SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૩૩૭] સમય ૧૭૭ દુર્ગાદેવીનું વૃત્તાંત પ્રગટ કરી બતાવ્યું. ત્યારે તેના સ્વજનો “હે વહુ! તમે દેવદત્તા છો કે પક્ષીદત્તા છો?” એમ કહીને તેનું હાસ્ય કરવા લાગ્યા; તેથી તે વહુ પોપટના ઉપર દ્વેષ કરવા લાગી. એકદા સર્વ સ્વજનો કાર્યમાં વ્યગ્ર હતા તે વખતે પોપટનું એક પીંછું ખેંચીને તે બોલી કે “હે પોપટ! તું તો પંડિત છે!” તે સાંભળીને પોપટે મનમાં વિચાર્યું કે–“અરે! આ મારી વાણીના દોષનું ફળ છે.” કહ્યું છે કે आत्मनो मुखदोषेण, बध्यन्ते शुकसारिकाः । बकास्तत्र न बध्यन्ते, मौनं सर्वार्थसाधनम् ॥१॥ પોતાની વાણીના દોષથી પોપટ અને સારિકા બંઘાય છે, પણ બગલા બંધાતા નથી; માટે મૌન જ સર્વ અર્થને સાઘનાર છે.” એમ વિચારીને પોપટ બોલ્યો કે “હું પંડિત નથી, પંડિત તો ઘનશ્રેષ્ઠી છે.” વહુએ પૂછ્યું કે “તે શી રીતે?” ત્યારે પોપટ બોલ્યો કે “કોઈ એક ગામમાં ઘણા આંઘળા માણસો હતા. તે પોતપોતાના ચોકમાં બેસીને હાસ્ય, ગીત અને દંભાદિક વાતો કરીને દિવસો નિગર્મન કરતા હતા. તે ગામમાં કોઈ શેઠ રહેતો હતો. તે પોતાની દુકાને બેસી સોનામહોરોની પરીક્ષા કરતો હતો. તેની પાસે એકદા એક આંઘળો આવીને ઊભો રહ્યો, અને વિનયથી તે શેઠની પ્રશંસા કરીને બોલ્યો કે “હે શેઠજી! મને સ્પર્શ કરવા માટે મારા હાથમાં એક સોનામહોર આપો.” તે સાંભળીને સરલ સ્વભાવવાળા તે શેઠે તેના હાથમાં એક સોનામહોર આપી. તે આંઘળે સોનામહોર લઈને પોતાના વસ્ત્રને છેડે મજબૂત ગાંઠ બાંધીને છુપાવી દીધી. થોડી વારે તે શેઠે સોનામહોર માગી, ત્યારે તે અંધ બોલ્યો કે “હે પુણ્યશાળી શેઠ! મેં મારી મહોર તમને જોવા માટે આપી હતી, તે મેં લઈને મારી ગાંઠે બાંધી છે. હું તે તમને આપીશ નહીં, કેમકે મારી આજીવિકાને માટે મારી પાસે આટલું જ ઘન છે; તેની તમે કેમ ઇચ્છા કરો છો?” એમ કહીને તે અંઘ પોકાર કરવા લાગ્યો કે “આ શેઠ મારી મહોર લઈ જાય છે. તે સાંભળીને ત્યાં ઘણા લોકો ભેગા થઈ ગયા, અને તે શેઠની નિંદા કરવા લાગ્યા; તેથી તે શેઠ ઊલટો ઝંખવાણો પડી ગયો. પછી શેઠે એક ચતુર માણસને પોતાની સર્વ હકીકત કહીને તેની સલાહ પૂછી, ત્યારે તે ચતુર માણસે તેને કહ્યું કે “હમેશાં રાત્રે આ ગામના સર્વે આંધળા એક જગ્યાએ એકઠા થાય છે, અને ત્યાં પોતે મેળવેલા દ્રવ્ય વગેરે પરસ્પર દેખાડે છે. ત્યાં તું જઈને ગુપ્ત રીતે ઊભો રહેજે, અને જ્યારે તે અંઘ એ મહોર બીજાને દેખાડવા કાઢે ત્યારે તું લઈ લેજે.” તે સાંભળીને તે શેઠ આંઘળાઓને એકઠા મળવાના સ્થાનકે ગયો. ત્યાં પેલા આંધળાએ હર્ષથી પોતાનું પાંડિત્ય પ્રકાશ કરીને ગાંઠે બાંધેલી સોનામહોર છોડી બીજા ઘળાને બતાવવા માટે પોતાનો હાથ લાંબો કર્યો, એટલે તરત જ પેલા શેઠે તે મહોર લઈ લીધી. બીજા આંધળાએ કહ્યું કે “કેમ નથી આપતો?” ત્યારે પેલો આંધળો બોલ્યો કે “આપી છે ને?” એમ બોલતાં તે બન્ને આંધળાઓને પરસ્પર મોટું યુદ્ધ થયું, અને શેઠ તો પોતાની મહોર મળી જવાથી સ્વસ્થ થઈ પોતાને સ્થાનકે ચાલ્યો ગયો. ત્યારથી “અંઘો અંધ પીલાય” એવી લોકમાં કહેવત ચાલે છે. આ વાતનો ઉપનય એવો છે કે એકાંતવાદીને સર્વ નો અંશ સદ્ગશ છે અને અનેકાંત પક્ષને જાણનારને નેત્રવાળા શેઠની તુલ્ય છે. તત્ત્વને પણ તે જ પામે છે, બીજાઓ તત્ત્વને પામતા નથી. આ કથામાં પેલા શેઠે મૌન ધારણ કરીને પોતાનું કાર્ય સાધ્યું, માટે તે પંડિત છે.”.. Jain Education (ભાગ ૫-૧૨ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002174
Book TitleUpdeshprasad Part 5
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy