________________
| ૪૭ ] સુગમતા માટે સ્થળે સ્થળે હેડીંગો, જુદા જુદા અનેક યંત્રો, આકૃતિઓ, પૃથક્ પૃથક્ પેરિાફો સહિત વિષયોની વિભાગવાર ક્રમબદ્ધ વ્યાખ્યાઓ વગેરે આપવામાં આવ્યું છે, જેથી આ ગ્રન્થ સહુ કોઇને રૂચિકર થશે.
આ ગ્રન્થમાં ચૌદરાજલોક (અખિલ બ્રહ્માંડ)માં ચારે ગતિવર્તી રહેલા એકેન્દ્રિયથી લઇને પંચેન્દ્રિય સુધીના જીવોનું વિવિધ પ્રકારે વર્ણન કરવાનું અનુકૂળ રહે એટલા માટે પહેલી જ ગાથામાં વિર્દૂ મવળો૦ આ પંક્તિ દ્વારા કહેવાના નવ દ્વારો નક્કી કર્યા, જે આ પ્રમાણે છે
૧. સ્થિતિને તે ભવમાં વર્તતા તે તે જીવોનું જઘન્ય તેમજ ઉત્કૃષ્ટ આયુષ્યપ્રમાણ.
૨. મવન--દેવ—નારકી જીવોને ઉત્પન્ન થવાનાં સ્થાનો.
૩. અવાના--જીવોનું જઘન્ય તેમજ ઉત્કૃષ્ટ શરીર પ્રમાણ.
૪. ૩પપાત વિદ—એક જીવ ઉત્પન્ન થયા બાદ બીજો જીવ કયારે ઉત્પન્ન થાય તે સંબંધી જઘન્ય તેમજ ઉત્કૃષ્ટ આયુષ્ય અંતર.
૫. અવવિઃ-એક જીવનું (મૃત્યુ) ચ્યવન થયા બાદ બીજો જીવ કયારે અવે (મૃત્યુ પામે) તે સંબંધી જઘન્યોત્કૃષ્ટ અંતર.
૬. ૩૫૫ાત સંબા દેવાદિ ગતિમાં એક સમયમાં એક સાથે કેટલા જીવો ઉત્પન્ન થાય તે.
૭. ચ્યવન સંજ્ઞા—દેવાદિ ગતિમાંથી એક સમયે કેટલા જીવો એક સાથે ચ્યતે (મૃત્યુ પામે) તે.
૮. તિ–કો જીવ મૃત્યુ પામીને કઈ ગતિમાં ઉત્પન્ન થાય તે.
૯. આપતિ દેવાદિ ગતિઓમાં કઇ કઇ ગતિમાંથી જીવો આવે તે.
આ નવે દ્વારો ચારે ગતિને લાગુ પાડશે. એ દ્વારા ચૌદરાજલોકની પરિસ્થિતિનો આછો ખ્યાલ બંધાશે. નવ દ્વારની વ્યાખ્યા તો બધાની કરશે જ. ત્યારબાદ બીજા ઘણાં વિશિષ્ટ વર્ણનો ક૨શે. વિદ્યાર્થીઓને વધુ જ્ઞાન થાય તે માટે અન્ય ગ્રન્થમાંથી આપેલી કેટલીક વિગતો જાણવા મળશે.
ચારે ગતિ આશ્રયી વિચારીએ તો એ નવ દ્વારો દેવ અને નરકગતિને સંગત હોવાથી બંનેનાં મળીને ૧૮ દ્વારો અને શેષ મનુષ્ય-તિર્યંચગતિમાં શાશ્વતા ભવનોના અભાવે ભવનદ્વાર સિવાયનાં આઠ આઠ દ્વારો ઘટતાં હોવાથી બંનેનાં મળીને ૧૬ દ્વારો, ચારે ગતિનાં (૧૮+૧૬) મલીને કુલ ૩૪ દ્વારોની વ્યાખ્યા આ ગ્રન્થમાં દર્શાવેલી છે. તેમજ પ્રસંગે પ્રસંગે સંગત અને જરૂરી એવો અન્ય વિષય પણ આપવો ગ્રન્થકાર ચૂકયા નથી. તે સંક્ષેપમાં આ પ્રમાણે—
પ્રથમ ચાર ગતિની વાત–
૧. દેવગતિ- પ્રથમ આ અધિકારના નવે દ્વારોની વ્યાખ્યા કરશે. એમાં નવ દ્વારો ઉપરાંત પ્રાસંગિક દેવોની કાયા, ચિહ્ન, વસ્ત્રાદિક વર્ણ, અષ્ટરૂચક અને સમભૂતલા સ્થાન નિર્ણયની ચર્ચા, મનુષ્ય ક્ષેત્ર વર્ણન, અસંખ્ય દ્વીપ-સમુદ્રોની વ્યાખ્યા, પ્રાસંગિક અઢીદ્વીપના આકારાદિની સંક્ષિપ્ત વ્યાખ્યા, મંડલાધિકાર, દક્ષિણાયનઉત્તરાયણ કેમ થાય છે, લાંબા-ટૂંકા રાત્રિ-દિવસો થવાનું કારણ, જુદા જુદા દેશો આશ્રયી રાત્રિ-દિવસના ઉદયાસ્તમાં રહેતા તફાવતનો સમન્વય ઇત્યાદિ તથા અન્તે ઊર્ધ્વકાશવર્તી વૈમાનિક નિકાયનું સુવિસ્તૃત સ્વરુપ આદિ પણ આપવામાં આવેલ છે.
તેમજ બીજાં દ્વારોની વ્યાખ્યાના પ્રસંગોમાં સંઘયણ-સંસ્થાનનું અપરિગૃહીતા દેવીઓનું, કિલ્બિષિકોનું, લેશ્યાઓનું, આહાર-શ્વાસોચ્છ્વાસમાન ઘટના, ત્રણ પ્રકારના આહારનું, દેવોની ઉત્પત્તિથી માંડીને સર્વક્રમ વ્યવસ્થા તેમજ તેઓનું અવધિજ્ઞાન ક્ષેત્ર કયા આકારે છે ઇત્યાદિ સ્વરુપ આપવામાં આવ્યું છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org