________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૯૮
પ્રવચનસાર
[ ભગવાનશ્રીકુંદકુંદवदनियतस्वभावभासि २७। स्वभावनयेनानिशिततीक्ष्णकण्टकवत्संस्कारानर्थक्यकारि २८। अस्वभावनयेनायस्कारनिशिततीक्ष्णविशिखवत्संस्कारसार्थक्यकारि २९। कालनयेन निदाघदिवसानुसारिपच्यमानसहकारफलवत्समयायत्तसिद्धिः ३०। अकालनयेन कृत्रिमोष्मपाच्यमानसहकारफलवत्समयानायत्तसिद्धिः ३१। पुरुषकारनयेन पुरुषकारोपलब्धमधुकुक्कुटीकपुरुषकारवादिवद्यत्नसाध्यसिद्धिः ३२। दैवनयेन पुरुषकारवादिदत्तमधुकुक्कुटीगर्भलब्धमाणिक्य
परमात्मद्रव्यं जानाति स निर्विकल्पसमाधिप्रस्तावे निर्विकारस्वसंवेदनज्ञानेनापि जानातीति।। पुनरप्याह शिष्यः-ज्ञातमेवात्मद्रव्यं हे भगवन्निदानीं तस्य प्राप्त्युपायः कथ्यताम्। भगवानाहसकलविमलकेवल
આત્મદ્રવ્ય અનિયતિનયે અનિયત સ્વભાવે ભાસે છે, જેને ઉષ્ણતા નિયતિથી (-નિયમ વડે) નિયમિત નથી એવા પાણીની માફક. [ આત્મા અનિયતિનયે અનિયત સ્વભાવવાળો ભાસે છે, જેમ પાણીને (અગ્નિના નિમિત્તે થતી) ઉષ્ણતા અનિયત હોવાથી પાણી અનિયતસ્વભાવવાળું ભાસે છે તેમ.] ૨૭.
આત્મદ્રવ્ય સ્વભાવનયે સંસ્કારને નિરર્થક કરનારું છે (અર્થાત્ આત્માને સ્વભાવનયે સંસ્કાર નિરુપયોગી છે), જેને કોઈથી અણી કાઢવામાં આવતી નથી (પણ જે સ્વભાવથી જ અણીવાળો હોય છે) એવા તીક્ષ્ણ કાંટાની માફક. ૨૮.
આત્મદ્રવ્ય અસ્વભાવનયે સંસ્કારને સાર્થક કરનારું છે (અર્થાત્ આત્માને અસ્વભાનયે સંસ્કાર ઉપયોગી છે), જેને (સ્વભાવથી અણી હોતી નથી પણ સંસ્કાર કરીને) લુહાર વડે અણી કાઢવામાં આવી હોય છે એવા તીક્ષ્ણ તીરની માફક. ૨૯.
આત્મદ્રવ્ય કાળનયે જેની સિદ્ધિ સમય પર આધાર રાખે છે એવું છે, ઉનાળાના દિવસ અનુસાર પાકતા આમ્રફળની માફક. [ કાળનયે આત્મદ્રવ્યની સિદ્ધિ સમય પર આધાર રાખે છે, ઉનાળાના દિવસ અનુસાર પાકતી કેરીની માફક.] ૩૦.
આત્મદ્રવ્ય અકાળનયે જેની સિદ્ધિ સમય પર આધાર રાખતી નથી એવું છે, કૃત્રિમ ગરમીથી પકવવામાં આવતા આમ્રફળની માફક. ૩૧.
આત્મદ્રવ્ય પુરુષકારનવે જેની સિદ્ધિ યસાધ્ય છે એવું છે, જેને પુરુષકારથી *લીંબુનું ઝાડ પ્રાપ્ત થાય છે (-ઊગે છે) એવા પુરુષકારવાદીની માફક. [ પુરુષાર્થનયે આત્માની સિદ્ધિ પ્રયત્નથી થાય છે, જેમ કોઈ પુરુષાર્થવાદી મનુષ્યને પુરુષાર્થથી લીંબુનું ઝાડ પ્રાપ્ત થાય છે તેમ.] ૩ર.
આત્મદ્રવ્ય દૈવનયે જેની સિદ્ધિ અયસાધ્યછે (યત વિના થાય છે, એવું છે, પુરુષકારવાદીએ દીધેલા *લીંબુના ઝાડની અંદરથી જેને (યત વિના, દૈવથી) માણેક પ્રાપ્ત થાય છે એવા દૈવવાદીની માફક. ૩૩.
* અહીં “મધુવંતી' નો અર્થ “લીંબુનું ઝાડ' કર્યો છે. શ્રી પાંડે હેમરાજજીએ હિંદી પ્રવચનસારમાં તેનો
અર્થ “મધુ છત્તા (અર્થાત્ મધુપૂડો )' કર્યો છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com