SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૩૪૩] બીજી અશરણ ભાવના ૧૯૯ સર્પોને મોકલ્યા. તેઓએ બહાર આવીને સગરના પુત્રો સામે વિષની વૃષ્ટિ કરનારી દ્રષ્ટિવડે જોયું કે તરત જ તે સગરના સર્વે પુત્રો ભસ્મીભૂત થઈ ગયા. તે જોઈને શોક કરતા સૈન્યને સાત્ત્વન આપીને મંત્રી બોલ્યા કે “હવે શોક કરવાથી સર્ષ! કોઈ પણ ભાવિભાવને ઉલ્લંઘન કરી શકતું નથી.” પછી તે સર્વે સામંતાદિક સૈન્ય સહિત અયોધ્યા તરફ આવતાં તેમણે વિચાર્યું કે સ્વામીના સર્વે પુત્રો ભસ્મ થયા અને આપણે અક્ષત શરીરવાળા આવ્યા તે ઘણું જ લક્ઝસ્પદ છે, તેથી ચક્રીની પાસે આપણાથી આ વાત શી રીતે કહેવાશે?” એમ વિચારીને તેઓ નિરંતર શોકાતુર રહેતા હતા. તે વૃત્તાંત જાણીને કોઈ એક બ્રાહ્મણે તેમને તે હકીકત પૂછી, એટલે તેઓએ સર્વ વાત કહી બતાવી. તે સાંભળીને પેલા બ્રાહ્મણે તેમને કહ્યું કે “તમારે કાંઈ ફિકર કરવી નહીં, હું રાજાને એ વાત નિવેદન કરીશ.” પછી તે બ્રાહ્મણ કોઈ અનાથ મડદું ઉપાડીને રાજમંદિર પાસે લઈ ગયો. ત્યાં તે શબને મૂકીને મોટે સ્વરે વિલાપ કરવા લાગ્યો. તે સાંભળીને ચક્રીએ તેને રોવાનું કારણ પૂછ્યું, ત્યારે તે બ્રાહ્મણ બોલ્યો કે “મારે આ એક જ પુત્ર છે. તેને મોટો સર્પ ડસ્યો છે, તેથી તે નિશ્ચષ્ટ થઈ ગયો છે. માટે હે દેવ!તમે તેને જિવાડો.” તે સાંભળીને રાજાએ વિષવૈદ્યોને બોલાવી તેનો ઉપાય કરવા ફરમાવ્યું. તેવામાં કોઈ માણસે ત્યાં આવીને કહ્યું કે “જેના ઘરમાં આજ સુધી કોઈ માણસ મરણ પામ્યું ન હોય તેના ઘરમાંથી ભસ્મ લાવો તો હું આને જીવતો કરું.” તે સાંભળીને રાજાએ આખા નગરમાં સર્વ ઘેર તેવી ભસ્મ લાવવાને માટે માણસો મોકલ્યા. તેઓ પાછા આવીને બોલ્યા કે, “હે સ્વામી! અમે આખી નગરી જોઈ, પણ જ્યાં કોઈ માણસ મરણ પામ્યું ન હોય એવું એક પણ ઘર મળ્યું નહીં.” તે સાંભળી ચક્રી પણ બોલ્યા કે “અમારા ઘરમાં પણ ઘણા પૂર્વજો મરણ પામેલા છે; તો સર્વને વિષે સામાન્ય રીતે પ્રવર્તનારું જે મૃત્યુ તેની પ્રાપ્તિથી હે બ્રાહ્મણ! તું શા માટે ખેદ કરે છે? મરેલા પુત્રનો તું શા માટે શોક કરે છે? શોક તજી દઈને કાંઈક આત્મસાઘન કર; કેમકે તું પણ અજરામર નથી.” તે સાંભળી પેલો બ્રાહ્મણ બોલ્યો કે “હે દેવ! તે સર્વ હું જાણું છું, પણ આ પુત્ર વિના આજે જ મારા કુળનો ક્ષય થશે, માટે હે સ્વામી! કોઈ પણ પ્રકારે આને જિવાડીને મને પુત્રભિક્ષા આપો.” રાજા બોલ્યો કે “હે બ્રાહ્મણ! મંત્ર, તંત્ર તથા શાસ્ત્રોને અગોચર અને અદ્રશ્ય શત્રુરૂપ વિઘિના ઉપર કયો પંડિત પુરુષ પણ પરાક્રમ કરી શકે? કોઈ ન કરી શકે, માટે તું શોકને તજી દે.” બ્રાહ્મણ બોલ્યો કે “સ્વામી! સર્વ વસ્તુનો વિરહ સહન થઈ શકે છે, પણ કુળને ઉદ્યોત કરનાર પુત્રનો વિરહ કોઈ સહન કરી શકતું નથી.” ચક્રીએ કહ્યું કે “અનંતા ભવોમાં અનંતા પુત્રો થયા છે, પોતે પણ અનંતીવાર અનંત કુળોમાં પુત્રપણે ઉત્પન્ન થયો છે. તેમાં કોનું કુળ દીપાવ્યું અને કોને નહીં? માટે હે બ્રાહ્મણ! ફોગટ શા માટે શોક કરે છે? કહ્યું છે કે अशरण्यमहो विश्वमराजकमनायकम् । यदेतदप्रतीकारं, ग्रस्यते यमरक्षसा ॥४॥ ભાવાર્થ-“અહો! આ વિશ્વ શરણ વિનાનું, રાજા વિનાનું અને નાયક વિનાનું છે. કેમકે જેનો કાંઈ ઉપાય જ નથી, એવી રીતે આ વિશ્વને યમરૂપી રાક્ષસ ગળી જાય છે.” ૧ આ બ્રાહ્મણનું રૂપ લઈને આવેલ સૌઘર્મેદ્ર હતા એમ અન્યત્ર કહેલું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002174
Book TitleUpdeshprasad Part 5
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy