SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૩૦૩] સ્થિરતા ગુણ એકદા જેમને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું છે એવા નેમિનાથ પ્રભુ ગિરનાર પર સમવસર્યા. તે વખતે રાજીમતીએ ત્યાં જઈ પ્રભુ પાસે દીક્ષા લીધી. પ્રભુના નાના ભાઈ રથનેમિએ પણ ચારિત્ર ગ્રહણ કર્યું. અન્યદા જિનેશ્વરની આજ્ઞા લઈને રથનેમિ ભિક્ષાને માટે નગરીમાં ભ્રમણ કરી પાછા ફર્યા. રસ્તામાં વરસાદ પડવા લાગ્યો. તેથી તેણે વિચાર્યું કે “મારા શરીરના સંપર્કથી અકાય જીવોનો વિનાશ ન થાઓ.” એમ વિચારીને તે એક ગુફામાં પેઠા. અહીં રાજીમતી પણ પ્રભુને વાંદીને પાછી વળતી હતી, તે પણ વૃષ્ટિથી ભય પામીને રથનેમિવાળી જ ગુફામાં પેઠી. તે ગુફામાં રથનેમિ સ્થિરતા કરીને રહેલા છે, તેની તેને ખબર નહોતી, અને પેઠા પછી પણ અંધકારને લીધે એક ખૂણામાં બેઠેલા રથનેમિને તેણે જોયા નહીં, એટલે પોતાના ભીંજાયેલા વસ્ત્રને તે નીચોવવા લાગી. તે વખતે સ્વર્ગલોકને જીતવાને માટે જ તપ કરતી હોય નહીં એવી રૂપવતી તે સાધ્વીને વસ્ત્રરહિત જોઈને રથનેમિ સાઘુ વિષયોત્કંઠિત થયા. તે વખતે “આ મુનિના ભાઈએ મારો જન્મથી આરંભીને તિરસ્કાર કર્યો છે.” એમ ઘારીને કામદેવ પણ ભાઈના વૈરને લીધે તે મુનિને પીડા કરવા લાગ્યો. રથનેમિ મુનિ કામવિકારથી ગ્રસ્ત થયા સતા વિચાર કરવા લાગ્યા કે જાણે સમસ્ત જગતના સૌંદર્યનો પિંડ હોય એવી આ મૃગેશણાને એક વાર પણ મેં ભોગવી નહીં, તેથી મારો જન્મ નિરર્થક છે.” એમ વિચારીને ચાકરની જેમ કાંઈક શરીરના કંપને ઘારણ કરતા તે મુનિ વિસંસ્થલપણે ઊભા થઈ ઘીરે ઘીરે રાજીમતીની સન્મુખ આવીને વિકસ્વર નેત્રથી તેના સામું જોતા બોલ્યા કે “હે ભદ્ર! સ્વેચ્છાથી આવ, આવ, આપણે જન્મ સફળ કરીએ. પછી વૃદ્ધાવસ્થામાં આપણે ફરીને વ્રત ગ્રહણ કરીશું.” આ પ્રમાણે સાંભળીને શુદ્ધ મનવાળી તે સાધ્વી શૈર્ય ઘારણ કરીને તત્કાળ વસ્ત્ર પહેરી લઈ અમૃત સમાન વાણીથી તે મુનિ પ્રત્યે બોલી કે “હે મુનીન્દ્ર! સંયમને ધારણ કરનાર એવા તમારે આ પ્રમાણે બોલવું યુક્ત નથી. હે મુનિ! તમારો નિર્મળ કુળમાં જન્મ ક્યાં? અને આ કાજળથી પણ કાળું એવું કુકર્મ ક્યાં? માટે આદર કરેલા નિર્મળ વતનો નિર્વાહ કરો. ઘીર પુરુષો કદાપિ પણ વ્રતથી ભ્રષ્ટ થતા નથી. વળી સંયમીની સાથે ભોગવિલાસ કરવાથી, ઘર્મની ઉડ્ડાહ કરવાથી, ઋષિની હત્યા કરવાથી અને દેવદ્રવ્યનો વિનાશ કરવાથી બોઘીબીજનો નાશ થાય છે, એમ શાસ્ત્રમાં કહેલું છે. પૂર્વે ગૃહસ્થાવસ્થામાં મેં વાણીથી પણ તમારી ઇચ્છા કરી નથી, તો આજે વ્રતની પ્રતિજ્ઞા લઈને પછી તમારો આદર કેમ કરી શકું? હે મુનિ! અગંઘન કુળમાં ઉત્પન્ન થયેલા સર્પો પણ સારા કે જે વમન કરેલું વિષ પાછું ગ્રહણ કરતા નથી, પણ તમે તો તે કરતાં પણ હીન છો કે વમેલાને પાછું ઇચ્છો છો. શીલનું ખંડન કરનારા જીવિતને ધિક્કાર છે! હે શ્રેષ્ઠ સાધુ! જો તમે સ્ત્રીને જોઈ જોઈને તેના પર આસક્ત થશો, તો વાયુથી હણાયેલા વૃક્ષની જેમ ધૈર્યથી હણાઈને અસ્થિર આત્માવાળા થશે. માટે હે મુનિ! એક કોડી વાસ્ત કરોડનો નાશ ન કરો, અને શૈર્ય ઘારણ કરીને શુદ્ધ ઘર્મનું આચરણ કરો.” આ પ્રમાણે રાજીમતીનાં અનેક પ્રકારનાં યુક્તિયુક્ત વાક્યો સાંભળીને રથનેમિ મુનિએ વિચાર્યું કે “સ્ત્રી જાતિમાં પણ ગુણસંપત્તિના ભંડારરૂપ આ રાજીમતીને ઘન્ય છે! અને કુકર્મરૂપી સમુદ્રમાં ૧ ગિરનાર ઉપરથી ઊતરતાં રાજીમતી એક ગુફામાં જ્યાં રથનેમિ કાયોત્સર્ગે રહેલા તેમાં પેઠી. અને વરસાદથી ભીંજાયેલા કપડા ઉતારીને સૂકવ્યા. તે વખતે તેનું વિવસ્ત્ર શરીર જોઈને રથનેમિને કામ ઉપન્યો, આ પ્રમાણે અન્યત્ર કથન છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002174
Book TitleUpdeshprasad Part 5
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy