________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
જ્ઞયતત્ત્વ-પ્રજ્ઞાપન
૩૬૧
यः क्षपितमोहकलुषो विषयविरक्तो मनो निरुध्य।
समवस्थितः स्वभावे स आत्मानं भवति ध्याता।।१९६ ।। आत्मनो हि परिक्षपितमोहकलुषस्य तन्मूलपरद्रव्यप्रवृत्त्यभावाद्विषयविरक्तत्वं स्यात; ततोऽधिकरणभूतद्रव्यान्तराभावादुदधिमध्यप्रवृत्तैकपोतपतत्रिण इव अनन्यशरणस्य मनसो निरोधः स्यात; ततस्तन्मूलचञ्चलत्वविलयादनन्तसहजचैतन्यात्मनि स्वभावे समवस्थानं स्यात्। तत्तु स्वरूपप्रवृत्तानाकुलैकाग्रसञ्चेतनत्वात् ध्यानमित्युपगीयते। अतः स्वभावावस्थानरूपत्वेन ध्यानमात्मनोऽनन्यत्वात् नाशुद्धत्वायेति।।१९६ ।।
क्षपितमोहकलुषः। पुनरपि किंविशिष्टः। विसयविरत्तो मोहकलुषरहितस्वात्मसंवित्तिसमुत्पन्नसुखसुधारसास्वादबलेन कलुषमोहोदयजनितविषयसुखाकाङ्क्षारहितत्वाद्विषयविरक्तः। पुनरपि कथंभूतः। समवट्ठिदो सम्यगवस्थितः। क्व। सहावे निजपरमात्मद्रव्यस्वभावे। किं कृत्वा पूर्वम्। मणो णिरुंभित्ता विषयकषायोत्पन्नविकल्पजालरूपं मनो निरुध्य निश्चलं कृत्वा। सो अप्पाणं हवदि झादा स एवंगुणयुक्तः पुरुषः स्वात्मानं भवति ध्याता। तेनैव शुद्धात्मध्यानेनात्यन्तिकी मुक्तिलक्षणां शुद्धिं लभत તિા તત:
અન્વયાર્થઃ- [:] જે [ ક્ષતિમોનુષ: ] મોહમળનો ક્ષય કરી, [વિષયવિર:] વિષયથી વિરક્ત થઈ, [ મન: નિરુધ્ધ] મનનો નિરોધ કરી, [સ્વભાવે સમર્િથત ] સ્વભાવમાં સમવસ્થિત છે, [સ: ] તે [ માત્માન] આત્માને [ ધ્યાતા ભવતિ] ધ્યાનાર છે.
ટીકા:- મોહમળનો જેણે ક્ષય કર્યો છે એવા આત્માને, મોહમળ જેનું મૂળ છે એવી 'પદ્રવ્યપ્રવૃત્તિનો અભાવ થવાથી વિષયવિરક્તતા થાય છે; તેથી (અર્થાત્ વિષયવિરક્તતા થવાથી), સમુદ્રના મધ્યમાં રહેલા એક વહાણના પંખીની માફક, અધિકરણભૂત દ્રવ્યાંતરોનો અભાવ થવાને લીધે જેને અન્ય કોઈ શરણ રહ્યું નથી એવા મનનો નિરોધ થાય છે (અર્થાત જેમ સમુદ્રના મધ્યમાં રહેલા કોઈ એકાકી વહાણના ઉપર બેઠેલા પંખીને તે વહાણ સિવાય અન્ય કોઈ વહાણોનો, વૃક્ષોનો કે ભૂમિ વગેરેનો આધાર નહિ રહેવાને લીધે બીજું કોઈ શરણ નહિ રહેવાથી તે પંખી ઊડતું અટકી જાય છે, તેમ વિષયવિરક્તતા થવાથી મનને આત્મદ્રવ્ય સિવાય કોઈ અન્ય દ્રવ્યોનો આધાર નહિ રહેવાને લીધે બીજાં કાંઈ શરણ નહિ રહેવાથી મન નિરોધ પામે છે); અને તેથી (અર્થાત્ મનનો નિરોધ થવાથી), મન જેનું મૂળ છે એવી ચંચળતાનો વિલય થવાને લીધે અનંત સહજ-ચૈતન્યાત્મક સ્વભાવમાં સમવસ્થાન થાય છે. તે સ્વભાવસમવસ્થાન તો સ્વરૂપમાં પ્રવર્તતું, અનાકુળ, એકાગ્ર સંચેતન હોવાથી તેને “ધ્યાન” કહેવામાં આવે છે.
આથી (એમ નક્કી થયું કે) ધ્યાન સ્વભાવસમવસ્થાનરૂપ હોવાને લીધે આત્માથી અનન્ય હોવાથી અશુદ્ધતાનું કારણ થતું નથી. ૧૯૬.
૧. પરદ્રવ્યપ્રવૃત્તિ = પરદ્રવ્યમાં પ્રવર્તવું તે. ૨. સમવસ્થાન = સ્થિરપણે-દઢપણે રહેવું તે; દઢપણે ટકવું તે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com