________________
શ્રી ઋષસદેવ સ્વામીના પૂર્વભવ વાહ
પ્રથમભવ—ધનસા
ધનસા વાહને સમ્યક્ત્વ પ્રાપ્તિ :
જંબુદ્રીપમાં મેરૂ પર્વતની પશ્ચિમમાં, વિદેહ ક્ષેત્રમાં ક્ષિતિ પ્રતિષ્ઠિત નામનું નગર હતું. આ નગરમાં પ્રિયંકર (પ્રસન્નચ’દ્ર) નામે રાજા રાજ્ય કરતા હતા. તે નગરમાં ધન નામે ધણે। ધનાઢય શેઠ રહેતા હતા. તે એક વખત ઘણા માણસા સાથે વેપારાર્થે વસન્તપુર જવા નીકળ્યા. તે વખતે ધર્માંધાષર નામના આચાર્યે પણ ધણા સાધુએ સાથે જવાની તેમની ઇચ્છા જણાવી. શેઠે ધણા હ સાથે આચાર્યને સાથે લીધા. ચામાસુ બેઠુ એટલે સાવાદે અટવીમાં તંબુ નાખી મુકામ કર્યાં આચાર્યને મણિભદ્ર નામના સાવાહના મિત્રે નિર્જીવ જગ્યા જોઈ આશ્રમ આપ્યા. ચામાસાના ચાર માસ ગયા ત્યાં સુધી શેઠ આચાય ને ભૂલી ગયા અને તેમની કાંઈ ખબર લીધી નહી. ચામાસુ પુરુ થયે ધનસાથ વાહ આચાર્ય પાસે ગયા અને પેાતાની ભુલને પશ્ચાતાપ કરી, તેમના બે શિષ્યોને આહાર વઢારવા તેડી લાવ્યેા. બીજી કાંઈ વહેારવા યોગ્ય વસ્તુ નહીં ઢાવાથી શેઠે ઘણા ઉત્કૃષ્ટ ભાવપૂર્વક તાજી ધી વઢારાવી વંદન કરી સમકીત પ્રાપ્ત કર્યું.
ચામાસુ પૂરુ થયા પછી શેઠે પ્રયાણ ક્યું અને તે વસંતપુર પહેોંચ્યા અને ધણું દ્રવ્ય ઉપાર્જન કરી ક્ષિતિ પ્રતિષ્ઠિત નગરે પા આવ્યા અને આયુષ્ય પૂર્ણ થતાં આરાધનાપૂર્વક મૃત્યુ પામ્યા. બીજો અને ત્રીજો ભવ-યુગલિક અને દેવસવ ધનસા વાહ મૃત્યુ પામી મુનિદાનના પ્રભાવથી ઉત્તર કુરુક્ષેત્રમાં યુગલિક થયા અને ત્યાં યુગળિયાતુ' આયુષ્ય પૂર્ણ કરી. ધન શેઠના જીવ પૂર્વ જન્મના દાનના ફળથી, સૌધમ દેવલાકમાં દેવ થયેા.