________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૯૬
પ્રવચનસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ
रालवर्त्यगुणकार्मुकान्तरालवर्तिसंहितावस्थासंहितावस्थलक्ष्योन्मुखालक्ष्योन्मुखप्राक्तनविशिखवत् स्वद्रव्यक्षेत्रकालभावैः परद्रव्यक्षेत्रकालभावैर्युगपत्स्वपरद्रव्यक्षेत्रकालभावैश्वास्तित्वनास्तित्ववदवक्तव्यम ९। विकल्पनयेन शिशकमारस्थविरैकपरुषवत सविकल्पम १०। अविकल्पनयेनैकपरुषमात्रवदविकल्पम् ११। नामनयेन तदात्मवत् शब्दब्रह्मामर्शि १२। स्थापनानयेन मूर्तित्ववत् सकलपुद्गलालम्बि १३। द्रव्यनयेन माणवक श्रेष्ठिश्रमणपार्थिववदनागतातीतपर्यायोद्भासि १४। भावनयेन पुरुषायितप्रवृत्तयोषिद्वत्तदात्वपर्यायोल्लासि १५ । सामान्यनयेन हारस्रग्दामसूत्र
विवक्षितैकदेहस्थितम्। उपचरितासद्भूतव्यवहारनयेन काष्ठासनाद्युपविष्टदेवदत्तवत्समवसरणस्थितवीतरागसर्वज्ञवद्वा विवक्षितैकग्रामगृहादिस्थितम्। इत्यादि परस्परसापेक्षानेकनयैः प्रमीयमाणं व्यवह्रियमाणं क्रमेण
(૩) યુગપદ સ્વપરચતુષ્ટયની અપેક્ષાથી (૧) અસ્તિત્વવાળો. (૨) નાસ્તિત્વવાળો તથા (૩) અવક્તવ્ય છે.] ૯.
આત્મદ્રવ્ય વિકલ્પનયે, બાળક, કુમાર અને વૃદ્ધ એવા એક પુરુષની માફક, સવિકલ્પ છે (અર્થાત્ આત્મા ભેદનયે, ભેદ સહિત છે, જેમ એક પુરુષ બાળક, કુમાર અને વૃદ્ધ એવા ભેજવાળો છે તેમ). ૧૦.
આત્મદ્રવ્ય અવિકલ્પનયે, એક પુરુષમાત્રની માફક, અવિકલ્પ છે (અર્થાત્ અભેદનયે આત્મા અભેદ છે, જેમ એક પુરુષ બાળક-કુમાર-વૃદ્ધ એવા ભેદો વિનાનો એક પુરુષમાત્ર છે તેમ). ૧૧.
આત્મદ્રવ્ય નામનયે, નામવાળાની માફક, શબ્દબ્રહ્મને સ્પર્શનારું છે (અર્થાત્ આત્મા નામનયે શબ્દબ્રહ્મથી કહેવાય છે, જેમ નામવાળો પદાર્થ તેના નામરૂપ શબ્દથી કહેવાય છે તેમ ). ૧૨.
આત્મદ્રવ્ય સ્થાપનાન, મૂર્તિપણાની માફક, સર્વ પુદ્ગલોને અવલંબનારું છે (અર્થાત્ સ્થાપનાનયે આત્મદ્રવ્યની પૌદ્ગલિક સ્થાપના કરી શકાય છે, મૂર્તિની માફક ). ૧૩.
આત્મદ્રવ્ય દ્રવ્યનયે, બાળક શેઠની માફક અને શ્રમણ રાજાની માફક, અનાગત અને અતીત પર્યાય પ્રતિભાસે છે (અર્થાત્ આત્મા દ્રવ્યનયે ભાવી અને ભૂત પર્યાયરૂપે ખ્યાલમાં આવે છે, જેમ બાળક શેઠપણાસ્વરૂપ ભાવી પર્યાયરૂપે ખ્યાલમાં આવે છે અને મુનિ રાજાસ્વરૂપ ભૂત પર્યાયરૂપે ખ્યાલમાં આવે છે તેમ). ૧૪.
આત્મદ્રવ્ય ભાવનયે, પુરુષ સમાન પ્રવર્તતી સ્ત્રીની માફક, તત્કાળના (વર્તમાન) પર્યાયરૂપે ઉલ્લસે-પ્રકાશ-પ્રતિભાસે છે (અર્થાત્ આત્મા ભાવનયે વર્તમાન પર્યાયરૂપે પ્રકાશે છે, જેમ પુરુષ સમાન પ્રવર્તતી સ્ત્રી પુરુષત્વરૂપ પર્યાયરૂપે પ્રતિભાસે છે તેમ ), ૧૫.
આત્મદ્રવ્ય સામાન્યનયે, હાર-માળા-કંઠીના દોરાની માફક, વ્યાપક છે (અર્થાત આત્મા સામાન્યનયે સર્વ પર્યાયોમાં વ્યાપે છે, જેમ મોતીની માળાનો દોરો સર્વ મોતીમાં વ્યાપે છે તેમ ). ૧૬.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com