Book Title: Pravachana sara
Author(s): Kundkundacharya, Himmatlal Jethalal Shah
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 535
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૫OO પ્રવચનસાર | [ ભગવાનશ્રીકુંદકુંદकेवलमेव साक्षि ४१। क्रियानयेन स्थाणुभिन्नमूर्धजातदृष्टिलब्धनिधानान्धवदनुष्ठानप्राधान्यसाध्यसिद्धिः ४२। ज्ञाननयेन चणकमुष्टिक्रीतचिन्तामणिगृहकोणवाणिजवद्विवेकप्राधान्यसाध्यसिद्धिः ४३। व्यवहारनयेन बन्धकमोचकपरमाण्वन्तरसंयुज्यमानवियुज्यमानपरमाणुवद्वन्धमोक्षयोद्वैतानुवर्ति ४४। निश्चयनयेन केवलबध्यमानमुच्यमानबन्धमोक्षोचितम्निग्धरूक्षत्वगुणपरिणतपरमाणुवद्वन्धमोक्षयोरद्वैतानुवर्ति ४५। अशुद्धनयेन घटशरावविशिष्टमृण्मात्रवत्सोपाधिस्वभावम् ४६। शुद्धनयेन केवलमृण्मात्रवन्निरुपाधिस्वभावम् ४७। रागद्वेषमोहकल्लोलैर्यावदस्वस्थरूपेण क्षोभं गच्छत्ययं जीवस्तावत्कालं निजशुद्धात्मानं न प्राप्नोति इति। स एव वीतरागसर्वज्ञप्रणीतोपदेशात् एकेन्द्रियविकलेन्द्रियपञ्चेन्द्रियसंज्ञिपर्याप्तमनुष्यदेशकुलरूपेन्द्रियपटुत्व આત્મદ્રવ્ય ક્રિયાનયે અનુષ્ઠાનની પ્રધાનતાથી સિદ્ધિ સધાય એવું છે, થાંભલા વડે માથું ભેદાતા દષ્ટિ ઉત્પન્ન થઈને એને નિધાન મળે છે એવા અંધની માફક. [ ક્રિયાનયે આત્મા અનુષ્ઠાનની પ્રધાનતાથી સિદ્ધિ થાય એવો છે, જેમ કોઈ અંધ પુરુષને પત્થરના થાંભલા સાથે માથું ફોડવાથી માથામાંના લોહીનો વિકાર દૂર થવાને લીધે આંખો ખૂલી જાય અને નિધાન પ્રાપ્ત થાય તેમ.] ૪૨. આત્મદ્રવ્ય જ્ઞાનનયે વિવેકની પ્રધાનતાથી સિદ્ધિ સધાય એવું છે, ચણાની મુઠી દઈને ચિંતામણિ ખરીદનાર એવો જે ઘરના ખૂણામાં રહેલો વેપારી તેની માફક. [ જ્ઞાનનયે આત્માને વિવેકની પ્રધાનતાથી સિદ્ધિ થાય છે, જેમ ઘરના ખૂણામાં બેઠેલો વેપારી ચણાની મુઠ્ઠી દઈને ચિંતામણિ ખરીદી લે તેમ.] ૪૩. આત્મદ્રવ્ય વ્યવહારનયે બંધ અને મોક્ષને વિષે *દ્વતને અનુસરનારું છે, બંધક (બંધ કરનાર) અને મોચક (મુક્ત કરનાર) એવા અન્ય પરમાણુ સાથે સંયુક્ત થતા અને તેનાથી વિમુક્ત થતા એવા પરમાણુની માફક. [વ્યવહારનયે આત્મા બંધ અને મોક્ષમાં (પુદ્ગલ સાથે) દ્વતને પામે છે, જેમ પરમાણુના બંધને વિષે તે પરમાણુ અન્ય પરમાણુ સાથે સંયોગે પામવારૂપ દ્વતને પામે છે અને પરમાણુના મોક્ષને વિષે તે પરમાણુ અન્ય પરમાણુથી છૂટો થવારૂપ દ્વતને પામે છે તેમ.] ૪૪. આત્મદ્રવ્ય નિશ્ચયનયે બંધ અને મોક્ષને વિષે અદ્વૈતને અનુસરનારું છે, એકલો બંધાતો અને મુકાતો એવો જે બંધમોક્ષોચિત સ્નિગ્ધત્વરૂક્ષત્વગુણે પરિણત પરમાણુ તેની માફક. [ નિશ્ચયનયે આત્મા એકલો જ બદ્ધ અને મુક્ત થાય છે, જેમ બંધ અને મોક્ષને ઉચિત એવા સ્નિગ્ધત્વગુણે કે રૂક્ષત્વગુણે પરિણમતો પરમાણુ એકલો જ બદ્ધ અને મુક્ત થાય છે તેમ.] ૪૫. આત્મદ્રવ્ય અશુદ્ધનયે, ઘટ અને રામપાત્રથી વિશિષ્ટ માટીમાત્રની માફક, સોપાધિસ્વભાવવાળું છે. ૪૬. આત્મદ્રવ્ય શુદ્ધનયે, કેવળ માટીમાત્રની માફક, નિરુપાધિસ્વભાવવાળું છે. ૪૭. * બૈત = બે-પણું. [ વ્યવહારનયે આત્માના બંધને વિષે કર્મ સાથેના સંયોગની અપેક્ષા આવતી હોવાથી દ્વત છે અને આત્માના મોક્ષને વિષે કર્મના વિયોગને અપેક્ષા આવતી હોવાથી ત્યાં પણ દ્વત છે.] Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548