SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૮ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૫ [તંભ ૨૪ મુનિએ ઊંચું જોયું. તેને તત્કાળ નમન કરીને ચેલણાએ પ્રથમ બે આંગળીઓ અને પછી ત્રણ આંગળીઓ દેખાડી. તે જોઈને મુનિએ એક આંગળી દેખાડી. આ સંકેતનું તાત્પર્ય એ છે કે–રાણીએ આંગળીની સંજ્ઞાથી ગુરુને પૂછ્યું કે “તમારે બે જ્ઞાન છે કે ત્રણ?” તેના જવાબમાં મુનિએ એક આંગળી બતાવી, એટલે “ત્રણ ઉપરાંત એક જ્ઞાન વઘારે છે અર્થાત્ ચાર જ્ઞાન છે.' એમ સાધુએ બતાવ્યું; તેથી રાણીએ હર્ષ પામીને ફરીથી કીટ્ટા વંદન કર્યું. પછી મુનિ રાજાની પાકશાળામાં ગયા. રાજા બહુમાનથી મુનિને તે બાળકના માંસવાળું ભોજન વહોરાવવા લાગ્યો, એટલે મુનિએ જ્ઞાનવૃષ્ટિથી તે ભોજન અભક્ષ્ય અને અયોગ્ય જાણીને રાજાને કહ્યું કે “હે રાજ! આ ભોજન અમારે યોગ્ય નથી. અમે મુનિઓ નિર્દોષ આહાર ગ્રહણ કરીએ છીએ.” રાજાએ કહ્યું કે “હે પૂજ્ય! આ આહાર શી રીતે દૂષિત છે? રાજાને ઘેર નીપજેલો હોવાથી તે શુદ્ધ જ છે; જો કદાચ દૂષિત હોય તો તેનો દોષ પ્રગટ કરો.” ત્યારે મુનિ બોલ્યા કે “હે રાજ! તમે કરાવેલું કામ તમે પોતે પ્રત્યક્ષ જાણો છો, છતાં શા માટે કપટ કરો છો? તમને એ યોગ્ય નથી. મુનિઓને તો અચિત્ત આહાર પણ જો દોષવાળો હોય તો તે કલ્પતો નથી; તો પછી નિરંતર જેમાં જીવો ઉત્પન્ન થાય તેવો બાળકના માંસથી બનેલો આહાર તો તેને શી રીતે કલ્પે?” આ પ્રમાણે મુનિનાં વચન સાંભળીને સંપૂર્ણ વિશ્વાસ આવવાથી રાજાએ તે જ્ઞાની મુનિને વંદન કરીને કહ્યું કે “હે પૂજ્ય! તમારું જ્ઞાન, તમારો ઘર્મ અને તમારી સર્વ ક્રિયાઓ સત્ય છે.” ઇત્યાદિ જૈનધર્મની પ્રશંસા કરીને હર્ષથી સમ્યત્વ સન્મુખ થયેલો રાજા ચલણા પાસે આવીને બોલ્યો કે “હે પ્રિયે! તારા ગુરુ પરમ જ્ઞાની છે. મેં આજે તેની પરીક્ષા કરી.” એમ કહીને ચેલણાના પૂછવાથી રાજાએ સર્વ વૃત્તાંત કહી સંભળાવ્યો. તે સાંભળીને ચેલણા બોલી કે “હે સ્વામી! એવા નિઃસ્પૃહ જ્ઞાનીનો અંત ન લેવો; કેમકે તે મુનિઓ બૌદ્ધના સાધુ જેવા નથી. બૌદ્ધાચાર્ય તો ભોજનમાં આવેલા સૂક્ષ્મ ચર્મના ખંડોને ખાતી વેળાએ મુખાદિકના સ્પર્શથી પણ જાણી શક્યા નહીં.” પછી રાજાએ તે વાતનું સ્વરૂપ પૂછ્યું. ત્યારે રાણીએ બધી વાત ખરેખરી કહી દીધી. આ રીતે અનેક યુક્તિથી રાણીએ બોઘ કરીને રાજાને જૈનઘર્મમાં રસિક બનાવ્યો. પછી અનુક્રમે શ્રી મહાવીરસ્વામીની દેશના વગેરેથી શ્રેણિક રાજા જૈનધર્મમાં સ્થિર થયો.. આ દૃષ્ટાંત જેવું સાંભળવામાં આવ્યું તેવું જ લખી દીધું છે. “આ શ્રેણિક રાજાની કથા સાંભળીને જૈનઘર્મના તત્ત્વને જાણનાર માણસોએ બૌદ્ધ, શાક્ય, વેદાંતી અને કણાદાદિક એકાંતવાદીના કુઘર્મનો ત્યાગ કરવો.” વ્યાખ્યાન ૩પપ તીર્થસ્તવના शत्रुजयादितीर्थानां, प्रत्यूषे समयेऽनिशम् । विदध्यात् स्तवनां जंतुः, सर्वाघौघप्रणाशिनीम् ॥१॥ ભાવાર્થ-“હમેશાં પ્રાતઃકાળે દરેક પ્રાણીએ સર્વ પાપના સમૂહને નાશ કરનારી શત્રુંજયાદિક તીર્થોની સ્તુતિ કરવી.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002174
Book TitleUpdeshprasad Part 5
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy