________________
પિતા સુવર્ણવે તેને રાજગાદી સોંપી દીક્ષા લીધી.
થોડા સમય પછી સાગરસેન અને મુનિસેનના સંપર્કથી વજાજ છે દીક્ષા લેવાનો નિર્ણય કર્યો. રાત્રે તે “સવારે પુત્રને ગાદી આપી મારે દીક્ષા ગ્રહણ કરવી' તેવા ચિંતનપૂર્વક સૂતે; પણ રાજગાદી માટે તલપાપડ થયેલા રાજકુમારે વિષ ધૂપથી તેના શયનખંડને વાસિત કરી પિતાના માતા-પિતાના પ્રાણ લીધા. સાતમે અને આમે ભવ–યુગલિક અને દેવભવ
વજબંધ અને શ્રીમતી બન્ને મૃત્યુ પામી ઉત્તર કુરુક્ષેત્રમાં યુગલિયાપણે ઉત્પન્ન થયાં. યુગલિક આયુષ્ય પૂર્ણ થયે સૌધર્મ દેવલોકમાં તે બને મિત્ર દેવપણે ઉત્પન્ન થયાં.
નવમો ભવ-જીવાનંદ વૈદ્ય દેવક સંબંધી બેગ ભોગવી, આયુષ્ય પૂર્ણ થયે વાબંધને જીવ ત્યાંથી ચ્યવી ક્ષિતિપ્રતિષ્ઠિત નગરમાં સુવિધિ વિઘને ઘેર છવાનંદ નામે પુત્રપણે ઉત્પન્ન થયો. શ્રીમતી
જીવ દેવલોથી એવી, ઈશ્વરદત્ત શેઠને ત્યાં કેશવ નામે પુત્રપણે ઉત્પન્ન થયો. પૂર્વભવના સંરકારથી જીવાનંદ અને કેશવ મિત્ર થયા. મહીધર, સુબુદ્ધિ, પૂર્ણભદ્ર અને ગુણાકર પણ તેમના મિત્ર હતા. છવાનંદે કરેલી મુનિની સારવારઃ
એક વખત વૈદ્ય પુત્ર જીવાનંદને ઘેર એક મુનિરાજ વહેરવા પધાર્યા. તેમનું શરીર તપથી સુકાઈ ગયું હતું અને શરીરે કઢને રોગ થયો હતો. તો પણ તે ઔષધની યાચના કે પૃહા કરતા ન હતા. જવાનંદને વ્યાધિનું અને ઔષધનું સારું જ્ઞાન હતું. ચિકિત્સામાં પણ તે કુશળ હતા. મહીધર મિત્રની પ્રેરણાથી