SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૪ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૫ [સ્તંભ ૨૨ પણ આ આચાર્યની આવી ઉન્નતિ જોઈને ઈર્ષાવાળા થયા; પરંતુ પૂર્વે પરાભવ પામેલા હોવાથી ફરીથી પોતાના મહત્ત્વની હાનિ થવાનો ભય ઘરાવતા હતા, તેથી પ્રથમ તે આચાર્યનું શાસ્ત્રપરિક્ષાન કેવું છે? તેની પરીક્ષા કરવા માટે પોતાને અનુકૂળ એવા એક શ્રાવકને કેટલાક પ્રશ્ન શીખવીને તેમની પાસે મોકલ્યો. તે શ્રાવક હમેશાં આચાર્ય પાસે જઈને વિધિપૂર્વક તેની સેવા કરવા લાગ્યો. એકદા તેણે સૂરિને પ્રશ્ન કર્યો કે “હે ગુરુ! પુદ્ગલને કેટલી ઇંદ્રિય હોય?' તે સાંભળી તત્ત્વદૃષ્ટિરહિત સૂરિએ ચિરકાળ સુધી વિચાર કર્યો, તેવામાં પૂર્વે કોઈ વખત સાંભળેલું તેને યાદ આવ્યું કે ‘‘પુદ્ગલ એક સમયમાં લોકાંત સુધી જઈ શકે છે.’’ આવું સ્મરણ થવાથી સૂરિએ વિચાર્યું કે “પંચેન્દ્રિય વિના આટલી બધી શક્તિ ક્યાંથી હોય?’' એમ હૃદયમાં નિશ્ચય કરીને તેણે જવાબ આપ્યો કે ‘“હે ભાઈ! પુદ્ગલને પાંચ ઇંદ્રિયો હોય છે.’’ આ જવાબ તે શ્રાવકે પેલા પરવાદીઓને કહ્યો, એટલે તેઓએ ધાર્યું કે “આ સૂરિને પોતાના શાસ્ત્રનું પણ રિજ્ઞાન નથી, તો પછી પરધર્મના શાસ્ત્રનું પરિજ્ઞાન તો ક્યાંથી જ હશે?’’ એમ વિચારી સૂરિના જ્ઞાનના પારને જાણનારા તે વાદીઓએ રાજસભામાં તેમને બોલાવીને વાદ કરીને તેમનો પરાજય કર્યો; તેથી ઘણા લોકો જૈન ધર્મથી ભ્રષ્ટ થયા. તે જોઈ સંઘે મળીને સૂરિને ત્યાંથી ઘણે દૂર વિહાર કરાવ્યો. આવા તત્ત્વજ્ઞાનરહિત આચાર્યો ગ્રામ, આરામ, ઉપાશ્રય, શ્રાવક અને સંઘ વગેરેમાં આસક્ત થઈને ઉપદેશ આપતા સતા પણ તેવા પ્રકારનું શુદ્ધ જ્ઞાન ન હોવાથી ઉત્સૂત્ર પ્રરૂપણા કરે છે, અને તેથી કરીને તેઓ પોતાના આશ્રિતોને તારવાને બદલે ઊલટા ભવસાગરમાં ડુબાવે છે. કહ્યું છે કે— जंजय अगीयत्थो, जं च अगीयत्थनिस्सिओ होइ । वढावे य ગચ્છ, હોડ શા अणंतसंसारिओ ભાવાર્થ-‘જે પોતે અગીતાર્થ હોય તથા જે અગીતાર્થની નિશ્રાવાળા હોય તે ગચ્છની વૃદ્ધિ કરતા સતા અનંતસંસારી થાય છે.'' માટે તત્ત્વદૃષ્ટિવિકળ અને અબહુશ્રુતે ધર્મદેશના આપવી યોગ્ય નથી. ‘જેઓએ શુભ એવી તત્ત્વવિચારવૃષ્ટિ પ્રાપ્ત કરેલી છે તેઓ વિભાવ (પુદ્ગલાદિક) વસ્તુઓને વિષે રાગ કરતા નથી, અને ઉપવનમાં કે ઉપાશ્રયમાં મોહ પામતા નથી. આવા સાધુઓ જ પૃથ્વી પર તત્ત્વદૃષ્ટિવાળા થાય છે.’’ આ પ્રબંધ ઉપયોગી હોવાથી ફરીને લખવામાં આવ્યો છે. વ્યાખ્યાન ૩૨૩ સંપત્તિની ક્ષણભંગુરતા संपत्स्वस्थिरतां જ્ઞાવા, पुत्रदाराहयादिषु । भूमिपालः प्रबुधो द्राक्, शास्त्रज्ञोक्तसुभाषितैः ॥१॥ ભાવાર્થ-‘શાસ્ત્રજ્ઞ પંડિતે કહેલા સુભાષિત વડે પુત્ર, સ્ત્રી અને અશ્વાદિક સંપત્તિમાં અસ્થિરતા જાણીને ભૂમિપાળ નામનો રાજા તત્કાળ પ્રતિબોધ પામ્યો.'' આ અર્થનું સમર્થન કરવા માટે તે રાજાનું દૃષ્ટાંત કહે છે— Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002174
Book TitleUpdeshprasad Part 5
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy