________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૯૬
પ્રવચનસાર
| [ ભગવાનશ્રીકુંદકુંદ
पञ्चेन्द्रियात्मकं शरीरं मूर्तमुपागतस्तेन ज्ञप्तिनिष्पतौ बलाधाननिमित्ततयोपलम्भकेन मूर्तेन मूर्त स्पर्शादिप्रधानं वस्तूपलभ्यतामुपागतं योग्यमवगृह्य कदाचित्तदुपर्युपरि शुद्धिसंभवादवगच्छति, कदाचित्तदसंभवान्नावगच्छति, परोक्षत्वात। परोक्षं हि ज्ञानमतिदृढतराज्ञानतमोग्रन्थिगण्ठनानिमीलितस्यानादिसिद्धचैतन्यसामान्यसंबन्धस्याप्यात्मनः स्वयं परिच्छेत्तुमर्थमसमर्थस्योपात्तानुपात्तपरप्रत्ययसामग्रीमार्गणव्यग्रतयात्यन्तविसंष्ठुलत्वमवलम्बमानमनन्तायाः शक्तेः परिस्खलनान्नितान्तविक्लवीभूतं महामोहमल्लस्य जीवदवस्थत्वात् परपरिणतिप्रवर्तिताभिप्रायमपि पदे पदे प्राप्तविप्रलम्भमनुपलम्भसंभावनामेव परमार्थतोऽर्हति। अतस्तद्धेयम्।। ५५ ।।
ज्ञानसुखस्वभावः, पश्चादनादिबन्धवशात् व्यवहारनयेन मुत्तिगदो मूर्तशरीरगतो मूर्तशरीरपरिणतो भवति। तेण मुत्तिणा तेन मूर्तशरीरेण मूर्तशरीराधारोत्पन्नमूर्तद्रव्येन्द्रियभावेन्द्रियाधारेण मुत्तं मूर्तं वस्तु ओगेण्हित्ता अवग्रहादिकेन क्रमकरणव्यवधानरूपं कृत्वा जोग्गं तत्स्पर्शादिमूर्तं वस्तु। कथंभूतम्।
એ ઇંદ્રિયજ્ઞાનવાળો જીવ પોતે અમૂર્ત હોવા છતાં મૂર્ત એવા પંચેન્દ્રિયાત્મક શરીરને પ્રાપ્ત થયો થકો, જ્ઞપ્તિ નીપજવામાં બળ-ધારણનું નિમિત્ત થતું હોવાથી જે ઉપલંભક છે એવા તે મૂર્ત (શરીર) વડે મૂર્ત એવી સ્પર્ધાદિપ્રધાન વસ્તુને-કે જે યોગ્ય હોય અર્થાત્ જે (ઇંદ્રિયો દ્વારા) ઉપલભ્ય હોય તેનેઅવગ્રહીને, કદાચિત્ તેનાથી ઉપર ઉપરની (-અવગ્રહથી આગળ આગળની) શુદ્ધિના સદ્ભાવને લીધે તેને જાણે છે અને કદાચિત્ અવગ્રહથી ઉપર ઉપરની શુદ્ધિના અભાવને લીધે નથી જાણતું, કારણ કે તે (ઇંદ્રિયજ્ઞાન) પરોક્ષ છે. પરોક્ષ જ્ઞાન, ચૈતન્યસામાન્ય સાથે (આત્માને) અનાદિસિદ્ધ સંબંધ હોવા છતાં જે અતિ દઢતર અજ્ઞાનરૂપ તમોગ્રંથિ વડે અવરાઈ જવાથી બિડાઈ ગયો છે એવો આત્મા પદાર્થને સ્વયં જાણવાને અસમર્થ હોવાથી ઉપાત્ત અને અનુપાત્ત પર-પદાર્થોરૂપ સામગ્રીને શોધવાની વ્યગ્રતાથી અત્યંત ચંચળ-તરલ-અસ્થિર વર્તતું થયું, અનંત શક્તિથી ચુત થયું હોવાથી અત્યંત
વર્તત થક, મહા મોહમલ જીવતો હોવાથી પરપરિણતિનો (-પરને પરિણાવવાનો ) અભિપ્રાય કરતું હોવા છતાં પદે પદે (–ડગલે ડગલે) છેતરાતું થયું. પરમાર્થે અજ્ઞાન ગણાવાને જ યોગ્ય છે, આથી તે ય છે.
ભાવાર્થ:- ઇન્દ્રિયજ્ઞાન ઇન્દ્રિયોના નિમિત્તથી મૂર્ત સ્થૂલ ઇન્દ્રિયગોચર પદાર્થોને જ જ્ઞાનના ક્ષાયોપથમિક ઉઘાડ અનુસાર જાણી શકે છે. પરોક્ષ એવું તે ઇંદ્રિયજ્ઞાન ઇદ્રિય, પ્રકાશ
૧. સ્પર્શાદિપ્રધાન = સ્પર્શ, રસ, ગંધ વગેરે ગુણો જેમાં મુખ્ય છે એવી. ૨. તમોગ્રંથિ = અંધકારનો ગઠ્ઠો; અંધકારનો સમૂહ. ૩. ઉપાત્ત = મેળવેલા. (ઇંદ્રિય, મન વગેરે ઉપાત્ત પર પદાર્થો છે. ) ૪. અનુપાત્ત = અણમેળવેલા. (પ્રકાશ વગેરે અનુપાત્ત પર પદાર્થ છે.) ૫. વિકલવ = ખિન્ન; દુઃખી; ગભરાયેલું.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com