________________
હતું. તેમણે મને આપનું આયુષ્ય એક માસ બાકી છે એમ જણાવ્યું હતું. આથી હું આપને ધર્મ કરવાની વિનંતી કરું છું.”
મહાબળ રાજાએ કહ્યું, “હે સ્વયંબુદ્ધ! હે બુદ્ધિના સમુદ્ર ! મારે ખરે બંધુ તો તું જ છે. તેં મને મેહ નિદ્રામાંથી જાગૃત કર્યો. હવે મને કહે કે હું કેવી રીતે ધર્મ કર્યું. આયુષ્ય થોડું રહ્યું છે તે તેટલા વખતમાં મારે કેટલે ધર્મ સાધવો? અગ્નિ લાગ્યા પછી તત્કાળ કૂવો ખોદે તે કેમ બને ?” મહાબળે લીધેલી દીક્ષા
સ્વયં બુદ્દે કહ્યું, “મહારાજ, ખેદ ન કરે, એક દિવસની પણ દીક્ષા પાળનાર માણસ મેક્ષ પ્રાપ્ત કરી શકે છે, તે હજી એક માસ તો ઘણે છે.” પછી મહાબળ રાજાએ તેનું કહેવું માન્ય કરી પોતાના પુત્રને ગાદી પર બેસાડી દીક્ષા અંગીકાર કરી. બાવીસ દિવસનું અણસણ પાળી મહાબળ રાજર્ષિસમાધિપૂર્વક મૃત્યુ પામ્યા.
પાંચમે ભવ–લલિતાંગદેવ મૃત્યુ બાદ, મહાબળ બીજા દેવલોકમાં શ્રીપ્રભ વિમાનનાં અધિપતિ લલિતાંગ દેવપણે ઉત્પન્ન થયું. ત્યાં તેણે પ્રાણથી પણ વહાલી રવયંપ્રભા દેવી સાથે ક્રીડા કરતાં ઘણે કાળ પસાર કર્યો. સમય જતા સ્વયંપ્રભા દેવી ચ્યવન પામી. લલિતાંગ દેવ શોક વિહ્વળ બની રેવા લાગે. આ અવસરે એક મિત્રે આશ્વાસન આપતાં જણાવ્યું, “હે મહાનુભાવ, તમે ખેદ ન કરે. તમારી દેવી હાલમાં યુગધર મુનિ પાસે અણસણ કરીને રહેલી છે. તમે ત્યાં જાઓ અને તમારું રૂપ દેખાડો જેથી તમારામાં આસક્તિ પામી નિયાણાપૂર્વક મૃત્યુ પામી તમારી પત્ની થાય.” લલિતાંગદેવે તેમ કર્યું અને સ્વયં પ્રભાદેવી મેળવી આનંદ પામે અને ક્રીડામાં આસક્ત બને.