SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૫ [સ્તંભ ૨૦ ભાવાર્થ-“સર્વજ્ઞ ભગવંતે કહેલા અત્યંતર અને બાહ્ય એવા બાર પ્રકારના તપમાં સ્વાધ્યાય જેવું તપકર્મ કોઈ છે પણ નહીં, અને કોઈ થશે પણ નહીં.' _मणवयणकायगुत्तो, नाणावरणं च खवइ अणुसमयं । सज्झाये वÉतो खणे खणे जाइ वेरग्गं ॥२॥ ભાવાર્થ-“સ્વાધ્યાયમાં વર્તતો માણસ મન, વચન અને કાયાની ગુણિએ કરીને પ્રતિસમયે જ્ઞાનાવરણીય કર્મનો ક્ષય કરે છે, તથા તેને ક્ષણે ક્ષણે વૈરાગ્ય પ્રાપ્ત થાય છે.” इग दु ति मासखवणं, संवच्छरमवि अणसिओ हुजा । सज्झायज्झाणरहिओ, एगोवासफलं पि न लभिज्जा ॥३॥ ભાવાર્થ-એક માસ, બે માસ કે ત્રણ માસક્ષપણ કરે, અથવા એક વર્ષ સુધી અનશન (ઉપવાસ) કરે, પણ જો તે સ્વાધ્યાય-ધ્યાનરહિત હોય, તો એક ઉપવાસનું પણ ફળ મેળવતો નથી. उग्गम उप्पाय एसणाहिं, सुटुं च निच्च भुंजंतो । जइ तिविहेणाउत्तो, अणुसमयं भविज सज्झाए ॥४॥ ता तं गोयम एगग्ग-माणसं नेव उवमिउं सक्का । संवच्छरखवणेणवि, जेण तहिं निजराणंता ॥५॥ ભાવાર્થ-“ઉદ્ગમ, ઉત્પાદ અને એષણાના દોષ વિનાના શુદ્ધ આહારને દરરોજ ભોગવતો સતો પણ જો તે પ્રતિસમયે ત્રિવિઘ યોગવડે સ્વાધ્યાયમાં આયુક્ત તત્પર હોય તો હે ગૌતમ! તે એકાગ્ર મનવાળાને સાંવત્સરિક તપવડે કરીને પણ ઉપમી શકીએ નહીં, અર્થાત્ તેની સાથે પણ સરખાવી શકીએ નહીં, કારણકે સાંવત્સરિક ઉપવાસ કરતાં તેને અનંતગુણી નિર્જરા થાય છે.” હવે પ્રસંગાગત વ્યતિરેક ફળ આગળ કહેવાશે એવા સુભદ્રાના સંબંઘથી જાણવું. સુભદ્રાની કથા વારાણસી પુરીમાં એક સાર્થવાહ હતો. તેને સુભદ્રા નામે સ્ત્રી હતી. તેને કાંઈ પણ સંતતિ થતી નહોતી, તેને માટે તે બહુ વિકલ્પ કરતી હતી. એકદા તેને ઘેર સાથ્વસંઘાટક (બે સાધ્વી) ભિક્ષા માટે આવ્યો. તેમને પ્રતિભાભીને સુભદ્રાએ વિજ્ઞપ્તિ કરી પૂછ્યું કે, “હે પૂજ્ય! જે સ્ત્રીના પુત્રો આંગણામાં ક્રીડા કરતા હોય તે સ્ત્રીને ધન્ય છે! માટે મારે કાંઈ સંતતિ થશે કે નહીં?” સાથ્વી બોલ્યા કે, હે ભદ્ર! અમે ઘર્મ વિના બીજું કાંઈ બોલતા નથી. ત્યારે સુભદ્રા બોલી કે “તો ઘર્મ કહો.” ત્યારે તે સાધ્વીઓએ સારી રીતે ઘર્મનો ઉપદેશ કર્યો. તે સાંભળીને સુભદ્રા બોઘ પામી. પછી અપુત્રપણાના દુઃખથી પીડાયેલી તે સુભદ્રાએ કેટલેક કાળે પતિની આજ્ઞા લઈને દીક્ષા ગ્રહણ કરી. ચારિત્રનું પાલન કરતાં તે સ્વાધ્યાયમાં તત્પર રહેતી, તોપણ રૂપવંત એવાં બાળકોને દેખીને મોહના વશથી તે પોતાના ઉદર પર, ખોળામાં, હૃદય ઉપર અને જંઘા ઉપર બેસાડતી, તથા કેટલાંક બાળકોને આંગળીનો આધાર આપીને જમાડતી, અને કેટલાંકને સુખડી વગેરે ખાવાનું પણ આપતી. કહ્યું છે કે केसि पि देइ खजं, अन्नेसिं भुजईमन्नेसिं । अभंगइ उव्वट्टइ, एहाइ य तह फासुअजलेण ॥४॥ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.002174
Book TitleUpdeshprasad Part 5
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy