________________
વજનાભે પોતાના દરેક ભાઈને જુદા જુદા દેશ આપ્યા. સુયશાને સારથિ બનાવ્યો. વજસેન પ્રભુને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું તે જ વખતે વનાભ રાજાની આયુધશાળામાં ચક્ર રત્ન ઉત્પન્ન થયું અને તેની સાથે બીજા તેર રત્નો પણ ઉત્પન્ન થયાં. આ ચૌદ રત્ન દ્વારા વજીનામે સમગ્ર પુષ્કલાવતી વિજ્ય સાથ અને સર્વ રાજાઓએ તેને ચક્રવતીપણાને અભિષેક કર્યો. વજનાભની દીક્ષા :
એક વખત વજસેન તીર્થકર ભગવાન સમવસર્યા. વજનાભ ચક્રવતી બંધવ અને સારથિ સહિત ભગવંતને વાંદવા ગયો ભાગવંતની દેશના સાંભળી જનાભનું હૃદય વૈરાગ્ય વાસિત થયું અને ભગવાન પાસે દીક્ષાની માગણી કરી. તીર્થકર ભગવાને કહ્યું,
સારા કામમાં ઢીલ ન કરવી.” વજાનાભે પુત્રને ગાદી ઉપર બેસાડી ચાર બાંધે અને સારથિ સાથે દીક્ષા લીધી. વજનાભ મુનિને પ્રાપ્ત થયેલી લબ્ધિઓ :
વજના મુનિ ઉત્કટ વ્રતનું પાલન કરતા હતા. તેમને અનેક લબ્ધિઓ ઉત્પન્ન થઈ. તપ, ત્યાગ અને કરૂણાના પ્રવાહથી તરબોળ બનેલ મુનિના શ્લેષ્મ વગેરે સમગ્ર જગતના પ્રાણુઓના ભયંકર રેગોને નાશ કરનારા થયા (ખેલૌષધિ લબ્ધિ). તેમના પાદ સ્પર્શ ભયંકર યાતનાથી પીડાતા માણસે નવીન તે જ પામી યાતના રહિત થવા લાગ્યા. તે મુનિને સ્પશીને આવતો પવન પણ જે માણસને સ્પર્શતે તે માણસ રોગ રહિત અને શુદ્ધ પરિણામવાળો બનતે (સવોષધિ લબ્ધિ).
આ ઉપરાંત અનેક જાતની શક્તિઓ વજનમ મુનિને પ્રગટ થઈ. સેયના નાકામાં પણ તંતુની પેઠે પ્રવેશ કરવાને સમર્થ થાય એવી અણુર્વ શક્તિ તેમને પ્રાપ્ત થઈ. મેરૂ પર્વત પણ જાનુ સુધી