SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૨૯૪] તપાચારનો નવમો ભેદ–વૈયાવૃત્ય ૪૧ અમારા ગુરુ શીલાકર નામના આચાર્ય પધાર્યા છે, તે સર્વ જાણે છે.” તે સાંભળીને ઘની આચાર્ય મહારાજ પાસે ગઈ, અને વંદના કરીને તેને પણ પ્રથમની જેમ સૌભાગ્યમંત્રાદિ માટે પૂછ્યું. આચાર્ય બોલ્યા કે तिलुक्कवसीकरणो, समत्तमणचिंतिअथ्थसंजणणो । जिणपन्नत्तो धम्मो, मंतो ते चेव न हु अन्नो॥१॥ जेहिं विहिओ न धम्मो, पुव्वं ते एथ्थ दुथ्थिया जीवा । વિંt પર વારિÉ, ચિંતારવિ સંપ ારા ભાવાર્થ-“ત્રણે લોકને વશ કરનાર અને સમગ્ર મનચિંતિત પદાર્થને આપનાર એવો એક જિનેશ્વરકથિત ઘર્મરૂપી મંત્ર જ શ્રેષ્ઠ છે; બીજો કોઈ મંત્ર તેવો નથી. જેણે પૂર્વ જન્મમાં ઘર્મનું અનુષ્ઠાન કર્યું નથી તેઓ જ આ જન્મમાં દુઃખી થાય છે; બાકી જેને ચિંતામણિ રત્ન પ્રાપ્ત થયું હોય તેની પાસે શું દારિય રહી શકે?” તે સાંભળીને ગોવર્ધન શેઠે પૂછ્યું કે, “હે ગુરુ! આ મારી પુત્રીએ પૂર્વ જન્મમાં કેવું પાપકર્મ કર્યું છે કે જેથી આ ભવમાં આવા દુર્ભાગ્યથી કલંક્તિ થઈ?” આચાર્ય બોલ્યા કે, “આ તારી પુત્રીએ પ્રથમ રોહિણીના ભવમાં ગુરુની અવજ્ઞા કરી હતી, તેથી અસંખ્ય જન્મમાં અનેક દુઃખો અનુભવીને આ ભવે તારી પુત્રી થઈ છે. પૂર્વભવનું કર્મ ભોગવવું કાંઈક બાકી રહ્યું છે, તેથી આ જન્મમાં પણ તેને આવું દુર્ભાગ્ય પ્રાપ્ત થયું છે.” આ પ્રમાણે સાંભળતાં જ ઘનીને જાતિસ્મરણજ્ઞાન પ્રાપ્ત થયું, તેથી તેણે પોતાના પૂર્વભવ દીઠો એટલે તે બોલી કે, “હે પૂજ્ય ગુરુ! આપનું કહેવું સત્ય છે.” ગુરુ બોલ્યા કે– इहलोइए वि कज्जे, सुगुरुं पणमंति माणवा निच्चं । किं पुण परलोअपहे, धम्मायरिअं पईवसमं ॥४॥ ભાવાર્થ-“મનુષ્યો આ લોકનાં કાર્યોમાં પણ સદ્ગુરુને હમેશાં નમે છે, તો પછી પરલોકના માર્ગમાં પ્રદીપ સમાન આચાર્યને નમવું તેમાં તો શું કહેવું?” આ પ્રમાણે સાંભળીને ઘની પૂર્વે કરેલાં પાપની આલોચના કરીને ગુરુ પાસે બાર વ્રતરૂપ ગૃહસ્થઘર્મ ગ્રહણ કરી ઘર્મક્રિયામાં તત્પર થઈ સતી તીવ્ર તપ કરવા લાગી. પારણાને દિવસે વસ્ત્ર, અન્ન, પાન, પાત્ર, શય્યા વગેરે જે જે જેને અનુકૂળ હોય તે તેમને (સાધુઓને) પ્રાસક અને એષણીય આપવા લાગી. પછી મનના ઉલ્લાસ પૂર્વક શુભ પરિણામે કરીને તે ઘનીએ ચારિત્ર ગ્રહણ કર્યું, અને અતિચાર રહિત ચારિત્રનું પ્રતિપાલન કરીને સૌઘર્મ દેવલોકમાં ઉત્પન્ન થઈ. ત્યાંથી ચ્યવીને આ તારી વિપુલમતિ નામે સ્ત્રી થઈ છે. ગુરુની ભક્તિ કરવાથી તેની આવી નિર્મળ બુદ્ધિ થઈ છે, અને ભોગસંપત્તિ પણ પ્રાપ્ત થઈ છે.” આ પ્રમાણે પોતાના પૂર્વભવનું વૃત્તાંત ગુરુમુખથી સાંભળીને તે વિપુલમતિને જાતિસ્મરણજ્ઞાન થયું, તેથી સંશય રહિત થઈને હર્ષથી તેણે ગુરુને પૂછ્યું કે, “હે સ્વામી! વૈયાવૃત્યના કેટલા પ્રકાર છે?” ગુરુ બોલ્યા કે, “હે ભાવિક સ્ત્રી! વૈયાવૃત્યના દશ પ્રકાર છે– आयरिय उवज्झाए, थेर तवसी गिलाण सेहे अ । साहम्मिय कुल गण, संघसंगयं तमिह कायव्वं ॥४॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002174
Book TitleUpdeshprasad Part 5
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy