SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૩૦૩] સ્થિરતા ગુણ ૭૭ ઘુમાડા કાંઈ લાભ કરી શકતા નથી. જો કે અભેદ રત્નત્રયીનો પ્રાદુર્ભાવ થાય ત્યારે જ નિર્વિકલ્પ સમાધિ થાય છે, તો પણ આત્મસ્વરૂપમાં લીન થયેલા મનુષ્યને સંસાર સંબંઘી સંકલ્પવિકલ્પ તો થતાં જ નથી; તથા દ્રવ્યથી અને ભાવથી પ્રાણાતિપાતાદિક આસ્રવોથી પણ સર્યું, અર્થાત્ જેને સ્થિરતા રૂપ રત્નદીપક હોય તેને આસ્રવો કાંઈ પણ લાભ કરી શકતા નથી.’’ આત્મસમાધિમાં લીન થયેલાને આસ્રવો હોતા જ નથી; અસત્ સ્વરૂપથી ભ્રાન્તિ પામેલાને જ આસ્રવ પ્રાપ્ત થાય છે; તેની જ તેવી પરિણતિ થાય છે. જ્યારે આત્મસ્વરૂપનો બોધ પ્રાપ્ત થાય છે, ત્યારે પોતાની પરિણતિ આત્મકાર્ય કરવામાં જ વાપરે છે. પણ પરકાર્ય કરવામાં વાપરતા નથી. કર્તા, કર્મ વગેરે છયે કારકો પણ આત્મસ્વરૂપની મૂઢતાથી જ પરકાર્યમાં વ્યાપાર કરતા જણાય છે. વાસ્તવિક રીતે તે અશુદ્ધિ કરનારા જ છે. જ્યારે સ્વપરનો વિવેક કરીને “હું જુદો છું. હું પર વસ્તુનો કર્તા અથવા ભોક્તા નથી.” એ પ્રમાણે આત્મવિવેક પ્રાપ્ત થાય છે, ત્યારે ષટ્કારક રૂપ ચક્રને આત્મકાર્ય કરવામાં જ પ્રવર્તાવે છે. તે વખતે છ કારકોની પ્રવૃત્તિ આ પ્રમાણે થાય છે : “આત્મા (પોતાના) આત્માને આત્માએ કરીને આત્માને માટે (આત્મજ્ઞાન માટે) આત્માથી આત્મામાં જ પ્રવર્તાવે છે.’’ આ પ્રમાણે સ્વરૂપમાં સ્થિરતાવાળા મનુષ્યોને આસ્રવો હોતા નથી. અહીં સ્થિરતા ગુણ ઉપર તે ગુણયુક્ત રાજીમતીનો સંબંધ છે તે આ પ્રમાણે– રાજીમતીનું દૃષ્ટાંત દશ ધનુષ્યના દેહવાળા શ્રી નેમિનાથે કુમારાવસ્થામાં ત્રણસો વર્ષ નિર્ગમન કર્યું. અન્યદા બંધુઓના આગ્રહથી પદ્માવતી, ગૌરી, ગંધારી વગેરે કૃષ્ણની પટ્ટરાણીઓએ તથા બત્રીશ હજાર ગોપાંગનાઓએ જલક્રીડા સમયે હાવભાવના વાક્યોથી, કટાક્ષરૂપી બાણોથી અને પુષ્પના કંદુક (દડા) મારવાથી નેમિનાથને ખેદ પમાડી પરણવાની કબૂલાત માગી. નેમિનાથ મૌન ધારીને રહ્યા, તેથી કૃષ્ણની રાણીઓએ કૃષ્ણને કહ્યું કે ‘નેમિનાથે પાણિગ્રહણ કરવાનું માન્યું છે.' તે સાંભળીને હર્ષ પામેલા કૃષ્ણે સત્યભામાની નાની બહેન રાજીમતીને માટે તેના પિતા ઉગ્રસેન પાસે માગણી કરી. ઉગ્રસેને પણ રાજીમતી સાથે નેમિનાથનો વિવાહ કબૂલ કર્યો. પછી લગ્નને દિવસે યાદવોની સાથે રથમાં બેસીને નેમિનાથ ઉગ્રસેનના ઘર સમીપે આવ્યા. ત્યાં એક વાડામાં દૃઢ બંધનથી બાંધેલાં એવાં દીન પશુપક્ષીઓને કરુણસ્વરે રુદન કરતાં નેમિનાથે સાંભળ્યાં, તેથી તેમણે સારથિને પૂછ્યું કે ‘આ બિચારાઓને કેમ બાંધેલાં છે?’’ સારથિએ કહ્યું કે “આપના લગ્નપ્રસંગમાં સર્વ યાદવોને જમાડવા માટે આ પશુઓને બાંઘેલાં છે.’’ તે સાંભળી નેમિનાથ બોલ્યા કે– धिगनाराजकं विश्वं, धिगमी निःकृपा जनाः । यदेवमशरण्यानां, पशूनां कुर्वते वधं ॥ १ ॥ “આ સ્વામી વિનાના વિશ્વને ઘિક્કાર છે, અને આ નિર્દય માણસોને પણ ધિક્કાર છે કે જેઓ શરણરહિત એવા (નિરપરાધી) પશુઓનો વધ કરે છે.” પછી નેમિનાથના હુકમથી સારથિએ વાડામાંથી સર્વ જીવોને મુક્ત કરાવ્યા અને રથ પાછો વાળ્યો. તે જોઈ નેમિનાથના માતાપિતા વગેરે ખેદ પામીને નેમિનાથને કહેવા લાગ્યા કે ‘“હે વત્સ! આવા હર્ષને ઠેકાણે વિરસ કરવો યોગ્ય નથી.'' નેમિનાથ બોલ્યા કે હે માતાપિતા! મેં અહીં For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International
SR No.002174
Book TitleUpdeshprasad Part 5
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy