SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૩૧૯] માધ્યચ્ચ ગુણ ૧૨૫ ભાવાર્થ-“નારકીઓની પરમાઘાર્મિક ઉત્પન્ન કરેલી, પરસ્પરની કરેલી તથા ક્ષેત્રથી ઉત્પન્ન થયેલી વ્યથાનું સંપૂર્ણ વર્ણન કરવાને જ્ઞાનીઓ પણ સમર્થ નથી.” વળી अन्यद्वपुरिदं जीवाजीवश्चान्यः शरीरतः । નાનાપતિ જો વા, રોતિ મમતાં તની રા. ભાવાર્થ-“આ શરીર જીવથી ભિન્ન છે, અને આ જીવ શરીરથી જુદો છે. એમ જાણતા છતાં પણ કયો ડાહ્યો માણસ શરીર પર મમતા કરે?” દેહ એ પુદ્ગલનો પિંડ છે, અને તે અનિત્ય છે. જીવ અમૂર્ત અને અચળ (નિત્ય) છે. તે જીવ અનન્ત જ્ઞાન, દર્શન અને ચારિત્ર ઘર્મવાળો છે, ચૈતન્ય સ્વરૂપ છે, સ્વ (પોતાના) રૂપનો કર્તા છે, સ્વ-રૂપનો ભોક્તા છે, સ્વ-રૂપમાં જ રમણ કરનાર છે, ભવભ્રમણથી શ્રાન્ત થયેલો છે અને પૌદ્ગલિક પરભાવના કર્તુત્વાદિ ઘર્મથી રહિત છે.” ઇત્યાદિ વિવેક કરીને શુભ ભાવ ભાવતા સતા તે મુનિ તે મહા વ્યથાને સહન કરતા હતા. તે ડાંસોથી તેમના શરીરનું સઘળું લોહી શોષાઈ ગયું, તેથી તે જ રાત્રિએ તે મુનિ કાળ કરીને સ્વર્ગે ગયા. “આ પ્રમાણે વિવેક ગુણને હૃદયમાં ઘારણ કરવાથી શ્રમણભદ્ર મુનિ સ્વર્ગસુખને પામ્યા. તે જ પ્રમાણે બીજા પણ નિપુણ મુનિવરોએ આ જિનવચનને અંગીકાર કરવા.” વ્યાખ્યાન ૩૧૯ માધ્યચ્ચ ગુણ रागकारणसंप्राप्ते, न भवेद्रागयुग्मनः । द्वेषहेतौ न च द्वेष-स्तन्माध्यस्थ्यगुणः स्मृतः॥१॥ ભાવાર્થ-“રાગનું કારણ પ્રાપ્ત થયા છતાં પણ જેનું મન રાગયુક્ત થતું નથી, તેમજ દ્વેષનું કારણ પ્રાપ્ત થયા છતાં પણ જેના મનમાં દ્વેષ ઉત્પન્ન થતો નથી તે માધ્યચ્ચ ગુણ કહેવાય છે.” આ પ્રસંગ ઉપર કથા કહે છે અહભિત્રની કથા કોઈ એક નગરમાં અર્વદત્ત અને અહન્મિત્ર નામના બે ભાઈઓ રહેતા હતા. તેમાં અઈન્મિત્રનો આત્મા હમેશાં ઘર્મમાં પ્રીતિવાળો હતો. તે હમેશાં ગુરુમહારાજના મુખથી ઘર્મોપદેશ સાંભળતો હતો. એકદા શ્રી ગુરુએ વ્યાખ્યાનમાં માધ્યચ્ચ ગુણનું વર્ણન કર્યું. તે આ પ્રમાણે– स्थीयतामनुपालंभ, मध्यस्थेनान्तरात्मना । कुतर्ककर्करक्षेपै-स्त्यज्यतां बालचापलम् ॥१॥ ભાવાર્થ-“હે ભવ્ય પ્રાણીઓ! કુતર્કરૂપી કાંકરા નાંખવા વડે બાળ એટલે અજ્ઞ–એકાંત જ્ઞાનમાં રક્ત એવું જે ચાપલ્ય તે મૂકી દો; અર્થાત્ કુતર્ક કરીને વસ્તુસ્વરૂપની અપેક્ષારહિત વચનવાળી ચપળતાનો ત્યાગ કરો, અને મધ્યસ્થ એટલે રાગદ્વેષ રહિત એવા અત્તરાત્માએ (સાઘક આત્માએ) કરીને આત્મસ્વરૂપના ઘાતરૂપ ઉપાલંભ રહિત રહો.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002174
Book TitleUpdeshprasad Part 5
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy