________________
ચોથો ભવ–મહાબળ વિદ્યાધર સ્વયંસુહ મંત્રીને ઉપદેશ :
દેવલથી ચ્યવી, ધનસાર્થવાહને જીવ પશ્ચિમ મહાવિદેહની ગંધીલાવતી (મંગલાવતી) વિજયમાં વૈતાય પર્વત ઉપર, ગંધ સમૃદ્ધિ નગરમાં, શતબલ રાજાની માર્યા રાણી ચંદ્રકાન્તાની કૂખે પુત્રપણે ઉત્પન્ન થયે. રાજાએ તેનું મહાબળ એવું નામ પાડયું. કુંવર મોટા થયા પછી એક દિવસ શતબળ રાજાએ આ શરીર ક્ષણભંગુર જાણી, મહાબળને રાજ્ય સેંપી દીક્ષા લીધી.
મહાબળ રાજા કુમંત્રીઓના વેગે વિષયાંધ અને ધર્મરહિત બનવા લાગ્યો તેથી તેને સાચા રાહે લાવવા સ્વયંબુદ્ધ નામના મુખ્ય મંત્રીએ ભર રાજ્ય સભામાં કહ્યું: “હે મહારાજ ! જેમ કાષ્ઠથી અગ્નિ, નદીઓથી સમુદ્ર, સમુદ્રના જળથી વડવાનળ અને જંતુઆથી યમરાજ તૃપ્તિ પામતા નથી તેમ આ જીવ વિષયથી તૃપ્તિ પામતો નથી. જે માણસ ઉત્તમ કુળમાં જન્મ પામી ધર્મ નથી કરતા તે બીજા ભવમાં બિડાલ, સર્પ વગેરે નીચ નિમાં જાય છે. માટે આપ સુજ્ઞ છો તે સંસારની વાસનાઓમાં મોહ નહીં પામતા ધમને આશ્રય કરે.”
આ સાંભળી રાજાએ કહ્યું, “હે મંત્રીશ્વર! તમે ધર્મ ગ્રહણ કરવાનું કહ્યું તે યુક્ત છે. યોગ્ય અવસરે ધર્મ કરે જઈએ. પણ અત્યારે મારી યુવાવસ્થા છે અને તેમાં તે રંગરાગને પિષક વસ્તુ જ અવસરચિત છે.”
મંત્રીએ કહ્યું, “મહારાજ! આપ યુવાવસ્થામાં છો તે હું જાણું છું, છતાં મેં આપને અવસર સિવાય ધર્મ કરવાની વિજ્ઞપ્તિ કરી તેનું કારણ એ છે કે આજે નંદનવનમાં બે ચારણ મુનિ પધાર્યા હતા. મેં તેમને આપનું આયુષ્ય હાલ કેટલું બાકી છે તે પૂછયું