SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૨૯૭] તપાચારનો બારમો ભેગાળોતિર્મન VTધના જનક ૫૧ છદ્મસ્થ અવસ્થામાં તીર્થકર અને જિનકલ્પી મુનિ વેબર તા ઉભા ને કાયોત્સર્ગ કરે છે. કેમકે તેઓ બેસવું, સૂવું વગેરે કાંઈ કરતા નથી. કદાચિત્ જિનકલ્પી બેસે છે, ત્યારે પણ તે ઉત્કટિક આસને જ બેસે છે, અને સૂએ તોપણ તે જ આસને રાત્રીના ત્રીજા પ્રહરે સૂએ છે. સ્થવિરકલ્પીએ પોતાની શક્તિ પ્રમાણે કાયોત્સર્ગ કરવો, પણ તેના ઓગણીશ દોષ તજવા. આ પ્રસંગ ઉપર એક દૃષ્ટાંત લખીએ છીએ. - સુસ્થિત મુનિનું દ્રષ્ટાંત - શ્રી રાજગૃહી નગરીમાં દરક નામના દેવતાએ શ્રેણિક રાજાના સમકિતની પરીક્ષાથી પ્રસન્ન થઈને તેને અઢાર સેરનો એક હાર, દિવ્ય વસ્ત્રયુગલ તથા બે કુંડલ આપ્યાં હતાં. રાજાએ હાર ચેલણાને આપ્યો, અને વસ્ત્ર તથા કુંડલ સુનંદાને આપ્યાં. તે જોઈને ચેલણાએ ખેદ પામીને કહ્યું કે, જો તમે મને તે વસ્તુઓ નહીં આપો તો હું મારું જીવિત તજી દઈશ.” રાજાએ કહ્યું કે, “તને જેમ રુચે તેમ કર.” તે સાંભળીને ચેલણાને ઘણો રોષ ચડ્યો, તેથી મહેલના ગોખમાં એકલી આર્તધ્યાન કરતી બેઠી. રોષનો આવેશ હોવાથી રાત્રી છતાં તેને નિદ્રા ન આવી. તે વખતે તે ગોખ નીચે સેચનક હાથીનો મહાવત અને મગઘસેના નામની દાસી પરસ્પર વાતો કરતા હતા. તેમાં દાસીએ પોતાના જાર મહાવતને કહ્યું કે, “કાલે દાસીઓને મહોત્સવ છે, તેથી તું મને આ ચંપકમાળા હાથીના કંઠમાંથી ઉતારીને આપ, જેથી તે પહેરીને હું મારી જાતિમાં અધિક શોભા પામું.” મહાવત બોલ્યો કે, “રાજાની આજ્ઞાના ભંગનું દુઃખ સહન કરવા હું સમર્થ નથી.” દાસીએ કહ્યું કે, “ત્યારે હું પ્રાણ તજીશ.” મહાવત બોલ્યો કે, “હું બ્રહ્મદત્ત ચક્રીના જેવો મૂઢ નથી, કે જેથી સ્ત્રીના વચનથી ચિતામાં પ્રવેશ કરવા તૈયાર થાઉં.” (તે બ્રહ્મદત્તને બકરાએ બોઘ આપ્યો હતો, વગેરે કથા પૂર્વે લખાઈ ગઈ છે.) તે સાંભળીને દાસી બોલી કે–“હું મરું તો મારા જીવથી જાઉં, તેમાં તારું શું ગયું? તું તો બીજી સ્ત્રીમાં આસક્ત થઈ મારું નામ પણ નહીં લે; તારું મન પથ્થર કરતાં પણ વઘારે કઠણ દેખાય છે.” ઇત્યાદિક તેમની વાતો સાંભળીને ચેલણાએ વિચાર્યું કે, “હું જો પ્રાણનો ત્યાગ કરું, તો તેમાં રાજાને કાંઈ પણ હાનિ થવાની નથી, તેને તો બીજી પાંચસો રાણીઓ છે, પણ હું તપ સંયમાદિક કર્યા વિના મનુષ્ય જન્મથી ભ્રષ્ટ થાઉં.” એમ વિચારીને તે પાછી રાજા ઉપર અનુરાગવાળી થઈ. એકદા તે હારનો દોરો તૂટી ગયો. પેલા દર્દરાંક દેવતાએ હાર આપતી વખતે કહ્યું હતું કે, “આ હાર તૂટ્યા પછી તેને જે સાંધશે તે મસ્તક ફાટવાથી મરણ પામશે.” રાજાએ શહેરમાં પડહ વગડાવ્યો કે, “જે આ અઢાર સેરનો હાર માંથી આપણે તેને રાજા એક લાખ દીનાર આપશે.” તે સાંભળીને એક વૃદ્ધ મણિકારે પોતાના કુટુંબના સુખ માટે તે પડહ ગ્રહણ કર્યો. તે વખતે રાજાએ તેને અર્ધો લાખ દ્રવ્ય પ્રથમ આપ્યું અને કહ્યું કે, “જ્યારે હાર પૂરો સંઘાશે ત્યારે બાકીનું દ્રવ્ય આપીશું.” પછી તે હાર લઈને તે મણિકારે પોતાના ઘરના ભાગમાં એક સરખી ભૂમિ પર તે હાર મૂક્યો, પછી એક સૂક્ષ્મ દોરી ઘી તથા મઘથી વાસિત કરીને મોતીના છિદ્રમાં પરોવવા લાગ્યો, પણ મોતીનાં છિદ્ર વાંકાં હોવાથી તેને સાંઘવાને સમર્થ થયો નહીં. તેવામાં મઘની ગંઘથી ઘણી કીડીઓ ત્યાં આવી. તે દોરીનો છેડો પકડીને ધીમે ધીમે મોતીનાં છિદ્રમાં ચાલી, એટલે તે દોરી પરોવાઈ ગઈ. પછી તે મણિકારે ગાંઠ વાળીને હાર સાંધી દીધો; પરંતુ તત્કાળ તેનું મસ્તક ફાટી ગયું, તેથી 10 Jain Education International For Private & Person thelibrary.org
SR No.002174
Book TitleUpdeshprasad Part 5
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy