________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
४४४
પ્રવચનસાર
[ ભગવાન શ્રીકુંદકુંદ
पच्यमानमपहस्तितरागद्वेषतया दूरनिरस्तसमस्तसुखदुःखादिविकारः पुनरनारोपितसन्तानमुच्छासमात्रेणैव लीलयैव पातयति। अत आगमज्ञानतत्त्वार्थश्रद्धानसंयतत्वयौगपद्येऽप्यात्मज्ञानमेव मोक्षमार्गसाधकतममनुमन्तव्यम्।। २३८ ।।
अथात्मज्ञानशून्यस्य सर्वागमज्ञानतत्त्वार्थश्रद्धानसंयतत्वानां यौगपद्यमप्यकिञ्चित्करमित्यनुशास्ति
परमाणुपमाणं वा मुच्छा देहादिएसु जस्स पुणो। विज्जदि जदि सो सिद्धिं ण लहदि सव्वागमधरो वि।। २३९ ।।
ज्ञानगुणसद्भावात् त्रिगुप्तिगुप्तः सन्नुच्छ्रासमात्रेण लीलयैव क्षपयतीति। ततो ज्ञायते परमागमज्ञानतत्त्वार्थश्रद्धानसंयतत्वानां भेदरत्नत्रयरूपाणां सद्भावेऽप्यभेदरन्नत्रयरूपस्य स्वसंवेदनज्ञानस्यैव પ્રથાનત્વનતિના રર૮માં
થયું, રાગદ્વેષ છોડયા હોવાને લીધે સમસ્ત સુખદુઃખાદિ વિકારો અત્યંત નિરસ્ત થયા હોવાથી ફરીને સંતાન ન આરોપતું જાય એવી રીતે, ઉચ્છવાસમાત્ર વડે જ, લીલાથી જ, જ્ઞાની નષ્ટ કરે છે.
આથી, આગમજ્ઞાન, તત્ત્વાર્થશ્રદ્ધાન ને સંયતત્વનું યુગપદપણું હોવા છતાં પણ આત્મજ્ઞાન જ મોક્ષમાર્ગનું સાધકતમ સંમત કરવું.
ભાવાર્થ- અજ્ઞાનીને ક્રમાનુસાર તથા બાળકપરૂપ ઉદ્યમથી કર્મ પાકે છે અને જ્ઞાનીને તો *જ્ઞાનીપણાને લીધે વર્તતા ત્રિગુપ્તપણારૂપ પ્રચંડ ઉદ્યમથી કર્મ પાકે છે; તેથી જે કર્મ અજ્ઞાની અનેક *શત-સહસ્ર-કોટિ ભવો વડે, મહા કષ્ટથી, ઓળંગી જાય છે, તે જ કર્મ જ્ઞાની ઉચ્છવાસમાત્ર વડે જ, રમતમાત્રથી જ, નષ્ટ કરે છે. વળી અજ્ઞાનીને તે કર્મ, સુખદુઃખાદિવિકારરૂપ પરિણમનને લીધે, ફરીને નૂતન કર્મરૂપ સંતતિ મૂકતું જાય છે અને જ્ઞાનીને તો સુખદુઃખાદિવિકારરૂપ પરિણમન નહિ હોવાથી તે કર્મ ફરીને નૂતન કર્મરૂપ સંતતિ મૂકતું જતું નથી.
માટે આત્મજ્ઞાન જ મોક્ષમાર્ગનું સાધકતમ છે. ૨૩૮.
હવે, આત્મજ્ઞાનશૂન્યને સર્વઆગમજ્ઞાન, તત્ત્વાર્થશ્રદ્ધાન તથા સંયતત્વનું યુગપદપણું પણ અકિંચિકર છે (-કાંઈ કરતું નથી) એમ ઉપદેશે છેઃ
અણુમાત્ર પણ મૂછ તણો સદ્ભાવ જો દેહાદિકે, તો સર્વઆગમધર ભલે પણ નવ લહે સિદ્ધત્વને ૨૩૯.
* આગમજ્ઞાન-તત્ત્વાર્થશ્રદ્ધાન-સંયતત્વના યુગપદપણાના અતિશય પ્રસાદથી પ્રાપ્ત થયેલી શુદ્ધજ્ઞાનમય
આત્મતત્ત્વની અનુભૂતિ તે જ્ઞાનીપણાનું લક્ષણ છે. * શત-સહસ્ર-કોટિ = ૧OO x ૧OOO x ૧OOOOOOO
Please inform us of any errors on rajesh@AtmaDharma.com