SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૨૮૭] તપાચારનો છઠ્ઠો ભેદ–સંલીનતા શાખા ઉપર પગ બાંધીને નીચે મસ્તકે લટકે છે, પૂરણ, જમદગ્નિ અને કૌશિક વગેરે તાપસોની જેમ મહા કષ્ટ સહન કરે છે. પરંતુ તે સર્વ આત આગમની યુક્તિરહિત હોવાથી નિષ્ફળ છે. જે ભવમાં અવશ્ય સિદ્ધિ મળવાની છે તે ભાવમાં પણ વીતરાગ પ્રભુ રૂડા આગમને અનુસરીને આ કાયક્લેશ તપનું આચરણ નિરંતર કરે છે, માટે તપના અર્થી મુનિઓએ આ તપનું આરાઘન અવશ્ય કરવું.” વ્યાખ્યાન ૨૮૭ તપાચારનો છઠ્ઠો ભેદ-સંસીનતા હવે સંલીનતા નામના છઠ્ઠા તપાચાર વિષે કહે છે इन्द्रियादिचतुर्भेदा, संलीनता निगद्यते । बाह्यतपोऽन्तिमो भेदः, स्वीकार्यः स्कन्दकर्षिवत् ॥१॥ ભાવાર્થ-“ઇંદ્રિયાદિક ચાર પ્રકારે સંલીનતા કહેલી છે, તે બાહ્યતાનો છેલ્લો ભેદ સ્કંદક 2ઋષિની જેમ અંગીકાર કરવો.” સલીનતા એટલે ગુપ્તપણું અર્થાત્ શયન, ભોજન વગેરે અપ્રગટપણે કરવું તે. તે સંલીનતાના ચાર ભેદ છે. તે વિષે પૂર્વાચાર્યોએ કહ્યું છે કે _इंदियकसायजोए, पडुच्च संलीणया मुणेयव्वा ।। तह य विवित्तचरिया, पन्नता वीयरागेहिं॥४॥ ભાવાર્થ-“ઇંદ્રિય, કષાય અને યોગ આશ્રયી ત્રણ સંલીનતા તથા વિવિક્તચર્યા એ ચોથી સંલીનતા જાણવી, એમ વીતરાગ જિનેશ્વરે કહ્યું છે.” શ્રોત્રઇન્દ્રિયવડે મઘુર કે અમઘુર (કટુ) શબ્દો ઉપર રાગ દ્વેષ ન કરવો, તે શ્રોમેંદ્રિય સલીનતા કહેવાય છે. એ પ્રમાણે ચક્ષુ ઇંદ્રિય વગેરેમાં પણ સમજવું. એમ પાંચ પ્રકારે ઇંદ્રિય સંલીનતા જાણવી. ઉદયમાં નહીં આવેલા કષાયોને રોકવા તથા ઉદયમાં આવેલાને નિષ્ફળ કરવા તે કષાયસલીનતા જાણવી. મન, વચન, કાયાના અશુભ યોગનો નિરોઘ કરવો, ને શુભ યોગની ઉદીરણા કરવી, તે યોગસલીનતા જાણવી; અને સ્ત્રી, પશુ, નપુંસક વગેરેથી રહિત આરામાદિકમાં નિવાસ કરવો, તે વિવિક્ત શયન ભોજન સંલીનતા જાણવી. આ પ્રમાણે ચારે પ્રકારની સંસીનતા પાળવી. જેઓ તેનું પાલન કરતા નથી, તેઓ શ્રવણમાત્રથી જ ઘર્મનું ગ્રહણ કરનાર તાપસની જેમ મોટી દુઃખપરંપરાને પામે છે. શ્રવણમાત્રગ્રાહી તાપસનું દ્રષ્ટાંત કોઈ ગામમાં કોઈએક બ્રાહ્મણ પાપથી ભય પામીને તાપસ થયો. તેણે “કૃપયા ધર્મ” (દયાથી ઘર્મ થાય છે.) એ વાક્ય સાંભળ્યું હતું. એકદા કોઈ તાપસ સન્નિપાતના વ્યાધિથી પીડાતો હતો, તેને વૈધે ઠંડું જળ પીવાનો નિષેઘ કર્યો હતો. એક વખત બીજા સર્વ તાપસી કાંઈ કામ પ્રસંગે અન્ય સ્થાને ગયા હતા; તે વખત પેલા રોગી તાપસે આ નવીન તાપસ પાસે ઠંડું પાણી માંગ્યું, તેથી “કૃપાવડે ઘર્મ થાય છે એમ જાણીને તેણે તે રોગીને ઠંડું જળ આપ્યું, તેથી તે રોગી બહુ પીડા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002174
Book TitleUpdeshprasad Part 5
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy