SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૩૪૮] પહેલા પ્રત્યેકબુદ્ધ કરકંડુ ૨૨૩ ભાવાર્થ-“તે ચાર પ્રત્યેકબુદ્ધોમાં પ્રથમ વૃષભને જોઈને પ્રતિબોઘ પામેલા બુદ્ધિના ભંડારરૂપ કરકંડુ રાજાનું ચરિત્ર કહીએ છીએ.” તે આ પ્રમાણે કરકે રાજાની કથા ચંપાપુરીમાં દધિવાહન નામે રાજા હતો, તેને પદ્માવતી નામે રાણી હતી. તે એકદા ગર્ભિણી થઈ, ત્યારે ગર્ભના પ્રભાવથી તેને એવો દોહદ થયો કે હું રાજાનો વેષ ઘારણ કરીને, રાજાએ જેને માથે છત્ર ધારણ કર્યું છે એવી, પટ્ટહસ્તીપર બેસીને ઉદ્યાનમાં વિચરું. તે દોહદ પૂર્ણ નહીં થવાથી કૃષ્ણપક્ષના ચંદ્રની જેમ તે પ્રતિદિન કૃશ થવા લાગી. રાજાએ તેનું કારણ પૂછ્યું, ત્યારે રાણીએ દોહદની વાત કહી તેથી રાજાએ તેનો દોહદ પૂર્ણ કરવા માટે તેની સાથે જ હાથી પર બેસી રાણીને માથે છત્ર ધારણ કર્યું અને તેવી રીતે રાજા વનમાં ગયો. તે વખતે અકસ્માતુ જળવૃષ્ટિ થઈ. તે વૃષ્ટિ પ્રથમ હોવાથી પૃથ્વીમાંથી ગંઘ પ્રગટ થયો, તે ગંઘ સુંઘવાથી મદોન્મત્ત થયેલો હાથી વન તરફ દોડ્યો. રાજાએ તેને અંકુશ વગેરેથી ઘણો નિવાર્યો, પણ તે અટક્યો નહીં; તેથી કાયર થઈને રાજાએ રાણીને કહ્યું કે “હે પ્રિયા! દૂર પેલો વટવૃક્ષ દેખાય છે, તેની નીચે થઈને આ હાથી નીકળશે, તે વખતે તું તે વટની શાખા મજબૂત રીતે પકડી લેજે, હું પણ પકડી લઈશ. પછી હાથીને જવા દઈને આપણે નગર તરફ જઈશું.” પછી જ્યારે તે હાથી વટની નીચે થઈને નીકળ્યો, ત્યારે રાજાએ તો તત્કાળ તેની શાખા પકડી લીધી; પણ રાણી તે શાખા પકડી શકી નહીં; તેથી પ્રિયાનો વિયોગ થવાથી રાજા વિલાપ કરતો પાછો વળીને તે હાથીનાં જ પગલાંને અનુસાર ચંપાનગરીમાં ગયો. અહીં હાથી ચાલતાં ચાલતાં અતિ તૃષાતુર થયો; તેથી તે મોટા અરણ્યમાં એક તળાવ આવ્યું તેમાં પેઠો. તે અવસર જાણીને રાણી તેના પરથી ઊતરી તળાવના પાણીને તરીને કાંઠે આવી. પછી તેણે વિચાર્યું કે “પૂર્વના અશુભ કર્મને લીધે મારે અકસ્માતુ આપત્તિ આવી પડી છે; પરંતુ હવે રુદન કરવાથી તો ઊલટો સાત કર્મનો દ્રઢ બંઘ થશે, માટે હમણાં તો આ અરણ્યનું ઉલ્લંઘન કરું ત્યાં સુધીને માટે સાગારી અનશન જ અંગીકાર કરું.” પછી એ પ્રમાણે અભિગ્રહ લઈને તે કોઈક દિશામાં ચાલી. માર્ગમાં એક તાપસે તેને દીઠી; એટલે પૂછ્યું કે “અરે! તું વનદેવી છે કે કિન્નરી છે?” ત્યારે તે બોલી કે “હું જૈનધર્મી ચેટકરાજાની પુત્રી મનુષ્યણી છું.” એમ કહીને પોતાનું સર્વ વૃત્તાંત તેણે તે તાપસને કહી સંભળાવ્યું. તે સાંભળીને તાપસ બોલ્યો કે “હું તારા પિતાનો ભાઈ છું, માટે તું ભય પામીશ નહીં.' એમ કહીને તે તાપસે તેને આશ્વાસન આપી વન ફળાદિક વડે તેનો સત્કાર કર્યો. પછી તેને નજીકના કોઈ નગરમાં તે તાપસે પહોંચાડી. તે રાણી કામભોગથી નિર્વેદ પામીને સાધ્વીઓની પાસે જઈને તેમને વાંદીને બેઠી. ત્યારે સાધ્વીએ તેને પૂછ્યું કે “હે શ્રાવિકા! તું ક્યાંથી આવી છે?” ત્યારે રાણીએ દીક્ષા લેવાની ઇચ્છાથી એક ગર્ભ વિના બીજી સર્વ વાત કહી સંભળાવી. તે સાંભળીને સાધ્વી બોલ્યા કે હે ઉત્તમ આશયવાળી! વિદ્યુત જેવા ચપળ સાંસારિક સુખની આશા છોડીને ચારિત્ર ગ્રહણ કર.” તે સાંભળીને વિરક્ત થયેલી રાણીએ દીક્ષા ગ્રહણ કરી. પછી અનુક્રમે તેના ગર્ભની વૃદ્ધિ થઈ. તે જોઈને સાધ્વીઓએ પૂછ્યું, ત્યારે તેણે સત્ય વાત કહી. પછી સાધ્વીઓએ તેને ગુપ્ત સ્થાને રાખી. ગર્ભસમય પૂર્ણ થતાં તેણે શય્યાતરને ઘેર એક પુત્રને જન્મ આપ્યો. પછી તે પુત્રને તેના પિતાના નામવાળી મુદ્રિકા પહેરાવી રત્નકંબલમાં વીંટીને તેણે સ્મશાનમાં મૂકી દીઘો, અને તેને કોણ લઈ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002174
Book TitleUpdeshprasad Part 5
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy