SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૩૧૭] વિદ્યા અવિદ્યા ૧૨૧ વ્યાખ્યાન ૩૧૭ વિધા અવિધા यः पश्येन्नित्यमात्मानं, सा विद्या परमा मता । अनात्मसु ममत्वं य-दविद्या सा निगद्यते ॥१॥ ભાવાર્થ-“જે નિરંતર આત્માને જ જુએ છે તે શ્રેષ્ઠ વિદ્યા માનેલી છે, અને આત્માથી વ્યતિરિક્ત પદાર્થને વિષે જે મમતા તે અવિદ્યા કહેલી છે.” આત્માથી વ્યતિરિક્ત પુગલોને વિષે મમતા એટલે આ શરીર મારું છે, હું શરીરરૂપ જ છું” એવી રીતે જે માનવું તે અવિદ્યા એટલે ભ્રાંતિ જ છે. આ અર્થને યથાર્થ અવઘારણ કરવા માટે સમુદ્રપાળનો સંબંઘ જાણવા યોગ્ય છે તે આ પ્રમાણે સમદ્રપાળની કથા ચંપાનગરીમાં સમુદ્રદત્ત નામે એક શ્રેષ્ઠી રહેતો હતો. તે શ્રી વીરસ્વામીની દેશના સાંભળીને પ્રતિબોઘ પામ્યો હતો, તેથી તે શ્રાવકઘર્મ પાળતો હતો, અને નિગ્રંથપ્રવચનપ્રવીણ હતો. નિગ્રંથપ્રવચનમાં કહ્યું છે કે तरंगतरलां लक्ष्मी-मायुर्वायुवदस्थिरम् । __ अदभ्रधीरनुध्याये-दभ्रवद् भंगुरं वपुः॥१॥ ભાવાર્થ-“નિર્મળ બુદ્ધિવાળા (પુષ્ટબુદ્ધિવાળા) માણસ તરંગના જેવી ચંચળ લક્ષ્મીનું, વાયુના જેવા અસ્થિર આયુષ્યનું અને વાદળાના જેવા ક્ષણભંગુર શરીરનું ચિંતવન કરે છે.” અર્થાત્ લક્ષ્મી, આયુ અને શરીરને તે તે પદાર્થોની જેમ અસ્થિર માને છે, તેમાં સ્થિરપણાની બુદ્ધિ રાખતા નથી. લક્ષ્મીને તરંગ જેવી ચપળ માને છે, આયુષ્યને પ્રતિસમય વિનશ્વર અનેક વિધ્રોપયુક્ત માને છે, અને શરીરને વાદળાની જેમ ભંગુર-ભંગ થવાના શીળવાળું માને છે. વળી शुचीन्यप्यशुचीकर्तुं, समर्थेऽशुचिसंभवे । હે નતાવિના શૌચું, ઝનો મૂઠી વારો. ભાવાર્થ-“કર્પરાદિક પવિત્ર પદાર્થોને પણ અપવિત્ર કરવાને સમર્થ તથા રક્ત અને વીર્યરૂપ અપવિત્ર પદાર્થથી ઉત્પન્ન થયેલા એવા આ શરીરને વિષે જળાદિક વડે જે શૌચવિધિ માનવો તે મૂર્ખ માણસનો મોટો ભ્રમ છે.” અર્થાત્ ઇંદ્રિયોના આયતનભૂત શરીરમાં જળમૃત્તિકાના સંયોગ વડે શ્રોત્રિયાદિકની જેમ પવિત્ર થવાનું માનવું તે ભયકારી છે; કારણ કે આ શરીર તો કરાદિ સુગંધવાળા અને શુચિ પદાર્થોને પણ અશુચિ (અપવિત્ર) કરવાને સમર્થ છે. દેહના સંગથી બાવનાચંદનાદિકનું વિલેપન પણ અશુચિ થઈ જાય છે. તેની ઉત્પત્તિના સંબંઘમાં પણ કહ્યું છે– सुक्कं पिउणो माउए सोणियं, तदुभयं पि संसद्धं । तप्पढमाए जीवो, आहारे तत्थ उप्पन्नो ॥३॥ ભાવાર્થ-પિતાનું શુક્ર (વીર્ય) અને માતાનું રુધિર એ એના મિશ્રણમાં પ્રથમ તેનો જ આહાર લેતો સતો જીવ ઉત્પન્ન થાય છે.” એટલા માટે અસ્થિર, અપવિત્ર, ઉપાધિયુક્ત, નવાં કર્મબંઘનમાં કારણભૂત અને દ્રવ્યભાવ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002174
Book TitleUpdeshprasad Part 5
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy