________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
ચરણાનુયોગસૂચક ચૂલિકા
૪૦૩
*वक्तव्यमेव किल यत्तदशेषमुक्तमेतावतैव यदि चेतयतेऽत्र कोऽपि। व्यामोहजालमतिदुस्तरमेव नूनं निश्चेतनस्य वचसामतिविस्तरेऽपि।।१४।।
अत्रेदमुक्तं भवति-शुद्धचैतन्यरूपनिश्चयप्राणे रागादिपरिणामरूपनिश्चयहिंसया पातिते सति नियमेन बन्धो भवति। परजीवघाते पुनर्भवति वा न भवतीति नियमो नास्ति, परद्रव्ये ममत्वरूपमूर्छापरिग्रहेण तु नियमेन भवत्येवेति।। २१९ ।। एवं भावहिंसाव्याख्यानमुख्यत्वेन पञ्चमस्थले गाथाषट्कं गतम्। इति पूर्वोक्तक्रमेण ‘एवं पणमिय सिद्धे' इत्याद्येकविंशतिगाथाभिः स्थलपञ्चकेनोत्सर्गचारित्रव्याख्याननामा प्रथमोऽन्तराधिकारः समाप्तः। अतःपरं चारित्रस्य देशकालापेक्षयापहृतसंयमरूपेणापवादव्याख्यानार्थं पाठक्रमेण त्रिंशद्गाथाभिर्द्वितीयोऽन्तराधिकार: प्रारभ्यते। तत्र चत्वारि स्थलानि भवन्ति। तस्मिन्प्रथमस्थले निर्ग्रन्थमोक्षमार्गस्थापनामुख्यत्वेन ‘ण हि णिरवेक्खो चागो' इत्यादि गाथापञ्चकम्। अत्र टीकायां गाथात्रयं नास्ति। तदनंतरं सर्वसावधप्रत्याख्यानलक्षणसामायिकसंयमासमर्थानां यतीनां संयमशौचज्ञानोपकरणनिमित्तमप-वादव्याख्यानमुख्यत्वेन 'छेदो जेण ण विज्जदि' इत्यादि सूत्रत्रयम्। तदनन्तरं स्त्रीनिर्वाण-निराकरणप्रधानत्वेन पेच्छदि ण हि इह लोगं' इत्याद्येकादश गाथा भवन्ति। ताश्चामृतचन्द्र-टीकायां न सन्ति। ततः
ભાવાર્થ:- અશુદ્ધોપયોગનો અભાવ હોય તોપણ કાયાની હલનચલનાદિ ક્રિયા થતાં પર જીવોના પ્રાણોનો ઘાત થઈ જાય છે. માટે કાયચેષ્ઠાપૂર્વક પરપ્રાણોના ઘાતથી બંધ થવાનો નિયમ નથી:-અશુદ્ધોપયોગના સભાવમાં થતો જે કાયચેષ્ઠાપૂર્વક પરપ્રાણોનો ઘાત તેનાથી તો બંધ થાય છે, અને અશુદ્ધોપયોગના અભાવમાં થતો જે કાયચેરાપૂર્વક પરપ્રાણોનો ઘાત તેનાથી બંધ થતો નથી. આ રીતે કાયચેષ્ઠાપૂર્વક થતા પરપ્રાણોના ઘાતથી બંધ થવાનું અનૈકાંતિક હોવાથી તેને છેદપણું અનૈકાંતિક છે-નિયમરૂપ નથી.
જેમ ભાવ વિના પણ પરપ્રાણોનો ઘાત થઈ જાય છે, તેમ ભાવ ન હોય તોપણ પરિગ્રહનું ગ્રહણ થાય એમ કદી બને નહિ. જ્યાં પરિગ્રહનું ગ્રહણ હોય છે ત્યાં અશુદ્ધોપયોગનો સદ્દભાવ અવશ્ય હોય જ છે. માટે પરિગ્રહથી બંધ થવાનું તો એકાંતિક-નિશ્ચિત-નિયમરૂપ છે. તેથી પરિગ્રહને છેદપણું એકાંતિક છે. આમ હોવાથી જ પરમ શ્રમણ એવા અહંતભગવંતોએ પ્રથમથી જ સર્વ પરિગ્રહનો ત્યાગ કર્યો છે અને અન્ય શ્રમણોએ પણ પ્રથમથી જ સર્વ પરિગ્રહનો ત્યાગ કરવો જોઈએ. ૨૧૯.
| [ હવે, “કહેવાયોગ્ય બધું કહેવાયું છે' ઇત્યાદિ કથન શ્લોક દ્વારા કરવામાં આવે છે.]
[અર્થ-] જે કહેવા જેવું જ હતું તે અશેષપણે કહેવાયું છે, એટલાથી જ જો કોઈ અહીં ચેતે-સમજે તો. (બાકી તો,) વાણીનો અતિ વિસ્તાર કરવામાં આવે તોપણ નિચેતનને (અણસમજાને, જડ જેવાને) ખરેખર વ્યામોહની (–મોહની) જાળ અતિ દુસ્તર છે.
* વસન્તતિલકા છંદ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com