SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૦ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૫ [તંભ ૨૩ અને બીજા લોકોથી જાણી શકાય તેવું નહીં છતાં આત્મગુણની એકતારૂપ હોવાથી અત્યંતર તપ કરવાની આવશ્યકતા છે. આ પ્રસંગ ઉપર નંદન ઋષિનો સંબંઘ છે તે આ પ્રમાણે નંદન ઋષિની કથા આ ભરતક્ષેત્રમાં છત્રિકા નામની નગરીમાં જિતશત્રુ નામે રાજા રાજ્ય કરતો હતો. તેની ભદ્રા નામની પટ્ટરાણીએ નંદન નામના પુત્રને જન્મ આપ્યો હતો. તે કુમાર અનુક્રમે યુવાવસ્થા પામ્યો, એટલે તેને પિતાનું રાજ્ય મળ્યું. રાજ્યનું પાલન કરતાં તે નંદનરાજાને જન્મથી આરંભીને ચોવીશ લાખ વર્ષ વ્યતીત થયાં. એકદા પોટ્ટિલ નામના આચાર્ય વિહારના ક્રમથી તે નગરીમાં સમવસર્યા. તેમને વંદન કરવા માટે નંદન રાજા ઉદ્યાનમાં ગયા. ત્યાં ગુરુને વિધિપૂર્વક વંદના કરી ઘર્મશ્રવણ કરવા બેઠા. ગુરુએ આ પ્રમાણે ઉપદેશ આપ્યો કે ज्ञानमेव बुधाः प्राहुः, कर्मणां तापनात्तपः । तदाभ्यन्तरमेवेष्टं, बाह्यं तदुपबृंहकम् ॥१॥ ભાવાર્થ-“આત્મપ્રદેશની સાથે સંશ્લિષ્ટ થઈને રહેલાં કર્મોને તપાવવાથી સૂક્ષ્મ જ્ઞાનને જ પંડિત પુરુષો તપ કહે છે. તેમાં પ્રાયશ્ચિત્તાદિક અત્યંતર એવું તપ ઇષ્ટ છે, અને અનશનાદિક બાહ્ય તપ તે અત્યંતર તપને વૃદ્ધિ પમાડનાર છે, એટલે દ્રવ્યતપ ભાવતપનું કારણ છે, તેથી બાહ્યતા પણ ઇષ્ટ છે.” तदेव हि तपः कार्य, दुर्ध्यानं यत्र नो भवेत् । યેન યો ન હોયને, ક્ષીયન્ને નેન્દ્રિયાળિ વારા. ભાવાર્થ-“જે તપ કરવાથી દુર્બાન ન થાય, મન, વચન અને કાયાના યોગની હાનિ ન થાય તથા ઇંદ્રિયો ક્ષીણ ન થાય તેવું જ તપ કરવું.” ઇત્યાદિ ઘર્મદેશના સાંભળીને પ્રતિબોઘ પામેલા નંદનરાજાએ વૈરાગ્યથી પોટ્ટિલાચાર્ય પાસે દીક્ષા લીધી. નિરંતર માસક્ષપણે કરીને ચારિત્રના ગુણને વૃદ્ધિ પમાડનારા તે નંદન મુનિ ગુરુ સાથે ગ્રામાદિકમાં વિહાર કરવા લાગ્યા. તે મુનિએ બે અશુભ ધ્યાન (આર્ત-રૌદ્ર) નો ત્યાગ કર્યો હતો, સર્વદા ત્રણ દંડ, ત્રણ ગારવ અને ત્રણ શલ્યથી રહિત હતા. તેમના ચાર કષાય ક્ષીણ થયા હતા, ચાર સંજ્ઞાનો ત્યાગ કર્યો હતો, તે ચાર પ્રકારની વિકથાથી વિમુક્ત હતા, ચાર પ્રકારના ઘર્મમાં આસક્ત હતા તથા ચાર પ્રકારના ઉપસર્ગોથી તેમનો ઘર્મઉદ્યમ સ્કૂલના પામતો નહોતો. તે મુનિ પંચ મહાવ્રતનું ઘામ હતા, પાંચ પ્રકારના સ્વાધ્યાયનું સ્થાન હતા, નિરંતર પાંચ સમિતિને ઘારણ કરતા હતા અને દુઃસહ પરિષહોની પરંપરાને સહન કરતા હતા. આ પ્રમાણે નિઃસ્પૃહ એવા તે નંદનમુનિએ એક લાખ વર્ષ સુધી તપ કર્યું. તેમાં તેણે અગિયાર લાખ ને એંશી હજાર માસક્ષપણ કર્યા, તેમજ તે જ ભવમાં અદ્ધભક્તિ વગેરે વિશ સ્થાનકોના આરાઘન વડે તે મહાતપસ્વીએ દુઃખે મેળવી શકાય તેવું તીર્થકર નામકર્મ ઉપાર્જન કર્યું. મૂળથી જ અતિચારરૂપ કલંકરહિત ચારિત્રનું પાલન કરીને આયુષ્યના અંત સમયે તેમણે નીચે પ્રમાણે આરાધના કરી. “અવ્યવહાર રાશિમાં અનંત જંતુઓ સાથે અથડાવાથી જે અકામ નિર્જરા વડે મારું કર્મ કપાયું તે પીડાની પણ હું અનુમોદના કરું છું. જિનેશ્વરની પ્રતિમા, ચૈત્ય, કલશ અને મુકુટ વગેરેમાં જે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002174
Book TitleUpdeshprasad Part 5
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy