________________
આવે એવી પિતાના શરીરને મોટું કરવાની મહત્ત્વ શક્તિ તેમને પ્રાપ્ત થઈ. પિતાના શરીરને પવનથી પણ હલકું કરી શકે એવી લધુત્વ શક્તિ પ્રગટ થઈ ઇન્દ્રાદિક દે પણ સહન કરી શકે નહિ એવું વાથી પણ ભારે કરવાની ગુરુત્વ શક્તિ તેમને પ્રાપ્ત થઈ. પૃથ્વી ઉપર રહ્યાં છતાં પણ ઝાડના પાંદડાની જેમ મેરૂના અગ્ર ભાગને અને હાદિકેને સ્પર્શ કરી શકે એવી પ્રાપ્તિ શક્તિ તેમને પ્રગટ થઈ. ભૂમિની પેઠે જળમાં ગતિ થઈ શકે અને જળની પેઠે ભૂમિકાને વિષે ઉન્મજજન નિમજજન કરી શકે એવી પ્રાકામ્ય શક્તિ તેમને પ્રાપ્ત થઈ. ચક્રવતી અને ઇન્દ્રની ઋદ્ધિ વિરતારવાને સમર્થ એવી ઈશત્વ શક્તિ તેમને પ્રગટ થઈ. જેથી સ્વતંત્ર એવા દૂર જંતુઓ પણ વશ થઈ જાય એવી અપૂર્વ શક્તિ તેમને પ્રાપ્ત થઈ. છિદ્રની જેમ પર્વતની મધ્યમાંથી ગમન કરી શકે એવી અપ્રતિઘાતી શક્તિ તેમને પ્રગટ થઈ. પવનની પેઠે સર્વે ઠેકાણે અદશ્યરૂપ ધારણ કરી શકે એવું અપ્રતિહત અંતર્ધાન સામર્થ્ય તેમને પ્રાપ્ત થયું (બીજા શબ્દોમાં કહીએ તે વજના મુનિને વૈક્રિય લબ્ધિ પ્રગટ થઈ.)
આદિ, અંત કે મધ્ય એવું એક પદ સાંભળવા માત્રથી વજીના મુનિ આખા ગ્રંથને કહી શકતા (પદાનુસારિણી લબ્ધિ) પાત્રમાં પડેલા અ૮૫ ભોજનથી સેંકડે મુનિઓને જમાડી શકતા. (અક્ષીણ મહાનાસી લબ્ધિ) કર્મ રાજા જેમ રાયને રક અને રંકને રાજા કરે તેમ મુનિ સર્વ કરી શકતા. આમ અનેક શક્તિઓ હેવા છતાં તે શક્તિઓને ઉપયોગ મુનિ કરતા ન હતા. કેમ કે મુમુક્ષુ પુરુષે પ્રાપ્ત થયેલી વસ્તુઓમાં પણ આકાંક્ષા રહિત હોય છે.
વજના મુનિ શક્તિઓ–લબ્ધિઓનો પ્રાદુર્ભાવથી અટક્યા નહિ તેમણે તો ‘સવિજીરૂં શાસનરસીની ભાવના દઢ કરી