SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૨ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૫ [સ્તંભ ૨૨ અધિકરણરૂપ એવા આ શરીરના શા સંસ્કાર કરવા? માટે તેના શરીરના) સંસ્કારનું નિવારણ કરીને આત્મસ્વરૂપમાં આત્માનું જ પવિત્રપણું કરવું યોગ્ય છે. કહ્યું છે કે यः स्नात्वा समताकुंडे, हित्वा कश्मलजं मलम् । पुनर्न याति मालिन्यं, सोऽन्तरात्मा परः शुचिः॥१॥ ભાવાર્થ-“જે સમતારૂપ કુંડમાં સ્નાન કરીને પાપથી ઉત્પન્ન થયેલા મળનો ત્યાગ કરી ફરીથી મલિન થતો નથી તે અત્તરાત્મા પરમ શુચિ જાણવો.” સમુદ્રદત્ત શ્રી વીરસ્વામીના પ્રસાદથી આવા પ્રકારના ઘર્મનો જાણકાર અને તેમાં પ્રવીણ હતો. તે એકદા સમુદ્ર રસ્તે વહાણમાં બેસીને વ્યાપાર કરતો પિઠંડપુર આવ્યો. તે પુરમાં રહેનારા કોઈ વણિકે તેને પોતાની પુત્રી પરણાવી. તે સ્ત્રી ગર્ભવતી થઈ. પછી તેને લઈને સમુદ્રદત્ત પોતાના દેશ તરફ ચાલ્યો. માર્ગમાં વહાણમાં જ તે સ્ત્રીએ પુત્ર પ્રસવ્યો, તેનું નામ તેણે સમુદ્રપાળ પાડ્યું. અનુક્રમે તે શ્રેષ્ઠી ક્ષેમકુશળે પોતાને ઘેર આવી પહોંચ્યો. તે પુત્ર યુવાવસ્થા પામ્યો, એટલે માતાપિતાએ તેને રૂપવતી કન્યા પરણાવી. તેની સાથે વિષયસુખ અનુભવતો તે દિવસો નિર્ગમન કરવા લાગ્યો. એકદા તે ગામની શોભા જોવા માટે ગવાક્ષમાં બેઠો હતો, તેવામાં તેણે રક્તચંદનનું વિલેપન કરેલો, રાતા કણેરની માળા પહેરાવેલો અને વઘસ્થાન તરફ લઈ જવાતો એક વધ્ય પુરુષ જોયો. તેને જોઈને તે બોલ્યો કે “અહો! અશુભ કર્મનો કેવો માઠો વિપાક પ્રાણી અનુભવે છે? જુઓ! આ બિચારો આવી રીતે વધસ્થાન તરફ લઈ જવાય છે.” ઇત્યાદિ વિચાર કરતાં તેને પ્રતિબોઘ થયો. તેથી તેણે વિચાર્યું કે अविद्यातिमिरध्वंसे, दृशा विद्याञ्जनस्पृशा । पश्यन्ति परमात्मान-मात्मन्येव हि योगिनः॥१॥ ભાવાર્થ-“યોગીઓ અવિદ્યારૂપ અંઘકારનો નાશ થવાથી વિદ્યારૂપી અંજનથી લિપ્ત થયેલી દ્રષ્ટિ વડે આત્માને વિષે જ પરમાત્માને જુએ છે. પચ્ચક્રના વાયુને રૂંઘીને સમાધિ દશામાં રહેલા યોગીઓ આત્માને વિષે જ સમસ્ત કર્મકાળની વિટંબણાથી રહિત અને ઉત્કૃષ્ટપણે પ્રાપ્ત થયેલ સિદ્ધસ્વરૂપવાળા પરમાત્માને તત્ત્વબુદ્ધિરૂપ અંજનથી વ્યાપ્ત એવી દ્રષ્ટિ વડે અયથાર્થ ઉપયોગરૂપ અંઘકારનો નાશ થવાથી સમ્યગૂ દ્રષ્ટિપણાને લીધે જુએ છે.” | ઇત્યાદિ શુભ ધ્યાનમાં આરૂઢ થયેલા સમુદ્રપાળે માતાપિતાની આજ્ઞા લઈને દીક્ષા ગ્રહણ કરી. શ્રી ઉત્તરાધ્યયનમાં કહ્યું છે કે “મહાક્લેશ આપનાર એવા સર્વ સંગનો ત્યાગ કરીને તથા ક્લેશદાયક અને મહાભયનું કારણ એવા મોહનો ત્યાગ કરીને ઘર્મની રુચિવાળા પુરુષે પાંચ મહાવ્રત અને શીલનું પરિપાલન કરવું તથા પરિષહ સહેવા.” પરંતુ માત્ર વ્રતનો સ્વીકાર કરીને જ રહેવું નહીં, તેનું અપ્રમત્તપણે પરિપાલન કરવું, તેમજ કાળને ઉચિત એવી પ્રત્યુપેક્ષણા (પડિલેહણા) વગેરે ક્રિયાઓ કરીને દેશમાં તથા ગામમાં, જેવી રીતે સંયમની હાનિ ન થાય તેવી રીતે વિહાર કરવો. વળી કોઈ પણ ઇષ્ટ વસ્તુ જોઈને તેના અભિલાષી થવું નહીં, અને સ્ત્રી, પશુ, પંડગ વગેરેથી રહિત એવા ઉપાશ્રયનું સેવન કરવું. તેવી રીતે આચરણ કરવાથી તે કેવો થાય? તે વિષે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002174
Book TitleUpdeshprasad Part 5
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy