________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
विकलज्ञानस्वभावापगमेऽपि सहजज्ञानस्वभावेन ध्रुवत्वालम्बनादपादानत्वमुपाददानः, शुद्धानन्तशक्तिज्ञानविपरिणमनस्वभावस्याधारभूतत्वादधिकरणत्वमात्मसात्कुर्वाणः, स्वयमेव षट्कारकीरूपेणोपजायमानः, उत्पत्तिव्यपेक्षया द्रव्यभावभेदभिन्नघातिकर्माण्यपास्य स्वयमेवाविर्भूतत्वाद्वा स्वयंभूरिति निर्दिश्यते । अतो न निश्चयतः परेण सहात्मनः कारकत्वसम्बन्धोऽस्ति यतः शुद्धात्मस्वभावलाभाय सामग्रीमार्गणव्यग्रतया परंतत्रैर्भूयते।। १६ ।।
જ્ઞાનતત્ત્વ-પ્રજ્ઞાપન
साधकतमत्वात्करणकारकं
स्वभावेन
ભવતિા
निर्विकारपरमानन्दैकपरिणतिलक्षणेन
शुद्धात्मभावरूपकर्मणा समाश्रियमाणत्वात्संप्रदानं भवति । तथैव पूर्वमत्यादिज्ञानविकल्पविनाशेऽમતિા निश्चयशुद्धचैतन्यादिगुणस्वभावात्मनः
स्वयमेवाधारत्वादधिकरणं भवतीत्यभेद
प्यखण्डितैकचैतन्यप्रकाशेनाविनश्वरत्वादपादानं
૨૭
બે પ્રકારનાં છે. જ્યાં ૫૨ના નિમિત્તથી કાર્યની સિદ્ધિ કહેવામાં આવે ત્યાં વ્યવહાર કારકો છે અને જ્યાં પોતાના જ ઉપાદાન કારણથી કાર્યની સિદ્ધિ કહેવામાં આવે ત્યાં નિશ્ચય કારકો છે.
વ્યવહા૨ કા૨કોનું દૃષ્ટાંત આ પ્રમાણે છેઃ કુંભાર કર્તા છે; ઘડો કર્મ છે; દંડ, ચક્ર, દોરી વગેરે કારણ છે; જળ ભરનાર માટે કુંભાર ઘડો કરે છે તેથી જળ ભરનાર સંપ્રદાન છે; ટોપલામાંથી માટી લઈને ઘડો કરે છે તેથી ટોપલો અપાદાન છે; જમીનના આધારે ઘડો કરે છે તેથી જમીન અધિરણ છે. આમાં બધાંય કારકો જુદાં જુદાં છે. અન્ય કર્તા છે, અન્ય કર્મ છે, અન્ય કરણ છે, અન્ય સંપ્રદાન, અન્ય અપાદાન અને અન્ય અધિકરણ છે. ૫૨માર્થે કોઈ દ્રવ્ય કોઈનું કર્તાહર્તા થઈ શકતું નથી માટે આ વ્યવહા૨ છ કારકો અસત્ય છે. તેઓ માત્ર ઉપરિત અસદ્ભૂત વ્યવહારનયથી કહેવામાં આવે છે.
નિશ્ચયથી કોઈ દ્રવ્યને અન્ય દ્રવ્ય સાથે કારકપણાનો સંબંધ છે જ નહિ.
નિશ્ચય કારકોનું દૃષ્ટાંત આ પ્રમાણે છે : માટી સ્વતંત્રપણે ઘડારૂપ કાર્યને પહોંચે છે-પ્રાપ્ત કરે છે તેથી માટી કર્તા છે અને ઘડો કર્મ છે; અથવા, ઘડો માટીથી અભિન્ન હોવાથી માટી પોતે જ કર્મ છે; પોતાના પરિણમનસ્વભાવથી માટીએ ઘડો કર્યો તેથી માટી પોતે જ કરણ છે; માટીએ ઘડારૂપ કર્મ પોતાને જ આપ્યું તેથી માટી પોતે જ સંપ્રદાન છે; માટીએ પોતાનામાંથી પિંડરૂપ અવસ્થા નષ્ટ કરીને ઘડારૂપ કર્મ કર્યું અને પોતે તો ધ્રુવ રહી તેથી પોતે જ અપાદાન છે; માટીએ પોતાના જ આધારે ઘડો કર્યો તેથી પોતે જ અધિકરણ છે. આ રીતે નિશ્ચયથી છયે કારકો એક જ દ્રવ્યમાં છે. ૫રમાર્થે એક દ્રવ્ય બીજાને સહાય નહિ કરી શક્યું હોવાથી અને દ્રવ્ય પોતે જ, પોતાને, પોતાનાથી, પોતાને માટે, પોતાનામાંથી, પોતાનામાં કરતું હોવાથી આ નિશ્ચય છ કારકો જ પરમ સત્ય છે.
ઉપર્યુક્ત રીતે દ્રવ્ય પોતે જ પોતાની અનંત શક્તિરૂપ સંપદાથી પરિપૂર્ણ હોવાથી પોતે જ છ કારકરૂપ થઈને પોતાનું કાર્ય નિપજાવવાને સમર્થ છે; તેને બાહ્ય સામગ્રી કાંઈ મદદ કરી શકતી નથી. માટે કેવળજ્ઞાન પ્રાપ્ત કરવા ઇચ્છનાર આત્માએ બાહ્ય
Please inform us of any errors on rajesh@AtmaDharma.com