________________
ર૮
વ્યવસ્થિત નિરૂપણ જોવામા આવે છે, જેને શ્વેતાંબર પરંપરા નિર્વિવાદપણે સ્વીકારે છે.
૪. ઉમાસ્વાતિના વાચકવંશને ઉલ્લેખ અને તે જ વંશમાં થયેલ અન્ય આચાર્યોનું વર્ણન શ્વેતાંબરીય પટ્ટાવલીઓ, પન્નવણ, અને નંદિની સ્થવિરાવલીમાં છે.
આ દલીલે વાચક ઉમાસ્વાતિને શ્વેતાંબર પરપરાના મનાવે છે અને અત્યાર સુધીના સમગ્ર શ્વેતાંબર આચાર્યો તેમને પિતાની જ પરંપરાના પ્રથમથી માનતા આવ્યા છે. વાચક ઉમાસ્વાતિ તાંબર પરંપરામાં થયા છે, દિગબરમાં નહીં, એવું મારું પિતાનું મંતવ્ય અધિક વાચન-ચિંતન બાદ અત્યાર સુધીમાં દઢ થયું છે. આ મંતવ્યને વિશેષ સ્પષ્ટ કરવા સારુ દિગંબર શ્વેતાંબર વચ્ચેના ભેદ વિષયક ઈતિહાસના કેટલાક પ્રશ્નો ઉપર પ્રકાશ નાખવો જરૂરી છે. પ્રથમ પ્રશ્ન એ છે કે, આજે જે દિગંબર શ્વેતાંબર વચ્ચેના ભેદ કે વિરોધ વિષય ગ્રુત તથા આચાર જોવામાં આવે છે, તેનું પ્રાચીન મૂળ
ક્યાં સુધી મળે છે, તથા તે પ્રાચીન મૂળ મુખ્યત્વે શી બાબતમાં હતું. બીજો પ્રશ્ન એ છે કે, બંને ફિરકાઓને સમાનરૂપે માન્ય એવું સુત હતું કે નહીં, અને હતું તે ક્યાં સુધી તે સમાન માન્યતાને વિષય રહ્યું, અને ક્યારથી તેમાં મતભેદ દાખલ થયે, તથા તે મતભેદના અતિમ ફલસ્વરૂપ એકબીજાને પરસ્પર પૂર્ણરૂપે અમાન્ય એવા શ્રુતભેદનું નિમણિ ક્યારે થયું?
વીજ પણ અંતિમ પ્રશ્ન એ છે કે, ઉમાસ્વાતિ પતિ કઈ પરંપરાના આચારનું પાલન કરતા હતા, તથા તેમણે જે શ્રુતને આધાર રાખીને તત્ત્વાર્થની રચના કરી, તે શ્રત ઉક્ત બને ફિરકાઓને પૂર્ણપણે સમાનભાવથી માન્ય હતું, કે કોઈ