SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૨૮૯] પાંચ અણુવ્રત સંબંધી પ્રાયશ્ચિત્ત ૧૭ યોગપટ્ટના આકારનું ચિહ્ન થયું. તલ, લાખું વગેરે ચિહ્નની જેમ તે ચિહ્ન જોઈને સર્વે માણસો વિસ્મય પામ્યા; કારણ કે આવું ચિહ્ન કોઈ વખત જોવામાં આવ્યું નહોતું, અને તેનું કારણ તો માત્ર જ્ઞાની જ જાણે તેમ હતું. અહીં તેના શિષ્યોને સંયમ અને તપના બળથી અનુક્રમે અવધિજ્ઞાન અને મનઃપર્યવજ્ઞાન ઉત્પન્ન થયાં. તે જ્ઞાનવડે ‘પોતાના ગુરુની શી ગતિ થઈ છે?, તે જોતાં મ્લેચ્છ કુળમાં તેમની ઉત્પત્તિ જાણીને તે શિષ્યો વિચારવા લાગ્યા કે,“અહો! ધનાદિક વિના માત્ર સ્વલ્પ મૂર્છા પણ આ પ્રમાણે વ્રતભંગના ફળને આપનારી થઈ પડી, એવી મૂર્છાને ધિક્કાર છે, તેમજ તેવી મૂર્છાની અનાલોચનાને પણ ધિક્કાર છે, પણ હવે આપણે તેમને સર્વજ્ઞ ધર્મ પમાડીને તેમનો ઉદ્ઘાર કરી પ્રત્યુપકાર કરવો જોઈએ. કહ્યું છે કે સ્થાનાંગ સૂત્રમાં પણ ‘“તિĒ લુડિયાર” ત્રણ વાનાનો પ્રતિકાર થઈ શકે નહીં, ઇત્યાદિ કહેલું છે. એમ વિચારીને તે શિષ્યો તુર્કીભાષા તથા અરબી શાસ્ત્ર ભણવા લાગ્યા. પછી મ્લેચ્છ લોકોમાં માન્ય થાય એવો વેષ ઘારણ કરીને અને પોતાનો યતિવેષ ગોપવીને તે દેશ તરફ તેઓએ વિહાર કર્યો. અનુક્રમે અનાર્ય દેશ આવ્યો, ત્યાં સર્વ સ્થાને નિર્દોષ આહારાદિક મળશે નહીં, એમ જાણીને તે સર્વેએ માસક્ષપણ વગેરે તપ અંગીકાર કર્યું. પછી જ્યાં પોતાના ગુરુ ઉત્પન્ન થયા હતા ત્યાં આવ્યા, અને કુરાનમાં જે જે નિર્દોષ વિષયો હતા તેનું આલંબન કરીને વૈરાગ્યની યુક્તિથી ઉપદેશ કરવા લાગ્યા, તેથી તેઓ ઘણા લોકોની સ્તુતિને યોગ્ય થયા. અનેક જનોનાં મુખથી તેમની પ્રશંસા સાંભળીને તે રાજપુત્ર પણ તેમની પાસે આવવા લાગ્યો. તે સાધુઓની વાણી સાંભળીને રાજપુત્રને ઘણો હર્ષ થયો. તે કોઈ કોઈ વાર એકલો જ ત્યાં આવતો, અને કોઈ કોઈ વાર ૫રિવાર સહિત આવતો. મુનિઓ પણ એકાંતમાં તે રાજપુત્રને પોતાનો સાધુવેશ દેખાડતા હતા. એકદા સાધુઓની ક્રિયા, વેષ, યોગપટ્ટરૂપી નિશાની, મુનિનાં વાક્ય અને પોતાના પૂર્વભવનો વૃત્તાંત સાંભળીને તેને જાતિસ્મરણ થયું; એટલે તેણે વિચાર્યું કે,‘અહો! મને ધિક્કાર છે કે મેં યોગપટ્ટ સંબંધી પ્રાયશ્ચિત્ત લીધું નહીં. તેથી હું ત્રણ રત્નો (સમકિત, જ્ઞાન ને ચારિત્ર) હારી ગયો અને માત્ર યોગપટ્ટની મૂર્છાથી પરમાત્માના ધર્મથી વ્યતિરિક્ત હીન જાતિમાં ઉત્પન્ન થયો. આ સર્વે મારા શિષ્યો છે, તેટઓએ મારા પર ઘણો ઉપકાર કર્યો છે; કેમકે તેઓ આહારાદિકનો પણ ત્યાગ કરીને મારે માટે નિઃસ્પૃહપણે આવું ઉગ્ર તપ કરે છે. તેમને અહીં આવ્યા ઘણા દિવસો થઈ ગયા છે માટે દેહના આધારભૂત આહારાદિક વિના તેઓ કેમ રહી શકશે? માટે હું જલદીથી મારા સ્વજનોને છેતરીને એમની સાથે જઈ આર્ય દેશની સીમાએ પહોંચીને દીક્ષા ગ્રહણ કરું.’' પછી અવસર જોઈને રાજપુત્રે તે શિષ્યો સાથે આર્ય દેશમાં આવી દીક્ષા લઈને પોતાનો જન્મ સફળ કર્યો. ‘નાના છિદ્રવાળી નાવ પણ જેમ સમુદ્રમાં ડૂબી જાય છે, તેમ અલ્પ મૂર્છાથી પણ સૂરિ અનાર્ય દેશમાં ઉત્પન્ન થયા; માટે સર્વ ભવ્ય જીવોએ પાપની શુદ્ધિ માટે આલોચના અવશ્ય લેવી.’ ૧.પ્રત્યુપકાર Jain Eduભાગ ૫-૨ समकितदायक गुरुतणो, पच्चुवयार न थाय । भव कोडाकोडे करी, करतां सर्व उपाय ॥ १ ॥ al For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002174
Book TitleUpdeshprasad Part 5
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy