SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૬ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૫ [સ્તંભ ૨૪ વ્યાખ્યાન ૩૪૯ બીજા પ્રત્યેકબુદ્ધ-દ્વિમુખ अथ प्रत्येकबुद्धस्य, बुद्धस्येन्द्रध्वजेक्षणात् । राज्ञो द्विमुखसंज्ञस्य, ज्ञातं वक्ष्यामि तद्यथा ॥२॥ ભાવાર્થ-“હવે ઇન્દ્રધ્વજા જોવાથી બોધ પામેલા (બીજા) પ્રત્યેકબુદ્ધ દ્વિમુખ નામના રાજાનું ચરિત્ર કહીએ છીએ.” દ્વિમુખ રાજાની કથા કાંપિલ્યપુરમાં હરિવંશી યવ નામે રાજા રાજ્ય કરતો હતો. તેને ગુણમાલા નામની રાણી હતી. એકદા સભામાં બેઠેલા રાજાએ દેશાંતરથી આવેલા દૂતને પૂછ્યું કે “હે દૂત! બીજા રાજ્યમાં છે એવું મારા રાજ્યમાં શું નથી?” દૂતે કહ્યું કે “હે દેવ! આપના રાજ્યમાં એક ચિત્રસભા નથી.” તે સાંભળીને રાજાએ ચિત્રકારોને તથા સુતારોને બોલાવીને કહ્યું કે “મારે માટે એક ચિત્રસભા તાકીદે તૈયાર કરો.” તેઓએ રાજાની આજ્ઞાથી શુભ સમયે સભાનું ખાતમુહૂર્ત કરીને પાયો ખોદવાનો આરંભ કર્યો. ખોદતાં ખોદતાં પાંચમે દિવસે પૃથ્વીના તળમાંથી કાંતિ વડે અત્યંત દેદીપ્યમાન એક મુકુટ પ્રગટ થયો. તે રત્નમય મુકુટ જોઈને હર્ષ પામેલા રાજાએ સર્વ કારીગરોને વસ્ત્રાદિકની પહેરામણી કરીને ખુશી કર્યા. અનુક્રમે કારીગરોએ સુશોભિત પૂતળીઓ વગેરેથી શોભાયમાન દેવસભાના જેવી સભા તૈયાર કરી. પછી શુભ દિવસે રાજા પેલો દિવ્ય મુકુટ ઘારણ કરીને તે નવી સભામાં બેઠો. તે વખતે નવરત્નવાળા હારના પ્રભાવથી જેમ રાવણના દશ મસ્તક દેખાતા હતા, તેમ તે મુકુટના પ્રભાવથી રાજાના મુખ બે દેખાવા લાગ્યા; તેથી લોકમાં તે રાજાનું દ્વિમુખ એવું નામ પ્રસિદ્ધ થયું. તે રાજાને અનુક્રમે સાત પુત્રો થયા, પણ એકે પુત્રી થઈ નહીં. તેથી કોઈ યક્ષની આરાઘના કરીને તેણે એક પુત્રી માગી. તેના પ્રભાવથી મદનમંજરી નામની ગુણવાન અને રૂપવાન એક પુત્રી થઈ. એકદા ઉજ્જયિનીના રાજાએ દૂતના મુખથી સાંભળ્યું કે “કાંડિલ્યપુરના રાજાને મુકુટના પ્રભાવથી બે મુખ થયાં છે. તે સાંભળીને લોભથી ચંડપ્રદ્યોત રાજાએ તે મુકુટને માટે એક ચતુર દૂતને તેની પાસે મોકલ્યો. તે દૂત દ્વિમુખ રાજા પાસે આવી તેને નમીને બાલ્યો કે “તમારા મસ્તક પર રહેલા મુકુટરત્નને અમારા રાજા માટે સત્વર આપો, નહીં તો યુદ્ધ કરવા માટે તૈયાર થાઓ.” તે સાંભળીને દ્વિમુખ રાજા બોલ્યો કે “જો તારો રાજા મને ચાર વસ્તુઓ આપે તો હું આ મુકુટરત્ન આપું. તે ચાર વસ્તુ આ પ્રમાણે :- અનલગિરિ નામનો ગંધહસ્તી, અગ્નિભીરુ રથ, શિવા નામની પદ્મિની રાણી અને લોહજંઘ નામનો દૂત.” તે સાંભળીને દૂતે જઈને ચંડપ્રદ્યોત રાજાને તે વૃત્તાંત કહ્યું; તેથી કોપાગ્નિથી પ્રજ્વલિત થયેલા પ્રદ્યોતરાજાએ તરત જ પ્રયાણભેરી વગડાવી અને સૈન્ય સહિત તે અવંતિ (પાંચાળ) દેશ તરફ ચાલ્યો. તેના સૈન્યમાં બે લાખ હાથીઓ, પચાસ હજાર અશ્વો, બે હજાર અશ્વરથો અને શત્રુને વિપત્તિ આપનારા સાત કરોડપત્તિઓ (પાયદળ) હતા. દ્વિમુખ રાજા પણ ચરના મુખથી પ્રદ્યોતને આવતો સાંભળી સૈન્ય સહિત સન્મુખ ચાલ્યો. બે સૈન્ય એકઠા મળ્યા એટલે પ્રદ્યોતે પોતાના સૈન્યમાં અતિ દુર્ભેદ્ય ગરુડબૂહ રચ્યો અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002174
Book TitleUpdeshprasad Part 5
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy