજા પાસે આવી તેને નમીને બાલ્યો કે “તમારા મસ્તક પર રહેલા મુકુટરત્નને અમારા રાજા માટે સત્વર આપો, નહીં તો યુદ્ધ કરવા માટે તૈયાર થાઓ.” તે સાંભળીને દ્વિમુખ રાજા બોલ્યો કે “જો તારો રાજા મને ચાર વસ્તુઓ આપે તો હું આ મુકુટરત્ન આપું. તે ચાર વસ્તુ આ પ્રમાણે :- અનલગિરિ નામનો ગંધહસ્તી, અગ્નિભીરુ રથ, શિવા નામની પદ્મિની રાણી અને લોહજંઘ નામનો દૂત.” તે સાંભળીને દૂતે જઈને ચંડપ્રદ્યોત રાજાને તે વૃત્તાંત કહ્યું; તેથી કોપાગ્નિથી પ્રજ્વલિત થયેલા પ્રદ્યોતરાજાએ તરત જ પ્રયાણભેરી વગડાવી અને સૈન્ય સહિત તે અવંતિ (પાંચાળ) દેશ તરફ ચાલ્યો. તેના સૈન્યમાં બે લાખ હાથીઓ, પચાસ હજાર અશ્વો, બે હજાર અશ્વરથો અને શત્રુને વિપત્તિ આપનારા સાત કરોડપત્તિઓ (પાયદળ) હતા. દ્વિમુખ રાજા પણ ચરના મુખથી પ્રદ્યોતને આવતો સાંભળી સૈન્ય સહિત સન્મુખ ચાલ્યો. બે સૈન્ય એકઠા મળ્યા એટલે પ્રદ્યોતે પોતાના સૈન્યમાં અતિ દુર્ભેદ્ય ગરુડબૂહ રચ્યો અને Page #236 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૩૪૯] બીજા પ્રત્યેકબુદ્ધ–દ્વિમુખ ૨૨૭ દ્વિમુખે પોતાના સૈન્યમાં વાર્નિવ્યૂહ રચ્યો. બન્ને સૈન્ય વચ્ચે મહા યુદ્ધ થયું; પણ દિવ્ય મુકુટના પ્રભાવથી દ્વિમુખ રાજા જિતાયો નહીં; એટલે શ્રાંત થયેલો પ્રદ્યોત રાજા નાઠો. તેને દ્વિમુખે સસલાની જેમ પકડી લીઘો, અને ક્રૌચબંધનથી બાંધી પગમાં દૃઢ બેડી નાંખી કેદ કર્યો. કહ્યું છે કે– महानपि जनो लोभात्, कां कां आपद नाश्रुते । મોટા માણસો પણ લોભને વશ થવાથી કઈ કઈ આપત્તિને પામતા નથી? અર્થાત્ બધી આપત્તિઓ પામે છે.’’ થોડા વખત પછી અનુક્રમે તેને બંધનમુક્ત કરીને રાજાએ માનથી પોતાના અર્થ આસન પર બેસાડ્યો. એકદા રાજપુત્રી મદનમંજરીને જોઈને તેના પર ગાઢ અનુરાગ થવાથી પ્રદ્યોત અત્યંત આકુળવ્યાકુળ થયો. કામજ્વરના દાહથી પુષ્પશય્યામાં પણ તે કિંચિત્ શાંતિ પામ્યો નહીં. વર્ષ જેવડી મોટી થઈ પડેલી તે રાત્રિને મહાકરે નિર્ગમન કરીને પ્રાતઃકાળે તે રાજસભામાં આવ્યો. તેને અતિ ઉદ્વિગ્ન થયેલો જોઈને દ્વિમુખ રાજાએ પૂછ્યું કે ‘‘હે અવંતિપતિ! તમારા મનમાં શી ચિંતા પેઠી છે કે જેથી હિમથી કમલિનીની જેમ તમારું મુખ ગ્લાનિ પામેલું જણાય છે? તેનું કારણ જણાવ્યા સિવાય તેનો ઉપાય શી રીતે થઈ શકશે?'' તે સાંભળીને પ્રદ્યોત દીર્ઘ નિઃશ્વાસ મૂકીને લગ્નનો ત્યાગ કરી બોલ્યો કે ‘‘જો મારું કુશળ ઇચ્છતા હો તો તમારી પુત્રી મને આપો, નહીં તો હું અગ્નિમાં પ્રવેશ કરીશ.'' તે સાંભળીને પુત્રીને યોગ્ય વરની પ્રાપ્તિ થયેલી માની મોટા ઉત્સવથી દ્વિમુખે પોતાની પુત્રી તેને પરણાવી. પછી પ્રદ્યોતરાજા પોતાના જન્મની સફળતા માની દ્વિમુખની રજા લઈને હર્ષથી પોતાની પુરીએ ગયો. એકદા ઇન્દ્રોત્સવનો દિવસ આવવાથી દ્વિમુખ રાજાએ પૌરજનોને ઇન્દ્રધ્વજ સ્થાપન કરવાની આજ્ઞા કરી; તેથી પૌરજનોએ ઇન્દ્રધ્વજાના સ્તંભને ઊભો કરીને તેને શ્વેત ધ્વજાઓ, પુષ્પમાળાઓ અને પુષ્કળ ઘૂઘરીઓથી શણગાર્યો. પછી વાજિંત્રના નાદપૂર્વક તેની પુષ્પફળાદિક વડે પૂજા કરી. પછી કેટલાક તેની પાસે નૃત્ય કરવા લાગ્યા અને કેટલાક ગીત ગાવા લાગ્યા. એ પ્રમાણે સાત દિવસ સુધી મહોત્સવ પ્રવર્તો. આઠમે દિવસે પૂર્ણિમાને રોજ રાજાએ પણ મોટી સમૃદ્ધિથી ત્યાં આવીને તેની પૂજા કરી. ઉત્સવ પૂર્ણ થયા પછી પૌરજનો તે ઇન્દ્રધ્વજને શોભાવવા માટે ધરાવેલા પોતપોતાના વસ્ત્રાદિક લઈ ગયા, અને કાષ્ઠ માત્ર બાકી રહેલા તે સ્તંભને પાડીને પૃથ્વી પર નાખી દીધો. બીજે દિવસે વિષ્ટા અને મૂત્રથી લીંપાયેલો, અપવિત્ર સ્થાને પડેલો અને બાળકો જેના પર ચડીને ક્રીડા કરતા હતા એવો તે સ્તંભ બહાર નીકળેલા રાજાએ જોયો. તે જોઈને વૈરાગ્ય પામેલા રાજાએ વિચાર કર્યો કે ‘જે મહાધ્વજ ગઈ કાલે સર્વ લોકોથી પૂજાતો હતો તે જ મહાજ આજે મોટી વિડંબનાને પામે છે, માટે લક્ષ્મીની શોભા સર્વ ક્ષણભંગુર છે. કહ્યું છે કે आयाति याति च क्षिप्रं, या संपत् सिन्धुपूरवत् । *પાંસુલાયામિવ પ્રાજ્ઞા–સ્તસ્યાં જો નામ રબ્બતે શા ભાવાર્થ-‘જ સંપત્તિ નદીના પૂરની જેમ અથવા સમુદ્રની ભરતીની જેમ જલદી આવે છે * પાંસુલ=ધૂળ અથવા દુરાચારી સ્ત્રી Page #237 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૫ [સ્તંભ ૨૪ અને જલદી જાય છે તે પાંસુલી સ્ત્રીના જેવી સંપત્તિ ઉપર હે ડાહ્યા પુરુષો! કોણ આસક્તિ કરે?” માટે હું પ્રાયઃ વિડંબનાભૂત એવી આ રાજ્યસંપદાને તજીને મુક્તિ આપનારી સમતારૂપ સામ્રાજ્યસંપદાનો આશ્રય કરું.” એમ વિચારી જેનો મમતારૂપી અગ્નિ શાંત થયો છે એવા તે દ્વિમુખ રાજાએ તે જ વખતે પોતે જ કેશનો લોચ કરીને દેવદત્ત મુનિવેષને ધારણ કરી પૃથ્વી પર વિહાર કર્યો. શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના નવમા અધ્યયનમાં શ્રી વીરસ્વામીએ કહ્યું છે કે વરવહુ સિંગેસુ, પાંગાસુ તુદો | नमिराया विदेहेसु, गंधारेसु च नग्गइ॥१॥ ભાવાર્થ-“કલિંગ દેશમાં કરકંડુ રાજા, પાંચાલ દેશમાં દ્વિમુખ રાજા, વિદેહ દેશમાં નમિ રાજા અને ગાંઘાર દેશમાં નગ્નતિ રાજા થયા છે.” આ ચારે રાજાઓ પુષ્પોત્તર વિમાનથી એક કાળે અવ્યા, એક કાળે દીક્ષા લીધી અને એક કાળે મોક્ષપદને પામ્યા છે. આ ચારે રાજાઓ મુનિ થયા પછી એકત્ર મળતાં તેમને પરસ્પર સંવાદ થયો હતો. તે હકીકત આ પ્રમાણે છે–આ ચારે મુનિઓ વિહાર કરતાં કરતાં એકદા ક્ષિતિપ્રતિષ્ઠપુરમાં આવ્યા. ત્યાં ગામની બહાર કોઈ એક યક્ષનું ચાર દ્વારવાળું ચૈત્ય હતું. તેમાં પૂર્વાભિમુખે તે વ્યંતરની પ્રતિમા રહેલી હતી. તેમાં પ્રથમ પૂર્વના દ્વારથી કરકંડુ મુનિએ પ્રવેશ કર્યો. પછી દક્ષિણ તરફના દ્વારથી દ્વિમુખમુનિએ પ્રવેશ કર્યો. તે વખતે યક્ષે વિચાર્યું કે “હું સાદુથી પરાભૂખ કેમ રહું?” એમ ઘારીને તેણે દક્ષિણ તરફ બીજું મુખ કર્યું. પછી નમિ મુનિએ પશ્ચિમના દ્વારથી પ્રવેશ કર્યો, ત્યારે પણ તે યક્ષ ત્રીજું મુખ કરીને સન્મુખ રહ્યો. પછી ઉત્તરના દ્વારથી નગ્નતિ મુનિએ પ્રવેશ કર્યો, ત્યારે યક્ષે તે તરફ ચોથું મુખ કર્યું. આ પ્રમાણે તે યક્ષ મુનિની ભક્તિથી ચતુર્મુખ થયો. હવે કરકંડ મુનિને લૂખી ખરજ હજુ સુધી પણ દેહમાં હતી, તેથી શરીરે ખરજ આવવાથી તેણે ખરજ ખણવાનું અધિકરણ લઈને ખરજ ખણી. પછી તેને સંતાડતા જોઈને દ્વિમુખ મુનિ બોલ્યા કે “હે કરકંડ મુનિ!તમે રાજ્યાદિક સર્વનો ત્યાગ કર્યો છે ત્યારે આટલી આ ખરજ ખણવાની વસ્તુનો સંચય શા માટે કરો છો?” તે સાંભળીને કરકંડુ મુનિ તો કાંઈ બોલ્યા નહીં, પણ નમિરાજર્ષિએ દ્વિમુખે મુનિને કહ્યું કે “હે મુનિ! તમે રાજ્યાદિ સર્વ કાર્યનો ત્યાગ કરીને નિગ્રંથ થયા છો, તો પણ અન્યના દોષને જોવારૂપ કાર્ય તો હજુ કરો છો, તે હવે તમને નિઃસંગને યોગ્ય નથી.” તે સાંભળીને દુર્ગતિરહિત થયેલા નગ્નતિ મુનિએ નમિમુનિને કહ્યું કે “હે મુનિ! તમે એમને કહો છો, પણ તમે જ્યારે સર્વનો ત્યાગ કરીને મોક્ષને માટે જ ઉદ્યમી થયા છો, ત્યારે શા માટે વૃથા અન્યની નિંદા કરો છો?” પછી કરકંડ મુનિ સર્વને ઉદ્દેશીને બોલ્યા કે-“મોક્ષની ઇચ્છાવાળા મુનિઓને અહિતથી રોકનાર સાધુ, નિંદક શી રીતે કહેવાય? કેમકે या रोषात् परदोषोक्तिः, सा निंदा खलु कथ्यते । स तु कस्यापि नो कार्या, मोक्षमार्गानुसारिभिः॥१॥ ભાવાર્થ-“ક્રોઘથી પરનો દોષ કહેવો તે નિંદા કહેવાય છે. તે નિંદા મોક્ષમાર્ગને અનુસરનારા મુનિઓએ કોઈની પણ કરવી નહીં.” Page #238 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૩૫૦] ત્રીજા પ્રત્યેકબુદ્ધ નગ્નતિ ૨૨૯ हितबुद्ध्या तु या शिक्षा, सा निंदा नाभिधीयते । अत एव च सान्यस्य, कुप्यतोऽपि प्रदीयते ॥२॥ ભાવાર્થ-“હિતબુદ્ધિથી જે શિખામણ આપવી તે નિંદા કહેવાતી નથી, માટે તેવી શિક્ષા સામો માણસ કોપ કરે તો પણ આપવી.” આગમમાં પણ કહ્યું છે કે रुसउ वा परो मा वा, विसं वा परिअत्तओ । भासिअव्वा हिआ भासा, सपक्खगुणकारिया ॥१॥ ભાવાર્થ-“સામો માણસ કોપ કરો અથવા ન કરો અથવા તો વિષ જેવી કડવી લાગી; પરંતુ શત્રુને પણ ગુણ કરે તેવી હિતકારી ભાષા બોલવી.” આ પ્રમાણે શ્રી કરકંડ મુનિએ ઉપદેશ આપ્યો, તે ત્રણ મુનિઓએ હર્ષથી અંગીકાર કર્યો અને કરકંડ મુનિ શરીર ખણવાની વસ્તુનો ત્રિવિશે ત્રિવિધે ત્યાગ કરીને સંપૂર્ણ નિઃસ્પૃહી થયા. ત્યારથી ખરજ આવે તે વખતે પણ તેને ખણવારૂપ તેનો સત્કાર તજી દીઘો. દ્વિમુખ મુનિએ વિચાર્યું કે “મેં સાધુ થઈને પણ કરકંડ મુનિને ખજવાળતાં જોઈ તેની નિંદા કરી, તે મેં યોગ્ય કર્યું નહીં; માટે આજથી મારે સમતા જ રાખવી.” આ પ્રમાણે સર્વે મુનિઓએ પોતપોતાના વચનને શામ્ય રહિત અયોગ્ય માનીને વિશેષ સમતા ઘારણ કરી. પછી તેઓએ યથારુચિ ત્યાંથી વિહાર કર્યો. છેવટે તે ચારે સાથે જ કેવળજ્ઞાન પામી મોક્ષે ગયા. આ પ્રમાણે સમગુણથી શોભતા ચારે પ્રત્યેકબુદ્ધોનું સંપ્રદાયને અનુસાર ટૂંકું ચરિત્ર અહીં લખ્યું છે. વ્યાખ્યાન ૩૫૦ ત્રીજા પ્રત્યેકબુદ્ધ નગ્નતિ अथ नग्गतिसंज्ञस्य, संबुद्धस्याम्रपादपात् । तुर्यप्रत्येकबुद्धस्य, कथां वक्ष्यामि तद्यथा ॥१॥ ભાવાર્થ-હવે આમ્રવૃક્ષને જોઈને બોઘ પામેલા નગ્નતિ નામના ચોથા પ્રત્યેકબુદ્ધની કથા કહેવામાં આવે છે, તે આ પ્રમાણે નમ્નતિ રાજાની કથા ગાંધાર દેશમાં સિંહરથ નામે રાજા હતો. તેને એકદા વિપરીત શીખવેલા બે ઘોડાઓ ભેટમાં આવ્યા. તે અશ્વની ગતિની પરીક્ષા કરવા માટે એક અશ્વ પર ચડીને રાજા ક્રીડા કરવા ગયો. તે વિપરીત શિક્ષા પામેલો અશ્વ નદીના પૂરની જેમ દોડતો બાર યોજન દૂર નીકળી ગયો અને એક મહારણ્યમાં રાજાને લાવી મૂક્યો. રાજાએ તે અશ્વની લગામ ખેંચી ખેંચીને શ્રાંત થવાથી તેને મૂકી દીઘી, એટલે તરત જ તે અશ્વ ત્યાં ઊભો રહ્યો. પછી રાજાએ નીચે ઊતરીને અશ્વને વૃક્ષ સાથે બાંથી ફળાદિકથી પ્રાણવૃત્તિ કરી. પછી રાત્રિયાસો કરવા માટે તે પાસેના પર્વત પર ચડ્યો. ત્યાં એક સાત માળનું મંદિર જોઈને રાજા તેમાં પેઠો. તે મહેલમાં એક મૃગ સરખાં નેત્રવાળી કન્યા તેના જોવામાં આવી. તે કન્યાએ રાજાને જોઈને તરત ઊભા થઈ તેને આસન આપ્યું. પછી રાજાએ તેને Page #239 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૫ [સ્તંભ ૨૪ પૂછ્યું કે “હે સુભગે! તું કોણ છે? અને અહીં એકલી કેમ રહે છે?” તે બોલી કે “પ્રથમ તમે મને ગાંધર્વ વિવાહથી પરણો, પછી હું મારું સર્વ વૃત્તાંત તમને કહીશ.” તે સાંભળીને રાજાએ તેની સાથે ગાંઘર્વવિવાહ કર્યો. પછી તે સ્ત્રી પોતાનું વૃત્તાંત કહેવા લાગી કે “હે સ્વામી! આ ભરતક્ષેત્રમાં ક્ષિતિપુર નામે નગરમાં જિતશત્રુ નામે રાજા હતો. તેણે એકદા ચિત્રશાળા કરવા માટે ચિત્રકારોને બોલાવીને આજ્ઞા કરી કે “આ શહેરમાં તમારાં જેટલાં ઘર હોય તેટલા વિભાગ કરીને તમે આ સભા ચીતરો.” ચિતારાઓ તે પ્રમાણે ભાગ પાડીને સભા ચીતરવા લાગ્યા. તે ચિત્રકારોમાં એક વૃદ્ધ ચિત્રકાર હતો. તેને સહાયભૂત કોઈ નહોતું. માત્ર એક કનકમંજરી નામે તેની પુત્રી હતી. તે હમેશાં પિતાને માટે ત્યાં ખાવાનું લઈને આવતી. તે વૃદ્ધ ચિત્રકાર જ્યારે ખાવાનું આવતું ત્યારે શૌચ માટે બહાર જતો. એકદા કનકમંજરી ભોજન લઈને રાજમાર્ગે આવતી હતી તે વખતે રાજા ઘોડેસવાર થઈને ઘોડો દોડાવતો ત્યાંથી નીકળ્યો. તેને જોઈને ભય પામેલી કનકમંજરી દોડીને સભામંડપમાં આવતી રહી. તે સમયે રાજા પણ સભા જોવા માટે ત્યાં આવ્યો. તેણે ચિત્ર જોતાં ભીંત પર ચીતરેલું એક મોરનું પીંછું લેવા માટે એકદમ પોતાનો હાથ તેના ઉપર નાંખ્યો; એટલે તે પીંછું તો હાથમાં આવ્યું નહીં, પણ ઊલટો આંગળીનો નખ ભાંગી ગયો. તેથી લર્જિત થયેલા રાજાને જોઈને કનકમંજરી વિલાસપૂર્વક હાસ્ય કરીને બોલી કે “હવે માંચો (ખાટલો) ચારે પાયાથી પૂર્ણ થયો.” તે સાંભળીને રાજાએ આગ્રહથી તેને પૂછ્યું કે “શી રીતે પૂર્ણ થયો?” ત્યારે તે બોલી કે “આજે ખાવાનું લઈને હું અહીં આવતી હતી, ત્યારે રાજમાર્ગ મેં કોઈ માણસને અશ્વ દોડાવતો જતો જોયો, તે પહેલો મૂર્ખ. તેને મૂર્ખાઈરૂપ માંચાનો પહેલો પાયો સમજવો; કેમકે રાજમાર્ગ બાળકો, સ્ત્રીઓ અને વૃદ્ધો વગેરેના જવા આવવાથી સાંકડો થયેલો હોય છે; તેથી ડાહ્યા પુરુષો ત્યાં ત્વરાથી અશ્વ દોડાવતા નથી. બીજો મૂર્ખ અહીંનો રાજા છે; કેમકે તેણે પરનું દુઃખ જાણ્યા વિના જ બીજા યુવાન ચિત્રકારોની જેટલો જ ભાગ ચીતરવા માટે મારા વૃદ્ધ અને પુત્ર વિનાના પિતાને આપ્યો છે. ત્રીજો મૂર્ખ મારો પિતા છે, કેમકે જ્યારે હું ભોજન લઈને આવું છું ત્યારે જ તે દેહચિંતા માટે બહાર જાય છે, પણ આગળ કે પાછળ જતા નથી; અને ચોથા મૂર્ખ તમે; કેમકે ભીંત ઉપર મયૂર ક્યાંથી હોય કે જેનું પીછું લેવા તમે હાથ લંબાવ્યો? એટલી પણ ખબર ન પડી, માટે તે ચોથો પાયો.” આ પ્રમાણે તે કન્યાનાં વાક્યો સાંભળીને તેને સત્ય માની રાજાએ વિચાર્યું કે “આની સાથે લગ્ન કરીને મારો જન્મ સફળ કરું.” પછી રાજાના કહેવાથી મંત્રીએ તેના પિતા પાસે કનકમંજરીની માગણી કરી, તેથી હર્ષ પામીને તેણે પોતાની પુત્રી રાજાને પરણાવી. એકદા કનકમંજરી પોતાનો વારો હોવાથી દાસીની સાથે રાજાના શયનગૃહમાં આવી. રાજા સૂતો, ત્યારે પ્રથમથી સંકેત કરી રાખેલી દાસીએ કનકમંજરીને કહ્યું કે “હે દેવી! તમને અદ્ભુત કથાઓ ઘણી આવડે છે. માટે તેમાંથી એક આજે કહો.” ત્યારે તે બોલી કે “રાજા ઊંધી જશે ત્યારે કહીશ.” તે સાંભળીને તેની વાર્તા સાંભળવાની ઇચ્છાથી રાજાએ ખોટી નિદ્રાનો દેખાવ કર્યો. એટલે કનકમંજરીએ વાર્તા કહેવા માંડી કે “એક શ્રેષ્ઠીએ એક હાથનું ચૈત્ય કરાવ્યું, અને તેમાં ચાર હાથની દેવપ્રતિમા સ્થાપન કરી.” તે સાંભળી દાસીએ પૂછ્યું કે “એક હાથના ચૈત્યમાં ચાર હાથની પ્રતિમા કેમ રહી શકે? એ મારા સંશયને દૂર કરો.” ત્યારે રાણી બોલી કે “અત્યારે તો નિદ્રા આવે છે. કાલે કહીશ.” એમ કહીને રાણી સૂઈ ગઈ. બીજે દિવસે તેનું સમાઘાન સાંભળવાની ઇચ્છાથી Page #240 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૩૫૦] ત્રીજા પ્રત્યેકબુદ્ધ નગ્નતિ ૨૩૧ રાજાએ તેને જ વારો આપ્યો. પછી પહેલી રાત્રિની જેમ રાજા ખોટી નિદ્રા લેવા લાગ્યો, ત્યારે દાસીએ પૂછ્યું કે “હે સ્વામિની! કાલની શંકાનો જવાબ આપો.” ત્યારે રાણી બોલી કે “ચાર હાથની પ્રતિમા એટલે તે પ્રતિમાને ચાર બાહુ હતી, પણ તે ચાર હાથ ઊંચી નહોતી, અર્થાત્ ઊંચાઈમાં તો એક હાથની નાની હતી, તેથી એક હાથ ઊંચા ચૈત્યમાં તે રહી શકી.” પછી દાસીએ બીજી વાર્તા કહેવાનું કહ્યું, ત્યારે રાણી બોલી કે “કોઈ વનમાં રાતો અશોક વૃક્ષ હતો. તેને સેંકડો શાખાઓ હતી, પણ તેની છાયા પૃથ્વી પર બિલકુલ પડતી નહોતી.” ત્યારે દાસીએ પૂછ્યું કે “એવડા મોટા વૃક્ષને છાયા કેમ ન હોય? હોવી જ જોઈએ.” રાણી બોલી કે “અત્યારે તો નિદ્રા આવે છે; કાલે જવાબ આપીશ.” એમ કહી સૂઈ ગઈ. ત્રીજે દિવસે પણ રાજાએ તેને વારો આપ્યો. એટલે રાત્રે પૂર્વની જેમ દાસીએ પૂછ્યું, ત્યારે રાણીએ તેનો ખુલાસો આપ્યો કે “તે વૃક્ષ કૂવા ઉપર હતું, તેથી તેની છાયા કૂવામાં પડતી હતી, એટલે તે પૃથ્વી પર પડતી નહોતી.” આ પ્રમાણે કનકમંજરીએ છ માસ સુધી વાર્તાઓ કહીને રાજાને વશ કર્યો; તેથી બીજી રાણીઓ કનકમંજરી ઉપર કોપાયમાન થઈને તેનાં છિદ્રો શોધવા લાગી. હવે કનકમંજરીને એવો નિયમ હતો કે તે હમેશાં એક વાર ઓરડો બંધ કરીને પોતાના પિતાનાં ઘરનાં લૂગડાં પહેરી રાજાએ આપેલાં ઉત્તમ વસ્ત્રો તથા આભૂષણો કાઢી નાંખીને પૂર્વાવસ્થાનું સ્મરણ કરી પોતાના આત્માની નિંદા કરતી કે “અરે જીવ! તું મદ કરીશ નહીં, ઋદ્ધિગૌરવ કરીશ નહીં, કેમકે કદાચિત્ રાજા કોહેલી કૂતરીની જેમ તને ઘરમાંથી કાઢી પણ મૂકે; માટે અહંકાર ન કરીશ.” આ પ્રમાણેની તેની ચેષ્ટા માત્ર જોઈને બીજી રાણીઓએ રાજાને કહ્યું કે “હે સ્વામી! ચિતારાની દીકરી જે તમારી માનીતી છે તે હમેશાં કાંઈક કામણ કરે છે, માટે તે તમે જાતે પ્રમાદ મૂકીને જુઓ અને તમારી ખાતરી કરો; નહીં તો તેની ઉપરના મોહથી તમે કાંઈ પણ કામ કરવા જેવા રહેશો નહીં (નકામા થઈ જશો).” તે સાંભળીને રાજા પોતે પ્રચ્છન્ન રીતે તે જોવા માટે ગયો. તે વખતે કનકમંજરીને હંમેશની જેમ પોતાના આત્માને શિખામણ આપતી જોઈ. તેનાં તેવાં વચનો સાંભળીને સંતુષ્ટ થયેલા રાજાએ વિચાર કર્યો કે मदोन्मत्ता भवत्यन्ये, स्वल्पायामपि संपदि । असौ तु संपदुत्कर्ष, संप्राप्तापि न माद्यति ॥ ભાવાર્થ-“બીજી સ્ત્રીઓ થોડી સંપત્તિમાં પણ મદોન્મત્ત થયેલી છે, પરંતુ આ તો મોટી સમૃદ્ધિ પામ્યા છતાં પણ ગર્વ કરતી નથી.” મારી બીજી રાણીઓ ઈર્ષ્યાથી આના ગુણને પણ દોષરૂપે જુએ છે; પરંતુ દુર્જનનો એવો સ્વભાવ જ હોય છે. કહ્યું છે કે जाड्यं ह्रीमति गण्यते व्रतरुचौ दंभः शुचौ कैतवं । शूरे निघृणता ऋजौ विमतिता दैन्यं प्रियालापिनी॥ तेजस्विन्यवलिप्तता मुखरता वक्तर्यशक्तिः स्थिरे । तत्को नाम गुणो भवेत् स गुणिनां यो दुर्जनै कितः॥४॥ ભાવાર્થ-“દુર્જનો લવંતને વિષે જડતા ગણે છે, વ્રતની રુચિવાળાને વિષે દંભનો આરોપ કરે છે, પવિત્રને વિષે કપટ કહે છે, શુરવીરને નિર્દય કહે છે, સરલ સ્વભાવવાળાને મૂર્ખ કહે છે, Page #241 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૫ [સ્તંભ ૨૪ પ્રિય વચન બોલનારને દીન કહે છે, તેજસ્વી હોય તો ગર્વિષ્ઠ કહે છે, વક્તા હોય તો વાચાળ કહે છે અને સ્થિરતાવાળો હોય તો અશક્તિમાન કહે છે, માટે એવો કયો ગુણ છે કે જેને દુર્જનોએ કલંકિત કર્યો નથી?’’ અર્થાત્ તેણે સર્વ ગુણોને કલંક વડે અંકિત કરેલા છે. આ પ્રમાણે વિચારીને રાજાએ તેને પટ્ટરાણી કરી. એકદા રાજાએ પટ્ટરાણી સાથે ધર્મોપદેશ સાંભળીને શ્રાવકધર્મ અંગીકાર કર્યો. પછી અનુક્રમે તે ચિત્રકારની પુત્રી ધર્મનું આરાધન કરીને સ્વર્ગે ગઈ, ત્યાંથી ચ્યવીને તે વૈતાઢ્ય પર્વત ઉપર દૃઢશક્તિ રાજાની પુત્રી થઈ. તે પુત્રી જ્યારે યુવાવસ્થા પામી ત્યારે તેને જોઈને મોહ પામેલો વાસવ નામનો ખેચર તેનું હરણ કરીને આ પર્વત ૫૨ લાવ્યો. અહીં વિદ્યાના બળથી આ પ્રાસાદ બનાવીને તે પરણવાને તૈયાર થયો. તેવામાં તે કન્યાનો મોટો ભાઈ અહીં આવ્યો એટલે વાસવનું ને તેનું યુદ્ધ થયું. તેને પરિણામે બન્ને જણા મૃત્યુ પામ્યા. પોતાના ભાઈના મરણથી તે કન્યા શોકાતુર થઈ, અને અત્યંત રુદન કરવા લાગી. તેવામાં કોઈ વ્યંતર દેવે આવીને કહ્યું કે “હે વત્સે! તું કેમ રુદન કરે છે?'' તેનો જવાબ તે આપે છે, તેટલામાં તે કન્યાનો પિતા ત્યાં આવ્યો. તેને આવતો જોઈને તે દેવે તે કન્યાને શબરૂપ કરી નાંખી. દૃઢશક્તિ રાજાએ પુત્રને તથા પુત્રીને મરેલાં જોઈને ઉદ્વેગ પામી સંસારની અસારતા જાણી પોતાને હાથે લોચ કરી ચારિત્ર અંગીકાર કર્યું. ત્યાર પછી તે દેવે માયાનું હરણ કરી તે કન્યાને સચેતન કરી, અને તે બન્નેએ મુનિને વંદના કરી. પછી મુનિના પૂછવાથી તે કન્યાએ પોતાના ભાઈનું વૃત્તાંત કહ્યું. ત્યારે મુનિ બોલ્યા કે “મેં હમણાં ત્રણ શબ કેમ જોયાં હતાં?’’ એટલે તે દેવ બોલ્યો કે મેં મારી માયા તમને બતાવી હતી.” મુનિએ પૂછ્યું કે “શા માટે' દેવ બોલ્યો કે “આ કન્યા પૂર્વે ચિત્રકારની પુત્રી, જિતશત્રુ રાજાની રાણી અને પરમ શ્રાવિકા હતી. તેણે પોતાના પિતાના મૃત્યુ સમયે પંચ નમસ્કારાદિક વડે તેની નિર્યામણા કરી હતી; તેથી તે ચિત્રકાર મરીને વ્યંતરદેવ થયો છે તે હું છું. મેં અવધિજ્ઞાનથી આ મારી પૂર્વભવની પુત્રીને શોકાતુર જોઈને પૂર્વ ભવના પ્રેમથી તેની આશ્વાસના કરી. તે વખતે તમને આવતા જોઈને મેં વિચાર્યું કે હવે આ પુત્રી તેના પિતા સાથે જતી રહેશે; તેથી મને તેનો વિરહ થશે, એમ જાણીને તેને ચેષ્ટારહિત કરી હતી. પછી તમને નિઃસ્પૃહી (મુનિ) થયેલા જોઈને મેં મારી માયા દૂર કરી. હે મુનિરાજ! તે મારા અપરાધને ક્ષમા કરો.'' મુનિ બોલ્યા કે ‘‘તમે મને ઘર્મપ્રાપ્તિમાં હેતુભૂત થવાથી મારા ઉપકારી થયા છો.’' એમ કહીને મુનિએ ત્યાંથી અન્યત્ર વિહાર કર્યો. પછી તે કન્યાને જાતિસ્મરણ થવાથી પોતાના પૂર્વભવના પિતા તે દેવને ઓળખીને તેણે પૂછ્યું કે ‘“હે પિતા! મારો પતિ કોણ થશે?' દેવે અવધિજ્ઞાનથી જાણીને કહ્યું કે “હે પુત્રી! તારો પૂર્વભવનો પતિ સ્વર્ગથી ચ્યવીને સિંહરથ નામે રાજા થયો છે. તે અશ્વ વડે હરણ કરાઈને અહીં આવશે અને તે તારો પતિ થશે, માટે ઘીરજ રાખીને તું અહીં જ રહે.'' આ પ્રમાણે પ્રિયાએ કહેલું વૃત્તાંત સાંભળીને સિંહરથ રાજાને પણ જાતિસ્મરણ થવાથી તે સંદેહરહિત થયો. પછી તે સ્ત્રીની સાથે રાજા એક માસ સુધી ત્યાં આનંદથી રહ્યો. એકદા તે સ્ત્રીએ રાજાને કહ્યું કે “હે પ્રિય! તમારું નગર અહીંથી ઘણે દૂર છે, માટે મારી પાસેથી તમે પ્રજ્ઞતિ વિદ્યા ગ્રહણ કરો.’’ રાજાએ તે વિદ્યા ગ્રહણ કરીને વિધિપૂર્વક તેનું સાધન કર્યું. Page #242 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૩૫૧] લાથી પણ વ્રત અત્યાજ્ય ૨૩૩ પછી વિદ્યા સિદ્ધ કરીને રાજા આકાશમાર્ગે પોતાના નગરમાં ગયો, ત્યાંથી પાછો તે પર્વત પર આવ્યો. એવી રીતે તે રાજા વારંવાર પર્વત ઉપર જતો અને પાછો પોતાના નગરમાં આવતો; તેથી લોકોએ ના એટલે પર્વત પર આની ગતિ છે એમ જાણીને તેનું નતિ એવું સાર્થક નામ પાડ્યું. તે વિદ્યાધરની પુત્રી કનકમાળા તો તે વ્યંતર દેવના કહેવાથી તે પર્વત પર જ રહી; તેથી નગતિ રાજાએ ત્યાં નવું નગર વસાવ્યું. એકદા કાર્તિકી પૂર્ણિમાને દિવસે રાજા સૈન્ય સહિત નગર બહાર નીકળીને રમવાડીએ જવા ચાલ્યો. ત્યાં નવીન પલ્લવોથી રક્ત અને માંજરોથી પીત દેખાતો એક સદા ફળવાળો છત્રાકાર આમ્રવૃક્ષ જોયો; એટલે તે મનોહર વૃક્ષની એક માંજર રાજાએ માંગળિકને માટે ગ્રહણ કરી અને ત્યાંથી આગળ ચાલ્યો. પાછળથી આખા સૈન્ય તેનાં પત્ર, પલ્લવ અને માંજર લઈને તે વૃક્ષને હૂંટારૂપ કરી નાંખ્યું. થોડી વારે રાજા પાછો વળી તે જ જગ્યાએ આવ્યો. ત્યારે તેણે “પેલો આંબો ક્યાં છે?” એમ મંત્રીને પૂછ્યું. ત્યારે મંત્રીએ તે હૂંઠું બતાવ્યું. તે જોઈને ફરીથી રાજાએ પૂછ્યું કે “તે આવો કેમ થઈ ગયો?” મંત્રીએ કહ્યું કે “હે સ્વામી! આ વૃક્ષની એક મંજરી પ્રથમ આપે ગ્રહણ કરી, ત્યાર પછી સૈન્યના સર્વ લોકોએ તેનાં પત્ર, પુખ તથા ફળ વગેરે લઈને જેમ ચોર લોકો ઘનિકને લક્ષ્મી વિનાનો કરી નાખે તેમ તેને શોભારહિત કરી નાખ્યો.” તે સાંભળીને રાજાએ વિચાર કર્યો કે “અહો! લક્ષ્મી (શોભા) કેવી ચંચળ છે? જુઓ! આ અભુત લક્ષ્મીવાળો આમ્રવૃક્ષ ક્ષણવારમાં લક્ષ્મી રહિત થઈ ગયો. જે પ્રથમ સંતોષ કરનાર હોય તે ક્ષણાંતરમાં જ વમન કરેલા ભોજનની જેમ જોવા યોગ્ય પણ રહેતું નથી. જેમ જળના બુબુદો (પરપોટા) અને સંધ્યા સમયની કાંતિ સ્થિર રહેતી નથી, તેમ સર્વ સંપત્તિઓ પણ અસ્થિર છે એમ નિશ્ચય થાય છે.” આ પ્રમાણે વિચાર કરીને પોતાની મેળે કેશનો લોચ કરી દેવદત્ત મુનિવેષ ઘારણ કરીને ગાંઘાર દેશના રાજા નગ્ગતિએ ચારિત્ર અંગીકાર કર્યું, અને ત્યાંથી તે ચોથા પ્રત્યેકબુદ્ધે પૃથ્વી પર વિહાર કર્યો. વ્યાખ્યાન ૩૫૧ લથી પણ વ્રત અત્યાજ્ય કેટલાક લwથી પણ ગ્રહણ કરેલા વ્રતને તજતા નથી તે વિષે કહે છે– लज्जातो गृहीतां दीक्षा, निर्वहति यदा नरः । तदा सत्त्वेषु योग्यात्मा, लक्ष्यते भवदेववत् ॥१॥ ભાવાર્થ-“જ્યારે માણસ લજ્જાથી પણ ગ્રહણ કરેલી દીક્ષાનું પાલન કરે છે, ત્યારે તે ભવદેવની જેમ ધૈર્યવાન પુરુષોમાં યોગ્ય આત્મા જણાય છે.” આ અર્થનું સમર્થન કરવા માટે સંપ્રદાયાગત ભવદેવનો સંબંઘ કહેવામાં આવે છે. ભવદેવની કથા સુગ્રામ નામના ગામમાં રાઠોડવંશી આર્યવાન નામનો એક કૌટુંબિક (કણબી) રહેતો હતો. તેને રેવતી નામે સ્ત્રી હતી, અને ભવદત્ત તથા ભવદેવ નામે બે પુત્રો હતા. તેમાંના ભવદત્તે સંસારથી Page #243 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતરભાગ ૫ [સ્તંભ ૨૪ વિરક્ત થઈને વૈરાગ્યથી સુસ્થિત નામના આચાર્ય પાસે દીક્ષા લીધી. ગુરુની સાથે વિહાર કરતાં તે ભવદત્ત મુનિ ગીતાર્થ થયા. એકદા કોઈ સાધુ ગુરુની રજા લઈને પોતાને ગામ પોતાના નાના ભાઈને પ્રતિબોધ આપવા માટે ગયા; પણ ત્યાં તેનો ભાઈ તો વિવાહના કાર્યમાં વ્યગ્ર હતો, તેથી તેણે પોતાના મોટા ભાઈ મુનિને આવેલા પણ જાણ્યા નહીં; એટલે ખેદયુક્ત થઈને તે મુનિએ ગુરુ પાસે પાછા આવી સર્વ વૃત્તાંત કહ્યું. તે સાંભળીને ભવદત્ત મુનિ બોલ્યા કે ‘અહો! તમારા ભાઈનું હૃદય તો બહુ કઠણ લાગે છે કે જેથી તમારો સત્કાર પણ તેણે કર્યો નહીં.'' ત્યારે તે મુનિ બોલ્યા કે ‘‘ત્યારે તમે તમારા નાના ભાઈને દીક્ષા અપાવો.'' તે સાંભળી ભવદત્ત બોલ્યો કે ‘જ્યારે ગુરુ તે દેશ તરફ વિહાર કરશે ત્યારે તે કૌતુક તમને બતાવીશ.’' અન્યદા ગુરુમહારાજ વિહાર કરતાં કરતાં ભવદત્તના ગામ તરફ ગયા; ત્યારે ગુરુની આજ્ઞા લઈને ભવદત્ત પોતાને ઘેર ગયા. તે વખતે ભવદેવ નાગદત્તની નાગિલા નામની કન્યાને તરતમાં જ પરણ્યો હતો. ભવદત્ત મુનિએ ભાઈને ઘેર જઈ ધર્મલાભ આપ્યો ત્યારે તેના સ્વજનોએ તેમને પ્રાસુક અન્નથી પ્રતિલાભ્યા. તે સમયે કુળાચારને લીધે ભવદેવ પોતાની સ્ત્રીને શણગારવાના પ્રારંભમાં તેના વક્ષ:સ્થળ પર ચંદનના રસથી અંગરાગ કરતો હતો, ત્યાં તેણે મોટા ભાઈને આવેલા સાંભળ્યા; એટલે તેને અર્થી શણગારેલી પડતી મૂકીને તરત જ તે મુનિને વાંદવા આવ્યો. પછી ભવદત્ત મુનિએ ત્યાંથી પાછા વળી ગુરુ પાસે આવતાં નાના ભાઈના હાથમાં ઘીનું પાત્ર આપ્યું. તેમને વળાવવા માટે આવેલા સર્વ સ્વજનો થોડે દૂર જઈને અનુક્રમે પાછા વળ્યા; પણ ભવદેવ તો ભવદત્ત મુનિએ કરવા માંડેલી બાલ્યક્રીડાની વાતો સાંભળતો સાંભળતો ભાઈની (મુનિની) સાથે જ ચાલ્યો. અનુક્રમે પોતાના ભાઈ સહિત ભવદત્ત મુનિને આવતા જોઈને સર્વ સાધુઓ બહુ વિસ્મય પામ્યા, અને તેમની પ્રશંસા કરવા લાગ્યા કે “અહો! આ ભવદેવ શું બાલ્યવયમાં જ દીક્ષા લેશે?’’ પછી ભવદત્ત મુનિ ગુરુને નમીને બોલ્યા કે આ મારો ભાઈ આપની પાસે દીક્ષા લેવા આવ્યો છે.'' ત્યારે ગુરુએ ભવદેવને પૂછ્યું કે ‘“તારે દીક્ષા લેવી છે?” તે સાંભળી ભવદેવે વિચાર્યું કે ‘“મારા મોટા ભાઈનું વચન મિથ્યા ન થાઓ.'' એમ વિચારીને તે બોલ્યો કે ‘હે ગુરુ! હું દીક્ષા માટે જ આવ્યો છું.'' તે સાંભળીને ગુરુએ તેને દીક્ષા આપી. અનુક્રમે તે વૃત્તાંત તેના સ્વજનોએ જાણ્યો, એટલે તેઓ ત્યાં આવ્યા, પણ તેણે દીક્ષા લીધેલી દેખીને પાછા ગયા. હવે ભવદેવ મુનિ મોટા ભાઈના ઉપ૨ોધથી વ્રતનું પાલન કરતો હતો, પણ યોગીના હૃદયમાં પરમાત્માની જેમ તેના હૃદયમાં નાગિલાનું ચિંતન થયા કરતું હતું. કેટલાક વર્ષ પછી ભવદત્ત મુનિ અનશન ગ્રહણ કરીને સૌધર્મ દેવલોકમાં દેવતા થયા. ત્યારે ભવદેવે વિચાર્યું કે ‘‘અહો! ભવદત્ત તો સ્વર્ગે ગયા; હવે મારે વ્રતનો પરિશ્રમ શા માટે કરવો? મારા જીવિતને ધિક્કાર છે! કેમકે હું અર્ધી શણગારેલી પ્રાણપ્રિયાનો ત્યાગ કરીને અહીં આવ્યો છું, માટે હવે તો ઘેર પાછો જાઉં.'' એમ વિચારીને સંયમથી ભ્રષ્ટ મનવાળો થઈ તે પોતાના નગર તરફ ચાલ્યો. ત્યાં નગરની બહારના ઉપવનમાં એક વૃદ્ધ સ્ત્રીને બીજી કાંઈક જરા આવેલી સ્ત્રી સાથે જોઈને તેણે પૂછ્યું કે “હે ડોશી! આ ગામમાં ભવદેવની સ્ત્રી નાગિલા રહે છે, તે કુશળ છે?’’ તે સાંભળીને કાંઈક જરા આવેલી આ જે નાગિલા જ હતી તેણે ભવદેવને ઓળખીને પૂછ્યું કે “હે મુનિ! શું તમે જ નાગિલાના પતિ Page #244 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૩૫૨] અંતિમ કેવળી ૨૩૫ છો?” ભવદેવ બોલ્યો કે “હા, તે જ હું છું. મારા મોટા ભાઈ કાળ કરી સ્વર્ગે જવાથી ભોગમાં ઉત્સુક એવો હું અહીં આવ્યો છું, માટે તું મને નાગિલાના ખબર આપ.” તે સાંભળી નાગિલા બોલી કે “હે મહાત્મા! હું જ તે નાગિલા છું. મારા દેહમાં તમે શું લાવણ્ય જુઓ છો?” ઇત્યાદિ ઘણી સારી રીતે તેને ઉપદેશ કર્યો, તો પણ ભવદેવની આસક્તિ ઓછી થઈ નહીં, તેવામાં નાગિલની સાથે હતી તે સખીના પુત્રે ત્યાં આવીને કહ્યું કે “હે માતા! એક વાસણ લાવો, એટલે મેં પ્રથમ ખાધેલી ખીર હું તેમાં ઓકી કાઢું. મારે આજ જમવાનું નોતરું આવ્યું છે, માટે હું ત્યાં જઈને જમી આવીશ. પછી જ્યારે મને ભૂખ લાગશે ત્યારે હું ઓકી કાઢેલી ખીર ખાઈશ.” તે સાંભળીને તે વૃદ્ધા બોલી કે “હે પુત્ર! શ્વાનથી પણ અધિક જુગુપ્સા કરવા લાયક આ કાર્ય કરવું તે તને યોગ્ય નથી.” ભવદેવ પણ બોલ્યો કે “હે બાળક! વમન કરેલાને ખાવાની ઇચ્છા કરવાથી તું શ્વાનથી હલકો ગણાઈશ.” ત્યારે નાગિલા બોલી કે “હે મહાત્મા! તમે એવું જાણો છો, છતાં પ્રથમ વમન (ત્યાગ) કરેલી એવી જે હું તેને હવે પાછા કેમ ચાહો છો? લાજતા કેમ નથી? દુર્ગધી એવા મારા દેહમાં સારું શું જુઓ છો?” ઇત્યાદિ નાગિલાની યુક્તિયુક્ત વાણીથી પ્રતિબોઘ પામેલો ભવદેવ ફરીથી ગુરુ પાસે ગયો, અને ફરીથી ચારિત્ર ગ્રહણ કરી ગુરુએ કહેલા તપનો સ્વીકાર કરી છેવટે અનશનથી કાળ કરીને સૌઘર્મ દેવલોકમાં દેવતા થયો. ત્યાંથી ચ્યવીને તે શિવકુમાર થયો. ત્યાં દીક્ષા લેવા ઉત્સુક છતાં જ્યારે માતાપિતાએ તેને દીક્ષાની આજ્ઞા આપી નહીં ત્યારે ઘેર રહીને ભાવમુનિ થઈ નિરંતર છઠ્ઠને પારણે આયંબિલ તપ કરવા લાગ્યો. એવી રીતે બાર વર્ષ સુધી તપ કરીને તે ભાવમુનિ કાળ કરીને બ્રહ્મદેવલોકમાં અદ્ભુત કાંતિવાળો વિદ્યુમ્માલી દેવતા થયો. “આ પ્રમાણે ભવદેવે પ્રથમ લાના વશથી દીક્ષા લઈને તેનું દ્રવ્યથી ઘણાં વર્ષ સુધી પાલન કર્યું, પછી સ્ત્રીના વચનથી પ્રતિબોધ પામીને શુદ્ધ વ્રત ઘારણ કર્યું, અને તેનું પ્રતિપાલન કરી સદ્ગતિનું ભાજન થયો.” વ્યાખ્યાન ઉપર અંતિમ કેવળી गणाधिपेऽथ संप्राप्ते, पंचमे पंचमी गतिम् । जंबूर्विकासयामास, शासनं पापनाशनम् ॥१॥ ભાવાર્થ-“પાંચમા ગણઘર સુઘર્માસ્વામી પાંચમી ગતિ (મોક્ષ) પાયે સતે શ્રી જંબુસ્વામીએ પાપને નાશ કરનારા જૈનશાસનનો વિકાસ કર્યો.” શ્રી જંબૂસ્વામીની કથા એકદા વૈભારગિરિ ઉપર શ્રી મહાવીર સ્વામી સમવસર્યા. તે સાંભળીને શ્રેણિક રાજા સર્વ સમૃદ્ધિથી ત્યાં જઈ પ્રભુને વાંદી દેશના સાંભળવા બેઠા. તે સભામાં ચાર દેવીઓ સહિત બેઠેલા કોઈ અતિ દેદીપ્યમાન કાંતિવાળા દેવને જોઈને રાજાએ પ્રભુને પૂછ્યું કે “હે સ્વામી! સર્વ દેવોમાં આ દેવ અતિ કાંતિમાન છે તેનું શું કારણ?” ત્યારે પ્રભુ બોલ્યા કે “પૂર્વે તમારા જ દેશમાં ભવદત્ત અને ભવદેવ નામના બે ભાઈઓ હતા. તેમાં મોટા ભાઈ ભવદત્તે ચારિત્ર ગ્રહણ કર્યું હતું. પછી Page #245 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૫ [સ્તંભ ૨૪ કેટલેક કાળે ભવદત્તના આગ્રહથી ભવદેવે પણ અર્થી શણગારેલી નાગિલા નામની પત્નીનો ત્યાગ કરીને ચારિત્ર ગ્રહણ કર્યું. કેટલેક વર્ષે ભવદત્ત મુનિ સ્વર્ગે ગયા પછી ભવદેવ ચારિત્રથી ભગ્ન પરિણામવાળો થયો, તેને ફરીથી નાગિલાએ જ સ્થિર કર્યો. તે ભવદેવ મૃત્યુ પામીને સૌઘર્મ દેવલોકમાં દેવતા થયો. ભવદત્તનો જીવ સ્વર્ગથી ચ્યવીને મહાવિદેહ ક્ષેત્રમાં પુંડરીકિણી નામની પુરીમાં વજદર નામના ચક્રીની યશોઘરા નામની રાણીથી પુત્રપણે ઉત્પન્ન થયો. તે કુમાર અનુક્રમે યુવાવસ્થા પામ્યો, ત્યારે પિતાએ તેને ઘણી કન્યાઓ પરણાવી. એકદા તે રાજકુમાર પોતાની સ્ત્રીઓ સહિત મહેલની અગાશીમાં બેઠો હતો, તે વખતે આકાશમાં વિચિત્ર વર્ણવાળાં વાદળાંઓ તથા મેઘ જોઈને તે આનંદ પામ્યો. ક્ષણવારમાં પ્રચંડ વાયુ વાવા લાગ્યો, એટલે સર્વ વાદળાંઓ અને મેઘ વિખરાઈને જતાં રહ્યાં. તે જોઈને રાજકુમારે વિચાર્યું કે “આ વાદળાંઓની જેમ યૌવન, ઘન, સૌંદર્ય વગેરે સર્વ અનિત્ય છે.” એમ નિશ્ચય કરીને ગુરુ પાસે જઈ તેણે દીક્ષા લીધી. અનુક્રમે અવધિજ્ઞાન પામી તે પૃથ્વી પર વિહાર કરવા લાગ્યા. તે જ વિદેહ ક્ષેત્રમાં વીતશોક નામના પુરમાં ભવદેવનો જીવ સૌઘર્મ દેવલોકમાંથી ચ્યવીને શિવકુમાર નામે રાજપુત્ર થયો. તે એકદા પોતાના મહેલના ગવાક્ષમાં બેઠો હતો, તેવામાં તે મુનિ કે જે પોતાના પૂર્વભવના ભાઈ હતા તે ત્યાંથી નીકળ્યા. તેને જોઈને શિવકુમાર અતિ હર્ષ પામ્યો. પછી મુનિ પાસે જઈ વંદના કરીને તેણે પોતાના સ્નેહનું કારણ પૂછ્યું ત્યારે તે જ્ઞાની મુનિએ પૂર્વની સર્વ વાત કહી સંભળાવી. તે સાંભળીને તે દીક્ષા લેવા ઉત્સુક થયો; પરંતુ માતાપિતાની આજ્ઞા નહીં મળવાથી તે ખેદ પામીને પૌષધશાળામાં જઈ નિરંતર છઠ્ઠ તપ કરી પારણાને દિવસે આચાર્લી વ્રત કરવા લાગ્યો. એ પ્રમાણે બાર વર્ષ સુધી તપ કરી ભાવયતિપણું સ્વીકારી ત્યાંથી કાળ કરીને બ્રહ્મ દેવલોકમાં આ વિદ્યુમ્માલી નામે દેવ થયો છે.” તે સાંભળીને શ્રેણિક રાજાએ તેનું ભાવિ વૃત્તાંત પૂછ્યું, ત્યારે શ્રી જિનેશ્વર બોલ્યા કે “આજથી સાતમે દિવસે આ દેવ ચ્યવીને આ જ નગરીમાં ઋષભ નામના શ્રેષ્ઠીની ઘારિણી નામની સ્ત્રીના ગર્ભથી જંબૂ નામે પુત્ર થશે. તે આ અવસર્પિણીમાં છેલ્લા કેવળી થશે.” આ પ્રમાણે ભગવાનની દેશના સાંભળી સર્વ જનો સ્વસ્થાને ગયા. પછી સાતમે દિવસે તે દેવ સ્વર્ગથી ચ્યવી ઘારિણીની કુક્ષિથી પુત્રરૂપે ઉત્પન્ન થયા. તેનું માતાપિતાએ જંબૂ નામ પાડ્યું. તે અનુક્રમે યુવાવસ્થા પામ્યા. એકદા વૈભારગિરિ ઉપર શ્રી સુઘર્મા સ્વામી સમવસર્યા. તેને નમવા માટે જંબૂકુમાર ગયા. સુઘર્મા સ્વામીને વાંદીને યોગ્ય સ્થાને બેસી અમૃત જેવી ઉજ્વલ દેશના સાંભળીને તે પોતાના ઘર તરફ પાછા વળ્યા. ગામના દરવાજા પાસે આવતાં તે દરવાજા પર શત્રુને મારવા માટે ચક્ર વગેરે ગોઠવેલાં હતાં, તે જોઈ જંબૂકમારે વિચાર્યું કે “કદાચ આ મારણચક્રાદિક મારા ઉપર પડે, તો હું ઘર્મ કર્યા વિના કેવી ગતિ પામું? માટે હું પાછો વળીને ગણઘર પાસે જઈ જીવન પર્યત બ્રહ્મચર્યનું પચખાણ તો લઈ આવું.” એમ વિચારી ગણઘર પાસે જઈ બ્રહ્મચર્યનું પચખાણ લઈને તે ઘેર આવ્યા. પછી માતાપિતાને તેણે કહ્યું કે “હું આપની આજ્ઞાથી શ્રી સુઘર્મા સ્વામી પાસે દીક્ષા લેવા ઇચ્છું છું.” આ પ્રમાણેનું કાલકૂટના જેવું તેનું વચન સાંભળીને માતાપિતાએ પુત્ર પરના સ્નેહથી મોહ પામીને સંયમની દુષ્કરતા વગેરેનું વર્ણન કર્યું. તેના અનેક ઉત્તરો આપીને જંબૂકુમારે માતાપિતાને નિરુત્તર કર્યા; એટલે ફરીથી તે Page #246 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૩૫૨] અંતિમ કેવળી ૨૩૭ બોલ્યા કે “હે વત્સ! તારે માટે પ્રથમથી નક્કી કરી રાખેલી આઠ કન્યાઓને પરણીને અમારા મનોરથ પૂર્ણ કર, પછી તને ગમે તે કરજે.’’ આ પ્રમાણે કહેવામાં તેના માતાપિતાએ ‘‘સ્ત્રીઓના પ્રેમમાં પડવાથી પછી એ જઈ શકશે નહીં'' એવો નિશ્ચય કરીને તેને પરણવાનો આગ્રહ કર્યો. પછી મોટા ઉત્સવથી જંબૂકુમારે આઠ કન્યાઓ સાથે પાણિગ્રહણ કર્યું. જંબૂકુમારે પરણ્યા પહેલાં તે આઠેને પોતાનો મનોરથ કહેવરાવ્યો હતો. ત્યારે તે આઠેએ કહ્યું હતું કે ‘“આ લોકમાં અથવા તો પરલોકમાં પણ અમારે તો જંબૂકુમાર જ સ્વામી છે. શું કુમુદિની ચંદ્ર વિના બીજા વરને કદાપિ ઇચ્છે છે?’' એમ કહીને તે જંબૂકુમારને પરણી હતી. લગ્ન થયા પછી સ્પૃહા રહિત જંબૂકુમાર વાસગૃહ (શયનગૃહ) માં ગયો. ત્યાં કામદેવથી પીડાતી તે સ્ત્રીઓ સાથે વિકાર રહિત કુમાર વાતો કરવા લાગ્યો. તે વખતે તે સ્ત્રીઓએ સ્નેહ વૃદ્ધિ પામે તેવી આઠ વાર્તાઓ કહી. તેના ઉત્ત૨માં કુમારે વૈરાગ્ય ઉત્પન્ન થાય તેવી સામી આઠ વાર્તાઓ કહી. હવે તે ઉપદેશને સમયે જ પાંચસો ચોરો સહિત પ્રભવ નામનો રાજપુત્ર અવસ્વાપિની અને તાલોટિની (તાળાં ઉઘાડે તેવી) વિદ્યાના પ્રભાવથી જંબૂકુમારના ઘરમાં ચોરી કરવા આવ્યો હતો. તે વખતે કોઈ દેવતાએ તે સર્વ ચોરોને સ્તંભિત કર્યા; એટલે પ્રભવે વિચાર્યું કે ‘‘આ મહાત્માથી જ હું પરિવાર સહિત સ્તંભિત થયો છું.’’ એમ વિચારીને સર્વ સ્રીઓને ઉત્તર પ્રત્યુત્તર આપીને સમજાવતા જંબૂકુમારને તેણે કહ્યું કે “હે મહાત્મા ! હું આ દુષ્ટ વ્યાપાર–ચૌર્યકર્મથી નિવૃત્ત થયો છું, માટે મારી પાસેથી આ બે વિદ્યા તમે લો અને તમારી સ્તંભિની વિદ્યા મને આપો.'' તે સાંભળીને જંબૂકુમાર બોલ્યા કે ‘‘હું તો પ્રાતઃકાળમાં જ આ ગૃહાર્દિકના બંધનનો ત્યાગ કરીને શ્રી સુધર્માસ્વામી પાસે દીક્ષા લેવાનો છું, મારે તારી વિદ્યાની કાંઈ પણ જરૂર નથી. વળી હે ભદ્ર! મેં કાંઈ તને સ્તંભિત કર્યો નથી, પણ કોઈ દેવતાએ મારા પરની ભક્તિથી તને સ્તંભિત કર્યો હશે, તેમજ ભવની વૃદ્ધિ કરે તેવી વિદ્યાઓ હું લેતો કે દેતો નથી; પણ સમસ્ત અર્થને સાધી આપનારી શ્રી સર્વજ્ઞભાષિત જ્ઞાનાદિક વિદ્યાને જ ગ્રહણ કરવાને હું ઇચ્છું છું.'' એમ કહીને તેણે ચમત્કાર પામે તેવી ધર્મકથાઓ તેને વિસ્તારથી કહી. તે સાંભળીને પ્રભવ બોલ્યો કે “હે ભદ્ર! પુણ્યથી પ્રાપ્ત થયેલા ભોગોને તમે શા માટે ભોગવતા નથી?’’ જંબૂકુમારે જવાબ આપ્યો કે ‘કિંપાક વૃક્ષના ફળની જેમ અંતે દારુણ કષ્ટને આપનારા અને દેખવામાં જ માત્ર મનોહર એવા વિષયોને કર્યો ડાહ્યો માણસ ભોગવે? કોઈ ન ભોગવે.’’ એમ કહી તેણે પ્રથમ મધુબિંદુનું દૃષ્ટાંત કહ્યું. ફરીથી પ્રભવે કહ્યું કે ‘“તમારે પુત્ર થાય ત્યાર પછી દીક્ષા લેવી યોગ્ય છે, કેમકે પિંડ આપનાર પુત્રરહિતને સ્વર્ગની પ્રાપ્તિ થતી નથી.’’ તે સાંભળીને જંબૂકુમારે હાસ્ય કરીને કહ્યું કે ‘જો એમ હોય તો સૂકર, સર્પ, શ્વાન, ગોઘા વગેરેને ઘણા પુત્રો હોય છે, તેથી તેઓ જ સ્વર્ગે જશે, અને બાલ્યાવસ્થાથી જ બ્રહ્મચર્ય પાળનારા સ્વર્ગે નહીં જાય.’’ આ પ્રસંગ ઉપર મહેશ્વર વણિકનું દૃષ્ટાંત કહી બતાવ્યું. પછી જંબૂકુમારની આઠે સ્ત્રીઓ અનુક્રમે બોલી. તેમાં પ્રથમ મોટી સમુદ્રશ્રી બોલી કે “હે સ્વામી! પુણ્યથી પ્રાપ્ત થયેલી આ લક્ષ્મીનો ત્યાગ કરીને તમે કેમ ચારિત્ર લેવા ઇચ્છો છો?’' જંબૂકુમારે જવાબ આપ્યો કે ‘વીજળીના જેવી ચપળ લક્ષ્મીનો શો વિશ્વાસ? માટે હે પ્રિયે! તે લક્ષ્મીને મૂકીને હું દીક્ષા ગ્રહણ કરવા ઇચ્છું છું.” પછી બીજી પદ્મશ્રી બોલી કે છયે દર્શનનો મત એવો છે કે દાનાદિક ધર્મથી ઉપકારી હોવાને લીધે ગૃહસ્થાશ્રમીનો ધર્મ શ્રેષ્ઠ છે. કહ્યું છે કે— Page #247 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૫ [તંભ ૨૪ हितं भवद्वयस्यापि, धर्ममेतमगारिणाम् । पालयन्ति नरा धीरास्त्यजन्ति तु ततः परे ॥१॥ ભાવાર્થ-“આ દાનાદિક ગૃહસ્થીઓનો ઘર્મ બન્ને ભવમાં હિતકારી હોવાથી તેનું વીર પુરુષો પાલન કરે છે, અને કાયર મનુષ્યો તેને તજી દે છે.” જંબૂએ કહ્યું કે “સાવદ્યનું–પાપયુક્ત ક્રિયાઓનું સેવન કરવાથી ગૃહીઘર્મ શી રીતે શ્રેષ્ઠ કહેવાય? કેમકે ગૃહી અને મુનિના ઘર્મમાં મેરુ અને સરસવ તથા સૂર્ય અને ખદ્યોતના જેટલું અંતર છે.” પછી ત્રીજી પદ્મસેના બોલી કે “કદલીના ગર્ભ સમાન કોમળ તમારું શરીર સંયમનાં કષ્ટો સહન કરવાને યોગ્ય નથી.” જંબૂએ કહ્યું કે “અરે! કૃતધ્રી અને ક્ષણભંગુર એવા આ દેહ ઉપર બુદ્ધિમાન પુરુષ શી રીતે પ્રીતિ કરે?” પછી ચોથી કનકસેના બોલી કે “પૂર્વે જિનેશ્વરોએ પણ પ્રથમ રાજ્યનું પાલન કરી સંસારના ભોગ ભોગવીને પછી વ્રત અંગીકાર કર્યું હતું, તો તમે શું કોઈ નવા મોક્ષની ઇચ્છાવાળા થયા છો?” જંબૂએ કહ્યું કે “જિનેશ્વરો અવધિજ્ઞાનવાળા હોવાથી તેઓ પોતાના વ્રતયોગ્ય સમયને જાણી શકે છે; માટે હાથી સાથે ગધેડાની જેમ તેમની સાથે આપણા જેવા સામાન્ય મનુષ્યની શી સ્પર્ધા? પ્રાણીઓના જીવિતરૂપી મહા અમૂલ્ય રત્નને કામરૂપ તસ્કર અચિંત્યો આવીને મૂળમાંથી ચોરી લે છે, તેથી ડાહ્યા પુરુષો સંયમરૂપી પાથેય લઈને તેના વડે મોક્ષપુરને પામે છે કે જ્યાં આ કાળરૂપ ચોરનો જરા પણ ભય હોતો નથી.” પછી પાંચમી નભસેના બોલી કે “હે પ્રાણનાથ! આ પ્રત્યક્ષ અને સ્વાધીને એવું કુટુંબનું સુખ પ્રાપ્ત થયું છે, તેને છોડીને દેહ વિનાના સુખની (મોક્ષસુખની) શા માટે ઇચ્છા કરો છો?” જંબૂએ જવાબ આપ્યો કે “હે પ્રિયા! સુઘા, તૃષા, મૂત્ર, પુરીષ અને રોગાદિકથી પીડા પામતા આ મનુષ્યદેહમાં ઇષ્ટ વસ્તુના સમાગમથી પણ શું સુખ છે? કાંઈ નથી.” પછી છઠ્ઠી કનકશ્રી બોલી કે “પ્રત્યક્ષ સુખ પામ્યા છતાં તેને તજીને પરોક્ષ સુખનો વાતો કરવી તે ફોગટ છે. ભોગની પ્રાપ્તિ માટે વ્રત ગ્રહણ કરવું, તો જ્યારે તે ભોગ જ પ્રાપ્ત થયા હોય ત્યારે વ્રતના આચરણથી શું? ખેતરમાં વૃષ્ટિથી જ અન્ન પાક્યું હોય તો પછી કૂવામાંથી પાણી ખેંચીને પાવાનો પ્રયાસ કોણ કરે?” કુમારે તેને જવાબ આપ્યો કે “હે પ્રિયા! તારી બુદ્ધિ બરોબર રૂડી રીતે ચાલતી નથી. વળી આવું બોલવાથી તારું અદીર્ઘદર્શાપણું પ્રગટ થાય છે, અને તે અન્ય જનને હિતકારી થતું નથી; કેમકે સ્વર્ગ તથા મોક્ષને આપનાર એવા આ મનુષ્ય દેહને જે માણસો ભોગસુખમાં ગુમાવે છે, તેઓ મૂલઘન ખાનારાની જેમ પરિણામે અતિશય દુ:ખને પ્રાપ્ત થાય છે, માટે હે પ્રિયા! જલદીથી નાશ પામનારા એવા આ મનુષ્યજન્મને પામીને હું એવી રીતે કરીશ કે જેથી કોઈ પણ વખત પશ્ચાત્તાપ કરવો ન પડે.” પછી સાતમી કનકવતી બોલી કે “હે નાથ! હાથમાં રહેલા રસને ઢોળી નાખીને પાત્રના કાંઠા ચાટવા' એ કહેવતને તમે સત્ય કરી બતાવો છો.” જંબૂએ કહ્યું કે “હે ગૌર અંગવાળી પ્રિયા! ભોગો હાથમાં આવ્યા છતાં પણ નાશ પામી જાય છે, તેથી તેમાં મનુષ્યોનું સ્વાધીનપણું છે જ નહીં; છતાં તેને હાથમાં આવેલા માને છે તેઓને ભૂતના જેવો ભ્રમ થયેલ છે એમ સમજવું. વિવેકી પુરુષો પોતે જ ભોગના સંયોગોનો ત્યાગ કરે છે, અને જે અવિવેકી પુરુષો તેનો ત્યાગ કરતા નથી તેઓનો તે ભોગો જ ત્યાગ કરે છે.” Page #248 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૩૫૩] ભાવવંદનનું ફળ ૨૩૯ પછી છેલ્લી (આઠમી) જયશ્રી બોલી કે “હે સ્વામી! તમે સત્ય કહો છો, પરંતુ તમે પરોપકારરૂપ ઉત્તમ ઘર્મને અંગીકાર કરનારા છો, માટે ભોગને અડ્યા વિના પણ અમારા પર ઉપકાર કરવા માટે અમને સેવો. જેમ વૃક્ષો મનુષ્યોના તાપને દૂર કરવારૂપ ઉપકારને માટે પોતે તાપને સહન કરે છે. વળી ક્ષારસમુદ્રનું પાણી પણ મેઘના સંયોગથી અમૃત સમાન થાય છે, તેવી રીતે તમારા સંયોગથી પ્રાપ્ત થયેલા ભોગ પણ અમને સુખને માટે થશે.” કુમારે કહ્યું કે “હે પ્રિયા! ભોગોથી ક્ષણ માત્ર સુખ થાય છે, પણ ચિરકાળ સુઘી દુઃખ થાય છે. એવા પરમાત્માના વચનથી મારું મન તેનાથી (ભોગોથી) નિવૃત્તિ પામ્યું છે, અને તેમાં તમારું પણ કાંઈ કલ્યાણ હોય એમ મને ભાસતું નથી. માટે હે કમળના જેવા નેત્રવાળી પ્રિયા! તેવા પ્રાંત અહિતકારી ભોગમાં આગ્રહ કરવો તે કલ્યાણને માટે નથી. કુમનુષ્યોમાં, કુદેવોમાં, તિર્યંચોમાં અને નરકમાં ભોગી જનો જે દુઃખ પામે છે તે સર્વ જ્ઞાની જ જાણે છે.” આ પ્રમાણેની કુમારની વાણી સાંભળીને તે આઠે સ્ત્રીઓ વૈરાગ્ય પામી, એટલે તત્કાળ હાથ જોડીને બોલી કે “હે પ્રાણનાથ! તમે જે માર્ગનો આશ્રય કરો તે જ માર્ગ અમારે પણ સેવ્ય છે.” તે વખતે પ્રભવ વિચાર કરવા લાગ્યો કે “અહો! આ મહાત્માનું વિવેકીપણું તથા પરોપકારીપણું કેવું છે? અને મારું પાપિષ્ટપણું તથા મૂર્ણપણું કેવું છે? આ મહાત્મા પોતાને આધીન એવી પણ લક્ષ્મીનો ત્યાગ કરે છે અને નિર્લજ્જ એવો હું તે જ લક્ષ્મીની અભિલાષા કરું છું પણ તે પ્રાપ્ત થતી નથી. માટે હું અત્યંત નિંદ્ય છું. મને અઘર્મીને ધિક્કાર છે!” આવા વિચારથી પરિવાર સહિત વૈરાગ્ય પામેલો પ્રભવ બોલ્યો કે “હે મહાત્મા! મને આજ્ઞા આપો. મારે શું કરવું?” જંબૂકુમારે જવાબ આપ્યો કે “જે હું કરું તે તું પણ કર.” પછી પ્રાતઃકાળે સંઘ તથા ચૈત્યનું પૂજન કરીને સ્વજનોનું સન્માન કરીને કુમારે સ્નાન કરી ચંદનનું વિલેપન કર્યું. પછી શ્વેત વસ્ત્રો તથા સર્વ અંગે અલંકારો ઘારણ કરીને હજાર પુરુષોએ વહન કરાતી શિબિકામાં આરૂઢ થયા. માર્ગમાં દીન પુરુષોને દાન આપી રંજન કરતા હતા, વાજિંત્રોથી આકાશ શબ્દિત થતું હતું, અને અનાવૃત દેવતાએ તેનો નિષ્ક્રમણોત્સવ કર્યો હતો. એવી રીતે પોતાની આઠ પત્નીઓ, તેના માબાપો, પોતાના માબાપ અને પાંચસો ચોરો સહિત પ્રભાવ રાજપુત્ર-એ સર્વની સાથે જંબૂકુમાર સુધર્માસ્વામીએ પવિત્ર કરેલા ઉપવનમાં આવ્યા. ત્યાં શિબિકાથી ઊતરીને ગુરુને નમસ્કાર કરી જંબૂકુમારે વિજ્ઞપ્તિ કરી કે “કુટુંબ સહિત અમને પાંચસો સત્તાવીશ જણને દીક્ષા તથા તપસ્યા આપીને અનુગ્રહ કરો.” એટલે સુધર્માસ્વામીએ પોતાના હાથથી તેને પરિવાર સહિત દીક્ષા આપી, અને પ્રભવમુનિ જંબૂમુનિને શિષ્ય તરીકે આપ્યા. “શ્રી વીરસ્વામીના નિર્વાણ પછી દશ વર્ષે સુઘર્માસ્વામીએ જંબૂસ્વામીને ગણઘર પદવી આપી, અને શ્રી મહાવીરના નિર્વાણ પછી ચોસઠ વર્ષે જંબૂસ્વામીએ પ્રભવસ્વામીને ગણધર પદવી આપી. ” ક વ્યાખ્યાન ૩પ૩ ભાવવંદનનું ફળ स्वस्थानस्थोऽपि सद्भावात्, शांबः श्रीकृष्णनंदनः । श्रीनेमिवंदनात् प्राप, फलं मुक्तिफलप्रदम् ॥१॥ Page #249 -------------------------------------------------------------------------- ________________ ૨૪o શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૫ [સ્તંભ ૨૪ ભાવાર્થ-“શ્રી કૃષ્ણને પુત્ર શાંબ પોતાને સ્થાને રહીને પણ સદ્ભાવ વડે શ્રી નેમિનાથને વંદન કરવાથી મુક્તિફળને આપનારું ફળ પામ્યો.” - શાંઘકુમારની કથા દ્વારિકા નગરીમાં ત્રણ ખંડના સ્વામી શ્રીકૃષ્ણવાસુદેવ રાજ્ય કરતા હતા. તેને રુકિમણી વગેરે ઘણી સ્ત્રીઓ હતી. એકદા રુક્મિણીએ સ્વપ્નમાં વૃષભોથી શોભતા વિમાનમાં પોતાને બેઠેલી જોઈ. પછી તે સ્વપ્ન તેણે શ્રીકૃષ્ણને કહ્યું, ત્યારે કૃષ્ણ “તને પુત્ર થશે” એમ કહ્યું. તે વાક્ય રુકિમણીએ સત્યભામાને કહ્યું. તે સાંભળીને ક્રોધથી અરુણ થયેલી સત્યભામા કૃષ્ણ પાસે જઈને બોલી કે “મેં પણ આજે સ્વપ્નમાં મોટો હસ્તી જોયો છે.” આ વાક્ય તેની ચેષ્ટા પરથી અસત્ય જાણીને કૃષ્ણ કહ્યું કે “હે પ્રિયા! પરની ઈર્ષ્યાથી શા માટે ખેદ કરે છે?” ત્યારે બીજાની સંપત્તિને નહીં સહન કરનારી સત્યભામાં બોલી કે “મારું વાક્ય સત્ય જ છે.” પછી તે બન્ને સપત્નીને પરસ્પર વિવાદ થયો, તેમાં છેવટ તેમણે એવી શરત કરી કે “જેનો પુત્ર પહેલો પરણે તેને બીજીએ પોતાના મસ્તકના સર્વ કેશો ઉતારીને આપવા.” આ વાતમાં કૃષ્ણ તથા બળરામને સાક્ષી રાખ્યા. દૈવયોગે તે બન્ને સપત્નીઓએ ગર્ભ ઘારણ કર્યો. સમય આવતાં રુકિમણીએ પ્રથમ પુત્રને જન્મ આપ્યો. તે પુત્ર અત્યંત કાંતિમાન હોવાથી કૃષ્ણ તેનું પ્રદ્યુમ્ર એવું નામ પાડ્યું. બીજે દિવસે સત્યભામાએ પણ પુત્રને જન્મ આપ્યો. તેનું નામ ભાનુ રાખવામાં આવ્યું. અન્યદા ધૂમકેતુ નામનો અસુર પૂર્વના વૈરથી રુક્મિણીને ઘેર આવીને તેના પુત્રને હરીને વૈતાઢ્યપર્વત પર લઈ ગયો. ત્યાં એક શિલા પર તે બાળકને મૂકીને તે અસુર જતો રહ્યો. તેવામાં કાળસંવર નામે કોઈક વિદ્યાધરનો રાજા ત્યાંથી નીકળ્યો. તેણે તે બાળક જોઈને તેને લઈ પોતાની સ્ત્રીને આપ્યો, અને પુત્ર તરીકે તેનું પાલન કરવા માંડ્યું. અહીં શ્રીકૃષ્ણને પુત્રહરણની ખબર થતાં તેના વિયોગથી તેને પીડા થઈ. તે જોઈને નારદમુનિ શ્રી સીમંઘર સ્વામી પાસે ગયા. ત્યાં નારદના પૂછવાથી સ્વામીએ ધૂમકેતુના હરણથી આરંભીને પ્રદ્યુમ્રનું સર્વ વૃત્તાંત કહી બતાવ્યું. તે સાંભળીને નારદે કૃષ્ણ અને રુક્મિણી પાસે આવીને પ્રદ્યુમ્નનું સર્વ વૃત્તાન્ત સંભળાવીને કહ્યું કે, “પૂર્વભવે રુક્મિણીએ મયૂરીનાં ઈંડાનો સોળ પ્રહર સુધી વિયોગ કરાવ્યો હતો, તે કર્મથી તેનો પુત્ર તેને સોળ વર્ષે પાછો મળશે.” તે સાંભળીને રુક્મિણી હર્ષિત થઈ. અહીં પ્રદ્યુમ્ર યુવાવસ્થા પામ્યો. અન્યદા તેના સ્વરૂપથી મોહ પામેલી તે કાળસંવર વિદ્યાઘરની સ્ત્રી કનકમાળાએ કામવરથી પીડા પામીને પ્રદ્યુમ્રને કહ્યું કે “હે ભાગ્યવાન્ ! મારી સાથે ભોગ ભોગવ.” તે સાંભળીને ખેદ પામેલો પ્રદ્યુમ્ર બોલ્યો કે “હે માતા! આવું બોલવું તમને ઘટતું નથી.” તે બોલી કે “હું તારી માતા નથી. મારા પતિને તું કોઈ સ્થાનેથી હાથ આવ્યો છે, મેં તો તને વૃક્ષની જેમ વૃદ્ધિ પમાડ્યો છે; તેથી હું તારી પાસેથી ભોગરૂપ ફળ ગ્રહણ કરવા ઇચ્છું છું. મારી પાસેથી તું સર્વત્ર વિજય આપનારી ગૌરી અને પ્રજ્ઞપ્તિ નામની બે વિદ્યાઓ ગ્રહણ કર.” ત્યારે પ્રશ્ન હા પાડીને તેની પાસેથી બન્ને વિદ્યા ગ્રહણ કરી. પછી કનકમાળા બોલી કે “હે પ્રાણપ્રિય! હવે મારા દેહમાં વ્યાપ્ત થયેલા કામન્વરનું નિવારણ કર, અને પોતાની વાણીને સત્ય કર.” તે સાંભળીને Page #250 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૩૫૩] ભાવવંદનનું ફળ ૨૪૧ પ્રદ્યુમ્ર બોલ્યો કે “હે માતા! તમે મારા વિદ્યાગુરુ થઈને આવી અયોગ્ય માગણી કેમ કરો છો?” એમ કહીને પ્રદ્યુમ્ર નગરની બહાર ગયો. તે વખતે પોતાના નખ વડે પોતાના વક્ષસ્થળાદિકનું ક્રોધથી નિર્દય રીતે વિદારણ કરીને કનકમાળા પોકાર કરવા લાગી અને મોટે સ્વરે બોલી કે “અરે પુત્રો! દોડો, દોડો, આ દુષ્ટ ભોગની ઇચ્છાથી મારી આવી કદર્થના કરીને જતો રહ્યો છે.” તે સાંભળી તેના પુત્રો પ્રદ્યુમ્રની પાછળ યુદ્ધ કરવા દોડ્યા. પ્રદ્યુમ્ર વિદ્યાબળથી તે સર્વને હણી નાખ્યા. પુત્રોને હણાયેલા સાંભળીને તેનો પિતા જાતે યુદ્ધ કરવા ગયો. તેને પણ પ્રદ્યુઝે ક્રીડામાત્રમાં જીતીને બાંઘી લીઘો. ત્યારે તે બોલ્યો કે “હે પુત્ર! શા માટે મારી કદર્થના કરે છે? સત્ય બોલ.” ત્યારે કુમાર બોલ્યો કે “હે પિતા! આ તમારી સ્ત્રી સારી નથી. હું તેનું ચેષ્ટિત કહી શકું તેમ નથી.” આ પ્રમાણે વાત થતી હતી તેવામાં અકસ્માતું નારદે ત્યાં આવીને પ્રદ્યુમ્રકુમારને કહ્યું કે “હે કુમાર! તારા પિતા કૃષ્ણ અને તારી માતા રુકિમણી તારા વિયોગથી પીડા પામે છે. વળી તારી ઓરમાન માતાનો પુત્ર ભાનુકુમાર જો પ્રથમ પરણશે તો શરત પ્રમાણે તારી માતાને પોતાની વેણી કાપીને તેને આપવી પડશે, અને કેશ આપવાના કષ્ટથી તથા તારા વિયોગના શોકથી દુઃખી થયેલી તારી માતા, તારા જેવો પુત્ર છતાં પણ મરણ પામશે.” તે સાંભળીને હર્ષ પામેલો પ્રદ્યુમ્ર વિમાનમાં બેસીને નારદની સાથે દ્વારિકાના ઉપવનમાં આવ્યો. પછી વિમાન સહિત નારદને ત્યાં જ મૂકીને પ્રદ્યુમ્ર વેષ પરાવર્તન કરી ભાનુના વિવાહ માટે આણેલી કન્યાનું હરણ કર્યું, અને તેને નારદ પાસે મૂકી. પછી શ્રીકૃષ્ણના ઉદ્યાનને વિદ્યાના બળથી પુષ્પ, ફળ અને પત્રરહિત કરી દીધું; તથા વિવાહને માટે એકઠાં કરેલાં જળ, ઘાસ વગેરેને પણ વિદ્યાના બળથી અદ્રુશ્ય કર્યા. પછી એક માયાવી અશ્વ બનાવીને તેને ગામ બહાર ખેલાવવા લાગ્યો. તે અશ્વના વેગને જોવાની ઇચ્છાથી ભાનુકુમાર તેની પાસેથી તે અશ્વ માગીને તેના પર ચડ્યો, અને તેને ખેલાવવા લાગ્યો. એટલે પ્રદ્યુમ્ર વિદ્યા વડે તેને અશ્વ પરથી પાડી નાંખ્યો, તે જોઈને લોકો ભાનુને હસવા લાગ્યા. પછી પ્રદ્યુમ્ર બ્રાહ્મણનો વેષ ધારણ કરીને ગામમાં ગયો. ત્યાં કોઈ વેપારીની દુકાને ઊભેલી સત્યભામાની કુન્જા દાસીને મુષ્ટિ મારીને સરળ અને સ્વરૂપવાળી કરી દીધી; એટલે તે દાસી તેને બહુમાનથી સત્યભામાને ઘેર તેડી ગઈ, અને સત્યભામાને પોતાની વાત કહી સંભળાવી તે બ્રાહ્મણની શ્લાઘા કરી. તે સાંભળીને સત્યભામાએ તે બ્રાહ્મણને નમીને કહ્યું કે “હે પ્રિય! મને રુકિમણી કરતાં અધિક રૂપવાન કરો.” ત્યારે તે બોલ્યો કે “તમે પ્રથમ શિરમુંડન કરાવીને જીર્ણ વસ્ત્રો ધારણ કરી એકાંત સ્થળે બેસી આ મંત્રનો જપ કરો, એટલે તમારું ઇચ્છિત થશે.” તે સાંભળીને સત્યભામાએ તે પ્રમાણે કરીને જાપ જપવા માંડ્યો. પછી પ્રદ્યુમ્ર રુક્મિણીને ઘેર જઈને કૃષ્ણના સિંહાસન પર બેઠો. તે જોઈને રુક્મિણી બોલી કે कृष्णं वा कृष्णजातं वा, विना सिंहासनेऽत्र हि । __अन्यं पुमांसमासीनं, सहते नहि देवता ॥१॥ ભાવાર્થ-“આ સિંહાસન પર કૃષ્ણ અથવા તેના પુત્ર સિવાય બીજો કોઈ બેસે તો તે દેવતાઓ સહન કરી શકતા નથી.” ત્યારે તે બોલ્યો કે “હું મહા તપસ્વી છું. સોળ વર્ષે આજ પારણાને માટે હું અહીં આવ્યો છું, તેથી તમે મને પારણું કરાવો, નહીં તો હું સત્યભામાને ઘેર જઈશ.” ત્યારે Jain Edભાગપ-કો Page #251 -------------------------------------------------------------------------- ________________ ર૪ર શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૫ [સ્તંભ ૨૪ રુક્મિણીએ તેને ખીર ખાવા આપીને વિજ્ઞપ્તિ કરી કે ‘‘હે પૂજ્ય! મને દેવતાએ કહ્યું છે કે સોળ વર્ષે તારો પુત્ર તને મળશે, તે હજુ સુધી આવ્યો નથી, મને પુત્રવિયોગનું બહુ દુઃખ છે.’’ ત્યારે તે બોલ્યો કે “મારે મારી માતાનો વિયોગ છે પણ શું કરીએ? પરંતુ જ્યોતિષશાસ્ત્રને આધારે હું કહું છું કે—આપણ બન્નેનું વિરહદુઃખ થોડા જ કાળમાં નષ્ટ થશે. તમે મને આ ખીર ખાવા આપી છે તે મને ભાવતી નથી; તેથી શ્રીકૃષ્ણને માટે કરેલા મોદક મને આપો.'' ત્યારે તે બોલી કે ‘“તે મોદક કૃષ્ણને જ ખાવા લાયક છે, બીજાને તે મોદક જરે તેવા નથી.’' તેણે કહ્યું કે ‘‘તપસ્વીને શું દુર્જર છે?'’ તે સાંભળી શંકા સહિત રુક્મિણીએ એક મોદક તેને આપ્યો. તે ખાઈને તેણે બીજો માગ્યો. એમ વારંવાર માગી માગીને ખાતાં સર્વ મોદક ખાઈ ગયો. અનુક્રમે પાત્ર ખાલી થઈ ગયેલું જોઈને તે બોલી કે “હે મુનિ! તમે તો અતિ બળવાન જણાઓ છો, કેમકે આટલા બધા મોદક ખાધા તો પણ તૃપ્ત થયા નહીં.'' અહીં સત્યભામા એકાંતમાં બેસીને જપ કરતી હતી. તેની પાસે આવીને તેના સેવકોએ કહ્યું કે ‘વિવાહને માટે એકઠી કરેલી સર્વ સામગ્રી તથા કન્યાને કોઈ દેવ હરણ કરી ગયો જણાય છે.’’ તે સાંભળીને તે અત્યંત ખેદ પામી. પછી ક્રોધથી તેણે રુક્મિણીના કેશ લાવવા માટે દાસીઓને ટોપલી આપીને રુક્મિણીને ઘેર મોકલી. તે દાસીઓએ આવીને રુક્મિણી પાસે કેશ માગ્યા; ત્યારે તે માયાસાધુએ માયાથી દાસીઓના મસ્તકના કેશથી જ તે ટોપલી ભરી આપી. દાસીઓએ પોતાનાં શિરમુંડન થયાં તે જાણ્યું નહીં. પછી તે દાસીઓ કેશ લઈને સત્યભામા પાસે આવી. ત્યાં તેઓને જ મુંડિત થયેલી જોઈને અતિ ખેદ પામેલી સત્યભામા સાક્ષી રાખેલા કૃષ્ણ પાસે જઈને ક્રોધથી બોલી કે “મને રુક્મિણીના કેશ અપાવો.'' કૃષ્ણે કહ્યું કે “પ્રથમ તું જ મુંડિત થઈ છે, હવે બીજીને શા માટે વિરૂપ કરવા ઇચ્છે છે?’’ તે બોલી કે ‘‘હાસ્ય કરવાથી સર્યું, અર્થાત્ હાંસી ન કરો. મને તેના કેશ અપાવો.’’ ત્યારે કૃષ્ણે કેશ માટે બળરામને રુક્મિણી પાસે મોકલ્યા. ત્યાં પ્રશ્ને કરેલું કૃષ્ણનું સ્વરૂપ સિંહાસન પર બેઠેલ જોઈને લગ્ન પામી બળરામ પાછા ફર્યા. પાછા આવીને જુએ છે તો ત્યાં પણ કૃષ્ણને જોયા; એટલે બળરામે કહ્યું કે “તમે બે રૂપ કરીને મને લજ્જિત કર્યો.' કૃષ્ણ બોલ્યા કે “હું સોગનપૂર્વક સત્ય કહું છું કે હું ત્યાં ગયો જ નથી.’’ ત્યારે સત્યભામાએ કહ્યું કે ‘“સર્વત્ર તમારું ચેષ્ટિત જણાય છે.’’ તે સાંભળીને વિલખા થયેલા કૃષ્ણ રુક્મિણીને ઘેર આવ્યા. તે જ વખતે નારદે આવીને કૃષ્ણ તથા રુક્મિણીને કહ્યું કે જેણે અહીં કૃષ્ણનું રૂપ કર્યું હતું તે જ તમારો પુત્ર આ પ્રશ્ન છે.’’ તે સાંભળીને તરત જ પ્રદ્યુમ્ર માતાપિતાના ચરણમાં નમીને હાથ જોડી બોલ્યો કે “હું તમારો પુત્ર જ્યાં સુધી સર્વ યાદવોને કાંઈક અપૂર્વ ચમત્કાર ન બતાવું ત્યાં સુધી તમે મૌન રહેજો.'’ તે સાંભળીને તે બન્નેએ તેને આલિંગન કરીને તેનું વચન સ્વીકાર્યું. પછી પ્રદ્યુમ્ર પોતાની માતાને રથમાં બેસાડીને ચાલ્યો, અને શંખ વગાડીને યાદવોને ક્ષોભ પમાડતો સતો તે બોલ્યો કે ‘‘હું આ રુક્મિણીનું હરણ કરું છું, તેથી જો કૃષ્ણનું બળ હોય તો તેની રક્ષા કરો. હું એકલો જ સર્વ વૈરીઓનો નાશ કરવા સમર્થ છું.” એમ બોલતો તે ગામ બહાર નીકળ્યો. તે વખતે કૃષ્ણે વિચાર્યું જે ‘‘જરૂર આ કોઈ માયાવી મને પણ છેતરીને મારી પત્નીનું હરણ કરી જાય છે, માટે મારે તેને હણવો જોઈએ.’' એમ વિચારીને સર્વ આયુધો અને સૈન્ય સહિત Page #252 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૩૫૩] ભાવવંદનનું ફળ ૨૪૩ તે તેની પાછળ ગયા. પ્રશ્ને તરત જ સર્વ સૈન્યને ભગ્ન કરી દઈને હાથીને દાંતરહિત કરે તેમ કૃષ્ણને પણ શસ્ત્રરહિત કરી દીધા, તેથી કૃષ્ણ ખેદ પામવા લાગ્યા; એટલે તે જ વખતે નારદે આવીને તેનો સંશય દૂર કર્યો. પછી પ્રદ્યુમ્ર આવીને પિતાના ચરણમાં પડ્યો અને બોલ્યો કે ‘‘ઠે પિતા! મારો અપરાધ ક્ષમા કરો. મેં માત્ર કૌતુકને માટે જ આ ચમત્કાર બતાવ્યો છે.’’ પછી કૃષ્ણે હર્ષપૂર્વક મોટા ઉત્સવથી પુત્રને પુરપ્રવેશ કરાવ્યો. એ અવસરે દુર્યોધને આવીને કૃષ્ણને કહ્યું કે “મારી પુત્રી અને તમારા પુત્ર ભાનુની વહુનું કોઈએ હરણ કર્યું છે, તેથી તેની શોધ કરાવો.’' કૃષ્ણે કહ્યું કે “શું કરીએ? ઘણી શોધી પણ કાંઈ પત્તો લાગતો નથી.’’ એમ કહીને ખેદ પામેલા પિતાને જોઈને પ્રધુમ્ર બોલ્યો કે “હું હમણા મારી વિદ્યાથી તેને શોધીને અહીં લાવું છું, તમે ખેદ ક૨શો નહીં.’’ એમ કહીને તરત જ તે કન્યાને તે લઈ આવ્યો. પછી કૃષ્ણે તથા દુર્યોધને કહ્યું કે “હે પ્રધુમ્ર! તું જ આ કન્યાને પરણ.’’ તે બોલ્યો કે તે યોગ્ય નહીં. ભાનુકુમારને જ પરણાવો.'' આ પ્રકારનો તેનો ઉદાર આશય જોઈને અનેક વિદ્યાધરોએ તથા રાજાઓએ પ્રશ્નને પોતપોતાની કન્યાઓ આપી. એકદા સત્યભામાને અતિ કૃશ અને દુઃખિત જોઈને કૃષ્ણે તેને પૂછ્યું કે “કેમ, તને શું દુઃખ છે?’’ ત્યારે તે બોલી કે “પ્રદ્યુ× જેવા પુત્રને હું ઇચ્છું છું.” કૃષ્ણે કહ્યું કે ‘“તારી ચિંતા હું દૂર કરીશ.’’ પછી કૃષ્ણે ચતુર્થ તપ કરીને હણિગમેષી દેવનું આરાધન કર્યું, એટલે તેણે પ્રગટ થઈને ઇચ્છિત પુત્રને આપનારો હાર તેને આપ્યો અને અદૃશ્ય થયો. તે હારપ્રાપ્તિનું સ્વરૂપ પ્રધુમ્રના જાણવામાં આવ્યું, એટલે તેણે માયાથી જાંબૂવતી માતાને સત્યભામા જેવી કરીને કૃષ્ણ પાસે મોકલી. હરિએ તેના કંઠમાં તે હાર નાંખીને તેની સાથે ક્રીડા કરી. તે વખતે દૈવયોગે સ્વર્ગમાંથી ચ્યવીને કોઈ દેવતા જાંબૂવતીની કુક્ષિમાં અવતર્યો. પછી હર્ષ પામતી જાંબૂવતી પોતાના મહેલમાં ગઈ. થોડી વારે સત્યભામા ભોગને માટે કૃષ્ણ પાસે આવી. ત્યારે કૃષ્ણે વિચાર્યું કે “અહો! આ સ્ત્રી હજુ તૃપ્તિ પામી નથી; તેથી ફરીને આવી જણાય છે. સ્ત્રીઓને કામની શાંતિ હોતી નથી તે વાત સત્ય છે!’' એમ વિચારીને તેની સાથે પણ તેણે ક્રીડા કરી. તે વખતે સમય જોઈને પ્રશ્ને ભંભા વગાડી, જેથી કૃષ્ણ ક્ષોભ પામ્યા. પછી તેણે સત્યભામાને કહ્યું કે “તારે પુત્ર થશે.’’ પ્રાતઃકાળે જાંબૂવતીના કંઠમાં પેલો હાર જોઈને કૃષ્ણે વિચાર્યું કે ‘‘ખરેખર, ગઈ રાત્રે પ્રધુમ્ર જ આ પ્રપંચ રચ્યો હોય એમ જણાય છે.’’ એમ વિચારી કૃષ્ણ મૌન જ રહ્યા. અનુક્રમે સમય આવતાં જાંબુવતીએ શાંબ નામના પુત્રને જન્મ આપ્યો, અને સત્યભામાએ ભીરુક નામના પુત્રને જન્મ આપ્યો. બન્ને કુમારો અનુક્રમે વૃદ્ધિ પામી બાળક્રીડા કરવા લાગ્યા. તેમાં શાંબ ભીરૂકને હમેશાં બીવરાવતો, તેથી એકદા સત્યભામાએ કૃષ્ણને કહ્યું કે “મારા પુત્રને નિરંતર શાંબ બીવરાવે છે.’ કૃષ્ણે તે વાત જાંબૂવતીને કહી કે “તારો પુત્ર અન્યાયી સંભળાય છે.’’ જાંબૂવતી બોલી કે ‘‘ના, મારો પુત્ર તો ન્યાયી છે.’’ કૃષ્ણે કહ્યું કે ‘‘આપણે તેની ખાતરી કરીશું.’’ પછી કૃષ્ણે આભીરનું (ભરવાડનું) રૂપ લીધું, અને જાંબૂવતીને આભીરીનું રૂપ લેવરાવ્યું. પછી દહીં વેચવાના મિષથી ચાલતા ચાલતા તે બન્ને પુરના દરવાજા પાસે આવ્યા. ત્યાં શાંબે તેમને જોયા; એટલે તેણે આભીરીને કહ્યું કે “અહીં આવ, મારે દહીં લેવું છે.'' એમ કહીને તેને એક શૂન્ય ઘરમાં લઈ જઈને શાંબ કાંઈક કહેવા લાગ્યો, ત્યારે તે બન્નેએ પોતાનું સ્વરૂપ Page #253 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૫ [સ્તંભ ૨૪ અકસ્માતુ પ્રગટ કર્યું. તે જોઈને શાંબ લ પામી જતો રહ્યો. પછી કૃષ્ણ જાંબુવતીને કહ્યું કે “તારા પુત્રની ચેષ્ટા તેં પ્રત્યક્ષ જોઈ?” તે બોલી કે “મારો પુત્ર તો ભોળો છે, આ તો બાળક્રીડા છે.” કૃષ્ણ કહ્યું કે “ખરી વાત છે, સિંહણ પોતાના બાળકને ભદ્ર ને સૌમ્ય જ માને છે.” પછી બીજે દિવસે શાંબ હાથમાં એક ખીલો રાખીને ચૌટામાં જતાં કૃષ્ણ તથા સર્વ લોકો સાંભળે તેમ બોલ્યો કે “ગઈ કાલની મારી વાત જે પ્રગટ કરશે તેના મુખમાં આ ખીલી મારવી છે.” તે સાંભળીને કૃષ્ણ તેને ગામ બહાર જતા રહેવાનો હુકમ કર્યો, ત્યારે શાંબ પ્રદ્યુમ્ર પાસેથી કેટલીક વિદ્યા શીખીને નીકળી ગયો. પછી ભીરૂકને પ્રદ્યુમ્ર હમેશાં પીડા કરવા લાગ્યો, એટલે તેને સત્યભામાએ કહ્યું કે “હે શઠ! તું પણ શાબની જેમ કેમ ગામમાંથી જતો નથી?” પ્રદ્યુમ્ર બોલ્યો કે “હે માતા! ક્યાં જાઉં?” તે બોલી કે “સ્મશાનમાં.” ફરીથી તેણે પૂછ્યું કે “હે માતા! હું પાછો ક્યારે આવું?” તે બોલી કે “જ્યારે હું શાંબને હાથ પકડીને ગામમાં લાવું ત્યારે તારે આવવું.” તે બોલ્યો કે “બહુ સારું. આપની આજ્ઞા મારે પ્રમાણ છે.” એમ કહી પ્રદ્યુમ્ર શાંબની પાસે ગયો. પછી સત્યભામાં અત્યંત હર્ષ પામી, અને પોતાના પુત્રને યોગ્ય એવી નવાણું કન્યાઓ તેણે એકઠી કરી (મેળવી;) સો કન્યાઓ પૂરી કરવાના વિચારથી તે એકને માટે શોઘ કરવા લાગી, પણ ક્યાંય મળી નહીં. આ વાત પ્રદ્યુમ્રના જાણવામાં આવી. તેથી તે માયા વડે જિતશત્રુ નામનો રાજા બન્યો, શબને પોતાની કન્યા બનાવી, અને માયાવી સૈન્ય બનાવ્યું. એવી રીતે તે દ્વારિકાની બહાર આવી પડાવ નાખીને રહ્યો. તે વાત સત્યભામાએ સાંભળી, એટલે તેણે તે કન્યાની માગણી કરી. ત્યારે જિતશત્રુ રાજાએ કહ્યું કે “જો મારી પુત્રીને સત્યભામા પોતે હાથ પકડીને ગામમાં લઈ જાય, અને વિવાહ વખતે મારી કન્યાનો હાથ ભીરૂકના હાથ ઉપર રખાવે તો હું મારી કન્યા આપું.” તે વાત સત્યભામાએ કબૂલ કરી. પછી તે કન્યાને હાથે પકડીને સત્યભામા ગામમાં લઈ જવા લાગી; તે વખતે સર્વ પૌરજનો શાંબ અને પ્રદ્યુમ્રને જોઈને કહેવા લાગ્યા કે “અહો! પોતાના પુત્રનો વિવાહોત્સવ હોવાથી સત્યભામા શાંબ પ્રદ્યુમ્રને મનાવીને ઘેર લઈ જાય છે.” પછી સત્યભામાને ઘેર જઈને ચતુર બુદ્ધિવાળા શાંબે ભીરૂકનો જમણો હાથ પોતાના ડાબા હાથ ઉપર રાખીને પકડ્યો, અને નવાણું કન્યાઓના જમણા હાથને પોતાના જમણા હાથથી પકડ્યા. એવી રીતે યુક્તિથી નવાણું કન્યા સાથે ફેરા ફરીને સર્વ કન્યાઓને શાંબ પરણ્યો. પછી તે કન્યાઓ સાથે શાંબ વાસગૃહમાં ગયો; તેની પાછળ ભીરૂક આવ્યો. એટલે શાંબે તેની પાસે પણ પોતાનું મૂળ સ્વરૂપે પ્રગટ કરી ભૃકુટી ચડાવીને જોયું, તેથી ભય પામીને ભીરૂક ભાગ્યો અને માતા પાસે જઈને તે વાત કરી. એટલે ગાભરી બનેલી સત્યભામા વાસગૃહમાં ગઈ. તેને પણ શાંબે મૂળરૂપ બતાવ્યું, એટલે તે ક્રોધથી બોલી કે “અરે દુખ! તને અહીં કોણે આપ્યો?” ત્યારે શાંબ બોલ્યો કે “હે માતા! તમે જ મને ગામમાં લાવ્યા છો, અને આ નવાણું કન્યાઓ સાથે પણ તમે જ મને પરણાવ્યો છે. તે બાબતમાં આ સર્વ પૌરજનો સાક્ષી છે.” તે સાંભળીને સત્યભામાએ પીરજનોને પૂછ્યું, ત્યારે તેઓએ શાબનું વચન સત્ય કહ્યું. આવી શાંબની અકલિત માયા જોઈને અત્યંત રોષાતુર થયેલી સત્યભામા લાચાર થઈને નિઃશ્વાસ મૂકી પોતાના ગૃહમાં ગઈ. આવી રીતે ૧ સત્યભામા જિતશત્રુ રાજા ને તેની કન્યાનું રૂપ દેખતી હતી અને નગરજનો તેને શાંબ, પ્રદ્યુમ્ર રૂપે દેખતા હતા તે તેની વિદ્યાનો ચમત્કાર હતો. Page #254 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૩૫૪] કુઘર્મનો ત્યાગ કર્તવ્ય ૨૪૫ છળના બળથી શાંબ નવાણું સ્ત્રીઓનો પતિ થયો. સર્વે યાદવો શાંબ તથા પ્રદ્યુમ્રને સર્વોત્કૃષ્ટ માનવા લાગ્યા. એકદા કોઈ રાજાએ શ્રીકૃષ્ણને એક જાતવાન અશ્વ ભેટ તરીકે મોકલ્યો. તે વખતે શાંબ અને પાલક એ બે પુત્રોએ આવીને પિતા પાસે તે અશ્વની માગણી કરી; એટલે કણે કહ્યું કે “કાલે તમારા બેમાંથી જે શ્રી નેમિનાથને પ્રથમ વંદના કરશે તેને આ અશ્વ હું આપીશ.” પછી પાલકકુમારે તો રાત્રિના પાછલે પહોરે ઊઠીને મોટેથી શબ્દ કરીને પોતાના મૃત્યોનો ઉઠાડ્યા, અને તેમને તૈયાર કરી સાથે લઈને પ્રાતઃકાળ થતાં સૌથી પ્રથમ જઈને પ્રભુને વંદના કરી. પછી ત્યાંથી પાછા આવીને પિતાને તે વાત કરીને અશ્વ માગ્યો. ત્યારે કૃષ્ણ કહ્યું કે “પ્રભુને પૂછીને પછી આપીશ.” અહીં મધ્યરાત્રિ ગયા પછી શાંબ જાગ્યો હતો; પણ તે પાપભીરુ હોવાથી પોતાને સ્થાને જ રહીને ભગવાનનું ધ્યાન કરી તેને નમ્યો. પ્રાતઃકાળે સમય થતાં સર્વે પ્રભુના સમવસરણમાં ગયા. પ્રભુને વંદના કરીને કૃષ્ણ પૂછ્યું કે “હે સ્વામી! આજે આપને પ્રથમ કોણે વંદના કરી?” પ્રભુ બોલ્યા કે “આજે દ્રવ્યવંદનથી પાલક કુમારે પ્રથમ અમને વાંદ્યા હતા અને શાંબકુમારે ભાવવંદનથી પ્રથમ વાંદ્યા હતા.” તે સાંભળીને કૃષ્ણ શાંબકુમારને તે અશ્વ આપ્યો. અન્યદા પ્રભુની દેશનાથી પ્રતિબોધ પામીને શાંબ તથા પ્રદ્યુમ્ર દીક્ષા ગ્રહણ કરી અને અનુક્રમે ગિરનાર પર્વત ઉપર મુક્તિ પામ્યા. શાંબે પ્રભુનું આંતરધ્યાન કર્યું તેથી તે વંદનનું ફળ પામ્યો, અને પાલકે સાક્ષાત્ પ્રભુને વાંદ્યા છતાં પણ તે ફળ પામ્યો નહીં, માટે પંડિત પુરુષો બાહ્ય વિધિ કરતાં આત્યંતર વિધિને બળવાન માને છે.” વ્યાખ્યાન ૩પ૪ કુધર્મનો ત્યાગ કર્તવ્ય चिल्लणया बहूपायैः, स्वस्वामी प्रतिबोधितः । समानधर्मश्रद्धाभि-दंपतीत्वं च शोभते ॥१॥ ભાવાર્થ-“ચેલણા રાણીએ ઘણા ઉપાયથી પોતાના સ્વામીને પ્રતિબોઘ પમાડ્યો હતો, કેમકે સમાન ઘર્મની શ્રદ્ધાથી જ દંપતીપણું શોભે છે.” - શ્રેણિક રાજાની કથા. રાજગૃહી નગરીમાં શ્રેણિક રાજા રાજ્ય કરતો હતો. તે બૌદ્ધઘર્મનો રાગી હોવાથી બૌદ્ધ સાઘુઓની નિરંતર ઉપાસના કરતો, હમેશાં બૌદ્ધાલયમાં જઈને શ્રદ્ધાપૂર્વક તેનો ઘર્મોપદેશ સાંભળતો, અને પછી ઘેર આવીને પોતાની ચેલણા રાણી પાસે બૌદ્ધઘર્મની નિત્ય પ્રશંસા કરતો. બૌદ્ધગુરુએ પોતાના શિષ્યવર્ગને એવું સમજાવી રાખ્યું હતું કે “જ્યારે હું પ્રભાત સમયે પ્રચ્છન્ન ભૂમિગૃહ (ભોંયરા)માં જઈને બેસું, ત્યારે મારા દર્શન માટે આવેલા રાજાદિક પ્રત્યે તમારે કહેવું કેગુરુ તો હમેશાં ઇન્દ્રાદિકને ઉપદેશ કરવા માટે સ્વર્ગમાં જાય છે, અને પાછા ત્યાંથી અહીં આવે છે.” ૧ સિદ્ધાચળ ઉપર ભાડવા ડુંગરે સાડા આઠ કરોડ મુનિ સાથે ફાગણ સુદી તેરસે સિદ્ધિપદ પામ્યાનો શત્રુંજય માહાભ્યાદિકમાં ઉલ્લેખ છે. Page #255 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉપદેશપ્રાસાંદ ભાષાંતર-ભાગ ૫ [સ્તંભ ૨૪ એકદા શ્રેણિક રાજા ત્યાં આવ્યા, ત્યારે તેણે ગુરુને દેખ્યા નહીં; એટલે તેના શિષ્યોને પૂછ્યું ‘‘ગુરુ ક્યાં છે?’’ તેઓ બોલ્યા કે ‘‘ગુરુ તો આકાશ માર્ગે ઇન્દ્રની પાસે ગયા છે.’’ તે વાર્તા રાજાએ ચેલણા પાસે આવીને તેને કહી, પણ શ્રાવકકુળમાં ઉત્પન્ન થયેલી ચેલણા જન્મથી જ જૈનધર્મી હોવાથી રાજાના વચન પર તેને બિલકુલ શ્રદ્ધા આવી નહીં. એક દિવસ રાજા આગ્રહથી ચેલણાને પણ સાથે લઈને બૌદ્ધગુરુના મકાને ગયો. ત્યાં જતી વખતે ચેલણાએ પોતાના સેવકોને છાની રીતે શીખવી રાખ્યું કે ‘‘જ્યારે અમે બૌદ્ઘાલયમાં બેસીએ ત્યારે રાજા ન જાણે તેમ તમારે તે બૌદ્ઘાલયમાં પાછળના ભાગથી અગ્નિ સળગાવવો.’ અહીં રાજા તથા રાણી શિષ્યના મુખથી ગુરુનું સ્વર્ગમાં ગમન-આગમન સાંભળીને થોડી વાર ત્યાં બેઠા. ત્યારે રાણીએ રાજાને કહ્યું કે “હે સ્વામી! આજ તો આપણે થોડી વાર વધારે અહીં જ બેસીએ, અને સ્વર્ગથી ઊતરતા ગુરુને જોઈને પછી જઈએ.’’ તે વાત અંગીકાર કરીને રાજા રાણી સહિત ત્યાં બેઠો, તેવામાં તો તે મકાનમાં અગ્નિ લાગવાથી ભયભ્રાંત થયેલા તે બૌદ્ધાચાર્ય એકદમ ભૂમિગૃહમાંથી નીકળીને બહાર આવ્યા. ત્યાં રાજા તથા રાણીને જોઈને નીચું મુખ રાખી લજ્જિત થયા; એટલે રાજાએ પૂછ્યું કે “હે ગુરુ! આજે તમે સ્વર્ગમાં ગયા હતા કે નહીં?’” ગુરુ બોલ્યા કે “ના, આજે તો હું સ્વર્ગે ગયો નથી, પણ હંમેશના અભ્યાસથી શિષ્યોએ તમને સ્વર્ગે ગયાનું કહ્યું હશે.' પછી રાજા રાણી સહિત પોતાના મહેલમાં આવ્યો, પણ રાજાના મનમાં અનેક તર્કવિતર્ક થવા લાગ્યા; તેથી રાજાએ રાણીને પૂછ્યું કે ‘“આજે થયું શું? અકસ્માત્ અગ્નિ ક્યાંથી પ્રગટી નીકળ્યો? મને તો તેં અગ્નિ મુકાવ્યો હોય એમ જણાય છે.’’ ત્યારે ચેલણા બોલી કે—“હે સ્વામી! એક વાર્તા કહું તે સાંભળો— ૨૪૬ કોઈ એક ગામમાં બે વાણિયા રહેતા હતા. તે બન્નેની સ્ત્રીઓ એક સાથે ગર્ભિણી થઈ, ત્યારે તેમણે પરસ્પર નિશ્ચય કર્યો કે આપણી સ્ત્રીઓમાં એકને પુત્ર અને એકને પુત્રી થાય તો તે બન્નેનો વિવાહ કરવો. આ પ્રમાણે નિશ્ચય કરીને પરસ્પર તે શરત લખી લીધી. પછી સમય આવતાં એક સ્ત્રીને પુત્રી થઈ અને બીજીને સર્પ અવતર્યો. તે બન્ને અનુક્રમે યુવાવસ્થા પામ્યા, ત્યારે સર્પના પિતાએ રાજાની સમક્ષ પોતાનો લેખ બતાવી ન્યાય કરાવીને તે સર્પ સાથે પેલાની કન્યાનો વિવાહ કરાવ્યો. રાત્રે તે દંપતી શયનગૃહમાં ગયા. ત્યાં જુદા જુદા પલંગ પર સૂતા. તેવામાં તે સર્પના શરીરમાંથી એક દિવ્ય કાંતિમાન પુરુષ નીકળ્યો. તેણે તે કન્યા સાથે ક્રીડા કરી. પછી તે પાછો તે જ સર્પના શ૨ી૨માં સમાઈ ગયો. એ પ્રમાણે હમેશાં થવા લાગ્યું. તે વાત તે સ્ત્રીએ પોતાના સ્વજનોને કહી, ત્યારે એક લબ્ધલક્ષ (બુદ્ધિમાન) પુરુષે કહ્યું કે “જ્યારે તે સર્પના ક્લેવરને મૂકીને કન્યાની સાથે ક્રીડા કરવા જાય ત્યારે તે સર્પના ક્લેવરને તત્કાળ અગ્નિથી બાળી મૂકવું; એટલે તે સર્પના ક્લેવર વિના શામાં પ્રવેશ કરશે? પછી તે તે જ દિવ્ય સ્વરૂપે રહેશે.'' તે સાંભળીને કન્યાના આપ્તજનોએ તે પ્રમાણે કર્યું; તેથી તે દેવકુમાર તે જ સ્વરૂપે રહ્યો.” આ પ્રમાણે હે સ્વામી! જ્યારે તમારા ગુરુ હમેશાં સ્વર્ગે જતા હશે, ત્યારે તે દિવ્ય અને મલાદિક રહિત એવું દેવના જેવું નવીન શરીર કરીને જતા હશે, અને મૂળ દેહને શબરૂપે અહીં મૂકી જતા હશે, તે વિના જવાય નહીં. તેથી મેં એવા હેતુથી અગ્નિ મુકાવ્યો હતો કે જો તેનું મૂળ શરીર સર્પના કલેવરની જેમ ભસ્મ થઈ જાય, તો તેના દિવ્ય સ્વરૂપનું જ હમેશાં સર્વને દર્શન થાય, એટલે બહુ શ્રેષ્ઠ થાય; કેમકે લોકોત્તર રૂપનું દર્શન અતિ દુર્લભ છે. પણ તે મારો અભિપ્રાય પાર પડ્યો નહીં, અને અગ્નિની જ્વાળાથી પરાભવ Page #256 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૩૫૪] કુઘર્મનો ત્યાગ કર્તવ્ય ૨૪૭ પામેલા તે તો ઘરમાંથી જ વિહળ વચન અને વજનવાળા બહાર નીકળ્યા, માટે હે રાજ! સ્વર્ગે ગમનાગમનની સર્વ વાત અસત્ય જ માનવા યોગ્ય છે.” આ પ્રમાણે રાણીએ કહેલ યુક્તિ સાંભળ્યા છતાં પણ ધૂર્તના વચનથી વ્યગ્રાહિત થયેલા ચિત્તવાળાની જેમ રાજાએ જરા પણ બૌદ્ધગુરુ પરના દ્રષ્ટિરાગનો ત્યાગ કર્યો નહીં. કહ્યું છે કે कामरागस्नेहरागा - वीषत्करनिवारणौ । दृष्टिरागस्तु पापीयान्, दुरुच्छेद्यः सतामपि ॥१॥ ભાવાર્થ-કામરાગ અને સ્નેહરાગ એ બેને નિવારણ કરવામાં બહુ થોડી મહેનત પડે છે, તેનું નિવારણ સહેજે થઈ શકે છે; પણ પાપિષ્ઠ એવો દ્રષ્ટિરાગ તો સપુરુષોથી પણ દુઃખે તજી શકાય-છેદી શકાય તેવો છે.” અન્યદા રાજાએ બૌદ્ધગુરુને ભોજન માટે નિમંત્રણ કર્યું. તે જમવા આવ્યા ત્યારે રાણીએ તેનાં ઉપાનહ (પગરખાં) પોતાના સેવક પાસે ગુપ્ત રીતે મંગાવી તેના સૂક્ષ્મ કકડા કરી તેનું ચૂર્ણ શાક વગેરેમાં ખબર ન પડે તેમ ભેળવી દીધું. ભોજન કરતી વખતે ગુરુએ ભોજનના સ્વાદને લીધે કાંઈ પણ જાણ્યું નહીં. ભોજન કરી રહ્યા પછી પોતાને સ્થાને જતી વખતે ગુરુએ ચોતરફ પોતાનાં ઉપાનહ શોધ્યાં, પણ હાથ લાગ્યાં નહીં, ત્યારે ચેલણાએ રાજાને કહ્યું કે “હે સ્વામી! તમારા ગુરુ જ્ઞાની છે કે નહીં? જો જ્ઞાની હોય તો ઉપાનહની શોઘ શા માટે કરે છે? જ્ઞાનથી જ જાણી લે કે ક્યાં છે? અને જો અજ્ઞાની છે, તો હમણાં જમેલા ભોજનને તેના નામને પણ ભૂલી જશે. માટે હે રાજ! આ દાંભિક માણસો શું જાણી શકે? સમગ્ર વિચારમાં નિપુણ તો જૈનમુનિઓ જ હોય છે.” પછી ગુરુ તો ખેદ પામી પોતાને સ્થાને ગયા. ઘેર પહોંચ્યા કે તરત કંઠ સુઘી ભોજન કરેલું હોવાથી તેમને વમન થયું, તેમાં ચર્મના સૂક્ષ્મ કકડાઓ નીકળ્યા, એટલે ગુરુએ રાજાને બોલાવીને તે વાત કહી. રાજાએ કહ્યું કે “અમારા ભોજનમાં એવા કોઈ જાતનો દોષ ઘારશો નહીં.” પછી તે વાત રાજાએ રાણી પાસે આવીને કહી; એટલે રાણી બોલી કે “તમારા ગુરુ જ્ઞાનીના નામથી પૂજાય છે, તો એટલું પણ જાણી શક્યા નહીં કે મારાં ઉપાનહ મારા ઉદરમાં જ છે.” તે સાંભળી રાજા મૌન રહ્યો. હવે રાજાએ ચેલણાને પોતાના ઘર્મની દ્રષિણી જાણીને તેનો ગર્વ દૂર કરવા માટે એકદા પોતાના સેવકોને કહ્યું કે “તમે સ્મશાનમાં જઈને ત્યાંથી કોઈ તરતનું મરેલું બાળકનું શબ લાવીને રસોઇયાને આપો.” સેવકોએ તે પ્રમાણે કર્યું. એટલે રાજાએ તે શબના માંસાદિક યુક્ત ક્ષીર વગેરે ભોજનની સામગ્રી તૈયાર કરાવી. પછી અનુચરોને જૈનમુનિને આમંત્રણ કરવા માટે મોકલ્યા. ચેલણાએ અનુમાનથી કાંઈક હકીકત જાણીને રાજાને પૂછ્યું કે “હે સ્વામી! આજ તમે ચંચળ ચિત્તવાળા અને ઉત્સુક કેમ જણાઓ છો?” રાજાએ કહ્યું કે “રાજ્યાદિકની ચિંતાથી, બીજું કાંઈ નથી.” પછી રાજા રસોડામાં જઈને બેઠો, અને રાણી સાથુને આવવાના માર્ગે ગોખમાં બેઠી. થોડી વારે રાજાના સેવકે બતાવેલા માર્ગે એક મુનિને આવતા જોયા. તે વખતે રાણીએ વિચાર કર્યો કે “આ નિઃસ્પૃહ મુનિ મારી સામું પણ જોશે નહીં, કેમકે તે ઈર્યાસમિતિ શોઘવા માટે નીચું જોઈને જ ચાલે છે; તેથી કાંઈક યુક્તિ કરું કે જેથી તે મારા સામું જુએ.” એમ વિચારીને જ્યારે મુનિ તે ગોખની નીચે આવ્યા, ત્યારે રાણીએ ઊંચા હાથ કરીને બારીનાં બારણાં એકદમ ખખડાવ્યાં, એટલે Page #257 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૫ [તંભ ૨૪ મુનિએ ઊંચું જોયું. તેને તત્કાળ નમન કરીને ચેલણાએ પ્રથમ બે આંગળીઓ અને પછી ત્રણ આંગળીઓ દેખાડી. તે જોઈને મુનિએ એક આંગળી દેખાડી. આ સંકેતનું તાત્પર્ય એ છે કે–રાણીએ આંગળીની સંજ્ઞાથી ગુરુને પૂછ્યું કે “તમારે બે જ્ઞાન છે કે ત્રણ?” તેના જવાબમાં મુનિએ એક આંગળી બતાવી, એટલે “ત્રણ ઉપરાંત એક જ્ઞાન વઘારે છે અર્થાત્ ચાર જ્ઞાન છે.' એમ સાધુએ બતાવ્યું; તેથી રાણીએ હર્ષ પામીને ફરીથી કીટ્ટા વંદન કર્યું. પછી મુનિ રાજાની પાકશાળામાં ગયા. રાજા બહુમાનથી મુનિને તે બાળકના માંસવાળું ભોજન વહોરાવવા લાગ્યો, એટલે મુનિએ જ્ઞાનવૃષ્ટિથી તે ભોજન અભક્ષ્ય અને અયોગ્ય જાણીને રાજાને કહ્યું કે “હે રાજ! આ ભોજન અમારે યોગ્ય નથી. અમે મુનિઓ નિર્દોષ આહાર ગ્રહણ કરીએ છીએ.” રાજાએ કહ્યું કે “હે પૂજ્ય! આ આહાર શી રીતે દૂષિત છે? રાજાને ઘેર નીપજેલો હોવાથી તે શુદ્ધ જ છે; જો કદાચ દૂષિત હોય તો તેનો દોષ પ્રગટ કરો.” ત્યારે મુનિ બોલ્યા કે “હે રાજ! તમે કરાવેલું કામ તમે પોતે પ્રત્યક્ષ જાણો છો, છતાં શા માટે કપટ કરો છો? તમને એ યોગ્ય નથી. મુનિઓને તો અચિત્ત આહાર પણ જો દોષવાળો હોય તો તે કલ્પતો નથી; તો પછી નિરંતર જેમાં જીવો ઉત્પન્ન થાય તેવો બાળકના માંસથી બનેલો આહાર તો તેને શી રીતે કલ્પે?” આ પ્રમાણે મુનિનાં વચન સાંભળીને સંપૂર્ણ વિશ્વાસ આવવાથી રાજાએ તે જ્ઞાની મુનિને વંદન કરીને કહ્યું કે “હે પૂજ્ય! તમારું જ્ઞાન, તમારો ઘર્મ અને તમારી સર્વ ક્રિયાઓ સત્ય છે.” ઇત્યાદિ જૈનધર્મની પ્રશંસા કરીને હર્ષથી સમ્યત્વ સન્મુખ થયેલો રાજા ચલણા પાસે આવીને બોલ્યો કે “હે પ્રિયે! તારા ગુરુ પરમ જ્ઞાની છે. મેં આજે તેની પરીક્ષા કરી.” એમ કહીને ચેલણાના પૂછવાથી રાજાએ સર્વ વૃત્તાંત કહી સંભળાવ્યો. તે સાંભળીને ચેલણા બોલી કે “હે સ્વામી! એવા નિઃસ્પૃહ જ્ઞાનીનો અંત ન લેવો; કેમકે તે મુનિઓ બૌદ્ધના સાધુ જેવા નથી. બૌદ્ધાચાર્ય તો ભોજનમાં આવેલા સૂક્ષ્મ ચર્મના ખંડોને ખાતી વેળાએ મુખાદિકના સ્પર્શથી પણ જાણી શક્યા નહીં.” પછી રાજાએ તે વાતનું સ્વરૂપ પૂછ્યું. ત્યારે રાણીએ બધી વાત ખરેખરી કહી દીધી. આ રીતે અનેક યુક્તિથી રાણીએ બોઘ કરીને રાજાને જૈનઘર્મમાં રસિક બનાવ્યો. પછી અનુક્રમે શ્રી મહાવીરસ્વામીની દેશના વગેરેથી શ્રેણિક રાજા જૈનધર્મમાં સ્થિર થયો.. આ દૃષ્ટાંત જેવું સાંભળવામાં આવ્યું તેવું જ લખી દીધું છે. “આ શ્રેણિક રાજાની કથા સાંભળીને જૈનઘર્મના તત્ત્વને જાણનાર માણસોએ બૌદ્ધ, શાક્ય, વેદાંતી અને કણાદાદિક એકાંતવાદીના કુઘર્મનો ત્યાગ કરવો.” વ્યાખ્યાન ૩પપ તીર્થસ્તવના शत्रुजयादितीर्थानां, प्रत्यूषे समयेऽनिशम् । विदध्यात् स्तवनां जंतुः, सर्वाघौघप्रणाशिनीम् ॥१॥ ભાવાર્થ-“હમેશાં પ્રાતઃકાળે દરેક પ્રાણીએ સર્વ પાપના સમૂહને નાશ કરનારી શત્રુંજયાદિક તીર્થોની સ્તુતિ કરવી.” Page #258 -------------------------------------------------------------------------- ________________ ૨૪૯ વ્યાખ્યાન ૩૫૫] તીર્થસ્તવના પૂર્વાચાર્યોએ નીચે પ્રમાણે શત્રુંજયાદિ તીર્થોની સ્તુતિ કરેલી છે તીર્થરાજસ્તવના राजादनाधस्तनभूमिभागे, युगादिदेवांघ्रिसरोजपीठम् । देवेन्द्रवन्धं नरराजपूज्यं, सिद्धाचलाग्रस्थितमर्चयामि ॥१॥ आदिप्रभोदक्षिणदिग्विभागे, सहस्रकूटे जिनराजमूर्तिः । सौम्याकृतिः सिद्धततीनिभाश्च, शत्रुञ्जयस्थाः परिपूजयामि ॥२॥ आदिप्रभोर्वक्त्रसरोरुहाच्च, विनिर्गतां श्रीत्रिपदीमवाप्य । यो द्वादशांगीं विदधे गणेशः, स पुंडरीको जयताच्छिवाद्रौ ॥३॥ चउद्दसाणं सयसंखगाणं, बावन्न सहियाणगणाहिवाणं । सुपाउआ जत्थ विराजमाणा, सत्तुंजयं तं पणमामि निच्चं ॥४॥ श्रीसूर्यदेवेन विनिर्मितस्य, श्रीसूर्यकुंडस्य जलप्रभावात् । कुष्ठादिरोगाश्च समेह्यनश्यन्, नरो भवेत् कुर्कुटतां विहाय ॥५॥ विश्वत्रयोद्योतकरा गुणालया, महाय॑माणिक्यसुकुक्षिधारिका । मतंगजस्था मरुदेविमातृका, विराजते यत्र गिरौ विशेषतः॥६॥ यत्रैव शैले खलु पञ्च पांडवा, युधिष्ठिराद्या विजितेन्द्रियाश्च । कुन्तासमं विंशतिकोटिसाधुभिः, सार्धं शिवद्धिं च समाससादिरे ॥७॥ नमिविनमिमुनीन्द्रावादिसेवापरौ यौ, गगनचरपती तौ प्रापतुर्मोक्षलक्ष्मीम् । विमलगिरिवरे वै कोटियूग्मर्षिभिश्च, सह हि विमलबोधिप्राप्तिपुष्ट्येकहेतू ॥८॥ विमलगुणसमूहैः संभृतश्चान्तरात्मा, स्वपदरमणभोक्ता दर्शनाज्ञानधर्ता । निखिलशमधनानां तिसृभिः कोटिभिश्च, समममृतपदद्धिं प्राप्नुयादत्र रामः॥९॥ सौराष्ट्रदेशे खलु रत्नतुल्यं, सत्तीर्थयुग्मं परिवर्तते च । शत्रुजयाख्यं गिरिनारसंज्ञ, नमाम्यहं तद्बहुमानभक्त्या ॥१०॥ अणंतनाणीण अनंतदंसिणे, अणंतसुक्खाण अणंतवीरिणे । वीसं जिणा जत्थ शिवं पवन्ना, समयसेलं तमहं थुणामि ॥११॥ प्रगेऽहर्निशं संस्तुतं वासवाद्यै-र्जिनं नाभिभूपाल वंशावतंसम् । श्रयेऽष्टापदे प्राप्तपूर्णात्मतत्त्वं, सुसौभाग्यलक्ष्मीप्रदं द्योतिमंतम् ॥१२॥ कल्याणकन्दोद्भवनैकमेघं, समस्तजीवोद्धरणे क्षमं तम् । । स्फुरत्प्रतापं महनीयमूर्ति, श्रीमारुदेव्यं वृषभं च वन्दे ॥१३॥ ॥इति तीर्थराजस्तवना॥ “જે સિદ્ધાચળ ઉપર રાયણના વૃક્ષ નીચે દેવેન્દ્રોએ વંદન કરેલું તથા ચક્રવર્તીએ પૂજેલું એવું યુગાદિદેવ શ્રી આદીશ્વરનું ચરણકમળરૂપ પીઠ રહેલું છે, તેનું હું અર્ચન કરું છું. ૧. જે શત્રુંજય ગિરિપર આદીશ્વર પ્રભુની દક્ષિણ દિશામાં સહસ્ત્રકૂટની અંદર સૌમ્ય આકૃતિવાળી ૧૦૨૪ Page #259 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૫ [તંભ ૨૪ તીર્થકરોની મૂર્તિઓ રહેલી છે, તેનું હું પૂજન કરું છું. ૨. શ્રી ઋષભસ્વામીના મુખકમળથી નીકળેલી ત્રિપદીને પામીને જેમણે દ્વાદશાંગીની રચના કરી એવા શત્રુંજયપર રહેલા શ્રી પુંડરિક ગણઘર જય પામો. ૩. જ્યાં (પ્રભુની ડાબી બાજુએ) ચૌદસો ને બાવન ગણઘરોની પાદુકાઓ વિરાજમાન છે તે શત્રુંજયગિરિને હું નિત્ય પ્રણામ કરું છું. ૪. જે ગિરિ પર સૂર્યદેવે નિર્માણ કરેલા સૂર્યકુંડના જળના પ્રભાવથી કુષ્ઠાદિક વ્યાધિઓનો સમૂહ નાશ પામે છે, તેમજ કૂકડાપણું પામેલો જીવ પાછો મનુષ્યપણાને પામે છે, (ચંદરાજાની જેમ) તે શત્રુંજય ગિરિને હું પ્રણામ કરું છું. ૫. જે ગિરિ ઉપર ત્રણ વિશ્વમાં ઉદ્યોતને કરનારા, ગુણોના સ્થાનરૂપ અને અમૂલ્ય રત્ન (ઋષભદેવ) ને કુક્ષિમાં ઘારણ કરનારા એવા હાથી પર બેઠેલા મરુદેવી માતા વિરાજે છે તે ગિરિને હું નમન કરું છું. ૬. જે પર્વત પર જિતેંદ્રિય એવા યુધિષ્ઠિર વગેરે પાંચ પાંડવો કુંતા માતાની સાથે વીશ કરોડ સાઘુઓ સહિત મુક્તિપદને પામ્યા છે તે પર્વતને હું નમું છું. ૭. જે ગિરિ ઉપર નમિ અને વિનમિ નામના મુનદ્રો કે જેઓ વિદ્યાઘરના રાજા હતા તથા શ્રી આદિનાથની સેવા કરનારા હતા તેઓ બે કરોડ સાઘુઓ સહિત મોક્ષની લક્ષ્મીને પામ્યા, તે વિમલગિરિ અમને વિમળ (નિર્મળ) બોઘની પ્રાપ્તિ અને પુષ્ટિના હેતુરૂપ થાઓ. ૮. જે ગિરિપર નિર્મળ ગુણોના સમૂહથી જેનો આત્મા પરિપૂર્ણ થયો છે, અને જે નિરંતર આત્મિક સુખમાં રમણ કરનારા અને તેના ભોક્તા છે, જ્ઞાનદર્શનને ઘારણ કરનારા છે તથા સમતારૂપ ઘનવાળા છે, એવા રામચંદ્ર ત્રણ કરોડ મુનિઓની સાથે મોક્ષસ્થાનની સમૃદ્ધિને પામ્યા છે તે અદ્રિને હું વંદના કરું છું. ૯. સૌરાષ્ટ્ર દેશમાં શત્રુંજય અને ગિરનાર એ બે તીર્થ અમૂલ્ય રત્ન તુલ્ય વર્તે છે, તેને હું બહુમાનપૂર્વક ભક્તિથી પ્રણામ કરું છું. ૧૦. જ્યાં અનંત જ્ઞાનવાળા, અનંત દર્શનવાળા, અનંત સુખવાળા અને અનંત વીર્યવાળા વીશ તીર્થકરો શિવપદને પામ્યા છે તે સમેતગિરિની હું સ્તુતિ કરું છું. ૧૧. નિરંતર પ્રાત:કાળે દેવેન્દ્રોએ સ્તુતિ કરેલા, નાભિરાજાના વંશના અલંકારરૂપ શ્રી ઋષભદેવ જે પર્વત પર સૌભાગ્ય લક્ષ્મીને આપનારા ઘોતિમાન પૂર્ણ આત્મતત્ત્વને (સિદ્ધિપદને) પામ્યા છે તે અષ્ટાપદ પર્વતનો હું આશ્રય કરું છું. ૧૨. કલ્યાણરૂપ કિંદને ઉત્પન્ન કરવામાં અદ્વિતીય મેઘ સમાન, સમસ્ત જીવોનો ઉદ્ધાર કરવામાં સમર્થ, ફરસાયમાન પ્રતાપવાળા અને પૂજ્ય મૂર્તિવાળા મરુદેવીના પુત્ર શ્રી ઋષભસ્વામીને હું વંદના કરું છું.” શત્રુંજય તીર્થના પ્રભાવ સંબંધી કથા ક્ષિતિપ્રતિષ્ઠ નામના નગરમાં સાંતુ નામે મંત્રી હતો. તે એકદમ હસ્તી પર બેસીને રહેવાડીએ ગયો હતો. ત્યાંથી પાછા વળતાં પોતે કરાવેલી સાંત્વસહી નામના ચૈત્યમાં દેવને વાંચવા માટે હાથી પરથી નીચે ઊતરીને પ્રવેશ કરતાં તેણે તે ચૈત્યમાં રહેનારા એક શ્વેતાંબર સાધુને કોઈ વેશ્યાના ખંઘ ઉપર હાથ રાખીને ઊભેલા દીઠા, તેમ છતાં પણ મંત્રીએ ઉત્તરાસંગ કરીને ગૌતમ ગણઘરની જેમ પંચાંગ નમસ્કારપૂર્વક તેને વંદના કરી. પછી એક ક્ષણવાર રહીને ફરીથી નમન કરી મંત્રી પોતાના ઘર તરફ ગયો. તેમના ગયા પછી તે સાધુ પોતાના દુરાચરણથી લજ્જ પામીને જાણે પાતાળમાં પેસવાની ઇચ્છા કરતા હોય તેમ અત્યંત ખિન્ન થઈ ગયા. પછી તે જ વખતે સર્વ વસ્તુ વગેરેનો ત્યાગ કરીને શ્રી હેમચંદ્રસૂરિ પાસે જઈ તેમણે ફરીથી દીક્ષા લીધી. પછી વૈરાગ્યભાવથી પૂર્ણ થયેલા તે સાઘુએ Page #260 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૩૫૫] તીર્થસ્તવના ૨૫૧ શ્રી શત્રુંજયગિરિ ઉપર જઈને બાર વર્ષ સુધી તપ કર્યું. એકદા તે મંત્રી શત્રુંજયની યાત્રા કરવા માટે ગયો. ત્યાં તે સાધુને જોઈને “આપને મેં પૂર્વે કોઈ વખત જોયેલા છે' એમ કહીને વંદના કરી. પછી તેમના પવિત્ર ચારિત્રથી પ્રસન્ન થયેલા મંત્રીએ તે મુનિને તેમના ગુરુ, કુળ વગેરે પૂછ્યું; એટલે તેમણે મંત્રીને કહ્યું કે “તત્ત્વથી તો તમે જ મારા ગુરુ છો.” તે સાંભળીને અજાણ્યો મંત્રી કાન આડા હાથે રાખીને બોલ્યો કે “અરે પૂજ્ય! એવું ન બોલો.” મુનિ બોલ્યા કે जो जेण सुद्धधम्ममि, ठाविओ संजएण गिहिणा वा । सो चेव तस्स जायइ, धम्मगुरु धम्मदाणाओ॥१॥ ભાવાર્થ-“મુનિએ અથવા ગૃહસ્થીએ જેણે જેને શુદ્ધ ઘર્મમાં સ્થાપન કર્યો હોય તે જ તેને ઘર્મદાન આપવાથી તેનો ઘર્મગુરુ જાણવો.” એમ કહીને તે મુનિએ પોતાનું મૂળ વૃત્તાંત કહી તેને ઘર્મમાં દ્રઢ કર્યો. ચૈત્યના ભંગ કરનારે શું કરવું? चैत्यभंगाच्च यदुःखं, लब्धं तस्य क्षयः कथम् । भूयश्चैत्यविधानेन, तत्पापं विलयं व्रजेत् ॥१॥ ભાવાર્થ-“ચૈત્યનો એટલે જિનપ્રતિમાનો અથવા જિનમંદિરનો ભંગ કરવાથી જે દુઃખ (પાપ) પ્રાપ્ત થાય તે શી રીતે ક્ષય પામે? આ પ્રશ્નનો જવાબ એ છે કે “તે પાપ ફરીને ચૈત્ય કરાવવાથી નાશ પામે છે. તે ઉપર દૃષ્ટાંત છે તે નીચે પ્રમાણે પ્રહ્નાદનપુર (પાલનપુર) માં પ્રહ્માદન નામે રાજા હતો. તે એકદા અર્બુદાચળ (આબુપર્વત) જોવા ગયો. ત્યાં તેણે કુમારપાળ રાજાએ કરાવેલો શ્રી પાર્શ્વનાથ સ્વામીનો પ્રાસાદ જોયો. તે પ્રાસાદમાં શ્રી પ્રાર્થનાથ સ્વામીની રૂપાની પ્રતિમા જોઈને રાજાએ તેને ભાંગી નખાવી મહાદેવનો પોઠીઓ કરાવીને શિવાલયમાં સ્થાપન કર્યો. ત્યાંથી રાજા પોતાને ઘેર આવ્યો કે તરત જ રાજાના શરીરમાં ગલકુષ્ઠ (ઝરતો કોઢ) નો વ્યાધિ ઉત્પન્ન થયો. તે વ્યાધિથી રાજાના દેહમાં ઘણી વેદના થવા લાગી. રાજાને ગંગા વગેરેના તીર્થજળથી સ્નાન કરાવ્યું, તો પણ વ્યાધિ શાંત થયો નહીં; તેથી તે અત્યંત વ્યાકુળ થયો. એકદા રાજાએ કોઈ મુનિને રોગની શાંતિનો ઉપાય પૂછ્યો, ત્યારે મુનિએ કહ્યું કે स्वतिश्रीयांधाम गुणाभिराम, सुनामसंताननतांहिपद्म । जाग्रत्प्रतापं जगतितलेऽत्र, श्रीपार्श्वदेवं सततं श्रय त्वं ॥१॥ यदीयमूर्तिर्भविनो समस्तं, निहंत्यघं दृष्टीपथावतीर्णा । शैलेऽर्बुदेस्थापिततीर्थनाथं, श्रीपार्श्वदेवो वितनोति सौख्यं ॥२॥ ભાવાર્થ-“હે રાજનું કલ્યાણ અને સંપત્તિના સ્થાનભૂત, સકળ ગુણોથી વિરાજમાન અને જેના ચરણકમળને ઇન્દ્રોનો સમૂહ પણ પ્રણામ કરે છે, તથા જેનો પ્રતાપ જગતમાં નિરંતર જાગૃત છે એવા શ્રી પાર્શ્વનાથ પ્રભુનું તમે નિરંતર સેવન કરો. જેની મૂર્તિ માત્ર દ્રષ્ટિમાર્ગમાં આવવાથી પણ ભવ્ય પ્રાણીઓના સમગ્ર પાપને હણે છે, એવા આબુપર્વત પર સ્થાપન કરેલા શ્રી પાર્શ્વનાથ પ્રભુ સર્વ પ્રાણીઓને સુખના આપનારા છે.”હે રાજા! તમે આ પુરમાં એક નવીન ચૈત્ય કરાવીને તેમાં શ્રી પાર્શ્વનાથજીની મૂર્તિ સ્થાપના કરી હમેશાં દંભ રહિત નિર્મળ ભક્તિથી તેની પૂજા કરો, Page #261 -------------------------------------------------------------------------- ________________ પર શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૫ તેથી તમારા રોગની શાંતિ થશે. વળી હે રાજા!પ્રતિમાદિકના ભંગનું પ્રાયશ્ચિત્ત સાંભળો– મોટી પ્રતિમા બળી ગઈ હોય, નાશ પામી હોય અથવા તેની કોઈએ ચોરી કરી હોય, તો મૂળ મંત્રનો એક લાખ જાપ કરીને બીજી પ્રતિમા સ્થાપન કરવાથી તે પાપની શુદ્ધિ થાય છે. એક હાથ ઊંચેથી બિંબ પડે તો મૂળ મંત્રનો દશ હજાર જાપ કરીને પછી પૂજા કરવી. બે હાથ ઊંચેથી પડે અને અંગભંગ ન થયો હોય તો એક લાખ જાપ કરીને ફરીથી સંસ્કાર કરવાથી શુદ્ધ થાય. પુરુષ પ્રમાણ ઊંચાઈથી પ્રતિમા પડી હોય અને શલાકા સર્વથા વિશીર્ણ થઈ હોય તો તેનું પ્રાયશ્ચિત્ત નથી, એટલે કે શલાકાનો ભેદ થાય તો નવી જ પ્રતિમા કરાવવી પડે. સ્થંડિલાદિકમાં પણ દેવોનું આહ્વાન કર્યા પછી પૂજાનું કાર્ય વિસર્જન કર્યું ન હોય ત્યાં સુધીમાં જો પ્રમાદથી બિંબને ઉપઘાત થાય, તો પૂજાદિ વડે મંત્રને સંહરીને મૂળ મંત્રનો પાંચ હજાર જાપ કરી પાત્રદાન આપી ફરીથી સર્વ અર્ચા-પૂજા કરવી. દેવના ઉપકરણને પગ વડે સ્પર્શ થયો હોય તો પાંચ સો વાર મંત્રજાપ કરવો. પ્રતિક્રમણની ક્રિયાનો લોપ થયો હોય તો વ્યાધિ વિનાનાએ ઉપવાસ કરીને મૂળ મંત્રનો સો વાર જાપ કરવો, અને વ્યાધિવાળાએ માત્ર સો વાર જાપ જ કરવો. એક દિવસ દેવપૂજા ન થઈ હોય, તો ત્રણ ઉપવાસ કરીને ત્રણે દિવસ ત્રણસો ત્રણસો વાર જાપ કરવો. અજાણતાં નિર્માલ્યનું ભક્ષણ થઈ ગયું હોય તો દશ હજાર જાપ કરી વિશેષે પૂજા કરવી, અને જાણીને નિર્માલ્યનું ભક્ષણ કર્યું હોય તો એક લક્ષ નવકારનો જાપ કરીને પાંચ ઉપવાસ કરવા. [સ્તંભ ૨૪ નિર્માલ્યના પાંચ ભેદ છે. દેવસ્વ, દેવદ્રવ્ય, નૈવેદ્ય, નિવેદિત અને નિર્માલ્ય. તેમાં દેવને માટે આપેલ ગ્રામાદિક દેવસ્વ કહેવાય છે. દેવસંબંધી અલંકારાદિક દેવદ્રવ્ય કહેવાય છે. દેવને માટે કલ્પેલ પદાર્થ નૈવેદ્ય કહેવાય છે. દેવને માટે કલ્પીને તેમની પાસે ઘરેલું નિવેદિત કહેવાય છે, અને પ્રભુ પાસે થર્યા પછી બહાર નાંખી દીધેલું–ઉપાડી લીધેલું નિર્માલ્ય કહેવાય છે. તે પાંચે પ્રકા૨ના નિર્માલ્યને સુંઘવું નહીં, ઓળંગવું નહીં, કોઈને આપવું નહીં, તેમજ વેચવું નહીં.૧ કેમકે કોઈને આપવાથી રાક્ષસ જાતિમાં જન્મ થાય છે, ખાવાથી ચાંડાળ જાતિમાં જન્મ થાય છે, ઓળંગવાથી કાર્યસિદ્ધિમાં હાનિ થાય છે, સૂંઘવાથી વનસ્પતિકાયમાં જન્મ થાય છે, સ્પર્શ કરવાથી સ્ત્રીપણું પ્રાસ થાય છે, અને વેચવાથી ભીલયોનિમાં જન્મ થાય છે. પૂજામાં દીપનું અવલોકન કરતાં તથા ગ્રૂપ અન્નાદિક ઘરતાં તેનો ગંધ આવે તેનો દોષ નથી, તેમજ નદીના પ્રવાહમાં નાંખેલા પુષ્પાદિક નિર્માલ્યના ગંધથી પણ દોષ લાગતો નથી. મરણના તથા જન્મના સૂતકવાળાને ઘેર જમવું નહીં. અજાણતાં ખવાયું હોય તો એક ઉપવાસ કરીને મૂળ મંત્રનો એક હજાર જાપ કરવો. જાણીને ભોજન કર્યું હોય તો ત્રણ ઉપવાસ કરીને ત્રણ હજાર જાપ કરવા. પોતાને જ ઘેર સૂતક આવ્યું હોય તો સૂતકી માણસનો સ્પર્શ તજી દેવો અને જુદી રસોઈ કરાવીને જમવું; નહીં તો પ્રતિક્રમણ દેવપૂજા વગેરે નિત્યકર્મની હાનિ થાય છે. ધર્મમાં સ્થિત રહેલા, ક્રિયામાં આસક્ત, જ્ઞાનવાળા અને વ્રતવાળાએ સૂતકમાં પણ નિત્યકર્મની હાનિ કરવી નહીં, અર્થાત્ પ્રતિક્રમણ દેવપૂજાદિ કર્યા વિના રહેવું નહીં. કોઈ માણસ નિત્યકર્મ કરતો ન હોય અને ૧ પોતાના સંબંધીને આપવું નહીં અને પોતે દ્રવ્ય મેળવવા વેચવું નહીં એમ સમજવું; દેરાસરના માળી ભોજકને આપવામાં તેમજ દેવદ્રવ્યની વૃદ્ધિ માટે વેચવામાં બાધ સમજવો નહીં. Page #262 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન 3૫૬] ઘર્મનું માહાભ્ય ૨પ૩ પ્રમાદથી (અજાણતાં) સૂતકીનો સ્પર્શ કરે, અથવા સમુદાય માટે રાંધેલા અનાજનું ભોજન કરે તો એક ઉપવાસ અને હજાર જાપથી તે શુદ્ધ થાય છે; પણ જો જાણીને સ્પર્શાદિક કર્યું હોય તો તેથી ત્રણગણું પ્રાયશ્ચિત્ત કરવું. એક દિવસની પૂજાનો લોપ થયો હોય તો મૂળ મંત્રનો દશ હજાર જાપ કરવો અથવા ઉપવાસ કરીને એક સો વાર જાપ કરવો.” આ પ્રમાણે મુનિએ કહેલો પ્રાયશ્ચિત્તનો વિધિ સાંભળીને રાજાએ તરત જ શ્રી પાર્શ્વનાથનું ચૈત્ય કરાવી તેમાં શ્રી પાર્શ્વનાથસ્વામીની કાંચનમય મૂર્તિ સ્થાપના કરી અને હમેશાં તેની ભક્તિપૂર્વક પૂજા કરવા માંડી. તેના પ્રભાવથી અનુક્રમે રાજાનો સર્વ વ્યાધિ નષ્ટ થયો. પાલનપુરના પ્રહ્માદ નામના રાજાએ ભક્તિ વડે જે પાર્શ્વનાથની મૂર્તિનું નિર્માપણ કર્યું તે મૂર્તિના સ્નાત્રનું જળ અન્ય રાજાને પણ પામા (ખસ) વ્યાધિનો નાશ કરનાર થયું. પ્રહાદનપુરમાં પ્રહ્માદન નામના ચૈત્યમાં બિરાજેલા પ્રહ્માદન નામના પાર્શ્વનાથસ્વામી ચંદ્રની જેમ પ્રાણીઓને પ્રહ્નાદ (હર્ષ) કરનારા થવાથી જગતમાં સાર્થક નામવાળા થયા છે.” વ્યાખ્યાન ૩પ૬ ધર્મનું માહાભ્ય जिनधर्म समाराध्य, भूत्वा विभवभाजनम् । प्राप्ताः सिद्धिसुखं ये ते, श्लाघ्या मंगलकुंभवत् ॥४॥ ભાવાર્થ-“જિનઘર્મનું આરાઘન કરીને સર્વ સંપત્તિનું સ્થાન થઈ જેઓ સિદ્ધિસુખને પામ્યા છે તેઓ મંગળકળશની જેમ પ્રશંસા કરવાને યોગ્ય છે.” મંગળકુંભનું દ્રષ્ટાંત ઉજ્જયિની નગરીમાં વૈરિસિંહ નામે રાજા હતો. તે નગરીમાં ઘનદત્ત નામે ઘર્મની રુચિવાળો એક શેઠ હતો. તેને પુત્રરહિત સત્યભામા નામની સ્ત્રી હતી. એકદા પુત્રની ચિંતાથી પ્લાન મુખવાળાં શેઠને જોઈને સત્યભામાએ તેને પૂછ્યું કે “હે નાથ! તમારે ચિંતાતુર થવાનું શું કારણ છે? તે કહો.” ત્યારે શેઠે પુત્ર ચિંતાની વાત કહી. તે સાંભળીને તે બોલી કે “હે સ્વામી! સુખને ઇચ્છનાર માણસે એવી ચિંતા શા માટે કરવી? તેણે તો આ લોકમાં તથા પરલોકમાં સુખને આપનાર ઘર્મની જ સેવા કરવી.” આ પ્રમાણેનો પ્રિયાનો ઉપદેશ સાંભળીને તેને સત્ય માનીને હર્ષ પામેલો શ્રેષ્ઠી પુષ્પાદિક વડે દેવપૂજા કરવા વગેરે અનેક ઘર્મકાર્યો કરવા લાગ્યો. ઘર્મના પ્રભાવથી તુષ્ટમાન થયેલી શાસનદેવીએ તેને ઇચ્છિત વરદાન આપ્યું; તેથી સત્યભામાએ ગર્ભ ધારણ કર્યો. અનુક્રમે સમય પૂર્ણ થતાં તેણે એક પુત્રને જન્મ આપ્યો. તે પુત્રનું સ્વપ્નને અનુસાર મંગળકુંભ એવું નામ પાડ્યું. તે પુત્ર અનુક્રમે વૃદ્ધિ પામી કળાભ્યાસ કરવામાં તત્પર થયો. તેના પિતા હમેશાં દેવપૂજાને માટે પુષ્પાદિક લેવા ઉદ્યાનમાં જતા, તેનો નિષેઘ કરીને મંગળકુંભ હમેશાં પુષ્પો લાવીને પિતાને આપવા લાગ્યો. તે પુષ્પોથી પિતા અને પુત્ર બન્ને પૂજા કરતા હતા. આ પ્રમાણે ઘર્માભ્યાસ કરતા હતા તેવામાં જે બન્યું તે સાંભળો– ચંપાપુરીમાં મહાબાહુ નામે રાજા હતો. તેને ગુણાવલી નામે રાણી હતી. તે રાણીથી ઉત્પન્ન થયેલી લાવણ્યના રસની જાણે પેટી હોય તેવી સ્વરૂપવાન રૈલોક્યસુંદરી નામે તેને પુત્રી હતી. તે Page #263 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૫ [સ્તંભ ૨૪ યુવાવસ્થા પામી ત્યારે રાજાએ વિચાર્યું કે “મારી પુત્રીને યોગ્ય વર કોણ મળશે?’’ પછી રાજાએ પોતાના સુબુદ્ધિ નામના પ્રધાનને બોલાવીને કહ્યું કે “મેં તારા પુત્રને મારી ત્રૈલોક્યસુંદરી આપી છે. તેમાં તારે કાંઈ પણ બોલવું નહીં.’’ તે સાંભળી પ્રધાને ઘેર જઈ વિચાર કર્યો કે ‘‘રાજાની પુત્રી તો સાક્ષાત્ તિ જેવી છે, અને મારો પુત્ર તો કુષ્ઠના વ્યાધિવાળો છે. તે જાણતાં છતાં હું તે બન્નેનો યોગ શી રીતે કરું?’' પછી પોતાની બુદ્ધિથી જ ઉપાય શોધીને પ્રધાને ગોત્રદેવીની આરાધના કરી. ત્યારે દેવી પણ પ્રત્યક્ષ થઈને બોલી કે ‘હે પ્રધાન! તારા પુત્રને કર્મના વિપાકથી કુષ્ઠ રોગ થયો છે, તેથી તે મટી શકે તેમ નથી; કેમકે ભોગ્ય કર્મ અવશ્ય ભોગવવું જ પડે છે; તો પણ તારા કાર્યની સિદ્ધિ માટે તારી ભક્તિથી પ્રસન્ન થયેલી હું આ પુરીને દરવાજે રહેનાર અશ્વરક્ષકની પાસે ટાઢથી પીડા પામતો અને અગ્નિની ઇચ્છાવાળો કોઈક બાળક લાવીને મૂકીશ. તે બાળકને તારે ગ્રહણ કરવો.'' એમ કહીને દેવી અન્તર્ધાન થઈ. પછી મંત્રીએ વિવાહની સામગ્રી તૈયાર કરવા માંડી, અને તે અશ્વરક્ષકને બોલાવીને કહ્યું કે ‘“અમુક દિવસે જે બાળક તારી પાસે આવે તેને ગુપ્ત રીતે મારી પાસે લાવજે.'' એમ કહીને અશ્વરક્ષકને રજા આપી. હવે તે ગોત્રદેવીએ પણ ઉજ્જયિની નગરીમાં જઈને પુષ્પો લઈને ઘર તરફ જતા તે મંગળકુંભને ઉદ્દેશીને આકાશવાણીથી કહ્યું કે “આ બાળક રાજાની કન્યાને ભાડે પરણશે.’’ તે સાંભળીને મંગળકુંભ વિસ્મય પામી ઘેર આવ્યો. બીજે દિવસે પણ તે જ પ્રમાણે સાંભળ્યું. ત્યારે તેણે વિચાર કર્યો કે “આજે ઘેર જઈને આ આકાશવાણીની વાત પિતાને કહીશ.' આમ વિચાર કરતો હતો, તેટલામાં તો તેને તે દેવીએ ચંપાપુરીની પાસેના વનમાં મૂક્યો, એટલે તે ભમતો ભમતો અશ્વપાળની પાસે ગયો. અશ્વપાળે તેને ગુપ્ત રીતે લઈ જઈને મંત્રીને સોંપ્યો. મંત્રીએ તેને દેવકુમાર જેવો રૂપવાન જોઈને હર્ષ પામી એકાંતમાં રાખ્યો. એકદા મંગળકુંભે સચિવને પૂછ્યું કે “હે પિતા! મને પરદેશીને શા માટે ગુપ્ત સ્થાને રાખ્યો છે?’' મંત્રીએ તેને કપટથી કહ્યું કે “તને રાજાની પુત્રી ત્રૈલોક્યસુંદરી સાથે પરણાવવો છે, તેને પરણીને પછી તું મારા કુષ્ઠના વ્યાધિવાળા પુત્રને તે રાજપુત્રી આપજે. આ કાર્ય માટે તને અહીં લાવવામાં આવ્યો છે.'' તે સાંભળીને મંગળકુંભ બોલ્યો કે ‘‘કુળને કલંક લગાડનારું અકૃત્ય હું શી રીતે કરું? મુગ્ધ જનને કૂવામાં ઉતારીને દોરડું કાપી નાખવા જેવું એ અકાર્ય હું તો નહીં કરું.’’ મંત્રીએ કહ્યું કે “રે મૂર્ખ! જો આ કામ તું નહીં કરે તો હું મારા હાથથી જ તને મારી નાંખીશ.'' તે સાંભળીને તે બાળક બુદ્ધિરૂપ નેત્રથી વિચારીને બોલ્યો કે “હું તમારા કહેવા પ્રમાણે કરું, પણ રાજા હસ્તમેળાપ વખતે જે વસ્તુ આપે તે બઘી તમારે મને આપવી.’’ મંત્રીએ તે વાત કબૂલ રાખી, પછી લગ્નદિવસે શુભ સમયે મોટા આડંબરથી મંગળકુંભ રાજપુત્રી સાથે પરણ્યો. તેના હસ્તમેળાપ સમયે રાજાએ જાતિવંત પાંચ અશ્વો વગેરે પહેરામણીમાં તેને આપ્યા. વિવાહ થઈ રહ્યા પછી મંત્રી રાજપુત્રીને તથા મંગળકુંભને પોતાને ઘેર લઈ ગયો. થોડીવારે મંગળકુંભ દેહચિંતાએ જવાનું મિષ કરીને શયનગૃહથી બહાર નીકળ્યો. તેનું ચપળ ચિત્ત જાણીને રાજપુત્રી પણ જળપાત્ર લઈને તેની પાછળ ગઈ. દેહચિંતાથી આવ્યા પછી મંગળકુંભને આમણદુમણો—ચળચિત્ત જોઈને રાજપુત્રીએ પૂછ્યું કે “હે નાથ! શું તમને ક્ષુધા બાઘા કરે છે?'' તેણે હા કહી; એટલે રાજપુત્રીએ દાસી પાસે પોતાને ઘેરથી મોદક મંગાવીને તેને આપ્યા. તે ખાતાં Page #264 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૩૫૬] ઘર્મનું માહાભ્ય ૨પપ ખાતાં પોતાનું સ્થાન જણાવવા માટે મંગળકળશ બોલ્યો કે “ઉજ્જયિની નગરીના જળ વિના આ મોદક સ્વાદિષ્ટ લાગતા નથી.” તે સાંભળીને રાજપુત્રીએ આશ્ચર્ય પામીને વિચાર્યું કે “અહો! આ અઘટમાન (અસંગત) વાક્ય કેમ બોલે છે?” એમ વિચારીને તેણે પતિને સુગંથી તાંબૂલ આપ્યું. પછી ફરીથી તે દેહચિંતાના મિષે બહાર નીકળીને અશ્વો વગેરે લઈ અવંતિ તરફ ચાલ્યો. અનુક્રમે અવંતિ પહોંચ્યો. તેના માબાપ તેને આવેલો જોઈ શોકરહિત થયા. પછી તેણે પોતાના માતાપિતાને પોતાનું સર્વ વૃત્તાંત કહી સંભળાવ્યું. અહીં મંત્રીએ મંગળકુંભનો વેષ પહેરાવીને પોતાના પુત્રને રાજપુત્રી પાસે મોકલ્યો. તે કોઢીઓ આવા ભુવનમાં જઈને શય્યા પર ચઢી રાજપુત્રીને સ્પર્શ કરવા લાગ્યો. તેને જોઈને તત્કાળ તે રાજપુત્રી શયનગૃહમાંથી બહાર નીકળીને દાસીઓ પાસે બેઠી, અને આખી રાત્રિ ખેદયુક્ત ચિત્તે ત્યાં જ નિર્ગમન કરી. પ્રાતઃકાળે મંત્રીએ રાજા પાસે જઈને કહ્યું કે “હે સ્વામી! મારો પુત્ર આપની પુત્રીના સ્પર્શથી કુષ્ઠી થયો હોય એમ જણાય છે. હવે શું કરવું?” તે સાંભળીને રાજા બોલ્યો કે “કર્મની વિચિત્ર ગતિ છે. કહ્યું છે કે चिन्तयत्यन्यथा जीवो, हर्षपूरितमानसः । विधिस्त्वेष महावैरी, कुरुते कार्यमन्यथा ॥१॥ ભાવાર્થ-હર્ષથી પૂર્ણ મનવાળો થઈને જીવ જે કાર્ય કરવાનું ચિંતવે છે, તે આ મહાશત્રુ રૂપ વિધિ અન્યથા કરે છે.” હે મંત્રી! આમાં મારી પુત્રીનો જ દોષ છે, તારા પુત્રનો દોષ નથી.” એવી રીતે રાજાએ આશ્વાસન આપેલો મંત્રી પોતાને ઘેર ગયો. રાજાએ પુત્રીના દોષને લીધે ક્રોધથી તેને પોતાની પાસે આવવાનો નિષેધ કર્યો. એકદા પિતાનો ક્રોઘ શાંત થયો, ત્યારે તે પિતાની પાસે જઈને બોલી કે “હે પિતા! મને પુરુષનો વેષ આપો. હું ઉજ્જયિની ગયેલા મારા પતિને મળીને મારું કલંક દૂર કરીશ.” રાજાએ તેને અનુમતિ આપી, એટલે તે કેટલાક સૈન્ય સહિત સિંહ નામના સામંતની સાથે ઉજ્જયિની ગઈ. ઉજ્જયિનીના રાજાએ ચંપાપુરીનો રાજપુત્ર આવ્યાના સમાચાર જાણી તેને રહેવા માટે મહેલ વગેરે આપી તેનો સત્કાર કર્યો. એકદા પોતાના ઉતારા પાસેથી પાણી પીવા જતા પોતાના પિતાના નામાંકિત અશ્વો જોઈને તેણે પોતાના સેવકોને તેની પાછળ મોકલી તે અશ્વના સ્વામીનું નામ ઠામ વગેરે પુછાવ્યું. તે માણસોના મુખથી તેને હજુ જ્ઞાનનો અભ્યાસી જાણીને તેણે સર્વ છાત્રો સહિત તેના અધ્યાપકને જમવાનું નિમંત્રણ કર્યું, એટલે અધ્યાપક સર્વ છાત્રોને લઈને જમવા આવ્યા. તેની અંદર પોતાના ભર્તારને જોઈને તે રાજપુત્રી બહુ હર્ષ પામી. પછી સર્વનું અશન વસનાદિ વડે સન્માન કરીને તે કુમારરૂપ રાજપુત્રીએ અધ્યાપકને કહ્યું કે “આ છાત્રોમાંથી કોઈ પણ મારું વૃત્તાંત જાણતો હોય તે તમારી આજ્ઞાથી કહી બતાવે તેમ કરો.” તે સાંભળીને અધ્યાપકે તેનું વૃત્તાંત જે જાણતો હોય તેને કહેવાની આજ્ઞા આપી; એટલે મંગળકુંભે તે પુરુષવેષને ધારણ કરનાર પોતાની પ્રિયા છે, એમ ઓળખીને સિંહ સામંત વગેરે સર્વના સાંભળતાં પોતાના વિવાહ વગેરેનું પૂર્વ વૃત્તાંત કહ્યું. તે સાંભળીને રાજપુત્રીએ સિંહ સામંતને કહ્યું કે “આ જ મારો પતિ છે, અને તેને શોઘવા માટે જ હું પુરુષનો વેષ ઘારણ કરીને અહીં આવી છું.” સિંહ સામંતે કહ્યું કે “જો તે જ તારો પતિ Page #265 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૫ [સ્તંભ ૨૪ હોય તો તું નિઃશંકપણે તેની સેવા કર.” પછી એ વાત રાજાને જણાવીને તેની આજ્ઞાથી ગૈલોક્યસુંદરી સ્ત્રીનો વેષ ધારણ કરી પોતાને સાસરે ગઈ, અને તેની સાથે મંગળકુંભ વિલાસ કરવા લાગ્યો. એકદા મૈલોકયસુંદરીની પ્રેરણાથી મંગળકળશ રાજાની આજ્ઞા લઈને ચંપાનગરીએ ગયો. ત્યાંનો રાજા પણ પોતાની પુત્રીના મુખથી તેનું સર્વ વૃત્તાંત સાંભળીને હર્ષિત થઈ બોલ્યો કે “હે પુત્રી! તેં તારું કલંક દૂર કર્યું. પછી રાજાએ પેલા દુષ્ટ કાર્ય કરનાર મંત્રીને મારવાનો હુકમ કર્યો. તે વખતે મંગળકળશે વિનંતિ કરીને તેને છોડાવ્યો. પછી પુત્રરહિત એવા તે રાજાએ મંગળકળશને રાજ્ય પર બેસાડી પોતે યશોભદ્રસૂરિ પાસે દીક્ષા ગ્રહણ કરી. મંગળકળશને રાજ્યનું પ્રતિપાલન કરતાં જયશેખર નામનો પુત્ર થયો. એકદા જયસિંહ નામના આચાર્યને ઉદ્યાનમાં આવેલા સાંભળીને મંગળકળશે પ્રિયા સહિત ગુરુ પાસે જઈ તેમને વિંદના કરી. તેમની દેશના સાંભળ્યા પછી મંગળકળશે પૂછ્યું કે “હે ગુરુ! હું કયા કર્મથી આવા પ્રકારની વિવાહવિડંબના પામ્યો? તથા કયા કર્મથી મારી પ્રિયાને દૂષણ પ્રાપ્ત થયું?” સૂરિએ કહ્યું કે “પૂર્વે ક્ષિતિપ્રતિષ્ઠિતપુરમાં સોમચંદ્ર નામે એક કુળપુત્ર રહેતો હતો. તેને શ્રીદેવી નામની પત્ની હતી, અને જિનદેવ નામનો એક શ્રાવક મિત્ર હતો. એકદા ઘનાકાંક્ષી જિનદેવ ઘન ઉપાર્જન કરવાના હેતુથી દેશાંતર જવા તૈયાર થયો; તે વખતે તેણે પોતાના મિત્ર સોમચંદ્રને પોતાનું ઘન સાત ક્ષેત્રમાં વાપરવા માટે આપ્યું. તેના ગયા પછી સોમચંદ્ર મિત્રના કહેવા પ્રમાણે તેનું દ્રવ્ય સાત ક્ષેત્રમાં ખચ્યું. તે જ પુરમાં શ્રીદેવીની એક બહેનપણી ભદ્રા નામની હતી. તેનો પતિ કોઈક કર્મથી કુષ્ઠી થયો. તે વાત ભદ્રાએ એક વખત પોતાની સખી શ્રીદેવીને કહી. ત્યારે શ્રીદેવીએ હાસ્ય કરીને કહ્યું કે “હે સખી! તારા સંગથી તારો પતિ કુષ્ઠી થયો.” તે સાંભળીને ભદ્રા પોતાના મનમાં અતિ દુ:ખી થઈ. તે જાણીને થોડી વારે શ્રીદેવી બોલી કે “હે સખી! ખેદ ન કરીશ, મેં તો તને મશ્કરીમાં કહ્યું છે.” એમ કહીને તેણે ભદ્રાને આનંદિત કરી. પછી સાધુના સંગથી તમે દંપતી શ્રાદ્ધઘર્મ પામી તેનું પાલન કરી સમાધિ વડે કાળ કરીને સૌઘર્મ દેવલોકમાં ઉત્પન્ન થયા. ત્યાંથી આયુષ્ય પૂર્ણ થતાં ઍવીને સોમચંદ્રનો જીવ તું રાજા થયો, અને શ્રીદેવીનો જીવ ગૈલોક્યસુંદરી થયો. તે પૂર્વભવે પદ્રવ્યથી પુણ્ય ઉપાર્જન કર્યું હતું તેથી આ ભવમાં ભાડા વડે તું રાજપુત્રીને પરણ્યો, અને આ રૈલોક્યસુંદરીએ હાસ્યથી પણ સખીને કલંક આપ્યું હતું, તેથી આ ભવે કલંક પ્રાપ્ત થયું.” આ પ્રમાણે ગુરુના મુખથી પોતાનો પૂર્વભવ સાંભળીને વિરક્ત થયેલા તે દંપતીએ પોતાના પુત્રને રાજ્ય સોંપીને ગુરુ પાસે દીક્ષા લીધી. પછી અતિચાર રહિત ચારિત્રનું પાલન કરીને અંતે તે બન્ને કાળ કરીને બ્રહ્મ દેવલોકમાં દેવતા થયા. ત્યાંથી વીને અનુક્રમે અવ્યય, અજર, અભય અને સમગ્ર આત્મસંપત્તિના આવિર્ભાવરૂપ મોક્ષપદને પામશે. વ્યાખ્યાન ૩પ૭ ગુરુ પટ્ટાવળી षट्त्रिंशद्गुणरत्नाढ्यः, सौधर्मादिपरंपरः । गुरुपट्टक्रमो ध्येयः, सुरासुरनरैः स्तुतः॥१॥ Page #266 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૩૫૭]. ગુરુ પટ્ટાવળી ૨પ૭ ભાવાર્થ-“સુર, અસુર અને મનુષ્યોએ સ્તુતિ કરેલો તથા છત્રીશ ગુણરૂપી રત્નોથી આર્યા એવો શ્રી સુધર્માદિક ગણઘરોની પરંપરાવાળો ગુરુપટ્ટનો ક્રમ ધ્યાન કરવા યોગ્ય છે.” ગુરુ (આચાર્ય) પરંપરાનો ક્રમ હીરસૌભાગ્ય કાવ્યમાં કહેલો છે. તે પ્રમાણે અહીં લખીએ છીએ. શ્રી વીરજિનેશ્વરને ઇન્દ્રભૂતિ વગેરે અગિયાર ઉત્તમ ગણઘરો હતા. તેઓ જાણે પ્રથમ શિવે દગ્ધ કરેલો કામદેવ પાર્વતીના લગ્નમાં ફરીથી પ્રગટ થયો તેને હણવાની ઇચ્છા રાખનાર અગિયાર રુદ્ર (શિવ) પ્રગટ થયા હોય તેવા શોભતા હતા. તે ગણઘરોમાં શ્રી વર્ધમાનસ્વામીના પટ્ટને ઘારણ કરવામાં ઘુર્ય એવા શ્રી સુઘર્માસ્વામી થયા. “જગતમાં વૃષભ વિના બીજો કોણ ઘૂસરીના સ્થાનને અવલંબન આપે?” તે સુઘર્માસ્વામીના પટ્ટ ઉપર યશલક્ષ્મી વડે કુંદપુખનો તથા શંખનો પણ તિરસ્કાર કરનાર જંબૂસ્વામી થયા. જંબુસ્વામી બાળક જેવા છતાં પણ તેનાથી પરાભવ પામેલો કામદેવ જાણે લ% પામ્યો હોય તેમ અદ્રશ્ય થઈ ગયો. તે જંબૂસ્વામીના પટ્ટની લક્ષ્મીને ચંદ્રમુખી સ્ત્રીને જેમ તિલક શોભાવે તેમ પ્રભવસ્વામીએ શોભાવી, કે જે પ્રભવસ્વામીએ ચોરરૂપ થઈને પણ સાર્થવાહની જેમ પ્રાણીઓને કલ્યાણકારી એવી મોક્ષલક્ષ્મી પ્રાપ્ત કરાવી, તે અતિ આશ્ચર્ય છે. ત્યાર પછી તે પ્રભવસ્વામીના પટ્ટને પિતાના સિંહાસનને જેમ રાજા શોભાવે તેમ શäભવસ્વામી શોભાવતા હતા, જેમના કંઠપીઠમાં મુક્તામણિની માળાની જેમ સર્વ વિદ્યાઓ ફુરણાયમાન થઈને શોભી રહી હતી. ત્યાર પછી સિંહ જેમ પર્વતના શિખરને શોભાવે તેમ તેમના પટ્ટને કીર્તિરૂપી આકાશગંગા વડે દિશાઓને પૂર્ણ કરતા એવા શ્રી યશોભદ્રસૂરિ શોભાવતા હતા. ત્યાર પછી જેમ શ્રાવણ માસનો મેઘ જળવૃષ્ટિથી કદંબ, જંબૂ અને કુટજ વૃક્ષોના વનને પલ્લવિત કરે તેમ શ્રી યશોભદ્રસ્વામીના પટ્ટને શ્રી સંભૂતિવિજય આચાર્યે પોતાની શોભાથી અલંકૃત કર્યું. ત્યાર પછી તે સંભૂતિવિજયના સતીર્થ્ય (ગુભાઈ) ભદ્રબાહુ આચાર્ય સમગ્ર આગમના પારદર્શી થયા, જેમણે વજરત્નની ખાણમાંથી વજરત્નની જેમ દશાશ્રુતસ્કન્દમાંથી કલ્પસૂત્ર ઉદ્ધર્યું. ત્યાર પછી તે સંભૂતિવિજય તથા ભદ્રબાહુસ્વામીની પટ્ટલક્ષ્મીને પોતાના વંશરૂપી સમુદ્રમાં કૌસ્તુભમણિ જેવા શ્રી સ્થૂલભદ્રસ્વામીએ યશથી ત્રણ લોકની જેમ શોભાવી. ત્યાર પછી સારથિના રથને વહન કરવામાં બે વૃષભ હોય તેમ તે સ્થૂલભદ્રના પટ્ટ ઉપર અનુક્રમે ઘર્મઘુરાને ઘારણ કરનારા આર્યમહાગિરિ તથા આર્યસુહસ્તિ થયા. ત્યારપછી તે આર્યસહતિ મુનીન્દ્રના પટ્ટને વિષ્ણુના પાદક્રમરૂપ આકાશને સૂર્યચંદ્રની જેમ શ્રી સુસ્થિતસૂરિ તથા સુપ્રતિબદ્ધસૂરિ નામના તેમના બે શિષ્યોએ સુશોભિત કર્યું. પૂર્વે સુઘર્માસ્વામીથી આરંભીને સુહસ્તિસૂરિ થયા ત્યાં સુધી સાધુઓનું નિગ્રંથ નામ હતું, એટલે નિગ્રંથગચ્છ કહેવાતો, અને આ બે સુસ્થિત તથા સુપ્રતિબદ્ધ સૂરિના વખતથી બીજું કોટિકગણ એવું નામ થયું. તેનો હેતુ એ છે કે તે સૂરિએ સૂરિમંત્રનો એક કરોડ વાર જાપ કર્યો હતો. ત્યાર પછી તે સુસ્થિત અને સુપ્રતિબદ્ધસૂરિની પટ્ટલક્ષ્મીના તિલકરૂપ મુનિઓમાં ચક્રવર્તી સમાન શ્રી ઇન્દ્રદિન્ન આચાર્ય થયા. તેમણે બળરામે જેમ યમુનાનો પરાભવ કર્યો તેમ દાંભિકપણાનો પરાભવ કર્યો હતો. ત્યાર પછી અંગીરા તાપસથી બૃહસ્પતિની જેમ તે ઇન્દ્રજિન્ન આચાર્યથી ઘણા ગુણવાન શ્રી દિન્નસૂરિ થયા. તેમણે જેમ નારાયણે કાલનેમિ અસુરનો નાશ કર્યો તેમ રાગનો નાશ Jain Edu ભાગ ૫-૧૭) Page #267 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૫ [તંભ ૨૪ કર્યો હતો. ત્યાર પછી ક્રમે કરીને જિનેશ્વરના પાદને મસ્તક વડે સ્પર્શ કરતી એવી તે દિન્નસૂરિની પટ્ટલક્ષ્મીને ધ્વજાનો સમૂહ જેમ પ્રાસાદ સમૂહને શોભાવે તેમ સિંહગિરિ નામના સૂરીશ્વરે શોભાવી. ત્યાર પછી તેમના પટ્ટને જેમ મસ્તકને માણિક્યનો મુકુટ શોભાવે તેમ અજ્ઞાન તથા પાપના સમૂહરૂપ પર્વતનું દલન કરવામાં ઇન્દ્રના વજ જેવા શ્રી વજપ્રભુ ઉત્કૃષ્ટ શોભા પમાડતા હતા. ત્યાર પછી શ્રી વજપ્રભુના પટ્ટરૂપી ઉદયાચલ પર્વતની ચૂલિકા ઉપર સૂર્ય સમાન શ્રી વજસેનસૂરિ થયા. ત્યાર પછી ચંદ્રકુળના મૂળ કારણભૂત શ્રી ચંદ્રસૂરિ થયા. અહીંથી ચંદ્રગચ્છ એવું ત્રીજું નામ થયું. ત્યાર પછી જેમ સરોવરના મધ્ય ભાગને પ્રફુલ્લિત કમળ શોભાવે તેમ તરંગિત કરુણા રસવાળા તે ચંદ્રસૂરિના પટ્ટને સામંતભદ્ર સૂરિએ શોભાવ્યું. આ સૂરિ પ્રાયે વનમાં રહેતા હતા, તેથી તેમનાથી આ ગચ્છનું વનવાસીગચ્છ એવું ચોથું નામ થયું. ત્યાર પછી સામંતસૂરિના પટ્ટ ઉપર વૃદ્ધદેવ સૂરિ થયા. તેમણે કોરટક નામના નગરમાં ભવ્ય પ્રાણીઓના નેત્રરૂપી પાંથની આજીવિકા (વિશ્રામસ્થાન) સમાન તથા પુણ્યના પાક (ઉદય)ને કરનારી જાણે સત્રશાળા (દાનશાળા) હોય તેવી શ્રી મહાવીર સ્વામીની મૂર્તિ સ્થાપના કરી હતી. ત્યાર પછી ઔરસ પુત્ર વડે જેમ પિતાનો વંશ ઉત્કૃષ્ટ શોભા પામે તેમ વૃદ્ધદેવસૂરિ પટ્ટ ગૈલોક્યની લક્ષ્મીના તિલક સમાન શ્રી પ્રદ્યોતન નામના સૂરિ વડે ઉત્કૃષ્ટ શોભા પામ્યું. ત્યાર પછી ગંગાના તરંગ જેવો જેમનો વાગ્વિલાસ છે એવા અને બુદ્ધિથી બૃહસ્પતિને પણ જીતનારા શ્રી માનદેવસૂરિએ સભામંડપને સભ્ય જનની જેમ તે પ્રદ્યોતનસૂરિના સ્થાનને અલંકૃત કર્યું. આ શ્રી માનદેવસૂરિને આચાર્યપદ આપતી વખતે તેમના સ્કન્ધ પર સાક્ષાત્ સરસ્વતી તથા લક્ષ્મીદેવીને જોઈને “અહો! અન્યાયાદિક પ્રમાદને સેવનાર રાજાનો જેમ રાજ્યથી ભ્રશ થાય છે તેમ આ માનદેવ રાજાદિકનો સત્કાર પામીને ચારિત્રથી ભ્રષ્ટ થશે” એવી શંકાથી જેમનું મન ખેદ પામતું હતું એવા પોતાના ગુરુ શ્રી પ્રદ્યોતનસૂરિને જોઈને નરેન્દ્ર, નાગેન્દ્ર અને દેવેન્દ્રો પણ જેમની કીર્તિનું ગાન કરતા હતા એવા તે માનદેવસૂરિએ જાણે કામ ક્રોધાદિક છ અત્યંતર શત્રુને જીતવા ઇચ્છતા હોય તેમ વૃતાદિક છ વિગહનો યાવજીવિત ત્યાગ કર્યો હતો. આ સૂરિ સંઘના ઉપદ્રવનો નાશ કરવા માટે લઘુશાંતિના રચનારા જાણવા. - ત્યાર પછી તે માનદેવસૂરિના પટ્ટરૂપ આકાશમાં સૂર્ય સમાન શ્રીમાનતુંગ નામે સૂરીન્દ્ર થયા. તેમણે પૃથ્વી પરના અનેક રાજાઓને જેમ ચક્રવર્તી આજ્ઞા મનાવે તેમ સર્વ સાધુઓને પોતાની આજ્ઞા ગ્રહણ કરાવી હતી. આ સૂરિએ પોતાને બાંધેલા અડતાળીશ બંઘનોને “મર સ્તોત્ર' રચીને તે વડે તોડી નાખ્યા હતા તથા સંઘને વ્યત્તરાદિકે કરેલા ઉપસર્ગો દૂર કરવા માટે “નમિઝળ પાસુરી' ઇત્યાદિ સર્વ ભયનું હરણ કરનાર સ્તોત્ર બનાવી આપ્યું હતું. ત્યાર પછી શ્રીકૃષ્ણની જેમ શુક્લ ધ્યાનરૂપ સર્પેન્દ્ર તે રૂપ મંથનરઝુ તેના વડે અને સમતારૂપી મંદરાચળ પર્વત વડે મદરૂપી સમુદ્રનું મંથન કરીને શ્રી વીર નામના આચાર્ય તે માનતુંગસૂરિની પટ્ટલક્ષ્મીને વર્યા. ત્યાર પછી જેમણે સમગ્ર કુવાદીઓના સમૂહને દૂર કર્યા છે એવા શ્રી જયદેવસૂરિ થયા, કે જેની વાણીના વિલાસથી જેના માઘુર્યનો તિરસ્કાર થયો છે એવી સુઘા (અમૃત) જાણે ક્ષીરસાગરમાં ડૂબી ગઈ હોય નહીં શું? ત્યાર પછી સ્વર્ગની અપ્સરાઓએ જેમની કીર્તિનું ગાયન કર્યું છે અને જેમનું મન સદા ૧ જિનેશ્વરનું આદિપણું હોવાથી પરંપરા વડે આ પટ્ટ જિનેશ્વરના પાદરૂપ થયો, અને આ પટ્ટલક્ષ્મી આદિ હોવાથી તેનું મસ્તક થયું. Page #268 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૩૫૭] ગુરુ પટ્ટાવળી ૨૫૯ ચિદાનંદ (આત્માનંદ)માં જ મગ્ન છે એવા શ્રી દેવાનંદસૂરિએ યુવાવસ્થા જેમ ચંદ્રમુખી સ્ત્રીને શોભા પમાડે તેમ તે જયદેવસૂરિની પટ્ટલક્ષ્મીને શોભા પમાડી. ત્યાર પછી જાણે અજ્ઞાનરૂપ અંઘકારના સૈન્યને હણવાની ઈચ્છાવાળા પરાક્રમે શરીરનો સ્વીકાર કર્યો હોય તેવા અને દેવાનંદસૂરિના પટ્ટરૂપી સમુદ્રને ઉલ્લાસ કરવામાં ચંદ્ર સમાન શ્રી વિક્રમ નામના સૂરીશ્વર થયા. ત્યાર પછી સિદ્ધાંતસમુદ્રના પારને જોનારા એવા શ્રી નરસિંહસૂરિ થયા. તેમણે જેમ સૂર્ય જગતને નિદ્રાનો ત્યાગ કરાવે તેમ એક યક્ષને માંસ ખાવાનો ત્યાગ કરાવ્યો હતો. ત્યાર પછી જેમ અમૂલ્ય માણિજ્ય અંગુલીને શોભાવે તેમ ખૂમાણ રાજાના કુળમાં દીપક સમાન સમુદ્રસૂરિ નામના આચાર્ય શ્રી નરસિંહસૂરિની પટ્ટલક્ષ્મીને અલંકૃત કરી. ત્યાર પછી તે સમુદ્રસૂરિના પટ્ટ ઉપર શ્રી માનદેવ નામના (બીજા) સૂરિ થયા, કે જેમના મુખકમળમાં વાસ કરનારી સરસ્વતી દેવી અમૃતના ભોજન વડે કંઠ સુધી તૃપ્ત થયેલી હોવાથી, આ આચાર્યના મનોહર વાવિલાસના મિષથી જાણે પીધેલા અમૃતના ઉદ્ગાર કાઢતી હોય એવો ભાસ થતો હતો. ત્યાર પછી તેમના પટ્ટ ઉપર વિબુઘ સમાન શ્રી વિબુઘપ્રભ નામના આચાર્મેન્દ્ર થયા, જેમનાથી પરાભવ પામેલો પુષ્પરૂપ આયુઘવાળો કામદેવ ફરીથી યુદ્ધ કરવાની ઇચ્છા વડે તીક્ષ્ણ આયુઘવાળો થયો. ત્યાર પછી તેમના પટ્ટરૂપી કમળમાં હંસ સમાન શ્રીમાનું જયાનંદસૂરિ થયા, જેમના હૃદયમાં અગમ્ય મુનિની અંજલીમાં સમુદ્રની જેમ સમગ્ર સિદ્ધાંત સમાઈ ગયા હતા. ત્યાર પછી તેમના સ્થાન પર રવિપ્રભ નામના મુનીંદ્ર થયા, તેમનું મુખ ચંદ્રમાન આચરણ કરતું હતું, તેમના દાંતની કાંતિ ચંદ્રની જ્યોસ્નાનું આચરણ કરતી હતી, તેમની ભૃકુટીની વક્રતા ચંદ્રમાં રહેલી વક્રતાનું આચરણ કરતી હતી, અને વાણીનો વિલાસ અમૃત સ્ત્રવવાનું આચરણ કરતો હતો. ત્યાર પછી તે રવિપ્રભસૂરિના પટ્ટ ઉપર શ્રી યશોદેવસૂરિ થયા, તેમના વૃદ્ધિ પામતા કીર્તિરૂપી ક્ષીરસાગરે કરીને જગતમાં અહંતના મહિમાએ કરીને ઈતિઓ (ઉપદ્રવો)ની જેમ કૃષ્ણ નીલાદિક અસિત પદાર્થોએ પોતાના નામનો પણ લોપ કર્યો હતો; અર્થાત્ આ આચાર્યની કીર્તિથી સર્વ વિશ્વ શ્વેત થયું હતું, તેથી કૃષ્ણ નીલાદિક વર્ષો જોવામાં પણ આવતા નહોતા. ત્યાર પછી તેમના પટ્ટ ઉપર અલૌકિક પ્રદ્યુમ્રદેવ (કામદેવ) સમાન પ્રદ્યુમદેવ નામે આચાર્ય થયા; કારણ કે તે આચાર્યે ભવને (સંસારને) ભેદી નાંખ્યો હતો, અને કામદેવ તો ભવથી (શિવથી) ભેદાયો હતો. વળી તે આચાર્ય રતિ (સ્ત્રી વગેરેની પ્રીતિ)નો ત્યાગ (નાશ) કર્યો હતો, અને કામદેવ તો રતિનો પતિ હોવાથી તેનો સ્વીકારનાર હતો; તે આચાર્ય મધુ (મઘ અથવા મદ્ય)થી દૂર રહેલા હતા, અને કામદેવ તો મધુ (વસંત) ના સહાયન ઇચ્છક હતો, તેમજ તે આચાર્યની મૂર્તિ સમગ્ર વિશ્વને આદર કરવા યોગ્ય મનોહર હતી, અને કામદેવ તો અનંગ હોવાથી મૂર્તિરહિત હતો; માટે તે આચાર્ય નવીન કામદેવરૂપ થયા હતા. ત્યાર પછી પોતાની કીર્તિરૂપ ચંદ્રજ્યોન્ઝા વડે જેમણે ત્રિલોકને ઘવલિત કર્યું છે એવા શ્રી માનદેવસૂરિએ પ્રભુ, મંત્ર અને ઉત્સાહ એ ત્રણ પ્રકારની શક્તિ વડે રાજાની લક્ષ્મીની જેમ તે પ્રદ્યુમ્રસૂરિના પટ્ટની લક્ષ્મીને શોભા પમાડી. (આ ત્રીજા માનદેવ સૂરિ જાણવા). ત્યાર પછી જેમના ચરણકમળમાં ઇન્દ્રો તથા ચંદ્રો ભ્રમરરૂપ થયા છે એવા વિમલચંદ્ર નામના સૂરીશ્વરથી શત્રુને તાપ પમાડનાર પ્રતાપી રાજાની જેમ તે માનદેવસૂરિનું પટ્ટ લક્ષ્મીને ભોગવતું થયું. ત્યાર પછી તેમના પટ્ટ ઉપર કામદેવ સમાન પ્રશસ્ત રૂપવાન અને આચાર્યોને વિષે ચંદ્ર સમાન ઉદ્યોતન નામના સૂરિ વિરાજમાન થયા, કે જેના પટ્ટને ઘારણ કરનારા દિગ્ગજોની Page #269 -------------------------------------------------------------------------- ________________ ૨૬૦ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૫ [સ્તંભ ૨૪ જેવા આઠ સૂરીન્દ્રો થયા. આ સૂરિએ મોટા વટવૃક્ષની નીચે આઠ મુનિઓને સૂરિપદ આપ્યું હતું. તેથી તેમના વખતથી આ ગચ્છનું વડગચ્છ અથવા બૃહદ્ગચ્છ એવું પાંચમું નામ પડ્યું. ત્યાર પછી તેમના પટ્ટ ઉપર જેમણે પોતાના માહાત્મ્ય વડે સર્વ દેવોને નમ્ર કરેલા છે એવા સર્વદેવ નામના આચાર્ય થયા, કે જે તારાની શ્રેણી વડે ચંદ્રની જેમ ગુણોની શ્રેણી વડે આશ્રય કરાયેલા હતા. ત્યાર પછી તેના પટ્ટ ઉપર ગોને વિષે નિવાસ કરનાર, રંગૌરવ વડે શોભાવાળા, વાણીના અધિપતિ અને વિબુઘોએ સેવાતા એવા દેવસૂરિ (બૃહસ્પતિ) ના જેવા શ્રીદેવસૂરિ નામના આચાર્ય થયા. ત્યાર પછી મંદિરને દીવો શોભાવે તેમ તેના પટ્ટને ઇંદોષોના ઉદયથી પ્રગટ થયેલા તમ (અજ્ઞાન અથવા પાપ) ના વિસ્તારનો નાશ કરવારૂપ વ્યાપારમાં જ તત્પર થયેલા એવા શ્રી સર્વદેવસૂરિએ શોભાવ્યું. (આ બીજા સર્વદેવસૂરિ જાણવા). ત્યાર પછી તેમના પટ્ટરૂપ આમ્રવૃક્ષને સેવનારા પોપટ અને કોયલની જેવા શ્રીમાન્ યશોભદ્રસૂરિ તથા મુનિઓને વિષે શ્રેષ્ઠ એવા શ્રી નેમિચંદ્રસૂરિ થયા. ત્યાર પછી તે બન્ને સૂરિના પટ્ટ ઉપર અનેક શાસ્ત્રોના રચનારા શ્રી મુનિચંદ્ર નામના સૂરિ થયા. વાયુની અસ્ખલિત ગતિની જેમ તેમની બુદ્ધિ કોઈ પણ શાસ્ત્રમાં સ્ખલના પામતી નહોતી. ચારિત્ર લેવાને ઇચ્છતા ચક્રવર્તી જેમ છ ખંડ પૃથ્વીનો ત્યાગ કરે તેમ આ સૂરિએ છ વિગયનો ત્યાગ કર્યો હતો. તે સૂરિ કોઈ પણ વખત પોતાના શરીર ઉપર પણ મમતા કરતા નહીં, અને હમેશાં એક જ વાર છાશની પરાશ માત્રનો આહાર કરતા હતા. ત્યાર પછી તેમના પટ્ટ ઉપર દેવોએ ઉપસર્ગ કર્યા છતાં પણ આ કોઈ વખત જિતાય તેવા નથી, એ હેતુથી જ જાણે તેવા નામથી પૃથ્વી પર પ્રસિદ્ધ થયા હોય એમ અજિતદેવ નામના સૂરિ થયા. ત્યાર પછી જગતને પવિત્ર કરનાર દેવનદી (ગંગા)નો પ્રવાહ ચંદ્રમૌલિ (શિવ)ની જટાનો આશ્રય કરે તેમ તે અજિતદેવસૂરિના પટ્ટનો તપસ્વીઓને વિષે સિંહ સમાન અને જગતને પવિત્ર કરનાર એવા શ્રી વિજયસિંહસૂરિએ આશ્રય કર્યો. ત્યાર પછી ઇક્ષ્વાકુ વંશને શ્રી ઋષભસ્વામીના પુત્રો ભરત અને બાહુબળીએ જેમ શોભાવ્યો, તેમ તે વિજયસિંહસૂરિના પટ્ટને શ્રી સોમપ્રભ તથા શ્રી મણિરત્નસૂરિએ શોભા પમાડી. ત્યાર પછી શ્રીમગચંદ્રસૂરિ થયા. તેમણે તે બન્ને સૂરિના પટ્ટરૂપી લક્ષ્મીના તિલકની લીલાને વિસ્તારી. તે સૂરિએ જેમ રાજહંસ મેઘથી મલિન થયેલા તળાવનો ત્યાગ કરે, તેમ કળિકાળના પ્રભાવથી થયેલી ચારિત્રની શિથિલતાનો ત્યાગ કર્યો હતો. તે આચાર્ય વાદ કરવા આવેલા બત્રીશ દિગંબરાચાર્યો સાથે વાદ કરવામાં હીરકમણિ(વજ્રમણિ)ની જેમ અભેદ્ય થયા હતા, તથા આધાટ નગરના રાજાએ તેમનું હીરલાજગચંદ્રસૂરિ એવું નામ પ્રસિદ્ધ કર્યું હતું. વળી જેમ કોઈ રાજા મોટા યુદ્ધોએ કરીને શત્રુઓનો પરાભવ કર્યા પછી જિતકાશીની સંજ્ઞા પામે, તેમ તે આચાર્ય બાર વર્ષ સુધી આયંબિલનો તપ કરીને તપાનું બિરુદ પામ્યા હતા. ત્યારથી આરંભીને જેમ અત્રિૠષિના નેત્રથી ચંદ્રલેખા પ્રગટ થઈ, તેમ આ આચાર્યથી તપાગચ્છ એવું છઠ્ઠું નામ પ્રગટ થયું; અને જેમ વસંત માસથી સૂર્યની કાંતિ અધિક દેદીપ્યમાન થાય તેમ આ આચાર્યથી મુમુક્ષુ પુરુષોની લક્ષ્મી અધિક દીપ્ત થઈ. ૧ સૂરિના વિશેષણમાં ગો એટલે પૃથ્વી અને બૃહસ્પતિના વિશેષણમાં સ્વર્ગ. ૨. સૂરિના પક્ષમાં ગૌરવ એટલે માહાત્મ્ય, બીજા પક્ષમાં ઇન્દ્રાદિક દેવોને ભણાવવાથી ગુરુપણું. ૩. પહેલા પક્ષમાં પંડિતો, બીજામાં દેવો. ૪. દીવાના પક્ષમાં દોષો એટલે રાત્રિ અને તમ એટલે અંધકાર. Page #270 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૩૫૮] તપાગચ્છ નામ પડ્યા પછીના આચાર્યની પટ્ટાવળી ૨૬૧ વ્યાખ્યાન ૩૫૮ તપાગચ્છ નામ પડ્યા પછીના આચાર્યની પટ્ટાવળી ત્યાર પછી શ્રી જગચંદ્રસૂરિના પટ્ટ ઉપર વિષ્ણુના વક્ષ:સ્થળ ઉપર કૌસ્તુભમણિની જેમ દેવેન્દ્રના કર્ણોમાં આભરણરૂપ થતાં યશો વડે ત્રિજગતને ઉલ્કાસન કરનાર દેવેન્દ્ર નામના સૂરિ શોભતા હવા. (આ સૂરિ કર્મગ્રંથાદિકના કર્તા જાણવા). ત્યાર પછી તેના પટ્ટ ઉપર ઘર્મઘોષસૂરિ થયા. તે જાણે નાગણીઓએ ગાયન કરેલી તે આચાર્યની કીર્તિને સાંભળવામાં રસિક થયેલા નાગાધિરાજે (શેષનાગે) તે માટે જ બે હજાર ચક્ષુઓ ઘારણ કર્યા હોય નહીં એવા થયા. તે આચાર્યના ઉપદેશથી બાદશાહના મંત્રી પૃથ્વીઘરે જાણે પોતાની ચોરાશી જ્ઞાતિઓનો ઉદ્ધાર કરવા માટે જ હોય નહીં એમ તીર્થકરોના ચોરાશી પ્રાસાદો કરાવ્યા. ત્યાર પછી તેમના પટ્ટ ઉપર મનુષ્યોની દ્રષ્ટિરૂપ ચકોરીને આહ્વાદ કરવામાં ચંદ્રની કાંતિસમાન સોમપ્રભ નામના સૂરિ થયા. તે સૂરિના સંગથી શરદઋતુના સંગથી ચંદ્રજ્યોસ્નાની જેમ ચારિત્રલક્ષ્મી શોભતી હતી. ત્યાર પછી તે સોમપ્રભસૂરિએ પોતાના પટ્ટ ઉપર મુનિઓની લક્ષ્મીના દેદીપ્યમાન તિલક સમાન સોમતિલક નામના સૂરિને સ્થાપન કર્યા. તે સૂરિએ વાદમાં અન્ય વાદીઓના સમૂહના મુખમાં પ્રતિપદા તિથિની જેમ અનધ્યાયતા મૂકી દીધી હતી, અર્થાત્ તેમને બોલતા બંધ કર્યા હતા. ત્યાર પછી તે સોમતિલક ગુરુએ પોતાના સ્થાન ઉપર દેવ સમાન સુંદર શોભાવાળા શ્રી દેવસુંદર સૂરિને સ્થાપન કર્યા. તે આચાર્ય પ્રાતઃકાળ જેમ અંઘકાર સહિત રાત્રિનો નાશ કરે તેમ આઠ મદ સહિત માયાનો નાશ કર્યો હતો. ત્યાર પછી તેમના પટ્ટને શ્રીમાનું સોમસુંદર ગુરુએ સેવન કર્યું. કોઈ એક પુરુષ કે જેને આ આચાર્યનું માહામ્ય સાંભળીને સૂર્યને ઘુવડની જેમ અન્યધર્મીઓએ દ્વેષથી તે આચાર્યને મારવા માટે મોકલ્યો હતો તે પુરુષ આચાર્યને મારવા માટે તેના ઉપાશ્રયે ગયો, ત્યાં ચંદ્રની કાંતિ વડે છિદ્રમાંથી તેણે જોયું તો સૂરિ સૂતા સૂતા પણ જીવઘાતાદિક પ્રમાદથી રહિત છે એમ દીઠું, એટલે કે પોતાના સંથારાને તથા તેની આસપાસ રજોહરણ વડે પૂંજાતા જોયા; તે જોઈને તે પુરુષે પશ્ચાત્તાપ કરતા સતા ગુરુ પાસે પ્રગટ થઈ તેમને ખમાવીને પોતાનું વૃત્તાંત કહ્યું; અને પછી ગુરુના ઉપદેશથી પ્રતિબોધ પામી દીક્ષા લીધી. ત્યાર પછી જેમ ઉત્પલ કમળનો વિકાસ કરવામાં ચતુર એવા શરદઋતુના ચંદ્રબિંબમાં પ્રાપ્ત થયેલી સૂર્યની કાંતિ વડે લોકોનાં નેત્રોને અત્યંત પ્રીતિ ઉત્પન્ન થાય છે, તેમ પૃથ્વીવલયને પ્રતિબોધ કરવામાં ચતુર એવા મુનિસુંદર નામના સૂરીન્દ્રને વિષે પ્રાપ્ત થયેલી સોમસુંદરસૂરિની પટ્ટલક્ષ્મીએ ભવ્યજનોના નેત્રોને અત્યંત પ્રીતિ ઉત્પન્ન કરી. આ સૂરિએ “તિર' વગેરે સ્તોત્રો બનાવીને વ્યંતરોનો ઉપદ્રવ શાંત કર્યો હતો. ત્યાર પછી ઋષભદેવ થકી જેમ શ્રી પુંડરીક ગણઘર થયા, તેમ તે મુનિસુંદરસૂરિ થકી રત્નશેખરસૂરિ થયા. તે સૂરિને ખંભાતમાં કોઈ બાબી નામના શ્રેષ્ઠ બ્રાહ્મણે બાલસરસ્વતી કહીને બોલાવ્યા, ત્યારથી તેમને બાલસરસ્વતીનું બિરુદ મળ્યું હતું. શ્રાદ્ધવિધિસૂત્રવૃત્તિ વગેરે અનેક ગ્રંથોના રચનાર એ રત્નશેખરસૂરિના પટ્ટને લક્ષ્મીસાગરસૂરિએ અલંકૃત કર્યું. તેમના પટ્ટ ઉપર મોટા ગુણવાન સુમતિસાધુસૂરિ થયા. તેમના પટ્ટ ઉપર શ્રી હેમવિમલસૂરિ થયા. આ સૂરિના વખતમાં દુઃષમાં ૧ સર્પો ચક્ષુવડે જ સાંભળે છે તેમને કાન જુદા હોતા નથી, તેથી અહીં સાંભળવા માટે ચક્ષુ કર્યાનું સમજવું. Page #271 -------------------------------------------------------------------------- ________________ ૨૬૨ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૫ [સ્તંભ ૨૪ કાળના દોષથી ઘણા મુનિઓ પ્રાયે પ્રમાદી, મમતાવાળા અને ચારિત્રનું પાલન કરવામાં શિથિલ થવા લાગ્યા. તે જોઈને સમગ્ર પાપને દૂર કરનાર તે હેમવિમલસૂરિએ સૂરિના ગુણોથી વિરાજમાન, સૌભાગ્ય ને ભાગ્યથી પૂર્ણ અને સંવેગરૂપ તરંગના સમુદ્ર સમાન એવા આનંદવિમલસૂરિને યોગ્ય જાણીને તરત જ ઘર્મના અભ્યદયની સિદ્ધિને માટે પોતાના પટ્ટ પર સ્થાપન કર્યા. તે સૂરિએ વિક્રમ સંવત ૧૫૮૨ માં સંવેગના વેગવાળા મુનિઓને શરણભૂત એવો ચારિત્રક્રિયાનો ઉદ્ધાર કર્યો. શરીર ઉપર પણ મમત્વ વિનાના એવા તેમણે પોતાના પાપની આલોચના કરીને જે દુષ્કર તપ કર્યું તે આ પ્રમાણે-અરિહંતાદિક વિશ સ્થાનકોનું ધ્યાન કરતાં તે નિર્વિકાર સૂરિએ ચારસો ઉપવાસ વડે વીસ સ્થાનક તપ કર્યો, પછી વરિષ્ઠ (શ્રેષ્ઠ) એવા ચારસો છઠ્ઠ વડે તેનું આરાઘન કર્યું. વિહરમાન જિનનો આશ્રય કરીને વિસ છઠ્ઠ કર્યા, પછી બસો ને ઓગણત્રીશ છઠ્ઠ શ્રી વીરપ્રભુને આશ્રયીને કર્યા, તથા પાખી વગેરે પર્વમાં પણ બીજા ઘણા છઠ્ઠ કર્યા. પછી જ્ઞાનાવરણીય કર્મના નાશ માટે પાંચ દ્વાદશમ (પાંચ પાંચ ઉપવાસ) કર્યા, અને તેટલા જ દ્વાદશમ અંતરાય કર્મના નાશ માટે કર્યા. દર્શનાવરણીય કર્મના નાશ માટે નવ દશમ (ચાર ચાર ઉપવાસ) કર્યા. મોહનીય કર્મના નાશ માટે અઠ્ઠાવીશ અઠ્ઠમ કર્યા. તે જ પ્રમાણે વેદનીય, ગોત્ર અને આયુષ્ય કર્મના નાશ માટે પણ ઘણા અઠ્ઠમ તથા દશમ કર્યા. માત્ર એક નામકર્મ સંબંધી તપ તે આચાર્ય કરી શક્યા નહીં. પ્રાંતે આયુષ્ય પૂર્ણ થતાં અનશન ગ્રહણ કરીને તે આનંદવિમલસૂરિ ચિત્તમાં ચતુર શરણનું સ્મરણ કરતાં સ્વર્ગસુખને પામ્યા. ત્યાર પછી તે સૂરિના પટ્ટ ઉપર સર્વત્ર વિજયમાન, નયવાન (ન્યાયી) અને સમયવાન (સિદ્ધાંતોના જાણનાર) શ્રી વિજયદાનસૂરિ થયા. ત્યાર પછી તેમના પટ્ટ ઉપર અખંડ વિજયમાળા શ્રી હીરવિજયસૂરિ થયા. આ વર્તમાન કાળમાં પણ તે સૂરિના મહિમાને દેવસમુદાયે ગાયો હતો. આ સૂરિના ઉપદેશથી પ્રતિબોધ પામેલા અકબર બાદશાહે દયાનું ધ્યાન ઘરતાં આખી પૃથ્વીને જૈનઘર્મમય કરી દીધી હતી. ત્યાર પછી તેમના પટ્ટને ઉદયાચળ પર્વતના શિખરને શરદ્ ત્રઋતુના પ્રદીપ્ત સૂર્યની જેમ વિજયસેનસૂરિએ શોભાવ્યું. ત્યાર પછી તેમના પટ્ટને અજ્ઞાનરૂપ અંઘકારનો નાશ કરનાર, લોકોના મનરૂપી પદ્મનો વિકાસ કરનાર, કુતર્કરૂપી હિમનો નાશ કરનાર, મહા દોષરૂપી રાત્રિનું ઉચ્છેદન કરનાર અને જ્ઞાનરૂપ દિવસની લક્ષ્મીનો ઉદય કરનાર એવા વિજયતિલક નામના સૂરિએ આકાશને સૂર્ય અલંકૃત કરે તેમ અલંકૃત કર્યું. ત્યાર પછી તેમના પટ્ટ ઉપર ચંદ્રકિરણના સમૂહ જેવા ઉવલ અર્થવાદનો પ્રચાર કરનાર, રાજસભાઓમાં વિજયલક્ષ્મીને પ્રાપ્ત કરનાર, જાણે ગૌતમસ્વામીના પ્રતિનિધિ હોય એવા હીરવિજયસૂરિના શિષ્ય વિજયાનંદસૂરિ થયા. તે બોધિના નિધિ સમાન સૂરિ પોતાના ગચ્છમાં મોટી ખ્યાતિને પામ્યા. તેમના પટ્ટ ઉપર શ્રી વિજયરાજસૂરિ થયા. તેમના ચારિત્રરૂપી મહાસાગર વડે જ્ઞાનનો નિથિ વૃદ્ધિ પામ્યો અને તેથી શાસનરૂપી ગૃહનો ઉદ્યોત કરવામાં તેઓ દીપ સમાન થયા. ત્યાર પછી ત્રિભુવનેશ્વર પ્રભુનું ધ્યાન કરવાના લાલચુ શ્રી વિજયમાનસૂરિ થયા. તેમની વાણીની મીઠાશથી પરાભવ પામેલી દ્રાક્ષ જાણે લwથી સંકોચ પામી હોય એમ લાગતું હતું. ત્યાર પછી તેમના પટ્ટ ઉપર સિદ્ધાંતવાણી બોલવામાં ચતુર અને મારા જેવાને પ્રથમ આગમનો ઉપદેશ કરનાર એવા વિજયઋદ્ધિ નામે આચાર્ય થયા. તેમણે અનેક લોકોને ન્યાયમાર્ગે ચલાવ્યા. ત્યાર પછી તેમના પટ્ટ ઉપર અમારા ગુરુ શ્રી વિજય ૧ શ્રી ઋદ્ધિવિજયના પ્રશિષ્ય લક્ષ્મીવિજય. Page #272 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન 359] શ્રી હીરવિજયસૂરિનું સંક્ષિપ્ત ચરિત્ર 263 સૌભાગ્યસૂરિ થયા. તેમના પ્રભાવથી ગુણરત્નના પાત્ર સમાન સ્યાદ્વાદ તત્ત્વ અમારી સમીપે આવ્યું. અર્થાત્ અમને સ્યાદ્વાદ તત્ત્વની પ્રાપ્તિ થઈ. તે વિજયસૌભાગ્ય ગુરુના પટ્ટપર શ્રી વિજયલક્ષ્મી સૂરિ થયા. તેમણે આ સુખને આપનારી ગુરુ પટ્ટાવળી હર્ષથી લખી છે. મારા ગુરુના શિષ્ય ગુણવાન અને વૈર્યવાન એવા જયવંત શ્રી પ્રેમવિજય નામના મારા ગુરુભાઈને માટે આ ઉદ્યમ મેં કરેલો છે. વ્યાખ્યાન ૩પ૯ શ્રી હીરવિજયસૂરિનું સંક્ષિપ્ત ચરિત્ર वैराग्यपूर्णहृदया-स्त्यक्तमूर्छा जगृहुश्चारित्रं / सुविहितसाधुप्रभवः, श्रीहीरविजयसूरीन्द्राः॥४॥ ભાવાર્થ-“વૈરાગ્યથી પૂર્ણ હૃદયવાળા સુવિહિત મુનિના ગુરુ શ્રી હીરવિજયસૂરિએ મૂછનો ત્યાગ કરીને દીક્ષા ગ્રહણ કરી હતી.” શ્રી ગુર્જર દેશમાં તારંગગિરિ વગેરે તીર્થો છે. તેમાં કૈલાસ પર્વત જેવા ઊંચા તારંગગિરિ ઉપર કોટિશિલા છે. તે શિલા જાણે મુક્તિરૂપી સ્ત્રીના પાણિગ્રહણમાં કરોડો મુનિઓને માટે રચેલી સ્વયંવરની ભૂમિ હોય તેવી શોભે છે. વળી તે દેશમાં જાણે વિઘાતાએ જગતના લોકોનો મનોરથ સિદ્ધ કરવા માટે મેરુપર્વત ઉપરથી કલ્પવૃક્ષને લાવીને સ્થાપન કરેલ હોય તેમ નાગેન્દ્રથી સેવાતા શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ વિરાજે છે. આ પાર્શ્વનાથના બિંબનું પ્રથમ નમિ અને વિનમિ નામના વિદ્યાધર રાજાએ અર્ચન કર્યું હતું; ત્યાર પછી જાણે પોતાના સ્થાનની સ્થિરતા માટે જ હોય તેમ સ્વર્ગમાં ઇન્દ્ર પૂજા કરી હતી. પછી ઇન્દ્ર તે બિંબને ઉશ્ચંત (ગિરનાર) ગિરિ પર મૂક્યું હતું. ત્યાંથી લઈને સૂર્ય તથા ચંદ્ર પોતાના સ્થાનમાં રાખીને અર્ચન કર્યું હતું. તેમણે પાછું ગિરનારના શૃંગ ઉપર સ્થાપન કર્યું હતું. ત્યાંથી ઘરોંદ્ર પોતાના ઘામમાં લઈ ગયા હતા. ત્યાર પછી શ્રી નેમિનાથના વચનથી શ્રીકૃષ્ણ તે બિંબને લાવ્યા હતા. વળી તે દેશમાં ખંભાત નગરમાં જેનો અપૂર્વ મહિમા છે અને જે બિંબના પ્રભાવથી ઘવંતરીની જેમ શ્રી અભયદેવસૂરિનો કુષ્ઠ રોગ નાશ પામ્યો હતો એવા સ્તંભન પાર્શ્વનાથ વિરાજે છે. આ પ્રમાણે અનેક પુણ્યનાં સ્થાનો જેમાં રહેલાં છે એવા તે ગુજરાત દેશમાં શ્રી પ્રદ્વાદનપુર (પાલનપુર) નામે નગર છે. તેમાં ઓસવાળવંશી કુરાશાહ નામે શેઠ હતા. તેને નાથી નામની પત્ની હતી. તેણે સંવત 1583 ના માર્ગશીર્ષ માસની શુક્લ નવમીને દિવસે ગજના સ્વપ્નથી સૂચિત હીરકુમાર નામના પુત્રને જન્મ આપ્યો હતો. તે કુમાર ક્રમે કરીને વૃદ્ધિ પામતાં યુવાવસ્થા પામ્યો. એકદા તે કુમારે શ્રી વિજયદાન સૂરિના મુખથી દેશના સાંભળી કે, “જીવિત સંધ્યાના રંગ જેવું ચપળ છે, નદીના વેગ જેવું યૌવન અસ્થિર છે, અને લક્ષ્મી વિદ્યુતના જેવી ક્ષણિક છે, માટે હે ભવ્ય પ્રાણીઓ! નિરંતર જિનઘર્મનું સેવન કરવામાં ત્વરા કરો.” આ પ્રમાણેની દેશના સાંભળીને હીરકુમાર હર્ષ પામી પોતાને ઘેર ગયો. પછી અનુક્રમે પોતાના માતા પિતા સ્વર્ગે ગયા, ત્યારે કુમારે વિમલા નામની પોતાની બહેન પાસે દીક્ષાની રજા માગી. તે સાંભળીને બહેન બોલી કે “હે ભાઈ! તું વૃદ્ધાવસ્થામાં દીક્ષા લેજે. હાલ તો તારી સ્ત્રીના મુખામૃતનું પાન કરવા વડે મારા નેત્રરૂપ ચકોર પક્ષીને આહ્વાદ આપવા માટે ચંદ્ર જેવો થઈને ચપળતા તજી Page #273 -------------------------------------------------------------------------- ________________ 264 શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ 5 [સ્તંભ 24 તું ગૃહસ્થાશ્રમમાં ચિરકાળ રહે.” તે સાંભળીને કુમારે કહ્યું કે “હે બહેન! આ જીવિત દર્ભના અગ્રભાગ પર રહેલા જળબિંદુ સમાન છે, લક્ષ્મી પણ કુલટા સ્ત્રી જેવી છે, ઇશુના અગ્ર ભાગ જેવું યૌવન પણ નીરસ છે, અને નાટકના સમય જેવો આ સ્વજનનો સંબંઘ પણ ક્ષણિક છે. મારી બાલ્યાવસ્થા જશે, અને યૌવન લક્ષ્મી મારા શરીરને શોભાવશે, અને પછી અમાત્યની જેમ વૃદ્ધાવસ્થા પ્રાપ્ત થશે” એવું (ચોક્કસ) કોણ જાણી શકે છે?” આ પ્રમાણે અનેક યુક્તિથી ઉત્તર પ્રત્યુત્તર કરવા વડે ઢાંત થયેલા સ્વજનોએ તેમને દીક્ષા લેવાની રજા આપી. એટલે સં. 1596 ના કાર્તિક કૃષ્ણ દ્વિતીયાને દિવસે ગુરુ પાસે તેમણે દીક્ષા ગ્રહણ કરી. ગુરુએ તેનું હીરહર્ષ એવું નામ પાડ્યું. ગુરુ પાસે અભ્યાસ કરીને તેઓ જૈનઘર્મ સંબંઘી સર્વ શાસ્ત્રમાં નિપુણ થયા. પછી પરદેશની ભાષા તથા પરઘર્મના શાસ્ત્રો જાણવાની ઇચ્છાથી તેઓ દક્ષિણ દેશમાં ગયા. તે દેશમાં શ્રી માણિક્યનાથ ઋષભદેવ વિરાજે છે, તથા ત્યાં અંતરિક્ષ પાર્શ્વદેવ પણ છે. તે અંતરિક્ષ નામના પાર્શ્વદેવ જમીનથી ઊંચા રહેલા હોવાથી જાણે ભવ્ય પ્રાણીઓનો મહા ઉદય કરવાના હેતુથી જ ઊંચા રહ્યા હોય નહીં એમ જણાવતા હતા. વળી કરડેટક ગામમાં મોટા પ્રભાવવાળા કરહેટક નામના પાર્શ્વનાથ સ્વામી બિરાજે છે. જે દિશામાં તેઓ રહેલા છે તે સ્થાનને તે પ્રભુની જ વાંછાથી જાણે હોય નહીં તેમ શેષનાગ કદાપિ તજતો નહીં, તેમજ જાણે આ પાર્શ્વનાથ દેવોના પણ દેવ છે એમ કહેવાને માટે જ આવતી હોય તેમ વસંત વગેરે ઋતુઓ વૈભવ સહિત પ્રતિવર્ષે આવીને તે પ્રભુની સેવા કરતી હતી. વળી તે દેશમાં સોપારક નામના પુરમાં જાણે ભરતચક્રીના પુણ્યનિધિ હોય તેવા જીવિતસ્વામી શ્રી આદીશ્વર પ્રભુની પ્રતિમા બિરાજમાન છે. એ દેશમાં દેવગિરિ નામના કિલ્લામાં શહેરમાં) કોઈ બ્રાહ્મણ પાસે તર્કશાસ્ત્રાદિકનો અભ્યાસ કરીને શ્રી હરમુનિ ગુરુ પાસે આવ્યા. ગુરુએ તત્કાળ તેમને વાચક (ઉપાધ્યાય) પદ આપ્યું. પછી ગુરુએ સૂરિમંત્રના અધિષ્ઠાયિક દેવતાની આજ્ઞાથી સંવત 16 10 ના પોષ શુક્લ પંચમીને દિવસે હીરહર્ષમુનિને સૂરિપદે સ્થાપન કર્યા. પછી ગુરુ અન્યત્ર વિહાર કરવા લાગ્યા. અહીં અકબર બાદશાહની સભામાં અનેક જાતિના લોકો આવીને બેઠેલા હતા, તે વખતે સૌએ પોતપોતાના ઘર્મનું વર્ણન કર્યું, તેમાં એક વિદ્વાન પુરુષે શ્રી હીરસૂરિની પ્રશંસા કરી કે “હે બાદશાહ! જેમ સર્વ રાજાઓમાં આપ મુકુટ સમાન છો, તેમ સર્વ દર્શનોમાં અદ્વિતીય વિદ્વાન અને સર્વ ઘાર્મિકોમાં મુકુટ સમાન એક હીરવિજયસૂરિ જ છે. આ પ્રમાણેની તેમની પ્રશંસા સાંભળીને બાદશાહે બે દૂતોને વિજ્ઞપ્તિયુક્ત ફરમાન આપીને લાટદેશમાં ગાંઘાર નામના બંદરે જ્યાં હીરસૂરિ બિરાજમાન હતા ત્યાં તેમને બોલાવવા માટે મોકલ્યા. તે દૂતોએ ત્યાં જઈને જેના ચરણકમળની સેવા સર્વ સંઘ કરી રહેલા હતા એવા હીરગુરુના ચરણકમળમાં તે ફરમાન મૂક્યું. તે દૂતે કરેલી વિજ્ઞતિ સાંભળીને શ્રાવકોએ પણ વિનંતિપૂર્વક કહ્યું કે “હે ગુરુ મહારાજ! જેમ કેશીગણઘરે પ્રદેશ રાજાને બોઘ પમાડ્યો હતો, તેમ આપ પણ અકબર બાદશાહને બોઘ પમાડજો, આપના જેવા મહાત્મા પુરુષો વિશ્વના ઉપકારને માટે જ યત્ન કરે છે. શું મેઘ સર્વ જગતને જિવાડતો નથી? વળી જેમ પારઘી વનમાં ના અનેક પ્રાણીઓને હણીને વનને નિઃસત્ત્વ (પ્રાણી રહિત) કરી નાખે 1 હું પ્રભુના પદને (મોક્ષને) પામું એવી ઇચ્છાથી. Page #274 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન 359] શ્રી હીરવિજયસૂરિનું સંક્ષિપ્ત ચરિત્ર 265 છે, વળી સર્વ દ્રષાવર્ગને જીતી લઈને નિ:સત્ત્વ (સત્ત્વ રહિત) કરી નાખનાર શ્રી હેમચંદ્રસૂરિએ જેમ કુમારપાળ રાજાને બોઘ પમાડ્યો હતો, તેમ આપ અકબર રાજાને બોઘ પમાડજો.” આ પ્રમાણેની શ્રી સંઘની વિનંતી સાંભળીને ગુરુ ત્યાંથી વિહાર કરી રાજનગર (અમદાવાદ) સમીપ આવ્યા; એટલે ત્યાંના અધિકારી સાહિબખાને અત્યંત આદર અને ભક્તિપૂર્વક ગુરુને પોતાની રાજધાનીમાં લઈ જઈને તેમની પાસે ઘણા ઘોડાઓ, હસ્તીઓ, રથો, મ્યાનાઓ, પાલખીઓ વગેરે ભેટ કરી. પછી વિનંતી કરી કે “હે સ્વામી! અકબર બાદશાહના હુકમથી આ ભેટ હું આપને કરું છું માટે તે ગ્રહણ કરો. બાદશાહે મને કહેવરાવ્યું છે કે સૂરીશ્વર શ્રી હીરવિજય ગુરુને ઘન, રથ, અશ્વ, હસ્તી વગેરે આપીને તેમના મનોરથ પૂર્ણ કરી તેમને મારા તરફ મોકલવા. માટે હે સ્વામી! આ આપને માટે આવેલી થાપણની જેમ મારાથી અપાતું ગ્રહણ કરો.” તે સાંભળીને સૂરિ બોલ્યા કે “અમે નિષ્પરિગ્રહી છીએ, અમે હમેશાં ઉપાનહ પણ પહેર્યા વિના પગે ચાલવાને જ યોગ્ય છીએ, તેથી એ સર્વ અમારે કાંઈ કામનું નથી.” એમ કહી સૂરિ વિહાર કરતા આબુગિરિ આવ્યા. - ત્યાં ગુરુએ વિમલમંત્રીએ કરાવેલી વિમલવસહી જોઈ. તે વસહી (જિનચૈત્ય) આરસ પથ્થરની હોવાથી શ્વેત હતી, તેમાં અનેક શ્વેત હાથીઓ અને શ્વેત અશ્વો હતા, તથા સુઘા સરખી શોભાયમાન હતી, અને તે વસહીને મધ્યભાગ શ્રી જિનેશ્વરે પવિત્ર કરેલો હતો, તેથી તે વસ્તી જાણે ક્ષીરસમુદ્રની સખી હોય તેવી જણાતી હતી; કેમકે ક્ષીરસાગર દૂઘનો હોવાથી શ્વેત છે, શ્વેત ઐરાવત હાથી, શ્વેત ઉચ્ચ શ્રવા અશ્વ અને સુઘા (અમૃત) તેમાંથી નીકળ્યાં છે એમ કહેવાય છે, તથા જિન એટલે વિષ્ણુએ તેનો મધ્યભાગ પવિત્ર કરેલો કહેવાય છે. ત્યાર પછી તે યતીન્દ્ર વસ્તુપાલે કરાવેલી વસ્તીના ચૈત્યને જોયું. ત્યાં ગિરનાર પર્વતની જેમ આબુપર્વતને પણ પવિત્ર કરવાની ઇચ્છાથી જ જાણે આવ્યા હોય એવા નયનને આનંદ કરનારા શિવારાણીના પુત્ર શ્રી નેમિનાથને વંદના કરી. ત્યાંથી ચાલતાં માર્ગમાં જાણે ઘર્મનું પ્રપાસ્થાન (પરબ) હોય તેવા અને જેણે અમૃત (મોક્ષ) ની લક્ષ્મી ઘારણ કરી છે એવા કુમારપાળ રાજાએ કરાવેલા ચૈત્યને નમીને તે મુનીન્દ્ર અચલગઢમાં આવી ચતુર્મુખ શ્રી ઋષભસ્વામીને વંદના કરી. ત્યાંથી રાણકપુર આવીને નલિની ગુલ્મ વિમાનના આકારવાળા ઘનાશાહે કરાવેલા ચૈત્યને વંદના કરી. તે ચૈત્યમાં જાણે પ્રાણીઓને ચારગતિની પીડારૂપ મોટા અંઘકૂપમાંથી ઉદ્ધાર કરવાની ઇચ્છાથી જ હોય નહીં એમ ચાર મૂર્તિને ઘારણ કરતા શ્રી યુગાદિદેવના દર્શન કર્યા. ત્યાંથી મેડતા નગર સમીપે આવીને શ્રી ફળવર્થિ પાર્શ્વનાથને વંદના કરી. આ પ્રતિમા વિષે એવું સંભળાય છે કે આ બિંબની પાસે બીજી કોઈ જિનપ્રતિમા રહી શકતી નથી, તેથી તે પ્રતિમા એકલી જ છે. તે પ્રભુ જાણે એમ ઘારતા હોય કે હું એકલો જ–બીજાની અપેક્ષા રાખ્યા વિના ત્રણ જગતના જીવોના મનોરથ પરિપૂર્ણ કરું એવો છું, તેથી બીજાની જરૂર નથી. એવી રીતે પોતાના મનમાં અહંકાર લાવીને તે પ્રભુ એકલા જ રહેલા હોય નહીં? વળી તે ફળવર્ધિ પાર્શ્વનાથના દ્વારને બારણાં રહેતાં નહીં. કદાચ કોઈ માણસ તે દ્વાર ઉપર બારણાં ચઢાવતા તો પ્રાતઃકાળે તે પ્રાસાદથી બે કોસ દૂર જઈને પડતા, ત્યાં રહેતા નહીં. સૂરિ ત્યાંથી વિહાર કરીને ફતેહપુરની સમીપે આવ્યા. ત્યાંનો રાજા થાનસિંહ બાદશાહનો સેવક હતો, તથા અમીપાળ નામે બાદશાહનો સેવક પણ ત્યાં હતો. તે હમેશાં બાદશાહને નાળિયેરની ભેટ Page #275 -------------------------------------------------------------------------- ________________ 266 શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ 5 [સ્તંભ 24 મોકલતો હતો. તેમણે તથા સંઘના મુખ્ય માણસોએ બાદશાહને સૂરિના આગમનના ખબર આપ્યા. પછી બાદશાહની આજ્ઞાથી શ્રીસંઘ મોટા ઉત્સવપૂર્વક ફતેહપુરથી બાદશાહની રાજઘાનીના શાખાપુર (ગામ બહારનું પરું) સુધી સૂરિ સાથે આવ્યો. પછી બાદશાહના કહેવાથી બાદશાહનો સર્વશાસ્ત્રસંપન્ન શેખગુરુ સૂરિને પોતાને ઘેર લઈ ગયો. ત્યાં સૂરિએ પ્રથમ તે શેખની સાથે જ ઘર્મગોષ્ઠી કરીને તે શેખના મનના દરેક સંશયો દૂર કરી તેને પ્રતિબોધ પમાડ્યો. પછી સૂરિ બાદશાહ પાસે આવ્યા, તેને બાદશાહે બહુ આદરમાનપૂર્વક અનેક પ્રશ્નો પૂછ્યા. તેના પ્રત્યુત્તરો આપીને ગુરુએ યમ, નિયમ અને જિન તીર્થાદિકનું સ્વરૂપ પ્રકાશિત કરી બાદશાહનું ચિત્ત દયાઘર્મથી સુવાસિત કર્યું. પછી બાદશાહ સૂરિને પોતાની ચિત્રશાળામાં લઈ ગયા. ત્યાં બાદશાહે ત્રણ પગથિયાંવાળા ઊંચા સિંહાસન પર બેસીને ગુરુને કહ્યું કે “હે સૂરીશ્વર! રાજાઓને બેસવા લાયક આ સભાભૂમિમાં આચ્છાદન કરેલા ગાલીચા ઉપર આપના ચરણકમળ મૂકી તેને પવિત્ર કરો.” ગુરુ બોલ્યા કે “હે રાજનું! કદાચ તેની નીચે કીડીઓ હોય, માટે અમે તેના પર પગ ન મૂકીએ.” બાદશાહે કહ્યું કે “હે ગુરુ! દેવલોકના મંદિર જેવી સ્વચ્છ આ સભામાં કીડીઓ વગેરે કાંઈ હોય જ નહીં.” ગુરુ બોલ્યા કે “અમારો આચાર જ એવો છે, માટે અમે જોયા વિના પગ મૂકતા નથી. મુમુક્ષુએ પોતાના આચરણનું ચિંતામણિ રત્નની જેમ રક્ષણ કરવું જોઈએ.” પછી બાદશાહે તે ગાલીચો ઊંચો કરાવ્યો તો તેની નીચે બાદશાહે પોતે જ અનેક કીડીઓ જોઈ, તેથી આશ્ચર્ય પામીને તેણે સૂરિની અતિ પ્રશંસા કરી. પછી વિધિપૂર્વક યોગ્ય સ્થાને બેસીને નિઃસ્પૃહ ગુરુએ ઘર્મના રહસ્યને પ્રકાશિત કર્યું. ત્યાંથી સૂરિ આગ્રામાં ચાતુર્માસ રહ્યા. ત્યાં પ્રાણીઓના ઇચ્છિત મનોરથને પૂર્ણ કરવા માટે જાણે સ્વર્ગમાંથી ચિંતામણી રત્ન આવેલું હોય નહીં એવા ચિંતામણિ પાર્શ્વનાથના બિંબને મોટા ઉત્સવપૂર્વક સૂરિએ સ્થાપન કર્યું. ચાતુર્માસ પૂર્ણ થયા પછી સૂરિ ફતેહપુર આવ્યા, ત્યાં ફરીને બાદશાહનું મળવું થયું. તે વખતે બાદશાહે રથ, અશ્વો તથા હાથી વગેરેની ભેટ આપી. ગુરુએ તે અંગીકાર કરી નહીં. ત્યારે બાદશાહે કહ્યું કે “હે સૂરીશ્વર!મારી પાસેથી કાંઈ પણ ગ્રહણ કરીને મને કૃતાર્થ કરો; કેમકે સુપાત્રના હાથ ઉપર જેનો હાથ થયો નથી (જેણે સુપાત્રને દાન આપ્યું નથી, તેનો જન્મ વનમાં રહેલા માલતીના પુષ્પની જેમ નિરર્થક છે.” આ પ્રમાણે દાનને માટે બાદશાહે વારંવાર આગ્રહ કર્યો, ત્યારે સૂરિએ પાંજરામાં પૂરેલા સર્વ પક્ષીઓને છોડી મૂકવાનું માગ્યું; એટલે બાદશાહે સર્વ પક્ષીઓને છોડી મૂક્યા, પર્યુષણમાં બાર દિવસ સુધી અમરપડહ વગડાવવાનું (અમારી પાળવાનું) ફરમાન કર્યું, તથા બાદશાહે કરાવેલું બાર કોશનું મોટું ડામર નામનું સરોવર કે જેનો સામો કિનારો પણ દ્રષ્ટિથી જોઈ શકાતો નહોતો તે સરોવરમાં રહેલા મીનાદિક જંતુઓના વઘનો સર્વથા નિષેઘ કર્યો. પછી બાદશાહે ફરીથી સૂરિને કહ્યું કે “આજથી આપની જેમ હું પણ મૃગયા વડે જીવહિંસા નહીં કરું. હું ઇચ્છું છું કે સર્વે પ્રાણીઓ મારી જેમ ઇચ્છા પ્રમાણે ફરો, હરો અને ક્રીડા કરો.” આ પ્રમાણે મૃગયા, જજિયાવેરો અને શત્રુંજયનો કર વગેરે મુકાવી દઈ, અનેક પ્રકારની પુણ્ય ક્રિયામાં તેને જોડી દઈ સૂરિએ અન્યત્ર વિહાર કર્યો. Page #276 -------------------------------------------------------------------------- ________________ 267 વ્યાખ્યાન 360] શ્રી હીરવિજયસૂરિનું ચરિત્ર (ચાલુ) વ્યાખ્યાન 360 શ્રી હીરવિજયસૂરિનું ચરિત્ર (ચાલુ) जगद्गुरुरिदं राज्ञा, बिरुदं प्रददे तदा / तद्वहन्नन्यदेशेषु, विजहार गुरु क्रमात् / ભાવાર્થ-“ત્યારે આ જગતગુરુ છે એવું બાદશાહે બિરુદ આપ્યું. પછી બાદશાહે આપેલા જગદ્ગુરુ બિરુદને વહન કરતા સૂરિએ અન્યત્ર વિહાર કર્યો.” આ શ્લોકમાં કહેલા અર્થનું સમર્થન કરવા માટે તેમનું ચરિત્ર વિશેષે કહેવામાં આવે છે. અન્ય દેશોમાં વિહાર કરતાં કરતાં શ્રી હીરગુરુ મથુરાપુરીમાં આવ્યા. ત્યાં મોટા ઉત્સવથી સંધજનોથી પરિવરેલા સૂરિએ ચારણ મુનિની જેમ પાર્શ્વનાથ અને સુપાર્શ્વનાથ પ્રભુની યાત્રા કરી, તથા જંબૂસ્વામી, પ્રભવસ્વામી વગેરે પાંચસો ને સત્તાવીશ મુનિઓના સ્તૂપોને વંદના કરી. પછી ગોપાલ ગિરિ ઉપર ઋષભદેવને વંદના કરી. તે ગિરિ ઉપર શત્રુંજયની જેમ બાવન ગજના પ્રમાણવાળી શ્રી આદીશ્વરની પ્રતિમા છે, તથા બીજી પણ જિનપ્રતિમાઓ છે, તેને સૂરીશ્વરે વંદના કરી. ત્યાંથી વરકાણક નગરમાં આવીને સાક્ષાતુ પાર્શ્વયક્ષની જેમ વરકાણક નામના પાર્શ્વનાથને નમ્યા. ત્યાંથી અનુક્રમે સિદ્ધાચળ આવી ત્યાં દર્શન તથા સ્તુતિ વગેરે કરીને ગુરુ જયપુરમાં આવ્યા. ત્યાં શ્રી સંઘની સમીપે સૂરિએ શ્રી અજય પાર્શ્વનાથનું કિંચિત્ ચરિત્ર કહ્યું કે-“કોઈ શ્રેષ્ઠી જળવટ વ્યાપાર માટે સમુદ્રરસ્તે જતો હતો. દૈવયોગે અચાનક વૃષ્ટિનો ઉત્પાત થયો; તેથી કલ્પાંત કાળની જેમ પોતાના વહાણના લોકોનો સંહાર થશે એમ ઘારીને તે દુઃખ જોવાને અસમર્થ એવો તે શ્રેષ્ઠી પ્રથમથી જ મૃત્યુ પામવા માટે સમુદ્રમાં ઝંપાપાત કરવા તૈયાર થયો, તેટલામાં પદ્માવતી દેવીએ આકાશવાણીથી કહ્યું કે “આ સમુદ્રની મધ્યે સમગ્ર દુઃખરૂપી સાગરનું મંથન કરવામાં મંદરાચળ પર્વત સમાન પ્રભાવવાળી અને સમુદ્રની મેખલાના નિધિ સમાન શ્રી પાર્શ્વનાથની પ્રતિમા છે; માટે હે શ્રેષ્ઠી! નાવિક લોકો પાસે તેને સમુદ્રમાંથી બહાર કઢાવીને તેની પૂજા કરી વહાણમાં રાખીશ તો હું તારું સર્વ વિઘ દૂર કરીશ. પણ તે શ્રેષ્ઠી! તે કલ્પવૃક્ષના પર્ણની કરેલી પેટીને તું ઉઘાડીશ નહીં, તેને તેવી ને તેવી સ્થિતિમાં દ્વીપ (દીવ) બંદરે લઈ જજે. ત્યાં દિગુયાત્રાને માટે આવેલા અજય નામના રાજાને તે પેટી આપજે. તે મૂર્તિના સ્નાત્રજળથી તે રાજાને થયેલા એકસો તે સાત રોગો નાશ પામશે.” આ પ્રમાણે દેવીની વાણી સાંભળીને તે શ્રેષ્ઠીએ પોતાના માણસો પાસે તે પેટી બહાર કઢાવી અને વહાણમાં સ્થાપન કરી, તેથી સર્વ ઉપદ્રવો નાશ પામ્યા. અત્યારે પણ સમુદ્રમાં પ્રતિકૂળ વાયુને લીઘે કાંઈ ઉપદ્રવ થયો હોય તે વખતે જો અજય પાર્શ્વનાથનું ધ્યાન કર્યું હોય તો તે વહાણની જેમ મનુષ્યોને નિર્વિધ્ર રીતે સુખેથી સમુદ્રને કિનારે પહોંચાડે છે. પછી તે શ્રેષ્ઠીએ દીવબંદરે જઈને ત્યાં આવેલા અજયરાજાને પેટ સંબંધી સર્વ વૃત્તાંત કહી તે પેટી તેની પાસે મૂકી, એટલે રાજાએ ત્યાં અજય નામનું નગર વસાવી વિનયપૂર્વક તે બિંબને પેટીમાંથી બહાર કાઢી તે પુરમાં મોટું ચૈત્ય કરાવીને તેમાં તે સ્થાપન કર્યું. અને તેના સ્નાત્રજળથી તે રાજા વ્યાધિમુક્ત થયો. પૂર્વે તેનું અજય પાર્શ્વનાથ એવું નામ હતું, હાલમાં ત્યાં અજાર નામે ગ્રામ વસવાથી અજારા પાર્શ્વનાથ એવું નામ થયું છે. આ હકીક્તનો વિસ્તાર શત્રુંજયમાહાભ્યમાંથી જાણવોww.jal Jain Educagon shtehlati Page #277 -------------------------------------------------------------------------- ________________ 268 શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ 5 [સ્તંભ 24 શ્રી હીરવિજયસૂરિએ દીક્ષાથી આરંભીને જે તપ કર્યું તે આ પ્રમાણે–જેમ રાજા ન્યાયને ન તજે, તેમ સૂરિએ જીવનપર્યત એકાસણું છોડ્યું નહોતું. જાણે કામદેવના પાંચે બાણો તજ્યાં હોય તેમ તેમણે પાંચ વિકૃતિ (વિગઇ)નો ત્યાગ કર્યો હતો. જાણે કે ભવસાગરને પાર પમાડનારી બાર ભાવનાઓને વિશેષ કરીને પુષ્ટ કરતા હોય તેમ હમેશાં ભોજન સમયે નામગ્રહણપૂર્વક અન્ન, જળ, શાક વગેરે મળીને બાર જ દ્રવ્યો (પદાર્થો) વાપરતા હતા. પોતાના પાપની આલોચના માટે તે સૂરિએ ત્રણસો ઉપવાસ અને સવા બસો છઠ્ઠ કર્યા. ત્રણ ચોવીશીનું ધ્યાન કરવાની ઇચ્છાથી બોંતેર અઠ્ઠમ કર્યા. બે હજાર આયંબિલ કર્યા, ને ફરીને વીસ સ્થાનકોના આરાઘન માટે વીશ આયંબિલ કર્યા. બે હજાર નવી કરી. વળી એકદત્તી એટલે પાત્રમાં એક જ વખતે જેટલું અન્ન જળ અવિચ્છિન્ન પડે તેટલો આહાર કરવો તે, તથા એક જ દાણો ખાવો તે એકસિત્થ કહેવાય છે, ઇત્યાદિ અનેક તીવ્ર તપો કર્યા. ફરીથી ત્રણ હજાર ને છસો ઉપવાસ કર્યા. પછી પ્રથમ ઉપવાસ, તે ઉપર એકાસણું, તે ઉપર આયંબિલ, તે ઉપર પાછો ઉપવાસ એવી રીતે તેર માસ સુઘી વિજયદાન ગુરુ સંબંધી તપ કર્યું. પછી બાવીશ માસ સુધી યોગ વહન કરીને તીવ્ર તપ કર્યું. પછી ત્રણ માસ સુઘી સૂરિમંત્રની વિધિપૂર્વક આરાઘના કરીને ચાર કરોડ શ્લોક પ્રમાણ સક્ઝાય-ધ્યાન કર્યું. તે સૂરિએ પાંચસો જિનબિંબની પ્રતિષ્ઠા કરી. ઇત્યાદિ બહુ પ્રકારનાં ઘર્મકાર્યો કરીને તે સૂરિ ઉનાયા (ઉના) નગરમાં સંવત 1652 ના ભાદ્રપદ સુદી 11 ને દિવસે મહામંત્ર (નવકાર) નું સ્મરણ કરતા સતા સ્વર્ગલોકને પામ્યા. એ પ્રમાણે અમૃતના ઓઘ સરખા ઉજ્જવળ ધ્યાનને ઘારણ કરતા સતા સૂરિએ ભગવંતે કહેલા મહાનંદપુરે જવાના માર્ગને ત્યાં જવાની ઇચ્છાથી જાતે જોવાને માટે દેવલોકનો આશ્રય કર્યો.” વ્યાખ્યાન 361 સિદ્ધાચળ પર રહેલા પ્રાસાદનું વર્ણન श्रीसिद्धाचलप्रासादं, सोपानादिस्फुरत्प्रभम् / कुंभशृंगध्वजायुक्त-मार्हन्तं तं स्तवाम्यहम् // 1 // ભાવાર્થ-“સોપાન (પગથિયાં) વગેરેથી જેની પ્રભા ફુરણાયમાન છે અને જેમનો શૃંગ વિભાગ (શિખર) કુંભ તથા ધ્વજાથી યુક્ત છે એવા સિદ્ધાચલ પર રહેલા શ્રી અહંતુનાં પ્રાસાદની હું સ્તુતિ કરું છું. આ શ્લોકમાં શ્રી સિદ્ધાચલ, પ્રાસાદ, સોપાન વગેરે, કુંભ, શૃંગ અને ધ્વજા આટલા શબ્દો કહ્યા છે, તે દરેકની નીચે પ્રમાણે ભાવના કરવી. શ્રી સિદ્ધાચળ સમાન પવિત્ર બીજો કોઈ પર્વત નથી. કહ્યું છે કે तावल्लीलाविलासंकलयति मलयो विन्ध्यशैलोऽपि तावद्धत्ते मत्तेभगर्वं तुहिनधरणिभृत्तावदेवाभिरामः / तावन्मेरुमहत्त्वं वहति हरिगिरिहते तावदाभां यावत्तीर्थाधिराजो न नयनपुटैः पीयते पर्वतेन्द्रः // 1 // Page #278 -------------------------------------------------------------------------- ________________ 269 વ્યાખ્યાન 361] સિદ્ધાચળ પર રહેલા પ્રાસાદનું વર્ણન ભાવાર્થ-“જ્યાં સુધી સર્વ તીર્થોના અધિરાજ શ્રી સિદ્ધાચળ નામના ગિરીન્દ્રનું નેત્રપુટ વડે પાન કર્યું નથી, ત્યાં સુધી મલયાચળ પર્વત લીલાનો વિલાસ વિસ્તારે છે, ત્યાં સુધી જ વિંધ્યાચળ પર્વત મદોન્મત્ત હાથીની જેમ ગર્વને ઘારણ કરે છે, ત્યાં સુધી જ હિમાલય પર્વત સુંદર લાગે છે, ત્યાં સુધી જ મેરુગિરિ મહત્ત્વને વહન કરે છે, અને ત્યાં સુધી જ શક્રશૈલ (હરિગિરિ) તેજને ઘારણ કરે છે.” તે સિદ્ધાચળ ઉપર ભરતચક્રીએ કરાવેલો પ્રાસાદ અલૌકિક મહિમાવાળો છે. તારાઓ વડે જેમ ચંદ્ર શોભે છે, ગ્રહોવડે જેમ ગ્રહપતિ (સૂર્ય) શોભે છે, અસુરો વડે જેમ અસુરેન્દ્ર શોભે છે. સુરો વડે (દેવો વડે) જેમ સુરેન્દ્ર શોભે છે, અને મનુષ્યો વડે જેમ નરેન્દ્ર શોભે છે, તેમ બીજાં નાનાં નાનાં જિનચૈત્યો વડે ચોતરફથી અલંકૃત થયેલું શ્રી ઋષભદેવ સ્વામીનું ચૈત્ય શોભે છે. તે પ્રાસાદ સોપાનાદિકથી દીતિમાન છે, તેમાં “આદિ' શબ્દના ગ્રહણથી તોરણ, મંડપ, સ્તંભ, ગર્ભાગાર વગેરેથી પણ સુશોભિત છે એમ જાણવું. તે આ પ્રમાણે ચૈત્યના અગ્ર ભાગે જાણે મોક્ષલક્ષ્મીનું કામણ હોય તેવું અત્યંત સૂક્ષ્મ નકશી કામવાળું સુવર્ણમણિનું તોરણ બાંધેલું શોભે છે. અપવર્ગપુરે પહોંચવાને ઇચ્છતા મુનિઓને માટે તે આશ્રયસ્થાન જેવું છે, અને તેની નીચે જવાથી અમે આ મુક્તિગૃહમાં પ્રવેશ કરીએ છીએ કે શું એમ ભાસ થાય છે. તે ચૈત્યના મધ્ય ભાગમાં અતિ સુશોભિત મહામંડપ છે, તે પોતાની મુક્તિરૂપી કન્યાને કોઈ પણ યોગ્ય વરને આપવા માટે મનમાં ઇચ્છા રાખનારા ઘર્મરાજાએ જાણે મણિ સુવર્ણમય ચિત્રોથી શોભાયમાન સ્વયંવરમંડપ રચ્યો હોય નહીં એવો શોભે છે, વળી તે શ્રી ઋષભસ્વામીના પ્રાસાદમાં વર્ણન કરવા લાયક એવા ઘણા સ્તંભો શોભી રહ્યા છે. તે સ્તંભોને મિષે સર્વ રાજાઓ જાણે “હે જિનેન્દ્ર! ઇન્દ્ર આપનો સેવક છે તે અમારો શત્રુ છે, માટે તેની સાથે અમને મૈત્રી કરાવો.” એમ કહેવાને માટે આવ્યા હોય નહીં તેમ પ્રભુની ઉપાસના કરી રહ્યા છે. તે યુગાદીશ જિનેશ્વરના મંદિર ઉપર આકાશને અલંકૃત કરતું શિખર પોતાના વૈભવથી સૂર્યનાં કિરણોનાં મંડળને વિડંબના પમાડે છે તથા જાણે પોતાની કાપી નાંખેલી પાંખો ફરીથી મેળવવા ઇચ્છતો અમરાચળ ત્રણ ભુવનના મનોરથ પૂર્ણ કરવામાં કલ્પવૃક્ષ સમાન તે જિનેશ્વરની ભક્તિ કરવા આવ્યો હોય તેવો શોભે છે. વળી “હે પ્રભુ! જગતના ઘનાદિક મનોરથ પૂરવાને તો હું સમર્થ છું, પણ તમારી જેમ મોક્ષલક્ષ્મી આપી શકવા માટે મને તેના આકરમાં લઈ જાઓ.' એમ જગદીશ્વરને કહેવા માટે ઉત્સુક થયેલો કામકુંભ આવીને જાણે પ્રભુને સેવતો હોય નહીં તેમ તે શિખર પર રહેલો સુવર્ણ કળશ શોભે છે. વળી ત્રણ ભુવનમાં પોતાના જેવા વૈભવવાળાના સમૂહને જાણે જીતવાની ઇચ્છા થઈ હોય એવા આ જિનેશ્વરના પ્રાસાદે શત્રુના સમૂહરૂપ સાગરને મંથન કરવામાં મંદરાચળ સમાન શિખર પર ફુરણાયમાન થતો મજબૂત દંડરત્ન ઘારણ કર્યો છે; તેમજ જય મેળવનાર વિભૂતિ વડે વારંવાર સ્પર્ધા કરતા વૈજયંતાદિકને જીતીને આ આદિનાથના ચૈત્યે જાણે જગતમાંના શત્રમાત્રના વિજયને જણાવનારી વૈજયંતિકા મસ્તક પર ઘારણ કરી હોય એમ હું માનું છું. અનેક નિર્જર, મનુષ્યો અને ઉરગોના પુરંદરોએ (દેવેન્દ્ર, નરેન્દ્ર ને અસુરેન્દ્રોએ) સેવિત એવો Page #279 -------------------------------------------------------------------------- ________________ 270 ના ઉ ત્તમ પાસર-ભાગ 1 [સ્તંભ 24 એ (ગણન) પિ માં વિમલાચલ રૂપ રાજા ઋષભદેવની પ્રતિમાથી અલંકૃત થયેલા એવા અને ઉપર જણાવેલા સુંદર મંડપની અંદર રહેલા તેમજ તોરણોના ત્રિકથી વિચિત્ર લાગતા ગર્ભાશયને ઘારણ કરી રહ્યો છે. તે ગર્ભગૃહની અંદર યુગના આદિ સમયમાં જેમ મેં સંસારથી પ્રાણીઓનો ઉદ્ધાર કર્યો હતો, તેવી જ રીતે આ મલિન કલિકાળમાં પણ ફરીથી હું ઉદ્ધાર કરું, એવો હૃદયમાં વિચાર કરીને શ્રી આદીશ્વર પ્રભુ પોતાના સ્વરૂપે ત્યાં ઊતરીને પ્રતિમાના મિષથી સ્થિર રહ્યા છે એમ જણાય છે. મોક્ષલક્ષ્મીને ભજનારા અને મેઘસમાન ગંભીર ધ્વનિવાળા એવા હે પ્રભુ! તમે નિરંજનપણાથી કમળના જેવા વિશુદ્ધ આશયવાળા કહેવાઓ છો, સંસાર સાગરમાંથી ભવ્ય પ્રાણીઓને તમે નૌકાની જેમ પાર ઉતારો છો, વળી અમૃત રસની જેમ તમે જગતના સમગ્ર પ્રાણીઓનું જીવન છો, એવા હે પ્રભુ! તમે જયવંતા વર્તો. _તિપ્રાસાવાહિતનમ્ | ઉપદેશરૂપ પ્રાસાદના અવયવોનું વર્ણન આ ઉપદેશપ્રાસાદ ગ્રંથમાં બુદ્ધિના આઠ ગુણોનું વર્ણન કરેલું છે તે આઠને શાસ્ત્રમાર્ગને દેખાડનારા તે પ્રાસાદના સોપાન (પગથિયાં) જાણવા. વિકથાના પ્રકાર સહિત તેને નિરંતર ત્યાગ કરવાનું વર્ણન કરેલું છે, તે આ ઉપદેશ પ્રાસાદનાં સુખે પ્રવેશ કરી શકાય તેવાં ચાર દ્વારા જાણવાં. ચાર પ્રકારના અનુયોગનું વર્ણન કર્યું છે તે આ ગ્રંથરૂપ પ્રાસાદમાં વિચિત્ર રચનાવાળાં ચાર તોરણ જાણવાં. દ્રવ્યભાવરૂપ બે બે ભેદવાળા બાર વ્રતોનું વર્ણન કર્યું છે, તેથી તે ચોવીસને આ પ્રાસાદના સ્તંભ જાણવા. મન, વચન અને કાયાના યોગની શુદ્ધિ કહેલી છે, તે આ પ્રાસાદનો અસપ્રવૃત્તિથી નિવારણ કરનાર મંડપ જાણવો. અન્ય મંદિરોમાં ગવાક્ષ વગેરે વસ્તુઓ હોય છે તેને સ્થાને અહીં અતિચાર રહિત વ્રતો જાણવાં. સાતસો નયથી યુક્ત સ્યાદ્વાદને દ્યોતન કરનાર વચનને આ પ્રાસાદનું નિર્મળ દ્યુતિવાળું શિખર જાણવું. રત્નત્રયની સ્તુતિના આરંભને અહીં મોટા કુંભ સમાન જાણવો. અનંત અને અવ્યય સંપત્તિવાળા મોક્ષની સ્તુતિને ધ્વજારૂપ જાણવી. શુદ્ધ અંતઃકરણને ગર્ભગૃહ (ગભારા) રૂપ જાણવું. તે ગર્ભગૃહમાં પ્રતિષ્ઠિત થયેલા ચિદ્રપ જે મૂર્તિ છે તે સ્વયંભૂ ત્રિભુવનના નાથ છે એમ જાણવું. તે પ્રભુ નિરંતર પ્રાણીઓને સૌભાગ્ય લક્ષ્મી આપે છે. ચોસઠ ઇન્દો, સોળ વિદ્યાદેવીઓ અને ચોવીશ તીર્થકરોના શાસનની અધિષ્ઠાયિક દેવીઓ તથા ચોવીસ યક્ષો આ સુભદ્ર નામના પ્રાસાદની રક્ષા કરો. શ્રી શાંતિનાથને નમસ્કાર કરવો એ પ્રથમ મંગળ છે, સહસ્ત્રકૂટના પ્રભુનું વંદન એ બીજું મધ્ય મંગળ છે, અને શાસનદેવીનું ધ્યાન એ અંતિમ મંગળ છે. તે સર્વે હમેશાં આ ગ્રંથ વાંચનાર તથા સાંભળનારના કલ્યાણ માટે થાઓ. || ચતુર્વિશતિતમ સ્તંભ સમાપ્ત .. ઇતિ પરમ ખો Page #280 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન 361] સિદ્ધાચળ પર રહેલા પ્રાસાદનું વર્ણન 271 પ્રશસ્તિ જેના પ્રભાવથી શુભ સાધ્યને સાથી આપનાર આ પ્રાસાદનું નિર્વિધ્રપણે નિર્માપણ કરી શકાયું તે અનંત કલ્યાણના સ્થાનરૂપ ચિંતામણિ પાર્શ્વનાથને હું વંદન કરું છું. સ્તંભતીર્થમાં સૂરિમંત્ર આરાઘનના ઉદ્યમથી જેમને સૂરિમંત્રના અધિષ્ઠાયિક દેવનો આદેશ પ્રાપ્ત થયો તે ગુરુનું હું સ્મરણ કરું છું. ઘણા ગુણવાળા અને એકાગ્ર ચિત્તે નમસ્કારમંત્રનું ધ્યાન કરનારા શ્રીમાનું વિજયસૌભાગ્યસૂરિ નામના ગુરુની હું સ્તુતિ કરું છું. તે ગુરુના શિષ્ય શ્રી વિજયલક્ષ્મી નામના સૂરિએ આ ઉપદેશ પ્રાસાદ ગ્રંથ શાસ્ત્રોમાં દીઠેલા અક્ષરોને અનુસારે રચેલો છે, અને શ્રી પ્રેમવિજયાદિક મુનિઓને અભ્યાસ કરવા માટે તેની ઉપદેશસંગ્રહા નામની વૃત્તિ પણ કરેલી છે. આ ગ્રંથ સંવત 1883 ના કાર્તિક સુદી પૂર્ણિમાને દિવસે સંપૂર્ણ થયો છે. જ્યાં સુધી જગતમાં મેરુ પર્વત રહેલો છે, જ્યાં સુધી જગતમાં જૈનશાસન પ્રવર્તે છે, જ્યાં સુધી જ્યોતિષચક્ર આકાશમાં વિરાજમાન છે, અને જ્યાં સુધી સુરનદી (ગંગા)નો પ્રવાહ જગતમાં પ્રવર્તે છે, ત્યાં સુધી માનસરોવરના હંસ જેવા વિદ્વાનોથી વંચાતો સતો આ ગ્રંથ વિજયને પામો. આ ગ્રંથમાં કાંઈક અજ્ઞાનતાથી, કાંઈક બુદ્ધિના વિકલ્પરૂપ દોષથી, કાંઈક ઉત્સુકતાના વશથી અને કાંઈક સ્મૃતિના દોષથી જે કાંઈ રભસવૃત્તિ વડે ઉસૂત્ર પ્રરૂપણા થઈ હોય તેની પંડિતજનોએ ક્ષમા કરવી. આ શાસ્ત્રમાં મતિની મંદતાને લીધે કાંઈક શાસ્ત્રવિરુદ્ધ દ્રષ્ટાંતાદિક કહેવામાં આવ્યું હોય તો ઈર્ષ્યા નહીં રાખતાં મારા પર કરુણા લાવીને શુદ્ધ ચિત્તવાળા પંડિતોએ તેને શુદ્ધ કરવું (સુઘારવું). આ ગ્રંથ રચવાના પ્રયત્નથી જે કાંઈ સુકૃત થયું હોય તે સુકૃતથી આ ગ્રંથના વાંચનાર, ઉદ્ધરનાર તથા સાંભળનારને જૈનધર્મની પ્રાપ્તિ થાઓ. सर्व कल्याणकारणं, सर्वश्रेयस्कसाधनम् / प्रशस्यं पुण्यकृत्यानां, जयत्यारीतशासनम् // 1 // ભાવાર્થ-“સર્વ કલ્યાણનું કારણ, સર્વ શ્રેયનું સાધન અને પુણ્યક્યો વડે પ્રશંસા કરવાલાયક એવું શ્રી જૈનશાસન (જગતમાં) જય પામે છે.” TWઇત્યુપદેશપ્રાસાદઃ સમાસોરાં ગ્રંથઃ Page #281 -------------------------------------------------------------------------- ________________ પૃષ્ઠ 216 159 106 172 187 37 112 240 53 શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ 5 (પરિશિષ્ટ) કથા તથા દ્રષ્ટાંતોની વર્ણાનુક્રમણિકા કથાનું નામ પૃષ્ઠ | કથાનું નામ અહંન્નકમુનિનું દ્રષ્ટાંત 32 | યશોભદ્રસૂરિની કથા અર્હદત્તની કથા 86 | રવિગુણ બ્રાહ્મણની કથા અર્હન્મિત્રની કથા 125 | રાજીમતીનું દ્રષ્ટાંત આર્યરક્ષિત સૂરિની કથા 148 રતિસુંદરીની કથા આભીરીવંચક વણિક કથા 153. | રોહિણીની કથા ઉઝિત મુનિની કથા 156 | રોહકની કથા ઋદ્ધિસુંદરીની કથા 107 લક્ષ્મણા સાથ્વીનું દ્રષ્ટાંત એક આચાર્યનું દ્રષ્ટાંત 133 વસુભૂતિની કથા એક પોપટની કથા 176 વિબુદ્ધસિંહ સૂરિનું દ્રષ્ટાંત કરકંડુ મુનિ (પ્રત્યેક બુદ્ધ) 223 વિપુલમતિની કથા કદંબ વિપ્રની કથા 137 શકટાલ મંત્રીની કથા કાલવૈશિક મુનિની કથા 117 શાંબકુમારની કથા કુરુદત્તની કથા 119 શિવ સાધુની કથા ક્ષપક મુનિની કથા 163 શ્રવણમાત્રગ્રાહી તાપસનું દ્રષ્ટાંત ગુણસુંદરીની કથા 110 ચાણક્યની કથા (પાશાનું દ્રષ્ટાંત) શ્રમણભદ્રની કથા 182 જયઘોષ દ્વિજની કથા શ્વેતશ્યામ પ્રાસાદની કથા જોણક મુનિની કથા પ૭ શ્રીદત્ત શ્રેષ્ઠીની કથા જંબૂસ્વામી કથા 235 શ્રેણિક રાજાની કથા ઢંઢણત્રઋષિની કથા 139 સાગર ચક્રીના પુત્રોની કથા દ્વિમુખમુનિ (પ્રત્યેક બુદ્ધ) 226 સમુદ્રપાળ શ્રેષ્ઠીની કથા ઘનસાર વણિકની કથા 161 | સ્કંદક સાધુનું દ્રષ્ટાંત ઘનેશ્વરસૂરિનું દ્રષ્ટાંત સુજ્જસિરિની કથા ઘન્યમુનિની કથા સુભદ્રાની કથા નંદનઋષિની કથા | સુસ્થિત મુનિની કથા નગ્નતિ મુનિ (પ્રત્યેક બુદ્ધ) 229] સુવ્રત સાધુની કથા પંચાખ્ય ભારવાહક કથા 27 સુધર્મા શ્રેષ્ઠીની કથા પંદરસો તાપસનું દ્રષ્ટાંત 91 સોમવસુની કથા બુદ્ધિસુંદરીની કથા 108 સનકુમાર ચક્રવર્તીની કથા બે કાચબાની કથા 98 | સાલ અને મહાસાલની કથા ભવદેવ (જંબુસ્વામીનો પૂર્વભવ) 233 ] સુભદ્રની કથા ભાનુમંત્રીનું દ્રષ્ટાંત સુકુમારિકા સાથ્વીની કથા ભૂમિપાળ રાજાની કથા 135 ] સુભાનુકુમારની કથા ભૃગુપુરોહિત આદિ છ મુનિઓની કથા 218 | સ્કંદન મુનિની કથા મરીચિની કથા સુકોશલ મુનિની કથા માતંગપુત્રનું દૃષ્ટાંત સંયત મુનિની કથા માનદેવસૂરિનું દ્રષ્ટાંત સ્થૂલભદ્ર મુનિની કથા મંગુસૂરિનું દ્રષ્ટાંત | હરિકેશી મુનિની કથા મૃગાપુત્રની કથા | હુતાશની (હોળી)ની કથા મંગળકુંભનું દ્રષ્ટાંત 253 હીરવિજયસૂરિ ચરિત્ર 124 146 201 245 198 121 56 ] સુત્ર + 2 8 8 Rowo Pau * 1 1 t92 130 95 101 103 128 144 151 179 59 - 8 છે 207 263 Page #282 -------------------------------------------------------------------------- ________________ 'જિન વચનામૃતની પરબ જિનેશ્વર ભગવંતની વાણીનું અમૃત સંસારના ઝેરને ઉતારનારું છે આ ગ્રંથમાં 360 દિવસ પાન કરી શકાય તેવું અમૃત ભર્યું છે * આ પરબ છે જિનવચનામૃતની ' દરરોજ એક પ્રવચન શાંતચિત્તે વિચાર પૂર્વક વાંચવામાં આવે તો આત્મા સમ્યકની નજીક પહોંચી જાય તો મોક્ષ પણ નજીક આવે તેથી પ્રત્યેક મુમુક્ષે આ વાણીનું નિત્યપાન કરવું જોઈએ किमन्सदिदिखामसि सनिमोदिदिवामदिवाइसगााममियाणंचानिमाईपोगण दियामगामढाममा तिवारमयामागिदिन्यमबासमाम Typipટાર રસૂ7િ9ત્રી याचाश्मयागणंपवावदियाणवारमाझियाणबारमाववादियामनिवदियागांवारमाममिरियम पोवारमाममिपंचय जम्ममन्यापक मन्दाजम्ममयााएकबामएकदिवासनहिमियतिरामाचम्ममयंगदिवगंतरिमिद्यनियिमय मिया निमाविमसिनच विश्कराणामियनिमिरासयाहियादवामनपादनामदानुहविविदणमंसियाणि सुयादवयापणमामात यादवयापयमिामांना जयरामिास्कखार पमायणमिस्किबंशाणोचणेपचव्यणादविमंतिकारतंगाममामिाण वायुनंनवनाराययावकिपिरितिस्वरवर्णकानिमाथ। रलिमामामस्निन પાક્ષિીનામામmબ્રિાઝિશ્વિનાવિનંall full a | ( W) D રાજાશાની . જૈન પ્રકાશન મંદિર * અમદાવાદ-૧